Archive for નવેમ્બર, 2008

હાથીનું કબ્રસ્તાન

 

 
 

Previous Photo View more in this Collection Next Photo

હાથીનું કબ્રસ્તાન

આફ્રિકાના જંગલોમાં હાથીનું કબ્રસ્તાન કદી જોયું છે ?

કબ્રસ્તાન તમે જોયું કે નહી,કિન્તુ હાથી વંદન પાત્ર છે ! (ટેક)

હાથી થાય ઘરડો, તો, મરણ નું જ્ઞાન થાય એને,

હવે તો,ઘણા સ્નેહીઓને છોડવાના, ભાન એવું થાય એને

                                               આફ્રિકા… (૧)

 નથી થાવું કોઈને બોજારૂપ, કરે એ નિર્ણય એવો,

પાણી વગર નિર્જન જગ્યા જવા, શોધે એ પંથ એવો,

                                               આફ્રિકા… (૨)

ધીરે ધીરે ઉંચા ઘાસ વચ્ચે, થાકી એ બેસી જાય છે,

બેસી બેસી એ તો મ્રુત્યુની વાટ જુએ છે !

                                               આફ્રિકા… (૩)

 એકવાર જીવ ચાલી ગયો, ત્યારે ત્યાં એ જ છે એકલો,

એવી જગાને હાથી કબ્રસ્તાન “કહો કે ધરતીનો ઓટલો ?

                                               આફ્રિકા… (૪)

હાથી વંશનું જે કોઈ આવે એવી જગ્યાએ ફરી,

તો ઉભા રહી, દેય છે એ જીવને શ્રધ્ધાંજલી અહી,

                                               આફ્રિકા…. (૫)

 ચંદ્ર કહે, જાણે હાથીમાં માનવતા હજુ ટકી રહી,

અને, માનવીઓમાં માનવતા મરી રહી !

                                               આફ્રિકા… (૬)

કાવ્ય રચના

નવેંમ્બર ૨૬,૨૦૦૭                      ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

હાથીનું કબ્રસ્તાન નામનું આ કાવ્ય એક નાના ગુજરાતી નાટક આધારીત છે.
કેપ્ટન નરેન્દ્ર એ એમની માતાશ્રીએ લખેલી ડાયરીને એક
પુસ્તીકારૂપે પ્રગટ કરી તે વિષેની માહિતી સુરેશ્ભાઈ જાનીની વેબસાઈટ
પર જાણવા મળ્યું…..અને મેં તરત જ નરેન્દ્રભાઈનો ઈમેઈલ દ્વારા
કોન્ટાક કર્યો, એમણૅ ટપાલનો સ્વીકાર કરી એ પુસ્તીકા મને મોકલી
અને સાથે એમણે એમનું લખેલ નાટક ” હાથીઓનું કબ્રસ્તાન “પણ
પ્રસાદીરૂપે મોકલ્યું. એ વાંચી મેં જે જાણ્યું તે આધારીત આ રચના
શક્ય થઈ છે…..હાથી જ્યારે મ્રુત્યુ નજીક હોય ત્યારે એ ટોળામાંથી
છુટો પડી પાણી ખોરાક વગર ધીરે ધીરે મ્રુત્યુને ભેટે છે. આવી
જગ્યાએ અનેક હાડ્પિંજરો બીજા હાથીઓના મ્રુત્યુની નિશાની
આપે છે…..અને, આવી જગ્યાએથી જ્યારે હાથીઓ પસાર
થાય ત્યારે ત્યાં એઓ થોડી મીનીટો ઉભા રહી જાણે
શ્રધ્ધાંજલી આપતા હોય એવું દ્રશ્ય જોવા મળે છે….બસ,
માનવીઓ માટે અહી એક મોટી શીખ છે !
આશા છે કે નરેન્દ્રભાઈ આ સાઈટ પર આવી આ
પોસ્ટ વાંચે…અને જો પતિભાવ આપે તો તો ઘણું જ
સરસ. કિન્તુ, અનેક સાઈટ પર આવી એમનો પ્રતિભાવ
મુકે તો મારા હૈયે એક અનોખો આનંદ હશે !
ચંદ્રવદન
 
ABOUT THIS POST
Today I had published a KAVYA ( POEM ) based on a short Gujarati NATAK (DRAMA ) wriien bt Capt NARENDRA who resides in California. I am writng this in English so that those who visit this Site & are unable to read in Gujarati can have the idea about this Post. AND, now I wish that NARENDRABHAI will visit the Site, read the Post & may be express his VIEWS on the Post & also let us ALL know how he thought about writng that DRAMA in Gujarati>>>>>>CHANDRAVADANBHAI

નવેમ્બર 30, 2008 at 6:42 પી એમ(pm) 7 comments

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !

 

 

Mumbai BeachGanpati VisarjanGateway Of India

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ !

મુંબઈ,ઓ મારી પ્યારી મુંબઈ,
ઘાયલ કરી હતી આંતકવાદીઓએ પહેલા તને,
જુના ઘા રુંજાયા નહી ‘ને ફરી ઘાયલ કરી તને,
તાજ મહલ હોટેલ જે છે તાજ તારો,
ઓબરોય હોટેલ, જેમાં વિષ્વના મહેમાનો લે સહારો.
ગુનશોટ અને ગ્રનેડો ફુટતા, બન્ને બરે છે આજે,
આંતકવાદી માનવીઓએ હત્યા કરી ફરી આજે,……મુંબઈ….૧
લીઓપોલ્ડ કેફેમાં ભોજન જમતા નિર્દોશ માનવીઓ પર હુમલો કર્યો એમણે,
કામા હોસપીતાલના દર્દીઓની દયા ના રાખી એમણે,
હબાડ હાઉસ જ્યુઈસ સેન્ટરમાં હોસ્ટેજો કર્યા એમણે,
અરે, પેટ્રોલપંપ પર હુમલો કરી નુકશાન કર્યું એમણે,….મુંબઈ…..૨
ગુનફાયર ‘ને ગ્રેનેડોથી છત્રપતિ શીવાજી રેલ્વે સ્ટેશન પણ ભય-નુકસાનથી હલી ગયું,
પોલીસ ઓફીસરો સાથે અનેક માનવીઓ શહીદ થયાનું સાંભળ્યું,
 હત્યાચાર હોય ભલે સાત કે દશ સ્થાને, આખરે તો નગર પ્યારૂ કેદી થયું
૨૦૦૮ની નવેમ્બર ૨૬થી શરૂ થયેલ ઘટનાનો અંત ક્યારે,પુછું હું એવું,……મુંબઈ….૩
મોટી બોટમાંથી નાની સ્પીડબોટોથી આવી આંતરવાદીઓએ આવું કર્યું,
હોય ભારત વિરોધી બહારના કે અંદરના, આખરે નુકસાન તો થયું,
લોહી વહી ગયું, મુંબાઈ ભયભીત થયું, શા કારણે ઈરાદો હતો આવો ?
કોણ જાણે એ ? કિન્તુ, ઘયાલ નગરીની વેદનાનો કેમ અંદાજ કરવો ?….મુંબઈ….૪
મુંબઈ, તારા રૂદન સાથે વહે દર્દભર્યા મુજ હૈયાના નયને આસું,
ખીલશે ફરી તું, અને હશે મુજ નયને હરખના આસું,
આંતકવાદીઓની હારમાં જીત હશે તારી,
ફરી હશે તું, પ્યારી મુબઈ મારી !…….મુંબઈ….૫
કાવ્ય રચના….નવેમ્બર,૨૭.૨૦૦૮        ચંદ્રવદન
 

બે શબ્દો

મુંબઈમા આંતકવાદીઓએ હુમલો કર્યો…એનું ટીવી પર જાણ્યું ,,,,ત્યારબાદ,
ફોટાઓ સહીત વિગતો જાણી ઘણં જ દુઃખ થયું……બસ, આવી હાલત રહેવાયું
નહી ત્યારે જાણેલું બધૂં જ શબ્દોમાં કાવ્યરૂપે લખ્યું…..એને કાવ્ય ના ગણો તો
વાંધો નથી, પણ વાંચી મારા હ્રદયભાવોનો સ્વીકાર કરશો તો મને આનંદ થશે.
ચંદ્રવદન

નવેમ્બર 28, 2008 at 4:52 પી એમ(pm) 13 comments

“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને

 

 
 

“થેન્ક યુ ” તમને, “થેન્ક યુ ” સૌને

આજ છે અમેરીકામાં “થેન્ક્સ ગીવીંગ ડે “
થેન્ક યુ તમને, ‘ને થેન્ક યુ સૌને,……ટેક
પ્રથમ, થેન્ક યુ મા-પીતાને,
આપ્યો માનવજન્મ આ જગમાં મુજને,…..૧
થેન્ક યુ સૌ ગુરૂજીઓને,
કારાવ્યું સ્નાન, શિક્ષણ- ગંગા ના નીરે જો મુજને,…….૨
થેન્ક યુ પત્ની-સંતાનોને,
આપ્યો પ્રેમભર્યો સાથ જો મુજને,……૩
થેન્ક યુ સગા-સ્નેહીઓ ‘ને મિત્રોને,
આપ્યો માર્ગદર્શનભર્યો સહકાર જો મુજને,….૪
થેન્ક યુ આ ધરતીમાતાને,
દીધું ભરણપોષણ જો મુજને,…..૫
થેન્ક યુ અખિલ બ્રમાંડને,
દોર્યો ભક્તિપંથે જો મુજને,….૬
અંતે, થેન્ક યુ પ્રભુજીને,
” કર્યું આ બધું “ક્રુપા કરી જો મુજને !
 
કાવ્ય રચના…..નવેમ્બર, ૨૪, ૨૦૦૮      ચંદ્રવદન
 
HISTORY of THANKSGIVING CELEBRATION of  AMERICA
In 1621,the Plymouth Colonists & the local Indian Residents of America shared the Autumn Harvest Feast & this is regarded as the 1st THANKSGIVING CELEBRATION. However,a group of British Settlers in 1619 knelt & pledged THANKS in the prayers for their safe arrival to Americacroossing the Atlantic & some of the Historians regard this as the starting of the tradition of THANKSGIVING, This tradition is kept alive in America & this is the DAY OF HAPPINESS in all the Families & now the different family members living far away fro eachother try to meet at one place to celerbrate this occasion, Over the passage of time, the items at the dinner-table have changed but one item originally on the dinner table has remained..^ that is Wild Fowl…TURKEY.
The Asian-Indians & others who had settled down in USA have also started celebrating this day with some items changed to accomodate the Indian taste.
For more details in the THANKSGIVING one can surf the Internet !
CHANDRAVADAN
HAVE A NICE DAY !
 

બે શબ્દો

નવેમ્બર માસના ચોથા અઠવાડીઆનો ગુરૂવાર એટલે “થેન્કગિવીન્ગનો દિવસ “…..અને. આ વર્ષે તારીખ નવેમ્બર,૨૭.૨૦૦૮ના રોજ એ શુભ દિવસ. અમેરીકામાં આ બહું જ ખુશી સાથે ઉજવાતો દિવસ જ્યારે પરીવારના સર્વે એક ઘરે ભેગા થઈ સાંજનું ડીનર એક સાથે બેસી ખાવાનો લ્હાવો લેઈ આનંદ અનુભવે…..આ પ્રમાણે, પ્રભુજીનો પાડ માની, એકબીજા પ્રત્યેનો પ્રેમ  મજબુત બનાવવા આશાઓ હૈયે રાખે છે. આજ છે થેન્કગીવીન્ગ ડે નો મહિમા. આજે, એક કાવ્ય સાથે આ પોસ્ટ પ્રગટ કરતા મને ઘણૉ જ આનંદ થાય છે. તમે આ સાઈટ પર પધારી તમારો પ્રતિભાવ આપશો તો મારા હૈયે ઘણી જ ખુશી હશે !……..ચંદ્રવદન
       HAVE A NICE DAY !

નવેમ્બર 27, 2008 at 7:00 પી એમ(pm) 4 comments

ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી…1st ANNIVERASARY of CHANDRAPUKAR

  chandra-pukar

ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી

 

નવેમ્બર,૨૦૦૭ એટલે ” ચંદ્રપુકાર “નો જન્મ. નવેમ્બર, ૨૨, ૨૦૦૭ના દિવસે પ્રથમ પોસ્ટ ” માનવ જીવન સફર “ના કાવ્ય સાથે આ સાઈટનો જન્મ કે એની શરૂઆત થઈ. આજે શનીવાર,નવેમ્બર,૨૨,૨૦૦૮ અને કારતક વદ દશમનો શુભ દિવસ એટલે ” ચંદ્રપુકાર ” ની પ્રથમ એનીવરસરી અને આ પોસ્ટ પ્રગટ કરતા મને ઘણો જ આનંદ થાય છે. એક ડોકટર તરીકે કામ કરતા મને કોમ્પુટરનો ડર હતો અને એવી હાલતે વેબસાઈટ કે બ્લોગ કરવાનો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. મે,૨૦૦૬માં મે ડોકટર તરીકે નિવ્રુત્તી લીધી ત્યારે મેં ઈમૈલ કરવાનું શીખ્યું. હ્યુસ્ટન, ટેક્સાસ રહીશ મારા મિત્ર વિજયભાઈ શાહએ મને ઘણું જ પ્રોતસાહન આપ્યું અને એમના જ માર્ગદર્શન-સહકારથી “ચંદ્રપુકાર”નો જન્મ થયો. એ માટે હું વિજયભાઈનો હંમેશા આભારીત રહીશ. શરૂઆતમાં ” ગુજરાતી વેબજગત ” માં મારી સાઈટ અજાણી હતી. પ્રથમ સાઈટ પર “હોમ” અને ” ભલે પધાર્યા “ના નામે બે વિભાગો હતા…..ધીરે ધીરે બીજા   ૮   વિભાગો સાઈટ પર થયા. જે થકી, મારી પ્રગટ કરેલી બે પુસ્તિકાઓ, નામે “ત્રિવેણી સંગમ ” અને ” ભક્તિભાવના ઝરણા ” સાઈટ પર પ્રગટ થઈ, અને “જીવન ઝરમર “રૂપે મારો પરિચય,અને “પુસ્તિકાઓ ” નામે વિભાગે મારી બધીજ પ્રગટ કરેલ પુસ્તિકાઓબારેનો ટુંકો ઉલ્લેખ અને “પ્રજાપતિ સમાજ “નામે એક વિભાગ, અને “કાવ્યો ” નામે એક વિભાગે મારા કાવ્યો સાથે ટુંકી વાર્તા અને સુવિચારો મુકાયા. આ પ્રમાણે, કુલ્લે ૧૦ વિભાગો સાથે સાઈટને પુર્ણતા મળી. “હોમ “એ જ મારી સાઈટનું મુખ્ય પાન અને એ પર સમય સમયે નવી નવી પોસ્ટો પ્રગટ કરવાનો લ્હાવો લીધો. પ્રથમ ફક્ત લખાણરૂપે પોસ્ટ મુકી અને ત્યારબાદ, ફોટા/ પીકચર સાથે પોસ્ટોની સુંદરતા વધારી. અહી મારો હેતું એટલો જ કે જે કોઈ સાઈટ પર આવે તેઓ આનંદીત બને. અત્યાર સુધી એક વર્ષમાં કુલ્લે ૬૭ પોસ્ટો પ્રગટ થઈ છે અને સાઈટ પર આવી અનેકે એમના પ્રતિભાવો પણ આપ્યા છે જે માટે મને ઘણી જ ખુશી છે. ” ચંદ્રપુકાર ” સાઈટની એક વર્ષની સફરની વિગતો નીચે મુજબ>>>

 મારા બ્લોગની વિગતો

બ્લોગનું નામ…….ચંદ્રપુકાર

બ્લોગ મેનેજ કરનાર…..ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી, લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, યુ.એસ.એ.

બ્લોગ કરવાનો હેતું…….હ્રદયભાવોને કાવ્યો,સુવિચારો, ટુંકી વાર્તામાં તેમજ અન્ય પ્રસાદી

બ્લોગના વિભાગો…….. ” હોમ ” એ મુખ્ય પાન, અને એની સાથે બીજા ૯ વિભગો…

                              ૧ ” કાવ્યો ” નામે મારી હ્રદયની પ્રસાદી

                              ૨ ” જીવન ઝરમર ” માં મારો પરિચય.

                              ૩ ” પ્રજાપતિ સમાજ ” માં સમાજ સાથે કરેલ પત્રવ્યવાહર.

                              ૪ ” પુસ્તિકાઓ ” માં પ્રગટ કરેલી પુસ્તિકાઓ બારે ટુંકો ઉલ્લેખ્.

                              ૫ ” ભલે પધાર્યા ” એટલે સ્વાગત પાન

                              ૬ ” ત્રિવેણી સંગમ ” નામે એક પુસ્તિકા પ્રગટ કરેલ તે !

                              ૭,૮,૯ “ઝરણા ” આ ત્રણ વિભાગે મારી પ્રગટ કરેલી પુસ્તિકા ” ભક્તિભાવના ઝરણા “

એક વર્ષમા “હીટ્સ” યાને ટકોરા…  ૧૯૮૦૦થી વધુ (more than 19800 )

                                આથી, બ્લોગ પર આટલા મહેમાનો હતા જેમણે અમીનજરે નિહાળી.

પ્રતિભાવો……….૬૮૦થી વધુ   ( more than 680 )

હોમ પર કુલ્લે મુકેલી પોસ્ટો………૬૭ ( 67 )

પ્રથમ એનીવરસરીની તારીખ……..શનિવાર, નવેમ્બર, ૨૨, ૨૦૦૮

 

 

 

1st ANNIVERSARY of CHANDRAPUKAR

The Website of CHANDRAPUKAR was started on NOV. 22,2007 & so as of NOV, 22nd 2008 it completes 1year…So, today. NOV. 22.2008 it is the 1st Anniversary. It is a proud moment for me. Within a period of 1 year there were more than 19800 Visitors to the Site with  1day maximun record of 195 on Sep. 9th 2008 & the TOTAL COMMENTS for the year were more than 680 & that during 1 year there were 67 POSTS published on the HOME of the Site. Along with the HOME, there are additional 9 Sections (Vibhago ) of the Webpage & they are namely…….

,,,(1) Jivan Zarmar (2) Pustikao (3 ) Prajapati Samaj (4 ) Kavyo Etc, (5) Triveni Sangam  (6,7 ,8 ) Zarna my Book in 3 Sections (9 ) Bhale Padharya

The success of the Website is TOTALLY because of your SUPPORT & I THANK YOU ALL from the bottom of my heart & request you to keep visiting the Site & even INVITE your friends to the Site.

JAI SHREE KRISHNA ! CHANDRAVADAN

 

 

બે શબ્દો

આજે ” ચંદ્રપુકારની પ્રથમ એનીવરસરી “ની પોસ્ટ કરતા ઘણી જ ખુશી

થાય છે. તમે ગુજરાતી તેમજ અંગ્રેજીમાં લખાણ વાંચ્યું અને વિગતો

જાણી…..હવે, તમે જરૂરથી તમારો પ્રતિભાવ આપશો એવી હૈયે આશા

છે…..તમારી શુભેચ્છાનો ભુખ્યો છું….તમે એક વાર કે અનેક વાર આવી

જે પ્રોતસાહન આપ્યો તેથી જ ” ચંદ્રપુકાર “ની સફર ચાલુ છે અને એક

“પુષ્પકલી “માંથી હવે એક “નાનું પુષ્પ” બન્યું છે.

મોઘેરા મેહમાનો, ફરી આવશો,

અને, સાથે અન્યને પણ લાવશો !

ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !

નવેમ્બર 22, 2008 at 3:08 પી એમ(pm) 28 comments

ચંદ્ર સુવિચારો ….CHANDRA-SUVICHARO

 

 
     ચંદ્ર સુવિચારો
                                 મુશળધાર વરસાદ વરસે,

                             વરસાદ પાણી એક ઝરણું બને,

                             વહેતા ઝરણા થકી સરિતા બની,

                             અંતે સરિતા સાગરને મળી,

                             સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,

                             મુશળધાર વરસાદ ફરી વરસે,

                             આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,

                             માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.

CHANDRA-SUVICHAR

This THOUGHT is on the OBSERVATION that the RAINWATER falling on the Earth becomes a SMALL SPRING which in turn becomes a RIVER & eventually the river joins the OCEAN & becomes inseparable from it..& then the ocean-water with the heat of the SUN becomes the CLOUDS from which the REBIRTH of the RAIN. This ever repeating cycle is then compared with the HUMANS…..Humans know the TRUTH but inspite of that he chooses to be IGNORANT of the ETERNAL TRUTH….THE DIVINE & goes on the WRONG PATH during his LIFETIME on this EARTH.

May the READERS of this post carry this message from this SUVICHAR !

CHANDRAVADAN.

 

 

 

બે શબ્દો

ઘણા સમય અને અનેક પોસ્ટો બાદ ફરી ” સુવિચાર ” ની આ પોસ્ટ પ્રગટ
કરી છે. આશા છે કે તમે સાઈટ પર પધારી વાંચશો અને પ્રતિભાવ પણ
આપશો. તમારી મુલાકાત માટે આતુર…ચંદ્રવદન.

નવેમ્બર 16, 2008 at 6:19 પી એમ(pm) 9 comments

આદિલને અંજલી

 

આદિલને અંજલી

આદિલને આપું અંજલી,
હું કોણ કે આપી શકું એવી અંજલી ?
આદિલ હતા માનવી મહાન.
ગુજરાતી સાહિત્યે હતા એ મહાન,
કવ્યો, ગઝલે રચી અનેક,
વાંચી આનંદીત થયા અનેક,
એવા દિલના હતા આદિલ એક માનવી,
નથી હવે જગતમાં એ પ્યારે માનવી,
ચંદ્ર કહે, તો શું થયું ? રડશો નાહી,
આદિલ તો એની પ્રસાદીમાં અમર છે આહી !
કાવ્ય રચના….નવેમ્બર, ૧૧, ૨૦૦૮    ચંદ્રવદન
 
 

બે શબ્દો

 
 

ગુજરાતી સહિત્યના લોકપ્રિય અને પ્રસિધ્ધ, અને ગઝલકાર આદિલ મન્સુરીનું અવસાન હ્રદયરોગના હુમલાથી અમેરીકાના ન્યુજર્શીમાં તારીખ નવેમ્બર,૭,૨૦૦૮ના રોજ થયું. એમણે એમની ૭૨ વર્ષની ઉમરમાં ગુજરાતી સાહિત્ય જગતે એક ઊંચી પદવી મેળવી. એમના અનેક કાર્યોમાં એમની ગઝલોએ તો અનેકના દિલો જીતી લીધા હતા. એમની ગઝલોની મહેક તો જગતમાં હંમેશા રહેશે…..એમણે આપેલ સાહિત્ય-પ્રસાદીની યાદમાં જ એમને ખરી અંજલી છે ! એમાં જ એમની અમરતા છે ! એમના પરિવારને ખુદા શક્તિ બક્ષે. ગુજરાતી બ્લોગ જગતે તેમજ અખબારોમાં આદિલભાઈ બારે અનેકે લખ્યું હોવા છતા આ ” બે શબ્દો ” અને  ” અંજલી કાવ્ય ” મારી સાઈટ મુંકવાની ઈચ્છાને હું પુર્ણ કરુ છું, અને એથી મને સંતોશ છે. પરિવારના સૌને મારી DEEPEST SYMPATHY. ….ચંદ્રવદન

નવેમ્બર 12, 2008 at 1:22 એ એમ (am) 7 comments

વ્રુંદાવનમા મોરલીઓ નાચે

 Krishna as a Cosmic Child
વ્રુંદાવનમા મોરલીઓ નાચે
વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)
બંસી મધુરી કાનો વગાડે,
બંસી સુરે એતો વનડું જગાડે,
અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,
એ ઢેલ દેખી,
              મોરલીયા નાચે રે નાચે,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)
રાસ રમવા કાનો આવે,
ગોપીઓ સંગે એતો રાસ રમે,
અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,
એ ઢેલ દેખી,
              મોરલીયા નાચે રે નાચે,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)
વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,
વ્રુંદાવનમાંમોરલીઆને ઢેલ  નાચે,

               
એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,
                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)
કાવ્ય રચના
જુલાઈ ૫,૧૯૯૨
 
VRUNDAVANMAA MORALIO NAACHE
 The Kavya in Gujarati by the above name is my imagination of the dance of a peacock in the Vrandavan, a place where Krishna as a child played. Krisna if introduced as a KANO playing the Flute (Bansi ) & which uplifts the envionment of the Vrandavan & even the lady…peahen (dhel ) starts dancing…so now the scene is BOTH are dancing, THEN, Krishna is dancing in Raas- dance with the GOPI & seeing this, MOR & DHEL both are dancing….& then Krishna meets his Love RADHA…& seeing them together CHANDRA ( poet ) is HAAPY with the EXCITEMENT !
The intent of giving this narration of the poem in Gujarati is to share this message to the yougsters who can noy read Gujarati. I hope those of you who read this post & have children will show this post to them…may be it will revive their PRIDE for our CULTURAL HERITAGE & respect for GUJARATI BHASHA.
I hope those of you who read this post will try to post COMMENTS & even encourage your children to post the COMMENTS too..if one child posts a comment my heart will be filled with joy !
After the post on NEW YEAR the 1st post was on JALARAMBAPA & now this is the 2nd post on my Website for the Hindu Year of 2065…& many posts will follow & hope I will have your support..THANKS !  CHANDRAVADAN

નવેમ્બર 10, 2008 at 12:24 એ એમ (am) 4 comments

પ્રેસીડન્ટ ઓબામા (OBAMA )

 
 
 
 

પ્રેસીડન્ટ ઓબામા (OBAMA )

મંગળવાર,નવેમ્બર,૪, ૨૦૦૮નો દિવસ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરીકા (U.S.A. )નો એક ઐતિહાસીક દિવસ બની ગયો…..આ દિવસે અમેરીકાના પ્રેસીડન્ટ માટે ચુંટણી થઈ અને બરાક ઓબામા (BARACK OBAMA )એ વિજય મેળવી અમેરીકાના પ્રથંમ આફ્રિકન-અમેરીકન પ્રેસીડન્ટ બન્યા. અમેરીકાની ડેમોક્રાટીક પાર્ટીના ઉમેદવાર તરીકે જીત્યા. ઓબામાનું જીવન જોઈએ તો એક ગરીબ કુટુંબે એમનો જન્મ,માતા અમેરીકન વાઈટ અને પિતા કેન્યા,આફ્રીકાના વતની અને, ગરીબાઈમાં દાદા- દાદીની છત્રછાયામાં મોટા થયા, અને ઉચ્ચ ભણતર મેળવ્યું, અને રજકીય છેત્રે અમેરીકાના એક સેનેટર બન્યા……અને,ત્યારબાદ ડેમોક્રાટીક પાર્ટીના ઉમેદવાર બન્યા એ કંઈ નાની વાત નથી…..અને, અંતે,ચુંટણીમાં વિજય મેળવી પ્રેસીડન્ટ બન્યા. અહી, અમેરીકાએ વિશ્વને બતાવ્યું કે અહી અમેરીકામાં ડેઓક્રસી જીવતી જાગતી છે. હવે, ઓબામા અમેરીકાના પ્રેસીડન્ટ તરીકે કેવી રીતે કાર્ય કરે તે અમેરીકા અને વિશ્વને જોવાનું છે…..” ઈકોનોમીક ક્રાઈસીસ “ને કેવી રીતે હટાવે, વિશ્વના અન્ય દેશો સાથે કેવું વર્તન રાખે,અને, અમેરીકામાં રાજકીય એકતા સાથે સફળતા સહીત કેટલા કાર્યો કરે એ બધું જોવાનું રહે છે. આ ૨૦૦૮ના ” ઐતિહાસીક જનરલ ઈલેકશન ” માં હું, મારી પત્ની તેમજ મારી દીકરીઓ અમારો મત (VOTE ) આપી શક્યા એ માટે હૈયે એક અનોખો આનંદ છે. ઓબામાને અમારા અભિનંદન !

 BARACK OBAMA AS the 44th PRESIDENT of USA
 Obama won the General Election on Nov, 4th 2008 & became the 1st Afican- American President of USA. This is a historical event in USA politics & also a hostorical event of the World. Many have congratulated him & I convey my heartfelt CONGRATULATIONS to him & wish that God inspire him to do the RIGHT THING for America & the World…….CHANDRAVADAN

નવેમ્બર 5, 2008 at 8:54 પી એમ(pm) 8 comments

જલારામ જયંતિ

 
 
જલીયા, નામની લગની
લગની લાગી રે, લગની લાગી,
જલીયા લગની લાગી છે તારા રે નામની (2)….(ટેક)
સવારે ઉઠતાં, મારા મનડે નામ જ તારૂ,
એ પછી, કર્યું કામજ મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૧)
ભોજન કરતાં પહેલા, મારા મુખે નામ જ તારૂ,
એ પછી ખાધુ અન્ન જ મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૨)
સાંજે સુતા પહેલાં, મારા હૈયે નામ જ તારૂ,
એ પછી, પોઢે આ દેહ પીંજર મારૂ,
એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની
                                લગની લાગી રે…. (૩)
ચંદ્ર જાગતા જાગતા જલીયાનું નામ જપે,
વળી,નિંદર-સ્વપને જલીયાના દર્શન કરતો રહે,
                                 લગની લાગી રે… (૪)
કાવ્ય રચના
ઓગસ્ટ ૭ , ૧૯૯૧
 
 

જલારામ જયંતિ

 
જલારામ જયંતિ…..આજે, બુધવાર, નવેમ્બર,૫, ૨૦૦૮ અને સવંત ૨૦૬૫ના કારતક સુદ ૭ નો શુભ દિવસ અને એ ‘ જલારામ જયંતિ ” નો દિવસ. આ દિવસ મારા ઘણી જ ખુશીનો દિવસ…….. જલારામબાપાને મેં મારા ગુરૂ માન્યા છે અને એવા ભાવે હું એમને યાદ કરૂં, પ્રાર્થના કરૂં. જલારામબાપા ગુજરાતના સૌરાષ્ઠ્માં જનમેલા એક સંત હતા, અને આજે અનેક વ્યક્તિઓ એમના જન્કલ્યાણભર્યા- ભક્તિભાવભર્યા જીવનથી પ્રભાવિત થઈ એમને યાદ કરે છે, એમનું પુજન કરે છે……… મારા જીવનમાં અનેક એવી ઘટનાઓ બની કે એમને કરી પ્રાર્થના કરતા મને માર્ગદર્શન મળ્યું….એમની કૃપા થઈ…..અહી, શ્રધ્ધાનું મહત્વ છે ! જ્યારે જીવને ” કાવ્યપંથે ” સફર શરૂ કરી ત્યારે અનેક કાવ્યોરૂપે જલાબપાને યાદ કર્યા…..એ કવ્યોમાંથી આજે એક રચના પ્રગટ કરી છે…એ તમે જરૂરથી વાંચશો એવી મારી નમ્રવિનંતી છે. આ પોસ્ટ વાંચી તમે જો તમારો પ્રતિભાવ આપશો તો તમારો ખુબ ખુબ આભાર. તમે સૌ પર જલાબપાની કૃપા થાય એવી અંતરની પ્રાર્થના. ……ચંદ્રવદનના જય જલારામ.
 

Today it is Jalaram Jayanti….I had published a New Post with a Kavya ( Poem ) on Jalarambapa, whom I respect as my Guru. This post on his Birth Anniversary is my PRATHNA to him & I extend my prayers for  his Blessings to ALL ! CHANDRAVADAN

નવેમ્બર 5, 2008 at 3:28 એ એમ (am) 3 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930