Archive for સપ્ટેમ્બર, 2012

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૮)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૮)

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭) ની પોસ્ટ તારીખ  સેપ્ટેમ્બર,૭,૨૦૧૧ના દિવસે પ્રગટ કર્યા પહેલા કાવ્યપોસ્ટોમાં છેલ્લી પોસ્ટ “હસ્તે મુખડે ગુડબાય”ની હતી.
અને ત્યારબાદ, સૌને “પ્રોમીસ” કયું હતું તે પ્રમાણે એક પછી એક બાળ વાર્તાઓ પોસ્ટરૂપે પ્રગટ કરી ….કુલ્લે પાંચ (૫) વાર્તાઓ તમે વાંચી.
અને તમારે એ ફરી વાંચવી હોય તો આ નીચેની “લીન્ક” પર ક્લીક કરો>>>>
ત્યારબાદ, તમે કાવ્યો….અનામીપોસ્ટરૂપે અન્ય વિષયો…વિગેરે પ્રસાદીરૂપે વાંચ્યું……અને, તમે સુવિચારોની પોસ્ટો વાંચી.

અહી મારે એક ઉલ્લેખ  કરવો છે…..આ બધી પોસ્ટોમાં મેં એક નવા વિભાગ

 

“ચંદ્રવિચારધારા”માં બે પોસ્ટો પ્રગટ કરી…નામે (૧) પ્રફુલ્લભાઈ પટેલની  સાથે ચર્ચામાં શ્રીમદ રાજચંદ્રજી (૨) આત્મા અને પુર્વ જન્મ

તમે વિચારતા હશો કે આ પોસ્ટનું નામકરણ જ છે “ચંદ્રવિચારો શબ્દોમાં” તો આ નવા વિભાગ (NEW CATEGORY)ની શી જરૂરત ???….ત્યારે હું કહું કે…. જે  પ્રમાણે “ચંદ્રવિચારો શબ્દોમાં “એક વિભાગ તરીકે શરૂ કયો હતો ત્યારે એનો  હેતુ એ હતો કે એવા નામકરણની પોસ્ટ દ્વારા હું એક ઝલકરૂપે આગળ જે કંઈ  પોસ્ટોરૂપે પ્રગટ કયું તે વિષે કહી શકું, અને એની સાથે હવે પછી બ્લોગ પર  શું પ્રગટ થશે એની પણ જાણ કરી શકું…આથી, મારા મનમાં અનેકવાર “વિચારો” આવતા જેમાં કોઈ વિષય પર મને વધુ લખવા ઈચ્છા જાગૄત થતી, અને એ ઈચ્છા ફક્ત  વિચારરૂપે રહેતી…અને એક દિવસ મનમાં થયું કે “વિચારોમાં વિચાર” નામે બ્લોગ પર વિભાવ કરી આ ઈચ્છાને પોસ્ટોરૂપે સાકાર કરૂં…..પણ…..કોણ જાણે કેમ “ચંદ્રવિચારધારા” શબ્દ મારા મગજમાં ગુંજન કરવા લાગ્યો, અને મને “સારૂં” લાગ્યું. ખરેખર, આ મારા જ મારી સમજ પ્રમાણેના વિચારો હતા, એથી “ચંદ્રવિચારધારા” શબ્દ જ યોગ્ય હતો. એ પ્રમાણે “અમલ” માં મુકી બે પોસ્ટો  પ્રગટ કરી તે તમે વાંચી. આશા છે કે તમોને ગમી હશે, અને ભવિષ્યમાં એવી “વિચારધારા”રૂપી પોસ્ટો વાંચવા તમે આતુર હશો.

હવે, અગત્યનું કહેવાનું એટલું કે આ પોસ્ટ બાદ, તમે ફરી “ટુંકી વાર્તાઓ” વાંચશો. પણ એ “બાળવાર્તાઓ” ના હશે. આ ટુંકી વાર્તાઓ દ્વારા કંઈક  સમાજીક પરિવર્તનનો (SOCIAL CHANGE)સંદેશો હશે. આશા છે કે તમે એ પોસ્ટો  વાંચી ખુશી અનુભવશો. બસ, આટલું શક્ય થાય તો મારી “થોડી ઈચ્છા” પુર્ણ થઈ  એવું હું માનીશ. પણ…..જો કોઈ વાંચી કઈક વિચારધારા બદલી જીવનમાં આગેકુચ  કરે તો હું એમ માનીશ કે મારો આવી વાર્તા દ્વારા જાગૄતી લાવવાનો “હેતુ” ખરેખર પુર્ણ થયો…અરે, મારી ઈચ્છા પુર્ણ થઈ !

ચાલો, જે કહેવું હતું તે કહી દીધું.
હવે, બીજી પોસ્ટ માટે તમે આતુર છો ને ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

સપ્ટેમ્બર 25, 2012 at 2:44 પી એમ(pm) 16 comments

સુરજબાને શ્રધ્ધાંજલી !

 Pink Cymbidium Hybrid Orchid
સુરજબાને શ્રધ્ધાંજલી !
સુરજબાને શ્રધ્ધાજંલી દેતા, ચંદ્ર તો વંદન કરે !…….(ટેક)
ગુજરાતની ધરતી પર એક નારી જન્મે,
ડીસેમ્બર,૨૫,૧૯૧૦ સાલે સુરજબા રે જન્મે,
એવી નારીને ચંદ્ર તો વંદન કરે !…..સુરજબાને…..(૧)
સંતાનસુખમાં બે દીકરાઓ ગોવિન્દ, અને ચીમન નામે,
સુરજબાની માત વ્હાલમાં ગોવિન્દ-ચીમનની જોડી રમે,
એવી માતાને ચંદ્ર તો વંદન કરે !….સુરજબાને……(૨)
જેસરવા ગામે સુરજબા પ્રકાશ મળે સૌને,
એવી શિક્ષણ જ્યોતમાં ખુશી મળે સૌને,
એવી જનકલ્યાણકારી નારીને જાણી, ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને….(૩)
૧૮મી સેપ્ટેમ્બર,૧૯૯૨ની સાલ એ હતી,
સુરજબાને પ્રભુધામે જવાની ઘડી એ હતી,
એવી નારીજીવનનું જાણી, ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને……(૪)
ગોવિન્દ તો અમેરીકામાં એક “સ્વપ્ન” બની રહે,
બ્લોગ જગતમાં જ્ઞાન પ્રકાશ સૌને આપી રહે,
એવા ગોવિન્દ-પ્રકાશમાં સુરજબાને નિહાળી ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને…(૫)
ચંદ્રે તો નથી નિહાળ્યા સુરજબાને કદી,
ફક્ત જાણે સુરજબાને ગોવિન્દ માતા કહી,
એવી સુરજબા યાદમાં ચંદ્ર તો વંદન કરે !…સુરજબાને…….(૬)
સુરજબા તો અમર છે એમની મીઠી યાદમાં,
હવે નથી આંસુઓ નયને, એવી અમર યાદમાં,
સુરજબાને શ્રધ્ધાજંલીરૂપે કહેતા, ચંદ્ર તો વંદન કરે !…..સુરજબાને…..(૭)
કાવ્ય રચના..તારીખ સેપ્ટેમ્બર,૧૭,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
સુરજબા એટલે ગુજરાતી બ્લોગ જગતના શ્રી ગોવિન્દભાઈ પટેલ યાને પદાર્થે સમર્પણ” બ્લોગના ગોવિન્દભાઈના માતૃશ્રી.
એમનો જન્મ ૧૯૧૦માં અને સ્વર્ગવાસ ૧૯૯૨માં.
એમનું ગામ એટલે જેસરવા.
આ ગામમાં એમની યાદમાં “સેવા યજ્ઞ” હજુ ચાલુ છે…..એમના પરિવારના યોગદાનના કારણે !
પણ..એવી સેવા ભાવના તો સુરજબાના હૈયે હંમેશા હતી.
કિશોરભાઈ પટેલના બ્લોગ પર સુરજબા વિષે જાણ્યું.
ત્યારબાદ, મારા હૈયે જે થયું તે થકી આ રચના થઈ છે.
જે કોઈને વધું જાણવું હોય તેઓ નીચેની લીન્ક પર જઈ શકે છે >>>>
આજે ૧૮મી સેપ્ટેમ્બર એટલે સુરજબાની મરણતિથી.
એમની યાદમાં આ રચના મારી એમને “અંજલી” છે.
તમે આવીને વાંચો એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is the Death Anniversary of SURAJBA PATEL…the mother of GOVINDBHAI PATEL who is known in the Gujarati WebJagat by his Blog, the link to that Blog is given above.
My Poem in Gujarati is a TRIBUTE to a lady whose life was filled with SEVA to those in the need in the Society. In her name in the vilaage of JESARAVA, the Torch of Public Service is still burning brightly.
May you feel & imagine how brave a lady she was !
May her Soul be resting in Peace with God !
Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 18, 2012 at 11:09 પી એમ(pm) 9 comments

વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી

વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી
અંજલીરૂપે વસંતભાઈને વંદન છે મારા,
સ્વીકારજો એ, હ્રદયભાવો ભર્યા વંદન મારા !……….(ટેક)
 
મરોલી ગામ છોડી, પરદેશગમન કર્યું,
અંતે, ઈંગલેન્ડ આવી, લેસ્ટર શહેરમાં રહેવું,
એવા સાહસભર્યા માનવીને યાદ કરી, વંદન હું કરૂં !…..અંજલીરૂપે…(૧)
 
કર્તવ્યપાલન કરી, પરિવાર માટે જીવન સફર રહી,
મુશીબતોનો સામનો કરી, અંતે માંદગીને પ્રભુનામે સ્વીકારી,
એવા લડવૈયાને યાદ કરી, વંદન હું કરૂં !…….અંજલીરૂપે…..(૨)
 
નથી પરિચય એમનો જરા, છતાં એમણે અનેકને સ્નેહતાતંણે બાંધ્યા હતા,
પુત્ર દિનેશના પરિચય થકી, લાગે કે મેં એમને જાણ્યા હતા,
એવા માનવતાભરપૂરને યાદ કરી, વંદન હું કરૂં !…….અંજલીરૂપે…(૩)
 
વસંત દેહ તો બળી રાખ થઈ, માટીમાં મળી ગયો,
પણ, વસંત આત્મા તો પ્રભુ પાસે પહોંચી ગયો,
એવી અમરભાવરૂપી યાદ કરી, વંદન હું કરૂં !…..અંજલીરૂપે…(૪)
 
દિનેશ અને સર્વની મીઠી યાદમાં વસંતભાઈ તો અમર છે,
જાણી એવું, ચંદ્ર અંતિમ અંજલીરૂપે સૌને કહેઃ
વસંત તો પ્રભુ સાથે રમે ! વસંત તો પ્રભુ સાથે રમે !….અંજલીરૂપે…(૫)
 
કાવ્ય રચના..તારીખ, સેપ્ટેમ્બર,૧૭, ૨૦૧૨                     ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે સેપ્ટેમ્બર,૧૭, ૨૦૧૨નો દિવસ.
આ દિવસે, ઈંગલેન્ડના લેસ્ટર શહેરના રહીશ શ્રી વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રી, અને પ્રજાપતિ જ્ઞાતિના એક વડીલનું અવસાન થયું.
એમને હું,મારા ખ્યાલ પ્રમાણે, મળ્યો નથી.
પણ, એમના પુત્ર દિનેશ સાથે હું સ્નેહસબંધે બંધાયેલ છું. જેથી જ આ સમાચાર જાણી ખુબ જ દીલગીરી અનુભવી.
ઘડપણમાં એમણે બિમારી સહન કરી, એવું જાણ્યું.
જે જાણ્યું એ આધારીત, મારા હૈયામાંથી “શબ્દો” વહી ગયા….જે એક “અંજલી કાવ્ય”રૂપે હતા. અને એ જ મેં દિનેશભાઈને પત્ર દ્વારા જણાવ્યા.
આજે એ કાવ્ય રચના એક પોસ્ટરૂપે ચંદ્રપૂકાર પર છે.
આપ સૌ પણ વસંતભાઈને જાણતા નથી. પણ એક માનવના નાતે આપણે સૌ એકબીજા સાથે બંધાયેલા જ છીએ. તો, આશા છે કે આપ સૌ આ પોસ્ટ વાંચી “એવો જ ભાવ” હયે ભરશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is an ANJALI ( Tribute) to one Vasantbhai Morarbhai Mistry of Leister, England, who had died on 17th September,2012.
He is known to me as the father of my friend Dinesh Mistry of Preston, England.
Heaaring of the death & my heart filled with the sadness, there were the outpouring of “words” which were as an ANJALI to Vasantbhai.
I took the opportunity of sharing that feelings with all as a Post on Chandrapukar.
Hope you are also touched by a person unknown.
 
Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 17, 2012 at 8:01 પી એમ(pm) 13 comments

“આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન !

Pink Cymbidium Hybrid Orchid

“આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન !
Smile in Tears
Author: Saryu Parikh
: True stories in words and verses in English & Gujarati.
સરયુબેન,
તમારી પ્રથમ પુસ્તક “નિતરતી સાંજ” વાંચવાનો લ્હાવો મને મળ્યો હતો. એ પુસ્તક દ્વારા તમારા કાવ્યો માણવાનો આનંદ થયો હતો. તમે ઈમેઈલ દ્વારા તમારી બીજી પુસ્તક અંગ્રેજી નામે“Smile in Tears” કે પછી ગુજરાતી નામે “આંસુમાં સ્મિત”વાંચી,ફરી ખુબ જ આનંદ. આ બીજી પુસ્તક અંગ્રેજી તેમજ ગુજરાતી લખાણે વાર્તાઓ તેમજ કાવ્યો સ્વરૂપે છે. આ લખાણમાં ખરેખર તો તમારા જીવનમાં થયેલા અનુભવોનું વર્ણન છે, અને જેમાં તમારી “સેવા”ના દર્શન થાય છે.
સરયુબેન, હું તમોને રૂબરૂ મળ્યો નથી….તેમ છતાં કેમ જાણે “મળ્યો છું” એવો ભાવ મારા દીલમાં જાગૃત થાય છે.
આ પુસ્તક પહેલા પાનથી અંત સુધી વાંચી ગયો. આ પુસ્તક લખાણમાં પ્રથમ અંગ્રેજીમાં વાર્તાઓ, અને જેની સાથે અંગ્રેજીમાં થોડી કાવ્ય રચનાઓ. ત્યારબાદ, ફરી એ જ વાર્તાઓ ગુજરાતી લખાણે અને એની સાથે ગુજરાતીમાં કાવ્યરચનાઓ.
પાન ૧ પર જે વાંચ્યું તેમાં જે સારરૂપે તમે જે ઉલ્લેખ કર્યો, તેમાં અન્ય પ્રત્યે તમારો પ્રેમ અને મિત્રતાની આતુરતાભરી નારીના દર્શન થયા.
પહેલી અંગ્રેજીમાં વાર્તા હતી “Smile Again”, અને છેલ્લી ૧૬મી હતી “Unacceptable”….પણ આ બધી જ વાર્તાઓમાં મને તમોએ કરેલી “સોસીઅલ વર્કર”ની સેવાના દર્શન થયા.એ વાંચી હું એટલું કહી શકું કે એ સર્વ લખાણમાં તમારો અન્ય પ્રત્યેનો સ્નેહ છલકતો હતો.
પણ…ખરેખર જ્યારે “Choice of Marriage” અને “The Joy of Journey”દ્વારા મેં તમારા લગ્ન તેમજ લગ્ન બાદના જીવન વિષે જાણ્યું ત્યારે જ મને તમારા જીવન ઘડતરનો પુરો ખ્યાલ આવ્યો.પરિવારમાં “થોડો” વિરોધ હોવા છતાં માતા અને ભાઈના સહારે તમે તમારી ઈચ્છા મુજબ લગ્ન કર્યા, અને ત્યારબાદ, અમેરીકા આવી જુદી જુદી જગ્યાએ રહી આજે ઓસ્ટીન ટેક્ષાસમાં સ્થીયી થયા છો. તમે જ્યાં જ્યાં રહ્યા ત્યાંત્યાં તમે અન્યને સેવા આપવાની તકો લઈ તમારો “સ્નેહ” આપ્યો છે. અને સંતાનસુખરૂપે તમોને સમીર અને સંગીતા છે જેઓ પણ એમના જીવનમાં ભણી સુખી છે.આવી દીકરા દીકરીની સફળતા કે સુખમાં તમારો તેમજ દીલીપભાઈનો ફાળો ખુબ જ અગત્યનો છે.
સરયુબેન, તમો હવે ટેક્ષાસમાં રહી “માનવસેવા” કરતા રહો, એવી પ્રભુને પ્રાર્થના.
તમારા સ્વભાવમાં “સેવા” અને “સાહિત્ય”નું મિલન છે. જેના બીજ રોપનાર છે તમારો જ પરિવાર અને જેમાં સમાવેશ થાય છે તમારી માતાની “સાહિત્ય યાત્રા”.
સરયુબેન, એક સુદર પુસ્તક પ્રગટ કરવા માટે મારા તમોને અભિનંદન !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા.
બે શબ્દો…
“ગંગોત્રી”નો બ્લોગ એટલે સરયુબેન.
સરયુબેન તરફથી એક ઈમેઈલ આવ્યો. એની સાથે એમના બીજા પુસ્તક “આંસુમાં સ્મિત”નું
લખાણ હતું, અને જે અંગ્રેજી તેમજ ગુજરાતી લીપીમાં હતું.
મેં વાંચી, ઉપર મુજબનું લખી ઈમેઈલથી એમને જવાબ આપ્યો.
પુસ્તક વાંચ્યાની મને ખુશી થઈ.
મારૂં માનવું છે કે આ પુસ્તક વિષે કોઈક પોસ્ટ એમના બ્લોગ “ગંગોત્રી” પર હશે. તો, એ જરૂરથી
વાંચશો એવી આશા. એમના બ્લોગ પર જવા માટેની “લીન્ક” નીચે મુજબ છે >>>>
ચાલો, ભવિષ્યમાં જો એ પુસ્તક પ્રગટ થાય તો જરૂરથી વાંચશો, એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today I had published a Post about a Book written by Saryu Parikh who has a
Blog by the name “Gangotri”.The new book is by the name “Smile in Tears” is a
collection of the short stories in English which are based on the personal
experiences of Saryuben in her life. Many of these are the stories of the
individuals who had benefitted from Saryuben’s work as a Social Worker.There
are some stories about the personal family life, which gives the insight of the
Saryuben’s family roots.
The book has also some stories written in Gujarati.
There are poems in Gujarati & English, many of these are the creations  based
on the actual true stories in this book.
This book still under the final review by Saryuben, will be published officially
very soon.
It is a very touching & very nicely narrated by Saryuben. One can feel that all
that is written is from the heart of Saryuben.
Whenever it is published, I recommend it will be worth reading by all. One will
be informed about the details at Saryuben’s Blog Gangotri at>>>
             OR
Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 10, 2012 at 10:11 પી એમ(pm) 10 comments

તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી !

 

illustration of a modern hospital Stock Photo - 13699875

Smiling doctor with stethoscope Royalty Free Stock Vector Art Illustration

cartoon Hospital icon Stock Photo - 8579300

 

 

તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી !
તંદુરસ્તી તમારી, એની જવાબદારી છે અમારી !
કરવી બિમારીની સારવાર એ ફરજ છે અમારી !……(ટેક)
પુરુષ હોય કે નારી, કદી ના તંદુરસ્ત હોય જો તમે,
પધારો અમ હોસ્પીતાલે અને ના કરો ચિન્તા પૈસાની જરા તમે,
મેડીકલ કે સર્જીકલ સારવાર, મળશે સારવાર જરૂર તમોને અહી !….તંદુરસ્તી તમારી….(૧)
ભલે, હોય બાળ તમારો કે કોઈનો, બાળ તંદુરસ્તીની ચિન્તા છે અમોને,
ચિન્તા મુક્ત બની, લાવો હોસ્પીતાલે એને, મળશે સપુર્ણ સારવાર એ બાળને,
આ છે “પ્રોમીસ” અમારી હ્રદયથી સૌને  !……તંદુરસ્તી તમારી……(૨)
ખુશીની વાત કે નારી તમે છો ગર્ભવતી આજે,
બાળજન્મ પહેલા કે બાળજન્મ બાદ, કરીશું સારવાર તમારી આજે,
અરે, “પ્રસુતિ ગ્રહ ” કર્યું છે તમારા જ કાજે !…….તંદુરસ્તી તમારી…..(૩)
દાંતોની કાળજી રાખવી એ તો જવાબદારી છે સૌની,
દઈશું સારવાર અને માર્ગદર્શનથી ભવિષ્ય સંભાળ રહેશે સૌની,
હવે તો, હ્રદય ખુલ્લું કરી પ્રેમભરી હસજો સૌ તમે !……તંદુરસ્તી તમારી…..(૪)
હોય ચામડી રોગ, ટુટેલું હાડકું કે હોય આંખે જોવાની તકલીફો તમોને,
ગભરાશો નહી, સારવાર એવી માટે હોસ્પીતાલ વિભાગો મળશે તમોને,
અરે, બંધુઓ, તમારી તંદુરસ્તી માટે વ્યવસ્થાઓ કરી છે અમોએ !…….તંદુરસ્તી તમારી….(૫)
જ્યારે વાગ્યું હોય, અને હાલત ખરાબ હોય તમારી,
ત્યારે, “ફીઝીઓથરાપી”ની જરૂરત પડે તો, કરીશું સારવાર તમારી,
મનમાંથી શહેર જવાની ચિન્તાઓ છોડી, પધારજો અમ હોસ્પીતાલે !……તંદુરસ્તી તમારી…..(૬)
તમે બિમાર, અને હાલમાં ચાલતા જો તમે હોય,
તો, હોસ્પીતાલ “ઓપીડી”માં જલ્દી આવજો, ના એમાં ઢીલ હોય,
બિમારી પારખી, જલ્દી સારવાર કરવાનો હેતુ હોય અમારો !……તંદુરસ્તી તમારી……(૭)
“લેબ” અને “પેથોલોજી” સાથે “સોનોગ્રાફી” છે વેસ્મા હોસ્પીતાલે,
અરે, “રેડીઓલોજી” અને “ઈમરજંસી” સારવાર શક્ય હોય વેસ્મા હોસ્પીતાલે,
એક ગામમાં “પુર્ણ” સારવાર મળે એ તો આનંદની વાત જો !…..તંદુરસ્તી તમારી….(૮)
બિમાર કે ના ખુશ હોય તમો જ્યારે, જલ્દી હોસ્પીતાલે પધારજો તમે,
આજે, દવા કે સારવારથી ઘરે રહેશો કે હોસ્પીતાલે દાખલ થઈ સાજા થાશો તમે,
આટલી “પ્રોમીસ” છે વેસ્માની “જનરલ હોસ્પીતાલ”ની આજે સૌને !……તંદુરસ્તી તમારી….(૯)
ચંદ્ર તો છે જાતે ડોકટર, સૌ “ડોકટરી”હ્રદયોને એ જાણે,
વેસ્માની ડોકટરી સારવાર વિષે પુછ્જો અન્યને, જે કોઈ જાણે,
જાણી ખુશ  હશો તમે સૌ, એવી ચંદ્ર-શ્રધ્ધા જેનું પ્રભુ જાણે !…….તંદુરસ્તી તમારી….(૧૦)
કાવ્ય રચના …તારીખ ઓગસ્ટ, ૧૬,૨૦૧૨                     ચંદ્રવદન.
બે શબ્દો……આ કાવ્ય રચનાનો આધાર છે “યુનાઈટેડ ફેમીલીઝ મેમોરીયલ અસ્લાફ ચેરીટેબલ ટ્રસ્ટ, વેસ્મા”નો પાંચમો વાર્ષિક એહેવાલ તથા હિસાબ. આ બુકનું વાંચન મેં કર્યું….વેસ્માની “જનરલ હોસ્પીતાલ” વિષે વિગતો જાણી, અને ત્યારબાદ, “પ્રભુપ્રેરણા”થી આ રચના શક્ય થઈ !>>>>ચંદ્રવદન
FEW WORDS….
This Rachana was created for a Letter sent to Vesma.
It was my way of showing my “happiness” at the success of a General Hospital of Vesma which was opened in 2005.
Hope you are aware of a Hospital in a village which is benefiting many in the Village of Vesma & also the nearby villages.
I hope more villages of Gujarat have a Hospital, small or big, to provide the Healthcare to the needy.
At this Hospital of Vesma, even those who do not have money for the needed treatment, are welcome.
May God support this Hospital !
Dr. Chandravadan Mistry

 

સપ્ટેમ્બર 2, 2012 at 5:46 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930