Archive for એપ્રિલ, 2015

વંદના કે અંજલી !

 

pushp

વંદના કે અંજલી !

અખિલ જગતના દર્શન કરી, પ્રભુ તારૂં સ્મરણ કરૂં,

સર્વ જીવો સહીત માનવીઓમાં પ્રભુ તુંજને હું નિહાળું,

જીવતી જાગતી આ દુનિયામાં સૌને હું તો વંદન કરૂં,

આવા હ્રદયભાવો રહી, પ્રેમ-ઝરણે સ્નાન હું કરતો રહું !………….(૧)

 

સંસારી માનવ તો જીવનમાં કર્મો કરતો રહે,

જન્મ અને મરણ વચ્ચે એની જીવન સરિતા વહે,

જાણે કે અજાણે સારા કે નબળા કર્મો થતા રહે,

સર્વ કર્મોમાં સારૂં નિહાળી, સૌને વંદન મારા રહે !…………………(૨)

 

માનવ દેહ નથી કાયમનો, આખરે છે અંત એનો,

મૃત્યુ સમય કેમ,ક્યારે અને ક્યાં તે છે નિયમ પ્રભુનો,

એવા સમયે,રહે કર્મોરૂપી પહેચાણ જગમાં એ જ ક્રમ સૌનો,

આત્મા અમર છે એવું સમજી, અંજલી અર્પણ કરવાનો હક્ક છે ચંદ્રનો !……….(૩)

 

વંદના કે અંજલી શબ્દોમાં અર્પણ કરી છે અનેક,

 જાણેલ કે કોઈ અજાણ વ્યક્તિઓ વિષે લખી હતી અનેક,

આખરે, સૌમાં આત્મારૂપી દર્શન કરતા, નિહાળ્યો છે પ્રભુ એક,

શબ્દોમાં હ્ર્દયભાવો અને પ્રભુ- ગુણલા ગુંથી, લીધી છે તકો ચંદ્રે અનેક !………..(૪)

 

કાવ્ય રચના ઃ તારીખઃ માર્ચ,૨૦,૨૦૧૫                      ચંદ્રવદન

 

બે શબ્દો…

અનેક “અંજલી”રૂપી કાવ્ય રચનાઓ તમે આગળ વાંચી.

એ પહેલા પણ આ બ્લોગ પર અનેક “અંજલી કાવ્યો” તમે વાંચ્યા જ હશે.

કોઈ જીવ માટે એનું જીવનનું જાણી, “વંદના”રૂપી કાવ્ય રચનાઓ પણ કરી હતી.

આ બધું યાદ કરતા, આ કાવ્ય-પોસ્ટ થઈ છે.

આ કાવ્ય રચના દ્વારા તમોને ખ્યાલ આવશે કે ચંદ્ર-હ્રદયમાંથી સૌ માટે શુભ ભાવનાઓની પ્રસાદી અર્પણ થઈ છે.

સર્વ રચનાઓમાં “પ્રભુ-પ્રેરણા”નો આધાર છે…જે કાંઈ શક્ય થાય તેમાં પ્રભુની કૃપા જ છે….મારૂં તો કાંઈ નથી !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

After so many Posts as the ANJALI KAVYO…..I thought of this Post.

I wanted to convey my feelings for OTHERS that INSPIRE me to create the POEMS in GUJARATI …It is my way of “paying my last Respects” to a Person who had lived on this Earth as a HUMAN and as a MORTAL departed this Earth. While on the Earth he/she had  done ALL ACTIONS. Within these, I see the GOOD and I express that as a POEM.

These CREATIONS are possible because of the INSPIRATIONS from GOD.

Hope you had liked the Posts I had published.

Many of you had prayed for the ETERNAL PEACE for the SOULS.

I THANK you ALL !

Dr. Chandravadan Mistry

એપ્રિલ 27, 2015 at 1:00 પી એમ(pm) 12 comments

છગનભાઈ ઉનાગર જીવનકહાણી !

 

છગનભાઈ ઉનાગર જીવનકહાણી !

એક આત્મા માનવરૂપે જગમાં જન્મે,

જીવન એનું એક પુસ્તક બને,

જેમાં, છગન ઉનાગરની કહાણી રહે !…………….(૧)

 

પરિવાર અને અન્યની ઈચ્છાઓ કારણે,

પુસ્તક લખાણમાં છગનભાઈ જીવન વહે,

જેમાં, સૌનો હ્રદયભાવ રહે !……………………(૨)

 

જનકલ્યાણ અને પ્રજાપતિ સમાજસેવા કાજે,

સંસારી જગને છગનભાઈ તો કર્મભુમી બનાવે,

જે, જીવનકહાણી તો એક પુસ્તક બની રહે !……..(૩)

 

૨૦૧૫માં છગનજીવન લખાણનું પુસ્તક બને,

“વિમોચન” જેનું મોરારી બાપુ હસ્તે હશે,

જે થકી, જગના સૌને પુસ્તક-પ્રસાદી રહે !……..(૪)

 

“વિમોચન” ક્યારે હશે એ તો પ્રભુ જાણે,

૨૦૧૫માં જલ્દી હશે,આશા એવી સૌ હૈયે વહે,

જેની, અનોખી ખુશી ચંદ્રહૈયે રહે !………………(૫)

 

છગન-જીવન તો ગૌરવગાથા પ્રજાપતિ જ્ઞાતિ ઈતિહાસે,

હવે, મીઠી યાદોભરી અમરતા છે પુસ્તકરૂપે,

તેની, હ્રદયખુશી ચંદ્ર સૌને કહેતો રહે !………….(૬)

 

અમેરીકામાં રહી, ચંદ્ર પુસ્તક વિમોચનનું વિચારે,

વિચારી, વિચારી, કાવ્યરૂપે હ્રદયભાવો એના કહે,

બસ, માનજો એને અંજલી, ચંદ્ર વિનંતી એટલી રહે !…..(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ, ફેબ્રુઆરી ૧૯,૨૦૧૫               ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે છગનભાઈ ઉનાગરને અંજલીરૂપે.

છગનભાઈ રાજકોટના રહીશ હતા અને પ્રજાપતિ જ્ઞાતિ સમાજ માટે એમનો ફાળો અગત્યનો હતો.

એમના જીવનનું પુસ્તક એમના પરિવારે તૈયાર કર્યું..અને હવે મોરારી બાપુ હસ્તે “વિમોચન” કરવા ઈચ્છાઓ છે.

બસ…આટલું જાણી, આ રચના થઈ હતી.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

CHHAGANBHAI UNAGAR, resident of RAJKOT, SAURASTRA, GUJARAT was a well known person from the Prajapati Community.

He was a SOCIAL WORKER.

He will be missed by many….but he will be alive in his WORK…and in his SWEET MEMORIES on this EARTH.

I had not met him.

But meeting his family at Rajkot in 2014 gave me the feeling of meeting him personally.

May his Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 24, 2015 at 3:00 એ એમ (am) 6 comments

શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી !

શાંતીલાલ ભગત કે શાંતીલાલસરને અંજલી !

 

શાંતીલાલ ભગત નામે જગમાં પ્રજાપતિજન એક,

શાળા ટીચર નાતે પ્રેમથી શાંતીલાલ સર કહે અનેક,

અંજલી અર્પણ કરૂં છું એમને !………………………..(ટેક)

 

ગુજરાતના નળોદબીગ્રી ગામે જન્મ જેનો હતો,

નવસારીના પ્રજાપતિ આશ્રમે રહી શાળા અભ્યાસ જેનો હતો,

સગા સ્નેહીના કારણે આફ્રીકાના નોર્થ રોડેસીયામાં વસવાટ જેણે કર્યો,

એવા સહાસીને આજે ચંદ્ર નમન કરે !………………………(૧)

 

અંગ્રેજી ભણતર અને શિક્ષણ પ્રેમ જેના હૈયે વહેતો રહે,

એવા શાંતીલાલ તો લુસાકાની ઈન્ડીયન શાળાના ટીચર બને,

 “લોટસ” શાળા-બાળકો એમને પ્રેમથી શાંતીલાલસર કહે,

એવા શિક્ષણપ્રેમીને આજે ચંદ્ર નમન કરે !…………………(૨)

 

૧૯૬૪માં નોર્થ રોડેસીયાને સૌ ઝામ્બીઆ નામે પૂકારે,

સંજોગો બદલાતા, શાંતીલાલ તો ટીચરની નોકરી છોડે,

પરિવારના પ્રેમ અને ગુજરાન માટે દુકાન ખોલી ધંધો કરે,

એવા પરિવારપ્રેમીને આજે ચંદ્ર નમન કરે !……………..(૩)

 

સંસારી જીવનમાં દીકરા દીકરીઓનું સંતાન સુખ મળે,

સંતાનો સર્વે અમેરીકા હશે એવા વિચારો હૈયે ભરે,

થોડી આશા પુરી કરી, ફરી નિરાશાઓ પણ હૈયે ભરે,

એવા સંસારીને આજે ચંદ્ર નમન કરે !…………………(૪)

 

સંસારી જીવનમાં પત્ની વિયોગનું દર્દ હૈયે અનુભવે,

છતાં, સંતાનોને માર્ગદર્શન આપવાની ફરજ ના ચુકે,

અને, ઘડપણની ના-તંદુરસ્તીમાં કદી હિંમત ના હારે,

એવા કર્મયોગીને આજે ચંદ્ર નમન કરે !……………..(૫)

 

પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમના ઝરણા હંમેશા એમના હૈયે હતા,

લાગણીભાવોના સરિતાનીર પણ હૈયે વહેતા હતા,

ભક્તિભાવના રસ કારણે આત્મબળના ઝરણા હૈયે હતા,

એવા જગમાનવીને આજે ચંદ્ર નમન કરે !…………(૬)

 

૨૦૧૫માં એપ્રિલ માસે બીજી તારીખનો દિવસ હતો,

ભરનિંદરની શાંતીમાં શાંતીલાલે પ્રાણ છોડ્યાનો એ દિવસ હતો,

શાંતીરૂપી માનવ દેહ છોડી, આત્મા તો પ્રભુ પાસે હતો,

એવા આત્મારૂપી પ્રભુઅંસને આજે ચંદ્ર નમન કરે !……(૭)

 

નયને આંસુંઓ લુંછો, અને આત્મા અમર છે એવું યાદ કરો,

ગીતા-જ્ઞાનના આધારે જગવાસીઓ તમ હૈયે હિંમત ભરો,

મીઠી યાદમાં શાંતીલાલ તો જગમાં અમર છે એવું તમે માનો,

એવા જગમાનવને આજે ચંદ્ર નમન કરે !……………(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ,એપ્રિલ,૫,૨૦૧૫                      ચંદ્રવદન

 

 

બે શબ્દો…

સાઉથ આફીકામાં રહેતા ડો. શશીકાન્તભાઈનો ઈમેઈલ આવ્યો અને શાંતીલાલભાઈ ગુજરી ગયાના સમાચાર જાણી દીલગીરી અનુભવી.

પ્રભુને પ્રાર્થના કરી કે એમના આત્માને પરમ શાંતી બક્ષે.

એમના સંતાનોનો ઈમેઈલ મળ્યો અને આશ્વાસનનોભર્યા “બે શબ્દો” લખી સંતોષ અનુભવ્યો.

શાંતીલાલભાઈને લુસાકામાં રહેતા મેં જાણ્યા હતા તેની યાદ તાજી થઈ અને પ્રભુપ્રેરણાથી આ રચના દ્વારા એમને “અંજલી” આપવા માટે પ્રયાસ કર્યો છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This was my last Respects ( Anjali) to SHANTILAL BHAGAT who had resided at LUSAKA, ZAMBIA, AFRICA for many years.

He was a teacher at the Primary School for the Indian Community at Lusaka.

Being of the Prajapati Community, I had closely known Shantilalbhai.

He lived long….His death brought saddness of a loss….His memory will live on.

May his Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

 

એપ્રિલ 21, 2015 at 1:54 પી એમ(pm) 9 comments

મિત્ર વેણીલાલ વાઘેલાને અંજલી !

મિત્ર વેણીલાલ વાઘેલાને અંજલી !

પ્રભુની કૃપા થકી માનવ સ્વરૂપે તું જગમાં આવે,

વેણીલાલ, વાઘેલા કુટુંબે પ્રભુ જ તને અહીં લાવે,

ૠણસબંધ પુર્ણ થાતા, મૃત્યુરૂપી પ્રભુધામનું તેડું આવે,

આજે નથી તું આ જગમાં, તું છે, પરલોકમાં પ્રભુ પાસે,

બસ, હવે દુરથી વંદન મારા તું સ્વીકારજે !……………………(૧)

 

૧૯૪૫માં ૨૮મી ડીસેમ્બરનો શુભ દિવસ એ રહ્યો,

એ જ તારો જગમાં યાદગાર જન્મદિવસ રહ્યો,

૨૦૧૫માં ૧૬મી માર્ચનો જગનો અંતિમ દિવસ થયો,

વચ્ચે વહી ગયું સંસારી જીવન તારૂં, જેમાં તું સમાયો,

બસ, આટલું જ હું સૌને કહું છું આજે !………………………(૨)

 

યાદ છે આજના ઝામ્બીઆના લીવીન્ગસ્ટન શહેરમાં તું રહ્યો હતો,

યાદ છે કોરોનેશન સ્કુલમાં  બચપણમાં તું ત્યાં ભણ્યો પણ હતો,

એવા સમયે, મિત્રતાના બધંને બંધાયા હતા આપણે બે,

નથી ભુલ્યો કે એક દિવસ લડ્યા હતા આપણે બે,

બસ, આટલું જ યાદ કરાવું છું હું તને !…………………….(૩)

 

લગ્નગ્રંથીથી પત્ની મળી તને કિરણ નામે,

સંતાનસુખે વ્હાલી એક દીકરી અમી નામે,

દીકરાસમાન જમાઈ અરૂણ ગોરસીયા નામે,

એ જ હતી સંસારીવાડી એક તારા પરિવાર નામે,

બસ, ના કદી ભુલીશ એ સૌને !………………………..(૪)

 

જનકલ્યાણના પંથે લંડનમાં તારૂં જીવન વહે,

“લાઈન્સ ક્લબ”દ્વારા અનેક સામાજીક કાર્યો તું કરે,

અનેકના હૈયામાં સ્નેહ-ઝરણાઓ તું વહેતા કરે,

આવી તારી જીવન-સફરની યાદ આજે સૌ કરે,

બસ, આટલી જ વાત મેં આજે કરી !……………………(૫)

 

નયને આંસુંડા આવે તે લુંછી લઈશું હવે અમે,

તારી જ “મીઠી યાદ”માં રહી, જીવન જીવીશું અમે,

 એવી યાદમાં “અમર” છે તું, એવું માનીશું અમે,

સ્વીકાર આવો કરી, પ્રભુને જીવનભર ભજીશું અમે,

બસ, આટલી ચંદ્ર-અરજરૂપી “અંજલી” છે તને !………..(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૮,૨૦૧૫              ચંદ્રવદન

 

બે શબ્દો…

વેણીલાલ વાઘેલા….આફ્રીકાના નોર્થ રોડેશીયા (અત્યારના ઝામ્બીઆ)ના લીવીંગસ્ટન શહેરની “કોરોનેશન સ્કુલ”માં સાથે ભણનાર વ્યક્તિ.

જેની સાથે થઈ હતી મારી મિત્રતા.

અનેક વર્ષો બાદ ફરી એને લંડન મળવાનું થયું.

ત્યારબાદ ફોન અને ઈમેઈલથી મળતા રહ્યા.

એક બીજા મિત્ર દ્વારા વેણીલાલના મૃત્યુના સમાચાર જાણી દીલગીરી અનુભવી.

આ ગુજરાતી કાવ્ય દ્વારા “અંજલી” અર્પણ કરી છે.

પ્રભુ એના આત્માને ચીર શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This is my FINAL RESPECTS ( ANJALI) to a friend VENILAL VAGHELA.

I was shocked & saddened to know of hid daeath.

May his Soul rest in PEACE with God !

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 17, 2015 at 12:21 પી એમ(pm) 8 comments

ડો. ચંદ્રલેખાબેનને અંજલી !

 

ડો. ચંદ્રલેખાબેનને અંજલી !

એક માનવ-જીવ જગમાં ચંદ્રલેખા નામે,

કહાણીરૂપી આ અંજલી છે ચંદ્ર-શબ્દે !……………..(ટેક)

 

માનવ-સ્વરૂપે કલક્ત્તામાં એક ઠક્કર કુટુંબે જન્મે,

બને એક હોમિયોપેથિક ડોક્ટર જ્ઞાન-પંથે,…………….(૧)

 

૧૯૭૦ની ૧૨મી ડીસેમ્બરના શુભ દિવસે,

સંસારી જીવન-યાત્રામાં છે પુરૂષોત્તમ દાવડા નામે,………(૨)

 

અકાળ માત-મૃત્યુંનો આઘાત હૈયે સહી,

સંસારી-જીવનમાં નાનેરા બે ભાઈ ‘ને બેનડીની સંભાળ લીધી,….(૩)

 

એક દીકરો ‘ને એક દીકરી સંતાનસુખે જેને મળે,

બાળ-ઉછેરની જવાબદારી લઈ, સંસ્કારો સંતાનોમાં સીંચે,……………(૪)

 

સંતાનો અમેરીકામાં સુખી નિહાળી, હૈયે ખુશીઓ ભરી,

પતિ સાથે અમેરીકા આવી, સંસારી-જીવનમાં સંતોષ રહી,…………..(૫)

 

થોડો સમય અમેરીકામાં રહી, ૨૦૧૫માં ભારતની યાત્રા પ્રભુએ ઘડી,

જન્મભૂમી કલક્ત્તામાં આવી,ચંદ્રલેખા તો સૌ સગાસ્નેહીઓને મળી,…….(૬)

 

૨૦૧૫માં ૧૬મી માર્ચના દિવસે ભાગ્યે અંતિમ વિદાય ઘડી કરી,

સ્વીકારી, ચંદ્રલેખા તો જગ છોડી,પ્રભુધામે પ્રભુ પાસે પહોંચી ગઈ,…….(૭)

 

૪૫ વર્ષના લગ્નજીવનની ગણતરી, આજે જીવનસાથી જગમાં કરે,

ત્યારે,પત્ની-વિયોગે “ખાલીપો”રૂપી અનુભવ પતિ શબ્દોમાં કહે,……….(૮)

 

પરલોકમાં પ્રભુધામે ચંદ્રલેખા પરમ આનંદને સ્વીકારે,

આલોકમાં પતિ દાવડાજી ચંદ્રલેખાની મીઠી યાદથી હૈયું ભરે,…………(૯)

 

આજે, ચંદ્રલેખા તો અમર રહે એની મીઠી યાદોમાં,

નથી નયને આંસું, દાવડા મુખડે ખુશી છે પ્રભુ-સ્મરણમાં,…………..(૧૦)

 

ચંદ્ર તો, કાવ્ય-શબ્દોમાં,હ્રદય ખોલી, અંજલી અર્પે,

જગમાં સૌ વાંચે, અને પરલોકે ચંદ્રલેખાજી સ્વીકારે  !……………..(૧૧)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૭,૨૦૧૫                     ચંદ્રવદન

 

બે શબ્દો…

આ પોસ્ટ એટલે મારા મિત્ર પીકે દાવડાના ઈમેઈલ દ્વારા એમની પત્ની ચંદ્રલેખાબેનના અવસાનના સમાચાર જાણી મારા હ્રદયમાંથી વહેલા શબ્દોમાં પ્રગટ થયેલું કાવ્ય-સ્વરૂપ એક બ્લોગ પોસ્ટરૂપે.

આ છે એમના પત્નીને મારી અંજલી !

મિત્ર ફરી ભારતથી અમેરીકામાં.

જે પત્નીને એમણે પ્રેમ કર્યો તે દેહરૂપે સાથે નથી, પણ હવે એ છે એમના હ્રદયમાં.

પ્રભુ ચંદ્રલેખાબેન આત્માને ચીર શાંતી બક્ષે એવી અંતરની પ્રાર્થના !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a TRIBUTE ( ANJALI) to CHALEKHABEN DAVDA in Gujrati.

P.K. DAVDA is known to me and my friend.

DAVDAJI  ( PK) is known to many in the GUJARATI BLOG CIRCLE.

I had known of his India trip…..and one day I was sad to know of the sudden death of his wife while in India.

I wrote my sympathy to PK by an Email.

I, filled with the sadness, then God’s inspiration expressed my feelings in the Poem…and shared it with PKji.

Today it is a Post.

May Chandralekhji’s Soul rest in the ETERNAL PEACE.

Dr. Chandravadan Mistry

 

 

 

એપ્રિલ 14, 2015 at 6:13 પી એમ(pm) 11 comments

ડાહીબેન કેશવ લાડને અંજલી !

ડાહીબેન કેશવ લાડને અંજલી !

જગમાં આત્મા હતો એક માનવ દેહરૂપે,

સૌએ જગમાં જાણ્યો એને ડાહીબેન નામે,

કહાણી એવી કહેતા, વંદન સહીત અંજલી અર્પી એને !………….(ટેક)

 

ગુજરાતના એરૂ ગામે એક પ્રજાપતિ કુળે એક દીકરીરૂપે,

લગ્નગ્રંથીએ બંધાય એ અંબાડાના કેશવ લાડ સંગે,……………..(૧)

 

કેશવ માતા હતા માસી મારા સંસારી સગાસબંધન નાતે,

ભાઈ કેશવ સંગે હોતા, ડાહીબેન તો ભાભી સ્વરૂપે આ સંસારે,………..(૨)

 

કેશવ સંગે મધ્યપ્રદેશમાં રતલામમાં ડાહી જીવન વહે,

નિવૃત્તિમાં કેશવને હાર્ટએટેક ‘ને એરૂમાં કેશવ-ડાહી રહે,………………(૩)

 

અકાળ મોટા દીકરા અશોકના અવસાનનું દર્દ હયે ઝીલ્યું,

ઘા હજી તાજો ‘ને અશોક-દીકરારૂપે પૌત્રના મૃત્યુને સહ્યું,……………(૪)

 

ડાહી સંસારી જીવન તો કેશવ સેવા માટે વહેતું રહે,

સંસારી સંતાનવાડીને નિહાળી, ડાહી હૈયે ખુશીઓ ભરે,……………..(૫)

 

 જીવનસાથી કેશવ હાર્ટએટેકથી નાતંદુરસ્તી ડાહીહૈયે ડર લાવે,

ત્યારે, અચાનક પેટે દર્દનું બહાનું કરી, પ્રભુજી ડાહીને બોલાવે,……..(૬)

 

કાંઈ નથી સમજાતું અમોને, પ્રભુજી આ તે શું કર્યું ? 

કેશવ સેવા કરનાર જીવનસાથી ડાહીની શું ખોટ હતી કે તેડું મોકલ્યું ?……(૭)

 

જગમાં ઋણસબંધો પુરા થયા, વિધાતા તો એવું કહે,

ત્યારે કેશવ નયને આંસુંઓ લુંછી, પ્રભુને નમન કરે,……………………(૮)

 

જ્યારે,૨૦૧૫ના માર્ચ માસની અંતિમ ડાહી- વિદાયને યાદ કરીશું,

ત્યારે,ડાહીજીવનની મીઠી યાદ કરી, અમસંસારીજીવને આનંદ લઈશું,…..(૯)

 

ચંદ્ર કહે ઃ કેશવ અને અન્ય હૈયે ડાહીરૂપી અમી ઝરણાઓ વહે,

એવા ઝરણાઓમાં આત્મારૂપી ડાહી આ જગમાં અમર રહે !……………(૧૦)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨૦,૨૦૧૫                         ચંદ્રવદન

 

બે શબ્દો…

આજની અંજલી કાવ્ય પોસ્ટ છે ડાહીબેન લાડને અર્પણ કરી છે.

ડાહીબેન મારા ભાભી થાય….એઓ હતા મારા માસીના દીકરા કેશવભાઈના પત્ની.

નવેમ્બર/ડીસેમ્બર૨૦૧૪માં મળ્યો હતો.

અચાનક એમના મૃત્યુના સમાચારથી દીલગીરી અનુભવી.

એમના આત્માને પ્રભુ ચીર શાંતી બક્ષે એવી પ્રાર્થના.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This a Poem with  the FINAL RESPECTS ( ANJALI) to DAHIBEN LAD of ERU, GUJARAT.

My Prayers for the PEACE to her SOUL.

Last met her while I was in Gujarat in NOV./DEC of 2014.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 12, 2015 at 5:06 પી એમ(pm) 5 comments

અમીનાબેનને અંજલી !

અમીનાબેનને અંજલી !

જગમાં માનવી એક, અમીનાબેન હતા પ્યારા,

આજે નથી જગમાં, બન્યા છે એ તો ખુદાના દુલારા !………………(ટેક)

 

સાઉથ આફ્રીકાનું જીવન છોડી, નોર્થ રોડેશીયા આવ્યા,

જીવનસાથી સાથે નાના પેમ્બા ગામે રહેવા તૈયાર હતા,

જગને માનવી એવા મળ્યાની આ વાત છે !……………………..(૧)

 

પતિ વિયોગે, નોર્થ રોડેશીયાનું બનેલું ઝામ્બીઆ છોડી દીધું,

અમેરીકામાં દીકરી નુરજહા સાથે જીવન જેનું વહેતું ગયું,

જગને માનવી એવા મળ્યાની આ વાત છે !……………………..(૨)

 

પતિ તેમજ એકના એક દીકરા વિયોગનું  દર્દ હૈયે જ્યારે હૈયે ફરી યાદ આવે,

ત્યારે,બીજા દીકરા ‘ને દીકરી નુરજેહાનની સંસારી વાડી નિહાળી, હૈયે ખુશીઓ એ ભરે,

જગને માનવી એવા મળ્યાની આ વાત છે !……………………(૩)

 

સમય વહેતો રહે, અમીનાબેન તો જીવનમાં ખુશીઓ ભરે,

તંદુરસ્તી કારણે મળતા દુઃખો પણ એ ખુદાપ્રસાદીરૂપે સહન કરે,

જગને માનવી એવા મળ્યાની આ વાત છે !…………………..(૪)

 

૨૦૧૫ની સાલે હોસ્પીતાલે સારવાર લેવાની ઘડી આવે,

ત્યારે, એ તો અંતિમ ઘડી છે,એવું ખુદા સૌને જણાવે,

જગને માનવી એવા મળ્યાની આ વાત છે !……………….(૫)

 

પેમ્બા ગામના નાતે ઓળખી, અમીનાબેન તો હતા ચંદ્ર હૈયા મહી,

પ્રાણ છોડી ખુદા પાસે આજે, ત્યારે ચંદ્રે હ્રદય ખોલી અંજલી અર્પી,

રહો અમર જગમાં, તમારી મીઠી યાદમાં, અરજ ચંદ્રે આટલી જ કરી !……….(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ, માર્ચ,૬, ૨૦૧૫                 ચંદ્રવદન

The Translation of this Gujarati Poem in English>>>>

 

The ANJALI( Final Tribute) to AMINABEN

 

As One Human Being on this Earth, she was known as Aminaben by name,

Now, she is no more on this Earth, she has become Dear to God (Khuda),

 

Leaving the luxuries of the Life in South Africa, she came to North Rhodesia,

Close to her Life’s Partner, she accepted the Life in a Village of Pemba,

This is the Story of such a Person on this Earth !………………………………………….(1)

 

After the Death of her Husband, she left Zambia a New name to Rhodesia,

Her Life was passing at the Residence of her daughter Noorjehan in America,

This is the Story of such a Person on this Earth !…………………………………………(2)

 

The Deaths of her Husband & one Son, brought the deep hurt in her Heart,

Then, seeing the Families of the Surviving Son & Daughter, she filled her Heart with all Happiness,

This is the Story of such a Person on this Earth !…………………………………….(3)

 

The Time passes by, and Aminaben fills her Heart with all the Happiness,

But, because of the Ill health,  she is often admitted to the Hospital & she accepts as the Desire of God,

This is the Story of such a Person on this Earth !…………………………………(4)

 

In 2015,she is serious &  admitted to the Hospital for the needed Treatment,

Then, it becomes her Final Days of her Life, as God (Khuda) hinted to her & others,

This is the Story of such a Person on this Earth !……………………………….(5)

 

Knowing her with that Pemba Connection, Aminaben resided in the Heart of Chandra,

Having breathed her last on this Earth, Chandra had offered the Anjali( Final Tribute) to her,

Remain Amar ( Immortal) on this Earth, in your Sweet Memories, this is my Final Appeal to God !

 

Poem Created March,6th 2015                                            Chandravadan

 

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક “અંજલી” કાવ્ય.

એ છે એક અમીનાબેન પટેલ, જે મહોમદભાઈના પત્ની.

પતિ તેમજ એક દીકરાના મૃત્યુનું દુઃખ સહન કર્યું.

આફ્રીકા છોડી એમની દીકરી નુરજહાને ત્યાં અમેરીકા જીવન સફર કરતા હતા.

દુઃખોનો સામનો કરી, હૈયે આનંદ ભરી જીવનમાં આગેકુચ કરતા હતા.

મારી એમની સાથે પહેચાણ બાળપણમાં “પેમ્બા” ગામે થઈ હતી.

જે જાણ્યું હતું એ જ “અંજલી” રૂપે અર્પણ કર્યું છે.

પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે.

અસલ ગુજરાતીમાં અંજલી ..ત્યારબાદ દીકરી નુરજહા વાંચી શકે એવા ભાવે અંગ્રેજીમાં લખ્યું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 FEW WORDS…

This is Poem (in Gujarati & English) as the FINAL RESPECTS to AMINABEN PATEL who was originally at PEMBA, a small village in North Rhodesia ( Renamed as ZAMBIA) in Africa.

I knew her as a child ..she was kind & filled with LOVE for all.

What I had known about her, I had created the Poem to pay my respects to her.

May her Soul rest in Peace !

Dr. Chandravadan Mistry

 

એપ્રિલ 6, 2015 at 4:04 પી એમ(pm) 6 comments

એક કહાણીમાં સંજયને અંજલી !

એક કહાણીમાં સંજયને અંજલી !
એક સંજય દલવાડીની આ કહાણી રહી,
જેમાં અંજલીભાવ ભર્યો છે અંતર ખોલી !………….(ટેક)
 
ત્રિભુવન પ્રજાપતિની એક દીકરી મનોરમા નામે,
લગ્નગ્રંથીથી મળે જેને પતિ ઠકોરભાઈ દલવાડી નામે,
સંતાનરૂપે ભાગ્યમાં દીકરી બીના ‘ને દીકરો સંજય નામે !…………(૧)
 
અરે ! આ શું થયું ? અકાળ ઠકોરભાઈએ પ્રાણ છોડ્યા,
વિધાતાએ તો મનોરમાબેનને વિધવા બનાવ્યા,
છતાં,જીવનમાં ના માની હાર, દીકરા દીકરીને મોટા કર્યા !…………..(૨)
 
દીકરી બીના પરણી, અમેરીકામાં સુખી રહે,
દીકરો સંજય લગ્ન કરી, અમદાવાદમાં ધંધો કરે,
આશાઓ સાથે વાટ જોતા, સંજય ભાગ્ય એક દીકરી સંતાનરૂપે !………..(૩)
 
સંસારેસંતાનસુખે મનોરમા હૈયે ખુશીઓ વહી રહી,
પુત્રવધુ કૌશા અને પોત્રીને નિહાળી,એમણે હૈયે ખુશીઓ લાવી,
આજ અંતે, સંસારીવાડીમાં આનદની ઘડીઓ હતી !………………….(૪)
 
દીકરી બીનાના હક્કે અંતે મનોરમાબેનને અમેરીકાના વીઝા મળ્યા,
ખુશી સાથે કેલીફોર્નીઆની ધરતી પર એમણે પગ મુક્યા,
પણ,કુદરતનો ન્યાય કેવો કે તરત કલાકોમાં પ્રાણ છોડ્યા !………….(૫)
 
દુઃખ સ્વીકારી, સંજય  સંસારી જીવનમાં અમદાવાદમાં ખુશ રહે,
સમય વહેતો રહે અને અચાનક સંજયને બિમારીનું જાણવા મળે,
પણ રોગનું નિધાન નહી, અકાળ સંજયને પ્રભુધામથી તેડું મળે !…….(૬)
 
કુદરત કશોટી કરે છે કેવી ? પિતા અને માતા વિયોગનું જેણે સહન કર્યું,
તેને માટે જ જાણે પ્રભુને ખોટ હતી કે બોલાવી,પત્ની દીકરીને દુઃખ આપ્યું,
આને જ પ્રભુ લીલા માનતા, સંસારીને દુઃખ સહન કરવાનું બળ મળ્યાનું જાણવું !…….(૭)
 
હવે પત્ની અને દીકરી સંજય યાદ હૈયે ભરી જગમાં રહે,
પરલોકમાંથી, સંજય આશિર્વાદો એમને હંમેશા મળતા રહે,
એવી જ પ્રભુયોજનામાં સગાસ્નેહી અને સૌનો સ્વીકાર રહે !……………….(૮)
 
પ્રભુ, પત્ની કૌશા ‘ને દીકરી…ને માર્ગદર્શન હવે દેતો રહેજે,
સંસારી દુઃખો એમના હરી, હૈયે ફરી આનંદ તું લાવજે,
આ જ સંજય અંજલી મારી, બસ, આટલી ચંદ્રઅરજ તું માનજે !………….(૯)
 
કાવ્ય રચનાઃ તારીખ,માર્ચ,૫,૨૦૧૫                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ.

એક “સંજય”નામના જીવની કહાણી.

જેનું એક રોગ કારણે અકાળ મૃત્યુ.

આવી દુઃખભરી કહાણીમાં “બીજા બે જીવો”ના મૃત્યુ.

સંજય-જીવનની શરૂઆત એટલે બચપણ..અને એક “પિતારૂપી” જીવનું મૃત્યુ.

બીજો જીવ એટલે સંજયની માતાનું મૃત્યુ.

અમેરીકાનો હક્ક મળતા અમેરીકાની ધરતી પર પગ મુકતા જ સંજય-માતાએ મૃત્યુને ભેટવું.

બસ….આ “સંજય અંજલી”આપતા જગમાં રહી જતા બે જીવો ( પત્ની અને પુત્રી)ને પ્રભુ માર્ગદર્શન આપે એવી પ્રાર્થના.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a ANJALI ( Final Respects) to SANJAY.

It is told as a Poem in Gujarati.

Within the Poem is a brief journey of the LIFE of SANJAY.

Within that STORY is the DEATHS of his PARENTS.

The PRAYER at the end of the Poem is the GUIDANCE of GOD to the surviving WIFE & a small DAUGHTER.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 2, 2015 at 12:02 એ એમ (am) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930