Archive for ફેબ્રુવારી, 2013

હડતાલના જુદા જુદા સ્વરૂપો !

Doctor's strike  WE DEMAND
હડતાલના જુદા જુદા સ્વરૂપો !
જગમાં સૌ હડતાલ કરે છે
સૌ એને પોતાનો હક્ક કહે છે !….(ટેક)
રાજ નેતાઓ લોકોને કહે ઃ
જે થકી એમને ફાયદો કે ના ફાયદો,
હડતાલને કહે ગેરકાયદો કે કાયદો,
એથી,હડતાલ તો રાજનિતીની ઢાલ બને !……જગમાં…(૧)
ફેકટરીઓમાં કામો કરનારા કહેઃ
જગ્યા સુધારો, ‘ને પગાર વધારો,
નહી તો, ધંધો તમારો બંધ જાણો,
એથી, હડતાલને તો એક ધમકી જાણો !……જગમાં….(૨)
કિસાનો કંટાળી  સરકાર ‘ને વેપારીઓને કહે ઃ
અન્ન અમે પકાવીએ અને ભાવો તમે વધારો,
ફાયદો ના મળે જરા એ તે ન્યાય છે કેવો ?
એથી, હડતાલ કરી, એ સૌ ન્યાય માંગે !……જગમાં….(૩)
ભ્રષ્ટાચારથી ત્યાસી જનતા કહેઃ
કામો કરતા, શ્વાસો લેતા જીવ ગુંગળાય છે,
હટાવો આવા અધર્મને, હવે તો પ્રાણ જાય છે,
એથી, એવી હડતાલમાં જાગૃતિ દેખાય છે !…જગમાં……(૪)
અંતે….ડોકટરોના ટોળામાંથી ચંદ્ર કહેઃ
પાટિયાનું લખાણ પ્રીસ્ક્રીપ્સન જેમ, વંચાય  કે ના વંચાય,
દર્દીઓને પ્રભુ સહારે રાખી, જાહેર કરીશું સરકારી અન્યાય,
એથી, એવી હડતાલમાં માનવ હક્ક માટે પડકાર છે !…જગમાં….(૫)
પ્રભુએ જ ઘડેલા સૌ માનવીઓ જગમાં રહે,
ન્યાય અને અન્યાયના ત્રાજવે, કંઈક માંગો કરે,
જ્યારે માનવ માનવ હૈયે “માનવતા” ખુટે,
એથી,હડતાલ તો માનવ જન્મરૂપી એક હક્ક છે !…..જગમાં…(૬)
કાવ્ય રચના ઃ તારીખ ફેબ્રુઆરી,૧૯, ૨૦૧૩                   ચંદ્રવદન
બે શબ્દો…
આજે ( ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૩) ના દિવસે, એક ઈમેઈલ…એ ફરી હતો શ્રી દાવડા સાહેબનો.
કોણ જાણે કેમ મોકલેલ પીકચર નિહાળી…ડોકટરોને યાદ કર્યા. જ્યારે મેડીકલ સ્ટુડન્ટ હતો ત્યારે એવી “સ્ટ્રાઈક” યાને “હડતાલ” થઈ હતી.
ત્યારે સરકાર અને જનતાના અનેકે અનુમાન કર્યું હતું કે “ડોકટરો તો માનવીઓની સેવા જ કરે, અને દર્દીઓની પરવા કરવા વગર આવી રીતે હડતાલ પર જાય તે યોગ્ય ના કહેવાય”
આ મોકલેલ પીકચરમાં હડતાલ કરી રહેલા ડોકટરો હતા..એથી જ જુની યાદ તાજી થઈ.
પણ મે જગના સર્વ માનવીઓને નિહાળવા પ્રયાસ કર્યો.
જગના સર્વને ન્યાય હંમેશા મળે જ એવી આશાઓ્માં જ્યારે “નિરાશા” મળે ત્યારે અન્યાય સામે પડકાર કરવો એ જ ખરેખર તો “હડતાલનું મૂળ”.
આ બધા તો મારા વિચારો !
કોઈક કહી શકે કે હડતાલ કોઈ પણ સંજોગોમાં હોવી જ ના જોઈએ.
તમે શું કહો છો ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is on PUBLIC STRIKE.
Why Humans protest ?
Is it right to protest in mass ?
These are the QUESTIONS.
After seeing a picture of the DOCTORS on STRIKE, I saw the HUMANS in the different fields of Life….who had participited in the PUBLIC PROTESTS.
When there is an INJUSTICE, it is the BIRTHRIGHT to PROTEST.
This is my VIEW.
What do you think ?
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 26, 2013 at 2:28 પી એમ(pm) 9 comments

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !

અમેરીકાના પ્રમુખપદે ઓબામા મારી નજરે !
જ્યારે ૨૦૦૮ ઈલેકશન સમયે અનેક યુ.એસ.એ. ના નેતાઓ પ્રમુખપદ માટે લડી રહ્યા હતા ત્યારે એ લડાઈમાં ઓબામા ઉભા હતા. અંતે, પ્રથમ બ્લેક પ્રેસીડન્ટ તરીકે ચુંટાઈ આવ્યા ત્યારે અનેક નવાઈ પામ્યા,પણ વિષ્વમાં તો સૌએ આ ઘટનાને જાણી આનંદ અનુભવ્યો. અમેરીકામાં શાંતીથી આ હકિકતને સ્વીકારી. ગુલામી ભોગવેલે બ્લેક યાને કાળી પ્રજા માટે તો આનંદ અને ગૌરવભરી કહાની હતી. અનેક વર્ષો પહેલા ડો. મારટીન લુથર કીંગનું સ્વપનું જાણે સાકાર થયું એવું માની આ ઐતિહાસીક ઘટનાને આનંદથી વધાવી.
 
આ પ્રમાણે, અમેરીકાની પ્રજાએ ઓબામાનો પ્રેસીડ્ન્ટ તરીકે સ્વીકાર કર્યો ત્યારે વિરોધ પક્ષ “રીપબલીકન પાર્ટી”એ મહાદુઃખને યાદ રાખી રાજકરણના કામોમાં ફાળો આપવાનો નિર્ણય લીધો. એવા વિચારોમાં આ પાર્ટીએ ઓબામાને સફળતા ના મળે એવું જ વર્તન રાખ્યું. જ્યારે ઓબામાએ અમેરીકાની જવાબદારી હાથે લીધી ત્યારે અમેરીકાની “ઈકોનોમી” ખુબ જ ખરાબ હતી. જો યોગ્ય પગલાઓ ના લેવાય તો “ઈકોનોમીક ડિઝાસ્ટર” નક્કી જ હતો એવું સૌનું અનુમાન હતું. એવા સમયે, ઓબામાએ સરકાર સહાયને જરૂરત છે એવા નિર્ણય સાથે “બૈઈલ આઉટ” અપનાવ્યું….જેના કારણે વધારે ખરાબ થતા અટકી ગઈ અને સાથે સાથે, અમેરીકાની “ઓટો ઈન્ડસ્ત્રી”ને પ્રાણ મળ્યા.
 
ન્યુ યોર્કના “વર્ડ સેન્ટર”ના ૯/૧૧ના બનાવ કારણે અફગાનીસ્થન અને ઈરાકમાં યુધ્ધ ચાલતા હતા, અને ૯/૧૧ની ઘટના જવાબદાર “બીન લાડીન”ને પકડવાના પ્રયાસોને ધ્યાનમાં લઈ ઓબામાએ “ઈરાક”નો વોર બંધ કર્યો. અને બીન લાડીનને શોધી પાકીસ્થાનમાં એને માર્યો. અને અફગાનીસ્થાનના વોરના અંત માટે પગલાઓ લેવા માટે યોજના અમલમાં મુકવા પ્રજાને જાણ કરી. આવા અગત્યના કાર્યો સાથે “હેલ્થ રીફોર્મ”નું બીલ પાસ કરી કાયદો બનાવ્યો. આ કાર્ય કરવા માટે અનેક પ્રેસીડન્ટો અને સેનાટર એડવાર્ડ કેનેડી જેવા પણ અસફળ હતા. આ અમેરીકાના ઈતિહાસે એક ગૌરવભરી ઘટના બની ગઈ.આ સફળતા સિવાય ઓબામાને “કંઈક” વધુ કરવાની આશાઓ હતી પણ રીપબલીકનોએ સાથ જ ના આપ્યો. અને, ચાર વર્ષની ટર્મ પુરી થવા આવી. નવા ઈલેકશનની તૈયારી થઈ.
 
૨૦૧૨માં બીજા ઈલેકશનમાં રીપલીકન પાર્ટી ફરી હારી. જ્યારે “ઈકોનોમી” ખરાબ હોય ત્યારે પ્રેસીડન્ટ હારશે જ એવું સૌ કહેતા, ત્યારે ઓબામા ફરી વિજેતા બન્યા, અને અનેક અચંબો પામ્યા. આ પણ એક ઐતિહાસીક ઘટના બની. એક બ્લેક પ્રેસીડન્ટે બીજી વાર પદ મેળવવું અશક્ય  કહેવાય તેનું શક્ય કરી બતાવ્યુ અને ખરાબ ઈકોનોમીમાં વિજેતા થવું એવી અસંભવતાને સંભવ કરી. આવા વાતાવરણમાં અનેક વિચારતા હતા કે હવે રીપલીકનો એમને  સપોર્ટ કરશે. હજુ તો નવા ટર્મની શરૂઆત જ થઈ અને રાજકીય ચિન્હો સારા લાગતા નથી. એથી, આ ચાર વર્ષમાં શું થશે તેનો કોઈને ખ્યાલ નથી.
 
આવા સમયે, હવે મારા વિચારો હું દર્શાવું છું.
 
અમેરીકાની પ્રજાના વિચારો ઓબામા જાણે છે. એ વિચારો એના હ્રદયમાં પણ છે. એથી એ પ્રજાને સાથમાં રાખી. “લેજીસ્ટેટીવ” કે “એક્ષુકેટીવ” સત્તા કે પાવરથી કંઈક કરવા પ્રયાસો કરશે એવું મારૂં માનવું છે.જો મારૂં અનુમાન સાચું પડે તો આ બીજા ચાર વર્ષ દરમ્યાન નીચે મુજબનું હોય શકે >>>>
 
(૧) અફગાનીસ્થાનનો વોરનો અંત.
(૨) “ઈમીગ્રેશન રીફોર્મ” માટે અનેક ફેરફારો અમલમાં મુકવા
(૩) ગેય તેમજ લેસ્બીઅન માટે વધુ હક્કો.
(૪) નારીઓને મળતા અન્યાય માટે કાયદા ફેરફારો.
(૫) ઓબામાના જન્મ વિષે શંકાઓ દુર
(૬) “ગ્લોબલ વોર્મીન્ગ”ના વિચારનો વધુ સ્વીકાર કારણે વિષ્વમાં પણ અનેક દેશોમાં પગલાઓ હશે એવી આશાઓ
(૭) ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે કંઈક કરાર
(૮) ઈરાન અમેરીકાનો સાથ આપવા તૈયાર થાય એવા ચિન્હો.
 
આજે શું થાય તેનો જ માનવીને પુરો ખ્યાલ નથી તો ભવિષ્ય માટે એ શું કહી શકે ? તેમ છતાં. માનવી એક એવું પ્રાણી છે કે એ અનેક આશાઓ રાખે છે. હું પણ એક માનવ તરીકે મારા વિચારો દર્શાવું છું. જે પ્રભુએ નક્કી કર્યું હશે તે પ્રમાણે જ થશે. હું તો પ્રાર્થના કરૂં કે ઓબામા સહીસલામત અને તંદુરસ્ત રહે, અને જે એમની ઈચ્છાઓ છે તે અમલમાં મુકી શકે. મારા પ્રેસીડન્ટ ઓબામાને વંદન!
 
 
ડો ચંદ્રવદન મિસ્ત્રી
 
 
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ. યુ.એસ.એ.
 

બે શબ્દો…

આજની પોસ્ટ એટલે અમેરીકાના પ્રેસીડ્ન્ટ ઓબામા વિષે મારા વિચારો.

અમેરીકાના નાગરીકો માટે ગૌરવભરી કહાની છે…છતાં, કોઈકને આ ઘટના ના ગમી પણ “મેજોરીટી”એ આ ઘટનાનો ખુશીભર્યો સ્વીકાર કર્યો છે.

મેં મારા વિચારો લખ્યા.

હવે તમે વાંચી, તમારા વિચારો દર્શાવો તો હું એ વાંચી ખુશ થઈશ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is about Obama becoming the President of U.S.A. for the 2nd Term, against the predicted impossiblity of a President in Office ever winning in the BAD Economic period, When he won  & became the 1st Blach President of America, it was a HISTORICAL EVENT, which will be always remembered.

Inspite of the OPPOSITION to the extreme, he was able to do the HEALTH REFORM & other things in the 1st Term and was able to save U.S.A. from the ECONOMIC DISASTER. What he can do in his 2nd term is to be seen. I predict he will do what needs to be done often by the EXECUTIVE ORDER Power of the Prsidency if the Congress behaves NEGATIVELY to his VISION.

My Best Wishes to PRESIDENT OBAMA !

DR. CHANDRAVADAN MISTRY

ફેબ્રુવારી 23, 2013 at 2:27 પી એમ(pm) 11 comments

જગસંસારની ગરીબાય હકિકત કે કલ્પના !

 clip_image001
જગસંસારની ગરીબાય હકિકત કે કલ્પના !
રહે જગમાં જાત જાતના માનવીઓ,
તો, સંસારની ગરીબાય એક હકિકત કે ફક્ત કલ્પનાઓ ?…..(ટેક)
 
પ્રભુએ અમીરી સાથે ગરીબાય જોડી શાને ?
વિષ્વમાં જ્યાં નિહાળો ત્યાં દર્શન ગરીબોના શાને ?
ભીખ માંગતા માનવીઓ નિહાળી દર્દ મુજ હૈયે શાને ?……રહે જગમાં……(૧)
 
અમીર સાથે ગરીબો શાને પ્રભુએ જ કર્યા ?
મને લાગે કે અમીરોમાં ઉદારતા પ્રગટાવવા જ કર્યા,
તો, શું ખરેખર અમીર ‘ને ગરીબો છે પ્રભુના ખીલોના ?…રહે જગમાં……(૨)
 
ગરીબાય ભાગ્યમાં જો મળે તો એને સજા માનો?
શાને તો ગરીબાયને માનવીઓ વેપાર બનાવ્યો ?
એથી જ, ગરીબની ખરી ઓળખ કરતા માનવી ગુંચવાય છે !…..રહે જગમાં ……(૩)
 
કોણ ખરેખર ગરીબ એવા વિચારે ના જવાબ મળે,
હૈયું કહે જેને ગરીબ, તેને સ્વીકારતા જવાબ આપોઆપ મળે,
એવા સમયે, સહાય ના કરી શકો તો ગરીબાય છુટેની પ્રાર્થનાઓ કરો !…..રહે જગમાં….(૪)
 
કોઈ કહે ભારતમાં ભિખારીઓ બધા જ છે ઢોંગી,
હું કહું કે વિશ્વભરમાં હોય ભિખારીઓમાં કોઈક ઢોંગી,
એથીજ, ચંદ્ર અંતે કહેઃ હૈયે ગરીબાયનું દર્દ અનુભવી તું દાન કરજે !….રહે જગમાં…..(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ ફેબ્રુઆરી,૪,૨૦૧૩                       ચંદ્રવદન
બે શબ્દો…
એક ઈમેઈલ આવ્યો…જે શ્રી પી કે દાવદા તરફથી હતો.
એમાં આ પોસ્ટ સાથે પ્રગટ કરેલું પીકચર હતું.
બસ….આ નિહાળી, આ રચના શક્ય થઈ.
ભિખારીને જોઈ “કોણ સાચો કે જુઠો”એ અનુમાન કરવું અશક્ય છે.
અનેક હકિકતે ભિખારીઓ..કોઈ જરૂર ઢોંગીઓ, જેણે “ભીખ”ને ધંધો કરી દીધો છે.
જો પહેલીવાર દર્શન…અને હૈયાની પૂકાર એના દર્દ માટે આંસુઓ કે લાગણીઓ લાવે ત્યારે મગજને શાંત કરી, ભોજન કે પૈસા જેવી સહાય શક્ય હોય જરૂર કરવી..જો એવું અશક્ય હોય તો પ્રાર્થનાઓ કરવી કે એ વ્યક્તિને ગરીબીમાંથી છુટકારો મળે !…..જો અનુભવે તમે જાણો કે “આ એનો ધંધો છે “ત્યારે પણ કાઈ ના આપતા જુઠાણું છોડવાની સલાહ સાથે અંતરની એના ભલા માટે પ્રાર્થનાઓ કરવી, એ તમારી ફરજ બની જાય છે….તમોને “ગાળો” દેવાનો હક્ક નથી….સજા આપનાર ઉપરવાલો છે !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે ! 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is inspired by the CARTOON Shri P.K.DAVDA had sent via an Email.
There are BEGGERS everywhere in the WORLD…even a RICH NATION is exempt.
Was this a PLOT or a DESIGN of the CREATOR to have this CONTRAST in the HUMANITY?
Was it the Creator’s desire to PROVOKE COMPASSTION & KINDNESS within the HEARTS of the RICH ?
All humans do not react same ….some show KINDNESS…some show ANGER & HATE.
AND I say>>>
YOU RESPOND TO YOUR FEELINGS IN YOUR HEART TO THE CIRCUMSTANCE YOU FACE !
Hope you like the Message !
 
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 17, 2013 at 12:21 પી એમ(pm) 10 comments

વાડગમાની ભક્તિમાં જલારામ બાપા !

Jalaram
Jalaram popularly known as Jalaram Bapa Wikipedia
Born: November 14, 1799, Virpur
Died: February 23, 1881, Virpur
વાડગમાની  ભક્તિમાં જલારામ બાપા !
આ તો કળિયુગ છે, ઓ મેરે ભાઈ,
તમે માનો કે ના માનો ,ઓ મેરે ભાઈ,
પણ…ચમત્કારો તો હજુ થાય છે, ઓ મેરે ભાઈ !……..(એક)
 
આજે, કહું છું તમોને એક વાત જો,
ઈંગલેન્ડ દેશની એ રહી વાત જો,
કરે જનસેવાનું કામ એક વડગમા જો,
“નારાયણ સેવા” જેનું નામ જો !……આ તો….(૧)
 
૨૦૧૨માં વડગમાને આવે સ્વપ્નું એક જો,
જેમાં,છે આદેશ જલારામનો અન્નદાનનો જો,
ભેગી ચીજો કરતા, અધુરી આશા પુરી જલા પ્રતાપે જો,
અરે, પાગડી પહેરી, જલીયો ખુદ સહાયે આવે જો !……આ તો….(૨)
 
વડ્ગમા ના જાણે જલીયો ખુદ આવ્યો ‘તો સહારે જો ,
કેલીફોર્નીઆ ફોન કરતા, ભેદ ખુલતા એ બધુ જાણે જો,
ગ્રીનફોર્ડ જલારામ મંદિરે પણ હવે ઘટના જાણે જો,
બીસ્કીટો મંદિરે પ્રસાદરૂપે આવતા,જલીયો સામગ્રી પુરી પાડે જો !…..આ તો….(૩)
 
૧૭ વર્ષ પહેલા “નારાયણ સેવા” થઈ શરૂ ગરીબો કાજે જો,
એવી સેવા શરૂઆતમાં હતી સાંઈબાબા નામે જો,
સેવા કરતા, વડગમાજી તો “મીસ્ટર ઝીરો” જો,
સાંઈ સાથે હવે તો શ્રધ્ધા સાથે જલા પીકચર રાખે જો…..આ તો…..(૪)
 
એ પીક્ચર તો અંતે ગ્રીનફોર્ડ જલા મંદિરે આવે જો,
મુલ્ય નથી આ પીકચરનું, એ તો છે ખરેખર શ્રધ્ધામાં જો,
શ્રધ્ધા થકી, થાય જગમાં  તે કદી ના સમજાય જો,
“એક ચમત્કાર” નામે સૌ જગમાં થાય રાજી જો !…આ તો….(૫)
 
ચંદ્ર કહે, માનવ જન્મ સફળતાની બારી છે એક જો,
જન-ક્લાયણ કાર્યો હોય, ઓ માનવ, નિઃસ્વાર્થ ભાવે જો,
તો,શ્રધ્ધાભરી સાચી પ્રભુભક્તિ છે આ તારી જો,
ચંદ્ર હૈયે વસે જલા ગુરૂ, ‘ને કરજો વંદન તમ ગુરૂને આજે જો !…..આ તો…..(૬)
 
 
કાવ્ય રચના તારીખ જાન્યુઆરી,૨૨, ૨૦૧૩                           ચંદ્રવદન
બે શબ્દો…
 
 
ઓક્ટોબર ૨૦૧૨માં એક દિવસ એક ઈમેઈલ આવ્યો.
એમાં ઈંગલેન્ડમાં થયેલા એક “ચમત્કાર”ની ઘટના હતી.
એ ઘટનામાં જલારામ બાપા હતા.
એક સાંઈબાબા ભક્ત “વડગમા” ને બાપાએ સ્વપ્નમાં દર્શ દીધા.
એમના “અન્ન સેવા”ના કાર્ય માટે સહાય કરી તેનું વર્ણન છે.
જેને જે પ્રમાણે ભાવ તે પ્રમાણે માને કે ના માને…એની ચીન્તા નથી.
આ ઘટનાનો વાંચકોને પુરો ખ્યાલ આવે એવા જ હેતુથી અહી એ “ઈમેઈલ” નીચે પ્રગટ કરૂં છું>>>
 
Jai Shri Jalaram Bapa
 
 
 
Story of a Miracle
 
 
 
“Day of Judgment”
 
 
 
We all know that this is the time of Kalyug. Bapa is closer to us than we realize……….
 
Kalyug
may refer to:
 
 
Kali Yuga, the “Age of Vice”, is the forth stage of the world development that we are currently in.
 
As the corruption gradually developed wider in the earlier stages. This stage is the climax stage when
 
the world finally meets a judgment day at the end of it as said in Hindu Scriptures. It’s not known
 
when the end comes, but it’s believed that we still have a long way to go.
 
These days when miracles happen, it is god’s way to remind us that it’s not too late to follow the true
 
path set by him. Following it will surely bring you soul closer to him. Remember there is the “Day of
 
Judgment”.
 
Well this is to prove that miracles are happening everyday and to make you are aware of them. Two
 
events/miracles that took place in Queensbury, London that needs to be noted and explored.
 
A little background information so that you can follow these events.
 
Mr.Vadagama is a resident of Queensbury and a Satya Sai Baba devotee. With the help of other
 
devotees, he has been serving food to the homeless citizens in the West End of London, every Monday
 
for the past 17 years. He refers to this as “Naryan Seva”.
 
This summer, the Jalaram Mandir of Greenford and devotees have been generous enough to support
 
this cause and provide hot food for the homeless.
 
This is the path Jalaram Bapa followed all his life and now for his disciples to follow the footsteps.
 
Jalaram bapa was interested in serving sadhus, poor and needy people right from the beginning of his
 
life.
 
Jalarambapa’s path for you to him
 
 
 
Miracle…………………
 
 
 
On Monday, July 31, 2012, the devotees were preparing packaging to go out on Naryan Seva, a lady
 
showed up at Vadgama’s business, “Bonsai Plastic & Party Store” in Queensbury. She had brought
 
some food to donate such as bananas, packets of biscuits and cartons of drinks.
 
She said,
“Jala Bapa had come in my dreams last night and asked me to help by donating these
 
items.”
She was not aware of this Narayan Seva. After witnessing the preparations and the packaging
 
of the food, her eyes were full of tears. She realized that her dream was
true. It was a proof that Bapa
 
was guiding her. These were some of the food items missing for that day. Remember, all food is
 
donated and sometimes certain items are short or missing. It’s just pot luck.
 
 
Miracle…………
 
 
 
 
On Friday evening, August 3, 2012, Vadagama was preparing for his trip to Sardinia. He performs a
 
prayer known as “Laksha Charan”. This is where he chants the Lord’s name a 100,000 times. He was
 
making preparations for the coming Monday’s Narayan Seva. He noticed that they were low on items
 
such as drinks and cookies. He made a mental note some time during the day to step out and purchase
 
these items.
 
That afternoon, his secretary called saying
“An old man is here and needs help. He has brought
 
food for the Narayan Seva
.” Vadgama went out to help and saw an old man standing who had come
 
in a blue car, dressed in white Khthwadi jabba and tight pants, a white turban and beads around his
 
neck.
 
 
Jai Jai Jai Shree Jalaram
 
 
 
Bapa’s mantra “Sita Ram, Sita Ram”
 
 
 
Vadgama had not seen this person before and did not recognize him. As he was unloading the trunk,
 
the gentleman spoke in Gujarati,
“I am very pleased, very pleased with your seva, feeding the
 
hungry. My devotees will certainly help you in this seva.”
Vadgama could not comprehend what he
 
was saying. He just picked up the packages of cookies and the drinks and said to the gentlemen,
“let
 
me take these items inside and I will be back for the bananas and then we can go inside my office
 
and talk.”
On his return, the old man had disappeared leaving the box of bananas on the steps.
 
Vadgama looked around and there was no sign of the blue car or the old man.
 
Vadgama went into the office telling his staff that the old man who had brought all these items had just
 
left without a word. He even continued to comment on the man’s dressing. Vadgama wondered if the
 
man had just come from India. He said,
“Who would give this old man a driving license and why
 
was he dressed so strangely in London?”
Other workers just agreed with the strangeness of the
 
event that had just taken place.
 
A day later Vadagama was speaking to a devotee in California about Narayan Seva. He mentioned this
 
odd event and described this man who seemed to be from India. An old man wearing an all white
 
Indian outfit, a white turban and the holy beads around his neck. This old man was assuring, “
My
 
devotees will help in this seva.”
 
 
 
On further examination of what he had said regarding his devotees, it seemed unusual for an ordinary
 
person to refer to the devotees as ‘my devotees’. It was then everyone realized that this was Bapa
 
himself.
A perfect opportunity to meet Bapa in person had past.
 
This news was conveyed to Rajnibhai Khiroya, President of the Jalaram Mandir of Greenford.
 
Rajnibhai & Rajani uncle went to “Bonsai Plastic & Party Store” to verify the story and to hear first
 
hand eyewitness accounting of the event. They took notes and pictures of the food in the storage.
 
Rajnibhai took permission to take some packets of biscuits to the Jalaram Mandir as “Prasad”.
 
Soon after they locked the store and proceed to the scheduled Narayan Seva.
 
 
“Monday Evening Narayan Seva”
 
Volunteers are handing out prepackaged food.
 
No picture of the homeless due to privacy issues.
 
 
 
Vadagama went home to bed that night and during the night, he had a dream. In his dream, the same
 
old man, Jala Bapa, who had come to drop off the food appeared. Bapa told Vadagama that since he
 
had permitted biscuits to be taken to the Mandir as “Prasad”, he was going to replace the biscuits with
 
some more. Bapa also said in Gujarati, “This ‘Bhandar’ (English= Store) will never be empty.” He
 
informed Vadgama that Jalaram Bapa and Sai Baba were one and the same entity.
સૌને નમસ્તે સહીત જય જલારામ !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
FEW  WORDS…
This Post talks of a Miracle in England.
It talks of one person’s devotion to Sai Baba & the Faith.
It talks of the Service to the Poor & Needy & the Food Donation.
Then the DREAM….and the the DARSHAN of Jalaram Bapa.
And, the assistance to the Devotee Vadgama in a miraculous manner.
Those with the strong FAITH will believe it & “Praise the God invoking the name of Jala Bapa”& to the non-believer this may be a HOAX.
My point of publishing this is to lead the Mankind to the “Path of BHAKTI (Devotion to God)”.
It is not necessary to see GOD only in Jalaram.One can have see the “DIVINE” as he/she is comfortable. One can even see Jalaram as the GURU & march towards the DIVINE.
Hope you like this Post.
 
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 11, 2013 at 3:41 પી એમ(pm) 9 comments

વર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !

Image and video hosting by TinyPic
વર્લ્ડપ્રેસનો ૨0૧૨નો વાર્ષિક રીપોર્ટ: મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે !
આજની પોસ્ટ “વર્ડપ્રેસનો વાર્ષિક રીપોર્ટ મારા બ્લોગ “ચંદ્રપૂકાર” માટે”.
આજની પોસ્ટ એટલે ફક્ત એક નીચેની “લીન્ક”. જેના પર “ક્લીક” કરી વિગતો વાંચવાની વિનંતી.
તમે એ લીન્ક પર “ક્લીક” કરી. તો એ માટે આભાર !
હવે રીપોર્ટ વાંચતા, તમોને એક વર્ષ યાને ૨૦૧૨નું વર્ષ પુરૂં થતા આ બ્લોગ પર શું થયું હતું તેનો પુરો ખ્યાલ આવશે.
જે જાણ્યું તે ગમ્યું ?
હું તો અહી એવું કહું કે જે શક્ય થયું એ માટે તમો સૌનો ફાળો છે…..તો સૌને ખુબ આભાર !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
બે શબ્દો…
પોસ્ટ બારે જે કહેવાનું એ તો કહી દીધું. ૨૦૧૨ના વર્ષમાં ઘણું શક્ય થયું.
આ રીપોર્ટ દ્વારા જાણ્યું કે …..
(૧) કુલ્લે ૩૯૦૦૦ વ્યક્તિઓ આ બ્લોગ પર પધાર્યા હતા.
(૨) ૬૩ નવી પોસ્ટો પ્રગટ થઈ ..જે થકી ૨૦૧૨ના અંત સુધીમાં કુલ્લે ૩૮૯ પોસ્ટ થઈ હતી.
(૩) ૧૩મી નવેન્બરના દિવસે કુલ્લે ૩૬૦ પ્રગટ થયેલી પોસ્ટ નિહાળવા પધાર્યા હત.
સાથે અનેકે પ્રતિભાવો આપ્યા હતા, એનો આનંદ થયો હતો.
જે પ્રમાણે તમોએ મને ઉત્તેજન આપ્યું તે પ્રમાણે આપતા રહેશો, એવી વિનંતી.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
  
This Post is to bring the details of the Annual Report of WordPress for my Blog Chaandrapukar.
You must have clicked on the LINK of the Post & read the Report.
I take the opportunity to “THANK” all of you had visited mt Blog.
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 7, 2013 at 5:56 પી એમ(pm) 9 comments

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !

Astrological Chart - New Millennium.JPG

ASTROLOGY & the ASTROLOGICAL CHART
લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો > અશ્વિન રાવલ તા. ૧૬/૧૦/૨૦૧૨ દિવ્ય ભાસ્કર > ગુણાંક, દોકડા કે નાડી ક્ષુલ્લક બાબતોથી સારા સારા પાત્રો ગુમાવવા પડે > છે. નક્ષત્રથી થતું મથચિંગ આધારભુત નથી. ગ્રહોની સ્થિતિ જવાબદાર છે. > 1 * સાતમા સ્થાને રહેલો એકલો ગુરુ જલદી લગ્ન થવા દેતો નથી.કારણ કે, સાતમો > ભાવ એ શુક્રનું સ્થાન છે. > સાતમે ગુરુ હોય તો દર ગુવારે ચણાના લોટની મીઠાઈ, બુદી અથવા છેવટે ચણા અને > ગોળ ગાયને ખવડાવવા અથવા બાળકોને કે ગરીબોને વહેંચવા. મુરતિયો જોવા આવવાનો > હોય ત્યારે પીળા વસ્ત્રો પહેરવા.હળદરનો…….
 
 
 
પરભુભાઈ, > આભાર ! > લેખ વાંચ્યો. > અશ્વિનભાઈને ભલે આ શાસ્રની જાણકારી હશે, પણ આવા ગ્રહોની અસર કરી, એના ઉપાયોમાં > મને શ્રધ્ધા નથી.આ મારો વિચાર છે.મને મારામાં જ કંઈક કરવા “પ્રેરણાઓ” મળે છે, એ > જ મારી શક્તિ, જે ઘટનાઓનો સામનો કરી,સંજોગો બદલવા પ્રયાસ કરે છે.આ જ કદાચ હશે > “અંદર” કે “બહાર” રહેતો પ્રભુ !>>>ચંદ્રવદન >
 
: લગ્નમાં વિલંબના કારણો અને ઉપાયો
FROM:
TO:
  • chadravada mistr
Friday, October 19, 2012 9:14 AM
 
મુ. ચંદ્રવદનભાઈ, નમસ્તે. તમારી વાત સાવ સાચી છે, જેમને લાગુ પડતું હોય અને જેમને જ્યોતિષમાં શ્રદ્ધા હોય તેઓ ભલે માને અને આવી વાતોમાં પોતાની સમસ્યાનો ઉકેલ શોધે,પણ ડહાપણની વાત તો એ જ છે કે ભગવાને આપેલી બુદ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો અને ત્યાર બાદ જ આંતરશક્તિને કામે લગાડવા કે પોતાનો વિલ પાવર વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે પછી દાન ધર્મ જેવાં સત્કર્મો કરીને પોતાના ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા. આ બધા ટૂચકા આખરે તો સુષુપ્ત મનની શક્તિને કામે લગાડવાના છે. એ બહાને જીવદયા કે સામાજિક કાર્યો થાય તે એની સાઈડ ઈફેક્ટ(બાય પ્રોડક્ટ) છે. વિધિના લેખ કદી મિથ્યા થતા નથી, પણ સત્કર્મો દ્વારા પરિણામની તીવ્રતા ઘટાડી તેને સહ્ય બનાવી શકાય. માણસને હતાશ થઈ ભાંગી પડતો બચાવવાનો છે, પણ તેનો  લૂંટારાઓ ગેરલાભ લઈ જાય છે
 
જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ !
આજની પોસ્ટ છે “જ્યોતિષ જ્ઞાન અને વિજ્ઞાન સાથે આત્મબળ “.
આવી “ચંદ્રવિચારધારા”માં પ્રવેશ કરીએ !
આ મારા લખાણનો આધાર છે “દિવ્ય ભાસ્કર”માં પ્રગટ થયેલ શ્રી અશ્વિનભાઈ રાવળનો એક લેખ ….જે મેં મારા મિત્ર પરભુભાઈ મિસ્ત્રીના ઈમેઈલથી જાણ્યો.
ત્યારબાદ, મારો જવાબ..અને એના જવાબમાં પરભુભાઈનો જવાબ.
આ પોસ્ટમાં આ સંવાદ ઉપર પ્રગટ કર્યો છે. તે તમો જરૂરથી વાંચશો.
હવે…..
મારે મારા વિચારો લખવા છે.
પૃથ્વી આ બ્રમાંડના સુર્યમંડળમાં એક ગ્રહ છે.એ સુર્યની ફરતે ફરે છે.
એ જ પ્રમાણે, બીજા અનેક ગ્રહો પણ સુર્ય ફરતે ફરી રહ્યા છે. આપણા આ સુર્યમંડળમાં સુર્યનો “મુખ્ય” આધાર છે..અને ફરી રહેલા ગ્રહોની અસર એક બીજા પર પડે તેનો વિજ્ઞાને પુરાવો આપ્યો છે.આ પ્રમાણે ધરતી પર ગ્રહોની અસર પડે એ એક હકિકત છે. આવી જાણકારી એટલે “એસ્ટ્રોલોજી”(ASTROLOGY) યાને જ્યોતિષ જ્ઞાન.
ઉપર મુજબ, “જ્યોતિષ” એક સાયન્સ છે.પણ, આવી જાણકારી ધરવવા માટે ઉંડો અભ્યાસ કરવાની જરૂરત પડે છે.
આવી જાણકારીનો “દાવો” કરનારા અનેક છે…અને, અનેકમાંથી ફક્ત થોડી જ વ્યક્તિઓ પાસે “પુર્ણ” જ્ઞાન છે.
અધુરી જાણકારીવાળા માટે જ્યોતિષ એક “પૈસો કમાવા”નો રસ્તો છે.જ્યારે, પુર્ણ જાણકારીવાળા માટે આ જ્ઞાન કમાણી કરવાનું સાધન નથી જ ! એવી પુર્ણજ્ઞાની વ્યક્તિઓ છુપાયેલા “સત્ય”ને કોઈ પુછનારને જ કહે, જે સમયે પૈસા કોઈ ધરે તો પણ એમની “ના” હોય છે.
જ્યારે જ્યારે કહેવામાં આવે કે “તને શનિની દશા છે” કે “તને મંગળ નડે છે” ત્યારે એના સમાધાન માટે “પુજા/પાઠ કે ઉપવાસ વિગેરે” સાથે પૈસાનો ખર્ચ જોડાયેલ હોય છે..કોઈક ભક્તિપ્રેમીને પ્રભુને પ્રાર્થનાઓ કરવાનો ઉપદેશ હોય છે. શું ફક્ત ભગવાન પર “પુર્ણ શ્રધ્ધા”થી જ સમાધાન ના થાય ?…ખરો મંત્ર તો એ જ છે પણ એવી સલાહમાં “કમાણી” ગાયબ થઈ જાય.
એટલે જ મારે અંતે કહેવું છે કે…….
ગ્રહોની અસર ધરતી પર જરૂર પડે છે. એના કારણે “ધરતીકંપ”…વરસાદ સાથે “રેલ અને નુકશાન”….તેમજ અનેક કુદરતી ધટનાઓ જરૂર હોય એ પણ એક હકિકત છે. આવી ઘટનાઓની અસર માનવીઓ પર હોય એ સ્વભાવીક છે.
પણ…ભાગ્યમાં જે લખ્યું હોય તે મીટાડવાના પંથે જતા કરતા, ઘટનાનો “સામનો” કરી ઘટનાઓના “પરિણામ” બદવાનો પ્રયાસ કરવો  એ જ “બુધ્ધિભર્યું” કાર્ય કહેવાય, આવા સમયે “પ્રભુશ્રધ્ધા” તેમજ “આત્મબળ”નો સહારો લેવો એ જ યોગ્ય કાર્ય કહેવાય. આવા પંથે “નિરાશા” દુર થાય છે, અને માનવી “સફળતા” તરફ વળે છે . બનેલી દુઃખભરી ઘટનાના પરિણામનો “ભેદ” સમજાય છે અને જ્યારે પ્રભુ અંતીમ “મીઠાશ” ભરેલું પરિણામના દર્શન આપે ત્યારે એવો માનવી પ્રભુને “પાડ” માની, એની પ્રભુશ્રધ્ધા વધારે છે.
એથી જ…..
પરભુભાઈના લખેલા શબ્દો “….પણ, ડહાપણની વાત તો એ જ કે ભગવાને આપેલી બુધ્ધિ અને શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ પહેલો કરવો, અને ત્યારેબાદ આંરતશક્તિને કામે કામે લગાડવા કે “વીલપાવર” વધારવા શક્ય હોય તો પ્રભુ પ્રાર્થના કે દાન ધર્મ જેવા સત્કર્મો કરી ભાગ્યને જગાડવાના પ્રયત્નો કરવા”….આ શબ્દો ગમ્યા….આ શબ્દોમાં જે કંઈ મેં લખ્યૂ તેનો “સાર” છે.
આ બધા મારા વિચારો છે, આ જ રહી “ચંદ્રવિચારધારા”. કોઈ સહમત ..તો કોઈ પાસે “જુદા જ વિચારો” હશે.
તો મારી નમ્ર વિનંતી છે કે તમે પોસ્ટ વાંચી તમારો “પ્રતિભાવ” જરૂરથી આપશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
The Topic for the discussion is ASTROLOGY or JYOTISH-SHASTRA.
I say it is a SCIENCE.
But I raise the QUESTION : Who actually know it fully ?
There are MANY who claim to be the EXPERTS.
When there many who had made it a BUSINESS & try to CHEAT the Public,many regard this NOT as the Science.
What is your VIEW on this subject ?
Hope many of you are motivated to give your OPINION !
 
Dr. Chandravadan Mistry

ફેબ્રુવારી 3, 2013 at 3:15 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728