Posts filed under ‘ચંદ્રવિચારધારા/Chandravichardhara’

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

 

 

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

 

 7844e-floweranimation

 

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

On Tuesday, 9, 2015 8:55 AM, ken p <drkp168@gmail.com> wrote: June 9,
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
નમસ્કાર,
હું લેખક,કવિ કે સાહિત્યકાર  નથી .પણ એક  એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે   મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.
જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને  શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએહિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી  લિપિમાં કેમ નહિભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય?જટિલ લિપિઓથી વિભાજીત ભારતને ગુજનાગરી લિપિની સરળતા ક્યારે સમજાવીશું?
 
ગુજરાતી ભાષા કક્કો રચનાર ને  સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે પંડિતો દેવનાગરી લિપિ સિવાય અન્ય લિપિને પવિત્ર માનતા નથી કેમ ?ગુજરાતમાં  બે લિપિ(ગુજનાગરી +રોમન) શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?
 
જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો  હિન્દી  કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી વિદ્યાર્થીઓને અમારી લિપિમાંજ શિખવવાનો આગ્રહ રાખીશું  .બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને  આ જ નિતી અપનાવવાની જરૂર છે.આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય  અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.
બીજું ઘણી જ  વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત  અંગ્રેજીમાં આપેલી હોય  છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ  હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ  છે ? કેમ ? વીદ્યાર્થીઓને  હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?
 
આધુનિક  ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને વેગ  કેમ આપી રહ્યા છે ? હિન્દી શીખે છે  પણ ગુજરાતી અન્ય રાજ્યોને  શીખવાડી શક્તા નથી.આમ કેમ? રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપિ નો અને ભાષાનો  રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?
ગુજરાતીઓ  એ ફક્ત હિન્દી  પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે ,ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી સ્કૂલો છે , તેમનો ધ્યેય  શું છે,તેમના હિન્દી  પ્રચાર મંત્રો શું છે  અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમાં માં શક્ય છે કે નહી  તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
 
આ ઈન્ટરનેટ યુગમાં સર્વે  ભારતીય ભાષાઓ સ્વલિપિમાં ,ભાષા લિપિ રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
ભલે બોલો,શીખો હિન્દી પણ લખો  ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! 
 
આભાર સાથે,
કે એન પટેલ 
નિવૃત્તિ માં પ્રવુતિ સાથે…
USA
Some Links:
લિપિ રૂપાંતર / Lipi Rupaantar:
હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ અહીના મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે……..આમ કેમ? 
Hindi Will Destroy Marathi Language, Culture and Identity in Mumbai and Maharashtra (India)
હવે જોઈએ છીએ કે ગુજરાતીમાં કેટલી માહિતી મળેછે?
આ વેબસાઈટ પર જેટલી અન્ગ્રેજીમાં માહિતી હોય તેટલીજ માહિતી ગુજરાતીમાં મેળવવા ગુજરાતીઓએ સક્રિય રહેવું જરૂર છે.
See Upper right hand Corner.
Search…..My Account……English(see below English a list of languages)
 
 
This site opens in all languages but not in Gujarati. Why?

http://www.narendramodi.in/

 

વાંચકો, તમે શ્રી કે.એન. પટેલની વિચારધારા જાણી.

એ ઉપરનું લખાણ મને એક ઈમેઈલ દ્વારા મળ્યું હતું.

આ લખાણ વાંચવા પહેલા શ્રી પટેલની આ વિચારધારા મેં અન્ય બ્લોગમાં વાંચી હતી.

એમના દરેક લખાણમાં એમના હ્રદયના ઉંડાણમાં ભરેલા “એમના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ”ના દર્શન જરૂર થાય છે.

એવા ભાષા-પ્રેમીને મારા પ્રથમ વંદન !

ચાલો…પ્રથમ આપણે એમના શબ્દો “ગુજરાતી લીપી (લખવામાં) સરળ છે” પર ચર્ચા આરંભ કરીએ.

એ વાક્યમાં જરૂર સત્ય છે.

પણ…હિન્દી ભાષા લખનાર કે અંગ્રેજી ભાષા લખનાર એવી સરળતાનો ઉલ્લેખ કરી શકે છે. એના હ્રદયમાં “હિન્દી” કે “અંગ્રેજી” પ્રત્યે એવો જ ઉંડો પ્રેમ હશે તો જ એઓ એવો દાવો કરી શકે. આ પ્રમાણે કહેવું એ પણ એક “સત્ય” કહેવાય. આવા સત્યનો સ્વીકાર એક “ગુજરાતી ભાષા પ્રેમી”માટે ઘણું જ કઠીણ કાર્ય બની જાય.

ચાલો, આવા સત્યના સ્વીકારની વાતને આગળ લઈ જઈને આપણે વધુ ચર્ચા કરીએ.

દરેક ભાષા પ્રેમી પોતાની ભાષાને “મોટું મુલ્ય” આપી મહત્વતા આપે છે. આ કંઈ ખોટું નથી.

આવી “કબુલાત” કરી, આપણે હવે “ઉંડાણ”માં જઈ ચર્ચા ચાલુ રાખીશું તો કેવું ?

ભારત દેશનો દાખલો લ્યો !

ભારતમાં પ્રાન્તે પ્રાન્તે “જુદી જુદી ભાષા”…અરે, એક પ્રાન્તમાં પણ જુદા જુદા વિસ્તારે “જુદી જુદી બોલી”.

પણ…સર્વ ભાષાઓનું મૂળ છે “સંસ્કૃત”ભાષા.

તેમ છતાં, ભારતના દક્ષિણ રાજ્યોની બોલાતી “ભાષા” અને ઉત્તર રાજ્યોમાં બોલાતી “ભાષા”માં ફરક.

ઉત્તરના રાજ્યોની “બોલી” સાથે “હિન્દી”ભાષા….વસ્તી પ્રમાણે “અનેક વ્યક્તિ” હિન્દી સાથે નાતો જોડી શકે.

જ્યારે, અંગ્રેજ સત્તા હઠાવી ભારત સ્વતંત્ર થયું ત્યારે આવા “આધાર” પર “હિન્દી”ને રાષ્ટભાષા ગણવામાં આવી હતી.

ઉત્તર કે દક્ષિણ વિસ્તારના ભારત રહીશો જો “આવી સમજ” અપનાવતે તો….આજે સર્વ રાજ્યોમાં ત્યાંની “લોકલ” ભાષા સાથે સૌ હિન્દી શીખતા હોત. જેવી રીતે “અંગ્રેજ સત્તા” સમયે સૌએ “પ્રેમથી અંગ્રેજી ભાષા” શીખી તે પ્રમાણે રાષ્ટભાષા હિન્દી માટે પણ સૌને “ગૌરવ”ભર્યો પ્રેમ હોત !

પણ…જ્યારે અસલ રાજા રજવાડા હતા અને “ફક્ત પોતાનું જ ભલું ” જોવાની ટેવનો લાભ લઈ અંગ્રેજોએ “આપણી એકતા” તોડી હતી તે જ પ્રમાણે આજે સ્વતંત્ર ભારતમાં “હિન્દી તો ઉત્તરની ભાષા , એ નથી આપણી”ના સુત્રે સૌ ભારતવાસીઓ  લડી રહ્યા છે. અને “અંગ્રેજી”ને મહત્વ આપી રહ્યા છે. ભલે, અંગ્રેજી ભાષા ભારતમાં ચાલુ રહે પણ આટલા વર્ષોમાં સર્વ રાજ્યોમાં ત્રણ ભાષાના કાયદે ” હિન્દી, અંગ્રેજી અને પ્રાન્તીક”ભાષામાં શિક્ષણનો પ્રકાશ હોત…. અને પરલોકથી ગાંધીજી  અને અન્ય દેશ-પ્રેમી નેતાઓ ખુશી અનુભવતે.

હવે…અંતે વાત રહી “ગુજરાતી ભાષા”ની.

ઉલ્લેખ થયો કે હિન્દી ભાષારૂપી લખાણ સરળતાથી “ગુજરાતી”લીપીમાં લખી શકાય.

તો એજ પ્રમાણે ગુજરાતી લીપી લખાણ પણ “હિન્દી” લીપીમાં સરળતાથી હોય શકે.

અરે…ગુજરાતી લીપી લખાણે “અંગ્રેજી લખાણ” પણ હોય શકે.

આજે ગુજરાતીઓ ગુજરાતી ભાષા પ્રેમી હોવા છતાં હિન્દી ભાષાને માન આપે છે.

આવું “માન” અને “સ્વીકાર” જો ભારતના સર્વ રાજ્યોમાં શક્ય થશે તો જ એક દિવસ ભારતને “એક રાષ્ટભાષા” મળશે.

અંતે…મારે મારી વિચારધારારૂપે એટલું કહેવું છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાને મહત્વ જરૂર મળવું જોઈએ….આજે ગુજરાતી ભાષામાં “અંગ્રેજી” શબ્દોનો વપરાશ વધ્યો છે…જેના દર્શન અખબારોમાં પણ થાય છે. તો, ગુજરાતીને “રાષ્ટલીપી” કરવાના સ્વપ્ન કરતા તો શાળાઓમાં ગુજરાતી ભાષાની “શુધ્ધતા” કેવી રીતે જાળવી શકાય તેના પર વિચારવા જેવું છે.

આ રહી મારી “ચંદ્ર-વિચારધારા”.

હવે તમો પણ તમારા વિચારો પ્રતિભાવરૂપે જણાવશો એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is 19th as the CHANDRA-VICHARDHARA.

The TOPIC is making GUJARATI as the MEDIUM for writing  GUJARATI/HINDI as the SCRIPT ( Lipi).

Thus….in the Words of  K.N. PATEL as the NATIONAL GUJNAGIRI SCRIPT is the ULTIMATE DESIRE.

I had expressed my VIEWS.

I feel that one day ALL STATES of INDIA will ADOPT 3 LANGUAGES for the EDUCATION ( HINDI as the National Bhasha…..ENGLISH as the Additional Communication Bhasha for the INTERNATIONAL Needs and the LOCAL REGIONAL Language as the MANDATORY 1st Language at the SCHOOLS ).

These are MY VIEWS…You must express YOURS.

Dr. Chandravadan Mistry.

જૂન 11, 2015 at 12:26 પી એમ(pm) 8 comments

ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ?

ચંદ્રવિચારધારા (૧૮) …સુખ યાને હેપીનેસ એટલે શું ?

૩૦મી માર્ચ,૨૦૧૫ના દિવસે, વિનોદભાઈ પટેલે એમના બ્લોગ “વિનોદ વિહાર”પર “સુખની શોધમાં આખું જગત”નામે એક પોસ્ટ પ્રગટ કરી. એ પોસ્ટ મેં વાંચી અને પ્રતિભાવ આપ્યો. એ પ્રતિભાવમાં મારા “કાવ્ય”રૂપે થોડી વિચારધારા હતી. એ વાંચ્યા બાદ, વિનોદભાઈએ મને એક ઈમેઈલ મોકલ્યો. જે તમો સૌ નીચે વાંચી શકો છો>>>>

 

New comment on વિનોદ વિહાર

જગત દોડી રહ્યું આજે ,સુખ ખુશીની શોધમાં, ભુલાતી …
વિનોદભાઈ,
તમો તમારા બ્લોગ પર વીડીયો સાથે માહિતી પ્રગટ કરો છો તે વાંચી ખુબ જ આનંદ થાય છે.
આ પોસ્ટ હતી સુખ કે આનંદ વિષે.
જાણેલું વાંચી હૈયું અને મનડું ખુશી,
અજાણને જાણી હૌયું અને મનડું ખુશી,
સુખ કે હેપીનેસ જે માનવી કહે કે ઈચ્છે,
એ મેળવવા હૈયા મનડે આશાઓ ભરે,
આશાઓ ફળતા માનવ કહે હું છું ખુશ,
આનંદ એવો માણી, પળભર છે એ ખુશ,
તો “પરમ આનંદ” શું છે જરા તમે મુજને કહો,
જે દેહના ઉંડાણમાંથી તેને “પરમ આનંદ” કહો,
જેમાં રહે પ્રભુરૂપી દિવ્ય પ્રકાશ, એવું તમે જાણો,
સમજ એવી ગ્રહણ કરી, સચ્ચિદાનંદને પહેચાણો !
>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar..Your Comments give the Happiness !

 

 

હિન્દુ ધર્મ કે સનાતન ધર્મની વિચારધારા પ્રમાણે “ખરૂં” સુખ યાને “પરમ સુખ” એટલે “પરમ આનંદ”. એ અનંત હોય….જ્યાં “પરમ તત્વ”કે પ્રભુની અનુભુતી હોય.

પણ….સંસારી માનવી “મોહમાયા”થી લીપટાયેલ હોવાના કારણે ફક્ત “ક્ષણભર” આનંદને અનુભવી શકે છે.

માનવ દેહ સાથે મળેલા “જીવ”નો સ્વભાવ દેહ ભીતર સમાયેલ પ્રભુ તત્વના કારણે હંમેશા “આનંદ”ની શોધમાં જ હોય છે.

માનવનું “મન” એને આનંદ પ્રાપ્ત કરવા વિચારો જાગૃત કરે છે….અને ત્યારે એનું “હ્રદય” એને આનંદ મેળવવા દોરવણી/સમજ આપે છે.

સંસારી ઘટનાઓમાં ફાળો આપતા માનવી અંતે પોતાના માટે આનંદ ચાહે છે.

કર્મો માનવી કરે….જ્યારે જ્યારે મુખડે “હાસ્યભાવ” કે “ખુશી”નો અનુભવ થાય ત્યારે ત્યારે ક્ષણો માટે જે અનુભવે તેને આનંદ કહી માનવી મનમાં “શાંતી” પણ અનુભવે છે.

જ્યારે જ્યારે સંજોગો કે ઘટનાઓ મુખડે “આંસુંઓ” કે મનમાં “અશાંતી” લાવે ત્યારે ત્યારે “આનંદ” માનવીથી દુર હોય.

અને, માનવી ફરી ફરી આનંદની “શોધ”માં રહે છે.

આ પ્રમાણે જીવનભર માનવીની “આનંદ માટેની દોડ” ચાલું જ રહે છે.

“ક્ષણભર્યા” આનંદથી સંતોષ માની લેતા માનવી આ સંસારમાં અંધકારમાં રહે છે.

પણ….જીવન સફરે કદી માનવી કોઈ ઘટના કારણે કે પછી કોઈ જ્ઞાનીના માર્ગદર્શને મન અને હૈયામાં “દિવ્ય શક્તિ”પ્રકાશની સમજ મેળવી શકે તો એ ત્યારે “ક્ષણભર્યા આનંદ” ને બદલે “પરમ આનંદ”મેળવવાની આશાઓમાં રહે છે.

જ્યારે કોઈ પણ માનવી “પરમ આનંદ”ની સમજ મેળવે ત્યારે એનું “સ્વ”પણું દુર થાય અને એની નજર “અન્ય” તરફ વળે છે….માનવ હૈયે અન્ય પ્રત્યે “પ્રેમ” જાગૃત થતા, એ અન્યના “સુખ”નું વિચારે. આવું માનવ “પરિવર્તન” એટલે માનવી જરૂરથી એના જીવનમાં “પરમ આનંદ”તરફ આગેકુચ કરી રહ્યો છે ….આ છે મારો મત !

આથી મારે અંતે આટલું જ કહેવું છે>>>

ફક્ત પોતાના આનંદનું ત્યાગી, અન્યના આનંદમાં ખુશી અનુભવવાની આદત દ્વારા હૈયે “પ્રેમ ઝરણા”વહે તેમાં સ્નાન કરતા માનવી “ક્ષણભર્યો” આનંદ અનુભવી અંતે પરિવર્તનરૂપે “પરમ આનંદ”ને પામી શકે છે….અને કદી “પરમ આનંદ” ના પણ મેળવી શકે તો પણ એનું જીવન ધન્ય બની ગયું હશે. 

આ રહી “ચંદ્રવિચારધારા” !

હવે…તમો આ પોસ્ટ વાંચી મારી સાથે સહમત હોય કે નહી, પણ તમારી વિચારધારા તમારા પ્રતિભાવરૂપે જરૂરથી જણાવશો.

હું તમારા પ્રતિભાવો વાંચવા આતુર છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

WHAT IS HAPPINESS ?

This is the TOPIC discussed in this Post.

Such DISCUSSIONS had been published in other Blogs too.

Here I am telling my VIEWS as CHANDRAVICHARADHARA.

AND INVITING YOU ALL TO READ & EXPRESS YOUR VIEWS.

I will be eager to read your VIEWS as your COMMENTS.

 

Dr. Chandravadan Mistry

મે 5, 2015 at 12:41 પી એમ(pm) 6 comments

ચંદ્રવિચારધારા (૧૭)…..ચંદ્ર ચંદ્રને પૂછે….”સ્વ”ની ઓળખાણ માટે કરેલો પ્રયાસ !

 

ચંદ્રવિચારધારા (૧૭)…..ચંદ્ર ચંદ્રને પૂછે….”સ્વ”ની ઓળખાણ માટે કરેલો પ્રયાસ !

એક દિવસ ચંદ્ર “દેહ”રૂપે  ચંદ્ર “આત્મા”ને સવાલો કરી પૂછે>>>

 
 
(1)તું નોકરી કરી પરિવાર માટે ફરજ શા માટે બજાવતો હતો ?  શું એ તારો સ્વાર્થ હતો ?
(2)તું દાનો કરે છે…તો શાને એ વિષે સૌને કહે કે એવોર્ડે નામ લખે ?
(3)તો, તું અભિમાની છે ! એ સત્ય છે ?
(4)તું જન્કલ્યાણ કાર્યો કરવા અધીરો બને..તો શું એ યોગ્ય કહેવાય ?
(5)કાવ્યો લખે તેને કાવ્યો અનેક ના માને છતાં શાને લખતો રહે ?
(6)તું કહે તારામાં ભક્તિભાવ છે ? શા માટે એવું માનવુ જોઈએ ?
(7)કોઈ કહે હવે પરિવારને છોડી અન્ય માટે સમયનો ભોગ આપે…તો એમાં સત્ય શું ?
(8)ભક્તિથી ભરપુરનો દાવો કરે પણ પ્રભુને જોયા છે ?
(9)કાંઈ સમજાતું નથી તું ખરેખર કોણ છે ?
 
 
જવાબરૂપે ચંદ્ર કહે>>>
 
(9)જવાબરૂપે ચંદ્ર કહે મારે પહેલા જણાવવું છે “હું કોણ છું ?”
એક માનવ દેહરૂપી પ્રાણી, જે આ જગમાં પ્રભુની કૃપાથી જ છે.
આ માનવ દેહને “ચંદ્ર્વદન” નામે સૌ ઓળખે.
પણ, એ તો ફક્ત એક નામ !
તો ફરી સવાલ રહે “હું ખરેખર કોણ ?”
જો હું આ જગમાં ટુંક સમય માટે પ્રભુકૃપાથી છું તો કહો મને “એક પ્રભુપ્રસાદી”.
આ પ્રમાણે “હું”માં પ્રભુનો કૃપારૂપી અંસ.
આવા મારા સ્વીકાર દ્વારા “હું” મટી ફક્ત પ્રભુઅંસ બની જાઉં છું.
મારૂં “હુંપદ” ગાયબ !
એક માનવ દેહધારી પ્રાણી જેને “ખરા ખોટા”ની સમજ.
આવી સમજ આધારે કર્મો કરતો માનવી.
બસ, હવે મને સંતોષ થયો.
હવે અન્ય સવાલોના જવાબો આપવા મને શક્તિ મળી રહી છે.
(1)૨૦૦૬માં ડોકટરી નોકરી શા માટે છોડી ?
એકધારી ૨૫ વર્ષની નોકરી….પ્રભુનો પાડ માન્યો કે ૧૯૮૯માં હાર્ટ સર્જરી દ્વારા “નવજીવન” આપ્યા બાદ એક ડોકટર તરીકે “જનસેવા” કરવાની તક મળી. જીવનમાં અન્ય રીતે પણ જનસેવા યજ્ઞ ચાલુ રહી શકે એવા વિચારે નિવૃત્તિનો સ્વીકાર કર્યો.
(2)પરિવાર માટે કાઈ કરવું એ શું સ્વાર્થ કહી શકાય ?
આ સવાલનો જવાબ આપું ત્યારે મારે નીચે મુજબ કહેવું છે >>>
માનવી જે દેહ ધારણ કરે તેની કાળજી રાખી તંદુરસ્તી માણવી એ શું સ્વાર્થ કહી શકાય ? એ તો માનવીની ફરજ કહેવાય.
તો,પત્ની/સંતાનો કે માતા-પિતા જેની સાથે નાતો હોય તેની જવાબદારી લેવી એ પણ ખરેખર તો એક “ફરજ” જ કહેવાય.
તો…હું કહું કે જે થકી પરિવાર પ્રત્યેની ફરજ બજાવતા જો “કાંઈક વધે” ત્યારે અન્ય જેને સહકારની જરૂરત હોય તેઓને યાદ કરી “ફુલ નહી તો ફુલની પાંખડી”રૂપે કાર્યો કરવા એ પણ એક ફરજ બની જાય….આથી જો આ છેલ્લી ફરજનું પાલન ના થાય ત્યારે ફક્ત પરિવારની સેવા “સ્વાર્થ” બની જાય છે.
(3)હવે સવાલ છે દાનો વિષે.
તો એના જવાબમાં>>>
દાન શું ? દાન એટલે અન્યના ભલા માટે કંઈક કરવું.
ભુખ્યાને અન્ન કે તરસ્યાને પાણી…દાન સ્વરૂપ જ કહી શકાય.
ગરીબને કે દુઃખીયાને સેવા કરવી એ પણ દાન કહેવાય.
એક વ્યક્તિને સહાય કે અનેકને સહાય એ શક્તિ આધારીત છે.
જ્યારે સમજ કહે કે “ગરીબાય શિક્ષણથી હટાવી શકાય !” ત્યારે એવી સમજ જીવનમંત્ર બની જાય.
શિક્ષણ ઉત્તેજન માટે શાળામાં ભણતા બાળકો માટે “ઈનામો/એવોર્ડો”આપવાનું યોગ્ય લાગ્યું.
એથી જ “ટ્રોફી” યોજના….સમાજને “નામ” જોઈએ તો શા માટે વિરોધ ?  ત્યારે મારા હ્રદયે એક જ વિચાર “બાળકોનું ભલું” અને મારો કોઈ સ્વાર્થ નહી.
આજે એવી યોજનાના પરિણામરૂપે મને ખુબ ખુશી છે.
(4)મારામાં “અભિમાન” છે ..શુ એ સત્ય છે ?
આ સવાલના જવાબમાં>>>>>
અભિમાન જ માનવીનો મુખ્ય “શત્રુ” છે.
એનો ત્યાગ કરવો સહેલો નથી જ !
જ્યારે મેં આગળ જણાવ્યું કે મેં મારા “હુપદ”નો ત્યાગ કર્યો છે તેને તમો માનો તો સમજાવવું સહેલ છે.
જે “બહાર” દેખાય તેવું “અંદર” પણ એવું …
આ સવાલનો જવાબ આપું તે પહેલા હું કહું કે આગળના જવાબને તમે ફરી વાંચો.
અન્યના ભલા માટે હંમેશા મારા હ્રદયમાં વિચારો…કદાચ પ્રભુ મને “એની પ્રેરણા”રૂપે કહેતા હશે…અને એથી જ હું મારા વિચારોને “પ્રભુના આદેશ”રૂપે નિહાળી અમલમાં મુકવા પ્રયત્નો કરતો રહું છું..આવું અનુમાન જ ખોટી સમજ પર દોરે છે.
કોઈ શુભ કાર્ય થાય ત્યારે એની ખુશી સાથે પળ માટે “હુંપદ”રૂપી અભિમાન દોડતું આવે..પણ એવા સમયે “બધું જ પ્રભુ ઈચ્છાથી થાય”ના મંત્રે હું કાર્ય અને પરિણામને પ્રભુને જ અર્પણ કરૂં છું.
આ પ્રમાણે અભિમાન આવે કે નહી પણ સર્વ કાર્યો હું પ્રભુને અર્પણ કરી જીવનમાં આગેકુચ કર
 
(5 ) કાવ્યો લખે પણ કોઈ એને કાવ્ય ના કહે તો શા માટે લખતા રહો ?
આ સવાલના જવાબરૂપે>>>>
ખરેખર તો, આ સવાલનો જવાબ મેં અનેકવાર બ્લોગ પર કહી જ દીધો છે.
ફરી એક સારરૂપે….શબ્દો મારા હ્રદયમાંથી વહે…જે પ્રમાણે ગોઠવાય તેને હું કહું “કાવ્ય જેવું” થયું…કારણ કે હું કવિ છું એવો દાવો મેં કદી કર્યો જ નથી….અન્ય સાહિત્યરૂપી અર્થ કે અન્ય કારણે એનો કાવ્ય તરીકે સ્વીકાર ના કરે તે માટે નિરાશા કે દર્દ નથી.જે હ્રદયમાંથી “વિચારો” વહે તે પ્રભુપ્રેરણાથી જ છે….મારૂં આ નથી….તો શા માટે પ્રભુપ્રેરણાઓને દબાવું ?
(6) મારો ભક્તિભાવભર્યાનો દાવો…એનો પુરાવો શું ?
આ સવાલના જવાબરૂપે>>>>
ભક્તિ તો હ્રદયની હોય. બહારથી એનું દર્શન હોય શકે….પણ “અંદર”નો જે ભાવ તે ફક્ત “સ્વ” જ જાણી શકે, અને બીજુ કોઈ એક તે પ્રભુ.
તો…અન્ય મારા ભક્તિભાવને માને કે ના માને તે માટે મને કાંઈ ચિન્તા નથી અને કોઈ પુરાવો આપવાની જરૂરત નથી. સત્ય પ્રભુ જાણે !
 
(7 ) હવે કોઈ કહે તું પરિવારના સર્વેને ભુલી અન્યનું જ કરે …કેમ ખરૂ ને ?
આ સવાલના જબાબરૂપે>>>>
હું એક સંસારી માનવી. સંસારી થઈ માતા-પિતા, પત્ની, સંતાનો અને અન્ય નજીકના સાથે નાતો એ જ પરિવાર.
જે નજીક..જેને માટે જવાબદારીઓ એજ મારી ફરજોરૂપે હું નિહાળું.અહીં, છુપાપેલો છે “પ્રેમ”…એ હ્રદયની અવસ્થા કોઈ ના ખરેખર જાણી શકે.
જ્યારથી “સમજ” મળી ત્યારથી પરિવારને કદી ભુલ્યો નથી જ એ જ સત્ય છે.
જેમ પરિવારનું “ભલું” ચાહું તે પ્રમાણે અન્યના “ભલા” માટે થોડાથી વધું માટે પ્રયાસો હોય તેમાં પરિવારને ભુલ્યાનો સવાલ ના જ આવે…..તો, આ અંતિમ શબ્દોમાં તમોને જવાબ મળી ગયો હશે. એવો સ્વીકાર તમે ના કરો તો તમોને પ્રણામ !
 
(8 ) પ્રભુને જોયા છે ?
આ સવાલના જવાબરૂપે>>>>
તરત જ હું કહું ” હા ! “.
તરત જ તમે પૂછશો “ક્યાં અને ક્યારે ?”.
તો, હું કહું આકાશ…ધરતી પર નજર કરો. જે તમે નિહાળ્યું તે સર્વમાં “એક શક્તિ” નિહાળો. સુક્ષ્મ છે કે જે અતી દુર છે તેને તમે નિહાળી શકાતા નથી તેમાં પણ “એ જ શક્તિ”ને નિહાળો.
આટલું કર્યા બાદ..તમારા જ પોતાના દેહમાં છુપાયેલી અપાર શક્તિનો ખ્યાલ કરો.
અંતે તમોને થશે કે આ તો ” એક જ શક્તિ” છે…આ શક્તિ તે જ પ્રભુ કે સર્જનહાર.
માનવ દેહ આપી રામ કે કૃષ્ણ કહો. કે એવા “ધર્મ”રૂપી વિચારથી દુર રહેવું હોય તો શક્તિ કહો.
મેં પ્રભુના દર્શન કર્યા તે પ્રમાણે તમે પણ જરૂર કરી શકશો….શું વિચારો છો ?….

બે શબ્દો…

આ પોસ્ટનું લખાણ જાન્યુઆરી ૨૦૧૫માં થયું.

એક દિવસ રૂમમા હતો અને એક વિચાર….”ચાલ, તું જ પોતાને પૂછ તું ખરેખર કોણ એને સમજી, તું જે કરે તેને અન્ય ના સમજે તો શું !”….અને હું પોતાને જ સવાલો કરતો રહ્યો.

એના પરિણામે આ પોસ્ટ.

તમો પણ કોઈવાર તમારા આત્માને પૂછી જવાબો જાણવા પ્રયાસ કરજો.

તમો સત્ય પંથે હશો તો વધુ કરવા પ્રેરણાઓ મળશે.

તમે જરા પણ અસત્ય તરફ હશો તો એ તમોને ચેતવણીરૂપે હશે…કદાચ, તમે આવી ચેતવણી નકારો, તો પણ એક દિવસ સંજોગો તમોને સહી રાહ બતાવશે.

આ બધું “મારી વિચારધારા” પ્રમાણે કહી રહ્યો છે…તમે “તમારી વિચારધારા” તમારા પ્રતિભાવરૂપે કહેશો તો વાંચી આનંદ થશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is the expression of my thoughts as CHANDRA-VICHARDHARA.

The Topic is the ANALYSIS of the SELF.

This attempt is done by QUESTIONING the INNER SELF.

Hope you enjoy this Post.

The QUESTIONS are COMMON to ALL….You may have different ANSWERS to these….Hope you will TRY to QUESTION YOURSELF.

Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 13, 2015 at 1:48 પી એમ(pm) 5 comments

ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ

SELF THINKING & getting the GYAN

 

0001

GROUP THINKING & SHARING the GYAN

ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ

માનવી એક જીવ તરીકે જગતમાં જન્મે ત્યારથી એના છુપપેલા “સ્વભાવ”રૂપે ફક્ત “આનંદ”ની જ ઈચ્છા રાખે છે.

જીવનસફરે એ એવા આનંદની શોધમાં રહે છે.

એવી શોધમાં એ સંસારી “મોહમાયા”ના બંધને બંધાય છે. “ક્ષણીત” કે પળભરના આનંદ મળતા એને જ “પરમ આનંદ” માની લેય છે. આવો ભ્રમ સ્વભાવીક છે કારણ કે મોહમાયા, જે પ્રભુએ જ ઘડેલી તેની સાથે સામનો કરી હટાવવી કે જીત મેળવવી સહેલી વાત નથી. ગીતામાં મોહમાયાના કરેલા ઉલ્લેખ મુજબ દરેકે પોતાની જાતે જ સામનો કરી જીત મેળવવાની છે. આ કાર્ય કઠીણ પણ અશક્ય તો નથી જ.તો, અહીં સવાલ ઉભો થાય છે “મોહમાયાનો ત્યાગ”. આ સવાલનો જવાબ આપવા પહેલા માનવ જીવનના “ઉંડાણ”થી દર્શન કરીએ. એક બાળક જન્મ લેતા જ રડે, હસે, હાથ અને પગો હલાવે….દુધથી ભુખ ભાંગે, શ્વાસોથી હવા મેળવે….આ બધી ક્રિયાઓ એટલે “કર્મો” કરવાની શરૂઆત. જેમ બાળક મોટો થાય તેમ એને “સમજ” મળે અને તો પણ એ એની ઈચ્છા પ્રમાણે કે ઈચ્છા વિરોધ “કર્મો” કરે.આ જીવન સફરમાં પ્રાણ ટકાવવાના માટે હવા લેવી, પાણી કે અન્નનું ગ્રહણ કરવું તો “ફરજિયાત” કર્મો પંણ ચાલવું કે ના ચાલવું, કોઈને મદદરૂપે સહાય કરવું વિગેરે તો “ઈચ્છા આધિન” કર્મો જેમાં “જોયેલું,જાણેલું, સાંભળેલું ” એ સર્વનો સમાવેશ થાય. આ બધા “અનુભવો” એને “જ્ઞાન પંથ” તરફ દોરે છે. જ્ઞાન પ્રકાશ જ માનવીને “મનની સ્થીરતા” અને “આત્મબળ”જેવી સમજ આપે છે.

પણ….સંસારી મોહમાયા એનો પીછો છોડતી જ નથી. આ જાણી, હું કહું કે …..એવા સમયે, “સ્વીકાર” અને તે પણ “સંતોષભર્યો સ્વીકાર” જ મનની શાંતી અને પરમ આનંદની પ્રાપ્તી માટે પહેલું પગલું છે.

તમે મને તરત જ પૂછશો જે ઃ”એ કેવી રીતે ?”

માનવીને કર્મો તો કરવા જ પડે…અહીં કોઈ છુટકારો તો નથી જ, એ એક હકિકત છે.

માનવી પોતાના દેહને નિહાળે. એ દેહની કાળજી લેતા એ તંદુરસ્ત રહે અને આનંદ અનુભવે. આ આનંદમાં લીપટાઈ એ “સ્વ”ના મોહમાં પડે. તો, શું એ સ્વાર્થી છે ?  દેહની કાળજી રાખવી એ સ્વાર્થ ના ગણી શકાય. એની સાથે, એ એની નજીકના સર્વોને નિહાળી એઓ માટે કરે..યાને પરિવાર માટે કર્મો કરે. તો, પરિવારના “ભલા” માટે કરવું એ “સ્વાર્થ” કહેવું ? માનવી એને એની ફરજ ગણી કરે અને આનંદ અનુભવે તો એમાં શું ખોટું ?

માનવ સફરે પોતાનું અને પોતાના પરિવારનું કરવું એ શરૂઆતરૂપે “સ્વભાવીક” પગલાઓ છે. પણ જ્યારે આવી સફર ચાલુ હોય ત્યારે પરિવાર સિવાય “અન્ય” માટે વિચારો રાખવા, ખીલવવા, અને અન્યના “ભલા” માટે કર્મો કરવા એ જ “સેવા”ની શરૂઆત.

આ પ્રમાણે…માનવ જીવનમાં પરિવર્તન ….અને પરિવર્તન જ જીવનનો એક અંસ.

હવે…જરા માનવીના “મન” વિષે વાતો કરીએ. મનને એક રીત માનવીનો “સાથીદાર”. મન દ્વારા જ એની “વિચારધારા”. મનને કોઈ બંધનો નહી, એ આઝાદ. એથી જ ચંચળ અને ભટકતું રહે. મનની ચંચળતા એટલે “મોહમાયા” નજીક જવાની વાત થઈ. કર્મો તો કરવા જ પડે. કોઈ પણ કર્મનું “પરિણામ” શું એનો માનવી અજાણ..ઈચ્છા મુજબ હોય તો ખુશી, અને ઈચ્છા વિરોધ હોય તો “નિરાશા” સાથે દુઃખ, ક્રોધ વિગેરે. અહીં આવે છે “સ્વીકાર”ની ઘડી. જો એવા સમયે “સંતોષ”નું જોડાણ હોય તો એ “સંતોષભર્યો સ્વીકાર” હોય શકે. સુખ કે દુઃખને અનુભવવું એ તો મનનું કાર્ય. મનને “સ્થીર” કરવું એ “સ્વીકાર” માટે પહેલું પગલું. કર્મનું પરિણામ આપણા હાથમાં નથીની સમજ માનવીને “સંતોષભર્યા” સ્વીકાર કરવા પ્રેરણા આપે છે. સુખ કે દુઃખને “સમભાવે” નિહાળવાની શીખ મળે છે…આવી શીખનું પાલન એટલે માનવ “વૃત્તિ”માં બદલાવ.કર્મોનું “ફળ” કે પરિણામ સ્વીકાર કરવાની “ટેવ”.

હવે, આ સ્વીકારને અન્ય દ્રષ્ટિએ નિહાળીયે.

કોઈક, સ્વીકાર કરતા સમયે “ભાગ્ય”ને વચ્ચે લાવે.સ્વીકાર કરતા એ કહે “ભાગ્યમાં લખ્યુ હતું એથી થયું”. દરેક માનવી પુર્નજન્મના હિસાબરૂપે ભાગ્યરૂપી “ખજનો” લાવે, એવી સમજને યોગ્ય માનીએ. પણ, પૂરાણો એવું પણ કહે કે જે ભાગ્યમાં હોય તેમાં “પુરૂષાર્થ”થી બદલાવ લાવી શકાય..એવી શક્તિ તેનું નામ છે “આત્મબળ”. ચાલો, આ વિચારને વધું સમજવા એક સામાન્ય દાખલો લઈએ. બાળક અભ્યાસ કરતા પરિક્ષાઓ લખે. પરીક્ષા એટલે પરિણામ. ધરવા પ્રમાણે સારા માર્કો ના મળ્યા. જો એ બાળક એનો સ્વીકાર કરી શાંત થાય અને વધું મહેનત કરવા એને પ્રેરણા ના મળી શકે અને જાણે ભાગ્યમાં લખ્યું એવું માની લીધું કહેવાય. પણ આ બાળક પરિણામનો સ્વીકાર કરી પોતાને જ કહે વધૂ મહેનત કરી સારૂં પરિણામ લાવીશ” ત્યારે એ એના “આત્મબળ”નો સાથ લઈ પ્રયાસ કરી બદલાવ લાવી શકે છે.

આ  દાખલાની સમજ પહેલા આપી હવે આપણે અન્યના ભલાનું નિહાળીએ. આ વિષયે ચર્ચા કરતા દાનનું કહીશું

માનવી કર્મોથી ધન પ્રાપ્ત કરે. આ કમાણીમાંથી “પોતાને” અને પરિવારનું ભલું નિહાળે. કામણીમાં સંતોષ અનુભવે. આવા સંતોષ સમયે અન્યના ભલા માટે વિચારો રાખે….સંજોગો જોતા બચતમાથી અન્ય માટે કંઈ કરવા વિચારી અમલ કરે. માનો કે એવું ના કરે અને ફક્ત પોતાનું જ વિચારી કમાણી વધારતો જાય એટલે “લોભ”નો જન્મ. અહીં પણ એક રીતે જોતા માનવ સ્વીકાર સાથે “સંતોષ” છે. અહીં “સ્વાર્થ” છે અને ફરી મોહમાયા છે. જ્યારે લોભ હોય ત્યારે એને અન્ય પ્રત્યે “ઇર્ષા, કોર્ધ હાની” ભર્યા વિચારો હોય. તો, “યોગ્ય” સંતોષભર્યો સ્વીકાર શું?

 

મનન વિષે કહી, હવે તમોને હું માનવીની નવી અવસ્થા તરફ દોરી રહ્યો છું. મનનની ટેવ એને વિચારોને “એક પ્રકાશ”માં સ્થીર થયાના દર્શન કરાવે છે. ધીરે ધીરે એવા પ્રકાશમાં “પરમ શક્તિ”નું જ્ઞાન આપે છે. આ પદે પહોંચતા ધીરજની જરૂરત છે. કોઈને આ સમયે એના પ્રભુના દર્શન થાય. આવા દિવ્ય દર્શનમાં “પ્રભુ નથીનો વિચારનો અંત ” આવે છે…”જે છે તે બધું જ પ્રભુ ઈચ્છાથી”ની સમજ પડે છે..એ જાણે અજાણે ભક્તિપંથે હોય છે. જ્યારે માનવી આવા પંથે હોય ત્યારે વિશ્વમા સૌમાં એ પ્રભુને નિહાળી, અન્ય પ્રત્યે “પ્રેમભાવ” સાથે અન્યના ભાલાનું જ વિચારે…એ પ્રભુમાં પુર્ણ વિશ્વાસ સાથે “શ્રધ્ધા”ના સથવારે પ્રભુશરણું સ્વીકારે છે….આ જ “અંતિમ સ્વીકાર”. કારણે કે અહીં જ “હુંપણા”નો અંત.અને જેની સાથે, મનની શાંતી સાથે “પરમ આનંદ”ની પ્રાપ્તી.

આથી હું કહું કે>>>>માનવી એના જીવન સફરે નવું નવું શીખી એનામાં જ “પરિવર્તન” લાવી શકે….એવા બદલાવમાં એ એના “સ્વભાવ”માં પણ પરિવર્તન લાવી, “સંતોષભર્યા સ્વીકાર”ની વૃત્તિને અપનાવી શકે છે અને એવું શક્ય કરવા માટે એને “મનની સ્થીરતા”ની જરૂરત પડે અને જે “મનન કે મેડીટેશન”ના માધ્યમે મેળવી શકાય છે, અને જે કોઈ આ પ્રમાણે કરવા પ્રયાસો રાખી જીવન સફર ચાલુ રાખે તો એ જાણે અજાણે દિવ્ય-શક્તિ સમજે “ભક્તિ” પંથે વળે છે અને અંતે એ એના મનની શાંતી સાથે “પરમ આનંદ”ને પામે …….અને આ બધું કર્મયોગ જ્ઞાનયોગ સાથે અંતે ભક્તિયોગ જોડી જીવનસફરે શક્ય કરી શકે છે !

 જે પ્રમાણે વિસ્તારે સમજ આપવા પ્રયાસ કર્યો તે બરાબર સમજવી શક્યો ના હોય તો એક “સાર”રૂપે નીચે મુજબ>>>

(૧) માનવીનો “સ્વભાવ” અને એનું “મન”.

(૨) “મનન” દ્વારા “મનની સ્થીરતા” અને “સ્વભાવ પરિવર્તન”

(૩) કર્મો કરતા “સ્વીકાર”ની ટેવમાં “સંતોષ”

(૪) “સંતોષભર્યા સ્વીકાર” સાથે “આત્મબળ”નું જ્ઞાન

(૫) “ભાગ્ય” સાથે “પુરૂષાર્થ”ની સમજ

(૬) નિસ્વાર્થે કર્મો, અને મોહમાયા ત્યાગ ભાવના.

(૭) કર્મયોગ, જ્ઞાનયોગ સાથે ભક્તિયોગનું જોડાણ

(૮) અંતે…હોય “મનની શાંતી” અને “પરમ આનંદ”.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

આ લેખન તારીખ ઃ જાન્યુઆરી,૨૩,૨૦૧૫

બે શબ્દો…

એક દિવસ ઘરે હતો….શાંત વાતાવરણ હતું. અચાનક મનમાં “મન” અને “પરમ આનંદ”નો વિચાર.

વિચાર સાથે એક પેપર પર લખતો રહ્યો..જે લખ્યું એને વાંચી “નવા” વિચારો સાથે સુધાર્યું.

અંતે જે થયું તેને ટાઈપ કર્યું.

એ જ આ પોસ્ટ..યાને એક “ચંદ્રવિચારધારા”.

આવો વિચાર એ તો ફક્ત મારી સમજ.

અન્ય આ સાથે સહમત ના હોય …એમની વિચારધારા કાંઈક જુદી હોય.

પધારો..વાંચો….અને પ્રતિભાવરૂપે  તમારા વિચારો લખશોને ? હું વાંચવા આતુર છું 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

This is a Post as “CHANDRAVICHARDHARA” meaning “THOUGHTS by CHANDRA”.

The Topic for dicussion is>>>PEACE of MIND (Shanti of Mind)  and ULTIMATE EVERLASTING HAPPINESS ( Param Anand).

This is MY UNDERSTANDING….others can have the DIFFERENT VIEW.

I like to know that to better understand me.

Your  COMMENTS appreciated.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 31, 2015 at 3:45 એ એમ (am) 7 comments

ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન ક્યાં છે ?

 

માનવનું મન ક્યાં છે ?

માનવી એની સમજ પ્રમાણે તરત વિચારી કહે ” મન તો જરૂર મગજમાં હશે !”

આવી સમજમાં મગજની ઘડતરની અંદર એ શોધવા લાગે.

જુદા જુદા આકારે બનેલા વિભાવો હોય એવું એ જાણે.

ત્યારે, માનવી ફરી વિચારે “ક્યાં હશે એ મન ?”

એક જગાએ પંપાળે, બીજી જગાએ પંપાળે….કાંઈ ના મળે.

એ એની શોધ માટે નિરાશ ના થાય.

મગજની અંદરના ભાગે કાપી નિહાળી મનને શોધે.

અંદરના ભાગને પંપાળે અને ત્યાં એનું ઘડતરમાં શું જુદુ છે એવા વિચારો કરે.

બસ,માનવ સ્વભાવ જ એવો કે અજાણને જાણવા એના પ્રયાસો હંમેશા હોય.

આવી શોધની દોડમાં તાંતણાના પંથે રહી “પ્રયોગો” કરી, વિચારોનો સંગ્રહ ક્યાં હોય શકે એવું અનુમાન કરે.

અંતે….શરીર તત્વોમાં “મન” હોય જ ના શકે એવી વિચારધારા તરફ એ આગેકુચ કરે.

ત્યારે, માનવી સ્વીકારે કે માનવ શરીર સિવાય એની સાથે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત છે.

આવા સ્વીકાર સાથે એ હ્રદય તરફ નજર કરે.

મગજ જેનું નર્વરૂપી તાંતણા દ્વારા શરીરના દરેક નાના મોટા અંગો સાથે જોડાણ હોય એવું જાણે.

મનને સમજવા હ્રદય અને મગજને જોડી “પ્રાણ”રૂપી શક્તિ નિહાળવા લાગે.

શરીરની અંદર કે શરીર બહાર વિચારની ગતીને “કોનસીએસનેસ”નામે જાહેર કરે.

“મન” એટલે વિચારોનો જન્મ આપનાર …..મગજ એટ્લે વિચારોને ભ્રમણે રાખનાર…હ્ર્દય એટલે  વિચારો અમલ થાય તે પહેલા યોગ્ય કે અયોગ્યતાની સમજ દેનાર….અને અંતે, “આત્મા”રૂપે અંતિમ સલાહ આપનાર.

બસ…. માનવ શોધરૂપી દોડમાં “મન”ને પુર્ણ જાણ્યું એવું કહેતા માનવી એના સ્વભાવ પ્રમાણે અચકાય છે.

એથી, નવા નવા પ્રયોગે માનવી નવું નવું જાણતો રહ્યો છે….આજનું “અજાણ” કાલે નવું સત્યરૂપી “જાણકારી” હોય શકે.

મન જ માનવીને આવું કરવામાં સહાય કરે છે પણ આવી સહાય આપતા મન પોતાના પરિચયથી અજાણ રાખે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 15th Post as CHANDRAVICHARDHARA.

It is my way of EXPRESSING my THOUGHTS my way.

This may be AGREEABLE to SOME….but some will OBJECT to that & will have a DIFFERENT UNDERSTANDING of the TOPIC discussed.

Therefore…you are encouraged to post your THOUGHTS as your COMMENTS for this Post.

The Gujarati write-up of this Post in SUMMARY>>>It is the Human Nature to find out what is UNKNOWN..In that pursuit, he thinks of MAN ( MIND) as in the BRAIN…then he/she EXPLORES the INDIDE of it & traces the AREA which may be considered as the LOCATION of the HUMAN MIND…..But, he/she thinks there may be MORE to this & thus the PURSUIT continues.

So what do you think ??

Please READ this Post & your COMMENTS welcomed.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 21, 2015 at 1:37 પી એમ(pm) 13 comments

ચંદ્રવિચારધારા (૧૪)…. ૨૦૧૫નું નવું વર્ષ !

 

૨૦૧૫નું નવું વર્ષ !

૨૦૧૪ના ડીસેમ્બર મહિનાનો અંત એટલે ૨૦૧૫ના નવા વર્ષની શરૂઆત !

આ જ એક હકિકત છે.

ચાલુ વર્ષનો અંત આવે ત્યારે જ “નુતન વર્ષ”ની શરૂઆત હોય શકે…..આ જ માનવી માટે એના જીવનમાં એક હકિકતરૂપે છે.

આ પ્રમાણે ક્રમવાર થતી ઘટનામાં બે વિચારધારા સમાય છે…..અંત યાને “મૃત્યુ”, અને શુભ શરૂઆત યાને “જ્ન્મ”.

સમયનું વહેણ એટલે માનવ ઈતિહાસ.

સમયનું વહેણ એટલે એક માનવીની જીવન સફર.

પણ….માનવ ઈતિહાસને જો “અલ્પ”ઘડી ગણીયે, તો એક માનવ સફરની ગણતરી કરવી જ મુર્ખતા કહેવાય.

છતાં….માનવી જ સર્જનહારનું એક એવું પ્રાણી છે કે એ માયાની જાળમાં ફસાય, “બધુ જ મારૂં છે” કહેવાનો ભ્રમ રાખી શકે છે.

આવી ખોટી વિચારધારામાં રહ્યા હોવા છતાં સર્જનહારની કૃપાથી માનવી પોતાના “ભ્રમ”ને દુર કરી,”સાચી સમજ”મેળવી,સર્જનહારને ફરી યાદ કરી, એ એને મળવા કે એની નજીક આવવા પ્રયાસો કરે છે….આ જ સત્ય તરફની એની યાત્રા એજ એનો “ભક્તિપંથ”.

૨૦૧૫ના નવા વર્ષમાં શું સંક્લપો લઈશું ?

(૧) ગત વર્ષમાં “જે થયું”કે “જે ના થઈ શયું”તેનો પ્રથમ સ્વીકાર કરી પ્રભુનો પાડ માનીશું.

(૨) આવી પ્રભુકૃપાનો સ્વીકાર કર્યા બાદ, પ્રભુને પ્રાર્થના કરીશું કે નવા વર્ષની સફરમાં “બુરા કર્મો”થી દુર રાખી, હંમેશા સત્યના પંથે રાખી, “સતકર્મો” કરવા પ્રેરણા અને શક્તિ બક્ષે.

(૩)૨૦૧૫ના નવા વર્ષ માટે દરેક માનવીએ “જાતે જ” સંક્લપો લેવાના રહે છે….જાતે જ “અમલ” કરવાના રહે છે. આ પ્રમાણે કરતા, અન્યને “લાભ” થતો હોય ત્યારે એવા આનંદની અનુભુતી કરતા, ગર્વ લેતા “હુંપદ”નો ત્યાગ કરવાની સમજ-શક્તિ પ્રભુ પાસે મળે એવી અંતરમાં પ્રાર્થનાઓ રહે !

(૪) કર્મો કરતા, એ માટે “શક્તિ” મેળવવા, પ્રભુ તંદુરસ્તી બક્ષે એવી આશાઓ હૈયે વહેતી રહે.

(૫) આશાઓ એટલી જ કે ૧૦૦% સંક્લપો અમલ થાય….પણ, આવું શક્ય ના થાય તો પણ એવી જ “પ્રભુ ઈચ્છા હશે” એવા સ્વીકારમાં પ્રભુકૃપાના “દર્શન” કરતા “ફળત્યાગ”ભાવ જાગૃત કરવાથી પ્રભુ એવા કર્મને ૧૦૦% રૂપે જ ગણે છે….આ મારી પુર્ણ “શ્રધ્ધા” છે !

એથી જ અંતે ચંદ્ર સૌને કહે >>>>>

૨૦૧૫ના નુતન વર્ષે સતકર્મો કરવા માટે સંક્લપો આપણે કરીએ,

“હુંપદ” ત્યાગી, અભિમાનથી મુક્ત રહી, કર્મો આપણે સૌ કરતા રહીએ,

“મોહમાયા”માંથી છુટકારો મેળવતા, પ્રભુકૃપાની આશાઓ હૈયે ભરીએ,

અંતે, ૨૦૧૫ની સફળતા કે અસફળતાનો સ્વીકાર કરતા શીખીએ,

“ફળ”રૂપી પરિણામો ત્યાગવાનું પણ સાથે જ શીખી લઈએ,

બસ, આટલી જ “સમજ” ચંદ્રે સૌને શબ્દોમાં કહી તે જાણીએ,

કદી તમોને આવી સમજ યોગ્ય ગણી અમલ કરી,

તો, ચંદ્ર કહે કે પ્રભુકૃપા ખરેખર તમે જ આજે પામી !

ઉપરની વિચારધારા છે “ચંદ્રવિચારધારા”.

તમે એ સાથે “સહમત” હોય શકો કે પછી તમારી વિચારધારા કંઈક “જુદી” હોય શકે.

તો….જરૂરથી પ્રતિભાવરૂપે શબ્દોમાં કહેશો ?

તમારા સૌના પ્રતિભાવો માટે ચંદ્ર આતુર છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

The Year 2014 ends as the Month of December ends.

Then 2015 begins.

What are your RESOLUTIONS for the NEW YEAR ?

You must make the RESOLUTIONS for the New Year.

In doing so….KEEP GOD in your MIND…..think about the GOOD DEEDS & plan to ACT in that DIRECTION. Never thinking of BAD or EVIL for OTHERS.

If you sincerely try to do this you can have 100% your GOAL…may be NOT. BUT in your SINCERE EFFORTS the GOD regards your EFFORTS as your 100%

May you ALL have the GOD’S GRACE showered on YOU in the NEW YEAR of 2015.

 

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 31, 2014 at 3:59 એ એમ (am) 16 comments

ચંદ્રવિચારધારા (૧૩)…. પ્રેમ, શાંતી, અને મુક્તિ

 

 

the heart

 

LOVE (PREM)

 

PEACE (SHANTI )

Michelangelo's "The Creation of Adam"

 SALVATION (MUKTI)

 

પ્રેમ, શાંતી, અને મુક્તિ

 

આજે ચર્ચાઓ કરીશું ત્રણ શબ્દો પર.

“પ્રેમ”….”શાંતી” ….”મુક્તિ”…..આ રહ્યા ત્રણ શબ્દો.

 

 

“પ્રેમ” શબ્દને સૌ જાણે છે.

અન્ય પાસે “પ્રેમ”મેળવવાની આશા સર્વ માનવીઓમાં જરૂર જાગૃત થાય.

આ માનવ સ્વભાવમાં છે.

પણ….પ્રેમની સમજ સૌમાં એક છે કે જુદી જુદી છે ?

જો…..જુદી જુદી હોય તો ખરી સમજ શું ?

કોઈ કહે કે જ્યારે માનવ હ્રદયમાં અન્ય ચીજો (જીવીત કે અજીવીત) માટે “ચાહત” જાગૃત થાય ત્યારે જ આ “પ્રેમ” બીજની રોપણી થાય…..અને, એક પ્રેમરૂપી “છોડ”નો જન્મ થાય.

આવો “પ્રેમ” એ જ સંસારનો માનવ પ્રેમ.

એવા “સંસારી” પ્રેમ સાથે બ્રમાંડ યાને “કુદરત”નું જોડાણ “સુર્ય, ચંદ્રમા, તારાઓ”ના આકાશે દર્શન કરતા થાય….તેમજ “વાયુ, પાણી” વિગેરેના અનુભવે થાય.

અંતે….આવો જ પ્રેમ “પ્રભુ કે પરમ શક્તિ”તરફ ના લઈ જાય તો એવો પ્રેમ “અધુરો” રહે છે….અને, જો, એ ભક્તિમાર્ગે લાવી “પરમ” સાથે જોડવા પ્રયાસ કરે ત્યારે એવો પ્રેમ જ “ખરો પ્રેમ” કહી શકાય.

 

 

 

હવે, આપણે “શાંતી” શબ્દ વિષે ચર્ચા કરીશું.

 

ખરેખર શાંતી શું છે ?

 

માનવીનું “મન” શાંંત એટલે એને શાંતી કહેવાય ?

કે પછી, માનવ દેહ આનંદ અનુભવી એવી શાંતી મેળવી શકે ?

તો, પછી, “આત્મા”નું શું ?

તો “ખરી શાંતી” આત્મામાં છુપાયેલી છે ?

માનવી જ્યારે પોતાના “આનંદ” માટે ઈચ્છા જાગૃત કરે ત્યારે એ “શાંતી” માટે પહેલું પગલું ભરે છે.

માનવી દેહનું પોષણ કરે….મનને શાંતી માટે સ્થીર કરે, ત્યારે એ બીજું પગલું ભરે છે.

જ્યારે માનવી જો “બે પગલા”ભરી શકે ત્યારે જે એ “આત્મા”ની શોધમાં હોય શકે.

એવી “શોધ” સાથે એ આત્માને સમજી શકે ત્યારે એને “ખરી શાંતી”નું ભાન થાય છે.

એવી અવસ્થા એટલે “પરમ શાંતી” તરફની દોડ….અને, એવી દોડમાં “પ્રભુ કે પરમ શક્તિ”ના દર્શન.

 

 

હવે ત્રીજો શબ્દ “મુક્તિ”.

એના વિષે ચર્ચા કરીશું .

 

તો, પૂછું “મુક્તિ” શું છે ?”

 

માનવ દેહમાંથી પ્રાણ ચાલી જાય ત્યારે એને મુક્તિ મળે. તો, એવી વિચારધારાએ તો સર્વ માનવીઓ મૃત્યુ પામતા “મુક્તિ” મેળવે.

કોઈ કહે કે….માનવી જે જગમાં જન્મે તેનું મૃત્યુ તો નક્કી જ….યાને દેહરૂપી અંત…પણ, એનો આત્મા તો અમર જ રહે. 

તો, માનવ આત્માને ક્યારે “પુર્ણ મુક્તિ” મળી શકાય ?

જો, માનવી એની જીવન સફરે “પ્રભુને ગમતા કાર્યો “કરે તો એવો આત્મા પ્રભુની નજીક આવવા લાગે છે.

જો એવી સફરે “પુન્યો”નો ભારો એવો બની ગયો હોય ત્યારે એવો “આત્મા” પ્રભુમાં સમાય જાય છે.

હું આવી અવસ્થાને “પુર્ણ મુક્તિ” કહેવા તૈયાર છું.

જો માનવી “સતકર્મો” કરી પ્રભુની ખુબ નજીક આવી ગયો હોય તો ફરી માનવ જન્મ લઈ બીજા અવતારે “મુક્તિ” મેળવી શકે છે.

નહી તો…..”જન્મ મરણના ફેરા”ચાલું જ રહે.

આ ખરેખર મારી સમજ પ્રમાણે “મુક્તિ”.

જો, કોઈ એવી સમજ રાખે કે એક માનવ દેહનું મૃત્ય એટલે આત્માનો “છુટકારો” અને એવો છુટકારો એ જ “મુક્તિ” તો એવી સમજને માનવા માટે મારૂં મન તૈયાર નથી. કોઈ આવી સમજ સાથે કહે કે ” જે સદકર્મો ભેગા કર્યા હોય તે પ્રમાણે પ્રભુધામ સિવાયની નીચેની “અવકાશી” જગાએ આત્મા સુખ ભોગવી ફરી જગતમાં આવે….આ પ્રમાણે ચાલતું રહે.

મેં તો મારી સમજ પ્રમાણે કહી દીધું.

 

આવી સમજ સાથે કોઈક સહમત હશે….કોઈકનો મત જુદો જ હશે.

મારે તો સૌનો મત જાણવો છે.

તો, મારા બ્લોગ પર પધારી, આ પોસ્ટ વાંચી, તમારી વિચારધારા “પ્રતિભાવ” રૂપે દર્શાવશો..જે વાંચવા હું આતુર છું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

 

Today’s Post is in the Category of “ChandraVicharDhara”.

Here, I had given my understanding of “PREM, SHANTI & MUKTI” meaning ” LOVE, PEACE & SALVATION” for the Humans.

I am sure all will NOT agree with my views.

I,therefore, request others to give their “view points”as the Comments on this Post.

Please come & read this Post.

Dr. Chandravadan Mistry.

 

 

 

 

 

ઓગસ્ટ 19, 2014 at 12:05 પી એમ(pm) 13 comments

ચંદ્રવિચારધારા (૧૨) ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

 

Happy family with dream house - stock photo

 

 

ફેમીલી પ્લાનીંગ કે નિયોજીત કુટુંબ

 

આજની પોસ્ટની તૈયારી કરતો હતો ત્યારે મારા મનમાં થોડી મુજવણ હતી.

આ જે પ્રગટ કરનાર છે તેને “અનામી” યાને “અનકેટોગોરાઈઝ્ડ ” વિભાગે પ્રગટ કરૂં કે કોઈ અન્ય વિભાગે ?

ઉંડો વિચાર કરતા થયું કે….આ માનવ તંદુરસ્તીને પણ લાગુ પડે.

તો નિર્ણય લીધો કે આ હશે “માનવ તંદરસ્તી”ની પોસ્ટરૂપે.

પણ..પછી બીજો વિચાર આવ્યો…..તંદુરસ્તી પોસ્ટ તરીકે યોગ્ય ના હશે.

ફરી વિચારોમાં રહ્યો, અને અંતે, થયું કે “ચંદ્રવિચારધારા શબ્દોમાં”ની કેટેગોરીમાં એની ચર્ચા કરતા એ ત્યાં યોગ્ય હશે

આ પોસ્ટ બનવાનું કારણ ઈ-મેઈલની કમાલ છે !

એક મિત્ર “દાવડાજી” ઈમેઈલથી “નિયોજીત કુટુંબ” વિષે એમની વિચારધારા મોકલે.

એના જવાબરૂપે મેં એમને એક ઈમેઈલ મોકલ્યો…જેમાં ભારતની આઝાદી પછી સરકારે “ફેમીલી પ્લાનીંગ”ની જાહેરાત કરી ભારતમાં જુનવાણી સાથે ટક્કર લીધી હતી તેમાંથી શું સારૂં અને શું ખરાબ થયું તે તરફ મેં ધ્યાન દોર્યું હતું.

તો વાંચો આ બે ઈમેઈલો>>>>>

(૧) દાવદાજીની વિચારધારા…..

નિયોજીત કુટુંબ

ભારતને આઝાદી મળ્યાને થોડા વર્ષો બાદ જ દેશના વસ્તિ વધારાના પ્રશ્ન ઉપર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું. કુટુંબ નિયોજન વિષે જ્ઞાન અને સાધનોનો પ્રચાર પ્રસાર શરૂ થયો. આની સૌથી વધારે અસર શિક્ષિત મધ્યમ વર્ગ ઉપર થઈ. શરૂઆતમાં ચારથી વધારે સંતાનો નહિં, એવો પ્રચાર થયો. પછી ચાર તો વધારે કહેવાય બે અથવા ત્રણ બસ એવા સૂત્રો શરૂ થયા. હું એકવાર રાજસ્થાનના પ્રવાસ ગયેલો ત્યારે દિવાલ ઉપર લખેલું એક સૂત્ર આજે પણ યાદ છે,

પહેલો ટાબર હીવડો, દુજો તારણહાર, ત્રીજો ટાબર માફ થાય, ચોથો નરકનો દ્વાર.” (ટાબર એટલે બાળક, હીવડો એટલે હ્રદયનો ટુકડો)

ત્યાર પછીના સમયમાંહમ દો હમારે દોસૂત્ર આવ્યું. આજે Single Child Norm પ્રચલિત છે, અને કેટલાક કીસ્સાઓમાં Childless Couple પણ જોવા મળે છે.

માત્ર પચાસ વર્ષના સમયગાળામાં થયેલા આ ફેરફારો માટે કોઈ એક કારણ નથી. શરૂઆતમાં ગરીબી દૂર કરવા, કુટુંબની આર્થિક પરિસ્થિતિ સુધારવા આ જરૂરી છે એમ માનવામાં આવ્યું. ત્યારબાદ બાળકને સારૂં જીવનધોરણ મળે એ માટે આ જરૂરી છે એમ કહેવામાં આવ્યું. અને હવે સ્ત્રીઓ માટે બાળકો પેદા કરવા સિવાય પણ બીજા ઘણાંબધા પર્યાયો છે એ કારણને આગળ કરવામાં આવે છે.

અત્યાર સુધી એમ માનવામાં આવતું કે સ્ત્રીની જીવનમાં સૌથી મોટી ઈચ્છા મા બનવાની હોય છે. આજે ક્યાંક ક્યાંક જોવા મળે છે કે સ્ત્રીને પણ પુરૂષની જેમ કારકીર્દીમાં આગળ વધવું છે, મા ન બની શકે તો ચાલસે. આજે સ્ત્રીઓ જે વ્યવસાયમાં દાખલ થાય છે, તે વ્યવસાયમાં એટલો બધો સમય આપવો પડે છે કે ત્યારબાદ બાળકો ઉછેરવાનો સમય જ મળતો નથી.

આના પરિણામે કુટુંબના માળખામાં જબરા ફેરફાર જોવા મળે છે. ઘણાંને ભાઈ નથી, બહેન નથી. ફઈ છે તો કાકા નથી, મામા છે તો માસી નથી. લાગે છે કે ભાઈ, બહેન, કાકા, ફઈ, મામા અને માસી ઐતિહાસિક પાત્રો બની જશે.

એકલો ઉછરેલો બાળક ઘરની બહારના સંબંધો સિવાય બીજા સંબંધોને સમજવા અસમર્થ થઈ જાય છે. લોહીના સંબંધોને સ્થાને Need based સંબંધોથી જ પરિચિત રહે છે. સંબંધોમાં લાગણીની ભિનાશ રહેતી નથી.

દેશના વસ્તીવધારાને રોકવા આના સિવાય બીજો ઉપાય પણ ક્યાં હતો?

પી. કે. દાવડા

(૨) જવાબરૂપે મારો ઈમેઈલ>>>>


પીકે,

આ એક સુંદર લેખ છે.

ટુંકો છે તેમ છતાં ગંભીરતા ભરી છે.

ભારત સરકારના નિયમો….”ફેમીલી પ્લાનીંગ” વિષે.

જુની પ્રથા….અને સંતાનો તો પ્રભુ આપે અને ઘરના સંજોગો કેવા હોય એ વિષે જરા પણ મનમાં વિચારો ના આવતા.

વળી, એની સાથે સંતાનના ઘરે બાળક હોવું જોઈએ એવો વિચાર હ્રદયના ઉંડાણમાં હંમેશા રહેતો.

આ વિચારના કારણે….જ્યારે મેડીકલ કારણે બાળક થવું અશક્ય હતું ત્યારે પણ આ એક બાળકની આશા પરેશાન કરી દેતી.

આવા સમયે…સંતાન ના થવાનું કારણ ફક્ત નારીમાં ખામી છે એવું માનવામાં આવતું..એ મોટી ભુલ હતી.

બીજી એક વાત…ફક્ત “છોકરો” સંતાનરૂપે..એવી વિચારધારામાં “દીકરી” પ્રત્યે નફરતો…બાળ હત્યા વિગેરે.

તો….આઝાદી પહેલાની વિચારધારા યોગ્ય હતી ?

હવે..અઝાદી બાદ,,….નારીઓમાં ભણતર વધ્યું..સારી વાત !અને, હવે ગુજરાન ચલાવવા નારીએ પણ નોકરી કરવાનો સવાલ ઉભો થયો.

તો….આવા સંજોગોમાં નારીઓ જે પ્રમાણે ફરજો બજાવે છે તે યોગ્ય કહેવાય ???

આજે….સંતાન દીકરી કે દીકરો…જે હોય તે માટે સ્વીકાર વધ્યો છે ..આ એક આનંદની વાત.

બીજી વાત એ રહી કે….જ્યારે નારી સંતાન ના આપે ત્યારે નર/નારીની તપાસ તેમજ અનેક શોધો દ્વારા સંતાન હોય શકે એવું પણ શક્ય થયું છે..આ પણ ખુશીની વાત.

ત્રીજી વાત એ છે કે…..જ્યારે, ના સંતાન હોય ત્યારે “એડોપશન”ની વાત આવે ત્યારે જુનવાણી આ માટે ઉત્તેજન ના આપે એ ભુલ છે !

કોઈ અજાણના બાળકને પોતાના બાળકરૂપે સ્વીકાર કરવો એ કાંઈ નાનું કાર્ય નથી….આ તો એક મોટું ” પુન્ય”નું કામ છે…આ કાર્ય દ્વારા નારીમાં છુપાયેલ “મમતા”ને શાંતીભર્યો “સંતોષ” મળે છે. આ પણ એક ખુશીની વાત છે.

હવે…એક વાતની ચર્ચા બાકી રહી. આ તે નોકરી કરતી નારી !….જે નારી સંજોગોના કારણે કે આનંદ કારણે નોકરી કરે છે તેઓએ એક દિવસ માતા બનવાના વિચારને “નોકરીના કારણે” પોસ્ટપોન કરતા રહેવું એ એક મોટી ભુલ છે…આ જવાબદારી તો હશે અને સ્વીકાર કરી ફેમીલી માટે યોગ્ય વિચારો કરી નિર્ણય લેવો એ જ યોગ્યતા હશે એવું મારૂં માનવું છે.

સંસારી સફળતા માટે નર અને નારીએ પોતાને “મોટું ” ગણી સરખામણી કરવાની ટેવને છોડવી પડશે. પતિએ પત્નીને માન આપવું …પત્નીએ પતિને એમાં જ સફળતાની ચાવી છે !

ડો. ચંદ્રવદન

તો…તમોએ બે ઈમેઈલો વાંચ્યા.

શા કારણે મેં આને “હેલ્થ”ને લગતી પોસ્ટ ગણી તેની ચર્ચાઓ કરીએ.

પતિ અને પત્ની એક સાથે જીવન જીવે, અને એની સાથે હ્રદયની અંદર સંતાનસુખના વિચારો જાગૃત થાય એ સ્વભાવીક છે.

સંતાન થાય કે ના થાય ત્યારે અનેકવાર “મેડીકલ ખામીઓ” એનું કારણ હોય, જે માટે પુરૂષ કે સ્ત્રીમાં ખામી હોય શકે.

પણ પરિવારમાં વાંક ફક્ત પત્નીનો જ ગણાતો.

ભારતમાં આવી જુનવાણીના દર્શન થતા હતા.

શિક્ષણ/જ્ઞાન દ્વારા યુવાનોની વિચારધારા બદલાવા લાગી.

હવે, યુવાનો ડોકટરી તપાસ બાદ, સત્યને સમજવા લાગ્યા….થોડા “જુના વિચારો” નાબુદ થયા.

પણ….દીકરાનો પ્રેમ ઉંડો હતો…એ કારણે “દીકરી”નો અસ્વીકાર હતો…આ વડીલોની ભુલ હતી.

દીકરી કે દીકરો સંતાનરૂપે જન્મે તેમાં અનેક સંજોગો કારણોરૂપે હતા.

જ્ઞાનમાર્ગ દ્વારા યુવાનો..અને ત્યારબાદ, વડીલો આ સ્વીકારવા તૈયાર હતા.

આવા પરિવર્તનમાં દીકરી પ્રત્યે પ્રેમ જાગૃત થયો એ આનંદની વાત છે.

અને, જ્યારે ડોકટરી જાણકારી દ્વારા ખબર પડી કે સંતાન ના જ થશે ત્યારે યુવાનો બાળકને દત્તક લેવા તૈયાર થયા ત્યારે વડીલોના જુના વિચારો આડા આવ્યા….પણ અંતે તો જીત છે સત્યની જ. એથી આજે, ધીરે ધીરે “એડોપશન” કરતા કોઈને ડર કે શરમ નથી.

સૌ આટલું વાંચી ફરી કહશે કે આ બધી હકિકતો છે, તેમ છતાં, શા માટે “માનવ તંદુરસ્તી”ના પોસ્ટરૂપે છે ?

મેં ઉપર મુજબ મારી વિચારધારા પ્રમાણે સૌને સમજાવ્યું એમાં “તંદુરસ્તી” યાને “હેલ્થ”રૂપે જોવાનો ઈરાદો હતો.

તો એક સારરૂપે નીચે મુજબ મારા વિચારો જાણો>>>

(૧) એક પુરૂષ અને નારી જ્યારે પરણી “પતિ અને પત્ની” બને ત્યારે સંતાનસુખના વિચાર સાથે માનવ શરીરની તંદુરસ્તી તરત જોડાય જાય છે.

(૨) શરીરની તંદુરસ્તી સાથે ખોરાકના આરોગ્યતા સાથે ઘાટો સબંધ છે…યાને ખોરાક યોગ્ય હોવો જોઈએ, અને શરીરે પ્રાચન કરી લોહી સુધી પહોંચાડી શરીરનની બધી જ સીસ્ટમો સારી રીતે ચાલી શકે એ શક્ય કરે છે.

(૩) જ્યારે પુરૂષ કે સ્ત્રીના મનને શાંતી ના હોય ત્યારે એની બુરી અસર શરીર પર પડે છે. જ્યારે સમાજના નિયમો સત્ય વિરોધ હોય ત્યારે અશાંતી રહે. દીકરી કે દીકરાનો સ્વીકાર સમભાવે થાય કે પછી દત્તક બાળક લેવો એ સમાજમાં ખુશીની વાત હોય ત્યારે પરિવારના સૌના હૈયે ખુશી સાથે શાંત વાતાવરણ લાવે છે…આવા શાંતીભર્યા વાતાવરણે શરીર “તંદુરસ્તી” જાળવી શકે છે.

(૪) જ્યારે પુરૂષ સ્ત્રીને સમભાવે માન આપે ત્યારે સ્ત્રી પણ એવું વર્તન કરવા રાજી રહે છે….જ્યારે પુરૂષ કે સ્ત્રી પોતાને “ઉચ્ચ” પદે મુકવાનો પ્રયાસ કરે ત્યારે જ ઝગડાઓ જન્મે છે. ઘરમાં ઝગડાઓ તંદુરસ્તી બગાડે છે.

(૫) સમયના વહેણમાં પરિવર્તન આવે એ કુદરતનો નિયમ છે. જુના વિચારોનો ત્યાગ કરવાનો રહે એવી સમજ વડીલોમાં આવે ત્યારે નવજવાનો અને સમાજના વડીલો જ્ઞાનપંથે એક થઈ તંદુરસ્તીના પંથે હોય છે એવું મારૂં માનવું છે.

 

કોઈ મારી વિચારધારામાં “સમાજ પરિવર્તન”ના દર્શન કરી શકે….એથી એવી વ્યક્તિ આ પોસ્ટને તંદુરસ્તીની પોસ્ટરૂપે સ્વીકાર ના કરી શકે.

કોઈ અહીં ભારત સરકારના ભારતની વસ્તી વધારાના પગલારૂપે યોગ્ય કે અયોગ્ય ગણી એને નવા ચર્ચા પંથે લઈ જઈ શકે.

આથી,

સૌ વાંચકોને આ પોસ્ટ વાંચી, સમજ મળે એના આધારે એમની સ્વતંત્ર વિચારધારા લઈ જઈ પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખવા વિનંતી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is in the Category of ” CHANDRAVICHARDHARAA SHABDOMA”.

In the discussions above, there is mention of an EXCHANGE of EMAILS, between P.K. DAVDA and ME.

Davdaji introduced the topic of the FAMILY PLANNING adopted by the Government of India to curb the rising uncontrolled POPULATION of India.

This action was against the OLD THINKING of “God gives the Children….and we  must accept ALL & as many children as granted by God”.

The marketing of the IDEA of the FAMILY PLANNING was gradually accepted with the Changing Society.

Questions remain>>>

Was this a good Policy ?

Was it OK when the SALARY & the ECONOMIC times demand a Family with LESS Children ?

Has the Policy changed the Indian Society ? Are the Younger Generation & Elders of the Society accepting the “smaller family” willingly ?

There are so many points on which one can differ in the VIEWS.

Please join the DISCUSSIONS with your VIEWS as your COMENTS !

Dr. Chandravadan Mistry

 

મે 26, 2014 at 2:29 પી એમ(pm) 10 comments

ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ?

vijay with Dr chandravadan mistry

PHOTO of CHANDRAVADAN & VIJAY taken on 16th Nov.2013 at Houston Texas

ચન્દ્રવિચારધારા (૧૧)…મિત્રતા શું અને કેમ ?

વિજયભાઈના બ્લોગ પર એક ફોટા સાથે નીચેના શબ્દો હતા>>>>
હતી આમ તો પત્ર મૈત્રી, ફોન મૈત્રી અને વેબ મૈત્રી
તાદ્રશ્ય થયા ત્યારે લાગ્યુ છે મોટાભાઇ સમ સર્વ રીતે…
મૈત્રી  મોગરા મહેંક્યાં જ્યારે રુબરુ આપણે
પરિતૃપ્તતાની વાતે જાણે ફરી સંવાદીતાની મહોર લાગી
આ પોસ્ટરૂપે વાંચી, મારા હૈયે ખુશી ઉભરાય અને મેં પ્રતિભાવરૂપે નીચે મુજબ લખ્યું>>>>

વિજયભાઈ, આ પોસ્ટમાં એક સુંદર ફોટો.

હું અને તમે છે એ ફોટામાં.

આ ઘડી માટે આપણે બન્ને વાટ જોઈ રહ્યા હતા.

એવી રાહમાં એકબીજાને મળવાની આશાઓ હતી.

ભલે “ઈચ્છાઓ” હોય..પણ ઈચ્છા પુર્ણ કરવા કેમ આશાઓ જાગે ?

શું આશાઓ રાખવી યોગ્ય કહેવાય ?

જો યોગ્ય હોય તો શાને કોઈવાર “નિરાશા” હોય ?

તો શું કરવું ?

જો ઈચ્છાઓ કે આશાઓ હોય ત્યારે પરિણામ પ્રભુ પર છોડ્વું !

જો એવું કર્યું તો….આશાઓ પુર્ણ કે અપુર્ણ ત્યારે મન પર તણાવ ના હોય શકે.

આવી હાલતે જ્યારે હું હતો..ત્યારે એક ટ્રીપમાં અચાનક હ્યુસ્ટન જવાનું ગોઠવાયું..જે પ્રભુએ જ શક્ય કર્યું !

પોસ્ટમાં જે શબ્દો તમે લખ્યા તે માટે ખુશીભર્યો આભાર !

…ચંદ્રવદન

ચાલો તો આપણે આ વિજય અને ચંદ્રવદન શબ્દોનો આધાર લઈને થોડી ચર્ચા કરીએ.

આ સંસારમાં મિત્રતા શા માટે પ્રભુએ ઘડી હશે ?

એવો વિચાર કરતા તરત જ શત્રુતાનું યાદ આવે.

તો ફરી બીજો સવાલ રહે ઃ ” શા માટે પ્રભુએ શત્રુતા ઘડી હશે ?

માનવી જન્મ લેતા પવિત્ર આત્મા સાથે જન્મે છે.

પણ….એ સાથે પુર્નજન્મનું ભાથુ પણ લાવતો હશે….એવું હોય તો, કદાચ એના કારણે જુદા જુદા સ્વાભાવો હોય ?

પણ…તમે જો ભુતકાળ કે પુર્નજન્મમાં માનતા ના હોય તો ?

ત્યારે મને વિચાર આવે કે…….પ્રભુએ એ બુધ્ધિ આપી છે..સાથે સ્વત્રંતા પણ આપી છે. જે વિચારો કરો…જેવી વાણી રાખો અને જેવા કર્મો કરો તે આધારે જ માનવ સ્વાભાવનો જન્મ થાય છે. આવી વિચારધારા પ્રમાણે, માનવી “મિત્રતા” કે પછી “શત્રુતા” અપનાવે છે.

તો, કેવા કર્મો કરવા ?

સત્ય તરફ દોરતા..કે પછી આત્માને આનંદ આપે તેવા હોય ?

એવા કર્મોને “ગુણો” કહીશું ?….જે, અસત્ય તરફ હોય કે આત્માને દુઃખ આપે તેને “અવગુણ”કે પાપ તરફ લઈ જાય તેવા ગણવાની સમજ મળે છે.

એવી સમજ દ્વારા જ અન્ય તરફ “પ્રેમ” અને “મિત્રતા”નો જન્મ થાય છે.

હવે, વધુ ચર્ચા ના કરતા, હું સૌને પૂછું કે ઃ શા માટે વિજયભાઈ શહ સાથે મારી મિત્રતા થઈ ?

આના જવાબરૂપે જરૂર પધારી “બે શબ્દો” લખશો તો એ વાંચી મને આનંદ થશે….આપલેવમાં જ “જ્ઞાન” વધે છે.

…ચંદ્રવદન

 

બે શબ્દો….

આજની પોસ્ટ એટલે તમો અને હું ચર્ચા કરવાની ઘડી.

મેં મારા વિચારો લખ્યા.

હવે તમે એ વાંચી, તમારા વિચારો લખશો.

તમારી વાટ જોઈ રહ્યો છું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Today’s Post is on the “Friendship”.

The Post gives my views.

Others are invited to give their Views.

Please visit & read this Post.

 

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 19, 2013 at 6:51 પી એમ(pm) 11 comments

ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?

Religious Symbols - stock vector

ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?

આ નીચેનું  લખાણ  છે તે શ્રી જયકાંતભાઈ પટેલે  શ્રી પ્રદીપભાઈ રાવળને એક ઈમેઈલ દ્વારા મોકલતા, સાથે શ્રી અસનાનીની વિચારચારા એક “પીડીએફ”ડોક્યુમેન્ટરૂપે પણ મોકલેલું ઃ

આદરણીય શ્રી પ્રદીપભાઈ, કુશળતા વાંછું, આજે બજરંગદળના આપે શેયર કરેલા સમાચાર”ના સંદર્ભમાં,
મેં પહેલા આપને “અપીલ ટુ હિંદુ સાધુ”બુકલેટ જે  યુનાઈટેડ નેશન્સના નિવૃત અધિકારી શ્રી જી સી અસનાનીએ લખી છે,તે મોકલી છે કે નહિ, એમાં સ્પસ્ટ ઉલ્લેખ કરાયો છે કે સર્વધર્મ સમાન એવું હિંદુ ધર્મ સિવાય વિશ્વના બીજા કોઈ પણ ધર્મમાં કહેવામાં આવ્યું નથી,જે આપને મોકલું છું,અભિપ્રાયની અપેક્ષા,જયસીયારામ
એ શ્રી અસનાનીનો લેખ વાંચી, મેં નીચે મુજબ જવાબરૂપે લખ્યું>>>>

To

MY READING of APPEAL to HINDU SADHUS By Prof. ASNANI
Pradipbhai,
Thanks for sending this views of Prof. Asnani, who was at United Nations.
Prof. Asnani’s deep study of Hindu Books, and then euqually deep study of Christianity & Islam makes him a qualified scholar to express his views.
The study of all the Religions was prompted by the question : Why there are inter-religion conflicts in this World ?
Even as we are all made to believe that “All Religions teach the same”his basic observation was that while Hinduism or the Sanatan Dharma teaches to be tolarent to other Religions, the other Religions ( namely Christianity & Islam) unfortunately directly or indirectly advance the feelings of the hatred towards others who do not believe in their Spiritual thought.
Prof. Asnani explores the present day conflicts in India & concluded that they are rooted in the influence of the teachings of Christianity & Islam. While Islam openly declares that the “non believers are condemned” and opens the doors for the “Jihad” & the Chritianity convinces the “non believers to the Conversion to their Faith “.
After his deep study of all religions, Prof. Asnani, advices the Hindu Sadhus & Saintly Persons not to speak on behalf of “Christianity or Islam” by the Slogans of “Universal Brotherhood” and thus misguide the Hindus and thus leading to the “blind eye” to the conversion of the Hindus to other Religions & their way of thinking.
Prof. Asnani goes on further to furnish his claims of Christianity & Islam by various other “concepts” in teachings of these religions which the “founding principle” via Jesus or Prophet Mohammad. These rules seem to “constrict” the Spiritual message as those who do follow can only get the Salvation while the non-believers are deprived of that reward.In contrast, Hindu Philosophy is “open” to all & had no boundaries.
After the deep analytical review of this topic, Prof. Asnani raised a question :Will Sanatan Dharma win ?
In the answer to this question, Prof. Asnari concluded that Sanatan Dharma based on the Universal Foundation will prevail while the other Philosophies with the narrow views will die over the passage of the time.
After, such a strong belief, Prof. Asnari make an appeal to the Sadhus & Saintly Persons of the Hindu Faith to remail “united & strong” and be guided bt this rich old philosophy and doing so, India (better Bharat) will be a leader & the Guide to All in the World for the Spiritual Path of the Future.
Having read the “Analytical Report”of Prof. Asnari, I am very much impressed & congratulate him for making a “bold” statements without the fears.This Report is worth reading by all persons of the different Faiths.
I ONLY add the following :
The Spiritual Path is a vehicle to UNDERSTAND & REACH the DIVINE who is ONE & THE SAME for All. Sanatan Dharma is the “OLDEST” and it is not based on a Teaching of ONE Person but it is based on the deep Philosophical Reasonings of MANY. I believe the OTHER Human Philosophical Thoughts either via Jesus or Prophet Mohammad must have “some values”which are common to all mankind….that being, we as HUMANS are ALL CHILDREN of GOD. Let us all focus on this and be as ONE MANKIND. Then & then, there will be the TOLERANCE towards OTHER RELIGIONS & not a RUSH for the CONVERSION,which only fuels the idea that “ONE PATH is BETTER than the OTHER”. Thus, we can be TRUE Christian, Muslim or Hindu or even of “any other Faith” and live in Peace on this Earth.
Dr. Chandravadan Mistry
તો, તમે આજે આ પોસ્ટરૂપે વાંચ્યું.
તો, એની સાથે છે “ચંદ્રવિચારધારા (૧૦) …વિશ્વમાં અનેક ધર્મો શા માટે ? ભલે અનેક હોય, તો શા માટે એકને(યાને પ્રભુને) મેળવવા માટે લડાઇ/યુધ્ધો શા કારણે ?”
 
મેં તો મારા વિચારો દર્શાવ્યા.
તમે શું કહો છો ?
જરા જણાવશો ?
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post of “CHANDRAVICHARDHARA (10)” and the Topic for Discussion is WHY DIFFERENT RELIGIONS IN THE WORLD ? Even if  MANY, then why to attain ONE ( GOD) there are FIGHTS in the MANKIND ?.
This is a SIMPLE QUESTION….often the LOGICAL ANSWER is there should be NO FIGHTS, but the REALITY is that the PATH on which he/she following is the RIGHT PATH & this “predetermined notion” leads to the conflicts between the different religious paths.
What is the SOLUTION ?
Your input is requested . I had expressed MY VIEW…you may agree or disagree, but please say something without fears.
Dr. Chandravadan Mistry

નવેમ્બર 26, 2013 at 2:53 પી એમ(pm) 7 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,714 hits

Disclimer

સંગ્રહ

મે 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031