Archive for જુલાઇ, 2008

ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ

                          ગાંધારી – ધ્રુતરાષ્ટ્ર સંવાદ

 

 

       

– સાંભળો, અરે, સાંભળો,

– એક કહાની તમે સાંભળો….(ટેક)

અરે ઓ નાથ મારા ધ્રુતરાષ્ટ્રને ગાંધારી કહે,

દુર્યોધન દીકરાએ અનેક અન્યાયો કર્યા

વળી એણે નિ:સહાય નારીના વસ્ત્રો હર્યા

એ તો કરશે નાશ કુળ હમારે,

ન જોઈએ આવો દીકરો મારે,…. (૧)

 

ધ્રુતરાષ્ટ્ર કહે, આવું શું બોલો ગાંધારી તમે,

દીકરો દુર્યોધનતો અતી વ્હાલો મને,

ભલે, એ જેવો હોય રે તેવો,

છે દીકરો આપણો એમાં ઈંન્કાર હોય કેવો ? (૨)

 

 

ગાંધારી કહે, અરે, સ્વામી આવું શું બોલો ?

દીકરો કરે અન્યાય ને તમે ચુપ રહો,

હવે તો એનો ત્યાગ કરો,

તમે અંતરના અંધા નારે બનો, ….(૩)

 

ધ્રુતરાષ્ટ્ર કહે: ડાળે જેમ ફળ ચોંટી રહે,

તેમ દુર્યોધન ચોંટ્યો છે મારા ગળે,

તો દીકરાનો ત્યાગ કેમ કરુ?

આ જીવનભર અંધાનો આધાર એને ગણુ,…. (૪)

 

ગાંધારી ધ્રુતરાષ્ટ્રને સમજાવી અંતે કહે,

ભલે એના હાસ્યમાં મારૂ હાસ્ય વહે,

એના સુખમાં મારૂ સુખ રહે,

કિંન્તુ, હું ત્યાગ કરી શકું તમો શાને ડરો ?….(૫)

 

અરે જન્મથી નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે અંતરનયન નવ ખોલ્યા,

– ભૂમિકા એવી હતી મહાભારત પુસ્તક બોલ્યા,

ચંદ્ર કહે, ભલે નિહાળો તમો દેહ નયન ખોલી,

પણ તમે કરજો દર્શન હરદિન અંતર નયન ખોલી.

તા.૪,ઓક્ટોબર ૧૯૯૫             ડો. ચંદ્રવદન

જુલાઇ 28, 2008 at 2:37 એ એમ (am) 6 comments

કાચબો સસલાની બાળવાર્તા

કાચબો સસલાની બાળવાર્તા

બાળવાર્તામાં તો હોય બોધકથા,

ચાલો, જાણીએ કાચબા સસલાની વાર્તાની બોધકથા…

જાણો છોને કાચબા સસલાની વાર્તા વિષે ?

હરીફાઈમાં સસલાની જીતમાં ” ખંત, ધીરજ “નો ઉપદેશ રહે,

હવે, આ વાર્તાને નવું સ્વરુપ આપવા બીજી હરીફાઈ રહે,……..બાળવાર્તામાં…..૧

સસલાના આગ્રહે, બીજી હરીફાઈમાં સસલો જીતે,

બોધ છેઃ” ઝડપ અને લક્ષ રાખો તો જીત તમારી જ છે! ”

વાર્તા આ પૂરી થાય નહી અને ત્રીજી હરીફાઈ શક્ય બને,……..બાળવાર્તામાં……૨

નવા રસ્તે હરીફાઈ કરવા કાચબો પડકાર કરે,

અને, નવા રસ્તે નદી કારણે કાચબાની જીત રહે,

બોધ છે અહી ” આવડત જાણકારી સાથે કાર્ય કરતા સફળતા જરુર મળે, “…..બાળવાર્તામાં…૩

હવે, કાચબા સસલાએ સમજી પોતપોતાના જીવનની અપુર્ણાતા,

સાથે મળી કાર્ય કરીશું તો હશે વિજય જરુર હાથમાં,

આવી સમજુતી સાથે થયેલ ચોથી હરીફાઈની છે મહાનતા,…….બાળવાર્તામાં………૪

અંતે ચંદ્ર કહે..સાંભળજો તમે છેલ્લી હરીફાઈની કથા…..

પ્રથંમ સસલો કાચબાને પીઠે બેસાડી નદી પાસે આવે,

પછી, સસલો કાચબા પીઠે બેસી નદીને પાર કરે,

અંતે, કાચબો સસલા પીઠે સવારી કરે,

મંજીલ એક સાથે આવતા ન કોઈની જીત કે હાર રહે,

અહી ઉપદેશ છે ” પ્રેમભાવે સંપ બુધ્ધિથી કાર્ય કરતા વિજય હંમેશા મળે ”

અને, એવા વિજયમાં, ખુશી એક નહી પણ અનેક હૈયે વહે,……બાળવાર્તામાં……૫

કાવ્ય રચનાઃ જુલાઈ ૧૨ ૨૦૦૮ ચંદ્રવદન

 

આ કાવ્ય રચનાનો આધાર છે જુની જાણીતી કાચબા સસલાની બાળ વાર્તા……આ વાર્તાને મેં અંગ્રેજીમા વાલીભઈ મુસાની વેબસાઈટ વીલઅમ્સ ટેઈલ્સ પર PARABLES & FABLES નામે વાંચી અને કાવ્યરુપે લખવા પ્રેરણા મળી. સૌને કાચબા સસલાની પ્રથમ હરીફાઈ બારે જાણ હશે પણ હરીફાઈના ત્રણ સ્વરુપો બારે કદાચ અજાણતા હશે. વાર્તામાં સમાયેલ બોધોને આપણે જીવનમાં અપનાવીએ.આ કવ્ય રચના વાલીભાઈને ગમશે !……ચંદ્રવદન

જુલાઇ 24, 2008 at 3:23 એ એમ (am) 8 comments

ચંદ્ર સુવિચારો

       ચંદ્ર સુવિચારો

 

(૧)  મળશ્કે એક ઝાંકળનું ટીપુ,

સૂર્ય કિરણ સાથે ઉડીગયું,

                કોઈ કહે એ તો વાદળ થયું

                પડ્યું એક વરસાદનું ટીપુ,

                એજ હશે એવું મારા હૈયે થયું.

 

                       (૨)   મુશળધાર વરસાદ વરસે,

                             વરસાદ પાણી એક ઝરણું બને,

                             વહેતા ઝરણા થકી સરિતા બની,

                             અંતે સરિતા સાગરને મળી,

                             સુર્ય કિરણે સાગર-પાણી વાદળ બને,

                             મુશળધાર વરસાદ ફરી વરસે,

                             આવુંજ ચક્ર આ સંસારનું રહ્યુ,

                             માનવી જાણે છતાં, અજ્ઞાનતામાં એનુ જીવન ગયું.

 

                        (૩)  પાણી થકી આ દેહ, દેહ થકી આ પ્રાણ,

                              પ્રાણ થકી આ જીંદગી, એટલુ તું જરૂર જાણ.

 

                        (૪)  દેહ નભે અન્ન, પાણી થકી,

                              ઔર પ્રાણ કો જ્ઞાન-સત્કર્મ આધાર,

                              માનવ નભે આ દોનો થકી,

                              ઔર દોનો કે લીયે પ્રભુશક્તી આધાર.

 

                                                         ડો. ચંદ્રવદન

 

જુલાઇ 20, 2008 at 1:28 પી એમ(pm) 8 comments

દ્રૌપદી – સત્યભામા સંવાદ

                      દ્રૌપદી – સત્યભામા સંવાદ

શ્રી ક્રુષ્ણ- સત્યભામા વનમાં રે જાય,

અરે, એ તો દ્રૌપદીને મળવા રે જાય…(ટેક)

 

બેસી દ્રૌપદી સંગે, સત્યભામા વાતો કરે,

કંઈક પુછવું છે, કંઈક પુછવું છે કહેતાં કહે

 

-દ્રૌપદીજી કયા તાવીજે કબજે કર્યા તમે પાંચ પતિ,

ક્રુષણજીને વશ કરવા જાણવું છે મારે,જલદી બતાવોને ઓરે સખી.(૧)

 

શાંત દીલે દ્રૌપદીજી સત્યભામાને કહે છે ત્યારે,

હવે તો મારે કહેવું રહ્યુ,પુછ્યુ છે તમે જ્યારે,

તમે પુછો છો તાવીજ કે એવું છે કે નહી ?

અરે, આવું તો અનાર્ય સ્ત્રીઓ જ પુછે, ઓ સત્યભામા સખી.. (૨)

 

હવે ધ્યાનથી સાંભળજો ઓ રે, સત્યભામા દેવી,

મારી પાસે નથી મંત્ર કે તાવીજ એવી,

છતાં, જાણવું હોય જે કંઈ હું રે કહુ,

કહીશ જરૂર, ભલે હું એને મારો મંત્ર ગણુ(૩)

 

પતિઓ ઉઠતાં પહેલાં હું તો ઉઠું,

એમના સુતા પછી હું તો સુઉ,

પતિ-ઈચ્છાઓ પણ જાણી લઉ,

વળી એ પ્રમાણે હું તો મારૂ વર્તન કરૂ… (૪)

 

 

અરે પાંચે પતિઓને સરખો સ્નેહ આપું,

પાંચ સિવાય ન કોઈનો વિચાર કરૂ,

હું જ્યારે મહારાણી, હતી દાસીઓ મારી પાસે હજાર,

છતાં, ઘરની જવાબદારી મારી હતી, ન આવે બીજો વિચાર (૫)

 

અરે, પતિઓ પછવાડે વન હું રે આવી,

ભોંય પથારીએ સુતા ન આંચ મને આવી,

અરે, અત્યારે ભોગવે છે દુ:ખ પતિઓ મારા,

તો, હું દુ:ખ ભોગવું એમાં નવાઈ શેની ? ઓ રે સખી મારી… (૬)

અરે ચંદ્ર હવે સાંભળજે ને કહેજે સૌને,

આટલો ઉપદેશ આપી કહે છે દ્રૌપદીજી અંતે,

ઓ રે સત્યભામા, તાવીજ કે મંત્રનું કોઈને તમો હવે પુછતાં નહી,

બીજાની આગળ પુછતાં, જશે આબરૂ તમારી… (૭)

 

જુલાઇ 16, 2008 at 1:30 પી એમ(pm) 7 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧ )

 ચંદ્રવિચારો શબ્દોમાં (૧ )

ચંદ્રપૂકાર વેબ્સાઈટ નવેમ્બર ૨૦૦૭માં શરુ કર્યા બાદ આ પ્રથંમવાર ‘ ચંદ્રવિચારો શબ્દોમાં ” નામે પોસ્ટ છે. યોગ્ય લાગે ત્યારે સમય સમયે ફરી હોમ પર ” ચંદ્રવિચારો શબ્દોમાં ” મુકવા મારો પ્રયાસ હશે.

તમે હોમ વિભાગે છેલ્લા ત્રણ પોસ્ટોને નિહાળો….૧ બે સહેલીનો સંવાદ ૨ એક લાલો ૩ એક મિત્રતા…આ ત્રણેને સત્ય ધટનાઓ સાથે સબંધ છે. બે સહેલીનો સંવાદ રચનાનું કારણ વેબસાઈટ પર એક કાવ્ય પ્રગટ કરવામાં મારી થયેલ ભુલ આધારીત છે એક લાલો નું કારણ કોઈ એક અનામી વ્યકતીએ વેબસાઈટ પર આવી અપશબ્દો લખવાનો પ્રયાસ આધારીત છે..અને એક મિત્રતામાં એક મિત્ર વિજય શાહએ કરેલ સહકાર કારણે મારી વેબસાઈટ ચંદ્રપૂકારનો જન્મ થયેલ તેનો ઉલ્લેખ છે.

ચંદ્રપૂકાર સાઈટ પર આવી જે કોઈએ આ ત્રણ રચનાઓ વાંચી તેઓ સૌને હું આભાર દર્શાવું છું…જે કોઈએ પધારી એમના પ્રતિભાવો મુક્યા તેઓ સૌને મારો ખુબ ખુબ આભાર. એ કોઈ ભવિષ્યમાં પધારી આ રચનાઓ પર પ્રતિભાવો મુકશે તો મને એની ખુશી હશે.

સૌને નમસ્તે…….ચંદ્રવદન

જુલાઇ 13, 2008 at 7:09 પી એમ(pm) 2 comments

એક મિત્રતા

 એક મિત્રતા

સંસારના સ્નેહસંબંધે, થઈ એક મિત્રતા,

અણમોલ છે મુજ જીવને એ મિત્રતા !        (ટેક)

હ્યુસ્ટનથી રસીકભાઈ મોકલે સુવિચારો અનેક,

શક્ય થઈ જેની કાવ્ય રચના એક,

પ્રગટ કરવા કાજે વિજયભાઈ નું નામ છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…(૧)

હ્યુસ્ટનથી ગુજરાતી સમાજનું કાર્ય કરે છે વિજયભાઈ,

મુખપત્રક ‘દર્પણ’ માં રચના પ્રગટ કરવાની સહાય કરનાર છે વિજયભાઈ,

“મોતાડાની જીવન માળા ” દર્પણે વાંચી,ખુશી છે ચંદ્ર હૈયે !

                                           સંસાર…. (૨)

થઈ એક ઓળખાણ બે માનવીઓ વચ્ચે,

જે થકી છે મિત્રતા વિજય-ચંદ્ર વચ્ચે,

જન્મી છે એક મિત્રતા ચંદ્ર હૈયે ?

                                           સંસાર…. (૩)

ફોન, પત્રો દ્વારા ખીલી રહી એ મિત્રતા

હવે તો, ઈ-મે ઈલ દ્વારા બની પુષ્પ એ મિત્રતા,

કોણે મુકી છે આવી મિત્રતા ચંદ્ર હૈયે !

                                           સંસાર….. (૪)

પુર્વજન્મના રૂણ સંબંધે શક્ય આવું થયુ ?

કે, આ જન્મે જ આવું થયુ ?

જવાબ હોય જે કંઈ, હશે ખુશી ચંદ્ર હૈયે

                                           સંસાર….. (૫)

ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી, તો કાવ્ય કોણ કહેશે ?

“હ્રદય ભાવ નું મુલ્ય છે મોટુ” એવા વિજય શબ્દો કાને ગુંજે !

ઉત્સાહ અનોખો વહે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૬)

કાવ્ય સંગ્રહ પુસ્તકો કોમપ્યુટરવેબ પર કેમ નહી ?

“ચંદ્રપુકાર” ની વેબસાઈટ શક્ય થઈ અહીં !

ચંદ્રપુકાર નિહાળી, ખુશી છે ચંદ્ર હૈયે !

                                            સંસાર… (૭)

ફોન, પ્રશ્નો અને ઈમેઈલ થી મળ્યા છીયે અમો,

હજુ રૂબરૂ એક બીજાને મળ્યા નથી અમો,

હસ્ત મેળાપ સહીત ભેટી, હશે ખુબ આનંદ ચંદ્ર હૈયે !

                                             સંસાર… (૮) 

કાવ્ય રચના

નવેંમ્બર ૨૯, ૨૦૦૭                          ડો. ચંદ્રવદન

જુલાઇ 10, 2008 at 6:21 પી એમ(pm) 11 comments

એક લાલો

એક લાલો

 

વેબસાઈટ પર એક લાલો આવ્યો !

આવીલખે; “આ બધુ બંધ કર ”

નિવ્રુતી જીવને જરા કામ કર ”

લખેલ વાંચી મૌનતા મેં રાખી……વેબસાઈટ પર…..૧

અપશબ્દો જ્યારે લાલો લખે

તો, ગુસ્સો કાબુ રાખવાની તક મુજને મળે

એવું લખેલ વાંચી મૌનતા મેં રાખી…..વેબસાઈટ પર….૨

કોમ્પ્યુટરના જગતે જ રહી

એક ક્લીકે લાલાશબ્દો તો આકાશ મહી

કાર્ય આવું કરતા મૌનતા મેં રાખી……વેબસાઈટ પર…૩

‘ સદબુધ્ધી દેજો એને ! ” પ્રાથના એવી મનમાં કરી

“પ્રભુભક્તિ દેજો એને ! “આશા એવી હૈયે ભરી

કદી જો લાલો પ્રભુભક્તિપંથે તો, ચંદ્ર્મૌનતા છુટી !……વેબસાઈટ પર…૪

 

કાવ્ય રચના; જુન ૧૨ ૨૦૦૮ ચંદ્રવદન

જુલાઇ 7, 2008 at 4:07 પી એમ(pm) 2 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031