Archive for જાન્યુઆરી, 2015

ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ

SELF THINKING & getting the GYAN

 

0001

GROUP THINKING & SHARING the GYAN

ચંદ્રવિચારધારા (૧૬)…મનની શાંતી અને પરમ આનંદ

માનવી એક જીવ તરીકે જગતમાં જન્મે ત્યારથી એના છુપપેલા “સ્વભાવ”રૂપે ફક્ત “આનંદ”ની જ ઈચ્છા રાખે છે.

જીવનસફરે એ એવા આનંદની શોધમાં રહે છે.

એવી શોધમાં એ સંસારી “મોહમાયા”ના બંધને બંધાય છે. “ક્ષણીત” કે પળભરના આનંદ મળતા એને જ “પરમ આનંદ” માની લેય છે. આવો ભ્રમ સ્વભાવીક છે કારણ કે મોહમાયા, જે પ્રભુએ જ ઘડેલી તેની સાથે સામનો કરી હટાવવી કે જીત મેળવવી સહેલી વાત નથી. ગીતામાં મોહમાયાના કરેલા ઉલ્લેખ મુજબ દરેકે પોતાની જાતે જ સામનો કરી જીત મેળવવાની છે. આ કાર્ય કઠીણ પણ અશક્ય તો નથી જ.તો, અહીં સવાલ ઉભો થાય છે “મોહમાયાનો ત્યાગ”. આ સવાલનો જવાબ આપવા પહેલા માનવ જીવનના “ઉંડાણ”થી દર્શન કરીએ. એક બાળક જન્મ લેતા જ રડે, હસે, હાથ અને પગો હલાવે….દુધથી ભુખ ભાંગે, શ્વાસોથી હવા મેળવે….આ બધી ક્રિયાઓ એટલે “કર્મો” કરવાની શરૂઆત. જેમ બાળક મોટો થાય તેમ એને “સમજ” મળે અને તો પણ એ એની ઈચ્છા પ્રમાણે કે ઈચ્છા વિરોધ “કર્મો” કરે.આ જીવન સફરમાં પ્રાણ ટકાવવાના માટે હવા લેવી, પાણી કે અન્નનું ગ્રહણ કરવું તો “ફરજિયાત” કર્મો પંણ ચાલવું કે ના ચાલવું, કોઈને મદદરૂપે સહાય કરવું વિગેરે તો “ઈચ્છા આધિન” કર્મો જેમાં “જોયેલું,જાણેલું, સાંભળેલું ” એ સર્વનો સમાવેશ થાય. આ બધા “અનુભવો” એને “જ્ઞાન પંથ” તરફ દોરે છે. જ્ઞાન પ્રકાશ જ માનવીને “મનની સ્થીરતા” અને “આત્મબળ”જેવી સમજ આપે છે.

પણ….સંસારી મોહમાયા એનો પીછો છોડતી જ નથી. આ જાણી, હું કહું કે …..એવા સમયે, “સ્વીકાર” અને તે પણ “સંતોષભર્યો સ્વીકાર” જ મનની શાંતી અને પરમ આનંદની પ્રાપ્તી માટે પહેલું પગલું છે.

તમે મને તરત જ પૂછશો જે ઃ”એ કેવી રીતે ?”

માનવીને કર્મો તો કરવા જ પડે…અહીં કોઈ છુટકારો તો નથી જ, એ એક હકિકત છે.

માનવી પોતાના દેહને નિહાળે. એ દેહની કાળજી લેતા એ તંદુરસ્ત રહે અને આનંદ અનુભવે. આ આનંદમાં લીપટાઈ એ “સ્વ”ના મોહમાં પડે. તો, શું એ સ્વાર્થી છે ?  દેહની કાળજી રાખવી એ સ્વાર્થ ના ગણી શકાય. એની સાથે, એ એની નજીકના સર્વોને નિહાળી એઓ માટે કરે..યાને પરિવાર માટે કર્મો કરે. તો, પરિવારના “ભલા” માટે કરવું એ “સ્વાર્થ” કહેવું ? માનવી એને એની ફરજ ગણી કરે અને આનંદ અનુભવે તો એમાં શું ખોટું ?

માનવ સફરે પોતાનું અને પોતાના પરિવારનું કરવું એ શરૂઆતરૂપે “સ્વભાવીક” પગલાઓ છે. પણ જ્યારે આવી સફર ચાલુ હોય ત્યારે પરિવાર સિવાય “અન્ય” માટે વિચારો રાખવા, ખીલવવા, અને અન્યના “ભલા” માટે કર્મો કરવા એ જ “સેવા”ની શરૂઆત.

આ પ્રમાણે…માનવ જીવનમાં પરિવર્તન ….અને પરિવર્તન જ જીવનનો એક અંસ.

હવે…જરા માનવીના “મન” વિષે વાતો કરીએ. મનને એક રીત માનવીનો “સાથીદાર”. મન દ્વારા જ એની “વિચારધારા”. મનને કોઈ બંધનો નહી, એ આઝાદ. એથી જ ચંચળ અને ભટકતું રહે. મનની ચંચળતા એટલે “મોહમાયા” નજીક જવાની વાત થઈ. કર્મો તો કરવા જ પડે. કોઈ પણ કર્મનું “પરિણામ” શું એનો માનવી અજાણ..ઈચ્છા મુજબ હોય તો ખુશી, અને ઈચ્છા વિરોધ હોય તો “નિરાશા” સાથે દુઃખ, ક્રોધ વિગેરે. અહીં આવે છે “સ્વીકાર”ની ઘડી. જો એવા સમયે “સંતોષ”નું જોડાણ હોય તો એ “સંતોષભર્યો સ્વીકાર” હોય શકે. સુખ કે દુઃખને અનુભવવું એ તો મનનું કાર્ય. મનને “સ્થીર” કરવું એ “સ્વીકાર” માટે પહેલું પગલું. કર્મનું પરિણામ આપણા હાથમાં નથીની સમજ માનવીને “સંતોષભર્યા” સ્વીકાર કરવા પ્રેરણા આપે છે. સુખ કે દુઃખને “સમભાવે” નિહાળવાની શીખ મળે છે…આવી શીખનું પાલન એટલે માનવ “વૃત્તિ”માં બદલાવ.કર્મોનું “ફળ” કે પરિણામ સ્વીકાર કરવાની “ટેવ”.

હવે, આ સ્વીકારને અન્ય દ્રષ્ટિએ નિહાળીયે.

કોઈક, સ્વીકાર કરતા સમયે “ભાગ્ય”ને વચ્ચે લાવે.સ્વીકાર કરતા એ કહે “ભાગ્યમાં લખ્યુ હતું એથી થયું”. દરેક માનવી પુર્નજન્મના હિસાબરૂપે ભાગ્યરૂપી “ખજનો” લાવે, એવી સમજને યોગ્ય માનીએ. પણ, પૂરાણો એવું પણ કહે કે જે ભાગ્યમાં હોય તેમાં “પુરૂષાર્થ”થી બદલાવ લાવી શકાય..એવી શક્તિ તેનું નામ છે “આત્મબળ”. ચાલો, આ વિચારને વધું સમજવા એક સામાન્ય દાખલો લઈએ. બાળક અભ્યાસ કરતા પરિક્ષાઓ લખે. પરીક્ષા એટલે પરિણામ. ધરવા પ્રમાણે સારા માર્કો ના મળ્યા. જો એ બાળક એનો સ્વીકાર કરી શાંત થાય અને વધું મહેનત કરવા એને પ્રેરણા ના મળી શકે અને જાણે ભાગ્યમાં લખ્યું એવું માની લીધું કહેવાય. પણ આ બાળક પરિણામનો સ્વીકાર કરી પોતાને જ કહે વધૂ મહેનત કરી સારૂં પરિણામ લાવીશ” ત્યારે એ એના “આત્મબળ”નો સાથ લઈ પ્રયાસ કરી બદલાવ લાવી શકે છે.

આ  દાખલાની સમજ પહેલા આપી હવે આપણે અન્યના ભલાનું નિહાળીએ. આ વિષયે ચર્ચા કરતા દાનનું કહીશું

માનવી કર્મોથી ધન પ્રાપ્ત કરે. આ કમાણીમાંથી “પોતાને” અને પરિવારનું ભલું નિહાળે. કામણીમાં સંતોષ અનુભવે. આવા સંતોષ સમયે અન્યના ભલા માટે વિચારો રાખે….સંજોગો જોતા બચતમાથી અન્ય માટે કંઈ કરવા વિચારી અમલ કરે. માનો કે એવું ના કરે અને ફક્ત પોતાનું જ વિચારી કમાણી વધારતો જાય એટલે “લોભ”નો જન્મ. અહીં પણ એક રીતે જોતા માનવ સ્વીકાર સાથે “સંતોષ” છે. અહીં “સ્વાર્થ” છે અને ફરી મોહમાયા છે. જ્યારે લોભ હોય ત્યારે એને અન્ય પ્રત્યે “ઇર્ષા, કોર્ધ હાની” ભર્યા વિચારો હોય. તો, “યોગ્ય” સંતોષભર્યો સ્વીકાર શું?

 

મનન વિષે કહી, હવે તમોને હું માનવીની નવી અવસ્થા તરફ દોરી રહ્યો છું. મનનની ટેવ એને વિચારોને “એક પ્રકાશ”માં સ્થીર થયાના દર્શન કરાવે છે. ધીરે ધીરે એવા પ્રકાશમાં “પરમ શક્તિ”નું જ્ઞાન આપે છે. આ પદે પહોંચતા ધીરજની જરૂરત છે. કોઈને આ સમયે એના પ્રભુના દર્શન થાય. આવા દિવ્ય દર્શનમાં “પ્રભુ નથીનો વિચારનો અંત ” આવે છે…”જે છે તે બધું જ પ્રભુ ઈચ્છાથી”ની સમજ પડે છે..એ જાણે અજાણે ભક્તિપંથે હોય છે. જ્યારે માનવી આવા પંથે હોય ત્યારે વિશ્વમા સૌમાં એ પ્રભુને નિહાળી, અન્ય પ્રત્યે “પ્રેમભાવ” સાથે અન્યના ભાલાનું જ વિચારે…એ પ્રભુમાં પુર્ણ વિશ્વાસ સાથે “શ્રધ્ધા”ના સથવારે પ્રભુશરણું સ્વીકારે છે….આ જ “અંતિમ સ્વીકાર”. કારણે કે અહીં જ “હુંપણા”નો અંત.અને જેની સાથે, મનની શાંતી સાથે “પરમ આનંદ”ની પ્રાપ્તી.

આથી હું કહું કે>>>>માનવી એના જીવન સફરે નવું નવું શીખી એનામાં જ “પરિવર્તન” લાવી શકે….એવા બદલાવમાં એ એના “સ્વભાવ”માં પણ પરિવર્તન લાવી, “સંતોષભર્યા સ્વીકાર”ની વૃત્તિને અપનાવી શકે છે અને એવું શક્ય કરવા માટે એને “મનની સ્થીરતા”ની જરૂરત પડે અને જે “મનન કે મેડીટેશન”ના માધ્યમે મેળવી શકાય છે, અને જે કોઈ આ પ્રમાણે કરવા પ્રયાસો રાખી જીવન સફર ચાલુ રાખે તો એ જાણે અજાણે દિવ્ય-શક્તિ સમજે “ભક્તિ” પંથે વળે છે અને અંતે એ એના મનની શાંતી સાથે “પરમ આનંદ”ને પામે …….અને આ બધું કર્મયોગ જ્ઞાનયોગ સાથે અંતે ભક્તિયોગ જોડી જીવનસફરે શક્ય કરી શકે છે !

 જે પ્રમાણે વિસ્તારે સમજ આપવા પ્રયાસ કર્યો તે બરાબર સમજવી શક્યો ના હોય તો એક “સાર”રૂપે નીચે મુજબ>>>

(૧) માનવીનો “સ્વભાવ” અને એનું “મન”.

(૨) “મનન” દ્વારા “મનની સ્થીરતા” અને “સ્વભાવ પરિવર્તન”

(૩) કર્મો કરતા “સ્વીકાર”ની ટેવમાં “સંતોષ”

(૪) “સંતોષભર્યા સ્વીકાર” સાથે “આત્મબળ”નું જ્ઞાન

(૫) “ભાગ્ય” સાથે “પુરૂષાર્થ”ની સમજ

(૬) નિસ્વાર્થે કર્મો, અને મોહમાયા ત્યાગ ભાવના.

(૭) કર્મયોગ, જ્ઞાનયોગ સાથે ભક્તિયોગનું જોડાણ

(૮) અંતે…હોય “મનની શાંતી” અને “પરમ આનંદ”.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

આ લેખન તારીખ ઃ જાન્યુઆરી,૨૩,૨૦૧૫

બે શબ્દો…

એક દિવસ ઘરે હતો….શાંત વાતાવરણ હતું. અચાનક મનમાં “મન” અને “પરમ આનંદ”નો વિચાર.

વિચાર સાથે એક પેપર પર લખતો રહ્યો..જે લખ્યું એને વાંચી “નવા” વિચારો સાથે સુધાર્યું.

અંતે જે થયું તેને ટાઈપ કર્યું.

એ જ આ પોસ્ટ..યાને એક “ચંદ્રવિચારધારા”.

આવો વિચાર એ તો ફક્ત મારી સમજ.

અન્ય આ સાથે સહમત ના હોય …એમની વિચારધારા કાંઈક જુદી હોય.

પધારો..વાંચો….અને પ્રતિભાવરૂપે  તમારા વિચારો લખશોને ? હું વાંચવા આતુર છું 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS….

This is a Post as “CHANDRAVICHARDHARA” meaning “THOUGHTS by CHANDRA”.

The Topic for dicussion is>>>PEACE of MIND (Shanti of Mind)  and ULTIMATE EVERLASTING HAPPINESS ( Param Anand).

This is MY UNDERSTANDING….others can have the DIFFERENT VIEW.

I like to know that to better understand me.

Your  COMMENTS appreciated.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 31, 2015 at 3:45 એ એમ (am) 7 comments

એક સુંદર વિચાર સાથે ચંદ્રવિચારો !

Trees in a green forest in spring Stock Photo - 17882181

 

 

 

એક સુંદર વિચાર સાથે ચંદ્રવિચારો !

એક સુંદર વિચાર, જે આવ્યો હતો એક ઈમેઈલમાં,

એને જ  વિસ્તારવાનો વિચાર આવ્યો ચંદ્રમનમાં !…………….(ટેક)

“વન” અને “રણ” એવા બે શબ્દોને તું જાણ,

“જી’ સાથે “વન”ને જોડતા, બને એ તો “જીવન”,

“મ” સાથે “રણ” જોડતા, બને એ તો “મરણ”,

વિચાર એક સુંદર રહ્યો, માની લીધો એને !…………….(૧)

આવા વિચારને વિસ્તારતા, કાંઈ તમે વધુ સમજો,

જીવનને “વન” ગણો તો લીલુછમ બનાવવું એ ફરજ સમજો,

“પુરૂષાર્થ”નું પાણી સાથે “પ્રભુશ્રધ્ધા”નું ખાતર આપજો,

તો જ એ રહે લીલુછમ, એ જરૂર મનમાં લેજો !…………(૨)

આવી વિચારધારા જે કોઈ જીવનમાં ના સમજી શકે,

તેનું જીવન બની જાય “રણ” એવું ચંદ્ર સૌને કહે,

જીવન જો “રણ” બન્યું તમારૂં, તો જરૂર માનજો,

કે, જીવન જીવતા જીવતા,જગમાં “મરણ” તમે ભોગવજો !…..(૩)

“જન્મ”અને “મરણ” છે બે જીવનબિન્દું, વચ્ચે “જીવન” વહે,

માનવ વિચારધારા ‘ને સમજમાં અપાર શક્તિ જે રહે,

તે જ કર્મોને “સત્ય”અને “અસત્ય”ની સમજ ધરે,

અબ જાગ, સતકર્મો કરી, ભવસાગર તરી, જીવન તારૂં ધન્ય બને !…..(૪)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૧૬,૨૦૧૫             ચંદ્રવદન

 

બે શબ્દો…

મારા મિત્ર ઉદયનો ઈમેઈલ આવ્યો.

જે નીચે મુજનો સંદેશો લાવ્યો>>>>

Uday Kuntawala

Today at 1:48 AM

આ વાંચી, મારા હૈયે ખુશી.

મારા મનમાં “વિચારો” આવ્યા.

અને, આ સુંદર વિચારને વિસ્તારવા ઈચ્છા થઈ.

જે થકી….આ કાવ્ય રચના થઈ.

માનવ એના મળેલ “માનવ અવતાર” યાને “માનવ જીવન” મળ્યાનો હેતુ સમજી શકે એવા ભાવ સાથે આ રચના છે.

આશા છે કે તમોને આ કાવ્ય-પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

An Email with the thought of JIVAN (Life) compared to GREEN FOREST ( VAN)

And  the MARAN ( Death) compared to RAN ( DESERT ).

This understanding is EXPANDED with the POEM.

I hope you like the Creation.

Dr. Chandravadan Mistry

 

 

જાન્યુઆરી 27, 2015 at 9:21 પી એમ(pm) 10 comments

૨૬મી જાન્યુઆરીનો ભારતનો રીપબલીક ડે !

 

૨૬મી જાન્યુઆરીનો ભારતનો રીપબલીક ડે !

અંગ્રેજ રાજમાં હિન્દુસ્તાનને “ઈન્ડીયા” નામ મળ્યું,

ઈન્ડીયા નામે દેશરૂપે એ તો ગુલામ રહ્યું,

એવું પ્રથમ તમે જાણો !…………………………….(૧)

ગુલામી ના ગમે કોઈને, એ તો સત્ય રહ્યું,

પ્રજા વિરોધને ૧૮૫૭ના બળવારૂપી નામ મળ્યું,

એ પણ તમે જાણો !………………………………..(૨)

આઝાદી માટે લડતા, અનેક મૃત્યુ પામે,

અંગ્રેજો તેમ છતાં સત્તા ના રે છોડે,

એ જરૂર તમે જાણો !…………………………….(૩)

૧૯૪૭માં ૧૫મી ઓગસ્ટે અંગેજ સત્તાથી આઝાદી મળે,

જેને “ઈન્ડીપેન્ડ્સ ડે” કે “સ્વતંત્રતા દિવસ” સૌ કહે,

એવું પણ તમે જાણો !…………………………..(૪)

અંગ્રેજ રાજ સત્તાથી “સ્વતંત્રતા” ની અહીં વાત રહી,

દેશ ભાગલે “ઈન્ડીયા” અને “પાકીસ્તાન” બને,

એવું જરૂર તમે જાણો !…………………………(૫)

ભલે આઝાદી, પણ ભાગલા પડ્યાનું દુઃખ હૈયે રહ્યું,

જેને અંતિમ અંગ્રેજ રાજનીતીરૂપી દર્શને ગણવું રહ્યું,

એવું તમે જાણો !……………………………(૬)

કાયદા-કાનુનનું ડો. અંબેડકર સાથે અન્ય “ઈન્ડીયન કોન્સીસ્ટુશન” લખે,

૧૯૫૦ની ૨૬મી જાનુઆરીએ અંગેજી સત્તાપ્રભાવ હાટાવી, ભારત “રીપબલીક” બને,

એવું ગર્વથી તમે જાણો !…………………….(૭)

ખરેખર તો, ૧૯૫૦માં અંગ્રજ રાજ પ્રભાવથી દેશ દુર બને,

ગુલામી હટાવ્યાના આઝાદી ફળરૂપે સૌને ચાખવા મળે,

એવું પણ તમે જાણો !……………………(૮)

૧૫મી ઓગસ્ટના દિવસનો આનંદ જરૂર લેતા રહેજો,

પણ, ૨૬મી જાન્યુઆરીના “રીપબલીક ડે”ને કદી ના ભુલશો,

એવું ચંદ્ર તો સૌને કહે !……………………..(૯)

“જુગ જુગ જિયો”ઈન્ડીયા કે ભારતમાતા કહો,

“આ દેશ છે અમારો !” ગર્વથી સૌ વિશ્વને કહો,

એવું અંતે સૌ કહો !……………………..(૧૦) 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી, ૧૭,૨૦૧૫                          ચંદ્રવદન

 

બે શબ્દો…

૧૭મી જાન્યુઆરીનો દિવસ…અને હું સવારે ઉઠી ૨૬મી જાન્યુઆરીને યાદ કરી રહ્યો હતો.

ભારતના “રીપબલીક ડે” વિષે વિચારતા….જે જાણ્યું તેને કાવ્ય સ્વરૂપ આપ્યું છે.

હકિકતો સાથે મારો “હ્રદયભાવ” જોડ્યો છે.

ભારતવાસીઓને મારી ખુશી અને અભિનંદન.

દેશ માટે સૌને ગર્વ રહે એવી પ્રાર્થનાઓ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

This year the REPUBLIC DAY of INDIA is on Monday.

Let us be all PROUD & HAPPY and CELEBRATE it.

The Poem is my way of paying my RESPECTS to my MOTHERLAND.

May you enjoy the Post.

Dr Chandravadan Mistry.

 

 

જાન્યુઆરી 26, 2015 at 12:39 એ એમ (am) 5 comments

Indrajitji’s Mother !

 

 

 
Indrajitji’s Mother !
 
Indrajitji, Jagdish Kaur is aways your Mother,
Dear to you and in your Heart is Your Mother,
May you remember this Today !………………………(1)
 
With this Realization, your Mother is within You,
She can never be separated from You,
May you know this Today !………………………….(2)
 
The Soul of your Mother had left this Earth,
Only the Body will burn to Ashes on this Earth,
May you understand this Today !……………………(3)
 
The Soul is Amar or Immortal, that we Know,
Then, Rejoice in her Sweet Memories,that you know,
May you celebrate her Life Today !………………..(4)
 
13th January,2015, you will always remember that Day,
24th January,2015, you can not forget that Day,
May your Mother be Alive in your Memories Today !…..(5)
 
Poem Created : Jan.20th 2015
By Dr. Chandravadan Mistry

બે શબ્દો…

આ ફક્ત અંગ્રેજી લખાણે પોસ્ટ હતી જેમા અંજલીરૂપે કાવ્ય અને “ફ્યુ વર્ડસ”રૂપે થોડા શબ્દો.

મારા પૂજ્ય અને મિત્ર આતાજીને મળતા એમણે પ્રતિભાવરૂપે લખ્યું અંગ્રેજીમાં “ના વાંચી શકું “.

બસ…આટલા શબ્દો વાંચી, આ પોસ્ટમાં ગુજરાતી લખાણ મુકવા નિર્ણય લીધો અને તમો એ વાંચો છો.

આ પોસ્ટ દ્વારા મેં મારા મિત્ર ઈન્દજીતજી ( જે શીખ છે) તેની માતાના અવસાન સમયે અંગ્રેજી લખાણે કાવ્ય લખી મોકલ્યું તેને પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે.

તો..હવે ભવિષ્યમાં અંગ્રેજી પોસ્ટ હોય ત્યારે “બે શબ્દો”રૂપે અંદર જરૂરથી મુકવું.આ પ્રમાણે, જે ફક્ત ગુજરાતી વાંચી શકતા હોય તેઓ પણ પોસ્ટ શા વિષયે છે તે જાણી શકે.

જે થયું તે સારૂં થયું !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 
FEW WORDS….
Usually on my Blog I publish Posts in Gujarati.
Rarely a Poem in English in the Past.
This Post is entirely in English with my ANJALI or the FINAL RESPECTS for the Soul of the Departed JAGDISH KAUR.
Indrajitji is a Resident of our area the ANTELOPE VALLEY in California.
I took liberty of expressing my FEELINGS to Indrajitjit as I conveyed my Condolences to the FAMILY.
May she rest in the ETERNAL PEACE !
Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 24, 2015 at 9:20 પી એમ(pm) 4 comments

ઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન !

happybirthday6.jpgજન્મ દિન શુભકામના

 

ઉત્તમજીજાને ૮૦મી બર્થડેના અભિનંદન !
૮૦મી બર્થડે ઉજવવાનું ભાગ્યશાળીને જ મળે,
ઉત્તમજીજા, તમે છો ભાગ્યશાળી ‘ને ખુશી છે આમારા હૈયે !………..(ટેક)
 
૨૦૧૫ની સાલે, ૧૫મી જાન્યુઆરીનો શુભ દિવસ,
એ જ છે ઉત્તમ લાલાની વર્ષગાંઠનો  દિવસ,
અરે ! ખુશી છે હૈયે ૮૦મી બર્થડેની !………………….(૧)
 
ઝામ્બીઆ હતો ત્યારે સાઉથ આફ્રીકા આવવા ઈચ્છાઓ હતી મારી,
વ્હાલા ફુઆજી માંદા ‘ને અચાનક આવતા,થઈ પુરી અધુરી ઈચ્છા મારી,
૧૯૯૬માં મળ્યા હતા આપણે, યાદ છે,જીજા ?………………..(૨)
 
એ પછી, બેન સાથે તમે અમેરીકાની ટ્રીપ પર હતા,
ખુશી અમોને કે તમો અમારા ઘરે લેન્કેસ્ટર પધાર્યા હતા,
લાસ વેગાસની કરેલી ટ્રીપ, યાદ છે જીજા ?………………..(૩)
 
અમેરીકા આવ્યા ત્યારે રવિના લગ્નમાં આવવા પ્રોમીસ હતી અમારી,
૨૦૦૩ની સાલે એ લગ્નમાં હાજરી સાથે સૌને મળ્યાની ખુશી હતી અમારી,
એ સ્નેહમિલન કદી ના ભુલાશે, યાદ છે ને,જીજા ?……………(૪)
 
૨૦૧૫ના ડીસેમ્બર માસે રવિ ફોનથી તમારી ૮૦મી બર્થડેનું જાણ્યું,
કમુ અને મારા હૈયે ખુબ જ ખુશી બર્થડેનું જો અમે જાણ્યું,
દુરથી અમારા હૈયાની ખુશી તમે સ્વીકારશોને,જીજા !…………..(૫)
 
શનિવાર, અને ૨૪મી જાન્યુઆરીનો દિવસ તો યાદગાર હશે,
બર્થડેની ખુશી માણવા, ફેમીલીએ યોજેલે પાર્ટીમાં સગાસ્નેહીઓ હશે,
આમંત્રણ સ્વીકાર્યું છે અમે, દુરથી યાદ કરીશું અમે તમોને જીજા !…..(૬)
 
જીજા, આ જીવન તો ખરેખર તો પ્રભુની એક ભેટ છે,
૮૦મી બર્થડે ઉજવવાની ઘડી એ તો પ્રભુપ્રસાદી છે,
“જુગ જુગ જીયો ! જીજા”,આજ એવી ચંદ્ર-પ્રાર્થના છે !…………..(૭)
 
કાવ્ય રચનાઃ તારીખ,૧૫મી જાન્યુઆરી,૨૦૧૫               ચંદ્રવદન

બે શબ્દો…

જાણ્યું જે ૧૫મી જાન્યુઆરી,૨૦૧૫ના દિવસે મારા સ્નેહી બનેવીશ્રી ઉત્તમભાઈની ૮૦મી બર્થડે છે.

જાણી ખુશી અનુભવી.

અને ફોન કરી શુભેચ્છાઓ પાઠવી.

શનિવાર અને ૨૪મી જાન્યુઆરીના દિવસે એક પાર્ટી…એ માટે પણ ખુશી.

એથી, આજે શનિવારે જ આ પોસ્ટ છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today on 24th January,2015 the 80th Birthday of UTTAM LALA ( my Banevi…Brother-in-law) is being celebrted in South Africa.

The Post is also published to day ( Birthday was actually on 15th January).

May you enjoy reading it !

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 24, 2015 at 1:24 એ એમ (am) 5 comments

કાશીબેન તો પ્રભુધામે !

 

 

કાશીબેન તો પ્રભુધામે !
 
૨૦૧૫માં ૧૧મી જાન્યુઆરીનો દિવસ આ રહ્યો,
કાશીબેન પ્રભુધામે ગયાનો એ દિવસ રહ્યો,
આજે, વંદન કરીશું કાશીબેનને !………………………(ટેક)
 
નવસારીના છીબાભાઈ નામે જીવનસાથી જેને મળે,
એવા કાશીબેન ભાગ્યે નાઈરોબીમાં જીવન એમનું વહે,
આજે, વંદન કરીશું કાશીબેનને !…………………(૧)
 
છીબાભાઈ તો સુથારીકામે એક કળાકાર હતા,
કાશીબેન ઘરસંસારમાં સંતાન કેળવણી માટે ગુંથાયેલ હતા,
આજે, વંદન કરીશું કાશીબેનને !………………..(૨)
 
ભાગ્યમાં સંતાનસુખે દીકરાઓ ભગુ ‘ને શશી નામે,
વળી, દીકરીઓ ડાહી,નિર્મળા ‘ને જશવંતી નામે,
આજે વંદન કરીશું કાશીબેનને !…………………..(૩)
 
સજોગો કારણે આફ્રીકાનું નાઈરોબી છોડી ઈન્ગલેન્ડ જવુંપડે,
પણ, નવા દેશમાં પતિને કાશીબેનરૂપી હિમંત મળે,
આજે વંદન કરીશું કાશીબેનને !…………………(૪)
 
પતિ સંગે રહી, પોત્રો પૌત્રીઓની ભરી વાડી નિહાળી,
૧૯૯૨માં પતિ-વિયોગ છતાં પરિવારમાં સૌને પ્રેરણાઓ આપી,
આજે વંદન કરીશું કાશીબેનને !………………….(૫)
 
દીકરા ભગુ અને પુત્રવધુ ઉર્મીલા સાથે જીવન સફર કરી,
જીવન સફર એવી આનંદ અને સંતોષભરી  હતી,
આજે વંદન કરીશું કાશીબેનને !………………..(૬)
 
તંદુરસ્તી કારણે ત્રણ વર્ષથી નર્સિંગ-હોમ ભાગ્યે લખ્યું,
જેને સ્વીકારી, કાશીબેને તો પ્રભુપ્રસાદી છે એવું સૌને કહ્યું,
આજે વંદન કરીશું કાશીબેનને !………………(૭)
 
૨૦૧૫ અને ૧૧મી જાન્યુઆરીને ફરી યાદ કરીશું,
અંતિમ ધડીએ પ્રાણ છોડ્યાનું  કદી ના અમે ભુલીશું,
આજે વંદન કરીશું કાશીબેનને !…………….(૮)
 
અંતિમ સમય પહેલા કાશીબેન તો જગમાં સૌને કહે ઃ
“જ્યારે જગ છોડું ત્યારે ના રડશો તમે !” કાશીબેન શબ્દો આવા રહે !
આજે વંદન કરીશું કાશીબેનને !……………..(૯)
 
કાશી આત્મા અમર છે ‘ને છે એ તો પ્રભુધામે પ્રભુ પાસે,
એવા સમયે, કાશી પરિવાર એમની મીઠી યાદમાં ઉત્સવ કરે,
આજે વંદન કરીશું કાશીબેનને !………………….(૧૦)
 
પ્રાણ ગયો જગથી દુર, છતાં કાશી દેહ તો જગમાં હજું,
અગ્નિ સંસ્કારના દિવસે, વરસાદને શુકનરૂપી પ્રસાદી હું ગણું,
આજે વંદન કરીશું કાશીબેનને !………………(૧૧)
 
 મુજ જીવન સફરે,નથી મળ્યો કાશીબેનને કદી હું,
છતાં,ગોઆમાં ભગુ-ઉર્મિલાના મિલનમાં કાશીબેનના દર્શન કરું હું !
આજે વંદન કરીશું કાશીબેનને !…………………(૧૨)
 
માનવ અવતારે સૌ તો આ જગમાં આવે,
મૃત્યું તો જરૂર પણ આત્મા છે અમર એવું સૌ જાણે,
આજે વંદન કરીશું કાશીબેનને !…………..(૧૩)
 
અંતિમ સમજમાં ચંદ્રવિચારધારાના દર્શન કરવાનું રહે,
ના શોક માનીશું તો જ ઉત્સવભરી ખુશી સૌ હૈયે હશે !
આજે વંદન કરીશું કાશીબેનને !………………….(૧૪)
 
હ્ર્દય ખોલી, ચંદ્ર આજે “અંજલી” કાશીબેનને અર્પણ કરે,
પ્રભુધામે કાશીબેન સ્વીકારે, એવી આશાઓ ચંદ્ર એના હૈયે ભરે !
આજે વંદન કરીશું કાશીબેનને !………………..(૧૫)
 
કાવ્ય રચના ઃ તારીખ, ૧૯મી જાન્યુઆરી,૨૦૧૫              ચંદ્રવદન

બે શબ્દો…

ઈંગલેન્ડ ફોન કર્યાથી જાણ્યું કે કાશીબેન ઈંગલેન્ડમાં ૯૯વર્ષે ગુજરી ગયા તે ભગુભાઈના માતૃશ્રી હતા.

ભગુભાઈને હું પ્રથમવાર એમના ગોઆના ફ્લેટમાં મળ્યો હતો..

જે જાણ્યું એ આધારે જ આ રચના થઈ.

એમના આત્માને પ્રભુ શાંતી બક્ષે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

My Tribute to Kashiben, the Mother of Bhagubhai Mistry whom I had met at his Flat in Goa.

Kashiben died @ 99 Years before making the 100th Year…She had a Full Life.

May her Soul rest in the Eternal Peace !

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 22, 2015 at 11:08 પી એમ(pm) 8 comments

ચંદ્રવિચારધારા (૧૫) ….માનવીનું મન ક્યાં છે ?

 

માનવનું મન ક્યાં છે ?

માનવી એની સમજ પ્રમાણે તરત વિચારી કહે ” મન તો જરૂર મગજમાં હશે !”

આવી સમજમાં મગજની ઘડતરની અંદર એ શોધવા લાગે.

જુદા જુદા આકારે બનેલા વિભાવો હોય એવું એ જાણે.

ત્યારે, માનવી ફરી વિચારે “ક્યાં હશે એ મન ?”

એક જગાએ પંપાળે, બીજી જગાએ પંપાળે….કાંઈ ના મળે.

એ એની શોધ માટે નિરાશ ના થાય.

મગજની અંદરના ભાગે કાપી નિહાળી મનને શોધે.

અંદરના ભાગને પંપાળે અને ત્યાં એનું ઘડતરમાં શું જુદુ છે એવા વિચારો કરે.

બસ,માનવ સ્વભાવ જ એવો કે અજાણને જાણવા એના પ્રયાસો હંમેશા હોય.

આવી શોધની દોડમાં તાંતણાના પંથે રહી “પ્રયોગો” કરી, વિચારોનો સંગ્રહ ક્યાં હોય શકે એવું અનુમાન કરે.

અંતે….શરીર તત્વોમાં “મન” હોય જ ના શકે એવી વિચારધારા તરફ એ આગેકુચ કરે.

ત્યારે, માનવી સ્વીકારે કે માનવ શરીર સિવાય એની સાથે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત છે.

આવા સ્વીકાર સાથે એ હ્રદય તરફ નજર કરે.

મગજ જેનું નર્વરૂપી તાંતણા દ્વારા શરીરના દરેક નાના મોટા અંગો સાથે જોડાણ હોય એવું જાણે.

મનને સમજવા હ્રદય અને મગજને જોડી “પ્રાણ”રૂપી શક્તિ નિહાળવા લાગે.

શરીરની અંદર કે શરીર બહાર વિચારની ગતીને “કોનસીએસનેસ”નામે જાહેર કરે.

“મન” એટલે વિચારોનો જન્મ આપનાર …..મગજ એટ્લે વિચારોને ભ્રમણે રાખનાર…હ્ર્દય એટલે  વિચારો અમલ થાય તે પહેલા યોગ્ય કે અયોગ્યતાની સમજ દેનાર….અને અંતે, “આત્મા”રૂપે અંતિમ સલાહ આપનાર.

બસ…. માનવ શોધરૂપી દોડમાં “મન”ને પુર્ણ જાણ્યું એવું કહેતા માનવી એના સ્વભાવ પ્રમાણે અચકાય છે.

એથી, નવા નવા પ્રયોગે માનવી નવું નવું જાણતો રહ્યો છે….આજનું “અજાણ” કાલે નવું સત્યરૂપી “જાણકારી” હોય શકે.

મન જ માનવીને આવું કરવામાં સહાય કરે છે પણ આવી સહાય આપતા મન પોતાના પરિચયથી અજાણ રાખે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This is the 15th Post as CHANDRAVICHARDHARA.

It is my way of EXPRESSING my THOUGHTS my way.

This may be AGREEABLE to SOME….but some will OBJECT to that & will have a DIFFERENT UNDERSTANDING of the TOPIC discussed.

Therefore…you are encouraged to post your THOUGHTS as your COMMENTS for this Post.

The Gujarati write-up of this Post in SUMMARY>>>It is the Human Nature to find out what is UNKNOWN..In that pursuit, he thinks of MAN ( MIND) as in the BRAIN…then he/she EXPLORES the INDIDE of it & traces the AREA which may be considered as the LOCATION of the HUMAN MIND…..But, he/she thinks there may be MORE to this & thus the PURSUIT continues.

So what do you think ??

Please READ this Post & your COMMENTS welcomed.

Dr. Chandravadan Mistry

જાન્યુઆરી 21, 2015 at 1:37 પી એમ(pm) 13 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 380,057 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031