Archive for ડિસેમ્બર, 2012

ભરત અને રાધીકાના લગ્ન !

Family : child's drawing of the family on a bicycle, vector

ભરત અને રાધીકાના લગ્ન !

ભરતે વડોદરાની એમ.એસ. યુનીવર્સીટીમાં એનજીરીંગ ડીગ્રી મેળવવા અભ્યાસ શરૂ કર્યો. એનું અસલ વતન ગુજરાતના ચરોતર વિસ્તારે આણંદ શહેરમાં હતું. એના પિતાજીનો શહેરમાં મોટો વેપાર ચાલતો હતો, એથી ભરત એક ધનવાન કુટુંબનો હતો.તેમ છતાં, આણંદ છોડી વડોદરાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા એણે જાતે જ નક્કી કર્યું હતું એ સમયે એના પિતાએ કહ્યું ઃ ” દીકરા, તને હોસ્ટેલમાં માફક ના આવે. તને હું એક પ્રાઈવેટ ફ્લેટ લઈ આપું. તું ત્યાં આરામથી રહી ભણી શકે !”પણ, ત્યારે ભરતે પિતાને કહેલું ઃ ” પપ્પા, મારે તો હોસ્ટેલમાં જ રહેવું છે. તમે મારી ચિન્તા ના કરશો !”

આ પ્રમાણે, ભરતે વડોદરા આવી હોસ્ટેલ આવી એનો સામાન એને મળેલા રૂમમાં મુક્યો. એ રૂમમાં એને રણજીત નામે રૂમમૅઈટ મળ્યો, રણજીત એક ગરીબ કુટુંબનો છોકરો હતો. હોસ્ટેલમા સમય વહેતો ગયો. કોલેજમાં ભરતનો અભ્યાસ શરૂ થઈ ગયો.હોસ્ટેલમાં રહેવા સાથે કોલેજ કેમ્પસમાં જુદા જુદા વિષયો ભણતા છોકરા અને છોકરીઓ એકબીજાને મળવાનો લ્હાવો લેતા. આ હતું કોલેજ જીવન !

યુનીવર્સીટીની “ગર્લ્સ” હોસ્ટેલ પણ કેમ્પસ નજીક હતી. પણ છોકરા અને છોકરીઓ કોલેજ કેમ્પસ પર એકબીજાને મળી જાણી કોઈ મિત્ર બની જતા. ભરતને સૌને મળ્યા બાદ, એક છોકરી ખુબ જ ગમતી. એનું નામ હતું રાધીકા. રાધીકા એક ગરીબ કુટુંબની હતી. એના પિતા પાસે કોલેજ ભણતર માટે પૈસા ના હતા છતાં એમણે થોડી બચત હતી તેને ધ્યાનમાં લઈ દીકરી રાધીકાને કહ્યુ હતું ઃ ” દીકરી, તું જરા ચિન્તા ના કરીશ, તારે ભણીને ડીગ્રી મેળવવાની જ છે !” રાધીકાના પિતા શિક્ષણપ્રેમી હતા. રાધીકા એમની એકની એક દીકરી હતી.રાધીકા એના મનમાં જાણતી હતી કે કેવા સંજોગોમાં એના પિતાએ એને કોલેજમાં ભણાવવા માટે સાહસ કર્યું હતું.એ કોલેજમાં ફક્ત ભણવા માટે મહેનત કરતી અને મોજશોખ માટે એને કાંઈ રસ ના હતો.

ભરત રાધીકાને નિહાળતા ગયો તેમ તેમ એ એની નજીક જઈ રહ્યો હતો. રાધીકાનો સ્વભાવ ખુબ જ મળતાવડો હતો. એક દિવસ રાધીકા નજીક આવી અને પહેલીવાર કહ્યુંઃ “રાધીકા, તું કેમ છે ? તારે ઘરે તારા પિતાજી અને સૌ કેમ છે ?”

તે સમયે, રાધીકા જરા શરમાય ગઈ હતી. એ જાણતી હતી કે ભરત ખુબ ધનવાન કુટુંબનો હતો. છ્તા, એને ખોટું ના લાગે એવા ભાવે કહ્યું ” ભરત, સૌ મઝામાં છે ! તારા ઘરે સૈ કેમ છે?”

બસ, આ જ એકબીજા વચ્ચે સંવાદ હતો.

ભરત એના દીલની વાત એના રૂમપાર્ટનર રણજીતને જરૂર કહેતો. રણજીત રાધીકાને જાણતો હતો કારણ કે એ રાધીકાના નજીકના ગામનો રહીશ હતો. રણજીત રાધીકાને ઘણીવાર મિત્રતા ભાવે મળતો ત્યારે ભરત પણ એની સાથે જ હોય, આથી ભરત રાધીકાને અનેકવાર મળ્યો, અને રાધીકાને જેમ એ વધારે જાણવા લાગ્યો તે તેમ એના દીલમાં રાધીકા બીરાજી ગઈ. એ વિષે ભરત જાણે. રાધીકાના મનમાં એવા વિચારો કદી ના આવ્યા હતા. રાધીકાને એની ગરીબાયની જાણ હતી, અને ભરત કેટલો પૈસેદાર હતો એ પણ જાણતી હતી. એક દિવસે, રણજીતે કહ્યું ઃ “રાધીકા આ મારો મિત્ર ભરત !”

જાણે પહેલીવાર “ઓફૉસીયલી” મળતા હોય એવા ભાવે ભરતે નમ્રતાથી કહ્યુંઃ ” જય શ્રી કૃષ્ણ રાધીકા !”

અને જવાબરૂપે રાધીકાએ કહ્યુંઃ “ભરત, જય શ્રી કૃષ્ણ !”

બસ, આટલી વાતો બાદ, ભરત અને રાધીકા એકબીજાને મળતા રહ્યા. ધીરે ધીરે, રાધીકાને ભરત ગમવા લાગ્યો. સમયના વહેણમાં રાધીકા ભુલી ગઈ કે એ ગરીબ છે અને ભરત ખુબ જ પૈસેદાર છે. એ ફક્ત એને નજીકના મિત્ર સ્વરૂપે નિહાળતી હતી. આવી મિત્રતાના ભાવે કોઈકવાર રેસ્ટોરાન્ટમાં સાથે ખાતા ત્યારે મજાકો પણ કરતા. એક દિવસ, ભરતે ગંભીર થઈ રાધીકાને કહ્યું ઃ” રાધીકા, મારે તને કાંઈ કહેવું છે ” રાધીકા તો હજુ ગમ્મત કરતી હોય તેવા ભાવે બોલી ઃ ” શું  છે ભરત ? આજે કાંઈ મુડમા નથી કે શું ? શું છે ?”

ત્યારે ગંભીરતા સાથે ભરતે કહ્યુંઃ “રાધીકા, હું તને ખુબ જ ચાહું છું. તું મારી સાથે લગ્ન કરીશ ને ?”

રાધીકા તો ચોંકી ગઈ. એણે એવો વિચાર સ્વપ્નામાં પણ કર્યો ના હતો. એના મનમાં એક જ વિચાર હતો કે ભરત ધનવાન અને એ ગરીબ, એથી મેળ કેમ હોય શકે ? ઉંડા વિચાર સાથે રાધીકા બોલીઃ ” ભરત, આ તું શું કહે છે ? અમીર અને ગરીબ એકબીજાથી દુર કહેવાય. હું કહું કે અહી મેળના પડે, અને સમાજ પણ એવું જ કહે છે !”

“રાધીકા, જે સમાજ કહે તે, મને એની ચિન્તા નથી ! હું તને ચાહું છું…મને તું અને તારો પરિવારનો પુર્ણ સ્વીકાર છે !”

“પણ, ભરત, દીકરીના માતાપિતાએ તો દીકરીને પરણાવવા માટે એમુક ગ્રામ સોનું અપવું પડે, એવા ૨૦ તોલા સોનું મારા પિતા ક્યાંથી લાવે ?” રાધીકાએ ભરતને સમજાવતા કહ્યું

“હું એવી જુની પ્રથાને માનતો નથી..અરે, એનો ખુબ જ વિરોધી છું, સાદાઈથી લગ્ન કરવા મારી બરપણની ઈચ્છા છે !” ભરતે એના ઉંડા વિચારો દર્શાવ્યા. એ સાંભળી, રાધીકાને અચંબો થયો. એ ભરતને એક સારા મળતાવડા સ્વભાવના મિત્ર તરીકે જાણતી હતી. આજે પહેલીવાર જ એ ભરતના હૈયાની ઉંડાણથી ભરતને પ્રથમ નિહાળી રહી હતી. રાધીકાના દીલમાં હવે ભરત હતો. છતાં, એણે વાત આગળ ચલાવીઃ” ભરત, હું તને અને તારા વિચારોને સમજું છું અને એની કદર કરૂં છું, પણ આ વિષે તારા માતા પિતા શું કહેશે ?”

“રાધીકા, હું એ સંભાળીશ ! તું ના ચિન્તા કરીશ” ભરતે રાધીકાને હિંમત આપતા કહ્યું

આટલી ચર્ચા બાદ, રેસ્ટોરાન્ટમાં હરી હાસ્ય અને મજાકની વાતો  ચાલુ રહી અને ટેબલ પરની વાનગીઓ પુરી થઈ અને એકબીજાએ “ગુડબાઈ” કરી છુટા પડ્યા.

ભરત રૂમમાં જઈ રાધીકાના શબ્દો પર વિચારો કરતો રહ્યો. ભરતે ફાઈનલ પરિક્ષા આપી. રાધીકાએ પણ એની પરિક્ષા આપી. બંને પોતપોતાને ઘરે ગયા.ભરત ઘરે આવ્યો એટલે માતા પિતા ખુબ જ ખુશ હતા.થોડા દિવસો આનંદમાં વહી ગયા. એક દિવસ સાજે ભરતના પિતાએ આનંદ સાથે ભરતને કહ્યું ઃ”ભરત બેટા, તેં કોલેજ પુરી કરી. તું હવે મોટો થઈ ગયો.તારે હવે લગ્ન માટે વિચારવું રહ્યું. એવું જ તારી મમ્મી પણ કહે છે “

હજું આટલું અને ભરતે પિતાને કહ્યુંઃ”પપ્પા, મને એક છોકરી ગમે છે.”

“કોણ છે એ ?” તરત જ ભરતના પિતાએ પુછ્યું.

ત્યારે ભરતે વિગતે રાધીકા વિષે કહ્યું. અને સાંભળી એના પપ્પા ગુસ્સામાં આવી બોલ્યાઃ તો, તું આમારૂં કહ્યું ના માનશે ? એવી ગરીબ ઘરની કન્યા આપણા ઘ માટે લાયક ના હોય શકે” ઉંચા સાદે ભરતા પિતા બોલ્યા એટલે એના મમ્મી ત્યાં આવ્યા અને પુછ્યું ઃ શું થઈ રહ્યું છે ?”ત્યારે ભરત અને ભરતના પિતાના વિચારો જાણ્યા.ભરતની માતા એક સંસ્કારી કુટુંબની હતી. ભલે એ કુટુંબ પણ અમીર હતું પણ એઓને ગરીબો પ્રત્યે ખુબ પ્રેમભાવ હતો. થોડો સમય ભરતના મમ્મી શાંત રહ્યા અને પછી ધીરેથી કહેવા લાગ્યાઃ ” ભરતના પપ્પા, ભરત આપણો એકનો એક બેટો છે. એને રાધીકા ગમે છે અને એ એને ખુબ જ ચાહે છે. એ ગરીબ હોય તો શું ? આપણે તો એક સંસ્કારી કન્યા આપણી વહુ તરીકે આવે એવી જ ઈચ્છા હોવી જોઈએ. અને રાધીકા એવી કન્યા છે. તો આપણે કોણ ના કહેનારા ?, હું તો કહું કે રાધીકા આપણા ઘરને યોગ્ય જ છે ! અને, મારે વધુંમાં કહેવું છે કે આ ડાવરી પ્રથાની હું ખુબ વિરોધી છું. દીકરી માતાપિતા માટે ભાર બને એ ખરેખર સમાજનો અન્યાય છે ! આપણે રાધીકાના ઘરે જઈ એમની ચિન્તાઓ દુર કરવાની છે…એ આપણી પહેલી ફરજ છે !”

આટલું કહી, ભરતના મમ્મી ચુપ થઈ ગયા. આ પ્રમાણે ભરતના પિતા આગળ એઓ પહેલીવાર બોલ્યા હતા. એમને પણ સમજતું નથી કે એમનામાં એવી હિંમત કેવી રીતે આવી.ઘરમાં જે કંઈ થતું તે ભરતના પિતા કહે તેમ જ થતું. આજે પહેલીવાર ભરતના પિતાએ શાંતીથી બધુ જ સાંભળ્યું. પછી, શાંતીનો ભંગ કરતા બોલ્યાઃ ” ઓ, ભરતની મમ્મી, તું તો આ ઘરની દેવી છે ! તારું મુલ્ય હું જાણતો ના હતો તો આજે પ્રભુએ મારી આંખો ખોલી. મારો અંધકાર દુર થયો છે. મારા પૈસાનું મુલ્ય કાંઈ જ નથી એવી સમજ મેં પહેલીવાર અનુભવી !”

ભરત તો માતા અને પિતાને સાંભળી ખુબ ખુશ થઈ, દોડી એમને ભેટી પડ્યો. આ મિલનમાં ત્રણ હૈયા “એક” હતા. અને ફક્ત પવિત્રતાના નીર આંખોમાથી વહી રહ્યા હતા.

થોડા દિવસો બાદ, રાધીકા ઘરે ભરતનું માંગું આવ્યું. રાધીકાના માતા પિતા તો અચંબામાં હતા. એક અમીર ઘરેથી એ માંગુ હતું. પણ હૈયે ખુશી હતી. ભરતના માતા પિતાએ રાધીકાને બે પૈસા હાથમાં આપી, લગ્નની ચર્ચાઓ કરતા, ડાવરી માટે ઈન્કાર અને સાદાઈથી લગ્ન કરવા માટેની ઈચ્છા દર્શાવી ત્યારે રાધીકાના માતાપિતાના શીરેથી એક મોટો ભાર દુર થઈ ગયો હતો.  શુભ દિવસે ભરત અને રાધીકાના લગ્ન થઈ ગયા.  રાધીકા પરણીને ભરતના મોટા ઘરે આવી ત્યારે પહેલા ભરતના માતાપિતાને ચરણે પડી ત્યારે ભરતની માતાએ આવકારો આપતા કહ્યુંઃ ” રાધીકા, તું તો અમારી વહુ નહી પણ અમારી દીકરી છે. આ ઘર તારૂં ઘર અને એની જવાબદારી તારી છે !”

ભરત એના મનમાં વિચારતો હતોઃ “હું કેટલો ભાગ્યશાળી કે મને આ જન્મે આવા માતાપિતા મળ્યા !”….અને રાધીકા પણ મનમાં વિચારતી હતી કે “મને સાસુ સસરા નહી પણ માતા પિતા જ મળ્યા !”

 

વાર્તા લેખનઃ તારીખ નવેમ્બર,૧૧,૨૦૧૨                                                      ચંદ્રવદન

બે શબ્દો…

ભરત અને રાધીકાની કહાણી !

એક અમીર છોકરો અને એક ગરીબ છોકરીની કહાણી !

પણ ….એ સિવાય આ વાર્તામાં છે “ડાવરી”ની ચાલતી આવતી જુની અને ખોટી પ્રથાની કહાણી !

સંસારમાં એવું કાંઈ લખાયું નથી કે ધનવાન ફક્ત ધનવાન સાથે જ લગ્ન કરી શકે….સંસારમાં એવું પણ નથી કે ગરીબ વ્યક્તિએ ગરીબ જોડે જ લગ્ન કરવા.

જે કાંઈ ધર્મમાં કહેવાયું નથી તેને કેવી રીતે સંસારે “એ જ સત્ય” કહી સૌને કરવા પ્રેરણાઓ આપી ?

મારૂં અનુમાન એવું કે…..ધર્મગુરૂઓ કે પુજારીઓએ આવી સમજ સંસારને આપી હશે. માનવી જ્યારે એની પોતાની સમજ ખોઈ અન્યના વિચારોને “સનાતન સત્ય”તરીકે સ્વીકાર કરે ત્યારે જ આવી ખોટી પ્રથાઓને જન્મ મળે છે. એકવાર, સંસાર આવો અમલ કરે અને કરતો આવે એટલે એનો “વિરોધ” કરવો અશક્ય બની જાય.

એવા સમયે, ભરત કે ભરતનૉ મમ્મી જેવી વ્યક્તિઓ હિંમત કરે તો જ ખોટા રિવાજો ટૂટી શકે !

અંતે…એથી મારે એટલું કહેવું છે કે ગરીબ કે તવંગરની કુદરતી હાલતને ના ગણો….કોમી વાડાઓને તોડો….અને માનવ માનવમાં ભરેલી “માનવતા”ને નિહાળવા માટે પ્રયાસો કરો. જો તમો આટલું કરશો તો સંસારમાં આવું “પરિવર્તન” દુર નથી.

અને….અ પ્રભુનો સંસારમાં પ્રભુની “મહેક” સૌ માણી શકશે !

આ મારી પોસ્ટ સૌને ગમે એવી આશા !

તમે જરૂરથી પ્રતિભાવ આપશો એવી બીજી આશા !

ડો ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a TUNKI VARTA (Short Story) about 2 College Students ( Bharat & Radhika) .

Bharat  is from a RICH Family.

Radhika is from a POOR Family.

They fall in love.

Bharat  expressed his desire to marry Radhika.

Radhika warns Bharat of the REALITIES of the SOCIETY….A marriage NOT POSSIBLE between the RICH & the POOR. Even his Parents may raise questions. She also warned him of the DOWARY System & that her parents do have the money for the needed GOLD.

Bharat  is determined..He openly admita his love for Radhika from a poor family. His father unwilling to accept this but the mother, who was broadminded accepted & was able to convince her husband.

Thus Bharat & Radhika marries !

The MESSAGE in this Story is  “BREAK ALL BARRIERS between the POOR & RICH and even the CASTES or GNATI, and open the DOORS to see the HUMANITY”

I hope you kike the Message for the SOCIAL CHANGE !

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 25, 2012 at 8:09 એ એમ (am) 10 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૦)

 

નવેમ્બર,૯,૨૦૧૨ની “ચંદ્રવિચારો શબ્દોમાં(૧૯)”ની પોસ્ટ બાદ, તમે અનેક પોસ્ટો વાંચી, જેમાં હતા અનેક કાવ્ય્પોસ્ટો, અન મારી “વિચારઘારા”.

એમાં હતી “ચંદ્ર્પૂકારની પાંચમી અનીવર્સરીનો આનંદ”ની પોસ્ટ.

તમો સૌને કહ્યું હતું કે વિવિધ વિષયોની પોસ્ટો બાદ, ફરી સમાજ પરિવર્તનની ટુંકી વાર્તાઓ હશે….તો એ પ્રમાણે ફરી પ્રગટ કરીશ.

થોડી વાર્તાઓ પછી, અન્ય (કાવ્ય, સુવિચારો, ચંદ્રવિચારધારા વિગેરે ) પોસ્ટો હશે.

આ પ્રમાણે મારી સફર ચાલુ રહેશે.

જે કંઈ પ્રગટ કરૂં એ સૌને ગમે એવી આશા.

તમોને ગમવું અને તમારૂં “ઉત્તેજન” જ મારા પ્રાણ…અને પ્રભુપ્રેરણા જ મારો આધાર !

ડિસેમ્બર ૨૦૧૨ બાદ, ૨૦૧૩માં પણ સૌને વાંચી આનંદ થાય એવી આશા !

પધારજો ! ચંદ્રપૂકાર પર જરૂર પધારજો !

 

ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is the 20th under the name “ChandraVicharo ShabdoMa”.

Under this title, I try to gave the brief narration of the Posts published & even give the information about the Posts intended to be published in the future.

By this Post I am keeping my promise to publish some more Posts of the TUNKI VARTAO ( Short Stories) related to the NEEDED CHANGE in the Society in keeping with the New Age.

These messages are in Gujarati. Those who can not read Gujarati are deprived of this, but those who have the interest can still visit the Blog & read these Posts as ALL POSTS has “Few Words” in English giving an understanding of the message of the published Post.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 14, 2012 at 7:40 એ એમ (am) 6 comments

ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !

Pink Cymbidium Hybrid Orchid
Inline image 4
 
ગુજરાત રત્ન ઝવેર પટેલની કહાણી !
 
ગુજરાત માતાની ગોદે રત્નો છે અનેક,
કોઈક અજાણ્યામાં ખુબ ચમકે છે એક,
એવા ઝવેર પટેલને ચંદ્ર આજ વંદન કરે !……….(ટેક)
 
ડીસેમ્બર,૯ ‘ને ૧૯૦૩ની સાલના શુભ દિવસે,
જન્મે એક બાળ,નાનેરા ગારિયાધાર ગામે,
એ બાળ હતા ઝવેર પટેલ નામે !……..ગુજરાત…..(૧)
 
પિતા હરખાભાઈ ‘ને માતા કુંવર છે જેના ભાગ્યમાં,
ખેતી, મહેનત સાથે સત્યનો વારસો છે જેના ભાગ્યમાં,
એવા ઝવેરાત હતા ઝવેર પટેલ નામે !…….ગુજરાત….(૨)
 
શિક્ષણ પ્રેમી બાળ ગામ પ્રાઈમેરી શાળામાં ચમકે,
અંજાઈ મહારાજા બહાદુરસિંહજી,આવે ઉચ્ચ શિક્ષણ સહકારે,
એવા પ્રભાવિત હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત……(૩)
 
પાલિતણાની હાઈસ્કુલથી ૧૯૨૩માં મેટ્રીક પાસ કરી,
ભાવનગર ‘ને મુંબઈ કોલેજ બીએસસી ડીગ્રી જેને મળી,
એવા હોશીંયાર હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૪)
 
૧૯૨૫ની સાલે લગ્નગ્રંથી ‘ને પત્ની મણીબેન નામે,
મુંબઈથી બેંગ્લોર જઈ એમએસસી ડીગ્રી મળે શીરે,
એવા તેજસ્વીર યુવાન હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત….(૫)
 
૧૯૨૯માં વ્હાલા પિતાશ્રી હતા પ્રભુધામે,
૧૯૩૦માં જર્મનીમાં અભ્યાસ કરતા કુંવરબા પ્રભુધામે,
સંસારી ઘટનાઓથી ના હારનાર હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…(૬)
 
કૃષિશાસ્ત્રમાં પીએચડી કરવા આવે અમેરીકા ઘામે,
૧૯૩૩માં ઈલીનોઈસ યુનીવર્સીટીથી સફળતા મેળવે,
એવા જ્ઞાનીપુરૂષ હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…..(૭)
 
૧૯૩૩માં ગુજરાતપ્રેમી હતા ફરી પાલિતાણામાં,
રાજ્ય રેવેન્યુ અધિકારીની ફરજ અદા કરતા હતા ખુશીમાં,
એવા વતનપ્રેમી હતા ઝવેર પટેલ નામે !…..ગુજરાત…..(૮)
 
નોકરી કરતા, એગ્રીકલચર ઓફીસર બની ગયા,
૧૯૫૯માં વય અનુસાર નોકરી છોડી નિવ્રુત્ત થઈ ગયા,
એવા સરકારી સેવક હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૯)
 
એગ્રીકલચરનું ભણતર ‘ને રીસર્ચનો રસ હતો ઝવેર લોહીમાં,
ઘઉના બીજ પર પ્રયોગો ઘરેથી કરતા નથી કંટાળો એમના મનમાં,
એવા વૈજ્ઞાનિક હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત………(૧૦)
 
સંસોધન પરિણામે ૧૯૭૬ની સાલે “લોક-૧” ઘઉ જન્મે,
નથી હૈયે કે મનમાં નામ કે રોયલટીની પરવા એમને,
એવા કર્મયોગી હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત……(૧૧)
 
આવા “લોક-૧” નામકરણે સૌ ખેડુતો હતા એમના મનમાં,
ખેતમાં નવા બીજથી પાક સારો હોય હૈયે એવી ભાવના,
એવા ઉચ્ચ વિચારધારી હતા ઝવેર પટેલ નામે !…ગુજરાત…..(૧૨)
 
પાંચ દીકરા અને ચાર દીકરીભરી સંસારીવાડી હતી એમની,
ઉચ્ચ અભ્યાસ સૌ કરે, પુરી કરે સંતાનો એવી ઈચ્છાઓ એમની,
એવા સંસારી હતા ઝવેર પટેલ નામે !……ગુજરાત….(૧૩)
 
સૌ બાળકો અમેરીકામાં ‘ને કૌટુંબિક પ્રવાસ અમેરીકાનો એઓ કરે,
ફરી ગુજરાત ‘ને ૨૩ માર્ચ,૧૯૮૯ના હાર્ટએટેકથી પ્રાણ તજે,
એવા માતૃભુમી પ્રેમી હતા ઝવેર પટેલ નામે !…….ગુજરાત…..(૧૪)
 
જાણ્યું “સંસોધન ગાથા”પુસ્તક વિષે દીકરા પ્રતાપ મુખે,
પ્રસાદીરૂપે પુસ્તક વાંચવાનો લ્હાવો મુજને મળે,
જે વાંચ્યું તેમાં એક વ્યક્તિ હતી ઝવેર પટેલ નામે !……ગુજરાત…..(૧૫)
 
કહાણી આવી છે એ”સંસોધન ગાથા” નામના પુસ્તકે,
ચંદ્રે વાંચી, કહી છે અહી એ જ,  ગર્વ સાથે સૌને,
ઝવેર પટેલ જેવા મહાન આત્માને આ છે ચંદ્ર-અંજલી !……ગુજરાત…(૧૫)
 
“સંસોધન ગાથા”માં વિગતે જાણ્યું ઝવેર પટેલ જીવનનું,
અને, ચંદ્ર પ્રષ્ન કરે ક્યાં છે ગુજરાત રાજ્ય એવોર્ડ એમનું ?
ઝવેર જીવન બલીદાનનો લાભ છે આજે ગુજરાતેને !……ગુજરાત…..(૧૬)
 
ભલે, આજે નથી ઝવેર પટેલ  સૌ સંગે આ જગમાં અહી,
ભલે, ના હતી એવા એવોર્ડની આશા ઝવેર હ્રદયે કદી,
છતાં,અંતે, ચંદ્ર કહેઃ
“ઝવેર એવોર્ડના હક્કદાર છે, સાંભળો ગુજરાત સરકારના સૌ મને !”…..ગુજરાત…..(૧૭)
 
 
કાવ્ય રચનાઃ તારીખ ડીસેમ્બર, ૧, ૨૦૧૨                      ચંદ્રવદન
 
 
બે શબ્દો…
 
 
ડો. ઝવેરભાઈ પટેલ એટલે એક મહાન વ્યક્તિ….જે હતા ગુજરાતના, અને ભારતમાતાના પ્રેમી…..જે હતા શિક્ષણના છેત્રે એક ચમકતા તારલા…જેમણે ઉચ્ચ અભ્યાસ કરી “એગ્રીકલચર”ની જાણકારી સાથે “પી.એચ.ડી.”ની ડીગ્રી મેળવી.
ઝવેરભાઈએ અભ્યાસ પુર્ણ કરી, ગુજરાતની સરકારમાં નોકરી કરી સેવા આપી. અને, નિવૃત્ત થઈ પોતાના પૈસે “રીસર્ચ” કરી એક ઉત્તમ પ્રકારનું ઘઉના બીજની શોધ કરી. એને એઓ “ઝવેર”નામ આપી શકતે…એ શોધની “પેટ્ન્ટ” કરી “રોયલટી” પણ મેળવી શકતે.
પણ…..
એમણે એવું કાઈ જ ના કર્યું. એમના હૈયે “નામના” મેળવી પ્રસિધ્ધ થવાના વિચારો જ ના હતા.
એથી જ, એમણે આ “નવા બીજ”નું નામ “લોક-૧” આપ્યું…સર્વ લોકને અર્પણ કર્યું …સર્વ ખેડુતોને અર્પણ કર્યું. આ એક “મહાન” કાર્ય કહેવાય.
આજે  “લોક-૧”દ્વારા ખેતરોમાં પાક ખુબ જ સારો મળે છે…લાભ અનેકને થયો અને થતો રહે છે. એમાં જ ઝવેરભાઈ અમર છે !
એઓ “નોબલ પ્રાઈઝ”ના ખરેખર હક્કદાર પણ ગણી શકાય….પણ એવો વિચાર ઝવેરભાઈના મનમાં કદી ના હતો.
આટલા મહાન ગુજરાતપ્રેમી માટે આજે ગુજરાત રાજ્યની શું ફરજ ?
મેં જો આ “સંસોધન ગાથા”નું પુસ્તક ના વાંચ્યું હોત તો હું પણ આ મહાન વ્યક્તિને કદી જાણી શક્યો ના હોત.
આજે ઝવેરભાઈ તો હાયાત નથી ….ભલે, એમને કોઈ “એવોર્ડ”ની આશા ના હતી…. પણ, જયારે એમની શોધ દ્વારા અનેકને લાભ થયો અને કાયમ થતો રહે છે, ત્યારે ગુજરાત સરકારએ વિચારવાનું રહે છે કે ગુજરાતના ઈતિહાસ સાથે એમની યાદ હંમેશા રહે એવા ભાવે “સ્પેસીયલ એવોર્ડ” કે અન્ય પગલા લઈ એમની યાદ તાજી કરવી એ રાજ્યની ફરજ બની જાય છે, એવું મારૂં માનવું છે !
ચાલો..મેં તો મારો વિચાર દર્શાવ્યો.
કાવ્યરૂપે ઝવેરભાઈની કહાણી કહેવા મારો આ પ્રયાસ છે…જે કંઈ ના કહી શક્યો તે આ “બે શબ્દો” દ્વારા કહેવા પ્રયત્ન હતો. અહી, એક જ હેતું કે ઝવેરભાઈ પટેલને આપણે સૌ જાણી વંદન કરીએ ! આપણે સૌ એમને ભાવભારી અંજલી અર્પણ કરીએ !
આ પોસ્ટ સૌને ગમે એવી આશા !
 
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
 
FEW WORDS…
 
This Post is on an individual by the name ZAVER PATEL.
He was born in Gujarat.
He was a bright student & the MAHARAJAH BAHADURSINHJI was inspired to give the Scholarship for the Higher Education.
He had the initial College Education in India & went to America in 1932 & got the Ph.D. in Philosophy from the University of Illinois in 1933.
Post gratuation, he did not go for any high salary jobs & chose to serve Gujarat. Even post independence, he continued his services faithfully & retired in 1959.
Posr retirement, he devoted his TIME and spent his savings to do the RESEARCH on the WHEAT GRAIN & eventually developed a NEW SEED which was named “Lok-1”, This was able to produce the HIGHER YIELD in the crop.
Today this NEW WHEAT is very popular.
Zaverbhai, if he chose, may have made lots of money with the ROYALTIES & even got FAMOUS & even may be considered for a NOBEL Prize…But he was a simple person & only saw the “benefit” to the FARMERS & the GENERAL PUBLIC.
He is not here on this Earth but he is ALIVE in the Memories of LOK-1.
Evenif he was NOT interested for any Awards, it is the DUTY of the GOVERNMENT of GUJARAT to RECOGNISE this GREAT SON of GUJARAT…I think !
 
Dr. Chandravadan Mistry
 
 
 
 

ડિસેમ્બર 6, 2012 at 12:07 એ એમ (am) 22 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,638 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31