Archive for નવેમ્બર, 2014

૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

 

૨૨મી નવેમ્બર,૨૦૧૪નો શુભ દિવસ !

આજે છે ૨૨મી નવેમ્બર.

એથી, એ છે “ચંદ્રપૂકાર” બ્લોગની સાતમી (૭)મી એનીવર્સરી.

અને, ૨૩મી નવેમ્બરનો દિવસ એટલે આઠમા વર્ષમાં પ્રવેશ.

આટલી સફર કરતા શું શું થયું ?

(૧) કુલ્લે પ્રગટ થયેલી પોસ્ટો>>>>>>>>>>>681

(૨) કુલ્લે કેટલા મહેમાનોએ આ પોસ્ટો વાંચી ?>>>>120,000+

(૩) કુલ્લે મળેલા પ્રતિભાવો >>>>>>>>>>>>9327

આ બધા આંકડામાં છુપાયેલ છે અનેક વાંચકો/મહેમાનોનો “પ્રેમ”.

એવા પ્રેમના કારણે ચંદ્રહૈયે મળેલો “ઉત્સાહ”.

એવા ઉત્સાહના કારણે ચંદ્રજીવન સફરે મળેલો એક અનોખો “આનંદ”.

તો….

હવે ચંદ્રવિનંતી એટલી જ કે…..

પ્રેમથી પધાર્યા હતા અનેકવાર તમે,

પ્રેમથી પધારજો ફરી ફરી બ્લોગે તમે,

તમે પધારો તો ચંદ્ર હશે ખુબ જ રાજી,

આશા છે કે પોસ્ટો વાંચી તમો છો રાજી!

આવા શબ્દો સાથે હું આજે સૌને મારો ખુશીભર્યો આભાર દર્શાવી રહ્યો છું.

આજે આ પોસ્ટ વાંચી “બે શબ્દો” રૂપે તમે તમારો પ્રતિભાવ જરૂર આપશો.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

It is 22nd November,2014.

It is the Day of JOY & CELEBRATIONS.

It is the 7th ANNIVERSARY of CHANDRAPUKAR.

I THANK you ALL for the SUPPORT you had given me for this BLOG.

So many of you had VISITED/COMMENTED for the Posts published.

I hope for your continued SUPPORT in the FUTURE.

As am in India….the  Post was published LATE

Dr. Chandravadan Mistry

 

 

નવેમ્બર 28, 2014 at 10:20 એ એમ (am) 7 comments

અમે તો વણજારા !

GINNY

 VANJARA WOMAN in her DRESS

 

Gypsy Family with the Tent as the Home

 

 

અમે તો વણજારા !

અમોને વણજારા કે જીપ્સી કહો,
તમારે જે નામે કહેવું હોય તેમ કહો,
પણ, અમોએ માનવી માની એ કહો,
એટલી આશાઓ છે એવું સૌને કહો !…………..(૧)

વિશ્વના દેશો દેશોમાં અમે રહીએ,
આજે અહીં તો કાલે બીજે જીઈએ,
નથી એક ગામ કે ઠામ જેને અમારૂં કહીએ,
બસ, પ્રભુના વિશ્વને અમારું ઘર સમજીએ !……..(૨)

યુરોપ એસીયામાં રહી જુદા જુદા દેશો જોયા,
જુદા જુદા રીત-રિવાજો અમે અપનાવ્યા,
અંતરનું બધું લઈ, જુદે જુદે ફરતા રહ્યા,
એથી તો, વણજારા અમોને સૌએ કહ્યા !………..(૩)

કોઈ પૂછે ક્યાં હતા તમે પહેલા,
પણ અમે જ ભુલી ગયા કે ક્યાં હતા પહેલા,
ત્યારે, દેહના “ડીએનએ”થી ભારત દેશના હતા પહેલા,
એથી, ગર્વથી અમે કહીએ ભારતવાસી હતા પહેલા !……….(૪)

નુત્ય સંગીતને અમે તો ખુબ વ્હાલ કરનારા,
હાસ્યમાં રહી, અમે તો આનંદ માણનારા,
વિશ્વ છે મોટું, નથી અમે ચિન્તાઓ કરનારા,
માનવી છીએ અને અમે તો રહીએ પ્રભુવ્હાલા !…….(૫)

તમે પ્રેમ આપો કે ના આપો, એ તમે જાણો,
અમારા હૈયે તો ફકત પ્રેમ જ છે એવું તમે જાણો,
તમારો અમારો સર્જનહાર છે એક, એવું તમે જાણો,
બસ,આટલું જ ચંદ્ર કહે એ તમે આજ સમજો !…….(૬)

કાવ્ય રચના ઃ તારીખ, ઓક્ટોબર,૪,૨૦૧૪ ચંદ્રવદન

 

 

બે શબ્દો…

એક દિવસ પ્રજ્ઞાજુબેનના ઈમેઈલથી મોકલેલ “લીન્ક” દ્વારા નરેન્દ્રભાઈ ફાનસેના બ્લોગ પર જવાનું થયું.

એ પોસ્ટમાં વણજારા કે જીપ્સી વિષે માહિતી હતી.

કેટલું અજાણ હતું તે જાણી મારા હ્રદયે પ્રેરણા થઈ….અને  એક કાવ્ય રચના થઈ.

તો….મારી વિનંતી છે કે નીચેની લીન્ક દ્વારા તમે એ પોસ્ટ વાંચો>>>

http://www.captnarendra.blogspot.com/2014/10/latcho-drom.html

જો તમે નરેન્દ્રભાઈએ પ્રગટ કરેલી પોસ્ટ વાંચો તો જ તમોને “જીપ્સી”ને પુર્ણ રીતે જાણી શકો. ખોટી ટીકાઓ કરતા અચકાવો.

અસલ ભારતના “વણજારા” સમયના વહેણમાં એસીયા/યુરોપ ગયા. આ માટે પુરાવો “ડીએનએ” દ્વારા મળ્યો ત્યારે જ વિશ્વે “સત્ય” જાણ્યું.

“અમારા દોષો ના જોશો, અને અમોને પણ “માનવતા” ભર્યા તમારા જેવા જ માનવીઓ ગણો” ….બસ, આ જ “જીપ્સી પૂકાર” છે ….જેને મેં એક કાવ્ય દ્વારા કહેવા પ્રયાસ કર્યો છે.

રચના ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

A Post on GYPSY of EUROPE….a LINK to VANJARA COMMUNITY of INDIA ( esp Rajastan Region).

This Poem in Gujarati is an attempt to tell that STORY of the HUMANITY.

For the DETAILS on GYPSY COMMUNITY the Readers are advised to visit the Blog of Capt Narendra Phanse with the LINK given in this Post.

Please READ & your COMMENTS appreciated.

Dr. Chandravadan Mistry

 

 

 

 

 

નવેમ્બર 23, 2014 at 5:02 એ એમ (am) 4 comments

જતિશ ઉર્વિની જોડી !

 

જતિશ ઉર્વિની જોડી !

જતિશ ઉર્વિની જોડી,

પ્રભુએ જ જગમાં બનાવી,

વાત કહું છું એની, તમે સાંભળજો જરા ધ્યાનથી !  ……(ટેક)

જતિશ માતા છે કૈલાશ નામે,

ઉર્વિ પિતા પરેશભાઈને એ જાણે,

જે થકી…ઉર્વિ માતા પ્રજ્ઞાબેનને એ બેનપણી માને,

આ સંસારી સબંધની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……(૧)

વાતો વાતોમાં જતિશ અને ઉર્વિના નામે ચર્ચાઓ રહે,

મન હૈયે જતિશ ઉર્વિની જોડી બને,

એવી ચર્ચાની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……….(૨)

જતિશ ઉર્વિને મળે,અને ઉર્વિ જતિશને મળે,

જે થકી…. બે જીવોની જોડી બને,

એવા પ્રેમીઓની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !…….(૩)

૨૦૧૪ના નવેમ્બર આઠ તારીખે જતિશ ઉર્વિ લગ્ન કરે,

જેનો આનંદભર્યો ઉત્સવ માણવાનો લ્હાવો સૌને મળે,

એવા આનંદની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !…….(૪)

આજે છે રવિવાર અને નવેમ્બરની નવ તારીખે,

લગ્નખુશીની વાતો “બેઠકે” સૌ સગાસ્નેહીઓ કરે,

એવી બેઠકની વાત હું કહું છું આજે, તમે સાંભળજો જરા ધ્યાનથી !……..(૫)

જતિશ ઉર્વિ જોડી તો પ્રભુએ જ બનાવી,

ચંદ્રે પ્રેમથી જલારામકૃપા એમાં ભરી,

એવી કૃપાની વાત હું કહું છું આજે,તમે સાંભળજો જરા ધ્યાનથી !……..(૬)

કાવ્ય રચનાઃ તારીખ,નવેમ્બર,૯,૨૦૧૪                      ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

જતિશ એટલે મારા પત્ની કમુની નાની બેન કૈલાશનો દીકરો.

શનિવાર અને ૮મી નવેમ્બર,૨૦૧૪ના શુભ દિવસે એના લગ્ન પરેશભાઈ/પ્રજ્ઞાબેન કોટેચાની દીકરી ઉર્વિ સાથે ઈંગલેન્ડમાં થયા.

બીજે દિવસે, રવિવારે દલપત/કૈલાશે “બેઠક” રાખી નજીકના કુટુંબીઓને બોલાવ્યા….ભોજન/આનંદની ઘડી હતી.

ત્યારે, એજ દિવસે બનેલી રચના દ્વારા મે  મારા હ્રદયની પૂકાર “શબ્દોમાં” સૌને કહી.

એ રચના આજે પોસ્ટરૂપે છે ….આશા છે કે તમોને ગમે !

 

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

FEW WORDS…

I had created this Poem in Gujarati as were at the house of Dalpat/Kailash for the BETHAK after the Wedding on Saturday, November,8,2014.

These words were from the bottom of my heart.

The Poem was UNPLANNED &  so I have taken the liberty of publishing as a Post while I am still in ENGLAND.

Those who can not read the Poem in Gujarati can request someone to read to them….so the MESSAGE is understood.

My BLESSINGS to JATISH & URVI & Best Wishes in their married life.

Dr. Chandravadan Mistry

 

નવેમ્બર 11, 2014 at 1:54 પી એમ(pm) 3 comments

વિજયાબેન તો પ્રભુધામે !

 

 

 

 

વિજયાબેન તો પ્રભુધામે !

વિજયાબેન રાજ્યગુરૂ તો નથી આ જગમાં,

આજે  રહે છે એ તો પ્રભુધામમાં !………………(ટેક)

માનવ અવતારે એક નારી છે વિજયાબેન નામે,

જીવનસાથી આધારે મળે વલ્લભભાઈ રાજ્યગુરૂ નામે,

સુખો સાથે વિજયાબેનની સંસાર યાત્રા છે પ્રભુના નામે !…..(૧)

દીકરા નિરંજનને જાણું,જાણી વિજયબાને હું જાણું,

માતૃભાવે નિહાળી, પ્રણામો દુરથી વિજયબાને અર્પું,

પ્રભુકૃપાથી જ મળ્યા વિજયબા મુજને એવું હું કહું !…….(૨)

નિરંજન હૈયે ચંદ્ર તો ભાતૃભાવે રમે,

વિજયાબાને તો જાણે બીજો દીકરો મળે,

એવી પ્રભુલીલાના દર્શન વિજયાબાને મળે !…………..(૩)

૨૦૧૪ની સાલે ઓગસ્ટની ૨૬મીની એક ઘડી,

વીડીઓ પડતા નિરંજનના જીવનમાં વિજયાબા જીવનની ઘડી,

ઋણસબંધે જાણે પ્રભુએ ઘડેલી વિજયાબાની અંતિમ ઘડી !…..(૪)

વિજયાબા તો સંસારની એક આદર્શ નારી હતી,

કર્મોની પોટલીમાં આજે એમની મીઠી યાદ રહી,

એવી યાદમાં ચંદ્રે આજે વિજયાબાને અંજલી ધરી !…………(૫)

કાવ્ય રચના ઃ તારીખ,ઓક્ટોબર,૧૬,૨૦૧૪                        ચંદ્રવદન 

 

 

બે શબ્દો…

 

 

.આજે ફોનથી નિરંજનભાઈ સાથે લાંબા સમય બાદ વાતો થઈ.

એ વાતોથી જાણ્યું કે ૨૬મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે નિરંજનભાઈના ૯૩ વર્ષના માતૃશ્રી બેડ પર હતા ત્યારે એઓ એમનો વીડીઓ પાડી રહ્યા હતા.

એવા સમયે એક બાજુએ ફરી ગયા.

દેહ શાંત થઈ ગયો.

એક માનવ દેહ જે હલન ચલન કરી શક્તો હતો તે હવે પથારીવસ હતો.

વિજયબા તો દેહપીંજરમાંથી પ્રાણ છોડી દીધો હતો.

એ તો પ્રભુધામે ગયા હતા.

આટલું જાણી પ્રભુપ્રેરણાથી આ કાવ્ય રચના શક્ય થઈ.

જે દ્વારા મેં વિજયબાને એક અંજલી અર્પી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

 FEW WORDS… 

Today a Poem in Gujarati as an ANJALI to Vijayaben Rajyaguru, the mother of Dr. Niranjan Rajyaguru of Anand Ashram of Ghoghavadar, Saurastra, Gujarat. 

May her Soul rest in Peace !

Dr. Chandravadan Mistry

 

 

નવેમ્બર 10, 2014 at 8:03 એ એમ (am) 6 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૨૯)

જે પ્રમાણે, “ચંદ્રવિચારો શબ્દોમાં (૨૮)”ની પોસ્ટમાં પોસ્ટો વિષે ઉલ્લેખ કર્યો હતો તે પ્રમાણે બધી જ પોસ્ટો પ્રગટ થઈ હતી.

પણ….એ સાથે જે લીસ્ટમાં ના જણાવ્યું હોવા છતાં 3 વધારાની પોસ્ટો પ્રગટ કરી મેં ક્રમનો ભંગ કર્યો હતો.

એ 3 પોસ્ટો હતી>>>

(૧) ૧૩મી ઓક્ટોબરનો દિવસ

(૨) દિવાળી આવી ! દિવાળી આવી !

(૩) શાંતાબેનને પરમ શાંતી !

તમોએ પધારી, સર્વ પોસ્ટો વાંચી. એ માટે ખુશીભર્યો “ચંદ્ર-આભાર”.

હવે ભવિષ્યની પોસ્ટોમાં લીસ્ટ પ્રમાણે જરૂર હશે….પણ, અન્ય વિચારે કોઈક બીજી પોસ્ટ પ્રગટ કરવાની ઈચ્છા થતા એ પ્રમાણે કરતા હું અચકાઈશ નહી. અને આજે જ કહું કે એવી ભંગ કરવાની ઘડી હશે “૨૨મી નવેમ્બર” કારણે કે એ દિવસે બ્લોગની “એનીવર્સરી” હશે.  એ સિવાય અચાનક થયેલ ઘટના કે વિચારો આધારીત કોઈક પોસ્ટ હોય શકે….આવું થાય તો પ્રગટ કરેલી એવી પોસ્ટોને પણ પ્રેમથી તમે સ્વીકારશો.

તો….

મારી ઈચ્છા પ્રમાણે નીચેની પોસ્ટોનું લીસ્ટ ભવિષ્યની થનાર પોસ્ટો માટે છે>>>>

(૧) વિજયાબેન પ્રભુધામે !

(૨) અમે તો વણજારા !

(૩) વાર્તા રે વાર્તા

(૪) વિધવા હિન્દુ નારી 

(૫) સ્ત્રી તત્વ 

(૬) સુવિચાર….ઈશ્વર

(૭) વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી

(૮) જીવન સફરે થતી ભુલો

(૯) માનવ તંદુરસ્તી (૩૭) 

(૧૦) માનવ તંદુરસ્તી (૩૮)

(૧૧) પ્રેમનો પ્યાલો !

વાંચકો…..આ પોસ્ટ વાંચી ભવિષ્યની પોસ્ટો વાંચવા તૈયાર  છો ને ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is the 29th Post with the Title “CHANDRAVICHARO SHABDOMA”

It tells of the FUTURE Posts that will be published on this Blog.

It is hoped that you ( the READERS) will enjoy reading these Posts.

Your SUPPORT is needed & requested for the SUCCESS of this Blog !

 

Dr. Chandravadan Mistry

 

નવેમ્બર 4, 2014 at 1:18 એ એમ (am) 3 comments

અરે! મત કર તું અભિમાન !

 

 

 

 

 

અરે! મત કર તું અભિમાન !

 

અરે !મુરખ, દેખી જગમાં કર્મ તું તો કરતો રહે,

પણ, શાને કરે છે તું અભિમાન ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !……………..(ટેક)

 

મસ્તકે તિલક તું કરે….કે પહેરે કપડા ભગવા,

પણ…દેહ સાફ નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………..(૧)

 

મસ્તક મુંડન તું કરે..કે જપન કરે રામનામના,

પણ…હ્રદયમાં દયાભાવ નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !……………(૨)

 

વાંચ્યા વેદો શાસ્ત્રો ઘણા…કે ગયો તું મંદિરધામમાં,

પણ..પ્રભુપ્રેમ જરા નહી તો એ શું કામના ?

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………….(૩)

 

અરે ! મુરખ, કરી લે મનડું તારૂં સ્થીર જરા,

તો, પ્રભુનામે ભાગે માયા અભિમાન સબ તારા !

મત કર અભિમાન ! મત કર અભિમાન !…………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ ફેબ્રુઆરી,૧૫,૨૦૧૪                     ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આ સમયે હું કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં હતો.

મારા સાસુજી માંદગી બાદ ફેબ્રુઆરી ૧૦મા ગુજરી ગયા બાદ રૂમમાં થોડા વિચારોમાં હતો.

અને….આ રચના શક્ય થઈ.

આશા છે કે તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today it is a Poem in Gujarati warning the Humans to avoid the SELF-PRIDE.

Instead of that, one must cultivate the LOVE & KINDNESS for others.

If one’s heart is DIRTY…and no love for the DIVINE, the life as a Human is wasted.

If you love the Divine, you will be free from the EGO & other WORLDLY ATTRACTIONS.

Hope you like this message via this Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

 

નવેમ્બર 2, 2014 at 12:55 પી એમ(pm) 16 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930