પાગલ છે હું !

જુલાઇ 24, 2015 at 2:24 પી એમ(pm) 11 comments

7844e-floweranimation

 

 

પાગલ છે હું !

જગમાં આવ્યો હું,

આવી મારૂં મારું કરતો રહ્યો,

ભાન ભુલ્યો છું હું…..

અરે ! હું તો પાગલ છું !પાગલ છું !…………….(૧)

 

મારૂં મારૂં કરતા હું,

 મોહમાયામાં ડુબી ગયો,

ભાન ભુલ્યો છું હું……

અરે ! હું તો પાગલ છું !પાગલ છું !…………….(૨)

 

મોહમાયામાં ડુબતા  હું,

જગથી થાકી ખોવાયો,

ભાન ભુલ્યો છું હું……

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૩)

 

નયને આંસુંભર્યો છે હું,

હૈયે નિરાશા ભરી બેઠો,

ભાન ભુલ્યો છું હું…..

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૪)

 

મનશાંતીમાં આતમવાણી સાંભળું હું,

મધુરવાણીએ જાગી ગયો,

હવે, પ્રભુનામે ભાન ભુલ્યો છું હું…….

અરે! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૫)

 

હવે મન છે પાગલ,તન છે પાગલ,

 હરદીન શ્વાસે શ્વાસે પ્રભુનો પાગલ,

પ્રભુભક્તિમાં ભાન ભુલેલો છું પાગલ હું……

અરે ! હું તો પાગલ છું ! પાગલ છું !…………….(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૨૯,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

પત્ની કમુએ થોડા ભક્તિ ગીતો ગાયા.

હું કોમ્પુટર ખોલી ગુજરાતી ટાઈપ પેડ નિહાળતો હતો.

શું લખુ ?

“પાગલ છું હું !” આટલા જ શબ્દો લખતા મનમાં “પ્રભુનો પાગલ છું” એવો ભાવ જાગૃત થયો.

બસ….જગમાં મોહમાયામાં પાગલ માનવીરૂપે મેં પોતાને નિહાળી અંતે પ્રભુ પ્રત્યેની “પાગલતા”ના શિખરે પહોંચ્યો.

આ જ છે મારી રચના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati with the words “PAGAL CHHE HU” meaning “I AM MAD”.

Initially MAD for the WORLDLY THINGS…& finally for the DIVINE ( GOD).

This Poem was created as I had thought in my mind about being MAD for GOD ( REALIZATION of GOD )

Hope you like this Post.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ભક્તોના ગુણગાન પ્રભુજી કરે ! અરે, શ્યામ, અરે,શ્યામ !

11 ટિપ્પણીઓ Add your own

  • 1. P.K.Davda  |  જુલાઇ 25, 2015 પર 2:08 પી એમ(pm)

    અમુક અંશે આપણે બધા પાગલ છીએ. અત્યારની જગતની પરિસ્થિતિ પણ થોડે ઘણે અંશે એના માટે જવાબદાર છે. કલિયુગમાં સતયુગ જેવું જીવન કેવી રીતે જીવાય?

    જવાબ આપો
    • 2. chandravadan  |  જુલાઇ 25, 2015 પર 9:36 પી એમ(pm)

      PK
      Thanks for your comment.
      Agree….We,all are crazy for “something” on this Earth.
      When the desires & the craze is for the material things ONLY then you are on the WRONG path. If you become CRAZY for the DIVINE & the DIVINITY within ALL..then you are on the RIGHT path.
      In the KALIYUG ….this RIGHT PATH can only lead to the SALVATION.
      Chandravadan

      જવાબ આપો
  • 3. રીતેશ મોકાસણા  |  જુલાઇ 26, 2015 પર 7:51 એ એમ (am)

    Very nice written, very difficult to all for follow the right path. Acceptance of truth is appraciable

    જવાબ આપો
  • 4. દાદીમા ની પોટલી  |  જુલાઇ 26, 2015 પર 11:51 એ એમ (am)

    એક ભજન જુનું મેં વર્ષો પેહલાં સાંભળેલ … ભાઈ, આતો ગાંડાની વણઝાર … શ્રી અનીલ ભગત, જામનગર વાળા કાયમ શ્રી મનહરલાલજી મહારાજની ભાગવત કથામાં ગાતા હતાં. જે ફરી યાદ આવ્યું. સુંદર રચના..

    જવાબ આપો
  • 5. ishvarlal R. Mistry  |  જુલાઇ 26, 2015 પર 6:01 પી એમ(pm)

    Very nice poem about what is happening in this Sansar,We have to stay float like Kamal fool stays floating in water without getting wet.Like you mentioned right path leads to SALVATION.
    Thankyou for sharing.
    Ishvarlal.

    જવાબ આપો
  • 6. puthakkar  |  જુલાઇ 26, 2015 પર 6:09 પી એમ(pm)

    કોણ પાગલ નથી ? કેટલાકને પોતાના પાગલપણાની પણ ખબર નથી હોતી…એટલી હદે પાગલ હોય છે.

    બિલ્વમંગલ ચિંતામણીમાં પાગલ હતા.. અને પાગલપણાની કોઇ મર્યાદા પણ નહોતી રહેતી..

    જ્યારે પાગલપણાનું ક્ષેત્ર બદલાયું ત્યારે જગતને એક સંત મળ્યા…સૂરદાસ..

    બાકી તો અ જીવન શ્રી ડો. ચંદ્દવદનભાઇ, આપે, કહ્યુ તેવું જ છે..ને …/

    ‘‘જગમાં આવ્યો હું,

    આવી મારૂં મારું કરતો રહ્યો,

    ભાન ભુલ્યો છું હું…..

    અરે ! હું તો પાગલ છું !પાગલ છું !…………….(૧)’’

    જવાબ આપો
    • 7. chandravadan  |  જુલાઇ 26, 2015 પર 10:24 પી એમ(pm)

      Pravinbhai,
      Tame Avya….Pratibhav Mate Abhar.
      Fari Padharjo.
      Chandravadan

      જવાબ આપો
  • 8. chandravadan  |  જુલાઇ 26, 2015 પર 8:22 પી એમ(pm)

    Pradipbhai,
    Thanks for publishing this Poem Post in Jan Fariyad issue of 26th July 2015
    file:///C:/Users/CM/Downloads/Jan%20Fariyad%20Issue%2026-7-15.pdf

    Jan Fariyad Issue 26-7-15.pdf
    Chandravadan

    જવાબ આપો
  • 9. chandravadan  |  જુલાઇ 26, 2015 પર 10:21 પી એમ(pm)

    This was an Email Response>>>

    પાગલ છે હું !
    Indu Shah

    To Chandravadan Mistry Today at 9:23 AM

    જગની માયાની પકડંમાં જકડાય ગયો
    બન્યો પાગલ છુટ્વા મથુ તેમ ગુંચવાઉ વધુ….

    Have a Blessed day,
    — Indu Shah
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Induben,
    Abhar.
    Fari Avjo.
    Chandravadan

    જવાબ આપો
  • 10. chandravadan  |  જુલાઇ 26, 2015 પર 10:23 પી એમ(pm)

    This was an Email Response>>>>

    પાગલ છે હું !

    Jul 25 at 8:06 AM
    Dharamshi Patel
    To Chandravadan Mistry Jul 25 at 7:27 PM
    Hari om,

    Waw

    Dharamshi
    >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
    Dharamshiji,
    Abhar.
    Chandravadan

    જવાબ આપો
  • 11. Thakorbhai Mistry  |  જુલાઇ 29, 2015 પર 7:35 પી એમ(pm)

    The four things that have spoiled one’s life are: “I” and “Mine”, “You” and “Yours”. Forget them.

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,632 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031