પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

જુલાઇ 29, 2015 at 1:02 પી એમ(pm) 5 comments

 

 

પ્રાણ,જીવ, અને આત્માની સમજ !

પ્રાણ,જીવ અને આત્માને ખરેખર તમે જાણો ?

અજાણ કે જાણતા હો, છતાં ફરી તમે જાણો ,

બસ, આટલું કહ્યું મારૂં તમે જરૂર માનો !………………..(૧)

 

પ્રાણ,જીવ અને આત્મા ત્રણે ભિન્ન તત્વો રહ્યા,

સમજ એવી વેદાંત વિચારધારા સૌને આપી રહ્યા,

બસ, આટલું જ પ્રથમ તમે ગ્રહણ કરો !………………..(૨)

 

પ્રાણ શું એનો હવે તમે વિચાર કરો,

પાંચ ઈંદ્રિયો આધીન,જે પાંચ પ્રક્રિયા તમે કરો,

એ સર્વનો સંચાલન કરનાર પ્રાણ જાણો !……………….(૩)

 

જીવ શું તે જાણવા હવે તમે પ્રયાસ કરો,

એને બુધ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ ગણો,

આવી જીવની સમજ ગ્રહી વધુ વિચારો !……………….(૪)

 

ચેતના, પ્રાણરૂપી જીવન સંચાલન વિચાર આપે,

ઉચ્ચ વિચારે આત્મા હોવાનો ભ્રમ પણ અહીં આવે,

જીવ શબ્દને પણ પ્રતિભાસિક કલ્પના પદાર્થ માનો !………..(૫)

 

જીવ અને પ્રાણ શરીર સાથે, પણ આત્મા શરીરથી ભિન્ન છે,

જાગૃતિ, સુષુપ્તિ અને સ્વન્પ ત્રણ અવસ્થાનો સાક્ષી છે,

જેને જ સચ્ચિદાનંદ સ્વરૂપ તમે માનો !…………………….(૬)

 

જીવ જન્મ લે છે અને મરણ પણ પામે,

સારા માઠા કર્મો કરે, પાપપુણ્યરૂપી કર્મફળ ભોગવે,

પુણ્ય સમાપ્તિએ ફરી મૃત્યુલોકે, એને જન્મ-મરણફેરા માનો !……(૭)

 

આત્મા તો શરીરથી ભિન્ન પરમેશ્વરનો સાક્ષાત્કાર અંસ રહ્યો,

એ ના કદી જન્મે કે મરે,માનવ અવતારે ફક્ત એક સાક્ષી રહ્યો,

જીવ જન્મ-મરણના ચક્કરથી છુટી મોક્ષ પામતા આત્મા પ્રભુમાં જ સમાયો !……(૮)

 

જે તમે સમજ્યું આજે, તે હતું અખંડ આનંદમાં “જ્ઞાનગોષ્ઠિ” પાને,

બંસીધર શુક્લની વિચારધારે હતું તેને જ ચંદ્રે કહ્યું કાવ્યસ્વરૂપે,

જો સરળ રીતે સમજાવી શક્યો, તો હશે આનંદ મુજ હૈયે !……………….(૯)

 

કાવ્ય રચના ઃ તારીખ, જાન્યુઆરી,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

 

બે શબ્દો…

એક દિવસ એક લેખ વાંચ્યો.

એ લેખમાં પ્રાણ,જીવ અને આત્માને સમજાવવાનો લેખકનો પ્રયાસ હતો.

એ લેખ આધારે આ રચના થઈ છે.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

A Poem in Gujarati trying to explain 3 Words…(1) PRANA meaning that ENERGY with gives the LIFE  (2) JIV meaning that ENTITY that ABODE within & gives the RECOGNITION as a LIVING BEING  (3) ATMA meaning the ETERNAL DRIVING FORCE within the LIVING BEING.

This Poem is based on an article written by Bansidhar Shukla in AKHAND ANAND.

Hope you like it.

Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

અરે, શ્યામ, અરે,શ્યામ ! પ્રભુકૃપા છે ન્યારી !

5 ટિપ્પણીઓ Add your own

  • 1. મૌલિક રામી "વિચાર"  |  જુલાઇ 29, 2015 પર 5:22 પી એમ(pm)

    Very spiritual!!

    જવાબ આપો
  • 2. સુરેશ  |  જુલાઇ 29, 2015 પર 5:35 પી એમ(pm)

    આપણે આ બધા ગનાનને શું કરવાનું? ‘મસ્ત બનીને જીવો – અને બને તેટલી કોઈને મદદ કરો.; – એ તમારા મંત્ર વિના કશાની જરૂર નથી.

    બંસીધર શુકલ …

    બંસીધર શુકલ -Bansidhar Shukla

    જવાબ આપો
    • 3. chandravadan  |  જુલાઇ 29, 2015 પર 9:15 પી એમ(pm)

      SJ
      Thanks for your visit/comment.
      The Link took me to the Bio of Bansidharbhai.
      Nice to know of him & his activities.
      Chandravadan

      જવાબ આપો
  • 4. Thakorbhai Mistry  |  જુલાઇ 29, 2015 પર 7:16 પી એમ(pm)

    Bansidhar Shukal’s ponderence on Prana, Jeev & Atma and definitions of these words were well incorporated in your Kavya,

    જવાબ આપો
  • 5. ishvarlal R. Mistry  |  જુલાઇ 30, 2015 પર 5:56 પી એમ(pm)

    Chandravadanbhai very nicely explained in your poem,i believe it is very true with spiritual knowledge.
    Thanks for sharing.from Bansidhar Shukal’s on Prana.

    જવાબ આપો

Leave a comment

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,630 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031