Archive for એપ્રિલ, 2014

હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

 

હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

 

ઘણીવાર મનમાં વિચાર આવે, શું હતો હું કે માનવ દેહ આજે મુજને મળ્યો ?

 
આવા વિચાર સાથે બીજો વિચાર આવે કે કોઈક સારા કર્મો કર્યા હશે તેથી જ આ દેહ મળ્યો ?

 

ફરી બીજો વિચાર મુજવે મુજને કે શું જે કરવાનું હતું એ પુરૂં ના કર્યું એથી જ ફરી જન્મ મળ્યો ?

 

આવા વિચારોમાં હું હતો ત્યારે અંદરથી કોઈ જાણે મુજને કાંઈ કહી રહ્યો,

 

જાણે, અચાનક મન મારૂં વિચારો મુક્ત થઈ અને સાંભળવા હું અધીરો થયો,

 

હું છું તારો આત્મા, આજે તને જે કહી રહ્યો છું એજ આ જીવનનો સાર રહ્યો.

 

હું જે પ્રમાણે આજ આ દેહમાં છું તે પ્રમાણે આદીકાળથી અનેક દેહોમાંથી હું પસાર થયો હતો,

 

કોઈવાર પશુ કે પક્ષી, તો કોઈવાર નાનો સરખો જીવ, જેનો માનવી અજાણ હતો,

 

કોઈવાર, નાનું મોટું વૃક્ષ કે કોઈવાર પાળેલ કે જંગલી પ્રાણીસ્વરૂપે હું જ હતો,

 

અને, હા, માનવ સ્વરૂપ પણ મળ્યું હતું કેટલી વાર એ કદી ભુલ્યો નથી,

 

જો,આજે આ માનવ દેહમાં છું ત્યારે, તકો જે છોડી તે ફરી યાદ આવે, એ ભુલાતી નથી,

 

જે તકોની હું વાત કરૂં એ તો પ્રભુમાં જ સમાય જવાની એ તકો હતી,

 

આત્મારૂપે તો હું જ પ્રભુઅંશ છતાં માનવ દેહ દ્વારા જ મારા ઉધ્ધારની ઘડી એ હતી,

 

યાદ કર, ગીતામાં શ્રી કૃષ્ણજીએ જે કહ્યું કે આત્મારૂપે હું અમર છું,

 

આવી અમરતાની સમજનું જ્ઞાન માનવ દેહે જ મળે એ પણ હું જાણું છું,

 

તો, આજે તને એ યાદ કરાવી, એટલી જ શીખ આપું છું તને,

 

કર્મો કરી,અધુરા પુન્યો કમાવાની આ તક મળી છે જો તને,

 

તો,સારા કર્મો ના કરી, આ માનવ અવતારની ધુળધાણી કરે ?

 

જાગ, ઓ સાથી મનવા, આ અવતારે પ્રભુનો મેળાપ કદી દે !

 

આજ છે એક ઈચ્છા મારી,હર માનવ દેહે એવું જ કહેતો આવ્યો છે હું,

 

હવે તો, સાંભળજે મનવા, કાલાવાલા તને કરી રહ્યો છું હું !

 

મન તો શાંત રહ્યું અને આત્માને સાંભળતું જ રહ્યું,

 

અંતે, શાંતીનો ભંગ કરી મનડું મારૂં જ બોલ્યું ઃ

 

ઓ ! આત્માજી, તને સાંભળતા, મારી ચંચળતા દુર થઈ,

 

હવે મને ખ્યાલ આવ્યો કે જ્યારે હું તારી પૂકારને સાંભળી,

 

ત્યારે જ હું ચંચળતા છોડી અને સ્થીર થઈ શક્યો,

 

જ્ઞાન આવું જો મેં જાણ્યું તે માટે આભાર તને દર્શાવી રહ્યો,

 

આપણે સાથે મળીને આ માનવદેહ દ્વારા પ્રભુની પાસ જઈશું,

 

નજીક પ્રભુ પાસે જઈ, એની જ કૃપા માટે અરજ કરીશું,

 

જે કાંઈ પુન્ય કામો હશે તો પણ એની કૃપા વગર છે બધુ અશક્ય,

 

એથી, તું અને હું નયને આંસુઓ લાવી, પ્રભુને મનાવી કરીશું શક્ય,

 

પ્રભુ તો છે દયાનો સાગર, પીગળશે દીલ એનું જરૂર હું કહું,

 

આ માનવ દેહ છોડવાના સમય પહેલા, આપણી વિનંતીથી પ્રભુ ખુશ હશે,

 

તો, આત્મા જો તું પ્રભુના અંસરૂપે પ્રભુમાં સમાય જશે તો મારૂં ત્યારે શું થશે ?

 

આટલા મનના શબ્દો સાંભળી આત્મા ધીરેથી મનને કહે ઃ

 

અરે, મનવા, શાને કરે તું એવી ચિન્તાઓ આજે ?

 

માનવ દેહરૂપે સમજમાં મનરૂપે તારો ફાળો છે અગત્યનો,

 

જે કાંઈ માનવ દેહતંત્રરૂપે શક્ય થયું એમાં મારો અને તારો ફાળો છે અગત્યનો,

 

મારામાં તું છુપાયેલું છે, ક્યાં છીએ અલગ આપણે ?

 

મારી સાથે તું પણ પ્રભુમાં સમાયેલું અને એ જ એક આપણે !

 

હવે, હું શરીર, મન, અને આત્માનો બનેલો વિચારે ઃ

 

ઓ ! વ્હાલા શરીર મારા સાથ દેજે મને આ જીવનમાં,

 

જે મનમાં વિચારોરૂપે હોય ત્યારે આત્માની પૂકાર સંભળજે આ જીવનમાં,

 

મન અને આત્મા જો એક હશે ત્યારે જ અમલ કરવા શરીરને કહેજે,

 

જે થકી, જે કર્મો થશે તેમાં ફક્ત સત્ય અને પવિત્રતા જ હશે !

 

તો જ, આ માનવ જન્મનો ઉધ્ધાર જરૂર હશે,

 

એવા ઉધ્ધારમાં પ્રભુ સાથે મિલન હશે !

 

સમજી ગયો,આ જ આ માનવ અવતારનો હેતુ રહ્યો,

 

હવે પ્રયત્નો હશે બધા આવી અંતીમ ગતી મળે,

 

પણ કાર્ય અધરૂં રહ્યું તો પ્રભુને ફક્ત એક વિનંતી રહે,

 

ફરી મુજને દેજે માનવ જન્મ કે અધુરૂં કાર્ય પુર્ણ બને,

 

જે થકી, બીજા અવતારે પ્રભુ સાથે મિલન શક્ય બને,

 

જો કદી, અપુર્ણા રહે, તો જન્મો જન્મ માનવ દેહ મુજને મળે,

 

જેમ પ્રભુભક્ત નરસીંહ મેહેતા કહી ગયા હતા આ જગને !

 

આટલું કહી સૌને ચંદ્રે તો ભુતકાળ કે મૃત્યુના વિચારો છોડી દીધા,

 

અને વર્તમાનમાં રહી, જનકલ્યાણ પંથે કર્મોને એક ટેવરૂપે અપનાવી લીધા !

 

કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ,૩૦, ૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

૩૦મી એપ્રિલનો દિવસ.

આજે કોમ્યુટર પર બેઠો હતો….ગુજરાતી ટાઈપ પેડ પર જઈ “મારા જ વિચારો”ને શબ્દ-સ્વરૂપ આપતો ગયો.

અને અંતે જાણ “મન અને આત્મા”નો સંવાદ થયો.

એની સાથે શરીર ધારણ કરેલ આ મનુષ્યથી શાંત રહેવાયું નહી.

છેલ્લે, “ચંદ્ર વિચારો”રૂપે શબ્દો વહી ગયા.

અને, આ રચના થઈ !

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Todays Poem in Gujarati created today.

And Published Today as the DIALOGUE between MIND & SOUL…and the FINAL SAY by HUMAN with the BODY.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

 

એપ્રિલ 30, 2014 at 4:36 પી એમ(pm) 11 comments

સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ઉધ્ધવ ગીતા !

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 1

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 2

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 3

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 4

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over12 years on Uddhava Gita

AND….

To VIEW the UDHDHAV GITA & OTHER PUBLICATIONS CLICK on the LINK Below>>>

http://www.gitananda.org/catalog/books-2.html

સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ઉધ્ધવ ગીતા !
સમજાવું છું “ઉધ્ધવ ગીતા” જ્ઞાન, તે તમો સાંભળો,
જાણી, સમજી, તમે જીવન તમારૂં ધન્ય કરો !………….(ટેક)

૨૪ અધ્યાયોરૂપી છે આ બ્રહ્મજ્ઞાન,
જે, ચાર પુસ્તક-સ્વરૂપે સજાવેલું છે પરમજ્ઞાન,
જીવન ધન્ય થયું જેણે જાણ્યું એને,
ધ્યાન ધરી તમે સાંભળજો એને !……………………..(૧)

પ્રથમ પુસ્તકરૂપી ભાગે છે અધ્યાયો સાત,
તો, જાણો સાત અધ્યાયોરૂપી એનો સાર,
એવું જાણી, પ્રભુભક્તિ ખરી સમજાય,
બસ, ભાવ આવો જાણી, મુખેથી પ્રભુ ગુણલા ગવાય !…….(૨)

હવે, ઉધ્ધવ ગીતાનો પ્રથમ અધ્યાય તમે જાણો,
પ્રથમ અધ્યાય છે પ્રેમભક્તિનો ખરો પાયો,
શ્રી કૃષ્ણને વૈકુંઠ પધારવા દેવો કરે વિનંતી,
એવું સાંભળી, ઉધ્ધવજી શ્રી કૃષ્ણજીને કરે અરજી !…………(૩)

હવે, ઉધ્ધવ ગીતાનો બીજો અધ્યાય તમે જાણો,
અવધૂતના આઠ ગુરૂઓનું વર્ણનમાં એને સમજો,
પૃથ્વી, વાયુ, આકાશ, પાણી, અગ્નિ, ચંદ્ર, સુર્ય,કપોતી વાર્તાને આઠ ગુરૂ માનો,
કળયુગમાં માનવી જીવને, સંન્યાસ, ત્યાગ,ભક્તિને જરા જાણો !….(૪)

હવે, ઉધ્ધવ ગીતાનો ત્રીજો અધ્યાય તમે જાણો,
એ દ્વારા, બીજા નવ ગુરૂઓને પણ તમે જાણો,
અજગર, મહાસાગર, પતંગિયું, મધમાખી, હાથી, મધુહા, હરણ, માછલી વિષે તમે જાણો,
અને, અંતે નવમા ગુરૂરૂપે પીંગળાની વાર્તારૂપે કાંઈ સમજો !………..(૫)

હવે, ઉધ્ધવ ગીતાનો ચોથો અધ્યાય તમે જાણો,
એ દ્વારા, બીજા સાત ગુરૂઓને પણ તમે જાણો,
સમડી, બાળક, કુવારિકા,બાણ-બનાવનાર, સાપ, કરોળિયો, અને ભમરાને જાણો,
જે થકી, માનવ શરીર સહીત વૈરાગ્ય, સમત્વભાવને જરા સમજો !…….(૬)

હવે, ઉધ્ધવ ગીતાના પાંચમા અધ્યાયને તમે જાણો,
સંસાર અને આત્માની સમજ આપતા ભાવને જરા જાણો,
એવી સમજમાં, “ગુરૂ લક્ષણ”ને પણ જરા સમજો,
વિવેક, સુખ, મોહત્યાગરૂપે સંસારી સ્વભાવને જરા સમજો !……………(૭)

વધુમાં, પાંચમા અધ્યાયે સંસારી માયાનો પ્રભાવ જાણો,
વૈદિક વિધીઓ, સ્વર્ગ, નરકને પણ જરા જાણો,
જીવન ફેરાના કારણો સાથે સાતલોકોને પહેચાણો,
અંતે, પ્રકૃતિ, કર્મ, સુષ્ટિ રચના સાથે જીવોની સમસ્યાઓને સમજો !…….(૮)

હવે, ઉધ્ધવ ગીતાના છઠ્ઠા અધ્યાયને તમે જાણો,
એમાં, જીવ અને આત્માનો ભેદ જરા સમજી લ્યો,
સંત કોણ, એને સમજી જ્ઞાન, ભક્તિ માર્ગ પણ શીખી લ્યો,
એવી શીખમાં, પ્રભુ શરણું અને મુક્તિ પણ તમે જાણી લ્યો !…………(૯)

હવે, ઉધ્ધવ ગીતાના સાતમો અધ્યાય તમે જાણો,

સત્સંગના મહિમારૂપે જ્ઞાન મેળવવાનું જરા જાણો,

ગોપીરૂપી પરમ પ્રેમ ભક્તિને પણ જરા સમજો,

સંસારી વૃક્ષના મૂળ અને થડના જ્ઞાને કર્મયોગને સમજો !…….(૧૦)

 

આવું ઉધ્ધવ ગીતાનું વાંચન કરી, ભાગ બીજો તમે હસ્તે લ્યો,

આ પુસ્તક દ્વારા, અધ્યાય ૮ થી ૧૩ વિષે કંઈક જાણો,

એવા જ્ઞાન દ્વારા, સંસારી જીવન જીવવાનું રહસ્યનું જરા જાણો,

આવી પ્રભુપહેચાણ સાથે, માનવ જીવન બને ધન્ય એવું સમજો !……(૧૧)

 

હવે, ઉધ્ધવ ગીતાના આઠમો અધ્યાયને તમે જાણો,

અહીં, ત્રિગુણી પ્રકૃતિ જ્ઞાન વર્ણનને જરા સમજો,

એવા વર્ણન દ્વારા માયાનાશથી પજ્ઞા પ્રાપ્તિનું જાણો,

આ “હંસ”રૂપી ભગવાન આદેશને હવે જરા સમજો !…………………(૧૨)

 

હવે, ઉધ્ધવ ગીતાનો નવમો અધ્યાય તમે જાણો,

અહીં, આધ્યત્મ પ્રાપ્તિ અને ભક્તિમાર્ગના જ્ઞાનને પણ જાણો,

સ્વાર્થ કે કર્મફળ ત્યાગ સાથે તમ પવિત્રતાને જરા સમજો,

ભક્તિ પંથે “પ્રભુ સ્વરૂપ” મનનની શીખને હવે સમજો !…………….(૧૩)

 

હવે, ઉધ્ધવ ગીતાનો દસમો અધ્યાય તમે જાણો,

અહીં, “સિધ્ધિ”રૂપી જ્ઞાનને જરા તમે સમજો,

સર્વ વ્યાપી ભગવાનને સમજી, સાધનાઓને પણ સમજો,

આવી “પુર્ણ” સમજમાં વિગ્નો દૂર કરી, કાંઈ સિધ્ધિ તમે મેળવો !………(૧૪)

 

હવે, ઉધ્ધવ ગીતાના અગિયારમો અધ્યાય તમે જાણો,

એમાં સમાયેલ ભગવાનની વિભૂતિઓને પણ જાણો,

ત્રણ શક્તિઓ,સમત્વભાવ, યમ-મૃત્યુ અને ગાયત્રી મંત્રને જાણો,

“ભગવાન જ બધું છે !” એવા મંત્રરૂપી સમજ તમે જાણો !……………(૧૫)

 

હવે, ઉધ્ધવ ગીતાના બારમા અધ્યાયને તમે જાણો,

અહીં, સમજાવેલ ચાર વર્ણો અને જીવન આશ્રમોને પણ જાણો,

વર્ણ, ગુણો, ફરજો સમજતા, ગ્રહસ્થી જીવનને પણ જાણો,

એવી સમજ દ્વારા મોહમાયા ત્યાગની શીખને જરા જાણો !…………..(૧૬)

 

હવે, ઉધ્ધવ ગીતાના તેરમા અધ્યાયને તમે જાણો,

“ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ”ના જ્ઞાનને જરા જાણો,

એવા જ્ઞાનમાં ભક્તિ, સંન્યાસી જીવન અને સ્થિતપ્રજ્ઞને પણ સમજો,

અંતે, ગુરૂ અને વૈરાગ્યને સમજી, “પરમ ભક્તિ”ને હવે સમજો !……..(૧૭)

 

 

હવે, ઉધ્ધવ ગીતાના ભાગ બીજા પછી, ત્રીજો ભાગ હસ્તે લ્યો,

આ પુસ્તક વાંચને અધ્યાય ૧૪ થી ૧૯ તમે વાંચી લ્યો,

આવા જ્ઞાન દ્વારા ભક્તિ, જ્ઞાન, અને કર્મયોગોને ફરી સમજી લ્યો,

આટલા જ્ઞાનમાં “આત્મા”ને ઉત્પત્તિ અને પ્રલયરૂપે તમે સમજી લ્યો !…….(૧૮)

 

હવે, ઉધ્ધવ ગીતાના ચૌદમા અધ્યાયને તમે જાણો,

અનુભવ જ્ઞાન સાથે મોક્ષ અને દાન, તપ,શોર્યબળને પણ સમજો,

ભક્તિના ચૌદ લક્ષણો અને જ્ઞાનના પ્રકારો પણ સમજો,

આવી સમજ ઉધ્ધવજીને શ્રી ક્રુષ્ણજીએ કહી છે એવું જાણો !…………..(૧૯)

 

હવે, ઉધ્ધવ ગીતાના પંદરમા અધ્યાયને તમે જાણો,

અહીં ભક્તિ,જ્ઞાન, અને કર્મયોગોને ફરી તમે સમજો,

શુભ-અશુભની સમજ સાથે યોગ સંયમ અને નિષ્ઠાને જરા જાણો,

આવી અધ્યાયરૂપી સમજમાં “પ્રેમ પ્રભુભક્તિ”ને જરા સમજો !………..(૨૦)

 

હવે, ઉધ્ધવ ગીતાના સોળમા અધ્યાયને તમે જાણો,

સ્થળ, કાળાદિમાં, ગુણદોષ વિષે કંઈક તમે જાણો,

વેદોમાં વિધિઓનો હેતુ સાથે માનવ દેહ શુધ્ધિને જરા જાણો,

“સત્વ, રજસ, તમસ” સમજ છે વેદોના સારરૂપે એવુ તમે જરા સમજો !…….(૨૧)

 

હવે, ઉધ્ધવ ગીતાના સત્તરમાં અધ્યાયને તમે જાણો,

પ્રકૃતિ-પુરૂષ, અને જન્મ-મરણ પ્રકારોનું પણ જાણો,

ત્રણ ગુણો, નવ તત્વોનું જાણી, આત્મા અસ્તિત્વને જરા સમજો,

આત્મા અને શરીરનો ભેદ સમજી, મોહમાયાના બંધનો તમે છોડો !………..(૨૨)

 

હવે, ઉધ્ધવ ગીતનો અઠારમો અધ્યાય તમે જાણો,

આ અધ્યાય દ્વારા, “લોભી બ્રામણ” સાથે યોગમુક્તિને સમજો,

અનુભવજ્ઞાન, સહનશીલતા, મનની શાંતીની સમજ જરા જાણો,

એવી સમજે, અભિલાષા, પસ્તાવો, પ્રાયશ્રિતનું મહત્વ પણ સમજો !………(૨૩)

 

હવે, ઉધ્ધવ ગીતાના ઓગણીસમાં અધ્યાયને તમે જાણો,

અહીં, આપેલ આત્માનું “પુર્ણ” જ્ઞાનને જરા તમે સમજો,

સુષ્ટિની ઉત્પતિ અને પ્રલયની સમજમાં ખરૂં આત્માસ્વરૂપને જાણો,

માનવ જીવનમાં, પ્રકૃતિ સાથે જન્મ મરણના ફેરા અને મુક્તિને સમજો !…….(૨૪)

 

 

હવે, ઉધ્ધવ ગીતાનો પુસ્તકરૂપી ભાગ ચોથો તમ હસ્તે લ્યો,

આ પુસ્તક વાંચનમાં અધ્યાય ૨૦ થી ૨૪ વિષે તમે જાણો,

ભગવાને ઉધ્ધવજીને આપેલ “અંતિમ આદેશ”વિષે જરા જાણો,

અંતે તો, પ્રભુકૃપા દ્વારા જ છે “માનવ ઉધ્ધાર” એવું સમજો !………………(૨૫)

 

હવે, ઉધ્ધવ ગીતાનો વીસમો અધ્યાય તમે જાણો,

અહીં, સર્વ પ્રકારના ગુણો વિષેની સમજ ફરી જાણો,

ભલે, ત્રણ પ્રકારના ગુણો પણ “પ્રભુશ્રધ્ધા” અને “પ્રભુશરણું”નું મહત્વ તમે જાણો,

જે થકી, મનુષ્ય જીવન હેતું અને મુક્તિનું તમે સમજો !…………………….(૨૬)

 

હવે,ઉધ્ધવ ગીતાનો એકવીસમો અધ્યાય તમે જાણો,

“કામના” ની સમજ સાથે કુસંગ ત્યાગનું તમે જાણો,

સત્સંગ મહિમા સાથે અજ્ઞાનતાના ઉપાય વિષે પણ જાણો,

એવી “સમજ પરિવર્તન”માં માનવ ઉધ્ધારના દર્શન કરી લ્યો !…………….(૨૭)

 

હવે, ઉધ્ધવ ગીતાના બાવીસમા અધ્યાયને તમે જાણો,

ઉધ્ધ્વજીના “ક્રિયાકાંડના પ્રષ્ન આધારીત છે એવું તમે જાણો,

મૂર્તિપૂજા, અગ્નિપૂજા, અને અનેક વિધિઓ વિષે કાંઈ જાણો,

“અંતિમ વિધિ”નું સમજી, “ક્રિયાકાંડ”ને તમે અંતે સમજો !…………………(૨૮)

 

હવે, ઉધ્ધવ ગીતાનો ત્રેવીસમો અધ્યાય તમે જાણો,

જ્ઞાનયોગરૂપે મોહમાયાના કારણો સમજવાનો લ્હાવો સમજો,

જ્ઞાન માર્ગમાં વિઘ્નો સમજી, એના ઉપાયો પણ સમજો,

જ્ઞાન પ્રાપ્તિની નિશાનીઓ પણ જરા હવે સમજો !……………………..(૨૯)

 

હવે, ઉધ્ધવ ગીતાના છેલ્લા અને ચોવીસમા અધ્યાયને તમે જાણો,

અહીં, સમજાવેલ “મન સંયમ”રૂપી ભક્તિને જરા સમજો,

“શરણાગતી” રૂપી ભક્તિ કરવાના “પ્રભુ આદેશ”હવે જરૂર સમજો,

જે પ્રભુએ ઉધ્ધવજીને “અંતિમ આદેશ”રૂપે જે કહ્યો !………………..(૩૦)

 

ઉધ્ધવ ગીતારૂપી કાવ્ય કથા તમે જે આજે વાંચી,

તે, સ્વામી રાધાનંદજી પ્રવચનો આધારીત ચાર પુસ્તકસ્વરૂપે હતી,

ચંદ્રે તો, જે કાવ્ય સારરૂપે લખી, તે સૌએ સમજવાની રહી,

હવે તો, આ ચાર ભાગોરૂપી ઉધ્ધવ ગીતા વાંચવા સૌને ચંદ્રની અરજ રહી !……(૩૧)

 

“સ્વામી રાધાનંદજી પ્રવચનો”નું અસલ રેકોર્ડીંગ શકુંતલાજીએ શબ્દે શબ્દે ઉતાર્યું,

જેને, સુમંતભાઈએ ટાઈપ કરી, પાને પાને મુક્યું,

અંતે, “ગોપીકાજી” અને અરૂણભાઈએ પુસ્તકરૂપી સંપાદન કર્યું,

જે શક્ય થયું તે તો એક ભગીરથ કાર્ય થયું, એવું ચંદ્રે અંતે સૌને કહ્યું !…………….(૩૨)

 

કાવ્ય રચના ઃ તારીખ,ફેબ્રુઆરી,૧૨,૨૦૧૪              ચંદ્રવદન

( ફેબ્રુઆરી માસે હું કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં હતો ત્યારે “ઉધ્ધવ ગીતા” ના ચાર ભાગો મારા હસ્તે હતા…એનું વાંચન એક “ઝલક” રૂપે કરી એના સારરૂપે આ કાવ્ય રચના પ્રભુની પ્રેરણાથી શક્ય થઈ છે….આ ગીતાના પુસ્તક વાંચન દ્વારા જ “ખરી અને પુર્ણ” સમજ હોય શકે, એથી મારી તો સલાહ છે કે સૌ આ ચાર ભાગો રૂપી “ગીતા” વાંચી શકે તો જ “પુર્ણ સમજ” મેળવવા પ્રયાસ કરે !)

 

બે શબ્દો…

આ પહેલાની પોસ્ટ દ્વારા મેં સ્વામી રાધાનંદજીનો પરિચય આપ્યો.

આ પોસ્ટ દ્વારા સ્વામીજીએ લખેલા અનેક પુસ્તકોમાંથી મને “ઉધ્ધવ ગીતા”વાંચવાનો લ્હાવો મળ્યો અને એની સાથે પ્રભુ પ્રેરણાથી ચાર પુસ્તકોના “સાર”રૂપે એક કાવ્ય રચના શક્ય થઈ તે જ આજે એક પોસ્ટરૂપે પ્રગટ છે.

સ્વામીજી ટેક્ષાસમાં રહે છે.

એમના વિષે વધુ જાણવું હોય તો….

ઈમેઈલ છે>>>>

gitananda@gmail.com

અને જો ફોનથી જાણવું હોય તો>>>>

૯૭૨ ૩૦૪ ૫૪૩૬

એમના પુસ્તકો વિષે જાણવું હોય તો નીચેની સાઈટ પર જવા વિનંતી>>>

http://www.gitananda.org/

આશા છે કે તમોને આ “લાંબી પોસ્ટ છે છતાં, સમય કાઢી વાંચી આનંદ થયો હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’ Post is Poem in Gujarati.

It is based on the reading of 4 Volumes of UDHDHAV GITA as per the Lectures og SWAMI RADHANANDJI who resides in TEXAS,U.S.A.

There are LINKS above to know more about Swamiji.

Hope you enjoy this Post !

Dr. Chandravadan Mistry

 

 

 

એપ્રિલ 28, 2014 at 12:21 પી એમ(pm) 6 comments

મારી નજરે સ્વામી રાધાનંદજી !

 

 

 

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 1

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 2

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 3

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over 12 years on Uddhava Gita.

 

 

Uddhav Gita (Udhavgi Ne Bhramagyan) Vol. 4

By Swami Radhanandaji

Gujarati, 2006

Commentary on the spiritual knowledge given to Uddhava by Shri Krishna in the Bhagavatam (11:6-29). Based on Swami Radhanandaji’s discourses over12 years on Uddhava Gita.

 

મારી નજરે સ્વામી રાધાનંદજી !

 

કોણ છે સ્વામી રાધાનંદજી ? કોઈ કહેશે મને ?……(ટેક)

 

નામ નથી સાંભળ્યું એવું પણ કોણ હશે, એ હું ના જાણું,

તો, શાને મનડું મારૂં કહે એમને મારે જાણવું રહ્યું ?……(૧)

 

“ઉધ્ધવ ગીતા” ના પુસ્તકો આવી પડ્યા મુજ હસ્તે કેમ એ ના જાણું,

વાંચન એનું કરતા, સ્વામીજી વિષે પહેલીવાર કંઈક જાણ્યું ખરૂ !….(૨)

 

વાંચીને થઈ હૈયે ખુશી, એવા પુસ્તકો પુસ્તકાલયે હોય એવી ઈચ્છા થઈ,

ત્યારે, ટેક્ષાસ ફોન કરતા, ખુદ સ્વામીજી સાથે પ્રભુઈચ્છાથી વાતો થઈ !….(૩)

 

રૂબરૂ મળ્યા નથી તો મળવા માટે ઈચ્છાઓ થઈ તેનું શું ?

જે હ્રદયમાં જ બિરાજ્યા હોય તેને રૂબરૂ મળવું એનું મહત્વ શું !…………(૪)

 

ભાગ્યમાં લખ્યું હશે કે ગોપીકાજી કોલંબીઆ સાઉથ કેરોલીના પધારે,

જે થકી, ગુરૂ નહી તો ગુરૂ શિષ્યને મળવાનો લ્હાવો મુજને મળે !…….(૫)

 

સ્વામીજી વિષે જે ગોપીકાજીએ કહ્યું તેમાં તંદુરસ્તીની વાત રહી,

એવું જાણી, ચંદ્રે એના હૈયામાં અનેક પ્રાર્થનાઓ ભરી !……………..(૬)

 

ભલે, અમેરીકામાં કેલીફોર્નીઆમાં આજે હું રહું,

મન-હૈયાથી ટેક્ષાસ સ્વામીજી સાથે પણ હું રહું !…………………(૭)

 

અંતે ચંદ્ર કહે ઃ જગમાં હું નથી, અને નામ કે દેહનું શું ?

મહત્વ છે દિવ્ય-આત્માનું,જેમાં પ્રભુઅંશ નિહાળું હું !…………..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૩૧,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

માર્ચ ૩૧,૨૦૧૪ એટલે ચૈત્ર માસના “નવરાત્ર”નો આરંભ.

આજે. મેં ગોપીકાજી અને એમના ગુરૂજી સ્વામી રાધાનંદજીને યાદ કર્યા અને મારી પ્રગટ કરેલી બુક “ભક્તિભાવના ઝરણા” એમને પોસ્ટથી મોકલવાની ઈચ્છા થઈ.

એવી યાદમાં રહી….આ રચના શક્ય થઈ.

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati narraating the Life of SWAMI RADHANANJI who presently resides in TEXAS.

He is discourses were published as UDHDHAV GITA in Gujarati as 4 PARTS.

My VANDAN to Swamiji !

Dr. Chandravadan Mistry

 

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

એપ્રિલ 26, 2014 at 6:30 પી એમ(pm) 4 comments

૨૦૧૪ની ભારતની ચુંટણી !

Indian general election, 2014
India


2009
members
7 April – 12 May 2014
members
→ 2019

543 seats in the Lok Sabha
272 seats needed for a majority
Opinion polls
Rahul Gandhi 1.jpg CM Narendra Damodardas Modi.jpg
Leader Rahul Gandhi Narendra Modi
Leader’s seat
• current Amethi
• contesting Amethi Vadodara, Varanasi
Party INC BJP
Alliance UPA NDA
Last election 28.55%, 206 seats 18.80%, 116 seats

Incumbent Prime Minister
Manmohan Singh
INC

A general election is taking place in nine phases, the longest in the World

PHOTO/PICTURE via the GOOGLE SEARCH

 

૨૦૧૪ની ભારતની ચુંટણી !

૨૦૧૪ની ભારતની આ ચુંટણી જરૂર યાદગાર હશે,

શાને કહું એવું, એ જ મારે સૌને સમજાવું પડશે !……(ટેક)

 

૧૯૪૭માં,લડાઈ હારી, અંગ્રજોએ છોડ્યો આ દેશ,

ગુલામી ગઈ, સૌ ખુશ ‘ને બન્યો આઝાદ આ દેશ,

હિન્દુસ્તાનના પડ્યા ભાગલા એનું તો સૌ જાણે,

ત્યારે જ, ઈન્ડીયા કે ભારત થયું એવું સૌ માને !…..(૧)

 

આવી ઘટના થયાને વર્ષો વહી ગયા છે અનેક,

તે સમયે તો સૌમાં દેશભક્તિની પ્યાસ હતી એક,

અંગ્રજોને ભગાડી, ગુલામી હટાવવાની હતી વાત સૌની,

નેતાઓ હતા દેશપ્રેમી અને પ્રજાના હિતની વાતો હતી સૌની !…..(૨)

 

૨૦૧૪માં આવી ગર્વભરી કહાણી ફરી યાદ આવે છે આજે,

ભ્રષ્ટાચાર વગરના જીવાય,જાણે એની સીમા ના રહી છે આજે,

દેશમાં ખરી નેતાગીરી પણ જાણે ગાયબ થઈ ગઈ છે આજે,

તો,શું જુની ગર્વભરી યાદમાં રહી, જનતા યોગ્ય મતદાન કરશે આજે ?….(૩)

 

કોન્ગ્રેસ દ્વારા આઝાદી મળી,તો શું કોન્ગ્રેસ જ દેશને સંભાળી શકે આજે ?

શું કોન્ગ્રેસ સિવાય, ભારતને માર્ગદર્શન આપનાર દેશમાં કોઈ નથી આજે ?

ચુંટણી સમયે,આવા સવાલો જનતાના મનમાં વહી રહ્યા છે જરૂર આજે,

તો, ખરેખર જનતા હ્રદયને પૂછી મતદાન આપશે આજે ?………………(૪)

 

૨૦૧૪ના એપ્રિલ માસે શરૂ થયેલ ચુંટણીને જરા નિહાળી લ્યો સૌ,

પ્રથમ નિહાળો નેતાઓના ઢંગ અને વાણીને જરા તમો સૌ,

એમના હ્રદયોને નિહાળી,શોધજો નવો માર્ગદર્શક તમે સૌ,

આવી સમજે જો મતદાન કરશો તો યોગ્ય જનતા હશે તમે સૌ !………(૫)

 

આજે કોન્ગ્રેસ કહે કેઅમે જ ચલાવ્યું આ દેશતંત્ર, અમારા વગર દેશનો ઉધ્ધાર નથી,

બીજેપી અને અન્ય કહે અમે છીએ નવા માર્ગદર્શક,અમારા સિવાય ઉધ્ધાર નથી,

જ્યોતિશો પણ નથી ચુપ, ભવિષ્ય ભાખવા આવ્યા, પણ સત્ય શું એની ખબર નથી,

ફક્ત ભારતની જનતા મતદાન દ્વારા જે કહે તે જ સત્ય,ચુંટણીમાં બીજું કાંઈ નથી !…..(૬)

 

૨૦૧૪ની ચુંટણીમાં જે પરિણામ હશે તે તો જરૂર સૌ જાણશે,

જે હશે ગાદી પર, પણ ભ્રષ્ટાચાર કમ કે નાબુદ તેનું સૌ વિચારશે,

કંઈક નવું માર્ગદર્શન દેશને, જે કોઈ નવો પંથ અપનાવશે,

જે થકી,સરદાર પટેલ હસ્તે વિભાજનથી અટકાવેલ ભારતને વિશ્વ ફરી જાણશે !……(૭)

 

લોકો કહે ઃ મોદી ગાદીએ આવશે અને નવું માર્ગદર્શન દેશને મળશે,

મોદી કે રાજીવ “પીએમ” બને,પણ કોણ નવું માર્ગદર્શન આપશે ?

એવા સવાલના જવાબરૂપે સરદાર પટેલ જરૂર ફરી જનમશે,

આવી, ચંદ્રસમજમાં,૨૦૧૪ની ચુંટણી હંમેશા યાદગાર હશે !…………..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૧૭,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

અત્યારે એપ્રિલ માસે ભારતમાં ચુંટણી ચાલી રહી છે.

કોન્ગ્રેસની સત્તા નીચે ૧૦ વર્ષ પુર્ણ થનાર છે.

અત્યારે જે દેશની હાલત છે તેને ધ્યાનમાં લઈ, જનતા જો હ્રદયની “પૂકાર” સાંભળી જો મતદાન આપશે તો રાજકીય વાતાવરણમાં “ફેરફાર” હોય શકે.

જો, “જુનવાણી” અને “પોતાનો લાભ”ના આધારે પરિણામ હશે તો જે ચાલતું આવ્યું તે પ્રમાણે રહેશે.

નવી પાર્ટીના માર્ગદર્શનની જરૂરત છે.

નવી પાર્ટી જ ફેરફારો લાવી શકે….પણ લાવે કે નહી તે તો સમય જ કહી શકે.

જનતાએ એ માટે “એક રીક્ષ” લેવી પડશે !

શું એવું કરવા આજની ભારતજનતા તૈયાર છે ? યુવાનો તૈયાર છે ?

એક કાવ્યરૂપે મે ફક્ત આવા જ સવાલો પૂછ્યા છે.

અને આ ચુંટણી વિષે વધુ જાણવું હોય તો નીચેની લીન્ક દ્વારા જાણો>>>>

http://en.wikipedia.org/wiki/Indian_general_election,_2014

 

પોસ્ટ ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

As I publish this as a Post, India is witnessing a GENERAL ELECTION on its CROSSROAD post Independence….the RESULT of this HISTORICAL ELECTION can possibly lead India in a NEWER DIRECTIONS & may even give the greater NATIONALIST SPIRIT. This is the HOPE of a MAJOR CHANGE.

Only JANTA (Public) can decide which Path it desire. Status Quo ??? or a Change & the New Direction ???

We will know this as the Elections end in May 2014

Dr. Chandravadan Mistry

 

એપ્રિલ 24, 2014 at 1:02 પી એમ(pm) 13 comments

નવસારી-પ્રેમીઓનું આમંત્રણ !

Navsari
નવસારી
city
Navsari is located in Gujarat

Navsari
Navsari

Location in Gujarat, India

Coordinates: 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E / 20.9491; 72.9136Coordinates: 20°56′57″N 72°54′49″E / 20.9491°N 72.9136°E / 20.9491; 72.9136
Country India
State Gujarat
District Navsari
Elevation 9 m (30 ft)
Population (2011)
• Total 163,000
Languages
• Official Gujarati, Hindi
Time zone IST (UTC+5:30)
PIN 396445
Telephone code 02637

નવસારી-પ્રેમીઓનું આમંત્રણ !

 

અરે ! નવસારી-પ્રેમી છીએ અમે,

પ્રેમથી બોલાવીએ તમોને અમે !…………(ટેક)

 

દક્ષિણ ગુજરાતમાં સુંદર શહેર જો નિહાળવું,

તો, પધારી, નવસારી શહેર તમે જરૂર નિહાળવું,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !….અરે !….(૧)

 

હાઈવે આઠ થી રોડટ્રીપ કરી તમે પધારજો,

નહી તો, ટ્રેઈનટ્રીપ કરી તમે પધારજો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !…અરે !….(૨)

 

પહેલા બજારમાં જઈ, દાદાભાઈ નવરોદજી પુતળાને નિહાળજો,

એવા દર્શનમાં ભારત આઝાદી લડાઈને ફરી તમે યાદ કરજો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !…(૩)

 

વલ્લભ મીઠાની ખમણી કે ઈશ્વરમામાની પેટીશ ખાજો,

અને, કોલાહનું આઈસક્રીમ ખાવાનું પણ ના તમે ભુલશો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !….(૪)

 

દુધીઆ તળાવ પાળે બેસી, અસલ સુંદરતા વિષે વિચારજો,

પ્યારી પુણા નદીને જોવાનું પણ કદી ના તમે ભુલશો,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !..અરે !….(૫)

 

અસલ સુરત જીલ્લાનું નવસારી એક શહેર હતું,

ગર્વથી એક જીલ્લાસ્વરૂપે તમે આજે એને જોવું રહ્યું,

આટલી સલાહ માની, નવસારી તમે પધારજો !…અરે !….(૬)

 

અંતે ચંદ્ર કહે ઃ બચપણમાં જે હૈયે હતું એ જ આજે કહ્યું,

પણ, આજનું નવસારી તો અતી સુંદર અને મોટું રહ્યું,

તો…અંતિમ સલાહે નવસારી તમે જરૂર પધારજો !..અરે !….(૭)

 

કાવ્ય રચના તારીખ,માર્ચ,૧૭,૨૦૧૪                    ચંદ્રવદન

 

 

બે શબ્દો…

નવસારી શહેરમાં જ પ્રગટ થતું ન્યુઝપેપર “પ્રિયમિત્ર”મને ઈમેઈલથી એમના તંત્રીશ્રી સુરેશભાઈ દેસાઈ દ્વારા મળે છે….એ વાંચી નવસારી શહેર તેમજ આજુબાજીના વિસ્તારના સમાચારો જાણી ખુબ જ આનંદ થાય છે.

અઠવાડીઆના ક્રમે એ “પ્રિયમિત્ર” આજે વાંચ્યું….પ્રભુની પ્રેરણા સાથે બચપણની નવસારી શહેરની “મીઠી યાદ” ફરી તાજી થઈ તેને જ મેં કાવ્યસ્વરૂપમાં ગુંથવા પ્યાસ કર્યો છે.

સૌ કોઈને પોતાનું “વતન” વ્હાલું લાગે…..કોઈ એના જન્મભુમી શહેર…કે પછી નાના ગામની યાદ હૈયે રાખી જીવનમાં આગેકુચ કરે…એવી જ યાદ ફરી ફરી સંજોગો સાથે તાજી થઈ જાય …એ જ એક સત્ય છે !

આ મારી પોસ્ટ વાંચી, નવસારી કે નવસારી નજીક જીવન ગાળેલ હશે તેઓ માટે જુની યાદ તાજી કરવાની ઘડી હશે…..જે કોઈની જન્મભુમી દુર હશે તેઓને આ પોસ્ટ દ્વારા પોતાના બચપણની યાદ તાજી કરવા તક આપશે.

સૌ પધારી આ પોસ્ટ વાંચે….આનંદ અનુભવે….કોઈ સમય હોય, ઈચ્છા હોય તો “પ્રતિભાવ” પણ આપશે એવી આશાઓ છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Reading about NAVSARI in the Newspaper “PRIYAMITRA” published by SURESH DESAI, I was inspired & created this Poem in Gujarati.

The Poem tells about NAVSARI, a city I had known since my childhood & loved by me even today.

Navsari had grown…and will continue to grow but the “old memories” will always remain.

As the RESIDENTS of NASARI, you are ALL INVITED to VISIT & SEE the city.

Hope you like the Kavya Post !

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 23, 2014 at 2:02 પી એમ(pm) 8 comments

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

telephone : Telephone icon 

 

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

 

ઘરની બહાર, મારા હસ્તે યાર્ડની સાફસુફી થાય,

અ્ચાનક ઘર અંદર ફોનની ઘંટડી સંભળાય,

 

સ્નેહીનો ફોન હશે એવા વિચારે હું ઘરમાં દોડ્યો,

ફોન ઉંચકતા, સામેથી કોઈ અજાણને સાંભળ્યો,

 

હતો એ સીક્યુરીટી સીસ્ટમ વેચવાવાળો,

‘ને એકદમ ફોન ના મુકવોનો સ્વભાવ આડે આવ્યો,

 

લાંબી, મીઠી સેલ્સ પીચ એ કરતો રહ્યો,

મૌન રહી ઠંડા કલેજે હું એને સાંભળતો રહ્યો,

 

ચુપ હતો અને અજાણની ધીરજ ખુટી રહે

“તમે ઘર માલીક કે ભાડે રહો?”એવું એ પૂછે,

 

સત્ય કહું તો સંવાદ જરૂર લંબાશે એ હું જાણું,

“ભાડે રહું” અચાનક બોલાયું કેમ એ ના જાણું,

 

“આઈ એમ સોરી, થેન્ક્સ”કહી ફોન કટ હતો,

“ખોટી લપ્પન છપ્પ્ન ગઈ”મારા મનમાં વિચાર હતો,

 

“ખોટું બોલવાનો પ્રથમ અનુભવ સુખકારી રહે”

એવું કહી, ચમન એનો આનંદ સૌને વહેચી રહે !

 

મિત્ર ચમનના અનુભવની આ તો વાત રહી,

ચંદ્રે ચમન શબ્દોને કાવ્ય સ્વરૂપે આજે સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

NOTE : 1 Stanza ADDED as suggested by VINODBHAI in this COMMENT, It is posted in the DIFFERENT COLOR

 

બે શબ્દો…

 

આ રચનાનું કારણ છે એક ઈમેઈલ.

હ્યુસ્ટન રહીશ ચીમનભાઈ પટેલનો એ ઈમેઈલ હતો.

લ્યોતમે વાંચો એ જ ઈમેઈલ >>>>

મિત્રો/સ્નેહીગણ,

મને થયું કે મારા આજના આ અનુભવની તમને જાણ કરું.
 
યાર્ડમાં છોડવાઓને પાણી પાઇ, ઘરમાં દાખલ થતાં ફોનની ઘંટડી સાંભળી.
 
વીકએન્ડમાં, છોકરાઓનો કે કોઇ સગાનો હશે વિચારી, ગતી વધારી ફોન સુધી પહોંચી જોયું તો, આર્લીગ્ટન ટેકસાસ વાંચ્યું! એટલે જ રિસીવર ઝટ ઊપાડ્યું.
 
સામાવાળાનો અવાજ સાંભળી થયું કે મેં ભુલ કરી! સીક્યોરીટીવાળો એની સીક્યોરીટી વેચવા નિકળ્યો હતો!
 
એકદમ મુકી નહિ દેવાનો મારો સ્વભાવ આડે આવ્યો!
 
પેલાએ એની વાણી મને પિરસવી શરું કરી દીધી!
 
આજકાલ દરરોજ કેટલા ઘરોમાં ચોરી થાય છે વગેરે વગેરે વાતોથી મને બીવડાવવાનો એનો પ્રયાસ હતો.
 
મે વિચારી લીધુ કે જો હું વચમાં બોલીશ તો અમારા સંવાદો લંબાઇ જશે અને હું એની જાળમાં ફસાયો સમજો. એટલે, મે મારા મનને મજબૂત પકડી રાખી એને બરોબર બોલવા દીધો. એને થયું હશે કે આ બોકડો આજે હાથમાં આવી જશે.
 
મને ચુપ જોઇ એણે પૂછ્યુંઃ
 
તમારું ઘર પોતાનું છે કે ભાડે?
 
ખોટુ બોલવાનો વિચાર મને ચમક્યો ત્યાં જ મારા મનડાએ કહ્યુંઃ તુ તો મંદિર ને મહાદેવ જાય છે તો તારાથી ખોટું ન બોલાય યાર!
 
પેલાને જવાબમાં મારાથી બોલાઇ ગયું; ભાડૅ!
 
પેલો બોલ્યો; આઇ એમ સોરી, થેક્સ!
 
આજ પહેલી જ વાર સામાવાળાની સાથે માથાકુટ કર્યા વગર ફોન કટ થઇ ગયો એનો આનંદ ખુબ જ થયો. એની પર, એક મસાલા ચા બનાવી પીધી ને તમને આ અનુભવ લખવાનો મુડ આવ્યો.
 
ખોટું બોલ્યાનો આ પહેલો અનુભવ સુખાકારી નિકળ્યો એનો આનંદ આપ સહુંને વહેચી રહ્યો છું.
“ચમન”

હવે, તમે મારા કાવ્યને સમજી શકશો.

ગમ્યું ?

આ જરા “હાસ્યભાવ” માં રહી કર્યું હતું.

ચીમનભાઈ પધારી “બે શબ્દો” લખશે તો મને આનંદ થશે…ભલે એઓ આવી લખે કે “ના આવડે કાવ્ય લખવાના નિયમો, શાને ઈમેઈલનું આવું કર્યું ?” ત્પ પણ મને મંજૂર છે.

અન્ય વાંચકોને પણ “જે હોય હ્રદયમાં તે કહેવાની છુટ છે !”

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Poem in Gujarati is based on an Email from a friend CHIMAN PATEL, who had written about a telephone call which was from an “Unkown” SALESPERSON.

The MESSAGE is if you ANSWER or SHOW any interest, you are in a LENGHTY CONVERSATION.

If you are SILENT or put down the Phone, you avoid that NONSENSE.

I am sure MOST of you had such an EXPERIENCE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 22, 2014 at 1:13 પી એમ(pm) 12 comments

ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !

  

 

Mother's Day

PHOTO via GOOGLE SEARCH

ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે, તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

મા, તુજ ગોદમાં હું રમ્યો, આજે આનંદ એનો હૈયે રહ્યો,

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે, તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

મા, તુજ ગોદમાં હું રમ્યો, આજે આનંદ એનો હૈયે રહ્યો,

ચીમન પટેલ “ચમન”

માના વિચારોમાં જે ચીમને લખ્યું , તે જ પહેલી પંક્તિઓ ફરી અહીં છે,

મા,જુઓને તમે, ચીમન હૈયે તું તો આજે પણ  ખરેખર અમર છે,

આલોકમાં પરલોકના સ્વર્ગની વાતો સૌ કરે, પણ જગમાં વૈકુંઠ મારૂં તો તું જ છે,

એવા વૈકુંઠરૂપી ચીમન વાતોમાં રહી, મુજ મનડે ‘ને હૈયે ખુશીઓ ભરૂ છું,

મા, એવી ખુશીઓમાં રહી, આજે ફરી તુંજ ગોદમાં હું તો  રમું છું !

ચંદ્રવદન “ચંદ્ર “

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજની કાવ્ય રચના બે વ્યક્તિની વિચારધારા “મા” વિષે હતી તેને એક કરી પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

આવું પ્રથમવાર જ “ચંદ્રપૂકાર” પર થયું છે.

મારી “મા” વિષે ૧૯મી એપ્રિલના રોજ પ્રગટ કરેલી પોસ્ટને વાંચી મિત્ર ચીમન પટેલે એક પ્રતિભાવરૂપે થોડી પંક્તિઓ અર્પી.

એથી પ્રભાવિત થઈ મેં થોડી બીજી લખી.

આ પ્રમાણે ચીમનભાઈ અને મારૂં ( યાને ચંદ્રવદન)ના લખાણોનું મિલન એજ આજની કાવ્ય-પોસ્ટ “ચમન અને ચંદ્ર વિચારોમાં રમતી મા !”.

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is an UNIQUE Poem Creation on MOTHER.

The POETIC thoughts of one person ( CHIMAN PATEL) and another person ( CHANDRAVAN MISTRY) are joined as ONE POEM entitled ” CHAMAN ANE CHANDRA VICHAROMA RAMATI MAA ).

This is the 1st time such a CREATION is as a Post.

Hope you like the Post.

 

Dr. Chandravadan Mistry

એપ્રિલ 21, 2014 at 12:34 પી એમ(pm) 6 comments

મા ! મારી મા !

gulab1

મા ! મારી મા !

મા, તું એક દેવી છે,

તું તો પુજવા જેવી છે,

 

મા, તું એક નારી છે,

તું તો વિશ્વની પ્યારી છે,

 

મા, તું એક મનુષ્ય રૂપ છે,

તું તો માનવબીજ રૂપ છે,

 

મા, તું એક ગર્ભધારી છે,

તું તો પોષણદાયી છે,

 

મા, તું લાગણીઓનો દરિયો છે,

તું તો મીઠા સ્નેહની જીવનધારા છે,

 

મા, તું કોઈની એક દીકરી છે,

તું તો જીવસર્જનદાયી છે,

 

મા, તું  પ્રભુને પ્યારી છે,

તું તો પ્રભુ-દર્શનની પ્યાલી છે,

 

મા,તું સંસારે એક સ્વર્ગરૂપી છે,

તું તો જગમાં મારૂં વૈકુંઠ છે,

 

મા, તુજ ગોદમાં હું રમ્યો,

આજે આનંદ એનો હૈયે રહ્યો,

 

હવે, નથી કોઈ ઈચ્છા ચંદ્ર હૈયે બાકી,

સંસારે પ્રભુને મળવા આશા મેં રાખી,

 

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩               ચંદ્રવદન

બે શબ્દો…

૧૩મી સેપ્ટેમ્બરના દિવસે….અચાનક “મા” વિષે એક લખાણ વાંચ્યું.

માતાની યાદ તાજી થઈ.

પ્રભુએ પ્રેરણા આપી.

અને, આ “સરળ”શબ્દોમાં મારો “ભાવ” પ્રગટ કર્યો.

વાંચો…તમે વાંચી તમારી માતાને યાદ કરો.

જો એ પ્રમાણે શક્ય થાય તો મારી આ રચનાને પ્રભુએ જ સફળ કરી એવું હું માનીશ !

ભલે, આ રચના સેપ્ટેમ્બર,૧૩,૨૦૧૩માં શક્ય થઈ હતી, પણ આજે એપ્રિલની ૧૯,૨૦૧૪નો દિવસ છે આ તારીખે ૧૯૮૮માં મારા માતૄશ્રીએ એમના પ્રાણ છોડ્યા હતા, અને પ્રભુધામે ગયા હતા. એથી, એમની આ મરણતીથીએ આ પ્રગટ કરી એમને યાદ કરી વંદના સહીત એક “અંજલી”  છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 19th April,2014.

It is the DEATH ANNIVERSARY of my MOTHER who had died on 19th April in 1988.

Let this Poem on MA (Mother) be an ANJALI to her !

May all the READERS be reminded of their MOTHERS…may the MOTHERLY BLESSINGS be on ALL.

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 19, 2014 at 12:54 એ એમ (am) 18 comments

ખરી મિત્રતાનું ફુલ !

 Pragnaju Vyas's photo.

ખરી મિત્રતાનું ફુલ !

 

જગમાં છે તું એક પણ બનાવજે મિત્રો અનેક !……(ટેક)

 

કદી જીવનમાં કોઈને તેં જો મિત્ર કહ્યો,

તો, મિત્રતા નિભાવવાનો ભાગીદાર તું થયો !

 

હ્રદયમાંથી મિત્રતાનો સ્નેહ જો કદી હશે,

તો, ખરી મિત્રતા ખીલશે અને ખીલતી રહેશે !

 

તેં ભુલથી કદી મિત્રતા પર શક કર્યો,

તો, માનજે તારી મિત્રતા-પાયો જુઠો હતો,

 

હ્રદયભાવે બંધાયો જો મિત્ર કદી તારો,

તો, ના બોલાવે આવશે સહારે આ મિત્ર તારો,

 

કદી, ખોટા પંથે પડ્યો તું આ જીવનમાં,

તો, ખરો મિત્ર ટોંકશે તને આ જીવનમાં,

 

હ્શે મિત્રતાના વખાણો ભરેલા એના દીલમાં,

પણ, ના ઈચ્છા રાખજે સાંભળવા તારા દીલમાં,

 

એકબીજા પ્રત્યે વર્તન હશે જો આવું તમારૂં,

તો, જગમાં ખરી મિત્રતાનું ફુલ મહેકી રહ્યું તમારૂં,

 

ચંદ્ર કહે, આ જગમાં સ્નેહ સિવાય છે બીજું શું ?

એ જ આવશે તમ સંગે પરલોકમાં એટલું કહું હું !

 

કાવ રચના ઃ તારીખ,માર્ચ,૧૭,૨૦૧૪                 ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

એક ઈમેઈલ આવ્યો.

એની સાથે એક ગુલાબ ફુલ સાથે “મિત્રતા” વિષે હતું.

આ વાંચી, મારા મનમાં “મિત્રતાભાવ”ના નીર વહી ગયા.

એવા નીરમાં સ્નાન કરતા, આ રચના શક્ય થઈ છે.

તમોને ગમી ?

આ રચના વાંચી, તમે તમારા મિત્રોની યાદ તાજી કરો એવી મારા અંતરની આશા છે.

આ જગમાં “સ્નેહ” જ એક ભાથુ છે જે આપણી સંગે “પરલોક”માં આવી શકે છે…બાકીનું બધું જ આ જગમાં રહી જનાર છે….આજ એક “સનાતન સત્ય” છે….આ “સ્નેહ”  જ પુન્યરૂપી આપની “કમાણી” છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

The Poem in Gujarati is “KHARI MITRATANU FUL” meaning “A FLOWER of TRUE FRIENDSHIP”.

If the friendship is from the DEPTH of the HEART, it is the TRUE FRIENDSHIP.

A true friend will standby at the times of the difficulties…..he/she will not hesitate to SCOLD you if you are WRONG & always wish for YOUR BEST.

I hope like the Post & the Message.

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 17, 2014 at 12:20 પી એમ(pm) 10 comments

ઉંદર અને બિલાડીની મિત્રતા

 

 

ઉંદર અને બિલાડીની મિત્રતા

 

એક નાનું ગામ.

ત્યાં એક ફળિયામાં એક નાનું ઘર.

એ હતું મણકીબાનું. મણકીબેન એક ડોશીમા હતા, અને વિધવા થઈ ઘરમાં એકલા રહેતા. સૌ એમને પ્રેમથી બા કહેતા.

કોઈકવાર, મણકીબા ઘર બહાર ગયા ત્યારે ઘરનું બારણું ખુલ્લુ રહી ગયેલું. ઝાડીઓમાંથી એક ઉંદર ઘરમાં ગુસી ગયો, એક જગાએ સંતાય ગયો. મણકીબાને ઉંદર ઘરમાં આવ્યાની ખબર ના પડી.શાંતી જાળવી ઉંદર ઘરમાં પડી રહ્યો. બહારના જીવન કરતા ઘરનું જીવન એને ગમી ગયું. દિવસના જયારે મણકીબા બહાર જાય ત્યારે એ ઘરમાં દોડાદોડ કરે…ધમાલ,મસ્તી કરી આનંદ કરે. ખાવું જે ગમે તે પોતાના ખુણામાં ભેગું કરી નિરાંતે પેટ ભરી સુઈ જાય. આ પ્રમાણે રહી ઉંદર તો હવે એમ માનતો હતો કે જાણે ઘર જ એનું.

એક દિવસ ભુલથી મણકીબાએ ઘરનું બારણું ખુલ્લુ રાહ્યું અને રસ્તા પર ફરતી એક ધોળી બિલાડી ઘરમાં ભરાઈ ગઈ. મણકીબા ઘરમાં આવ્યા એટલે આમતેમ દોડી અને પુછડી હલાવતી એક જગાએ બેસી. મણકીબાને એના પર દયા આવી. એણે એને પંપાળી અને દુધ પીવા માટે આપ્યું. બિલાડી ખુશી થઈ. મણકીબા પણ ખુશ હતા કે હવે ઘરમાં કોઈ એમને સાથ આપનાર હતું.

બિલાડીના ઘરમાં આવવાથી ઉંદર હવે મુજવણોમાં હતો. ખાવાનું સારૂં ભેગુ કરેલું હતું એથી એ સંતાઈને બેસી રહ્યો. બીજે દિવસે, જ્યારે મણકીબા ઘર બહાર ગયા ત્યારે જરા હિંમત કરી ખુલ્લી જગા તરફ જવાનો પ્રયાસ કરતો હતો અને બિલાડી એને સુંગતા એને મારી પોતાનો ખોરાક કરવાના ઈરાદે દોડી…ઉંદર ભાગ્યો…બચી ગયો. દુર ખુણામાં જઈ, હવે શું કરવું એના વિચારોમાં હતો. ફરી પાછી બિલાડીએ જોર જોરથી મીઆઉ મીઆઉ ચાલુ રાખ્યું. મણકીબા અચાનક ઘરે આવી. બિલાડીનું વર્તનથી ખીજમાં  એમણે એક લાકડી હાથમાં લીધી અને ધમકી આપી બિલાડીને કહ્યું “જો તું આવી ધમાલ કરશે તો તને આ લાકડીથી માર પડશે” બિલાડી ધ્રુજી ગઈ અને શાંત થઈ ગઈ. એ નિહાળી, મણકીબાને દયા આવી, અને એને પંપાળીને દુધ આપ્યું.

ઉંદર ખુણામાંથી આ બધું જોઈ રહ્યો હતો. એના મનમાં વિચારો હતા. એ ખુશ હતો.

બીજે દિવસે, જ્યારે મણકીબા ઘરની બહાર હતા ત્યારે ડર વગર દુર બિલાડી સામે ઉભો રહી કહેવા લાગ્યો ઃ

“અરે, બિલ્લીબેન, તમે શાને મને મારવા દોડો છો ? તમે મારા મિત્ર બનો !”

“હું બિલ્લી રાણી ! તું કોઈને ના કામનો. તું મારા ખોરાક તરીકે જ યોગ્ય છે. મિત્ર બનવાની આશાઓ છોડી દે” બિલાડીએ ગર્વ સાથે કહ્યું.

“જેવી તારી મરજી. ડોશીમાની લાકડીને હવે તું યાદ કરતી રહેજે !” ઉંદરે શાંતીથી જવાબ આપી એના ખુણામાં સંતાઇ ગયો.

રાત્રીએ મણકીબા તો ભર ઉંઘમાં હતા. બિલાડી પણ ચિંતા વગર સુઈ ગઈ હતી.

એવા સમયે, ઉંદર બહાર આવી મણકીબાના કપડામાં કાંણાઓ પાડી ફ્લોર પર આમતેમ મુકી પોતાની જગામાં જઈ સુઈ ગયો.

સવારે મણકીબા જાગ્યા. એમણે કપડા આમતેમ ફ્લોર પર જોયા…હાથમાં કપડા લેતા એણે કપડામાં પાડેલા કાંણાઓ જોયા. તરત મનમાં થયું કે આ તો આ બિલાડીનું કામ. એમણે તો લાકડી હાથમાં લીધી અને બિલાડીને મારી અને કહેવા લાગીઃ

“તને ખાવાનું આપું અને પ્રેમ કરૂ અને તું આવું કરે ? “

આટલું કહી ફરી મારવા જતી હતી ત્યારે બિલાડી મણકીબાના પગે વળગી ગઈ અને એની પૂછડી પટપટાવા લાગી. મણકીબાને ફરી દયા આવી અને એને પ્રેમથી પંપાળી.

ઘરનું કામ કરી એ દિવસે મણકીબા ઘરથી બહાર બજારમાં શાકભાજી લેવા નિકળ્યા ત્યારે બિલાડીને કહેતા ગયા” મસ્તી ધમાલ કરીશ નહી, સમજી !”

મણકીબા બહાર. અને ખુણામાંથી ઉંદર તો આજે ડર વગર બિલાડી સામે આવીને ઉભો રહ્યો અને બોલ્યો ઃ

“કેમ છો બીલ્લીબેન ? મઝામાં છો “

બીલ્લી કાંઈ ના બોલી.

થોડા સમય બાદ એ બોલી ઃ

“ભાઈ તું જીત્યો અને હું હારી. મને મારી શક્તિનું અભિમાન હતું. તને નાનો જોઈ મને થતું કે તારામાં અક્કલનો છાંટો ના હોય. એ જ મારી ભુલ હતી. હું તારી મિત્ર બની ખુશી અનુભવીશ. મને મિત્ર બનાવશે ?”

“અરે, બેન, ભુલ તો સૌની થાય. અભિમાન જ ભુલો કરાવે છે. પ્રેમ જ દુનિયામાં મુલ્યવાન ચીજ છે. જો, ડોશીમા તને પ્રેમ આપે છે તે તને ગમે છે…પ્રેમથી જ મિત્ર બની શકાય. જે અહી છે તેમાંથી તને મળ્યાનો સંતોષ છે….જે મને મળતું હતું તેથી તને કાંઈ ઓછુ પડતું ના હતું અને મને જે મળતું હતું એનો મને સંતોષ હતો. એથી બેન, આપણે બંને મિત્ર બની આ ઘરમાં જીવીશું” ઉંદરે એના હ્રદયના ભાવો દર્શાવી કહ્યું

આટલા સંવાદ બાદ, મણકીબાના ઘરમાં ખુબ શાંતી હતી. મણકીબાને અનેક કહેતા ” તમારી બિલાડી તો ખુબ પ્યારી છે.”

મણકીબા જ્યારે જ્યારે બિલાડીને પ્રેમથી રમાડતા ત્યારે એના મનમાં એના ઉંદરભાઈના વિચારો રમતા હતા.

 

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૨૩,૨૦૧૪                      ચંદ્રવદન

બે શબ્દો…

આજની વાર્તા એક બાળવાર્તારૂપે છે.

વાર્તાના મુખ્ય પાત્રો છે બે….એક ઉંદર અને એક બિલાડી.

સાથે ત્રીજું પાત્ર છે એક ડોશીમા યાને મણકીબા.

વાર્તામાં પ્રથમ પ્રવેશ છે ઉંદરનો.

ત્યારબાદ આવે છે બિલાડી.

જગત કહે કે “બિલાડી અને ઉંદરની તો જન્મો જન્મની દુશ્મની”.

એવા જ ભાવમાં વાર્તા શબ્દોમાં વહી રહે.

પણ,ત્યારબાદ, બે વચ્ચે “મિત્રતા”ના બીજ રોપાય.

અને અંતેમાં ફક્ત “પ્રેમ”ના દર્શન….અને,અંતે ત્રણે પાત્રો ખુશી અનુભવે છે એવું દ્રશ્ય !

આ વાર્તાનો “બોધ” છે >>>>

વેર કે શત્રુપણું  કરતા પ્રેમ અને મિત્રતાની શક્તિ બળવાન છે…કારણ કે અંતે પ્રેમનો જ વિજય છે !

આશા રહે છે સૌને આ વાર્તા ગમે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today is a story about MOUSE & CAT.

Traditionally they are regarded as the ENEMIES to eachother.

In this fictional story, the circumstances lead to a MUTUAL FRIENDSHIP. The binding force is the LOVE & the destruction of the HATE.

This is a story to give the MORAL to the MANKIND that>>>>

 

HATRED leads to the DESTRUCTION while the LOVE leads to the FRIENDSHIP & TRUE HAPPINESS.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

એપ્રિલ 16, 2014 at 12:23 પી એમ(pm) 9 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930