પ્રભુભજન ના ગાઈ શકું !

જુલાઇ 18, 2015 at 8:18 પી એમ(pm) 8 comments

પ્રભુભજન ના ગાઈ શકું !

પ્રભુ તારા ભજન ના ગાઈ શકું,

કંઠે સુર નથી,તો હું શું કરૂં ?

ના ગાઈ શકું તો શું હું રડું ?

ના રડું ‘ને પ્રભુ માટે કાંઈ કરવા વિચારૂં,

બસ…આવા વિચારે, મન મારૂં શાંત કરૂં !……………….(૧)

 

મનમાં તો પ્રભુનામના દર્શન કરૂં,

ફક્ત પ્રભુ વિચારોમાં હું તો રહું,

ના ગાઈ શકું….ના રે હું તો રડું,

 પ્રભુને મનમાં હું કેદી કરૂં,

બસ,આવા વિચારે મન મારૂં શાંત કરૂં !………………….(૨)

 

ભક્તિભરેલા વિચારો મનડે ભરૂં,

વિચારોને શબ્દ-સ્વરૂપ ધરૂં,

ના ગાઈ શકું ….ના રે હું તો રડું,

શબ્દે શબ્દે પ્રભુને હુ તો ભજું,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !…………………(૩)

 

ભક્તિભાવે શબ્દો પેપરે લખું,

લખી લખી ખુશીઓ હૈયે ભરૂં,

ના ગાઈ શકું….ના રે હું તો રડું,

લખેલા શબ્દોમાં પ્રભુદર્શન કરતો રહું,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !………………….(૪)

 

લખેલા શબ્દોમાં કાવ્ય રચનાઓ નિહાળું,

લોકો એને કાવ્ય ના કહે તો ના ડરૂં,

ના ગાઈ શકું…ના રે હું તો રડું,

લખ્યું જે તે પ્રભુજીને અર્પણ કરૂં,

બસ, આવા વિચારે મન મારૂં શાંત કરૂં !…………………(૫)

 

અંતે ચંદ્ર સૌને કહે ઃ

કંઠે સુર હોય તો પ્રભુ ગુણલા ગાઓ,

ના ગાઈ શકો તો, ગુણલા એવા કાને ધરો,

મુખે પ્રભુનામ કે શબ્દે શબ્દે પ્રભુ-સ્મરણ કરો,

બસ, આટલું કરી તમ જીવન ધન્ય કરો !…………………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૨૯,૨૦૧૪                   ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે સવારે બેડમા સવારે જાગ્યો.

ત્યારબાદ પત્ની કમુ કહે “ભજન ગાઓ”

કંઠે સુર નહી….ના ગાઈ શકું….ત્યારે કમુએ અનેક ભજન/પ્રાર્થનાઓ ગાઈ અને મારા હૈયે ખુબ જ આનંદ થયો.

નીચે કોમ્યટર રૂમમા આવ્યો….મનના વિચારોને શબ્દ-સ્વરૂપ આપતા એક રચના થઈ તે જ આજે પોસ્ટ છે.

તમોને ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is a Poem in Gujarati informing of the “inability of singing” & not able to sing the Bhajans or the Devotional Songs.

Facing this….What to do ? Should I cry ? The answer was NO.

The DECISION was to think, write the THOUGHTS into WORDS…..& even the POEMS.

This brought the HAPPINESS.

The Poem narrates this feelings.

Dr. Chandravadan Mistry

 

 

Entry filed under: કાવ્યો.

શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની સમજ ! ભક્તોના ગુણગાન પ્રભુજી કરે !

8 ટિપ્પણીઓ Add your own

  • 1. P.K.Davda  |  જુલાઇ 19, 2015 પર 12:16 એ એમ (am)

    ભક્તિ માત્ર ગાઈને જ નથી થતી. એના અનેક પ્રકાર છે. જે વાતનો તમે પ્રસાર પ્રચાર કરો છો, એ પણ ભક્તિનો એક પ્રકાર જ છે. બસ લાગ્યા રહો.

    જવાબ આપો
  • 2. Vinod R. Patel  |  જુલાઇ 19, 2015 પર 1:20 એ એમ (am)

    ભક્તિભરેલા વિચારો મનડે ભરૂં,
    વિચારોને શબ્દ-સ્વરૂપ ધરૂં,
    ના ગાઈ શકું ….ના રે હું તો રડું,
    શબ્દે શબ્દે પ્રભુને હુ તો ભજું,

    મુખ્ય વાત પ્રભુ સ્મરણની છે , સૂર નથી તો શું થયું શબ્દોથી પણ પ્રભુ નામ

    લઇ શકાય અને એ શબ્દો કોઈને ગાવાને માટે કદાચ પ્રેરણા આપે..

    મૌન શબ્દથી કે સૂરથી ગાઈને પ્રભુ નાંમ લેતા રહો એ જ મુખ્ય કામ .

    જવાબ આપો
  • 3. pravina Avinash  |  જુલાઇ 19, 2015 પર 1:06 પી એમ(pm)

    ભક્તિ માત્ર ગાઈને જ નથી થતી.

    pravinash

    જવાબ આપો
  • 4. Thakorbhai Mistry  |  જુલાઇ 19, 2015 પર 6:10 પી એમ(pm)

    Singing is a gift of God which only some have. However to remember and thank Him one can chant one’s Ishtdev’s name at all steps and deeds and also help needy people and animals.

    જવાબ આપો
  • 5. vimala  |  જુલાઇ 21, 2015 પર 12:36 એ એમ (am)

    ઋજુ હૃદય ડોક્ટર સાહેબની મુલાકાત વાંચતા સાહેબનો વિસ્તૃત પરિચય થયો. આભાર પ્રતિલિપિ.
    સાથે સાથે તેમની કૃતિઓનો આસ્વાદ કરાવવા બદલ ફરી-ફરી ખૂબ-ખૂબ આભાર.

    જવાબ આપો
  • 6. chandravadan  |  જુલાઇ 21, 2015 પર 4:21 પી એમ(pm)

    This was an Email>>>

    પ્રભુભજન ના ગાઈ શકું !
    Jul 18 at 4:59 PM
    Dharamshi Patel

    To Chandravadan Mistry Jul 18 at 8:00 PM
    Hari om,

    Waw

    Patel
    >>>>>>>>>>.>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    ABHAR……Dr. Mistry

    જવાબ આપો
  • 7. nabhakashdeep  |  જુલાઇ 21, 2015 પર 6:13 પી એમ(pm)

    પ્રભુ સ્મરણ હૈયે રમે

    જીવન ધન ધન્ય નમે

    આત્મા ને પરમાત્માને ક્ષણે ક્ષણે ઉરે ઝૂલાવતી આપની રચના , ગાવા જેટલી જ મધુર છે. ગાવાની કળા , સ્વર એય પ્રભુની દેન છે…અનુપ જલોટાને હેમંત ચૌહાણને સાંભળા રહીએ..

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 8. chandravadan  |  જુલાઇ 21, 2015 પર 7:36 પી એમ(pm)

    This was an Email>>>

    પ્રભુભજન ના ગાઈ શકું !
    Chandravadan Mistry DEAR MITRO……..READ/COMMENT @ ચંદ્ર પુકાર ચંદ્ર પુકાર ચંદ્રવદન મિસ્ત્રીનાં હ્રદય ભાવો View on http://www.cha

    Jul 20 at 3:49 PM

    kartikeya pathak

    To Chandravadan Mistry Today at 9:42 AM
    You look very smart in your photo.

    Dr Kartikeyabhai.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Abhar.
    But it is an old photo
    CM

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031