Archive for ઓગસ્ટ, 2011

ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક !


ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક !

નવેમ્બર ૨૦૧૦થી નવી શરૂઆત કરી,

એક પછી એક ફક્ત કાવ્યો હોય એવી વાત રહી,

કાવ્યરૂપે કંઈક આ સંસારનું મેં કહ્યું,

પતિ-પત્ની, સાસુ-વહુ, દીકરી-બાપ વિષે કહ્યું,

અરે,ડોશીની પોસ્ટમાં ઘડપણનું પણ કહ્યું,

“શાને ઉતાવળ કરે છે તું?”માં જન્મ લેનાર બાળનું કહ્યું,

“તું ,હું અને અન્ય”માં સૌ માનવીઓ વિષે કહ્યું,

“સમુદ્ર મંથન” માં પુરા સંસારની થતી ઘટનાઓનું કહ્યું,

ગાંધીજી, વિવેકાનંદના જીવનની ઝલકરૂપે જરા કહ્યું,

અને,હરિષ ભીમાણીને કાવ્યમાં મઢીને કંઈ કહ્યું,

અરૂણ, નરેન્દ્ર, અને નલીનને  અંજલીરૂપે કહ્યું,

“ભુલે ચુકે ના પડશો માંદા”કે “માંદા પડશો”માં હાસ્યભાવે કહ્યું,

આકાશમાં વાદળો, સુર્ય નિહાળી કાવ્ય કર્યું,

જાપાનના ધરતીકંપ અને લીબીયાની લડાઈ વર્ણન કર્યુ,

બ્લોગો પર જઈ પોસ્ટો વાંચી કાંઈક કાવ્યરૂપે લખ્યું,

જે થકી,”ખુલ્લી આંખના સપના”વિષે કાવ્ય બન્યું,

મારા જ લખાણો પર શંકા સાથે ટીકાઓ કાવ્યરૂપે કરી,

બ્લોગો કે ઈમેઈલની “કાવ્ય ઝલકો”ને અંતે મુકવા તૈયારી કરી,

‘મન’ ‘સ્વાર્થ’ અને ‘મ્રુત્યુ ડર’ના વિષયે કાવ્યરૂપે કહી,

‘ન્રુત્ય’નું કહેતા,ચંદ્રે સર્વ કાવ્યમાં ‘પ્રભુ-ભક્તિ’ ભરી,

કોઈક કાવ્ય રચનાને સૌના ભલા માટે રદ પણ કરી,

રદ કે પ્રગટ, અંતે તો ‘ચંદ્રપૂકાર’ પર જે નિહાળી તેની આ વાત રહી !

કાવ્ય રચનાઃતારીખ માર્ચ,૨૫,૨૦૧૧                   ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ કાવ્ય-પોસ્ટ આગળ તૈયાર કરેલી પોસ્ટોમાં ના હતી.

છેલ્લી પોસ્ટ “ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી કાવ્યજેવી ઝલકો”ની જ હશે એ નક્કી
હતું.

તો, એક રચના દ્વારા કાવ્ય-પોસ્ટોરૂપે શું શું પ્રગટ થયું તેની જાણ વાંચકોને

કરવા માટે પ્રભુ-પ્રેરણાથી શક્ય થઈ.

સૌને ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW   WORDS…
Today’s Post is a Kavya, which is taking the
Readers back to some of the Kavya Posts which had been published on Chandrapukar
since the 1st one in November 2010. It also tells the Readers of the LAST
KAVYA-POST after this Post.
Thus my Journey of continuously publishing one
Kavya Post after another will END then as you read the NEXT
Post.
DR. CHANDRAVADAN MISTRY

ઓગસ્ટ 25, 2011 at 11:35 એ એમ (am) 15 comments

આ જ છે કૃષ્ણ મોરારી મારો !

Krishnablinking

આ જ છે કૃષ્ણ મોરારી મારો !


આજે શ્રી કૃષ્ણને હું તો શોધી રહ્યો
!
કૉઇ કહેશો મને એ ક્યાં સંતાઈ રહ્યો
?………..(ટેક)

જગમાં ફરતા ફરતા, હું ગોકુળ ગયો,
સૌને પૂછી પૂછી,
શોધ્યો એને વૃદાવન અને ગલી ગલી,
પણ….
ના મળ્યો કૃષ્ણ મોરારી, અને હું તો થાકી
ગયો,….આજે…..(૧)

કોઈ કહે એતો મથુરામાં રહે,
શોધવા એને હું તો મથુરા ગયો,
પૂછી સૌ મથુઆવાસીઓને શોધ્યો એને ઘરે
ઘરે,
પણ….
ના મળ્યો કૃષ્ણ મોરારી, અને હું તો થકી ગયો….આજે
….(૨)

સૌ કહે એતો સુદામા સંગે રમે,
રાજી થઈ હું તો પોરબંદર ગયો,
શોધી કૃષ્ણ-સુદામની જોડીને નગરી
સારી,
પણ…..
ના મળ્યો કૃષ્ણ મોરારી , અને હું તો થકી
ગયો,……આજે……(૩)

હવે થાકીને નિંદરે સ્વપ્ન-દુનિયામાં પહોંચી
ગયો,
નિહાળ્યો એક મોરલીવાળો,
અરે ! આ જ શ્રી કૃષ્ણ મોરારી મારો,
કહી એવું, ચંદ્ર તો ખુશીમાં નાચી રહ્યો  ! …..આજે
…..(૪)

કાવ્ય રચના ..તારીખ ઓગસ્ટ, ૧૫, ૨૦૧૧
ચંદ્રવદન
.

બે શબ્દો…

ભારતનો સ્વતંત્રતાનો દિવસ..અને હું ઘરે કોમ્પ્યુટર
નજીક બેઠો હતો.
ત્યારે યાદ આવી કે થોડા દિવસોમાં હશે શ્રી કૃષ્ણ
જયંતી,
બસ, આ યાદ સાથે પ્રેરણા મળી..અને આ રચના
થઈ.
રચનામાં ભુલો હશે ..એ ન ગણી, મારા “હ્રદય્ભાવ”નો
સ્વીકાર કરશો એવી આશા.

સૌને જય શ્રી કૃષ્ણ !

ડો. ચંદ્રવદન
મિસ્ત્રી.
FEW  WORDS…
This Kavya (Poem) was created on 15th
August,2011 as I remembered the soon to come the “Birthday” of Lord
Krushna.
In the Poem, I am searching for Krushna, and I
finally see him in my dream.
JAI SHRI KRUSHNA  to ALL.
Dr. Chandravadan Mistry

 

ઓગસ્ટ 22, 2011 at 11:01 એ એમ (am) 17 comments

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન !

મણીબેન વિજયદેવ મિસ્ત્રીને ચંદ્ર વંદન કરે !……(ટેક)

આજે, ૨૦૧૧ના ઓગસ્ટ માસે ભજન છે,

મણીબેનની યાદમાં, આ તો ભજન છે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !….મણીબેન…(૧)

૨૦૧૧ના જુન માસે, મણીબેન અચાનક પ્રભુધામે,

સમાચારથી, દીલગીર છે ચંદ્ર જગતના અમેરીકાધામે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !……મણીબેન….(૨)

સંસારના  સ્નેહ સબંધે, હતા એ ચંદ્રના કાકી,

દીકરા કહી બોલાવનાર, હતા એ ચંદ્રના કાકી,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !…..મણીબેન…..(૩)

મણીબેન તો રહે આજે, સૌના દીલમાં,

પ્રભુધામે છતાં,લાગે અમર એ આ જગમાં,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !……મણીબેન….(૪)

સાંભળો ચંદ્ર શબ્દો, જ્યાં હો કાકી તમે આજે,

સાંભળી, સ્વીકારજો પ્રેમથી, આ ચંદ્ર-અંજલી આજે,

યાદ એવું કરી, ચંદ્ર વંદન કરે !…..મણીબેન….(૫)

રચના…તારીખઃ ઓગસ્ટ,૧૪, ૨૦૧૧                 ચંદ્રવદન

જગદીશભાઈ,
તમે ઈમેઈલથી  મણીબેન મિસ્ત્રીની યાદમાં ભજન છે એવા
સમાચાર આપ્યા.
અને….એમને મેં જે રીતે જાણ્યા હતા, અને જે રીતે મને
એમનો પ્યાર મળ્યો હતો તેનું જ યાદ કરી, આ રચના
એમને “અંજલી રૂપે છે તે સ્વીકારશો..અને બની શકે તો ભજન
સમયે વાંચશો,,તો મારા હૈયે થશે કે હું પણ એ \સતસંગમાં
તમો સૌ સાથે જ ભનન કરી રહ્યો છું ….મારા મનમાં એક
અનોખો સંતોષ હશે !
લી. ચંદ્રવદનભાઈ

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક અંજલી.
ક્યારે, અને કેવી રીતે એ માટે પ્રેરણા મળી તે પણ તમે
જાણ્યું,
આજે એ સ્નેહીને યાદ કરી, આ રચનાને એક પોસ્ટરૂપે પ્રગટ
કરી છે.
એમના આત્માને પ્રભુ શાન્તી બક્ષે.
તમો પણ વાંચી એમના વિષે જાણો.
એમના પતિ વિજયદેવ રતનજી મિસ્ત્રીએ એમના સાથે વેસ્મા
ગામે ઘણું જ કર્યું છે ..તેમજ, પ્રજાપતિ સમાજ અને “માવવ કલ્યાણ” ના અનેક
કાર્યો કર્યા છે.
.એવા કાર્યો દ્વારા જ મણીબેનને આ જગતમાં “અમરતા” મળે
છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW   WORDS…
Today’s Post is an ANJALI KAVYA in the Memory
of MANIBEN VIJAYDEV MISTRY.
This is “my feelings” for
her.
As a post, I want to share her “support” to her
husband VIJAYDEV RATANJI MISTRY for his JANKALYAN KARYO.
May her Soul rest in Peace with God
!
Dr. Chandravadan Mistry

 

 

ઓગસ્ટ 21, 2011 at 12:46 એ એમ (am) 13 comments

જય હો સાથે ભારતમાતાને વંદન !

Before you read the KAVYA POST, please VIEW the
VIDEO by clicking
on the LINK
below>>>>>

Jana Gana Mana
in 39 voices

http://youtu.be/6Acw327tp1s

જય હો સાથે ભારતમાતાને વંદન !

જય હો ! જય હો !
ઓ, ભારતમાતા, અમરી,
જય હો ! જય હો !………(ટેક)

ગુલામી સહન કર્યાની યાદમાં,
તમ આઝાદીની ખુશીઓ હૈયે ભરતા…
શીશ નમાવી,  કરીએ વંદન અમે તમને !…..જય હો !…(૧)

આઝાદી  દિવસની યાદમાં,
સહીદોને  હૈયામાંથી કદી ના
ભુલતા….
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો !…….(૨)

પરદેશમાં છીએ અમે તારી યાદમાં,
ગર્વ આનંદમાં અમે નાચતા……
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો
!……..(૩)

અખંડીત ભારત એકતાની યાદમાં,
ભાવનાઓ એવી જાગૃત રાખતા……
શીશ નમાવી, કરીએ વંદન અમે તમને !…જય હો !……(૫)

કાવ્ય રચના તારીખ ઓગસ્ટ,૧૪,
૨૦૧૧                       ચંદ્રવદન.

બે શબ્દો…


૧૫મી ઓગસ્ટ એટલે ભારતની “સ્વતંત્રતા”નો
દિવસ.

“જય હો ! જય હો!” ની “વીડીઓ ક્લીપ” નિહાળી…અને મારા
મનમાં કંઈક લખવા પ્રેરણા થઈ.

અને, આજે આ પોસ્ટ !

આશા છે કે તમોને ગમે.

ભારત માતા માટેનો તમારો પ્રેમ હંમેશા રહે એવી
પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી .

FEW  WORDS…

It’s 15th August.
It’s the Independence Day of India.
Happy Independence Day to All.
I hope you will read this Kavya Post, and also VIEW
the VIDEO CLIP by clicking on the LINK .

Dr. Chandravadan Mistry

ઓગસ્ટ 15, 2011 at 12:46 એ એમ (am) 14 comments

માનવ દેહના ભાવ-ઝરણા !

માનવ દેહના ભાવ-ઝરણા !

મનડાના બાગમાં વિચાર-ફુલો હલે,
મહેક એની પ્રસરી, નિર્મળ નીર બને,

હ્રદયના ઉંડાણમાં કંઈક હલચલી રહે,
લાગણીઓના નીર ઉછળી, બહાર નિકળે,

મનના નિર્મળ નીરને હ્રદયના લાગણી નીર
મળે,
નયનોમાં એ વહી, સ્નેહ ઝરણાઓ બને,

સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
જેને પ્યારના આસુંડા લોકો કહે,

ધીરે ધીરે આસુંડા તો વહેતા રહે,
મનડું અને  હૈયું હવે હલકું બને,

ચંદ્ર મુખડે સ્નેહ-પ્રકાશ ચમકે,
નિહાળી, સૌ આનંદીત બને,

મન,હ્રદય, અને નયના રમે,
ત્યારે, માનવ દેહે ભાવ-ઝરણા પ્રગટે !

કાવ્ય રચના…તારીખ જુલાઈ,૬, ૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

જુલાઈ, ૫, ૨૦૧૧ના રોજ રાત્રીએ સુતા પહેલા મારા મનમાં
અનેક વિચારો રમવા લાગ્યા.
ત્યારે, મારા મન સાથે મારા હ્રદય ભાવો પણ છલકાતા
હતા.
સવારે જ્યારે જાગ્યો ત્યારે પણ રાત્રીના વિચારો ફરી
યાદ આવ્યા.
એવી યાદ સાથે, લાગણીભાવો કારણે નયને આસુંઓ વહેતા હોય
એવું મનમાં થયું.
અને પછી…..
હાથમાં એક પેન..અને જે શબ્દો વહી ગયા તે હતા પેપર
પર.
આ રચનાને “કાચુ ” સ્વરૂપ મળ્યું .
જરા શબ્દોનો ફેરફાર યોગ્યતા માટે.
અંતે આ રચના !
ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the interaction of MIND, HEART &
EYES of a HUMAN.
MIND generating THOUGHTS..then these thoughts having
the effects on the HEART (FEELINGS)
and finally if POSITIVE, then the TEARS of HAPPINESS
& GOOD FEELINGS.
This INTERACTION….is showing on the FACE of the
POET as the SMILE ( Light of Love)…which when
witnessed by others results in the benefit of LOVE
in OTHERS.
Hope this Post is enjoyed by ALL !

DR. CHANDRAVADAN MISTRY.

 

ઓગસ્ટ 9, 2011 at 12:23 પી એમ(pm) 17 comments

મંદિર અને તું !

 

om-symbol---yoga-thumb935331.jpg Om image by Archimexis

 

File: THE HINDU TEMPLE OF ANTELOPE VALLEY

Namasthe,

Why Build a Temple!

“Man lost the divinity
within himself. His intuition, which is nothing but a state of primordial
alertness, continues to strive towards the archetypal perfect state where there
is no distinction between man and god (or woman and goddess). The Hindu
Temple sets out to resolve this deficiency in our lives by dissolving the
boundaries between man
and divinity. This is achieved by putting into
practice the belief that the temple, the human body, and the sacred mountain and cave, represent
aspects of the same divine symmetry. ( A collection)

We heard that some of them
have not received the Hindu Temple of AV sent in earlier messages. I divided the
E-mail group into two and sending it again. Please go through the information
and involve yourself and your likeminded people to donate substantially to get
this Temple built ASAP.

Hari OM

Kris Venkatappa,

HTAV, 661-965-8341

E-mail: kris_v32@msn.com

 

 

મંદિર અને તું !

વાત કરૂં હું એક મંદિરની,
એ તો છે એન્ટોલોપ વેલી હિન્દુ ટેમ્પલની !
……(ટેક)

નહી હતું અહી એક મંદિર,
તો, હવે હશે એક મંદિર,
અહી એન્ટોલોપ વેલીમાં !
મંદિર જરૂર હશે ! મંદિર જરૂર હશે !……વાત
કરૂં…..(૧)

તમે પુછો મંદિર શા માટે ?
હું તો તમોને સાંભળી કહું,
કે એક મંદિર તો હોવું જોઈએ !
મંદિર જરૂર હશે ! મંદિર જરૂર હશે !…..વાત
કરૂં…..(૨)

આ મોહ-માયાની દુનિયામાં,
ભુલે છે માનવી ભગવાનને,
ત્યારે મંદિર લાવે યાદો ભગવાનની !
મંદિર જરૂર હશે ! મંદિર જરૂર હશે !…..વાત
કરૂં…..(૩)

પ્રભુને ભજવા, મંદિરમાં શાન્તી મળે,
મન જાગૃતિ અને શ્ર્ધ્ધામાં પ્રભુ
મળે,
સ્વર્ગ કે રક્ષા મળે પ્રભુચરણે !
મંદિર જરૂર હશે ! મંદિર જરૂર હશે !……વાત
કરૂં…..(૪)

હોય શક્તિ જેવી, કરો દાન નાનું મોટું
ખુશીભરી,
હ્રદય ખોલી, કરો દાન ખુબ જ પ્રેમભરી,
ચંદ્ર હૈયે આશાઓ આવી રહી !
મંદિર જરૂર હશે ! મંદિર જરૂર હશે !……વાત કરૂં
…..(૫)

કાવ્ય રચના ઃ તારીખ જુલાઈ ૨૩,૨૦૧૧
ચંદ્રવદન.

This is the Original Poem in English first before the
Gujarati version !


The Temple & You !

The Hindu Temple of Antelope Valley will be
here,

Long overdue,but have the Patience, it will be here
!

Why a Temple, you ask Loud and Clear,

I Listen,and say it must be surely Here,

Humans are surrounded by the Worldly Attractions so
Dear,

Often, the Humans forget the Creator, dearer than
Dear,

The Forgetful Humans are reminded of God by the
Temple,

Praying the Divinity is the Right Thing done in Silence
of the Temple,

Wake Up ! Discard the Coat of the Ignorance with your
Faith,

Almighty will be your Savior, opening the Heaven’s
Gate,

Donate what you can Big or Small  More and
More,

With Hearts filled with the Divine Love Donate More and
More !Poem  To Inspire the Donors for the Temple

Date July 23,2011           DR. CHANDRAVADAN
MISTRY
બે શબ્દો…

જુલાઈ, ૨૩, ૨૦૧૧ના દિવસે, એન્ટેલોપ વેલી વિસ્તારે એક
“હિન્દુ ટેમ્પલ”થશે એવી જાણ સૌને કહેવા માટે
આવેલો એક ઈમેઈલ વાંચ્યો. એમાં, મંદિર માટે “દાનની
અપીલ” હતી.
એ વાંચી, મારા મનમાં થયું કે અંગ્રેજીમાં કંઈક
“કાવ્યરૂપે” લખું.
અને,…..અંગ્રજીમાં પ્રગટ કરેલી કાવ્ય રચના શક્ય
થઈ.
મારા હૈયે ખુશી હતી.
પણ ત્યારબાદ, વિચાર આવ્યો કે “ચંદ્રપૂકાર” પર
પોસ્ટરૂપે હોય તો ?
બસ, આ વિચાર કારણે “ગુજરાતીમાં ” રચના
થઈ.
હવે હું આજે આ પોસ્ટ પ્રગટ કરી રહ્યો
છું.
સૌની પ્રાર્થનાઓથી જરૂર “દાન ફાળો” સારો મળશે જ
!
૧૯૮૧ની સાલથી હું મારા પરિવાર સાથે અહી કેલીફોર્નીઆના
આ વિસ્તારે રહું છું.
જ્યારથી રહેવાનું શરૂ કર્યું ત્યારથી મારા મનમાં એક
ઈચ્છા હતી કે એક દિવસ અફી
મંદિર હશે,
તો…હવે જરૂર અહી મંદિર હશે જ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

There was an Email with an Appeal for the DONATION
for the HINDU TEMPLE
in the ANTELOPE VALLEY Area of the Southern
California.
By the Kavya in GUJARATI & a Poem in ENGLISH, my
intent is to motivate others
to make DONATIONS for the Mandir.
I am fully convinced that SOON there will be a NICE
MANDIR in the ANTELOPE VALLEY.
May those who read this Post offer their PRAYERS for
the EARLY COMPLETION of this
TEMPLE PROJECT.
DR. CHANDRAVADAN MISTRY

ઓગસ્ટ 3, 2011 at 2:36 પી એમ(pm) 13 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031