Archive for જુલાઇ, 2013

A Man with A Moustache !

 Middle Age Business Man with Large Fake Mustache Stock Photo - 11277072

A Man with A Moustache !

Do you see a Man with the Moustache ?

Is he Ridiculous or Good Looking I Ask !

 

His Wife told Him : “You are Ridiculous & a Fool”,

But, He was not Disheartened & said: “I am not a Fool!”,

 

“It is for the Prostate Cancer Awareness ,I do this”

“I keep this Moustache for a Good Cause,My Dear !”

 

The Wife Thought of this again & again& Finally said:

“You can keep your Moustache & Forget earlier what I said “

 

Happy was this Man, Hearing these Wife’s Words ,

Touched His Moustache & Thanked His Gods !

 

Far Away, in a Distant Land, Someone was Eager to see This Moustache Man,

And, Was Ready to take the Photo of this Moustache Man !

 

Even Without Seeing this Man, with His Moustache,

This Someone was Sure ” The Son-in-Law ” was that Man with the Moustache !

This Poem in English was Created on November,9, 2011

By Dr. Chandravadan Mistry

બે શબ્દો…

આજની અંગ્રેજીમાં કરેલી રચના તો ૨૦૧૧માં શક્ય થઈ હતી.

તો…આજે કેમ પોસ્ટરૂપે છે ?

“દીકરી” વિષે ..ત્યારબાદ, “વિરલ” વિષે પોસ્ટો પ્રગટ કરતા, બે પોસ્ટો અંગ્રેજીમાં થઈ અને યાદ આવ્યું કે મુછવાળા માણસ વિષે અંગ્રેજીમા રચના કરી હતી. એવી યાદ સાથે, જુની ફાઈલ તપાસી. આ રચના મળી અને આજે પોસ્ટરૂપે પ્રગટ કરતા, આનંદ થાય છે.

ઈંગલેન્ડમાં રહેતા જમાઈએ એક સમયે “મુછ” રાખી હતી. એવું કરવાનું કારણ “પ્રોસ્ટેટ કેન્સર રીસર્ચ”ના લાભ માટે દાન ભેગું કરવાનો હેતુ હતો.

એનો આનંદ અનુભવી, આ રચના થઈ હતી.

આજે સૌને પ્રસાદીરૂપે પીરસી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in English about a MAN WITH A MOUSTACHE.

Many Men keep the Moustaches.

A Moustache gives an “identity” to a person.

Once kept, it becomes an intragral part of that Man’s Recognition.

Some men keep the Moustaches for a short periods for fun.

But…here, as mentioned in the Poem, the purpose of keeping the Moustache for a “brief” period was to bring the “Awareness of the Prostate Cancer”.

I hope you get the “total story” via this Poem !

Dr. Chandravadan Mistry.

જુલાઇ 29, 2013 at 8:30 પી એમ(pm) 8 comments

DEAR VIRAL !

 

DEAR VIRAL !

Dear Viral, It’s 27th July Day,

And, It’s your Birthday Today,

Our Congratulations to You !……(1)

 

            

Dear Viral, It’s 27th of July of 2013,

And, It’s Your 32nd Birthday in 2013,

Our Happiness for Knowing That !……(2)

 

 

Dear Viral, Remember 4th July of 2013,

And, It’s Your 3rd Wedding Aniversary Day,

We are Filled with Joy Remembering The Day !….(3)

 

 

Dear Viral, Our Love For You Can Not Be Measured,

And,Also Our Love for Rupa Can Not Be Measured,

We Bless You Both For Ever And Ever !……..(4)

 

 

Dear Viral, Think of The Divine Today And Always,

May God Shower His Love & Blessings To You Always,

We, Pray That He Fulfills Your Desires & Dreams !…..(5)

 

Poem Created for Our Son-in-Law Viral for his Birthday

Date of the Creation : July 26th 2013

Dr. Chandravadan Mistry

બે શબ્દો…

આજ છે ૨૭મી જુલાઈ,૨૦૧૩.

અને એ છે વિરલની બર્થડે.

અમારી દીકરી રૂપા અને વિરલના લગ્ન ૪મી જુલાઈ ૨૦૧૦માં થયા હતા.

આ પહેલીવાર એક કાવ્યરૂપે મેં મારો “ભાવ” અંગ્રેજીમાં દર્શાવ્યો છે.

આશા છે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

It’s 27th July & it’s Viral’s Birthday.

For the 1st time I had expressed my “feelings” as a Poem in English.

Hope you enjoy reading it !

Dr. Chandravadan Mistry

જુલાઇ 27, 2013 at 11:07 પી એમ(pm) 10 comments

DAUGHTER DEAR !

PICTURE of DAUGHTER & FATHER via GOOGLE SEARCH
DAUGHTER DEAR !
Daughter Dear, You are So Tired,
You Must Rest !
Mum & Dad Send You the Sleep,
So that, You can Rest !
Daughter Dear, Spare Some Time,
You Must Meditate !
Mum & Dad Send You That Strength,
So that, You can Meditate !
Daughter Dear, Have Nice Thoughts,
You Must Remain Calm !
Mum & Dad Send you That Wisdom,
So that,You can Remain Calm !
Daughter Dear, Home Extension is Temporary,
You Must think Positive !
Mum & Dad Send you That Secret,
So that, You think Positive !
Daughter Dear, Think of October Now,
You Must Always See a Bright Future !
Mum & Dad Send You That Attitude,
So that, You always See the Bright Future !
Created for my Daughter Nina
Date : July 3rd 2013
બે શબ્દો…
આજે એક કાવ્ય-પોસ્ટ છે અંગ્રેજીમાં લખેલી “પોએમ” ( ).
એ પોસ્ટ છે મારી દીકરીને દર્શાવેલા મારા ભાવો.
આશા છે કે આ અંગ્રેજી કાવ્ય લખાણ સૌને ગમે.
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Poem in English titled ” DAUGHTER DEAR”.
One day reading an Email from her, I felt she needed “my support”.
As I thought of it, this Poem was created.
These are NOT mere words but my TRUE FEELINGS within my Heart.
I am sure any Father (or Mother) can have the similar feelings for the DAUGHTER. Therefore, I am conveying the “feelings” of so many.
Hope you enjoy this Post.
Dr. Chandravadan Mistry

જુલાઇ 26, 2013 at 12:04 એ એમ (am) 24 comments

ગુરૂતત્વ મહિમા !

 
                PHOTO via GOOGLE SEARCH
GURU HERE …One can VISUALISE one’s own GURU (Living Person or a Saint)
               If NONE…think of GOD as your GURU
ગુરૂતત્વ મહિમા !
ગુરૂતત્વનો મહિમા સમજો,મેરે ભાઈ,(૨)….(ટેક)
માનવ, તું છે સંસારમાં ભટકેલો એક પ્રાણી,
લઈ મારગડા ખોટા, મળશે કેમ પ્રભુ, ઓ,અજ્ઞાની ?
એવા સમયે, ગુરૂની યાદ રે આવી !….ગુરૂતત્વ…(૧)
ભટક્યો, ગુરૂ શોધે છે તું આહીં તાંહી,
ના દેખાણો ગુરૂ એક, ત્યારે હિંમત તારી ભાંગી,
એવા સમયે, ગુરૂની યાદ રે આવી !…ગુરૂતત્વ…(૨)
સંતપુરૂષોના દર્શન કરતા,સત્ય જરા જાણ્યું,
સર્વ સંતજીવનમાં ગુરૂપદનું કાંઈ સમજાયું,
એવા સમયે, ગુરૂની યાદ રે આવી !..ગુરૂતત્વ….(૩)
જલારામ દર્શને ભક્તિ રસ મેં તો પીધો,
પ્રેમ,સેવાના જલીયા યજ્ઞ મે તો અપનાવ્યો,
એવા સમયે, ગુરૂની યાદ રે આવી !..ગુરૂતત્વ…(૪)
પ્રેમ, ભરોષો,’ને વૈરાગ્યના ત્રિગુણા ગુરૂતત્વ સ્વરૂપે,
મળી ગયો મુજને, જલીયો આ સંસારે ગુરૂ સ્વરૂપે,
એવા સમયે, ગુરૂપ્યાસ ચંદ્રની રે ભાંગી !..ગુરૂતત્વ…(૫)
કાવ્ય રચના ઃ તારીખ,જુલાઇ,૬, ૨૦૧૩            ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે કાવ્યરૂપે “ગુરૂતત્વ”ની સમજ.
થોડા દિવસો પહેલા, મોરારીબાપુની “રામકથા” સાંભળવાનો લ્હાવો મળ્યો હતો.
એ કથામાં ગુરૂનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આપણા ધર્મ જ્ઞાન પ્રમાણે, માનવએ એના જીવનમાં “ગુરૂ” દ્વારા માર્ગદર્શન મેળવવાની સલાહ આપવામાં આવી છે.
માનવી “જ્ઞાન” પંથે ચાલતા પણ “પુર્ણ” જ્ઞાની થઈ શકતો નથી.એથી જ, એ સંસારમાં ભુલો કરે છે….ખોટા માર્ગ પર સહેલાઈથી જાય છે. એવા સમયે ગુરૂ જ એને સાચા માર્ગ તરફ વાળે છે.
આ કળિયુગમાં, સાચો ગુરૂ કોણ ?
આ પ્રષ્ન એને મુજવે છે.
જ્યારે, એ મુઝવણોમાં હોય ત્યારે ત્રિગુણા “ગુરૂતત્વો” યાને “પ્રેમ, ભરોષો અને વૈરાગ્ય”ના દર્શન દ્વારા એ ગુરૂને સ્વીકારે છે.
એવા સમયે, એ જીવતા જાગતા માનવને એ ગુરૂ માને છે….અને, જો એવું અશક્ય હોય ત્યારે કોઈ સંતપુરૂષના જીવનથી પ્રભાવીત થઈ, એવી વ્યક્તિને પોતાના ગુરૂ સમજી જીવનમાં આગેકુચ કરે છે.અને, જો, એ પણ શક્ય ના થાય તો પ્રભુને પોતાનો ગુરૂ માની જો સત્યના પંથે ચાલે તો એ પણ યોગ્ય જ કહી શકાય.જેવી રીતે,સંતજીવનમાંથી અપનાવી એ કરે તે પ્રમાણે પ્રભુ જે ચાહે તે પ્રમાણે કરે તો એ કદી “ખોટા” પંથે હોય જ ના શકે.
મારા જીવનમાં મારી સફર જલારામ બાપા આગળ અટકી, અને એમના જીવનમાંથી “ભક્તિ અને સેવા”નો સુત્રો મારા જીવન મંત્રો બની ગયા..એથી જ, હું કહું કે એ જ મારા ગુરૂ !
અન્યને જુદો અનુભવ થયો હોય એ આધારીત, એની શ્રધ્ધા !
આખરે તો માનવીમાં “માનવતા” ખીલવી જોઈએ..એ માટે કોઈ “ધર્મ”ની જરૂરત નથી.
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે.
સૌ સૌના ગુરૂજીને મારા વંદન !
 
ડો.ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Today it is Monday, July 22,2013 and it is the GURU PURNIMA DAY….A day to pay respects to the GURU.
Today’s Post is a Poem in Gujarati trying to explain “WHO IS GURU ?
As per Hindu Philosophy, a Human Being MUST have a GURU to guide him/her.
In the Modern World, it is difficult to find a REAL TRUE GURU.
In this Poem, I try to bring the point that you need have a LIVING PERSON as the Guru.
One can choose a SAINTLY PERSON as your Guru….taking the examples from that SAINT’s LIFE, one can march forward on this Earth.
In order to choose a GURU, see the 3 QUALITIES..namely, LOVE, FAITH (Devotion) & DETACHMENT ( Vairagya) in any person ….If you find these 3, you may be closer to finding a TRUE GURU.
I had found mine in JALARAM…But, one can see these virtues in OTHER PERSON, and that person can be his/her Guru.
If you fail to find a Guru, do not be diappointed at all…the DIVINE or the GOD can be your GUIDING LIGHT as your GURU.
Hope you like my Message.
Dr. Chandravadan Mistry

જુલાઇ 22, 2013 at 1:01 એ એમ (am) 15 comments

ચંદ્રવિચારધારા (૭)ઃ સર્જનહાર છે કે પછી ફક્ત “એક બીગ બેન્ગ”ની વિચારધારા ?

Colorful yoga man vector

ચંદ્રવિચારધારા (૭)ઃ સર્જનહાર છે કે પછી ફક્ત “એક બીગ બેન્ગ”ની વિચારધારા ?

આ રહી પૃથ્વી !

આ પૃથ્વી પર અનેક જીવીત ચીજોમાં છે માનવીઓ….જે એની બુધ્ધિ પ્રમાણે વિચારે, સમજે અને અન્યને સમજ આપે.

જ્યારે પૃથ્વી પર જે જડ કે ચેતન ચીજોનું માનવી નિર્ક્ષણ કરતો રહ્યો તેમ તેમ એ ચીજોને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો.

ઉપર ચંદ્રમા, સુર્ય અને તારાઓને નિહાળી “અખિલ બ્રમાંડ”ને જાણવા માટે પ્રયાસો ચાલુ કર્યા.

પૃથ્વી સાથે જુદા જુદા ગ્રહોનું કહી અંતે કહ્યું કે “આ આપણું સુર્યમંડળ !”.

ત્યારબાદ…આકાશમાં દેખાતા  (અને ના દેખાતા) તારાઓ તો ખરેખર અનેક સુર્યમંડળો છે.

આવા અનેક સુર્યમંડળોથી આપણી “મીલ્કી વે” ગેલેક્ષી છે.

અને એવી તો અનેક “ગેલેક્ષી” બ્રમાંડમાં છે.

આથી જે જાણ્યું એ તો અલ્પ છે, એવી કબુલાત કરી.

અને…આ કબુલાત સાથે હજુ માનવી આ સર્વનો “એક સર્જનહાર” યાને “એક ક્રીએટર” છે એવું કહેતા અચકાય છે.

પણ…આવી હઠ સાથે માનવી “નવી શોધ” માટે આતુર રહે છે.

માનવ એની બુધ્ધિ અને સમજ પ્રમાણે જે જાણ્યું તે જ “સત્ય” છે એવો ભાર મુકવા લાગ્યો.

મોટા “માઈક્રોસ્કોપ’થી જે અજાણ હતા તેવા “બેક્ટેરીઆ” કે “વાઈરસ” જેવા જંતુઓની જાણ કરી…અને મોટા “દુરબીનો” દ્વારા આકાશ તરફ નજર કરી નવા ગ્રહો અને અન્ય જાણ્યું.

માનવીના મનમાં વિચાર આવ્યો કે “જીવીત” ચીજો કેવી રીતે હોય શકે ? અને, હવે આપણે “ડીએને”અને “જીન્સ” વિગેરે આપણી વાણીમાં કહેતા અચકાતા નથી.

આવી જ “સર્જનહાર નથી”ની હઠ સાથે જન્મી છે “બીગ બેન્ગ થીઓરી” યાને “એક મોટો ધડાકો”.

હવે વિચારો….

વિજ્ઞાને અંગ્રેજીમા કહ્યું હતું કે “Atom is the smallest particle of the Matter.  ” યાને એટોમ એટલે પદાર્થનો સુક્ષ્મમાં સુક્ષ્મ અંસ.ત્યારબાદ, “ઈલેક્ટ્રોન” “પ્રોટોન”…અને હવે “બોઝોન” વિગેરે.

વિજ્ઞાને અંગ્રેજીમાં કહ્યું હતું કે ” Matter (or Energy) can neither be created or destroyed but can be changed from one form to another.  ” યાને પદાર્થ કે શક્તિ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમા બદલી શકાય, પણ કદી શુન્યમાંથી સર્જી ના શકાય.અને હવે છે બ્રમાંડમાં ધડાકાની વાત.

અહી,મારો ઉપર મુજબ ઉલ્લેખ કરવાનો એક જ હેતુ ઃવિજ્ઞાનનું “સત્ય”બદલાતું રહે. કારણ કે માનવીની બુધ્ધિ સમજ પ્રમાણે એ સત્ય હોય છે…નવી શોધ સાથે નવી વિચારધારા પ્રમાણે “સત્ય”ની સમજમાં ફેરફારો થયા કરે છે.

 

હવે, આ ઘડીએ…આપણે વિચારીએ કે આટલું વિશાળ “અખિલ બ્રમાંડ”,જેની કલ્પના કરવી પણ અશક્ય છે, જેવું તંત્ર કેવી  સરળતાથી ચાલી રહ્યું છે…તો, એને ચલાવનાર હશે ને ? જો, આપણે આ સર્વને “એક શક્તિ” યાને “એનરજી” ગણીએ તો માનો કે “એક પરમ શક્તિ” આ બધું ચલાવી રહી છે. આટલું કબુલ કરો તો….એ પરમ શક્તિને આપણે “પરમાત્મા” કે “ગોડ” અગર “સર્જનહાર” કે “ક્રીએટર” કહીએ તો શું એ ખોટું છે ?

 

આ રહી ચંદ્રવિચારધાર !

અંતે હું કહું કે આ બ્રમાંડનો એક સર્જનહાર જરૂર છે, જેને માનવી કદી એની “માનવ-બુધ્ધિ”થી જાણી કે સમજી શકશે નહી જ….પણ, માનવ એની “દિવ્ય સમજ” દ્વારા જ સમજી શકશે. જ્યારે જીવનની સહરમાં માનવી એવી સમજ માટે પ્રયાસ કરશે ત્યારે એને “એક સનાતન સત્ય”ના દર્શન જરૂર થશે.

સૌ કોઈ પધારી, આ પોસ્ટ વાંચે તેઓને મારી વિનંતી છે કે ઃ સૌ પોતાની સમજ પ્રમાણે વિચારે, જે યોગ્ય લાગે તે પ્રમાણે જીવનમાં અપનાવે.

પધારી તમે આ પોસ્ટ વાંચી તે માટે ખુબ ખુબ આભાર !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’ Post is the 7th in the Category of “CHANDRAVICHARDHARA” meaning the The TOUGHT PROCESS of CHANDRA.

The Topic  for the Post is :  Is it a  CREATOR or only a BIG BANG THEORY ?

I had expressed my thoughts.

Now, I welome others to give their thoughts.

I thanks all who had come & read this Post.

Dr. Chandravadan Mistry

જુલાઇ 18, 2013 at 3:12 પી એમ(pm) 11 comments

” સ્ટાનફોર્ડ યુનીવસર્સીટી”ની કહાણી !

સ્ટાનફોર્ડ યુનીવર્સીટી”ની કહાણી !

ઈમેઈલો દ્વારા અજાણને પહેલીવાર કાંઈ હું જાણું,

જાણી, “સ્ટાનફોર્ડ યુનીવર્સીટી” કાવ્યરૂપે હું સૌને કહું ! ……(ટેક)

 

પતિ-પત્નીનું યુગલ જોડું, લાગે સુંદર સાદા કપડે,

પણ, માનવ ભીતર રહેલી સુંદરતા કોણ જાણી શકે ?…….(૧)

 

બોસ્ટનની “હાવાર્ડ યુનીવર્સીટી”માં પડે પગલા એમના,

ગુજરી ગયેલા દીકરાના વિચારો છે મનમાં એમના,……(૨)

 

“મળવું છે તમ પ્રેસીડન્ટને “કહે પત્ની સેક્રેટરીને,

વેશ નિહાળી, ખોટું મનમાં વિચાર્યું એ સોક્રેટરીએ,……(૩)

 

સમય વહી જાય છે અને “હવે જાશે” સેક્રેટરી વિચારે,

પણ, પતિ-પત્ની તો શાંતી જાળવી ત્યાં બેસી રહે,…..(૪)

 

ત્યારે, કંટાળી, સેક્રેટરી પ્રેસીડન્ટને રે મળી,

નિરાશામાં “અજાણ કોઈ મહેમાન છે” ની વાત કહી,…..(૫)

 

સાંભળી, “પ્રેસીડ્ન્ટ”ની અદા સાથે પ્રવેશે એક માનવી,

નથી આનંદ કે ઉત્સાહભર્યો ખડો છે એ માનવી,…….(૬)

 

પત્ની કહે ઃ”દીકરો અમારો હાવર્ડમાં ભણતો હતો,

યાદ એની સતાવે,આજ એ નથી, જો ગુજરી ગયો “…..(૭)

 

સમાચાર એવા આપી,નારીએ અંતે કહ્યું ઃ

“મારા પતિ અને મેં એની યાદમાં અહીં કાંઈ કરવું”,…..(૮)

 

પ્રેસીડ્ન્ટ તો વેશથી નથી પ્રભાવિત અને કહે ઃ

“કોઈના મરણ બાદ,અહીં તો કશું ના હોય શકે “…..(૯)

 

“ના,ના,સ્ટેચ્યુ જેવું કાંઈ નથી મનમાં, પણ બીલ્ડીંગ કરવું,

જેથી, એની પ્યારી હાવર્ડે એની યાદ હંમેશ રહે એવું કરવું !”…..(૧૦)

 

“અરે ! તમોને કલ્પના છે કે એવી ઈમારતની કિંમત કટલી હોય ?

આ હાવાર્ડ યુનીવર્સરી સાડા સાત મીલીઅનની છે, સમજ એવી કેમ હોય ?”……(૧૧)

 

ગર્વ અને આનંદથી પ્રેસીડન્ટ કહે અને નારી શાંત રહે,

“હવે આ લોકો જાશે” એવું પ્રેસીડ્ન્ટ એના મનમાં વિચારે…..(૧૨)

 

ત્યારે “બસ, આટલી જ નાની રકમ !” પત્ની પતિને કહે,

બોલી આટલું, બંને ઉભા થઈ ઓફીસ બહાર જ નિકળે,……(૧૩)

 

વતન કેલીફોર્નીઆમાં આવ્યા બન્ને “પાલો આલટો” શહેરે,

કોઈ નવી જ યુનીવર્સીટી કરવા ત્યાં, એઓ વિચારે,…….(૧૪)

 

અંતે, એક નવી જ યુનીવર્સરી,  “સ્ટાનફોર્ડ યુનીવર્સટી” નામે બને,

પ્રભુ ઈચ્છા હશે કે બોસ્ટન કાંઈ નહી, અને કેલીફોર્નીઆ આ બને !……(૧૫)

 

આ કાર્ય કરનાર છે બોસ્ટન ગયેલા પતિ અને પત્ની, જેને તમે જાણો,

મહા દાનવીરો “મીસ્ટર અને મીસીસ “લેલેન્ડ સ્ટાનફોર્ડ”નામે એમને જાણો !…..(૧૬)

 

૧૯૮૬માં આ યુનીવર્સીટી કાર્ય માટે બોસ્ટનથી માર્ગદર્શકો આવે,

જેમાં હોય,”એમ.આઈ. ટી.”ના “ફાન્સીસ વોકર” ‘ને અર્ચીટેક્ટ “ફેડ્રીક ઓલ્મસ્ટેડ” નામે,…..(૧૭)

 

ટેકરી પર નવી યુનીવર્સીટી કેમ્પસ હોય એવું સર્વ વિચારે,

ત્યારે, “ઓલ્મસ્ટેડ” સપાટ જમીન પર બાંધવા નિર્ણય કરે…..(૧૮)

 

આર્ચીચીસરૂપી આકારો ભરપુર આ ડીઝાઈન બને,

જેના છતે, સુંદર લાલ નળીયા એની શોભા વધારે…….(૧૯)

 

કોલીફોર્નીઆના ભુરા સુંદર આકાશમાં, એક ભવ્ય ઈમારત ચમકે,

“શિક્ષણ પ્રકાશ” જેનો, વિશ્વભરના વિધ્યાર્થી જગતે મળે,……..(૨૦)

 

આવું સુંદર બાંધકામ ૧૯૦૬ના ધરતીકંપે જરા ટુટે,

પણ, એવા જ સ્વરૂપે નવું મકાન ત્યાં જ બને,……(૨૧)

 

૧૯૮૯માં ધરતીકંપનો આચકો લાગે ફરી,

તેમ છતાં, એંતે ભવ્ય “સ્ટાનફોર્ડ યુનીવર્સીટી” આજે પણ ખડી,……(૨૨)

 

“શિક્ષણ છેત્રે” અમેરીકામાં “સ્ટાનફોર્ડ યુનીવર્સીટી”નું નામ છે મોટું,

અહીં,શિક્ષણ મેળવી, વિધ્યાર્થીઓ કરે ઘણું નવું નવું……..(૨૩)

 

એક ધનવાન યુગલ જોડીની ઉદારતાના કારણે,

કેલીફોર્નીઆમાં છે આજે “સ્ટાનફોર્ડ યુનીવર્સીટી’ પાલો આલટો ધામે….(૨૪)

 

એવા મીસ્ટર અને મીસીસ લેલેન્ડ સ્ટાનફોર્ડને આજ યાદ કરે,

અને, આ કાવ્યરૂપે કહાણી કહી, ચંદ્ર એમને “અંજલી”રૂપી વંદન કરે !…….(૨૫)

 

 

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ,૧૬,૨૦૧૩                   ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની રચના ઈમેઈલો દ્વારા મળેલી માહિતી આધારીત છે.

પ્રથમ ઈમેઈલ હતો મિત્ર ઉદય કુંતાવાળાનો ઈંગલેન્ડથી.

ત્યારબાદ, પ્રજ્ઞાજુબેન વ્યાસે ઈમેઈલથી વધુ જાણ કરી.

આ વિસ્તારે છે “ફ્યુ વર્ડસ”માં અંગ્રેજીમાં.

તો…એનું વાંચન દ્વારા  પ્રભુ પ્રેરણા મળી એના કારણે તમો આ કાવ્ય પોસ્ટ વાંચી રહ્યા છો.

આશા છે કે તમોને “સ્ટાનફોર્ડ યુનીવર્સીટી”નું જાણી ખુશી હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today you are reading a Poem in Gujarati on the Story of how the STANFORD UNIVERSITY of Palo Alto, California U.S.A. was established.

This Kavya (Poem) had been based on the INFO. via 2 Emails ( 1 from Uday Kuntawala 1 from Pragnaju Vyas).

Mr.& Mrs LELAND STANFORD of California visited Harvard University of Boston…Tried to do “something” in the Memory of their son who had died. He was a student at Howard.

They were IGNORED by the University.

They came back to California & established the now World Famous STANFORD UNIVERSITY of Palo Alto in California. The building was damaged in the past 2 Earthquakes, but was rebuilt & now stand majestically  at PALO ALTO…a place of the Pride….a place because of the GENEROSITY of the Late STANFORDS.

The 2 EMAILS are>>>>

THE
GINGHAM DRESS
A lady in a faded gingham dress and her

husband, dressed in a homespun
threadbare suit, stepped off the train in
Boston , and walked timidly
without an appointment into the Harvard
University President’s outer office.

The secretary could tell in a moment
that such backwoods, country hicks had
no business at Harvard & probably
didn’t even deserve to be in Cambridge .

“We’d like to see the
president,” the man said softly.

“He’ll be busy all day,” the secretary
snapped.

“We’ll wait,” the lady replied.

For hours the secretary
ignored them, hoping that the couple would finally
become discouraged and go
away.

They didn’t, and the secretary grew frustrated and finally decided
to
disturb the president, even though it was a chore she always
regretted.

“Maybe if you see them for a few minutes, they’ll leave,” she
said to him!

He sighed in exasperation and nodded. Someone of his
importance obviously
didn’t have the time to spend with them, and he detested
gingham dresses and
homespun suits cluttering up his outer office.

The
president, stern faced and with dignity, strutted toward the couple.

The lady told him, “We had a son who attended Harvard for one year. He loved
Harvard. He was happy here. But about a year ago, he was
accidentally
killed. My husband and I would like to erect a memorial to him,
somewhere on
campus.”

The president wasn’t touched. He was shocked.
“Madam,” he said, gruffly, “we
can’t put up a statue for every person who
attended Harvard and died. If we
did, this place would look like a
cemetery.”

“Oh, no,” the lady explained quickly. “We don’t want to erect
a statue. We
thought we would like to give a building to Harvard.”

The
president rolled his eyes. He glanced at the gingham dress and homespun
suit,
then exclaimed, “A building! Do you have any earthly
idea how much a building
costs? We have over seven and a half million
dollars in the physical
buildings here at Harvard.”

For a moment the lady was silent. The
president was pleased. Maybe he could
get rid of them now.

The lady
turned to her husband and said quietly, “Is that all it cost to
start a
university? Why don’t we just start our own? ” Her husband nodded.
The
president’s face wilted in confusion and bewilderment.

Mr. and Mrs.
Leland Stanford got up and walked away, traveling to Palo Alto,
California
where they established the university that bears their name,
Stanford University, a memorial to a
son that Harvard no longer cared about.

You can easily judge the
character of others by how they treat those who
they think can do nothing for
them.

— A TRUE STORY By Malcolm Forbes

On Mon, Jul 15, 2013 at 9:03 PM, pragna vyas  wrote:

In the summer of 1886, when the campus was first being planned, Stanford brought the president of Massachusetts Institute of Technology (MIT), Francis Amasa Walker, and prominent Boston landscape architect Frederick Law Olmsted westward for consultations. Olmsted worked out the general concept for the campus and its buildings, rejecting a hillside site in favor of the more practical flatlands. Charles Allerton Coolidge then developed this concept in the style of his late mentor, Henry Hobson Richardson, in the Richardsonian Romanesque style, characterized by rectangular stone buildings linked by arcades of half-circle arches. The original campus was also designed in the Spanish-colonial style common to California known as Mission Revival. The red tile roofs and solid sandstone masonry are distinctly Californian in appearance and famously complementary to the bright blue skies common to the region, and most of the subsequently erected buildings have maintained consistent exteriors.
Much of this first construction was destroyed by the 1906 San Francisco earthquake, but the university retains the Quad, the old Chemistry Building (which is not in use and has been boarded up since the 1989 Loma Prieta earthquake), and Encina Hall (the residence of Herbert Hoover, John Steinbeck, and Anthony Kennedy during their times at Stanford). After the 1989 earthquake inflicted further damage, the university implemented a billion-dollar capital improvement plan to retrofit and renovate older buildings for new, up-to-date uses.

Those who wish to know more about this University can click to the LINK below>>>

https://en.wikipedia.org/wiki/Stanford_University#cite_note-15

Hope you enjoy this Post !

Dr. Chandravadan Mistry

જુલાઇ 16, 2013 at 10:20 પી એમ(pm) 14 comments

ઉપાધી કે પ્રભુ સમાધી

Worried Face photo: WORRIED FACE worried-face2.jpg
ઉપાધી કે પ્રભુ સમાધી
મનુષ્ય છું જીવી રહ્યો છું જગમાં જીવન મારૂં,
જીવન જીવતા, સંસારની સફરમાં વહે જીવન મારૂં,
 
આવી ઉપાધીઓ ત્યારે એવા જ સમયે,
ઘડપણનો ભાર પણ આવે શીરે,
 
સગાસબંધીઓ જાણે ખુબ દુર લાગે,
ત્યારે, જરા શાણપણ મગજમાં આવે,
 
ભુલ્યો હતો ભગવાનને ,તે હવે યાદ આવે,
એવી યાદોમાં ઉપાધીઓ બધી દુર ભાગે,
 
હવે તો, બસ, પ્રભુ-સ્મરણમાં જ જીવું,
અને, માયા અને સંસારી સબંધો બધા તોડું,
 
શું થાય ? કે શુ ના થાય ,નથી ચિન્તાઓ એવી,
ના જોઈએ મુક્તિ, પ્રભુમાં સમાવાની, છે ઈચ્છાઓ એવી !
જાગો,સાંભળો સૌ,’ને સમજો આવી ચંદ્રવાણી,
આ જ તો છે, ભવપાર કરવાની ચાવી !
 
કાવ્ય રચનાઃતારીખ,ડીસેમ્બર,૫,૨૦૧૨ ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ શ્રી પી.કે દાવડાના એક ઈમેઈલ આધારીત છે.

જે વાંચ્યું હતું તે નીચે મુજબ છે>>>

સુવોતોસમાધી, અનેઉઠોતોઉપાધી !!!
 
જયારેદીવાલોમાંતિરાડોપડેછે, ત્યારેદીવાલોપડીજાયછે;
જયારેસંબંધોમાંતિરાડેપડેછે, ત્યારેતે દીવાલોબનીજાયછે.…!!!
 
નાનપણમાંભૂલીજતાત્યારેકહેતા, કેયાદરાખતાશીખો“.
અનેહવેયાદરાખીએત્યારેકહેછેકેભૂલતાશીખો…”!
 
જીવનભરની વધુપડતી કમાણીની આછેયાત્રા,
ટેબલપરચાંદીનીથાળી, અનેભોજનમાં Diet ખાખરા…!
દાવડા

આ કાવ્ય રચનામાં એક જ સંદેશ છે>>> આ મોહમાયાના સંસારી સબંધોનો ત્યાગ કરી, પ્રભુ સાથે પ્રીત બાંધવાની શીખ છે.

અને, જન્મ મરણના ફેરામાંથી છુટકારો મેળવવા માટે આ જ એક પંથ છે.

આ પોસ્ટરૂપી રચના સૌને ગમે એવી આશા.

 

લી. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem based on an Email from P.K. Davada.

The ORIGINAL message is of the the Worldly Relationships…making & breaking of these relations.

In the Poem, I see all the WORLDLY RELATIONS as the hinderance to the LIBERATION.

Them the advice to All is to make the TRUE LOVING RELATION with GOD.

It is that DIVINE RELATION that will lead to the SALVATION of the MANKIND !

Dr. Chandravadan Mistry

જુલાઇ 16, 2013 at 1:20 એ એમ (am) 10 comments

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

go2

વ્યક્તિ પરિચય..મિત્રતા (૧૩)…..ગોવિન્દ પટેલ

ગોવિન્દ કહાણી !

ગોવિન્દ પટેલને યાદ કરૂં છું આજે,

જાણ્યું તે જ કહું છું હું સૌને આજે !……(ટેક)

 

ગુજરાતના જેસવા નામે એક ગામ જો,

ત્યાં,”ગોવિન્દ” નામે એક બાળ જન્મે જો,

વહે ગોવિન્દ જીવન,ભાઈઓ અને બેનો સંગે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…….ગોવિન્દ….(૧)

 

સુરજબા અને ઈશ્વરભાઈ એના માત પિતા જો,

મળે પ્રેમ અને ઉચ્ચ સંસ્કારો ગોવિન્દને જો,

બની એક શાળા શિક્ષક, કરે એ તો જનસેવા જો,

કહું છું એ ગોવિન્દકહાણી જો !……ગોવિન્દ…..(૨)

 

અમેરીકાના કેલીફોર્નીઆ પ્રાન્તે ગોવિન્દ સ્થાયી જો,

બ્લોગ જગતે “સ્વપ્ન જેસરવાકર”ઉપનામે જો,

બ્લોગ જગતે ચંદ્ર ગોવિન્દ વિષે જાણે જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !……ગોવિન્દ….(૩)

 

ચંદ્ર ગોવિન્દ તો બ્લોગ જગતે મળતા રહે જો,

ઓળખાણ એવી, મિત્રતા બની જાય જો,

પ્રભુકૃપાથી જ આવું શક્ય થાય જો,

કહું છું એ ગોવિન્દ કહાણી જો !…..ગોવિન્દ….(૪)

 

ચંદ્ર ગોવિન્દને મળ્યો નથી, તો શું થયું ?

હ્રદયભાવથી મળ્યા ‘ને મળતા રહીએ એ જ ખરૂં,

એવી વિચારધારામાં ચંદ્ર હૈયું રહે આનંદભર્યું જો,

કહું છું ગોવિન્દ કહાણી જો !…ગોવિન્દ…..(૫)

 

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૫,૨૦૧૩            ચંદ્રવદન

 

 

બે શબ્દો…

 

આજની “એક પરિચય-મિત્રતા”ની પોસ્ટ છે ગોવિન્દભાઈ પટેલ વિષે.

ગોવિન્દભાઈને બ્લોગ જગતમાં અનેક જાણે છે.

એઓ ૧૯૯૦માં અમેરીકા આવી,કેલીફોર્નીઆના લોસ એન્જીલીસ શહેરના વિસ્તારે સ્થાયી થયા છે.

એ પહેલા એમનું જીવન ગુજરાતમાં ગયું હતું.

અભ્યાસ પુર્ણ કરી શાળા શિક્ષક તરીકે નોકરી કરી એમણે ગુજરાતમાં સેવા આપી નિવૃત્ત થઈ અમેરીકા આવ્યા.

ભારતમાતા તેમજ ગુજરાત માટે એમનો પ્રેમ ખુબ જ ઉંડો છે.

અમેરીકામાં રહી જન્મભુમી તેમજ દેશને કદી ભુલ્યા નથી….શાળાઓમાં બાળકો માટે બુકો અને અન્ય સહકાર…ભારતના ધ્વજો બનાવી અનેક શાળાઓમાં આપ્યા. એમની માતા સુરજબાની યાદમાં શાળા અને દાન સહકાર.

બ્લોગ જગતે પ્રથમ “પરાર્થે સમર્પણ”નામના બ્લોગ દ્વારા એમની વિચારધારા સૌએ જાણી..ત્યારબાદ, બીજો બ્લોગ ” ગોદડિયો ચોરો” શરૂ કર્યો. આ બે બ્લોગ પર જતા, તમે ગોવિન્દભાઈ વિષે વધુ જાણી શકો છો>>>>

http://swapnasamarpan.wordpress.com/

http://godadiyochoro.wordpress.com/

 

હું ગોવિન્દભાઈને કેવી રીતે જાણું ?

એમના બ્લોગ પર જઈ, મેં પ્રતિભાવો આપ્યા. એઓ પણ મારા બ્લોગ પર આવી, પ્રતિભાવો આપ્યા.

મારા સ્વભાવ પ્રમાણે, મને એમના વિષે વધુ જાણવાની ઈચ્છા થઈ..ઈમેઈલો બાદ ફોનથી વાતો….અને અમે બન્ને એકબીજાથી નજીક આવ્યા…..અને એક ઓળખાણ “મિત્રતા”રૂપે ખીલી. સમય વહી ગયો, અને અમે બંને કેલીફોર્નીઆમાં જ હોવા છતાં રૂબરૂ મળ્યા નથી. પ્રભુ ઈચ્છા હશે ત્યારે એ મુલાકાત થશે.

બ્લોગ જગતમાં અનેક ગોવિન્દભાઈને જાણતા હશો..કોઈક જે નથી જાણતા,તેમને વિનંતી છે કે આ પોસ્ટ વાંચી,આપેલી “લીન્કો” આધારે એમના બ્લોગ પર જઈ એમને વધુ જાણો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is “Vyakti Parichay-Mitra (13)…GOVINDBHAI PATEL

I had known of Govindbhai while surfing on the Gujarati Blogs.

He was born in a small village JESAVA of Gujarat. After the education, he served as a School Teacher and after the Retirement came to America in 1990 and now residing in California.

While in California, he expressed his thoughts on his Blog which was enjoyed by many.Later on, he had started another Blog “GODADIYO CHORO” One can visit these 2 Blogs & know more about him.

After posting comments on his Blog, I communicated with the Emails & then by Phone. I came closer to him…Thus our FRIENDSHIP !

I had not met him personally..but may be God’s Grace, we will meet one day.

His love for INDIA (Bharat) and Gujarat is very deep. He had sent donations to the Schools & other places of Gujarat, including INDIAN FLAGS for the Community use. My VANDAN to him !

With the LINKS provided one can visit his Blogs & know him better.

Dr. Chandravadan Mistry

જુલાઇ 13, 2013 at 3:28 એ એમ (am) 13 comments

એક અલખ પુરૂષ !

gulab1

JALARAM PICTURE via GOOGLE

 

એક અલખ પુરૂષ !

એક અલખ પુરૂષ આવ્યા રે….

અરે…એ તો મારા ગુરૂજીનો વેશધારીને આવ્યા રે….

એ…જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૧)

 

અલખ પુરૂષ તો ધોળા વસ્ત્રોમાં શોભે રે……

અરે….એના મસ્તકે પાઘડી ધોળી શોભે રે….

એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !…..(૨)

 

અલખ પુરૂષ તો મેં બોલાવ્યા ‘ને આવ્યા રે….

અરે….એ તો મારા દુઃખડા હરવાને આવ્યા રે….

એ..જી….એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૩)

 

અલખ પુરૂષ તો પકડી હાથ સહારો આપે રે…..

અરે….એ તો ડુબતો મુજને બચાવે રે….

એ..જી…એ તો મારા જલાબાપા રે આવ્યા !……(૪)

 

ચંદ્ર કહે….શ્રધ્ધાના સથવારે ગુરૂજી અલખ પુરૂષ રે આવે ….

અરે….તમે ચિન્તાઓ એના પર છોડો રે…..

એ…જી….એ તો અલખ પુરૂષ બની ઉગારશે  સૌને !…..(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ મે, ૨૯,૨૦૧૩            ચંદ્રવદન

 

બે શબ્દો…

ડો. નિરંજન રાજ્યગુરૂની વેબ સાઈટ પર એમના સ્વરોમાં સાંભળેલા ભજનોમાં “અલખ પુરૂષ” નો ઉલ્લેખ થયેલો તેની યાદ તાજી થઈ. અને, ત્યારબાદ, મારા મનમાં જલારામ બાપા આવ્યા.

અલખ પુરૂષ અને બાપાને એક સાથે નિહાળવા લાગ્યો.

અને, પ્રભુ પ્રેરણાથી આ રચના શક્ય થઈ.

આશા છે કે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’ Poem in Gujarati is about a Vision of a ALAKH PURUSH meaning an EXTRAORDINARY PERSON (MAN).

Within that Person, the Poet sees his GURU ( JALARAM BAPA).

Then ….talks of  the need of the TOTAL FAITH….if one has that, the DIVINE will give the PROTECTION.

Hope you like this MESSAGE !

Dr. Chandravadan Mistry

જુલાઇ 7, 2013 at 1:05 પી એમ(pm) 13 comments

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

Dr. Rajendra M. Trivedi  M.D.

વ્યક્તિ પરિચય …મિત્રતા (૧૨)…ડો. રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદી મળ્યા મિત્રરૂપે !

ગુજરાતી વેબ જગતે થાય ઓળખાણો ઘણી,

એવી ઓળખાણોમાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીની મિત્રતા મુજને મળી !  (ટેક)

 

મિત્ર સુરેશ જાનીને મળતા, રાજેન્દ્ર વિષે મેં જાણ્યું,

એક શાળામાં આ બે વ્યક્તિઓ સાથે હતા એ જાણ્યું,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે!…….ગુજરાતી….(૧)

 

“તુલસીદળ” પર જતા, રાજેન્દ્ર પિતાને જાણ્યા,

શારદા અને મુળશંકર નામે રાજેન્દ્ર માતા પિતાને જાણ્યા,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી……(૨)

 

“હાસ્યદરબાર”ના બ્લોગ પર હતી રાજેન્દ્ર સુરેશની જોડી,

મુખડે હાસ્ય લાવી, વંદન કર્યા મેં તો બન્નેને બે હાથો જોડી,

આટલું કરતા, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૩)

 

ભારતમાં ડોકટર બની, ચાકોસ્લોવીઆની સફર રાજેન્દ્રએ કરી,

મગજના ડોકટર બની, અમેરીકામાં રાજેન્દ્ર સેવાઓ ઘણી હતી,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !….ગુજરાતી…..(૪)

 

રીટાયર થઈ પણ, અનેક પ્રવૃત્તિઓમાં રાજેન્દ્ર જીવન વહે,

એવી રાજેન્દ્ર સફરમાં જીવનસાથી “ગીતા”નો સાથ મળે,

એવું જાણી, આનંદ ચંદ્ર હૈયે વહે !…..ગુજરાતી….(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ, માર્ચ,૪,૨૦૧૩                ચંદ્રવદન

બે શબ્દો…

ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો પરિચય બ્લોગ જગત દ્વારા જ થયો છે.

હજુ એક બીજાને મળ્યા નથી.”તુલસીદળ” અને “હાસ્યદરબાર” પર જઈ પોસ્ટો વાંચી મેં અનેકવાર પ્રતિભાવો આપ્યા.

ત્યારબાદ, ઈમેઈલથી ચર્ચાઓ કરી.

ત્યારબાદ, ફોનથી વાતો થઈ….અને એક ઓળખાણને મિત્રતાનું સ્વરૂપ મળ્યું.

જ્યારે ફોન પર વાતો થતી ત્યારે એમના પરિવારના અન્ય વિષે ચર્ચાઓ શક્ય થઈ…આ પ્રમાણે, હું એમના પત્ની ગીતાબેન ભાઈઓ અને બેનો વિષે જાણી શક્યો.

ભક્તિભાવથી ભરપુર માતા-પિતા તરફથી એમને સંસ્કારો મળેલા તેના દર્શન થયા કરે છે…..આંધળાજનો માટે સારવાર માટે એક સંસ્થા “બ્લાઈન્ડ પીપલ્સ અસોસીએશન”નામે ગુજરાતમાં ચાલે છે તેની સાથે એઓ જોડાયલા છે. આવી સેવા માટે આનંદ છે.

રાજેન્દ્રભાઈ બે વાર કેલીફોર્નીઆ એમના ભાઈને ત્યાં આવ્યા….પણ અમે એકબીજાને મળી ના શક્યા. જ્યારે પ્રભુ ઈચ્છા હશે ત્યારે મળીશું.

મળીશું કે નહી, પણ અમારી મિત્રતા ખીલતી રહે એવી આશાઓ !

જે કોઈને રાજેન્દ્રભાઈ વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” દ્વારા એમના બ્લોગો પર જઈ શકો છો>>>

http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/

http://tulsidal.wordpress.com/

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

It is my pleasure to publish this Post.

Knowing Dr. Rajendra Trivedi via the Gujarati WebJagat was of the Best thing …and this resulted into many Emails & Phone contacts.

As I visited his Blog Tulsidal  and also the HASYADARBAR, I had the opportinities to post my Comments there. He vistited my Blog Chandrapukar & often had Comments with Links to the wonderful Informations via the VIDEO.

As 2 Doctors we are ONE..as 2 Humans we are ONE….ONENESS in our FRIENDSHIP.

Many of you know Rajendrabhai. You may know him MORE via his BLOGS (Links are on Gujarati Section)

 

Dr. Chandravadan Mistry

જુલાઇ 3, 2013 at 1:08 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,714 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031