Archive for સપ્ટેમ્બર, 2013

પ્યારૂં સાસરૂ મારું !

 gulab1
પ્યારૂં સાસરૂ મારું !
સાસરૂ મારૂં  મને લાગે છે પ્યારૂં !…..(ટેક)
૧૯૭૦ની સાલની યાદ આવે,
એવી યાદમાં, લગ્નદિવસ મારો યાદ આવે,
પરણ્યો હું એટલે હવે હું તો પત્ની સંગે,
અને, આવે “સાસરૂ” પત્ની સંગે !……(૧)
પત્નીનું “પિયર” જે કહેવાય,
તે જ પતિનું “સાસરૂ” કહેવાય,
પત્ની સસરાને પોતાનું ઘર કરે,
તો, પતિએ પણ સાસરાને ઘર જ માનવું રહે !….(૨)
જ્યારે મનમાં એવો વિચાર સાસરા પ્રત્યે જાગે,
ત્યારે સાસુ અને સસરા માતા-પિતા બને,
સાળાઓ બધા જ ભાઈઓ બને,
સાળીઓ બધી જ બેનો બને !……….(૩)
ભાગ્યમાં સસરા ડાહ્યાભાઈ, ‘ને સાસુ મોતીબેન નામે,
ચાર સાળાઓ બિહારી, રોહિત, મુકુંદ અને જયપ્રકાશ નામે,
ત્રણ સાળીઓ ભાનુ, ગીતા અને કૈલાશ નામે,
સૌથી બનેલું સાસરૂ છે ગુજરાતના દેસરા ગામે !……(૪)
અંતે ચંદ્ર કહેઃ આ તો છે સાસરૂ મારૂં,
પરણ્યા તમો, તો હશે સાસરૂ તમારૂં,
જો, પત્ની તમારી સાસરાને ઘરરૂપી સ્વીકાર કરે,
તો,પતિ નાતે, સાસરે જાતા ઘરે આવ્યાનો આનંદ હૈયે હશે !….(૫)
 
કાવ્ય રચનાઃ તારીખ સેપ્ટેમ્બર,૨૭,૨૦૧૩         ચંદ્રવદન
બે શબ્દો…
મારા હૈયે મારૂં સાસરૂ હંમેશા “મારૂં જ ઘર” રહ્યું છે.
એથી, એ ભાવથી સાસુ-સસરાને મેં માતા-પિતા માન્યા અને ઘરમાં સૌને “ભાઈઓ અને બેનો”ના નાતે નિહાળ્યા હતા.
“સાસરા” શબ્દથી જાણે પતિ કે પત્નીને વેર હોય એવો ભાવ  નિહાળું ત્યારે મારા હૈયામાં “દર્દ” થાય છે.
પતિ કે પત્ની જો “પોતાનું જ ઘર છે” એવો સ્વીકાર ના કરે ત્યાં સુધી આવું “સ્નેહભર્યું” વાતાવરણ અશક્ય છે.
પરણતીત સૌના હૈયે પ્રભુ એવી “પ્રેરણા” અર્પે, એવી જ આજ મારી અંતરની આશા છે !
આજે ભાદરવા વદ ૧૧….તીથી પ્રમાણે આ દિવસે મારા સસરાના “શ્રાધ” પુજાનો  દિવસ. એથી જ આ પોસ્ટરૂપે ૩૦મી સેપ્ટેમ્બર, ૨૦૧૩ના દિવસે પ્રગટ કરવાનો નિર્ણય લીધો છે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today it is Monday & 30th September,2013.
It is also Bhadarva Vad 11th.
As per the TITHI, it is the SHRADH-PUJA day of my Father-in-law Late DAHYABHAI LALLUBHAI INTWALA.
I am publishing this Kavya Creation as a Post ….talking about my IN-LAWS, I think this Post can be my ANJALI to my Father-in-Law.
 May you like this Post !
Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 30, 2013 at 12:33 એ એમ (am) 7 comments

મારૂં પ્યારૂં મોસાળ !

  gulab1

મારૂં પ્યારૂં મોસાળ !

માત જન્મ કૂળ એટલે કહેવાય મોસાળ,

પ્યારૂં પ્યારૂં છે મારૂ મોસાળ !……………..(ટેક)

 

નવસારી શહેર રહીશ છે કુંવરજી કેશવ મિસ્ત્રી નામે,

પત્ની એની, કસ્બા ગામની નારી દેવીબેન નામે,

આ યુગલ જોડી રહે છે ગુજરાતના નવસારી ધામે,

આ તો આજાબાપા ‘ને આજીમા છે મારા !……માત….(૧)

 

પ્રથમ સંતાનરૂપે છે દીકરી પ્યારી ભાણી નામે,

જેના ભાગ્યમાં છે ત્રણ ભાઈઓ મગન,ગોવિન્દ’ને ભગુ નામે,

અને, સાથે છે બે બેનોપ્યારી વાલી અને પ્રેમી નામે,

આ જ બન્યા મામાઓ અને માસીઓ રે મારા !…માત….(૨)

 

ભાણી પરણે વેસ્મા રહીશ માધુ ગાંડા નામે,

વાલી પરણે અંબાડા રહીશ ગુલાબભાઈ લાડ નામે,

નાની પ્રેમી પરણે ગડતનિવાસી જીણાભાઈ નામે,

મળી મુજને માતા મારી આવા નાતે !….માત ….(૩)

 

સુથારી કામ કાજે, નવસારી શહેરે પ્રેમી જીણા આવે,

અંબાડા ગામે વાલી પતિ ગુલાબ સંગે જીવન ગાળે,

જેથી, બાળ ચંદ્ર હૈયે અંબાડા અને નવસારી પ્રેમ જાગે,

એ જ રહી સંસારી માયાની પહેલી કળી !….માત…..(૪)

 

આજાબાપા સહાસી અને પરદેશગમન રે કરે,

નાઈરોબી કેનીયા આફ્રિકા જઈ, પરિવારમાટે કામ કરે,

જે થકી, મોટા મામા મગન નાઈરોબીમાં ટેઈલરીંગ દુકાન કરે,

મોસાળે થયેલ પરદેશગમનની વાત મેં કહી !…..માત….(૫)

 

મામાઓ અને માસીઓ કુટુંબે મુજને અનેક ભાઈઓ અને બેનો મળે,

સૌના પરિચયમાં, મુજ બાળ હૈયે ખુશીભર્યો પ્રેમરસ ઝરતો રહે,

એવા પ્રેમ ઝરણે સ્નાન કરી, ચંદ્રબાળ સંસારી માયા ગ્રહણ કરે,

આ જ સંસારી મોહમાયાની વાત મેં કહી !….માત…..(૬)

 

સંસારી માયામાં હું તો હંમેશા રમતો રહું,

મારી જ વયના મોસાળના સૌ નજીક હું રહું,

જેમાં ગોવિન્દમામાનો હરકીશન, ‘ને પ્રેમીમાસીના ભીખુ-ઉત્તમ-વસંતને હૈયે ભરું,

જેને હું મુજ બચપણની મિત્રતા ગણું !…..માત……(૭)

 

અંતે, ચંદ્ર સૌને કહે ઃ ” મોસાળનું જે કોઈ વિચારે,

તે જરૂર મોસાળમાં “વૈકુંઠધામ” નિહાળે,

ત્યારે મોસાળ તો ખુબ જ પ્યારૂં પ્યારૂં લાગે,

આ જ રહ્યું મારૂં મોસાળ પ્યારૂં !…..માત…..(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૫,૨૦૧૩                 ચંદ્રવદન

 

બે શબ્દો….

આજની પોસ્ટ છે મારા “મોસાળ”ની યાદમાં.

બચપણમાં અનેકવાર નવસારી મોસાળે જવાનું થતું.

આજીમાને મળી આનંદ થતો. આજાબાપાને જોવાનું મારા ભાગ્યમાં લખ્યું ના હતું, પણ જ્યારે જ્યારે એ “મોસાળ-ઘર”માં પ્રવેશ કરતો ત્યારે બે મોટા ફોટાઓ નિહાળતો. જેમાં આજીમાના ફોટા સાથે આજાબાપાનો ફોટો હતો. મારી આજાબાપા વિષેની યાદ મારા માતાએ કહેલી વાતો આધારીત છે. ગોવિન્દમામા તેમજ નાના ભગુમામાના પરિવારોનો પરિચય હતો, પણ મોટા મગનમામા અને એમના પરિવારને મેં પ્રથમવાર ૧૯૫૪માં પિતાજી સાથે આફ્રીકા જઈ રહ્યો હતો ત્યારે નાઈરોબી રોકાણ કરતા મેં મોટામામા મગનભાઈ અને એમના પરિવારને પ્રથમવાર મળી આનંદ અનુભવ્યો.

બાળપણમાં માતા સાથે નવસારી તો અનેકવાર જવાનું થતું એટલે હરકીશન (ગોવિન્દમામાના પુત્ર) અને પ્રેમીમાસીના પુત્રો ( ભીખુ, ઉત્તમ અને વસંત) સાથે જાણપહેચાણ ઉંડી..જેને હું “મિત્રતા” ભાવે આજે પણ નિહાળું છું !

મારા મનમાં અનેકવાર વિચાર આવ્યો હતો કે….”મોસાળની યાદ મારે કાવ્યરૂપે કહેવી જોઈએ !”.

આ વિચાર મનમાં આવે અને પછી ગાયબ થઈ જાય.

૨૦૧૩માં આ સ્વપ્નરૂપી વિચાર સાકાર થયાની ખુશી મારા હૈયે છે.

આજે મારા બ્લોગ પર એક પોસ્ટરૂપે પ્રગટ કરતા મને એક “અનોખો” આનંદ થાય છે.

તમે પણ આ પોસ્ટ વાંચી, તમારા પોતાના “મોસાળ”ને જરૂર યાદ કરજો !

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is about my MOSAD.

Mosad means the FAMILY from where the MOTHER is coming..her Family Roots.

I had known of my Mosad as a child & therefore I have the DEEPEST LOVE for those roots.

By making my GUJARATI POEM with names of my Maternal Grandparents ( Ajabapa & Ajima) and my Maternal Uncles (Mama) and Maternal Aunts ( Masi), I feel Ihad given my RESPECTS ( Anjali) to them  in this Bhadavava Mas of Shradh Puja Days.

As you read this Post, may you,too, remember your MOSAD ( Your Maternal Roots).

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 28, 2013 at 1:41 પી એમ(pm) 9 comments

રમણ તો પ્રભુધામે !

રમણ તો પ્રભુધામે !

 

રમણ શાને પ્રભુધામે જવા ઉતાવળ તું કરે ?….(ટેક)

 

પ્રેમી અને મગનનો પ્રથમ સંતાન, માતાપિતાનો તું છે વ્હાલો,

માતાને જગમાં છોડી, પિતા પાસે કેમ તું ચાલ્યો ?….(૧)

 

જીવન સફરમાં પત્ની હતી તુજ પ્યારી અને સંગાથ તારો,

ગઈ હતી ઉતાવળે પ્રભુધામે, છોડીને સાથ તારો !….(૨)

 

દીકરી મનીશાને સાસરાનો પંથ પત્ની વિદાય એ હતી,

દીકરા સંદીપને પરણાવી, અધુરી આશા એની પુરી કરી,…(૩)

 

હવે, જ્યારે, સુખોના દિવસો મોટલે ગાળવાનો સમય આવ્યો,

ત્યારે જ, અચાનક પરલોક જવાનો સમય કેમ રે આવ્યો ?…..(૪)

 

મીઠી અનેક રમણ-યાદો રહી છે સૌ હૈયે આ જગમાં,

એવી યાદોમાં “અમર” રાખીશું રમણ તુંજને આ જગમાં,….(૫)

 

અંજલી આપતા, ચંદ્ર કહેઃ માનવીને નથી જન્મ-મરણના ફેરાથી છુટકારો,

એક “પ્રભુ સ્મરણ”માં જ છે છુટકારો એજ માનવીએ સમજવાનો !…..(૬)

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૨૩, ૨૦૧૩                 ચંદ્રવદન

( ૨૩મી સેપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે જ રમણભાઈ મીસ્ત્રીનું અવસાન થયું હતું )

 

બે શબ્દો…

 સોમવાર અને ૨૩મી સેપ્ટેમ્બર,૨૦૧૩..

સવારે ફુલરટનથી ફોન આવ્યો.

જાણ્યું કે કેનસાસમાં રહેતા રમણભાઈ મિસ્ત્રી (પુષ્પાના મોટાભાઈ) અચાનક ગુજરી ગયા.

રમણભાઈ એક ભોળા અને પ્રેમાળ સ્વભાવના માનવી હતા.

મારા હૈયે ખુબ જ દર્દ થયું.

એમની યાદ તાજી થઈ…અને પ્રભુ પ્રેરણાથી આ રચના દ્વારા એમને “અંજલી” આપવા પ્રયાસ કર્યો છે.

પ્રભુ એમના આત્માને શાંતી બક્ષે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

The Post is a Poem in Gujarati as an ANJALI at the Death of a person.

That Person is RAMAN MISTRY of Kansas State.

The news of his UNEXPECTED & SUDDEN Death ….The Family was in shock…I had been deeply hurt too.

I looked at Raman’s Life & with the inspiration from God, this Poem was created.

The Funeral Services completed with Prayers….The Body no more but the Soul lives on !

Let us all PRAY for his SOUL !

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 27, 2013 at 2:05 પી એમ(pm) 7 comments

ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી

ચંદ્રવિચારધારા(૮)…દત્તક બાળક ઃદીકરો કે દીકરી ?

 

તારીખ ૧૨મી જુન ૨૦૧૩નો દિવસ.

આ દિવસે ” ટીવી એશીઆ”ના એક પોગ્રામમાં  “દત્તક બાળક”(CHILD ADOPTION)વિષે ચર્ચા હતી. ત્યારે પ્રષ્ન પુછાયો ઃ જ્યારે પતિ અને પત્ની બાળકને દત્તક લેવાના નિર્ણય પર આવે ત્યારે “ફક્ત દીકરો”નો કેમ વિચાર આવે ?

અને આ દિવસ  ‘વિશ્વના બાળ મજુર વિરોધ દિન”ની (A Day Against Child Labour ) યાદ આપે છે

આજે, બાળકને દત્તક લેવાના નિર્ણય પર વધુ ચર્ચાઓ કરીએ.

(૧) મારે પ્રથમ એટલું કહેવું છે કે જ્યારે પણ પોતાને સંતાન ના થાય એવી નિરાશાભરા જીવનમાં બાળકને “દત્તક” લેવાના નિર્ણય પર પતિ-પત્ની આવે.

      કોઈકવાર, (ખાસ કરીને પરદેશમાં યાને અમેરીકામાં ) એક સંતાન હોય તો પણ બીજા બાળકને દત્તક લેવાના નિર્ણય પર અનેક પરણતીત કપલો હોય છે.

(૨) જ્યારે પતિ કે પત્ની અનાથ આશ્રમ કે અન્ય જગાએથી કાયદાકાનુની રીતે બાળકને દત્તક લેવા માટે શોધ કરે કોઈક “ફક્ત દીકરો જ” કહી શરૂઆત કરે.

    આવો વિચાર શા માટે ?

     શું આપણી જુની ભારતીય સંસ્કૃતી આમાં ભાગ ભજવે છે ?

      અસલ માબાપનો આધાર દીકરો એવું કહેવાતું આવ્યું છે. દીકરીઓ હોય તેઓ તો પરણીને સાસરે જાય. દીકરો જ ધંધો સંભાળી ઘરની જવાબદારી સંભાળે. તો, એના કારણે આવી “મોહમાયા” દીકરા

     પ્રત્યે હોય છે ?

     શું એ જ કારણે શિક્ષણનો લાભ દીકરાને પહેલો…અને દીકરીઓ અસલ અભણ રહેતી ? અભણ નહી તો પણ ઉચ્ચ અભ્યાસ મેળળવવું દીકરી માટે અશક્ય  હતું ?

(૩) કોઈકવાર પતિ-પત્ની સમજુ હોય  અને દીકરો કે દીકરી જે ભાગ્યમાં દત્તકરૂપે મળે તેનો આનંદ સાથે સ્વીકાર કરવા તૈયાર હોય છે.

(૪) અનેકવાર, પતિને ફક્ત દીકરો અને કોઈવાર પત્નીને દીકરો જ જોઈતો હોય. એવા સમયે પતિના માબાપનો ફાળો હોય છે.એઓએ એવું જ વાતાવરણ ઉભું કર્યું હોય છે.

હવે મારી વિચારધારા>>>>

જ્યારે પણ પરણતી નર નારી, બાળકને દત્તક લેવાના નિર્ણય પર આવે તે ખરેખર તો એક “મહાન” કાર્ય કહેવાય.

સમાજ શું કહેશે તેની પરવા ના હોય ત્યારે. એક બાળક જે “અજાણ ” છે તેને “પોતાનું” કરવું એ “મહાપુન્ય”રૂપી કાર્ય છે. એવા સમયે મારા એમને વંદન છે.

અનાથ આશ્રમ કે જ્યાંથી કાયદેસર આ બાળક મળે તેનો સ્વીકાર કરવો ..ત્યારે એ દીકરી હોય કે દીકરો ! પણ, એકવાર, દત્તક લઈ,”પોતાના” બાળ સ્વરૂપે નિહાળી એને પ્રેમ આપી મોટું કરવાની એમની જવાબદારી બની જાય છે.

આ પ્રમાણે જે કોઈ કાર્ય કરે તેને હું “મહાન” માનું છું. મારી વિચારધારા પ્રમાણે, એઓ પ્રભુના “વ્હાલા” બની જાય છે.

આજે….

દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે….મોર્ડન સોસાઈટીમાં પતિ અને પત્ની દીકરી અને દીકરાને સમભાવે સ્વીકાર કરે છે….ધીરે ધીરે, ભારતમાં “જુના વિચારો” નાબુદ થશે. અને મારૂં માનવું છે કે બાળ જન્મે ત્યારે દીકરા કે દીકરીનું મહત્વ એક જ ભાવે આનંદ લાવશે….અને, સમયના વહેણમાં “દત્તક” બાળક એનકના જીવનમાં આનંદ લાવશે, અને સંસારનો “સમાજ” પણ નવી વૃત્તિથી “દત્તક બાળક”ને નિહાળી ખુશી અનુભવશે.

આજની ચર્ચામાં આ મારા વિચારો છે.

હવે,તમે વાંચી, તમારા વિચારો જરૂરથી દર્શાવશો.

એ વાંચી, મને આનંદ થશે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today it is the Post “CHANDRAVICHARDHARA (8) …A Child for Adoption : Boy (Son) or Girl(Daughter) ?

The Western Society is accepting the ADOPTION of a child with Joy & without the FEARS from the SOCIETY.

In India, the Act of Adoption is not accepted universely because of the “old views”.

Even if there is a decision to adopt a Child, there is “preference” for a MALE CHILD.

This is a TRAGEDY of the Society.

MY THOUGHT PROCESS :

 Individuals (married Couple) MUST be able to ADOPT a Child without any FEARS from the SOCIETY…and the SOCIETY MUST change & view the Act of ADOPTION as an act of HIGHEST HONOR. The Society must try to teach the Individuals to view the SON or DAUGHTER  with equal LOVE.

In the Modern times, I see there is a GRADUAL CHANGE in the attitude towards the Act of CHILD ADOPTION.

Inviting ALL to give their opinions to this Topic of CHILD ADOPTION.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 26, 2013 at 1:53 પી એમ(pm) 4 comments

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

Mr.P.K.Davda

વ્યક્તિ પરિચય ઃમિત્રતા (૧૬) …પુરુસોત્તમ કે. દાવડા (પીકે)

મિત્રતાનું ફુલ

પુરૂસોત્તમ પ્યારે મિત્રતાના ભાવે,

કહું એમને “પીકે” પ્રેમના ભાવે,…….(ટેક)

 

 

હતો તું મંબઈમાં અમેરીકામાં જાણ્યું એવું,

એક દિવસ ફોન પર વાતો કરવાનું જો થયું,

વાતો કરી આનંદીત હૈયું ચંદ્ર અને પીકે નું હતું

ત્યારે, પ્રથમ ચર્ચા કરેલી તે તુજને યાદ છે ?….પુરૂસોત્તમ….(૧)

 

 

ફોનથી મળવાની પહેલ એ તારી હતી,

ફ્રીમોન્ટથી ફોન કરી, વાતો એવી તેં કરી,

૨૦૧૨માં મુંબઈ છોડી અમેરીકા આવવાની એ વાતો હતી,

એવી ફોન ચર્ચા કર્યાની વાત તે તુજને યાદ છે ?…..પુરૂસોત્તમ…(૨)

 

 

ફોન પર વાતો ફરી ફરી કરતા,

બ્લોગો પર વિચારો દર્શાવતા રહ્યા,

અને, મિત્રતાના “ફુલો” ખીલતા રહ્યા,

એવી મિત્રતાભરી હાલત થઈ તે તુંજને યાદ છે ?…..પુરૂસોત્તમ…..(૩)

 

 

હવે, દાવડાવાણી તો બ્લોગજગતે સૌ સાંભળે,

ચંદ્ર પણ સાંભળી, હૈયે ખુબ જ આનંદ ભરે,

એવા આનંદ થકી, “મિત્રતાનું ફુલ” ખીલે,

એવી ફુલ મહેક પીકે કે ચંદ્ર ના કદી ભુલે !….પુરૂસોત્તમ…..(૪)

 

 

કાવ્ય રચના ઃ તારીખ ઓગસ્ટ,૧, ૨૦૧૩                ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે કાવ્યરૂપે મેં મારી પીકે દાવડા સાથે થયેલી મિત્રતા વિષે કહ્યું.

જે પ્રમાણે મેં “પીકે”ને જાણ્યા તે ટુંકમાં કાવ્યરૂપે કહ્યું.

તેમ છતાં, મારે થોડું વધું કહવું છે.

એઓ મુંબઈ શહેરના રહીશ છે, અને ભારતમાં એમનું મુખ્ય જીવન ગયું છે.

એ દરમ્યાન, “વાંચન” અને “અનુભવો” ના વારસાથી એમણે એમના જીવનમાં “જ્ઞાનગંગા”ના દર્શન કર્યા છે. અને, આજે એઓ ઈમેઈલો દ્વારા એ જ્ઞાન-નીરને છલકાવે છે.

એઓ “સિધ્ધાંતવાદી” છે. પણ, “મિત્રતા”ની શોધમાં એ હંમેશ રહે છે. એથી જ, ૨૦૧૨માં અમેરીકા આવી સ્થાયી થયા ત્યારે એઓ જુના મિત્રોને યાદ કરતા, નવા મિત્રો માટે આશાઓ રાખતા હતા…અને, અહીંની એમની સફરમાં હું એમને ફોન દ્વારા મળ્યો…અને ધીરે ધીરે, અમે બે નજીક આવ્યા. આજે હું ગર્વથી કહું છું કે “પીકે” મારા મિત્ર છે.

હું મિત્રતાને હ્રદયભાવથી સ્વીકારૂં છું..અને “પીકે” નો ભાવ પણ હ્રદયના ઉંડાણમાંથી જ છે.

આના ઉદારણે તો છે એમણે મારા જીવન વિષે લખેલી “ચાલીશા”….જે કોઈને ફરી વાંચવી હોય તેઓ નીચેની “લીન્ક” ક્લીક કરી વાંચી શકે છે>>>

https://chandrapukar.wordpress.com/2013/04/23/chandra-chalisa-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b5%e0%aa%a1%e0%aa%be-%e0%aa%b0%e0%aa%9a%e0%ab%80%e0%aa%a4-%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%9a/

 

આ પોસ્ટ દ્વારા મેં અમારી “મિત્રતા” વિષે લખ્યું.

તમે વાંચ્યું.

તો, જે વાંચ્યું તે ગમ્યું ?

જરા પ્રતિભાવરૂપે કહેશો ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati about my FRIENDSHIP with P.K. DAVDA.

He had come to settle down in America in 2012.

While with his family who had settled here earlier at Fremont,California, he was in Fremont which is in the North.

One phone contact & then many “Blog Meeetings” and more phone contacts and now we are FRIENDS.

This is the story.

I hope you enjoyed this Post.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 24, 2013 at 8:37 પી એમ(pm) 8 comments

વિશાલ મોણપરા, એક માનવી !

354599498_74158c4aed_m

વિશાલ મોણપરા, એક માનવી !

વિશાલ મોણપરા નામે એક માનવી,

આ કહાણીમાં છે એ માનવી !……(ટેક)

નથી જાણતો એનો જન્મ ક્યાં, પણ હશે ભારતમાં,

કોમ્યુટરનું જાણી, હવે રહે છે એ અમેરીકામાં,

ટેક્ષસાસના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થઈ,

કોમ્પ્યુટરનું કામ કરતા, “રીસર્ચ”એની થઈ,

જાણ્યો મેં વિશાલને, એના જ કાવ્ય શબ્દોમાં,

જાણ્યો હતો એને ઈશ્વર,પ્રેમ દોસ્તી ‘ને અન્ય વિચારોમાં,

જાણી મનમાં થયું કે કુદરતની બક્ષીસ એને મળી,

કે,કોમ્પુટર જ્ઞાન સાથે સાહિત્ય-પ્રેમનીરની ગંગા વહી,

 

“પ્રમુખ ટાઈપ પેડ”ની ભેટ કોમ્પ્યુટર દુનિયાને મળે,

જે થકી, ગુજરાતી અને અન્ય ભાષા ટાઈપ કરવું સરળ બને,

 

“ઈનટરનેટ”માં શોધ આવી તો ખરેખર મહાન રહી,

મુલ્યવાન ભલે, પણ “પ્રમુખ સ્વામી”મહારાજ ચરણે એણે ધરી,

સંસારી કાર્યો કરતા, ધર્મ પંથે વિશાલ જીવન વહે,

“શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામી સંસ્થા”ની સેવામાં એ તો વહે,

“પ્રમુખ સ્વામી મહારાજ”ને એણે ગુરૂજી એના જો માન્યા,

તો, હોય વિશાળ પર, જીવનભર ગુરૂકૃપારૂપી પ્રેમધારા !

અંતે ચંદ્ર કહે ઃપ્રભુભક્તિ જો હોય શ્રધ્ધા સાથે,

તો, જીવન જીવવા પ્રકાશ છે જગમાં સૌના માટે !

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૬,૨૦૧૩        ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ છે વિશાલ મોણપરા વિષે.

એના બ્લોગ તેમજ એની શોધ “પ્રમુખ ટાઈપ પેડ” વિષે મેં હ્યુસ્ટન રહીશ વિજય શાહ દ્વારા જાણ્યું હતું.

મારા ખ્યાલે એક બે વાર ફોન પર વાતો કરવાનો લ્હાવો મળ્યો છે.

રૂબરૂ મળ્યો નથી.

જે વિશાલ વિષે ઈન્ટરનેટ દ્વારા થોડું જાણ્યું એ આધારીત જ આ કાવ્ય રચના છે.

મારે અહીં ભારપુર્વક કહેવું છે કે અનેક ગુજરાતી ટાઈપીંગની સુવિધા છે તેમાંથી મને વિશાલની ટાઈપ પેડ ગમે છે. મારા બ્લોગ કાર્ય તેમજ અન્ય ગુજરાતી લખાણ માટે હૂ એ જ ટાઈપ પેડની મદદ લઈ મારૂં કાર્ય કરૂં છું….વિશાલનો હું ખુબ ખુબ આભારીત છું.

જે કોઈને વિશાલ વિષે જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” પર જઈ વધુ માહિતી મેળવી શકે છે >>>>

http://www.vishalon.net/

http://www.vijaydshah.com/2013/01/18/one-of-the-achievement-of-vishal-monpara/

http://www.vijaydshah.com/2013/09/05/vishal-monpara-gujaratnugaurav/

http://www.vijaydshah.com/2013/08/18/pramukh-ime-vadhu-sajja-thayu

પોસ્ટના અંતે આ લખવું છે>>>

આજે રવિવાર અને ૨૨મી સેપ્ટેમ્બેર,૨૦૧૩ના શુભ દિવસે, “વેબગુર્જરી” અને “ગુજરાતી સાહિત્ય સરિતા”ના મંચ દ્વારા “વેબ મેહફીલ”ના માધ્યમે વિશાલ મોણપરાને “સનમાન” અપાય છે….તો, એ યાદગાર દિવસે જ આ પોસ્ટ પ્રગટ કરવાનો મારો નિર્ણય છે.

 

આશા એટલી જ કે આ પોસ્ટ જે વાંચે તેઓને આ રચના ગમે…અને જો વિશાલ અહીં પધારી બે શબ્દો લખે તો મારા હૈયે આનંદ હશે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today, it is Sunday & 22nd of September,2013.

Today via the Computer there is the WEB MEHFIL arraged by WEB GURJARI and GUJARATI SAHITYA SARITA.

Today VISHAL MONPARA is given the RECOGNITION for his Creation PRAMUKH TYPE PAD, which had made typing GUJARATI & OTHER LANGUAGES so easy…. and also for love for Gujarati Sahtya & his Gujarati Poems.

Vishal deserves this Recognition !

My Congratulations for his Invention of the Type Pad….I am happy to know him for his GUJARATI SAHITYA  love and his Poetic Creations.

Today’s Post is a POEM in Gujarati….my way of giving my RECOGNITION to him.

I had NEVER met Vishal. I had seen him in a PHOTO…but on Friday 20th September 2013, I saw him via the Web Camera & even talked to him. I feel good about this !

A portion of this Poem was recited at the WEB MEHFIL….as I had the invitation to join it.

Wishing all the Best to Vishal !

 

AND…..

Finally, as I  had the opportunity to see the WEB MEHFIL of the EVENT of 22nd September 2013 via link at NEETA KOTECHA’s Blog.

I share that LINK here>>>>>

હ્યુસ્ટન ખાતે થયેલ કવિ સંમેલન માં ઘરે બેસીને ભાગ લીધો હતો કે જે પ્રોગ્રામ રાતના ૩.૩૦ સુધી ચાલ્યો ને ખૂબ જ આનંદ થયો..

 
Hope you enjoy too !

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 22, 2013 at 8:26 પી એમ(pm) 23 comments

માધવભાઈ અને જગાભાઈ કહાણી !

માધવભાઈ અને જગાભાઈ કહાણી !

માધવભાઈ અને જગાભાઈ નામે માનવીઓ બે, જેનું હું કહું,

જીવન જે જગમાં વહી ગયું એની જ કહાણી હું સૌને કહું !…………(ટેક)

૧૯૦૧માં માધવભાઈ અને ૧૯૦૬માં જગાભાઈ જન્મે,

ભારતના ગુજરાતમાં વેસ્મા અને તુંડી ગામે આનંદ વહે,

અજાણ બે માનવીઓ આ જગમાં પધારે !….માધવભાઈ……..(૧)

ભણીગણી,માધવ મિસ્ત્રી,૧૯૨૧માં નાઈરોબી,કેનીયામાં કામ કરે,

તુંડી ગામે મોટા થઈ, જગા પટેલ પરદેશ જવાના સ્વપના સેવે,

બે અજાણ મનડે પરદેશ પ્રેમ રમે !………….માધવભાઈ…..(૨)

૧૯૩૩માં માધવની સરકારી નોકરી બંધ થાતા, રાજીનામું મળે,

૧૯૩૪થી માધવ પરિવાર સાથે ગુજરાતના વેસ્મા ગામે રહે,

બે અજાણ માનવીઓનું જીવન ગુજરાતમાં જ વહે !….માધવભાઈ….(૩)

કોઈના લગ્ન કારણે, માધવ તુંડી ગામે પધારે,

માધવ તો જગાને પહેલીવાર જ મળે,

અજાણતા દુર અને બે મિત્રો બને !……માધવભાઈ……(૪)

બાળલગ્ને મધવ ભાણી સંગે, ૧૯૨૨માં જગા હતા    સંગે,

સાંભળી માધવની આફ્રીકા કહાણી, જગાભાઈ ૧૯૩૬માં રોડેશીયા આવે,

જગા ભાગ્યમાં લીવીંગસ્ટન શહેર એનું રહેથાણ બને !….માધવભાઈ…..(૫)

પત્ની    અકાળે મૃત્યુ પામે એમા જ પીયર ધામે,

જગાભાઈ આફ્રીકાથી આવી, ૧૯૪૫માં ફરી લગ્ન કરે,

મણી નામે જીવન સાથી જગાને મળે !……માધવભાઈ…..(૬)

પ્રથમ લગ્નના હિરા મોહન ભારત રહી અંતે આફ્રીકા આવે,

જગાભાઈ તો મોટા દીકરાઓ અને જીવનસાથી મણી સાથે જીવન ગુજારે,

ફરી આફ્રીકા આવી, મિત્ર માધવની યાદમાં રહે !…..માધવભાઈ….(૭)

આફ્રીકા કમાણી પુરી, માધવ આફ્રીકા નિહાળી, મિત્ર જગાની યાદ લાવે,

દેશ છોડી,પ્રથમ સોલ્સબરી અને અંતે લીવીંગસ્ટનમાં મિત્ર જગાને મળે,

ફરી મળી, બે મિત્રો તો ખુબ જ આનંદીત બને !…..માધવભાઈ…..(૮)

સાથે રહી, તકલીફો હટાવવા, માધવ અને જગા ધંધાનું વિચારે,

એવા વિચારે, “બોમ્બે ટ્રેડીંગ કંપની” નામે એક દુકાન બને,

એક પાર્ટનરશીપ ધંધે નાનુભાઈ સંગે બે મિત્રો રહે !…..માધવભાઈ….(૯)

પ્રથમ લગ્ને, ભીખી, હિરા, મોહનની ટ્રીપુટીમાંથી દીકરાઓ આફ્રીકા આવે,

બીજા લગ્ને રમેશ,નીમું, નલીની, અને કુસુંમ જગા-પરિવારને વધારે,

અનેક બાળકોના હૈયે પિતા જગાભાઈ “પ્રેમ”ના પ્રતિક રહે !……માધવભાઈ….(૧૦)

૧૯૫૦માં માધવ લીવીંગસ્ટન છોડે અને”બોમ્બે ટ્રેડીંગ કંપની”નો અંતે આવે,

માધવ પેમ્બા ગામે “મિસ્ત્રી બ્રથર્સ”નામે પાર્ટનરશીપમાં દુકાન કરે,

ભલે મિત્રો દુર,પણ, માધવ-જગા હૈયે પ્રેમ વહેતો રહે !…..માધવભાઈ…..(૧૧)

મોટા દીકરા છગન છે માધવ સાથે, અને ૧૯૫૦માં વહું શાંતા આવે,

પ્રથમ દીકરી શારદા અને પછી પાંચ છગન દીકરાઓ માધવ નિહાળે,

નાના દીકરાની યાદ સાથે, માધવ હૈયે ખુશી વહે !……માધવભાઈ…..(૧૨)

લીવીંગસ્ટનમાં જગાભાઈ ખેતી-પ્રેમ સાથે,૧૯૫૩માં “સીન્ડે ફાર્મ” કરે,

૧૯૫૬માં જગા ભાઈઓને યાદ કરી “જે.આર.ડી.”નામે ભત્રીજા નાથુ, મગનને ધંધે લાવે,

સગાસ્નેહીઓ પ્રત્યે જગા-પ્રેમ હંમેશ જાગૃત રહે !…..માધવભાઈ…..(૧૩)

પેમ્બા કે લીવીંગસ્ટન ધામે ધંધે તકલીફો અનેક રહે,

છગન અને હિરા “એમસન્સ સ્ટોર” અને “રોવેલ ફેશન્સ” લુસાકામાં કરે,

૧૯૬૦ના સમય ગાળે, માધવ-જગા પરિવારો લુસાકાનો આનંદ માણે !….માધવભાઈ…..(૧૪)

“રોવેલ ફેશન્સ” પછી “એચ.એમ.આર.”ની દુકાન જગાકુટુંબ બનાવે,

ત્યારબાદ, હિરા ઉત્સાહે અને સાહસે, “સ્વાર્પ લીમીટેડ” એનડોલામાં બને,

એ જ રહી જગાભાઈ સફળતાની વાત રહી !……..માધવભાઈ…….(૧૫)

પેમ્બા છોડ્યા બાદ, “એમસન્સ સ્ટોર”માં ધંધો વધે,

૧૯૬૯માં, માધવના નાના દીકરા ચંદ્રવદન ડોકટર બની આવે,

એમાં માધવ ગર્વથી ખુશી અનુભવે !……માધવભાઈ……(૧૬)

જગાભાઈએ લુસાકા નિહાળ્યું પણ લીવીન્ગસ્ટન એમને વ્હાલું રહે,

૧૯૬૯માં આફ્રીકાનું આ શહેર છોડતા, જગા નયને આસુંઓ વહે,

આ જ  જગાભાઈની આફ્રીકાની જીવન-કહાણી રહી !…..માધવભાઈ…(૧૭)

ભારતમાં ભણતા માધવપુત્ર ચંદ્રવદન જેને સૌ “ભીખુ” નામે પૂકારે,

જાણી “જગાકાકા ” છે તુંડી, આવી કાકાને મળી આનંદ હૈયે લાવે,

જાણે, મિત્ર માધવ વતી દીકરા “ભીખુ”ને પ્રભુ ત્યાં મોકલે !…..માધવભાઈ…(૧૮)

જગાકાકાના દર્શને ભીખુ એક ડોકટરી નજરથી નિહાળે.

શ્વાસની તકલીફો વધતા, ૨૯મી ઓકટોબર૧૯૬૯ના જગા તો છે પ્રભુધામે,

આ જ રહી જગા-જીવન સફરની અંતીમ ઘડી !…..માધવભાઈ……(૧૯)

૧૯૬૯માં પુત્ર ચંદ્રવદન ડોકટર બન્યાની માધવ હૈયે ખુશી,

વહુ શાન્તા બાદ, ૧૯૭૦માં નાની વહુ કમુ જોયાની છે માધવ ખુશી,

પુર્ણ સંતોષ સાથે માધવે ૧૯૭૩માં આ દુનીયા છોડી !……માધવભાઈ….(૨૦)

માધવ અને જગા, બે મિત્રો, આજે છે પ્રભુધામે સાથે જરૂર હશે રાજી,

જગમાં રહેતા બે પરિવારોમાં પ્રેમભાવ સહીત યાદ એમની તાજી,

આ જ આ સંસારની “પ્રભુ-પ્રસાદી” ની વાત રહે !…..માધવભાઈ…..(૨૧)

ચંદ્ર અંતે કહે ઃ “અરે ! ઓ, દુનીયાવાલો, જરા સાંભળો,

જગમાં મિત્ર બનો તો માધવ જગા જેવા તમે બનો,”

આવી વિચારધારામાં, ભવિષ્યનું એક “પ્રેમ ઝરણું ” વહે !……માધવભાઈ….(૨૨)

કાવ્ય રચના ઃ તારીખ ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩                      ચંદ્રવદન

Then being inspired to tell this Kavya in Gujarati to be in English, I had attempted to TRANSLATE the Gujarati Poem to ENGLISH & I share that with you>>>

 

Madhavbhai & Jagabhai  Story !

Madhav & Jaga, 2 Humans,It’s about these 2 I tell,

The Lifespan that was passed that’s the Story I tell !

 

In1901Madhav & in1906 Jaga were Born,

In Gujarat of India, and everyone rejoice at Vesma & Tundi,

Two Unknown Individuals are on this Earth !……….Madhav..(1)

 

With Education, in 1921 Madhav working at Nairobi Kenya,

Struggling at Tundi, Jagabhai is dreaming of Foreign Land,

Two Unknown Individuals having the Love for the Foreign Land !….Madhav…(2)

 

In 1933 the Governmental Job of Madhav ended,

In 1934, Leaving Africa, at Vesma Madhav had landed,

Two Unknown Individuals are in India again !……Madhav……(3)

 

On the occasion of someone’s Wedding, Madhav is at Tundi,

Madhav & Jaga for the First time meeting eachother at Tundi,

No more Unknowns, they became the Friends !……Madhav…..(4)

 

Madhav in Childhood Marriage with Bhani, & Jaga in Youth with….

Hearing of Africa & leaving the Wife & children,in 1936,Jaga in Africa,

Livingstone & North Rhodesia is Jaga’s Destiny !……Madhav….(5)

 

The sudden Death of the 1st Jaga’s Wife in India,

Made Jaga come back & in 1945 Remarry in India,

By God’s Grace 2nd Lifepartener is Mani !…..Madhav……(6)

 

Of 3 Children Bhikhi, Hira & Mohan,2 Sons came to Africa,

After Marriage, Jaga, with Mani, was back to Africa,

Within Jaga’s Heart was his Friend Madhav Dear !…….Madhav….(7)

 

Money from Africa no more, Madhav thinking of Jaga in Africa,

First briefly at Salisbury & finally at Livingstone of North Rhodesia, Africa,

Thus the Meeting of 2 Friends filled with Joy !……Madhav…….(8)

 

To get rid of the Struggles, Madhav & Jaga thinking of the Business,

With Nanu Patel, “Bombay Trading Company” was born as the 1st Business,

In the Partership the 2 Friends are in Happiness !……Madhav……(9)

 

By 1st Marriage, Hira & Mohan Assisting Jagabhai in Africa,

By 2nd Marriage, Ramesh, Nimu ,Nalini & Kusum loved by All,

The Family of Jagabhai is United with Love !…….Madhav…..(10)

 

In 1950 Madhav left Livingstone  for a Village Pemba,

In the Partership, with Hari & Mohan, “Mistry Brothers” was born at Pemba,

Madhav & Jaga far away, yet near within their Hearts !…..Madhav…..(11)

 

In 1950  the Elder son Chhagan’s Wife Shanta to Pemba, Africa,

1st Born Sharda and then 5 Sons as Madhav’s Grandsons in Africa,

Madhav’s Heart is filled with the Happiness !……Madhav……(12)

 

With Jaga’s Love for the Farming, in 1953, “Sinde Farm” was Established,

With Jaga’s  Love for his Brothers, in 1956 “J.R.D.” Store was Established,

This was Jaga filled with Love for Relatives & Close ones !…..Madhav….(13)

 

In Pemba & Livingstone, the Business is not great & Life was Tough,

After 1960’s at Lusaka are Chhagan with “Emsons Store” & Hira with “Rowel Fashions”,

Thus 2 Families with the Friendship are United again !……Madhav…..(14)

 

After “Rowel Fashions” there was “H.M.R.” as a New Business,

And with the Courage of Hirabhai, “Swarp Ltd.” as big Venture,

This was the Success Story of Jaga Family !…….Madhav……..(15)

 

Lucky with the Nice Business as “Emsons Store” at Lusaka,

And, Madhav’s 2nd Son Chandravadan known as Bhikhu working at Lusaka,

The Happiness in Madhav’s Heart was Madhav’s Success Story !……Madhav….(16)

 

Jaga visited Lusaka, but his Heart was always with Livingstone,

In 1969 Leaving Livingstone & Africa brought Tears in Jaga’s Eyes,

This is the Final Goodbye of Jagabhai !……Madhav………(17)

 

While in India, Madhav’s son Chandravadan had been eager to meet JagaKaka,

Seeing & Meeting a Friend’s Son was like meeting a Friend Madhav to Jagabhai,

This was the God arranged “Farewell Meeting” !……Madhav…..(18)

 

Jaga’s Bhikhu saw Kaka as his Nephew & as a Doctor,

With  increasing Shortness of Breath, Jaga,on 29th October 1969 was in the Heaven,

This is the Final Journey of Jagabhai !……Madhav…….(19)

 

In 1969, 2nd Son Chandravadan becoming the Doctor brought Joy to Madhav,

After 1st Daughter-in-Law Shanta, in 1970 seeing Kamu was the 2nd Joy of Madhav,

Fully Content, 1973 Madhav was in Heaven to Meet Friend Jaga !…..Madhav…..(20)

 

Madhav & Jaga, 2 Friends, Today are in Heaven & must at Peace with God,

While on this Earth,  in 2 Families, Love flows in their Sweet Memories,

This is God’s Prasadi or Grace to the Surviving Progeny !…..Madhav…….(21)

 

At the End, Chandra Says : “Oh ! The People of this World,Please Listen,

Be Friends like Madhav & Jaga and Live on this Earth with Love”

This is the Ultimate Path for a Brighter Future !……Madhav…….(22)

 

This Poem is a Translation from a Gujarati Poem…..August 16th 2013

By : Dr. Chandravadan Mistry

બે શબ્દો…

મારા જીવનની બુક “યાદોના ઉપવનમાં” નીમુ પટેલે વાંચી.

ખુશી દર્શાવાવા ફોન આવ્યો.

ચર્ચા થઈ…મારા પિતાજી (માધવભાઈ મિસ્ત્રી) અને નીમુના પિતાજી (જગુભાઈ પટેલ)ની મિત્રતાની યાદ તાજી થઈ.

એ બે મિત્રોની કહાણી શબ્દોમાં લખવાની જવાબદારી મેં લીધી..કાંઈક લખ્યું.

ત્યારબાદ, એક દિવસે જે જાણ્યું એને કાવ્યરૂપે લખવા વિચાર આવ્યો.

એ જ શક્ય થયેલી રચના તમે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

એ ગુજરાતીમાં થયેલ રચના બાદ એને “અંગ્રેજી”માં લખવા પ્રેરણા થઈ.

મેં કાવ્યને “અંગ્રેજી” ભાષાંતર આપવા પ્રયાસ કર્યો.

એ પણ સાથે પોસ્ટરૂપે તમે વાંચ્યું.

તો “ગુજરાતી” અને “અંગ્રેજી” રચનાઓ ગમી ?

 

આજે છે ૧૯મી સેપ્ટેમ્બર,૨૦૧૩નો દિવસ, અને તીથી પ્રમાણે છે “ભાદરવા સુદ પુનમ”. એથી, જે માનવદેહરૂપી મૃત્યુ પુનમે થયું હોય તેઓનો તીથી પ્રમાણે “શ્રાધ્ધપૂજા”નો દિવસ કહેવાય.

તો…આ દિવસે મારા પિતાજી (માધુભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી) અને પિતાજીના મિત્ર યાને મારા કાકાશ્રી ( જગાભાઈ ગોવિન્દભાઈ પટેલ)ની યાદ તાજી કરી “અંજલી”રૂપે અર્પણ કરૂં છું.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is about the Life Story of 2 FRIENDS by the Names MADHAVBHAI MISTRY ( of Vesma Gujarat) and JAGABHAI PATEL ( of Tundi, Gujarat).It is being published on 19th September2013 which according to the Indian Calender is the the FULL MOON day of BHADARAVA MAS which is the POONAMI SHRADH Day.

The STORY is told as a POEM in GUJARATI & ENGLISH.

The Story that takes 2 Friends to AFRICA from India…the Story that reveals that LOVE of that FRIENDSHIP still flowing in the Hearts of the SIBLINGS on this Earth inspite of their DEATHS many years ago,

This is the GOD’s PRASADI or his GRACE.

 I hope you like the Poems & this Post.

Your Comments appreciated !

Dr. Chandravadan Mistry.

સપ્ટેમ્બર 19, 2013 at 2:35 એ એમ (am) 9 comments

એક રાત્રીએ બનેલું લખાણ !

Inline image 2

એક રાત્રીએ બનેલું લખાણ !

આજે રાત્રીના ૯ થઈ રહ્યા છે,

શું કરવું એનો વિચાર આવે છે,

પણ મનમાં એને અમલ કરવાનો સવાલ છે,

મનમાં થયું કે કંઈક લખવું છે,

ત્યારે ફરી બીજો સવાલ મુજવે છે,

લખ્યા બાદ એનું શું થવાનું છે?

આ જાણી  મુજવણો વધે છે,

મુજવણોના લીધે મગજે ભાર છે,

ભારને કારણે મન ગુંચવાય છે,

અને, અચાનક યાદ આવે છે,

જે થકી, લખ્યું તેનું શું કરવું એનો ફરી સવાલ છે,

મન અને મગજ સાથે રહી વિચારે છે,

અને, સવાલનો જવાબ મળે છે,

જે લખ્યું તેને “ચંદ્રપૂકાર” પર મુકવાની વાત છે,

તો, કોઈએ તરત પૂછ્યું “આ યોગ્ય છે ?

મન કે મગજ જવાબ આપવા વિચારે છે,

ત્યાં મેં જ કહ્યું”એ યોગ્ય જ છે !”

કહ્યું એટલે શું આ ચંદ્રપૂકારની પોસ્ટ છે ?

ત્યારે શાંત મન અને મગજની પૂકાર સંભળાય છે,

બ્લોગના મસીનમાં જવાનું રહે છે,

ત્યાં  આ લખાણને નામ આપવાની વાત છે,

“એક રાત્રીએ બનેલું લખાણ” નામ યોગ્ય છે,

“કોપી” કરેલું જ ઉપર “પેઈસ્ટ” કર્યું છે,

હવે તો લખાણ ચંદ્રપૂકારની પોસ્ટ બની છે,

જે  આજે તમારા જ વાંચન માટે છે,

જો વાંચી તો તમારે “પ્રતિભાવ”રૂપે કાંઈ કહેવું છે ?

લખાણ પોસ્ટરૂપે યોગ્ય છે ?

જો યોગ્ય ના હોય તો પણ તમારે કંઈક કહેવાનું રહે છે,

તો, અંતે, મારા જ નામને  આ લખાણમાં મુકવાનું છે,

અને, હવે એવો જ વિચાર મારા મનમાં છે,

રાત્રીના સવા નવ થઈ ગયા છે,

હવે મારો સુવાનો સમય થઈ ગયો છે,

મારે “આ લખાણ”ની પોસ્ટને અંત આપવાનો છે,

એથી, હવે નીચે મારૂ જ નામ હશે અને આ છેલ્લી લાઈન છે,

….ચંદ્રવદન

(આ પોસ્ટરૂપી લખાણ તારીખ સેપ્ટેમ્બર,૧૭,૨૦૧૩ની રાત્રીના સમયે થઈ હતી )

 

બે શબ્દો…

આજની પોસ્ટ રાત્રીના ટાઈપ કરતા, અંતમાં “છે”આવે એ રીતે વાક્યો બને એવા નિર્ણયને અમલ કરતા શક્ય થઈ છે.

કોઈ “એક વિચાર” પર મનને કેદ ના કર્યું…અને જે કાંઈ શક્ય થયું તે જ ટાઈપ કરતો ગયો, અને અંતે મારૂં નામ ટાઈપ કર્યું.

અને જે લખાયું એ જ તમો “એક રાત્રીએ બનેલું લખાણ !“નામે એક “ચંદ્રપૂકાર”ની પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આવું “સંદેશ કે શીખ”વગરના વાક્યોરૂપી લખાણ વાંચવાની તમોએ તસ્દી લીધી તે માટે આભાર.

આ પ્રમાણે પોસ્ટ પ્રગટ કરવાની “ભુલ” થઈ હોય તો હું “ક્ષમા” માંગુ છું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

Today’s Post is 1st of a kind…a Post without the message !

A Post of the “spontaneous”typing of thoughts as they poured out & became “words” and these words becoming the “sentances” with the Gujarati word “chhe”.

This “mumble-jumble” of such thoughts, you are reading as Post ….If I had erred to publish it, I ask for your “forgiveness”.

Even though, this Post has “NO MESSAGE”, if you READ it…Will you COMMENT on it ?

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 18, 2013 at 1:09 પી એમ(pm) 8 comments

શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે !

 Narendra Damodardas Modi.jpg

Narendra Modi addresses ex-servicemen in Rewari

THIS PHOTO is at the 1st SPEECH of NARENDRA MODI at REWARI,HARYANA after BJP officially announced NARENDRAJI as its PM Candidate ….Speech on 15th SEP.2013

AND…

CLICK below to hear that Speech>>>

Subject: Full coverage of Rewari rally – NaMo – 15th sep 2013

 

http://www.narendramodi.in/nation-is-very-proud-of-our-servicemen-who-make-sacrifices-for-the-nation-narendra-modi-at-rewari/

 

શ્રી નરેન્દ્ર મોદી મારી નજરે !

એક દિવસ મારા મનમાં એક વિચાર આવ્યો કે ઃ “ખરેખર, નરેન્દ્ર મોદી કોણ છે ?”

આમ તો, એમનું નામ ફક્ત ગુજરાતમાં નહી પણ ભારત અને વિશ્વમાં પ્રખ્યાત છે. છતાં, મારા મનમાં વધુ જાણવા માટે તમન્ના જાગૃત થઈ.

ન્યુઝપેપરોમાં સમાચારો દ્વારા તેમજ અન્ય તરફથી નરેન્દ્રભાઈ વિષે જાણવાનો લ્હાવો તો મળી ચુક્યો હતો. જે વાંચ્યું કે અન્ય તરફથી જાણ્યું એમાં અનેક નરેન્દ્રભાઈના કાર્યોથી રાજી, અને થોડાએ વિરોધ કે નારાજી દર્શાવી. એનાથી હું પ્રભાવિત કે નારાજ ના થયો. મેં નિર્ણય કર્યો હતો તે પ્રમાણે, “ગુગલ” દ્વારા “ઈનરનેટ”ના માધ્યમે માહિતી મેળવી રહ્યો.

આજના ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છે. પણ, એ પદવી મેળવી તે પહેલા એમનું જીવન કેવું હશે એ જાણવાની ઈચ્છા હતી.

જાણ્યું કે એમનો જન્મ ૧૭મી સેપ્ટેમ્બર, ૧૯૫૦માં વડનગર ગામે અત્યારના ગુજરાતના વિસ્તારે થતો હતો. એમના પિતાજી દામોદરદાસ, અને માતૃશ્રી હિરાબેન, અને એમના ૫ સંતાનોમાંના નરેન્દ્રભાઈ ત્રીજે નંબરે. શાળામાં સાધારણ સ્ટુડન્ટ  અને “રાજકીય” વિષયમાં રસ કારણે કોલેજ અભ્યાસે “પોલીટીકલ સ્ટડી”ની ડ્રીગ્રી મેળવી.

પ્રથમ, “ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોરપોરેશન”માં નોકરી. અને, “રાષ્ર્ટીય સ્વંયસેવક સંઘ”ના સભ્ય બની ધીરે ધીરે, સંઘમાં વધુ જવાબદારી લીધી જેમાં, “અખિલ ભારત વિધ્યાર્થી પરિષદ” ની મોટી જવાબદારી. અને, “જન સંઘ”ના સભ્ય બની અંતે “ભારતીય જનતા પાર્ટી” યાને “બી.જે. પી.”એક કાર્યકર્તા થઈ, માર્ગદર્શક તરીકે “નેતા”રૂપી જવાબદારી અદા કરી. અને એમના હૈયે જે ગુજરાત પ્રત્યે પ્રેમ હતો એ કારણે “મુખ્ય મંત્રી” પદની ઈચ્છા દર્શાવી અને અંતે, ૨૦૦૧માં એ પદ મેળવ્યું. ત્યારબાદ, ફરી ફરી “ઈલેક્શન” જીતી ત્રણ વાર જીત મળવી, આજે “ચોથી” ટર્મ પર છે. અને, એવા સમયે, ૨૦૧૪નું વર્ષ આવી રહ્યું છે કે જ્યારે ભારતમાં “જનરલ ઈલેકશન” હશે. આ માટે “બીજેપી”એ ઘણા વિચારો બાદ, નરેન્દ્રભાઈ મોદીને ઉમેદવાદ તરીકે ચુંટ્યા. એવા સમયે વિરોધ પાર્ટીઓએ “એકતા”તોડવા પ્રયાસો કર્યા. “બીજેપી” એના નિર્ણય પર મક્કમ રહી.

હવે, ભારતની જનતાએ ૨૦૧૪ના ” ઈલેક્શન” માટે વાટ જોવાની રહે. આ સમયગાળા દરમ્યાન, સમગ્ર ભારતની પ્રજાએ હ્રદયના ઉંડાણમાં ડોક્યું કરી મત આપવાનો છે. ભુતકાળને નિહાળી અત્યારની ભારતની સત્તાએ જે પાર્ટી છે તે દ્વારા શું થયું તેનો વિચાર કરવાનો છે. જો, અસંતોષ હોય તો, શું નિર્ણય છે ? અને જો જે થયું કે થઈ રહ્યું એથી ખુશી હોય તો એવો વિચાર મનમાં લાવવો. આ બધા જ વિચારોમાં પોતાની “સ્વતંત્રતા” જાળવવાની છે. કોઈના દબાણે નિર્ણય લેવો  એજ એક “મતદાર” તરીકે મહા ભુલ છે. ૨૦૧૪નું પરિણામ શું હશે તે કોઈ જાણતું નથી. પ્રભુ સૌને પ્રેરણાઓ જરૂર આપશે.ગુજરાતના રહીશો માટે તો એક “મહા નિર્ણય” છે…નરેન્દ્રભાઈના કાર્ય અને પ્રગતિથી ખુશી તો એક નિર્ણય…અને જો નારાજી હોય તો વિચાર કરતા નરેન્દ્રભાઈ પાસે ભારતને માર્ગદર્શન આપવાની શક્તિ છે એવું માનતા હોય તો, તમે એવા વિચારે મત આપશો.

પણ, ગુજરાતના રહીશો અને ભારતના સર્વ માટે એક જ સવાલ રહે ઃ ” નરેન્દ્રભાઈની સત્તામાં ગુજરાતમાં શું થયું ?”

ચાલો…તો એક “ઝલક” રૂપે કંઈ કહું.

નરેન્દ્રભાઈની નજરે રાજ્યમાં “પાણી” ની સગવડ, રાજ્યના “રસ્તાઓ”ની દશા,રાજ્ય માટે “અન્ન અને ખેતી” ની સુવિધા,  “ગરીબ અને નારીઓ” તેમજ “શિક્ષણ” ઉત્તેજન મળે એ બધુ અગત્યનું ગણી, એમણે એમના પદની સત્તાનો ઉપયોગ કર્યો છે.એના પરિણામરૂપે બંધો બાંધવાની યોજનાઓ સાથે “નર્બદા પ્રોજેકટ” અને “સરદાર સરોવર” અને બોરહોલ કુવાઓ અને ગુજરાતમાં અનેક જગ્યાએ પાણીની સુવિધાઓ અને સૈરાસ્ટ્ર અને કચ્છના રણ સુધી પાણી કે આજે ત્યાં ફળો અને અન્નનો પાક શક્ય છે. જુના રસ્તાઓની જગાએ સુંદર હાઈવેય અને “એક્ષપ્રેસ વેય” વાહન હાંકનારાઓ માટે ખુશીની વાત. ગરીબોને અને નારીઓને સહાય સાથે “શિક્ષણ” માટે ગુજરાત બહારથી લાભ લેવા આવે એ એક ગૌરવની વાત. પરદેશોથી પ્રવાશીઓ “ટુરીસ્ટ” ગુજરાત નિહાળવા આવે તે માટે ઘામોની “સુંદરતા” વધારી તેના દર્શન સૌને જોવા મળે છે.ખરૂ કહો તો ગુજરાત રાજ્યમાં ખુબ જ પ્રગતિ થઈ છે. રાજ્ય નાણાકીય નજરે પણ મજબુત પાયે છે.ગુજરાતની પ્રજા સુખી છે. જેઓ મોદીના વિરોધી હતા એઓને પણ લાભ મળ્યો છે. એના જ કારણે ૨૦૧૨માં નરેન્દ્ર મોદીજી ચુંટણી જીતી ફરી મુખ્ય મંત્રી બની ગયા હતા.

અંતે, મારા મનમાં થોડા બીજા વિચારો રહે છે….

આવી સફળતાવાળા ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈને અમેરીકા શા માટે વીઝા ના આપે ? ગુજરાત ભારતનું એક રાજ્ય છે. ગુજરાતની “મુખ્ય” વ્યક્તિને વીઝા ના આપવા એ તો ફક્ત ગુજરાતનું નહી પણ સમગ્ર ભારતને “અપમાન” છે. અત્યારે જે કોઈ પાર્ટી ભારતની સત્તા પર હોય તેઓએ આ માટે “વિરોધ” દર્શાવવો એ જ યોગ્ય પગલું કહેવાય. અહીં “રાજનીતી” કે “ફાયદા”ની વાત  ના હોવી જોઈએ !

બીજી વાત….૨૦૦૨માં થયેલી ગોધરાના રેલ્વે સ્ટેશને થયેલી ઘટના. હિન્દુ મુસલમાનો વચ્ચે થયેલી લડાઈ.એ હતી એક દુઃખભરી કહાણી. એ માટે ભારત સરકારની “સુપ્રીમ કોર્ટ” તરફથી નિર્ણય આવ્યો કે આ ઘટનામાં નરેન્દ્રભાઈએ કોઈ ફાળો આપ્યો એવો પુરાવો નથી, અને નરેન્દ્રભાઈ ગુનેગાર નથી. આવા નિર્ણય બાદ, કોંગ્રેસ કે કોઈ પણ વિરોધ પાર્ટીઓ ફરી ફરી આ ઘટનાને “તાજી” કરવાના પ્રયાસોમાં કરે તે યોગ્ય ના કહેવાય. ૨૦૧૨ની ગુજરાતની ચુંટણી સમયે જે વિસ્તારે મુસલમાનોની વસ્તી વધુ હોવા છતાં નરેન્દ્રભાઈની પાર્ટીને જીત મળી હતી. તો, એનો અર્થ શું થયો ? ગુજરાતની સર્વ પ્રજા ચાલુ સરકારના કાર્ય સાથે ખુશ છે. એવી “એકતા”નો ભંગ કરવો એ ખોટી રાજનીતી છે. જે ગુજરાતમાં સારૂં થયું તેનો સ્વીકાર કરી કોઈ ભુલો હોય તે બતાવો તો એક ખરી રાજ-લડાઈ હશે !

ત્રીજી વાત….જો “બીજેપી”એ નિર્ણય લીધો કે એમના તરફથી નરેન્દ્રભાઈ મોદી ભારતના  પ્રાઈમીનીસ્ટર તરીકે ઉમેદવાદ હશે….તો કોંગ્રસ કે અન્ય પાર્ટીઓએ  એમની પાર્ટીમાંથી “સારા ” ઉમેદવાર ચુંટવા જોઈએ કે જે નરેન્દ્રભાઈ સામે ટક્કર લઈ શકે અને જીતી શકે…ખોટા આરોપો મુકી લડવું એ યોગ્યતા ના કહેવાય…જો એમનો ઈરાદો બીજેપીનો “સંપ” તોડવો હોય તો મને લાગે છે એ અશક્ય હશે અને એઓની “શક્તિ” ખોટી દિશામાં હશે. મુદ્દા સાથે લડવાનો નિર્ણય યોગ્ય હશે !

હું નરેન્દ્રભાઈ મોદીને મળ્યો નથી. એમના વિષે ન્યુઝપેપરો દ્વારા જાણ્યું હતું. જે કોઈ મિત્રો ગુજરાત જઈ આવ્યા તેઓ તરફથી જાણ્યું કે ગુજરાતમાં હવે ઘણું જ સારૂં છે, અને નવા પ્રોજેક્ટો દ્વારા સુધારો થતો રહે છે. હું પોતે ૨૦૧૨માં ગુજરાત ગયો અને જે સુધારેલા રસ્તાઓ વિગેરે નિહાળ્યું ત્યારે મને પણ સંતોષ થયો હતો.ગુજરાત પ્રગતિના પંથે છે અને એ જાણી હૈયે ગર્વ થાય છે. જે વ્યક્તિ દ્વારા ગુજરાતમાં આવી પ્રગતિ નજરે આવે ત્યારે એવી વ્યક્તિ ભારતને પણ પ્રગતિનાં પંથે લઈ વિશ્વમાં ઉંચુ સ્થાન આપી શકે છે. આજે “બીજેપી” નરેન્દ્રભાઈમાં “વિશ્વાસ” રાખી ભારતના “વડા પ્રધાન”તરીકે ઉમેદવાર તરીકે ચુંટે ત્યારે સૌ ગુજરાતીઓ માટે એક ગર્વભરી કહાણી છે….સ્વતંત્રતા સમયે ગુજરાતના “ગાંધીજી” અને “સરદાર પટેલ” હતા…હવે જ્યારે ભારતમાતા ભ્રષ્ટાચારથી પીડાતી હોય ત્યારે ઉગારવા ગુજરાતથી “નરેન્દભાઈ” ૨૦૧૪માં આવી રહ્યા છે. નરેન્દ્રભાઈ ભારતના “પ્રાઈમીનીસ્ટર” બને કે નહી તે ભારતની જનતાના હાથે છે….તમારો મત ઉંડા વિચાર સાથે કરવાનો રહે છે. હું પરદેશમાં છું …અને ૨૦૧૪ની ચુંટણીનું પરિણામ પ્રભુ પર છોડું છું અને સાથે સાથે આશા રાખું છું કે નરેન્દ્રભાઈ મોદીને એ પદ મળે !

સેપ્ટેમ્બર ૧૭, ૨૦૧૩ની યાદ એટલે એમની બર્થડેની યાદ !

એ યાદ સાથે મારી પ્રાર્થના છે કે અનેક વર્ષોથી ચાલી રહેલી સત્તાએ ફરફારોની જરૂરત છે…જો ગુજરાત ભારતના “જનરલ ઈલેક્શન”માં પોતાનો જે ફાળો આપશે તે જ અન્ય પ્રાંતે અનેકને માર્ગદર્શન દેશે એવું મારૂં માનવું છે. સર્વ પ્રજા ઉંડો વિચાર કરશે તો “પરિવર્તન” જરૂર આવશે અને ભારત દેશનો “પ્રકાશ” વિશ્વમાં અન્યને પણ “દોરવણી” આપી શકશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

બે શબ્દો…

આજે છે ૧૭મી સેપ્ટેમ્બર,૨૦૧૩.

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ એટલે નરેન્દ્ર મોદીની વર્ષગાંઠ.

“નરેન્દ્ર મોદી મારી નજરે”નું લખાણ મેં અનેક દિવસો પહેલા લખ્યું હતું…એક જ ઈચ્છાએ કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી બન્યા બાદ, નરેન્દ્રભાઈએ ગુજરાત માટે શું કર્યું એ વિગતે જાણવું હતું.

તો…આ પોસ્ટરૂપે સૌને મારા વિચારો જાણવાનો લ્હાવો મળ્યો.

મને એમ થાય છે કે આટલા વર્ષો ભારતની સત્તાએ કોંગ્રેસ હતી અને જે હાલત છે તેમાં ફેરફાર લાવવા માટે “નવી પાર્ટી”ની હવે જરૂરત છે…જો “બીજેપી” એવી સત્તા પર આવે તો નરેન્દ્રભાઈ દેશના નવા “પ્રાઈમ મીનીસ્ટર” હોય શકે…અને, એ પ્રમાણે શક્ય થાય તો જેમ ગુજરાત રાજ્યમાં પ્રગતિ થઈ તે પ્રમાણે ભારતમાં પણ ફેરફારો આવી શકે.

૨૦૧૪ની ચુંટણીમાં એનો નિર્ણય આવશે.

એ શું હશે તે ભારતની જનતા કહેશે !

આજે તો નરેન્દ્રભાઈને “હેપી બર્થ ડે”!…અને ભવિષ્ય માટે “શુભેચ્છાઓ” !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today it is 17th September 2013.

It is also the Birthday of Narendra Modi…the Chief Minister of Gujarat.

I had written about the Life of Narendrabhai earlier, and now I am publishing that as a Post today.

I had seen Narendrabhai Modi as the Chief Minister of Gujarat and tried to analyse what he had done for Gujarat & the People of Gujarat.

Based on what I had witnessed, I feel proud of his achievements & the Progress in Gujarat.

With this PRIDE & the HAPPINESS, I say “HAPPY BIRTHDAY” to Narendrabhai.

I wish him the BEST WISHES for the Future and wish that he be the next PRIME MINISTER of INDIA.

A change is needed and I feel Narendrabhai is the RIGHT PERSON for that Post.

May 2014 bring BJP to Power as a SINGLE Party or as the UNITED FRONT so that the RULE of Congress is no more. What the NEW Party Rule bring is not certain, but I just hope it is BETTER that what is now. I just hope that the CORRUPTION declines or disappear, and the Public is HAPPIER and the World RESPECTS India.

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 17, 2013 at 12:57 પી એમ(pm) 31 comments

સુમેધા પ્યારી !

સુમેધા પ્યારી !

 

સુમેધાની બર્થડે આવી,

“હેપી બેર્થડે”ગાવાની ઘડી રે લાવી !……(ટેક)

 

સુમેધા તો એક કળી જે પુષ્પ બની,

પુષ્પ બની, મહેક એની સૌને મળી !…..(૧)

 

ખુશી છે દાદા દાદી હૈયે ઘણી,

બર્થડે પાર્ટી કરવા એમને લગન લાગી !….(૨)

 

બર્થડે પાર્ટીમાં માતા પિતા સંગે હશે અનેક,

ચોકોલેટ,કેઈક સાથે સુંદર ભેટો હશે અનેક !…..(૩)

 

આ તો ૧૭મી સેપ્ટેમ્બરનો શુભ દિવસ રહ્યો,

એ જ તો સુમેધાની બર્થડેનો દિવસ રહ્યો !…..(૪)

 

૬ વર્ષ સુમેધા તો પુરા કરે,

૭મા વર્ષમાં એ તો પ્રવેશ કરે !……(૫)

 

સૌ નાચી ગાઈ આનંદ કરે,

અને, સુમેધા આનંદમાં હસી રહે !….(૬)

 

અંતે “હેપી બર્થડે ટુ યુ” સૌ સુમેધાને કહે,

“થેન્ક યુ” કહી,સુમેધા બર્થડે કેઈક કાપે !…..(૭)

 

દુર અમેરીકાથી ચંદ્ર તો સૌને કહે ઃ

“સુમેધા,પ્યારી ! હેપી બર્થડે તને,

ખુબ ખુબ આશીર્વાદો છે મારા તને,

જુગ જુગ જીઓ સુમેધા, આજે આનંદ છે મને !”…..(૮)

 

 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર,૯,૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ એટલે યશવંતભાઈ મહેતાની પૌત્રી “સુમેધા”નો બર્થડે.

યશવંતભાઈ મહેતા એટલે અમદાવાદ રહેતા મારા મિત્ર.

એમની ખુશી એ મારી ખુશી.

એવા ભાવે જ આ રચના કરી છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

17th September 2013 is the Birthday of SUMEDHA, who is the Grand-daughter of my friend YASHWANTBHAI MEHTA of Ahmedabad, Gujarat.

Hope you join me to say “HAPPY BIRTHDAY” to SUMEDHA !

Dr. Chandravadan Mistry

સપ્ટેમ્બર 17, 2013 at 2:24 એ એમ (am) 8 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30