Archive for માર્ચ, 2014

એક દીકરીને સાસરા સાથે સાસુપણું અને નણંદપણું !

IMG_2664

 

એક દીકરીને સાસરા સાથે સાસુપણું અને નણંદપણું !

માતાપિતાનું ઘર છોડી, દીકરી તો બીજે ઘરે જાય,

બીજુ ઘર તે જ દીકરીનું સાસરું કહેવાય,

લગ્નબંધનની આ એક હકિકત છે !……………(૧)

દીકરીને “વહુ” અને પતિની માતા એ જ સાસુ કહેવાય,

એક ઘરમાં બે વ્યક્તિ વચ્ચે “સાસુ-વહુ” સબંધનો જન્મ થાય,

એવા સબંધમાં પ્રેમ હશે કે નહી એવો સવાલ રહે !…..(૨)

કદી જો દીકરાની વહુને એક દીકરી તરીકે માન અપાય,

તો, “પ્રેમભાવ” જરૂરથી જાગે અને એ વધતો જાય,

એવા વિચારમાં સાસુપણું મટે ‘ને મમતા જગી ઉઠે !…..(૩)

જો, વહુ કહેવાની પ્રથા ચાલુ રહે તો, સાસુપદ જુનવાણીએ રહે,

એવી જુની વિચારધારામાં ઘરની દીકરી નણંદ બની આગને વધારે,

એવી ચાલતી પ્રથામાં દીકરીની સહનશીલતા ટુટી શકે ! ….(૪)

કદી વહુને દીકરી ગણી પ્રેમ જો સાસરે મળી રહે,

તો, એવા પ્રેમ સબંધે નણંદ પણ દીકરીને બેન કહે,

ચંદ્ર કહે, સંસારમાં આ જ ખરી સમજ કહેવાય !………..(૫)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૪,૨૦૧૪               ચંદ્રવદન

 

બે શબ્દો….

આ કાવ્ય-પોસ્ટ દ્વારા “સાસુ-વહુ”ના સબંધમાં “માતા-દીકરી”રૂપી બદલાવ આવે તો પરિવારમાં “પ્રેમ-ઝરણા” વહે એવી શક્યતા વધી જાય છે એવો સંદેશો છે. અહીં “જુનવાણી”ના ત્યાગની વાત થઈ.

અહીં “સમાજમાં પરિવર્તન” લાવવાની વાત થઈ.

જો….”સાસુ-વહુ” સબંધ “માતા-દીકરી”માં બદલાય તો…”નણંદ-ભાભી”સબંધ પણ “બેન-બેન”રૂપી સબંધે પ્રેમઝરણે સ્નાન કરે એવી શક્યતા વધે.

આ એક “સમાજ પરિવર્તન”ની વાત થઈ.

આ સંદેશો સૌને ગમે એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Poem in Gujarati is with the message of CHANGE in the SOCIETY.

The RELATIONS between the Mother-in-law & the Daughter-in-law often leads to ANGER/DISLIKES…If the Mother-in-law sees her DAUGHTER in the Daughter-in-law then surely the Daughter-in-law will see her MOTHER in her…& this can lead to HARMONY &LOVE in the Family.

We need this CHANGE in the SOCIETY.

Hope you like the MESSAGE of this Post.

Dr. Chandravadan Mistry.

 

 

માર્ચ 30, 2014 at 12:02 પી એમ(pm) 11 comments

એક દીકરીને ભાગ્ય વિધવા બનાવે !

532703_3ac2c766a3abfe2cdb2a54864016f745_large

એક દીકરીને ભાગ્ય વિધવા બનાવે !

એક સંસારી કુટુંબમાં સંતાનરૂપે દીકરી રે જન્મે,

માતા પિતાનો વ્હાલ એને ખુબ જ મળે,

ભરણપોષણ કરી, દીકરીને એમણે મોટી કરી,

મોટી દીકરી તો પરણી એના સાસરે રે ગઈ,

સાસરીયે દીકરીને સૌ “વહુ” કહીને પૂકારે,

દ્રષ્ઠિમાં વહું તે કેવી રીતે દીકરી હોય શકે ?

છતાં, પીયરીયું ત્યાગી, એ સાસરાને ઘર કહે,

મનમાં માતાપિતા ‘ને સાસરે સૌને એ પ્રેમ આપે,

પરણ્યાને વર્ષ ના પુરૂ ‘ને પતિ એના પ્રભુધામે,

હવે, દીકરીની વહુને “વિધવા”ની ઓળખ મળે,

ભાગ્યમાં વિધાતાએ લખેલું ‘ને પતિ માંદગીમાં મરે,

પણ, સાસરાપક્ષ વહુના પગલે આવું કહી દોષીત ઠરે,

દોષીત ગણી, વહુને સમાજના નિયમ-પાલનનો હુકમ કરે,

ના કપાળે કંકુ, કપડા ધોળા, ‘ને માથાવાળનું મુંડન કરવા કહે,

સંસ્કારી ‘ને ભણેલી નારી સ્વરૂપે એ એનો ઈનકાર કરે,

ક્રોધીત બની, સાસરાપક્ષી એને હવે ત્રાસ આપી જીવન અશાંત કરે,

દીકરીના રૂદનનું જાણી, એના માતાપિતાના હૈયા પીગળે,

હ્રદયો કઠ્ઠણ કરી, દીકરીને પાછી ઘરે લાવી, થોડી શાંતી પામે,

પરણેલી દીકરીને પાછી ઘરે રાખી તે માટે સમાજ ટીકા કરે,

પણ,સમાજના અન્ય રીત-રિવાજોનું પાલન કરતા રહે,

દીકરી હતી યુવાન અને હજુ એના જીવનની સફર બાકી,

મનમાં એના, લગ્ન કરી, જીવન સફર ફરી કરવાની રહી,

એક દિવસ, હિંમત કરી, ઈચ્છા એવી માતાપિતાને દર્શાવી,

સમાજથી ડરી, માતાપિતા એવી મંજુરી એને ના આપી,

દીકરી વિચારે કે સાસરામાં દુઃખ ‘ને હવે પીયરીએ પણ હું દુઃખી,

ક્યારે કોઈ મને પંપાળી, વ્હાલ આપી, કરશે મુજને સુખી ?

જ્યારે પીયરમાં સહકાર ના મળ્યો, તો મનમાં નિરાશા રહે,

એવી નિરાશમાં ધીરજ ખુટી અને આત્મહત્યાના વિચારે એ રહે,

જ્યાં કોઈ નથી બેલી, તો જીવવાનો શું અર્થ રહે?

આત્મહત્યાનો વિચારને મક્કમ રાખી અમલ કરવાના પંથે વળે,

એવા સમયે, આત્માની પૂકાર અચાનક એણે સાંભળી,

દેહમાં ઉભરેલા આત્મબળે એણે જીવવાની કસમ લીધી,

છતાં, દીકરી મનડે નિરાશા વધતા, પ્રભુને એ પ્રાર્થના કરે,

પ્રભુ એવી હ્રદયની પ્રાર્થના સાંભળી, સહાય કરવા દોડે,

દીકરીના દુઃખની જાણી, એક બચપણનો દોસ્ત નજીક આવે,

સાચા પ્રેમના નાતે, એને પરણવા ઈચ્છા એની દર્શાવે,

“કોણ કહે કે એક વિધવા નારી ફરી લગ્ન ના કરી શકે ?

શું ફક્ત પુરૂષને જ ફરી લગ્ન કરવાનો હક્ક છે ?”

સમાજ પાસે આ પ્રષ્નોનો કોઈ યોગ્ય જવાબ ના હતો,

એક સમાજ સુધારક કે પ્રભુએ મોકલેલો તારણહાર એ હતો ?

એક દીકરી વિધવા બની, ફરી પરણી સંસારમાં એક પત્ની બને,

એક પ્રભુજીવમાં નિરાશાના બદલે ફરી આશાઓભરી ખુશીઓ વહે,

એક દીકરી ફરી નવા સાસરે, જ્યાં એને ખુબ ખુબ પ્રેમ મળે,

દીકરીને વહુ નહી પણ ઘરની દીકરીરૂપે સ્વીકારી, ઘરની લક્ષ્મી કહે,

એવા મમતાભર્યા સ્નેહમાં સાસરૂ દીકરીનું ઘર બને,

પ્રેમભર્યા વાતાવરણે સાસરૂ ફક્ત ઘર નહી પણ મંદીર બને !

જો, સમાજ જુના અન્યાયભર્યા રીતરિવાજો તોડવા પગલા લેશે,

તો, ચંદ્ર કહે, સમાજ ખરેખર સૌના ભલા માટે,એવું સૌ કહેશે !

કાવ્ય રચના ઃ તારીખ,૨૩,૨૦૧૪                    ચંદ્રવદન

બે શબ્દો…

મેં એક ટુંકી વાર્તા લખી હતી.

એ વાર્તામાં “એક વિધવા”ની જીવનકહાણી હતી.

તો,આજે કાવ્યરૂપે વિધવા નારી વિષે લખી સમાજ સુધારાનો સંદેશો આપવાનો હેતુ અહી છે.

આ કાવ્ય રચના માટે પ્રેરણા મળી છે એક ટીવી સીરીઅલ દ્વારા.

કોઈએ રેકોર્ડ કરેલ “સાઈ બાબા”ની સીરીઅલમાં એક યુવાન નારી વિધવા થયાનો દાખલો હતો. એમાં ભરેલી ઘટનાઓ દ્વારા આ રચનાને પ્રાણ મળ્યા છે.

નારીએ “વિધવા” બનવું એ જાણે એનો જ વાંક એવી માન્યતા રાખવાની “ખોટી” પ્રથા સમાજને “અન્યાય”ના પંથે લઈ જાય છે.

આજના “નવયુગ”માં વિચારધારા બદલાય છે.

પણ….વિધવા નારી પર થતા ત્રાસના કારણે અનેક “આત્મહત્યા”ના પંથે પણ પહોંચ્યાના દાખલાઓ આજે પણ જાણવા મળે એ જ દુઃખભરી કહાણી.

આ કાવ્ય દ્વારા “મુખ્ય સંદેશો” વિધવા નારીના ભલા માટે સમાજને બદલવાનો કહ્યો છે.

પણ આ કાવ્ય રચના દ્વારા બીજી સમજ નીચે મુજબ છે>>>

(૧) સંતાનરૂપે “દીકરી” હોય તો એનો પ્રેમ સાથે સ્વીકાર હોવો જોઈએ.

(૨) એક દીકરી પોતાનું ઘર છોડી સાસરાને “પોતાનું જ “ઘર કરવા ઈચ્છા રાખે તેને “પ્રેમ” આપવો એ જ સૌની ફરજ.

(૩) જ્યારે દીકરો પરણે અને જે નારી નવા ઘરે આવે ત્યારે “વહુ”ને બદલે “દીકરી” સ્વરૂપે નિહાળતા ફક્ત “પ્રેમ” જ આપી શકાય એ ધ્યાનમાં લેવાની વાત છે.

(૪)જો નસીબ કારણે નારી “વિધવા” બને તો જુનવાણીના વિચારોને ઠોકર મારવી પડે તો ત્યારે અચકાવું ના જોઈએ.

સમય સંજોગો પ્રમાણે સમાજના “નિયમો”નું ઘડતર થાય છે.

સમયના વહેણમાં જમાનો અને સંજોગો પણ બદલાય છે.

“સમાજમાં યોગ્ય ફેરફારો” કરવા એ સમાજની “ફરજ” બની જાય છે.

ફરજોનું પાલન એ જ “સમાજમાં પરિવર્તન” !

આશા છે તમોને આ કાવ્ય અને મારી વિચારધારા ગમે.

તમો જો સહમત હોય કે ના હોય તો પણ…જરૂરથી તમારા વિચારો પ્રતિભાવરૂપે દર્શાવશો તો એ વાંચી મને ખુશી હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is aPoem in Gujarati about the WIDOW.

The Hindu Society had made some UNFAIR RULES for the WOMEN.

The OLD CUSTOMS are OUTDATED & need the CHANGE.

This Post tries to bring this UNFAIRNESS towards the women of the Society & DEMANDS the REVOLUTION to bring about that NEEDED CHANGE.

This is the MESSAGE !

Dr. Chandravadan Mistry

માર્ચ 24, 2014 at 12:29 પી એમ(pm) 12 comments

એક વીણાની કહાણી !

Family : child's drawing of the family on a bicycle, vector

gulab1

એક વીણાની કહાણી !

આનંદ એક સંસ્કારી છોકરો હતો. એ પશાભાઈ અને દિવાળીબેનનો એકનો એક દીકરો હતો. ગરીબ ઘરે આનંદનો જન્મ થયો હતો. પશાભાઈ અને દિવાળીબેને એને શિક્ષણ માટે ઉત્તેજન આપ્યું હતું. આનંદ પણ હોંશીયાર અને મહેનતું હતો. ગામડાની શાળાનો અભ્યાસ સારા માર્કે પુર્ણ કર્યો હતો.ત્યારબાદ, એના મનમાં કોઈવાર વિચાર આવતો કે ઃ “કોલેજ અભ્યાસ શક્ય હશે કે નહી ?” પણ એવા સમયે એના માતા-પિતાએ કહ્યું કે “દીકરા, તારે ઉચ્ચ અભ્યાસ કરવાનો જ છે. કોઈ સારી ડિગ્રી મેળવવાની છે”. માતા અને પિતાના આવા શબ્દો દ્વારા એના હૈયે ખુબ જ ઉત્સાહ હતો.

આનંદ ગામ છોડી, નજીકના શહેરમાં જઈ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. એ સમયે, એ ત્યાં જ ભાડે રહી કોલેજ અભ્યાસમાં લીન કરી પરિક્ષાઓ પાસ કરતો રહ્યો,અને અંતે એણે ફારમસીની ડિગ્રી મેળવી ત્યારે પિતાજી પશાભાઈ તેમજ માતા દિવાળીબેન હૈયે ખુબ જ ખુશી હતી. અરે, ગામમાં સૌ રાજી રાજી હતા. પહેલીવાર, ગામનો છોકરાએ ઉચ્ચ અભ્યાસ કરીને ડિગ્રી મેળવી તો કેમ નહી સૌ ગર્વ સાથે આનંદ માણે ?

અનેક ગામવાસીઓ પશાભાઈ કે દિવાળીબેનને કહેતાઃ “આપણા આનંદે તો કમાલ કરી ! ગામમાંથી પહેલો છે ડિગ્રીવાળો. તમો ખુબ જ ભાગ્યશાળી છો !”અનેકના આવા શબ્દો સાંભળી પશાભાઈ કે દિવાળીબેન સૌને કહેતાઃ “ભગવાને અમારા આનંદને માર્ગદર્શન આપ્યું છે એથી આપણે તો પાડ પ્ર્ભુનો જ માનવો રહે !”આવા શબ્દો કહેતા એઓ અભિમાનથી મુક્ત હતા, અને મુખડે હાસ્યરૂપી આનંદ હતો, અને હૈયામાં હરખના ઝરણાઓ વહેતા હતા.

ડિગ્રી મેળવ્યા બાદ, આનંદને નજીક શહેરમાં જ એક કેમીસ્ટની દુકાનમાં સારા પગારે નોકરી મળી ગઈ, એથી એણે શહેરમાં જ રહેવાનું રાખ્યું પણ સમય મળે એટલે ગામમાં માતા અને પિતા અને સૌને મળી ખુશી અનુભવતો. પશાભાઈ અને દિવાળીબેન પણ ગામનું ઘર બંધ કરી થોડા દિવસો આનંદ સાથે શહેરમાં રહી આવતા.

થોડો સમય વહી ગયો. પશાભાઈ અને દિવાળીબેનના મનમાં એક જ વિચાર ઃ “આપણો આનંદ ક્યારે લગ્ન કરશે ?” એવા વિચારના કારણે કોઈકવાર ઘરમાં ચર્ચાઓ થતી. એવા સમયે દિવાળીબેન જ વાતની શરૂઆત કરતી.

” બેટા આનંદ, તું હવે મોટો થઈ ગયો. હવે તારે જલ્દી પરણી જવું જોઈએ .”

એવા સમયે આનંદ કહેતોઃ ” બા, બાપુજી તમે ચિન્તા ના કરો. અત્યારે મારે કામ કરીને જરા પગ પર ઉભા રહેવું છે. હું જરૂર લગ્ન કરીશ.” અને, આટલું કહી એ વાતને બદલી દેતો.

પશાભાઈ અને દિવાળીબેનની ઉંમર વધતી હતી અને મનની ચિંતા વધતી હતી.પણ દીકરા પર પુરો ભરોષો હતો.

ત્રણ વર્ષ પુરા થઈ ગયા…નોકરી સાથે બચત કરી એણે શહેરમાં એક નાનું મકાન લઈ લીધું અને માતા અને પિતાને ઘરે આવી સાથે રહેવા આગ્રહ કર્યો.

પશાભાઈ અને દિવાળીબેન દીકરાને લગ્ન માટે કોઈ પણ જાતનું દબાણ આપવામાં માનતા ના હતા.એઓ જાણતા હતા કે અનેક કુટુંબોમાં એવા દબાણ કારણે પરિણામો સારા આવ્યા ના હતા.એક વાર તો પશાભાઈ દીકરીના બાપના ઘરે જઈ દીકરીના માતાપિતાને કહી આવેલા કે “તમે, જે કર્યું તે યોગ્ય ના કહેવાય.દીકરીની મરજી નથી તો શા માટે દબાણ કરી આ લગ્ન કરી રહ્યા છો ?”આ લગ્ન બાદ, થોડા જ મહિનામાં દીકરી માબાપને ઘરે પાછી આવેલી. આવી ઘટના પછી દીકરીના પિતા પશાભાઈને મળ્યા ત્યારે કહેલું ” પશાભાઈ, તમે મને યોગ્ય સલાહ આપી હતી. જો ત્યારે મેં તમારૂં કહ્યું માન્યું હોત તો મારી દીકરીને આવું દુઃખ ના હોત !” એવા સમયે પશાભાઈએ આશ્વાશન આપી એમને કહેલું કે ” ધીરજ રાખજો…પ્રભુને પ્રાર્થના કરજો કે તમારી દીકરીને માટે કોઈ સારા ઘરનું માંગુ જરૂર આવશે જ!”

સમય વહેતો ગયો.થોડો સમય વાટ જોઈ પશાભાઈ અને દિવાળીબેન ઘડપણને નિહાળી, એક દિવસે,આનંદને ફરી લગ્ન વિષે પુછ્યું. આનંદ એક સમજદાર છોકરો હતો. એણે તરત હા પાડી, અને સાથે કહી દીધું કે “તમે મારા માટે યોગ્ય કન્યાની તપાસ કરો તો મને વાંધો નથી”.આવા આનંદ શબ્દો સાંભળી પશાભાઈ અને દિવાળીબેન તો રાજી રાજી થઈ ગયા અને ગામડે કે શહેરમાં છોકરી માટે શોધ ચાલુ કરી. એઓ જાણતા હતા કે આનંદ ભણેલો છે અને એથી, કોઈ ભણેલી છોકરી જ યોગ્ય કહેવાય…ભણેલી તેમજ સંસ્કારી છોકરી એમના ધ્યાનમાં ના આવી. તો એઓ આનંદ પાસે આવીને કહેઃ” દીકરા, તારા ધ્યાનમાં હોય તો જણાવજે” એવા સમયે, આનંદે એની સાથે ક્લાસમાં એક છોકરી હતી તેના વિષે વિગતો આપી. એ છોકરી હતી વીણા.વીણા શહેરની ના હતી પણ એક દુરના ગામની હતી. એ શાહ કુટુંબની હતી અને આનંદ પટેલ જાતિનો હતો. આનંદના માતાપિતાએ એ બાબતે જરા પણ વિરોધ બતાવ્યો નહી. માહિતી હતી તે પ્રમાણે વીણાના ઘરે જઈ એના માતાપિતાને મળી આનંદની ઈચ્છા દર્શાવી. વીણાના માતાપિતા ઉચ્ચ વિચારોવાળા હતા…એઓ જૂની પ્રથા કે ફક્ત એક જ જાતિમાં લગ્ન હોવા જોઈએ એવું માનતા ના હતા. વીણા આંનંદને જાણતી હતી. એ સંસ્કારી અને સારા સ્વભાવનો હતો અને આનંદ માટે “હા” કહી.વીણા એક વહુ બનીને આનંદના ઘરે આવી. ત્યારે પશાભાઈ અને દિવાળીબેને કહી દીધેલું કે ” વીણા બેટી, તું અમારી વહુ નથી પણ આમારી જ પોતાની દીકરી છે !”

વીણા અને આનંદનો પ્રેમ ખીલતો રહ્યો. ઘરમાં સૌ ખુશીમાં જીવન જીવી રહ્યા હતા.

પણ…એક દિવસ અચાનક આનંદ માંદો પડ્યો. સારવાર તરત શરૂ કરી પણ ફાયદો ના થયો. એને હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવ્યો. ડોકટરોએ દવાઓ બદલી પણ તાવ વધતો ગયો. અંતે એ બેભાન થઈ ગયો. ડોકટરોએ આશાઓ છોડી દીધી. પ્રભુને સૌ પ્રાર્થનાઓ કરવા લાગ્યા.પણ જીવનદોર જ ટુંકી હતી કે એક દિવસે આનંદે પ્રાણ તજ્યા. માતાપિતાના રૂદન સાથે પત્ની વીણાનું રૂદન. આનંદની ઉમર હજુ તો ૩૨ વર્ષની જ હતી. પ્રભુધામે જવા માટે એનો સમય થયો ના હતો.ઘરે વીણા એકલી એક જગાએ બેસી ઉદાસ રહેતી. આવી વીણાની હાલત નિહાળી, પશાભાઈ અને દિવાળીબેને વીણાને ફરી પરણાવવા નિર્ણય લઈ લીધો. આનંદે કોઈ કોઈવાર વાતોવાતોમાં જરા હસતા વીણાને એક દિવસે પૂછ્યું હતુંઃ “વીણા, તને હું જે કહું તેનું પાલન કરીશ ?” તરત જ ત્યારે વીણાએ કહ્યું હતું કે “આનંદ, તમે તો મારા પ્રાણ છો. તમે જે કહેશો તે હું તમારી આજ્ઞા માની પાલન કરીશ !” આવા વીણાના શબ્દો સાંભળી આનંદે કહ્યું હતું કે “વીણા, આ જીદંગીનો કાંઈ ભરોષો નથી. જો પ્રભુ મને બોલાવે તો તું ફરી લગ્ન કરી નવું જીવન શરૂ કરજે. તું એવી રીતે ખુશ હશે તો મને શાંતી મળશે !” આ વાત આનંદ અને વીણાના હૈયે ગુપ્ત રહી હતી.

સાસુ અને સસરાને એની જાણ ના હતી. પણ વીણાને  પોતાની જ દીકરી માની હતી. બંને દીકરીના પિયર ગયા અને વીણાને ફરી પરણાવવાની વાત કરી ત્યારે વીણાના માતાપિતા તો અચંબા સાથે ચોંકી ગયા. સમાજમાં નારી વિધવા બને એટલે એ લાચાર બની મનની ઈચ્છાઓને દફનાવી નીચું નમી ચાલે એનો જ સમાજ સ્વીકાર કરે. વીણા યુવાન હતી. એની આગળ જીદંગીના મુલ્યવાન દિવસો બાકી હતા. શું એવા દિવસો માટે આનંદ માણવાનો વીણાનો હક્ક ના હતો ?. દીકરી વીણાનું ભલું જ નિહાળી, એઓ પણ રાજી હતા.

ઘરે આવી, વીણાને નજીક બોલાવી.દિવાળીબેને વાત શરૂ કરતાપૂછ્યું “બેટી, તારી સાથે અમારે વાતો કરવી છે “વીણા એમનું માન આપી કહે”શું કામ છે, બા ?”

“વીણા બેટી, અમે તને હસતી જોવા ઈચ્છા રાખીએ છે. તું અમોને હસતા અને ખુશ કરીશ ?” દિવાળીબેને વાત આગળ ચલાવી.

“જરૂર,બા. તમારી અને બાપુજીની ખુશીમાં મારી ખુશી છે…એની સાથે તમારા આનંદને પણ ખુશી થાશે” વીણાએ નમ્રતાથી જવાબ આપ્યો.

“તો, બેટી અમારી ઈચ્છા છે કે તારે ફરી લગ્ન કરવા પડશે”દિવાળીબેનના આટલા શબ્દોથી વીણા ચોંકી ગઈ…એકદમ મૌન થઈ ગઈ. એના મનમાં આનંદના કહેલા શબ્દો ફરી યાદ આવ્યા. એણે આનંદને જે વચન આપેલું તેની યાદ તાજી થઈ.

“વીણા બેટી, આવું જ કદાચ અમારો આનંદ ઈચ્છતો હશે. તું એની ખુશી માટે હા કહીશ એવી આશા રાખીએ છીએ”વીણાના કપાળે સ્નેહભર્યો હાથ ફેરવી એમ માતાના ભાવે દિવાળીબેને કહ્યું.

“બા, હું તમારી દીકરી અને આજ મારૂં ઘર. પણ, તમારી ખુશી એ જ મારી ખુશી. આ ઘર છોડતા મને જરૂર દુઃખ થશે, પણ આ મારૂં સાસરૂ નહી પણ પિયર હશે”વીણાએ શાંત દીલે કહ્યું….એવા શબ્દો કહેતા, વીણાના મનમાં આનંદ સાથે થયેલી વાતોની યાદ હતી.

આટલી ચર્ચા બાદ, પશાભઈ અને દિવાળીબેન યોગ્ય જીવનસાથી માટે તપાસ શરૂ કરી.વીણાના માતાપિતાની જાણમાં એક છોકરો હતો. વીણા કોલેજમાં હતી ત્યારે એના વિષે વાતો થયેલી તે યાદ કરીને કહ્યું. એ હતો વિજય. એ ભણીને ઈંજીનીઅર થયો હતો, અને શહેરમાં નોકરી કરતો હતો. વિજયને ત્યાં વીણાની વાત પહોંચી. વિજય તો વીણાને સારી રીતે જાણતો હતો. એના મનમાં વીણા માટે આદરભાવ હતો. એ સ્વભાવની સારી હતી. એણે હ્જુ લગ્ન કર્યા ના હતા. એણે લગ્ન કર્યા હતા અને એના પતિનું અવસાન થયાનું જાણ્યા હોવા છતાં, એણે ખુશી સાથે એની હા કહી.

આનંદના ગામમાં જ્યારે આવી વાતની જાણ થઈ ત્યારે લોકો અચંબો પામ્યા. સમાજમાં હાહાકાર થઈ ગયો.અનેક જુનવાણી પકડીને જુના વિચારોમાં હતા.ટીકાઓ કરતા કહેવા લાગ્યા ” એકવાર સ્ત્રી પરણી સાસરે આવે એણે સાસરૂં કદી ના છોડવું જોઈએ. આવી વિધવાબાઈએ તો ઘરે રહીને એના સાસુ સસરાની સેવા કરવી જોઈએ.શું ધોળા કપડાને ત્યાગી ફરી નવી નવી સાડીઓ પહેરવાનું મન વહુને થયું ?” આવી વાતોની દરકાર પશાભાઈ કે દિવાળીબેન જરા પણ ના કરી. કોઈક પશાભાઈને કે દિવાળીબેનને આવીને એવું કહ્યું ત્યારે સૌને એક જ જવાબ “વીણા અમારી વહુ નથી ..એ અમારી દીકરી છે અને અમે તો અમારી દીકરીને રાજીખુશીથી પરણાવીશુ”

સમાજની પરવા વગર, અને વીણાની હા સાથે એના લગ્ન વિજય સાથે થયા. એ વિજયના ઘરે ગઈ.પ્રભુની કૃપાથી એક વર્ષ બાદ, વીણા અને વિજયને ત્યાં એક દીકરો થયો. એમણે એનું નામ આનંદ રાખ્યું. વીણા હંમેશા વિજયને કહેતી “આપણો દીકરો કેટલો ભાગ્યશાળી કે એને એ આજાબાપા અને બે આજીમા મળ્યા. ” વીણા અને વિજય પહેલા પશાભાઈ અને દિવાળીબેનના ઘરે જતા અને ત્યારબાદ જ વીણા પોતાના જન્મસ્થળે માતા પિતાને ઘરે જતી. નાના આનંદને નિહાળી, પશાભાઈ અને દિવાળીબેન પ્રેમથી રમાડી, હૈયે ખુશી અનુભવી કહેતા” આપણો આનંદ તો હજુ આ ધરતી પર જ છે!”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૪,૨૦૧૪                                ચંદ્રવદન

બે શબ્દો…

આ ટુંકી વાર્તા છે સમાજમાં એક બોધકથારૂપે.

આ વાર્તા છે સમાજમાં “પરિવર્તન” લાવવા માટે.

આપણા સમાજે નારીની પૂકાર સમજવાના પ્રયાસો કર્યા નથી, અને જુની પ્રથાઓ જેમ ચાલતી આવી તેમ જ ચાલુ રાખવા ભાર મુક્યો છે.

અહીં મુખ્ય વિચાર છે “વિધવા નારી”.

અનેકવાર, યુવાન નારી પરણ્યા બાદ એના પતિને ગુમાવે છે….એણે ધોળી સાડી પહેરી જીવન વિતાવવું અને કોઇ પણ શણગાર કે શોખ માટે એને મના છે. એની “ઉદાસી”માં વધુ ઉદાસી ભરવાની વાત છે.

એવી વિધવા નારી માટે ફરી લગ્ન કરવાની વાત કરવી એટલે એક “ગુનો”કર્યો હોય એવું સમાજ ફરમાન કરે.

ચાલો, માનીએ કે જુદા જુદા સંજોગોમાં નારી “વિધવા” બની શકે….લગ્ન કર્યા બાદ ટુંક સમયમાં…કે પછી અનેક વર્ષો બાદ….પતિનું મૃત્યુ થાય ત્યારે એને સંતાનો હોય કે નહી એ પણ ધ્યાનમાં લેવાની વાત છે. નારી એક માતા છે. સંજોગોને એ સમજે છે. પણ જ્યારે યુવાનીમાં જો એ વિધવા બને ત્યારે “આખી જીદંગીની સફર હજુ બાકી ” હોય ત્યારે નારી યોગ્ય નિર્ણય કરે એના પર સમાજે ધ્યાનમાં લઈ, નારીને એના દીલની વાત કહેવાનો કરવાનો હક્ક આપવો જોઈએ.

વીણાનું જીવન….ઘટનાઓ…સાથે સાસુસસરાનો સહકાર અને અંતે પરિણામ સમાજને બદવાની શીખ આપે છે.

આ “મુખ્ય સંદેશો” છે…પણ સાથે સાથે આ વાર્તામાં છે>>

(૧) ફક્ત એક ન્યાતિમા જ લગ્ન કરવા એવો આગ્રહ જુનવાણી છે એવી સમજ છે.

(૨) સાસુ અને સસરાએ હંમેશા ઘરમાં આવતી “વહુ”ને વહુસ્વરૂપે નિહાળવાને બદલે “પોતાની જ દીકરી છે” એવા ભાવે સ્વીકાર કરવો જોઈએ. અનેક સંસારીક અણબનાવો આથી નાબુદ થઈ જાય છે કારણ કે ઘરમાં ફક્ત “પ્રેમ ઝરણા” જ વહી રહે છે.

આશા છે કે આ “ટુંકી વાર્તા” તમો સૌને ગમી.

જરૂરથી પ્રતિભાવ આપી તમારા વિચારો દર્શાવજો….જેથી, સમાજમાં પરિવર્તન થતું રહે….નવા જમાનાને આપણે ભેટી આગેકુચ કરી શકીએ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a short story (TUNKI VARTA) in Gujarati titled “EK VINANI KAHANI”.

It is the story of VINA who maries & within a year her husband dies of an illness….before his death he expressed his desire that she MUST REMARRY.

Vina respected her IN-LAWS ( SASU-SASARA) & was quiet & sad….the In-laws saw her as her own daughter & discussed of her REMARRIGE..& got her married to VIJAY…..she had a son whom they named ANAND ( that is the name of Vina’s 1st husband)

The MORALE of the Story is to THROW AWAY OLD UNJUST CUSTOMS & CHANGE THE SOCIETY.

The CHANGES  noted are>>>

(1) A WIDOW can REMARRY & that her life MUST NOT GO IN MISERY because of unjust customs of the Society.

(2) The IN-LAWS must see the Daughter-in-law as their own DAUGHTER & give the LOVE & thus the MISUNDERSTANDINGS/MISTREATMENTS can disappear & there can be PEACE in the Family.

(3) The UNJUST CUSTOM of DOWRY or DEHEJ ( monetary & other demands of SON’s Family from the DAUGHTER’s Parents at the time of the Wedding) MUST BE ABOLISHED.

I hope you like this Post with this MESSAGE to the SOCIETY.

Dr. Chandravadan Mistry.

માર્ચ 20, 2014 at 12:02 પી એમ(pm) 13 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૩)

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૩)

ફેબ્રુઆરી,૬,૨૦૧૪ના દિવસે ચંદ્રવિચારો શબ્દોમાં (૨૨) પ્રગટ કર્યા બાદ, તમોએ અનેક પોસ્ટો વાંચી.

હવે હું ત્રણ “ટુંકી વાર્તાઓ” પ્રગટ કરવા વિચારી રહ્યો છું.

તો, એમાં શું નવાઈ ?

આગળ પણ ટુંકી વાર્તાઓ પ્રગટ કરી હતી…..પણ, આ ત્રણ વાર્તાઓ સાથે વાર્તાના સંદેશો/શીખ આધારીત કાવ્યો હશે.

દરેક વાર્તા પોસ્ટરૂપે પ્રગટ કર્યા બાદ, કાવ્યરૂપી રચનાઓ તમે વાંચશો.

આશા છે આવા મારા પ્રયાસને તમે વધાવી લેશો.

તો, સૌ વાર્તાઓ વાંચવા તૈયાર થઈ જાઓ.

વાર્તાઓ વાંચી જરૂરથી તમે પ્રતિભાવો પણ આપશો.

ચંદ્ર તો છે તમ પ્રતિભાવોનો ભુખ્યો,

ના તલશાવો, તમ-શબ્દોનો છે એ ભુખ્યો,

અને, હા,…..

ફેબ્રુઆરી,૬,૨૦૧૪ની પોસ્ટમાં “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો વિષે જણાવ્યું હતું એ ચંદ્ર ભુલ્યો નથી.

“ચંદ્રપૂકાર” પર ટુંક સમયમાં એવી “તંદુરસ્તી”ની પોસ્ટો હશે જ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

After the publication of ChandraVicharo Shabdoma(22) on 6th February,2014, this is a F/U Post to give you the PREVIEW of the intended FUTURE Posts.

I plan to publish 3 Short Stories ( TUNKI VARTAO).

After each Story, there will be Poems ( Kavyo) related to the MESSAGE conveyed in the published Story.

Hope this NEW VENTURE is liked by you, my readers.

Please READ these VARATO….Read also the related KAVYO too.

Dr. Chandravadan Mistry

માર્ચ 18, 2014 at 6:02 પી એમ(pm) 6 comments

હોળી ઉત્સવ શા માટે ?

            Holika bonfire

HOLI IN INDIA - ENJOYED BY ALL.jpg

Holi is a spring festival enjoyed by all ages.

હોળી ઉત્સવ શા માટે ?

હોળી આવે અને સૌ હૈયે ખુશીનીર વહે,

પણ શા માટે આપણે આ ઉત્સવ કરીએ ?

કરી સવાલ આવો, ઉત્તર કહીએ !

 

ફાગણ સુદી પુનમ તો હોળી નામે ઓળખાય છે,

એવા શુભ દિવસની વાતો કરતા મુજને આનંદ થાય છે,

 

પૂરાણો કહે, રાજા હિરણ્યકશ્પુ અભિમાની વિષ્ણુને વેરી કહે

વિષ્ણુ-પ્રેમી પુત્ર પ્રહલાદને શત્રુ માની, મારવા પ્રયાસો કરે,

 

ડુંગર પરથી ફેંકાવતા પ્રહલાદ પ્રાણ ના જાતા એ ક્રોધીત રહે,

રાક્ષકી હોલિકાને પુત્ર પ્રહલાદને મારવા આદેશ આપે,

 

હોલિકાને અગ્નિ ના બાળી શકે એવી શક્તિનું ગુમાન રહે,

બાળ પ્રહલાદને ગોદમાં લઈ,અગ્નિથી જલતી ચીતામાં બેસે,

 

અગ્નિદેવ તો અભીમાની હોલિકાને બાળી નસ્ટ કરે,

પણ, બાળ પ્રહલાદજી તો પ્રભુકૃપાથી સુરક્ષિત રહે,

 

આ ઘટના ફાગણ સુદ પુનમે થઈ એવું પૂરાણો કહે,

એથી જ આ દિવસે હોળી ઉત્સવની પ્રથા બની રહે,

 

હોળીની અગ્નિ-જ્યોતમાં તમે સત્યને જાણવા પ્રયત્ન કરો,

અંધકારરૂપી અસત્યનો ત્યાગ કરી, પ્રભુને જાણવા પ્રયત્ન કરો,

 

પ્રહલાદને પ્રભુ ભક્તિના પ્રતિકરૂપે નિહાતા, જીવનપંથ પકડો,

ભક્તિ શક્તિએ હોલિકારૂપી અહંકારનો તમે ત્યાગ કરો,

 

અંતે,ચંદ્ર કહેઃ હોળી ઉત્સવે માનવી જો આવી સમજ ગ્રહે,

તો, સત્યના પંથે એનું સંસારી જીવન જરૂર ધન્ય બને !

 

કાવ્ય રચના ઃતારીખ ફેબ્રુઆરી,૨૮,૨૦૧૪                    ચંદ્રવદન

 

બે શબ્દો…

હોળીનો તહેવાર આવે ત્યારે સૌના હૈયે ખુશી હોય છે.

એકબીજા પર જુદા જુદા રંગો રંગી…હૈયામાં રહેલ આનંદને બહાર પ્રગટ કરવા તલ્લીન બની જાય છે.

થોડી પળો માટે સૌના મન-હૈયેથી “ભેદભાવ, વેરભાવ” દુર થઈ જાય છે.

તો, શું હોળી ફક્ત પળભરનો જ આનંદ ?

હું કહું કે હોળી દ્વારા સૌએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવા માટે નિર્ણય લેવાની ઘડી છે !

હોળીમાં નિહાળો>>>

(૧)પ્રહલાદજીની અટળ પ્રભુભક્તિ !

(૨) રાજા હિરણ્યકશ્પુની અજ્ઞાનતામાં પ્રભુ પ્રત્યેનો વેરભર્યો અહંકારનું પતન !

(૩) શક્તિની અભિમાની હોળિકાના દર્શન કરો “મરણ”…..અભિમાનમાં જીવતો માનવી બળી બળી અંતે મૃત્યુ પામે છે, અને એનો માનવજન્મ અસફળ રહે !

તો….શીખ છે…પ્રભુભક્તિમાં રહી સત્યના માર્ગે ચાલશો તો, માનવજીવન ધન્ય થશે ! તમો આ વર્ષના હોળીના ઉત્સવે (માર્ચ,૧૬,૨૦૧૪) આનંદ કરતા અહંકારનો ત્યાગ કરી, અન્યની “સેવા”રૂપી પ્રભુભક્તિના પંથે હશો એવી અંતરની આશા છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

HOLI is a CELEBRATION of Hindu,which this year in 2014 it will be on 16th March,2014.

As per the Indian Calender, it on 15th Day (PUNAM) of the Manth of FAGAN.

This Celebration links PRAHLAD who was a VISHNU-BHAKT.

His father RAJA HIRANAKASHYUP was anti-VISHNU and had attempted to kill Prahlad, but always saved by God. Burning Prahlad alive was the intent of HOLIKA….and as this was a BAD INTENT, her FIRE-PROTECTION Power failed her….Prahlad with GOD’s PROTECTION was saved.

If one wishes, MORE can be known @

http://en.wikipedia.org/wiki/Holi

Hope ALL take the Celebration of HOLI with the HAPPINESS & RESOLVE to MAKE CHANGES in the LIFE on this EARTH.

Dr. Chandravadan Mistry

માર્ચ 16, 2014 at 3:10 એ એમ (am) 11 comments

ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો !

gulab1

ચંદ્રપૂકારના બ્લોગ પર ૮૦૦૦ પ્રતિભાવો !

 

૮૦૦૦ પ્રતિભાવો મળ્યાની ખુશી છે મુજ હૈયે,

બસ, ખુશી એવી જ દર્શાવું છું જે છે મુજ હૈયે,

 

નવેમ્બર,૨૨,૨૦૦૭ની સાલે “ચંદ્રપૂકાર” બ્લોગ બને,

એવા સમયે, પોસ્ટો કેમ પ્રગટ થાય એની અજ્ઞાનતા રહે,

 

આજે, છે જ્ઞાન છે મુજને બ્લોગ સંચાલન વિષે,

ત્યારે,સમજુ છું અન્યના પ્રતિભાવોનું મુલ્ય વિષે,

 

ઉદાર દીલોમાંથી મળેલ ૮૦૦૦ પ્રતિભાવોનું જાણી હું,

ખુશીભર્યો આભાર દર્શવવાનું આજે ચુક્યો નથી હું,

 

જ્યારે,૧૪મી માર્ચ અને ૨૦૧૪ના શુભ દિવસની આ વાત રહે,

ત્યારે,કુલ્લે ૮૦૦૦ ઉપર પ્રતિભાવો મળ્યાની વાત બની રહે,

 

ચંદ્ર અંતે સૌને કહેઃ ચંદ્રપૂકાર બ્લોગની સફર તો ચાલુ જ હશે,

આશા એટલી કે તમો સૌ પધારી, પ્રતિભાવો જરૂર આપતા જ હશે !

 

કાવ્ય રચનાઃ તારીખ,માર્ચ,૧૪, ૨૦૧૪               ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે બ્લોગના “દેશબોર્ડ” પર નજર ગઈ….કુલ્લે ૮૦૦૦ પ્રતિભાવો મળ્યાનું જાણી મારા હૈયે ખુબ જ ખુશી થઈ.

અને, અનેક મહેમાનો બ્લોગ પર પધારી પોસ્ટો વાંચી, પ્રતિભાવો આપવા માટે પોતાનો સમય આપ્યો તે યાદ કરી, તરત જ “થેન્ક યુ” કહેવાનું મનમાં થયું.

આ રચના દ્વારા મારો “આભાર” સૌને દર્શાવ્યો છે !

ફરી પણ સૌ બ્લોગ પર પોસ્ટો વાંચવા આવશે એવી આશા હૈયે રાખી છે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

As of 14th March,2014 my Blog Chandrapukar is blessed with a total of 8000 COMMENTS.

I experienced the JOY for that.

I wanted to THANK ALL for the VISITS & COMMENTS.

With God’s INSPIRATIONS….a POEM in GUJARATI is now the POST today.

Hoping ALL will REVISIT my Blog !

Dr. Chandravadan Mistry

માર્ચ 14, 2014 at 10:29 પી એમ(pm) 28 comments

“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

“જન ફરિયાદ”ના જન્મદિવસની ખુશી !

 

“જન ફરિયાદ”ની સફરની યાદમાં ખુશી છે મુજ હૈયે,

કહી રહ્યો છું શબ્દોમાં એવી ખુશી જે છે આજ મુજ હૈયે,….(૧)

 

કોણે જાણ્યું હતું કે એક પ્રદીપ રાવળની કલમે “જન ફરિયાદ” જન્મે ?

કોણે જાણ્યું હતું કે એવો અખબાર વિચાર ૧૮ વર્ષ પહેલા જન્મે ?

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !………………(૨)

 

વાંચ્યું એવું નવું અખબાર કોણે એ વિષે અજાણ છું હું,

વાંચી, અનેક ફરી વાંચવા માટે આતુર બને એટલું જાણું હું,

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !……………..(૩)

 

૧૮ વર્ષની “જન ફરિયાદ”ની સફર પુરી થઈ છે હવે,

જનતાનું પ્રિય બની ગયલે છે “જન ફરિયાદ” આજે હવે,

આજે, એવી યાદ તાજી છે મુજ હૈયે ફરી !…………….(૪)

 

૧૯માં વર્ષમાં “જન ફરિયાદ” મંગળ પ્રવેશ કરે છે હવે,

જનતાના ખુશીભર્યા આશિર્વાદો સાથે આગેકુચ કરશે હવે,

આજે, એવી યાદ ભરૂં છું હું મુજ હૈયે !……………..(૫)

 

“જુગ જુગ જીઓ, જન ફરિયાદ” કહે છે ચંદ્ર આજે,

“શુભ એનીવર્સરીના અભિનંદન ” કહે છે ચંદ્ર આજે,

આજે,સર્વ જન ફરિયાદ વાંચકોને ચંદ્રના વંદન છે આજે !….(૬)

 

કાવ્ય રચના તારીખ ઃ માર્ચ,૧૨,૨૦૧૪                     ચંદ્રવદન

 

બે શબ્દો…

સપનાબેનનો ઈમેઈલ આવ્યો.

Subject: જનફરિયાદનો જન્મદિવસ
Date: Mon, 10 Mar 2014 01:51:07 -0500

મિત્રો,
જનફરિયાદની ૧૮ વરસની સતત તપસ્યાથી આજ જનફરિયાદ ૧૯ મા વરસમાં પ્રવેશે છે..આપની શુભેચ્છાઓ તથા પ્રતિભાવ મોકલી આપો તો આવતા રવિવારની પૂર્તિમાં પ્રકાશિત કરી શકાય..આભાર
સપના
 
આ ઈમેઈલથી “જન ફરિયાદ”ના જન્મદિવસ વિષે જાણ્યું.
જાણ્યા બાદ….આ રચના શક્ય થઈ તે જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આ પોસ્ટ વાંચી તમો જરૂરથી તમારા અભિનંદન પ્રદીપભાઈને નીચેના ઈમેઈલે મોકલશો એવી આશા !
prdraval@yahoo.co.uk
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
“JAN FARIYAD” a Newspaper published at Ahmedabad Gujarat by PRADIP RAVAL will complete 18 years of Publication & enter 19th year.
This Poem narrates that story & conveys the heartfelt CONGRATULATIONS to this Newspaper.
Hope you will enjoy reading this Post !
May send Email to>>>
prdraval@yahoo.co.uk
Dr. Chandravadan Mistry

માર્ચ 13, 2014 at 12:48 પી એમ(pm) 10 comments

શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ !

gulab1

Lord Shreenathji
Lord Shreenathji

શ્રીનાથજીની પ્રવિણા-ભક્તિ !

શ્રીનાથજીની ભક્તિભાવે,પ્રવિણા રચનાઓ કરે,

જેને એ તો અવિનાશની યાદમાં અર્પણ કરે,

 

જ્યારે સુંદર રચનાઓને સુર સંગીત મળે,

ત્યારે, ભક્તિ રસથી રંગાવાનો લ્હાવો મુજને મળે,

 

ભેટરૂપે મળેલી ઓડીઓ કેસટ ચંદ્ર પ્રેમથી સાંભળે,

સાંભળી,હ્રદય ખોલી,આભાર પ્રવીણાબેનને એ દર્શાવે,

 

અવિનાશ તો છે અમર શ્રીનાથજી સંગે,

અવિનાશ તો જીવનની હરઘડી પ્રવિણા સંગે,

 

એવા ભક્તિભર્યા પ્રવિણાજીવનમાં માત સરસ્વતી કૃપા કરે,

હ્રદયભાવો શબ્દો થઈ, કાવ્યો કે પુસ્તકો બને,

 

શ્રીનાથજી પ્રવિણાહૈયે પ્રેરણાઓ એવી ભરતા રહે,

શ્રીનાથજીને ચંદ્ર હંમેશા વિનંતી એવી કરતો રહે !

 

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૯,૨૦૧૩                  ચંદ્રવદન

 

બે શબ્દો…

તારીખ ડીસેમ્બર,૯,૨૦૧૩ના દિવસે પ્રવિણાબેને આપેલી “ઓડીઓ સીડી” સાંભળી.

એ સીડીમાં પ્રથમ “વંદના” અને ત્યારબાદ ૧૨ બીજા ભક્તિ રચનાઓ સાંભળી.

આ રચનાઓ દ્વારા પ્રવિણાબેને હદયના ઉંડાણમાં જઈ શ્રીનાથજીના ગુણલાને શબ્દો આપ્યા હતા.

એ શબ્દોને સુર-સંગીત મળ્યું.

જે સાંભળી મારા હૈયે ખુશી થઈ…હું પણ પ્રભુપ્રેરણાથી એક રચના કરી શક્યો ..અને, એ જ આજે પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

આશા છે કે તમોને “મારો ભાવ” ગમ્યો.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is created after listening to a CD given to me by PRAVINABEN @ HOUSTON.

After listening to the SHINATHJI’s DEVOTIONAL SONGS, I was inspired to create one Rachana which is a Post today.

Hope you like it !

Dr. Chandravadan Mistry

માર્ચ 10, 2014 at 2:19 પી એમ(pm) 7 comments

પેરીસના ત્રણ છોકરાઓ !

પેરીસના ત્રણ છોકરાઓ !

“પેરીસના ત્રણ છોકરાઓ” નામે એક નાટક છે,

એના ભજવનાર એક  પ્રાણસુખભાઈ નાયક છે !…….(ટેક)

પેરીસમાં રહે છે એક ગરીબ વૃધ્ધ એની એક દીકરી સાથે,

વ્હાલી દીકરી માંદી પડે’ને સારવાર માટે પૈસાની આશાઓ વૃધ્ધ-હૈયે,

પણ….ગરીબના સહારે કોણ આવે ?………………….(૧)

વૃધ્ધ છે એક વાયોલીનકલાકાર ‘ને લીધો એણે એની કળાનો સહારો,

રાત્રીએ પેરીસની ગલી ગલીમાં વાયોલીન એ વગાડતો રહ્યો,

પણ…રાત્રીએ ભરઉંઘમાં સુરો એના કોણ સાંભળે ?……….(૨)

સુરોમાં ભરી હતી એણે એના દીલના દર્દની પૂકાર,

સુરોમાં હતી દીકરીના જીવનદાન માટે સહાય-આશાનો આધાર,

પણ….ભર નિંદરે સુતેલી પેરીસ નથી જરા તૈયાર !………(૩)

નિરાશ અને થાકેલ વૃધ્ધ એક જગાએ અંતે બેસી પડ્યો,

ત્યારે, થીયેટરમાંથી ત્રણ છોકરાઓની નજરે એ પડ્યો,

અને, હા !….બાળ હૈયે વૃધ્ધ પ્રત્યે દયા ઉભરી !……(૪)

એક બાળકે વાયોલીન એની લીધી, બીજએ પોતાની ગીતાર પકડી,

ત્રીજાએ “મીઠા સુરે” સંગીત સાથે ગલીને ભરી જાગૃત કરી,

અને,હા !….પેરીસના રહેનારા સૌ જાગી ગયા !……(૫)

માળે માળે. ગલી ગલીએથી ટોપલીમાં પૈસા પડતા રહે,

જોત જોતામાં ટોપલી તો પૈસાથી ભરપૂર બને,

અને, હા !….નિરાશા વૃધ્ધની હતી હવે ગાયબ !…….(૬)

વૃધ્ધ ખુશીમાં દુર જઈ રહેલા બાળકોને પૂછીરહેઃ

કોણ છો તમે ? જરા કહી જાઓને મને,

અને, હા !….ત્રણ બાળકો વૃધ્ધ સુરો સાંભળે !……(૭)

નામ છે “આશા”મારૂં, ‘ને “શ્રધ્ધા” છે આ મારો સાથી,

“ભક્તિ”છે મારૂં નામ ‘ને આશા, શ્રધ્ધા છે મારા સાથી,

એટલા શબ્દો ત્રણના વૃધ્ધના કાને ગુંજી રહે !…..(૮)

ભવૈયો નાટક તણો છે પ્રાણસુખભાઈ નાયક નામે,

જીવન જીવવાની શીખ મળે છે નાટક કહાણીમાં રે,

એવા શબ્દો કહી, ચંદ્ર પ્રાણસુખભાઈને વંદન કરે !…(૯)

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૧૫,૨૦૧૪           ચંદ્રવદન

બે શબ્દો…

પ્રવીણકાન્ત શાસ્ત્રીનો એક ઈમેઈલ.

એમણે એક “હરિશ નાયક”એ આપેલા “શ્વેતા” પુસ્તક માટેના અભિપ્રાય માટે એક “લીન્ક્સ” આપી એ આધારે એમના જીવન વિષે જાણ્યું.

ત્યારબાદ…હરિશભાઈના ફોન જાણી, મેં હરિશકાકા સાથે ફોનથી વાતો કરી જાણ્યું એ એમનું જીવન બાળ સાહિત્ય પ્રેમ અને વાર્તાઓ લખવા માટે જોડાયેલું હતું. એમણે ફોન પર એક “પ્રાણસુખભાઈ નાયક”ની વાત કરી ..એ હતા નાટક ભજનાર….ગુજરાતમાં અનેક જગાઅએ જઈ અનેકને આનંદ આપનાર હતા.

એમણે “પેરીસના ત્રણ છોકરાઓ”નામે નાટક કરેલો તેમાં એક વૃધ્ધ એની માંદી દીકરીની સારવારના પૈસા માટે પેરીસની ગલીમાં રાત્રીમાં વાયોલીન વગાડે પણ કોઈ જાગે નહી..નારાશ હતો ત્યારે નાટકના થીયેટરમાંથી બહાર આવેલા ત્રણ બાળકો એની નિરશા નિહાળી “સુર સંગીત ” આપી પેરીસવાસીઓને જગાડે છે…માળો પરથી પૈસા હેટમાં પડે છે….આ કલ્પીત ત્રણ બાળકો જ “ફેઈથ”…”આશા”..અને “ભક્તિ” !

આશા છે કે તમોને આ કાવ્ય રચના ગમે..તમે અંગ્રેજીમાં આ વાર્તા જરૂર જાણી હશે.

એક માણવા જેવો વિડીયો.

http://www.youtube.com/watch?v=JvlKpP2N-4k

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post about the “THREE BOYS of PARIS” was after reading about HARISH NAIK, who had written  many CHILDREN STORIES as a writer in India…now residing in U.S.A. He narrated the DRAMA done on 3 Boys of Paris. This was based on a Story in English about an old man with a violin trying to raise money for her sick daughter….but Paris was sleeping at night. Then 3 boys from the Drama Company realising the situation give the MUSICAL RENDERING which awakened ALL & the money was thrown on the street from the people in the balcony…..These 3 Boys represent FAITH,HOPE & DEVOTION to GOD.

Hope you like the Post ( Kavya) based on this Story.

Dr. Chandravadan Mistry

માર્ચ 6, 2014 at 3:08 પી એમ(pm) 6 comments

રતનબાને અંજલી !

રતનબાને અંજલી !

રતનબા તો હવે પ્રભુધામે,

તો, શોક કરો તમે શાને ?

ભજન કરો હવે સૌ પ્રભુનામે !……..(ટેક)

 

૧૯૧૩માં એક આત્મા માનવદેહ ધારણ કરે,

જગમાં પધારી, રતનબેન નામની ઓળખ જેને મળે,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !…..(૧)

 

સંસારમાં જીવન જીવી, કર્તવ્ય પાલન જે કરે,

સંતાનસુખનો આનંદ જેના ભાગ્યમાં પ્રભુ લીખે,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !…..(૨)

 

જગમાં ૧૦૦ વર્ષ પુરા કરવાનું જો વિધાતાએ લખ્યું,

ઉત્સવ એનો માણતા, સૌના હૈયે પ્રેમઝરણું જો વહ્યું,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !….(૩)

 

૨૦૧૪ની સાલે ૨૦મી ફેબ્રુઆરીના દિવસની આ વાત રહી,

પ્રભુધામના તેડામાં રતનબાની “અંતિમ વિદાય”ની આ વાત રહી,

એવા પૂનિત આત્માને સૌ આજે વંદન કરે !……(૪)

 

આજે, આ લોકમાં ભગુની યાદમાં રતનબા અમર છે,

આજે,આ લોકમાં સૌ પ્રેમીઓના હૈયે રતનબા અમર છે,

એવી અંજલી અર્પી, ચંદ્ર આજે રતનબાને વંદન કરે !…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી,૨૭,૨૦૧૪                ચંદ્રવદન

(મહાશીવરાત્રીના શુભ દિવસે )

બે શબ્દો…

રતનબા કોણ ?

એમની ૧૦૦વર્ષની બર્થડે ઉજવવાની તક પ્રભુએ ૨૦૧૩માં આપી.ત્યારે પ્રભુપ્રેરણાથી મેં એક કાવ્ય રચના કરી એક પોસ્ટરૂપે પ્રગટ કરી હતી.

જ્યારે જાણ્યું કે એઓ ગુજરી ગયા છે ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી આ “અંજલી” છે.

પ્રભુ એમના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a ANJALI Poem to RATANBEN MISTRY of ENGLAND.

After celebrating 100th Birthday in 2013, she died .

Her death can be CELEBRATED as her ATMA is free ( MUKTI) after a “wonderful full life on this Earth”.

My Sympathy to the Family of Ratanba.

May her SOUL rest in Peace !

Dr. Chandravadan Mistry

માર્ચ 3, 2014 at 2:09 પી એમ(pm) 4 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31