ત્રિવેણી સંગમ

                            ત્રિવેણીસંગમ

 

   

 

 

 

        એકગુલાબછોડનીએકડાળેત્રણફુલો,

 

              ખીલીરહ્યાંછેએકડાળેત્રણગુલાબફુલો…(ટેક)

 

 

“ કોમળકળીહતી, બન્યુંજેનુંફુલ” કહેફુલએક,

 

”પ્રભુપ્રીતનાંઅમીઝરણાં” પ્રતિકેમળ્યુમુજનેનવુજીવનએક,”

 

લાખોવંદનતમોને, ઓરેપ્રભુજીમારા, ઓરેપ્રભુજીમારા…

 

                               એકગુલાબછોડની…(૧)

 

 

 “અરેનિહાળુહુંમારૂપુર્ણસ્વરૂપ” બીજુફુલકહેએને’

 

”પ્રગતિનાપંથે’”વહેજીવનમારૂ, સંભાળેપ્રભુજીએને,’’’

 

લાખોવંદનતમોને, ઓરેપ્રભુજીમારા, ઓરેપ્રભુજીમારા…

 

                               એકગુલાબછોડની…(૨)

 

 

 

“પૂર્ણખીલીદેવીમીઠીમહેકસૌને” ત્રીજુંફુલઅંતેકહે,

 

જાણે “પ્રભુપ્રાર્થનાપ્રસાદી” રૂપેજીવનમારૂવહે,

 

લાખોવંદનતમોને, ઓરેપ્રભુજીમારા, ઓરેપ્રભુજીમારા…

 

                               એકગુલાબછોડની…(૩)

 

 

 

અરે, પવનઅચાનકઆવતાં, ત્રણફુલોભરીડાળકેવીહલે !

 

ભેટીપડ્યાએકબીજાનેત્રણફુલોએકડાળે,

 

નિહાળુમિલનત્રણનું ‘ને “ત્રિવેણીસંગમ”  ચંદ્રેકહીદીધુ,

 

લાકોવંદનતમોને, ઓરેપ્રભુજીમારા,ઓરેપ્રભુજીમારા,

 

                               એકગુલાબછોડની…(૪)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                        અર્પણ

 

 

                            ભાવ   વંદના

 

 

 

          રામનામમેલીનહૈ /  દેખતેસબમેંરામ

 

          તાકેપદવંદનકરૂ   /  જયજયજલારામ

 

 

 

 

 

                  ત્રિવેણીસંગમનીપુસ્તીકામારા

 

               ગુરુજીભક્તશ્રીજલારામબાપાને

 

             ચરણેભાવવંદનાસહીતઅર્પણ

 

 

 

 

 

                              –ડો.. ચંદ્રવદન

 

 

 

                                  માબાપનેભૂલશોનહિ

 

 

 

ભૂલોભલેબીજુંબધુંમા-બાપનેભૂલશોનહી;

 

અગણિતછેઉપકારએના, એહવિસરશોનહીં.

 

 

દેવોપૂજ્યાપ્રુથ્વીતણા, ત્યારેદીઠુંતમમુખડું;

 

એપુનિતજનનાંકાળજાં,પથ્થરબનીછૂંદશોનહી.

 

 

 

કાઠી  મુખેથી  કોળીયો, મોં’માદઈ  મોટા  કર્યા;

 

અમ્રુત  તણા  દેનારસામે, ઝેરઊગળશોનહી.

 

 

 

લાખોલડાવ્યાલાડતમને, કોડસૌપૂરાકર્યા:

 

એકોડનાંપૂરનારના, કોડપૂરવાભૂલશોનહી;

 

 

લાખોકમાતાંહોભલે, મા-બાપજેમાંનઠર્યા;

 

એલાખનહીંપણરાખછે, એમાનવુંભૂલશોનહી.

 

 

ભીનેસૂઈપોતેઅને , સૂકેસુવડાવ્યાઆપને;

 

એઅમીમયઆંખને, ભૂલીનેભીંજવશોનહી.

 

 

પુષ્પોબિછાવ્યાપ્રેમથી , જેણેતમારારાહેપર;

 

એ  ચાહના  રાહપર, કંટકકદીબનશોનહી.

 

 

 

સંતાનથીસેવાચાહો, સંતાનછોસેવાકરો;

 

જેવુંકરોતેવુંભરો, એભાવનાભૂલશોનહી.

 

 

ધનખરચતાંમળશેબધુ, માતાપિતામળશેનહી;

 

જગજીવનએનાચરણની, ચાહનાભૂલશોનહી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

                                  

 

 

 

                                        મારોપરિચય

 

 

                                               ડો..ચંદ્રવદનમિસ્ત્રી

 

 

મારૂનામછેચંદ્રવદન…મારાસ્વ.પિતાશ્રીનુંનામમાધવભાઈગાંડાભાઈ

 

 મિસ્ત્રીઅનેમારાસ્વ.માતુશ્રીનુનામભાણીબેન. દક્ષિણગુજરાતનાવલસાડજીલ્લામાંનવસારીશહેરથી૮માઈલનાંઅંતરેઆવેલાનાનકડાગામવેસ્માનાભુરીયાફળીયામાંમારોજન્મસને૧૯૪૩નાઓક્ટોબરની૧૩તારીખેથયોહતો. એદિવસેશરદપૂર્ણિમાંનોદિવસહતો.

 

 

     મારાજીવનનાંપ્રથમ૧૦વર્ષવેસ્માગામમાંપસારથયા. એદરમ્યાનહુંગુજરાતીશાળામાંઅભ્યાસકરતોહતો. મારાપિતાશ્રીએફરીપાછીઆફ્રીકાનીસફરકરી. આવખતેતેઓરોડેશીયાગયાહતાં, આથીહુંમારામાતુશ્રીસાથેરહેતોહતો. સને૧૯૫૪માંહુંપહેલીવારઆફ્રિકાગયોત્યારેહુંગુજરાતીપાંચધોરણપાસકરીછ્ઢ્ઢાધોરણમાંઅભ્યાસકરતોહતો. આફ્રિકામાંઅંગ્રેજીમાધ્યમમાંઅભ્યાસકરી સને ૧૯૬૨માં વધુ અભ્યાસ માટે ભારત જવાનું થયું. બે વર્ષ મુંબઈમાં કોલેજ નો અભ્યાસ કરી ઓરીસ્સા રાજ્યના કતક શહેરમાં મેદીકલ કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૬૯ની સાલમાં ફાઈનલ એમ.બી.બી.એસ પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ ફરી આફ્રિકા ગયો અને નોર્થ રોડેશીયાના થયેલા ઝામ્બીયાના લુસાકા શહેરની સરકારી હોસ્પીટલમાં એક ડોક્ટર તરીકે કામ શરૂ કર્યું.

 

 

    – આફ્રિકામાં સમય બદલાતો રહ્યો…જેથી ૧૯૭૭ની સાલમાં આફ્રિકા કાયમ માટે છોડી અમેરીકામાં વસવાટ કર્યો. પ્રથમ પીટસબર્ગ, પેંસેલ્વેનીયામાં ત્રણ વર્ષ પસાર કરી, સને ૧૯૮૧  થી કેલીફોર્નિયામાં સ્થાયી વસવાટ કર્યો છે. સને ૧૯૭૦માં મારા ધર્મપત્ની કમુબેન સાથે લગ્નેગ્રંથીથી જોડાયો. સંતાનસુખ રૂપે ચાર દીકરીઓ છે.

 

                          

 

 

 

                                                 

 

 

 

 

 

                                                            

 

 

 

 

 

                                               મારૂ પાગલપણુ

 

      

 

 

                                          ડો. ચંદ્રવદનમિસ્ત્રી

 

 

 

                    ઓક્ટોબર માસ અને ઈ.સ. ૧૯૪૩ ની સાલ હતી. વહેલી

 

સવારે દક્ષિણ ગુજરાતના વેસ્મા ગામે એક પ્રજાપતિ કુટુંબ ઘરે એક બાળકનો

 

જન્મ…એક આત્માને માનવ દેહ મળ્યો.

 

 

 

માનવ જન્મ…અને એક બાળપણની શરૂઆત. માતા-પિતા રૂપી પ્રેમ એક બાળકે ચાખ્યો…વળી સાથમાં કુટુંબીજનોનો પ્રેમ ચાખ્યો. માત પ્રેમમાં ભક્તિરસના બીજ રોપાયા…એ પ્રેમ-રસ પીવાની ટેવ દ્વારા હું પાગલ બન્યો. આ મારૂ પ્રથમ પાગલપણુ. !

 

 

અનેક વર્ષો વહી ગયા અને હું મોટો થયો, મિત્રો થયા, અને અનેક માનવીઓનો પરિચય થયો. અભ્યાસ દ્વારા થોડો જ્ઞાનરસ પીધો. હૈયામાં સમાયેલ પ્રેમરસ સાથે જ્ઞાનરસનું મિલન થયુ…બચપનમાં મમતાએ ચખાડેલો ભક્તિરસ પણ ખીલ્યો…પ્રેમરસનો નસો વધ્યો અને, મારી પાગલતા વધી.આ રહ્યું મારૂ બીજુ પાગલપણુ !

 

 

જગતમાં મારા જીવનના ઘણા વર્ષો વહી ગયા. હવે, પ્રેમરસ પણ ભક્તિરસ જેવો લાગ્યો…હૈયામાંથી ફક્ત ભક્તિરસ જ વહેતો હોય એવું થવા લાગ્યુ. ધરતી પર બધુ પ્રભુનું છે એવું સમજાયુ…અરે, વધુ વિચારતા સમજાયું કે આખું બ્રહ્માંડ પ્રભુ આધારે જ છે…હવે ભક્તિરસની પ્યાસ મારા હૈયે હતી….આ મારૂ ત્રીજું પાગલપણુ

 

 

જગત એટલે સંસાર. સંસારમાં રહેવું એટલે માયા-જાળના બંધનો તો ખરા જ. આ બંધનોમેં મારા કર્તવ્યને નિહાળ્યું. ફક્ત પહેલા અને બીજા પદના પાગલપણાને અપનાવતા સંસારી માયાજાળમાં ફસાયા જેવું થાય…કિન્તુ, જીવનમાં ત્રીજા પદના પાગલપણાને અપનાવતા, સંસારમાં રહ્યા રહ્યા મોહ-રૂપી બંધનોમાંથી મુક્તી આપોઆપ મળી જાય છે.

 

 

પ્રેમરસ-ભક્તિરસ આધારે હું હવે સંસારમાં આગેકુચ કરી રહ્યો છુ. ‘હે પ્રભુ તું છે તો હું છુ’ અને ‘હે પ્રભુ તું કરે તે ખરૂ’! એ મારા મંત્ર-સુત્રો છે. કર્ત્વ્ય પાલન સહિત પ્રભુ શરણાગતિ ભાવ મારા હૈયે ભરતો જાઉં છું…સંસારમાં રહી આવી મારી આગેકુચ એજ મારૂ ખરૂ પાગલપણું છે !

 

 

                      

 

                       આમુખ

 

અમેરીકા સ્થિત ડો.ચંદ્રવદન એક સહ્ર્દયી પરોપકારી અને જ્ઞાનપ્રેમી સજ્જન છે. હ્રદયની બીમારીને લીધે તેઓએ તબીબોની સલાહથી આરામ કર્યો. હ્રદયનું સફળ ઓપરેશન પણ થયું. બિમારીના સમયમાં સામાન્ય વ્યક્તિ વ્યથિત બની જાય, પરંતુ ડો.ચંદ્રવદન જરાયે વિચલીત ન થયા. ઉલ્ટુ આરામની પરિસ્થિતિમાં તેમણે પોતાના સ્વજનો કે જેમણે તેમની સુશ્રુષા કરી હતી, તેમનો ઋણ સ્વીકાર કરતું એક પુસ્તક “પ્રભુ પ્રીતના અમી ઝરણા” તેમને સમર્પિત કર્યું. આ પુસ્તકની કાવ્યમય વાણીમાં પોતાના સ્વજનો તરફનો તેમનો ઉત્કટ અહોભાવ સ્ફુરીત થાય છે. નિખાલસ ભાવથી ઉભરાતો પ્રભુ પ્રત્યેની પ્રીતીનો વલસાટ પણ આ ક્રુતિમાં દ્ર્ષ્ટી ગોચર થાય છે.

 

 

તેઓનું જ બીજું સર્જન “પ્રગતિના પંથે” ભુરીયા ફળીયા કાવ્યરૂપી ઐતિહાસિક અમીરસ આપના કરકમળમાં મુકતા હું ગૌરવાંન્વિત બન્યાની લાગણી અનુભવુ છુ. ભુરીયા ફળીયાના પ્રજાપતિ બંધુઓની બહુમુખી, વિકાસોન્મુખ, પ્રવ્રુતિઓનુ સચોટ અને સરસ વર્ણન આ ક્રુતિઓમાં આલેખવામાં આવ્યું છે.

 

 

વિદેશમાં વસતા હોવા છતાં સ્વદેશના સ્વજનોને તેઓ જતાય ભુલ્યા નથી. ફળીયાની કરૂણામયી પરમશક્તિ કુળદેવી ખોડીયાર માતાજીને તેઓ અહર્નિસ યાદ કરતાં રહે છે. અને માતાજીની ક્રુપાનો તેઓ ઋણસ્વીકાર કરી ધન્યતા અનુભવે છે. પ્રજાપતિ સમાજ અને અન્ય સામાજીક સંસ્થાઓને તેઓ હરહંમેશ યથાશક્તિ દાન અર્પતા રહે છે. જ્ઞાતિનું હિત હંમેશા તેમને હૈયે વસ્યુ છે.

 

                                                          તેઓનું ત્રીજુ સર્જન

 

”પ્રભુ પ્રાર્થના પ્રસાદી” એ ખરેખર એક ભાઈની કાવ્યરૂપી કહાની છે . આ………………..

 

પુસ્તકનો આમુખ કેશવભાઈ ગુલાબભાઈ લાડે ખરેખર અંતકરણપૂર્વક લખી તેમની એક આગવી પ્રતિભા સમાજની સામે ઊજાગર કરી. આ પુસ્તકમા પોતાના સ્નેહી પરસોતમભાઈ તરફનો પ્રેમ એમના શબ્દોમાં લાગણીઓના જે ઈંદ્રધનુષી રંગો પૂરે છે તે જીવનમાં ઘણા ઓછા મનુષ્યોના ભાગ્યમાં હોય છે. આર્થિક લાભ પ્રાપ્ત કરવા લખવુ એવું તો ઘણા લોકો કરે છે પણ પોતાના સ્નેહના અમીઝરણાંમાં અન્યોને તરબોળ કરવા કે પ્રભુ પ્રીત્યર્થે લખવુ એ એક મહાન પુણ્યશાળી આત્માના ભાગ્યમાં હોય છે. અને આ પુણ્યશાળી આત્મા ડો.ચંદ્રવદનભાઈ ના ભાગ્યને લઈને અમોને પણ થોડું થોડું પુણ્ય કમાવવાની તક મળેલ છે, તે બાબત ડોકટર સાહેબનો ઉપકાર ભુલાય તેમ નથી. પ્રભુ તેમને દિર્ઘાયુ બક્ષે અને હંમેશા તંદુરસ્ત રાખે એવી પરમક્રુપાળુ ઈશ્વર પાસે વિનમ્ર પ્રાર્થના છે. તેઓ નિત્યનવીન સાહિત્યિક સર્જન કરી સમાજ ને પ્રેરણા-પંથ ચીંધતા રહે એવી મારી હાર્દિક અભિપ્સા છે.

 

 

પ્રસ્તુત પુસ્તકના વિચારો આપણે માટે જીવન-પાથેય બની રહે એવી મંગળ-કામના અને ઉતરોતર તેઓ પ્રગતિના સોપાનો સર કરતા રહે એવી અંતરની શુભકામનાઓ સહિત વિરમીએ છીએ.

 

 

વિનોદ ખિમજી પ્રજાપતિ                          ડાહ્યાભાઈ રણછોડજી મિસ્ત્રી

 

3: વિનોદ ખિમજી રોડ                            વેસ્મા નિવાસી-દહિસર

 

ભારત કોલ કંમ્પાઉંડ                              મુંબઈ

 

જૂના કુર્લા-મુંબઈ-૪૦૦ ૦૭૦                      (સ્વર્ગવાસ-૧૮ ફેબ્રુઆરી ૨૦૦૦)

 

 

                                પ્રભુ પ્રીતના અમીઝરણા

 

 

 

        મારી પત્ની કમુ તથા મારી દીકરીઓ નીના, વર્ષા,વંદના તથા રૂપાને અર્પણ

 

 

 

                                    બે શબ્દો         

 

 

 

 

 

     આ માનવ જન્મ મળવાથી હું સ્વયંને ઘણોજ પરમ ભાગ્યશાળી સમજું છુ. જીંદગીની સફર ઘણીજ ટુંકી છે, અને અંત ક્યારે લખ્યો છે એ પ્રભુ હાથે છે, પણ આત્મા અમર છે. માનવીએ જન્મ-મરણનો ડર છ્ઓડીને જીંદગીની સફરમાં આગેકુચ કરવાની રહે છે અને આ સફર એવી હોય કે એની સુવાસ હંમેશા રહે.

 

 

ગંગાનદીમાં મારા માતુશ્રીની અસ્થિ વિસર્જન કરવા કાજે ૧૯૮૮ ની સાલમાં નવેમ્બર મહિનામાં મારી ભારત દેશની સફર અને ત્યારબાદ સપ્ટેંમ્બર ૧૭,૧૯૮૯ના રોજ રવિવારે અચાનક મારા હ્ર્દય પર દુ:ખાવાનો હુમલો અને મારૂ હાર્ટનું ઓપરેશન થયુ. મારૂ ઘરે હોવું, ટાઈમસર હોસ્પીટલ પહોંચવું અને ટાઈમસર સારી રીતે ઓપરેશન થવું એ પ્રભુ ઈચ્છા નિમિત્ત હતું…..પ્રભુક્રુપાથી મને નવી જીંદગી મળી.

 

 

આ મારી માંદગીના સમયે જ્યારે હોસ્પીટલમાં રહ્યો તેમજ ઘરે ઓપરેશનબાડ આરામ કર્યો એ દર્મ્યાન પ્રભુ પ્રેરણાથી ભાવનાઓ જાગ્રુત થઈ. એ ભાવનાઓને આ કાવ્યરૂપી સ્વરૂપ મળ્યું છે. આ સમય દરમ્યાન મારી પત્ની કમુ તથા મારી દીકરીઓ નીના, વર્ષા, વંદના અને રૂપા પાસે મળેલ પ્રેમભરપુર સાથ તેમજ મારા ભાભી નામે ગં.સ્વ.શાંતાબહેન છગનલાલ મિસ્ત્રી તથા મારા મિત્રો વિનોદ અને કાર્તિક તથા અન્ય સર્વ સગાંસ્નેહીઓ અને મિત્રોએ કરેલ પ્રાર્થનાઓ મારાથી કેમ ભૂલાય ? મારા દીલમાં “જે કંઈ થયું” તેને મેં શબ્દોમાં વર્ણન કરવા કોશીષ કરી તેમજ પ્રભુને પ્રાર્થનાઓ સાથે વંદન કર્યું અંતમા મારે એ કહેવું

 

 

“પ્રભુએ આપેલ નવી જીંદગી” ની સફર હવે જો થઈ શરૂ

 

ચંદ્ર ભાગ્ય તારૂ, જરૂર પ્રભુ દર્શન કરતો રહું”

 

 

                                               ડો. ચંદ્રવદન

 

 

 

                     (૧)

 

 

 

            એ ઉપકાર ભુલીશ કેમ ?

 

 

 

મારો શામળીઓ ગીરધારી

 

તારી ક્રુપા છે અતી ન્યારી,(૨)….ટેક

 

 

પલભર માટે બોલાવ્યા મુજને,

 

હૈયું નવું દીધુ રે તુજને,

 

વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

 

                            મારો શામળીયો…

 

 

જીંદગીની ભુલો જોઈ નથી મારી,

 

કંઈક પુણ્ય નિહાળી, બદલી બાજી મારી,

 

વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

 

                            મારો શામળીયો…

 

 

 

તેદું આવ્યું અચાનક જીવન દાન કાજે રે,

 

પ્રાર્થના સૌની સુનીને દીધું આયુષ્ય દાન રે,

 

 વ્હાલા. એ ઉપકાર ભુલીશ કેમ તારો? (૨)

 

                            મારો શામળીયો…

 

 

 

પત્ની, બાળકો ને દુનિયા કાજે,

 

ચંદ્ર કરતો રહે પ્રભુસેવા નવી જીંદગી કાજે…

 

                             મારો શામળીયો…

 

 

તા. ૨૩ સપ્ટેમ્બર ૧૯૮૯

 

 

 

                     

 

                     (૨)

 

          પધારો હમઘર મોહન પ્યારે

 

 

ઓ ગીરધારી, હું તો આવ્યો ઘર હમારે,

 

હવે પધારો હમ ઘર, મોહન પ્યારે,મોહન પ્યારે…

 

 

બોલાવ્યો ને આવ્યો હું તો તમારી પાસે,

 

કંઈક કાનમાં કહ્યું ને દીધી હૈયામાં મીઠી વાણી,

 

મોહન બોલાવું હું તમને, આવજો તમારો દાસ રે જાણી..

 

                                   હવે પધારો હમઘર…

 

 

 

નવી જીંદગી છે દીધી મુજને આજે,

 

ન તો દુનિયા જાણું, પહેચાનું એક મોહન મેરે નાથરે,

 

મોહન બોલાવું હું તમને.દીલમાં વસી મોહન દેજો મુજને સાથરે..

 

                                   હવે પધારો હમઘર…

 

 

મારો નવલા હૈયામાં હરદીન અમ્રુતવાણી તારી,

 

મારા મુખડે હોય મોહન નામ જ તારૂ, ઓ બલીહારી…

 

ચંદ્ર કહે હું તો જીંદગીભર બોલાવીશ તમને, ઓ મેરે ગીરધારી

 

                                    હવે પધારો હમઘર…

 

 

 

તા. ૨૫ સપ્ટેમ્બર ૧૯૮૯

 

 

 

(૩)

 

 

 

                                      Dear Kamlesh

 

 

 

My Dear Kamlesh, My Dear Kamlesh,

 

Friend dear Oh…my brother Kamlesh…

 

 

 

Early came Deepak to California, Then I

 

Understood not.

 

 

 

Thrilled was I, as if meeting you, I

 

Thought

 

                                 My Dear Kamlesh….

 

 

 

Then, was the God – sent sivkness and

 

I was Lost.

 

 

 

Deepak was with me, like a friend Kamlesh,

 

                                    When I needed most

 

                                    My Dear Kamlesh….

 

 

 

Your prayers gave me life A-new,

 

May our Love prosper and re-new,

 

                                     My Dear Kamlesh…

 

 

 

Date : 25th Sept.1989

 

 

 

                                      (૪)

 

                               સમુદ્રનું મોજુ

 

 

અચાનક સમુદ્રમાંથી એક મોજું રે આવ્યું,

 

મારા હૈયા પર એ તો ધસી રે ગયું,

 

કોણ જાણે એ કેમ થયું, એ કેમ થયું?….

 

 

પુકાર્યો વિનોદ, તને એ ઘડી,

 

મિત્ર આવ્યો, સહાયતા મુજને મળી…

 

                    અચાનક સમુદ્રમાંથી…

 

 

મોજારૂપી પ્રભુધામનું તેડુ હતું એ,

 

તારી પ્રાર્થના થકી ફરી દુનિયા જોઈ છે મેં,

 

                    અચાનક સમુદ્રમાંથી….

 

 

આવી મિત્રતા હંમેશ રહે આ જીંદગીભર,

 

ચંદ્રના હૈયામાં વહેતો રહે શાંતી સાગર હર પલ,

 

                     અચાનક સમુદ્રમાંથી….

 

તા. ૨૫,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

 

 

              

 

 

 

 

 

 

 

                        (૫)

 

                   પ્રભુનામની ધુનો

 

                 ( જય   અને હરે ધુનો)

 

 

 

(૧)  જય ઠાકોરશ્રી, જય ઠાકોરશ્રી,

 

જય ઠાકોરશ્રી, જય ઠાકોરશ્રી,

 

      જય ડાકોરશ્રી, જય ડાકોરશ્રી,

 

      જય ઠાકોરશ્રી. જય ડાકોરશ્રી,

 

      જય ઠાકોરશ્રી, જય ડાકોરશ્રી,

 

      જય જય ઠાકોરશ્રી જય જય ડાકોરશ્રી,

 

      જય જય ઠાકોરશ્રી જય જય ડાકોરશ્રી

 

 

(૨)   શ્રી રામ જય રામ જય જય રામ,

 

       શ્રી રામ જય રામ જય જય રામ,

 

       જય જય રામ જય જય રામ

 

       જય જય રામ જય જય રામ

 

 

 

(૩)    જય મોહન પ્યારે, જય મોહન પ્યારે,

 

       જય મોહન પ્યારે, જય મોહન પ્યારે,

 

       જય રાધે ક્રુષ્ણ, જય મોહન પ્યારે

 

        જય રાધે ક્રુષ્ણ જય રાધે ક્રુષ્ણ

 

 

 

(૪)    શ્રી ક્રુષ્ણ માધવ હરે મોરારી,

 

        શ્રી ક્રુષ્ણ માધવ હરે મોરારી,

 

        હરે મોરારી, હરે મોરારી

 

        હરે મોરારી, હરે મોરારી

 

        હરે મોરારી, હરે મોરારી

 

        હરે ગીરધારી, હરે ગીરધારી,

 

        હરે ગીરધારી, હરે ગીરધારી,  

 

તા. ૨૬,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

 

 

                        (૬)

 

            ભાભીનો મમતારૂપી પ્યાર

 

 

 

હું જનમ્યો જ્યારે, ભાભી હતી ત્યારે,

 

માન્યો એક દીકરો મુજને એમણે ત્યારે…

 

 

મમતા છોડી ચાલી ગઈ પ્રભુધામ જ્યારે,

 

મારા દીલમાં આંચકો, પણ મમતા ભર્યો

 

એમનો સાથ મળ્યો ત્યારે…

 

 

હવે અચાનક આ દુ:ખ જો આવ્યું મારા હૈયે,

 

સાથ રહી દુ:ખ સહન કરી પ્રાર્થના કરી મૈયે…

 

 

નવી જીંદગી હવે મારી એ જરૂર જાણું હું

 

’ભીખુ’ કહે મમતારૂપી પ્યારનો ભોખો છુ હું….

 

 

 

તા. ૨૬,સપ્ટેઁમ્બર,૧૯૮૯

 

 

 

                        (૭)

 

                 જશોદા બાળ દર્શન

 

 

 

નાગર નંદજીના લાલ,માતા જશોદાના બાળ,

 

હું તો શોધું તને,તું તો નાહી મળે મુજને,તું તો નાહી…

 

 

તું તો માખણ ચોરે, શોધે જશોદા મૈયાતોરે,

 

ગોપીઓ ગાળો દે છે મુજને,

 

તું તો નાહી મળે મુજને, તું તો નાહી મળે મુજને….

 

નાગર નંદજીના લાલ, માતા જશોદાના બાળ,

 

                                         હું તો શોધુ તને…

 

 

વ્રુંદાવનમાં મધુર મોરલી બજાવે,સર્વ ધેનુને તું તો જગાવે,

 

ગોવાળીયા માઠુ બોલે છે મુજને,

 

તું તો નાહી મળે મુજને, તું તો નાહી મળે મુજને….

 

નાગર નંદજીના લાલ, માતા જશોદાના બાળ,

 

                                         હું તો શોધુ તને..

 

 

 

રાસ રમવો છે તારે, ગોપીઓ શોધવી છે મારે,

 

ચંદ્ર પુકારે કાના રહેજે આજે,અધીરો બન્યો હું દર્શન કાજે…

 

નાગર નંદજીના લાલ,… નાગર નંદજીના લાલ,

 

                          માતા જશોદાના બાળ,

 

                                         હું તો શોધુ તને..

 

 

 

તારીખ : ૨૬,ઓગસ્ટ ૧૯૮૯

 

 

 

                          (૮)

 

                    રામ નામ રસ

 

 

 

મેંને રામ નામ રસ પીયા, મૈને રામ નામ રસ પીયા…(ટેક)

 

 

આ ભવસાગરમાં તોફાન આવ્યું જ્યારે,ડગમગ ડોલી નાવડી મારી,

 

એ….જી…મૈને રામ નામથી નાવ ચલાવી,મૈને રામ નામ રસ…

 

 

આ સંસારમાં કેદી મન્યો હું જ્યારે,ભુલો થઈ ગઈ મારી,

 

એ…જી…મૈને રામ નામથી ભુલો મારી સુધારી,મૈને રામ નામ રસ…

 

 

                  આ જીંદગી મળી છે અમુલ્ય જ્યારે, કંઈક પુન્ય કરવાની તક છે મારી,

 

                 એ…જી…ચંદ્ર કહે મૈને રામ નામ લઈ પુન્ય પાયા,મૈને રામ નામ રસ…

 

 

 

                    તા ૨૭,ઓગસ્ટ ૧૯૮૯

 

 

 

                                           (૯)

 

                           જરૂર પ્રભુ તારૂં નામ હશે

 

 

 

એક વિજળીનો ચમકારો રે થયો,

 

એ તો મારા હૈયા પર રે પડ્યો,

 

આવા સમયે એ સૌના દીલમાં શું રે થયું હશે?

 

                                શું રે થયું હશે?

 

જરૂર, પ્રભુ તારૂં નામ હશે, તારૂ નામ હશે?

 

ઘરે હૈયા પર હુમલો, કમુ તરત હોસ્પીટલ લાવી રે મુજને,

 

ત્યાં તો થયું રે ઘણું, ન રહ્યો સમયનો ખ્યાલ કમુ કે મન મે,

 

જ્યારે ઓપરેશન થીએટર લઈ ગયા મુજને,

 

                            એના દીલમાં શું રે થયું હશે ?

 

                            એના દીલમાં શું રે થયું હશે ?

 

 

           આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

 

મારી માંદગીની વાત મારી બેટી નીનાએ કોલેજ ન જાણી,

 

પપ્પા ઘણા માંદા, એ જરૂર જાણ્યું લેંકેસ્ટર આવી,

 

મને નીનાનો જોવાનો આનંદ, પણ એ સમયે

 

                              એના મનમાં શું રે થયુ હશે ?

 

                              એના મનમાં શું રે થયુ હશે ?

 

            આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

 

મારા વર્ષા-વંદનાએ જાણ્યું પપ્પા છે “સીક” જમતા જમતા,

 

હોસ્પીટલમાં પપ્પા છે ‘સીરીઅસ’, બચ્ચા મરતા મરતા,

 

એમણે જાણ્યું કુમળે હ્રદયે, નાની દીકરીઓના

 

                                મનમાં શું રે વિચારો?

 

                                મનમાં શું રે વિચારો?

 

             આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

 

  

 

મારી લાડકી, ગુડલી રૂપા એણે પ્રશ્નો કર્યા રે ઘણા,

 

પપ્પા છે માંદા, બાળ હૈયામાં પ્રેમ- ઝરણા રે ઘણા,

 

એનું નાજુક દીલડું પ્રેમભર્યુ, નાદાનીમાં

 

                             એ દીલમા શું થયું એ તો કોણ જાણે ?

 

                             એ દીલમા શું થયું એ તો કોણ જાણે ?

 

              આવા સમયે જરૂર પ્રભુ તારૂ નામ હશે,તારૂ નામ હશે

 

 

 

સૌના મનમાં શું રે થયું એ સૌ કોઈ જાણે,

 

ચંદ્ર કહે, પ્રભુ તું સર્વના દીલની વાત જ જાણે…

 

                                       એક વિજળીનો ચમકારો…

 

 

 

તા. ૨૬, સપ્ટેઁમ્બર ૧૯૮૯

 

 

 

                         (૧૦)

 

                     કાર્તિક-પ્રેમ

 

 

 

એ નટખટ નંદકિશોર કાર્તિક નાનો,

 

હું બોલાવું ને સાંભળે છે શાનો ! ….ટેક

 

સુખડામાં એ તો સાથે દોડે,

 

દુ:ખડામાં વળી મારો પીછો ન છોડે…..

 

                       એ નટખટ નંદકિશોર….

 

 

તરસ્યો હું ને પીવુ’તુ પાણી

 

લાવ્યો અમ્રુત સુણી મારી મનની વાણી…

 

                       એ નટખટ નંદકિશોર…

 

 

મારા સ્વપ્નમાં મેં જોયુ ઘણુ,

 

મારૂ સ્વપ્ન પણ એણે સાચું કર્યું…..

 

                        એ નટખટ નંદકિશોર….

 

 

ભાગ્યમાં ભાઈ છે નાનો મારો,

 

ચંદ્રના દીલમાં કાર્તિક-પ્રેમ છે તારો….

 

                         એ નટખટ નંદકિશોર…

 

 

 

તા. ૨૭, સપ્ટેઁમ્બર ૧૯૮૯

 

 

 

                          

 

 

 

 

 

 

 

 

 

                           (૧૧)

 

                    હજુ સમય નથી મારો

 

 

 

  માનવ જન્મ મળ્યો આ મારો,

 

  વળી સાથ પ્રભુજી તારો

 

હજુ સમય થયો નથી મારો (2)…..ટેક

 

 

પુરા કર્યા જીંદગીના દિવસ જ ચાર,

 

નથી જોઈ દુનિયા તારી, ઓ પાલનહાર,

 

હજુ સમય થયો નથી મારો (2)

 

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

 

કંઈક પુન્ય કરવાની તક આ મળી,

 

મેં તો ભુલો કરી દીધી ઘણી,

 

હજુ સમય થયો નથી મારો (2)

 

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

 

 

સંસાર માયાની જાળ છે તારી,

 

મારા નાનેરા બાળકો કાજે શક્તિ માંગુ તારી,

 

હજુ સમય થયો નથી મારો (2)

 

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

 

 

નવું જીવન દઈને પ્રભુ તું જો રાજી,

 

ચંદ્ર કહે સમયે આવી પ્રભુ તુંજને બદલી મારી બાજી

 

                 માનવ જન્મ મળ્યો આ મારો…

 

 

 

                તા. ૨૮, સપ્ટેઁમ્બર ૧૯૮૯

 

 

   

 

  

 

 

 

 

 

 

 


                                     (૧૨)


                                       અંતરયામીની આરતી


જય અંતરયામી, જય અંતરયામી,


આરતી કરૂં હું અંતરયામી (2)


                     સ્વીકારો પોતાની જાણી…પ્રથમ સમરૂ ગણપતી નંદન, પાયે લાગું શંકર-પાર્વતી મૈયા


દુ:ખ ભંજન ઓ અંતરયામી(2) પાર કરો ને નૈયા…


                                         જય અંતરયામી….બીજે સમરૂ શારદા મૈયા, મુખડે હોય પ્રભુ વાણી,


સાંભળજો અંતરયામી(2) આશા છે એ મારી…


                                          જય અંતરયામી…ત્રીજે સમરૂ ગુરુજી મારા, થાય સંતોની સેવા,


પ્રેમથી ભજીયે અંતરયામી(2) દેજો ઘર ઘર મેવા,


                                           જય અંતરયામી…ચોથે સમરૂ ક્રુષ્ણ મુરારી, હૈયે મોહન ભક્તિ તારી,


વિનવું ઓ અંતરયામી(2) પ્રાર્થના છે આ મારી…


                                            જય અંતરયામી…પંચમે સમરૂ પરમાનંદન, માંગુ દર્શન પાયે લાગી,


ચંદ્ર પુકારે અંતરયામી(2) સ્વીકારો આ આરતી મારી…


                                            જય અંતરયામી…તા. ૨૯,સપ્ટેઁમ્બર ૧૯૮૯                           (૧૩)


                   રણછોડરાયને થાળજમવા પધારો, જમવા પધારો, રણછોડરાય જો,


મેં તો પ્રેમથી બનાવી છે થાળી જો,


જમવા પધારો, જમવા પધારો, રણછોડરાય જો…ભાતભાતના પકવાન બનાવ્યા,


વળી મુક્યા છે મેવા જો…


જમવા પધારો, જમવા પધારો…જળ ગંગાના હું તો લાવ્યો,


વળી મુખવાસ માટે લવીંગ-સોપારી ને પાનના બીડલાં જો


જમવા પધારો, જમવા પધારો….ચંદ્ર અંતર-હૈયામાં રહીને


પ્રેમથી જમજો મારા વ્હાલા જો…


જમવા પધારો, જમવા પધારો…તા.૫,ઓક્ટોમ્બર ૧૯૮૯                          પ્રગતિના પંથે


                ભુરીયા ફળીયા પ્રજાપતિ જ્ઞાતિજનોની


               કુળદેવી ખોડીયાલ માતાજીના ચરણોમાં અર્પણ


 


                             બે શબ્દો 


આ કાવ્યરૂપી સંગ્રહ પ્રભુ પ્રેરણાની પ્રસાદી છે. ભુરીયા ફળીયાને નિહાળતા મારા દીલમાં ભાવનાઓના નીર વહી ગયા અને એ સાથે ભુરીયા ફળીયાની “પ્રગતિના પંથે” હું પણ આકર્ષાયો.ભુરીયા ફળીયાની સ્થાપના આશરે ૯૫-૯૬ વર્ષ પહેલાં (આશરે ઈ.સ. ૧૮૯૫) આપણા પ્રજાપતિ વડલાઓના હસ્તે થઈ હતી. શરૂઆતમાં ફળીયાને નાકે આપણી કુળદેવી ખોડીયાલ માતાજીનું એક નાનું સરખું મંદિર હતું.આજે હવે માતાજીનું ભવ્ય મંદિર ફળીયાને શોભાવે છે. માતાજીની પ્રેરણાથી વધુ પ્રગતિઓ થઈ. ૧૯૭૮ની સાલમાં સુંદર “પ્રજાપતિ ભવન” ના મકાને ફળીયાની શોભા વધારી. વળી, આ પ્રજાપતિ ભવનમાં ભુરીયા ફળીયાના “બાળમંદિર” ને સ્થાન મળ્યું. ફક્ત ફળીયાના માળકો નહી બલ્કે વેસ્મા ગામના નાનેરા બાળકોને વિદ્યાદાનનો લાભ મળવા લાગ્યો. આપણું બાળ મંદિર એક ગૌરવ ભર્યું પ્રતિક બની ગયું છે. ફળીયાની “વારીગ્રહ” નળ યોજના પણ એક ગૌરવભરી કહાની છે. આ બધી પ્રગતિઓને નિહાળતા “છોટીસી ઝલક” ને સ્વરૂપ મળ્યું છે. ભુરીયા ફળીયામાં થયેલ પ્રગતિઓને નિહાળતાં ઘણીવાર મારા મનમાં વિચારો આવતા કે ફળીયામાં “દવાખાનું” કે “લાયબ્રેરી” હોય તો કેવું સારૂં ! આ બધા વિચારો સાથે મેં સ્વપ્ન-દુનિયામાં પ્રવેશ કરી આપને “ખ્યાલોમેં” અર્પણ કર્યું છે.આ મારી ભાવનાઓ જે“છોટીસી ઝલક” અને “ખ્યાલોમે” રૂપમાં દર્શાવી એ હકીકતનુ એક જ  ઝરણું છે. પણ, એ નીરમાં પ્રજાપતિ જ્ઞાતિજનો સમાયેલા છે. આ વિચાર સાથે મેં પ્રથમ શરૂઆત “પ્રજાપતિ ગૌરવ” ના કાવ્ય સાથે કરી છે. સર્વ માનવીઓને અનંત આત્મારૂપે જોતા, સર્વ પરમાત્માનાં નાનેરા અણુઓ છે. તેમ છતાં, જે પ્રમાણે માનવી જન્મ્યો એ માટે માનવીને ગૌરવ હોવો જોઈએ. એ હેતુ સાથે મેં મારી ભાવનાઓ આ કાવ્યમાં રેડી છે. તારીખ ૧૭,સપ્ટેઁમ્બર-૧૯૮૯ના રોજ મને હ્રદય પર અચાનક દુખાવો થયો અને, ત્યારબાદ હાર્ટનું ઓપરેશન થયુ એ પ્રભુનિમિત હતું. પ્રભુક્રુપાથી મને નવી જીંદગી મળી અને તા. ૧૭,સપ્ટેઁમ્બર-૧૯૯0 ના રોજ આ હકીકતને એક વર્ષ પૂર્ણ થાય છે. આ દિવસે આ પુસ્તક પ્રગટ થાય એવી ભાવનાઓ જાગ્રુત થઈ. અને શનીવાર તા. ૧૩ ઓક્ટોબર મારા જન્મદિને આ પુસ્તક પ્રગટ થયું. આ મળેલ તક એ માતાજીની ક્રુપા છે. આ પુસ્તક આપણાં કુળદેવી ખોડીયાલ માતાજીનાં ચરણોમાં અર્પણ કર્યું છે.-ડો. ચંદ્રવદન ૧૩-૧૦-૯૦                           (૧)


                      પ્રજાપતિ ગૌરવ


       ઓ રે , પ્રજાપતિ જન, શાને કરે તું શોક ?


જનમ્યો છે તું ઉચ્ચ કુળે, શાને કરે તું શોકે ?….(ટેક)બ્રહ્માજી છે ખુદ પ્રજાપતિ, ને વિશ્વકર્મા પુત્ર રે,


        બની છે સર્વ માનવજાત એના કુળ માંહી રે…


                                  ઓ રે પ્રજાપતિજન….પ્રજાપતિગૌરવ છે ભારી, એની સીમા કેમ રે હોય?


        બ્રાહ્મણરૂપે પ્રજાપતિ જન્મ્યા, એવું ગ્રંથે ગ્રંથે હોય….


                                   ઓ રે પ્રજાપતિજન….માટી-કામ હસ્તે લઈને, અપાર કલા કરી રે તેં તો,


        ઓ રે પ્રજાપતિજન કુંભાર કહેવાયો તું તો, એનો મહિમા છે રે મોટો…


                                    ઓ રે પ્રજાપતિજન….પ્રજાપતિ કુળે થયા છે સંતો અનેક,


        વળી કોકે ક્ષત્રિયપદ પાવન કર્યું વિશેષ….


                                    ઓ રે પ્રજાપતિજન….ચાર વર્ણ આર્ય સમાજ કહે છે રે એમ,


        કર્મ કરો તમો જેવા, તેવા તમો સમજો નાહી કેમ?


                                    ઓ રે પ્રજાપતિજન….અંધકાર-આળસ સાથે ખોયું પ્રજાપતિપણુ આજે,


વિદ્યા અભાવે નીચે જોયુ સમાજ-સ્થાન કાજે….


                             ઓ રે પ્રજાપતિજન….ચંદ્ર કહે હું તો જન્મો જન્મ પ્રજાપતિજન,


પ્રભુ રેડો વિદ્યારૂપી અમીરસ સૌ પ્રજાપતિ મન…


                                     ઓ રે પ્રજાપતિજન….તારીખ ૨૫, જુન-૧૯૮૯                        (૨)


                   ભુરીયુ ફળીયુમેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય,


        બેઠો હું તળાવની પાર,


        મારું મનડું કરે હલ ચલ ……


મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….સામને મારી, ફળીયું સુંદર “ભુરીયું”


        વહી રહી છે બચપન કેરી યાદ,


        એ યાદમાં હું ખોવાયો….


        મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….ખોડીયાલ માત મંદિર પવિત્રતાથી ભરપુર,


        વહી રહ્યા છે પવિત્રાના નીર,


        એ નીરથી હું ન્હાયો….


        મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….જોઈ રહ્યો છુ “પ્રજાપતિ ભવન” ભવ્ય


        ચલકાય છે આનંદથી દીલડું મારૂ,


        એ આનંદથી હું મલકાયો….


        મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….તળાવ પેલી પાર છે સુંદર મહાદેવ મંદિર,


        થઈ ગઈ છે સાંજ’ને થાય ઘંટોનો નાદ,


        એ અવાજ થી હું જાગ્યો….


        મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….તળાવ પાર છોડી હું ચાલ્યો ઘર,


        ચંદ્ર કહે પ્રભુ રાખજે “ભુરીયુ”મારૂ અમર…


        મેં ના જાણું કેમ આજ મારૂ હૈયું હરખાય….                    (૩)


              ખોડીયાલ માત


 


આવજો રે, આવજો રે,


મારી ખોડીયાલ માત સંગ રમવાને,


તમો આવજો રે, તમો આવજો રે…..(ટેક)મારી માતા છે સોહામણી,


એની સુંદરતઅથી તમો અંજાય જાશો નહી…


                         આવજો રે, આવજો રે…મારી માતા છે દયાનો સાગર,


એની દયા છે અપરંપાર….


                         આવજો રે, આવજો રે….મારી માતા છે મમતાની નાવ,


એ નાવડીમાં કરો તમે ભવપાર…


                         આવજો રે, આવજો રે….મારી માતા છે દુ:ખીઆના સાથી,


માતક્રુપા એવી, દુ:ખડા હોય રે ક્યાંથી?


                         આવજો રે, આવજો રે….આજ શરદ પુનમની છે રાત,


ચંદ્ર રમે છે માતાની સાથ…


                         આવજો રે, આવજો રે….
                    (૪)


                બાળ મંદિરરમતા રે રમતા,


અમે રમતા નાના બાળ,


આ ભુરીયાની ધરતી પર,


અમે રમતા નાના બાળ….(ટેક)હમો જ્યારે નાના બાળ,


ન હતું મંદિર તે કાળ,


હસતાં રમતાં થાય હમ દિવસો પાર…


                            રમતા રે, રમતા….આવે ૧૯૭૮ ની સાલ,


અને થાય જ હાહાકાર,


”પ્રજાપતિ ભવન” રૂપે મળ્યો “મંદિર સહકાર”


                            રમતા રે, રમતા…નવલા બાળ મંદિર હમો તો રમતા નાના બાળ,


અરે અમે તો રમતા-ભણતા-ગણતા નાના બાળ,


                            રમતા રે, રમતા…વેસ્મા ગામમાં થાય એક લલકાર,


ભુરીયા ફળીયે છે બાળ મંદિર ચમકાર…


                            રમતા રે, રમતા…બાળ મંદિરને છે પ્યારા બાળ,


ચંદ્ર કહે મેરે પ્રભુ-મન સૌ કોઈ બાળ હી બાળ


                            રમતા રે, રમતા…તારીખ : ઓક્ટોબર ૧૯૮૭                     (૫)


          ભુરીયા ફળીયા બાળ મંદિરમંદિર મારૂ, મંદિર તારૂ,


બન્યું રે બાળ મંદિર ન્યારૂ,


         બન્યું રે બાળ મંદિર ન્યારૂ….(ટેક)ભુરીયા ફળીયાના દિવ્ય પ્રકાશે,


ચમકું હું તો પ્રજાપતિ ભવન સાથે,


       ચમકું હું તો પ્રજાપતિ ભવન સાથે…


            મંદિર મારૂ, મંદિર તારૂ…આ સંસારમાં તરતી રે નાવડી,


મારા બાળગોપાળ હૈયે હું તો બની રે માવડી…


                        હું તો બની રે માવડી…


                 મંદિર મારૂ, મંદિર તારૂ…દશ વર્ષ થાય રે આ માસ,


મારૂ મનડું નાચે રે આજ,


                         મારૂ મનડું નાચે રે આજ,


                   મંદિર મારૂ. મંદિર તારૂ…પ્રભુજી માંગુ એક સહારો તારો,


ચંદ્ર કહે બાળગોપાળ કાજે પ્રાણ રહેજે રે મારો,


                           પ્રાણ રહેજે રે મારો….


                    મંદિર મારૂ, મંદિર તારૂ…તારીખઃમાર્ચ ૧૯૮૮                          (૬)                        નળ પાણીપાણી રે પાણી,


મારે પીવા છે નળના પાણી,


વ્હાલા, આણી દયોને નળના પાણી,નળના પાણી…(ટેક)મેં તો પીધા કુવાના પાણી,


મારી તરસ ન થાય ધૂ રધાણી,


પણ…મારે પીવાં છે નળના પાણી…


                             પાણી રે પાણી…મારા સ્વપ્નમાં પીધું “માનસરોવર” પાણી,


મારા દીલડાની તરસ ન ભાંગી,


 પણ…મારે પીવાં છે નળના પાણી…


                             પાણી રે પાણી…


મેં સાંભળ્યુ ભુરીયા ફળીયે પાણી,


વળી બન્યું “વારિગ્રહ” ને ઘર ઘર પાણી,


મેં તો પીધુ રે નળનુ રે પાણી….


                              પાણી રે પાણી…


ચંદ્ર કહે પ્યાસ નથી હવે પાણી કાજે,


પણ…તમો પીતા રહો નળ પાણી આજે….


                               પાણી રે પાણી…


તારીખઃ ૮-૩-૧૯૮૮                       (૭)


           શ્રી ખોડીયાળ વારિગ્રહ


 


સુંદર, અતી સુંદર બન્યુ,


ખોડીયાળ માત વારિગ્રહ અતી સુંદર બન્યું…(ટેક)એક દિન નળપાણી વિચાર સાથ રે,


ક્રુપા-પ્રેરણાભર્યું તારૂ નીર જો રેડ્યું, ઓ માત રે…


                         સુંદર, અતી સુંદર….દાન-પ્રભાવ થયો રે સારો, ઓ માત,


ભુમી-પુજન થયું ભાઈ “પરસોતમ”ને હાથ…


                         સુંદર, અતી સુંદર…ઘણા ઉત્સાહથી બોરીંગ શરૂ રે કર્યું,


એકસો દશ ફુટ પણ પાણી ના રે મળ્યું…


                         સુંદર, અતી સુંદર…માતાની ક્રુપા ‘ને રાખી ધીરજ સાથ,


પાણી નીકળ્યા ‘ને રહી રે સૌની લાજ…


                           સુંદર, અતી સુંદર…ભાગ્ય કેવું હમારૂ ‘ ને વળી રંગ પંચમી દિન મસ્ત,


થયું વારિગ્રહ ઉદઘાટન ‘નગીનભાઈ’ હસ્ત…


                           સુંદર, અતી સુંદર…સામને ખોડીયાળ માત મંદિર પ્યારૂ,


બની ગયુ રે નાનકડું વારિગ્રુહ મકાન ન્યારૂ,…


                           સુંદર, અતી સુંદર…આ તો નવેંમ્બર ‘ને ૧૯૮૮ ની સાલ,


ચંદ્ર કહે વારિગ્રહ નિહાળી, આનંદ ભર્યો મારો છે હાલ,


                            સુંદર, અતી સુંદર…તારીખઃ ૩૦, નવેઁમ્બર-૧૯૮૮                         (૮)


                      એક સ્વપ્નુંહું તો નિશાળ બહાર,


એક બાળ કરે છે પુકાર,


”મારે વાંચવી રે ચોપડી


મને લાવી દ્યોને ચોપડી”….ભણવા બાળ મંદિર જાવું છે મારે,


આ છે અંતરવાણી હૈયે મારે,


પૈસા વિના નાહી ચોપડી,


તમો લાવી દ્યોને ચોપડી…


                       હું તો નિશાળ બહાર…ભણવા માટે મોટી શાળાઓ,


મારે મન ભણતરની માળાઓ, પૈસા વિના નાહી ચોપડી,


તમો લાવી દ્યોને ચોપડી…


                       હું તો નિશાળ બહાર..ડીગ્રી લેવી છે કોલેજ માંહી,


મારી હોંશ રહી દીલડાં માંહી,


 પૈસા વિના નાહી ચોપડી,


તમો લાવી દ્યોને ચોપડી…


                       હું તો નિશાળ બહાર..મારી આંખમાં વહે છે આસુંડા,


પુસ્તકાલય ન મળે એના રે આંસુડા,


જોઈ રહ્યો ભુરીયુ ફળીયુ નજરે


લાયબ્રેરી દેખુ હરખે હરખે…


હું તો નિશાળ બહાર..  હું તો નિશાળ બહાર…ચંદ્ર કહે આજ આ છે સ્વપ્નુ રે મારૂ,


પ્રભુ અરજી કરૂં બને પુસ્તકાલય રે પ્યારૂ…


                        હું તો નિશાળ બહાર…


 તારીખઃ ઓક્ટોબર ૧૯૮૭                                          (૯)


                                         માંદગી


 


ન બોલાવી પણ આવી રે હમ ઘર માંદગી,


નથી નોલત કરવું શું મારે આંધગી?… (ટેક)બોલાવ્યા મેં તો “ડાકતર” ઘર હમારે,


પૈસા નહી તો માંદગી-ઈલાજ નથી ભાગ્ય હમારે…


                              ન બોલાવી પણ….ઘણા હોંશથી હોસ્પીતાલે લાવ્યો મરો દીકરો,


પૈસા નથી તો નિરાશા સાથ લઈ નિકળ્યો…


                                ન બોલાવી પણ…ફરી થયું કે બીન-પૈસે કરવું રે શું મારે?


યાદ આવી ભુરીયા ફળીયાની એ સાથ રે…


                                ન બોલાવી પણ…જોયું મેં તો સુંદર દવાખાનું રે એક,


હસી રહ્યો દવાખાનામાં મારો દીકરો રે એક…


                                 ન બોલાવી પણ…જાગી પડ્યો હું’ને ઉડી ગયું સ્વપ્નું રે મારૂ,


ચંદ્ર કહે કરી દેજે પ્રભુજી આ સ્વપ્નુ સાકાર મારૂ…


                                 ન બોલાવી પણ…તારીખઃ ઓક્ટોબર ૧૯૮૮                             (૧૦)


                           એક આશાઆજે શું થશે એની ખબર કોને?


કાલની ચિંતા વિના કરીશું કામ હમો તો…(ટેક)પ્રભુના નામનો દીપક જલાવ્યો છે હમોએ,


ખોડીયાલ માતાનું પુર્યું છે તેલ હમોએ,


જલતો રહે આ દીપક હમારો એજ આશા છે હમારી..


                                    આજે શું થશે….ભલે ન મળ્યો પત્રરૂપી સાથે હમોને,


દીલમાં હશે “દીપક-પ્રકાશ” સૌ ભુરીયાવાસી તમોને,


                                     આજે શું થશે…“પ્રજાપતિ ગ્રંથ” નથી મારો કે તમારો,


સ્મ્રુતિરૂપે રહેશે એ ગ્રંથ હમારો…


                                     આજે શું થશે…ચંદ્ર કહે આશા નિરાશા ન કર પ્રભુ તું,


પ્રેમથી વિનવું, તમારો હઠીલો દાસ છે હું…


                                     આજે શું થશે…તારીખઃ ૫,જુન ૧૯૮૯ 


 


 


 


  


 ભાઈ મારો રિસાણો

ભાઈ મારો રિસાણો રે,

એને કોણ મનાવવા જાય (2) …ટેક

ભાઈ પાસે હું ગયો જ્યારે,

પક્ડ્યો એમણે હાથ જ મારો ત્યારે,

મુજને એવો પક્ડ્યો, કે હું તો છોડી ન શક્યો,

પણ, એકે શબ્દ ન મુજને કહ્યો(2)ભાઈ મારો રિસાણો રે…

લાડીલો પુત્ર આવે, પત્ની અને પુત્રીઓ આવે,

આશાઓ હૈયે રાખી, સૌ કોઈ પ્રેમથી બોલાવે,                  પણ એક શબ્દ ન કોઈને કહ્યો (2)

ભાઈ મારો રીસાણો રે…

’ચંદ્ર’ દિલમાં એક પ્રશ્ન મુઝવણ કરે,

ભાઈ રિસાણા કે ડરથી એવું કરે?                           સરસ્વતીમાતા ક્રુપાની આશા હૈયે ભરી,

ચંદ્રે એની મુઝવણ દૂર કરી…

તારીખ ૧૬, નવેમ્બર-૧૯૯૧

 

         પરમેશ્વરને પંચામ્રુત ભરી આરતી

જય પરમેશ્વર દેવા જય પરમેશ્વર દેવા,

ઉતારૂ પંચામ્રુત ભરી આરતી,

સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા..

પ્રથમ ઓપરેશન થયું,

આજે મસ્તકનું દર્દ ગયું,

પંચામ્રુત દૂધ જ રૂપે (2)

 સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા.

 

બીજું ઓપરેશન થયું,

સાથે ઈંન્ફેક્શન ગયું,

પંચામ્રુત દહીંજ રૂપે,                                              સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા.

 

ત્રીજું ઓપરેશન થયું,

સાથે થોડું મસ્તક પ્રેશર ગયું,

પંચામ્રુત ઘી જ રૂપે (2)

 સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા.

 

ચોથું ઓપરેશન થયું,

સાથે મગજ સ્થિર થયું,

પંચામ્રુત સાકર જ રૂપે (2)

 સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા.

 

પાંચમું ઓપરેશન થયુ,

સાથે ઈનફેક્શન નાબુદ થયું,

પંચામ્રુત મધ જ રૂપે ()

 સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા.

 

પંચામ્રુત રૂપે બધું તો દીધું,

હવે શ્રધ્ધાફળ હૈયે લીધુ,

’ચંદ્ર કહે વરસાવો આપ ક્રુપા હરિ (2)                  સ્વીકારજો એને હરી…જય પરમેશ્વર દેવા

તારીખ ૧૬, નવેમ્બર-૧૯૯૧

 

                સરસ્વતીમાતાને વંદના

ઓ સરસ્વતીમાતા, ઓ સરસ્વતી માતા,

સ્વીકારજો વંદન હમારા, સ્વીકારજો વંદન હમારા.

નથી ભૈયા મુખડે વાણી,

જેને હમોએ આપની પરીક્ષા જાણી,

શ્રધ્ધા સાથે હમોએ હૈયે હિંમત આણી..(2)..

ઓ સરસ્વતીમાતા…

 

ફરી ભૈયા મુખડેથી વાણી,

જેને હમોએ માતક્રુપા જાણી,

શ્રધ્ધા હમારી આપે પૂર્ણ કરી (2)..                                    ઓ સરસ્વતીમાતા…

 

ભૈયા મારા ભૂતકાળનું યાદ કરે,

વળી એ તો ભવિષ્યનું પૂછી રહે,

યાદશક્તિ રૂપે માત આપ સદા વહે,

 ઓ સરસ્વતીમાતા…

 

ભૈયાની મધુરવાણી સાંભળતા,

’ચંદ્ર’ હૈયુ છે અતિ આનંદમાં,

એ આનંદમાં માતા ચરણે એ નમન કરે..

 ઓ સરસ્વતીમાતા…

તારીખ ૧૭, ઓગસ્ટ-૧૯૯૧

 

                 ભૈયા મારા બોલે

હૈયે આનંદ ભરી હું તો નાચું,(2)

એ આનંદ દુનિયાને દિખલાવું,

અરે હા, દુનિયાને દિખલાવુ…(ટેક)

 

ભૈયા મારા બોલે,                                                      એતો હૈયાના દ્વાર જ ખોલે,                                    એતો હૈયાના દ્વાર જ ખોલતાં,

હૈયે આનંદ છલકે (2)

હૈયે આનંદ…

પ્યાસા એમના નયન ભૈયા ખોલે,

યાદ કરી ફરી ભૈયા બોલે,

અરે, એ વાણી સાંભળતા,

હૈયે આનંદ છલકે (2)

હૈયે આનંદ…

                             તા. ૨૫, નવેંમ્બર ૧૯૯૧
 

         

        ઓ શક્તિ સાગર દેવા

ઓ શક્તિ સાગર દેવા, ઓ શક્તિ સાગર દેવા,

દેજો શક્તિ ઓ રે પ્રભુજી,                                                                        હું તો કરૂ તમારી સેવા….(ટેક)

ડાબુ અંગ હાલે નહીં,

ભૈયા તો ચાલે નહીં,

માંગુ શક્તિ તુજથી ઓરે હરિ,

ક્રુપા કરો કે ભૈયા મારા ચાલે ફરી,

ઓ શક્તિ સાગર દેવા,

મુખે ખોટ જો રહી                                                                                    માંગુ શક્તિ તુજથી ઓરે હરિ,

ક્રુપા કરો કે ભૈયા મારા ચાલે ફરી,

ઓ શક્તિ સાગર દેવા,

 

શરીરે ખોટ એક ના રહે,

શક્તિસાગર તું શું કહે?

રહે તંદુરસ્ત હંમેશ ભૈયા મારા,

’ચંદ્ર’ કહે, કરજો બસ આટલું,

ઓ રે પ્રભુજી મારા,

ઓ શક્તિસાગર દેવા…

તારીખ ૩૦, નવેંમ્બર ૧૯૯૧

 

         

 

           પ્રભુશ્રધ્ધા હૈયે આવી

 

પ્રભુશ્રધ્ધા હૈયે આવી (2)

ભાઈ, આપે એ તો લાવી (2)…(ટેક)

”કોણ હું” કોઈ પૂછે છે એવું,

આપે સૌને બરાબર કહેવું રહ્યું,

આપ મધુરવાણી સાંભળી, રહે સૌ આનંદમાં,

અરે, હાં રહે સય આનંદમાં….પ્રભુશ્રધ્ધા…

‘કંઈક કહેશો’ થરાપીસ્ટ પ્રશ્ન કીધો,

આપે કાગળ-પેનનો સાથ લીધો,

વળી ભારત દેશ નકશો દોરી દીધો,

નકશે વેસ્મા ગામ બતાવી,

આનંદ સૌના હૈયે દીધો,

આપની યાદ-શક્તિ જાણી,રહે સૌ આનંદમાં,

અરે, હાં રહે સૌ આનંદમાં….પ્રભુશ્રધ્ધા…

ડાબો પગ આપ હલાવે,

ડાબો હાથ પણ આપ હલાવે,

આપ તો ડાબુ અંગ જ હલાવે,

આવું દ્રશ્ય જોતાં, રહે સૌ આનંદમાં,

અરે હાં, રહે સૌ આનંદમાં…પ્રભુશ્રધ્ધા…

“ગળામાં શું થયું?” એવું જીવન સાથી મનડે રહે,                        “મુખેથી ખાશે ક્યારે” એવું સાથી દિલડે રહે,

આપે સુપ પીધું અને એમના હૈયે આનંદ વહે,

શંકા દૂર થઈ જતાં, રહે સૌ આનંદમાં.

અરે હાં, રહે સૌ આનંદમાં…પ્રભુશ્રધ્ધા…

‘ખાશે આપ જરૂર” એવું હવે સૌ તો કહે,

’ચાલશે આપ જરૂર” એવું હવે સૌ તો કહે,                                પ્રભુશ્રધ્ધા સૌ દિલડે વહે,                                ‘ચંદ્ર’ તો એ પ્રભુ શ્રધ્ધામાં તરતો રહે .

તારીખ ૮,ડીસેઁમ્બર ૧૯૯

 

             શ્રી ક્રુષ્ણ પ્રભુ તમે આવોને

 

શ્રી ક્રુષ્ણ પ્રભુ તમે આવો ને,                                        શ્રી ક્રુષ્ણ પ્રભુ તમે આવો ને,

ભાઈ મારા અશ્કત છે ઘણાં દિવસોથી,

 પ્રભુ, તારૂ મુખડું જોઈ, ભાઈ શક્તિ આવી,

 ચલાવીશ તું ભાઈને હાથ ઝાલી,                                        એ દ્રશ્ય જોતાં, ચંદ્ર હૈયે આનંદ ફરી(2)

ભાઈએ મૌનવ્રત લીધું છે અનેક દિવસોથી,

પ્રભુ,તારા દર્શનથી ભાઈ-વાચા આવી,

પ્રેમથી પ્રભુ સંગ ભાઈએ વાતો કરી,                                એ દ્રશ્ય જોતાં, ચંદ્ર હૈયે આનંદ ફરી(2)

ભાઈ મારા ભુખ્યા છે અનેક દિવસોથી,

પ્રભુ તારો સાથ મળતા,ખાવાની ભાઈ-આશા રહી,

પ્રેમથી જમાડી પ્રભુએ ભાઈની ભૂખ ભાંગી,

         એ દ્રશ્ય જોતાં, ચંદ્ર હૈયે આનંદ ફરી

 

ભાઈ મારા આનંદમાં પ્રભુદર્શન કરી,

’ચંદ્રે’ એ જોતાં પ્રભુ ક્રુપા કહી…

 તારીખ ૧૫, ડીસેમ્બર  ૧૯૯૧

 

           નસીબ બે ડગલાં પાછળ ગયું

ભાઈનું નસીબ બે ડગલાં પાછળ ગયું (2)

ભાઈના ભાગ્યમાં આ તે શું લખ્યુ? (2)

ભાઈનું નસીબ બે ડગલાં પાછળ ગયું (2)…(ટેક)

નવી હોસ્તીતાલે ભાઈ જ્યારે ગયા,

તબિયત સુધારાનાં સમાચાર હમોને મળ્યા,

હવે જે સાંભ્ળ્યું, એ કેમ હું માની શકું (2) ભાઈનુ..

ઘણા દિવસો બાદ સાનહોજે ફોન કર્યો,

જશવંત સાથે વાતો કરવા લ્હાવો મળ્યો,

ભાઈને ફ્લ્યુ જેવું થયુ, એ કેમ હું માની શકું ? (2) ભાઈનુ..

પહેલાં જેવું ભાઈ નથી બોલતા કે ખાતા,

શુ આ બધુ થયુ ફ્લ્યુ આવતા ?

હજુ પણ ભાઈની આવી હાલત રહે,

એ કેમ હું માની શકું (2) ભાઈનું નસીબ…

 

પરિવારની સહન શક્તિ ખુટી રહી,

છતાં પ્રભુ આપને દયા નથી?

’ચંદ્ર’ કહે, પ્રભુ હવે તો ભાઈનું દુ:ખ હરી લે,

તો જ હું માનીશ કે તું અહીં છે,…

તારીખ ૨૪, નવેમ્બર, ૧૯૯૧

 

           પેલા પંખીડાને જોઈ મને થાય

અરે ઓ પેલા…પંખીડાને જોઈ મને થાય,                        એ કેમ ના ઉડી શકે ? (2),                                અરે એ જો ઉડી શકે…

        તો મારા ભાઈનું દુ:ખ હરી શકે..

અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય (૧)

 અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય,                        એ કેમ ના ના ચાલી શકે ?,

અરે એ જો ચાલી શકે….

        તો ભાઈ મારા ચાલી શકે,                                 અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય (૨)

અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય,

         એ કેમ ના ખાઈ શકે ? (2)

અરે એ જો ખાઈ શકે,                                                તો ભાઈ મારા ખાઈ શકે…                                 અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય (૩)

અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય,

           એ કેમના બોલી શકે ? (2)

અરે એ જો બોલી શકે…,

           તો ભાઈ મારા બોલી શકે…

           અરે ઓ…પેલા પંખીડાને જોઈ મને થાય (૪)

‘ચંદ્ર’ પેલા પંખીડાને જોતો રહે,

એના હૈયામાં ભાઈ માટે પ્રાર્થના કરતો રહે.

તારીખ ૨૬, ડીસેમ્બર  ૧૯૯૧

 

          એનાથી વધું હું શું કહું ?

એક ભાઈ માટે પ્રાર્થના છે આ મારી (2)..

પ્રભુ, દર્દ ભલે આપ્યું તમે,

એનો ઈલાજ પણ છો તમે,

એનાથી વધુ હું શું કહું ? (2)…એક ભાઈ…

પ્રભુ આકરી કસોટી ભલે કરી તમે,

એનો અંત પણ છો તમે,

એનાથી વધું હું શું કહું ? (2)…એક ભાઈ…

પ્રભુ,જીવન દાન આપ્યું તમે,

એમનું જીવન સુખ પણ છો તમે,                                 એનાથી વધું હું શું કહું ? (2)…એક ભાઈ…

 

 

  અરે પ્રભુજી…,

હવે તો સાંભળો ! હવે તો સાંભળો !,

ભૈયાનું દુ:ખ હરી લેજો !,

હતા તેવા કરી દેજો !,

આટલી પ્રાર્થના સાંભળી,

’ચંદ્ર’ની લાજ પ્રભુ આપે રાખવી .

તારીખ ૩૧  ડીસેમ્બર  ૧૯૯૧

 

                હૈયું હરખાય

આ છે નવા વર્ષની ખુશી મારી,

        આ છે નવા વર્ષની ખુશી મારી…(ટેક)

૧૯૯૨ સાલનો પ્રથમ દિવસ રહ્યો,

સવારે રમાનો ફોન આવી ગયો,

ભાઈ ઘરે આવશે એવું જાણી,

        હૈયું હરખાય મારૂ (2)… આ છે…

 

બપોરના બારનો સમય હશે,

ફરી રમાનો ફોન આવી રહે,

ભાઈ ઘરે પહોંચ્યાનું જાણી,

       હૈયું હરખાય મારૂ (2)… આ છે..

 

તરત સાનહોઝે  ફોન કર્યો,

જશવંત ફોન પર મુજને મળ્યો,

ભાઈ ખરેખર ઘરે આવ્યાનું જાણી,

        હૈયું હરખાય મારૂ (2)… આ છે..

 

જશવંતે ફોન ભાઈને આપી દીધો,

હું તો હરખથી ભાઈ સાથે વાતો કરી રહ્યો,

ભાઈની ‘હૈ’ ભરી વાણી સાંભળી,

         હૈયું હરખાય મારૂ (2)… આ છે..

 

‘ચંદ્ર’ કહે નવા વર્ષમાં ભાઈ સાજા થશે,

          પ્રભુ પ્રસાદી એવી મુજને મળશે…

તારીખ  , જાન્યુઆરી ૧૯૯૨ 

 

                      એક પત્ર લખવો છે

એક પત્ર લખવો છે મારે,

એક પત્ર લખવો છે મારે…(ટેક)

દેશ પત્ર લખવો છે મારે,

અશોકને એ પત્ર લખવો છે મારે,

પણ, પત્રમાં હું શું લખું?,

ઓ પ્રભુજી, પત્રમાં હું શું લખું ? એક પત્ર…

સાઉથ આફ્રિકા પણ એક પત્ર લખવો છે મારે,

કનુભાઈને એ પત્ર લખવો છે મારે,

પણ, પત્રમાં હું ‘શું લખું’,                                                ઓ પ્રભુજી, પત્રમાં હું શું લખું ? એક પત્ર…

ઈંગલેંન્ડ પણ પત્ર લખવો છે મારે,

ઠાકોરભાઈને એ પત્ર લખવો છે મારે,                                પણ પત્રમાં હું શું લખું ?

ઓ પ્રભુજી, હવે તો કહો, હું શું લખું? એક પત્ર…

‘ચંદ્ર’ પ્રભુજીને પુછતો રહે,

શુભ સમાચારની આશાઓ એના હૈયે વહે..

તારીખ ૩, જાન્યુઆરી ૧૯૯૨

 

           ડાહ્યા કાકા યાદ

યાદ આવી પુરૂષોતમભાઈની આજે,

એ તો ‘ડાહ્યાકાકા યાદ’ લાવી સાથે…(ટેક)

ભાઈ સાથે ઘણી વાર વાત કરી જ્યારે,

ડાહ્યાકાકાનું નામ હતું ત્યારે,

આજે એ યાદ ફરી તાજી બની (2)…યાદ આવી..

ભાઈના પત્રો કાકાને હંમેશા મળતા રહે,

માંદગી કારણે ભાઈ પત્રો નવ મળે,

જે કારણે કાકા રિસાણા ઘણા (2)…યાદ આવી…

ભાઈ માંદગી સાથે હોસ્પીતાલે રહે,

સમાચારથી દુ:ખ અનુભવી કાકા પૂછી રહે,

પુરૂષોતમ તું, આજ રિસાણો કેમ ?(2)..યાદ…

‘ચંદ્ર’ કહે પ્રશ્નનો જવાબ ભાઈ પાસે નથી,

છતાં એના હૈયે પ્રભુ શ્રધ્ધા ખૂટી નથી…

તારીખ  ,જાન્યુઆરી ૧૯૯૨

 

                  એક તસવીર

એક તસવીર યાદ આવી,

એક તસવીર યાદ આવી,

ઘરમાં એક તસવીર હતી,

બે વ્યક્તિઓ જેમાં હતી,

તસ્વીર જોતાં મમતાને એક બાળ પૂછી રહે,

આ તસ્વીર કોની રહી ?  (2)…

એક તસ્વીર…. (૧)

“અરે એ તો મારા મોટા ભાઈ છે,

સાથમાં “સોમાભાઈ” છે,

આવા હતાં મમતાનાં શબ્દો બાળને,

તસ્વીરમાં તો છગન-પુરૂષોતમની જોડી રહી (2)

એક તસ્વીર… (૨)

એક ભાઈ ભાઈના સંબંધો હતા,

એક મિત્ર-મિત્રના સંબંધો હતા,

એક દિવસે છગને એ સબંધો છોડી દીધા,

કિંન્તુ, તસ્વીરમાં બંને સાથે રહ્યા  (2)

એક તસ્વીર…. (૩)

આજે પુરૂષોતમ જ્યારે દુ:ખી રહે,

’ચંદ્ર’ કહે, જ્છગન પ્રભુ પાસે રહી,

એની દુવા માંગી રહે,

તારીખ , જાન્યુઆરી ૧૯૯૨

 

               તસ્વીરની જરૂરત

જરૂરત છે, જરૂરતે છે,

એક “પુરૂષોતમ તસ્વીર’ ની જરૂરત છે  (2)…(ટેક)

તસ્વીરની ઈચ્છા હૈયે રહી, એક પુસ્તીકા માટે,

પાસપોર્ટ-ફોટા રૂપે એ ઈચ્છા હતી,

એક પુસ્તીકા માટે,

પણ, નથી તસ્વીર એવી મારી પાસે..(2) જરૂરત છે.. (૧)

તસ્વીરની યાદ સાથે મને રમા યાદ આવી,

કરી ફોન મેં તો વાતો એની સાથે કરી,                                પણ, નથી તસ્વીર એવી એની પાસે(2) જરૂરત છે..(૨)

 

તસ્વીર સાનહોઝે થી મળશે એવી હૈયે આશા રહી,

જે માટે આજે રમાએ પુષ્પાને ફોન પર વાતો કરી,પણ એવા તસ્વીર હશે કે નહી એની ખબર નથી (2)..જરૂરત..છે (૩)

‘ચંદ્ર’ કહે તસ્વીરની ઈચ્છા જે હૈયે થઈ,

એ “ભાઈ-તસ્વીર” જરૂર મળવી રહી…

 

તારીખ ૭, જાન્યુઆરી ૧૯૯૨

                એક અંતરની આશા

આ એક અંતરની આશા છે મારી,

આ એક અંતરની આશા છે મારી…(ટેક)

ચર્ચા ઘણી ભાઈ સંગે કરી,

”ભૂરીયા ફળિયા બાંધકામ” ની વાતો જેમાં ભરી,

આ બાંધકામ બનશે ખરૂં ?

એ તો જરૂર બનશે એ તો જરૂર બનશે..

આ એક અંતરની… (૧)

ભુરીયા ફળિયા ઈતિહાસ જે જાણ્યો હમે,

જે થકી “ભુરીયા ફળિયા પ્રજાપતિ સ્મ્રુતિ ગ્રંથ” કરવો ગમે,

આ પુસ્તિકા થાશે ખરી ?

એ તો જરૂર થાશે, એ તો જરૂર થાશે,

આ એક અંતરની.. (૨)

ભુરીયા ફળિયે બાળમંદિર વિચાર ભાઈ-હૈયે રહ્યો,

બાળમંદિર શરૂ કરી એ વિચારમાં પ્રાણ જ ભર્યો,

આ “શ્રી પુરૂષોતમ બાળમંદિર” રૂપે હશે ખરૂ?

એની કોને ખબર? એની કોને ખબર?

આ એક અંતરની… (૩)

ભલે, “બાંધકામ” બને કે નહીં,

ભલે, “પુસ્તિકા” પ્રગટ થાય કે નહીં,

ભલે “શ્રી પુરૂષોતમ બાળમંદિર” હશે કે નહીં,

’ચંદ્ર’ હૈયે તો ફક્ત એક આશા રહે,

પુરૂષોતમ ભૈયા એના “એકદમ સાજા” બને.

તારીખ: ૧૩ , જાન્યુઆરી ૧૯૯૨

 

                      સુવિખ્યાત ભાગવત કથાકાર

       શ્રધ્યેય ભાઈશ્રી ભીખુભાઈ જેઠવા તરફથી ત્રિવેણી સંગમ

       કાવ્ય સંગ્રહનાં લેખક ડો. ચંદ્રવદન મિસ્ત્રીને શુભઅશિષ

વિશ્વભારતી પ્રકાશનના શ્રી વિનોદ ખિમજી ફટાણીયા મારી પાસે અમેરીકાના પ્રસિધ્ધ લેખક મા.શ્રી ચંદ્રવદનભાઈ મિસ્ત્રી લિખીત ત્રિવેણી સંગમ કાવ્ય સંગ્રહની પ્રત લઈ આશિર્વાદ પ્રાપ્ત કરવા તથા આ કાવ્ય સંગ્રહનું વિમોચન મારા હસ્તે થાય તેવી પ્રાર્થના કરી. આ કાવ્ય સંગ્રહ વાંચી મન પ્રફુલ્લીત થયું.

સ્વજનો તરફ તેમની ભાવના, પ્રભુ તરફ તેમની પ્રીત, અમીઝરણાં વરસાવતો તેમનો સ્વભાવ પુસ્તકના આ ભાગમાં ઉજાગર થાય છે., તેમજ પરદેશમાં હજારો માઈલ દૂર હોવાં છતાં ભુરીયા ફળિયાના પોતાના બંધૂઓ, સહકારીઓ અને મિત્રોને ભૂલ્યા નથી તેવી મહાનતાના આ પુસ્તકના બીજા ભાગમાં દર્શન થાય છે.

પુસ્તકના ત્રીજા ભાગમાં તેઓ આપણને પ્રભુ પ્રાર્થનાની પ્રસાદી આપે છે, એ આપણા સૌના અહોભાગ્ય છે.ચંદ્રવદનભાઈને આવા મુઠીઉંચેરા માનવીને, હ્રદયની બિમારીમાંથી તંદુરસ્ત બનાવી આપણા વચ્ચે રાખ્યા છે તે આપણને આવી પ્રભુભક્તિથી તરબોળ તેમની લેખણીનો આસ્વાદ માણી પ્રભુભક્તિ તરફ વાળવા માટે…રાહ ભૂલેલાને સાચો માર્ગ બતાવવા માટે….આમ પ્રભુએ આપણને ચંદ્રવદનભાઈ જેવા મહાન ભક્તઆત્માનો મેળાપ કરાવી આપણને ધન્ય બનાવ્યા છે. આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ ચંદ્રવદનભાઈને લાંબુ આયુષ્ય આપી આવા લેખન કરવાની શક્તી આપે.

ઉપરોકત વિચારો વિનોદભાઈ પાસે વ્યકત કરી ચંદ્રવદન ભાઈને આશિર્વાદ આપી મારાપ્રભુ પાસે તેમના મંગળની કામના કરી, પરંતુપુસ્તકના વિમોચન માટે ધર્મનું રક્ષણ કરવા માટે પોતાનું સર્વસ્વ હોમનાર, વિશાળ લોકચાહના હોવા છતાં પણ કદી રાજકીય લાભ ન લેનાર, (ધારત તો આ વ્યક્તિ આજે પણ ભારતના પ્રધાન મંડળમાં કોઈપણ સ્થાન લઈ શકે છે) કરોડો માનવોના દિલમાં વસનાર અને ધ્ર્મવીર નું લોકબીરૂદ પ્રાપ્ત કરનાર, ભાવિકોના હ્રદ્યમાં વસનાર હ્રદયસમ્રાટ, કાર્યસમ્રાટ, ધર્મ્અવીર આનંદ દિઘે કે જે મહારાષ્ટ્રમા સૌથી મોટા થાણા જીલ્લાના મા.શિવસેનાના પ્રમુખ છે. પ્રસિધ્ધીથી દૂર ભાગનાર આ પ્રભુ ભક્ત પ્રસિધ્ધીથી છટકી નથી શકતા અને હજારો દુ:ખી માનવો તેમના દુ:ખો દૂર કરવા તેમની પાસે તેમને ઘેરીને બેઠા હોય એટલે આવા વિમોચન માટે જતા સંકોચ થાય તે સ્વાભાવિક છે, પરંતુ મારી રીતે પ્રયત્ન કરી પ્રભુક્રુપાથી આ વિમોચન તેમના જ પાસે કરાવવાની બાહેંધરી આપું છુ.

ફરી એકવાર આ પુસ્તક પ્રકાશિત કરવા બાબત ચંદ્રવદનભાઈને અંતરથી શુભાઆશિષ…..

 

              નારીજીવન અંજલી           

નારી, ઓ નારી, સ્વીકારી લ્યો વંદન મારા (ટેક)

નારી, પ્રથમ માતા સૌની તું તો રહી,

નવ નવ માસ રાખી તુજ દેહમાં ભરણ-પોષણ કરતી રહી,

જન્મ પછી અતી લાડ લડાવી ધાવણ દીધું,

અરે આવા અગણીત ઉપકારો કરનાર, એ મમતાને વંદન છે મારા,

                                                 નારી, ઓ નારી…(1)

નારી, તને ઘરમાં દીકરી, દીકરી સૌ રે કહે,

પરણીને સાસરે આવતા, તું તો પુત્રવધુ બને,

પિયરીયા ભૂલી સાસરીયા તે તો જીતી લીધા,

અરે, આવું સંસ્કારી જીવન ઘડનાર એ દીકરી ને વંદન છે મારા,

                                                નારી, ઓ નારી

નારી, તેં તો પતિને માન્યા પતિદેવ રૂપે,

પ્રેમ દેતા તે તો સ્નાન કર્યું સહનશીલતા ના નીરે,

સંકટ આવ્યું તો કર્યો સામનો પતિદેવ ને હિંમત આપી,

અરે, આવી દેવભાવના છે જેની, એ આર્યનારી ને વંદન મારા

                                                  નારી ઓ નારી..

નારી, તેં તો લાજ મર્યાદા રાખી જીવન સહેલ કરી,

વ્યવહારિક, સામાજીક જવાબદારીઓ પણ સાથે લીધી,

ભક્તી ભાવે તેં તો ઘરને મંદિરીયું કીધુ,                                            ખરે આવુ ભક્તી ભર્યું જીવન છે જેનુ, એ દેવીને વંદન છે મારા,

                                                   નારી ઓ નારી…

અરે, અંતે ચંદ્ર કહે, આ જગમાં નારીપાત્ર ને તમે પહેચાની લેજો,

બે હાથ જોડી તમે નારી સૌને વંદન ભાવથી દેજો,

44011 HALCOM AVENU,                     ડો.ચંદ્રવદન,

LANCASTOR, CALIFORNIA,

CA 93536 U.S.A.

 

                              તું કેમ ના મુજને કહે?

કમુ, તું મને જેમ કરૂ છુ તેમ કરવા દે,

                        તું કેમ ના મુજને કહે ?….(ટેક)

ઘણીવાર હોસ્પીટલે બેઠો હોઉ ને કાંઈ ના સુઝે નહી,

તો, કોઈવાર ઘરમાં પણ હાલત એવી મારી રહી,

અરે, એવી ઘડીએ ગુજરાતી ભાષાના શબ્દો પાને લખી મને આનંદ મળે,

                                             તો, કમુ, તું કેમ ના મુજને કહે?…

                                                          કમુ તું મને જેમ…

લખતા લખતાં કોઈવાર લેખ કે પત્ર બને,

લખતા લખતા કોઈવાર કાવ્ય પણ બને,

અરે, એ પ્રમાણે પ્રભુ સાથે વાતો કરી મને આનંદ મળે,                                                                                     તો, કમુ, તું કેમ ના મુજને કહે?…

                                                          કમુ તું મને જેમ…

લખતા લખતા નોકરી અને પરિવારનું કામ કરતો રહું,

લખતા લખતા તને અને બાળકોને વ્હાલ કરતો રહું,

આ પ્રમાણે મારું કર્તવ્ય-પાલન કરી અને આનંદ મળે,

                                             તો, કમુ, તું કેમ ના મુજને કહે?…

                                                          કમુ તું મને જેમ…

લખતા લખતા ડગલે ને પગલે કમુ યાદ તારી, ન કદી ભુલ્યો તને,

લખતા લખતા હૈયે દિકરીઓ વ્હાલી, ન કદી ભુલ્યો એ સૌને,

આ પ્રમાણે મારું કર્તવ્ય-પાલન કરી અને આનંદ મળે,

                                             તો, કમુ, તું કેમ ના મુજને કહે?…

                                                          કમુ તું મને જેમ…

 

                કમુ, તુંજમા અને દિકરીઓમા રહ્યું વિશ્વ મારૂ,
                એજ ચંદ્ર-વિશ્વમાં હું તો પ્રભુને નિહાળુ,
                                                           કમુ તું મને જેમ…
મારા કાવ્ય લખાણમાં મારી પત્ની નો સહકાર ઘણોજ છે…તેમ છતાં કોઈવાર મારાથી ઘરના કામમાં વિલંબ થતા…આથી આવા વાતાવરણમા મેં મારી અંતરની ભાવનાઓ પ્રગટ કરી છે.

44011 HALCOM AVENU,                     ડો.ચંદ્રવદન,

LANCASTOR, CALIFORNIA,

CA 93536 U.S.A.

તારીખઃ ઓગષ્ટ ૨૫, ૧૯૯૯
 
                                         બે શબ્દો
          પ્રભુની ક્રુપાથી મારા હૈયે સમય સમય પ્રેરણાઓ ઉભરી આવતી અને કાવ્યરૂપે શબ્દો મારા હૈયામાંથી હસ્તે પ્રગટ થતા…હૈયાના શાંત વાતાવરણે મારી ભાવનાઓ કોઈકવાર એવી રીતે વહેતી રહેતી કે એ વહેણમાં કોઈપણ કાવ્ય સ્વરૂપ શક્ય થતું.
 
           ૧૯૮૯માં જ્તારે અચાનક મને હ્ર્દયની બિમારી અને ઓપરેશન પછીના સમયગાળાં દરમ્યાન પ્રભુક્રુપા મુશળધાર વરસી અને “પ્રભુ પ્રીતનાં અમીઝરણાં” નામકરણ એક કાવ્ય પુસ્તીકા પ્રગટ થઈ.
 
            ભારત દેશથી દુર હોવાંછતાં માત્રુભૂમીનો પ્રેમ મારા હૈયે હંમેશ વહેતો રહ્યો. એ પ્રેમમાં હતી જન્મસ્થળની યાદ…યાને ગુજરાત રાજ્યના વેસ્મા ગામના પ્રજાપતિ મહોલ્લે…ભુરીયા ફળીયા….ની યાદ. એ યાદમાં રહી ભુરીયા ફળીયા  માં થયેલ પ્રગતિ નિહાળી અને ભવિષ્યમાં વધુ થશે એવી આશાઓ લાવી મેં “પ્રગતિના પંથે” નામકરણે એક પુસ્તીકા ૧૯૯૦ માં પ્રગટ કરી.
 
             ભુરીયા ફળીયામાં જન્મ લેનાર મારા સ્નેહી પરસોતમ સુખાભાઈ મિસ્ત્રીનો સહકાર-માર્ગદર્શન મારા માટે ઘણુંજ અણમોલ હતું. ૧૯૯૧ માં જ્યારે એમને બિમારી માટે ઓપરેશન થયું ત્યારે એમના પરિવાર તરફથી પ્રાર્થનાઓ સહિત સેવા મળી…તેમજ અનેક વ્યક્તિઓ અને સ્નેહીઓ તરફથી પ્રાર્થનાઓ. એવા સમયગાળા દરમ્યાન કાવ્ય વાટિકા માં પ્રવેશ કરી જે કંઈ લખ્યું તે “પ્રભુ પ્રાર્થના પ્રસાદી રૂપે મેં પ્રગટ કર્યું.
 
            મુંબઈથી પ્રગટ થતાં “અગ્નિચક્ર” ના સંપાદક શ્રી વિનોદભાઈ ખિમજી પ્રજાપતિની પ્રેરણાથી પ્રગટ થયેલ ત્રણ પુસ્તિકાઓને એક પુસ્તીકા રૂપે સ્વરૂપ આપવા મારા હૈયે વિચાર આવ્યો, અને “ત્રિવેણી સંગમ” થયું.
 
             “ત્રિવેણી સંગમ” પ્રગટ કરવાના સમયે મારા હાર્ટના ઓપરેશન થયાને દસ વર્ષ ઉપર થઈ ગયા અને હું એક નવા જીવનમાં જાત્રા કરી રહ્યો છું…વેસ્મા ગામના ભુરીયા ફળિયે
અત્યારે એક ભવ્ય “બાળ ભવન” શોભા આપી રહ્યો છે કે જેના છત્રે “બાળ મંદિર” અને “લાયબ્રેરી” છે, અને “બાળવિહાર” નામે બાળકો માટે રમત-ગમતનું સ્તાન ફળિયે પ્રગતિના પ્રતિક રૂપે છે….મારા વડીલ બંધુ પરસોતમભાઈ સુખાભાઈ મિસ્ત્રી મારી સંગે નથી…એઓ તારીખ એપ્રિલ ૧૯, ૧૯૯૪ ના દિવસે સ્વર્ગવાસી થયા હતા.
 
              પ્રથમ પુસ્તિકા “પ્રભુ પ્રીતનાં અમીઝરણાં” ના પ્રતિકરૂપે હું જીવનમાં આગેકુચ કરી રહ્યો છું બીજી પુસ્તિકા “પ્રગતિના પંથે” બાદ ફલિયે અનેક પ્રગતિ ભર્યા કાર્યો પૂર્ણ થયા. ફળિયે દવાખાનું થયું નથી કિંન્તુ મારા પિતાશ્રી સ્વ. માધવભાઈ ગાંડાભાઈ મિસ્ત્રી અને માતુશ્રી  સ્વ.ભાણીબહેન માધવભાઈ મિસ્ત્રી ના સ્મરણાર્થે એક ધર્માદા આયુર્વેદીક દવાખાનુ ગામમાં શરૂ થતા એ આશા પણ પૂર્ણ થઈ એવું હું માનું છુ. ફક્ત એક “શ્રી ભુરીયા ફળિયા પ્રજાપતિ સ્મ્રુતિ ગ્રંથ ના પ્રગટ થયાનો અફસોસ છે કિન્તુ એ આશા પણ એક દિવસ પૂર્ણ થશે. ફળિયે બાળમંદિર શરૂ કરવા માટે અગ્ત્યનો ફાળો સ્વ.પરસોતમભાઈનો હતો એથી બાળમંદિરની યાદ સાથે એમની યાદ ફલિયે હંમેશ રહેશે.
 
              “ત્રિવેણી સંગમ” નામકરણે પુસ્તીકા પ્રગટ કરવાનું કાર્ય શક્ય કરવા માટે શ્રી વિનોદભાઈ પ્રજાપતિની પ્રેરણા, “વિશ્વભારતી પ્રકાશન” નો સહકાર, તેમજ મારા મિત્રો અને હિતચિંતકો નો ફાળો ઘણોજ અગ્ત્યનો છે. હું સૌનો ખુબ ખુબ આભારી છું. આ પુસ્તિકા “ત્રિવેણી સંગમ” વીરપુરના પ્રભુભક્ત શ્રી જલારામ બાપાના ચરણે અર્પણ કરૂ છું….મારા ગુરૂજીને પ્રણામ સહીત.
            
                                                             ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી
 

     

The BOOK of TRIVENI SANGAM is made up of 3 Small Booklets

(1) PRABHU PRIT-NA  AMI ZARANA

(2)PRAGATI-NA  PANTHE

(3)  PRABHU PRARTHNA  PRASADI

 

 

 

 

 

 

 

 

 

      

  

        

 

        

                          

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  


 


 


 


 


  


 

 

 
 
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

11 ટિપ્પણીઓ Add your own

 • 1. chetu  |  સપ્ટેમ્બર 13, 2008 પર 7:58 પી એમ(pm)

  આપની પ્રભુ પ્રત્યેની ભક્તિ અને સ્નેહીજનો પ્રત્યેની લાગણીઓ – સંવેદનાઓ નું સરસ આલેખન કર્યું છે … વંદન..!

  જવાબ આપો
 • 2. AGNI-CHAKRA@YAHOO.COM  |  સપ્ટેમ્બર 24, 2008 પર 9:26 એ એમ (am)

  Honourable Doctyor Saheb,

  જવાબ આપો
 • 3. dharmesh  |  સપ્ટેમ્બર 27, 2008 પર 1:12 પી એમ(pm)

  Namaste saheb tamaro blog bahuj saras chhe.Maru naam dharmesh chhe ane hu amdavad ma rahu chhu. mane tamari thodi madad ni jaroor chhe. Maro Blogger ma English blog chhe.
  Have Hu pan maro Gujarati blog banavava ichhchhu chhu, pan mara gana prayatno chhata pan hu blog banavi sakyo nahi. WordPress na option ma mote bhage mane jankakari nathi.
  to maherbani kari mane janavaso ke gujarati blog banavavana Steps kaya chhe ane Khas Gujarati Bhasha kevi rite lakhay te mane janavaso. maro e-mail ID dhmalvi@gmail.com Chhe.

  જવાબ આપો
 • 4. Vishvas  |  ઓક્ટોબર 31, 2008 પર 1:25 પી એમ(pm)

  jay shri Krishna kaka,

  you r wright… my friend wrote the poem on flower also momorize your this poem in the first one… you write amazing…still i have to read completely but today i have much less time so next time…
  Congrates for ur books…

  જવાબ આપો
 • 5. RameshPatel  |  નવેમ્બર 14, 2008 પર 2:01 એ એમ (am)

  લખતા લખતાં કોઈવાર લેખ કે પત્ર બને,

  લખતા લખતા કોઈવાર કાવ્ય પણ બને,

  અરે, એ પ્રમાણે પ્રભુ સાથે વાતો કરી મને આનંદ મળે,
  આદરણીય શ્રી ડો. ચન્દ્રવદનભાઈ,

  ભારતીય સંસ્કૃતીની સુગંધ લઈ આપે ભારતથી આફ્રીકા અને અમેરિકા ખંડ સુધી જીવન નૌકા હંકારી.હૃદયમાં જે ઉચ્ચ ભાવના હતી તે આપે શબ્દો દ્વારા વહાવી.

  જીવન પણ તે મુજબ ઢાળ્યું ,ખરેખર એક દિવ્ય દૃષ્ટી આપનુ જીવન નેસાર્થક કરતી કવનમા મેં અનુંભવ્યું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. Ajit Desai  |  જૂન 28, 2009 પર 2:42 એ એમ (am)

  Its wonderful…
  congrets

  જવાબ આપો
 • 7. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 7:13 એ એમ (am)

  Tamari Lagnionu Saras Varnan karyun.

  જવાબ આપો
 • 8. sushir pramodray bhatt  |  ઓક્ટોબર 31, 2010 પર 5:28 એ એમ (am)

  dear dr.sir,
  aap nu lakan mane kubaj gamyu haiya ma uttri gayu.
  hu photografar chhu pan vachava no sokhin jivdo chho.
  aabhar pratyotar badal.
  jay sree krishn

  જવાબ આપો
  • 9. chandravadan  |  ઓક્ટોબર 31, 2010 પર 5:46 એ એમ (am)

   Bhai SUSHIR,
   Thanks for your 2nd VISIT/COMMENT.
   This time you read on TRVENI SANGAM…my Book as a COMBINATION of my 3 SMALL BOOKLETS of KAVYO.
   I had my HEART SURGERY in 1989 and while in the Hospital Bed I wrote a few Poems as “PRABHU PRITna AM ZARANA” as those Rachana were God Inspired.
   I am haapy to read your Comment !
   So.. you are a Photographer. I wish you all the BEST in what you do.
   HAPPY DIWALI & HAPPY NEW YEAR too !
   >>>DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 10. babu khan  |  જુલાઇ 25, 2011 પર 5:59 પી એમ(pm)

  good

  જવાબ આપો
 • 11. P.K.Davda  |  ડિસેમ્બર 3, 2012 પર 4:42 પી એમ(pm)

  આજના જમાનામા નરસિંહ મહેતા જેવી પ્રભુ પ્રીતિ જોઈ મને આશ્ચર્ય અને આનંદ બન્ને થયા. સમાજ પ્રત્યેનો આપનો પ્રેમ પણ અજોડ છે. આપનો પરિચય વાંચ્યા બાદ અનેક પ્રકારની દોડમા લાગેલા મારા જેવા લોકોને ઘડિક નીચાજોણું લાગે એ સ્વભાવિક છે. પ્રભુ આપના જેવા બીજા અનેક પેદા કરે એવી પ્રાર્થના.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: