Archive for એપ્રિલ, 2009

માતા-પિતાને વંદના

 MangloreFriends 
 pranama
    માતા-પિતાને વંદના

 

ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો,
 ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં

મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી,

જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી, 

 આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી,

ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી,   

 હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો,

એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો, 

 

 જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો,

યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો,

 

 હવે ભવસાગર તરવાની આશ “ચંદ્ર” હૈયે રહે,

આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે.

 

                                                                                               ડો. ચંદ્રવદન

 

 

 

 

 

 

 

 

 

 

 

બે શબ્દો

આજે, “સંસાર અને સબંધો ” ના વિષયે આ બીજી પોસ્ટ છે…….માનવીની શરૂઆત એટલે માત-પિતાનો વિચાર્……મારા પિતાજી ૧૯૭૩માં, અને ત્યાર બાદ ૧૯૮૮માં મારા માતૃશ્રી સ્વર્ગવાસ થયા……અને, થોડા વર્ષો બાદ એમની યાદ સાથે “માત-પિતા ને વંદના ” નામે એક રચના શક્ય થઈ હતી…..એ રચનાને મેં મારી  નાની પુસ્તીકા “ત્રિવેણી સંગમ “માં પ્રગટ કરી હતી…એને આજે આ પોસ્ટરૂપે લખી છે. માનવને જન્મ લેતા માતા-પિતા સાથેનો સબંધ હોય છે…………કહેવાય છે કે માતા-પિતાના ચરણોમાં સર્વ તીર્થધામો કે સ્વર્ગ…જેનો અર્થ એ કે એમને “પ્રભુ-તત્વ “રૂપે જ નિહાળી, સેવા, માન-સનમાન આપો……આ પ્રમાણે, માનવી એનું વર્તન રાખે તો એ સંસારી સબંધ મોહમાયામાંથી  છુટકારો આપી, ભક્તિપંથ તરફ દોરે છે. આ તો મારી વિચારધારા…….તમે તમારો અભિપ્રાય આપશો ?……….ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’s Post is entitled ” Mat Pita ne Vandana ” meaning the Salutations to Mother & Father……This is the 2nd Post …..1st narrated the different aspects of the Human Life as he matures from a child to an Elderly person. Now, this post in which the Gujarati Poem salutes the Parents, it brings the relationship between a child &parents in the forefront……Love & respect to the parents is one of the highest virtues of a Human Being…is this an attachment in this World or the Devotional Duty of the Child ? See God within the Parents & you have the answer.This is my thinking…..may be you differ. >>>>>>Chandravadan.

 

 

 

 

 

 

 

 

 

 

એપ્રિલ 27, 2009 at 1:29 પી એમ(pm) 18 comments

સંસારના સાત પગથિયા

 

 
MangloreFriends 
 
 
 
 garden-stairs
 
 
                    સંસારના સાત પગથિયા
            પહેલુ પગથિયું આ સંસારે બાળરૂપે               
મમતાનો પ્રેમ પીતા પીતા મોટો હું તો થાઉં..
બીજું પગથિયું આ સંસારે યુવા- રૂપે,
શાળામાં જ્ઞાન લેતાં લેતાં મોટો હું તો થાઉં..
ત્રીજું પગથિયું આ સંસારે માનવરૂપે,
ધંધો કંઈક કરતાં કરતાં મોટો હું તો થાઉ…
ચોથું પગથિયું આ સંસારે સંસારીરૂપે,
પત્નિને પ્યાર દેતા દેતા મોતો હું તો થાઉ…
પાંચમુ પગથિયું આ સંસારે પિતારૂપે,
સંતાનોને છાયા દેતા દેતા મોટો હું તો થાઉ…
છઠ્ઠુ પગથિયુ આ સંસારે વ્રુધ્ધાવસ્થારૂપે,
માનવતા ને જાણતાં જાણતાં મોટો હું તો થાઉ…
અરે ઓ માનવી….
આમ જીવન તારૂ વહી ગયું,
છતાં એ તને કાંઈ ભાન ના થયું,
જાગરે ઓ માનવી આ રે ઘડી,
નહિતર પ્રભુભજન
તક વહી રે ગઈ,
આથી જ પ્રેમથી ચંદ્ર કહે :
સંસારના હર પગથીયે લેજે હરિનામ,
ભાવથી પ્રભુને ભજશે તો થાશે તારૂ કામ,
પહેલે પગથીયે મમતા તારી હરિ ગુણ ગાશે,
નાનેરા બાળ હૈયે તો એ બધું જાશે,
બીજે પગથીયે હરિબીજ ઉગશે જ્યારે,
પ્રભુજ્ઞાન થાશે તને યુવાનીમાં ત્યારે,
ત્રીજા પગથીયે કરતા રે પેટે પૂજા
ભુલીશ ના કદી પ્રભુતણી પૂજા,
ચોથે પગથીયે ભલે કરે તું પત્નિ પ્રેમ,
છતાં ઝરતો રહે તુંજ હૈયે પ્રભુ કેરો પ્રેમ,
પાંચમે પગથીયે બાળકોને પ્રેમ દેજે,
શિખવી તેમને જરૂર પ્રેમે પ્રભુનામ લેજે,
છઠ્ઠે પગથીયે બનીશ તું રે માનવ સાચો
પ્રભુદર્શન કરતો રહેજે  સૌ માનવ હૈયે સાચો,
સાતમે પગથીયે માયા સંસારની છોડી,
ભવસાગર પાર કરવા દેજે મનડું હરિભજને જોડી,
સાત પગથીયાં પ્રભુ ગુણલામાં જો જાશે,
નિશ્ચય તારો જીવડો તો વૈકુંઠે રે જાશે !
કાવ્ય રચના : મે ૨૯,૧૯૯૧
 
 

બે શબ્દો

માનવ જીવનને ” સંસારના સાત પગથિયા ” રૂપે નિહાળી, આ કાવ્ય-રચના ૧૯૯૧માં થઈ હતી. જન્મ બાદ, અનેક પગથિયારૂપે માનવીનું પરિવર્તન થાય છે….અંતે “પ્રભુ-ભજન ” કે પછી “તત્વ-જ્ઞાન ” દ્વારા જ ” મુક્તિના પંથે ” જવાય છે ! આટલું જ શબ્દોમાં કાવ્ય જેવા લખાણરૂપે દર્શાવવા પ્રયાસ કર્યો છે. ભુલો સુધારી, મારા “હ્રદયભાવો” નો સ્વીકાર કરશો એવી વિનંતિ છે. ……..અને, તમારા વિચારો “પ્રતિભાવ” રૂપે આપશોને ?………..ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’s Post is “Sansar na Sat Pagathiya ” meaning ” Seven Steps in the Life of a Human-Being on this World…. & this is said as a Poem in Gujarati….& this Post will be followed by a series of Posts…PLEASE Revisit this Website & read all Posts that will be published…Thanks ! >>>>>>CHANDRAVADAN.

એપ્રિલ 24, 2009 at 12:56 એ એમ (am) 13 comments

સંસાર અને સબંધો

 

MangloreFriends 

 

 
crowdie06london.jpg
 
 
 
 

સંસાર અને સબંધો

આ દુનિયા….આ જગત……એટલે માનવી અને સંસાર. સંસાર એટલે મોહમાયા. જગતમાં જન્મ લેતા માનવી અનેક માનવ-વ્યક્તીઓ સાથે સબંધો લઈને  આવે છે. અને, જનમ્યા બાદ, બીજા અનેક સબંધો બાંધે છે, અને કોઈક વાર બાંધેલા સબંધોને તોડે છે.
મનવીને જન્મ આપનાર માત-પિતા સાથે એનો પ્રથમ સબંધ…..એની સાથે, ભાઈ બહેનો હોય તો એનો સબંધ…..અને, સાથે આવે દાદા-દાદી, કાકા-કાકી, ફોઈ-ફુઆજી, તેમજ આજાબાપ-આજીમા, મામા-મામી, માસી-માસા વિગેરે સબંધો. ભાઈ કે બહેન પરણતા એ નવા સબંધો……અને, પોતે પરણતા પત્નીનો સબંધ, અને એની સાથે આવે સાસુ-સસરા, સાળા-સાળીઓ વિગેરેના નવા સબંધો. પોતાના સંતાનોને પરણાવતા, એની સાથે શરૂ થાય બીજા નવા સબંધો.
ઉપર મુજબ, ઉલ્લેખ કરેલા પારિવારીક સબંધો સિવાય, અનેક માનવીઓ સાથે મિત્રતાના સ્નેહ તાંતણે અનેક નવા સબંધો બંધાય. શાળા, કોલેજ, ધંધા વિગેરેના સંપ્રક રાખતા, નવા સબંધોમાં વધારો થાય છે…….કિન્તુ, માવવી નવા સબંધો બાંધતા, કોઈક વાર બાંધેલા સબંધો તોડે છે. માનવી પોતાને માટે કે પરિવારના ગુજરાન માટે ધન, દોલત, માલ-મિલ્કત, ગાડી ઘોડા કે સાધનો સાથે સબંધો બાંધે છે. આ પ્રમાણે, અન્ય વ્યક્તિઓ કે ચીજૉ સાથે સબંધો માનવીને મોહ-માયાના ચક્કરો તરફ લઈ જાય છે.
આવા સંસારના વર્ણનમાં જે કંઈ જન્મથી મળેલા કે પાછળથી શરૂં કરેલા સબંધોમાં રહી કેવી રીતે જીવન જીવવું એ જ માનવી માટે એક મોટી કસોટી છે. અહી, માનવ ફરજરૂપી કર્તવ્ય-પાલનનો સવાલ આવે છે. ગીતા શીખવે છે કે પ્રભુને પામવા માટે કે “પરમ તત્વ” ને મેળવવા માટે માનવીને સન્યાસી બનવાની જરૂરત નથી. સંસારમાં રહીને, “પ્રભુ-પંથ” લેવો કઠીણ છે પણ, અશક્ય તો નથી જ! તો, સંસારની મોહ-માયા જે સર્વ સબંધોમાં છુપાયેલી છે તેને ત્યાગીને કેમ ભોગવી શકાય ? એ સવાલનો જવાબ જ્યારે માનવીને મળી જાય ત્યારે એ નિસ્વાર્થ ભાવે કાર્યો કરતા શીખી, એ ધીરે ધીરે સંસારની મોહમાયામાંથી છુટે છે. ત્યારે, એ માનવી  એવાં પદ પર પહોંચે છે કે એ બધામાં પ્રભુને નિહાળે છે, એને જે પણ કાર્ય કરે તેને એ પ્રભુને અર્પણ કરે છે……આ રહી સંસારમા જીવવાની ચાવી !
આ સંસારના જન્મ લેતા થયેલા સબંધો કે જ્ન્મ બાદ થયેલા સબંધો બારે કંઈક કાવ્યોરૂપે હવે પછી મારી પોસ્ટો હશે…….(૧) સંસારના સબંધો (૨) માત-પિતા વંદના (૩) દામ્પત્ય જીવન (૪) નારી જીવન અંજલી (૫) દીકરીની પૂકાર (૬) દોલતની આગ (૭) આ દુનિયા (૮) એક કાવ્ય પ્રભુ વિષે…….આથી, તમે હવે પછી,  ૮ પોસ્ટો નિહાળશો. એ પહેલા તમોને હું આ પોસ્ટ બારે તમારો પ્રતિભાવ આપવા વિનંતી કરૂં છું. મેં તો મારી સમજ પ્રમાણે, સંસાર બારે લખ્યું અને કદાચ મારા વિચારોમાં ભુલો હોય શકે કે પછી, તમારા વિચારો જરા જુદા હોય તો તમે “પ્રતિભાવરૂપે ” લખેલા ” બે શબ્દો ” દ્વારા હું એ જાણી શકું…….ચંદ્રવદન.
 
FEW WORDS
 
This post is entitled “SANSAR ane SABANDHO ” meaning the Relationship of the Humans in a World Society. A human is born with the relations to Parents & Relatives & then He/She establishes New Relations during his/her lifetime, sometimes the established relations are broken. A human also establishes the attachments to the material things of the World too. If he/she learn to live without selfish motives & with detachment from the external infuences, then the KEY for LIVING A LIFE AS A HUMANBEING  is discoverd.
There will be F/U Posts as Poems in Gujarati regarding some of the Relationships in this World….Hope you like this Post>>>>>CHANDRAVADAN.

એપ્રિલ 22, 2009 at 1:19 એ એમ (am) 6 comments

૧૯મી એપ્રિલની માત-વિદાય

 

 
 MangloreFriends 

૧૯મી એપ્રિલની માત-વિદાય

૧૯૮૮ની સાલ હતી,
એપ્રિલ માસે ૧૫મી તારીખ હતી,
સવારે માતૃશ્રી જાગી ચાલ્યા હતા,
ત્યારે, અચાનક પડતા બેભાન હતા,
બોલાવ્યો, ‘ને કામ પરથી હું ઘરે આવ્યો હતો,
એમ્બયુલન્સથી માતાને હોસ્પીતાલ લઈ ગયો હતો,
ત્યાં, તપાસો કરતા જાણ્યું કે સ્રોક થયો હતો,
અને, હોસ્પીતાલે દાખલ કરવાનો સવાલ હતો,
માતાને હોસ્પીતાલે મુંકતા,મુજમનમાં એક સવાલ હતો,
શા કારણે આવો દિવસ માત-ભાગ્યમાં હતો?……..(૧)
પ્રાણવાયુથી માત-શ્વાસો ચાલુ હતા,
બોટલથી ગ્લુકોસ-પાણીએ માત-હ્રદય ધબકારો હતા,
એમના મુખે હવે કોઈ શબ્દો ના હતા,
મુજ મનમાં, બસ, પ્રભુ-પ્રાર્થનાઓ ભર્યા આશા-કિરણો હતા,
જેમાં, માત-આયુષ્ય વધે એવી આશાઓ હતી,
કોણ જાણે કેમ એવી મોહ-માયાઓ હતી ?
પત્ની, સગાસ્નેહીઓ સાથે હું હતો,
એક ડોકટર નહી પણ એક માત-બાળ હતો,
આવા સમયે, ફરી મુજ-મનમાં એક સવાલ હતો,
માતાને આવી હાલત આપનાર પ્રભુ ક્યાં હતો ?…….(૨)
મશીનો નહી, બસ, સારવારો ચાલુ હતી,
દિવસો વહે, પણ, માતા તો મૌન હતી,
માત દેહ-દ્રશ્ય સાથે, મારી વિચાર-ધારા ચલુ હતી,
વળી, આશાઓ ભરી પ્રાર્થનાઓ હતી,
જ્યારે, “અમરતા”નો વિચાર મનમાં હતો,
ત્યારે, પ્રભુજીએ મારા સવાલોનો જવાબ આપ્યો હતો…..
” અરે, માત-અમરતા રાખવી એ જ મુર્ખાઈ તારી,
“જન્મ લેનારનું મૃત્યુ તો જરૂર” યાદ કર એવી મુજવાણી,
જ્યારે હતી માતા સાથ તારી,
કર્તવ્ય-પાલનની જવાબદારી હતી તારી,
એવા પાલનમાં હતી માત-સેવા તારી,
તો, અફસોસ શાને? બદલ હવે, વિચાર-ધારા તારી ! “
શીખભર્યા આવા પ્રભુ-શબ્દો સાંભળી મનમાં,
ટુટ્યાં મોહ-માયાના બંધનો,થઈ જો પૂકાર આત્મામાં !
આવા સમયે,મારા સવાલોનો જવાબ મુજને મળ્યો હતો,
હવે, “૧૯મી એપ્રિલની માત-વિદાય”ની યાદમાં શાંતી ભર્યો આનંદ હતો !…….(૩)
 
કાવ્ય રચના…..એપ્રિલ, ૭. ૨૦૦૯               ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આ પોસ્ટ એટલે એપ્રિલ,૧૯ની તારીખની યાદ સાથે મારા માતૃશ્રીને આપેલ અંતિમ વિદાયની યાદ!
માતા કે પિતા ગુજરી ગયા બાદ, સંતાનો એમને યાદ કરે એ તો સ્વભાવિક છે. ઘણી વાર એવી મીઠી યાદમાં એમની સેવા કરતા થયેલી ભુલોની યાદ પણ તાજી થાય છે.
આ છે ” સંસારનો સ્નેહ-સબંધ ” !
સંસારના સ્નેહ-સબંધે માતા-પિતા સિવાય અનેક બીજા સબંધો હોય છે. અને, આજ વિષયે હવે પછીની પોસ્ટો હશે……તે તમે જરૂર વાંચશો એવી વિનંતિ !
આજની પોસ્ટ એક કાવ્યરૂપે છે, જેમાં મેં મારા માતૃશ્રીએ ગાળેલા છેલ્લા દિવસોનું વર્ણન કર્યું છે.આ વાંચી, કોઈ પણ વ્યક્તિ પોતાની માતા (કે પિતા )ના અંતિમ દિવસો બારેની યાદ તાજી કરી શકે છે !
બસ, આ જ “ભાવે ” આ પોસ્ટ પ્રગટ કરી છે,……..તમે પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવ આપશોને ? ……………….ચંદ્રવદન.
 
 
 
FEW WORDS
 
Today’s Post is on “APRIL 19TH “……it can be an ordinary day for many, it may signify “something” to some….but, for me it is the day when my Mother deprarted from this World in 1988.& it is ALWAYS remembered. I had published a Poem in Gujarati on this within this Post.This Post is the “STARTING POINT ” for a series of Posts on “HUMAN RELATIONSHIPS & LOVE ” in this World. As this Post has a “HEART ” all the Follow-up Posts will have the same “HEART ” as the symbol of LOVE. I hope you enjoy reading this Post & may you enjoy the Follow-up Posts too.>>>CHANDRAVADAN.

એપ્રિલ 19, 2009 at 2:02 એ એમ (am) 14 comments

સુવિચારો

 

 
 રો
 

સુવિચારો

“અનુભવ”

>>> જીવનમાં થતા અનુભવો જ માનવીનું ઘડતર કરે છે !……..ચંદ્રવદન.
 
>>> જ્યારે જ્ઞાનની જ્યોત અને અનુભવોનું સંગમ થાય ત્યારે પુરૂષાર્થ માનવીને સફળતા તરફ દોરે છે !……..ચંદ્રવદન.
 
>>> અનુભવો જ માનવીને ભાગ્યના દર્શન કરાવી, ભક્તિપંથે દોરી એને શક્તિ આપે છે !………ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે, વિષય છે “અનુભવ “…..અને, તમે ત્રણ “ચંદ્ર-સુવિચારો ” વાંચ્યા. મારો મત એવો છે કે જીવનમાં થયેલા અનુભવો માનવીને જરૂર કંઈક શીખવે છે પણ, એકલા અનુભવો જ માનવીને જીવન જીવવા પુરતા નથી….સાથે, જ્ઞાન, પુરૂષાર્થની ખાસ જરૂરત હોય છે…….એ પછી, માનવીનું “નસીબ ” એની સાથે ખેલ રમે ત્યારે “પ્રભુભક્તિ”એને શક્તિ આપે છે. આ મારી વિચારધારા છે, પણ તમારા વિચારો બીજા હશે….અને, એથી જ મારે તમારા વિચારો “પ્રતિભાવો” રૂપે જાણવા છે……તો, તમે આવી આપશોને ?………ચંદ્રવદન.

એપ્રિલ 13, 2009 at 2:33 એ એમ (am) 23 comments

પ્રનવ મિસ્ત્રી અને “સીક્ષથ સેન્સ “

 

 
 

 

6th Sense device

MIT Media Lab graduate student Pranav Mistry demonstrates the Wear Ur World device, which would free data from the confines of paper or screen.

 Pranav Mistry: MIT grad student

Pranav Mistry is the genius behind Sixth Sense, a wearable device that enables new interactions between the real world and the world of data.

Why you should listen to him:

Pranav Mistry is a PhD student in the Fluid Interfaces Group at MIT’s Media Lab. Before his studies at MIT, he worked with Microsoft as a UX researcher. Mistry is passionate about integrating the digital informational experience with our real-world interactions.
Some previous projects from Mistry’s work at MIT includes intelligent sticky notes, Quickies, ……&  Pen that draws in 3D, & TaPuMa, a tangible public map that can act as Google of physical world……….& to know Pranav & his invention better, you must CLICK on the LINK to see a Video Presentation.
 
 

પ્રનવ મિસ્ત્રી અને “સીક્ષથ સેન્સ “

આજે આ પોસ્ટ જે મેં પ્રગટ કરી છે તે એક વ્યકતિ અને એની શોધ “સીક્ષથ સેન્સ “( Sixth Sense ) વિષે છે. આ પોસ્ટમાં પ્રથમ અંગ્રજીમાં લખાણ છે અને ત્યારબાદ, આ ગુજરાતીમાં લખાણ છે. પ્રનવ મિસ્ત્રી એમ આઈ ટી (MIT )માં એક રીસર્ચ સ્ટુડન્ટ છે અને એમણે કરેલી શોધોમાં છે “સીક્ષથ સેન્સ”…..જેમાં કોમપ્યુટર ટેકનોલોજીની સાથે હાથની આંગળીઓ, આંખોનું દ્રશ્ય અને “રોબોટીક્સ “નું એવી રીતે સંગમ કર્યું છે કે કંઈક “અસંભવ ” સંભવ થયું છે. પ્રનવ તેમજ એની શોધ બારે વધુ જાણવા માટે તમે નીચેની “લીન્ક ” (LINK) પર ક્લીક કરવા વિનંતી. આશા છે કે તમે વિડીયો સાંભળી/નિહાળી તમારો પ્રતિભાવ જરૂરથી આપશો. હું એ માટે રાહ જોઈશ>>>>>>>ચંદ્રવદન.
 
 
 
 THE LINK>>>>>>
 
 
 

એપ્રિલ 8, 2009 at 2:42 એ એમ (am) 16 comments

સુવિચારો

 રો
 

 

 
 સુવિચારો 

જ્ઞાન  !

 

જ્ઞાન મેળવનાર કદી પોતાને જ્ઞાની ના કહે,…….જો એવું એ કહે તો એ મહાન અજ્ઞાની છે ! ……ચંદ્રવદન.

 

જ્ઞાન તો વહેતું નીર છે,……જે મેળવ્યું એ અલ્પ છે, એટલે પોતાને અપુર્ણ માની, તરસ્યા રહી, પીતા જ રહેવું !…..ચંદ્રવદન.

 
 

બે શબ્દો

આજે, મારા બે સુવિચારો યાને “બે ચંદ્રસુવિચારો” પ્રગટ કર્યા છે. અને, વિષય છે “જ્ઞાન “. આશા છે કે તમે આ પોસ્ટ વાંચી, તમારા વિચારો પ્રતિભાવરૂપે જરૂરથી આપશો. હું તમારી વાટ જોઈશ. ……..ચંદ્રવદન.

એપ્રિલ 6, 2009 at 4:40 પી એમ(pm) 14 comments

દર્શન દિયોને મારા રામજી !

 

 
 

 
 krama.jpe

દર્શન દિયોને મારા રામજી !

આજ ચૈત્ર સુદી નોમ જો !
દર્શન દિયોને મારા રામજી, ઓ મારા રામજી !
માતા કૌશલ્યા લાડ લડાવે,
પિતા દશરથજી સંગે દોડે,
બાળ રામજી, આજ દર્શન દિયોને, દર્શન દિયોને !…..(૧)
બન્યા શીવજી સાધુ તમોને જોવા,
કૌશલ્યા ખોળે, તમે  બાળ-દર્શન  દીધા.
અરે, ઓ, બાળ રામજી આજ દર્શન દિયોને, દર્શન દિયોને !……(૨)
મહેલે રમતા તમે ચાંદો રે માંગ્યો,
હઠ તમરી ભાંગી, જ્યારે ચાંદો થાળીએ જોયો,
અરે, હવે તો, બાળ રામજી, આજ દર્શન દિયોને, દર્શન દિયોને !……(૩)
ભલે તમે હો સીતાજી કે લક્ષમણજી સંગે,
ભલે તમે છો અયોધ્યાના રાજાના રંગે,
છો તમે તો બાળ રામજી મારા, આ ચંદ્ર નયને !
આજ હઠ છે મારી, બાળ રામજી, દર્શન દિયોને, દર્શન દિયોને !……(૪)
 
કાવ્ય રચના….એપ્રિલ, ૧૬, ૧૯૯૭                ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે, શુક્રવાર, ચૈત્ર સુદ ૮/૯, ૨૦૬૫, અને તારીખ એપ્રિલ,૩, ૨૦૦૯. આજે બે તીથીઓ એક સાથે અને એથી ઉજવવાની “રામનવમી “પણ આજે જ ! શ્રી રામજીને યાદ કરી એક કાવ્યરચના ૧૯૯૭માં શક્ય થઈ હતી તે નાનો કાગળ મને બે દિવસ પહેલા જ મળ્યો. આ પહેલા રામનવમી બારે પોસ્ટ કરવા કોઈ નિર્ણય ન હતો……તો, એ કાગળ વાંચી, થોડા શબ્દોનો ફેરફાર કર્યો, અને આજે “પ્રભુ-ઈચ્છા”થી આ કાવ્ય પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું. આ કાવ્યમાં શ્રી રામજીને મેં એક બાળ સ્વરૂપે નિહાળી કંઈક લખ્યું છે. આશા છે કે તમોને એ ગમે. પ્રતિભાવ જરૂરથી આપશોને?……….ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today, as per the Hindu Calender, it is “RAMNAVMI ” or the day of the Celebration of the Birth of Lord Ram. I had published a Poem in Gujarati which tells some incidents recorded descibing the Childhood of Ram……1st  telling of the Love from the Parents (Mother Kaushalia & Father Dasharath ), then the incident of Lord Shiv cominf to see Child Ram, & then the famous tale of Child Ram insisting to have the Moon & to please Ram a water-filled dish is brought nearby & Child Ram seeing Moon in the Dish is happy. As these incidents are narrated, the Poet is only having the desire to have the DARSHAN ( actually see ) Ram & just like BalRam, the Poet is stubbornly insisting to see Lord Ram. For those of you who can not read Gujarati, I had tried to tell all the contents of the Poem. Hope I had kindled some love for our Hindu Culture>>>>>>>CHANDRAVADAN.

એપ્રિલ 3, 2009 at 2:36 એ એમ (am) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930