૨૦૧૪ની ભારતની ચુંટણી !

April 24, 2014 at 1:02 pm 13 comments

Indian general election, 2014
India


2009
members
7 April – 12 May 2014
members
→ 2019

543 seats in the Lok Sabha
272 seats needed for a majority
Opinion polls
Rahul Gandhi 1.jpg CM Narendra Damodardas Modi.jpg
Leader Rahul Gandhi Narendra Modi
Leader’s seat
• current Amethi
• contesting Amethi Vadodara, Varanasi
Party INC BJP
Alliance UPA NDA
Last election 28.55%, 206 seats 18.80%, 116 seats

Incumbent Prime Minister
Manmohan Singh
INC

A general election is taking place in nine phases, the longest in the World

PHOTO/PICTURE via the GOOGLE SEARCH

 

૨૦૧૪ની ભારતની ચુંટણી !

૨૦૧૪ની ભારતની આ ચુંટણી જરૂર યાદગાર હશે,

શાને કહું એવું, એ જ મારે સૌને સમજાવું પડશે !……(ટેક)

 

૧૯૪૭માં,લડાઈ હારી, અંગ્રજોએ છોડ્યો આ દેશ,

ગુલામી ગઈ, સૌ ખુશ ‘ને બન્યો આઝાદ આ દેશ,

હિન્દુસ્તાનના પડ્યા ભાગલા એનું તો સૌ જાણે,

ત્યારે જ, ઈન્ડીયા કે ભારત થયું એવું સૌ માને !…..(૧)

 

આવી ઘટના થયાને વર્ષો વહી ગયા છે અનેક,

તે સમયે તો સૌમાં દેશભક્તિની પ્યાસ હતી એક,

અંગ્રજોને ભગાડી, ગુલામી હટાવવાની હતી વાત સૌની,

નેતાઓ હતા દેશપ્રેમી અને પ્રજાના હિતની વાતો હતી સૌની !…..(૨)

 

૨૦૧૪માં આવી ગર્વભરી કહાણી ફરી યાદ આવે છે આજે,

ભ્રષ્ટાચાર વગરના જીવાય,જાણે એની સીમા ના રહી છે આજે,

દેશમાં ખરી નેતાગીરી પણ જાણે ગાયબ થઈ ગઈ છે આજે,

તો,શું જુની ગર્વભરી યાદમાં રહી, જનતા યોગ્ય મતદાન કરશે આજે ?….(૩)

 

કોન્ગ્રેસ દ્વારા આઝાદી મળી,તો શું કોન્ગ્રેસ જ દેશને સંભાળી શકે આજે ?

શું કોન્ગ્રેસ સિવાય, ભારતને માર્ગદર્શન આપનાર દેશમાં કોઈ નથી આજે ?

ચુંટણી સમયે,આવા સવાલો જનતાના મનમાં વહી રહ્યા છે જરૂર આજે,

તો, ખરેખર જનતા હ્રદયને પૂછી મતદાન આપશે આજે ?………………(૪)

 

૨૦૧૪ના એપ્રિલ માસે શરૂ થયેલ ચુંટણીને જરા નિહાળી લ્યો સૌ,

પ્રથમ નિહાળો નેતાઓના ઢંગ અને વાણીને જરા તમો સૌ,

એમના હ્રદયોને નિહાળી,શોધજો નવો માર્ગદર્શક તમે સૌ,

આવી સમજે જો મતદાન કરશો તો યોગ્ય જનતા હશે તમે સૌ !………(૫)

 

આજે કોન્ગ્રેસ કહે કેઅમે જ ચલાવ્યું આ દેશતંત્ર, અમારા વગર દેશનો ઉધ્ધાર નથી,

બીજેપી અને અન્ય કહે અમે છીએ નવા માર્ગદર્શક,અમારા સિવાય ઉધ્ધાર નથી,

જ્યોતિશો પણ નથી ચુપ, ભવિષ્ય ભાખવા આવ્યા, પણ સત્ય શું એની ખબર નથી,

ફક્ત ભારતની જનતા મતદાન દ્વારા જે કહે તે જ સત્ય,ચુંટણીમાં બીજું કાંઈ નથી !…..(૬)

 

૨૦૧૪ની ચુંટણીમાં જે પરિણામ હશે તે તો જરૂર સૌ જાણશે,

જે હશે ગાદી પર, પણ ભ્રષ્ટાચાર કમ કે નાબુદ તેનું સૌ વિચારશે,

કંઈક નવું માર્ગદર્શન દેશને, જે કોઈ નવો પંથ અપનાવશે,

જે થકી,સરદાર પટેલ હસ્તે વિભાજનથી અટકાવેલ ભારતને વિશ્વ ફરી જાણશે !……(૭)

 

લોકો કહે ઃ મોદી ગાદીએ આવશે અને નવું માર્ગદર્શન દેશને મળશે,

મોદી કે રાજીવ “પીએમ” બને,પણ કોણ નવું માર્ગદર્શન આપશે ?

એવા સવાલના જવાબરૂપે સરદાર પટેલ જરૂર ફરી જનમશે,

આવી, ચંદ્રસમજમાં,૨૦૧૪ની ચુંટણી હંમેશા યાદગાર હશે !…………..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૧૭,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

અત્યારે એપ્રિલ માસે ભારતમાં ચુંટણી ચાલી રહી છે.

કોન્ગ્રેસની સત્તા નીચે ૧૦ વર્ષ પુર્ણ થનાર છે.

અત્યારે જે દેશની હાલત છે તેને ધ્યાનમાં લઈ, જનતા જો હ્રદયની “પૂકાર” સાંભળી જો મતદાન આપશે તો રાજકીય વાતાવરણમાં “ફેરફાર” હોય શકે.

જો, “જુનવાણી” અને “પોતાનો લાભ”ના આધારે પરિણામ હશે તો જે ચાલતું આવ્યું તે પ્રમાણે રહેશે.

નવી પાર્ટીના માર્ગદર્શનની જરૂરત છે.

નવી પાર્ટી જ ફેરફારો લાવી શકે….પણ લાવે કે નહી તે તો સમય જ કહી શકે.

જનતાએ એ માટે “એક રીક્ષ” લેવી પડશે !

શું એવું કરવા આજની ભારતજનતા તૈયાર છે ? યુવાનો તૈયાર છે ?

એક કાવ્યરૂપે મે ફક્ત આવા જ સવાલો પૂછ્યા છે.

અને આ ચુંટણી વિષે વધુ જાણવું હોય તો નીચેની લીન્ક દ્વારા જાણો>>>>

http://en.wikipedia.org/wiki/Indian_general_election,_2014

 

પોસ્ટ ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

As I publish this as a Post, India is witnessing a GENERAL ELECTION on its CROSSROAD post Independence….the RESULT of this HISTORICAL ELECTION can possibly lead India in a NEWER DIRECTIONS & may even give the greater NATIONALIST SPIRIT. This is the HOPE of a MAJOR CHANGE.

Only JANTA (Public) can decide which Path it desire. Status Quo ??? or a Change & the New Direction ???

We will know this as the Elections end in May 2014

Dr. Chandravadan Mistry

 

Entry filed under: કાવ્યો. Tags: .

નવસારી-પ્રેમીઓનું આમંત્રણ ! મારી નજરે સ્વામી રાધાનંદજી !

13 Comments Add your own

  • 1. pragnaju  |  April 24, 2014 at 1:56 pm

    —-

    Reply
  • 2. Vinod R. Patel  |  April 24, 2014 at 2:37 pm

    પ્રથમ નિહાળો નેતાઓના ઢંગ અને વાણીને જરા તમો સૌ,

    એમના હ્રદયોને નિહાળી,શોધજો નવો માર્ગદર્શક તમે સૌ,

    સાચી સલાહ

    2014ની ચુંટણીની માહિતી આપતી પોસ્ટ ગમી .

    Reply
  • 3. NAVIN BANKER  |  April 24, 2014 at 3:14 pm

    હું હ્રદયપુર્વક ઇચ્છું છું કે નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બને.
    પણ..મુલાયમ, અખિલેશ, મમતા,માયાવતી,લાલુ જેવા દેશદ્રોહી તત્વો અને કેજરિવાલ જેવા ભટકેલ તત્વો મોદીના વોટ તોડાવશે અને છેવટે કોન્ગ્રેસ સાથે હાથ મીલાવીને મોદીને નહીં આવવા દે.
    બાકી..ભ્ર્ષ્ટાચાર તો કોઇ જ મીટાવી શકવાનું નથી. એ તો હિન્દુસ્તાનીઓના લોહીમાં વણાઇ ગયેલો છે. કાળુ નાણું પણ કોઇ લાવી શકવાનું નથી.
    આશા રાખીએ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને !
    નવીન બેન્કર

    Reply
  • 4. pravinash  |  April 24, 2014 at 3:58 pm

    સરદાર વલ્લભભાઇ પટેલની રાહ જોવા માટે આપણી પાસે સમય નથી. આ

    વખતના વડા પ્રધાન ન.મો. થાય એ જ ભગવાનને વિનંતિ.

    બાકી ભારતની હાલત અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ચુંટણી દરમ્યાન વપરાતી

    ભાષા ખરેખર શરમ જનક છે.

    Reply
  • 5. Ramesh Patel  |  April 24, 2014 at 9:56 pm

    જે કોઈ નવો પંથ અપનાવશે,…desire of people.

    Ramesh Patel(Aakashdeep)

    Reply
  • પ્રથમ નિહાળો નેતાઓના ઢંગ અને વાણીને જરા તમો સૌ,
    એમના હ્રદયોને નિહાળી,શોધજો નવો માર્ગદર્શક તમે સૌ,
    આવી સમજે જો મતદાન કરશો તો યોગ્ય જનતા હશે તમે સૌ !…

    જનજાગૃતિ અને હિતાર્થે ચૂંટણી લક્ષી સુંદર રચના … ધન્યવાદ.

    Reply
  • 7. hemapatel  |  April 25, 2014 at 3:46 pm

    ભારતના વડાપ્રધાનની ખુરશી માટે મોદી જ યોગ્ય અને લાયક વ્યક્તિ છે.

    Reply
  • 8. sapana53  |  April 26, 2014 at 1:54 pm

    ૨૦૧૪ના એપ્રિલ માસે શરૂ થયેલ ચુંટણીને જરા નિહાળી લ્યો સૌ,

    પ્રથમ નિહાળો નેતાઓના ઢંગ અને વાણીને જરા તમો સૌ,

    એમના હ્રદયોને નિહાળી,શોધજો નવો માર્ગદર્શક તમે સૌ,

    આવી સમજે જો મતદાન કરશો તો યોગ્ય જનતા હશે તમે સૌ !…lets wish best for the desh..

    Reply
  • 9. pravinshastri  |  April 26, 2014 at 8:07 pm

    પરદેશમાં સ્થાયી થયેલાઓની દેશદાઝ ભારતના મતદારો સમજશે ખરા? ભણેલા ૧.૫ બુધ્ધીશાળીઓ ઘણી ચર્ચા- વાદવિવાદમાં અને પરોપ્દેશે પાંડિત્ય દર્શાવશે પણ પોતે મત આપવા નહીં જાય.

    Reply
  • 10. P.K.Davda  |  April 27, 2014 at 10:06 pm

    May the best man win.

    Reply
    • 11. chandravadan  |  April 27, 2014 at 10:33 pm

      PK,
      Thanks for your visit/comment.
      The Email from you about the Election>>
      હું નાનો હતો ત્યારે એક હાલરડું સાંભળેલું,

      “અમારો દિકરો સોનાનો,

      ને ગામના છોકરા ગારાનો.”

      ૨૦૧૪ ની ચુંટણીમાં બધી પાર્ટીઓ આ હાલરડું જ ગાય છે.
      And…. I was reminded of my Post on the Elections in India.
      So nice !
      The Politicians speak the Language for winning….but the REAL Lenguage will be “what the winner delivers”.
      Hope the Political Landscape is changed for a BETTER INDIA post Election .
      Chandravadan

      Reply
  • 12. chandravadan  |  April 28, 2014 at 1:40 pm

    This was an Email Response>>>>

    On Mon, 4/28/14, Purvi Malkan wrote:

    Subject: Re: ૨૦૧૪ની ભારતની ચુંટણી !
    To: “chadravada mistry”
    Date: Monday, April 28, 2014, 6:09 AM

    Chutni Ni vaat taddan
    Sachi. Have pachhi kon aavshe potani pagdi
    sambhali
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Purvi,
    Abhar !
    Chandravadan (Uncle)

    Reply
  • 13. chandravadan  |  April 28, 2014 at 2:03 pm

    This was an Email Response>>>>

    On Mon, 4/28/14, shirish dave wrote:

    Subject: Re: ૨૦૧૪ની ભારતની ચુંટણી !
    To: “chadravada mistry”
    Date: Monday, April 28, 2014, 6:56 AM

    ડોક્ટર
    સાહેબ,હું
    તમારા બધા જ ઈમેલ વાચું
    છું અને તે થકી મળતી
    લીંક પણ વાંચુ છું. જો કે
    દર વખતે કોમેંટ કરતો
    નથી પણ ગમે છે ખરા
    જ. આભાર
    શિરીષ
    એમ દવે.
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Shirishbhai,
    Abhar ! Khub Abhar !!
    Nice to know you read my Posts.
    For me that brings the Joy !
    Yes…You do not have to post comments all the time.
    You had commented on many posts in the past.
    I appreciate that !
    Chandravadan

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,712 hits

Disclimer

April 2014
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: