Archive for ફેબ્રુવારી, 2009

સાપ અને લીસોટા

 
 
 

king cobra pictures
 
 
 

 

              સાપ અને લીસોટા

 

    માધવ નગર એક નાનું ગામ છે, અને ગામના તળાવ નજીકનાં ફળીયે એક નાનું પણ સુંદર ઘર છે., જેમાં એક વ્રુધ્ધ કુટુંબ રહે છે- પસાભાઈ અને પ્રેમીબેન. એમને બે દીકરા. મોટો દીકરો રામ અને નાનો શ્યામ. રામ પરણીત છે અને નાનો કુંવારો છે. પણ રામ-શ્યામની જોડીને નિહાળીને સૌ રામ લક્ષ્મણ સજીવન થયા એવું ફળીયે કહેતાં. રામની પત્નીનું નામ સવિતા. રામને સંતાન રૂપે બે દિકરાઓ- દીપક અને પ્રકાશ. જે શ્યામને બહુજ વ્હાલા હતા.

પશાભાઈના ઘરે સૌના મુખે આનંદ હતો. ગામમાં ચર્ચા થતી તો પશાભાઈના કુટુંબની વાત મુખે હોય જ “પશાકાકા કેવા ભાગ્યશાળી છે ! કેવો કુટુંબ પ્રેમભાવ છે….” વળી, વધુ ચર્ચા થતી તેમ સાંભળવા મળતું કે “રામ અને શ્યામની જોડી કેવી સુંદર છે ! ભાઈ-ભાઈનો પ્રેમ તો એવો હોવો જોઈએ !”

જેમ વર્ષો વહી ગયા શ્યામ પણ નાનો ન રહ્યો, એ પણ પરણવા લાયક થયો. શ્યામ પરણી ગયો, અને હવે ઘરમાં બે વહુઓ,.શ્યામની પત્ની કંચન, એક ગરીબ ઘરની સંસ્કારી નારી હતી. જે સવિતાની દેરાણી થઈ…પશાભાઈ તો વહુઓના વખાણ કરતા સૌને કહે “મારી સવિતા તો ઘરની સીતા છે ! મારી કંચન તો ઘરની લક્ષ્મી છે !”

 

સમય વહેતો ગયો…અનેક વર્ષો વહી ગયા. પશાભાઈ અને પ્રેમીબેન અશક્ત  

થઈ ગયા. ઘડપણ સૌની નજરે આવતું હતું. પ્રથમ પશાભાઈએ પ્રાણ ત્યાગા અને થોડા મહિનામાં પ્રેમીબેન પણ પ્રભુ ધામે ચાલી ગયા. હવે રામ અને શ્યામની માતાપિતાની છત્રછાયા ન હતી…કિન્તુ, બે ભાઈઓ એક બીજાથી નજીક રહ્યા. એક બીજા માટે પ્રેમ વધતો ગયો. શ્યામને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ ઘરમાં આનંદ વધ્યો. રામના બે દીકરા અને શ્યામની દીકરી એક સાથે રમે અને એઓને નિહાળી ઘરના સર્વ આનંદ માણે…આ પ્રમાણે અનેક દિવસો વહી ગયા પણ, એક દિવસે રામનું અકસ્માત મ્રુત્યુ થયું. એક આનંદીત પરિવારમાં અચાનક મહાન દુ:ખ આવી પડ્યું. નાના શ્યામને કંઈજ સુજતું નથી. કુદરત દુ:ખ આપે અને એનો ઈલાજ પણ એજ આપે…શ્યામને કંઈક પ્રભુશક્તિ મળી અને એણે ઘરની પુરી જવાબદારી ઉપાડી લીધી.

 

 મોટાભાઈના નાના દીકરાઓને શ્યામે એના ભત્રીજા સ્વરૂપે ન જોયા…. અને, દીકરા સમાન ગણ્યા….શ્યામની વહુ કંચનને પણ કાકીને બદલે માતારૂપી પ્રેમ આપ્યો. દીપક-પ્રકાશે પણ કાકા-કાકીને અનેકવાર પપ્પા-મમ્મી કહી દીધું.

 

અનેક વર્ષો વીતી ગયા. મોટાભાઈ રામના દીકરાઓએ ઉચ્ચ ભણતર લીધું….એક ડોક્ટર તો બીજો એંન્જીનીયર થયો. ગામમાં રહેવાનું છોડી દીધુ અને નજીકના શહેરમાં રહેવા લાગ્યા. એ ઓ પણ મોટા થઈ ગયા હતા અને લગ્નગ્રંથીમાં બંધાયા. બંને ભાઈઓ સુંદર આલીશાન મકાનમાં રહેવા લાગ્યા. પ્રભુક્રુપાથી એઓને સંતાન સુખ પણ મળ્યું. રામની પત્ની સવિતા થોડા દિવસો દિપકને ત્યાં તો થોડા દિવસ પ્રકાશને ત્યાં રહી એનું જીવન પસાર કરતી રહી.

 

માધવપુર ગામે શ્યામ જુના ઘરે દિવસો ગાળી રહ્યો હતો. ગામડાના જીવનમાં એને સુખ આનંદ હતો. જીવન ગુજરાન માટે નોકરી હતી. એને સર્વ પ્રકારે સંતોષ હતો. ફક્ત કોઈકોઈ વાર એને નાની દીકરીની ચિંતા હતી. દિવસે દિવસે એ મોટી થતી હતી. ઘણીવાર શ્યામ અને કંચનની વચ્ચે ચર્ચા થતી: “ ખેર, જુઓને, આપણી નયના તો ઘણીજ મોટી થઈ ગઈ છે. આપણે એના માટે કોઈક જગ્યા શોધવી પડશે.” કંચન શ્યામને કહેતી.

 

“અરે, પગલી, તું શાને ચિંતા કરે છે ? દીપક અને પ્રકાશ તો છે….” શ્યામ શાંતિથી કંચનને કહેતો.

 

“અરે, એ તો આપણા ભત્રીજા છે, એમના પર કંઈ આશા રખાય ?” કહી કંચન શ્યામને ચેતવણી આપતી.

 

“પગલી,આપણે ક્યાં દીકરાઓ છે. એઓ જ આપણા દીકરા, આપણી દીકરી નયનાનાં લગ્ન સમયે દોડીને આવશે.” એવા શબ્દો કહી શ્યામ કંચનની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કરતો

 

નયનાએ કોલેજનો અભ્યાસ કરી ડીગ્રી મેળવી. અને જ્યારે એ ક્યાંક નોકરીની શોધમાં હતી ત્યાં તો એક ઉચ્ચ કુટુંબનું માંગુ એના માટે આવ્યું. છોકરાનું નામ પ્રિતેશ હતું એ છોકરો શાંત સ્વભાવનો અને દેખાવે જરા શ્યામ હતો.છતાં ઘણોજ રૂપાળો હતો. પ્રિતેશને તો નયનાં ઘણીજ ગમી ગઈ,”પણ અમારી દીકરી નયનાને પ્રિતેશ ગમશે?” આવો પ્રશ્ન માત-પિતા કંચન-શ્યામને હૈયે હતો. પ્રિતેશ સહિત એના માતા-પિતા નયનાને જોઈ ગયા બાદ બીજે દિવસે નયનાને નિહાળી રહ્યા હતા. નયના ચૂપચાપ બેઠી હતી….અને સાંજનો સમય હતો.

 

“નયના બેટા અહીં આવ !” શ્યામે બેટીને બોલાવી કહ્યું. નયના કંઈક પણ બોલ્યા વગર નજીક આવી બેસી ગઈ.

 

“બેટી ! પ્રિતેશ કેવો લાગ્યો ? તને ગમ્યો કે ? “ શ્યામે દીકરી ને પ્રેમથી પુછ્યુ.

 

“પપ્પા ગમે છે, બહુ જ ગમે છે !” નયના શરમાઈને એટલું જલ્દી જલ્દી બોલી એકદમ ઉઠીને ભાગી ગઈ. શ્યામ સવારે પત્ની કંચનને મળ્યો ને નયના સાથે ગઈકાલે સાંજે જે ચર્ચા થઈ તે બારે કહ્યું. બંને જણા બહુ જ ખુશ હતા અને તેમાં કંચનના હરખની તો વાત જ નહી ! બસ, પછીતો લગ્નની તારીખ નક્કી થઈ અને લગ્નની તૈયારીનો પ્રશ્ન આવ્યો. શ્યામ અને કંચન માટે એક વાતે દીકરીના લગ્નની ખુશી હતી તો બીજી વાતે એક મોટી મુંજવણ હતી. આટલો બધો લગ્ન ખર્ચ કેવી રીતે થશે? અને ફરી ઘરના શાંત વાતાવરણમાં પતિ-પત્નિ ચર્ચા કરવા લાગ્યા.

 

“અરે, સાંભળો છો કે ? દિપક, પ્રકાશને કાગળ લખોને” કંચને શ્યામને કહ્યું.

 

“કાગળ લખવાની શી જરૂર છે ? દીકરા આપણા છે ચિંતા ન કર” શ્યામે શાંતિથી જવાબ આપ્યો.

 

“ખર્ચ માટે પૂરતા પૈસા નથી, તો કંઈક સગવડતો કરવીજ પડશે ને ! પૂછી લ્યોને” કંચને ભારપૂર્વક શ્યામને કહ્યું. “દીકરાઓ આગળ હાથ લાંબો ના થાય, એઓ જાતેજ આવીને બધું સંભાળી લેશે”શ્યામે વિશ્વાસ સહિત જવાબ આપ્યો . લગ્નની કંકોત્રીઓ છપાઈ ગઈ. સગા સ્નેહીઓને નયનાના લગ્નના સમાચાર પહોંચી ગયા. દીપક તેમજ પ્રકાશને પણ સમાચાર મળ્યા. એકવાર દીપક ગામ નજીક સરકારી કામ હતુ એથી જુના ઘરે આવ્યો ત્યારે શ્યામ-કંચને નયનાના લગ્નની ખુશી હર્ષની વાતો કરી, અને અંતે જતાં જતાં દીપક કહેતો ગયો….”કાકા, નયનાના લગ્નમાં અમે જરૂર આવીશું” દીપકે કહ્યુ…એ સિવાય બીજો કોઈપણ શબ્દ દીપકને મુખે સાંભળવા ન મળ્યો.શ્યામ તો ભત્રીજા દીપક ને જોતો રહ્યો. હજું કંઈ વિચાર કરે કે કહે એ પહેલાં તો દિપકની મોટરગાડી દૂર ચાલી ગઈ. હવે, શ્યામને નયનાનાં લગ્નની ચિંતા થવા લાગી. કિન્તુ એ કોને એના મનની વાત કહે ? પત્ની કંચને તો એને ઘણી વાર ચેતવણી આપી હતી કે “જેને તમો મારા..મારા કહો છો તેઓ જરૂર પડશે ત્યારે મારા ના થાય…” આટલી મુંજવણો હતી છતાં, શ્યામને ભગવાન પર પુરી શ્રધ્ધા હતી કે ભગવાન જરૂરથી કંઈક કરશે. જ્યારે જ્યારે ચિંતાઓથી વિચારો એને આવતા ત્યારે પ્રભુનામથી એવા વિચારો દૂર કરતો.

 

નયનાના લગ્ન ના ત્રણ જ અઠવાદિયા બાકી હતા. જે બધત હતી તે તો બધી જ લગ્નની તૈયારીઓમાં ખર્ચાય ગઈ હતી, હજુ તો લગ્નના દિવસોનો ખર્ચ તેમના લગ્ન બાદ થતો ખર્ચ નિભાવવાનો હતો “શું થશે ?” એ પ્રશ્ન જ્યારે મુંજવી રહ્યો હતો ત્યારે શ્યામ આંખમાં આસુઓ સહિત પ્રભુને કહેવા લાગ્યો “મારી લાજ તમારા હાથમાં છે…!” હજું તો આટલું જ બોલ્યો અને એના પિતાશ્રીએ એક જીવન પોલીસી લીધી હતી તેનું યાદ આવ્યુ. એ ઘરના જુના ચોપડાઓ તેમજ ફાઈલો શોધવા લાગ્યો…આમ તેમ કાગળો ફેરવતાં એની નજર સામે એક કાગળ હતો. એ હતી પિતાશ્રીની પોલીસી. એનો ચહેરો આનંદીત હતો.

 

લગ્નનો શુભ દિવસ આવી ગયો. નયનાને શણગારવામાં કોઈ ખોટ ન હતી. લગ્ન મંડપે બધી જ તૈયારી હતી. સૌ સગા-સ્નેહીઓ લગ્ન માટે આવી ગયા હતા. જાન આવી ગઈ અને લગ્ન પણ ધામધોમ થી પૂર્ણ થયા. દીકરી નયનાને શ્યામ અને કંચને આસુંભરી વિદાય આપી. ઘરે થોડો સમય શાંત વાતાવરણ હતું અને એ શાંતીનો ભંગ કરતા નીચેના શબ્દો હતા….”આજે મોટાભાઈ હો તો !” દિલાસો સહિત શ્યામે પ્રથમ શાંત વાતાવરણનો ભંગ કર્યો.

 

“ ભાઈ બીજો કોઈ બેલી નથી” શ્યામે વધુમાં કહ્યું.

 

ત્યારે કંચને ધીરેથી કહ્યું “હું તો કહેતી આવી હતી કે, ભત્રીજા તે ભત્રીજા. ભલે તમો એમને દીકરા માનો પણ દીકરા થતા નથી”

 

શ્યામ હવે જાગ્રુત હતો અને એના દિલમાં એક જુની યાદ ભરી કહાણી રૂપી વિચાર હતો….”સાપ ગયો અને લીસોટા રહી ગયા….”

 

ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી (યુ.એસ.એ.)

 

 

બે શબ્દો

“સાપ અને લીસોટા ” નામની આ ટુંકી વાર્તા મેં થોડા વર્ષો પહેલા લખી હતી, અને એ એક પ્રજાપતિ માસીક માં પણ પ્રગટ થઈ છે. આ વાર્તા કોઈ હકીકત નથી પણ એક નવલકથા છે. તેમ છતાં, સંસારના અનેક “સયુંક્ત કુટુંબો “માં આવી ઘટના હકીકતરૂપે બને છે અને એવી રીતે બનતી આવી છે.કદાચ, મારા, તમારા, કે અન્ય કોઈના ” અનુભવ ” રૂપે પણ હોય શકે………અસલ, “સયુંક્ત કુટુંબો ” પરીવારીક પાયા રૂપે હતા, જેમાં, “સહનશીલતા ” “વિશ્વાસ ” સાથે ” ઉંડા પ્રેમ “નો સહારો હતો. આજે, સયુંક્ત કુટુંબ તરીકે રહેવું જાણે અશક્ય થઈ ગયું છે. આનું કારણ “જમાનાનું પરિવર્તન” કે પછી, ઘટૅલી “સહન-શક્તિ અને પ્રેમભાવ ” સાથે વધેલો “અવિશ્વાસ “. મોટા પરિવારમાંથી “અનેક નાના પરિવારો ” થાય એ કંઈ ખોટું નથી. કિન્તુ, કુટુંબોના વડીલો, “જુના વિચારો ” છોડી નવા જમાનાનો સ્વીકાર કરે, નાનેરા સાથે આ બાબતે ચર્ચાઓ શરૂં કરે તો  જુદા જુદા ઘરે પ્રેમભાવ ટકી જાય, અને, પરિણામ સારૂં રહે.
આ ટુંકી વાર્તાને તમે આ વિચારે નિહાળો એવા ભાવે પ્રગટ કરી છે…….આ મારા વિચારો છે, તમારા વિચારો જુદા હોય શકે. તમે પ્રતિભાવરૂપે તમારા વિચારો દર્શાવશો ને ? તો જ, ચર્ચા હોય શકે, અને વળી. મારા હૈયે આનંદ થાય. આનંદ આપશોને ?……….ચંદ્રવદન.

ફેબ્રુવારી 28, 2009 at 2:46 પી એમ(pm) 19 comments

મહા શિવરાત્રિ

 
 

મહા શિવરાત્રિ

આજે, મહા વદ ચૌદશ, સોમવાર, અને ફેબ્રુઆરી, ૨૩. ૨૦૦૯નો શુભ દિવસ..અને આજે મહાશિવરાત્રિ. શિવરાત્રિ અટલે શિવજી જ્યારે રાત્રિના એક પ્રહાર(ત્રણ કલાક ) માટે આરામ કરે, અને ત્યારે શિવજી ધ્યાનમાં બેસે. એ સમયગાળા દરમ્યાન શિવજી ગુણો કે વિષનો સ્વીકાર ના કરે. જે થકી, નેગેટીવ શક્તિ તત્વ વધે. આથી, એવા સમયે, “બીલીપત્ર ” સફેદ ફુલો ” કે ” રૂદ્રાક્ષ ” શિવજીને અર્પણ થાય, અને એનો સ્વીકાર થાય અને “શિવ-તત્વ “વધે અને એના પરિણામે માનવીઓનું રક્ષણ થાય…..ાઅ રહ્યો શિવઅ પુજાનો સિધ્ધાંત. ” શિવ પીંડી ” એ છે હંમેશ રહેતો ” શાન્તિ-પ્રકાશ “, જેને મેળવવા અનેક યાત્રા કરે. બીલીપત્રમાં શિવ-તત્વ હોય છે એવું કહેવાય છે અને એ કારણે ભક્તો શિવજીને અર્પણ કરે છે, અને અર્પણ કરતા “ઓહ્મ નમઃ શિવાય “નો મંત્ર બોલે છે. હવે, શિવ શબ્દ ક્યાંથી ?  શિવ એટલે “જે હંમેશ બ્રમાંડમાં ” અને, જે પ્રમાણે આપણે શિવજીને નિહાળીએ છીએ તેમાં (૧) મસ્તકે ગંગા તે જ બ્રમાંડ્નું કેન્દ્ર અને (૨) ચંદ્રમામાં સમાયેલ છે આપણા ત્રણ ગુણો, (૩) ત્રીજી નૈત્ર એટલે ભુતકાળ,વર્તમાન, અને ભવિષ્યનું જ્ઞાન, (૪) સર્પ કે સર્પો એટલે ” પવિત્રતાના સિધ્ધાંતોનો હાર “જે પ્રાપ્ત કરવા ધીરજની જરૂરત રહે….અંતે, ” શિવ ” એટલે ” આધ્યમિકતાનું શિખર ” જેને પહોંચવા યોગીઓ પ્રયાસ કરે છે કારણ કે  શિવ અને બ્રમાંડને ત્રણ સ્વરૂપે ( સર્જનહાર, પાલનહાર, નાશકરનાર ) નિહાળતા એ જ ” પરમ શક્તિ, પરમ તત્વ “.!
 
ઉપરનું લખાણ નીચે મળેલ માહિતીઓ આધારીત છે, અને મેં પ્રગટ કરી છે તે તમે વાંચશો. ગુજરાતી લખાણે મારી ભુલ હોય સુધારશો. હું પુરાણો પ્રમાણે વર્ણન કરેલ શિવ કે પછી ઈતિહાસએ થઈ ગયેલ એક માનવશક્તિરૂપે રામ કે કૃષ્ણ ને નથી નિહાળતો. હું તો ” એક જ પ્રભુશક્તિ ” કે જે દ્વારા બધું જ છે તેવા ભાવે એક “પરમ તત્વ “ને નિહાળુ છું. ભલે, માનવીઓ શિવ, કે વિષણૂ-સ્વરૂપે રામ-કૃષ્ણ કે બ્રહમાસ્વરૂપે નિહાળે આખરે તો ” એ એક છે, અને એનામાં બધું જ છે “……….ચંદ્રવદન.
 
 
This year 
Mahashivratri 
falls on 
23rd February 2009 
when the Shiva principle descends to Earth 
a thousand times more than usual. 
On this day, to obtain the full benefit of 
Lord Shiva’s principle, 
one should chant
‘Om Namah Shivaya’ 
as much as possible.

 

FEW WORDS

You see this Post in Gujarati & English & I know that there may be more interpretations of SHIVA-SHAKTI. I think, the most important thing is to to accept that PARAM SHAKTI & have the the faith & you are on the path of God-Realisation>>>>>Chandravadan.

ફેબ્રુવારી 23, 2009 at 10:29 પી એમ(pm) 7 comments

ચંદ્ર ભજન મંજરી (2)

ગણેશ વંદના

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા,

સ્વીકારો વંદન મારા, જય ગણેશ દેવા !…જય

માતા જેની પાર્વતી, પિતા મહાદેવા,

પ્રથમ પુજા કરીએ તમારી ઓ દેવા !….જય

સંકટ કાપો, જ્ઞાન આપો, ઓ ગણેશ દેવા,

ધરીએ અમો  પ્રેમથી, લાડુ અને મેવા !…જય

ચંદ્રવદન.

બે શબ્દો

તમે મારી “ચંદ્ર ભજન મંજરી ” વિડીયો-સીડીની શુભ શરૂઆતની ક્લીપ દ્વારા મારા રચેલા ભજનોને કોણે સુર-સંગીત આપ્યું, તેમજ અન્યએ સહકાર આપ્યો હતો એ બારે જણ્યું….અને હવે, તમે મારી ” ગણેશ વંદના ” સાંભળી…આશા છે કે તમોને એ ગમી હશે…..પ્રતિભાવો દ્વારા મને જરૂરથી જણાવવા કૃપા કરશો….કરશોને ?…….ચંદ્રવદન.

FEW WORDS
This Post is the 1st BHAJAN/PRARTHNA..a GANESH VANDANA on the VCD of my CHANDRA BHAJAN MANJARI. I hope you liked it as you listened to it…then, I request you to post your COMMENT for this Post….THANKS in advance>>CHANDRAVADAN.

ફેબ્રુવારી 23, 2009 at 1:19 એ એમ (am) 16 comments

ગુજરાત અને ગુજરાતી ભાષા

 

 
 gujarat.jpg

ગુજરાત

અને…………ગુજરાતી ભાષા

 

ગુજરાતી શબ્દ સ્પર્ધા

12 02 2009

 2008022950320601

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે “દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરો” વાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ “ગુજરાતી ભાષાનાં ભવિષ્ય”માં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.
અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..
૧.”કેસુડા” વેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.
૨. “ઝાઝી “નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ
૩. “રીડ ગુજરાતી”નાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો
૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે “લયસ્તરો” અને “શબ્દો છે મારા શ્વાસ” માટે કર્યુ
૫.જયશ્રી ભક્તા “ટહુકો” અને “મોરપીચ્છ” દ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.
૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું “સહિયારુ સર્જન” કર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી
૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ “સંમેલન” દ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા
૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી
૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો
૧૦. ઉત્તમ ગજ્જરે “સન્ડે ઇ મહેફીલ” આપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી
૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ “સારસ્વત પરિચયો” આપ્યા
૧૨.વિશાલ મોણપરાએ “અક્ષર પેડ” અને “પ્રમુખ સ્પેલ ચેકર” આપ્યુ..
૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા “ગુર્જર ડાઇજેસ્ટ” દ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.
 ૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ “ગુજરાત દર્પણ” વિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.
આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.
તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. “ગુજરાત દર્પણ” આ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.
ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય
આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મીક સંસ્થા કે સીનીયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુત્તમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનુ આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.
આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાનો તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)
પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાનાં માનદ જજ સંસ્થાનાં નામ સાથે વિજેતાની માહીતિ રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.
કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.
આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે..તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષ માટેનો આદર વધે
૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે
ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com
 
MY EMAIL RESPONSE;
 

ગુજરાતી શબ્દ સ્પર્ધા

સ્નેહી વિજયભાઈ,
તમે મોકલેલ ફેબ્રુઆરી,૧૨,૨૦૦૯નો ઈમેઈલ વાંચ્યો, તમે “ગુજરાતી શબ્ સ્પર્ધા ” નામથી જે કાર્ય શરૂ કર્યું છે તે માટે ખુબ ખુબ આનંદ. ગુજરાત રાજ્યમાં ગુજરાતી ભાષાની મહ્ત્વતા અંગ્રેજી ભાષા પર ભાર મુકવાથી થોડી ઓછી થઈ છે. તેમ છતાં, અનેક ગુજરાતી ભાષાના માધ્યમ દ્વારા ભણતર કરે છે, અને એ સૌમાંથી અનેકને સરસ્વતીમાતાની કૃપાથી ઉચ્ચ ભાષા-કળા દ્વારા “નવલકથા “,”કાવ્યો ” વિગેરે લખવા પ્રેરણાઓ મળતી રહે છે, અને જે થકી, ” ગુજરાતી સાહિત્ય ” આજે પણ ઉચ્ચ સ્થાને છે. હવે, આપણે પરદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓની વાત કરીએ. અનેક, જેઓ ભાષા-પ્રેમી છે, તેઓએ અહી ભાષા પ્રેમ-જ્યોત પ્રગટાવી જ છેઅને એના દાખલાઓરૂપે કોઈકે નવલકથાની પુસ્તિકઓ પ્રગટ કરી , તો કોઈકે કાવ્યો રચ્યા, અને અનેક “ગુજરાતી વેબજગત ” ના માધ્યમે અનેકના હ્રદયે રસ રેડી રહ્યા છે. કિન્તુ, પરદેશનું વાતાવરણ એવું છે કે ગુજરાતી શીખવા બાળકો માટે શાળાઓ નથી. મોટા શહેરોમાં ગુજરાતી સમાજો કે ધર્મસંસ્થાઓ દ્વારા આ સગવડો ધીરે ધીરે વધે છે એ એક આનંદની વાત છે. આવું વાતાવરણ હોવા છતાં,બાળકોના માત્-પિતાનો રસ ના હોય તો બાળકો ફરી પરદેશના વાતાવરણથી રંગાય છે અને ગુજરાતી ભાષાને ભુલે છે, આ એક દુઃખભરી હકીકત છે.
આથી, મારો મત એવો કે આપણે જેઓ પરદેશમાં સ્થાયી થયા છીએ તેઓએ શહેરો શહેરોમાં ગુજરાતી શીખવાના ક્લાસો કેમ વધે તે પર વિચારણા કરવી ઘણી જ અગત્યની છે કે જેથી ગુજરાતી ભાષા જીવીંત રહે. જેઓ ગુજરાતી ભાષા જાણે છે, અને જેઓ એમાં રસ રાખે છે તેઓ વેબજગતના માધ્યમે આપણી પ્યારી ભાષામાં પ્રાણ પુરતા રહે, એવા જ હેતુને સિધ્ધ કરવા આ ” ગુજરાતી શબ્દ સ્પર્ધા “નું આયોજન આપણને એ દિશા તરફ લઈ જાય છે.
મારૂં ગુજરાતી ભાષાનું જ્ઞાન અધુરૂ છે એ એક હકીકત છે, તેમ છતાં, મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઉંડો છે એથી આ કાર્યમાં હું “પોતે ભાગ લઈ ના શકું ” તો પણ મારી શુભેચ્છાઓ સૌ સાથે હશે…..ચંદ્રવદન,….
 

બે શબ્દો

વિજય શાહે ” ગુજરાતી શાબ્દ સ્પર્ધા “નામે એક નવલ કાર્ય ઉપાડ્યું છે. એમનો ઈમેઈલ આવ્યો અને એ બારે જાણ્યું….જે મેં આ પોસ્ટમાં મુક્યું છે. એ ઈમેઈલના જવાબરૂપે જે મેં લખ્યું હતું તે પણ પ્રગટ કર્યું છે. એથી, તમોએ મારા વિચારો પણ જાણ્યા. હું વિજયભાઈની સાઈટ ” વિજયનું ચિંતન જગત ” પર ગયો તો એ ઈમેઈલનું લખાણ ત્યાં એક પોસ્ટરૂપે છે. આવું જાણ્યા બાદ આજે હું ” ચંદ્રપૂકાર ” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરૂં છું કે જેથી આ સાઈટ પર આવતા મહેમાનો  આ બારે જાણે અને વિજયભઈની સાઈટ પર જઈ વધુ જાણી શકે કારણ કે આ જે કાર્ય વિજયભાઈએ ઉપાડ્યુ છે તે ખુબ જ મહત્વનું છે, જે દ્વારા ” ગુજરાતી ભાષા જાણવા ” નો રસ વધુ ખીલી શકે…..મારી તો આ કાર્ય માટે શુભેચ્છાઓ છે ! …….ચંદ્રવદન.

ફેબ્રુવારી 21, 2009 at 12:07 એ એમ (am) 3 comments

મારટીન લુથર કિન્ગ, અને મહાત્મા ગાંધી

 
 
 

મારટીન લુથર કિન્ગ, અને મહાત્મા ગાંધી

મારટીન લુથર કિન્ગએ ૧૯૫૯માં ભારતનો પ્રવાસ કર્યો હતો. એઓ મહાત્મા ગાંધીના સત્યાગ્રહ (Non-violance )ના ઉપદેશથી ઘણા જ પ્રભાવિત થયા હતા, અને એમણે ગાંધીજીના જીવન બારે પુસ્તકો વાંચી ઘણું  જાણ્યું હતું. એમણે એક નેતા બની અમેરીકાની કાળી પ્રજાના હક્ક માટે એક ચળવ શરૂ કરી એને ” સીવીલ રાઈટ્સ મુવમેન્ટ ” (Civil Rights Movement) કહેવાય છે. આ ચળવળમાં એમણે ગાંધીજીના ઉપદેશને અપનાવ્યો હતો. એમણે અમેરીકામાં ” એક જાગૃતિ ” લાવી….કિન્તુ, એમનું અકાળ મૃત્યુ થયું. પણ, અમેરીકાની સરકારે કાયદાઓ બદલ્યા,અને કાળી પ્રજાને માંગેલા હક્કો મળ્યા. અને, અમેરીકામાં અનેક કાળી પ્રજામાંથી નેતાઓ થયા, અને આજે ઓબામા અમેરીકાના પ્રમુખ થયા એ મારટીન લુથર કિન્ગની શરૂ કરેલી લડતના પરિણામરૂપે જ કહીએ ત એ કંઈ ખોટું ના કહેવાય. એથી જ ફેબ્રુઆરી ૨૦૦૯માં અમેરીકાના ” હાઉસ ઓફ રેપ્રેસેન્ટટીવ્સ ” (House of Represntatives ) દ્વારા એક ઠરાવ પાસ થયો કે “મહાત્મા ગાંધીના ઉપદેશે મારટીન લુથર કિન્ગને પ્રભાવિત કર્યા હતા અને એમણે ” સીવીલ રાઈટ્સ મુવમેન્ટ “માં એ ઉપદેશને અમલમાં મુક્યો હતો. વોટીંગ થયું ત્યારે આ ઠરાવને ૪૦૬/૦નો ટેકો મળ્યો હતો (૨૬ વ્યક્તિઓએ ભાગ લીધો ન હતો ). ૧૯૫૯થી શરૂ થયેલા આ મુવમેન્ટની ૨૦૦૯માં “ગોલ્ડન જુબેલી” છે, અને અમેરીકન સરકારે જે કર્યું તે અમેરીકા અને ભારતના ઈતિહાસે હંમેશા યાદગાર રહેશે. …..ચંદ્રવદન.

MARTIN LUTHER KING & MAHATMA GANDHI
 
 

US House passes resolution on Gandhi’s non-violence


Washington (IANS): The US House of Representatives has passed a resolution recognising Mahatma Gandhi’s influence on Martin Luther King Jr and commemorating the golden jubilee anniversary of the American civil rights leader’s visit to India in 1959.

Passed Wednesday with a 406 to 0 vote with 26 abstaining, the resolution recalls how King’s study of Gandhian philosophy helped shape the Civil Rights Movement.

“The trip to India impacted Dr King in a profound way, and inspired him to use non-violence as an instrument of social change to end segregation and racial discrimination in America throughout the rest of his work during the Civil Rights Movement,” it says.

US Secretary of State Hillary Clinton will Thursday send off a cultural delegation comprising Martin Luther King III, and US House representatives John Lewis, Spencer Bachus and Herbie Hancock to India to commemorate King’s tour.

It will begin in New Delhi and travel around India to some of the principal sites associated with Gandhi’s work.

Lewis, often called “one of the most courageous persons the Civil Rights Movement ever produced”, introduced the House resolution. Five other Congressmen, John Conyers, Jim McDermott, Robert C. Scott, Henry Johnson and Adam B. Schiff co-sponsored it.

King and his wife, Coretta Scott King, travelled to India from Feb 10 to March 10, 1959. Upon their return to the US, King and other leaders of the civil rights movement drew on Gandhi’s ideas to transform American society.

During his month long stay in India, King met the then Indian Prime Minister Jawaharlal Nehru, land reform leader Vinoba Bhave and other influential Indian leaders to discuss issues of poverty, economic policy and race relations.

All this reaffirmed and deepened King’s commitment to non-violence and revealed to him the power that non-violent resistance holds in political and social battles, the resolution says.

McDermott, co-chair of the Congressional Caucus on India and Indian Americans, speaking on the resolution said Gandhi’s principle of satyagraha – non-violence – inspired change for the better throughout the world, and particularly in the US.

In a radio address to India in 1959, King had said: “The spirit of Gandhi is so much stronger today than some people believe”. That statement is as true today as it was 50 years ago, said McDermott.

 બે શબ્દો

સુરેશભાઈ જાનીનો એક ઈમેઈલ મળ્યો, અને ઉપર્નું અંગ્રેજી લખાણે મોકલેલા સમાચાર જણ્યા. ઘણી જ ખુશી અનુભવી…..અને,વિચાર્યું કે આ ધટનાને એક પોસ્ટરૂપે પ્રગટ કરૂં તો કેવું ? બસ, આ વિચારને અમલમાં મુકતા તમે આ પોસ્ટ નિહાળો છો.એક ભારતવાસી તરીકે હું ગૌરવ અનુભવું છું…તો, તમે પણ અનુભવશો એવી આશા. પ્રતિભાવ આપશોને ?……ચંદ્રવદન.

 

 

ફેબ્રુવારી 19, 2009 at 3:19 પી એમ(pm) 3 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૬)

 

            

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૬)

આજે, ફેબ્રુઆરી, ૧૭,૨૦૦૯નો શુભ દિવસ, અને હું “ચંદ્રવિચારો શબ્દોમાં(૬) ” નામે ફરી પોસ્ટ પ્રગટ કરી રહ્યો છું એથી, આ પહેલા આ નામકરણે ૫ પોસ્ટો પ્રગટ થઈ ચુકી છે, જેમાની છેલ્લી પોસ્ટ હતી જાન્યુઆરી,૭,૨૦૦૯ના દિવસે. તો, પહેલો સવાલ એ રહે કે ” એ છેલ્લી પોસ્ટ બાદ મારા મનમાં શું વિચારો હતા? ” અને, એના જવાબરૂપે આ લખી રહ્યો છું………….
“ચન્દ્રપૂકાર ” પર થોડા “કાવ્યો ” એક ” ટુંકી વાર્તા ” તેમજ  ” અન્ય ” પોસ્ટો પ્રગટ થઈ તેમાં જાન્યુઆરી, ૨૫, ૨૦૦૯ના રોજ “ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ ” પ્રગટ કરતા મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને એ આનંદ સાથે સૌએ સહકાર આપ્યો તે માટે “ખુબ ખુબ આભાર ” હતો.અનેક “લખાણરૂપી ” પોસ્ટો પ્રગટ કર્યા બાદ મારા મનમાં ફરી ફરી વિચાર આવ્યો કે “ક્યારે વિડીયો-પોસ્ટ કરી મારા રચેલા ભજનોની વિસીડીને એક પોસ્ટરૂપે મુકીશ ? “જ્યારે, ફેબ્રુઆરી,૨, ૨૦૦૯ના રોજ “પ્રથમ વિડીયો પોસ્ટ ” શક્ય થઈ ત્યારે મારા હૈયે આનંદ, અને ત્યારબાદ, ” ચંદ્ર ભજન મંજરી ” એક પોસ્ટરૂપે મુકતા મારા હૈયે અતી આનંદ હતો. “ચંદ્રપૂકાર ” સાઈટ પર  લખાણ બ્લેક એન્ડ વાઈટ (Black & White )માં હતું, ત્યારે મારા મનમાં વિચાર એવો કે  ” ક્યારે કલરમાં લખાણ હશે ? ” જ્યારે મેં ” મારૂં પાગલપણું “નામે પોસ્ટ પ્રગટ કરી ત્યારે થોડું લખાણ જુદા જુદા કલરોમાં શક્ય થયું અને હું ખુશ હતો. જ્યારે, “ચંદ્ર ભજન મંજરી “ની પોસ્ટ પ્રગટ થઈ ત્યારે સાઈટ પર ૨૭૦૦૦થી વધુ (more than 27000 ) મહેમાનો પધારેલા હતા અને મારા મનના વિચારોમાં ફક્ત આનંદ આનંદ હતો. હવે, એક વિચાર મને ફરી ફરી સતાવે છે કે “મારી ઓળખ આપી જે કંઈ લખ્યું એનો કોઈ ખોટો અર્થ તો ના લેય કે હું પોતાના જ વખાણ કરૂં છું ? ” પરિચય દ્વારા આપણે સૌ એક્બીજાની નજીક આવી શકીએ એ જ ભાવના હૈયે હતી..એ જ ” પરમ સત્ય ” છે અને એને કોઈ માને યા ના માને યા ના માને પણ, હું તો આ મારી વેબ્જગતની યાત્રા ચાલુ જ રાખીશ અને એ માટે તમે સૌ મારી શક્તિ છે. …….ચંદ્રવદન.
 
FEW WORDS
This post is the 6th in the Series of Posts with the same title & last one being published i January,2009. In this post I had just expressed my thoughts in which I mentioned of the several posts published since the post of January & shared my happiness of publishing the 100th Post on Home of my Site & also my joy at publishing 2 VIDEO POSTS. Some of the posts published were about me in a Kavya (Poem ) named ” Hu Kon ? ” & a short artticle ” Maru Pagalpanu “. I wanted my viewers to know that the intent of such publications was to come closer to ALL & nothing else. Whether the readers believe me or not, I have decided to continue my journey on the Webjagat & I sincerely hope that all of you will support me….>>>>>>Chandravadan.

ફેબ્રુવારી 17, 2009 at 12:05 એ એમ (am) 9 comments

વેલેન્ટાઈન ડે…Valentine Day

  You In My Arms! You In My Arms! You In My Arms!
 
You're Special... Happy Valentine's Day!You're Special...
 
 

વેલેન્ટાઈન ડે…Valentine Day

 
આજે, શનિવાર, ફેબ્રુઆરી, ૧૪નો દિવસ,,,એટલે વેલેન્ટાઈન ડે કહેવાય….આજે “પ્રેમી-પ્રેમીકાઓ ” એક બીજાને પ્રેમ્-પ્રEmperorતિકરૂપે કાર્ડ/ફુલો કે કંઈક “પ્રેઝન્ટ ” મોકલે/આપે. આથી, આજે સૌ માટે આ ખુશીનો દિવસ. આ ચાલતી એક પ્રથા છે, પણ આ બારેનો ઈતિહાસ ઘણાને ખબર ના હશે. મને પણ પુરી માહિતીની જાણ ના હતી તો મેં ઈન્ટરનેટ પર જઈ જે જાણ્યું તે જ લખ્યું છે………….વાંચતા જાણ્યું કે જ્યારે “રોમન રાજ્ય સત્તા ” હતી ત્યારે એક માનવી સેઈન્ટ વેલેન્ટાઈન ખ્રિસ્તી ધર્મ માટે પોતાની જાન બલીદાન ફેબ્રુઆરી, ૧૪ના દિવસે કરી હતી અને કહેવાય છે કે એણે જેઈલરની દિકરીને એક ચિઠ્ઠી લખી હતી તેમાં સહી કરી હતી “યોર વેલેન્ટાઈન ” એથી  આ દિવસ ઉજવાય છે……તો ક્યાંક એવો પણ ઉલ્લેખ છે કે ત્યારના રોમન રાજા ક્લોડીઅસ (Emperor Claudius ) એ વેલેન્ટાઈનને માર્યા બાદ “પોપે ” ફેબ્રુઆરી, ૧૪ નો દિવસ એની યાદમાં ઉજવવાનો આદેશ આપ્યો એથી આ ઉત્સવ…….. તો, એક જગ્યાએ એવું વાચ્યું કે રોમન સત્તા સમયે ફેબ્રુઆરી ૧૪નો દિવસ રોમન દેવો-દેવીઓની રાણી જુનો (JUNO )ની યાદમાં એક રજાનો દિવસ હતો અને જ્યારે સેઈન્ટ વેલેન્ટાઈનનું મરણ થયું ત્યારબાદ ધીરે ધીરે આ દિવસને “પ્રેમીકાના દિવસ ” યાને LOVERS’ Day or VALENTINE DAY તરીકે ઉજવવાની પ્રથા શરૂ થઈ……… આ દિવસે, પ્રેમીઓ એકબીજાને પત્રો લખે કે કંઈક પ્રેઝેન્ટો મોકલે (ફુલો…લાલ ગુલાબ ના ફુલો, ટેડીબેર વિગેરે ) અમેરીકામાં આ દિવસ માટે કાર્ડ પણ શરૂ થયા.
આજે સૌને “હેપ્પી વેલેન્ટઈન ડે ” ( HAPPY VALENTINE DAY to ALL ) ………ચંદ્રવદન.
FEW WORDS
This post is to wish HAPPY VALENTINE DAY to ALL who celebrate the Day…. In the post, I had told the history how this Celebration was started.. It appears that it was started during the Roman Empire period & a person by the name of St. Valentine seems to be the inspiration for it…but over the times, the 14th February cam to be known as the VALENTINE DAY, a day of expressing LOVE to eachother as we celebrate it nowadays with the exchange of Cards, Flowers & Gifts…..May you All have a wonderful day>>>>>CHANDRAVADAN.

ફેબ્રુવારી 14, 2009 at 12:10 એ એમ (am) 21 comments

ચંદ્ર ભજન મંજરી (૧ )

 

ચંદ્ર ભજન મંજરી (૧ )

મારા રચેલા ભજનોમાંથી થોડા ચૂંટીને એક વિસીડી પર મુકી, “ચંદ્ર ભજન મંજરી ” નામે એક ડીસ્ક પ્રગટ કરી એને વિના મુલ્યે અન્યને પ્રસાદીરૂપે આપી હતી…અને, એ માટે મને ખુબ જ આનંદ છે. ……મારા રચેલ કાવ્ય-સંગ્રહને બે પુસ્તિકારૂપે પ્રગટ કર્યા બાદ, મારા મનમાં ઘણી વાર થતું કે એ બધી રચનાઓમાંથી થોડી ચૂટી, એને ” સૂર- સંગીત ” અપાય તો કેવું ! આ વાત મારા મિત્ર શ્રી વિનોદભાઈ ખીમજી પ્રજાપતિને કહેતા, એમણે અન્યનો સહહાર લઈ, આ કાર્ય શક્ય કર્યું હતું. …..જે કોઈએ સહહાર આપ્યો હતો તેઓ સૌનો હુ ઋણી છું ……આ વિસીડી પર શ્રી અરજણ વાઘેલા તેમજ કુ. કવિતા ઝાલાના સૂરે એ ભજનો ગવાયા છે, અને, એનું સંગીત શ્રી અરજણ વાઘેલા તેમજ શ્રી સલીમ ખુંભીયાએ આપ્યું છે. આ કાર્યનો શુભ આરંભ દ્વારીકામાં દ્વારીકાદીશના મંદિરે પ્રાર્થના કરી થયો હતો, એથી, તમે એ મંદિર્ને નિહાળો છો, અને, એની સાથે, અમારી ફેમીલીનો ફોટો, અને અન્ય સહકાર આપનારાઓના ફોટાઓ પણ નિહાળો છો……….આશા છે કે તમો ક્લીક (CLICK ) કરી જરૂરથી આ વિડીયો નિહાળશો……અને, નિહાળી, ” બે શબ્દો ” પ્રતિભાવરૂપે આપશો તો મને ઘણી જ ખુશી થશે, …….ચંદ્રવદન.
 
FEW WORDS
As mentioned in my last VIDEO POST, I am intoducing ” CHANDRA BHAJAN MANJARI ” to you ALL. Hope that many visit the Site & see this Post & CLICK to VIEW it. Your COMMENTS will be really appreciated>>>Chandravadan.

ફેબ્રુવારી 8, 2009 at 7:31 પી એમ(pm) 14 comments

મારૂ પાગલપણુ

 

 
 Temple after dark w crowdpranama
 
    મારૂ પાગલપણુ

      

 

                                          ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

                    ઓક્ટોબર માસ અને ઈ.સ. ૧૯૪૩ ની સાલ હતી. વહેલી

સવારે દક્ષિણ ગુજરાતના વેસ્મા ગામે એક પ્રજાપતિ કુટુંબ ઘરે એક બાળકનો

જન્મ…એક આત્માને માનવ દેહ મળ્યો.

 

માનવ જન્મ…અને એક બાળપણની શરૂઆત. માતા-પિતા રૂપી પ્રેમ એક બાળકે ચાખ્યો…વળી સાથમાં કુટુંબીજનોનો પ્રેમ ચાખ્યો. માત પ્રેમમાં ભક્તિરસના બીજ રોપાયા…એ પ્રેમ-રસ પીવાની ટેવ દ્વારા હું પાગલ બન્યો. આ મારૂ પ્રથમ પાગલપણુ. !

 

અનેક વર્ષો વહી ગયા અને હું મોટો થયો, મિત્રો થયા, અને અનેક માનવીઓનો પરિચય થયો. અભ્યાસ દ્વારા થોડો જ્ઞાનરસ પીધો. હૈયામાં સમાયેલ પ્રેમરસ સાથે જ્ઞાનરસનું મિલન થયુ…બચપનમાં મમતાએ ચખાડેલો ભક્તિરસ પણ ખીલ્યો…પ્રેમરસનો નસો વધ્યો અને, મારી પાગલતા વધી.આ રહ્યું મારૂ બીજુ પાગલપણુ !

 

જગતમાં મારા જીવનના ઘણા વર્ષો વહી ગયા. હવે, પ્રેમરસ પણ ભક્તિરસ જેવો લાગ્યો…હૈયામાંથી ફક્ત ભક્તિરસ જ વહેતો હોય એવું થવા લાગ્યુ. ધરતી પર બધુ પ્રભુનું છે એવું સમજાયુ…અરે, વધુ વિચારતા સમજાયું કે આખું બ્રહ્માંડ પ્રભુ આધારે જ છે…હવે ભક્તિરસની પ્યાસ મારા હૈયે હતી….આ મારૂ ત્રીજું પાગલપણુ

 

જગત એટલે સંસાર. સંસારમાં રહેવું એટલે માયા-જાળના બંધનો તો ખરા જ. આ બંધનોમેં મારા કર્તવ્યને નિહાળ્યું. ફક્ત પહેલા અને બીજા પદના પાગલપણાને અપનાવતા સંસારી માયાજાળમાં ફસાયા જેવું થાય…કિન્તુ, જીવનમાં ત્રીજા પદના પાગલપણાને અપનાવતા, સંસારમાં રહ્યા રહ્યા મોહ-રૂપી બંધનોમાંથી મુક્તી આપોઆપ મળી જાય છે.

 

પ્રેમરસ-ભક્તિરસ આધારે હું હવે સંસારમાં આગેકુચ કરી રહ્યો છુ. ‘હે પ્રભુ તું છે તો હું છુ’ અને ‘હે પ્રભુ તું કરે તે ખરૂ’! એ મારા મંત્ર-સુત્રો છે. કર્ત્વ્ય પાલન સહિત પ્રભુ શરણાગતિ ભાવ મારા હૈયે ભરતો જાઉં છું…સંસારમાં રહી આવી મારી આગેકુચ એજ મારૂ ખરૂ પાગલપણું છે !

 

 

બે શબ્દો

“મારૂં પાગલપણું ” નામે એક ટુંકો લેખ મેં ઘણા વર્ષો પહેલા લખ્યો હતો…એ પ્રજાતતિ માસિકોમાં પ્રગટ થયો હતો…..ત્યારબાદ, જ્યારે મારી પુસ્તિકા ” ત્રિવેણી સંગમ ” પ્રગટ થઈ ત્યારે એ લેખ એમાં મુકાયો હતો. આજે, એ લેખ પોસ્ટરૂપે “ચંદ્રપૂકાર ” સાઈટ પર છે. તો, તમે પધારી વાંચશો એવી આશા. ….” હુંકોણ ” ની પોસ્ટ બાદ, આ પોસ્ટરૂપે મુકવાનું મને યોગ્ય લાગ્યું. હવે, તમે વાંચી તમારો પ્રતિભાવ જરરથી આપશો એવી મારી નમ્ર વિનંતી છે.  ….
.
 

સૌને નમસ્તે ! …..ચંદ્રવદન

FEW WORDS
 
MARU PALANPANU ” is a short article in Gujarati & it is about my GRADUAL TRANSFORMATION  in my journey on this Earth. Basically, it tells of my birth as a Human, then the 1st change with the KNOWLEDGE & then doing all the DUTIES as a Human in the SOCIETY &  the final binding force of BHAKTI ( Devotion to God ) touching my life. Each of us has the OWN STORY of TRANSFORMATION on this Earth. Please. read this Post & your Comments appreciated ! 
AND…..You must had viewed the 1st VIDEO POST, prior to this Post & seen me personally. I THANKS allof you who had viewed the Post & also those of you who had taken the time to post their COMMENTS too…….NEW VIDEO-POSTS will be soon when techanically possible & I appreciate your patience>>>>CHANDRAVADAN
 

ફેબ્રુવારી 7, 2009 at 11:07 પી એમ(pm) 3 comments

પ્રથમ વિડીયો પોસ્ટ

 

 
 
 
 

બે શબ્દો

આ છે “ચંદ્રપૂકાર ” પર પ્રથમ વિડીઓ-પોસ્ટ. ગુજરાતી વેબજગતમાં પ્રવેશ કર્યા બાદ, મેં જુદી જુદી સાઈટો નિહાળી, અને ” ઓડીઓ ” કે “વિડીઑ” રૂપે  પોસ્ટો સાંભળી/નિહાળી મને ખુબ જ આનંદ થયો હતો.મારા હૈયે અનેક વાર થયું કે ” ક્યારે આ પ્રમાણે આવી પોસ્ટ “ચંદ્રપૂકાર ” પર હશે ? ” આ વિચાર સાથે, મને મારા રચેલા ભજનોની વિસીડી/ડીવિડી “ચંદ્ર ભજન મંજરી “યાદ આવી ……અને, મનમાં વિચાર્યું કે ” એક દિવસ આ વિસીડીના ભજનોને મારી સાઈટ પર એવી રીતે પ્રગટ કરીશ “…..આ બારે, મેં અનેકને પૂછ્યું અને જણ્યું કે એ પ્રમાણે શક્ય કરવા મારે મારી સાઈટને ઉપડેઈટ (UPDATE ) કરવી પડૅ. જાન્યુઆરી ૨૦૦૯માં અનિલ (અમારા જમાઈ) ફરવા આવ્યા, અને એમના સહકારથી આજે આ પ્રથમ વિડીઓ-પોસ્ટ પ્રગટ કરી છે…..એમાં, તમે મને નિહાળો છો, અને હવે પછી, બીજી પોસ્ટે ભજન હશે. આશા છે કે તમે આ મારા પ્યાસને વધાવી લેશો…..અનેક જો આ પોસ્ટને નિહાળશે તો મને આનંદ થશે…અનેક વાંચી, પ્રતિભાવો આપશો તો મને વધું આનંદ થશે, અને મને જાણવા પણ મળશે કે તમારા વિચારો આ પોસ્ટ બારે કેવા છે…તો, પ્રતિભાવો આપશોને?….ચંદ્રવદન.

FEW WORDS
Today I have published for the 1st time a VIDEO POST…In this I am only making the INTRODUCTION…& in the next VIDEO POST, you will SEE/HEAR the Actual INRODUCTORY Clip of the VCD ” CHANDRA BHAJAN MANJARI “…Hope you will like that. >>>>>CHANDRAVADAN.

ફેબ્રુવારી 2, 2009 at 4:53 એ એમ (am) 28 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728