Archive for એપ્રિલ, 2010

માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)

 
 
 
 
 Stomach
 
 
 
 
 
 
 
 
 
 
 
Erosive gastritisGASRITIS
 
 
Ulcer Emergencies 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)

 
તમે “માનવ તંદુરસ્તી..(૧)થી  “માનવ તંદુરસ્તી..(૪)”….. એ પ્રમાણે કુલ્લે  ચાર (૪) પોસ્ટો પ્રથમ વાંચી હતી, તેમાં ચોથી પોસ્ટ હતી “માનવ તંદુરસ્તી (૪)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર(૧)” ….અને, આજે માનવ તંદુરસ્તીની (૫) થી (૧૦) ટાઈટલે  કુલ્લે છ(૬) પોસ્ટ બાદ, ફરી “ડોકટરપૂકાર”રૂપી આ બીજી પોસ્ટ છે ….આ પણ “ચંદ્રપૂકાર”બ્લોગના વાંચકોએ કરેલા સવાલો આધારીત છે…નટુભાઈ દેશાઈએ ફરી સવાલો કર્યા…અને એ સિવાય શીલાબેનપટેલ, નટવરભાઈ મહેતા, હિમાંસુભાઈપટેલ,રેખાબેન સિંધલ વિગરે તરફથી અન્ય અન્ય વિષયે સવાલો હતા. બધા જ સવાલોના જવાબ એક પોસ્ટે આપવા, એ અશક્ય કાર્ય કહેવાય…. અહી કોપી/પેઈસ્ટ કરી છે મેહુલ મિસ્ત્રી, નટુભાઈ દેશાઈ અને નટવરભાઈ મહેતાના “પ્રતિભાવો”ની….>>>>

 સવાલો….(QUESTIONS)

 
 
mehulkumar mistry”
To:
“chadravada mistry”
Helo Bapa,
Jay shree krishna,
I visited your web and knew as well as read our posts………
I want to know about causes of stomachache and its deases and also about medicines for it and its side effects.
please do the needful.
thanks
bye
             (A Portion of the Comment posted here as Mehul’s Question ).
 
 
. Natu Desai  |  January 31, 2010 at 9:36 am

Dr. You have explained the reasons why we humans get diseases in simple and understandabe way. This is a very good begining. …….… Stomoch related sickness………., takes a toll on mother and father . Please discuss as to what the parents should do to avoid this.
Lookining forward to see further discussions,
        (A Portion of the Comments related to Stomach problem is taken here  )
 
 
20. નટવર મહેતા  |  January 31, 2010 at 3:59 pm
પહેલું સુખ તે જાતે નર્યા.
આપશ્રી આ રીતે એટલી સરસ માહિતી એકદમ સાદા શબ્દોમાં આપો છો એ સરાહનિય છે.
રોગની માહિતી મળે તો રોગનું મારણ પણ જલ્દી મળે,
મને પણ એસિડ રિફલક્સની ભારે તકલીફ છે.
રોગની માહિતી સાથે ક્યારેક પરેજીની માહિતી પણ પિરસજો.
આપણા આયુર્વેદમાં તો પરેજીનું શસ્ત્ર જ એક દવા જેવું છે એમ કહેલ. પરેજી પાડવી ક્યારેક આકરી લાગે.
આપની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના.
                        ( A full Comment of Natverbhai Mehta is reproduced here )
 

જવાબ છે…….>>>>(Answer is…)

 
તમે ઉપરની ત્રણ વ્યક્તિઓના સવાલો વાંચતા જાણશો કે ત્રણેને જઠરની બિમારી વિષે જાણવા ઈચ્છાઓ છે…..તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટોમાં છેલ્લે “જઠર, આતરડા અને પ્રાચનક્રિયા”ના વિષયે જ વાંચ્યું  એથી આ પ્રષ્નના જવાબ આપવામાં થોડી સરળતા રહેશે. તો. સૌને એ પ્રગટ કરેલી પોસ્ટ ફરી વાંચવા માટે વિનંતી !
ચાલો, આપણે પ્રથમ નટવરભાઈએ લખેલા “ઍસીડ રેફ્લેક્ષ”(ACID REFLUX)ની બિમારી વિષે કઈક જાણીએ.આ રોગનું નામ જ આપણને કંઈક કહે છે….જઠરમાં પેદા થતા “એસીડ”નું કારણ હશે. …..હવે, તમે ફરી ડયાગ્રામો નિહાળૉ…તમે જોશો કે જઠર(STOMACH) અને અન્નનળી (ESOPHAGUS) જ્યાં જોડાય ત્યાં એક સ્ફીન્કટર (SPHINCTER) છે. આથી, જઠરમાં બનતો એસીડ જઠર્ની બહાર ઉપર અન્નનળીમાં ના આવી શકે….પણ, જો આ સ્ફીન્કટરની નબળાય હોય તો આ એસીડ અન્નનળીમાં પ્રવેશ કરે, અને એના કારણે જઠરના ઉપરના ભાગે છાતીમાં “દાઝરા જેવી અસર” થાય …આને અંગ્રેજીમાં “હાર્ટબર્ન”HEARTBURN) કહેવાય….અને, અહી એસીડ નીચે જઠરમાં રહેવાની જગાએ ઉપર આવે એને “રેફ્લક્ષ” (REFLUX) થતો હોય એથી જ આ બિમારીનું નામ છે “એસીડ રીફ્લેક્ષ ડીસીસ “ (ACID REFLUX DISEASE)
હવે આપણે જઠરના રોગોની મુખ્ય ફરીયાદ “પટેમાં દાઝરો કે દુઃખાવો” કે કોઈક “ગેસ કે અપચો કે એસીડીટી ” કહી ઉલ્લેખ કરે છે…આનો અર્થ જઠરમાં એસીડનું પ્રમાણ વધારે છે એવું કહી અટકી જઈએ તો એ ભુલ છે…..આમ થવાના અનેક કારણો હોય શકે…પ્રથમ તો આપણે એસીડ વધુ હોવાથી જઠરની અંદરની મ્યુકોસા (MUCOSA) પર અસર કરી જરા સોજાજેવી હાલત કરે તો એને “ગેસત્રાઈટીસ”(GASTRITIS) છે એવું કહેવાય……જ્યારે આવી બિમારીની સારવાર ના થાય…અને સાથે સાથે જો જઠરની મ્યુકોસા પર ખરાબ અસર કરે એવી દવાઓ , ખાસ કરીને ભુખા પેટે લેવાય તો એ “ગેસ્ટઆઈટીસ” વધે…અને જઠરમાં “ચાંદા” (STOMACH ULCER or PEPTIC ULCER )ની બિમારી કરે અને આના કારણે લોહીની ઉલટી પણ હોય શકે…દાખલારૂપે..દારૂ, એસ્પીરીન, મોટ્રીન (ALCOHOL, ASPIRIN, MOTRIN)…………..અને હવે, ખાસ ધ્યાનમાં લેવાની સલાહ છે>>>>જ્યારે દાજરાનો ઉપચાર થતો હોય….લાંબા સમય સુધી ઈલાજ કર્યો હોય, અને તેમ છતાં આરામ ના હોય કે પછી લોહીની ઉલટી થાય તો જરૂરથી ડોકટરને મળી સલાહ લેવી અગત્યનું કાર્ય કહેવાય……અને, કદાચ સલાહ એવી હોય કે જઠર અંદર જોવાની જરૂરત છે યાને “એન્ડોસ્કોપી” (ENDOSCOPY)ની જરૂરત છે એવી સલાહ હશે……આ પ્રમાણે કરવાથી, રોગનું મુળ કારણ શું છે તેની જાણ થાય..અને કોઈક વાર એવા દુઃખવા કે લોહીની ઉલટીનું કારણ જઠરનો “કેન્સર” (CANCER) પણ સાબીત થાય…આ પ્રમાણે, જલ્દી જાણી શકાય તો એ કેન્સર નાબુદ પણ કરી શકાય.
  
અહી વધુમાં એટલું જ કહેવું છે કે>>>>કોઈક વાર જઠરમાં કોઈ પણ બિમારી ના હોય ત્યારે ડોકટરો બીજા કારણો શોધવા પ્રયાસ કરે છે…..ગોલ-બ્લેડર પર શોજો કે પથરી (CHOLECYSTITIS or GALL STONES)…..પેનક્રીઆસ પર સોજો કે કેન્સર  (PANCREATITIS or PANCREATIC CANCER)…..અને કોઈક વાર દુર હ્રદયની બિમારીની અસર “હાર્ટ બર્ન” તરીકે એની જાણ કરે.
 
 સારવાર અને ઈલાજો (TREATMENTS).
.
ઉપર વર્ણન કર્યું તેથી તમે બિમારીઓ વિષે જાણ્યું ….અને તમે સૌને આશાઓ હશે કે આવી બિમારી હોય તો સૌને એના “ઈલાજો” જાણવાની ઈચ્છાઓ હશે જ ! વિગતે કહવું અશક્ય છે તેમ છતાં થોડું ટુંકાણમાં લખું છું>>>>
 
 
 
 
(૧) …આપણે જે ખોરાક ખાઈએ એ પર ધ્યાન આપવું અગત્યનું છે…..અતી મસાલાવાળા કે ખાટાં પદાર્થો લેવા નહી…..કોઈ વાર તો વ્યક્તિને જાણ હોય કે “અમુક” ચીજો માફક આવતી નથી …તો, એ ના લેવી !…તેમજ ભોજન નિયમ પ્રમાણે સમયસર લવું !
 
 
(૨) …જો, “એસીડ રીફ્લક્ષ” જવું હોય તો સુતા સમયે ખાટલાનો માથા તરફનો ભાગ જરા ઉંચો રાખવાથી એસીડ જઠરમાંથી ઉપર ના આવે, અને થોડી રાહત રહે….પેન્ટ સાથે પટો ટાઈટ ના બાંધવો કે એક સાથે મોટું ભોજન લેવું…..આવું અપનાવતા, કોઈને રાહત મળે..પણ, એવું શક્ય નાથય તો “એન્ટાસીડ” કે એસીડ ઓછી કરતી અન્ય દવાઓની જરૂરત રહે,,,,,(દાખલારૂપે..MAALOX, MAYLANTA or ZANTAC Etc.)
 
 
(3) …જ્યારે પણ, સારવાર ચાલુ હોય અને ફરક ના પડે તો, એન્ઉં કારણ જાણવા માટે પ્રયાસો હોવા જોઈએ …જે વધુ માહિતી મળે તે પ્રમાણે કરવાનું રહે…..એક વાર ડોકટર ગંભીર રોગો નથી એવું કહે ત્યારે જો “એલોપથી દવા ” (ALOPATHY MEDICINES )થી રાહત ના હોય ત્યારે અન્ય ઉપચારો (દાખલારૂપે….ARYUVEDIC, HOMEOPATHIC MEDICINES or ACCUPRESSURE Etc. ) અજમાવવા એ પણ “યોગ્યતા” જ છે….અહી મારે એક ઉલ્લેખ કરવો છે કે …”ઘણા રોગોનું કરણ “ચીંતાઓ કે સ્ટેશ (MENTAL STRESS) છે…તો, એ તમે “યોગ કે ધ્યાન” (YOGA or MEDITATION) કરી હલકું કરી શકો છો
 
 
અંતે મારે સૌને પુછવું છે કે ઉપર જે જવાબ મેં આપ્યો તે ગમ્યો કે નહી ? કઈક શરીર વિષે વધુ જાણી, સમજી, તમે તમારા શરીરની કાળજી લેવા વધુ પ્રયાસો કરશો કે નહી ?
બસ, આ પોસ્ટ પ્રગટ કરી, મારી તો એક જ આશા હતી કે “એક ડોકટર તરીકે હું કંઈક લખી, અન્યનું જ્ઞાન વધારું, અને મારી “ડોકટરરૂપી ફરજ “ અદા કરૂં …..તમારા અભિપ્રાયો જ મને આનો જવાબ આપશે !
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today you are reading this Post of DOCTOR PUKAR (2)…..This Post is a QUSTION-ANSWER format Post…..It is on the STOMACH PROBLEM…..and it discusses the ACIDITY……..ACID REFLUX DISEASE…..and…the possible COMPLICATIONS such as GASRITIS leading to STOMACH ULCER or PEPTIC ULCER DISEASE…..and even mentions of possible GASTRIC CANCER/ BLEEDING…..and also WARNS of the possibility of OTHER DISEASES which can mimic GASTRIC SYMPTOMS  Eg. GALL BLADDER DISEASE.
The BASIC TREATMENT is informed to the Readers of the Post, and along with that they are warned that IF NO IMPROVEMENT or WORSTING of SYPMTOMS or COMPLICATION with BLEEDING, they MUST see the DOCTOR.
I hope that those who had asked the QUESTION are SATISFIED…..and hoping that OTHERS who read this Post also ENJOYED it !
It will be nice to get some “feed back “ from the Readers !
 
DR. CHANDRAVADAN MISTRY MD

એપ્રિલ 30, 2010 at 4:34 પી એમ(pm) 15 comments

માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા.

 
 
 Gallbladder
 
 
 
 
 
 
 
 
Large Intestine
 
 
 
 
 

માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા.

 
હાડકાઓ, મગજ, હ્રદય, અને ફેફસાઓ વિષે પોસ્ટો વાંચ્યા બાદ, આ પોસ્ટ છે “માનવ તંદુરસ્તી(૧૦) ..જઠર, આંતરડાઓ અને પ્રાચનક્રિયા” (STOMACH, INTESTINES & DIGESTIVE SYSTEM).
 
હવે, તમારો પ્રષ્ન હશે કે….”આગળની પોસ્ટોની મહત્વતા તો સમજાવી, અને બરાબર..પણ, આજે બીજા વિષય પર નહી અને આ વિષય શા માટે ?”…..તો, મારો જવાબ આ પ્રમાણે છે..>>>>>
 
ભલે, મગજ માર્ગદર્શક હોય, ભલે, હ્રદય અને ફેફસાઓ દ્વારા “પોષણ”મળે….પણ, જો બહારનો આહાર, જેમાં શરીરને ટકાવવાના “તત્વો” જો અંગોને મળી ના શકે તો એ સર્વ શું કામના ?……તો, હવે, આ પોસ્ટ જે પ્રમાણે પ્રગટ કરી તેની સાથે સહમત હશો.
 
હવે, ચાલો, આપણે  પોસ્ટ સાથે પ્રગટ કરેલા ડાયાગ્રામોને નિહાળીએ…..થોડું સમજવા પ્રયાસ કરીએ….જેવી રીતે પ્રભુએ દેહમાં ગોઠવણી કરી છે તે સમજીએ…..તો, તમે આટલું જો કર્યું , તો તમોને “આભાર” ! ….શા માટે આભાર ? ….કારણ કે હવે જ્યારે થોડી વિગતો સાથે હું વર્ણન કરૂં ત્યારે મને સમજાવવાની “સરળતા” હશે !
 
 
જઠર, આંતરડાઓ, અને પ્રાચન્ક્રિયા....(STOMACH, INTESTINES & the DIGESTIVE SYSTEM)..
 
(૧) …જઠર (STOMACH)
 
જઠરથી શરૂઆત કરી કારણ કે ખાધેલો ખોરાક અહી વધુ સમય માટે રહે છે ..અને, અહી જ એ ખોરાકને એવું સ્વરૂપ અપાય કે એ “એવા તત્વો”રૂપે લોહીમા પ્રવેશ કરી શકે.
ફરી પોસ્ટ કરેલા ડાયાગ્રામો નિહાળો……ખોરાક મોઢામાં મુકાતા, તરત જ જીભ એને ફેરવે, અને દાંતો એને ચાવે, અને એની સાથે સાથે ગાલોમાંથી ઝરેલો પ્રવાહી તત્વ, લાળ (SALIVA) એને પોચો કરે…..અને અંતે, એ પાછળના ભાગ તરફ લઈ જવામા આવે…યાને ફેરીન્ક્શ ( PHARYNX) તરફ આવે….અહી તમે નિહાળો કે પ્રભુએ કેટલી સરસ રચના કરી છે કે એ ખોરાક લેરીન્ક્શ અને શ્વાસનલી તરફ ના જતા ફક્ત ફેરીન્ક્શમાંથી અન્ન્નળીમાં (Esophagus) જ જાય…અને ત્યાંથી એ ખોરક જઠરમાં પ્રવેશ કરે.એક વાર, ખોરાક જઠરમાં આવે એટલે એની અંદર એસીડ (ACID) ઝરે, અને સાથે સાથે,  એનઝાઈમ (ENZYME) નામના તત્વો ઝરી જઠરમા આવે….ખોરાક જે મુખ્યત્વે ત્રણ પ્રદાર્થો (CARBOHYDRATES, PROTEINS & FATS) થી બનેલો છે તે બધા તત્વોની અસરે અને જઠરના ખોરાક આમતેમ ફેરવવાના કારણે “અંતીમ તત્વો” (GLUCOSE, AMINO ACIDS & FATTY ACIDS ) સ્વરૂપે બને……અને, આ તત્વો આંતરડાના અંદરના ભાગેથી નજીક પથરાયેલી નાની નાની લોહી-નળીઓમાં પ્રવેશ કરી, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી શકે.
 
(૨) …આંતરડાઓ, નાનું અને મોટૂં (SMALL INTESTINE & LARGE INTESTINE )
 
માનવ દેહમાં બે નામે આંતરડાઓ છે….એક નાનું (SMALL INTESTINE) અને બીજું મોટું LARGE INTESTINE).
હવે, તમે ડાયાગ્રામો નિહાળો….જઠર સાથે જોડાયેલું છે નાનું આંતરડું ,,,અને જે ભાગે જોડાયેલું તેને ડીઓડોનમ (DUODENUM) કહેવાય….ત્યાર બાદના આંતરડાના ભાગને જજુનમ (JEJUNUM) કહેવાય…અને અંતે મોટા ભાગના આંતરડાને ઈલીઅમ ( ILEUM) કહેવાય….જે અંતે મોટા આંતરડા (LARGE INTESTINE or LARGE BOWEL) સાથે જોડાય જાય…..એ આંતરડાનો અંત એટલે માનવ શરીરમાંથી મડરૂપી નકામનું તત્વ ( STOOLS) ને શરીર બહાર નિકળવા માટેનું દ્વાર (ANUS).જઠર અને આંતરડાની શરૂઆત થાય ત્યાં એક સ્પીંકટર (SPHINCTURE) હોવાના કારણે ખોરાક પાછો જઠરમાં ના જઈ  શકે. એક વાર ખોરાક આંતરડામાં પ્રવેશ કરે એટલે એ આંતરડામાં ગોલ-બ્લેડરનું બાઈલ (BILE from GALL BLADDER) તેમજ આંતરડામાં પેનક્રીઆસના એન્ઝાઈમો (PANCEATIC ENZYMES) તેમજ આંતરડામાંથી ઝરેલા એસીડની અસર દુર કરતા બાઈકાર્બો (BICARBONATES),ભેગા મળી ખોરકને “અંતીમ અવસ્થા”મા લાવે…જે થકી, ખોરાકના “પોષણ-રૂપી તત્વો” લોહીમાં જઈ શરીરના અન્ય ભાગે જઈ શકે.
 
જ્યારે, મોટા આંતરડામાં જે કંઈ પ્રવેશ કરે ત્યારે એમાં પાણી અને પ્રાચન ના થઈ શકે એવો “ખોરાકનો તત્વ” હોય છે….અહી ફક્ત જરૂરત પ્રમાણે પાણી શરીરમા લેવાય છે, અને વધારાનું પાણી અને તત્વોનું બનેલું મડ (STOOL) શરીર બહાર આવે છે
 
આ રહી માનવ દેહની ખાધેલા ખોરાકની યાત્રા…..મુખમાંથી પ્રવેશ મેળવતો ખોરક, અંતે શરીર બહાર આવે તે દરમ્યાન પ્રભુની રચના આધારીત  કેટલી સુંદર વ્યવસ્થા સાથે “નવું સ્વરૂપ ” મેળવી, શરીર અંદર પ્રવેશ કરે એને આપણે “પ્રાચન-ક્રીયા” નામ આપ્યું છે પણ ખરેખર તો એ એક “પ્રભુનો ચમત્કાર” જ છે ….આ ક્રિયાને હજુ તો આપણે માઈક્રોસ્કોપ (MICROSCOPE)થી નિહાળી નથી…..જ્યારે આપણે એ રીતે નિહાળીએ તો તો જરૂર આપણે કહી શકીએ ” પ્રભુ, મને આવી અદભુત માનવ કાયા આપી, તે માટે તને કોટી કોટી પ્રણામ !”
 
વ્હાલા વાંચકો……જે પોસ્ટરૂપે તમે આજે વાંચ્યું તે તમોને ગમ્યું કે નહી ?……જે વાંચ્યું તે દ્વારા તમારી સમજ વધી કે જાણેલું જ્ઞાન તાજું થયું ? ….જરા મને કહેશો ?
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
FEW WORDS……
 
Today, you are viewing another Post on HEALTH…& it is on ” STOMACH, INTESTINES …& the DIGESTIVE SYSTEM ” of the HUMAN BODY.
After the BRAIN & NERVOUS SYSTEM……HEART * the CIRCULATORY SYSTEM…and  the LUNGS & the RESPIRATORY SYSTEM…..this Post is VERY APPROPRIATE.
 
The Brain & the Nervous System can remain in CONTROL….& BLOOD & the OXYGEN can give sustain the LIFE for a “short period” but for the LONG TERM one needs the NUTRITION from outside of the Body in the form of FOODS….This is ONLY POSSIBLE via the DIGESTIVE SYSTEM.
 
The crude form of food can be seen as 3 BASIC FOODS  ( namely CARBOHYDATES, PROTEINS & FATS )….But these foods are USELESS unless broken down to the PRODUCTS ( like GLUCOSE, AMINO ACIDS & FATTY  ACIDS ) which can be absorbed into the BLOOD or the LYMPHATIC SYSTEM….It is function of the DIGESTIVE SYSTEM to do that.
 
Just look at the MAGNIFIED PICTURE of the INTESTINAL WALL with it’s VILLI where the Intestinal Wall is so close to the BLOOD & LYMPH vessels.
 
NOW…let us REVIEW the ENTIRE SYSTEM>>>>
The FOOD taken in the MOUTH is subjected to CHEWING….& during the brief stay  of this FOOD…it is made into SMALLER size & wetted with SALIVA with it’s ENZYMES and then this Food  passes into the ESOPHAGUS. The food goes futher down into the STOMACH via the GASTRO-ESOPHYSEAL SPHINCTER,
It is here in the STOMACH that the food is mixed with the GASTRIC JUICE which has the ACID & ENZYMES into a PULP ( partially digested state ).
 
As the food is ready to be transported into the BOWEL ( INTESTINE ) the lower  Spincter ( PYLORIC SPINCTER ) relaxes & the food enters the 1st portion of the SMALL INTESTINE called DUODENUM. Here the food is subjected to further digestion with the Chemicals/Enzymes of BILE (from GALL BLADDER ) and PANCREATIC JUICEwith Enzymes ( from PANCREAS )…..
By the time the “further digested food” reaches the 2nd Portion of the Small Intestine ( called JEJUNUM ) it is in that state that CRUDE FOOD is coverted into its FINAL PRODUCTS ( GLUCOSE of Carbohydrates, AMINO ACIDS of Proteins  & the FATTY ACIDS of Fats )….and these FINAL PRODUCTS are absorbed & transported via the BLOOD & LYMPH to the DISTANT PARTS of the HUMAN BODY. Then some absortion takes place as the food passes into the 3rd Portion of the Small Intestine (called ILEUM ).
 
Then, via the ILEO-CAECAL Junction the RESIDUAL FOOD with the WATER passes the LARGE INTESTINE where there if NO DIGESTION but the WATER needed by the Body is absorbed into the Body. The UNWANTED FOOD with it’s WATER is eventually expelled out of the Body via ANAL PORTION of the LARGE INTESTINE.
 
The PURPOSE of  this ENTIRE JOURNEY of the FOOD is to CONVERT into  the FINAL THREE NURIENTS and release the needed  VITAMINS & MINERALS …SO, the BODY can get ALL these into the BLOOD/LYMPH & get TRANSPORTED to the DISTANT parts of the BODY.
 
NOW…you will AGREE that this GOD-MADE BODY is a WONDERFUL THING….
I TRIED to tell about this wonderful DIGESTIVE SYSTEM in the SIMPLE EASY NARRATION…and, if you had UNDERSTOOD it BETTER….then I am HAPPY ! 
 
Please express your “feelings ” as your “comments” !
 
DR. CHANDRAVADAN MISTRY 

એપ્રિલ 25, 2010 at 12:48 પી એમ(pm) 38 comments

માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

 
 
  
 
 
 
animated gifs
 
 

માનવ તંદુરસ્તી..(૯)…ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ.

 
આગળની પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”……અને, આજે છે “માનવ તંદુરસ્તી….ફેફસાઓ અને પ્રાણવાયુ ભ્રમણ”ની પોસ્ટ ! આ પોસ્ટ વાંચતા, તમે મને સવાલ કરી શકો કે….“હ્રદય અને લોહીનું ભ્રમણની પોસ્ટ બાદ આ પોસ્ટ શા માટે ?” તો. મારો જવાબ આ પ્રમાણે છે>>>>
                માનવ દેહને જો આપણે એક “તંત્ર”રૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ સિસ્ટમ એક માર્ગદર્શક કે કોન્ટ્રોલ સ્ટેશન (CONTROL STATION) જેવી રીતે ઈલેક્ટ્રીસીટી (ELECTRICITY) હોય…..એથી એ પ્રથમ ! શરીરને પોષણ લોહી દ્વારા મળે, અને એ વગર જીવવું અશક્ય છે, ….એથી,  બીજી પોસ્ટ હતી “હ્રદય અને લોહીનું ભ્રમણ”!…..અને હવે છે આ પોસ્ટ કારણ કે “ખોરાકના તત્વોરૂપી પોષણ સિવાય શરીરને પ્રાણવાયુની ખાસ જરૂરત છે “…અને ફેફસાઓ દ્વારા આ શક્ય થાય છે. એથી જ આજની ત્રીજા નંબરની પોસ્ટ !
હવે, તમે આ પોસ્ટ સાથે મુકેલા પીક્ચર/ડાયાગ્રામોને નિહાળો….તો, તમોને મારૂં લખાણ સમજવામાં સરળતા હશે.
 
ફેફસાઓ અને પ્રાણવાયુનું ભ્રમણ (LUNGS & RESPIRATORY SYSTEM )
 
(૧) …ફેફસાઓ (LUNGS)
 
શરીરના છાતીના ભાગે અંદર છે બે ફેફસાઓ (LUNGS), જેની વચ્ચે છે માનવીનું હ્રદય….છાતીનો ભાગ પ્રભુએ એવી રીતે બનાવ્યો છે કે એ જ્યારે ફેફસાઓ બહારની હવાને અંદર ખેંચે ત્યારે એ ફુલે, અને તે માટે પાંસરીઓની બનેલી છાતી પણ મોટી હોય શકે.
આ પ્રમાણે, બહારની હવા  ફેફસાઓમાં ! આ બહારની હવામાં પ્રાણવાયુ (OXYGEN) પણ હોય….એની શરીરને જરૂરત !….હવે , તમે ફરી ડાયાગ્રામો નિહાળો….ફેફસાઓનું બંધારણ એવું છે કે એ અનેક નાની નાની આલ્વેઓલાઈ (ALVEOLI) થી એનો આકાર લેય છે……અહી લોહી અને બહારથી આવેલી હવા નજીક આવે છે……એ હવામાંથી “પ્રાણવાયુ” જ લોહીમાં લેવાય, અને અશુધ્ધ લોહીમાંનો કર્બન ડયોક્સાઈડ (CARBON DIOXIDE) આલ્વેઓલાઈમા રહેલી હવા સાથે ભળી એ ફરી નાક દ્વારા બહાર આવે…..આ પ્રમાણે આ કાર્ય શરીર કરતું રહે….અને આપણને એની જાણ પણ ના રહે…કેવી છે પ્રભુની કળા..આ માનવ રચના !
 
(૨) …વાયુ નળીઓ (AIRWAYS..TRACHEA, BRONCHI & BRONCHIOLES)
 
હવે તમે ફરી ડાયાગ્રામો નિહાળો…..નાકના નસખોરાથી હવા આપાણા શારીરમાં પ્રવેશ કરે…ત્યાં એની શરૂઆત,,,,અને ત્યાંથી ગળા તરફ જતા એ લેરીન્ક્શ (LARYNX) બની, ટ્રાકીયા (TRACHEA) બની એમાંથી બે બ્રોન્ચાઈ (BRONCHI) બની, નાની નાની નળીઓ (BRONCHIOLES) થઈ ફેફસાઓની આલવીઓલાઈ (ALVEOLI) સુધી પહોંચે છે.
 
આ પ્રમાણે જે (૧) અને (૨)નું વર્ણન કર્યું તેને “રેસપીરેટારી સીસ્ટમ” ( RESPIRATORY SYSTEM) કહેવાય છે.
 
મેં ફક્ત ટુંકાણમાં આ વિષયે થોડી સમજ આપી છે…..મારો એક જ હેતુ હતો કે….”કેવી રીતે ફેફસાઓ માનવ દેહને જીવીત રાખવા માટે ફાળો આપે છે તે સૌ સમજી શકે “…..જો આમાં મને થોડી પણ સફળતા મળશે તો મારા હૈયે આનંદ હશે…..અહી વિગતો લખવાનો ઈરાદો ન હતો....પણ, આટલી જાણકારી દ્વારા ફેફસાઓના રોગો કે અન્ય રોગો સમજવા સરળતા રહેશે.
તો, આ પોસ્ટ તમોને ગમી ?  જે જાહ્યું તે ઉપયોગી હશે ? ..કે પછી તમે એ બધું જ જાણતા હતા ? …અને, તમે એ બધું જાણતા હોય તો પણ, તમારૂં જ્ઞાન આ પોસ્ટ વાંચી તાજું થયું હશે, એવું મારૂં માનવું છે ! ધીરજ રાખી, તમે આ પોસ્ટ વાંચી તે માટે “આભાર” !
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS
 
Today, this is a New Post on MANAV TANDURASTI  ( HUMAN HEALTH ) and the Topic is “LUNGS & the RESPIRATORY SYSTEM “…If you see the Diagrams, you get the “general idea” of this System. Even without reading this Post you knew something about the System…..We all know the NEED of OXYGEN to sustain our LIFE as Humans. By this Post, I attempted to show you the ANATOMICAL PATHWAY for the suppy of this needed Oxygen, For the DOCTORS this can be a  trivial fact…..to many in the GENERAL PUBLIC this informations are already the “KNOWN FACTS” too….But, my intention here is to GIVE this BASIC UNDERSTANDING” in a “SIMPLE GUJARATI” …so that by reading this Post, one can be MORE AWARE of his/her OWN BODY.
 
As we all know the AIR we breath passes through our NOSTRIL & via the NASAL PASSAGES it enters the back side of the THROAT……From there it reaches the LARYNGO-PHARYNGEAL Junction & then the air id directed to the airtube called TRACHEA…..which eventually branches a TWO BRONCHI..one going to one LUNG & other going to other LUNG.
In each lung, the airpassages become smaller & smaller BRONCHIOLES…which eventually end in the airbags called ALVEOLI…..It is here that the blood vessels are in close proximity with the AIR brought in……the blood with more of CARBON DIOXIDE is exchanged for OXYGEN of the air….& this OXYGEN -RICH blood is brought to the HEART & then disributed to the BODY.
 
This is the UNDERSTANDING I want you to grasp….WITHOUT  going into the DETAILS. In fact, in this ENGLISH write-up I had even said MORE than what I had written in GUJARATI. Many of you can read BOTH (GUJARATI & ENGLISH) , and so, I request all to read the ENTIRE POST.
 
Here, I wish to say further that if you had NOT READ the other 8 POSTS, I request you to read these OLD POSTS….so you can have FULL UNDERSTANDING of the HUMAN BODY. And, if you have this BASIC KNOWLEDGE, it will be easy to understand the DISEASES ( which will be as Posts in the FUTURE )
 
Hope you enjoy reading this Post !
 
DR. CHANDRAVADAN MISTRY

એપ્રિલ 18, 2010 at 2:22 પી એમ(pm) 40 comments

માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

Channel Icon Free Animations

 
 the heart
 
 
 
 

 

માનવ તંદુરસ્તી..(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ.

મગજ અને નર્વસ સિસ્ટમની પોસ્ટ બાદ, આજે છે “માનવ તંદુરસ્તી…(૮)…..હ્રદય અને લોહીનું ભ્રમણ “(HEART & CIRCULATORY SYSTEM).
મગજ અને નર્વસ સિસ્ટમની નર્વસ બનેલા માનવ દેહને જો જીવતો જગતો જાણવો હોય તો એ માપ છે “હ્રદયના ધબકારાઓ”…..હ્રદયના ધબકારાઓ જો બંધ થાય તો ફક્ત ડોકટરો નહી પણ એક સાધરણ માનવી પણ કહે….” આ માનવી તો મ્રુત્યુ પામ્યો છે !” આ પ્રમાણે સરળ ભાષામાં મેં હ્રદય અને લોહી -ભ્રમણને મહત્વ આપ્યું છે…..માનવ દેહને જો આપણે એક “તંત્ર” સ્વરૂપે નિહાળીએ તો, મગજ અને નર્વસ એક “વિજળી ઘર કે કમાંડ સેનટર” ગણો…..જ્યાંથી હુકમો થાય કે અમલમાં મુકાય….અને એવા જ હુકમે આપણું હ્રદય કાર્ય કરે. અહી મારે એક બીજો ઉલ્લેખ કરવો છે….આ મગજને પણ પોષણ માટે લોહીની જરૂરત પડે છે….આથી, આપણે એમ કહી શકીએ કે “મગજ વગર હ્રદય નકામું ..અને હ્રદય વગર મગજ નકામું “
 
હવે, આપણે જરા ઉંડા વિચારથી આ હકીકતને જાણવા પ્રયાસ કરીએ. ….માનવી જ્યારે આરામ કરતો હોય ત્યારે જો એ એના હ્રદયના ધબકારા ગણે તો એ ૭૦ જેવા હોય છે…..પણ, જો કંઈક કાર્ય કરે તો, એના ધબકારા વધે…..હ્રદયના એક એક ધબકારે ૨૮૦cc લોહી હ્રદયની અંદર અને બહાર આવ-જાવ કરે…આ પ્રમાણે આખા શરીરમા કુલ્લે ૫ લીટર લોહી ફરતું રહે…..એક મીનીટના ૭0 ધબકારા પ્રમાણે આશરે ૨૦૦૦ ગેલન લોહી એક કલાકે ફરે
અહી, દેહના જુદા જુદા ભાગોમાંથી અશુધ્ધ લોહી વેઈનો (VEINS) મારફતે હ્રદયની જમણી બાજુએ ઉપર/નીચેની વેના-કાવા (VENA CAVA) દ્વારા પ્રવેશ કરે….ઉપરના આટ્રીઅમ (ATRIUM)માં આવી ફેફસાઓમાં જઈ શુધ્ધ બની ફરી હ્રદયમાં પ્રવેશ કરી, મોટી લોહી નળી  “એઓરટા”(AORTA) મારફતે આખા શરીરમા લોહીને ફેરવે…જેમાંથી શરીરને પોષણ મળે….શુધ્ધ લોહી લઈ જનાર નળીઓને “આરટરી”(ARTERY) કહેવામાં આવે છે…..તમે ડાયાગ્રમ નિહાળશો તો  “આરટરીઓ” લાલ રંગે, અને “વેઈનો” ભુરા રંગે છે.
 
 આટલું જાણી, તમે જ કહો…..” આટલી સુંદર વ્યવસ્થાભરી રચના માટે આપણે પ્રભુને કોટી કોટી પ્રણામો સહીત આભાર માનવો જ રહ્યો…..ખરૂંને ?
 
હવે, આપણે આ બધું જ જરા વધુ વિગતે જાણીએ….જાણવું છે ને ?
 
(૧) …હ્રદય (HEART)
લોહીના ભ્રમણનો મુખ્ય આધાર છે માનવીનું હ્રદય. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, એ છાતીના અંદરના ભાગે છે…..અને એના એક એક ધબકારા સાથે શરીરના દુરના ભાગોમાંથી આવ્તું અશુધ્ધ લોહી હ્રદયમાં આવે, અને શુધ્ધ લોહી દુર દુર શરીરના ભાગોમાં જાય.આ પ્રમાણે શુધ્ધ અને અશુધ્ધ લોહી કેવી રીતે રહી શકે ? …જવાબ જાણવા પહેલા ફરી ડાયાગ્રામને નિહાળો. હ્રદય જે વી રીતે બન્યું છે તેમાં એની અંદરની ભાગે વિભાજન છે, એક સેપ્ટમ (SEPTUM) દ્વારા જેથી જમણી બાજુએ આવતું અશુધ્ધ લોહી ડાબી બાજુએ આવતા શુધ્ધ લોહી સાથે ભળી ના શકે.
હવે, જરા વધુ નિહાળો…..ડાયાગ્રામમાં તમે નિહાળૉ કે જમણી અગર ડાબી બાજુ ઉપર નાના આટ્રીઅમ (ATRIUM), અને નીચેના ભાગે છે મોટા વેન્ટીકલ (VENTRICLE)….તમે નિહાળશો કે ઉપરના નાના ચેમ્બરમાંથી લોહી વચ્ચે આવેલા વાલ્વ (VALVE)ના કારણે લોહીને એક જ દિશામાં જવા દેય…..અને, આ પ્રમાણે, જમણી બાજુનું લોહી હ્રદયમાંથી ફેફસાઓમા જઈ શુધ્ધ થઈ ડાબી બાજુ આવી એ એઓરટા (AORTA)મારફતે આખા શરીરમા જાય.
(૨) ….એઓરટા અને આરટરીઓ તેમજ વેના કાવા અને વેઈનો (AORTA & ARTERIES & VENA CAVA & VEINS)
પ્રથમ ડાયાગ્રામો ફરી નિહાળૉ…..અને, ધારો કે તમે એલેક્ટ્રસીટીના લાલ અને ભુરા વાયરો જોતા છે…..લાલ વાયર એટલે આરટરી અને ભુરા વાયર એટલે વેઈન….તો તમને સમજવામાં સરળતા રહેશે.  એઓરટા હ્રદય બહાર આવી તરત ઉપર તેમજ નીચે એની બ્રાન્ચો (BRANCHES) દ્વારા લોહીના ભ્રમણને દિશાઓ આપે છે ….ઉપર હાથોને ગળાને અને મગજને…અને નીચે પગો સુધી પહોંચવા પહેલા જુદા જુદા અંગોને (જઠર, આંતરડાઓ, કીડની વિગેરે ) નાની નળીઓ દ્વારા લોહી પોષણ માટે આપે છે …જે જગ્યાએ લોહી મળે તે પરથી નામો હોય છે દાખલારૂપે…કીડનીઓને…રેનલ આરટરીઓ અને રેનલ વેઈનો (RENAL ARTERIES & RENAL VEINS)…..તમોને બધા નામો જાણવાની અત્યારે જરૂરત નથી….પાછળથી એ નામો યોગ્યતા પ્રમાણે પોસ્ટમાં મુકી ચર્ચાઓ કરીશું.
અંતે….મારી ભાંગી ટુટી ગુજરાતી ભાષામાં કંઈક સમજાવવા આ મારો પ્રયાસ હતો. ………જો, તમે જે વાંચ્યું તે તમે સમજી શક્યા તો મને ખુશી હશે….અને, જે સમજ્યું તેનાથી તમારૂં “હેલ્થ વિષેનું જ્ઞાન” થોડું વધ્યું હોય તો મારા હૈયે ખુબ જ ખુશી હશે….તો, આ પોસ્ટ વાંચી, જરૂરથી “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખશો………હું એ વાચી આનંદમાં હોઈશ, અને એવા અનંદ સાથે “નવી હેલ્થની પોસ્ટ” પ્રગટ કરવા આતુર હોઈશ.
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
FEW  WORDS
 
Today,it is another Post on “MANAV TANDURAST ( HUMAN HEALTH )…and the Topic is “HEART & the CIRCULATORY SYSTEM “.
I have tried ti impart “some basic knowledge” …..The DIAGRAMS and the SCRIPT describe the HEART, and then inform the READERS how the the BLOOD (which is essential to sustain Life) circulates in the entire HUMAN BIDY & suppy OXYGEN & OTHER NURIENTS to ALL the parts of the Body.
As I explain, I had shown how the Human Heart is divided into 4 Chambers, 2 Upper smaller ones & 2 Lower Larger ones…& that the Right & Left sides are separated from eachother by a Septum.
The blood from the Heart is distributed to the entire Body via AORTA & then the Blood from the Body is returned  via the smaller Veins & eventually to the Heart via the 2 VENA CAVA.
 Only this  Basic knowledge is intended to be given by this Post…and in the future more details can be posted.
I welcome ALL to read this Post…& hope you enjoy reading it !
 
Dr. Chandravadan Mistry

એપ્રિલ 11, 2010 at 2:55 પી એમ(pm) 23 comments

માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ.

 
 
Brain Lobes
 
 
 Central Nervous System
 
 The Autonomic Nervous System Anatomical Chart
 
 

માનવ તંદુરસ્તી (૭)….મગજ અને નર્વસ સિસ્ટમ.

 
ઉપર પ્રગટ કરેલા પિક્ચરો નિહાળો ! ….એક પિક્ચર છે મગજનું ! આ મગજ (BRAIN)ના બે ડયાગ્રામો નિહાળતા, તમે બહારથી અને અંદરથી મગજ વિષે વધુ જાણી શકો છો. એ સિવાય બીજા ડયાગ્રામો દ્વારા મગજમાંથી ફેલાયેલી નર્વસ સિસ્ટમ (NERVOUS SYSTEM) વિષે જાણતા આ લેખને સમજવામાં સરળતા રહેશે.
 
માનવ હાડપિંજર (SKELETON)ના પોસ્ટરૂપી વર્ણન બાદ, માનવ દેહના “અગત્યના ભાગો”માંથી પ્રથમ મગજ તેમજ નર્વસ સિસ્ટમ વિષે કેમ શરૂઆત કરી તે હવે તમોને કહું .
 
માનવીમાં “પ્રાણ”રૂપી શક્તિની જરૂરત શરીરના જુદા જુદા ભાગે  પડે છે…દાખલારૂપે હ્રદયના ધબકારા કે ફેફસાઓના ધમણ માટે. એવી શક્તિ કેટલા પ્રમાણમાં , કેટલી જલ્દી કે ક્યાં જોઈએ એ માટે મગજ અને નર્વસ સિસ્ટમ આ કાર્ય માટે “માર્ગદર્શક” બને છે, અને સાથે સાથે એવા કાર્યને “કાબુ” (CONTROL)માં રાખે છે.આ પ્રમાણે જો ના હોત તો માનવ દેહમાં કોઈ જાતની “એકતા” (UNITY) ના હોત.
 
ચાલો, મારી વિચારધારા પ્રમાણે, મેં તમોને કંઈક આજની પોસ્ટ વિષે સમજ આપી…..હવે, જરા વિગતે થોડું જાણીએ>>>>>
(A) મુખ્ય  નર્વસ સિસ્ટમ (CENTRAL NERVOUS SYSTEM)
(૧) …મગજ યાને બ્રેઈન (BRAIN)
મગજને બહારથી નિહાળતા, એ  બે ભાગો યાને બે સરખા ભાગો  ( 2 Identical Sections)થી બનેલું છે, અને એને જુદા જુદા નામે વર્ણન કરાયું છે…..દાખલા તરીકે આગળનો ભાગ એટલે “ફ્રોનટલ લોબ” (FRONTAL LOBE)….મગજનો મોટો ભાગ એટલે “સેરેબ્રુમ” (CEREBRUM), અને એની નીચે છે “સેરેબેલ્લમ”(CEREBELLUM) અને સૌથી નીચે છે “મેડ્યુલા”(MEDULLA). આ નીચેના ભાગમાંથી શરૂ થાય છે “સ્પાઈનલ કોર્ડ“(SPINAL CORD)
(૨) …સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)
મગજના મેડ્યુલામાંથી અનેક નર્વોની બનેલી “કોર્ડ”રૂપી ચીજ એ જ સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)…..અને તમે ડાયાગ્રામ નિહાળશો તો જાણશો કે મગજથી નીચે ગળાના ભાગમાંથી પસ્રાર થઈ, એ છે શરીરના નીચેમા ભાગ સુધી છે….અને જેમ નીચે જાય તેમ જુદી જુદી મોટી નર્વો (NERVES) બની શરીરના જુદા જુદા ભાગે કાર્યો કરવા મદદરૂપ થાય છે. ….દાખલારૂપે..પગોનું ચાલવું એ ત્યાં જતી નર્વ આધારીત છે.
 
(B) ઓટોનોમસ નર્વસ સિસ્ટમ (AUTONOMOUS NERVOUS SYSTEM)
ઉપર વર્ણન કર્યું તે સિવાય શરીરના અગત્યના અંગો કે “ઓરગનૉ”(ORGANS)…દાખલારૂપે..હ્રદય, કે ફેફસાઓ કે આતંરડાઓનુ કાર્ય જે પ્રમાણે થવું જોઈએ અને જે પ્રમાણે કાર્યોમાં ફેરફારઓ હોવા જોઈએ તે આ સિસ્ટમમા કોન્ત્રોલ્થી શક્ય બને છે…આ વિષે વધુ સમજ બીજી પોસ્ટો દ્વારા થશે. અહી એટલી સમજ લેવાની જરૂરત છે>>>માનવી એ વિષે વિચારે કે નહી, હ્રદય કે અન્ય અંગ એનું કાર્ય કરતું રહે છે…..પણ, આટલી સ્વતંત્રતા હોવા છતાં  માનવીને પ્રભુએ “થોડી શક્તિ ” એના હાથમાં રાખી છે….અહી મહત્વ મળે છે “યોગ- આશનો” તેમજ “ધ્યાન-ચિંતન” અને “ખોરાક”ને !…વધુ ચર્ચાઓની જરૂરત રહે છે !
 
સરળ “બોલાતી” ગુજરાતી ભાષામાં વર્ણન કરવા મેં પ્રયાસ કર્યો છે…..થોડા અંગ્રેજી શબ્દોને  ગુજરાતી લીપીમાં લખી મે અન્યને સમજ આપવા પ્રયત્ન કર્યો છે….આવું કરતા મારી ઘણી જ ભુલો હશે…….પણ, મારી આશા એટલી જ કે  જો હું “કંઈક જ્ઞાનરૂપી સમજણ” આપવામાં સફળ થયો તો મારા હૈયે ખુબ જ આનંદ હશે.
વધુમાં મારે એટલું કહેવું છે કે આ પોસ્ટ વાંચ્યા બાદ, તમે “ઈનટરનેટ”દ્વારા અનેક “મિડીકલ સાઈટો” પર જઈ શકો છો, અને “વધુ વિગતે ” જાણી શકો છો…..કોઈકને તો એમ પણ થશે કે “આ બધુ તો ઈનટરનેટ છે જ , તો શા માટે આમ પોસ્ટોરૂપે ?” એના જવાબરૂપે હું આટલું જ કહીશ>>>>>”એક પ્રેકટીશ કરતા ડોકટર જેમ દર્દી તરીકે આવેલા માનવીને એમ નથી કહેતા કે “આ રોગ વિષે આ ચોપડીમાં છે અને એનો ઉપચાર તું કરી લે”…તે પ્રમાણે, હું એક નિવ્રુત્તિ ભોગવતો ડોકટર(માનવી) કંઈક “માનવસેવા” કરી રહ્યો છે…જેને એ એની “ફરજ” સમજે છે.
અંતે, આશા એટલી જ કે આ બ્લોગ પર પધારી જે કોઈ આ પોસ્ટ વાંચે તેઓ સૌને ગમે !…..તો, મારા હૈયે આનંદ આનંદ હશે !
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS
 
Today it is April, 6th 2010…..and  this is another Post on MANAV TANDURASTI (HUMAN HEALTH ). It is on BRAIN & the NERVOUS SYSTEM. I have chosen this System of the Human Body as it is the “Guide or the Controller” of ALL other Systems of the Body.
I know, one can not say everything of this System  (or any System )in details, but that is NOT my intention…I simply want to expain “in brief”…so that one can understand how the Human Body function…and thus may be able to take care of the Body better.
I hope MANY will read this Post..& even pass on this informations to OTHERS.
 
DR. CHANDRAVADAN MISTRY

એપ્રિલ 6, 2010 at 1:32 પી એમ(pm) 36 comments

માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર.

 
 
 
 
 
 
 
 

 
 
 
 
 
 

Walking Skeleton

માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર.

 
 

બે શબ્દો…

માનવ દેહ અનેક જુદા જુદા હાડકાઓથી બનેલો છે….જે પ્રમાણે એ બધા હાડકાઓ ગોઠવાયેલા છે તેને આપણે “એક ભાગ “રૂપે નિહાળીએ તો એને આપણે માનવના “હાડપિંજર “રૂપે ઓળખ આપીએ છીએ , જે થકી, માનવી શરીરને “આકાર” મળે છે. જે પ્રમાણે આ બધા હડકાઓની ગોઠવણી થઈ છે તેનાથી માનવી હાથોથી કામો કરી શકે છે, પગોથી ચાલી કે દોડી શકે છે , તેમજ ઉભા પણ રહી શકે છે.
 
માનવ દેહના “હાડપિંજર “યાને સ્કેલેટન (Skeleton)ના પીકચરને નિહાળો….આપણે આ હાડપિંજરને જુદા જુદા વિભાગે નિહાળી શકીએ છે…યાને કે….
 
(૧) …ખોપરી કે મસ્તકનો ભાગ (SKULL)
 
(2) …ગળાનો ભાગ (NECK) અને તેની સાથે અનેક હાડકીઓથી બનેલો પાછળનો સ્પાઈનનો ભાગ (SPINAL COLUMN )
 
(3) …ગળાની સાથે આગળથી જોડાયેલ છે છાતીનો ભાગ (THORAX) જે અનેક પાંસરીઓથી બનેલો છે.
 
(4) … વચ્ચે પેટના ભાગ નીચે પગોના આધારે છે પેલવીસ (PELVIS)
 
(5) …આ પ્રમાણે આ ઉપર વર્ણન કર્યું તેની ઉપર અને નીચે જાણે બ્રાન્ચો (BRANCHES) જેમ છે હાથો અને પગોના ભાગો (UPPER EXREMITIES with HANDS & LoWER EXREMITIES with FEET )
 
આ પ્રમાણે, જે વર્ણન થયું તે નિહાળતા, સૌને થશે કે પ્રભુએ અનેક જુદા જુદા આકારની નાના મોટા હાડકાઓ કેવી સુંદર રીતે ગોઠવ્યા છે કે “એક અદભુત ” આકારનો પ્રાણી બનાવ્યો, કે જેને નામ મળ્યું “માનવી”….હવે, આપણે વિચાર કરીએ કે આ ફક્ત આકાર માટે જ ગોઠવણી હતી કે પછી, ઉંડા વિચારો સાથે પ્રભુએ આ રચના કરી હતી…અને જે પ્રમાણે હું નિહાળુ, તે હું નીચે લખું છું >>>>
 
(૧) …ઉપરમા મસ્તકરૂપી હાડ્કાઓમાં સમાયેલું છે “મગજ” (BRAIN)…અને મગજમાંથી બનેલો તાંતણારૂપી નર્વો (NERVES)નો બનેલો સ્પાઈનલ કોર્ડ (SPINAL CORD)ને અનેક નાની હાડકીઓની અંદર મુકી એની રક્ષા કરી.
 
(૨) …પાંસરીઓનો (RIBS) બનેલો છાતીનો ભાગ અંદર રહેલા હ્રદય તેમજ ફેફસાઓની રક્ષા કરે છે.
 
(૩) ..છાતીના ભાગ નીચે છે પેટ…આગળના ભાગે હાડકાઓ નથી પણ પાછળના ભાગે સ્પાઈનો (SPINAL BONES or VERTEBRAE)ની રક્ષા છે….અને એની સાથે નીચેની પેલવીસ (PELVIS)રૂપી હાડકાઓથી અંદરના ઓરગનઓ યાને કીડની, ગર્ભસ્થાન વિગેરેની (KIDNEYS, UTERUS etc) ની રક્ષા હોય શકે છે.
 
(૫) આ મુખ્ય હાડકાઓ સાથે  હાથો તેમજ પગોના અનેક હાડકાઓ એવા પ્રકારના અને એવી રીતે ગોઠવ્યા છે કે હાથો પગો આપણે અનેક કાર્યો માટે વાપરી શકીએ, એને સર્વ હાડ્કીઓની સાથે માંસ તેમજ ટેન્ડનો ( MUSCLES & TENDONS)નો સપોર્ટ આપ્યો. આ હાથો અને પગોની હાદકીઓ વચ્ચે સાંધાઓ (JOINTS) રાખ્યા……હવે, તમે નિહાળો ફરી તમારા હાથો અને પગોને….ઉપર છાતી સાથે જોડાયેલ છે હાથો..ત્યાં છે શોલડરના સાંદારૂપી જોડાણ (SHOULDER JOINT) અને એની નીચે છે એલબો, રીસ્ટ્સ અને અનેક નાની નાની હડકીઓનો બનેલો હાથ ( ELBOW, WRIST & PALM with FINGERS ). અને, તમે નીચેના પગને નિહાળશો તો એ પણ હીપ, ગુઠણ, એન્કલ સાથે પગ-પાટલી (HIP, KNEE ANKLE with the FOOT wth the TOES)
 
 
હવે તમે એક એક હાડકી/હાડકાઓને ગણો તો એની સંખ્યા ઘણી જ છે…..જુદા જુદા હાડકાઓના જુદા જુદા નામો…… બધા નામો જાણવાની જરૂર નથી…ફક્ત મુખ્ય હાડકાઓના નામો જાણો ! દાખલારૂપે….ઉપરના હાથોમા છે હ્યુમરસ, રેડીઅસ, અને ઉલના (HUMERUS, RADIUS & ULNA), અને નીચે પગોમાં છે ફીમર, ટીબીઆ, ફીબ્યુલા (FEMUR, TIBIA & FIBULA).
 
 
જે પ્રમાણે મારું ગુજરાતી ભાષા જ્ઞાન છે તે આધારીત મેં થોડા અંગ્રેજી શબ્દોને ગુજરાતી લીપીમા લખી, કંઈક ગુજારાતીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે…ભુલો હોય તો માફ કરશો….અને અંતે મારે એટલું કહેવું છે કે મેં “વિગતવાર વર્ણન ” કરવાના હેતુથી આ પોસ્ટ પ્રગટ કરી નથી…..ફક્ત સરળ ભાષામાં સારરૂપે લખવાનો મારો ઈરાદો હતો ….હું એમાં સફળ થયો કે નહી એ નથી જાણતો…..પણ, તમે જો આ પોસ્ટ વાંચી, ખુશ થયા હોય તો હું એને મારી સફળતા માનીશ !>>>ડોકટર ચંદ્રવદન
 
FEW  WORDS…
 
Today, I have just published yet another Post on MANAV TANDURASTI (HUMAN HEALTH). The Topic for discussion is HUMAN SKELETON. I had shown the Diagrams of the Bony Skeleton to show how different bones make the shape of the Human Body. The unique way this human body is made, Humans can remain in the upright position or can lie down …and even perform actions with upper limbs & walk or run on the lower limbs.
The Readers are made familial with the names of a few bones, some joints, and informed that all skeletal bones are with the purpose of the PROTECTION of the Internal Organs and for the STRUCTURAL SUPPORT of the entire body.…Praising the God for a Wonderful Creation called HUMANS !
I hope you like this brief narration about Human Skeleton. One can get more informations by reading the Medical Books or by going on the Internet. But, my intent was to “inform the general Public in a simple, easily understandable Gujarati language “. If the Readers are pleased after reading this Post, then I may have succeeded in that Goal !
Your comments welome !
 
Dr. Chandravadan Mistry. 

એપ્રિલ 2, 2010 at 7:21 પી એમ(pm) 35 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930