Archive for જૂન, 2015

ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

gulab

ગંગાકાકી મારા અમેરીકા પધાર્યા !

વેસ્મા ગામનું ભુરીયું ફળિયું જેમણે છોડ્યું,

મુંબઈના દહિસર વિસ્તારે રહેવાનું નક્કી કર્યું,

એ હતા મારા કુટુંબી ડાહ્યાકાકા અને ગંગાકાકી નામે !……………..(૧)

 

સંતાન-સુખરૂપી અનેક દીકરા અને દીકરીઓ એમના પરદેશમાં,

પરદેશ જવા માટે સ્વપનું નિહાળી, કાકા તો ગયા પ્રભુધામમાં,

પણ, સ્વામીનું સ્વપનું સાકાર કરવા કાકી હ્રદયે રહે ઈચ્છા !………….(૨)

 

વૃધ્ધ થઈ ગયા, શક્તિ ઘટી, પણ પરદેશ જવાની આશા રહી,

દીકરી મંજુલા હ્રદયે પ્રભુ-પ્રેરણાથી અમેરીકા લાવવાની કોશીષો રહી,

અંતે, ૨૯મી મે, ૨૦૧૫ના દિવસે, અમેરીકા સરકારની હા મળી !……..(૩)

 

હવે, તો કાકી પાસપોર્ટે “અમેરીકાના વીઝા”નો સીક્કો પડે,

 ખુશી સાથે જુન ૨૦૧૫માં મુંબઈથી ન્યુ યોર્કની પ્લેન ટીકીટ મળે,

અમેરીકાની ધરતી પર પગ મુકતા કાકી હ્રદયે આનંદ હશે ! ………….(૪)

 

ન્યુ યોર્કથી દુર લેન્કેસ્ટર કેલીફોર્નીઆમાં ચંદ્રનું હૈયું હરખમાં નાચી રહ્યું,

કાકીમાં કાકાના દર્શન કરી,કાકાનું સ્વપનું સાકાર થયું એવું સૌને કહ્યું,

બસ, આટલી જ કહાણી  કહેવા આ રચના થઈ એવું માનજો !…………(૫)

 

કાવ્ય રચના ઃતારીખ,મે,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

૨૯મી મે, ૨૦૧૫ અને શુક્રવારનો દિવસ.

ન્યુ યોર્કથી ગણપતભાઈ ( યાને બેન મંજુલાના પતિ)નો ફોન આવ્યો અને ખુશી ખબર છે કહી કહ્યું ” બાને વીઝા મળી ગયા છે !”

ત્યારે યાદ આવ્યું કે અમેરીકાના વીઝા માટે આ દિવસે મુંબઈમાં કાકીનું “ઈનટરવ્યુ” હતું અને ત્યાં “હા” થઈ.

હું ખુબ જ ખુશ હતો.

ત્યારબાદ, જાણ્યું કે ટીકીટ લઈ હવે જુનમાં કાકી અમેરીકા આવશે.

બસ…આવા વિચારોમાં મારા સ્વ. ડાહ્યાકાકાની યાદ તાજી થઈ ..એ મારા કુટુંબી “કાકા” હતા. એમનો “સ્નેહ” મારા પર અપાર હતો..મારા પિતાજીએ એઓ “મોટાભાઈ”સમાન ગણતા અને માન આપતા..અને મને એઓ “દીકરા” સમાન ગણી સ્નેહ આપતા.

આવી મીઠી યાદ તાજી કરી આ રચના થઈ છે.

સૌને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Gangaben Dahyabhai Mistry….wife of my late Uncle Dahayabhai  Mistry who was originally from Bhuria Faliya of VESMA…and who had settled at DAHISAR, Mumbai.

She finally got the VISA  for U.S.A.

She landed at NEW YORK on Monday 29th JUNE 2015.

I am happy ….thanked  God….and  expressed  my JOY with this POEM.

Dr. Chandavadan Mistry

 

જૂન 29, 2015 at 1:40 પી એમ(pm) 9 comments

પવિત્ર પીપળો અને એનું પાન !

 

 

 

 

પવિત્ર પીપળો અને એનું પાન !

હિન્દુ ધર્મપ્રેમી હૈયે પીપળો તો છે ખુબ જ પ્યારો,

કહું છું સૌને, શાને માટે પીપળો છે સૌનો પ્યારો !…………(ટેક)

 

દેવોના ભલા માટે શ્રી વિષ્ણુજી પીપળારૂપે થયાનું પૂરાણો કહે,

વિષ્ણુજીને પ્રિય પીપળો માની, હિન્દુઓ એની પૂજા કરે,

હૈયે એવી ભાવના હોય તો બીજું કાંઈ ના પૂછો મને !………(૧)

 

ભગવાન બુધ્ધને “જ્ઞાન પ્રકાશ” પીપળા ઝાડ તળે મળ્યાનું સૌ જાણે,

બૌધ ધર્મ-પ્રેમીઓ પીપળાને પવિત્ર ગણી ભાવથી પૂજન કરે,

હૈયે વિચાર આવો જોડી તમે પણ પીપળાને પવિત્ર ગણો !……(૨)

 

હિન્દુ ધર્મે પીપળા ફળમાં દેહ આત્માની સમજ વેદોમાં મળે,

ભાગવત ગીતા ઉપદેશે શ્રી કૃષ્ણ પોતાને સર્વ ઝાડોમાં પીપળો ગણે,

એવી ઉચ્ચ વિચારધારામાં રહી, પીપળામાં પ્રભુ દર્શન કરો !……(૩)

 

પીપળાના પાનો એવા જાણે દેવોભર્યા હવા વગર પણ હલે,

પીપળામાં જે તત્વ તે જ માનવીની કોસમીક શક્તિ બરાબર વિજ્ઞાન કહે,

એવું જાણી, મહત્વ એનું સમજી, પીપળાને માન ધરો !………(૪)

 

પીપળા પાનો દ્વારા તંદુરસ્તી એવું આર્યુવૈદીક જ્ઞાન કહે,

સાધુઓ પીપળા નીચે મનન કરે, ‘ને બ્રાહ્મણો જનોઈ પીપળાને અર્પણ કરે,

આટલું જાણી, અને પૂરાણોમાં સત્ય છે માની, પીપળાને નમન કરો !….(૫)

 

જે કંઈ વાંચી જાણ્યું એ જ ચંદ્રે આજે સૌને કહ્યું,

તમે એ માનો કે ના માનો, પણ વિચારો જે કહ્યું,

તો સત્યના દર્શન જરૂર થશે, આટ્લું જો તમે કર્યું !…………(૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૧૭,૨૦૧૫               ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

એમાં પીપળા વિષે લખાણ હતું….જે નીચે મુજબ હતું>>>

ધાર્મીક મહત્વ

હિંન્દુ ધર્મમાં

પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ અથર્વણ મુનિનું પિપ્પલાદ મુનિ પ્રત્યે કથન છે. બધા દેવોશંકરનાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે અગ્નિ ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી પાર્વતીજીએ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી બ્રહ્મા ખાખરા રૂપે, શંકર વડ રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા સનત્કુમાર સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.

બૌદ્ધ ધર્મમાં

 

સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.

બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.

ઔષધિ તરીકે

આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગળિયા વગેરે રોગને લીધે થતી ઊલટી બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી દમ મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા ગૂમડાં રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ હેડકી, અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.
આ વાંચન કરી મેં મારી રચના કરી.
તો હવે તમોને મારી રચના ગમશે એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

A poem in Gujarati on the PEEPAL TREE  (PIPADO).

It is regarded as the HOLY Tree as per the HINDUS & BAUDHISTS.

It has the MEDICINAL VALUES.

With ALL these in the mind, I created the Poem in Gujarati.

Hope you enjoy this Post.

Dr. Chandravadan Mistry

જૂન 25, 2015 at 12:06 પી એમ(pm) 7 comments

કાગડો અને કોયલ

 

 

કાગડો અને કોયલ

એક ઝાડ પર એક કોયલ બેઠી હતી.

એ શાંતી જાળવી એ સવારનો આનંદ માણી રહી હતી.

દુરથી ઉડીને એક કાગડો એ જ ઝાડ પર નજીકની ડાળે બેઠો. એ જ્યારે ડાળ પર બેઠો ત્યારે ડાળ પણ હલવા લાગી.

 ડાળ હલતી હતી છતાં, કાગડાને સંતોષ ના થયો.

એ તો જોર જોરથી “કા, કા, કા “કરવા લાગ્યો.

સવારના શાંત વાતાવરણમાં ભંગ થયો.

ઝાડની બીજી ડાળે બેઠેલી કોયલ આ બધું જ નિહાતી હતી.

અચાનક કાગડાની નજર કોયલ પર પડી.

“કોયલ બેનજી, કેમ શાંત છો ?”કાગડાએ પૂછ્યું.

“મને શાંતી ગમે. બસ, આ ઝાડ પર બેસી શાંતી અનુભવી હું એનો આનંદ માણું” કોયલે જવાબરૂપે કાગડાને કહ્યું.

અને….સાથે પૂછ્યું “કાગડાભાઈ, તમારા અવાજથી શું બીજા ખુશ છે ?”

“હા ! હા ! કેમ નહી ?આટલો સુંદર સુર છે મારો !” કાગડાએ પોતાના વખાણ કરતા કહ્યું.

“ચાલો, આપણે હરિફાઈ કરીએ. તમે પહેલા તમારો સૂર સંભળાવો. ઝાડ નીચે માનવીઓ છે તે સાંભળશે” કોયલે કહ્યું.

કાગડો તો અભિમાનમાં ફુલાય “કા, કા, કા” કરવા લાગ્યો.

અને…નીચેથી માનવીઓએ ખીજમાં પથ્થરો ફેંક્યા. કાગડો શાંત થઈ ગયો.

ફરી વાતાવરણ શાંત થઈ ગયું.

કોયલે મોં ખોલ્યું અને મધુર સૂરે આ શાંત વાતાવરણને ભંગ કર્યું. માનવીઓ ઝાડ નીચે કોયલના મધુર સૂરે આનંદમાં હતા. કોઈએ પથ્થર ફેંક્યો નહી.

કાગડો આ દ્રશ્ય નિહાળી અચંબામાં હતો.

ધીરે ધીરે એનું અભિમાન પીગળી ગયું.

 સત્ય એની નજરે આવ્યું.

“ભલે, દેહરૂપે બંને કાળા પણ ખરૂં મુલ્ય તો દેહ ભીતર તમે કેવા છો તેના પર અંકાય છે. તમારો સ્વભાવ અને તમારી વાણીનું મુલ્ય ઉંચું છે. એ બંને તમારી ખરી ઓળખ આપે છે.”

કાગડાએ આવી સત્યની સમજમાં પોતાના અભિમાનને જાણ્યું.

કાગડો “કા, કા, કા” કર્યા વગર ઝાડની ડાળ છોડી આકાશે ઉડ્યો…..કોયલ તો ડાળ પર બેસી એના મધુર સૂરે સવારના સુરજ કિરણોને આનંદ આપી રહી.

વાર્તા લેખન ઃ તારીખ, જુન,૧૫,૨૦૧૫

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક “ટુંકી વાર્તા”.

એ વાર્તા છે એક “બાળ વાર્તા”….જેને તમો “બોધ વાર્તા” પણ કહી શકો.

આ કાગડા-કોયલ સંવાદ દ્વારા એક જ બોધરૂપી સંદેશો છે >>>

કોઈ પણ વ્યક્તિનું “બહાર”નું નિહાળી અભિપ્રાય ના આપો. જે “મુલ્ય” છે તે “અંદર” છે તેને જાણવા પ્રયાસ કરો. “મીઠી વાણી” સાથે સત્ય હોય ત્યારે જ “હ્રદયનો ભાવ” પ્રગટ કરી શકાય છે. “અંદર”નું જોવા માટે પ્રથમ “અભિમાન”નો ત્યાગ કરવો પડે છે.

બસ….વાર્તા દ્વારા આટલો જ સંદેશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Short Story in Gujarati with the Title meaning “CROW & CACKOO ( Indian Koyal).

The CROW in its PRIDE thinks of his VOICE liked by ALL.

KOYAL invites him to a CONTEST.

When crow sings the persons threw the Stones.

When the Koyal sang in her SWEET VOICE…all were happy.

The CROW’s PRIDE melted & realised the TRUTH.

The Morale of this Story>>>

Externally both are BLACK & SAME..it is the INNER GOODNESS that gives the TRUE VALUE to an INDIVIDUAL. The SWEETNESS in the SPEECH with the TRUTH can only come from the DEPTH of the HEART. One is  JUDGED on what is INSIDE.

Hope you like this MESSAGE of the Story.

Dr. Chandravadan Mistry.

જૂન 23, 2015 at 2:37 એ એમ (am) 9 comments

દર વર્ષ વિશ્વમાં “ફાધર્સ ડે”નો ઉત્સવ !

 

દર વર્ષ વિશ્વમાં “ફાધર્સ ડે”નો ઉત્સવ !

જુન માસના ત્રીજા અઠવાડિયાના રવિવારે,

દર વર્ષ “ફાધર્સ ડે” ઉજવવાની ઘડી આવે,

ત્યારે, પિતાશ્રીની યાદ જગમાં તાજી બને !…………..(૧)

 

મારા પિતાજી વિષે કાવ્યોમાં અનેકવાર મેં લખ્યું,

જેને તમોએ પોસ્ટરૂપે વાંચતા, આનંદભર્યું ઝરણું તમ-હૈયે વહ્યું,

નીચે આપેલી લીન્ક દ્વારા તમો ફરી એ કાવ્યોને વાંચવું રહ્યું,…………….(૨)

 

વિશ્વમાં “ફાધર્સ ડે” ઉજવાય એ તો ખુશીની વાત કહેવાય,

એક દિવસને બદલે હર દિવસ પિતાજીને યાદ કરવા જ યોગ્ય કહેવાય,

બસ, સૌના હૈયે પિતાજી માટે પ્રેમઝરણા વહેતા રહે એજ ચંદ્રઆશા કહેવાય ……(૩)

 

આજે, પિતાજી તમ સાથે હાયાત તો, નજીક જઈ એમને વ્હાલ બતાવો,

કદી કોઈના પિતાજી પરલોકમાં તો, યાદ એમની તાજી કરી “અંજલી” અર્પો,

જગમાં પિતાજી સાથે માતૃશ્રી તમ સાથે તો, બંનેને નમન-પ્રણામ કરો !…….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, જુન, ૨૦,૨૦૧૫                       ચંદ્રવદન

 

 

બે શબ્દો…

ત્રીજો રવિવાર એટલે ૨૧મી જુન..અને “ફાધર્સ ડે”.

એનું યાદ કરી આ નવી રચના કરી.

પણ….આ રચના સાથે નીચેની “લીન્કો” દ્વારા  આગળ પ્રગટ કરેલી પોસ્ટો વાંચવા વિનંતી છે>>>

https://chandrapukar.wordpress.com/2008/06/01/%E0%AA%95%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8/

https://chandrapukar.wordpress.com/2012/06/16/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/

https://chandrapukar.wordpress.com/2013/06/16/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE/

https://chandrapukar.wordpress.com/2009/06/21/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6/

સૌને “હેપી ફાધર્સ ડે”.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

On 21st June 2015 it is the FATHER’S DAY.

A Poem in Gujarati as the Post.

But….it has the LINKS to OTHER POSTS published for the FATHER.

Read these Below>>>

https://chandrapukar.wordpress.com/2008/06/01/%E0%AA%95%E0%AB%8D%E0%AA%A6%E0%AB%80-%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AA%B6%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%B5%E0%AA%BE-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8/

https://chandrapukar.wordpress.com/2012/06/16/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%89%E0%AA%AA%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B/

https://chandrapukar.wordpress.com/2013/06/16/%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B5%E0%AA%82%E0%AA%A6%E0%AA%A8%E0%AA%BE/

https://chandrapukar.wordpress.com/2009/06/21/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0%E0%AB%80-%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A6/

 

HAPPY FATHER’S DAY to ALL.

Dr. Chandravadan Mistry.

 

જૂન 21, 2015 at 4:01 એ એમ (am) 9 comments

માનવ તંદુરસ્તી (૩૯).. જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

માનવ તંદુરસ્તી (૩૯)    જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

Overweight Man Pouring Ketchup on a Hamburger

The MODERN DIET with the FAST FOODS & ADDED CHEMICALS

The MODERN COMFORTS and LIMITED ACTIVITIES of LIFE

     માનવ તંદુરસ્તી (૩૯)    જીવનશૈલી અને રોગ : આપણી તંદુરસ્તી અને નવયુગમાં થયેલ પરિવર્તનની અસરો વિષે…..એક ચર્ચા !

આજની આ “માનવ તંદુરસ્તી”ની પોસ્ટના લેખનમાં એક ડોકટરી વિચારધારા નથી પણ એક માનવ તરીકે આ યુગના રોગોને નિહાળી એના કારણો શોધવાનો એક ” માનવ પ્રયાસ ” છે.

હું કાંઈ વધુ લખું તે પહેલા શ્રી દાવડાજીએ જે લેખ લખી એમની વિચારધારા દર્શાવી તે જ નીચે પ્રગટ કરૂં છું>>>>

 

જીવનશૈલી અને રોગ

આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં મેલેરિયા, ટાઈફોઈડ, અને શીતળા જેવા રોગો અને કોલેરા અને પ્લેગ જેવા રોગચાળા અસ્તિત્વમાં હતા. વિજ્ઞાન અને દવાઓના ક્ષેત્રોમાં થયેલી શોધોને પરિણામે આ રોગો ઉપર સારો એવો કાબુ કરી લેવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ ચાર દાયકાઓથી આ રોગોનું સ્થાન હ્રદયરોગ, ડાયાબીટીસ, કેન્સર અને આરથ્રાઈટીસ જેવા રોગોએ લેવા માંડ્યું છે. આ આધુનિક રોગોને જીવનશૈલીના રોગો એવું ફેન્સી નામ આપવામાં આવ્યું છે.

છેલ્લી અર્ધી સદીમાં આપણી રોજીંદી પ્રવૃતિઓ અને ખાનપાનમાં મોટેપાયે ફેરફારો થયા છે. શહેરીકરણની ઝડપ વધી છે, ખેડુતોના દિકરા-દિકરીઓ ભણીગણીને શહેરોમાં નોકરીએ લાગ્યા છે. અગાઊ શહેરોમાં પણ નોકરીઓમાં શારીરિક શ્રમ કરવો પડતો હતો, કાપડની અને જ્યુટની મિલો, અન્ય સામાન બનાવવાનાં કારખાના વગેરેમાં મહેનત મજૂરી કરવી પડતી. વિજ્ઞાનની મદદથી હવે આવા કારખાનાઓમાં ઓટોમેશન આવી જવાથી તમારે મશીન પાસે ઊભા રહીને બધું બરાબર ચાલે છે કે નહિં, એટલું જોવાનું જ હોય છે. ઓફીસના કામો તો તદ્દન બેઠાડુ જ હોય છે. નાના નાના અંતરનું ચાલવાનું પણ લોકો ટાળે છે અને ટ્રામ, બસ, ટેક્ષીનો ઉપયોગ કરે છે. લીફટ્વાળા મકાનોમાં લોકો બે ત્રણ માળ ચઢવાનું પણ ટાળે છે.

અગાઉ જ્યારે મીક્ષી, ડીશવોસર, વેક્યુમ ક્લીનર અને વોશીંગમશીનો ન હતા ત્યારે ગૃહીણી શું શું શારીરિક કામો કરતી એનું અહીં વર્ણન કરવું જરૂરી નથી. આજે આધુનિક જીમ્સ પણ એ કસરતોની બરોબરી કરી શકે એમ નથી. ધોયેલાં કપડા ઝાટકીને દોરી ઉપર સૂકવતી સ્ત્રીઓને ક્યારે પણ Frozen Shoulder ની તકલીફનો સામનો ન કરવો પડતો.

બીજો મોટો બદલાવ આપણા ખાનપાનમાં આવ્યો છે. એક મધ્યમવર્ગી ગુજરાતીની થાળીમાં રોટલી, શાક, કઠોળ, દાળ અને ભાત તો હતા, સાથે આદુ, મરી, આથેલાં મરચાં, દહીં કે છાસ વગેરેનો સમાવેશ થતો. આમાં જરૂરી કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામીન મળી રહેતા. તળેલી અન મીઠી વાનગીઓ તહેવારો અને પ્રસંગો પૂરતી મર્યાદીત હતી. વચ્ચે વચ્ચે પાચનક્રીયાના અવયવોને આરામ આપવા અપવાસ એકટાણાં પણ ધાર્મિક માન્યતાઓ સાથે વણી લઈને કરવામાં આવતા. આજે શહેરોમાં પીઝા, વડાપાઉં, કેસેડિયા, એન્ચીલાડા, પાસ્તા વગેર જેવા ફાસ્ટ ફૂડ અને બાળકોમાં મેગી જેવા નૂડલ્સનું પ્રમાણ વધતું જાય છે. છાસની જગ્યા કોલ્ડડ્રીંકસે લઈ લીધી છે. તળેલી વસ્તુઓનો અને મીઠાઈઓનો વપરાસ વધ્યો છે. આ ફેરફારની અસર હવે ઝડપથી દેખાવા લાગી છે. ભારતમાં જે રીતે ડાયબીટીસ અને હ્રદયરોગનો ફેલાવો વધવા લાગ્યો છે એ આંકડા ચોંકાવી દે એવા છે,

અહીં બીજી એક વાત પણ કરી લઉં. પેઢીઓથી શાકાહાર કરનારાનું પાચનતંત્ર અને શરીરના કોષો આવા ખોરાકથી ટેવાયલા હોય છે. જ્યારે કોઈ આધુનિક દેખાવા, માંસાહાર શરૂ કરે ત્યારે એનું પાચનતંત્ર એને પચાવવામાટે સંપૂર્ણપણે તૈયાર હોતું  નથી, અને શરીરના કોષો પણ એમાંથી ઊર્જા મેળવતાં અચકાય છે. આ વિષયમાં મને બહુ જ્ઞાન ન હોવાથી વધારે લખતો નથી પણ લોજીકમાં બેસે એવી વાત છે એમ હું માનું છું.

આ જીવનશૈલીના બદલાવને લીધે થતા રોગોની રોકથામ માટે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણકે આ વિષય જીવન-મરણનો છે.

-પી. કે. દાવડા

 
બે શબ્દો…
તંદુરસ્તી વિષે લેખ છે શ્રી દાવડાજીનો.
એક અનુભવીએ સંસારમાં થયેલ અનુભવો વિષે લખ્યું.
અહીં “અસલ”ના યુગ સાથે સરખામણી છે “નવ યુગ”ની.
નવયુગે “સુવિધાઓ”ના કારણે માનવીઓ મહેનત-મજુરીથી થતા કામો ઓછા કરતા થયા. જેના કારણે “પરસેવો”લાવી જે કાર્યો કરતા તે છોડી દઈ “સરળતા”થી કાર્યો કરવાના કારણે શરીરને લાગુ પડતી “બુરી અસરો”નો સામનો કરવો પડે છે…જેમાં આ યુગના અનેક “રોગો”નો સમાવેશ થાય છે.
તો શું આ યુગે આ બધી જ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ ?
હું કહું કે સુવિધાઓનો ઉપયોગ “ચતુરાય” સાથે કરવાની જરૂર છે.
આવી “ચતુરાય”મા છે જીવનમાં થોડા નિયમોનું પાલન>>>>
(૧) જે તમે ખાવો તેમાં “કેલોરી” યાને “શક્તિનું પ્રમાણ” હોય. જે આરોગ્યું તેની “કેલોરી” કસરત/અન્ય કાર્યોથી કેવી રીતે “બર્ન” યાને વાપરવી એનું વિચારવું.
 
(૨) જે ખોરાક ઘરે બનાવો એના પર તમે નિરક્ષણ કરી યોગ્ય ખોરાક ચુંટી શકો તો તમે બનતો પ્રયાસ કરો કે “બહારનું ખાવાનું” ઓછું થાય..એનો અર્થ એ નહી કે કોઈ દિવસ “બહાર”નું ખાધું તો ગુનો કર્યો.
 
(૩) આ યુગે “માનસીક” તણાવને ઓછું કરવા “મેડીટેશન” કે “યોગ”અપનાવો તો એ જરૂર તંદુરસ્તી જાળવવા સહાય કરશે જ !
 
ઉપર મુજબ પાલન કરવાથી “બધા જ રોગો” દુર થઈ જાય એ ખોટી માન્યતા છે.
પણ….ડાયાબીટીઝ જેવા “જેનેટીક”રોગોની અસર મોડી કે વૃધ્ધ અવસ્થામાં જોવા મળે….કેન્સર જેવા રોગોના કારણ ખોરાકમાં “કેમીકલ્સ” હોય તો ઘરનું સાદુ ખાવાથી એ થવા સંભવતા ઓછી થાય.
તમે આ નવ યુગે છો તો, શું કરવું કે ના કરવું એની જવાબદારી તમારી છે.
તંદુરસ્તી તમારા હાથોમાં પણ છે, એ કદી ના ભુલશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post on the HEALTH is UNIQUE.
It is based on the OBSERVATIONS of ONE PERSON ( P.K. DAVADA).
Mr. Davda has compared the the LIFESTYLE of the PAST to the PRESENT.
In doing so…he has pointed the DISADVANTAGES of the MODERN LIFE to our HEALTH.
As a DOCTOR, I had AGREED.
But….I have TRIED to tell the PUBLIC that it is YOU who can CHOOSE how you ACT/EAT keeping the HEALTH VALUE in the mind.
The Key to GOOD HEALTH is in YOUR HANDS.
Dr. Chandravadan Mistry

જૂન 17, 2015 at 1:13 પી એમ(pm) 7 comments

ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં !

ચંદ્રનો પ્રજાપતિ જ્ઞાતિ-પ્રેમ પ્રકાશ પત્રોમાં !

પ્રજાપતિ જ્ઞાતિમાં જન્મ લઈ, ચંદ્ર તો પ્રજાપતિ કહેવાયો,

ઓળખ એવીમાં ગૌરવ લઈ,ચંદ્રે જ્ઞાતિ સમાજ સાથે પત્રવહેવાર કર્યો !……………(ટેક)

 

ગુજરાતના વેસ્મા ગામે જન્મ લઈ, બે પ્રજાપતિ ફળિયા કેમ પૂછતા,

એક કુંભારવાડમાંથી જ બે ફળિયા થયાની જ્ઞાન-પ્રાપ્તિ મળતા,

અંતે, ભુરિયા ફળિયાના પ્રજાપતિ પ્રેમ-નીરે ચંદ્ર સ્નાન કરતો રહ્યો !……………….(૧)

 

વેસ્મા નજીક નવસારી શહેરે શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ થયાનું જાણી,

બાળ અવસ્થા હોવા છતાં, આશ્રમ ઈતિહાસ જાણ્યા બાદ જ સંતોષ માની,

અંતે, આશ્રમ કાર્યકર્તાઓ સંગે પત્રો લખી, ચંદ્ર હૈયે આનંદ વહેતો થયો !……………(૨)

 

બાળપણે આફ્રીકામાં લુસાકા શહેરે પ્રજાપતિ સમાજ સંસ્થાનું જાણી ખુશી,

ગુજરાત અને મુંબઈમાં પ્રજાપતિ રહીશોનું જાણી હૈયે અમૃત-ઝરણા વહ્યાની ખુશી,

અંતે, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ -કળીમાંથી ફુલ બની, જેનો આનંદ ચંદ્રને થયો !……..(૩)

 

કોલેજ અભ્યાસ કારણે આફ્રીકાથી ફરી ભારતની સફર ચંદ્રના ભાગ્યમાં રહે,

જે થકી, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ ઝરણા વહી નદી બની, સાગર બની રહે,

અંતે, માતા સરસ્વતી કૃપાથી વિચારો શબ્દોમાં જન્મી, પત્રો બનતા રહે !………..(૪)

 

ફરી જ્યારે આફ્રીકામાં ડોકટરી કામ કરતા, પ્રજાપતિ જ્ઞાતિ પ્રેમ વધે,

એવા જ્ઞાતિ પ્રેમના ખજાના સાથે ચંદ્ર તો અમેરીકામાં સ્થાયી બને,

અને…અંતે,જ્ઞાતિમાં ઉચ્ચ શિક્ષણ ના હોવાના વિચારે ગરીબાય ‘ને અંધકારના દર્શન કરે !……(૫)

 

નવસારી આશ્રમ પછી, પ્રથમ અમદાવાદના ગુજરાત પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાનું જાણ્યું,

ત્યારબાદ,અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ ‘ને મુંબઈના લાડ તેમજ સોરઠીઆ પ્રજાપતો સમાજોનું જાણ્યું,

અંતે, દક્ષિણ ગુજરાતની સર્વ નાની મોટી સંસ્થાઓ જાણી,પત્રો દ્વારા ચંદ્રહૈયાની વાતો સૌને કહી !……(૬)

 

શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ, બીલીમોરા ‘ને પ્રજાપતિ પ્રગતિ મંડળ વલસાડ વિષે જાણ્યું,

કિલ્લા પારડી, દેગામ, બારડોલી ‘ને સુરત પ્રજાપતિ સમાજરૂપી સંસ્થાઓ વિષે પણ જાણ્યું,

અંતે, પત્રોરૂપી વિચારધારા સાથે લેખો અને કાવ્યો મોકલી ચંદ્રે સૌના હ્રદયમાં પ્રવેશ કર્યો !………..(૭)

 

મુંબઈના વિનોદ પ્રજાપતિ દ્વારા,સૌરાષ્ટમાં દ્વારકા જુનાગઢ વિગેરે શહેરોના પ્રજાપતિજનોને જાણ્યા,

ગોદડભાઈ સાગરસણીયા દ્વારા પાલનપુરના પ્રજાપતિ સમાજને પણ નિકટથી જાણ્યો,

અંતે, સમાજરૂપી મુખપત્રકોમાં પ્રજાપતિ હિતનું કાવ્ય કે લેખરૂપે પ્રગટ કરી ચંદ્ર હૈયે આનંદ હતો !…………………(૮)

 

ચંદ્ર પત્રોમાં શિક્ષણ ઉત્તેજનનું કહી,ગરીબાય અને અંધકારોભરી રીતરિવાજો દુર કરવાની વાત હતી,

વળી સાથે જ્ઞાતિ એકતા સંપ અને પ્રેમ સાથે અંતરે “પ્રજાપતિ ગૌરવ” જગાડવાની વાત હતી,

અંતે, પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રવૃત્તિરૂપી દર્શન હૈયે કરી,ચંદ્ર તો અમલ કરવાના વિચારોમાં હતો !……………………(૯)

 

જુદા જુદા સ્થાને મુંબઈ અને ગુજરાતમાં ટ્રોફી એવોર્ડ યોજનાઓમાં શિક્ષણ ઉત્તેજન માટે પ્રયાસો હતા,

જ્ઞાતિમાં રોગી, અનાથ, વિધવાઓ અને ગરીબોને સહાય આપવા માટે ઉત્સાહભર્યા કાર્યો અમલમાં હતા,

અંતે, જે કંઈ કરવાની પ્રેરણાઓ મળી, એમાં ચંદ્રે તો પ્રભુકૃપા જ નિહાળી અને હૈયે આનંદ હતો !………………(૧૦)

 

ફરી વેસ્માના ભુરીયા ફળિયે નજર કરતા, ૧૯૭૭માં બંધાયેલ “પ્રજાપતિ ભવન” ના દર્શન કરી,

ઉપર “મ્યુઝીઅમ લાઈબ્રેરી ક્લોક-ટાવર અને ગેસ્ટરૂમ”ના સ્વપ્નરૂપી દર્શન કરી,

અંતે, ૨૦૧૪માં પ્રજાપતિ ટ્રસ્ટ મંજૂરી સાથે ૨૦૧૫માં નવા બાંધકામથી ફળિયાને સુંદર નિહાળી ચંદ્ર ખુશ હતો !…….(૧૧)

 

જન્મ સ્થાને ખુશી અનુભવી, ચંદ્ર હવે પ્રજાપતિ જ્ઞાતિની તંદુરસ્તી માટે વિચારોમાં રહે,

દક્ષિણ ગુજરાતની સર્વ નાની મોટી પ્રજાપતિ સંસ્થાઓને એક છત્રે રાખવાના વિચારોમાં રહે,

અંતે, “દક્ષિણ ગુજરાત પ્રજાપતિ હેલ્થહેર ટ્રસ્ટ”નામે બનતા, ચંદ્ર હૈયે ખુશીના ઝરણા વહી રહે !………………….(૧૨)

 

દક્ષિણ ગુજરાતમાં પ્રજાપતિ સંસ્થાઓ બાળકોને શિક્ષણ માટે જે મદદ કરે તેની ખુશી છે,

પણ “તંદુરસ્તી” જેમ “શિક્ષણ માટે મોટી સ્કોલરશીપ”સહાયના વિચારો ચંદ્ર અત્યારે કરે છે,

અંતે, જ્યારે સર્વ પ્રજાપતિ ટ્રસ્ટ બનાવી એક છત્ર હેઠળ કાર્ય કરશે તેની વાટ આજે ચંદ્ર જોય છે !………………..(૧૩)

 

આ સંસારી જીવન સફરે ચંદ્રના ૭૧ વર્ષ પુરા છતાં એનું હૈયું આજે પણ પ્રજાપતિ પ્રેમથી ભરપુર છે,

હવે ભવિષ્ય કેટલું જીવન અર્પે તેથી ભલે અજાણ પણ પ્રભુકૃપાથી જ્ઞાતિ પ્રેમ ઝરણાઓ જરૂર વહેતા હશે,

અંતે, અંતિમ શ્વાસ સુધી ચંદ્ર મન-હૈયે ફક્ત જ્ઞાતિ ભલાના વિચારો હંમેશા હશે !…………………………………(૧૪)

 

જગતમાં માનવીઓ ભલે ગુજરાતી કે ભારતી કે પ્રજાપતિ હોય,

 અખિલ વિશ્વમાં અને સર્વ દેશોમાં જુદા જુદા રંગ કે ધર્મે ભલે હોય,

અંતે તો, સર્વમાં “માનવતા” એકની એક જે પ્રભુ વ્હાલી  તે જ ચંદ્રને પ્યારી હોય !……………………………(૧૫)

 

 કુળે જન્મ લેતા પ્રજાપતિ કહેવાયો, પણ દેહ ધારણ કરતા માનવ કહેવાયો,

ભલે, ચંદ્ર હૈયે પ્રજાપતિ પ્રેમ રહે,હ્રદયની વિશાળતામાં “માનવતા”નો ખજાનો પણ રહ્યો,

અંતે તો,પત્રો, કાવ્યો કે લેખોરૂપી વિચારધારામાં ફક્ત પ્રભુ જ બિરાજમાન રહી માર્ગદર્શક રહ્યો !…………….(૧૬)

 

કાવ્ય રચના ઃ તારીખ,મે,૧૭,૨૦૧૫                                ચંદ્રવદન મિસ્ત્રી.

 

 

બે શબ્દો…

આજની પોસ્ટ કાવ્યરૂપી રચના છે.

પ્રજાપતિ જ્ઞાતિ મારો જે પ્રેમ છે એનું જ વર્ણન કર્યું છે.

મારાથી જ્ઞાતિ સહાય માટે જે કંઈ શક્ય થયું તેમાં મેં “પ્રભુકૃપા” જ નિહાળી છે.

જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી મારા હૈયે “જ્ઞાતિ પ્રેમ” કદી ના ઘટશે.

આશા છે કે આ રચના તમોને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati expressing MY LOVE for PRAJAPATI GYATI( Community).

It also tell about the JOURNEY of MY LIFE and my INNER LOVE for the HUMANITY.

My COMMUNICATIONS with the COMMUNITY were via the LETTERS…then the PHONES/EMAILS.

This STORY tells my DESIRE to UPLIFT the SOCIAL STATUS of the PRAJAPATI….my ENCOURAGEMENTS for the EDUCATION with the DESIRE to REMOVE the POVERTY in the PRAJAPATI COMMUNITY.

Hope you enjoy the Poem.

Dr. Chandravadan Mistry

 

જૂન 15, 2015 at 12:32 એ એમ (am) 19 comments

દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી !

 

દસ હજાર પ્રતિભાવો મળ્યાની ચંદ્ર-ખુશી !

દસ હજાર પ્રતિભાવો “ચંદ્રપૂકાર”બ્લોગને મળે,

જેને, પ્રભુકૃપારૂપી પ્રસાદી ચંદ્ર હૈયે ગણે,

ગણી, ખુશી અનુભવી, આભાર સૌને એ કહે !…………(૧)

 

૨૦૦૭ના નવેમ્બર માસે બ્લોગ શરૂઆત થઈ,

એક પછી એક કુલ્લે ૭૫૧ પોસ્ટો પ્રગટ થઈ,

૨૨૯૦૦૦થી વધુ અમી- ભરેલ નજરે નિહાળી,…………(૨)

 

આટલી બધી વ્યક્તિઓએ બ્લોગે પધારી,

ઉત્સાહ રેડતા, પ્રતિભાવોરૂપી પ્રસાદી દીધી,

તો જ, ચંદ્રપૂકારની સફર આજ ચાલુ રહી,……………….(૩)

 

જે બ્લોગ પર પધાર્યા તે સૌ મિત્રો છે મારા,

પ્રતિભાવ આપે ,ના આપે,સૌ છે સ્નેહ ઝરણા મારા,

ફરી ફરી પધારજો, આટલા વિનંતીભર્યા શબ્દો છે મારા !……………(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ,જુન, ૧૧, ૨૦૧૫                ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે આ પોસ્ટ પ્રગટ કરતા, મારા હૈયે ખુબ જ ખુશી છે.

૨૦૦૭માં “ચંદ્રપૂકાર”નામે બ્લોગ શરૂઆત કરી.

અને ૨૦૧૫માં અનેક પોસ્ટો પ્રગટ થયા બાદ….અનેકે પોસ્ટો વાંચી.

અને એવા અનેક વાંચકોમાંથી ૧૦,૦૦૦ તરફથી પ્રતિભાવો મળ્યા.

આ જાણી….મારા હૈયે એક “અનોખી” ખુશી હતી.

બસ, એ જ ખુશીને મેં “કાવ્ય”રૂપે પ્રગટ કરી છે.

તમો સૌ વાંચકો/મહેમાનોને મારો આભાર !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

Today’s Kavya Post in Gujarati tells about my Joy of seeing 10000 Comments on Chandrapukar.

This was possible after the Publication of 751 Posts on the Blog.

While this was possible, there were over 229,000 visitors clicking to see the Published Posts.

I thanks ALL for the VISITS & COMMENTS.

Dr. Chandravadan Mistry

 

જૂન 11, 2015 at 6:31 પી એમ(pm) 35 comments

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

 

 

ચંદ્રવિચારધારા (૧૯) ….. ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

 

 7844e-floweranimation

 

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?….એક ચર્ચા !

On Tuesday, 9, 2015 8:55 AM, ken p <drkp168@gmail.com> wrote: June 9,
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
નમસ્કાર,
હું લેખક,કવિ કે સાહિત્યકાર  નથી .પણ એક  એક ગુજરાતી ભાષાના ચિંતક તરીકે   મારા વિચારો અહી રજુ કરુ છું. મને ભાષાની સરળતામાં,રૂપાંતરમાં .અનુવાદ યોગ્ય ગુજરાતી માં અને ભાષા લિપિ પ્રચાર માં વધુ રસ છે.
જો હિન્દી ભાષીઓ આપણને પ્રચાર કેન્દ્રો ધ્વારા હિન્દી શિખવાડી શકે તો આપણે તેમને નુક્તા અને  શિરોરેખા મુક્ત લિપિ કેમ ન શીખવી શકીએહિન્દી જો રોમન અને ઉર્દુ લિપિ માં લખાય તો ગુજનાગરી  લિપિમાં કેમ નહિભારત ની બધીજ ભાષાઓ ગુજનાગરી લિપિમાં કેમ ન શિખાય?જટિલ લિપિઓથી વિભાજીત ભારતને ગુજનાગરી લિપિની સરળતા ક્યારે સમજાવીશું?
 
ગુજરાતી ભાષા કક્કો રચનાર ને  સંસ્કૃત પંડિતો ના કેટલા કટાક્ષો ઝીલવા પડ્યા હશે પંડિતો દેવનાગરી લિપિ સિવાય અન્ય લિપિને પવિત્ર માનતા નથી કેમ ?ગુજરાતમાં  બે લિપિ(ગુજનાગરી +રોમન) શિક્ષણ નું કોઈ વિચારતું નથી. કેમ ?
 
જો હિન્દી અને ઉર્દુ ભાષી બાળકો બે લિપિમાં શિક્ષણ(દેવનાગરી +રોમન ) લઇ શકે તો ગુજરાતી બાળકો કેમ નહિ?
જો સંસ્કૃત ના ષ્લોકો ગુજરાતીમાં લખી શકાય તો  હિન્દી  કેમ નહિ ?ગુજરાતના હિન્દી પ્રચાર કેન્દ્રો ને એટલું જ કહેવાનું છે કે અમારી ગુજરાતી લિપિ સરળ છે અને અમે હિન્દી વિદ્યાર્થીઓને અમારી લિપિમાંજ શિખવવાનો આગ્રહ રાખીશું  .બીજું ગુજરાતી શિક્ષણ ખાતાને  આ જ નિતી અપનાવવાની જરૂર છે.આપણી ગુજનાગરી લિપિમાં એવી શું ખામી છે કે આ શક્ય નથી ? ગુજનાગરી લિપિ ને હિન્દીની જેમ પૂર્ણવિરામ,શીરોરેખા અને આંકડાઓનું કોઈ બંધન નથી.
આધુનિક જમાના માં ભાષા વૈજ્ઞાનિક , ધંધાકીય,વિશેષ જ્ઞાનમય  અને અનુવાદ યોગ્ય હોવી જરૂરી છે.
બીજું ઘણી જ  વેબ સાઈટ પર બધીજ જોબ્ઝ ની જાહેરાત  અંગ્રેજીમાં આપેલી હોય  છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ  હિન્દી ને બદલે અંગેજી શીખવામાં સમય પસાર કરે તો કેવું સારું? શું આ બધી જોબ્ઝ મોટે ભાગે અલ્પ અંગ્રેજી જાણતા ગુજરાતીઓને મળશે કે પછી ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા અન્ય રાજ્યજનોને ? ગુજરાતમાં ટોપ લેવલ ની જોબ્ઝ પર કેટલા ગુજરાતીઓ  છે ? કેમ ? વીદ્યાર્થીઓને  હીન્દી તો બોલીવૂડ જરૂર શીખવશે પણ ભારતની રાજકીય અને આન્તર રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી?
 
આધુનિક  ગુજરાતી પ્રતિભાઓ ગુજરાત માં હિન્દી પ્રચાર કેન્દ્રો ને વેગ  કેમ આપી રહ્યા છે ? હિન્દી શીખે છે  પણ ગુજરાતી અન્ય રાજ્યોને  શીખવાડી શક્તા નથી.આમ કેમ? રાષ્ટ્રિય સ્તરે મહાત્મા ગાંધીજીના નામે હિન્દી પ્રચાર થઇ શકે છે પણ ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના નામે ગુજનાગરી લિપિ નો અને ભાષાનો  રાષ્ટ્રિય સ્તરે પ્રચારનો અભાવ છે.કેમ?
ગુજરાતીઓ  એ ફક્ત હિન્દી  પ્રચાર કેન્દ્રો ગુજરાતમાં શું કરી રહ્યા છે ,ગુજરાતમાં હિન્દી માધ્યમની કેટલી સ્કૂલો છે , તેમનો ધ્યેય  શું છે,તેમના હિન્દી  પ્રચાર મંત્રો શું છે  અને જે તેઓ કરેછે તે ભારતની સર્વ શ્રેષ્ટ નુક્તા અને શિરોરેખા મુક્ત ગુજનાગરી લિપિમાં માં શક્ય છે કે નહી  તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
 
આ ઈન્ટરનેટ યુગમાં સર્વે  ભારતીય ભાષાઓ સ્વલિપિમાં ,ભાષા લિપિ રૂપાંતર દ્વારા શીખી શકાય છે.
ભલે બોલો,શીખો હિન્દી પણ લખો  ભારતની શ્રેષ્ટ સરળ ગુજનાગરી લિપિમાં! 
 
આભાર સાથે,
કે એન પટેલ 
નિવૃત્તિ માં પ્રવુતિ સાથે…
USA
Some Links:
લિપિ રૂપાંતર / Lipi Rupaantar:
હવે જુઓ પેન્સલવેનિઆ અને ન્યૂ જર્સી ,અમેરિકા માં કેટલા બધા ગુજરાતીઓ વસે છે પણ અહીના મુઠ્ઠીભર હિન્દીજનો હિન્દી ભાષાને કેવી રીતે આગળ ધપાવી રહ્યા છે ? અને તે પણ કદાચ ગુજરાતીઓના સહકાર સાથે……..આમ કેમ? 
Hindi Will Destroy Marathi Language, Culture and Identity in Mumbai and Maharashtra (India)
હવે જોઈએ છીએ કે ગુજરાતીમાં કેટલી માહિતી મળેછે?
આ વેબસાઈટ પર જેટલી અન્ગ્રેજીમાં માહિતી હોય તેટલીજ માહિતી ગુજરાતીમાં મેળવવા ગુજરાતીઓએ સક્રિય રહેવું જરૂર છે.
See Upper right hand Corner.
Search…..My Account……English(see below English a list of languages)
 
 
This site opens in all languages but not in Gujarati. Why?

http://www.narendramodi.in/

 

વાંચકો, તમે શ્રી કે.એન. પટેલની વિચારધારા જાણી.

એ ઉપરનું લખાણ મને એક ઈમેઈલ દ્વારા મળ્યું હતું.

આ લખાણ વાંચવા પહેલા શ્રી પટેલની આ વિચારધારા મેં અન્ય બ્લોગમાં વાંચી હતી.

એમના દરેક લખાણમાં એમના હ્રદયના ઉંડાણમાં ભરેલા “એમના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ”ના દર્શન જરૂર થાય છે.

એવા ભાષા-પ્રેમીને મારા પ્રથમ વંદન !

ચાલો…પ્રથમ આપણે એમના શબ્દો “ગુજરાતી લીપી (લખવામાં) સરળ છે” પર ચર્ચા આરંભ કરીએ.

એ વાક્યમાં જરૂર સત્ય છે.

પણ…હિન્દી ભાષા લખનાર કે અંગ્રેજી ભાષા લખનાર એવી સરળતાનો ઉલ્લેખ કરી શકે છે. એના હ્રદયમાં “હિન્દી” કે “અંગ્રેજી” પ્રત્યે એવો જ ઉંડો પ્રેમ હશે તો જ એઓ એવો દાવો કરી શકે. આ પ્રમાણે કહેવું એ પણ એક “સત્ય” કહેવાય. આવા સત્યનો સ્વીકાર એક “ગુજરાતી ભાષા પ્રેમી”માટે ઘણું જ કઠીણ કાર્ય બની જાય.

ચાલો, આવા સત્યના સ્વીકારની વાતને આગળ લઈ જઈને આપણે વધુ ચર્ચા કરીએ.

દરેક ભાષા પ્રેમી પોતાની ભાષાને “મોટું મુલ્ય” આપી મહત્વતા આપે છે. આ કંઈ ખોટું નથી.

આવી “કબુલાત” કરી, આપણે હવે “ઉંડાણ”માં જઈ ચર્ચા ચાલુ રાખીશું તો કેવું ?

ભારત દેશનો દાખલો લ્યો !

ભારતમાં પ્રાન્તે પ્રાન્તે “જુદી જુદી ભાષા”…અરે, એક પ્રાન્તમાં પણ જુદા જુદા વિસ્તારે “જુદી જુદી બોલી”.

પણ…સર્વ ભાષાઓનું મૂળ છે “સંસ્કૃત”ભાષા.

તેમ છતાં, ભારતના દક્ષિણ રાજ્યોની બોલાતી “ભાષા” અને ઉત્તર રાજ્યોમાં બોલાતી “ભાષા”માં ફરક.

ઉત્તરના રાજ્યોની “બોલી” સાથે “હિન્દી”ભાષા….વસ્તી પ્રમાણે “અનેક વ્યક્તિ” હિન્દી સાથે નાતો જોડી શકે.

જ્યારે, અંગ્રેજ સત્તા હઠાવી ભારત સ્વતંત્ર થયું ત્યારે આવા “આધાર” પર “હિન્દી”ને રાષ્ટભાષા ગણવામાં આવી હતી.

ઉત્તર કે દક્ષિણ વિસ્તારના ભારત રહીશો જો “આવી સમજ” અપનાવતે તો….આજે સર્વ રાજ્યોમાં ત્યાંની “લોકલ” ભાષા સાથે સૌ હિન્દી શીખતા હોત. જેવી રીતે “અંગ્રેજ સત્તા” સમયે સૌએ “પ્રેમથી અંગ્રેજી ભાષા” શીખી તે પ્રમાણે રાષ્ટભાષા હિન્દી માટે પણ સૌને “ગૌરવ”ભર્યો પ્રેમ હોત !

પણ…જ્યારે અસલ રાજા રજવાડા હતા અને “ફક્ત પોતાનું જ ભલું ” જોવાની ટેવનો લાભ લઈ અંગ્રેજોએ “આપણી એકતા” તોડી હતી તે જ પ્રમાણે આજે સ્વતંત્ર ભારતમાં “હિન્દી તો ઉત્તરની ભાષા , એ નથી આપણી”ના સુત્રે સૌ ભારતવાસીઓ  લડી રહ્યા છે. અને “અંગ્રેજી”ને મહત્વ આપી રહ્યા છે. ભલે, અંગ્રેજી ભાષા ભારતમાં ચાલુ રહે પણ આટલા વર્ષોમાં સર્વ રાજ્યોમાં ત્રણ ભાષાના કાયદે ” હિન્દી, અંગ્રેજી અને પ્રાન્તીક”ભાષામાં શિક્ષણનો પ્રકાશ હોત…. અને પરલોકથી ગાંધીજી  અને અન્ય દેશ-પ્રેમી નેતાઓ ખુશી અનુભવતે.

હવે…અંતે વાત રહી “ગુજરાતી ભાષા”ની.

ઉલ્લેખ થયો કે હિન્દી ભાષારૂપી લખાણ સરળતાથી “ગુજરાતી”લીપીમાં લખી શકાય.

તો એજ પ્રમાણે ગુજરાતી લીપી લખાણ પણ “હિન્દી” લીપીમાં સરળતાથી હોય શકે.

અરે…ગુજરાતી લીપી લખાણે “અંગ્રેજી લખાણ” પણ હોય શકે.

આજે ગુજરાતીઓ ગુજરાતી ભાષા પ્રેમી હોવા છતાં હિન્દી ભાષાને માન આપે છે.

આવું “માન” અને “સ્વીકાર” જો ભારતના સર્વ રાજ્યોમાં શક્ય થશે તો જ એક દિવસ ભારતને “એક રાષ્ટભાષા” મળશે.

અંતે…મારે મારી વિચારધારારૂપે એટલું કહેવું છે કે ગુજરાતમાં ગુજરાતી ભાષાને મહત્વ જરૂર મળવું જોઈએ….આજે ગુજરાતી ભાષામાં “અંગ્રેજી” શબ્દોનો વપરાશ વધ્યો છે…જેના દર્શન અખબારોમાં પણ થાય છે. તો, ગુજરાતીને “રાષ્ટલીપી” કરવાના સ્વપ્ન કરતા તો શાળાઓમાં ગુજરાતી ભાષાની “શુધ્ધતા” કેવી રીતે જાળવી શકાય તેના પર વિચારવા જેવું છે.

આ રહી મારી “ચંદ્ર-વિચારધારા”.

હવે તમો પણ તમારા વિચારો પ્રતિભાવરૂપે જણાવશો એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is 19th as the CHANDRA-VICHARDHARA.

The TOPIC is making GUJARATI as the MEDIUM for writing  GUJARATI/HINDI as the SCRIPT ( Lipi).

Thus….in the Words of  K.N. PATEL as the NATIONAL GUJNAGIRI SCRIPT is the ULTIMATE DESIRE.

I had expressed my VIEWS.

I feel that one day ALL STATES of INDIA will ADOPT 3 LANGUAGES for the EDUCATION ( HINDI as the National Bhasha…..ENGLISH as the Additional Communication Bhasha for the INTERNATIONAL Needs and the LOCAL REGIONAL Language as the MANDATORY 1st Language at the SCHOOLS ).

These are MY VIEWS…You must express YOURS.

Dr. Chandravadan Mistry.

જૂન 11, 2015 at 12:26 પી એમ(pm) 8 comments

જીવનસફરમાં ઘડપણ ! OLD AGE in the JOURNEY of LIFE

 

 

જીવનસફરમાં ઘડપણ !

કોઈક ભાગ્યશાળીને જ વૃધ્ધ થવાનું મળે,

જેના પર પ્રભુની કૃપા, તે જ વૃધ્ધ અવસ્થા અનુભવી શકે,

જાણી થઈ તમ પર એવી કૃપા, ઉત્સવ જરો !………………(૧)

 

માનવીની જીવનસફર તો અનેક વર્ષોમાં ગણાય,

પણ, હ્રદયે યુવાની અનુભવવી, એ જ ખુમારી કહેવાય,

આવી આદત પાડી જીવન જીવતા રહો !…………………(૨)

 

જીવનમાં કદી તમે વર્તમાનમાં જીવતા શીખ્યા,

ત્યારે જ, ભુતકાળ અને ભવિષ્યને તમે ભુલી શક્યા,

આ જ એક અનોખો ઉત્તમ જીવન-વિચાર રહે !…………….(૩)

 

જ્યારે, જીવન સફરે ફક્ત પોઝીટીવ વિચારધારા હોય, 

ત્યારે જ, જીવનની સર્વ ઘટનાઓમાં આનંદનો અનુભવ હોય,

આને જ જીવનનું સનાતન સત્ય તમે માનજો !…………….(૪)

 

કાવ્ય રચના ઃ તારીખ, મે,૪,૨૦૧૫                  ચંદ્રવદન

 

OLD AGE in the JOURNEY of LIFE

To Be Old as a Human is a Privilege to the Rare Ones,

It is Granted Only by God to Some Special Ones,

Rejoice,Knowing this God’s Grace !……………………..(1)

 

The Journey of the Humans is Counted in Years,

With the Feeling of Being Young at Heart,Accept These Years,

Let That be Always Your Attitude !……………………..(2)

 

Learn to Live Your Life Always in the Present,

Forget the Past and Never Think of the Future,

That’s Best and Only Way !………………………………(3)

 

If You have the Positive Thoughts in Life,

Then, You Can Enjoy Everything You Get in Life,

Let This Be Your Eternal Truth Mantra of Life !……..(4)

 

POEM CREATED : May 4th 2015                           Chandravadan

 

 

બે શબ્દો…

એક ઈમેઈલ જેના પર અંગ્રેજીમાં ઘડપણ વિષે થોડા “સુવિચારો” હતા.

એ વાંચી, પ્રથમ અંગ્રેજીમાં “પોએમ”યાને કાવ્ય કર્યું.

પછી, ગુજરાતીમાં કાવ્ય.

આ બંને રચનાઓ એક સાથે પોસ્ટરૂપે છે,

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS...

Today’s Post is a Poem in GUJARATI & ENGLISH on the OLD AGE.

1st the Poem in English….then the Poem in Gujarati.

The Poem in Gujarati starts with the words “Only a few fortunates can get the “old age”….many are denied & die YOUNG.

So….think the OLD AGE as a GIFT of GOD.

Hope you enjoy BOTH Poems !

Dr. Chandravadan Mistry

 

 

 

જૂન 9, 2015 at 2:11 પી એમ(pm) 10 comments

જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો !

 

જુનની આઠ તારીખ અને મોટી દીકરીની બર્થડે હોય તો !

જેના ભાગ્યમાં દીકરીઓ ચાર જો હોય,

અને, જ્યારે, મોટી દીકરીની બર્થડે જો હોય,

ત્યારે…માતા પિતાના હૈયે શું રે હોય ?…………………(૧)

મોટી દીકરી જીવન-સફરે ૪૪ વર્ષ જો પુરા કરે,

અને, જ્યારે એ આનંદભરી ૪૫માં પ્રવેશ જો કરે,

ત્યારે…માતા પિતાના હૈયે શું રે થતું હશે ?……………..(૨)

એવો ભાગ્યશાળી દીકરી પિતા હું જ છું,

એવી જ ભાગ્યશાળી દીકરી માતા, એવું હું કહું,

ત્યારે….માતા પિતા હૈયે ખુશી સિવાય બીજું શું ?………..(૩)

૧૯૭૧ની સાલે જુનની ૮ તારીખની યાદ આવી,

૨૦૧૫માં એ જ તારીખે મોટી દીકરીની બર્થડે આવી,

ત્યારે….માતા પિતા પ્રભુનો પાડ માનવાની તક લીધી !…….(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જુન,૭, ૨૦૧૫               ચંદ્રવદન

 

બે શબ્દો…

૨૦૧૫માં જુન માસે અમારી મોટી દીકરીની બર્થડે.

એની યાદ તાજી કરી, આ રચના કરી.

“જુગ જુગ જીઓ, મારી લાડલી !” હેપી બર્થડે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today it is the Poem for my eldest daughter in Gujarati.

It is the expression of my happiness & my wife’s happiness.

May she be blessed by God always.

Happy Birthday !

Dr. Chandravadan Mistry

જૂન 8, 2015 at 3:27 એ એમ (am) 21 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 396,657 hits

Disclimer

સંગ્રહ

જૂન 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930