Archive for માર્ચ, 2013

ચન્દ્ર જીવન સફર કથા !

CM

 

C:\Users\CM\Pictures\Picasa\Exports\UK December 2012_India 2013\IMG_1106.JPG

 

ચન્દ્ર જીવન સફર કથા !

ચંદ્રમુખેથી આ ચંદ્ર કહાણી,
સાંભળજો તમે હૈયે આનંદ આણી !…….(ટેક)
ગુજરાતના વેસ્મા ગામના ભુરીયા ફળીયે,
એક પ્રજાપતિ કુટુંબે ચાર સંતાન-મૃત્યુની વાતે,
ફરી એક નાનેરા બાળની આશાઓ હૈયે વહે !….ચંદ્રમુખેથી…(૧)
એવા વતાવરણે,૧૯૪૩માં, મોટાભાઈ ૧૬ વર્ષની વયે પરણે,
ભાભી નામે શાંતા, નવસારી શહેરથી ગામના ઘરે આવે,
ત્યારે નથી હું આ ધરતી પર, ‘ને પ્રભુજી પ્રાર્થના સાંભળી રાજી બને !……ચંદ્રમુખેથી…..(૨)
માનો ભાભી પગલે પણ ખરેખર તો પ્રભુકૂપાથી હું માતાગર્ભે,
૧૯૪૩ સાલે,ઓકટોબરમાં નવ માસે માનવ સ્વરૂપ મુજને મળે,
એ જ માતા ભાણી હૈયે આનંદ ભરે !……ચંદ્રમુખેથી…….(૩)
૧૯૪૩માં,૧૩ ઓકટોબરના શરદપૂનમના દિવસે,
એ પ્રજાપતિ કુળે એક બાળ જન્મે વેસ્મા ગામે,
જે શક્ય થાય પ્રભુ કૃપા કારણે !…..ચંદ્રમુખેથી…….(૪)
પ્રભુ પાસે “ભીખ” માંગી આવ્યો હતો આ બાળ જો,
જેથી,પ્યારથી “ભીખુ” કહેવાયો એ બાળ જો ,
પણ, રાશી આધારીત “ચંદ્રવદન” નામે જો !…..ચંદ્રમુખેથી…..(૫)
મળે બાળને માતા પિતા ભાણી ‘ને માધવ નામે,
મળે એક ખુબ જ પ્યારા મોટાભાઈ છગન નામે,
બની ગઈ એ તો બે ભાઈની જોડી પ્રભુ નામે !…..ચંદ્રમુખેથી…..(૬)
પરણ્યા બાદ, મોટાભાઈ તો નવસારી આશ્રમે રહી ભણે,
મેટ્રિકની પરીક્ષા માટે ભણતા ,નવસારી ફોટો સ્ટુડીઓમાં મુજને લાવે,
બાળ ચંદ્રના આ પ્રથમ ફોટામાં ભાતૃપ્રેમ વહી રહે !……ચંદ્રમુખેથી…..(૭)
મોટાભાઈ તો ભણી, આફ્રિકા જઈ, પિતાજી સાથે રહે,
નાનેરો ચંદ્રવદન તો એકલો વેસ્મા માતા સંગે રહે,
બચપણ એનું માત-પ્યારમાં વહેતું રહે !……ચંદ્રમુખેથી……(૮)
બચપણના દસ વર્ષની આ વાત રહી,
જેમાં, ખરેખર, ચંદ્ર મસ્તીની કહાણી રહી,
પિતાથી દુર, દયાળુ માત- પ્યારની એ વાત રહી !…..ચંદ્રમુખેથી…..(૯)
કુમાર શાળામાં ગુજરાતી ભણતો ચંદ્ર તેજસ્વી બાળ જો,
૧૯૫૩માં આફ્રીકાથી પિતાજી પધારતા, અચાનક શાંત બાળ જો,
એવા જ બાળચંદ્ર સ્વભાવના પરિવર્તનની વાત જો !…..ચંદ્રમુખેથી…..(૧૦)
૧૯૫૪ની સાલે ચંદ્ર તો ગુજરાતી ધોરણ ૬માં અભ્યાસ કરે,
સેપ્ટેમ્બર માસે શાળા છોડી, આફ્રીકા પિતા સંગે જાવું પડે,
ત્યારે, દાદીમા સાથે માતાને વિદાય કરતા, ચંદ્ર નયને આંસુંઓ વહે !…ચંદ્રમુખેથી….(૧૧)
૧૯૫૪માં બાળ ચંદ્ર તો “કરાંજા” સ્ટીમરમાં પિતા સંગે,
પોર્ચ્યુગીઝ સાથે ભારત ઝગડે ‘ને ઉતરવા “બેઈરા” પોર્ટ ના હોય શકે,
એથી, મોમ્બસા ઉતરી નાઈરોબીથી રોડેશીઆ માટે હવાઈ સફર બને !……ચંદ્રમુખેથી….(૧૨)
સેપ્ટેમ્બર ૧૯૫૪માં લુસાકા શહેર એરપોર્ટ ઉતરી, ટ્રેઈનથી પેમ્બા ગામે,
જ્યાં મોટાભાઈ અંગ્રેજી શીખવે,’ને નાનો બાળ ચંદ્ર પ્રેમથી જેને શીખે,
પ્રાઈમેરી શાળા ભણતર માટે બાળ ચંદ્ર તો તૈયાર બને !…..ચંદ્રમુખેથી……(૧૩)
પેમ્બામાં ના કોઈ શાળા જેથી પિતા મિત્ર કણબી કુટુંબ સહકાર મળે,
અને, લીવીન્ગસ્ટન શહેરની “કોરોનેશન સ્કુલ”નો ચંદ્ર સ્ટુડન્ટ બને,
આ તો ચંદ્રની અંગ્રેજી માધ્યમે ભણતરની શરૂઆત રહે !……ચંદ્રમુખેથી ……(૧૪)
સબ “એ” કે “બી” નહી,પણ ૧૯૫૫માં પ્રથમ ધોરણે ચંદ્ર અભ્યાસ ચાલુ કરે,
૬ મહીને એક ધોરણ કરતા ત્રણ વર્ષમાં તો ૫ ધોરણ અભ્યાસ પુર્ણ કરે,
જેથી, ડીસેમ્બર ૧૯૫૭માં લીવીન્ગસ્ટન છોડવાની ઘડી આવી પડે !…..ચંદ્રમુખેથી …..(૧૫)
૧૯૫૮ની સાલે ચંદ્ર તો સધ્રન રોડેશીઆના ક્વે ક્વે ગામે,
જ્યાં હાઈસ્કુલ અભ્યાસ માટે “મેરીસ્ટ બ્રધર્સ”માં એડમીશન મળે,
અને”કેમબ્રીજ ઓ લેવલ” પરીક્ષા પાસ કરે !……ચંદ્રમુખેથી …….(૧૬)
૧૯૬૨માં ટુંક સમય માટે બુલવાયોની “ફાઉન્ડર્સ હાઈસ્કુલ”માં ભણે,
ભારત જઈ ઉચ્ચ અભ્યાસ કરવા મન એનું એને કહે અને કહેતું રહે,
એથી, મે મહીનામાં પ્લેન સફરથી મુંબઈ આવી પડે !…….ચંદ્રમુખેથી…..(૧૭)
અંધેરીની “ભવન્સ કોલેજ”માં “ફર્સ્ટ અને ઈન્ટર સાયન્સ” નું ભણે,
ઓવરસીસ સ્ટુડન્ટ ઓફ ઈન્ડીયન ઓરીજીન ના નાતે,
કટક ઓરીસ્સાની એસ સી બી મેડીકલ કોલેજમાં એડમીશન મળે !…ચંદ્રમુખેથી…..(૧૮)
૧૯૬૪ થી શરૂઆત કરી, ૧૯૬૯માં “ફાઈનલ એમ બી બી એસ” પાસ કરી,
આધી ફરજીઆત “ટ્રેઈનીંગ” ઓરીસ્સામાં કરી ,આધી આફ્રીકામાં કરી,
એ તો લુસાકાની “યુનીવરસીટી ટીચીન્ગ હોસ્પીતાલ”માં શક્ય થઈ !……ચંદ્રમુખેથી …..(૧૯)
રોડેશીઆના ઝામ્બીઆ બનેલા દેશની લુસાકાની હોસ્પીતાલે નોકરી કરતા,
ફરી ભારતની સફર હતી ચંદ્ર ભાગ્યમાં, મંજુરી સાથે રજા મળતા,
ચંદ્ર હૈયે આનંદ છલકાય, એ જુન ૧૯૭૦ની સફરનું કહેતા !….ચંદ્રમુખેથી…..(૨૦)
૨૩મી જુન ૧૯૭૦ના શુભ દિવસની આ વાત રહી,
દેસરા,બીલીમોરાના ઈંટ્વાલા કુટુંબની “કમુ”ની એ વાત રહી,
લગ્નગ્રંથીથી જીવનસાથી સ્વરૂપે મુજને મળ્યાની એ તો વાત બની !…..ચંદ્રમુખેથી….(૨૧)
લુસાકા હોસ્પીતાલે કામ કરતા, દેશની સેવા કરવા તક મળીના વિચારો હતા,
એવી નોકરી સાથે જણ્યા અજાણ્યા બિમારી સમયે યાદ કરી મુજને બોલાવતા હતા,
ત્યારે, સેવા માટે તકો આપવા માટે, ઉપકારો પ્રભુના મારી નજરે હતા ! …..ચંદ્રમુખેથી….(૨૨)
લગ્ન બાદ, સંતાન સુખની ઈચ્છાઓ સૌના મનડે રમે,
જુન ૧૯૭૧માં, પ્રથમ સંતાન સ્વરૂપે દીકરી “નીના” મળે,
એની ખુશી દર્શાવવા ચંદ્ર પાસે શબ્દો ના મળે !…..ચંદ્રમુખેથી……(૨૩)
છે ખુશી માતા પિતા, મોટાભાઈ, સાથે ચંદ્ર કમુ હૈયે
પણ, ફેબ્રુઆરી ૧૯૭૩માં પિતાજી તો ગયા પ્રભુધામે,
વિદાય બાદ, ચંદ્ર તો ઈંગલેન્ડ વધુ ભણતર માટે વિચારે !…..ચંદ્રમુખેથી….(૨૪)
છોડી નોકરી અને મોટાભાઈની દુકાન સંભાળવાની જવાબદારી લીધી,
મોકલ્યા ભાઈ ભાભીને ઈંગલેન્ડ ‘ને ડોકટરી છોડી દુકાન સંભાળી,
આવી ફરજ અદા કરી,સેપ્ટેમ્બર,૧૯૭૩માં ચંદ્ર એકલો ઈંગલેન્ડમાં આફ્રીકા છોડી !…..ચંદ્રમુખેથી…..(૨૫)
ત્યા ઈંગલેન્ડમાં અને કમુ છે ગર્ભવતી આફ્રીકામાં,
મનમાં ચીંતાઓ મુજવી રહે ત્યારે ચંદ્ર પ્રભુજીની યાદમાં,
“સહાય કરો, સહાય કરો”વિનંતીરૂપે શબ્દો છે એની વાણીમાં !……ચંદ્રમુખેથી……(૨૬)
નવેમ્બર ૧૧, ૧૯૭૩ના શુભ દિવસે, બે જોડીયા બાળકી છે અમારા ભાગ્યમાં,
“પ્રેમચ્યુર” છતાં શક્તિશાળી છે, બે પ્યારી દીકરીઓ “વર્ષા અને વંદના” નામમાં,
દુર ઈંન્ગલેન્ડમાં “લોકુમ” નોકરી કરતા હોસ્પીતાલે ચંદ્ર છે પ્રભુધ્યાનમાં !……ચંદ્રમુખેથી…..(૨૭)
હવે ચંદ્ર હૈયે ફક્ત એક જ વિચાર હર દિવસ રાત્રીએ રમતો રહે,
ક્યારે આવશે કમુ, નીના અને વર્ષા વંદના સંગે જ્યાં ચંદ્ર રહે,
સેપ્ટેમ્બર ૧૯૭૪માં સૌ આવતા, ચંદ્ર હૈયે તો ખુશી નીર વહે !…..ચંદ્રમુખેથી…….(૨૮)
“વોકીંગ સરે”માં એક ફ્લેટમાં ચંદ્ર-કમુ પરિવાર રહે,
આનંદ સહીત વર્ષા વંદનાની બર્થડે ઉજવવાની તક મળે,
સાથે ભત્રીજો જયંત રહે એનો આનંદ હૈયે વહે !……ચંદ્રમુખેથી…….(૨૯)
પણ …વિધાતાએ લખ્યું એવું જ એ કરે, અને જીવન ઘટના બને,
એક્સીડન્ટમાં ઝામ્બીઆ આફ્રીકામાં ૨૯મી ડીસેમ્બરે૧૯૭૪, મોટાભાઈ પ્રાણ તજે,
નોકરીએ તરત આપી રાજીનામું, ચંદ્ર તો લુસાકાની સફર માટે જયંત સંગે !…..ચંદ્રમુખેથી….(૩૦)
“એમસન્સ સ્ટોર” નામનો ફેમીલી ધંધો છે મોટાભાઈ પરિવારનો આધાર,
વેપાર ના આવડે તો પોતે શીખી ભત્રીજા જયંતને શીખવવા લીધો ભાર,
“ડોકટરી ના કરવી મારે, દુકાન ચાલુ રાખજો ઓ, મારા તારણહાર !”…..્ચંદ્રમુખેથી……(૩૧)
મોટો ભત્રીજો રજનીકાન્ત ફાર્મસીસ્ટ બની ભારતથી ૧૯૭૫માં આવે,
થોડી જવાબદારી એને સોંપી, ૧૯૭૬માં ભારતની ટ્રીપ છે ચંદ્ર નસીબે,
કમુ, ત્રણ દીકરીઓ અને માતા સંગે યાદગાર આ ટ્રીપ બને !……ચંદ્રમુખેથી……..(૩૨)
સૌરાસ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી આગ્રા આનંદમાં ફર્યા અમે,
એમરીકાના હક્કની “ઈસીએફએમજી” પાસ કર્યાના સમાચાર મળ્યાનું ગમે,
ચંદ્ર હૈયે હરખ ના માય, ‘ને ચંદ્ર ખુશીમાં સૌ ભળી જઈ આનંદ સાથે રમે !…..ચંદ્રમુખેથી…..(૩૩)
મોટાભાઈ ગુજરી ગયાથી એમના પરિવારને અમેરીકાનો હક્ક ના આપી શકું,
તો, મોટા ભત્રીજા રજનીકાન્તને ફારમસીની ડીગ્રી આધારે અમેરીકા જવું શક્ય હતું,
ભારપુર્વક સલાહો એવી ચંદ્રે કહેતા, રજનીકાન્તે “એપ્લીકેશન” ભરી દીધું !…..ચંદ્રમુખેથી……(૩૪)
નસીબના ખેલો છે ન્યારા, માનવી શું ધારે અને કાઈ જુદુ જ થાય,
રજનીકાન્ત પહેલા અમેરીકા જવા માટે ચંદ્ર ભાગ્યમાં એવું લખાય,
૧૯૭૬ બાદ ડોકટરોને “ઓટોમેટીક” હક્ક બંધ થશેના કારણે એવું થાય ! …..ચંદ્રમુખેથી…..(૩૫)
અમેરીકાના નવા વિશાળ દેશમાં જવા જાન્યુઆરી ૧૯૭૭માં વીઝા મળે,
એકલો હક્ક માટે હવાઈ સફર કરી, “સીઆટલ”વોશીન્ગટન સ્ટેટમાં ઉતરે,
ત્યાં ચંદ્ર્ને, સૌનું વ્હાલું અમેરીકાના હક્કનું “ગ્રીન કાર્ડ” જ મળે !…….ચંદ્રમુખેથી……(૩૬)
વોસીન્ગટન સ્ટેટથી ઉડાણ કરી, કેલીફોર્નીઆ ચંદ્ર પધારે,
સાન ફ્રાન્સીસકો અને દક્ષિણે લોસ એંજીલીસ શહેરો નિહાળે,
વળી, સગા સ્નેહીઓને મળી આનંદ હૈયે લાવે !…….ચંદ્રમુખેથી…..(૩૭)
છોડી કેલીફોર્નીઆ, ન્યુ યોર્ક એરપોર્ટ ઉતરી ન્યુજર્સીમાં દિવસો ગાળે,
માસીભાઈ ભીખુના એપાર્ટમેન્ટમાં રહેતા, ન્યુયોર્ક શહેરના દર્શન માણે,
સ્ટેચ્યુ ઓફ લીબરટી અને એમપાયર સ્ટેટ બીલ્ડીન્ગ જોઈ ખુશી હૈયે લાવે !…..ચંદ્ર્મુખેથી…..(૩૮)
પસાઈક ન્યુજર્સીથી મિત્ર ડો. વિજય બહાલને ફોનથી સંપર્ક કરે,
તો, એના સુચને રેસીડન્સી ટ્રેઈનીંગ માટે શેડીસાઈડ હોસ્પીતાલે અરજી કરે,
ફરી અમેરીકા કાયમ માટે આવવા, હજુ તો એક વર્ષ બાકીનો વિચાર મનમાં ધરે !…..ચંદ્રમુખેથી….(૩૯)
અમેરીકાથી ચંદ્ર તો લંડન ઈંગલેન્ડ હવાઈ સફરથી પહોંચે,
થોડા ફેબ્રુઆરી ૧૯૭૭ના દિવસો આનંદમય સગાસ્નેહીઓ સાથે વહે,
અમેરીકાના “ગ્રીન કાર્ડ”ના હક્કદાર ચંદ્ર ફરી ઝામ્બીઆ આવે !…….ચંદ્રમુખેથી……(૪૦)
હજુ છે વિચારો ભત્રીજા રજ્નીકાન્તને અમેરીકાનો હક્ક લેય એવા,
ઉતાવળ નથી અમેરીકા જાવા,આનંદ અને સંતોષભરી હાલતે ચંદ્ર એવા,
વિધાતા સિવાય કોણ ભંગ કરી શકે શાંતીભરપુર ચંદ્ર હાલ એવા ?…..ચંદ્રમુખેથી……(૪૧)
આનંદમાં ચંદ્ર છે લુસાકામાં ‘ને હૈયે ભત્રીજા અમેરીકા જાયના વિચારો રહે,
ત્યાં, અચાનક, અમેરીકાથી ભીખુનો ફોન આવે અને ચંદ્રને કહે ઃ
“શેડીસાઈડ હોસ્પીતાલે એડમીશન મળી ગયું,આવો ભાઈ વહેલા” એવું એ કહે…..ચંદ્રમુખેથી…..(૪૨)
ખુશી સાથે ચંદ્ર હૈયે છે ગંભીરતા કારણ કે આ હતી નિર્ણય લેવાની ઘડી,
નવા દેશની અજાણતા એથી પ્રથમ જાવું તો જાવું એકલા વહી,
ઝામ્બીઆ દેશનો હક્ક છોડવાનો જાણે આદેશ પ્રભુનો અહી !……ચંદ્રમુખેથી……(૪૩)
મે માસ ‘ને ૧૯૭૭ની સાલે, કમુ, ત્રણ દીકરીઓ અને માતા સંગે,
છોડ્યું ઝામ્બીઆ અને ચંદ્ર તો થોડા દિવસો હેરોમાં લીન્ટન રોડના ઘરે,
મુકી સૌને ત્યાં ઈંગલેન્ડમાં, જુનમાં હતી ચંદ્રવિદાય સાથે આસુંઓ નયને !…..ચંદ્રમુખેથી….(૪૪)
પોકેટમા છે ફક્ત ૨૦૦ ડોલર ‘ને સુટકેસમાં છે જરૂરતની ચીજો,
એક ચાદર, બ્લાન્કેટ સાથે છે એક પોટ ભાઈ ભીખુ તરફથી મળેલી ચીજો,
જુનના આખરી અઠવાડીએ ચંદ્ર તો પેનસીલવેનીઆના પીટ્સબર્ગમાં ઉભો !…..ચંદ્રમુખેથી….(૪૫)
“શેડીસાઈડ હોસ્પીતાલ” સેન્ટર એવેન્યુ પર નિહાળી ચંદ્ર રાજી,
એની સામે જ “મારલીન આર્મ્સ”નામે એપાર્ટમેટ્સ નિહાળી ચંદ્ર રાજી,
સુવિધા આટલી સરસ કરનાર મિત્ર વિજયને યાદ કરતા ચંદ્ર રાજી !……ચંદ્રમુખેથી……(૪૬)
જુલાઈ માસે શરૂ થઈ “ઈન્ટરનલ મેડીસીન”ની ટ્રેઈનીંગ ચંદ્રની,
મળે છે વિનોદ પટેલ અને કાર્તિક મહેતા મિત્રરૂપે અહી,
નથી કાર અને પગાર છે ઓછો પણ ચંદ્ર તો પ્રભુનો ખુબ આભારીત અહી !…..ચંદ્રમુખેથી…..(૪૭)
પત્ની સંતાનોનો વિયોગ સતાવે છે ચંદ્રને ફરી ફરી,
ત્યાં, મોટા ભત્રીજા રજનીકાન્તને પરણાવવાની ઘડી આવી,
જાન્યુઆરી ૭ ૧૯૭૮ના લગ્ન કાજે ચંદ્ર ઈંગલેન્ડ જઈ રાજી !…..ચંદ્રમુખેથી……(૪૮)
પત્ની બાળકોને તો જરૂર મળશે એમેરીકાનો હક્ક જ્યારે ઈચ્છા હશે,
પણ નિરાશા મળી,જ્યારે જાણ્યું કે માતાને હક્ક એવો ના હોય શકે,
તો…૧૯૭૯માં કમુ અને બાળકોને ફરવા બોલાવી, હક્ક કરાવી ચંદ્ર હૈયે આનંદ ભરે !……ચંદ્રમુખેથી….(૪૯)
૧૯૮૦માં ટ્રેઈનીંગ પુરી થતા, ચંદ્ર તો ઈંગલેન્ડ જાય ફરી,
માતાને આફ્રીકા સ્વ. મોટાભાઈ પરિવાર સંગે રહેવા મોકલે ફરી,
ત્યારે ચંદ્ર હૈયે દર્દ થાય ઘણું જેને માટે ચંદ્ર પાસે કોઈ શબ્દો નથી !……ચંદ્રમુખેથી…..(૫૦)
પીટ્સબર્ગ શહેરમાં કમુ અને નીના, વર્ષા, વંદના સંગે ચંદ્ર રહી
નજીક “મનરોવીલ”ના એપાર્ટમેન્ટમાંથી “વી.એ. હોસ્પીતાલ”જઈ નોકરી કરી,
પણ પત્ની કમુ “સ્નો અને ઠંડી”થી નારાજ, ‘ને કઈક બીજે સ્થાયી થવા પ્રેરણા મળી !…..ચંદ્ર્મુખેથી…..(૫૧)
વિનોદની મિત્રતાના ભાવે લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં નોકરી છે, એવા સમાચાર મળે,
મે ,૧, ૧૯૮૧માં લોસ અંજીલીસ કાઉટીની “મીરા લોમા હોસ્પીતાલે નોકરી કરવા તક મળે,
ખુશી સાથે કમુ અને બાળકો લેન્કેસ્ટર કેલીફોર્નીઆ જુનમાં આવે !…….ચંદ્રમુખેથી……..(૫૨)
નોકરી કરતા, ચંદ્ર તો હર દિવસ પ્રભુનો પાડ માનતો રહ્યો,
નોકરી કરતા લોક સેવા કરવાનો આનંદ પણ અનુભવતો રહ્યો,
એવા સમયે કમુ અને ચંદ્ર હૈયે ફરી એક સંતાનનો વિચાર રહ્યો !……ચંદ્રમુખેથી……(૫૩)
નવેમ્બર ,૬, ૧૯૮૨ના શુભ દિવસે એક દીકરી જન્મે,
રાશી નહી પણ પ્રેમથી “રૂપા” સૌ કહે, અને ચંદ્ર હૈયે આનંદ વહે,
ચંદ્ર કે કમુ ભાગ્યમાં હવે જે હશે તે બધુ જ દીકરીઓના પ્રતાપે !……ચંદ્રમુખેથી…..(૫૪)
ભણે છે ત્રણ દીકરીઓ સ્કુલોમાં અને સારો અભ્યાસ કરે,
ખુશી થઈ, ઉચ્ચ શિક્ષણ આપવા સૌને ચંદ્ર હૈયે તમન્નાઓ ભરે.
ધન-દોલત ના આપવું, શિક્ષણ એ ના કોઈ લુટી શકે !……ચંદ્રમુખેથી…..(૫૫)
ત્રણ સાથે થાય રૂપા અમારી મોટી, અને થાય હૈયે ખુશી,
રમાડતા, ત્રણે ભરે છે શુભ લક્ષણો, જેમાં કમુનો ફાળો રહ્યો એની ખુશી,
એથી જ, સંસાર સાગરમાં તરતા, પત્ની છે ચંદ્ર હૈયે ખરી શક્તિ !…….ચંદ્રમુખેથી…..(૫૬)
૧૯૮૪માં મળે ચંદ્રને અમેરીકાની “સીટીઝનશીપ” પ્યારી,
૧૯૮૫માં નાના ભત્રીજા પ્રતિશના લગ્ન માટે ઈંગલેન્ડની સફર કરી,
માતાને હક્ક સાથે કેલીફોર્નીઆ લાવી, માત સાથે રહેવાની ઈચ્છા પુર્ણ કરી !……ચંદ્રમુખેથી…(૫૭)
સુખના દિવસો સાથે પ્રભુજી પ્યારમાં મોકલે ના ગમતું હોય તેવું,
ફેબ્રુઆરી ૧૯, ૧૯૮૮માં પ્રભુજી માતાને બોલાવી ‘ને ચંદ્ર હૈયું હલ્યું કેવુ ?
કે ૧૭મી સેપ્ટેમ્બરે ૧૯૮૯માં ચંદ્ર તો એક “હાર્ટ એટેક” અનુભવે તેવું !……ચંદ્રમુખેથી……(૫૮)
પણ ચંદ્ર ના ડગે, અને પ્રભુએ આપેલ “નવજીવન”માં પ્રભુ કૃપા જ નિહાળે,
માનવ જન્મ એટલે મૃત્યુ જરૂર, એવા ભાવ-વિચારે, માત વિયોગ એ સહે,
અને, ત્રણ બાઈપાસોમાં પિતા-ભાઈ અને માત કૃપા મળી એવું એ સમજે !……ચંદ્રમુખેથી…..(૫૯)
૧૯૯૪માં નીના, અને ત્યારબાદ, ૧૯૯૬માં વર્ષા-વંદના કોલેજ અભ્યાસ પુર્ણ કરે,
૧૯૯૫માં નીના અને ૧૯૯૭માં વર્ષાના લગ્નની ખુશી ચંદ્ર હૈયે ભરે,
ત્યારે પ્રભુનો ઉપકાર માની, જીવનમાં આગેકુચ એ કરે !…….ચંદ્રમુખેથી…….(૬૦)
વંદના વધુ અભ્યાસ કરે ત્યારબાદ, રૂપા હાઈસ્કુલ પુર્ણ કરી, “યુ.ઓ.પી”માં ફાર્મસી કરે,
રૂપા હાઈસ્કુલ અને કોલેજ કરી,૨૦૦૬માં ફાર્મસીસ્ટ બની “સીડર સાઈનાઈ”હોસ્પીતાલે કામ કરે,
બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાની આશાઓ પુર્ણ પ્રભુજી કરે !……ચંદ્રમુખેથી…….(૬૧)
મે ૨૦૦૬માં “હાઈ ડેસર્ટ” હોસ્પીતાલે નોકરીના ૨૫ વર્ષ પુરા થાય,
આગળ કરેલા નિર્ણય પ્રમાણે “રીટયરમેન્ટ” સ્વીકારવાનું થાય,
ડોકટરી નહી તેના દુઃખ સાથેમ આપી ગરીબ અને અસહાયકોની સેવા તેનો આનંદ ચંદ્ર હૈયે ઉભરાય !……ચંદ્રમુખેથી….(૬૨)
કાઈ ના મનમાં વિચારો, ફક્ત ઈંગલેન્ડ મોટી દિકરીના ઘરે જવાની ઈચ્છા રહી,
જુનથી ઓગસ્ટ રહી, પૌત્રી આશા-મીલી રમી , ઈટાલી યુરોપની બસ ટુર કરી,
પહેલીવાર, યુરોપ નિહાળવાની તક ચંદ્ર જીવને યાદગાર થઈ ગઈ !……ચંદ્રમુખેથી ……..(૬૩)
આવ્યા અમેરીકામાં અને લાંબી ભારતની સફરના સ્વપનાઓ ચંદ્ર મનડે,
નવેમ્બરથી જાન્યુઆરી સમયગાળાની ટીકીટ હાથમાં લઈ આનંદ ચંદ્ર હૈયે,
મુંબઈ એરપોર્ટ પર ઉતરી, કરી પ્રભુને પ્રાર્થના કે ચંદ્ર કમુ સલામત દિવ્યઈચ્છે !…..ચંદ્રમુખેથી …..(૬૪)
મુંબઈથી સૌરાસ્ટ્રમાં દ્વારીકા અનેક શહેરો અને ઓરીસ્સાની કટકની કોલેજ સાથે કોનાર્ક ‘ને જગન્નાથની પુરી,
વળી, દિલ્હી આગ્રા સાથે મથુરા.વૃદાવન, અને રીશીકેશ હરદ્વાર જઈ, ગંગા દર્શન કરી જાત્રા કરી,
પાલનપુરની ટ્રીપ સાથે અંબાજીએ માતા દર્શન કરી, સાબરમતી આશ્રમ અને અમદાવાદ જોવાની હતી આનંદ ઘડી !…..ચંદ્રમુખેથી…..(૬૫)
આ ટ્રીપમાં સુરતે જઈ સત્યસાઈબાબા મંદિરે દાન સહકાર કરવાનો લ્હાવો લેતા,
મિત્ર જયંતિને ત્યાં,૧૩મી જાન્યુઆરીએ કમુની બર્થડે ઉજવવાની મળેલી તકનું ના ભુલતા,
“અરે આ ટ્રીપ તો પ્રભુકૃપાથી મારી અને કમુની જાત્રા બની” કહે ચંદ્ર હૈયે ખુશીઓ લાવતા !…..ચંદ્રમુખેથી…….(૬૬)
જાન્યુઆરી ૧૫ પછી, લેન્કેસ્ટરમાં કમુ સંગે ચંદ્ર શું કરવું એનું વિચારે,
ફરી “પાર્ટ ટાઈમ” ડોકટરી કરવાનું હોય મનમાં એના પ્રથમ વિચારે,
“ત્યારે એવું નહી, કાંઈક જુદુ કર”પ્રેરણારૂપે પ્રભુજી વિચારે !……ચંદ્રમુખેથી…….(૬૭)
સાહિત્ય અને લેખનના વિચારે કોમ્પ્યુટર અને ઈનરનેટની યાદ આવે,
ખરીદી કોમ્પુટર મિત્ર કાર્તિકની ચંદ્ર મદદ માંગી ઈમેઈલ વિગેરે શીખે,
મિત્ર વિજય શાહના સહારે, “ચંદ્રપૂકાર” બ્લોગ બનતા, ચંદ્ર ખુશી અનુભવે !…..ચંદ્રમુખેથી…..(૬૮)
કાવ્યો, ટુંકી વાર્તાઓ અને સુવિચારો સહીત અન્ય “ચંદ્રવિચારો” બ્લોગ પર આવે,
વાંચી અનેક ખુશ, અને ચંદ્ર અનેકને હ્રદયભાવ સાથે બ્લોગ-મિત્રો બનાવે,
“નિવૃત્તિ જીવન”માં “ચંદ્ર પ્રવૃત્તિઓ” એના જીવનમાં અનોખી મહેક લાવે !…..ચંદ્રમુખેથી…..(૬૯)
નિવૃત્તિ જીવનમાં રૂપાના લગ્નની ચીન્તાઓ ચંદ્રમનમાં અનેક વાર આવે,
૨૦૧૦ના જુલાઈ માસે રૂપા લગ્ન વિરલ સાથે થતા, ચીન્તાઓ દુર ભાગે,
“નિવૃત્તિની શરૂઆત તો ખરેખર હવે “ચંદ્ર એવું સૌને કહી મનશાન્તી પામે !…..ચંદ્રમુખેથી…..(૭૦)
આટલું લખ્યું તો જન્મથી ૬૯ ચદ્ર જીવન સફરના પુરા થઈ જાય છે,
તો, “યાદોના ઉપવનમાં” ની પુસ્તકે શું આટલું જ લખ્યું છે ?
“જરા એનાથી વધુ છે !”ચંદ્ર જવાબરૂપે સૌને કહે છે !……..ચંદ્રમુખેથી…….(૭૧)
“પ્રભુ-ભક્તિ”ના બીજ માતાએ વાવ્યા હતા, તેનું જ એક ભક્તિ-વૃક્ષ છે,
“શિક્ષણ-પ્રેમ”અને “જનકલ્યાણ કાર્યો” નો પંથ પણ ભક્તિમાંથી શાખાઓરૂપે છે,
“દયા અને દાન”નો ચંદ્ર-યજ્ઞ ભક્તિ આધારે જ જલે છે !……….ચંદ્રમુખેથી……(૭૨)
૬૯ વર્ષનું ચંદ્ર જીવન પુર્ણ થઈ, ૭૦માં વર્ષમાં પ્રવેશી રહ્યું જ્યારે,
“યાદોના ઉપવનમાં” પુસ્તકરૂપે પ્રગટ કરતા, નમ્રતાથી ચંદ્ર કહે ત્યારેઃ
“નથી આ પુસ્તક કોઈ નામ માટે , છે એતો ફક્ત અનેકને પ્રેરણાઓ કાજે !”….ચંદ્રમુખેથી……(૭3)
“મારી જીવન કથા વાંચી જો એક વ્યક્તિ પ્રભુભક્તિ કે જનસેવા પંથે વળે
તો, ધન્ય થયું આ સંસારી જીવન મારૂં ” ચંદ્ર સૌને વિનંતી સહીત કહે,
“ઉગારજે પ્રભુ અનેકને, સત્યના પંથે લાવી !” શબ્દો આવા કહી ચંદ્ર પ્રભુને વિનવે !….ચંદ્રમુખેથી……(૭4)
કાવ્ય રચનાઃ શરૂઆત તારીખ જાન્યુઆરી ૧૫, ૨૦૧૩ ચંદ્રવદન
સમાપ્ત ઃ તારીખ જાન્યુઆરી, ૧૮,૨૦૧૩

બે શબ્દો…
“યાદોના ઉપવનમાં” નામે એક પુસ્તકરૂપે મારી જીવન કથા પ્રગટ થઈ.
એ વિષે એક “નાના” કાવ્ય લખી સૌને જાણ કરૂં એવી ઈચ્છા જગૃત થઈ,
પણ…..આ શું થઈ ગયું ?
એક નાની રચનાને બદલે આખા જીવનની “ઝલક”રૂપે એક “લાંબી” રચના થઈ ગઈ !
તસ્દી લઈ, તમે એ પોસ્ટરૂપે વાંચી.
એ માટે સૌનો આનંદભર્યો આભાર !
ગુજરાતમાં તો અનેક સંસ્થાઓ તેમજ પુસ્તકાલયોમાં એ હશે.
પરદેશમાં અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસે હશે.
જે કોઈને આ પુસ્તક વાંચવાનો લ્હાવો મળે, એમાંથી કદી એક વ્યક્તિને પ્રેરણા મળે અને એ “જનસેવા” કે “સત્ય”ના પંથે વળે તો હું એવું સમજીશ કે મારું આ સંસારી જીવન ધન્ય થઈ ગયું !
બસ. આ જ હતું હતો આ પુસ્તક પ્રકાશન માટે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is intended to inform you all about the Publication of a Book on my life.
There is NO desire for any publicity.
The ONLY desire is that “let this book be an INSPIRATION for ONE or MANY to change the Journey on this Earth towards the JANSEVA or BHAKTI(Devotion to God) and the Path of TRUTH.
The Human Life is worthless if lived for the SELF..it becomes VALUABLE when OTHERS are LOVED and CARED FOR !
May that be the Message of this Post on my Blog !
Dr. Chandravadan Mistry

માર્ચ 31, 2013 at 5:36 પી એમ(pm) 37 comments

“પુષ્પગુચ્છ”ઃ એક ઈબુક વિષે ચંદ્ર વિચારો

Pushpaguchchha: Gujarati Kavya Sangrah (Gujarati Edition) 

“પુષ્પગુચ્છ”ઃ એક ઈબુક વિષે ચંદ્ર વિચારો

મિત્ર વિજય શાહનો એક ઈમેઈલ !

એ હતો એક પુસ્તક પ્રકાશીત થયું એ વિષે.

જેનું લખાણ હતું નીચે મુજબ>>>>

 

હા. એક વધુ સહિયારું કાર્ય પુરુ થયું

 
ગુજરાતી સાહિત્ય સરિતા ખાતે ૨૩ જેટલા કવિઓ અને એક ચિત્રકાર અને ત્રણ તસ્વીરકારોને લાઇમ લાઈટમાં લાવતું સુરેશ બક્ષી દ્વારા સંકલીત અને સંપાદીત પુસ્તક “પુષ્પગુચ્છ” એમેઝોન ઉપર મુકાયું. આમતો કથા નાનીછે પણ કદ મોટું છે.૨૦૧૦માં ગુજરાત ટાઇમ્સનાં તંત્રી રમેશ જાધવ ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં આવ્યા હતા ત્યારે સુરેશ બક્ષી એક પુસ્તક લાવ્યા હતા જેમાં એક બાજુ પર ચિત્ર અને બીજી બાજુ મુક્તક મુકેલું હતું તેમેણે તે સમયે જાહેર કર્યું કે તેઓ આવું પુસ્તક સર્જન કરવા માંગે છે ત્યારે દેવિકાબેન ધ્રુવ અને વિજય શાહે નવોદીત વિચાર માટે ધન્યવાદ કહીં તે પ્રોજેક્ટ્માં બળ પુર્યુ અને ગતિ પકડી. ધ્યેય તો હતું કે સહિયારા સર્જન ના ગદ્ય સંકલન સાથે આ પુસ્તક પણ બહાર પડે. તેમ ન થવાનાં કારણોની છણાવટને બાજુમાં મુકી આજે એટલો આનંદ છે કે “ગુજરાતી સાહિત્ય સરિતા”ની વેબ સાઈટ પર ૩૦૦૦ કરતા વધુ કાવ્યોમાં થી ચયન કરી ૬૨ જેટલા કાવ્યો પુસ્તક સ્વરુપે મુકાયા.ગુજરાતી સાહિત્ય સરિતાનાં દરેક કવિઓને વિશ્વ સમક્ષ રજુ કરતા અમને સૌને આનંદ થાય છે. વિવિધ કાવ્ય સ્પર્ધામાં વિજયી નિવડેલા કાવ્યો અને સાહિત્ય પ્રીતિનાં ઉજ્વળ વિચારોને લઇને આવેલ આ પુસ્તકને આપના અવલોકનાર્થે મોકલતા આનંદ અનુભવું છું. ….
 
એની સાથે, હતી નવા પુસ્તક “પુષ્પગુંચ્છ”ની “ઈબુક”…જે ફાઈલ ખોલી મેં વાંચી ખુબ જ આનંદ અનુભવ્યો. અને પછી, વિજયભાઈને ઈમેઈલથી નીચે મુજબ લખ્યું>>>>
વિજયભાઈ,
તમારો ઈમેઈલ આવ્યો, અને જાણ્યું કે હ્યુસ્ટનની “ગુજરાતી સાહિત્ય સરિતા”એ ત્યાંના અનેક સાહિત્યકારોના સર્જેલા કાવ્યોમાંથી થોડા ચુંટી “પુષ્પ ગુચ્છ”નામે એક ઈબુક પ્રકાશીત કરી છે. એ જાણી, મારા હૈયે ખુબ જ ખુશી થઈ.
સાથે આ ઈબુક એક ફાઈલરૂપે હતી. ફાઈલ ખોલી મેં તરત જ વાંચી. પુસ્તક કવર, દીલીપભાઈ પારીખના પેઈટીંગ સાથે ખુબ જ સુંદર લાગતું હતું. આ પુસ્તક સ્વરૂપ આપવા માટે સુરેશ બક્ષીનો ફાળો, તેમજ અન્યનો ફાળો અગત્યનો છે, કારણ કે આ કાર્ય સૌના સહકાર વગર અશક્ય છે.
ચુંટેલા કાવ્યો સાથે દીલીપભાઈના ચિત્રો, કાવ્યોમાં અનેક વિચારો એક “ઝલક”રૂપે હું વાંચી ગયો, અને ખુબ જ પ્રભાવીત થયો કે અમેરીકામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ ગુજરાતી ભાષાને જે રીતે જીવીત રાખી છે તે ગર્વભરી કહાણી છે !
પુસ્તકમાં સુરેશ બક્ષીનું “આમુખ” તેમજ નવીન બેન્કરનું “અવલોકન” પણ સુંદર શબ્દોમાં વાંચી આનંદ.
આ ઈપુસ્તક પ્રકાશન માટે ગુજરાતી સાહિત્ય સરિતા તેમજ ફાળો આપનાર સર્વ સાહિત્યકારોને મારા અભિનંદન ! મને આ પુસ્તક વાંચવાનો લ્હાવો આપ્યો તે માટે આભાર !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ.
આ સુંદર પુસ્તક ઈ-બુકરૂપે તેમજ હાર્ડ કોપી સ્વરૂપે પણ ખરીદી શકાય છે. જે કોઈને એ પુસ્તક મેળવવાની ઈચ્છા હોય તેઓ  વિજયભાઈને ઈમેઈલ કરી માહિતી મેળવી શકે છે.
Future belongs to those who dare!
અનેકે  આ પુસ્તક વિષે એમના જ બ્લોગ પર પ્રગટ થયેલી પોસ્ટ દ્વારા જાણ્યું હશે. તેમ છતાં, જો કોઈએ ના જાણ્યું હોય તેઓ જાણી આનંદીત બને એવી આશા સાથે આ પોસ્ટ પ્રગટ કરી છે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW  WORDS…
Today’ Post is about the publication of a Book by multiple authors.
It is a book under the Organistion “GUJARATI SAHITYA SARITA” of HOUSTON, TEXAS.
Anyone interested for this book may contact VIJAY  SHAH of Houston. The Email of Vijaybhai is posted above in this Post
Dr. Chandravadan Mistry

માર્ચ 25, 2013 at 6:16 પી એમ(pm) 8 comments

બાળ સાહિત્ય કહાણી !

બાળ સાહિત્ય કહાણી !
બાળ સાહિત્ય રમે છે ચંદ્ર હૈયે,
કદી ના ભુલશો બાળ સાહિત્યને તમે !….(ટેક)
 
વીસમી સદીમાં ગુજરાતની ધરતી પર બાળસાહિત્યકારો છે ઘણા,
સર્જેલી નાની બાળવાર્તાઓ વાંચી ખુશ છે બાળકો ઘણા,
એવા બાળકોમાં ચંદ્ર સમાય છે !…….બાળ સાહિત્ય…..(૧)
 
૧૯૩૫ બાદ, જીવરામ જોષી કલમે “ઝગમગ”નું પુષ્પ ખીલે,
બાળ ન્યુઝપેપર એવું બાળ હૈયે ખુબ આનંદ ભરે,
એવી બાળખુશીમાં ચંદ્ર સમાય છે !……..બાળ સાહિત્ય…..(૨)
 
“ગાંડીવ” “રમકડું” ‘ને “બાળજીવન” કેમ ભુલાય ?
“ફુલવાડી” ‘ને “બાળસંદેશ”પણ કદી ના ભુલાય,
એવી યાદોમાં ચંદ્ર સમાય છે !…….બાળ સાહિત્ય……(૩)
 
અરે, જીવરામ જોષી કેમ ભુલાય ગયા ?
ગીજુભાઈ, રમણલાલ સોનીને પણ કેમ ભુલી ગયા ?
એવી ભુલેલી યાદમાં ચંદ્ર હૈયે દર્દ થાય છે !…….બાળ સાહિત્ય…..(૪)
 
જે નથી આજે, તેમને અંજલી આપીશું અમે,
જે છે તેમને પ્રોત્સાહન આપીશું અમે,
એવી વાતોથી ચંદ્ર હૈયે ખુશી છે !…….બાળ સાહિત્ય…..(૫)
 
કલ્પનાઓમાં “બકોર પટેલ”છે સાકાર બાળ હૈયે,
કલ્પનાઓની દુનિયામાં રહી,હશે અનેક પાત્રો બાળ હૈયે,
આવી કલ્પનાઓમાં ચંદ્ર આશાઓ ભરે !….બાળ સાહિત્ય……(૬)
 
૧૯૯૪માં “બાળ સાહિત્ય અકાદમી” ગુજરાતમાં જન્મે,
કળી એવી, ખીલી એક પુષ્પ બને !
એવા પુષ્પ મહેકમાં ચંદ્ર નાચે !……બાળ સહિત્ય…….(૭)
 
કાવ્ય રચના ઃ તારીખ નવેમ્બર, ૨૯, ૨૦૧૨ ચંદ્રવદન.
 
બે શબ્દો…
એક મિત્રનો ઈમેઈલ આવ્યો.
એની સાથે એક એટેચમેન્ટમાં રજનીકુમાર પંડ્યાનો લેખ હતો.
એ લેખ દ્વારા જાણ્યું કે….બાળ સાહિત્યને જોઈએ તેવું માન સાહિત્ય જગતે આપ્યું ના હતું..બાળ સાહિત્યના એનેક લેખકોને જાણે સૌ ભુલી જતા જણાયા….ત્યારે થોડી વ્યક્તિઓએ આ સાહિત્યને પ્રાણ આપવા પગલાઓ લેવા માંડ્યા, અને ૧૯૯૪માં “બાળ સાહિત્ય અકાદમી”ની સ્થાપના અમદાવાદમાં થઈ…આ શક્ય કરવા માટે અનેકનો ફાળો છે તેમાં આજે યશવંતભાઈ મહેતા ખુબ જ રસ લઈ કામ કરી રહ્યા છે. એમના પત્નીએ એક ફ્લેટ ખાલી કરી એમાં “મ્યુઝીઅમ” શરૂ કરવા સૌને પ્રેરણા આપી છે. હવે આ અકાદમી દ્વારા પુસ્તકો પ્રગટ થાય છે, અને “મેડલ” આપવાનું કાર્ય પણ થાય છે. આ ખુબ જ આનંદની વાત કહેવાય.
જ્યારે રજનીકુમારનો લેખ વાંચ્યો ત્યારે જીવરામ જોષીનું “ઝગમગ” તેમજ અસલ પ્રગટ થતું “ગાંડીવ” અને અન્ય માસીકોની યાદ તાજી થઈ….આ બાળવાતોમાં “બકોર પટેલ” વિગેરેની યાદમાં મારૂં જ બચપણ મરી જ નજર આગળ રમવા લાગ્યું.
હું તો પ્રાર્થના કરૂં કે આ અકાદમી દ્વારા બાળ સાહિત્ય ખીલે અને સૌ બાળો બની એના મુલ્યને સમજી શકે !
જે કોઈને બાળ સાહિત્ય કે અકાદમી વિષે જાણવું હોય તેઓ નીચેના એડ્રેસે કે ફોનથી જાણી શકે છે>>>>
યશવંતભાઈ મહેતા
૪૭/એ નારાયણનગર
પાલવી
અમદાવાદ ૩૮૦૦૦૭
ટેલેફોન….૦૭૯ ૨૬૬૩૫૬૩૪
મોબાઈલ ૦૯૪૨૮૦૪૬૦૪૩
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem based on learning about the BAL SAHIYTA ACADEMY that was established at Ahmedabad, Gujarat.
The Litrature of the Children had not received the IMPORTANCE in the GUJARATI SAHITYA Circle.
It is the GOAL of this New Academy to give the DUE CREDITS to these WRITERS of the  CHILDERN’S LITERATURE.
To get more Info one can contact @
Yashwant Mehta
47/A NarayanNagar
Palvi
Ahmedabad 380007
Gujarat India
TEL: 079 26535634
MOBILE 08428046043
Hope you like this Post
Dr. Chandravadan Mistry

માર્ચ 18, 2013 at 3:14 પી એમ(pm) 18 comments

સુવિચારો !…હું અને તું (યાને પ્રભુ !)

 leave thoughts on god
સુવિચારો !
હું અને તું (યાને પ્રભુ !)
(૧)”હું હું “કરતા, જીવન વહી ગયું, અને ,માનવ જન્મ મીઠ્યા ગયો
કારણ કે પ્રભુને કદી ખરેખર જાણી ના શક્યો !
 
(૨) “હું” જ્યારે ગાયબ થયો ત્યારે ફક્ત “તું” જ રહ્યો.
પ્રભુ, તું જ એક છે એવી સમજ મુજને મળી, તો, જીવનયાત્રા મારી સફળ બની !
 
(૩) માનવ રહ્યો હું તો, કર્મ કરવું એ જ મારી ફરજ…એ અદા કરતા. કર્મ-પરિણામનો ત્યાગ કરતા, પ્રભુ શરણું મળ્યું મુજને !
 
(૪)શ્રધ્ધાના સથવારે, પ્રભુશરણાગતી મેળવી તો, “હું ” જ ના રહ્યો, અને રહ્યો ફક્ત પ્રભુ મારો !
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
 
બે શબ્દો…
આજની પોસ્ટ એટલે “હું” અને “તું” ! અહી તું એટલે પ્રભુ.
મોહમાયા પર વિજય એટલે સ્વાર્થ વગરના કર્મો/વિચારો.
આ પ્રમાણે શક્ય થાય ત્યારે માનવીએ પ્રભુને ખરેખર જાણી એનું શરણું સ્વીકારી લીધું હોય એવી હાલત હોય !
અંતે તો, આ જ માનવ જન્મનો હેતુ છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is “SUVICHAR”, meaning the “PEARL of WISDOM”.
The topic is “I” and “YOU”…you meaning GOD.
If “I” can disappear, then “YOU” (GOD) only remains.
The message is DESSOVE your EGO and the Path to LIBERATION or the GOD REALISATION is certain.
DR. CHANDRAVADAN MISTRY

માર્ચ 13, 2013 at 12:39 એ એમ (am) 13 comments

લાચારી કે સ્વીકાર ?

લાચારી કે સ્વીકાર ?
ડગલે ‘ને પગલે માનવી કરે સંગ્રામ,
ત્યારે પરિણામનો કર્યો સ્વીકાર કે બતાવી લાચારી,
અહી એ જ એક સવાલ, તો શું કરવું એ તું જાણ !…..(ટેક)
 
અમીરી આવી તો પ્રભુને માનવી ભુલી ગયો,
ગરીબાયમાં એ પ્રભુને યાદ કરતો રહ્યો,
અંતે, એ લાચાર બન્યો !…….ડગલે ……(૧)
 
તંદુરસ્તીમાં પ્રભુને ભુલી મઝા કરી,
માંદગીમાં પ્રભુની યાદ ફરી ફરી આવી,
અંતે, એ લાચાર બન્યો !….ડગલે……(૨)
 
સંતાનસુખની ઈચ્છામાં પ્રભુને ભુલી મોહમાયામાં પડ્યો,
સંતાન મેળવવાની આશાઓમાં પ્રભુને યાદ કરતો રહ્યો,
અંતે, એ લાચાર બન્યો ! …ડગલે……(૩)
 
આ જ છે જગતનો માનવી,
આશાઓથી ભર્યો નિરાશા ચાખતો આ માનવી,
અંતે લાચાર બની શું રે કરે ?……ડગલે ……(૪)
 
પણ, હોય શકે જગતમાં એવો એક માનવી,
જે, હોય સમ ભાવે પ્રભુને યાદ કરતો એક માનવી,
અંતે, તો એને લાચારી ના હોય શકે !……ડગલે….(૫)
 
ચંદ્ર કહે, દુર કર અંધકાર ‘ને માનવી જાગ જરા,
જે મળે સ્વીકારી, ભજી લે તું પ્રભુને જરા,
અંતે, કર લે આ ભવસાગર પાર ઓ મેરે યાર !…..ડગલે…..(૬)
 
કાવ્ય રચના ઃ તારીખ, ઓકટોબર, ૧૯, ૨૦૧૨            ચંદ્રવદન
બે શબ્દો…
આ રચના છે એક સત્ય ઘટના આધારીત !
એક નારીની નંણદને કેન્સરની બિમારી, અને હવે કોઈ ઈલાજ ના હતો.
ડોકટરોએ કહ્યું કે એમનું મૃત્યુ ટુંક સમયમાં હશે.
એમના પતિ અબજોના માલીક, અને લાચાર હતા.
ત્યારે એ નારીએ એક મિત્ર/ડોકટરના નાતે મને પુછ્યું. એમના પ્રષ્નમાં ઈલાજની આશાઓ હતી. આબી આશાઓ સાથે નિરાશા પણ હતી.
મેં ત્યારે કહ્યું…..
બેન, આ બિમારીનો સ્વીકાર કરો.
આવા સ્વીકાર સાથે દર્દીને પ્રેમ સાથે સેવા કરો.
આવી સેવામાં દર્દ કેમ ઓછું થાય તે માટે દવાઓ આપો.
એલોપથી સારવાર જ્યારે ના કહે ત્યારે આર્યુવેદીક દવાઓ આપો તેમાં શ્રધ્ધા ભરો.
એવી શ્રધ્ધા સાથે પ્રભુને યાદ કરી, પરિણામ પ્રભુ પર છોડો.
યાને સ્વીકાર સાથે પ્રભુશરણું !
જ્યારે માનવી આવો આનંદ હૈયે લાવે..ત્યારે ચમત્કાર પ્રભુના હાથમાં છે એને કદાચ જીવનદોર લંબાઈ જાય.
પણ, એવું શક્ય ના થાય તો પણ બિમાર માનવીના મનમાં એક “અનોખી” શાંતી હોય અને મૃત્યુને ભેટવા એ તૈયાર હોય છે.
આ મારા શબ્દોથી થોડો સંતોષ બેનને થયો. મેં પ્રભુને મારા હ્રદયભાવથી દર્દીને માટે  પ્રાર્થના કરી.
ત્યારબાદ..આ રચના શક્ય થઈ !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati.
It is related to Human Journey on this Earth.
In that Journey, there are EVENTS….as you face each of them, you can express your DISPAIR ( SADNESS) OR you can ACCEPT the Event as GOD-GIVEN  GIFT..if bad event think positively & match forward for a BRIGHTER FUTURE.
The WORRIES or the SADNESS will not SOLVE your problem & may lead you to MORE SORROW & DEPRESSION.
Often, this ACCEPTACE is linked to the DEEP FAITH in GOD….and thus a NEGATIVE situation can be turned to a POSITIVE Event.
Hope you like the message !
Dr. Chandravadan Mistry

માર્ચ 7, 2013 at 2:19 પી એમ(pm) 11 comments

બાગની કળી !

બાગની કળી !

बाग्की कली !

અગર તું સાથ દે તો,
ચાંદ તારે લાકે દઈ દું તુજે,
અબ તો, હા કહી દે,સનમ !…(૧)
 
કબી નહી ! કબી નહી !
ઐસી બાત તો કહેને લીયે હે,
મેં ક્યું હા કહું ?…ઓ,મેરે સનમ !…..(૨)
 
અગર તું સાથ દે તો…
ઉંચે ઉંચે મહેલો બના દું,
અબ તો, હા કહી દે, સનમ !……(૩)
 
કબી નહી! કબી નહી !
ઐસે મહેલોમેં રહ કર મેં ક્યા કરૂં ?
મેં ક્યું હા કહું ? …ઓ, મેરે સનમ !…..(૪)
 
અબ તો, હાર ગયા,મેરે સનમ,
તેરી યાદમેં બાગમાં બેઠ રહા અહી !
ઐસી હાર મત માનના, ઓ મેરે સનમ,
મેં તો, ઈસ બાગકી હી એક કલી હું !….(૫)
 
અબ જિંદગી જીનેકા મઝા આ ગયા, ઓ, સનમ ! ઓ, સનમ !
 
કાવ્ય રચનાઃ તારીખ,૧૨,૨૦૧૨                ચંદ્રવદન
 
બે શબ્દો…
આજની રચના “હિન્દી”માં લખવા પ્રયાસ કર્યો.
હિન્દી ભાષા જ્ઞાન અલ્પ, એથી ભુલો સુધારી વાંચવા વિનંતી !
આ છે કાવ્યરૂપે બે પ્રેમીઓનો સંવાદ છે.
આ પોસ્ટ ગમી ?
જરૂરથી પ્રતિભાવરૂપે જણાવશો તો વાંચી આનંદ થશે !
 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Kavya attempted in Hindi, and then written in GujaratiFonts.
My spoken Hindi is not great & so there are mistakes. Please correct as needed.
However, I hope you like this Poem.
Dr. Chandravadan Mistry

માર્ચ 4, 2013 at 7:54 પી એમ(pm) 11 comments

અમારી ગોલ્ડન જ્યુબેલી

અમારી ગોલ્ડન જ્યુબેલી
( એક ચંદ્રવદન મિસ્ત્રી અને એક ચંદ્રશેખર ભટ્ટની કહાણી )
“ગોલ્ડન જ્યુબેલી” અંગ્રેજી શબ્દોમાં છે, જેનો અર્થ “૫૦ વર્ષના સમયગાળાનો ઉત્સવ”.
જ્યારે પણ કોઈ આ શબ્દોથી વાતો કરે ત્યારે સ્વભાવીક રીતે જીવનની ઘટનાઓમાંથી પ્રથમ લગ્ન દિવસની યાદ આવે, અને એવી યાદ હૈયે આનંદ લાવે.
કોઈવાર, કોઈ ધંધો કે બ્લોગ કે અન્ય શરૂઆત થઈ હોય તેની સાથે ૫૦ વર્ષના સમયગાળાને જોડી “ઉત્સવ” માણી શકાય.
પણ….અહી એવું કાંઈ નથી !
તો પછી, શું છે ?
શા માટે તમો અધીરા થાઓ છો ?
ચાલો તો, હું હવે કહી જ દઉ છું.
એક વ્યકતિ છે “ચંદ્રવદન મિસ્ત્રી” અને બીજી વ્યક્તિ છે “ચંદ્રશેખર ભટ્ટ”.
ચંદ્રવદન,એ યુવાનીમાં ૧૯૬2માં આફ્રીકાથી ભારત આવી, મુંબઈમાં (અંધેરી)ભવન્સ કોલેજમાં ભણતર માટે એડમીશન લીધું. એ જ વર્ષ સૌરાષ્ટથી મુંબઈ આવી, ચંદ્રશેખરે પણ એ જ કોલેજમાં એડમીશન લીધું.
પણ….એકબીજાથી અજાણ. સાથે ક્લાસોમાં તેમજ સાથે હોસ્ટેલમાં ! એથી, એકબીજાનો પરિચય થયા બાદ બે વચ્ચે મિત્રતા થઈ. બે વર્ષ સાથે..અને ચંદ્રવદન મેડીકલ અભ્યાસ માટે ઓરીસ્સાના કટક શહેરમાં, અને ચંદ્રશેખર મુંબઈ રહી અભ્યાસ ચાલુ રાખ્યો.
એ પછી, સંજોગો કારણે એકબીજાને મળી ના શક્યા. ચંદ્રવદન તો ૧૯૬૯માં ફરી આફ્રીકા. ત્યાંથી એ ૧૯૭૭માં અમેરીકામાં આવી અંતે ૧૯૮૧થી કેલીફોર્નીઆમાં.ચંદ્રશેખર પણ ભણતર આધારે, અમેરીકા આવ્યો તેની ખબર ચંદ્રવદનને ના હતી. ૨૦૦૦ બાદ ઈંગલેન્ડથી કોલેજમાં સાથે ભણનાર, જયંતિ મીસ્ત્રી, અમેરીકા ફરવા આવ્યો ત્યારે એ કેલીફોર્નીઆમા હતો.જયંતિએ ચંદ્રશેખરના લોસ એંજીલીસના ઘરેથી મને ફોન કર્યો….આવી રીતે અમો બંને ફરી અનેક વર્ષો બાદ ફોન પર વાતો કરી શક્યા…અને થોડા દિવસો બાદ હું એના ઘરે અને ત્યારબાદ એ મારા ઘરે ! અનેક વર્ષો બાદ આ સ્નેહમિલન થયું
૧૯૬૨થી ૨૦૧૨ એટલે ૫૦ વર્ષ ! આ યાદ કરી ચંદ્રશેખરે “ગોલ્ડન જ્યુબેલી”ના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.
તો….મેં એને “પ્રોમીસ” કરી હતી તે પ્રમાણે, આ લેખન કર્યું છે. આ લેખન શક્ય થયું તારીખ ૧૩મી નવેમ્બર,૨૦૧૨ના દિવસે યાને દિવાળીના દિવસે.
તમે એ વાંચ્યું.
તમોને ગમ્યું કે નહી ?
હવે જ્યારે આ લેખન “ચંદ્રપૂકાર” પર પોસ્ટરૂપે હશે ત્યારે હું ચંદ્રશેખરની વાટ જોઈશ. એના તરફથી તો પ્રતિભાવ મળવો જ જોઈએ. જો મારી કાંઈ ભુલ હોય તે એ સુધારી શકે…અને, જે કંઈ એ લખશે એ વાંચી મને જરૂર આનંદ થશે.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
બે શબ્દો…
જે મેં નવેમ્બર, ૧૩, ૨૦૧૨ના દિવસે લખ્યું હતું તે આજે પોસ્ટરૂપે !
૫૦ વર્ષ જીવનના પુરા થાય એ એક યાદગાર વાત કહેવાય.
અહી લગ્ન કે ધંધાની વાત નથી.
અહી ફક્ત “મિત્રતા”ના ૫૦ વર્ષની વાત છે.
આ પોસ્ટરૂપે જે લખ્યું તે તમોને ગમે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This post is entitled”Golden Jubilee”…and a Postis in Gujarati.
The Heading may make one think of the Wedding or the Birthday Etc.
But this was about the the FRIENDSHIP of Dr. Chandravadan Mistry & Chandrashekhar Bhatt which began in 1962..and thus by 2012, it had been of 50 years. Chandrashekhar coined the word “Golden Jubilee” & sent it by an Email. And, I am publishing this thought as a Post.
Hope you like the Post.
Dr. Chandravadan Mistry

માર્ચ 1, 2013 at 5:36 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,631 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031