Archive for મે, 2013

મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

MotherTeresa 094.jpg
Swami Vivekananda-1893-09-signed.jpg
Einstein 1921 by F Schmutzer.jpg
Albert Einstein in 1921
Shakespeare.jpg
Thomas Edison2.jpg
L.N.Tolstoy Prokudin-Gorsky.jpg
Iconic black and white photograph of Lincoln showing his head and shoulders.

મહાન વ્યક્તિઓની વાણી ગુજરાતી શબ્દોમાં !

જગતમાં જે જીવી ગયા તે જ કંઈક કહી ગયા,

જે કહી ગયા એ જ બુધ્ધિ રત્નો બની ગયા !……(ટેક)

 

મધર ટેરેસાએ કહ્યુંઃ

કોઈને બુરા કે ભલા કહી એને પ્રેમથી વાંછીત કર્યો,

જે માનવીને નિહાળી પ્રેમ ના દીધો તો, ના દેખી શકાતા પ્રભુને પ્રેમ આપવો શક્ય કેમ ?……(૧)

 

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું ઃ

કોઈ કહે જીવનભર એણે ભુલ કદી ના કરી,

તો, જાણવું કે એની જીવન સફર સહી પંથે નથી !……….(૨)

 

આલબર્ટ આઈનસ્ટાઈને કહ્યું ઃ

જીવનમાં વિષ્વાશ, સંબંધો,વચન અને હ્રદય આ ચાર ચીજો તોડો ના કદી,

જે તોડશે તેને આવાજ વગર દર્દ ગંભીર સહન કરવું રહ્યું જીવનભર લગી !…….(૩)

 

વીલીઅમ્સ શેક્શપીઅરે કહ્યું ઃ

સફળતા માટે ત્રણ વાક્યોને અણમોલ ગણો,

અન્યને જાણો વધારે, અન્ય કરતા મહેનત વધારે અને અન્ય પાસે આશાઓ કમ રાખો !…….(૪)

 

થોમસ આલવા એડીશને કહ્યું ઃ

હજારો વાર હાર થઈ ત્યારે એવી કબુલાત હું કદી ના કરીશ,

ત્યારે કહીશ, મારા પ્રયત્નોથી  હજારો  નવી યોજનાઓ મળી !……(૫)

 

લીઓ ટોલ્સોયે કહ્યું ઃ

જગતને હું બદલી દઈશ એવું સર્વ માનવીઓ વિચારે,

પણ, ખરેખર તો, પોતાનું પરિવર્તન કરવા ના કોઈ કદી વિચારે !…….(૬)

 

અબ્રાહામ લીન્કને કહ્યું ઃ

સૌ પર વિષ્વાસ રાખવો એ ખતરનાક છે,

પણ, કોઈના પર વિષ્વાસ ના રાખવો એ મહા-ખતરનાક છે !……..(૭)

 

અંતે ચંદ્ર કહે ઃ

જે જગમાં જીવી ગયા તે જ મહાન માનવીઓ હતા કહ્યું એવું સૌએ,

મેં તો વાણી એમની ગુજરાતી શબ્દોમાં આજે કાવ્યરૂપે કહી છે સૌને !……(૮)

 

કાવ્ય રચના ઃ તારીખ મે,૧૫, ૨૦૧૩             ચંદ્રવદન

બે શબ્દો…

એક ઈમેઈલ આવ્યો.

એમાં ફોટાઓ સાથે અનેક વ્યક્તિઓની વાણી અંગ્રેજી શબ્દોમાં હતી.

જે વાંચ્યું એ ગમ્યું.

અને,ત્યારે મનમાં થયું કે આ સુંદર શબ્દોને ગુજરાતી ભાષામાં સ્વરૂપ આપું તો કેવું ?

બસ…આ વિચાર સાથે આ કાવ્ય રચના શક્ય થઈ.

જે લખ્યું તે ગમ્યું ?

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’ Poem in Gujarati is based on an Email which had the photos of the GREAT PERSONS of the World with what they said in the Past.

The message was in English.

I thought of saying as a POEM in GUJARATI.

Thus, this Poem as the Post.

Dr. Chandravadan Mistry

મે 31, 2013 at 1:35 એ એમ (am) 12 comments

શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી !

SPEF Book Cover
શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની કહાણી !
 
 
 
કહાની કહું છું શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશનની રે આજ,
જ્ઞાતિજનો, સાંભાળજો ધ્યાનથી, ચંદ્ર વિનંતી છે સૌને આજ,……..(ટેક)
 
 
 
૨૦૦૨ની સાલે, ૨૦મી ફેબ્રુઆરીના શુભ દિવસે,
પ્રજાપતિ શિક્ષણ ઉત્તેજનના વિચારો વહી રહે,
ચંદ્રકાન્ત,ડો. દિનેશ અને ડો. કમલેશ મનડે જે વહે,
અંતે…”શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન” જન્મે !……કહાણી…(૧)
 
 
 
ચેરમેન દિનેશ મિસ્ત્રી સાથે કમલેશ પ્રજાપતિ છે પ્રમુખપદે,
ઈનટરનેશનલ કો-ઓર્ડિનેટર ચન્દ્રકાન્ત સાથે નરેન્દ્ર લાડ છે ખજાનચી પદે,
નરેશ લાડ અને મનીશ મિસ્ત્રી છે સહકારી કમિટી સભ્યો તરીકે,
અંતે…જે થકી,સંસ્થાની “એક્ષેક્યુટીવ કમિટી” બને !……કહાણી….(૨)
 
 
 
શરૂઆતમાં,જ્યારે સંસ્થા કાર્ય માટે દાતારોની તલાસ કરે,
ત્યારે,અમેરીકામાં રહેતા પ્રવિણ લાડરૂપી તારલો ચમકે,
મોટા દાન સહકારે સંસ્થા જીવનમાં પ્રાણ પુરે,
અંતે….એવું જાણી, પ્રવિણ આત્માને ચંદ્ર અંજલી અર્પે !…કહાણી…..(૩)
 
 
પ્રવીણ મહાદાન થકી મળે દાન સહકાર પ્રેરણાઓ અન્યને મળે
કેનેડા, અમેરીકા સહીત ઈંગલેન્ડ અને સાઉથ આફ્રીકાથી દાન પ્રવાહ વહે,
કોઈ શિક્ષણ કાજે પ્રજાપતિ બાળોને દત્તક કરી સહાય કરે,
અંતે…કુલ્લે ૬૨ બાળકો ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરે !….કહાણી……(૪)
 
 
જ્યારે સંસ્થાએ દશ વર્ષ પુર્ણ કર્યાનો આનંદ પુસ્તકરૂપે દર્શાવ્યો,
ત્યારે,મળી કલ્યાણજી,બાલુભાઈ,સાથે ગુલાબ, ઠાકોર-પાર્વતિ ‘ને અન્યની જ્ઞાતિ શુભચ્છાઓ,
અને,દિવ્યેશ,જયેશ,કામીની,વિજય,દિપેન,કાર્તીકી, ભાવેશ,વિપુલ અને જીતેન્દ્રના આભારો,
અંતે…શુભેચછાઓ સહીત બાળ-આભાર વાંચી,સંસ્થાને ગર્વ રહે !…કહાણી…..(૫)
 
 
ગરીબ પ્રજાપતિ બાળક જેના માટે ઉચ્ચ શિક્ષણ હોય જ્યારે અશક્ય,
ત્યારે શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સહાય હોય શક્ય,
દ્ક્ષિણ ગુજરાતમાં પ્રભુ કૃપાથી જ થઈ છે આવી સંસ્થા શક્ય,
અંતે…ગરીબાય હટાવી,શિક્ષણ જ્યોત સંસ્થા થકી પ્રગટે !…..કહાણી……(૬)
 
 
દશ વર્ષની સંસ્થા સફરમાં ૬૨ ડીગ્રીધારી પ્રજાપતિ બાળકો છે,
જેમાં, જુદી જુદી એન્જીનીયરીંગ ડીગ્રીઓના દર્શન થાય છે,
અને, દિપાલી- મિતાલીની ડોકટરી સેવા પણ દેખાય છે,
અંતે…તો, આજ સંસ્થા સફળતાની વાત કહેવાય !……કહાણી……(૭)
 
 
આ દશ વર્ષની સંસ્થા સફર ધીરે ધીરે પુરી થઈ,
સંસ્થા કાર્યનું વિષે એનીવર્સરી બુકરૂપે સૌને જાણ થઈ,
હવે, ભવિષ્યમાં પ્રગતિના પંથે સંસ્થાએ આગેકુચ કરવી રહી ,
અંતે…ચંદ્ર તો એવી જ્ઞાતિ ગૌરવભરી કહાની કહેવા આતુર રહે !…..કહાણી….(૮)
 
 
કાવ્ય રચનાઃ તારીખ ૧૭,૨૦૧૩ ચંદ્રવદન
 
 

બે શબ્દો…

માર્ચ ૧૫,૨૦૧૩ના દિવસે પોસ્ટ દ્વારા મને “શ્રી પ્રજાપતિ એજ્યુકેશન ફાઉન્ડેશન”ની દશમી એનીવરસરીની બુક મળી.

એ વાંચી, એ સંસ્થા વિષે વધુ જાણ્યું .

જે જાણ્યું એ આધારીત, મેં એક કાવ્ય રચના લખી…જે તમો આજે એક પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

આ સંસ્થા દ્વારા ગરીબ પ્રજાપતિ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે સહકાર આપવાનું કાર્ય દક્ષિણ ગુજરાતમાં શરૂ થયું…અને એ થકી અનેક બાળકોને લાભ મળ્યો.

આ પ્રમાણે શક્ય કરવા માટે જ્ઞાતિમાં દાન સહકાર માટે અનેકને પ્રેરણાઓ મળી..પરદેશ સ્થાયી થયેલા અનેક પ્રજાપતિઓએ ફાળો આપ્યો.

અત્યાર સુધીમાં, ૬૨ બાળકો ઉચ્ચ ડીગ્રીઓ મેળવી શક્યા….આજ એક આનંદની વાત છે.

સૌને આ પોસ્ટ ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

This Post is about an Organisation “SHREE PRAJAPATI EDUCATION FOUNDATION” which is dedicated to assist the NEEDY in the Prajapati Community of South Gujarat & promote the HIGHER EDUCATION in the Chlidren.

A Poem in Gujarat talks about this Organisation which had assisted many Prajapati Children to get the College degrees.

I salute their work !

Wishing “ALL THE BEST” for the FUTURE !

Dr. Chandravadan Mistry

મે 28, 2013 at 11:13 એ એમ (am) 9 comments

ગોદડને મળી પ્રભુકૃપા !

Red Rose 1 
ગોદડને મળી પ્રભુકૃપા !
માર્ચ ૨૦૧૩ની રાત્રીએ ત્રણ વાગે,પ્રભુ ગોદડને જગાડે,
તરત હોસ્પીતાલે જવા સાચી સમજ એને આપે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !…….(૧)
 
 
 
હોસ્પીતાલે સમયસર મળેલ સારવારે,
ગોદડના સ્ટ્રોકને પ્રભુ જ અટકાવે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……..(૨)
 
 
 
ના બોલી શક્યા તે ગોદડ ફરી બોલી શકે,
જમણી બાજુના હાથ ‘ને પગ ફરી હલી શકે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !…….(૩)
 
 
 
ઈલાજ ગોદડને સમયસર પ્રભુ આપે,
પ્રજાપતિ જ્ઞાતિસેવક ગોદડને પ્રભુ ઉગારે,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……(૪)
 
 
 
ચંદ્ર કહેઃ નવજીવનમાં નવજીવન મળ્યું છે ગોદડને,
હૈયે ખુશીઓ ભરી, ચંદ્ર વંદન કરે છે પ્રભુને,
અદભુત છે આ પ્રભુ-કૃપા ન્યારી !……(૫)
 
 
 
કાવ્ય રચનાઃ તારીખ અપ્રિલ,૩,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક મિત્રને અચાનક બિમારી થઈ તે સમયે રચેલી એક કાવ્ય રચના પોસ્ટરૂપે !

પ્રભુની કૃપાથી મારા મિત્ર ગોદડભાઈ સારા થઈ હોસ્પીતાલમાંથી “ડીસચાર્જ” થઈ આજે ઘરે “રીકવરી” કરી રહ્યા છે.

એ આનંદની વાત !

એ મારા માટે પ્રભુનો ઉપકાર માનવાની ઘડી !

પોસ્ટ ગમે, એવી આશા.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Poem in Gujarati is about a sudden stroke & the addmission to the Hospital.

Then with God’s Grace having recovered dicharged home.

It’s a moment of Happiness.

It is moment for me to thank God.

Dr. Chandravadan Mistry

મે 24, 2013 at 1:23 પી એમ(pm) 13 comments

એક સોન્ગ ઓફ નવસારી !

Navsari is located in Gujarat

Navsari
 

Sayaji Vaibhav Public Library

JNTata.jpg
Jamsetji Tata
The Honourable Dadabhai Naoroji
Dadabhai Naoroji, 1892.jpg
Dadabhai Naoroji, 1892

Location in Gujarat, India

એક સોન્ગ ઓફ નવસારી !

આજે સાંભળ્યું એક “સોન્ગ ઓફ નવસારી”,

સાંભળી, હ્રદય મારૂં પૂકારે”મારૂં પ્યારૂં પ્યારૂં નવસારી”……..(ટેક)

 

બચપણમાં હતું શહેર નવસારી ખુબ નાનું,

નાના શહેરની રોનક મોટી એવું હું તો માનું,

એવી રોનકમાં, ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે …..(૧)

 

દુધીયા તળાવ છે નવસારીની એક પહેચાણ,

કોલાની આઈસક્રીમ દુકાનની છે સૌને જાણ,

એવી પહેચાણમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે ……આજે ……(૨)

 

નવસારી તો દાદાભાઈ નવરોદજીની જન્મભુમી,

અરે! નવસારી તો પારસીઓની પ્યારી નગરી,

એવી યાદમાં ખુશીઓ ચંદ્ર-હૈયેથી વહી રહે …..આજે……(૩)

 

ગાંધીજી સત્યાગ્રહમાં નવસારી તો ચમકી રહે,

ભારતની આઝાદી માટે ફાળો નવસારીનો રહે,

એવી ઐતિહાસીક ઘટનામાં ખુશીઓ ચંદ્ર-હૈયે વહી રહે…..આજે….(૪)

 

કાવ્ય રચનાઃ તારીખ, મે,૧૫,૨૦૧૩             ચંદ્રવદન

 

બે શબ્દો…

બે શબ્દો…

આજની કાવ્ય રચના એક ઈમેઈલથી મળેલી “વીડીઓ ક્લીપ” આધારીત છે.

ગુજરાતીમાં રચાયેલ, અને સુર સંગીત સાથે ગવાયેલું ગીત મેં એક “વીડીઓ ક્લીપ” દ્વારા સાંભળ્યું, અને ખુશી અનુભવી.

બસ..એ જ ખુશી મેં આ કાવ્ય દ્વારા પ્રગટ કરી છે.

પોસ્ટ ગમે એવી આશા !

પણ તમે પહેલા નીચેની “લીન્ક” પર ક્લીક કરી વીડીઓ ક્લીપ પર ગીત સાંભળો>>>>>

Subject: A Song on Navsari

Check out this video on YouTube: http://youtu.be/f8DRmUwwZks

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

There is a Kavya Post in Gujarati on NAVSARI….a city of SOUTH GUJARAT.

This Creation is based on a VIDEO CLIP with a SONG on NAVSARI .

I invite ALL to listen to that SONG.

Dr. Chandravadan Mistry

મે 19, 2013 at 1:20 પી એમ(pm) 6 comments

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !

Baba stone.jpg
Sai Baba of Shirdi

સાંઈબાબા કૃપા માટે ચંદ્ર વિનંતી !
 
શ્રી ચોતરા ફળિયા બાળયુવક,વેસ્મા સંચાલિત શ્રી સાંઈ મંદિર સાલગીરી મહોત્સવે,
ચંદ્ર વંદન કરી, પ્રાર્થનાઓભરી શુભેચ્છાઓ સૌને પાઠવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……..(૧)
 
હશે શ્રી સાંઈબાબા પાલખી યાત્રા ૨૦૧૩માં, ૧૭મી મે માસના શુભ દિવસે,
હશે ગણેશ પુજન અને હવનપુજા ૨૦૧૩માં,૧૮મી મે માસના શુભ દિવસે,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૨)
 
૨૦૧૩ની સાલે મે મહિનાની  તમે સૌજન યાદ કરજો,
સાંઈબાબાના દર્શન કાજે, તમે સૌજન મંદિરે જરૂર જાજો,
બોલો જયશ્રી સાંઈબાબા ! જયશ્રી સાંઈબાબા !……….(૩)
 
ચંદ્ર કહે ઃ બાબા તો સૌના હૈયે વસે, જો શ્રધ્ધા જે રાખે,
બાબાને જે હ્રદયભાવથી પુકારે, આશાઓ એની જરૂર પુરી થાવે !
બોલો જયશ્રી સાંઈબાબા ! બોલો જયશ્રી સાંઈબાબા !……(૪)
 
કાવ્ય રચનાઃ તારીખ મે,૧૫,૨૦૧૩                 ચંદ્રવદન

બે શબ્દો…

 

આજે છે ૧૭મી મે,૨૦૧૩.

આજે જ વેસ્મા ગામે ચોતરા ફળિયે સાંઈ મંદિરની સાલગીરી માટે ઉત્સવ ઘડી.

આજે જ આ કાવ્ય પોસ્ટ એ ઘટના વિષે પ્રકાશ આપે છે.

કાવ્યરૂપે હકિકતો લખી છે….પણ મુખ્ય સંદેશો છે>>>જેને સાંઈબાબા પર પુર્ણ શ્રધ્ધા હોય, તેને માટે બાબા સહારે જરૂર આવે છે, એ જ પરમ સત્ય છે !

આશા છે કે વાંચકોને આ પોસ્ટ ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Kavya (Poem) is about the 3rd Anniversary Celebrations at SAIBABA MANDIR of Chotara Faliya of VESMA.

The MESSAGE within the Poem is HAVE FULL FAITH in SAIBABA and He will come to ASSIST you.

I hope you like the Message of this Post.

Dr. Chandravadan Mistry

મે 17, 2013 at 12:33 એ એમ (am) 12 comments

પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !

Hanuman
પાલનપુરમાં કાળા હનુમાનજીના દર્શન !
વડોદરામાં પ્રથમ સીતારામ બાપુના દર્શન સાથે….
કાળા હનુમાન ફોટો છે મારા હાથમાં, અને મનડું મારૂં વિચારેઃ
“જાવું છે પાલનપુરના કાળા હનુમાન મંદિર આજે,
જાવું છે મારે ત્યાં હનુમાનજીના દર્શન કાજે !”……..(૧)
હાથમાં હનુમાનજીનો ફોટો રમી રહે ‘ને એની સાથે….
ભક્તિભાવભર્યું હૈયું મારું મુજને કહે ઃ
“પાલનપુરનું મંદિર તો છે તારા હ્રદયભાવમાં,
ભજી લે તું હનુમાનજીને એવા જ ભાવમાં !”…….(૨)
એવી મધુરી પ્રેમભરી સીતારામ બાપુની યાદ સાથે…..
ખુશી ભર્યો ચંદ્ર સૌને કહેઃ
” પાલનપુરમાં કાળા હનુમાન મંદિરે છે બાપુ મારા,
કરે છે પુજા સેવા ભક્તિભાવથી, એ બાપુ મારા !”……..(૩)
અંતે,તન મન અને દિવ્ય સમજ સાથે……
ચંદ્ર આત્મા સૌને વિનંતી સહીત કહે ઃ
“તમે ભજી લ્યો હનુમાનજીને,અંતર દ્વાર ખોલી,

શ્રધ્ધાના સથવારે, હનુમાનજી દર્શનથી ભર લો અંતર-ઝોલી !”……(૪)
કાવ્ય રચનાઃ તારીખ જાન્યુઆરી ૧૫,૨૦૧૩ ચંદ્રવદન

બે શબ્દો

આજની પોસ્ટ એક કાવ્ય પોસ્ટ છે.

એ પોસ્ટ પાલનપુરમાં આવેલા કાળા હનુમાનજીના મંદિર વિષે છે.

એ મંદિરના પુજારી પુજ્ય સીતારામબાપુને હું મળ્યો ત્યારબાદ એ રચના શક્ય થઈ હતી.

આશા છે કે રચના ગમે ….અને પાલનપુર જવાનું થાય તો દર્શન કરવાનો લાભ જરૂર લેશો !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Poem in Gujarati is about my meeting of the Caretaker (Punjari) Shree SITARAM BAPU of KALA HANUMAN MANDIR of PALANPUR.

If you go to Palanpur, you can see the Mandir & have the DARSHAN of HANUMANJI.

Dr. Chandravadan Mistry

મે 15, 2013 at 1:17 પી એમ(pm) 10 comments

સુવિચારો !…મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !

સુવિચારો !
મોહમાયા ત્યાગ, પ્રભુશરણું !
 
(૧) મોહમાયામાં અટવાયેલો માનવી છું….અને અપુર્ણ છું.
 
(૨) એવી અપુર્ણતામાં, કર્મયોગનો કેદી સ્વરૂપે એક ક્ર્મચારી !
 
(૩) ભલે, કર્મ કર્તા હું રહું, પણ “સ્વાર્થ”ભાવનો ત્યાગ કરવા મારો પ્રયાસ રહે !
 
(૪) સ્વાર્થ ત્યાગ સાથે કાર્યો કરતા, પરિણામો પ્રભુ ચરણે ધરતા શીખતો રહું, એવી આશા હૈયે રહે !
 
(૫) હું પોતે અને કર્મો મારા પ્રભુને સમરપીત કરતા, ભવસાગર હું તો તરતો રહું !
 
 
 
ડો. ચંદ્રવદન
લેખન તારીખઃ નવેમ્બર,૧૨,૨૦૧૨
બે શબ્દો…
આજનો સુવિચાર છે…”મોહમાયા અને પ્રભુ શરણું “.
અહી એક જ સંદેશો છે…માનવી તરીકે જન્મ એટલે અણમોલ ઘડી. એ જીવનમાં પ્રભુને સમજી, ભજી, એની અંદર જ લીન થઈ પ્રભુની અંદર જ “એક” થઈ જવા માટે તક છે, એ તક જો ચુક્યા તો જન્મ જન્મોના ફેરા જ છે !
ગમ્યું ?
જાણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a SUVICHAR meaning GOOD THOUGHT or the WORDS of WISDOM.
The Message is The WORLDLY ATTRACTIONS & the SURRENDER to the DIVINE.
The warning here is : To be born as a HUMAN is most PRECIOUS, and it is the ONLY OPPORTUNITY for the SALVATION…and that Salvation is by the TOTAL SURRENDER to GOD or the DIVINE with the TOTAL FAITH.
I hope you like this Message !
Dr. Chandravadan Mistry.

મે 9, 2013 at 1:09 પી એમ(pm) 9 comments

કેવી રીતે જઈશ ?

US Location Map

FROM INDIA to U.S.A. How ?

કેવી રીતે જઈશ ?

અરે ! સાંભળ્યું કે અમેરીકામાં તો સ્વર્ગ જેવું ! પણ ત્યાં ….કેવી રીતે જઈશ ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૧)

ઘર વેચી કે ખેતર,મીલકત વેચી જવું ? કે પછી, ઉધારી કરીને ત્યાં જવું ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૨)

ચોરી કરીને ત્યાં પહોંચી જવું યોગ્ય હશે ? કે પછી, લાંચ રીસવતથી ત્યાં જાવું રહે ? બસ, સવાલ આવો મુઝવે છે મને !……(૩)

ભગવાનની બલીહારી, લોટરી લાગી મને, અમેરીકા જવાનો વીઝા મળી ગયો છે મને, બસ, મુઝવણીભર્યો સવાલ રહ્યો નથી હવે !…..(૪)

આવી ગયો છું અમેરીકામાં હું તો હવે, સ્વર્ગ જેવું લાગેલું તે લાગે જુનું પુરાણું હવે, બસ, ફરી સવાલ મુઝવે છે મને !…….(૫)

નથી સ્વપ્ને નિહાળેલ ઝાડો ડોલરના અહી, પૈસા કમાવવા માટે મહેનત તો કરવી પડે અહી, બસ, અમેરીકામાં મળતી સફળતાનું રહસ્ય મળ્યું મને !…..(૬)

હવે, “કેવી રીતે જઈશ?” સવાલ એવો ના રહ્યો, ત્યાં જઈ “સફળતા માટે શું કરવું?” એ સવાલ રહ્યો, બસ, જવાબ એનો ચંદ્રે અહી જ કહી દીધો !……..(૭)

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૨૬,૨૦૧૩                        ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટનો આધાર છે પ્રજ્ઞાજુબેનનો એક ઈમેઈલ.

એમણે  “ગોવિન્દ પટેલ”ના જીવન વિષે શ્રી દાવડાજીની કાવ્ય રચના સાથે “કેવી રીતે જઈશ?” નામની એક ગુજરાતી ફીલ્મ નિહાળવા એક “લીન્ક” આપી. એથી હું ત્યાં જઈ શક્યો. એ માટે આભાર.

અહી એ લીન્ક  છે>>>>>

યાદ આવે કેવી રીતે જઈશ..?’ એક અલગ પ્રકારનું ઉત્તમ વાસ્તવિક ગુજરાતી ચલચિત્ર. આવા ગુજરાતી ચલચિત્રો કેમ વધુ બનતા નથી એનો અફસોસ થયા રાખે. ખેર! દેર આયે  મગર દુરસ્ત આયે… એક વાર અવશ્ય જોવા જેવું…

કેવી રીતે જઈશ? એ અભિષેક જૈન દ્વારા નિર્દેશિત અને નયન જૈન દ્વારા બનાવવામાં આવેલ વર્ષ 2012 ની ફિલ્મ છે. આ ફિલ્મ માં ગુજરાતી  પટેલ સમુદાય ના અમેરીકા પ્રત્યે આકર્ષણ અને વળગાડ પર  વક્રોક્તિ છે. છેલ્લા પચાસે ક વર્સ મા હજારો પટેલો અમેરીકા પહોંચી ગયા  છે અને ત્યાંના મોટેલ બીઝીનેસ મા સફળત મેળવી ચુક્યા છે.

Kevi Rite Jaish (Gujarati: કેવી રીતે જઈશ) is a 2012 film directed by  Abhishek Jain and produced by Nayan Jain. The film is a satire on the  fascination and obsession of the Patels – a Gujarati farmer community – of migrating to the U.S.A. Over the last half century, thousands of  Patels have migrated to the U.S.A and have come to dominate its motel  industry. The film stars Divyang Thakker,Veronica Kalpana-Gautam , Tejal Panchasara, Kenneth Desai and Anang Desai.

Watch Online Full Movie – Kevi Rite Jais (2012)

Kevi Rite Jaish (2012) – YouTube

http://www.youtube.com/watch?v=SGoWu1hqIa4
Feb 21, 2013 – Uploaded by Natver Mehta

You need Adobe Flash Player to watch this video. Kevi Rite Jaish (2012) …. 2013 Shootout full movieby

 

 

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અનેક અમેરીકા સેટલ થવાના સ્વપ્નાઓ સેવતા હોય છે એવા જ વિચારે આ ગુજરાતી ફીલ્મ છે. આ ધ્યાનમાં લઈ મને જે પ્રેરણા થઈ તે આધારે આ મારી કાવ્ય રચના છે. આશા છે સૌને ગમે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

Today’s Post is a Poem “KEVI RITE JAISH?” meaning “HOW DO I GO ? ” ( To America )

Based on this thought is the Gujarati Film “Kevi Rite Jaish ” for which the LINK to see that film is given.

My Poem in Gujarati is based on the INFO I got….and  based on many who come from India with “some unreal dream” of the easy money in America & are often disapponted..some accept the REALITY and try hard to settle down in this NEW WORLD.

I hope you enjoy this POST ….and also enjoy the FILM.

Dr. Chandravadan Mistry

મે 6, 2013 at 12:54 પી એમ(pm) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

મે 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031