Archive for જૂન, 2013

“તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક !

 
                      BOOK PICTURE via GOOGLE SEARCH
“તારૂં-અર્પણ”…એક પુસ્તક ઝલક !
આજની પોસ્ટ અચાનક શક્ય થઈ છે.
ન્યુયોર્ક પ્રાંતમાં રહેતા મારા એક સ્નેહી શ્રી એચ.ચતુર્ભુંજનો લાંબા સમયે ફોન આવ્યો.એમના શબ્દોમાં ખુશી છલકાતી હતી.
જાણ્યું કે આગળ એમણે અનેક ન્યુઝપેપરોમાં એમના લખો પ્રગટ કર્યા હતા તે હવે એક પુસ્તક સ્વરૂપે છે.
આ પુસ્તક તે જ “તારું – અર્પણ ” !
 
માર્ચ ૨,૨૦૧૧નો દિવસ એટલે “મહા શીવરાત્રી”નો શુભ દિવસ. એ દિવસે એમણે એક પત્ર લખી પોસ્ટથી મોકલ્યો હતો તેનું યાદ આવ્યું. એ પત્ર સાથે એમણે પ્રગટ કરેલા અનેક લેખોની કોપીઓ મોકલી હતી. એ વાંચવાનો લ્હાવો મળ્યો હતો.”ગાંધી બાપુ-અલૌકિક વિભૂતિ”, “પ્રેમ વગર સિધ્ધિ નાહીં” તેમજ પહેલવાન પિંજરામાં” વિગેરે લેખો વાંચી મેં એમને વધુ ઉંડાણથી જાણી શક્યો હતો.
 
શ્રી ચતુર્ભુંજના લેખો ન્યુ જર્સીના “તિરંગા” અને એ સિવાય “”ગુજરાત દર્પણ” અને “ગુજરાત ટાઈમ્સ” વિગેરે ન્યુઝપેપરોમાં પ્રગટ થઈ ચુક્યા છે એથી અનેકે વાંચ્યા જ હશે. પણ એક સાથે સર્વ લેખો એક પુસ્તકરૂપે વાંચવાની એક અનોખી મઝા હશે.આ પુસ્તક ૧૦૪ પાનનું છે. મને એ વાંચવાનો લ્હાવો મળ્યો નથી પણ એમના લેખોનું વાંચન આધારીત હું એટલું કહી શકું કે આ પુસ્તકમાં ભરેલા સાહિત્ય ખજાનાને વાંચી અનેકને ખુશી થશે જ.
 
આ પુસ્તક વિષે વધુ માહિતી મેળવવા તમે શ્રી ચતુર્ભુંજનો સંપ્રક કરી શકો છો..એમનો ફોન છે ૯૧૪ ૫૦૨ ૦૦૦૮. મારી જાણ પ્રમાણે અહી અમેરીકામાં ખરીદી કરવા માટે કિમંત ૧૧ ડોલર છે.
 
શ્રી ચતુર્ભુંજજી ન્યુ યોર્ક પ્રાંતે એમના પરિવાર સાથે જીવન ગાળે છે. ઘડપણના દિવસોમાં સાહિત્ય લેખન દ્વારા એમને હૈયે આનંદ મળે છે. તમો એમના લેખો વાંચશો તો એમને વધુ આનંદ હશે.
 
આ પુસ્તક પ્રગટ કરી શ્રી ચતુર્ભુંજે એમની ઈચ્છા પુરી કરી. આ પુસ્તક પ્રગટ કરી એમના હૈયે એક “અનોખી” શાંતી છે. એમને મારા અભિનંદન, અને શુભેચ્છાઓ કે સાહિત્યના છેત્રે રહી લેખન ચાલુ રાખી અનેકને આનંદીત બનાવે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is UNPLANNED.
It is about a new Book  “TARU-ARPAN” meaning “YOURS- DEDICATED to YOU”
The Writer ” SHREE H. CHATURBHUNJ” is dedicating his work to the DIVINE.
This Book is a COLLECTION of the ARTICLES he had published in the several Newspapers. Therefore, some may have the opportunity of reading some Lekh in Gujarati. I had that opportunity as he had sent the COPIES of these Articles by post in 2011.
As per my reading of these sample articles, I feel there is MESSAGE in each of these writing.
Therefore, I am sure many will enjoy reading this Book.
You can get MORE DETAILS about this Book by calling Shree Chaturbhunj at 914 502 0008.
If there is the ALTERNATIVE way to purchase this Book then I hope Shree Chaturbhunj can tell that via a COMMENT. The Book is priced at 11 DOLLARS.
I hope many are interested in this Book
Dr. Chandravadan Mistry

જૂન 30, 2013 at 12:39 એ એમ (am) 10 comments

પતિ -પત્ની ચર્ચાનું પરિણામ !

Picture by GOOGLE SEARCH…FUNNY PICTURE-HUSBAND & WIFE CARTOON

પતિ -પત્ની ચર્ચાનું પરિણામ !

પતિ અને પત્ની સાંજની લહેરમાં બેસી,

વાતો કરી, હૈયે બહું આનંદ ભરી,

જવનની સફરની ચર્ચાઓ કરી !…..(૧)

 

ભાવભર્યા લાગણીવશ બની,

પતિએ પહેલીવાર મનની આશાઓ કહી,

અને, એ તો ભવિષ્યની મરણઘડીની વાત રહી !…..(૨)

 

“અરે,પ્રિયતમ, ધ્યાનથી સાંભળજે મને,

જ્યારે, મારી સ્થિતી બાટલી પર નભે,

ત્યારે, મશીન પ્લગો જલ્દી કાઢી નાંખજે !”…..(૩)

 

ટીવી, વીડીયો કોમ્પુટર ટેલીફોન વાયરો ખેંચી,

વીસ્કી,રમ, જીન ટોનીક અને બીઅર બહાર ફેંકી,

પત્ની કહે ઃ “સ્વામી, તમારી ઈચ્છા મેં તો પુરી કરી !”….(૪)

 

પત્નીના વર્તનથી પતિ આભો બની કહેઃ

“અરે ! ચાંપલી, જીવતા જીવતા તેં માર્યો મને,

હવે, બોટલો વગર જીવન મારૂં કેવું રે હશે ?”……(૫)

 

ત્યારે પત્ની કહે ઃ”અરે સ્વામી, ચિન્તાઓ શાને કરો તમે,

બાટલીઓની જગાએ  મને હવે નિહાળશો તમે.

જીવનના બાકી રહેલા વર્ષોમાં મારી નજીક હશો તમે !”…….(૬)

 

ત્યારે વિચારી ચંદ્ર કહે ઃ “પતિ કુટેવોને સહન કરતી પત્ની છે મહાન,

ચતુરાયથી પતિ શબ્દોની ઢાલે કરેલું કાર્ય એનું છે અતી મહાન,

ધન્ય છે ભારતની નારી કે ચંદ્ર વંદન કરે,જે છે વિભુતી મહાન !”…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ જુન,૨૪,૨૦૧૩                   ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૨૪મી જુન….અને દાવડાજીનો એક ઈમેઈલ આવ્યો.

એ ઈમેઈલ હતો ૨૩મી જુનની “વેડીંગ એનીવરસરી”ની પોસ્ટ વાંચ્યા બાદ.

ચાલો, એ ઈમેઈલ જ અહી પ્રગટ કરૂં>>>>

From: “pkdavda@gmail.com” <pkdavda@gmail.com> To: pkdavda <pkdavda@gmail.com> Sent: Monday, June 24, 2013 6:51 AM Subject:વિચાર કરજો હો ભઈલા  

 

એક પતિ એની પત્ની સાથે લાગણીવશ મૂડમાં વાતચીત કરી રહ્યો  હતો. વાતોના દોરમાં એણે કહ્યું, “જ્યારે મારી સ્થિતિ એવી થઈ જાય જ્યારે હું મશીનની  મદદથી જીવતો હોઉં , અને બાટલી ઉપર જ મારી જીંદગી ચાલતી હોય, ત્યારે તું એ બધા  મશીનોના પ્લગ કાઢી નાખજે, મારે એમ જીવવું નથી.”

 

એની પત્ની ઊભી થઈ, એણે ટી.વી., વીડીઓ, કોમપ્યુટર, ટેલીફોન  વગેરેના પ્લગ ખેંચી કાઢ્યા અને વ્હીસ્કી, રમ, જીન, બીયર અને સોડાની બાટલીઓ ફેંકી  દીધી.

 

પતિ તો મરવા જેવો થઈ ગયો.

માટે કંઈ પણ લાગણી વ્યક્ત કરતા પહેલા વિચાર  કરજો.

તો, તમે આ ઈમેઈલ વાંચ્યો.

 

હવે તમોને “કાવ્ય” વધુ સમજાશે એવી આશા.

 

દાવડાજીને અહી આભાર દર્શાવવાની તક લઈ રહ્યો છું.

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today a Post meaning “CONVERSATION between the HUSBAND & the WIFE.

The Email from P.K. DAVADA was narrating a situation in which in the “light hearted ” discussion, the Husband talks of “pulling the plugs ” of the Support Machines if in there is NO RECOVERY from the Illness.

The Wife took this as an OPPORTUNITY to destroy ALL ALCOHOL (to which her Husband is addicted to).

The Wife dispells the WORRIES of her Husband by saying that “you will have MORE time to spend with me”.

So..as the Poet the the Words are : the WOMAN is CLEVER & uses the OPPORTUNITY to bring her husband the Husband OUT of his ALCOHOL ADDICTION & for that Act, the Poet offers his SALUTATIONS to ALL WOMEN.

This is the MESSAGE in this Poem in Gujarati.

Dr. Chandravadan Mistry

જૂન 26, 2013 at 11:59 એ એમ (am) 12 comments

વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ?

Anniversary Celebration

વેડીંગ એનીવરસરીનું મહત્વ ખરૂં ?

 

 

 

પરણ્યા એટલે આવે જીવનમાં “વેડીંગ એનીવરસરી”,

તો, એ તો,  જીવનયાત્રાની એક હકીકત રહી,

 

એ લગ્ન દિવસ દર વર્ષે આવે ફરી ફરી,

તો, એવા દિવસની જુની યાદો તાજી કરવી ?

 

કે પછી, એક સાધારણ દિવસ ગણી જીવનયાત્રા ચાલુ રાખવી ?

એજ જરા સમજાતું નથી, એથી આ વાત મારે સૌને કરવી રહી !

 

આજે અમારી ૪૩મી “વેડીંગ એનીવરસરી” રહી,

એની વાત  આજે પોસ્ટરૂપે મેં સૌને કહી,

 

પહેલી, ૪૩મી કે વધ ગટ ભર્યાવર્ષોની કહાણી એ હોય

વર્ષો કેટલા સાથે ગાવ્યા, મહત્વ અહી તેનું અહી હોય ?

 

કે પછી, જીવન યાત્રાએ  ભલે સુખ દુઃખો હોય અનેક,

પણ, મહત્વ સંતોષભર્યા એ લગ્નજીવનનું હોય અનોખું એક ?

 

આવા સવાલો સૌએ જીવન સફરે પુછવાના હોય છે,

સવાલમાં જ એનો જવાબ છુપાયેલો હોય છે !

 

ચંદ્ર કહે ઃ આજની એનીવસરીએ ચંદ્ર પોતાને પુછી,

આનંદ અને સંતોષભરી ચંદ્રસફરની વાત સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન,૨૩,૨૦૧૩                     ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે જુન,૨૩,૨૦૧૩.

આજે છે આમારી ૪૩મી “વેડીંગ એનીવરસરી “.

આવી ઘડીએ સૌને આનંદ હોય…કોઈવાર એ દિવસ “ભુતકાળ”ની ઘટના તાજી કરી “દુઃખ” પણ લાવી શકે…..અહી જીવનસાથીનો અનુભવેલો “વિયોગ” કે અન્ય ઘટનાની વાત હોય !

જીવનમાં કેટલા વર્ષો સાથે ગાળ્યા તેના કરતા તો કેવી રીતે ગાળ્યા તેનું મહત્વ છે !

બસ, આ જ ભાવ આ કાવ્યમાં દર્શાવ્યો છે.

ગમ્યું ?

જરૂર “બે શબ્દો” લખશો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today is our 43rd WEDDING ANNIVARSARY.

Is the Wedding Aniversary be a IMPORTANT EVENT in the Journey on this Earth as a Human ?

What is important : How many years you are married OR how well you have made that Journey a 2 HUMANS TOGETHER ?

Then…the Celebration can be influenced by “some” Events in the Past.

Therefore, each INDIVIDUAL must see the Event of the WEDDING from his/her prospective.

The Poem seems to give this MESSAGE.

Dr. Chandravadan Mistry

જૂન 23, 2013 at 8:01 પી એમ(pm) 20 comments

મન અને આત્માનો સંવાદ !

મન અને આત્માનો સંવાદ !

કહ્યું કોઈએ કે “ઈલોટ્રોનીક બેન્ક ટ્રાન્સફર” બહું જ બુરી ચીજ છે,

ત્યારે મનડું મારૂં વિચારે કે એ ખરેખર સારી કે બુરી ચીજ છે ?

 

બેન્કમાં જે પૈસા તે કોઈ કહે મારી જ સંપતિ રહી,

ત્યારે મન મારૂં વિચારે કે એ ખરેખર કોની સંપતિ રહી ?

 

જે પૈસા બેન્કમાં તે તો મારી ભેગી કરેલી કમાણી છે,

ત્યારે મન મારૂં વિચારે કે ખરેખર એ કોની કમાણી છે ?

 

ધનરૂપી કમાણી તો માનવ મહેનતની પ્રસાદી છે,

ત્યારે મન મારૂં વિચારે કે એ કમાણી કોની પ્રસાદી છે ?

 

આટલું વિચારતા, મનડું મારૂં કમાણીનો હક્કદાર માનવા લાગે,

ત્યારે અંતર આત્મા કહે કે “ભલા, શાને તું એવો ભ્રમ કરી રહે ?”

 

મનડું જરા વધુ પુછે તે પહેલા અંતર આત્મા બોલી રહે ઃ

“જન્મ લીધો જગતમાં ત્યારે ખાલી મુઠ્ઠી હતી તારી,

જવન જીવતા જે કમાણી કરી તે પ્રભુદયાથી બની તારી,

ખરેખર તો, પ્રભુનું હતું તે જ થોડા સમય માટે તારૂં થયું,

અંતે તો, જે આજે તે કાલે કોઈનું જે હંમેશા પ્રભુનું જ રહ્યું,”

 

ચંદ્ર કહે સૌને ઃ અંતર આત્માની વાતથી મનડું મારૂં શાંત હતું,

અંતે એ કહી રહ્યું”નથી તારું કાંઈ કે તારે જેને ગુમાવવું રહ્યું !

જે છે તેમાંથી હૈયું ખોલી તું દાનરૂપે અન્યને આજે આપજે,

જે આપ્યું તે ના કોઈ આશાઓ વગર છતાં પ્રભુ વધુ આપશે !”

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન,૨૦,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

૧૯મી જુન ૨૦૧૩ના દિવસે એક ઘટના બની.

એ ઘટનામાં “બેન્ક ઈલોટ્રોનીક ટ્રાન્સફર”ની વાત હતી.

એમાં એક ગંભીર ભુલ થયેલ તેની વાત હતી.

એ ભુલ સાથે ચર્ચા થઈ.

એ ચર્ચામાં પૈસા ગુમાવાની બીક ભરી હતી.

મારૂં હૈયું કહી રહ્યું હાતું કે એવું કાંઈ થશે નહી.

અંતે અંતર આત્મા મારો જાણે મને પ્રભુ શરણે લઈ જતો હતો.

અને, ખરેખર, ભુલ સુધારી ગઈ, ઈચ્છા આધારીત ટ્રાન્સફર પણ થઈ ગયું.

બસ….

આ ઘટનાને કાવ્ય સ્વરૂપ મળ્યું છે !

સૌને ગમે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati with the Title meaning The Conversation between the MIND & the SOUL.

The MIND brings lots of thoughts.

Often these THOUGHTS are towards the WORLDLY ATTRACTIONS.

It is the ATMA (SOUL) that leads one to the RIGHT PATH.

Within that Path is the JOURNEY towards the DIVINE.

In this Poem was the fear of the LOSS of MONEY because of one small MISTAKE in the ELECRONIC TRANSFER.

That fear is REMOVED as you start listening to the SOUL instead of the MIND. The Poem was the FIGHT between the MIND & the SOUL…where the Soul tells the MIND ( HUMAN) that ALL in this World belongs to GOD…A Human had come emptyhanded on the Birth & will go emptyhanded at Death. So…if you have “something” share it with Others.

This is the Message !

 

Dr. Chandravadan Mistry

જૂન 21, 2013 at 12:22 એ એમ (am) 11 comments

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧ )….રમેશભાઈ પટેલ

વ્યક્તિ પરિચય…મિત્રતા (૧૧  )….રમેશભાઈ પટેલ

રમેશ કહું કે આકાશદીપ કહું ?

રમેશ કહું કે આકાશદીપ કહું ?

નામ ન કહું અને ફક્ત મિત્ર કહું ?

 

બ્લોગ જગતે જાણ્યા છે તમોને,

શા માટે મેં જાણ્યા હતા તમોને ?

 

સર્જેલી આ દુનિયામાં સૌ પ્રભુ રમકડા છે,

બે વ્યક્તિ બંધાય હ્રદયભાવે એ જ મિત્રતા છે,

 

આકાશદીપ શબ્દોમાં ચંદ્ર નિહાળે મિત્ર રમેશને,

એવી યાદમાં, રૂબરૂ મળ્યાની ખુશી છે હંમેશા ચંદ્રને !

 

કાવ્ય રચના ઃ તારીખઃ માર્ચ,૩,૨૦૧૩          ચંદ્રવદન

બે શબ્દો…

રમેશભાઈ પટેલ એટલે કેલીફોર્નીઆ પ્રાન્તના લોસ એજીલીસ શહેરના વિસ્તારના “કોરોના”ના રહીશ.

એમની પ્રગટ કરેલી કાવ્ય રચનાઓ તો સૌએ વાંચી આનંદ માણ્યો હશે જ !

એમણે “આકાશદીપ” નામે બ્લોગ શરૂ કર્યો તે પહેલા અન્યના બ્લોગોમાં એમની રચનાઓ વાંચવાનો લ્હાવો મળ્યો, અને મેં એમનો ફોન મેળવી, ચર્ચાઓ કરી. આ પ્રમાણે થઈ હતી અમારી મિત્રતા.”

જ્યારે એમણે એમની બુક “ત્રિપથગા”નું વિમોચન   “રીવરસાઈડ”ના મંદિરે રાખ્યું ત્યારે નવેમ્બર ૨૦૦૦માં મને આમંત્રણ મળતા હું ત્યાં ગયો, અને રમેશભાઈને રૂબરૂ મળી શક્યો…એ સમયે, ટેક્ષસાસથી સુરેશભાઈ જાની પણ હાજર હતા એથી એમને પણ મળી આનંદ થયો. આ મુલાકાત બાદ સુરેશભાઈના માર્ગદર્શને એમનો “આકાશદીપ” બ્લોગ શરૂ કર્યો.

એ મારી રીવરસાઈડની ટ્રીપ સમયે એમની પત્ની તેમજ દીકરી અને એના પરિવારને પણ મળવાનો લ્હાવો મળ્યો.

રમેશભાઈનો જન્મ ગુજરાતના “મહીમા” ગામે થયો હતો….અભ્યાસ કરી એંજીનીઅરીંગની ડીગ્રી મેળવી સરકારી નોકરી સ્વીકારી ગુજરાત રાજ્યમાં સેવા આપી, અને નિવૃત્ત થઈ અમેરીકા સ્થાયી થયા. એમનો પ્રેમ કાવ્ય રચનાઓ કરી, એમનો હ્રદયભાવ પ્રગટ કરવાનો રહ્યો…એ માટે એમનો બ્લોગ એક બારી છે. કાવ્યોરૂપી શબ્દો બ્લોગમાં ગુંજે છે અને તેને માણવા અનેક એમના બ્લોગ પર પધારે છે.મને પણ ત્યાં પોસ્ટો વાંચી આનંદ મળે છે.

આ અમારી “મિત્રતા”નું ફુલ મહેકતું રહે એવી પ્રભુને પ્રાર્થના.

મેં તો રમેશભાઈના જીવન વિષે એક ઝલક આપી છે. પણ, તમારે વધુ જાણવું હોય તો નીચેની લીન્કથી એમના બ્લોગ પર જવા વિનંતી>>>>

http://nabhakashdeep.wordpress.com/

 

અને, રમેશભાઈ વિષે આ પોસ્ટ પ્રગટ કરૂં તે પહેલા, મેં એક પોસ્ટ દ્વારા એમના વિષે થોડું લખ્યું હતું એ તમો નીચેની “લીન્ક” દ્વારા વાંચી શકો છો>>>>

 https://chandrapukar.wordpress.com/2009/11/30/%e0%aa%b0%e0%aa%ae%e0%ab%87%e0%aa%b6%e0%aa%ad%e0%aa%be%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%85%e0%aa%ad%e0%aa%bf%e0%aa%a8%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8/

આશા છે આ પોસ્ટ તમો સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Rameshbhai Patel is well known in the Gujarati WebJagat.

He is also known as “AKASHDEEP” under which he ceates his Poems in Gujarati.

As of 2000 he has his own Blog & one can visit his Blog by the Link provided above in the Gujarati script.

You will love him for his “Poetic Creations” and if you meet him or know hin you will like him as a a “nice” individual.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

જૂન 19, 2013 at 12:15 એ એમ (am) 14 comments

પિતાજીને વંદના !

 

પિતાજીને વંદના !

પિતાજી, વંદન કરી, વાતો હું કરૂં,

સાંભળજો મને, વિનંતી એવી હું કરૂં !………..(ટેક)

 

નવ માસ માતાએ દેહમાં રાખી, પોષણ કર્યું,

માનવ સ્વરૂપ આપી, રક્ષણ મારૂં એણે કર્યું,

ત્યારે, પિતાજી,તમ-પ્રાર્થનાઓમાંથી મુજને પ્યાર ઝરણું મળ્યું !…..પિતાજી….(૧)

 

આવ્યો હતો હું તો આ જગમાં રડતો, રડતો,

માતાના લાડમાં આંધળો બની, રમતો રહ્યો,

ત્યારે, પિતાજી, તમ-પ્રકાશ મુજને મળ્યો !…..પિતાજી…..(૨)

 

માત દયાસાગરમાં સંસારમાં તરતા, તરતા,

ભુલો ઘણી કરી મેં, અને આનંદ હૈયે ભરી રહ્યો,

ત્યારે, પિતાજી, તમ-વાણીની કડવાસમાં મીઠો સ્વાદ મુજને મળ્યો !…પિતાજી….(૩)

 

માત સંસ્કારોથી મારૂં જીવન ઘડતર થયું,

સંસારી જીવનમાં સારૂં નબળું અનુભવ્યું,

ત્યારે,પિતાજી, તમ-શીખો દ્વારા સહારો મુજને મળ્યો !…..પિતાજી….(૪)

 

પ્રભુજી, માત ઉપકાર તો અગણિત છે,

એનું વર્ણન કરવું પણ અશક્ય છે,

ત્યારે, પિતાજી, તમ-છત્રછાયાની યાદનો ભંડાર મુજને મળ્યો !….પિતાજી….(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ મે, ૨૩,૨૦૧૩                         ચંદ્રવદન

બે શબ્દો…

આજે રવિવાર અને જુન, ૧૬, ૨૦૧૩ એટલે “ફાધર્સ ડે”.

એનો વિચાર કરી, પિતાજીને યાદ કરી, આ રચના થઈ હતી.

એને જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

સંસારી જીવનમાં માતા સાથે પિતાનો ફાળો ખુબ જ અગત્યનો છે.

માતાના ગુણલા ગાતી અનેક કાવ્ય રચના ભલે હોય,પણ પિતાનો કારણે  સંતાનમાં પુર્ણતા આવે છે….આ જ “મહાન સમજ” કહેવાય.

આ સમજને ફરી તાજી કરવાનો આ પ્રયાસ છે.

આજે જે કોઈ આ પોસ્ટ વાંચે તે પોતાના પિતાને યાદ કરી વંદના અર્પે એવી મારી પ્રાર્થના છે.

સૌને “હેપી ફાધર્સ ડે” !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS….

It is the FATHER’S DAY today.

This Poem in Gujarati is on the FATHER.

It tells that along with the father, the MOTHER has the equal respect in the Human Society.

HAPPY FATHER’S DAY to All !

Dr. Chandravadan Mistry

જૂન 16, 2013 at 12:22 એ એમ (am) 16 comments

MILLI’S 4th BIRTHDAY !……..મીલીની ચોથી બર્થડે !

206_MomDad_UK_India-Dec2012

MILLI’S 4th BIRTHDAY !

 
Let’s have Fun ! Let’s Celebrate !
It’s Milli’s 4th Birthday !
 
 
 
12-12 12, it’s a Special Day,
It’s Milli’s Birthday that Day,…..Let’s have Fun… (1)
 
 
 
“You are All Invited” Says Milli to All,
“It’s Nice that you Came !” Says Milli to All…Let’s have Fum….(2)
 
 
 
From Loughborough,Dada & Dadi came to the Party,
From America, Bapa & Ma came to the Party….Let’s have Fun…..(3)
 
 
 
Alka & Kuki Fois came with their Families,
There were Friends & Relatives with their Families….Let’s have Fun….(4)
 
 
 
With the Birthday Cake, the Food Sweet & Spicy,
You must eat & Enjoy the Food that’s so Tasty,….Let’s have Fun…(5)
 
 
 
People brought many Gifts, Big & Small,
Milli is Happy to see these All,…..Let’s have Fun…..(6)
 
 
There’s a Cake with the 4 Lighted Candles on the Table,
“Happy Birthday Song”Echoes near that Table…..Let’s have Fun….(7)
 
 
“Please eat the Cake” says Milli to All,
“Sure, We will, Milli” in Joy says All….Let’s have Fun…..(8)
 
 
This Planned Party of 16th December was by Milli’s Dad & Mum,
Grown up Milli, seeing the Party Photos, Thanking then her Dad & Mum,…..Let’s have fun….(9)
 
 
Poem Written December,12,2012
Modified in 2013
 
By Dr. Chandravadan Mistry

Usually, I have a Poem in Gujarati….and then if there is a Poem in ENGLISH, it will be published.

In this Post, I posted the ORIGINAL CREATION in ENGLISH and now I publish the “at lib ” translation into a Gujarati Poem as below>>>>

મીલીની ચોથી બર્થડે !

આનંદ  કરો ! ઉત્સવ કરો !

આ તો છે મીલીની ચોથી બર્થડે !…..(ટેક)

 

૧૨-૧૨-૧૨નો એક સુંદર દિવસ છે,

એ દિવસ તો મીલીની ચોથી બર્થડે છે, ….(૧)

 

“સૌ પધારો” સૌને મીલી કહે,

“તમે આવ્યા એનો મને આનંદ છે”મીલી કહે…(૨)

 

લફબરો શહેરથી દાદા દાદી આવ્યા,

અમેરીકાથી બાપા મા પણ આવ્યા,……(૩)

 

અલ્કા ‘ને કુકી ફોઈ ફેમીલી સંગે આવ્યા,

મિત્રો ‘ને સગાસ્નેહીઓ પણ ફેમીલી સંગે આવ્યા,….(૪)

 

બર્થ ડે કેઈક સાથે મીઠાઈ ‘ને મસાલેદાર વાનગીઓ છે,

સૌએ ખાઈને આનંદ સાથે મઝાઓ ખુબ માણી છે…..(૫)

 

સૌ લાવ્યા ભેટો નાની કે મોટી અનેક,

ભેટો નિહાળી, ખરેખર ખુશ છે મીલી એક !……(૬)

 

ટેબલ પર કેઈક કેન્ડલો પ્રકાશ આપી રહે,

અને, “હેપી બર્થ ડે”ના ગીતે હોલ ગુંજી રહે,……(૭)

 

“જરૂર  કાંઈક ખાજો તમે”સૌને મીલી કહે,

“જરૂર ખાઈશું અમે” સૌ મીલીને કહે,……..(૮)

 

ડેડી મમ્મીએ પાર્ટી ૧૨ ને બદ્લે ૧૬ તારીખે રાખી,

એની યાદ ફોટાઓમાં જે ભરી, તે ફરી, મીલીએ મોટી થઈ નિહાળી,……(૯)

 

અંગ્રેજી રચના ગુજરાતીમા તારીખ, મે, ૨૪,૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

ડિસેમ્બર ૨૦૧૨ની ઘટના અને આજે પોસ્ટરૂપે ?

પહેલા તો કાવ્ય રચના ફક્ત અંગ્રેજીમાં હતી ત્યારે પોસ્ટરૂપે મુકવાનો વિચાર ના હતો.

ફરી જ્યારે એ રચના ૨૦૧૩માં વાંચી ત્યારે થયું કે ગુજરાતીમાં રચના લખું….અને, એ શક્ય થતા,તમે બન્ને રચનાને એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

તમે મારા બ્લોગ પર આવી, આ પોસ્ટ વાંચી, તે માટે આભાર.

ફરી પણ બ્લોગ પર જરૂર પધારજો !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

This Post is with the ORIGINAL Poem in English first with its Gujarati Translation after that.

It is about the 4th Birthday of our Grand-daughter Milli celebrated in U.K.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

જૂન 12, 2013 at 12:57 એ એમ (am) 10 comments

જુગ જુગ જીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ

Red Rose 1 
જુગ જુગ જીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ
જુગ જુગ જીઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ પ્યારા,
સંઘ માર્ગદર્શનથી સૌ જ્ઞાતિજનો લાગે છે ન્યારા,
એકતા અને પ્રેમ સાથે આગેકુચ કરવા તૈયાર છીએ અમે,
પ્રભુજી, કૃપા કરજે તું, પ્રાર્થના કરીએ એવી આજે અમે,
જે શક્ય થયું સંઘ દ્વારા તેથી ખુશ છીએ અમે આજે,
હજું કરવાનું છે ઘણું બાકી, કરીશું એ, શક્તિ આપજે આજે,
શિક્ષણથી કરીશું દુર જ્ઞાતિ અંધકાર જે છે આમારો,
જ્ઞાતિ ગરીબાય પણ હટાવીશું, જો સાથ છે પ્રભુજી તારો,
“પ્રજાપતિ ભવનો” છે અંબાજી અને જુનાગઢ સ્થાને,
હશે ભવનો એવા ગુજરાતના જુદા જુદા શહેરે,
ભવનો સાથે ના ભુલીશું જ્ઞાતિ તંદુરસ્તી કદી અમે,
પાલનપુરના હેલ્થ સેન્ટર જેવા સેન્ટરો બનાવીશું અમે,
પ્રભુએ કરેલા આ સંસારમાં પ્રાજાપતિ તો જ્યેષ્ઠ કહેવાય,
પણ ખોયું હતું જ્ઞાન શિક્ષણ અને હવે ગરીબાય ના સહેવાય,
શિક્ષણ પ્રેમી બની, દઈશું જ્ઞાન બાળકોને એવો સંકલ્પ છે અમારો,
પ્રાજાપતિ જ્ઞાતિની “ગૌરવતા” એ જ લક્ષ છે હવે અમારો !
કાવ્ય રચના તારીખઃ જાન્યુઆરી,૨૧,૨૦૧૩      ચંદ્રવદન
બે શબ્દો…
આ કાવ્ય પોસ્ટ સાથે આજે પહેલીવાર આગળ દર્શાવેલ “અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”ની સભામાં આપેલ મારી પ્રથમ હાજરીના  લખાણને “બે શબ્દો” રૂપે પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. જે નીચે મુજબ છે>>>>
અખિલ ગુજરાત

પ્રજાપતિ સંઘની સાધારણ સભામાં મારી હાજરી !
હું મારા પત્ની કમુબેન તેમજ મારા બે સ્નેહીઓ સાથે કારથી વડોદરા શનિવારતારીખ ૫,જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે આવી એક હોટેલમાં રોકાયો હતો.રવિવારની સવારેમ હું આ સભામાં જવા માટે તૈયાર હતો.સવારના ૧૦ વાગ્યા પહેલા તો હું સૌ સાથે કારથી આ સભાના સ્થાને હાજર હતો.આ સભામાં મારા જ જીવન કથાનું પુસ્તક “યાદોના ઉપવનમાં”અનવરણ તેમજ વિતરણના કાર્યનો સભાકાર્ય સાથે જોડી દેવામાં સંઘે ખુબ જ ઉદારતા બતાવી હતી. “મહર્ષિ પ્રજાપતિ”ના અંકે વાંચતા જાણ્યું હતું કે સભાના “એજેન્ડા” માં નંબર ૪ પર મારા જીવનના પુસ્તકનો મુદ્દો હતો. વળી સાથે સંધ તરફથી “ચંદ્રકમુ એવોર્ડ”અર્પણ થાય તેનો પણ ઉલ્લેખ હતો. આથી, હું ખુબ જ આનંદમાં હતો.
સવારે ૧૦ પહેલા સભા સ્થાને આવતા, પાલનપુરના કાળા હનુમાન મંદિરે સેવા આપતા પુજ્યશ્રી સીતારામ બાપુના દર્શન થયા. હું તેમજ મારી પત્ની કમુ એમને પ્રથમવાર મળ્યા, અને એમના આશીર્વાદો મેળવ્યા.બાપુ પણ સભામાં હાજરી આપવા જ આવ્યા કારણ કે મારા પ્રગટ થનાર પુસ્તક માટે એમણે જ આશીર્વાદો આપ્યા હતા.સમયસર, સભાનું કાર્ય આરંભ થતા, અમો સુચન કર્યું તે પ્રમાણે સ્ટેજ પર બેસી ગયા. મારી એક બાજુ શ્રી દલસુખભાઈ હતા અને બીજી બાજુ વડોદરાના ડેપ્યુટી મેયર શ્રી હરજીવનભાઈ તેમજ અન્ય સાથે હતા પુજ્ય સીતારામ બાપુ અને શ્રી ગોદડભાઈ, મારા મિત્ર.નીચે બેઠા હતા ગુજરાતની જુદી જુદી જગ્યાએથી પધારેલા સંઘના પ્રતિનિધીઓ અને અનેક મહેમાનો. આવા દર્શન થતા, મને સંઘની અનેક વર્ષોથી થતી સભાઓનો ખ્યાલ આવ્યો. હું મારા મનમાં વિચારતો હતો કે આ તો પ્રભુની જ કૃપા કે મારા ભાગ્યમાં આ પ્રમાણે લખ્યું જ હશે એથી જ આ શક્ય થયું. આ પહેલા હું અનેકવાર, ભારત આવ્યો હતો પણ આ સફરે જ સંઘની સભામાં હાજરી આપવાનું લખ્યું હશે. હવે પછી, ફરી ભારત ક્યારે આવી શકાશે એ તો પ્રભુ જણે. અને, ફરી આવવાનું થાય તો પણ સંઘની સભા હોય એની સંભવતા પણ એક અશક્ય હોય એવું મારું માનવું છે.
સંઘની સભાનું કાર્ય શરૂ થયું. સંઘના “બાઈલોસ”માં થોડા ફેરફારો અમલમાં મુકવા માટે અનુમતી મળી….સંઘને પ્રગતિના પંથે જવા માટે દાન સહકારની અપીલ થતા અનેક તરફથી દાન રકમની જાહેરાતો થઈ….જુનાગઢના “પ્રજાપતિ ભવન”માટે વધારે રૂમો માટે દાન અપીલ થઈ…..પ્રજપતિ જ્ઞાતિમાં શિક્ષણ વધે તે માટે પગલા લેવાની ચર્ચાઓ….પ્રજાપતિજનો રાજકારણમાં વધુ રસ લેય એવા વિચારો….અને મુખ્ય નિર્ણય તો એ હતો કે સૌએ દલસુખભાઈને સંઘના અધ્યક્ષ તરીકે ચુંટ્યા ! દલસુખભાઈ પણ એ સ્વીકાર્યુ અનેસાથે ભારપુર્વક અપીલ કરી કે સંઘની આગેકુચના કાર્યમાં સૌનો સહકાર મળી રહે ! મેં નિહાળ્યું કે દલસુખભાઈ જે પ્રમાણે સભામાં ચર્ચાઓ કરતા હતા તેમાં એઓ જે કંઈ કહેવાનું હોય તે ભારપુર્વક કહેતા, અન્ય સાંભળી, સહમત થતા અને આવી ચાર્ચાઓમાં મને દલસુખભાઈ પ્રભાવશાળી વ્યક્તિ જણાયા. પણ મારા મનમાં એવું પણ થયું કે સંઘ માટે તેઓ “પુરા હ્રદય્ભાવથી” સેવા આપવા તૈયાર હતા, અને એ માટે “પોતાની દોલત”માથી દાન કરવા અચકાતા ના હતા. જ્યારે ૨૫ વર્ષ પહેલા સંઘની સ્થાપના થઈ ત્યારે એમનો ફાળો ખુબ જ અગત્યનો હતો એમણે “થોડા સાથીદારો”ને સાથે રાખી સંઘ ઉભું કર્યું તે માટે હું એમને વંદન કરૂં છું ! ખરેખર, સંઘના દલસુખભાઈ તો “પ્ર્રાણ” છે !
નંબર (૪) આઈટમની ચર્ચા ! પુસ્તક મારા, દલસુખભાઈના હાથમા તેમજ ટેલલ પર બેઠેલા અન્યના હાથોમાં…રીબન છુટી….પુસ્તકનું વિમોચન થયું….ગોડદભાઈ તરફથી તેમજ લેખક રમણીકભાઈ રાવળ તરફથી “બે શબ્દો” બાદ, મારે ઉભા થઈ કંઈક કહેવાની ઘડી આવી. જે કંઈ પુસ્તક વિષે કહેવાનું હતું તે કહેવાય ગયું..તેમજ પુસ્તક અનેકના વાંચન માટે હતું, તો..મેં ફક્ત આભાર અને આનંદ દર્શાવ્યો. પણ “બે શબ્દો” બોલવાની તકનો લાભ લઈને સંઘ “એકતા”સાથે વધુ અને વધુ પ્રગતિઓ કરે એવી આશાઓભરી પ્રાર્થના કરી, અને ગુજરાત તેમજ પરદેશના પ્રજાપતિઓનું “સ્નેહમિલન” હંમેશા રહે એવી આશાઓ સૌના હૈયે રડી. આટલું કહેતા, મારૂં હ્રદય ગદ ગદ થઈ ગયું, અને મારી આંખો ભીની હતી, અને એકાદ ટીપું આંસુરૂપે આવ્યું એને લુંછી લઈ મનમાં શાંતી જાળવી. આ ઘડીએ સાલ’ફુલો સાથે સન્માન થયું એ કદી ના ભુલાશે. અને મારા તેમજ કમુના હસ્તે અનેને એવોર્ડ અપાયા તે પણ કદી ના ભુલાશે, જે કોઈએ એવોર્ડ મેળવ્યા તેઓ વધુ સફળતા મેળવે એવી હૈયે પ્રાર્થનાઓ હતી.
અંતે….મારે કહેવું છે કે ભારત/ગુજરાતની આ મારી દશ દિવસની સફર મારા મનમાં હંમેશા “યાદગાર” રહેશે…આ સફરમાં પુસ્તક વિમોચનના કાર્ય સાથે “અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”માં હાજરી પહેલીવાર આપી શકાય તે મારા મનના “ઈતિહાસે” એક ગૌરવભારી કહાણી રહેશે ! સંઘના અનેક આ દિવસને યાદ કરતા રહે એવી આશાઓ. સંઘની સ્થાપનાથી હું ખુશ છું, અને ૨૫ વર્ષના સંઘ ઈતિહાસે જે જે પ્રવૃત્તિઓ સાથે પ્રગતિઓ થઈ તેનો હું સાક્ષી છું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today’s Post is Kavya (Poem) in Gujarati about an Organisation “AKHIL GUJARAT PRAJAPATI SANGH”.
I am publishing it as this Organisation is celebrating an Event of the Opening  of a newly constructed Building of “PRAJAPATI EKTA BHAVAN” at JUNAGADH in Gujarat.
The Celebrations are on 8th & 9th June 2013.
Inviting ALL to join this Celebrations !
Dr. Chandravadan Mistry

જૂન 8, 2013 at 12:40 એ એમ (am) 11 comments

સુવિચારઃ પ્રભુ શરણું !

સુવિચારઃ પ્રભુ શરણું !

શરણાગતી ભાવે, પ્રભુ સનમુખે મળે,

મોહમાયા ત્યાગી, માનવ પ્રભુને પામે !

………………………………………

જે કોઈ સ્વાર્થરૂપી “હુંપદ” ત્યાગે,

વહી હ્રદયે પ્રભુશરણાગતી આવે !

…………………………………….

જે જગમાં થાય, તે પ્રભુ ઈચ્છાથી રે થાય,

એસી સમજ જો આવે, તો મોહમાયા રે છુટ જાય !

ચંદ્રવદન

વિચારો..તારીખ ઃ એપ્રિલ,૫,૨૦૧૩

FEW WORDS…

Today’s Post is  the SUVICHARO meaning the PEARLS of WISDOM.

The Topic is the SURREND to GOD.

The true REJECTION of the EGO is needed to reach GOD.

That’s the MESSAGE !

Dr. Chandravadan Mistry

જૂન 4, 2013 at 5:49 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

જૂન 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930