Archive for જુલાઇ, 2014

દેવજીભાઈને અંજલી !

 

 

 

 

દેવજીભાઈને અંજલી !

ઓ,ભાઈ મારા, જાણ્યા જગમાં સૌએ તમોને દેવજીભાઈ નામે,

સ્વીકારજો વંદન મારા, હવે જો છો તમે પ્રભુધામે !……………..(ટેક)

બચપણમાં મેં જાણ્યા તમોને, અને મળ્યો સ્નેહ તમારો,

એવા જ સ્નેહતાંતણે ટકી રહ્યો પ્રાણ આપણો,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૧)

બાંધ્યા તમે સૌને જગમાં સ્નેહબંધનની દોરે,

કોણ ભુલી શકે તમોને, જો બાંધ્યા છે સૌને સ્નેહદોરે ?

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………………..(૨)

તબલા કે હારમોનીઅમ હસ્તે, ભજનો રહે તમ મુખે,

એવા પ્રભુગુણલાભર્યા ભજનોનો આનંદ સૌને મળે,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………….(૩)

ભારતથી આફ્રીકા અને અંતે અમેરીકામાં તમે રહ્યા,

ડલાસ ટેક્ષાસમાં અંતિમ દિવસો ગાળી, પ્રાણ તમે છોડ્યા,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !……………..(૪)

પત્ની કલા અને પુત્ર અમર રહે છે આજે આ જગમાં,

હશે તમે અમર હંમેશા તમારી જ મીઠી યાદમાં,

સ્વીકારજો વંદન મારા, ઓ, ભાઈ મારા !…………..(૫)

ના બતાવું આંખમાં આંસુડા, ના કહું હૈયાનું હું કોઈને,

પ્રભુગોદમાં પરમ શાંતીમાં તમે છો, એટલું કહું હું આજે સૌને,

સ્વીકારજો વંદન મારા ઓ, ભાઈ મારા !………….(૬)

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૧૩,૨૦૧૪                      ચંદ્રવદન

ENGLISH VERSION of the Poem>>>

ANJALI to DEVJIBHAI

Oh ! my Brother, in this World, you were known as Devjibhai,

Accept my Salutations, now that you are in the God’s Place !

In my Childhood, I had known you & got your Love,

In that Bond of Love, Our Life was sustained on this Earth !

Accept my Salutations, oh, my Brother !……………………………(1)

You had bound Everyone in this World with the Bond of Love,

How can anyone forget you, is bound by that Bond of Love ?

Accept my Salutations, O, my Brother !…………………………..(2)

With Tabla & Harmonium in your Hands, the Devotional Songs were on your Lips,

Hearing the Songs with the Praises for God, you brought Joy in the Hearts of All,

Accept my Salutations, Oh, my Brother !…………………………..(3)

From India to Africa & then finally you came to America,

And, finally you had settled down at Dallas Texas & left this World,

Accept my Salutations, oh, my Brother !…………………………(4)

  Wife Kala & Son Amar now left in this World,

You will always be “alive”(Amar) in the Sweet Memories you left on this World,

Accept my Salutations, oh, my Brother !……………………..(5)

Will not shed Tearsfrom my Eyes, and will not reveal what’s in my Heart to Anyone,

But, you are in Peace & on the Lap of God, I will tell that to Everyone,

Accept my Salutations, oh my Brother !…………………..(6)

Poem Created July 13th 2014                   Chandravadan

બે શબ્દો…

મારા ભાઈ ( બાપુજીના સાવકા મોસાળ તરફથી આ સગાઈ) ડલાસ ટેક્ષાસમાં ઘણા વર્ષોથી રહેતા હતા.

બિમારીના કારણે છેલ્લા ૪ વર્ષોથી તબિયત સારી ના હતી. 

એવા સમયગાળામાં હું પત્ની કમુ સાથે એમને અનેકવાર મળવા ગયો હતો.

છેલ્લી સફર હતી નેવેમ્બર ૨૦૧૩માં.

ત્યારબાદ, ધીરે ધીરે એમની તબિયત વધુ બગડી.

અને નર્સીંગ હોમમાં રહેતા છેલ્લા પાંચ દિવસો માટે બેભાન જેવી હાલતે હતા અને અંતે જુલાઈ ૧૧, ૨૦૧૪ના દિવસે પ્રાણ છોડ્યા.

આવા દીલગીરીભર્યા સમાચાર મળતા હું અને કમુ ડલાસ ૧૨મી જુલાઈના દિવસે હતા….ત્યાં રહ્યા તે દરમ્યાન, એમને “અગ્નિસંસ્કાર” ૧૪મી જુલાઈએ અને ૨૨મી જુલાઈના “બારમા દિવસ”ની પૂજા પુર્ણ થયા બાદ ૨૪મી જુલાઈએ ફરી કેલીફોર્નીઆ.

ડલાસ રહેવાનું થ્યું ત્યારે આ રચના શક્ય થઈ હતી.

સૌ આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is a Poem in Gujarati which is dedicated to DEVJIBHAI L. MISTRY of DALLAS, TEXAS, who died on July,11,2014.

The Poem expresses my “feelings” for my Brotherly Elder.

May his Soul rest in Peace !

Hope you are able to read it Gujarati.

BUT..If not, I had translated it in ENGLISH too.

Dr. Chandravadan Mistry

 

 

 

જુલાઇ 31, 2014 at 12:01 પી એમ(pm) 20 comments

આતાજીની ઓળખાણની ખાડ !

 

http://keralites.net/

 

6. chandravadan  |  July 27, 2014 at 8:55 pm
This was an Email Response to this Post>>>
himatlal joshi
To Me
Today at 1:24 PM
પ્રિય ચંદ્રવદન મિસ્ત્રી ભાઈ
આ તમારા કાવ્ય મારા ઉપર બહુ ગહરી અસર પાડી .
તમે મને તમારા હ્રદય કમલમાં સમાવી લીધો .
મીસ્ત્રીજી મારી ઓળખાણ ની ખાણ વધતી જાશે
અફસોસ એટલોકે મારે જવાનું થાશે
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Ataaji,
I am so happy to read your response as you read the Kavya Rachana I had created after seeing your Photo with Uttambhai.
“Afsos” Word…..I read & I am inspired too.
If God inspire me I hope to say my feelings in Gujarati.
Khub Khub Abhar for your message in Gujarati.
Chandravadan

 

આતાજીની ઓળખાણની ખાડ !

 

“આતાજી”ઓળખાણની ખાડની છે આ વાત,

આતાજી-જીવનના દિવસો વહે,’ને ખાણ વધે તેની છે આ વાત !….(ટેક)

 

 

જન્મ માનવીનો લેતા, હિમતલાલ નામે જીવન એનું વહે,

યુવાનીમાં ખોદેલી ખાણની આ વાત આજે મારે કહેવી રહે,…….(૧)

 

 

યુવાની તો ગઈ અને  વૃધ્ધાવસ્થા પણ આવી ગઈ,

ઓળખાણની ખાણ તો ઉંડાણે પહોંચી ઝવેરાતો આપતી ગઈ…….(૨)

 

 

એવા સમયે, હિમત વિચારે કે વૃધ્ધ થયા પછી શું થશે ?

ત્યારે, ચંદ્ર હિમતલાલને જે થવાનું હશે તેનું જરા કહે !………….(૩)

 

 

“માનવ જન્મ મળ્યો છે તો જગ છોડી એક દિવસ તો જવાનું  છે,

પણ, તમે તો વૃધ્ધાવસ્થામાં પણ યુવાનીનું જોર બતાવ્યું તેની તો વાત છે,…(4)

 

એવા આત્મબળ કારણે તમો જીવો છો એવું જગમાં આજે સૌ જાણે,

એથી જ તો,તમારી ઓળખાણની ખાડ વિષે જાણી સૌ ખુશી અનુભવે,……(5)

 

તો, ‘અફસોસ’ તમે શાને કરો ? હવે તો સૌ તમોને જાણે,

ઓળખાણ એ જ તમારી છે મુલ્યવાન પૂજી એવું તમે માને,……(6)

 

પ્રેમભાવના ઝરણે તમે તો આજે બ્લોગજગતે પણ રમો,

રમતા રમતા, ઓળખાણના ઝવેરાતો પણ તિજોરીએ ભરો,…..(7)

 

તો, હવે ‘અફસોસ’ શબ્દને ફેંકી દ્યોને તમે આજે,

બસ, જીવન સફરની આગેકુચે ‘ખુશી’ હૈયે ભરો આજે !…..(8)

 

બસ, આટલું જો તમે કર્યું તો, પ્રભુને પણ ખુશી હશે,

એવા સમયે, ચંદ્ર હૈયેથી ખુશીના નીર વહી જશે !”……(9)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જુલાઈ,૨૭,૨૦૧૪            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે છે એક કાવ્ય રચના.

આ ગુજરાતીમાં શક્ય થયેલી રચના છે પુજ્ય આતાજી માટે.

એમણે એક મારી રચના (જે આગળ પોસ્ટરૂપે પ્રગટ કરી છે) વાંચ્યા બાદ એક અનોખી ખુશી સાથે “અફસોસ” દર્શાવ્યો.

બસ….આ “અફસોસ”ના એક શબ્દ કારણે પ્રભુપ્રેરણા સાથે આ બીજી રચના.

જે તમો આ પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

અહીં, ફક્ત એક જ સંદેશો…..”આતાજી, તમે જરા પણ અફસોસ ના કરો, અને જીવન સફર કરતા જાઓ !”

આશા છે કે આ પોસ્ટ તમોને ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati.

It was created on the inspiration of a response of ATAAJI, in which he had expressed the JOY of reading a POEM (which was just published before this) but at the same time also expressed his REGRATS ( AFSOS) as he looked at his LONG life’s JOURNEY.

This Poem is based on that one word “AFSOS”.

The MESSAGE in the Poem is “Ataaji, please do not have the AFSOS….just continue your life’s Journey on this Earth !”

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

જુલાઇ 29, 2014 at 12:09 પી એમ(pm) 8 comments

ઓળખી ગયો છું હું !

 

 EMAIL of HIMATBHAI JOSHI ( ATAAI)

આ ભાઈને તમે ઓળખી ગયા હશો  .એ તમારા અને મારા મિત્ર ઉત્તમ પ્રજાપતિ  છે  . 
 
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta                
Teachers open door, But you must enter by yourself. 
A POEM based on the EMAIL :

ઓળખી ગયો છું હું !

 

હા, હા, આ ભાઈને ઓળખી ગયો છું હું,

બોલો, કેમ ના એમને ઓળખી શકું હું ?

 

નામ ના લખ્યું હોત તો પણ ઓળખતે હું એમને,

લખ્યું જો નામ ઉત્તમ પ્રજાપતિ, જરૂર જાણું છું એમને,

 

હવે, જાણ્યું કે ઉત્તમભાઈ તો છે મિત્ર તમારા,

જાણી એવું, મારા હૈયામાં તમો બંને સમાયા,

 

મિત્રતાના ભાવે, યાદ કરતો રહીશ તમોને,

એવી યાદમાં, ચંદ્ર તો સ્નેહ અર્પણ કરશે તમોને,

 

ફીનીક્શમાં આતાજી અને ઉત્તમ સ્નેહસબંધે બંધાય રહે,

એવી મિત્રતાની દોરે ચંદ્ર પણ હંમેશા બંધાય રહે,

 

રહો ફીનીક્શ એરીઝોનામાં અને કરો જીવન સફર તમારી,

ભલે હું દુર તમોથી, ખીલતી રહેશે ત્રિવેણી મિત્રતા અમારી !

 

કાવ્ય રચના તારીખ, જુલાઈ,૨૬,૨૦૧૪                         ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક ઈમેઈલ આધારીત.

હિમતભાઈ જોષી યાને “આતાજી”.

એમનો એ ઈમેઈલ હતો, અને એની સાથે એટેચમેન્ટરૂપે એક ફોટો હતો.

એ ફોટામાં આતાજી સાથે ડો. ઉત્તમ પ્રજાપતિ હતા.

ઉત્તમભાઈને હું જાણું છું ..હું એમને મળ્યો પણ છું.

ઈમેઈલ વાંચી જે ભાવ હૈયે થયો તે જ કાવ્યરૂપે દર્શાવ્યો છે.

આશા છે કે તમોને આ પોસ્ટ ગમે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a POEM in Gujarati based on an EMAIL with a PHOTO.

The Photo was of  2 individuals…ATAJI & DR. UTTAM PRAJAPATI  og Arizona.

The Email was from ATAJI( Himatbhai Joshi).

The Poem is my feelings as I saw the Photo.

I saw the FRIENDSHIP between 3 PERSONS.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

જુલાઇ 27, 2014 at 3:08 પી એમ(pm) 7 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)

 

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૬)

 

તમે ચંદ્રવિચારો શબ્દોમાં (૨૫) વાંચી અનેક પ્રગટ થનાર પોસ્ટો વિષે જાણ્યું હતું.

જે પ્રમાણે જાણ્યું હતું તે પ્રમાણે જ તમે અનેક કાવ્ય-પોસ્ટો વાંચી.

હવે શું ?

તો એના પર વિચાર કરતા મનમાં થયું કે હવે જુદી જુદી “કેટેગોરી”માં પોસ્ટો હોવી જોઈએ.

એથી …..

પોસ્ટો હશે>>>

(૧) સુવિચાર

(૨) કાવ્યો

(૩) અનામી યાને “અનકેટગોરાઈઝાઈડસ”.( )

(૪) માનવ તંદુરસ્તી.

ચાલો, બ્લોગ પર પધારી નવી નવી પોસ્ટો તમે જરૂર વાંચશો એવી નમ્ર વિનંતી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is “CHANDRAVICHARO SHABDOMA (26)”.

It is the 26th Post with a GOAL to lay out the PLAN for the FUTURE POSTS @ CHANDRAPUKAR.

There will be Posts of DIFFERENT CATEGORY which includes (Suvicharo…Kavyo….Uncategorized….Health or Manav Tandurasti ).

Hope you will enjoy these FUTURE Posts on this Blog.

Dr. Chandravadan Mistry

જુલાઇ 26, 2014 at 12:54 પી એમ(pm) 6 comments

મોર તો કુદરતની કરામત !

 

 

મોર તો કુદરતની કરામત !

 

મોર તો છે એક કુદરતની કરામત,

થઈ એ શક્ય એ જ પ્રભુની હુકમત !……(ટેક)

 

સુંદરતાથી ભરપૂર કાયા બની છે મોરની,

નિહાળો એકવાર અને કરો તમે પ્રસંદતા મોરની,

 

ચાંચવાળા મુખડે સાથે ઝુલે છે એક કલગી,

કાયા સુંદર છે સફેદ અને ભુરા રંગની,

 

બે પાતળા પગો પર કાયા ડોલી રહે,

જમીનથી ઉપર જાણે કળાકાર રમી રહે,

 

ખુશીમાં મોરપીંછો ભર્યો આકાર રહે પ્યારો,

જાણે નૃત્યકરનારે પહેર્યો છે તાજ ન્યારો,

 

મેહુલીયો ગાજે ‘ને મેઘ ઝરમર વરસે,

ત્યારે, મોર ઘેલો બની નૃત્યમાં પાગલ બને,

 

ના હોય મઘ તો પણ કાંઈ પરવા નથી,

વનડે ઢેલ સામે મોર તો નાચતા થાકે નહી,

 

અરે !કૃષ્ણ મોહી, મોરપીંછ મસ્તકે ગ્રહે,

જાણે મોર પર કૃષ્ણ-કૃપાની ધારા વરસે,

 

મોર તો છે સુંદર ‘ને સૌને ભલે લાગે વ્હાલો,

ઢેલ સામે નૃત્યમાં છે ખુશી અને સુંદરતા ભર્યો,

 

અંતે ચંદ્ર કહે ઃ ભલે સૌ પક્ષીઓમાં સુંદરતા હોય,

મોરની સુંદરતાનું વર્ણન કદી શબ્દોમાં ના હોય,

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ, ૧૭,૨૦૧૪              ચંદ્રવદન

 

બે શબ્દો…

મોર અને ઢેલ ….આ રહી નર-માદાની જોડ.

કેવી બનાવી છે કુદરતે આ પક્ષીની જોડ !

સર્વ જીવોની જોડને નિહાળીએ તો નારીમાં કુદરતે “સુંદરતા” બક્ષી હોય.

અહી,નર-પક્ષી મોરને પ્રભુએ કળા સાથે એક અનોખી “સુંદરતા” આપી છે……શાંત વાતાવરણે સુંદર કલગીવાળી ડોક સાથે અનોખા રંગીન પીંછા.

અને, જ્યારે ખુશી હોય ત્યારે નૃત્ય સાથે કળા કરતા પંખારૂપી રંગીન પીંછા-તાજવાળા મોરના દર્શન કરતા કોઈ પણ માનવીના હૈયે જરૂર ખુશી હોય જ !

બસ….આ બધું જ મેં મારી કાવ્ય રચનામાં કહ્યું છે !

આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the poem in Gujarati entitled “MOR TO KUDARATNI KARAMAT” meaning PEACOCK is a BEAUTY of the NATURE (GOD).

The COLORFUL BODY….the DANCE….the VOICE…..and the PEACOCK FEATHER with LORD KRUSHNA. All these are in the THOUGHTS as I wrote this Poem.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

જુલાઇ 20, 2014 at 12:55 પી એમ(pm) 12 comments

માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !

 http://keralites.net/

 

માનવ-સ્વીકારરૂપી પ્રભુભક્તિ !

 

ગમે તેવા સંજોગો હોય અને હોય માનવ સ્વીકાર,

એવો સ્વીકાર પ્રભુનામે,તો એમાં હોય શક્તિ અપાર !…….(ટેક)

 

સંસારમાં રહી કર્મ તો કરતા રહેવું પડે, એ જ સત્ય,

કર્મનું પરિણામ નથી નક્કી, હોય સફળતા કે હાર, એ જ સત્ય,

એવા સમયે,જે પરિણામ હોય એનો સ્વીકાર, એ જ ખરૂં જ્ઞાન જાણવું !…..(૧)

 

જો કદી હાર હોય તો, કંઈક પ્રભુકૃપા એમાં હશે એવું માનવું,

એવી હાર સ્વીકારમાં એવી કૃપાનું રહસ્ય ભવિષ્યમાં હશે એવું માનવું,

જો કદી આવું તમે કર્યું, તો જીવન જીવવાની ચાવી મેળવી એવું જાણવું !…(૨)

 

અસ્વીકારમાં રહો જો તમે, જીવન તમારૂ ફક્ત ઉદાસીભર્યું હશે,

આવી ઉદાસી મનને જીતી તમોને જરૂર કેદી કરી લેશે,

તો, એ જ ખરેખર મુર્ખતા કહેવાય એવું જાણવું !……………..(૩)

 

ભલે, અસફળતાઓ હશે પણ કાર્ય જો સત્ય પંથે હોય,

તો, ફરી આત્મબળ જગાવી, પ્રભુના માર્ગદર્શને ફરી સફળતા હોય,

એવી સમજ ગ્રહણ કરી, તો મનમાં જ્ઞાનગંગા વહી એવું જાણવું !….(૪)

 

સફળતા કદી મળી તો ભલે થોડી ખુશીઓ હૈયે હશે,

પણ, એવી સફળતામાં ડુબી, અહંકારના મોજાઓ ખુદને ડુબાડશે,

આવો જ્ઞાન પ્રકાશ જો મળ્યો, તો જીવન ધન્ય થયું એવું જાણવું !….(૫)

 

અંતે, ચંદ્ર સૌને કહે ઃ જગતમાં આવ્યો છે તું પ્રભુકૃપા થકી,

એવા સત્યને ના ભુલવું , જે ભુલે તેનો કદી ઉધ્ધાર નથી,

આવી પ્રભુભક્તિમાં સ્નાન કરતા, પરમ આનંદ મળે એવું જાણવું !…(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યપોસ્ટ દ્વારા એક જ સંદેશો છે.

એક માનવ જન્મ મળ્યો એ જ પ્રથમ પ્રભુકૃપા….કર્મ કરવું જ પડે પણ કર્મના ફળનો ત્યાગ કર, અને જે પરિણામ હોય ( સફળતા કે હાર) તેનો પ્રભુઈચ્છારૂપે સ્વીકાર કરતા શીખ…અને આ પ્રમાણે જીવનમાં પરિવર્તન આવે તો માનવજીવન ધન્ય થઈ જાય કારણ કે અહીં “અહંકાર”નો ત્યાગ સમાયો છે.

આ પોસ્ટ સૌને ગમે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati”MANAVSVIKAR-RUPI PRABHU BHAKTI” meaning ” HUMAN ACCEPTANCE (of the Events inLife)as the DEVITION to the DEVINE”

One performs the ACTIONS…..then ACCEPTS the END RESULTS as the WILL of the GOD.

This ATTITUDE  will make the HUMAN remain in the POSITIVE THOUGHTS even if faced with the ADVERSE SITUATIONS….even when the RESULT is not PLEASANT.

The MESSAGE is that one MUST NEVER FORGET GOD.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

જુલાઇ 12, 2014 at 12:14 પી એમ(pm) 13 comments

હંસ માનવીને જીવન જીવવા શીખવે !

alt

 

હંસ માનવીને જીવન જીવવા શીખવે !

 

 

નિહાળો હંસને જે છે પ્રભુનો અતી પ્યારો,

સરોવરમાં લાગે છે સુંદર ‘ને છે સૌનો વ્હાલો,

 

સફેદ કાયામાં એ તો સત્યનું એક પ્રતિક કહેવાય,

સફેદ અજવાળારૂપી માનવ-ગુણોના દર્શન અહીં થાય,

 

કહે સૌ હંસ તો ચરે ફક્ત મોતીડાનો ચારો,

માનો  એને અવગુણોરૂપી અંધકારને હણનારો,

 

સરોવરમાં તરી, હંસલો કદી જો ગર્વ કરે,

તો, માનજો એ નથી રહ્યો ખરેખર હંસ હવે,

 

હંસ તો છે માતા સરસ્વતીનું વાહન પ્યારૂં,

એવા સ્વરૂપે માનવું એને “જ્ઞાન-પ્રતિક” ન્યારૂં,

 

અંતે ચંદ્ર કહે ઃ માનવીએ જગમાં રહી હંસ બની જાવું,

ના ડુબવું અહંકારોમાં તો જ માનજો કે જીવન ધન્ય થયું !

 

કાવ્ય રચના ઃ તારીખ માર્ચ,૧૭,૨૦૧૪                     ચંદ્રવદન

બે શબ્દો…

આજે એક ઈમેઈલ.

એમાં અનેક પક્ષીઓના ફોટા હતા.

એક હંસનો ફોટો નિહાળી યાદ આવ્યું “હંસ તો મોતી ચણે”.

આવી યાદ સાથે હંસને સસ્વતી માતાના વાહન સ્વરૂપે “પવિત્રતા”ના દર્શન કર્યા.

સફેદ સાથે કાળા રંગની સરખામણીએ “જ્ઞાન”ને સફેદ રંગે નિહાળવા મારો પ્રયાસ હતો.

આશા છે કે તમો સૌને આ રચના કે પોસ્ટ ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

A SWAN is a bird with BEAUTY.

The WHITENESS of the body signifies the PURITY of the HEART & a symbol of the TRUTH…..the LIGHT & not the DARKNESS of the HUMANS.

I tried to see ALL GOODNESS & created a Poem in Gujarati.

I hope you like it !

Dr. Chandravadan Mistry.

જુલાઇ 10, 2014 at 12:08 પી એમ(pm) 8 comments

કળિયુગ કે પ્રભુની લીલા કહો ?

 gulab1
કળિયુગ કે પ્રભુની લીલા કહો ?
નર તત્વ અને નારી તત્વ પ્રભુએ જ ઘડેલું,
એકબીજાને નજીક લાવવા પ્રભુએ જ એ કરેલું,
એવા નર-નારી મિલનને સંસારે “લગ્ન”નામ દીધેલું,
આ જ એક સંસારી ક્રમ રહ્યો !……(૧)
નર તત્વ નર તત્વ નજીક નજરે આવે,
નારી તત્વ નારી તત્વ નજીક નજરે આવે,
એવા દર્શને સંસાર ખુબ ભયભિત બને,
શું સંસારી ક્રમ તોડવાનો આ માનવ સાહસ રહ્યો ?….(૨)
નર કે નારી તત્વ પ્રભુએ માનવ ઘડતરે જુદા મુક્યા,
અર્ધ નર કે અર્ધ નારી તત્વ શું પ્રભુએ ભુલથી મુક્યા?
સંસારીમાનવ મનડે પ્રષ્નો એવા અનેક થયા,
એવા પ્રષ્નોના જવાબ સંસારી માનવને શોધવો રહ્યો !…(૩)
પ્રથમ, સંસારી નર-નારી ક્રમને એ પરમ સત્ય ગણે,
પછી, પ્રભુઈચ્છારૂપે નિહાળી,નવલા ક્રમરૂપે ગણવા સાહસ કરે,
અંતે, નર કે નારી ને બે પ્રભુએ ઘડેલા માનવી સ્વરૂપે સ્નેહ ધરે,
શું આને કળયુગી પ્રભુલીલા ગણી સમજીએ ?……(૪)
દુર રહી નર નર કે નારી નારી સ્નેહતાંતણે જીવન ગુંથે,
પછી એકસાથે રહી, જીવન ગાળતા બે માનવીઓને સંસાર જાણે,
અંતે, “લગ્ન હક્ક”ની માંગને એઓ જાહેર કરે,
સંસારનો અસ્વીકાર “માનવતા”ના નાતે સ્વીકાર બને !….(૫)
હું કોણ ? સમજવાની વાત ધર્મ સૌને કહે,
તું નથી દેહ, તું તો ફક્ત એક પવિત્ર આત્મા છે,
એવા સુત્રે પ્રભુઅંસરૂપે પ્રભુ સાથે તું એક છે,
તો, “બે આત્માના મિલન”રૂપે આ સંસારી સ્વીકાર છે !….(૬)
મહાભારતમાં પુરૂષ દેહમાં નારી તત્વની વાત છે,
તો આજે કળિયુગમાં આવા જ તત્વજ્ઞાનની ચર્ચા છે,
બુધ્ધિથી ના સમજાય, પણ પ્રભુલીલારૂપે એ સમજાય છે,
એવી સમજ ગ્રહણ કરી, સંસારી જીવનસફર કરો !……(૭)
અંતે, ચંદ્ર કહે ઃ “પરમ સત્ય”નો અજાણ હું હતો એક અજ્ઞાની,
સંસારી સત્યને “પરમ સત્ય”માનવામાં થઈ હતી એક ભુલ મારી,
હવે, પ્રભુઈચ્છારૂપી સ્વીકારમાં હું સંસારે છે જરા જ્ઞાની,
હોય સતયુગ કે કળિયુગ, આત્મારૂપી સંસાર સમજમાં રહે માનવ પુર્ણ જ્ઞાની !…(૮)
કાવ્ય રચના ઃ તારીખ,સેપ્ટેમ્બર,૨૯,૨૦૧૩            ચંદ્રવદન
બે શબ્દો…
આજે પ્રગટ કરેલી કાવ્ય પોસ્ટ વાંચી, અનેક વિચારોમાં પડી જશે.
આજે “જગ સંસાર”માં થઈ રહેલી ઘટનાઓથી અનેકને “મુજવણો” છે તે અનેક શબ્દોમાં પ્રગટ કરવાની હિંમત કરી શકતા નથી.
આનું કારણ છે “સંસાર”માં જાણેલું સત્ય સામે આ “પરિવર્તન પૂકાર” છે.
ચાલો…તેમ છતાં, થોડી ચર્ચા કરીએ.
મનુષ્ય જન્મ….એક “નર” અને “નારી” સ્વરૂપે.
સંસારના આવા સર્જનમાં પ્રભુની એક “મહાન” યોજના કહેવાય.
નર અને નારી એકબીજાની “નજીક” આવે…મિલન થાય તેને સંસાર “લગ્ન” કહે.
આ યોજના દ્વારા સંતાનરૂપી માનવ ફરી જગતમાં.
આ “મહાન” ડીઝાઈનમાં પ્રભુએ કોઈકવાર નર કે નારીના સર્જનમાં “ડીએનએ” આધારીત “અપુર્ણતા” રાખી અને જેના કારણે “હોરમોનલ બેલન્સ” ના રહે અને પરિણામે “અર્ધ નરતત્વ કે અર્ધ નારીતત્વ” રૂપી માનવ સર્જન. આ શું પ્રભુની ભુલ ? કે પછી, “પ્રભુઈચ્છા ” આધારીત ?….બીજી “વિચારધારા” પ્રમાણે નિહાળીએ તો માનવ સમજ કહે “જગત જ સ્વર્ગ કે નરક છે”. આવી સમજમાં “અર્ધતત્વ” સર્જનમાં માનવી “પુન્ય કે પાપ” ભોગવવા એવા સ્વરૂપે આવ્યો હશે. આ અલગ વિચારમાં પણ “પ્રભુઈચ્છા”નો સ્વીકાર કરવો જ પડે.
આ કળિયુગે આ રહી સંસારમાં બનતી ઘટનાઓને સમજવાનો માનવ પ્રયાસ.
મહાભારત વાંચતા, એક વ્યક્તિ પુરૂષ દેહસ્વરૂપે પણ અંદરથી “નારી”નો દાખલો છે.
હવે, કળિયુગમાં અનેક દાખલાઓ નજર સમક્ષ છે.
સંસારે “ગેય” અને “લેસબીઅન” શબ્દો આપ્યા.
અસ્વીકાર સાથે “ગાળો” અને “અપમાન”થયું સંસારમાં.
ધીરે ધીરે, થોડો સ્વીકારમાં “માનવતા”ના દર્શન.
પણ “પુર્ણ” સ્વીકારમાં “ઉચ્ચ” વિચારમાં હશે “આત્મારૂપી” દર્શન.
આવા દર્શનમાં “બે પવિત્ર આત્મા”માથી વહેતો પ્રેમ નિહાવાની વાત સાથે “જે થઈ રહ્યું છે” તેમાં “પ્રભુઈચ્છા”ને જોડવાની વાત છે.
કોઈ કહેશે કે આ જે થઈ રહ્યું છે તે બધું જ “કળિયુગ”ના કારણે છે.
જે આજે નજરે આવે છે તે અત્યારના “મહા કળિયુગ”ના કારણે છે ?
અસલ જે કોઈ “અપુર્ણ ” હોય તેની પાસે સંસાર સાથે લડવાની શક્તિ ના હતી એટલે એવી હકિકત “છુપી” રહી.
ત્યારબાદ, થોડા દેહરૂપી પુરૂષોએ હિંમત કરી.
ત્યારબાદ, થોડી દેહરૂપી સ્ત્રીઓએ એવી હિંમત કરી.
આજે…સાયન્સના “જ્ઞાન” કારણે “ધર્મ”માં પણ સ્વીકાર..અને હવે કાયદા-કાનુની સ્વીકાર.
એથી જ ….જે “છુપુ” હતું તે આજે “જાહેર” છે.
આવી સમજમાં માનવ સ્વીકાર છે. માનવીઓ માટે ફરી સૌને પ્રેમ કરવાની બારી છે. માતાપિતારૂપી હૈયે દર્દ થયું હોય તેના માટે ઈલાજ છે.
અંતે તો મારે કાવ્યમાં દર્શાવેલું તે પ્રમાણે આટલું કહેવું છે>>>>
સર્વ માનવીઓને પ્રભુએ જ સર્જેલા ખીલોનામાં દેહને “ટુંકા સમય માટે” જગતમાં જીવન સફર કરવા માટે છે પણ સૌમાં “આત્મા” અમર છે..એ પવિત્ર છે..એ પ્રભુનો અંસ છે એવો સ્વીકાર કરતા, માનવીની આ જીવન યાત્રા સરળ બને છે. એ સરળ યાત્રામાં હ્રદયમાંથી સૌ પ્રત્યે “ફક્ત પ્રેમ” જ ઝરે છે.
આ પોસ્ટ પ્રગટ કરતા હું થોડો અચકાયો….કોઈને ક્રોધીત કરીશ એવું થયું….કોઈ “ટીકા” કરશે એવું પણ થયું.
કોઈનું હૈયું દુભાયું હોય તો માફ કરજો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
The “norm” of the Human Society is the traditional acceptance of the idea that “the Marriage can be only between a Man & a Woman”.
Now, the Modern Society wishes that those who are “unfortunates” to be born with the inborn “Genetic ” pattern different from the “main stream” Human population, leading to a “different sexual orientation”MUST be accepted as the HUMAN BEINGS with Love.
This “new” realization demands “rethinking” our NORM of the Human Society.
There are some “scientific proofs” for such backs the “Genetic Errs” during the Formation of the Human Body. Is this Human made ? Or, is it by the “will of God”?
All Religions teach “love for ALL HUMANS”….It is this founding principle that translates the “dislike & hate” towards the “acceptance” of this Community  by the Main Stream Population.
The words “Gay or Lesbian” which were a taboo are NOW acceptable by the Majority…a few still need to change their attitude towards this Community….it is a slow process which takes the time  to bring about that needed “change” in the Society.
If one sees the SOUL within each Human as the PURE & DIVINE then the acceptance os ALL HUMANS  with LOVE is easy. If one is  on this HIGHER THINKING, then the HATE & DISLIKE  which are born within each of us DISAPPEAR and ONLY LOVE pours out of ALL HUMAN HEARTS.
Only the passage of the TIME will “heal” all Human Hearts. Any major change needs the “time”.
There is NO need of this Community members to “remain in the Closet” and hide the “true identity”.
The Human Society in general has the “experience” of the “good & bad ” beings with their inner motives defining their Nature (Swabhav). Some whose the “sexual orientation” is tradinatinally “normal” may imitate this behaviour. These are the ones who “run away ” & return to the main steam society. There are “some” normal born and
Think of this change as the “God’s Will”.If the “environmental factors” play some role into the “changed Sexual Orientation” or not is not well established as a fact. However, there are some cases of “pretending to be a Gay or Lesbian” just as the “thrill or for self satisfaction in a new life style”But this is not the NORM. Those who claim to be with the ALTERED SEXUAL ORIENTATION are GENETICALLY so because of the BODY MAKE-UP. 
The MAJORITY with the TRADITIONALLY NORMAL ORIENTATION must ACCEPT this FACT and EXTEND LOVE to THESE HUMANS who are also the CHILDREN of GOD.
Dr. Chandravadan Mistry

જુલાઇ 7, 2014 at 12:15 પી એમ(pm) 10 comments

સંસારમાં માનવતા રહી છે કે નહી ?

 

gulab1

 

સંસારમાં માનવતા રહી છે કે નહી ?

 

કોઈ લખે કે આ સંસારમાં માનવતા જરા રહી નથી આજે,

એમાં, થોડું સત્ય અને થોડું અસત્ય સમજી લખું છું હું આજે ! (ટેક)

 

કોણ કહે એવું તમે પૂછો તો કહું પૂછનાર હું છે જ હું,

પ્રષ્નો છે હ્રદયમાં, છતાં જે તમે કહો તે સમજું છું હું,

 

 

પણ, શું કહું આ તો ભાત ભાત લોકોરૂપી સંસાર છે એવું જાણું છું હું,

ગજબ છે આ દુનિયા, સત્ય માટે ના કોઈને પડી છે, એવું જાણું છું હું,

 

 

છતાં, અસત્યને ઠોકર મારી, થોડાસત્ય પંથે ચાલનારા હજું છે એવું પણ જાણું હું,

બસ, આટલી સમજ દ્વારા જીવન જીવવા શક્તિ મળે છે એવું જાણું છું હું,

 

 

એવી સમજમાં પ્રભુનો પાડ માનનારાઓમાં એક માનવી છે તે જ છે હું,

હવે તો, થોડા સત્ય પંથે જાણી,સંસારી જીવન જીવવાની ખુશીમાં છું હું !

 

કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૧૯,૨૦૧૪ ચંદ્રવદન

બે શબ્દો...

આજની કાવ્ય પોસ્ટ છે “સંસારમાં માનવતા રહી કે નહી ?” એ જ સવાલ કર્યો છે.

દરેક માનવીને પોતાનો અનુભવ હશે.

કોઈ ઘટના નિહાળી કોઈને થશે કે આ યુગે માનવતાનો ભાવ રહ્યો જ નથી….તો, કોઈને થશે કે “માનવતા” હજુ છે.

આશા છે તમોને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati asking a question “Is there Humanity in the Humans ?”

Each one of us has the personal experiences. Some may conclude the the Humanity( Manavata) is NO MORE.

While some may say that the Humans have the Humanity & the feelings for the others.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

 

 

જુલાઇ 4, 2014 at 12:30 પી એમ(pm) 12 comments

માનવ આત્મબળ !

 

 

માનવ આત્મબળ !

 

માનવી, આત્મબળને તું જાણ,

જાણી એને, જીવનમાં અપનાવ !……..(ટેક)

 

કોઈ કહેશે આત્મબળ તે વળી શું ?

પ્રષ્ન એવો ભલે, જવાબ એનો હું કહું !

 

માનવ દેહ તો પ્રાણ થકી ટકે,

એવા પ્રાણમાં અપાર શક્તિ રહે,

 

જે કાર્યો થાય તે સર્વ એવી શક્તિ દ્વારા થાય,

જે વપરાય તેમાં તો ફક્ત તલભાર શક્તિ વપરાય,

 

જ્યારે મનડું કહે આ કાર્ય છે અશક્ય,

ત્યારે, આત્મબળ કહે એ તો છે શક્ય,

 

આત્મબળ દ્વારા અપાર હિંમત મળે,

હિંમત થકી, છુપાયેલ શક્તિ સહારે આવે,

 

જે અશક્ય હતું તે શક્ય નજરે આવે,

ત્યારે, આત્મબળની સમજ માનવને આવે,

 

ગરીબ ભુખ્યો, અંધો કે લુલો લંગડો જે કે અસહાય હોય,

તે લાચારીમાં આત્મબળને જ કેદી કરતો હોય,

 

એવી હાલતે, આત્મબળની શક્તિ સહાયરૂપે કદી ના હોય,

એ જ કારણે લાચારીની જીત સદા જીવનમાં હોય,

 

કદી જો, બુરી હાલતે, કોઈ આત્મબળને જાગૃત કરે,

તો, અપાર શક્તિ મેળવી, જીવન બાજી એ બદ્લે !

 

આત્મબળનો મહિમા,ચંદ્રે સરળ રીતે સમજાવ્યો,

 

જે કોઈ સમજે, જીવન એનું ધન્ય થયું એવું તમે જાણો !

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૪,૨૦૧૪                  ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ “માનવ આત્મબળ” છે.

આ કાવ્ય દ્વારા સૌને આત્મબળની સમજ આપવાનો મારો પ્રયાસ છે.

માનવ દેહની અંદર એક અદભુત “શક્તિ”છુપાયેલી છે.

માનવ એવી શક્તિ વિષે ભુલી જાય છે.

સંજોગો આધારીત ઘટનાઓ સમયે માનવી આત્મબળને ભુલી “લાચારી” અનુભવે છે.

મારા કાવ્યનો હેતુ એક જ છે>>>માનવીએ એના “આત્મબળ” વિષે જાણી, એવી છુપાયેલી “શક્તિ”ને ફરી જાગૃત કરી, સંજોગો સાથે લડવાનું છે.

બસ, આ જ સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Poem in Gujarati is titled “MANAV ATMABAL”.

It means the “CONFIDENCE of the SELF”.

This is the “potential fighting spirit” that is hidden within each Human.

One must “activate” that spirit & fight the adversity as faced at a given circumstance.

If one does not do that, one is disappointed & sad….and thus “self defeated”.

The realisation that such a “power” exists within is the key to the successes in the life.

This is the  MESSAGE conveyed in the Poem.

Dr. Chandravadan Mistry

 

જુલાઇ 1, 2014 at 1:24 એ એમ (am) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031