Archive for ઓગસ્ટ, 2012

સ્વપ્નું અને આશાઓનું મિલન !

Description: cid:X.MA12.1338478552@aol.com

સ્વપ્નું અને આશાઓનું મિલન !
“સપના એક દેખા થા”જેમાં આશાઓ મોટી મેં ભરીથી,
હતું સ્વપ્નું એ છોટું, પણ એમાં મોટી આશાઓ ભરીથી,
હવે, શું થાશે ? એ હું ના જાણું,
એ તો પ્રભુ જાણે, એટલું જ હું જાણું,
આશા હતી કે પહોંચવું છે મારે પ્રભુ પાસે,
મુજને ગળે લગા કે પ્રભુ પ્રેમ મુજને આપે,
સપના ઔર આશાનું મિલન હશે એક દિન,
એટલી જ ચંદ્ર અરજ કરે છે પ્રભુને હર દિન !
કાવ્ય રચનાઃતારીખ ઓગસ્ટ,૨૮,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે ૨૮મી ઓગસ્ટ ૨૦૧૨.
આજે જ મેં એક ઈમેઈલ દ્વારા “મેહેદી હસન”ના સુરે “સપના દેખા થા ” સાંભળી, પ્રભુ પ્રેરણાથી એક રચના કરી.
પણ, અ વાંચો ત્યારે તમારે મેહેદી હસનને નીચેની “લીન્ક” પર જઈ જરૂર સાંભળવા….પ્રોમિસ ?

Mehdi Hassan –  Sapna Deekha thaa

તો, તમે મારૂં માન રાખી એમને સાંભળ્યા, તે માટે આભાર !
હવે યોગ્ય લાગે તો “પ્રતિભાવ” પણ આપશો. આપશો ને ??
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
A Gazal heard on YouTube.
Inspired by it !
And now you read my Rachana.
Hope you like the desire of “making my Dream a Reality” as expressed in this Gujarati Poem
Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 28, 2012 at 4:47 પી એમ(pm) 8 comments

પત્નીઓની સભા !

પત્નીઓની સભા !
 
આ તો છે પન્તીઓની સભા,
પતિઓ વિષે વાતો કરવાની આ છે સભા !…….(ટેક)
 
“હવામાં જ ઉડ્યા કરે છે એ તો”પાઈલોટની પત્ની પ્રથમ બોલી,
મેં પણ અનેકવાર ખીજાયને કહી દીધું એમને મુજ  હૈયું ખોલીઃ
“હવામાં જ ઉડ્યા કરજોતમે,’ને હું ધરતી પર સૌ સાથે ખેલીશ હોળી”…..આ તો છે ….(૧)
 
અરે, મારા પતિ તો મીનીસ્ટર છે મોટા, ઓ,સખી મારી,
“તમારા વચનો ના કદી થાય પુરા” કહ્યું મેં એમને ગુસ્સો લાવી,
જાણે મેં કહ્યું  કાંઈ નહી, એવા ભાવે વર્તન હતું એમનું મુખે હાસ્ય લાવી !…..આ તો છે….(૨)
 
“મને નહી શીખવો !” શિક્ષક પત્નીનું ગુસ્સાભર્યા વર્તનનું વર્ણન હતું,
“થોબડું રંગી નાખીશ તમારૂં” શબ્દોમાં રંગારીની પત્નીનું ખીજ દર્શન હતું,
“બરાબરની ધૂલાઈ કરી નાંખીશ” ધોબી પત્નીની ખીજ વિષે સૌએ જાણવું રહ્યું !…..આ તો છે…..(૩)
 
“ઠોકીને સીધા કરી દઈશ”કહે એવું સુથાર પત્ની સુથારને,
“તેલ લેવા જાઓ તમે!” કહે એવું ગુસ્સામાં પત્ની તેલવેપારીને,
“હવે, નાટક બંધ કરો તમારૂં” કહી ગુસ્સો હલકો કર્યો અભિનેતાની પત્નીએ !…..આ તો છે ……(૪)
 
“આવી ને ગાડી તમારી લાઈન પર” કહેતા રેલ્વે ડ્રાઈવરની પત્નીએ લડાઈમાં થયેલી જીત જાહેર કરી,
“તને ડિલીટ કરી નાંખીશ !” ક્મપ્યુટર એન્જીયરની પત્નીએ આપેલ ધમકીનું સૌને વાત કરી,
“દાંત તોડીને હાથમાં આપી તને” કહે ડેન્ટીસ્ટની પત્ની જાણે યુધ્ધમાં શુરવીર બની !….આ તો છે ….(૫)
 
એવા સમયે, સભાગ્રહના પાછલા દરવાજાથી ચંદ્ર બોલી રહે….
“અરે, ઓ, નારીઓ, શાને તમો સૌ આવું કહે ?
પતિ વગર પત્ની અધૂરી, પત્ની વગર છે પતિ અધુરો રહે,
સત્ય આવું જો જાણો તમે, તો, સૌના હ્રદયે ફક્ત પ્રેમ જ વહે !”…..આ તો છે …..(૬)
 
 
કાવ્ય રચના..તારીખ ઓગસ્ટ,૨૪,૨૦૧૨                    ચંદ્રવદન
બે શબ્દો…
આજે તારીખ ઓગસ્ટ,૨૪, ૨૦૧૨ના દિવસે, ઈંગલેન્ડથી એક મિત્રનો “ફોર્વાડ ” કરેલો સંદેશો હતો…”જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે કેવા શબ્દો બોલે”ના ટાઈટલ સાથે “શબ્દોનું લખાણ ” હતું તે આધારીત આ રચના શક્ય થઈ છે.
આ લખાણના લેખક હતા..(સી.કે.)ચંદ્રકાન્ત.
જુદાજુદાવ્યવસાયનાપુરુષોનીપત્નીઓ એમનાપતિઓનેવઢેત્યારે,કેવાશબ્દોબોલે……………?
પાઈલટનીપત્ની………………..હવામાંજઊડ્યાકરોતમે…..                 મિનિસ્ટરનીપત્ની…………..તમારાવચનોક્યારેયપૂરાથાયછેખરા?….   શિક્ષકનીપત્ની………….મનેનહીંશીખડાવો….                                          રંગારીનીપત્ની………………થોબડુંરંગીનાખીશ….                                    ધોબીનીપત્ની………….બરાબરનીધુલાઈકરીનાખીશ….                          સુથારનીપત્ની…………….ઠોકીનેસીધાકરીદઈશ….                                    તેલનાવેપારીનીપત્ની………….તોતેલલેવાજાવ…..                                દરજીનીપત્ની…………….મારુંમોઢુંસીવ્યુંતોયાદરાખજો….             અભિનેતાનીપત્ની…………….હવેનાટકબંધકરો….                                      રેલવેડ્રાઈવરનીપત્ની…………………આવીગઈનેગાડીલાઈનપર?….     કોમ્પ્યુટરએન્જિનિયરનીપત્ની……………….તનેડિલીટકરીનાખીશ…   ડેન્ટિસ્ટનીપત્ની………………દાંતતોડીનેહાથમાંઆપીદઈશ…

(સી કે) ચંદ્રકાન્ત

તો, આ રચનાના પ્રાણદાતા ચંદ્રકાન્તભાઈ છે !..એઓ ક્યાં છે તે વિષે હું અજાણ છું..જે કોઈ એમને જાણે તેઓ જો એમને આ રચના વિષે જાણ કરે, અને જો એઓ પધારી વાંચે તો મારા હૈયે ખુબ જ ખુશી હશે !
પણ….
મારે સૌને પુછવું છે કે તમોને આ પોસ્ટ ગમી કે નહી ?
જરૂરથી જણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today, on 24th August 2012, I receive an Email, which had the words of Wives as they get ANGRY on their HUSBANDS of the different occupations.
Today I creat this Poem in Gujarati.
Hope you like it !
Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 24, 2012 at 11:53 પી એમ(pm) 14 comments

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ !

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ !

ઘરમાં બેસી,કોણ જાણે કેમ વિચારોમાં પડ્યો હું આજે,

૧૯૮૯ની ૧૭મી સેપ્ટેમ્બર ઘડીની યાદ આવી આજે,

 

એ હતો શનિવારનો દિવસ ત્યારે,

દોડ્યો કેલેન્ડરમાં જોવા, શું હશે આ વર્ષે ?

 

નથી શનિવાર, આ ૨૦૧૨ની સાલે,

હશે સોમવારનો દિવસ આ તારીખે !

 

થયેલ ઘટના વિષે મેં ના કહ્યું છે હજુ,

છ્તાં, કેમ આ વિષે ના પુછ્યું તમે હજુ ?

 

“ઓપન હાર્ટ સર્જરી” માટે હોસપીતાલે મોકલ્યો મુજને,

દયા કરી, “નવ જીવન” દીધું હતું એણે મુજને !

 

જે જાણ્યું તમે મારા માટે, તો તમ હૈયે શું રે થયું ?

તમે કહો ના કહો, ચંદ્ર હૈયે તો ખુશી સિવાય બીજું કાંઈ ના થયું !

 

ચાલો, નવજીવનમાં ચંદ્ર તો આગેકુચ કરતો રહે,

એ તો પ્રભુનો પાડ માની, “યુવાની” માણી રહે !

 

કાવ્ય રચના…તારીખ ઓગસ્ટ ૧૯,૨૦૧૨                ચંદ્રવદન

બે શબ્દો…

આજે તો હજુ ઓગસ્ટ માસ.

અને પોસ્ટ છે સેપ્ટેમ્બર માસની ઘટના વિષે.

આ તો કેવી વાત !….કોઈ ભુલ થઈ ?  શા માટે એ સેપ્ટેમ્બરની ૧૭ તારીખ માટે વાટ કેમ ના જોવાય ??

વિચાર આ માસે આવ્યો.

તો, થયું કે આ જ માસે પોસ્ટરૂપે પ્રગટ કરૂં. તો, એ મારી ભુલ હોય તો માફી. અને….જો ભુલ ના હોય તો હૈયે ફક્ત ખુશી, અને પ્રભુનો પાડ માનવાની ઘડી સમજી હું “નવજીવન”માં આગેકુચ કરતો રહું….બીજું કાંઈ ના કહું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Post is a Kavya (Poem) in Gujarati & narrarating an incident of 17th September.

Some may find this publication a bit strange.

That is OK !

But for me, it is my opportunity to THANK God for my NEW LIFE on this Earth !

Dr. Chandravadan Mistry

 

ઓગસ્ટ 20, 2012 at 12:30 એ એમ (am) 27 comments

ગાંધી બુધ્ધિ વાણી !

The face of Gandhi in old age—smiling, wearing glasses, and with a white sash over his right shoulder

 ગાંધી બુધ્ધિ વાણી !

ગાંધીજીના વિચારો તો ઝવેરાત છે,

હું કહું કે તમે એનો અમલ કરી,જીવન ધન્ય કરો !…….(ટેક)

 

માનવતા પર વિષ્વાસ રાખો, ના કદી એને તોડો,

માનવતા તો એક મહાસાગર છે, એવું હૈયે જોડો,

ટીપારૂપે કદી કોઈ બુરૂ, તો, મહાસાગર ના હોય કદી બુરો !…..ગાંઘીજીના ..(૧)

 

કદી એક માનવી માટે સેવા કરી તમ હ્રદયભાવ સંગે,

ભલે, લાખો પ્રભુને ભજે,તુલના કરતા તમ સેવા હોય રે ઉંચે,

એથી, બધી જ ચિન્તાઓ ત્યાગી, માનવ દેહને તું બચાવજે !……ગાંધીજીના….(૨)

 

પ્રભુ પર શ્રધ્ધા રાખનારથી ચિન્તાઓ દુર ભાગે,

ચિન્તા મુક્ત રહી, માનવી એવો અકલ્પીત કરી શકે,

આ જગતમાં નિર્ભય થઈ, એ તો જીવન જીવી શકે !…….ગાંધીજીના…..(૩)

 

પ્રભુને પ્રાર્થના કરો ત્યાં હોય ભલે શબ્દો સારા,

પણ, જ્યાં હ્દય ના હોય તો છે એ બધા નકામા,

તો, કરો પ્રાર્થના હ્દયથી, ‘ને છોડો પરિણામ પ્રભુ હાથમાં !…..ગાંધીજીના…..(૪)

 

મિત્રોની સોબતે  મિત્રો બનાવવું તો સહેલું રહ્યું,

શત્રુ માનનારાને મિત્રો કરવાનું સૌએ કઠીન કહ્યું,

એવા સમયે, સર્વમાં “મિત્રતા” નિહાળતા, ખરા ધર્મ તરફ તમે પગલું ભયું !…..ગાંધીજીના…(૫)

 

જ્યારે કોઈ માનવીને અપમાનીત કરી જમીન પર ફેંકાય,

ત્યારે, એવા માનવીને મળેલા સનમાનમાં શું માણસાય ?

આવા દર્શનમાં મનડું મારૂં આશ્ચર્યમાં ભટકી પસ્તાય !……ગાંધીજીના….(૬)

 

પ્રભુએ સર્જેલા આ જગતમાં સૌના જીવન માટે બધુ જ બરાબર છે,

એવા સમયે, લોભવૃત્તિએ સંગ્રહ કરનારને ધિક્કાર છે,

સંતોષભાવે, પ્રભુનામે જીવનારનું જીવન ધન્ય છે !…..ગાંધીજીના……(૭)

 

સૌ માનવમાં સદગુણો ફક્ત નિહાળું હું,

હું પોતે અપુર્ણ, ભુલો બર્યો છે હું,

તો, શાને અન્યના અવગુણો ગણવાનો અધિકારી હું ?……ગાંધીજીના……(૮)

 

જ્યારે જગતમાં ખરેખર શાંતી સ્થાપવી હોય તમોએ,

ત્યારે, યુધ્ધ સમયે શસ્ત્રો ત્યાગ કરવો રહ્યો તમોએ,

અને, બાળકોમાં પ્રેમ જગૃત કરતા, જગમાં નિહાળવા મળશે ખરી શાંતી તમોને !……ગાંધીજીના….(૯)

 

જગમાં ખુશી ક્યારે અનુભવી શકો તમે ?

વિચારો, શબ્દો કે કાર્યો જે જગમાં કરો તમે,

તો, ત્યારે વિચારો, શબ્દો અને કાર્યમાં “એકતા” અપનાવો તમે !…….ગાંધીજીના…..(૧૦)

 

હું સાંજે સુર્યોદયમાં અવર્ણીત   અદભુદતા નિહાળું,

હું રાત્રીમાં ચાંદનીમાં એની મધુર સંદરતા નિહાળું,

એવી હાલતમાં, સર્જનહાર પ્રભુની યાદમાં હું રહું !……ગાંધીજીના…….(૧૧)

 

હું કોણ ? હું કોણ ? જો તમોને સતાવે,

એવા સમયે, જનકલ્યાણના કાર્યો જગાડે,

તો, “હું કોણ?” જીવનમાં કદી ના સતાવે !……ગાંધીજીના……..(૧૨)

 

આ રહી ગાંધી બુધ્ધિની વાણી,

કાવ્યરૂપી શબ્દોમાં કહી છે એ જ વાણી,

ખુશી છે કે આટલી ચંદ્ર અરજી તમે જો માની !…..ગાંધીજીના…..(૧૩)

 

કાવ્ય રચનાઃ શુક્રવાર, અને તારીખ ઓગસ્ટ ૧૦, ૨૦૧૨                   ચંદ્રવદન

આજે છે જન્માષ્ઠમીનો શુભ દિવસ, અને આજે આ રચના શક્ય થઈ તે માટે ખુબ જ ખુશી છે !

બે શબ્દો…

આજે જન્માષ્ઠમીનો શુભ દિવસ !

આજે ગાંધીજીના વિચારો જે મેં અંગ્રેજીમાં વાંચ્યા તેને જ કાવ્ય સ્વરૂપ ગુજરાતીમાં આપ્યું છે !

આ વિચારો અંગ્રેજીમાં નીચેના અંગ્રેજી લખાણમાં છે.તે જરૂર વાંચશો !

આ  શુભ દિવસે અને હંમેશા શ્રી કૃષ્ણની કૄપા સૌ પર વરસે એવી અંતરની પ્રાર્થના !

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is based on the Words of Wisdom of Gandhiji in English as read below>>>>

Gandhi’s   wise words

ઓગસ્ટ 10, 2012 at 4:20 પી એમ(pm) 14 comments

પ્રભુજન તો એ જ રે !

Pink Cymbidium Hybrid Orchid

પ્રભુજન તો એ જ રે !

પ્રભુજન તો એ જ રે, જે પીડા અન્યની અનુભવી,

દુઃખયાની  સેવા કરતા, કદી ના ગર્વ કરે રે………………(ટેક)

આખા વિશ્વમાં માન સૌને આપી,અપમાન કોઈનું કદી ના કરે રે,

એ તો વાણી કાર્યોને ફરજ સમજે,એવા જન કેરી માતને વંદન રે !……પ્રભુજન તો..(૧)

સમતોલન ભાવે, બધી વાસનાઓ છોડી, પર નારી તો સૌ એને માત સમાન રે,

જીવતા, જીવતા, અસત્ય ના ઉચરે, ‘નેકદી ના લુટે કોઈને રે ……..પ્રભુજન તો….(૨)

મોહમાયાથી દુર રહી, એ તો રહે જગમાં પુર્ણ વૈરાગી રે,

પ્રભુનામમાં પાગલ રહીને, રાખે  તિર્થધામો સગળા એના તનમાં રે……પ્રભુજન તો….(૩)

નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,

અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે !….પ્રભુજન તો…….(૪)

કાવ્યરચના તારીખ….માર્ચ,૨૩, ૨૦૧૨                                  ચંદ્રવદન

— On Wed, 3/21/12, Mahendra Modi

Subject: FW: Vaishnav Jana to with Lyrics and Meaning To: “Mahendra Modi” <mlmodi@telkomsa.net> Date: Wednesday, March 21, 2012, 4:01 PM

Subject: Vaishnav Jana to with Lyrics and Meaning
Narsinh Mehta (Gujarati:નરસિંહ મહેતા)also known as Narsi Mehta or Narsi Bhagat (1414? – 1481?) was a poetsaint of Gujarat, India, and a member of the Nagar Brahmins community, notable as a bhakta, an exponent of Hindu devotional religious poetry. He is especially revered in Gujarati literature, where he is acclaimed as its Adi Kavi (Sanskrit for “first among poets”). His bhajan, Vaishnav Jan To is Mahatma Gandhi‘s favorite and has become synonymous to him.
With English translation – just lovely !
Have a nice day

Vaishnav Jana to with Lyrics and Meaning

By rcsabat| 1 video

બે શબ્દો…

આજે છે એક કાવ્ય-પોસ્ટ જેનું નામકરણ છે “પ્રભુજન તો એ જ રે !”.
એ માટે પ્રેરણા છે સૌનું પ્રિય નરસિંહ મહેતાનું ભજન ” વૈષ્ણવ જન તો તેને કહીએ”.
બસ, આ ભજનના શબ્દોને “જરા નવા શબ્દોરૂપી શણગાર” આપી મેં મારી રચના કરી છે.
હું નથી નરસિંહ થવા માંગતો. હું “વૈષ્ણવ જન”ભજન સાથે સરખામણી કરવા લાયક નથી
.
એ ગાંધીજીનું પ્યારું, અને આજે વિશ્વનું પ્યારું છે અને હંમેશા રહેશે.

હું તો વિનંતી કરૂં કે તમે ફક્ત પ્રગટ કરેલી વીડીઓ ક્લીપ નિહાળી સાંભળશો તો મને ખુબ જ આનંદ થશે.

યુવાનો જેઓ ગુજરાતી વાંચી ના શકે કે પુર્ણ રીતે સમજી ના શકે તેઓએ તો ખાસ એ જોવી/સાંભળવી જોઈએ.

અરે, હું તો એમ કહું કે વાંચકો એમના બાળકોને આ સંભળાવે, સમજાવે…અંગ્રેજીમાં અર્થ જાણી બાળકોને આનંદ થશે.

અને, “વૈષ્ણવ જન ” ભજનના ચાહકો બનશે. એથી વધું હું શું માંગુ ?…હા, એવી સમજ બાળકોમાં આવે તો એમનું

જીવન જરૂર સતકર્મ તરફ વળશે એવું મારૂં માનવું છે !

આશા છે કે અનેક્ને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati based on the original Bhajan ” VAISHANAV JAN TO TENE KAHIYE”
You may or may NOT read my Poem but I INSIST you CLICK on the LINK &  WATCH/LISTEN to the Bhajan of NARSINH MEHTA, a Great Poet & a  KRISHNA LOVER.
The THOUGHTS conveyed in his CREATION are so DEEP that if one follows as one’s GUIDING PRINCIPLES, then he/she will  attain the SALVATION as desired by the Poet Narsinh in his Poem.
Inviting ALL to  VIEW this Post..Your COMMENTS appreciated.
DR. CHANDRAVADAN MISTRY

ઓગસ્ટ 6, 2012 at 12:56 પી એમ(pm) 16 comments

ભક્તિના સતભાવોના દર્શન

ભક્તિના સતભાવોના દર્શન !
આઠ સતભાવોથી જીવન ઉજ્જવળ કરજો,
ચંદ્ર અરજી એવી સમજી, તમ જીવનમાં આગેકુચ કરજો !……(ટેક)
 
પ્રથમ, માનવ દેહમાં પ્રભુજીને બીરાજજો,
પ્રભુજીને હૈયે રાખી, હ્રદયભાવો છલકાવજો,
જે થકી…. ભક્તિના આઠ સતભાવો જીવને આવશે !…..આઠ….(૧)
 
પ્રભુનામે ઉભા થયેલા દેહ-વાળોને જાણો,
અને, થર થર ધ્રુજતા દેહને તમે પહેચાણો,
ત્યારે….પ્રથમ બે સતભાવોને સમજી જાઓ !…. આઠ….(૨)
 
પ્રભુભક્તિમાં કંઠેથી શબ્દો અટકી, મુખડે ના આવે,
અને, ભક્તિભાવના અર્શુ જો નયને આવે,
ત્યારે….બીજા બે સતભાવોને સમજી જાઓ !…આઠ….(૩)
 
લોહી વિના ભક્તિરંગે સફેદ ચહેરો જો બને,
અને, પ્રભુઆનંદમાં જો તમે નૃત્ય કરે,
ત્યારે….ઔર બે સતભાવો પ્રગટ્યા એવું જાણો !…..આઠ….(૪)
 
મનને કેદી કરી, માનવ દેહ મૌન રહે,
અને, અંતે મૃછીત હાલતે પ્રભુ નિહાળે,
ત્યારે….આઠ સતભાવોના દર્શન કર્યા એવું તમે માનો !…આઠ….(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ જુલાઈ,૩૦, ૨૦૧૨                     ચંદ્રવદન
બે શબ્દો…
આજે, સવારે “ટીવી એશિયા” પર જગતગુરૂ કૃપાલુજી મહારાજના ભક્ત સ્વામી મુક્દાનંદજી ને સાંભળતો હતો…એઓ અંગ્રેજીમાં “નારદ ભક્તિ” વિષે કહી રહ્યા હતા. એ સમયે એમણે “આઠ સરભાવો”નો ઉલ્લેખ કર્યો….થોડું પેપર પર લખી લીધું….કાંઈક ભુલાઈ ગયું….પણ મે મારી સમજ પ્રમાણે આઠ ભાવો નીચે મુજબ ગણ્યા>>>
(૧) શરીર પરના વાળો ભાવમાં ઉભા થવા !
(૨) શરીર ભાવથી ધ્રુજવા લાગે !
(૩) પ્રભુ ગુણલાના શબ્દો કંઠે અટકી જઈ મુખે ના પહોંચી શકે !
(૪) નયને ભાવભર્યા આંસુંઓ વહે !
(૫) લોહી વગર ભાવોથી ભરપુર બનેલો સફેદ ચહેરો !
(૬) પ્રભુ-આનંદમાં નૃત્ય ભાવ !
(૭) પ્રભુભાવોથી મૌન થઈ જવું !
(૮) અંતે…ભક્તિભાવોથી ભરપુર થઈ “બેભાન” થઈ જાવું !
આપણે ઈતિહાસ તરફ નજર કરીએ તો….આવા ભાવોના દર્શન અનેક પ્રભુભક્તોમાં જોવા મળે છે !
બસ….મારી સમજ પ્રમાણે, મેં આ  આઠ ભાવોને એક રચના સ્વરૂપે પ્રગટ કર્યા છે.
તમોને આ રચના ગમે, એવી આશા !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati based on my sseing a Program on TV on the DEVOTION to GOD.
As you go DEEP in your Divine Devotion, you can feel the presence of God in “many ways”.
These 8 feelings are expressed in this Poem
Hope you like the Post.
Dr. Chanddravadan Mistry

ઓગસ્ટ 1, 2012 at 7:46 પી એમ(pm) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031