Archive for નવેમ્બર, 2010

શાને ઉતાવળ કરે છે તું ?

 

 

શાને ઉતાવળ કરે છે તું ?

શાને ઉતાવળ કરે છે તું? ઓ બાળ મારા,
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…………(ટેક)
વર્ષો અનેક બાદ, પ્રભુપ્રસાદી છે તું !
મહિનાઓ અનેકથી પ્રેમથી સંભાળું છું,
હવે,તો થોડા દિવસોની જ વાત છે !
રાખજે ધીરજ તું…..અરે, ઓ બાળ મારા !…..શાને…(૧)
પેટમાં પોષણ તારું કરું છું હું,
થાય મોટો તું અને ખુશ રહું હું,
નવ માસ પુરા કરવાની જ વાત છે !
રાખજે ધીરજ તું ..અરે, ઓ બાળ મારા!….શાને…(૨)
ઉતાવળે હોસ્પીતાલે મુજને લાવ્યો છે તું,
ભલે લાવ્યો, કરજે આરામ પેટમાં રહી તું,
થોડા દિવસના આરામની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…..શાને….(૩)
પ્રભુએ જ બનાવ્યો છે તને,
પ્રભુ જે કરે તેનો સ્વીકાર છે મને !
આ તો,પ્રભુ ઈચ્છાની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…..શાને…(૪)
ધીરજ રાખી, પ્રભુને પ્રાર્થના કરૂં હું ,
જગતમાં બાળ આવકારો આપવા તૈયાર છું,
એક માત શક્તિની જ વાત છે !
રાખજે ધીરજ તું, ઓ બાળ મારા !…શાને…(૫)
કાવ્ય રચના.. તારીખ ઓકટોબર, ૧૦, ૨૦૧૦          ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ એક બાળકના માતાની પૂકાર છે !
નારીનો સ્વભાવ એટલે એક માતા બનવાની ઈચ્છા !
જ્યારે એ ગર્ભવતી ના હોય ત્યારે એ ગર્ભવતી થવા માટે આતુરતામાં…..અને જ્યારે એ ગર્ભવતી થઈ હોય ત્યારે એક “માતા”રૂપી વિચારોના આનંદમાં !
એ નવ માસ બાળને પેટમાં રાખી, એનું પોષણ કરવા ખુશી સાથે તૈયાર છે !
પણ જ્યારે….
સમય પહેલા બાળ આવશે એવા વિચારથી જે દર્દ અનુભવે તે એનું જ હ્રદય જાણે…કોઈ બીજી નારી સમજી શકે…પતિ કે કોઈ પુરૂષ એ ના સમજી શકે !
જો આવી ઘટના સાથે બાળને પુર્ણતાના મળે…પણ જગતના દર્શન કરી મોટો થઈ શકે તો માતા એનું બધું જ દુઃખ ભુલી જાય એને પ્રેમથી ઉછેળે છે…..પણ “અપુર્ણતા”ના કારણે કે કોઈ અન્ય કારણે એ બાળક મ્રુત્યુ હાલતે કે તરત મ્ર્રુત્યુ પામે ત્યારે જે માતા હ્રદયે દર્દ હોય તેનું કદી પણ શબ્દોમાં વર્ણન ના હોય શકે !
આ કાવ્યમાં એક ગર્ભવતી નારીને હોસ્પીતાલ સમય પહેલા દાખલ થવું…એવા સમયે એ નારી જે માતા બનવાની છે તેના હૈયે જે થાય તેની કલ્પના કરી આ રચના શક્ય થઈ છે
કાવ્યમાં આ “હ્રદયબાવ” દર્શાવવા મારો પ્રયાસ હતો….એ કાવ્યરૂપે સમજાયો ના હોય તો આ “બે શબ્દો” દ્વારા જાણી, તમે નારીને વધૂ સમજી, માન આપજો….માન ના આપો તો કાંઈ નહી, પણ કદી અપમાન ના કરશો !
આ પોસ્ટ તમો સૌને ગમે એવી આશા !
>>>ચંદ્રવદન.

FEW  WORDS…

Today is another KAVYA Post .

Today’s Post is 1st after the Post of the KAVYA of 3RD BIRTHDAY CELEBRATION Publication on 22ND November,2010.

This KAVYA ( Poem) is the FEELINGS of a WOMAN !
The MOTHERHOOD is the ULTIMATE HAPPINESS of any WOMAN !
This KAVYA brings a WOMAN who is PRAGNANT, and FEARING a PREMATURE DELIVERY of a CHILD.
If the child is born PREMATURE….& if that child reaches the MATURITY, then she, as a MOTHER forgets ALL SADNESS & DIFFICULTIES she had faced.
If she sees a DEAD CHILD…..or if that PREMATURE CHILD does not reach the MATURITY….the HURT within her HEART can NEVER be put in the WORDS.
No MAN can understand that HURT….may be another WOMAN can understand that DEEP HURT.

This Poem Post is to AWAKEN all MEN…..and realise the SACRIFICES a WOMAN makes in the HUMAN SOCIETY.
If his EGO does not allow him to RESPECT a NARI ( WOMAN )…then atleast HE MUST not DISRESPECT  the NARI.

Hope you like this Poem !

DR. CHANDRAVADAN MISTRY.

 

નવેમ્બર 27, 2010 at 7:01 પી એમ(pm) 20 comments

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !

 

 

 

 

Image and video hosting by TinyPic

Image and video hosting by TinyPic

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !

આજ છે બાવીસમી નવેમ્બરનો શુભ દિવસ !
અરે, એ તો  “ચંદ્રપૂકાર”નો જન્મ દિવસ !…….(ટેક)
“ચંદ્રપૂકાર”નો જન્મ હતો ૨૦૦૭ની સાલે,
ગુજરાતી બ્લોગ જગતમાં સફર કરતા,હૈયે ખુશી આવે !
એ મુજહૈયાની ખુશી કહું છું આજે !…….આજ છે …..(૧)
પહેલી “ચંદ્રપૂકાર”ની બર્થ ડે ઉજવી હતી ૨૦૦૮ની સાલે,
કાવ્યો, ટુંકી વાર્તા સુવિચારોના પ્રતિભાવો વાંચી,આનંદ હૈયે આવે !
એ મુજહૈયાની ખુશી ખહું છું આજે !…..આજ છે…..(૨)
બીજી “ચંદ્રપૂકાર”ની બર્થ ડે ઉજવી હતી ૨૦૦૯ની સાલે,
આવે મહેમાનો અનેક જે સુંદર પ્રતિભાવો પણ આપે !
એ મુજહૈયેની ખુશી કહું છું આજે !……આજ છે…..(૩)
હવે, “ચંદ્રપૂકાર”ની  ત્રીજી બર્થ ડે છે આ ૨૦૧૦ની સાલે,
જાન્યુઆરીથી અનેક “માનવ તંદરસ્તી” પોસ્ટો સૌ નિહાળે !
એ મુજહૈયાની ખુશી કહું છું આજે !……આજ છે ….(૪)
અરે…ઓ…સૌ સાંભળો….
“ચંદ્રપૂકાર”ની મહેક થકી….
આજે ૮૧૦૦૦ થી વધુ મહેમાનો  આવ્યાની છે ખુશી !
આજે ૨૩૯ પો સ્ટો પ્રગટ કર્યાની છે ખુશી !
આજે ૩૫૩૫ પ્રતિભાવો મળ્યાની છે ખુશી !
બસ, એ મુજહૈયાની ખુશી કહું છું આજે !…..આજ છે….(૫)
“ચંદ્રપૂકાર”ની જન્મ તારીખ નવેમ્બરમાં છે અ વિચાર સાથે સેપ્ટેમ્બર/ઓક્ટોબર માસમાં
એક કાવ્યરૂપે પોસ્ટ પ્રગટ કરી , આ ખુશી દર્શાવવા અનેકવાર મનમા થયું….કોઈ શબ્દો
મનમાં આવ્યા ખરા….પણ અંતે તો નવેમ્બર માસમાં કાવ્ય સ્વરૂપ શક્ય થયું !
કાવ્ય રચના તારીખ…નવેમ્બર ૧૩, ૨૦૧૦           ચંદ્રવદન.

બે શબ્દો…

આજે છે “ચંદ્રપૂકાર”ની જન્મ તારીખ !
કાવ્યરૂપે મેં મારી ખુશી દર્શાવી બધું જ કહી તો દીધું છે,……પણ, “બે શબ્દો” ના લખું તો મારા દીલમાં “સંતોષ” ના હશે…તો, લખી રહ્યો છું !
ગુજરાતી બ્લોગ જગતમાં “ચંદ્રપૂકાર” તો ત્રણ વર્ષનું મારૂં વ્હાલું બાળક છે….અને, જે પ્રમાણે, અનેક મહેમાનો અહી પધાર્યા તેથી મને આનંદ તો જરૂર થાય, પણ….સાથે સાથે એવો વિચાર આવે કે ..” ચંદ્રપૂકાર”રૂપી બાળક તો અનેકનું વ્હાલું છે !” આજે, આ બ્લોગના જન્મદિવસે હું એમના “પ્રેમ” માટે એમનો “આભાર” દર્શાવી રહ્યો છું….અને વિનંતી કરૂં છું કે આ બાળકને પ્રેમ આપવા ફરી ફરી પધારતા રહેશે !
અહી મારે સૌને પૂછવું છે કે “માનવ તંદુરસ્તી”નામકરણે જે પોસ્ટો પ્રગટ કરવાનું શરૂ કર્યું અને જે પોસ્ટો એમણે વાંચી તે ગમી ? આ રીતે પોસ્ટો પ્રગટ કરવી એ યોગ્ય કહેવાય ?…ભલે, તમોને બીજી કાવ્યરૂપી કે અન્ય પોસ્ટો માટે રસ હોય તો પણ આ વિષે તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો એવી આશા !..સાથે સાથે, એ પણ પૂછવું છે કે ” વ્યક્તી પરિચય ..મિત્રતા” નામે પ્રગટ કરેલી પોસ્ટો ગમી કે નહી ?”
કાવ્યો, ટુંકી વાર્તા સુવિચારો વિગેરે તો “ચંદ્રપૂકાર” પર ચાલુ જ રહેશે ….પણ ભવિષ્યમાં કંઈક નવું શરૂ કરવા વિચાર થાય છે . એ વિચાર છે “માનવ જીવન સફર”! આવા નામકરણે પોસ્ટો દ્વારા માનવીના જીવનમાં જેની અસર થતી હોય તેના વિષે લખવું કે અને ત્યારબાદ, માનવીઓમાં  થઈ ગયેલા “મહાન આત્મા”ઓ વિષે લખું કે જે થકી, વર્તમાનમાં જીવી રહેલા માનવીઓને “પ્રેરણાઓ” મળી શકે ! આમારૂં “સ્વપ્નું ” છે….સકાર થશે કે નહી એ હું ના જાણું …એ પ્રભુ પર છોડ્યું છે !

અંતે મારે લખવું છે કે….ત્રણ વર્ષના સમયગાળામાં જે “ચંદ્રપૂકાર” પર શક્ય થયું તે નીચે મુજબ છે>>>>

 

 

કુલ્લે મેહમાનો…..૮૧,૦૦૦થી વધુ….(૮૧,૨૦૦+ )

 

કુલ્લે પ્રગટ થયેલી પોસ્ટો….૨૩૮ + આજની આ પોસ્ટ= ૨૩૯

 

કુલ્લે મળેલા પ્રતિભાવો….૩,૫૩૫

સૌને જય શ્રી ક્રુષ્ણ !…..સૌને નમસ્તે ! !

>>>>ચંદ્રવદન

FEW  WORDS…

Today, it is MONDAY…and  NOVEMBER,22, 2010.
The date of NOVEMBER,22, 2010 means it is the BIRTHDAY ( JANMDIVAS) of my Blog CHANDRAPUKAR.
This is DAY of JOY for me !
This is the DAY I want to SHARE my JOY with ALL !
Without your SUPPORT….CHANDRAPUKAR may be UNKNOWN.
I take the opportunity to THANK YOU ALL !
I request you ALL to keep VISITING this Blog…..Your each visit mean a LOT to me !
Your each COMMENT adds the ENERGY within me to DO BETTER.
Some of your comments had infuenced me to be INNOVATIVE…Eg, HEALTH POSTS came into existance by “someone” suggesting me.
As per the Indian Calender it is the NEW YEAR of 2067.
Soon the end of the DECEMBER will bring the NEW YEAR of 2011.
I pray to GOD that he gives me the ENERGY & VISION to publish Posts that bring HAPPINESS to YOU ALL….my READERS !
Thanks for your this VISIT….your patience to READ this Post.
Many many THANKS for your COMMENTS…..I will read ALL YOUR COMMENTS !
AND…..
This Post is published from SYDNEY, AUSTRALIA where I am briefly here to enjoy with our 1st GRANDSON DHILAN…..This may be Post of CHANDRAPUKAR BIRTHDAY CELEBRATION  away from Home LANCATER, CALIFORNIA, USA for the 1st Time !

DR. CHANDRAVDAN  MISTRY

 

નવેમ્બર 22, 2010 at 12:48 એ એમ (am) 40 comments

અરૂણ શ્રધ્ધાજંલી !

 

અરૂણ શ્રધ્ધાજંલી !

શ્રધ્ધાજંલીના ચંદ્રપુષ્પો, સ્વીકારજો અરૂણભાઈ તમે !……(ટેક)
જીવન તમારૂં આશા કિરણે આનંદમાં વહ્યું હતું ,
મોના,સીમા, પરીન પ્રેમ રંગમાં રંગાયું હતું,
જે અરવીન,પૌત્રોની ખુશીમાં ખીલ્યું હતું,
તમ પરિવારની યાદમાં અમર છો તમે !…..શ્રધ્ધાજંલી..(૧)
સગા-સ્નેહીઓ, મિત્રોના હૈયા જીત્યા હતા,
દર્દીઓના તો તમે વ્હાલા હતા,
સંસારી જીવનમાં કર્તવ્ય પાલનમાં રંગાયા હતા,
સંસારના માનવીઓની યાદમાં અમર છો તમે !…..શ્રધ્ધાજંલી….(૨)
દર્દ અન્યનું હલકું કે નાબુદ કર્યું હતું,
કોઈનુ જીવન પણ લંબાવ્યું હતું,
મ હૈયે માનવતાનું ફુલ હતું,
પ્રભુની યાદમાં અમર છો તમે !…શ્રધ્ધાજંલી……(૩)
ચંદ્ર હૈયે દર્દ, અને બોલાવે સારવાર માટે,
એન્જીઓગ્રામ બાદ, તમ-સલાહો બાયપાસ માટે,
નવજીવનમાં ચંદ્ર આજે તમને અંતીમ વિદાય આપે !
ચંદ્ર હ્રદયમાં રહી, અમર છો તમે !……શ્રધ્ધાજંલી …..(૪)
કાવ્ય રચના….તારીખ.ઓકટોબર,૧૫, ૨૦૧૦        ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક કાવ્ય પોસ્ટ !


એ છે એક વ્યક્તીને “શ્રધ્ધાજંલી” !


એ વ્યક્તી તે મારા મિત્ર ડો. અરૂણભાઈ મહેતા.


એક ગુજરાતી ડોકટર તરીકે આ એન્ટોલોપ વેલી વિસ્તારે એ પહેલા હતા…૧૯૭૪-૭૫ની સાલથી !

હું જ્યારે ૧૯૮૧માં લેન્કેસ્ટરમાં આવ્યો ત્યારે એમનો પરિચય થયો….અને મિત્રતા થઈ.

૧૯૮૯ની સેપ્ટેમ્બર ૧૭ની તારીખ….મારી છાતીએ દુઃખાવો…..પ્રથમ ફોન કોલ અરૂણભાઈને !

હું પરિવાર સાથે હોસ્પીતાલ આવું તે પહેલા અરૂણભાઈ મારી રાહ જોઈ રહ્યા હતા.

“એન્જીઓગ્રામ” તરત કરી સલાહ હતી….”હાર્ટની બાઈપાસ સર્જરી”.

સર્જરી થઈ, અને મને “નવજીવન” મળ્યું….એ માટે અરૂણભાઈનો ફાળો !

અને….જ્યારે ઓકટોબર ૮, ૨૦૧૦ના દિવસે હોસ્પીતાલમાં દાખલ થઈ થોડા દિવસમાં પ્રાણ છોડ્યા

ત્યારે મારા હૈયે ખુબ જ દર્દ થયું !

ઓકટોબર ૧૩ ના દિવસે એમની “અગ્નીસંસ્કાર”ની અંતીમ પુજા…એ દિવસ એટલે મારા જન્મદિવસની

તારીખ…એ દિવસે મેં “બે શબ્દો” કહી આ મારા નવજીવન માટે આભાર દર્શાવ્યો.

અને….એમની યાદ કરતા, ઓકટોબર, ૧૫, ૨૦૧૦ના દિવસે પ્રભુપ્રેરણાથી આ રચના થઈ !


આજે એ “અંજલી” એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે !

 

અંજલી એમના પત્ની આશાબેનને લખી પ્રથમ મોકલી હતી.

 

મને “નવજીવન” આપનાર અરૂણભાઈને વંદન !

પ્રભુ એમના આત્માને શાન્તી બક્ષે ….એવી પ્રાર્થના !


ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

 

FEW WORDS…

 

Today another ANJALI POST !

The ANJALI is to my Friend ARUN MEHTA !

When I came first to LANCASTER….I came to know Arunbhai….& he was my FRIEND !

He was the Cardiologist !

He was the one who treated me when I had the CHEST PAIN…..The angiogram showed the BLOCKAGES….and the BYPASS SURGERY was done. He played a role in EXTENDING my LIFE.

I SALUTE him !

DR. CHANDRAVADAN MISTRY

નવેમ્બર 16, 2010 at 3:50 એ એમ (am) 16 comments

નરેન્દ્રભાઈને અંજલી !

નરેન્દ્રભાઈને અંજલી !

સ્વીકારજો, નરેન્દ્રભાઈ, આ અંજલી મારી !…..(ટેક)

જાણ્યા હતા તમોને, હેમંતના પ્યારા પિતા સ્વરૂપે,

જાણ્યા હતા તમોને, મોનાના પિતા સમાન સસરા સ્વરૂપે,

જાણ્યા હતા તમોને, દાર્શીની, અને શાલીનીના વ્હાલા દાદા સ્વરૂપે,

નથી તમો આ લોકમાં આજે !

છો તમો પ્રભુ પાસે આજે !……સ્વીકારજો….(૧)

જાણી, માન્યા હતા વડિલ પુજ્ય મારા,

જાણી, બન્યા હતા મિત્ર પ્યારા મારા,

જાણી, નિહાળ્યા હતા માનવી આનંદભર્યા મારા,

નથી તમો આ લોકમાં આજે !

છો તમો પ્રભુ પાસે આજે !……સ્વીકારજો…..(૨)

ફુલોની મહેકમાં, છો અમર તમે આજે !

દીપકની જ્યોતમાં, છો અમર તમે આજે !

સૌની મીઠી યાદમાં, છો અમર તમે આજે !

છો તમો આ લોકમાં આજે !

છો તમો પભુ પાસે આજે !…..સ્વીકારજો….(૩)

રચના તારીખ ઃ નવેમ્બર,૮,૨૦૧૦      ચંદ્રવદન.

બે શબ્દો…

“ખુલ્લી આંખના સપના”ના કાવ્ય બાદ, કોઈ બીજ કાવ્યને પ્રગટ કરવા વિચાર હતો !

પણ…..

એક ઘટના બનવી…..મારા હ્રદયને દર્દ અનુભવવાની ઘડી આવી…..અને, પ્રભુપ્રેરણાથી એક “અંજલી કાવ્ય”ની રચના !

આજે આ પોસ્ટ છે નરેન્દ્રભાઈ શાહ વિષે !

એ પોસ્ટ છે એમને “અંજલી”રૂપે !

નરેન્દ્ર શાહ એટલે મારા મિત્ર હેમંત શાહ ના પિતાજી !

નવેમ્બર,૬, ૨૦૧૦ના દિવસે અચાનક એમનું અવસાન….મેં આ સમાચાર સીડની ઓસ્ટ્રેલીઆમાં જાણ્યા. ખુબ જ દીલગીરી અનુભવી.

એમની યાદ સાથે જે શબ્દો વહ્યા તે જ એક “કાવ્ય”રૂપે પ્રગટ કર્યા છે.

પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના !

>>>>ચંદ્રવદન

FEW  WORDS…

Today’s Kavya Post is an “ANJALI” to NARENDRA SHAH, who had died suddenly on NOV. 6th 2010 at Lancaster, CA USA.
May his Soul rest in Peace with God !
Narendrabhai will be alive in the MEMORIES of those who knew him as a Human in this World….He will be always with his Family !

Dr. Chandravadan Mistry.

નવેમ્બર 12, 2010 at 5:30 એ એમ (am) 11 comments

“ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી

 

with sign
“ખુલ્લી આંખનાં સપનાં”ની કહાણી
સુનો સુનો ઓ સાહિત્યકારો !
સુનો સુનો ઓ કાવ્યપ્રેમીઓ !
આ છે “ખુલ્લી આંખનાં સપના”ની કહાણી,
ધીરજ રાખી સાંભળજો, આ રે કહાણી !……..(ટેક)
“ખુલ્લી આંખનાં સપનાં” છે એક પુસ્તક ન્યારી,
રચનાકાર બનુમા વિજાપુરા છે “સપના” પ્યારી,
ગઝલો અને કાવ્યો છે એના પાને પાને,
વાંચી વાંચનાર ખુબ આનંદ હૈયે લાવે !……સુનો સુનો….(૧)
માતપિતા, પતિ-દીકરો છે સપના-યાદમાં,
“મહક”,”સિરાજ”,”અહમદ” “બેદાર”અને”ક્રુષ્ણ”, “દિલીપ” સાથમાં,
છે “લતા”, “તુરાબ”, સાથે છે પતિ શરીફ અને દીકરો શબ્બીર,
આ સૌના હૈયેથી વહે છે શબ્દોરૂપી ‘વખાણ-નીર કબીર “!……સુનો સુનો….(૨)
વેબસાઈટની વાતો કરી, અનેકને આભાર આપી,
શબ્દોરૂપી “સપના પ્રસ્તાવના” પુરી કરી,
લાવે સપના અનુક્રમણીકાના પાને સૌને,
કુલ્લે એંસી રચનાઓ અર્પણ કરી છે સૌને !…….સુનો સુનો…..(૩)
“લીલી ડાળ”નામે જેની શરૂઆત છે સાજી,
“પ્રીતનું પાન” રૂપી યાદ કરે એ તાજી,
“ગીત લખું “નામે કંઈક છે સપના- શબ્દો,
અને, “શ્યામના સપના”માં રંગે શ્રી ક્રુષ્ણને સપના-શબ્દો !….સુનો સુનો…..(૪)
“તારા વગર”રચનામાં સપના તો  વિચારો કરે,
“કુંડાળા થયા”માં આંસુઓ સપના નયને વહે,
“કારણ”માં કારણો શોધતી સપના છે બાવરી,
“મજબૂર તું પણ છે”કહી સપના થઈ સાવરી !…..સુનો સુનો…..(૫)
“શહેર છે”માં દીલ એનું ખુલ્લુ કરી,
“હેડકી”માં એના ભાવો શબ્દોમાં લખી,
“ધડકન વધે”ના કાવ્યમાં હ્રદયવિચારો જાણ કરી,
“કોને છે ખબર”માં પ્રશ્ર્નો અન્યને પૂછી શાંતિ માણી !…..સુનો સુનો….(૬)
“સ્મરણો લાવશે”માં હવા, ફુલ, સાંજ અને રાતને સમાવી,
“કણી”ના કાવ્ય-સ્વરૂપમાં પડછાયાને સમાવી,
“પાનખર”ના વિચારે સપનાનું જીવન જગતમાં વહે,
અને, “નાટક”કાવ્યમાં એ તો માનવીઓને ચેતવણી ધરે !….સુનો સુનો….(૭)
“મારા માનીતા પપ્પા”ને કાવ્યમાં યાદ કરતા,
“રટણ કર્યું ?”ના પ્રશ્ર્ને પ્રભુ સાથે વાતો કરતા,
“સગપણ રહ્યું ના”કાવ્યમાં વેદનાઓ ભરી,
“અપકાર છે”માં ગુનાઓની કબુલાત કરી !…..સુનો સુનો…..(૮)
“ઈદનો ચાંદ”કાવ્યમાં ખુદાની વાટ જોતા,
“ઈદ છે” કાવ્ય ઉચ્ચારમાં રામ-અલ્લાહને નિહાળતા,
“પહેરા હોય છે”કાવ્યશબ્દોમાં શોધ્યા ઈશ્વરને ભુખ્યા બાળમાં,
“સ્પર્શી લઉં છું”કાવ્ય રચી સપના છે પ્રભુના હાથમાં !…..સુનો સુનો….(૯)
“ખુદાને”માનવભાષામાં કંઈક સમજવા પ્રયાસો કરી,
“સહી ક્યાં છે “ના કાવ્યમાં પોતે જ ખુદાને શોધી રહી,
“ફળી ગઈ”કાવ્યમાં ભુલો સુધારવા જાતા,અધર્મમાં એ ભળી
“શ્વાસમાં”ના શબ્દો લખી સૌથી છુટી એ પડી !….સુનો સુનો…..(૧૦)
“અવકાશ છે”ના કાવ્યમાં પ્રેમ મીઠાશ ભરી,
“બંધાતી જાઉં છું “કહી, પ્રેમ સબંધે બંધાતી,
“ખબર પડે ના”કાવ્યે ખુદાના ગુંણલા ગાતી,
“નામ છે “કાવ્ય-શબ્દોમાં જગતમાં જીવવા સપનાને ચાવી મળી !…..સુનો સુનો ….(૧૧)
“મારા સમ છે” કહી સપના એનો સંગાથ માંગે,
અને, “ધારા સુધી”કાવ્ય-શબ્દોમાં ઈશારાઓ કરે,
“લૂટ્યું છે” કહી, કિસ્મતનો વાંક  નિહાળી,
“ગળતી હશે”રચનામાં એણે યાદમાં આશાઓ ભરી !…..સુનો સુનો….(૧૨)
“આકાર ક્યાં છે ?” પ્રશ્ર્નરૂપી રચનામાં પ્રભુને પુછતા,
“એક વાત કહું? “પ્રશ્ર્નરૂપી જવાબમાં સમજણ એની કહેતા,
“કબર મળશે”ના વિચારે, કોઈનો સાથ માંગી રહી,
“ચાહત થાય ના” કાવ્યમાં મહોબતના શબ્દોમા સપનાને શાંતી હતી !….સુનો સુનો…(૧૩)
“ભુલાવું શું ?”રચનામાં હ્રદય-આતમાની વાત કરતા,
“પ્રેમની તારી નજર”કરી સપના પ્રેમ ઝરણે ન્હાતા,
“આજના દિવસે”માં મિત્રતાના ભાવો પ્રગટ કરી,
“ખળખળ થયું”માં પ્રેમ્ઝરણામાંથી સપના નદી બની !…સુનો સુનો….(૧૪)
“સપના”નામે કાવ્ય રચના લખે તો હોય શક્ય ખુલ્લી આંખે,
અને, વિરહની પળોમાં તો જરૂર “વરસાદ ગાજે”,
“હીંચકો”નામની રચનામાં એ હીંચકે ઝુલે,
એક બીજાને શોધવા, “સંતાકૂકડી”રમત કાવ્ય-શબ્દોમાં રમે !….સુનો સુનો…(૧૫)
“શબ્દોના મહેલ”માં રહી,કાવ્યને સપનું બનાવી,
“ઈશ્વરની શોધ”માં કુદરતને જગતમાં નિહાળી,
“ઘર ઘર રમીએ”માં બચપણની યાદ તાજી કરી,
“એક નામ”લોહી કે બરફમાં લખી, સપનાએ ફરી ખુશી અનુભવી !…સુનો સુનો….(૧૬)’
જે “જડી બુટ્ટી”બોટલમાં સપનાએ રાખી એ હતી પ્રેમની,
“સ્વર્ગ અને નરક”કહાણી છે દેહ અંદર અને બહારની,
“ભવિષ્ય” શું હશે એવું વર્ણન કર્યું કાવ્ય શબ્દોમાં,
અવિશ્વાસ તોડવાની સમજ મુંકી “કાચની દીવાલ”માં !….સુનો સુનો…..(૧૭)
“પરફેક્ટ સ્ત્રી”ના કાવ્યે બધા જ સ્ત્રી સ્વરૂપો નિહાળી,
“માત્રુ સ્પર્શ”કાવ્યે બચપણની યાદ તાજી કરી,
“પ્રિતમ સ્પર્શ”કાવ્યે જીવનસાથીને યાદ કરી,
“પુત્ર સ્પર્શ”કાવ્યમાં દીકરાના આવકારની માત-ખુશી હતી !…..સુનો સુનો….(૧૮)
“એક ઓરડો આપો”કાવ્યમાં કલમ, કાગળ, પ્રેમ અને કલ્પનાની માંગણી,
ખુશીઓ અને દુઃખોના ઢગલારૂપે સપના શબ્દો હતા “શાણી કાગડી”,
“ઢોંગી”માં હાથની રેખા વાંચવાની વાત હતી,
“અનિશ્વિંત સપના” પ્રભુની સહાય માંગતી જગતની સપના હતી !…સુનો સુનો….(૧૯)
“સ્વપ્ન”કાવ્યમાં માંગ્યું ખુબ જ શબ્દ-વિચારોમાં,
“કણ કણમાં તું ” રચના કરી, શોધી રહી એ પ્રભુને કણ કણમાં,
“મોબાઈલ”માં પ્રભુ અવાજ સાંભળવા આતુરતા બતાવી,
“તારી યાદ”માં કુદરતની દુનિયા નિહાળી, સપના શબ્દોથી ભીંજાઈ !…સુનો સુનો….(૨૦)
“યાદોના મોતી”માં અવગુણો ફેંકી, ગુણ ભરેલા મોતી વીણી,
“યાદ”કાવ્યમાં છે સપના અશ્રુઓ ભીની,
“મોત” ને સ્વજનોમાં નિહાળી ખુદાની પાયે પડી,
“એક સ્ત્રી”ના પતિની દુરતામાં રૂદન કરતી સપના વ્યાકુળ હતી !….સુનો સુનો….(૨૧)
“છેલ્લું ડગલું “કાવ્યમાં મોતને મંજીલ ગણી,
“અમીવર્ષા”માં સુના આંગણના મહેકની વાત કહી,
“દોડતા માણસો”માં જગતના માનવીઓની વાત હતી,
“કાંટાળો માર્ગ”માં સપના તો પ્રીતના પંથે સાહેબા સાથે હતી !….સુનો સુનો ….(૨૨)
“શબ્દો”માં પ્રેમ-પુષ્પોરૂપી શબ્દો ભરી,
“હૈયાની વાત”કાવ્યે સપનાએ હૈયું હલકું કરી,
“યાદ ના લાવજો”કાવ્યે ખુશ રહેવાનો સંદેશો સૌને દઈ,
અંતે, પ્રેમનું બળતું “કોડીયું” બની, સપના તો હંમેશ સપના રહી !….સુનો સુનો….(૨૩)
કાવ્ય રચના…ઓગસ્ટ ૧૮, ૨૦૧૦              ચંદ્રવદન

બે શબ્દો…

સપનાએ “ખુલી આંખનાં સપનાં” નામે એક ગઝલોની બુક જુન, ૨૦૧૦માં પ્રગટ કરી…એનો આનંદ મે સપનાના આજ નામના બ્લોગ પર દર્શાવ્યો……અને ત્યારબાદ, સપનાએ એ પ્રગટ કરેલી બુક મને પ્રસાદીરૂપે પોસ્ટથી મોકલી. એ વાંચી ખુબ જ આનંદ થયો. અનેક સુંદર ગઝલોથી ભરપુર આ પુસ્તક વિષે હું કેવી રીતે કહું ??….આ સવાલ મનમાં થયો !….પ્રભુ પ્રેરણાથી બધી જ ગઝલોના નામો ચુંટી એક રચના કરી….આ શક્ય થયાને થોડો સમય થઈ ગયો. ત્યારે “હેલ્થ”ની પોસ્ટ પ્રગટ કરી રહ્યો હતો એથી નિર્ણય લીધો કે જ્યારે  આ “હેલ્થ”ની પોસ્ટો પુરી થાય ત્યારબાદ, આ રચના મારા બ્લોગ પર હશે….તો, આજે તમે એ વાંચી રહ્યા છો. ….પણ ખરો આનંદ તો તમે પુરી ગઝલો વાંચો ત્યારે જ હોય શકે !
આ પુસ્તક વેચાતી મળી શકે છે …ભારતમાં “ડીસટ્રીબ્યુટર” અમદાવાદમાં છે જેનો ટેલીફોન છે>>>>૦૭૯. ૨૨૧૧૦૦૮૧.
આ પુસ્તક માટે વધુ માહિતી માતે સપનાબેનનો ઈમેઈલ છે….sapana53@hotmail.com
અને હા, હવે આ પોસ્ટ વાંચી, તમે કાઈ કહેશો ?
અછંદ રચનાનો સ્વીકાર કરી, વાંચી તમે “બે શબ્દો” લખશો તો એ વાંચી મારા હૈયે ખુશી હશે !
>>>ચંદ્રવદન 

FEW  WORDS

Today is the Day  for the Publication of this Post !
By the time the Posts on HEALTH were completed, I came to Australia….Now, in November 2010 I am able to publish this Poem in Gujarati, informing you all of the Book of Gazals that was published by SAPANA from U.S.A. in June 2010.
Some of you had known about this book from Sapana’s Blog OR from another Blogs. Or….may be some of you had the opportunity to read this book.
I hope you read this Post. Your view as your COMMENT appreciated !

DR. CHANDRAVADAN  MISTRY

નવેમ્બર 7, 2010 at 7:51 પી એમ(pm) 12 comments

દિવાળી ઉત્સવ !

 

 

Photobucket Photobucket Photobucket Happy Diwali Wallpaper

newyear54.gif happy new year image by Tanis32

દિવાળી ઉત્સવ !

કરીએ દિવાળી ઉત્સવ સાથે મળીને,

કરીએ આનંદ હૈયે પ્રેમ ભરીને !……..(ટેક)


ફટાકડા ફોડતા, ઝલકાવીશું તલકતારા,

રંગબે રંગી ચમકારા સંગે, આકાશે ઉડે તીરો મઝાના,

દિવાળી દિપક અજવાળે બાળ, વ્રુધ્ધો નાચે,

છે ખુશી, સૌના હૈયે વહેતા આનંદ ઝરણે !……કરીએ દિવાળી…(૧)


એક વર્ષમાં શું કર્યું એનો હિસાબ કરીએ,

શુભ કાર્યોનો સરવાળો હેતે કરીએ,

મન દુભાવે એવા કર્યોને રદ કરીએ,

જીવનનો પ્રકાશ વધારવા અંધકાર દુર કરીએ !……કરીએ દિવાળી…(૨)


કરી હતી ગરીબોને સહાય મનથી,

આપ્યો હતો શિક્ષણ- સહકાર ધનથી,

જે કર્યું તે, કર્યું પ્રભુ ઈચ્છાથી

ના કંઈ મારૂં, છે શક્ય બધું પ્રભુપ્રેરણાથી…….કરીએ દિવાળી….(૩)


છે દીકરીના લગ્ન કર્યાની ખુશી મુજ હૈયે,

છે પૌત્રી-પૌત્ર મળ્યાની ખુશી મુજ હૈયે,

જે થયું તે પ્રભુ ઈચ્છાથી જ થયું,

ના કાંઈ મેં કર્યું !……કરીએ દિવાળી…….(૪)


નવા વર્ષના સંકલ્પો કરવાનુ બાકી રહ્યું,

શુભ કાર્યો કરવા કંઈ વિચાર્યું ખરૂં ?

જે થશે તે પ્રભુ ઈચ્છાથી જ થશે,

પણ, પુરૂષાર્થ કરશો તો જ કાંઈ થશે……કરીએ દિવાળી…..(૫)


છે પ્રભુ ભક્તિ સંદેશ આ ચંદ્રવાણીમાં,

છે માનવસેવા શીખ આ ચંદ્રવાણીમાં,

અમલ કરો સેવા ભક્તિ તમ જીવનમાં,

બને ધન્ય તમ જીવન, છેઆશા એવી,ચંદ્રહૈયામાં!…….કરીએ દિવાળી…(૬)



કાવ્ય રચના…તારીખ ઓકટોબર, ૨૬, ૨૦૧૦                    ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

આ વર્ષ યાને વિક્રમ સંવત ૨૦૬૬નું વર્ષ !


આ વર્ષની શરૂઆત એટલે ૨૦૦૯ની આખરીના દિવસો, અને નવેમ્બેર ૨૦૧૦નું પહેલું અઠવાડીયું !


ડિસેમ્બર,૧૨, ૨૦૦૯ એટ્લે મારી દીકરી રૂપાની સગાઈ.

ડિસેમ્બર ૧૪ તારીખથી જાન્યુઆરી ૨૦૧૦ની શરૂઆત એટલે ગુજરાત, ભારતની સફર, અને રૂપાના લગ્ન માટે તૈયારી !

અને, ત્યારબાદ, ખુશી આનંદમાં પરિવારના સૌ સાથે…અને મિત્રો, સ્નેહીઓ સાથે લગ્નની પુર્ણતા !


અને, મારી મોટી દિકરીને પ્રભુએ એની ઈચ્છા પુરી કરી…એના ઘરે એક સંતાનરૂપે દિકરી..અમારી “પૌત્રી”….જેને જોવાનો લ્હાવો રૂપાના લગ્ન સમયે પ્રભુએ આપ્યો !

ત્યારબાદ, ઓકટોબર ૧૩, ૨૦૧૦ અને સીડની ઓસ્ટ્રેલીઆમાં મારી બીજી દિકરીને ત્યાં બાબો..યાને અમારા પહેલો “પૌત્ર”….જેને નિહાળવા, રમાડવા, અમે સફર કરી, અને ઓકટોબર ૨૦, ૨૦૧૦ના દિવસે પહેલીવાર નિહાળી હૈયે ખુબ જ ખુશી અનુભવી !


હવે….દિવાળી, અને નવા વર્ષના દિવસો પહેલીવાર ઓસ્ટ્રેલીઆમાં !

આ બધી ખુશી સાથે…..આ વર્ષમાં ગુજરાતમાં પ્રજાપતિ સંસ્થાઓના સહકારથી “સિવણકામ ક્લાસો” શરૂં કરેલા તે જાતે નિહાળી અને અનેક નારીઓ એનો લાભ લેતા નિહાળી, હૈયે ખુબ જ આનંદ અનુભવ્યો !

ગરીબોને સહહાર કર્યાનો આનંદ !…વેસ્મા ગામમાં નાનો મોટો સહકાર કર્યાનો લ્હાવો મળ્યો, તેનો આનંદ !

આ વર્ષ દરમ્યાન “માનવ તંદુરસ્તી” ચંદ્રપૂકાર પર પ્રગટ કરી હૈયે આનંદ હતો !


તમે સૌએ પણ આ વર્ષમાં કંઈક કર્યું હશે…….હવે આ નવું વર્ષ શરૂ થાય તે પહેલા નવા વર્ષમાં કંઈક શુભ કર્યો કરવા નિર્ણય લેશો એવી આશા !


>>>>ચંદ્રવદન

 

 

FEW WORDS…

 

This is the 3RD Post from Sydney, Australia.


The Post is 1ST as a KAVYA-POST afer the “MANAV TANDURASTI” Posts and the last Post of “CHANDRAVICHAO SHABDOMA”.


The Kavya or the POEM in Gujarati is on DIWALI CELEBRATIONS and the NEW YEAR as per the INDIAN CALENDER.

The DIWALI is on FRIDAY, 5th NOVEMBER 2010.

The NEW YEAR of 2067 begins on SUNDAY, 7th NOVEMBER, 2010

 

Please reflect on what you did LAST YEAR….Did you do any GOOD DEED ? Did you help anyone ??

As the New Year begins make some RESOLUTIONS to do SOME GOOD to OTHERS.

 

This is the MESSAGE in my POEM as a Post today !

 

Wishing you ALL HAPPY DIWALI….and a HAPPY NEW YEAR !

 

DR. CHANDRAVADAN MISTRY

 

નવેમ્બર 3, 2010 at 8:24 પી એમ(pm) 23 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)

તમે ઓગસ્ટ,૨૧,૨૦૧૦ના દિવસે “માનવ તંદુરસ્તી (૧૩)”ની પોસ્ટ વાંચી.

ત્યારબાદ, એક પછી બીજી એમ ૧૧ પોસ્ટો વાંચી….અને એમાં છેલ્લી પોસ્ટ હતી “માનવ તંદુરસ્તી (૨૩)”, જે ઓકટોબર,૨૫,૨૦૧૦ના દિવસે પ્રગટ થઈ.

અને, આજે તમે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૬)”ની પોસ્ટ વાંચી રહ્યા છો !

“હેલ્થ”ની પોસ્ટોને વિરામ આપ્યો છે !

તો…..હવે ચંદ્રપૂકાર પર કેવી પોસ્ટો હશે ??

કાવ્યરૂપી પોસ્ટો તો સમય સમયે પ્રગટ કરી જ છે…પણ એવી પોસ્ટોના વિચાર સાથે બીજો વિચાર>>>

એક પછી બીજી અનેક કાવ્યપોસ્ટો પ્રગટ થાય તો કેવું ?

બસ, આ વિચારને અમલમાં મુકવા નિર્ણય લીધો !

હવે, તમે ૧૫ કે વધુ કાવ્યપોસ્ટો વાંચશો….જેમાં જુદા જુદા વિષયો હશે. ….અને, જુદા જુદા વિષયે “ચર્ચા” હશે !

તો, વાંચવા આવશોને ????

દિવાળીનો શુભ દિવસ નજીક છે….નવેમ્બર,૫, ૨૦૧૦, અને શુક્રવારે….ત્યારબાદ, રવિવાર નવેમ્બર,૭,૨૦૧૦થી ૨૦૬૭નું નવું વર્ષ શરૂ થશે.

તો…..પ્રથમ કાવ્યરૂપી પોસ્ટ દિવાળી વિષે !

અંતે, મારે કહેવું છે કે આ “ચંદ્રપૂકાર”નો પ્રકાશ તમે જ સૌ છો…અત્યાર સુધી જે “ઉત્સાહ” રેડ્યો તે માટે ખુબ ખુબ આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

નવેમ્બર 1, 2010 at 6:22 એ એમ (am) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,632 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930