Archive for જુલાઇ, 2012

મૈત્રીભાવનું ઝરણું !

મૈત્રીભાવનું ઝરણું !
મૈત્રીભાવનું ઝરણું વહી ગયું, ‘ને સ્નેહસાગર હૈયાનો છલકાય ગયો !…..(ટેક)
એવી મિત્રતાના દર્શનમાં….
ચંદ્ર જયંતિના પુષ્પો ખીલી ઝુલી રહ્યા,…..મૈત્રીભાવનું ..(૧)
પ્રભુ સર્જેલા બાગનાં આનંદમાં….
કમુ, ભારતી ફુલો ખુશીમાં ડોલી રહ્યા,…..મૈત્રીભાવનું …(૨)
દ્રશ્ય આવું પ્રભુ નિહાળી….
કૃપા એની ધરતી પર વરસાવી રહ્યા,…..મૈત્રીભાવનું…..(૩)
ધન્ય છે ધરતી લેન્કેસ્ટર શહેરની….
જ્યાં, ચંદ્ર જયંતિ મિલન જો શક્ય થયું !…મૈત્રીભાવનું …..(૪)
કાલે શું થાશે ? એવા વિચારોમાં…..
ચંદ્ર કહેઃ”મિત્રતા અમારી અમર રહે !”….મૈત્રીભાવનું ….(૫)
કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ ૨૪,૨૦૧૨                   ચંદ્રવદન
બે શબ્દો….
મારો મિત્ર જયંતિ એની પત્ની ભારતી સાથે અમારા ઘરે આવ્યો.
બુધવાર, તારીખ જુલાઈ,૧૮થી ૨૪ સુધી અમે સાથે રહી મઝા માણી.
૨૪ તારીખે એને વિદાય આપી…..અને, મારા હૈયામાં “મિત્રતા”નો સ્નેહ છલકાય ગયો.
અને….પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ.
તમો સૌ એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.
ગમી ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Jayanti & I were the classmates in the Kumar Shala of Vesma from Gujarati Dhoran 1 till 5 ( 1950 – 1954 ).
We had become the “close friends”.
I was away from him from 1954 till I came to India in 1962 when I was in Mumbai’s Bhavan’s College.
We remain as the “close friends” to eachother.
The Poem expresses that “love” !
Dr. CHandravadan Mistry

 

જુલાઇ 26, 2012 at 12:09 પી એમ(pm) 22 comments

ચંદ્ર સાથે રમણીક !

ચંદ્ર સાથે રમણીક !
એકવાર, પ્રભુ સાથે હું રમતો હતો, અને પ્રભુ કહેઃ
“હૈયે ખુશી ભરી છે, આનંદ છે મને,
શું જોઈએ છે, આપીશ જે જોઈએ તને !”
ત્યારે, બાળમનડું મારૂં, વિચારોમાં પડી કહેઃ
“એક રમણીક પ્યારો જોઈએ છે મને,
પ્રભુજી, આપશોને, જે જોઈએ છે મને ?”
ત્યારે, પ્રભુ હસીને પુછે છે મને ઃ
“જોઈએ તને એ કેવો ?
તારાથી નાનો કે એ મોટો ?”
ફરી જાણે મુજવણમાં હોય, છતાં અંતે કહ્યુંઃ
“આપતા જ છો, તો નાનો શા માટે ?
આપજો મોટો જ મારા માટે !”
એથી, પ્રભુનું હાસ્ય વધ્યું, અને તથાસ્તુ કહેતા,
એક રમણીક બાળ ઉભો હતો મારી સામે,
અને, હવે, પ્રભુ નથી મારી પાસે !
ત્યાં, અચાનક, રમણીક આવાજ હતો કાને,
“ભૈયા, શું જોઈએ છે તને ?
જરૂર ઈચ્છા તારી પુર્ણ કરવી છે મારે !”
જાણે, બાળ રમણીકની પરિક્ષા કરવા તૈયાર હતો ‘ને કહી દીધુંઃ
“મુજ જીવનથી અજાણ છે તું,
તો, કહી દે મારી જ કહાણી તું !”
હાથમાં કંઈક પકડી, રમણીક મુજને કહેઃ
” આ રહી જીવન કહાણી તારી અહી,
જે મેં ભરી છે,હ્રદય ખોલી, પુસ્તક મહી”
બાળચંદ્ર તો, અચંબો સાથે હૈયે ખુશી લાવી,
પુસ્તક પાન એક પછી એક વાંચી, ઉથલાવે,
મુખડે હસ્ય લાવી,હૈયાની એની ખુશી દર્શાવે !
આવું દ્રશ્ય નિહાળી, રમણીક ઉચ્ચરેઃ
“ચાલો, પ્રભુએ મુજને કહ્યું હતું તે પ્રમાણે જ મેં કર્યું,
અને, જે શક્ય થયું તેથી ચંદ્રને ખુશી તો મુજ જીવન ધન્ય થયું !”
ત્યારે, ગગનમાંથી પ્રભુ શબ્દો ગુંજી રહે ઃ
ચંદ્ર, રમણીક મારા પ્યારા બાળ છો તમે,
મારા જ જગત બાગમાં હંમેશા રમજો તમે,
આજે તમે છો મિત્રો મારી જ ઈચ્છા પ્રમાણે,
મિત્ર બની રહી, જગ-બાગમાં રહેજો અન્યની સેવા કરવા કાજે !”
આવી પ્રભુવાણી સાંભળી, અંતે ચંદ્ર સૌને કહે ઃ
“પ્રભુ, તું જ છે પિતા માતા, આધાર મારો,
આંગળી પકડી, હેતથી સંભાળજે, બસ,જોઈએ એટલો જ સાથ તારો !”
કાવ્ય રચના તારીખ ……
જુન ૧૯,૨૦૧૨ના સાંજના સુતા પહેલા, રમણીકભાઈનો પત્ર વાંચ્યા બાદ, એમને યાદ કરતો હતો, અને મારા મનમાં “કંઈક” થવા લાગ્યું….કાબ્યધારારૂપે શબ્દો વહી ગયા…એ ભુલાય ના જાય એ કારણે એક પાન પર એ શબ્દો લખી દીધા…અને જુન,૨૦,૨૦૧૨ની વહેલી સવારે, એક્ ઈમેઈલ કારણે રમણીકભાઈને ફોન કરી વાતો કરી આનંદ અનુભવ્યો….ત્યારબાદ, જે શબ્દો પાન પર હતા તે ફરી વાંચ્યા….અને કાવ્યરચનાને પુર્ણતા આપી….જે વાંચી રહ્યા છો તે પ્રભુકૃપાનું “અંતિમ પરિણામ ” છે !….ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે રમણીક અને હું.
રમણીકભાઈને જાણવાનો લ્હાવો મળ્યો.
પત્ર અને ફોનથી મળ્યા.
હજુ રૂબરૂ મળ્યા નથી.
તો શું ?
એમને મેં મારા મિત્ર સ્વરૂપે નિહાળ્યા…અને એક નવી “મિત્રતા” થઈ.
બસ, એ જ કાવ્ય દ્વારા કહ્યું છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS
Today’s Post is a Poem about knowing a Person by the name of “Ramnik”. To Chandravadan he is a FRIEND in his Heart.
And….hope to meet him one day !
Dr. Chandravadan Mistry

જુલાઇ 18, 2012 at 2:25 પી એમ(pm) 12 comments

ધર્મના નામે શાને કરે હત્યા તું ?

Symbol of Buddhism Buddhism

Symbol of Hinduism Hinduism

Symbol of Sikhism Sikhism

Symbol of Shinto Shinto

Symbol of Jainism Jainism

Symbol of Judaism Judaism

Symbol of Christianity Christianity

Symbol of Islam Islam

Symbol of Baha'i Faith Baha’i

ધર્મના નામે શાને કરે હત્યા તું ?

ધર્મના નામે શાને કરે હત્યા તું ?
અરે, ઓ, મુરખ, હવે તો કાંઈ સમજ તું !……….(ટેક)
ધર્મના નામે, લીલી ધજા પર તારલા સંગે બીજનો ચાંદ રમે,
ધર્મના નામે, ધજામાં કોઈ કેસરી કે લાલ રંગ ભરે,
ધર્મના નામે, ધજા પર કોઈ “ક્રોસ” ચીતરે,
પણ…..ખરેખર, સૌ માનવીઓ તો “એક”ને જ ભજે,
તો…અન્યની હત્યા શાને તું કરે ?…………ધર્મના નામે  (૧)
કોઈ કહે, શરણું લેતા, ખુદા સૌને ઉગારશે,
કોઈ કહે, શરણું લેતા, ઈશ્વર સૌને ગોદમાં લેશે,
કોઈ કહે, શરણું લેતા, ઈશુ સૌને બચાવશે,
પણ…..ખરેખર સૌ માનવીઓ તો એક જ “પરમ તત્વ”ને ભજે,
તો….અન્યની હત્યા શાને તું કરે ?…….ધર્મના નામે..(૨)
પહેરી અહંકારનું આભુષણ અંધકારમાં માનવી તો ફરે,
“ધર્મ-યુધ્ધ”ના નામે, માનવી જ હત્યા કરતો રહે,
ખોટું કરે છતાં, “શહીદ”થઈ પરમ ધામે જવાના મોહમાં એ પડે,
પણ….ખરેખર તો, ખુદા, ઈશ્વર કે ઈશુને એવું કાઈ મંજુર નથી,
તો,,,,,અન્યની હત્યા શાને તું કરે ?…….ધર્મના નામે..(૩)
ધર્મ શાસ્ત્રમાં કહેલા “ઈનફીડાલ”નથી કોઈ બીજા ધર્મ ચાહનારા,
ધર્મયુધ્ધ કહી હત્યા કરનારા, ના કદી “આત્મા” ની પૂકાર સાંભળનારા,
હૈયે “સર્વ ધર્મ એક”નું સુત્ર હોય તો, કદી ના અન્યની હત્યાનું વિચારવાના,
એથી જ…..ચંદ્ર કહે,…ખરેખર એવા જ ખુદા,ઈશ્વર કે ઈશુને છે પ્યારા,
તો…..અન્યની હત્યા ના કર..ના કર, ફક્ત પ્રેમ કર ફક્ત પ્રેમ કર !…ધર્મના નામે …(૪)
કાવ્ય રચનાઃ તારીખ,એપ્રિલ,૭,૨૦૧૨                                    ચંદ્રવદન.

બે શબ્દો…

આજે ધર્મના નામે હ્ત્યા કરતો માનવી અંધકારમાં ડુબતો જાય છે !
આંતકવાદી સ્વરૂપે પોતાની હત્યા કરી, અનેકની હત્યા કરવા એ તૈયાર થઈ જાય છે….ત્યારે એ ખરેખર, એનું ભાન ભુલી ગયો હોય છે.
એનું કારણ શું ?
જ્યારે ધર્મના રક્ષકો કે પાલનહારા ખોટું “માર્ગદર્શન” આપે, ત્યારે એને જ “સત્ય”  માની “શહીદ” કે “પરમ ધામ”ના મોહમાં પડી, એ કોઈ પણ “સ્વતંત્ર” વિચાર કર્યા  વગર આવા “અકલ્પીત” કાર્ય કરવા તૈયાર થઈ જાય છે.
અહી, એક બીજો વિચાર !
સૌ માનવીઓ “એક”ને ભજે …તો, શા માટે જગતમાં અનેક ધર્મો બન્યા ?
ત્યારે…..વિચાર આવે…..એક રસ્તે “સરળ” ના લાગે તો બીજે રસ્તે જઈ માનવી એ “પરમ તત્વ” કે  પ્રભુને પામી શકે છે. સર્વ ધર્મનો “હેતુ” તો એક જ છે.
પણ…..મુરખ માનવી “મારો રસ્તો જ સાચો”નું સુત્ર પકડી અને ધર્મની “ધજા” ફરકાવી આગેકુચ  કરતો રહે….ત્યારે ઉપરથી પ્રભુ પણ માનવીની “મુર્ખતા” પર જરા હસી લેતા હશે !
બસ, આવી જ વિચારધારા દ્વારા આ રચના શક્ય થઈ છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati on the IGNORANCE of the TRUE TEACHINGS of ALL RELIGIONS of the World.
Once a Human claim that “his or her Religion” is the BEST & the ONLY WAY to the desired SALVATION, the ROOTS of HATE towards OTHERS are  knowingly or unknowingly planted.
If the RELIGIOUS LEADERS  do not CORRECT this MISCONCEPTION & SUPPORT this VIEW as the TRUTH,  the World will witness MORE of the KILLING of HUMANS in the Name od the  DHARMA or the RELIGION.
This is the MESSAGE of this Post.
Dr. Chandravadan Mistry.

જુલાઇ 12, 2012 at 12:38 પી એમ(pm) 22 comments

ઘડપણને યુવાની માનો તમે !

ઘડપણને યુવાની માનો તમે !
ઘડપણને યુવાની માનો તમે, મેરે ભાઈ ! (૨)…..(ટેક)
ચાલો, અને સાથે તમે કસરત કરતા રહો,
અરે, કરશો એવું તો, રાત્રીએ નિંદર મીઠી પામશો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ !(૨)…..ઘડપણને..(૧)
આહાર વિહાર ની ખાસ કાળજી રાખો,
સૌને સાંભળો,’ને ઓછું બોલવાનું જરા શીખો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ ! (૨)…..ઘડપણને.. (૨)
નવી પેઢી સાથે, તાલ મેળ જાળવો,
વડીલશાહીનો ડગલો ખીટીએ ટીંગાળો !
નથી વૃધ્ધ,યુવાન છું હું, મેરે ભાઈ!(૨)…..ઘડપણને..(૩)
જે સંપતિ છે, તેને જરા સાચવો,
જે છે,તેને અંતીમ ઈચ્છામાં ભરજો !
નથી વૃધ્ધ, યુવાન છું હું ,મેરે ભાઈ ! (૨)……ઘડપણને..(૪)
સૌ જીવે છે સૌની રીતે, ચિન્તા ના કરો,
મૃત્યુ ડર છોડી, પ્રાણભર્યા દેહને સંભાળજો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ !(૨)…..ઘડપણને ..(૫)
“પોઝીટીવ”વિચારો ‘ને આત્મબળ કેળવો,
ચંદ્ર કહે…એવી જીવન જીવવાની ચાવી મેળવો !
નથી વૃધ્ધ, યુવાન છું હું,મેરે ભાઈ ! (૨)…..ઘડપણને…(૬)
કાવ્ય રચના,…તારીખઃ જુલાઈ,૫,૨૦૧૨            ચંદ્રવદન
બે શબ્દો…
જુલાઈ,૪,૨૦૧૨ના દિવસે “ઘડપણનું ગાડું”નામની કાવ્ય પોસ્ટ પ્રગટ કરી.
પ્રજ્ઞાજુબેન (સુરેશભાઈના શબ્દો લખી), વિનોદભાઈ, અને અરવિંદભાઈએ ઘડપણને “યુવાની”ગણી, આગેકુચ કરવાની સલાહ પ્રતિભાવરૂપે આપી.
અને…ઈંગલેન્ડથી વસંતભાઈએ કોઈએ મોકલેલ ઈમેઈલ “ફોરવાર્ડ” કરી એવી જ સલાહો જણાવી !
હજુ, “ઘડપણનું ગાડું”ની પોસ્ટ સૌ વાંચી રહ્યા છે, અને મારા મનમાં ધડપણમાં “યુવાની” ….અને આ કાવ્યરચના શક્ય થઈ !
ખાસ અગત્યનું >>> જે ઘડપણ વિષે કાવ્ય રચના થઈ હતી તે જગતમાં જે થાય તે નિહાળી કરી હતી…અહી માનવીની “મોહમાયા”માનવીને દુઃખ કે અસંતોષ તરફ લઈ જાય છે…મારૂ તો ભાગ્ય કે દીકરીઓ સૌ દુર રહી સુખી…અમો બન્ને ઘરમાં “ભક્તિ પંથે”…આજની પોસ્ટ દ્વારા એક જ “સંદેશો”….મોહમાયા છોડો, પોઝીટીવ વિચારો અપનાવો, તો તમે યુવાન જ છો !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !
ચંદ્રવદન.
FEW WORDS…
Today’s Kavya Post is the result of the Readers’ Interaction with their Comments for the Previous Post “GhadapanNu Gadu”.
This Post gives the Message of the Positive Thinking & see the “Old Age” as “Youth”…it is in your Mind that what you feel…train your Mind with the Positive Thoughts that eventually you are the YOUTH !
Dr. Chandravadan Mistry

જુલાઇ 7, 2012 at 12:00 પી એમ(pm) 9 comments

ઘડપણનું ગાડું !

ઘડપણનું ગાડું !

ઘડપણનું ગાડું હંકારું ..
હો..જી …હું તો ઘડપણનું ગાડું  હંકારું, મેરે ભાઈ ! (૨)……………(ટેક)
જોડ્યા છે બે બળદો ઘરડા ઘરડા,
ધીરે, ધીરે ચાલે ગાડું મારૂં, ના આવે કોઈ સંગાથે !
અરે, ભાઈ….ના આવે કોઈ સંગાથે (૨)……..ઘડપણનું ગાડું ….(૧)
ના દીકરા કે દીકરી રહે મારી સાથે,
શક્તિ ના રહી, અને ઘરના સૌ દે છે મુજને ગાળો રે !
અરે, ભાઈ….ઘરના સૌ દે છે મુજને ગાળો રે ! (૨)…….ઘડપણનું ગાડું..(૨)
હવે વાળ ધોળા, અને દુઃખે હાડકા મારા,
મારા મરવાની વાટ જોઈ રહે,  ઘરના સૌ નાના ‘ને મોટા !
અરે, ભાઈ….મરવાની વાટ જોનારા છે સૌ મારા (૨)…..ઘડપણનું ગાડું..(૩)
અંત સમયે, ઘરે સૌ આંસુડા લાવે,
મૌન રહી, જોઈ રહું સૌનું નાટક એવું !
અરે ભાઈ….જોઈ રહું સૌનું નાટક એવું (૨) …….ઘડપણનું ગાડું (૪)
સંસારી જીવનમાં,  છે આ તો મોહમાયા સગાઈ,
ચંદ્ર કહે, ઘડપણનો આધાર છે કૃષ્ણ મોરારી મારો !
અરે, ભાઈ….ઘડપણનો આધાર છે કૃષ્ણ મોરારી મારો (૨)…ઘડપણનું ગાડું..(૫)
કાવ્ય રચના..તારીખ મે,૮,૨૦૧૨                         ચંદ્રવદન

બે શબ્દો…

થોડા દિવસ પહેલા સાઉથ આફ્રીકાથી એક મિત્ર (શશીભાઈ)નો ઈમેઈલ આવ્યો.
એમણે નરસીંહ મેહેતાના “ઘડપણ”વિષે રચેલા કાવ્ય જાણવાની ઈચ્છા દર્શાવી.
પહેલા પ્રજ્ઞાજુબેન વ્યાસે અ રચના શોધી મોકલી..ત્યારબાદ, સુરેશભાઈ જાનીએ “એ કાવ્યની “લીન્ક” કહી .
બસ, આટલું થયું…..
અને મારા મનમાં “ઘડપણ”ના વિચારો રમવા લાગ્યા !
સરળ શબ્દોમાં કંઈક લખવા પ્રયાસ કર્યો છે.
સૌને ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Gujarati Poem on “OLD AGE”
Those who were near you ( loving you ) seem to IGNORE & INSULT you when you are old.
They feel you are the BURDEN….& as if they WAIT for your DEATH.
The Poem gives the WARNING….The Relations in the LIFE are NOT ETERNAL, your ONLY TRUE SAVIOUR is GOD ( Lord Krushna).
Enjoy !
Dr. Chandravadan Mistry

જુલાઇ 4, 2012 at 1:01 પી એમ(pm) 18 comments

માનવ તંદુરસ્તી (૨૫)..ડોકટરપૂકાર (૧૦) સીસ્ટમીક લુપસ એરીથમાટોસીસ (Systemic Lupus Erythematosis or SLE)

Picture of Systemic Lupus Erythematosus
TYPICAL BUTTERFLY RASH of LUPUS (SLE)
Systemic
 Lupus Erythematosus
POSSIBLE COMPLICATIONS of SLE

 

 

માનવ તંદુરસ્તી (૨૫)..ડોકટરપૂકાર (૧૦) સીસ્ટમીક લુપસ એરીથમાટોસીસ (Systemic Lupus Erythematosis or SLE)

એસ એલ ઈ યાને “લુપસ”નામની બિમારીના વિષે જાણવા માટે કે એની માહિતી  ગુજરાતીમાં લખી સૌને જાણ કરવા માટે ઈચ્છા જાગ્રુત થઈ એકબીજાના ઈમેઈલો  દ્વારા….અને એ ઈચ્છા હતી નીચે મુજબ>>>

સવાલ…

વિનંતિઃ   આ સુંદર લેખનું જનહિતાય ગુજરાતીમા ભાષાંતર કરશોજી આ અંગે માનનિય શ્રી સુરેશભાઈ જાનીનો અનુભવ પણ માણવા  જેવો/પ્રેરણાદાયી….પ્રજ્ઞાબેન…..આ વિનંતીને એક “સવાલ” રૂપે  ગણીશું….લુપસ રોગ વિષે કાંઈ માહિતી આપશો ?

જવાબ ….

લુપસ બિમારીનું ડેફીનેશન (Definition)…

આ રોગ એટલે માનદેહના જુદા જુદા અંગોના બંધારણ પર સોજારૂપી અસર, જે  કાયમને માટે હોય પણ સમય સમયે એના ચિન્હો ઓછા થાય, પણ સમય વહેતા આ રોગની અસર ફરી નિહાળવા મળે…આને કારણે આ રોગને “ક્રોનીક રેલેપ્સીન્ગ ઈનફ્લામેટ્રીક  ડીસઓર્ડર” (Chronic Relapasing Inflammatory Diorder )કહેવાય.

આ બિમારીનું કારણ યાને ઈટીઓલોજી (Etiology)…

જાણ્યા પ્રમાણે, માનવદેહ પોતાના રક્ષણ માટે દેહની અંદર તત્વો બનાવે, જેને “એન્ટીબોડીસ” (Antibodies) કહેવામાં આવે….પણ એ તો બહારથી પ્રવેશ  કરતા જંતુઓને સામે રક્ષણ માટે હોય..પણ, જ્યારે માનવ દેહ એવી એન્ટીબોડીસ  દેહના અંગો સામે જ કરે ત્યારે એને “ઓટોએન્ટીબોડીસ” ( Autoantibodies) કહેવાય. આ ઓટોએન્ટીબોડીસ માનવ શરીરની અંદર રહેલા “સેલ્સ” ના મધ્યમ ભાગેમાં  આવેલા “ન્યુક્લીઅસ” (Nucleus)તેમજ એની ફરતેના પદાર્થ “સાયટોપ્લાઝમ (Cytoplasm ) ઉપર હુમલો કરે અને બુરી અસરની શરૂઆત થાય અને ત્યાં “ઈનફ્લામેશન” ( Inlamation)  યાને “સોજો” થાય….આવું ચામડી સાંધાઓ, હ્રદય, કે લોહીમાં , કીડની, નર્વસ સીસટમ (Skin, Joints, Heart & Blood,  Kidneys, Nervous System )માં હોય શકે.
આ કારણે આ રોગને “ઓટોઈમ્યુઅન ડીઝીસ” (Autoimmune Disease )પણ કહેવામાં આવે છે. આ ફેમીલીમાં આ  સિવાય અનેક બીજા રોગોનો સમાવેશ થાય છે દાખલારૂપે રુમાટોઈડ આરથ્રાઈટીસ ( Rheumatoid Arthritis ).
બીજા રોગોથી લુપસને જુદો ગણવા માટે  અમેરીકન કોલેજ ઓફ રૂમાટોલોજીએ માનવ દેહના “ચિન્હો” સાથે “થૉડી લેબ ટેસ્ટો” પણ “પોસીટીવ” હોય એવી જરૂરતનો આગ્રહ રાખ્યો છે.

રોગની “પેથોફીઝીઓલોજી” યાને શરીરના તંત્રમાં થયેલી બુરી અસર દ્વારા થયેલા ફેરફારો…

માનવ દેહમાં ખરેખર અંગો પર કેવી બુરી અસર થઈ છે એની જાણકારી.
આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, આ “ઓટોઈમ્યુઅન રોગ”ની અસર જુદી જુદી  જગ્યાએ હોય શકે..જુદી જુદી જગ્યાએ નાના યાને “માઈક્રો બ્લડ વેસલો” (Micro  Blood Vessels) સાંકડા થઈ જાય અને એની બુરી અસર એ જગ્યાએ પડે…એ હોય શકે  ફેફસાઓમાં, હ્રદયમાં, મગજમાં ચામડીમાં વિગેરે
પણ….સવાલ એ રહે છે કે શા કારણે દેહમાં આવું થાય છે ?
એની પુરી માહિતી હજુ મળી નથી, અને અનેક કારણો હોય શકે….જેમાં   “જેનેટિક્સ”, જાતી, કે બહારનું વાતાવરણ (Genetics, Racial, Environment) ની અસર હોવાની સંભવતા માનવામાં આવે છે.
જરા વધુ સનજીએ !
માનવ દેહમાં આવી ખરાબ અસર થવાનું કારણ એવું હોય હે  એ વ્યક્તિના “જીન્સ” જલદી એ રોગની અસર માટે લાચારી બતાવે, અને અંતે એના કારણે જુદી જુદી જગ્યાએ ખરાબ અસર નિહાળવામાં આવે….એવા સમયે, દેહના લોહીના “વાઈટ બ્લડ  સેલ્સ”માંના સ્પેસીઅલ સેલ્સ યાને “બી” અને ” ટી”સેલ્સ (B & T Cells) જેઓ નોર્મલી
એન્ટીબોડીસ બનાવે તેઓને ખોટું માર્ગદર્શન મળે અને એઓ “ઓટોએન્ટીબોડીસ” (Autoantibodies) બનાવે અને જે દ્વારા શરીરના પોતાના અંસો પર ખરાબ અસર પડે ! એવી અસર જુદી જુદી સીસ્ટમો પર હોય શકે…..એક દિવસ નવી શોધો કે જાણકરી  દ્વારા આ કેમ થાય તે જાણી આ રોગને નાબુદ કરવા માટે શક્યતા રહે છે.આ વિષયે  ઘણી
જ  જાણકારી વધી છે..પણ એવી ચર્ચા ના કરતા, આ રોગની જાણકારી આધારીત એની કેવી રીતે સારવાર હોય શકે તે પર ચર્ચા કરીશું.

આ રોગનો “ડાયાગ્નોસીસ” (Diagnosis )…

આપણે રોગને જુદા જુદા “સ્ટેઈજ” યાને સાધારણ કે બહું ગંભીર હાલતમાં નિહાળી શકીએ છીએ.
(૧) જ્યારે રોગની પ્રથમ શરૂઆત હોય ત્યારે માનવ શરીરમાં “ઓટોએન્ટીબોડીસ” બને. પણ પ્રમાણમાં  એ ઓછી હોય ત્યારે કાંઈ જ ચિન્હો ના હોય કે સાધારણ શરીરનો “દુઃખાવો” હોય.
     તો કોઈવાર, ચેહેરા પર “રેશ” (Rash) હોય…પણ આ રેશ એવી રીતે હોય કે એને “બટરફ્લાઈ રેશ” (Butterfly Rash) નામે કહેવામાં આવે…આવો રેશ “લુપસ”રોગની શંકા કે શક્યતા વધારે છે, અને બીજી ટેસ્ટો તરફ વાળે છે.
(૨) કોઈકવાર, રોગના કારણે હાર્ટે, મગજ, ફેફસાઓ, કીડનીઓ (Heart,  Brain, Lungs, Kidneys) ના નાના બ્લડ વેસલોમાં રોગના કારણે નળીઓ સાકડી કે “બ્લોક” થઈ જાય, અને એ કારણે હાર્ટ એટેક, સ્ટોર્ક, પલમોનરી એમબોલીઝમ, કે  કીડની ફેલીઅર ( Heart Attack, Sroke, Pumonary Embolism, Kidney Failure)
થવાના કારણે હોસ્પીતાલમાં દાખલ થયા બાદ, ટેસ્ટો કરવાથી પહેલીવાર આ રોગની જાણકારી થાય.

આ પ્રમાણે…અગત્યનું તો એટલું જ કહેવું છે કે ……

જ્યારે દર્દી “અજાણ રોગ સાથે આવે ત્યારે “મેડીકલ હીસ્ટરી” અને “ફીઝીકલ એક્ષામીનેશન” ( Medical History & Physical Examination ) સારી રીતે કરવી ખુબ જ અગત્યની વાત છે….દર્દીને પુછતા અને એને તપાસતા “રોગના  ચિન્હો” નિહાળતા, લુપસ  વિષે શંકા થતા બીજી “ટેસ્ટો” કારવાનું થાય.
“લુપસ ફાઉન્ડેશન ઓફ અમેરીકા (Lupus Foundation of America,,,LFA) ના કહેવા  પ્રમાણે લુપસની બિમારી ના “ડાયાગ્નોસીસ” કરવા માટે નીચેની “ટેસ્ટો” કરવાની  સલાહ રહે છે >>>>>
(૧) “એ.એન. એ. ” (A.N. A. meaning Antinulear Antibodies )
(૨) “એન્ટી ડી,એન.એ” (Anti DNA)
(૩) “એન્ટી એસએમ એન્ટીબોડીસ” ( Anti- Sm Antibodies)
(૪) બ્લડમાં ફરતા “ઈમ્યુન કોંપ્લેસીસ” ( Immune Complexes circulating in the Blood )
(૫) લોહીમાં “કોંપ્લીમેટ” ઓછા પ્રમાણમાં  ( Low Level of Complement in Blood )
આવી ટેસ્ટોનો સહકાર લઈ ડોકટર લુપસના રોગનૉ ખાત્રી કરી દર્દીને એવો રોગ છે એવા સમાચાર આપી સારવાર માટે ચર્ચાઓ કરે છે,

સારવાર યાને ટ્રીટમેન્ટ ( Treatment )…

એકવાર, આ લુપસના જાણની ખાત્રી થઈ જાય એટલે એની સારવાર માટે ડોકટરી સલાહો હોય છે.
આ બિમારીની સારવાર દર્દીની કેટલી ગંભીર હાલત હોય એ આધારીત હોય છે.
પણ….રોગ માટે “કોમ્પ્લેટ કુર” ના હોવા છતાં, દવાઓથી ફાયદો જોવા મળે છે.
તો, “ટ્રીટમેન્ટ” નીચે મુજબ છે>>>>
(૧) આરામ  યાને “રેસ્ટ” ( Rest)
(2) કસરતો કે યોગા ( Exercises & Yoga)
(૩) સુર્ય કિરણો કે તાપથી દેહનું રક્ષણ (Avoid Sunlight & heat )
(૪) દવાઓ દુઃખાવો ઓછો કરવા (Medicines for the Pain Relief)
    અહી, એસપ્રીન કે મોટ્રીન જેવી દવાઓ હોય શકે.
(૫) જ્યારે દુઃખાવો સાથે સોજો ખુબ જ હોય ત્યારે “કોરટીકોસ્ટેરોઈડ” ( Corticosteroids) દર્દીઓને આપવામાં આવે છે.
(૬) ચામડીના થયેલા “રેશ” તેમજ સાંધાઓ ( Skin Rash & Arthritis) ની રાહત  માટે “એન્ટીમેલેરીઅલ”દવાઓ  ( Antimalarial Medicines) જેવી કે ક્લોરોક્વીન  કે હાડ્રોક્ષીક્લોરોક્વીન ( Chloroquin or Hydroxychloroquin ) લેવાની  સલાહો હોય છે.
(૭) અંતે …..”ઈમ્યુનો સપ્રેસન્ટ ( Immunosuppresant ) દવાઓ જેવી કે  “ઈમ્યુરાન કે સાઈટોક્ષાન ” ( Immuran or  Cytoxan) દવાઓ અપાય છે….આ દવાઓથી ઘણો જ ફાયદો હોય શકે પણ એની ખરાબ અસરો  પણ હોય તે જાણવું જરૂરીત છે !
ઉપર મુજનની સારવાર સાથે “સ્ટ્રેસ” ( Stress) ઓછો કરવા માટે મેડીટેશન કે અન્ય પ્રયાસો હોય  છે…..માનવ દેહના અનેક રોગોમાં “ચિન્તાઓ” શરીરના રક્ષણ આપતા પદાર્થોને ઓછા કરે કે  બરાબર કાર્ય કરતા અટકાવે છે…એથી આજે એલોપથી સારવાર પણ “આર્યુવેદીક” સિધ્ધાંતોને અપનાવે છે.
જ્યારે ઈમેઈલથી અારચા થઈ રહી હતી ત્યારે નીચે મુજબ લખાણ હતું>>>>>
In the same thinking pattern I would definitely recommend
Vipassana Meditation Technique and will definitely help the
patient tremendously. This is nothing but treatment of the
most of the psychosomatic disorders but it can help in other
dis-eases too if we take holistic approach to life
towards Swa-Sthata.
આ લખાણના જવાબમાં મેં લખ્યું કે આવી સારવારથી કોઈને થોડો ફાયદો હોય શકે પણ રોગ એથી “નાબુદ” ના થાય.
અત્યારની જાણ પ્રમાણે સારવાર દ્વારા “રાહત” અને દેહમાં “ખૉટા પંથે ” ઓટોએન્ટીબોડીસ” બને છે તેને અટકાવવા પ્રયાસો છે…..પણ ભવિષ્યમાં   “જેનિટ્ક ” શોધો કે ફેરફારો દ્વારા કદાચ આવો રોગ થતા અટકાવી શકાશે કે “નાબુદ” પણ કરાશે એવું મારૂં અનુમાન છે  !
અહી મારે અંગ્રેજીમાં જે માહિતી મળેલી તેમાંથી થોડું લખાણ  પ્રગટ કરવું છે કે જેથી જે વાંચકને ગુજરાતી લખાણ વાંચ્યા બાદ પ્રષ્નો હોય  તે કદાચ આ અંગ્રેજી લખાણ દ્વારા તેના જવાબો મળી જાય !

Systemic lupus erythematosus  (SLE) is a chronic inflammatory disease that has protean manifestations  and follows a relapsing and remitting course. It is characterized by an  autoantibody response to nuclear and cytoplasmic antigens. SLE can  affect any organ system, but mainly involves the skin, joints, kidneys,  blood cells, and nervous system (see Clinica l).
The diagnosis of SLE must be based on the proper constellation of  clinical findings and laboratory evidence. American College of  Rheumatology (ACR) criteria summarize features necessary for diagnosis.  (See Workup.) Management depends on disease severity and organ  involvement. Periodic follow-up and laboratory testing are imperative to detect signs and symptoms of new organ-system involvement and to  monitor the response or adverse reactions to therapies. (See Treatment.)

   

Pathophysiology

SLE is an autoimmune disorder characterized by multisystem  microvascular inflammation with the generation of autoantibodies.  Although the specific cause of SLE is unknown, multiple factors are  associated with the development of the disease, including genetic,  racial, hormonal, and environmental factors.[1, 2, 3] Many immune disturbances, both innate and acquired, occur in SLE

In systemic lupus  erythematosus (SLE), many genetic-susceptibility factors, environmental  triggers, antigen-antibody responses, B-cell and T-cell interactions,  and immune clearance processes interact to generate and perpetuate  autoimmunity.
One longstanding proposed mechanism for the development of  autoantibodies involves a defect in apoptosis that causes increased cell death and a disturbance in immune tolerance.[4, 5, 2, 6] The redistribution of cellular antigens during necrosis/apoptosis leads to a cell-surface display of plasma and nuclear antigens in the form of  nucleosomes. Subsequently, dysregulated (intolerant) lymphocytes begin  targeting normally protected intracellular antigens. Recent genetic  studies point to disruptions in lymphocyte signalling, interferon  response, clearance of complement and immune complexes, apoptosis, and  DNA methylation.[7]
Many clinical manifestations of SLE are mediated via circulating  immune complexes in various tissues or the direct effects of antibodies  to cell surface components. Immune complexes form in the  microvasculature, leading to complement activation and inflammation.  Moreover, antibody-antigen complexes deposit on the basement membranes  of skin and kidneys. In active SLE, this process has been confirmed by  demonstration of complexes of nuclear antigens such as DNA,  immunoglobulins, and complement proteins at these sites.
Serum antinuclear antibodies (ANAs) are found in nearly all  individuals with active SLE. Antibodies to native double-stranded DNA  (dsDNA) are relatively specific for the diagnosis of SLE. Whether  polyclonal B-cell activation or a response to specific antigens exists  is unclear, but much of the pathology involves B cells, T cells, and  dendritic cells. Cytotoxic T cells and suppressor T cells (which would  normally down-regulate immune responses) are decreased. The generation  of polyclonal T-cell cytolytic activity is impaired. Helper (CD4+) T cells are increased. A lack of immune tolerance is observed in animal lupus models. Recent reports pointing to important roles of interferon  alpha, transcription factors, and signaling variations also point to a  central role for neutrophils

Symptoms of Lupus

The symptoms of lupus may include:
 • skin rash
 • pain and swelling in joints
 • weight loss
 • loss of appetite
 • lesions over the bridge of the nose and cheeks, and sometimes on the scalp. Lesions dry into scales that fall off the body, leaving scars (DLE only)
 • Raynaud’s syndrome (a condition in which a sudden, severe reduction in blood flow causes fingers to turn waxy, white and blue and painfully cold)
   
Diagnosis of Lupus

A thorough medical history, a physical exam, laboratory testing and presence of several defining symptoms (listed below) will determine a  positive diagnosis of lupus. According to the Lupus Foundation of  America, there is no single laboratory test that can definitively  determine whether a person has lupus. The following tests will aid in  diagnosis of lupus by examining the status of the patient’s immune  system:

1. The anti-nuclear antibody test determines if the person has autoantibodies that react with  components in cell nuclei. Almost all lupus patients will have a  positive reaction to this test.

2. The anti-DNA antibody test determines if the patient has antibodies to DNA.

3. The anti-Sm antibody test looks for antibodies to a protein.  While many lupus patients do not have anti-Sm antibodies, they are  rarely found in people without lupus.

4. Tests for the presence of immune complexes (the combination of  antibodies and the substances with which they react) in the blood are  valuable, both for diagnosing and monitoring the disease.

5. An analysis of the serum complement level, which tends to fall when the disease is active, is also useful  for both diagnosis and monitoring. The serum complement is a group of  proteins involved in the inflammation that can occur in immune  reactions.

The interpretation of the results of these tests is made even more  difficult by the unpredictability of the disease. A test may be positive one time and negative the next, depending on whether the disease is  active or in remission. Kidney and skin biopsies can also help with  diagnosis. A kidney biopsy may show deposits of antibodies and immune complexes, and a sample of  skin tissue may reveal deposits of antibodies and complement proteins.

According to the American College of Rheumatology, the presence of  four or more of the following 11 symptoms and signs usually indicates a  positive diagnosis of lupus:

  • Butterfly rash: a reddish eruption across the nose and cheekbones

  • Discoid lesions: reddish, raised, disk-shaped patches on the body

  • Photosensitivity of the skin: a red rash that results from sun exposure

  • Oral ulcers: sores in the mouth or nose that are usually painless but can be blister-like

  • Arthritis: inflammation characterized by tenderness and swelling in two or more peripheral joints

  • Kidney disorders: kidney failure

  • Blood cell disturbances: hemolytic anemia (a deficiency in red blood cells, resulting from their abnormal  destruction) or leukopenia (an excessively low white blood cell count)

  • Immunologic disruption: a dysfunctional immune system’s attack on healthy cell tissue

  • Antinuclear antibodies (ANA): antibodies that battle cell nuclei

Treatment of Lupus

Because the symptoms of lupus vary not only in type but also  severity, the treatment may also need to vary. It may take time to find  the right combination of treatments for each individual. Treatments may  include:

 • restexercisephysical therapy for muscle weaknessavoiding sun exposureusing medications such as:anti-inflammatory drugs such as aspirin for symptomatic reliefcorticosteroid drugs such as prednisolone for  inflammationantimalarial drugs such as chloroquine phosphate or  hydroxychloroquine for rashes, arthritis and malaiseimmunosuppressive and cytotoxic drugs such as Immuran (azathioprine) and Cytoxan  (cycyclophosphamide) are prescribed with vital organs are involved  and/or corticosteroids aren’t effective

આશા રાખું છું કે…..ઉપર મુજબ ગુજરાતી તેમજ અંગ્રજી લખાણો દ્વારા વાંચકોની “લુપસ નૉ બિમારી”ની સમજ વધી હશે, અને એવી સમજ કારણે પોતના દેહને વધું જાણી આ રોગ માટે શંકાઓ આધારીત ડોકટરી સલાહો લેવા આતુર બને !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

જુલાઇ 2, 2012 at 12:09 એ એમ (am) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,469 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031