Archive for ફેબ્રુવારી, 2010

વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.

vijay1.jpg
 
.
 વ્યક્તિ પરિચય–મિત્રતા (૧)……વિજયભાઈ શાહ.
 

ચંદ્ર વિજયની યાદમાં

અરે, મિત્ર વિજય, તારી જ યાદમાં છે ચંદ્ર આજે ! ….ટેક
યાદ છે પ્રથમ ફોન પર કરેલી ચર્ચા આપણી ?
જ્યારે, કાવ્ય મારૂં “દર્પણ”માં પ્રગટ કરવા વિનંતી હતી મારી !
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?…….અરે,…(૧)
૨૦૦૭ની નવેમ્બર માસની ૨૨મી તારીખ યાદ છે મને,
“ચંદ્રપૂકાર”ની થયેલ શરૂઆત યાદ છે મને,
નથી ભુલ્યો હું એ….જે થયું તે યાદ છે તને ?….અરે,…..(૨)
મિત્રતાના ભાવે”હું અને તું એક છે ” એવું ચંદ્ર કહે !
એ જ મિત્રતાના ભાવે, વિજય તું શું કહે ?
યાદ કરતો રહું હું તને ! બીજું ચંદ્ર કાંઈ ના કહે !…અરે….(૩)
  
કાવ્ય રચના …તારીખ ફેબ્રુઆરી,૧, ૨૦૧૦             ચંદ્રવદન
 
 
આજનું આ કાવ્ય મેં વિજયભાઈને યાદ કરી, રચ્યું છે….પણ એ પહેલા “ચંદ્રપૂકાર” પર  એક કાવ્ય-રચના “એક મિત્રતા”ના નામકરણે પ્રગટ કરી હતી ( જુલાઈ ૧૦. ૨૦૦૮) અને તેમાં ફક્ત આ અમારી મિત્રતાનું જ  લખ્યું હતું…અને, આજે આ કાવ્ય વાંચ્યા બાદ, તમે  એ ફરી વાંચી શકો છો…અને એ માટે એની લીન્ક  નીચે મુજબ છે>>>
 
 
ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

આજે “વ્યક્તિ પરિચય- મિત્રતા”ના નામે આ પ્રથમ પોસ્ટ કહેવાય…..હા, આ પહેલા એક કાવ્ય સાથે  રમેશભાઈ પટેલ (આકાશદીપ) વિષે એક પોસ્ટ પ્રગટ કરી હતી ( તારીખ નવેમ્બર, ૩૦,૨૦૦૯) અને એ પ્રગટ કર્યા બાદ, મને મનમાં થયું કે “મિત્રો બારે પોસ્ટો ચંદ્રપુકાર પર  હોય તો કેવું ? “…..મને વિચાર ગમ્યો…..અને એ પ્રમાણે કરવા નિર્ણય તો લીધો…પણ પછી બીજો વિચાર આવ્યો “બચપણથી થયેલી બધી જ મિત્રતા બારે શરૂઆત કરવી કે અન્ય રીતે શરૂઆત ?”…..જરા મુજવણમાં હતો….અંતે નિર્ણય કર્યો કે ” બ્લોગ કર્યો અને અનેક સાથે મિત્રતા થઈ, અને મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર આ પોસ્ટો હશે તો કેમ નહી ગુજરાતી વેબજગતમાં થયેલ મિત્રતાથી જ શરૂઆત કરી પાછળથી બચપણમા થયેલ મિત્રતા બારે લખું ?”…..બસ, એથી જ આજે આ પોસ્ટ !
અને, નિર્ણય બાદ, મારા મનમાં વિજયભાઈ શાહનું નામ રમવા લાગ્યું….રમવું જ જોઈએ ! કારણ કે જ્યારે મેં ૨૦૦૬મા નોકરી પરથી નિવ્રુત્તિ લીધી ત્યારે કોમ્પ્યુટર શીખવા, અને એ પછી ચંદ્રપૂકાર નામે બ્લોગ શરૂ કરવા માટે એમણે જ ઉત્તેજન આપ્યું હતું ….પણ હું વિજયભાઈને તે પહેલાથી જાણું છું ….આજે આ પોસ્ટ લખતા ફરી વિજયભાઈને મારો “આભાર” દર્શાવું છું.
ગુજરાતી વેબજગતે વિજયભાઈને તો અનેક જાણે છે એથી મારે વધું કહેવું નથી…..એઓ અનેક વર્ષો પહેલા ગુજરાતથી આવી ટેક્ષાસના હ્યુસ્ટન શહેરમાં સ્થાયી થયેલા છે….ફાઈનાન્સનું કામ કરતા કરતા, એઓએ  ત્યાંના ગુજરાતી સમાજને સેવા આપી, આજે પણ ફાળો આપી રહ્યા છે. સાથે સાથે, એઓ ગુજરાતી વેબજગતમાં “ગુજરાતી સાહિત્ય ઉત્તેજન” માટે ખુબ જ રસ સાથે એમનો ફાળો આપી રહ્યા છે. એમણે એમના પોતાના બ્લોગ “વિજયનું ચિંતન જગત”પર કાવ્યો, નવલકથાઓ, સુવિચારોરૂપી અનેક પોસ્ટો મુકી અનેકને “પ્રસાદી” આપી છે, અને આપતા રહે છે….એ સિવાય એઓ બીજા બ્લોગરો સાથે પણ વાર્તા/નવલકથાઓ પ્રગટ કરી કે અન્યને બ્લોગ શરૂ કરવા માટે પ્રેરણાઓ આપી છે, અને હજૂ આપતા રહે છે. વિજયભાઈ વિષે વધુ જાણવું હોય તો તમે  એમના બ્લોગ “વિજયનું ચિંતન જગત” પર જઈ જાણી શકો છો,,,અને તે પર જવા માટેની લીન્ક નીચે પ્રમાણે છે>>>>
 
 
આટલી મિત્રતા હોવા છતા, હું હજી વિજયભાઈને મળ્યો નથી…..વિજયભાઈના “પુરા પરિવાર”ને જાણતો નથી, અને આથી મારા હૈયે “જરા દુઃખ” સહીત એક જ વિચાર ” ક્યારે હું વિજયભાઈને મળીશ ? “….આનો જવાબ મારી પાસે આજે નથી પણ એક દિવસ પ્રભુ એ “સ્નેહમિલન” જરૂર કરશે જ….આવી છે મારી “પ્રભુ પર પુર્ણ-શ્રધ્ધા” !….અને તે શક્ય હશે ટુંક સમયમાં જ !
હવે, આશા એટલી કે આ પ્રથમ પોસ્ટ સૌને ગમે!…અને, બીજી આશા એટલી કે વિજયભાઈ આ પોસ્ટ વાંચી, એમની ખુશી આ પોસ્ટ્ના પ્રતિભાવરૂપે “બે શબ્દો”લખશે તો મને ખુબ જ હ્શે !.>>>ચંદ્રવદન
 
FEW   WORDS
 
This Post initiates a SERIES of POSTS under the Topic of ” VYAKTI-PARICHAY- MITRATA ( meaning  An Individual’s Profile–Friendship ).  When I had published a Post on Rameshbhai Patel ( Aakshdeep ) I did not think that way…but only after the publication of that Post, I got this idea of publishing a SERIES of POSTS under the SAME headings.
Now, one can conclude that he/she had known this person already…..Then, the question is WHY SUCH POSTS ?  My answer to that is: This is my Friend & I want you to know of that individual “as I see him “.
In my life-span of so many years, I had made lots of Friends…..Firstly, the childhood friends from schools/colleges…then others as I grew up…& but I made the decision to start with the Post on the Friends I had made  on the Internet & via my visits to the other Blogs.
 
I had made the decision to initiate the SERIES of these POSTS with some Blogger Friends…& today VIJAY SHAH as the 1st Friend  ( who is known to so many ).
 
I hope you like this post…& you like my IDEA of a Series of Posts on this Topic !
Chandravadan Mistry MD

 

ફેબ્રુવારી 26, 2010 at 1:51 એ એમ (am) 27 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)

 
 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)

 
“ચંદ્રવિચારો શબ્દોમાં(૧૨) તારીખ જાન્યુઆરી,૩,૨૦૧૦ના શુભ દિવસે પ્રગટ કર્યા બાદ, મેં “ચંદ્રપૂકાર”પર “માનવ તંદુરસ્તી “ના વિષયે ૪ પોસ્ટો પ્રગટ કરી. ત્યારબાદ, “સુવિચારો”પ્રગટ કર્યા. આ પ્રમાણે, કરી, મેં સૌને જાણ કરી કે ભવિષ્યમાં ફરી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે…..કદાચ કોઈક એવા નિર્ણયથી નારાજ થયા હશે….અહીં હું એટલું જરૂર કહીશ કે “ભવિષ્યમાં એક પછી એક થોડી માનવ તંદુરસ્તીની પોસ્ટો હશે અને જેમાં વાંચકોએ પુછેલા પ્રશ્નોના જવાબ આપવા મારો પ્રયાસ હશે…..આ મારૂં વચન છે !
હવે, આ “સુવિચારો”ની પોસ્ટ બાદ, મારા હૈયે જે હતું તે પ્રમાણે, “વ્યક્તિ પ્રરિચય-મિત્રતા” નામકરણે થોડી પોસ્ટોથી શુભ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે , અને તમે હવે પછી, એવી પોસ્ટો વાંચશો.
અહીં પ્રશ્ન ઉભા થાય છે >>>મારી જાણની વ્યક્તિઓ વિષે પોસ્ટો લખવી જ શા માટૅ ? કોઈ પોસ્ટ વાંચનાર તો એમ કહેશે કે ..”શું નવું લખ્યું ? એમને તો અમે જાણીએ છે” અને, કદાચ કોઈક પ્રશ્ન કરશે કે…”જાણીને અમોને શું લાભ ?”….આવી, વિચારધારા સિવાય અનેક એવા હશે કે એઓ પોસ્ટ વાંચી આનંદ અનુભવશે. …..આનંદ કે ટીકાઓ માટે અપેક્ષાઓ હું રાખતો નથી કે એવી ચિંતાઓ કરતો નથી. મારો નિર્ણય ફક્ત એક જ વિચારે નભે છેઃ>> “માનવી સ્વરૂપે મેં આ જગતમાં જન્મ લીધો, અને એની સાથે, મારૂં જીવન અનેક માનવીઓના વચ્ચે વહી ગયું…..અને, એ સમયના વહેણમાં, જો હું કોઈને મિત્ર બનાવી શક્યો તો મારૂં જીવન ધન્ય થયું એવું હું માનીશ !”
 
હવે, હું આશા રાખું છું કે તમે “ચંદ્રપૂકાર”પર જરૂર પધારી, નવી પોસ્ટો વાંચશો…અને, વાંચેલી પોસ્ટો સૌને ગમશે એવી છે મારી બીજી આશા !
ચંદ્રવદન
 
 
FEW  WORDS…
 
Today, after the Post of “SUVICHARO” I am publishing a Post ” CHANDRA VICHARO SHABDOmaa (13)”….and making an inroduction for a Series of Posts on “VYAKTI PARICHAY– MITRATA ” meaning ” Info on an Individual & Friendship “. As I had diverted my attention away from the continued publication of the HEALTH Posts, I promise that in the near future, I will be back with Posts on HEALTH & will also try to answer the questions raised by the Readers as their “Comments ” for the 4 Posts on HEALTH.
Are you ready & anxious for the next Posts ?
Please, wait for a few days !
I know you will !
Chandravadan.

ફેબ્રુવારી 21, 2010 at 1:39 પી એમ(pm) 13 comments

સુવિચારો… મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા..

સુવિચારો

મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા….

(૧) મન તો છે ચંચળ, તો શું થયું ?
ફરી, ફરીને એ થાકશે,
ત્યારે, ભક્તિપંથે જઈ, સ્થીરતા એને આપજે !
(૨)સંસારમાં રહી જીવતા,
મોહમાયા જીવને અંધકાર લાવશે,
ત્યારે, પ્રભુનામે બંધનો એવા તોડજે !
(૩) મોહમાયાના બંધનો છુટતા,
હૈયે પ્રેમલાગણીઓ ઝરે,
જે થકી, ઈર્ષા, અભિમાન મરે !
(૪) ઈર્ષા અભિમાન દુર થતા,
માનવતા જરૂર ખીલશે,
એવું  અંતે “ચંદ્ર” કહે !
તારીખઃ જાન્યુઆરી,૩૦, ૨૦૧૦            ચંદ્રવદન

બે શબ્દો

આજે થોડા “ચંદ્રસુવિચારો” એક પોસ્ટરૂપે પ્રગટ કર્યા છે…..અહી, મેં કંઈ નવું તો કહ્યું નથી, ફફ્ત શબ્દોને ગોઠવી, “સુવિચાર” સ્વરૂપ આપ્યું છે. આશા એટલી જ કે આ સરળ ભાષામાં લખેલી પોસ્ટ તમો સૌને ગમે.ધર્મના પુસ્તકો કે જ્ઞાનીપુરૂષના ભાષણો અનેક શબ્દોમાં આવો જ ઉપદેશ આપવા પ્રયાસ કરે છે….ઉપદેશ મળ્યા બાદ, આપણે કેટલું અમલમાં મુકીએ એ જ અગત્યનું છે. મારૂં વાંચન કે જ્ઞાન એવું નથી કે હું કોઈને બોધ આપી શકું ….પણ, આટલું જીવન જીવતા, હું એટલું કહી શકું કે “ભક્તિ માર્ગ કે પ્રભુ-તત્વની માન્યતા” વગર આ માનવ જન્મનો ઉધ્ધાર નથી…..કોઈ કદાચ કહશે કે “પ્રભુ જેવું જગતમાં છે જ નહી” હું એવી વ્યક્તિઓને કહું કે “તમે જે પ્રમાણે યોગ્ય લાગે તે પ્રમાણે તમારૂ કાર્ય ચાલુ જ રાખો, જો એવા તમારા કાર્યોથી માનવતાને લાભ થતો હોય”……..અરે, આવા જ માનવીઓ “ખરેખર પ્રભુના ભક્તો જ છે ” જ્યારે જે માનવીઓ એવો દાવો કરે કે “હું તો પ્રભુનો પરમ ભક્ત” અને કાર્યો એવા કરે કે એ પ્રભુને જ નારાજ કરે. હું આ બે માવવીઓ વચ્ચે ક્યાં ? આ સવાલનો જવાબ હું કદી પણ આપી શકીશ નહી…આનો જવાબ અન્ય કહેશે કે નહી એની પરવા નથી…મને પરવા એટલી જ કે “હું મારા વિચારો તેમજ કાર્યોથી પ્રભુની નજીક રહી શકું”>>>>>ચંદ્રવદન
FEW   WORDS…..
Today, it is Friday and February,12th 2010…..and  just about a month ago I had published my 1st Post on “MANAV TANDURASTI ” ( Human Health )…which was followed by 3 more Posts, last being the 1st as “CHANDRAPUKARmaa DOCTORPUKAR…..And, I am filled the with joy of the wonderful response of so many to those Posts…AND I plan to continue them at a later date.
Today it is Maha Vad Chaudash & it is the auspicious day of MAHA SHIVRATRI and today it is the Opening Ceremony of this year’s WINTER OLYMPICS at Vancouver, Canada…..and, on SundayFebruary,14th 2010 it is the VALENTINE DAY….a Day to express/share LOVE….and today it is also the CHINISH NEW YEAR DAY…..& so that makes that day MORE MEMORABLE…..and,  then on Monday February 15th 2010 it is the PRESIDENT’S DAY of U. S. A…..AND so, I am HAPPY to publish this Post on SUVICHARO ( Pearls of Wisdom ) on the thoughts of ” MAN, MOH-MAYA,PREM-LAGANIO,IRSHA-ABHIMAN,ane MANAVATA “

I hope you like this Post……may be you can ADD some additional thoughts/views on this Topic ……and  I will be HAPPY to read your thoughts as your COMMENTS.

In a few days, I plan to publish a NEW POST…..till then ENJOY this Post !>>>>>CHANDRAVADAN.

ફેબ્રુવારી 12, 2010 at 7:11 પી એમ(pm) 26 comments

માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)

 

 
 
 
 
 

માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં

 “ડોકટરપૂકાર” (૧)

 
 “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)
 
From:
“Natu Desai”
To:
“Chandravadan Mistry”
Message contains attachments
 DR. CHANDRAVADAN MISTRY with his Wife KAMU

 એક સવાલ…( One Question )

 
To the Fans of ” Chadra Pukar”  This is the DOCTOR with KAMUBEN, his
life long partner. I am asking, no requesting, all the fans of ”
Chndra Pukar ”
to request the DOCTOR to start ” Doctor Pukar ” where he will answer
the questions asked by his “Doctor Pukar ” fans. I will be one of the
founding members and my question is  Is it safe to take Tylenol with
Aleve or Iboprofin ?. Most senior citizens are always in pain and take
Pain Pills without realizing that it also does harm. So what do we do?
  
  
  

 

   

  
  

” ચંદ્રપૂકારે” જવાબે “ડોકટરપૂકાર”

નટુભાઈ…તમે ઉપર મુજબ અંગ્રેજીમાં સવાલ કર્યો …અને, એને પ્રગટ કર્યો છે….આજે “ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર” નામે આ પ્રથમ પોસ્ટ છે….આ શુભ શરૂઆત છે !
નટુભાઈ, અંગ્રેજીમાં તમે જે સવાલ કર્યો,તેમાં ટાયનેલોલ (TYLENOL) સાથે “એલીવ” કે “આયબોપ્રોફીન” (Aleve or Iboprofin) લઈ શકાય કે નહી ?…..આ સવાલનો સીધો ટુંકો જવાબ આપું એના કરતા “શરીરના દુઃખાવાના” શા કારણો હોય શકે એની સમજણ આપી, વિગતે જણાવું તો એ યોગ્ય હશે…..તો, તમારા સવાલનો પુરો જવાબ નીચે મુજબ છે>>>>>
અત્યારે, અમેરીકા કે વિશ્વમાં અનેક માનવીઓ ઘડપણનું જીવન વિતાવી રહ્યા છે…આ જ” સિનીઅર સીટીઝનો” અને એઓના દુઃખાવાના કારણો અનેક હોય શકે, અને અનેકવાર એઓ “ડોકટરની દવાઓ” લેવા મજબુર બને છે….અને, તે પહેલા ” દુકાનમાં વેચાતી દવાઓ”નો સહારો લેય છે….એક દવાથી આરામ ના થતા, “બે જુદી જુદી દવાઓ” એક સાથે લેવા પગલાઓ લેય છે.
તો, દવાઓ બારે કંઈક કહું તે પહેલા, આપણે જાણીએ કે દુઃખવાના શા શા કારણો હોય શકે ?
(૧) ઘડપણમાં “સાંધાઓના રોગો” યાને આરથ્રાઈટીસ ( Arthritis) દુઃખાવાનું કારણ હોય છે.
(૨) ત્યારબાદ, થાકેલા કે રોગી મસલો (Muscles Problems) બીજુ કારણ હોય શકે.
(૩)માથાના દુઃખાવા ( Headaches) માટે અનેક કારણો હોય શકે….પણ, અનેકવાર વધુ “ટેન્સન” અને “વધુ લોહી-ભ્રમણ” એનું કારણ હોય છે.
(૪)”પેટનો દુઃખાવો” કે “છાતીનો દુઃખાવો”નો વિષય અલગ છે…અને અહી સૌએ જાણવું જોઈએ કે પેટ કે છાતીના ઓરગનો ( Organs) બારે જાણવું અગત્યનું કહેવાય !
જે કોઈને દુઃખાવો હોય તેણે મસાજ કે માલીસ (Massage),કે ગરમ પાણીના પોતાનો પ્રથમ સહારો લેવો જોઈએ….ત્યારબાદ, દવાઓ સહારો …..નર્વસ (Nerves)ને બહેર કરે તેવી દવાઓમાં આવે….. ટાયલેનોલ યાને (Tylenol ) અને એની સાથે બધે જ વેચાતી એસપ્રીન (Aspirin)નું નામ તરત આવે….જો કે આ બે દવાઓ જુદી જુદી રીતે રાહત આપે છે……ટાઈલેનોલ ભુખા પેટે લઈ શકાય તેમ છતા, કંઈક ખાઈને લેવી યોગ્ય કહેવાય….એસ્પ્રીન જો ભુખા પેટે લેવાય તો “બ્લીડીંગ કે ઉલસર” (Bleeding or Stomach ulcer )સંભવતા વધે છે..ટાયલેનોલ લેવાનો નિર્ણય લેવાય તો સુચનો હોય તેપ્રમાણે “ડોસ” લેવો…અને આમ કર્યા બાદ જો રાહત ના મળે તો એન.એસ,એ.આઈ.ડી. ફેમીલી (NSAID Family Medicines) જેમાં આવે “આઈબોપ્રોફીન કે મોટ્રીન ( Iboprofin or Motrin ) કે પછી “નેપ્રોસીન” (Naprosyn)…..etc….મોટ્રીન કે આઈબોપ્રોફીન એકલી ખાધા પછી લઈ શકાય છે……જો રાહત ના મળે તો, “બે દવાઓ એક સાથે” લેવા માટે જ  “એડવીલ” કે “એલીવ” (Advil=Tylenol+Motrin OR  Aleve=Tylenol+Naprosyn )નો સહારો લેવો પડે છે…અહી ચેતવણી એટલી જ કે આ દવાઓ ભુખ્યા પેટે ના લેવી અને “ડોસ” પ્રમાણે જ લેવી…અને જે કોઈને “ઉલસર” જેવી બિમારી હોય તેમણે ના લેવી.
ઉપર મુજબ કરતા, પગો છ્ટા કરવા “થૉડું ચાલવા”ની ટેવ પાડવી…..ઘરે હાથો/પગોના સાંધાઓને વાંકા/સીધા કરે તેવી કસરતો કરવી 
 ફાયદાકારક હોય શકે….…જો વર્ણન કરેલથી રાહત ના મળે તો ડોકટરને મળી સલાહો લેવી જરૂરીત બને છે.
નટુભાઈ, આશા છે કે તમોને મારા જવાબથી સંતોષ હશે…આશા વધુમાં એટલી જ કે આ પોસ્ટને વાંચનારા સૌને કંઈક માર્ગદર્શનરૂપે આનંદ હશે !>>>>>ડો. ચંદ્રવદન
 
 
FEW WORDS….
 Today it will a Memorable Day as I publish this Post…it is an innovative idea of the PATIENT-DOCTOR Relationship in the Format of a QUESTION & an ANSWER.
Natubhai Desai had sent me an Email with his Question in English & I had published that as the starting point for “CHANDRAPUKARma DOCTORPUKAR” as the Posts on my Blog…..I hope the visitors of this Blog & those who will read this Post welcome this idea…..& may be I will have the opportunity to answer other questions in the Future.
I am a Doctor but I am “not perfect &DO NOT HAVE all the Medical knowledge”…but I will try my best to find an answer for you.I wish many of you who read this Post, will post their COMMENTS , so that I can be  inspired to continue…. And, Natubhai, THANKS A LOT for your Question…& your Suggestion  to start the Posts as “DOCTORPUKAR”. I had tried to answer your question…& I hope I had done that to your “some or total satisfaction “! Now, I hope  other readers will follow your example & ask the questions in the Future.
After this 1st Post as “DOCTORPUKAR” I will be publishing Posts other than HUMAN HEALTH…..but I promise  to resume  this Topic of Human Health with more informations on HUMAN BODY..>>>>>>>DR. CHANDRAVADAN MISTRY

ફેબ્રુવારી 1, 2010 at 2:58 પી એમ(pm) 38 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728