Archive for એપ્રિલ 22, 2014

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

telephone : Telephone icon 

 

એક ચમન અનુભવને મળ્યું કાવ્ય સ્વરૂપ !

 

ઘરની બહાર, મારા હસ્તે યાર્ડની સાફસુફી થાય,

અ્ચાનક ઘર અંદર ફોનની ઘંટડી સંભળાય,

 

સ્નેહીનો ફોન હશે એવા વિચારે હું ઘરમાં દોડ્યો,

ફોન ઉંચકતા, સામેથી કોઈ અજાણને સાંભળ્યો,

 

હતો એ સીક્યુરીટી સીસ્ટમ વેચવાવાળો,

‘ને એકદમ ફોન ના મુકવોનો સ્વભાવ આડે આવ્યો,

 

લાંબી, મીઠી સેલ્સ પીચ એ કરતો રહ્યો,

મૌન રહી ઠંડા કલેજે હું એને સાંભળતો રહ્યો,

 

ચુપ હતો અને અજાણની ધીરજ ખુટી રહે

“તમે ઘર માલીક કે ભાડે રહો?”એવું એ પૂછે,

 

સત્ય કહું તો સંવાદ જરૂર લંબાશે એ હું જાણું,

“ભાડે રહું” અચાનક બોલાયું કેમ એ ના જાણું,

 

“આઈ એમ સોરી, થેન્ક્સ”કહી ફોન કટ હતો,

“ખોટી લપ્પન છપ્પ્ન ગઈ”મારા મનમાં વિચાર હતો,

 

“ખોટું બોલવાનો પ્રથમ અનુભવ સુખકારી રહે”

એવું કહી, ચમન એનો આનંદ સૌને વહેચી રહે !

 

મિત્ર ચમનના અનુભવની આ તો વાત રહી,

ચંદ્રે ચમન શબ્દોને કાવ્ય સ્વરૂપે આજે સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૨૦,૨૦૧૪ ચંદ્રવદન

 

NOTE : 1 Stanza ADDED as suggested by VINODBHAI in this COMMENT, It is posted in the DIFFERENT COLOR

 

બે શબ્દો…

 

આ રચનાનું કારણ છે એક ઈમેઈલ.

હ્યુસ્ટન રહીશ ચીમનભાઈ પટેલનો એ ઈમેઈલ હતો.

લ્યોતમે વાંચો એ જ ઈમેઈલ >>>>

મિત્રો/સ્નેહીગણ,

મને થયું કે મારા આજના આ અનુભવની તમને જાણ કરું.
 
યાર્ડમાં છોડવાઓને પાણી પાઇ, ઘરમાં દાખલ થતાં ફોનની ઘંટડી સાંભળી.
 
વીકએન્ડમાં, છોકરાઓનો કે કોઇ સગાનો હશે વિચારી, ગતી વધારી ફોન સુધી પહોંચી જોયું તો, આર્લીગ્ટન ટેકસાસ વાંચ્યું! એટલે જ રિસીવર ઝટ ઊપાડ્યું.
 
સામાવાળાનો અવાજ સાંભળી થયું કે મેં ભુલ કરી! સીક્યોરીટીવાળો એની સીક્યોરીટી વેચવા નિકળ્યો હતો!
 
એકદમ મુકી નહિ દેવાનો મારો સ્વભાવ આડે આવ્યો!
 
પેલાએ એની વાણી મને પિરસવી શરું કરી દીધી!
 
આજકાલ દરરોજ કેટલા ઘરોમાં ચોરી થાય છે વગેરે વગેરે વાતોથી મને બીવડાવવાનો એનો પ્રયાસ હતો.
 
મે વિચારી લીધુ કે જો હું વચમાં બોલીશ તો અમારા સંવાદો લંબાઇ જશે અને હું એની જાળમાં ફસાયો સમજો. એટલે, મે મારા મનને મજબૂત પકડી રાખી એને બરોબર બોલવા દીધો. એને થયું હશે કે આ બોકડો આજે હાથમાં આવી જશે.
 
મને ચુપ જોઇ એણે પૂછ્યુંઃ
 
તમારું ઘર પોતાનું છે કે ભાડે?
 
ખોટુ બોલવાનો વિચાર મને ચમક્યો ત્યાં જ મારા મનડાએ કહ્યુંઃ તુ તો મંદિર ને મહાદેવ જાય છે તો તારાથી ખોટું ન બોલાય યાર!
 
પેલાને જવાબમાં મારાથી બોલાઇ ગયું; ભાડૅ!
 
પેલો બોલ્યો; આઇ એમ સોરી, થેક્સ!
 
આજ પહેલી જ વાર સામાવાળાની સાથે માથાકુટ કર્યા વગર ફોન કટ થઇ ગયો એનો આનંદ ખુબ જ થયો. એની પર, એક મસાલા ચા બનાવી પીધી ને તમને આ અનુભવ લખવાનો મુડ આવ્યો.
 
ખોટું બોલ્યાનો આ પહેલો અનુભવ સુખાકારી નિકળ્યો એનો આનંદ આપ સહુંને વહેચી રહ્યો છું.
“ચમન”

હવે, તમે મારા કાવ્યને સમજી શકશો.

ગમ્યું ?

આ જરા “હાસ્યભાવ” માં રહી કર્યું હતું.

ચીમનભાઈ પધારી “બે શબ્દો” લખશે તો મને આનંદ થશે…ભલે એઓ આવી લખે કે “ના આવડે કાવ્ય લખવાના નિયમો, શાને ઈમેઈલનું આવું કર્યું ?” ત્પ પણ મને મંજૂર છે.

અન્ય વાંચકોને પણ “જે હોય હ્રદયમાં તે કહેવાની છુટ છે !”

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Poem in Gujarati is based on an Email from a friend CHIMAN PATEL, who had written about a telephone call which was from an “Unkown” SALESPERSON.

The MESSAGE is if you ANSWER or SHOW any interest, you are in a LENGHTY CONVERSATION.

If you are SILENT or put down the Phone, you avoid that NONSENSE.

I am sure MOST of you had such an EXPERIENCE.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 22, 2014 at 1:13 પી એમ(pm) 12 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,822 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930