Archive for જુલાઇ, 2009

હ્રદય દર્દની તુલના

   https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

હ્રદય દર્દની તુલના

હ્રદય ખોલી કાર્ય તમે કોઈનું કરો,
આગળ હસી, અને, પાછળ છાતીમાં ખંજરનો ઘા સહન કરો,
દર્દ આવાની તુલના કેમ કરવી ?……(૧)
થતું સારૂં કાર્ય અટકાવવાની તો એક વાત,
કિન્તુ, જે હોય તેને પણ છીનવી લેવાની તો અલગ વાત,
દર્દ આવાની તુલના કેમ કરવી ?……(૨)
સંસારી જીવને બનતી હોય ઘટનાઓ આવી,
પ્રભુએ કશોટીરૂપે જ જાણે એ આપી,
દર્દ આવામાં પ્રભુશ્રધ્ધા ભરી, તમ-જીવન સફર કરવી !…..(૩)
 
કાવ્ય રચના….જુન. ૨૫, ૨૦૦૯            ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક ગુજરાતી કાવ્ય “હ્રદય દર્દની તુલના “…..આ પહેલા, “ચંદ્રપૂકાર” પર એક જન્મ ખુશીનું કાવ્ય, એક મ્રુત્યુ સમયનું “અંજલી” કાવ્ય,અને ત્યારબાદ, “ગરીબાયના આંસુ”, અને અંતે “માંદગી કોણે બોલાવી ? “…આ પ્રમાણે, તમે માનવજીવને જન્મની ખુશી બાદ “માનવ-દુઃખો” બારે વાંચ્યું.
હવે, આ કાવ્ય દ્વારા માનવ હ્રદયે જે દર્દ થાય તે બારે ઉલ્લેખ કર્યો છે.હ્રદયનું દુઃખ ભયંકર હોય છે. ઘણી વાર માનવી એને છુપાવે છે, તો કોઈક વાર એ એનું દુઃખ કોઈકને કહી એનું દીલ હલકુ કરે છે. આ પ્રમાણે, હ્રદય-દર્દ આપનાર વ્યક્તિ આપણા જ નજીકના/વ્હાલા હોય ત્યારે તો હૈયામા જે દર્દ થાય તેને શબ્દોમાં કહેવું અશક્ય છે. આવી ઘટનાઓનો જે કોઈ અનુભવ કરે તે જ એ સમજી શકે!….અને, આવા સમયે, સંસારી માનવીને જો કોઈનો “સાચા દીલ”થી સહકાર મળે ત્યારે એ એનું દુઃખ હલકુ કરી શકે છે, અને ભક્તિપંથે દોરી, એને ઘટના ભુલવાની પ્રેરણા આપી, થોડી મોહ-માયામાંથી મુક્ત કરી, એને જીવન-સફરે આગેકુચ કરવા શક્તિ આપે છે.
આ પોસ્ટના વાંચકોએ કદાચ એમના જીવને આવી જ ઘટનાનો સામનો કર્યો હોય તો એ કદાચ તાજી થાય….જેમણે આવી ઘટનાઓનો સામનો નથી કર્યો એમણે તો પ્રભુનો પાડ માનવો જોઈએ….સૌએ તો આ માનવ-જીવન સફર કરતા,મળતા સુખો કે દુઃખોને પ્રભુ-શક્તિ દ્વારા હિમંત મેળવી, મનની “સ્થીરતા” રાખી,સામનૉ કરવાની ટેવ કેળવવી રહી……આટલું જો શક્ય થાય તો માનવીનું જીવન ધન્ય થઈ જાય. સૌ પર આવી “પ્રભુ-ક્રુપા” થાય એવી મારી પ્રાર્થના !
આશા છે કે તમોને મારૂં કાવ્ય અને આ “બે શબ્દો” ગમે…શક્ય હોય તો તમે તમારો “અભિપ્રાય” આપશો. ………ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Kavya (Poem ) entitled ” HRADAY-DARDni TULANA “..In this Post. Ihad tried to talk about other Humans ( sometimes those close to you & you Love ) try to do harm to you…& this gives the “biggest hurt ” in the Heart. It is during that period , you may hide what had happened to you OR may get the courage to tell that to a Friend. Thus. one can get the needed comfort & healing…..Also at the same time, his Faith in God is stronger.
As a reader of this Post, if anyone has had the ” hurt in the Heart ” then you may be reminded of that incident again…& if you did not have any of such experience then you are lucky & must thanks God for that….And, to ALL I wish that God showers his BLESSINGS always on you !. I hope you like my Poem & these “FEW WORDS ” !>>>>>CHANDRAVADAN. 

જુલાઇ 29, 2009 at 12:35 એ એમ (am) 16 comments

કોણે બોલાવી માંદગી ?

https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

કોણે બોલાવી માંદગી ?

જીવનમાં માંદગી આવી…..કોણે બોલાવી એ માંદગી ? ….(ટેક )
ડાયાબીટીસ અને હ્રદય રોગ છે તને,
અરે,  તો  વંશવેલાથી છે તને,
હવે તો, એનો સ્વીકાર કરી, કાળજી લેવી,
ફરજ બને છે તારી એવી !……જીવન…(૧)
છે ફેફસામાં ટીબી કે નિમોનીઆ તને,
અરે, એ તો જંતુઓ કારણે છે તને ,
હવે, તો એનો સ્વીકાર કરી, દવાઓ લેવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન…(૨)
ભયંકર કેન્સરનો રોગ છે  તને,
અરે, એ તો ખોરાક કે હવામાંથી હોય શકે તને,
હવે, એનો સ્વીકાર કરી, પ્રભુશ્રધ્ધાથી સારવાર કરવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન….(૩)
આંખે મોતીઆ પણ નાબુદ હોય શકે,
દેહની ખામીઓ પણ નાબુદ હોય શકે,
હવે, એવું જાણી, તૈયારી તારે ઓપરેશનની કરવી,
ફરજ બને છે તારી એવી !……જીવન…..(૪)
પુર્વ જન્મના કર્મે માંદગી તને આજે ?
કે પછી, બીનકાળજી કારણે માંદગી તને આજે ?
હવે તો સ્વીકાર કરી, ડોકટરી સલાહો લેવી,
ફરજ બને છે તારી એવી !…..જીવન….(૫)
 
કાવ્ય રચના…જુન, ૨૪, ૨૦૦૯            ચંદ્રવદન.
 

બે શબ્દો

આજની પોસ્ટ છે ગુજરાતી કાવ્ય રચના “કોણે બોલાવી માંદગી ?”….માનવીના જીવને “માંદગી” એક મહાન દુઃખભરી કહાણી છે. કોઈક માંદગી ડોકટરી જાણ પ્રમાણે વંસવેલામાં આવે, કોઈક જંતુઓના કારણે, તો કોઈકહવામાન કે ખોરાકના કારણે હોય છે. “કેન્સર” કે થોડા બીજા રોગો થવાના કારણો બારે માનવી અલ્પ જાણી શક્યો છે અને એનો પુરો ઈલાજ જાણી શક્યો નથી. કોઈક રોગો ઓપરેશનથી નાબુદ થઈ શકે છે. જન્મ સાથે માનવીને “દેહની ખામી”રૂપે કોઈક રોગો હોય શકે છે, અને અનેકનો ઓપરેશન દ્વારા ઈલાજ હોય છે.
માનવીએ “માંદગી”નો સ્વીકાર કરવો એ અગત્યનું છે….ત્યારબાદ, ડોકરી સલાહો પ્રમાણે ઈલાજ કરવો કે ખોરાક/પરેજી વિગેરે કરવું એ એની ફરજ બની જાય છે. અને, એવી ફરજ બજાવતા, માનવીએ ” પ્રભુશ્રધ્ધા”નો સહારો લેવો જરૂરીત છે એવું મારૂં માનવું છે. આવા વર્તનથી માનવી એનું “આત્મબળ”વધારી શકે છે, અને જે થકી,એ માંદગીનો સામનો કરવા શક્તિ મેળવી શકે છે.
મારા આજના કાવ્યમાં ફક્ત આ જ “શીખ” છે !
સૌ વાંચકો આ પોસ્ટ વાંચી, “નેગેટીવ” કે ખોટા વિચારોને છોડી, “પોસીટીવ”યાને શુભ વિચારો તરફ જઈ, જીવન સફર ચાલુ રાખે. આ કાવ્ય-રચના તેમજ આ વિચારો તમોને ગમે એવી આશા……….ચંદ્રવદન. 
 
 
FEW WORDS
 
The Post of today is a Gujarati Poem entitled ” KONE BOLAVI MANDAGI ? ” meaning  ” Who had called the Illness ? “. In this Post, I have tried to inform the readers that the ILLNESSES of the Humans may be Familial, may be caused by GERMS, may be as Birth-defects & may be without the Full Understanding of them …like Cancers & Autoimmune Diseases. ……A human MUST accept that he/she has the Disease…then try to follow the advices of the Doctors for the TREATMENT….That becomes his/her DUTY…..Along with this, one MUST keep the TOTAL FAITH in the DIVINE. This ATTITUDE keeps a porson away fom the NEGATIVE thoughts, & gives  Him/Her the needed POSITIVE thoughts. The Positve Thoughts assist a person to FIGHT the ILLNESS.
The above message is conveyed in the posted GUJARATI KAVYA. I hope you like my message>>>>CHANDRAVADAN.

જુલાઇ 25, 2009 at 5:55 એ એમ (am) 10 comments

ગરીબાયના આસું

 https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

ગરીબાયના આસું

એક બાળ છે ઉભો, શાળાની પાસે,
ભણવું છે,અને નથી પૈસા પુસ્તકો ખરીદવા માટે,
નયને વહે છે ગરીબાયના આસું !…..(૧)
એક બાળ છે ઉભો, હોટેલની પાસે,
ભુખ્યો છે અને નથી પૈસા ભોજન માટે,
નયને વહે છે ગરીબાયના આસું !…..(૨)
એક બાળ છે ઉભો, રાત્રીના અંધકારમાં,
થાક્યો છે, અને નથી ઝુપડી  રહેવા ભાગ્યમાં,
નયને વહે છે ગરીબાયના આસું !……(૩)
એક બાળ છે ઉભો, માનવ મેદનીમાં,
નિરાશ છે, અને મળ્યો સહારો એને એક માનવ હ્રદયમાં,
નયને નથી વહેતા ગરીબાયના આસું !…..(૪)
 
કાવ્ય રચના…જુન, ૨૩, ૨૦૦૯          ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક કાવ્ય “ગરીબાયના આસું “. માનવી તરીકે આ જગમાં જન્મ લેતા માનવીને એના જન્મની ખુશીનો અંત એની ગરીબાયના કારણે હોય શકે છે. સંસારમાં બનતી ઘટનાઓમાં “ગરીબાય ” એક મહાન દુઃખ છે. ગરીબાયના કારણે માનવીનું જીવન અંધકારભર્યુ હોય છે. જ્યારે ગરીબાયના કારણે માનવી પોતાના ગુજરાન માટે “અન્ન “મેળવવા અશક્ય બને ત્યારે એનું દુઃખ એક મહન પર્વત સમાન હોય, અને સાથ રહેવા માટે “ઝુપડી ” પણ ના હોય તો એના હૈયે જે વેદના હોય તેની કલ્પના હું કેમ કરી શકું ? અને, ઘર હોય અને “એવી સારી કમાણી “ના હોય તો સંતાનોને ” શિક્ષણરૂપી જ્ઞાન “કેમ હોય શકે ? જ્યારે માનવી આવી હાલતમાં હોય ત્યારે જો કોઈ અન્ય માવવ હૈયે “દયાનું ઝરણું ” વહે અને એને થોડો સહકાર મળે તો એને જે આનંદનો અનુભવ થાય તેને હું શબ્દોમાં કેમ કહી શકું ?અને,…..આવા જ સહારે કે પછી પ્રભુની કૃપા થકી એને એની ગરીબાય પર વિજય મળી શકે છે અને એન જીવનમાં પરિવર્તન પણ હોય શકે !
મેં મારા કાવ્યમાં ફક્ત આ જ વિચાર પ્રગટ કર્યો છે. જે કોઈ માનવી પૈસે ટકે સુખી હોય તેણે દુનિયાના અન્ય દુઃખીને ભુલી જવા ના જોઈએ. આખી દુનિયામાં પરિવર્તન લાવવું એક માનવી માટે અશક્ય છે…કિન્તુ, એક કે થોડા દુઃખી માનવીઓને તો એ જરૂર સહકાર આપી શકે છે…..આવી ભાવના એના હૈયે જાગૃત થાય તો એનું જીવન પણ ધન્ય બની જાય છે. મારી આ પોસ્ટ વાંચ્યા બાદ, ફક્ત એક માનવીની વિચારધારામાંકંઈક આવું પરિવર્તન શક્ય થાય તો મને જે આનંદ થશે તેને હું શબ્દોમાં કહી શક્તો નથી પરતું એટલું તો કહી શકુ કે આ ઘટના પ્રભુકૃપાથી જ શક્ય થઈ છે ! તમે, જે કોઈ, મારા બ્લોગ પર પધારી આ પોસ્ટ વાંચી, તો તે માટે આભાર……ાને, તમે પોસ્ટ વાંચ્યા બાદ” બે શબ્દો “પ્રતિભાવરૂપે લખ્યા હોય તો તમારો ખુબ ખુબ આભાર…….અને, જો તમારૂં  જીવન જૉ ” દયા-દાન” સાથે વહી રહ્યું હોય તો પ્રભુ તમોને વધુ શક્તિ-માર્ગદર્શન આપે એવી મારી પ્રાર્થના ! ફરી મારા બ્લોગ ” ચંદ્રપૂકાર ” પર પધારવા વિનંતી !>>>ચંદ્રવદન
 
FEW WORDS
 
Today I had published a Post of a Poem in Gujarati entitled ” GARIBAYna ANSU” meaning ” TEARS of POVERTY ” In this Poem , my message is that the POVERTY can be the GREATEST TRAGEDY for a Human……He can be HOMELESS & he can be a BEGGER with NO FOOD to susstain the Life…Even when he is able to susstain the Life, he is unable to provide the EDUCATION to his children…He is longing for some KINDNESS fomr another Human…..A small assistance can tranform his Life for better…So, my hope is that those who are blessed with comforts of the Life may be inspired to give the needed ASSISTANCE to others. That act can GLORIFY their journey in this World.
Those of you who read this Post & if you are on that Path of Kindness I salute you. Those of you who are inspires to to do Acts of Kindness , I thanks God & pray that you continue your new MISSION>>>.CHANDRAVADAN.

જુલાઇ 20, 2009 at 4:10 પી એમ(pm) 9 comments

નિર્મળાને અંજલી

 https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

નિર્મળાને અંજલી

અરે, નિર્મળા, ક્યાં છે તું ?
દયાનંદને કઈક કહેજે રે તું !
ઓ,મારા દયાનંદ, નથી હું તારાથી દૂર,
તારા જ હૈયામાં હતી હું, અને આજે પણ તુજ હૈયામાં, નથી દૂર…(૧)
યાદ છે વર્ષો પહેલા લગ્નગ્રંથીથી જોડાયા હતા આપણે,
એકસાથે સફર કરી, સુખો અને દુઃખો ઝીલ્યા હતા આપણે !……(૨)
અરે, નિહાળને આપણા જ બાળકોને, જે આજે છે તારી સાથે,
એઓમાં હું જ છું, શોધ નહી બીજે, અને છું હું તારી સાથે !……(૩)
હવે, યાદ કરજે દિવસો, જ્યારે આપણે પ્રેમથી વાતો જે કરી હતી,
એવી યાદમાં, નિહાળજે મુજને, અને મુખડે લાવજે હસી !…….(૪)
અને, હા, પરલોકમાં હું છું, પણ, છું પ્રભુની ગોદમાં,
હવે, તુજ જીવન-સફરે ,નિહાળજે મુજને તારા જ દિલમાં !……(૫)
ભાઈ ચંદ્ર, અર્પણ કરે છે, આવી એક અંજલી,
સ્વીકારજે, નિર્મળા, મુજ હ્રદયમાંથી ઝરેલી આ અંજલી !……(૬)
  
કાવ્ય રચના…..માર્ચ, ૧૫, ૨૦૦૯          ચંદ્રવદન.
 

બે શબ્દો

આજની પોસ્ટ છે એક વ્યકતિને કાવ્યરૂપે “અંજલી “…..કાવ્ય વાંચશો તો તમે  એ વ્યક્તિ બારે જાણશો જેમાં ઉલ્લેખ થયો છે , એક પત્નીનું  અવસાન અને એક પતિને “બેશબ્દો ” રૂપે આશ્વાસનરૂપે લખાણ. આ લખાણ ફક્ત એક જ વ્યક્તિને જ લાગુ પડે એવું નથી….અરે, એ તો આ સંસારમાં થતી એક ધટના છે, જે દુઃખ લાવે. કિન્તુ, એવા સમયે એ દુઃખ દુર કરવા મીઠી યાદોમાં આવી, પ્રભુનો સહારો લેવો એ જ મહત્વનું છે…..જ્યારે કોઈ સ્નેહી ( કે કોઈ પણ વ્યક્તિ )નું પ્રભુધામથી તેડું આવ્યું હોય ત્યારે મારા હૈયામા દર્દ હોય….કોઈક વાર આવી હાલતે શબ્દો છલકે….તો, એવી જ આ ઘટના દ્વારા આજનું આ કાવ્ય છે ! તમે આ વાંચી, તમારા વિચારો જણાવશો.>>>>>ચંદ્રવદન
  
  

 

 
Few Words
 
Today the Post is a Poem entitled :Nirmalane Anjali……In the Poem, after the untimely death of Nirmala (wife ) the Husband is given the strength to bear her loss. This event of a Death of an individual can be applied to anyone. Therefore, my intent by this Post is to bring this event of the End of Life as the ultimate Event of Sadness in this World or Sansar…From the Joy of the Birth to the Sadness of Death…I will take you all to other Events in the Life of a Human in the Posts that follow…Did you like this Post ? Will you read the next Posts ? >>>Chandravadan.

જુલાઇ 10, 2009 at 4:04 પી એમ(pm) 13 comments

જુગ જુગ જીવો, શશીભાઈ મારા !

 
https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

જુગ જુગ જીવો, શશીભાઈ મારા !

જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! (ટેક)
૨૦૦૯ની સાલે,જુલાઈ માસ રે આવ્યો,
એતો, ૭૫મી વર્ષગાંઠની ખુશીઓ રે લાવ્યો,
ચાલો, ચાલો, સાથે મળીને ઉત્સવ રે કરીએ !……જુગ, જુગ….(૧)
લેનેસીયા, સાઉથ આફ્રિકામાં સાથે મળીશું,
એક શાળા હોલે ઉત્સવ જ કરીશું,
પધારો, પધારો, ભાવભર્યું આમંત્રણ છે રે સૌને !……જુગ, જુગ….(૨)
દુર અને નજીકથી સ્નેહીઓ રે આવ્યા,
દુર રહેતી દીકરીઓને રે લાવ્યા,
આવ્યા, આવ્યા, અનેક, જે થકી હોલે આનંદ રે પથરાય જો !…..જુગ્ જુગ……(૩)
ચંદ્ર દુર રહી, કલ્પનાઓ રે કરી રહ્યો,
જેમાં, જાણે સૌની સાથે એ જ હતો,
દ્રશ્ય આવું નિહાળી, એ તો હરખાય જો !…..જુગ્ જુગ……(૪)

કાવ્ય રચના…..જુન, ૧૫, ૨૦૦૯         ચંદ્રવદન.
  
  

બે શબ્દો

આજે જે પોસ્ટ છે તે એક  વ્યક્તિની ૭૫મી બર્થ ડે નો ઉલ્લેખ કરે છે…મેં આગળ પણ કોઈની બર્થ ડે બારે કાવ્યરૂપે લખ્યું છે, પણ, આ પ્રથમ વાર કોઈની ૭૫મી બર્થ ડે બારે ! ડોકટર શશીકાન્તભાઈ મારા વડીલ છે છ્તાં એ મારા મિત્ર જેવા છે…જ્યારે એમણે મને એમના જન્મદિવસ ઉત્સવ માટે આમંત્રણ મળ્યું ત્યારથી મારા હૈયામાં એક અનોખી ખુશી હતી…અને, મેં ફક્ત એને શબ્દોમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે……અને, એક મુખ્ય વાત તો લખવાનું ભુલી જ ગયો……માવવીનું મૃત્યુ ક્યારે તે માનવી નથી જાણતો…કેટલું જીવન મળ્યું એની અજાણતા છે…૭૫ વર્ષના જીવનની ખુશી મનાવવાની તક ઓછી વ્યક્તિઓને મળે છે…….એથી, કાવ્યમા દર્શાવેલી ખુશીઓ સાથે  મારે એટલું જ કહેવું છે કે  આ ધટના “પ્રભુકૃપાની પ્રસાદી” છે >>>>>ચંદ્રવદન

Few Words
Today’s Post is a Gujarati Poem entitled ” Jug Jug Jivo, Shashibhai Mara ” & it is a Poem of the Celebration of his 75th Birthday….A human when born on this Earth, his birth is a day of happiness for the others ( Family & Friends )..then , as he grows up & has understandings he himself also gets the happiness of the Celebrations. But, the Human then faces lots of challenges & hardships (along with some periods of Happiness )….You will see some of those hardships in the Posts that follow…I hope you like this Post. Please note the color-picture on top ..you saw that on the last Post when I had introduced this subject of ” Sansari Manav-Jivane Banti Ghatanao”….& you will be viewing the same for the future 5 Posts on this subject.>>>>Chandravadan.

 

જુલાઇ 5, 2009 at 5:26 એ એમ (am) 9 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૮)

https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૮)

આ નામકરણે તારીખ જુન, ૭, ૨૦૦૯ના રોજ પોસ્ટ પ્રગટ થઈ હતી, અને મેં સૌને જણાવ્યું હતું કે મારા બ્લોગ પર “સંસાર અને સબંધો”ના વિષયે તમે અનેક પોસ્ટ પ્રગટ કરી તે નિહાળી તમે તમારા પ્રતિભાવો આપ્યા તે માટે મેં સૌનો આભાર દર્શાવ્યો હતો. ત્યારબાદ, મેં અનેક પોસ્ટો પ્રગટ કરી છે……..અને, આજે આ પોસ્ટ ! હવે પછી, તમે અનેક પોસ્ટૉ વાંચશો જેનો વિષય હશે “સંસારી માનવજીવને બનતી ધટનાઓ “, આ બધી પોસ્ટોમાં કાવ્યરૂપે કોઈ વ્યક્તિ બારે વર્ણન કર્યું હશે કિન્તુ, એ વર્ણન તો સંસારના કોઈ પણ માનવીને લાગુ પડે એમ હોય છે. અને, આજે તમોને હું એ પોસ્ટો બારે કહું છું…….(૧) ૭૫મી વર્ષગાં (જન્મ ખુશીની વાત ) (૨) નિર્મળાને અંજલી (મૃત્યુનું દુઃખ ) (૩) ગરીબાય(સસારી હાલતનું દુઃખ ) (૪) માંદગીનું દેહ-દુઃખ (૫) હ્રદય દર્દની તુલના, અને અંતે (૬) મન અને વિશ્વાસ ( માનવના શક્તિ-તત્વો ).
આ બધી પોસ્ટો તમે વાંચશો, અને એ તમને ગમે એવી આશા ! ……….ચંદ્રવદન
 
Few Words
 
Today’s Post is another in a series of Posts which gives me the opportunity to say my thoughts about the Blog….By this Post, I am introducing the subject of ” The Events in the Life of a Human”.The Birth is the event of Happiness…& the Death is the ultimate end of the Human-journey on this Earth. In the middle is the are the possibilities of the hardships because of the Poverty or the Health….& then,a narration on the hurt within one’s Heart, then finally, the Human being is reminded of the potentials within himself with Man & Vishvas ( Mind & Trust ). I hope you like my theme of telling all these in several Gujarati Poems using one individual as a figure to convey my message….but in reality the decription may be applicable to anyone….May you enjoy this Post & wait for the 6 Posts on the subject of ” Sansari Manav-Jivane Banti Ghatanao”>>>>>>Chandravadan.

જુલાઇ 1, 2009 at 4:13 પી એમ(pm) 6 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031