Archive for માર્ચ, 2015

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૨)

ચંદ્રવિચારો શબ્દોમાં (૩૨)

તમોએ  ટુંકી વાર્તાઓની પાંચ (૫) પોસ્ટો વાંચી.

એ પોસ્ટો માટે અનેકે પ્રતિભાવો આપ્યા, તે માટે ખુશી.

….મારા મનમાં થયું કે હવે શું કરવું ?

એવા સમયે, મેં મારા હ્રદયભાવો કાવ્યરૂપે દર્શાવી “અંજલી કે વંદના” અર્પી તે યાદ કર્યું.

જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ વિષે મેં જાણ્યું ત્યારે ત્યારે મેં એવી વ્યક્તિમાં પ્રભુઅંસભરી “મીઠી યાદ” જ નિહાળી.

માનવ જીવન એટલે જન્મથી શરૂઆત અને મૃત્યુથી અંત.

જીવન જીવતા માનવીને જાણી “મિત્રતા”ના ભાવે લખ્યું….અને મૃત્યુ સમયે જીવન-ઝલકમાં ડોકીયું કરી “વંદના કે અંજલી” અર્પી.

અનેક જીવોની મૃત્યુરૂપી ઘટનાઓ થઈ….પ્રભુપ્રેરણાથી જે રચનાઓ શક્ય થઈ તે જ એક પછી એક પોસ્ટરૂપે પ્રગટ કરવા નિર્ણય લીધો છે.

તો…હવે તમો મારા બ્લોગ પર પધારી, જગ છોડી “પરલોક” ગયેલા જીવોને જાણો…જાણી એવા “આત્મારૂપી” પ્રભુ-તત્વોને વંદન કરો.

બસ….આટલો જ ભાવ છે !

તો…બ્લોગ પર આવશોને ?

ડો. ચંદ્ર્વદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is 32nd in the Series named “CHANDRAVICHARO  SHABDOMA”….meaning The THOUGHTS of CHANDRA in WORDS.

By such named Posts, it is my intent to inform the READERS about the FORTHCOMING or the FUTURE Posts that are to follow.

By this 32nd Post I inform the readers that the Posts will be ANJALI ( LAST RESPECTS ) to the DEPARTED SOULS.

I see something GOOD in ALL….and as I pay my TRIBUTE to that SOUL, inspired by GOD I express that VISION in the WORDS as a POEMS.

Hope you will come & read these posts…& may be pay your RESPECTS to these DEPARTED SOULS.

Dr. Chandravadan Mistry

માર્ચ 30, 2015 at 2:25 પી એમ(pm) 9 comments

એક માનવી અને એક સાધુ !

 

એક માનવી અને એક સાધુ !

એક માનવી અન્યને નિહાળી, હંમેશા પોતાના મનમાં વિચારતો ઃ “અરે ! હું તો કેટલો અભાગી ! હું તો કેટલો દુઃખી છું !”

 જ્યારે એ અન્યને આનંદમાં નિહાળે ત્યારે ફક્ત એના મનમાં એક જ વિચાર જાગૃત થાય.

એકવાર, એક ધનવાનને એણે એની કારમાં બેસી એના મોટા બંગલા તરફ જતા જોયો. એ એના મનના વિચારો સાથે નારાજ થયો.

 એક દિવસ, એણે કોઈ હીરાના કારીગરના ઘરે જતા, એને એના પરિવાર સાથે ભાત ભાતના ભોજન આરોગતા આનંદીત નિહાળ્યા.

એના મનમાં પેલો ધનવાન જગમાં એક ખુબ જ સુખી માનવી હતો. પેલો નોકરી કરનાર પણ આનંદ દ્વારા એના સુખના દર્શન આપી રહ્યો હતો….બસ, આવા વિચારોમાં નારાજ થઈ એક જગાએ એ બેઠો હતો ત્યારે એક સાધુ ત્યાંથી પસાર થયો. સાધુની નજર નિરાશ સંસારી માનવી પર પડી. દયાભાવથી ભરેલ સાધુ પેલા નારાજ માનવી પાસે ગયો અને બોલ્યો ઃ “મારા ભાઈ, તું શા માટે નારાજ છે ?”

માનવી એના ક્રોધમાં હતો અને તરત એણે એના મનની વાતો વિસ્તારે કહી, અને અંતે સાધુને કહ્યું ” આ જગતમાં ફક્ત હું જ અભાગી અને દુઃખી છે !”

આટલા માનવીના શબ્દો સાંભળી થોડો સમય શાંત રહ્યો. અને ધીરેથી કહેવા લાગ્યો ઃ ”  આ જગમાં તને એક માનવ તરીકે જન્મ મળ્યો તે માટે પ્રથમ પ્રભુનો પાડ માન. કોઈ દુઃખી કે દર્દીની નજીક જઈ એના જીવન વિષે તું જાણ. તું જે ધનવાનને સુખી સમજે છે તેના જીવન વિષે વધુ જાણશે તો તને ખબર પડશે કે એ વધુ મેળવવા લોભનો કેદી છે અને એને રાત્રીએ સુવા માટે તકલીફો છે.  અરે, પેલા હીરાના કારીગરને એની તંદુરસ્તીની ચિન્તાઓ હશે કે અન્ય મુજવણો હશે. હવે તું તારા જીવન તરફ નવી દ્રષ્ઠિએ નિહાળ. તારી સાથે તાઓ પરિવાર છે. તારી પાસે ગુજરાન ચલવવા નોકરી છે. રહેવા માટે એક નાનું સરખું ઘર છે….પેલા ગરીબના ભાગ્યમાં નથી ઘર કે અન્ન માટે પૈસા….પેલો દર્દી એના રોગથી દુઃખી. એ સૌની સરખામણીએ તો તારા જીવનમાં પ્રભુએ ખુબ જ કૃપા કરી છે.અન્યને નિહાળી તું ઈર્ષાનો કેદી છે. વધું મેળવવાની આશાઓમાં તું લોભ તરફ દોડી રહ્યો છે. આ બધું જ્યારે તું ત્યાગશે ત્યારે જ તારા મનમાં “સંતોષ” હશે. ત્યારે મનમાં શાંતી હશે ! તું ફક્ત આનંદ અનુભવશે.”

સાધુ તો આટલું કહી દુર ચાલી ગયો. પેલો નિરાશ માનવી સાધુવાણી સાંભળી ખુશ હતો….એના ચહેરા પર પહેલીવાર હાસ્ય હતું અને એના મનમા એક જ વિચાર “પ્રભુ તું દયાળુ છે !તારી કૃપા મારા પર વરસાવતો રહેજે !”

વાતા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૫                                    ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ ટુંકી વાર્તા પોસ્ટ છે “એક માનવી અને એક સાધુ”.

આ વાર્તામાં એક માનવીની ફક્ત નિરાશામાં જોવાની વૃત્તિ.

એનું મિલન એક જ્ઞાની સાધુ સાથે થતા, એના જીવનમાં પરિવર્તન.

અહીં એક જ સંદેશો>>>>

માનવ દેહરૂપે જીવન મળ્યાની ખુશી સાથે જીવન સફરે “નિરાશા”સાથે જીવવા કરતા જે મળ્યું એમાં “સંતોષ”ભર્યો સ્વીકાર લાવી, પ્રભુનો આભાર માની, મનમાં “શાંતી” મેળવતા, ખરેખર અંતે પ્રભુના દર્શન એની દયામાં અનુભવી શકાય.

બસ….આટલો જ સંદેશ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Short Story in Gujarati is about a MAN & a SADHU.

The MAN always sees his LIFE with the NEGATIVE thoughts & thinks OTHERS are HAPPIER than him. He questions GOD.

Then…he meets a SADHU ( a Person with knowledge & wit).The Sadhu gives him the sermon & opens his eyes to the REALITY of the LIFE. The MAN is then a CHANGED PERSON with the POSITIVE ATTITUDE in LIFE.

Hope you like this Post.

Dr. Chandravadan Mistry.

 

માર્ચ 24, 2015 at 12:16 પી એમ(pm) 11 comments

એક હતો મિંયા ફુસકી !

 

Miya Fuski (1 To 10)

એક હતો મિંયા ફુસકી !

ગામમાં મુસલમાનોની વસ્તી હતી.

ગામમાં અનેક જાતીના હિન્દુઓ પણ રહેતા હતા.

એક મુસલમાન છોકરો, જેનું નામ હતું સલીમ.

એ ઘણો જ ડરપોક હતો. એને સૌ “મિંયા ફુસકી”નામે ચીડવતા. સૌ છોકરાઓ ચીડવી આનંદ માણતા.

ગામની શાળામાં અનેક બાળકો ભણે. એમાં અનેક મુસલમાન અને અનેક હિન્દુ બાળકો. શાળામાં સલીમના ક્લાસમાં જ એક દિનેશ નામે હિન્દુ છોકરો. એ કદી પણ સલીમને ચીડવતો નહી. એ હંમેશા એની સાથે સલીમ નામે બોલાવી વાતો કરતો. 

એક દિવસ્ર, દિનેશે સલીમને પૂછ્યું ઃ”સલીમ, તને સૌ ફુસકી કહી ખીજવે છે. તો, તું કેમ કાંઈ ના બોલે ?”

સલીમ દિનેશ તરફ નજર કરી એને થોડા સમય જોયા બાદ કહે ઃ “જો હું ખીજાઈને બોલું તો એનો આનંદ માણી એઓ સૌ મને વધારે ખીજવશે. જો હું શક્તિશાળી હોત અને મારી શક્તિથી એઓને ચુપ કરી શકતે તો એઓ મારાથી દુર હોય ત્યારે મારી જ વાતો કરી મઝા કરતે. આવા વિચાર સાથે મને થયું કે ક્રોધ કરવાથી કોઈ ફાયદો નથી. એવા સમયે મારા અંતરઅત્માની અવાજ સાંભળી ‘ક્રોધ કરનારની સામે ક્રોધ ના કરો. ગાળો દેનારા સામે ગાળો ના બોલો. જો તમે આવું કરશો તો ગુસ્સા કે ગાળોભર્યા શબ્દો તમે સર્પસ ના કરી શકે અને એવા શબ્દો સામેની વ્યક્તિને પાછા મળે. તમારૂં હૈયું શાંત રહેશે !’ બસ, આવી શીખના આધારે મને શાંત રહેવા માટે શક્તિ મળે છે. હૈયે કાંઈ દુઃખ ના હોય”

આવી સલીમવાણી સાંભળી, દિનેશના હૈયે એક અનોખો આનંદ હતો. એણે સલીમનો હાથ પકડ્યો અને એની સાથે ચાલતા કહ્યું ઃ “સલીમ, તું મહાન છે ! તું ખરેખર મારો મિત્ર છે !”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૫                       ચંદ્રવદન

 

બે શબ્દો…

આ ટુંકી વાર્તામાં મુખ્ય પાત્ર છે “સલીમ”.

ઉપનામ આપી, અન્ય ખીજવી આનંદ માંણે,

એવા સમયે મૌન અને શાંત રહેવાની શીખ.

“ક્રોધી સામે ક્રોધી ના થવું…કે ગાળોદેનારને ગાળો ના દેવી. તો, ક્રોધ કે ગાળો ફરી ક્રોધી કે ગાળો દેનારને જ મળે”આટલો જ બોધ છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This is a short story in Gujarati entitled “Miya Fuski”.

Salim is given the nickname of Miya Fusaki and teased by the school children.

He always remain calm to their insults.

Dinesh observing this asks why he tolerates all these.

Salim’s answer is the MESSAGE>>>>ANGER or BAD WORDS if replied with the SILENCE, will always go back to THOSE who creating them. I remain FREE & UNTOUCHED.

Hope you like the Post.

Dr. Chandravadan Mistry.

માર્ચ 20, 2015 at 1:05 પી એમ(pm) 13 comments

દલો દલવાડી કહાણી !

 

દલો દલવાડી કહાણી !

એક નાનું ગામ.

ત્યાં એક દલસુખ દલવાડી નામે રહે.

એ પોતાને ખુબ જ ચતુર સમજે. લોકોને છેતરવું એ તો એની ટેવ બની ગઈ હતી. સૌ એને “દલો દલવાડી” નામે ઓળખે.

એક શાકભાજીની વાડી નજીકથી એ પસાર થતો હતો અને વાડે લાગેલા તુરીયા જોયા. એને તુરીયા ખાવાની ઈચ્છા થઈ. વેચાતા લેવા ના હતા. તો એણે યુક્તિ રચી.

રાત્રીના અંધકારે વાડ નજીક જઈ એ બોલ્યો “વાડ રે વાડ, તારા પર તુરીયા છે તેમાંથી એક લઉ ?” અને તરત જ વાડ જવાબ આપતી હોય એવા ભાવે એ બોલ્યોઃ”અરે દલા,શાને એક, લઈ જા ચાર પાંચ”. આવા સંવાદ બાદ, તુરીયા ઘરે લઈ જઈ શાક કરી એ આરોગી ખુબ જ ખુશી અનુભવી. પોતાની ચતુરાય માટે ગર્વ કરતો હતો. આ સફળતા બાદ એ અનેકવાર વાડેથી તુરીયા તોડી લાવ્યો.

વાડીનો માલીકે એક દિવસ વાડ તરફ નજર કરી તો તુરીયા ખુબ જ ઓછા લાગ્યા. એ વિચારમાં પડ્યો.

એક દિવસ રાત્રીએ એ કારણોસર ઘરની બહાર આવ્યો અને વાડ નજીકથી દલાનો સંવાદ સાંભળ્યો. એને તુરીયા ઓછા થવાનું રહસ્ય સમજાય ગયું હતું. એણે દલાને શીખ દેવાનો નિર્ણય લીધો.

બીજા દિવસની રાત્રીએ એ જગતો રહ્યો અને વાડ નજીક છુપાય રહ્યો.

દલો એના સમય પ્રમાણે વાડ નજીક આવી બોલ્યો….એવા સમયે વાડીનો માલીક જવાબરૂપે બોલ્યો ઃ “અરે, દલા, આજે આપું તને પાંચ નહી પણ દસ “

આટલું કહી દલાને પકડી લાકડીએ મારવા લાગ્યો….દલો તો એક બે લાઠીમારે રડતો બોલ્યો” માફ કરજે મને. હવે હું કદી ચોરી ના કરીશ !”

આ ઘટના બાદ, દલો બદલાય ગયો. એ હવે એની ચતુરાયની વાત ના કરતો. અન્યને મદદ કરવા એ તૈયાર રહેતો. ગામવાસીઓએ પણ એને માફ કરી દીધો હતો. સૌ એને “દલસુખભાઈ”નામે પૂકારી આદર કરતા.

આવા પરિવર્તનમાં દલાના મનમાં એક જ વિચાર હતો ઃ ” મેં જીવનમાં ચોરી કરી અને અનેકને લુટ્યા. મેં મારી ચતુરાયનો આધાર લઈ અનેકને છેતર્યા. પ્રભુ હું હવે સમજું છું કે ચોરી કરવી એ બુરી આદત છે. મહેનત કરી મળવવું એ જ મારો ખરો ધર્મ છે. પ્રભુ મને માફ કરજે !”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૦,૨૦૧૫                          ચંદ્રવદન

 

બે શબ્દો…

“દલા “નામે બચપણમાં તમે વાર્તા વાંચી જ હશે.

આ વાર્તાને “નવું સ્વરૂપ” આપવા મારો પ્રયાસ છે.

અહીં “ચુતરાય” સાથે “જુઠ”નો સહારો…એ “ખોટુ” છે….ભલે ચતુરાય હોય, પણ મહેનત સાથે “સત્ય” હોય એ જ “ખરૂં” કહેવાય.

બસ…આ વાર્તામાં આટલી જ એક “શીખ” છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Today’s Short Story in Gujarati is about one person DALO DALWADI.

Talking to the Fence..& answering to the Fence& justifyig the stealing of the vegetable/produce …and the joy in his Wits.

He is made t realize that is WRONG to LIE.

He is a  CHANGED PERSON…and he asks God to forgive him.

Hope you like this Post.

Dr.Chandravadan  Mistry.

 

માર્ચ 17, 2015 at 1:13 એ એમ (am) 8 comments

બે બિલાડીઓનો ઝગડો !

 

 

 

બે બિલાડીઓનો ઝગડો !

એક નાના ગામના વિસ્તારે એક ફળિયે બે બિલાડીઓ પોતાનો હક્ક જાહેર કરે.

આવા હક્કના કારણે બે બન્યા એકબીજાના શત્રુ.

એક દિવસ, ફળિયે એક ઘરેથી તાજો રોટલો બિલાડી ખાશે એવા ભાવે મુકાયો. તાજા રોટલાની સુગંધે બન્ને બિલાડીઓ એક સાથે દોડ્યા. રોટલા પર બન્નેના પગો હતા.

“આ રોટલો મારો છે !” એ પ્રમાણે પોતે હક્કદાર છે એવો દાવો કરતા હતા. ઝગડો ચાલુ રહ્યો, અને બન્ને ઉંચા સાદે બોલતા હતા.

એવા સમયે, ઘરના છાપરેથી  કુદીને એક વાંદર ત્યાં આવ્યો અને બિલાડીઓને પૂછ્યું ઃ “અરે, બિલાડીબેનો, શા માટે લડો છો ?” એના જવાબરૂપે રોટલાના હક્કદારનો દાવો કર્યો.

વાંદરો થોડો સમય શાંત રહ્યો. નજીક એક ત્રાજવું  હતું. વાંદરજી એ લાવીને બિલાડીઓને કહ્યુંઃ”આપણે આ રોટલાનું વજન કરીયે, અને ત્યાર બાદ, હું તમોને શું કરવું તે કહીશ”

ત્રાજવે એક બાજુ રોટલો અને બીજી બાજુ હલકો પથરો. વજન કરતા, રોટલો વજનદાર. તો બરાબર કરવા થોડો રોટલો એ ખાઈ ગયો..ફરી વજન કરતા રોટલો ભારી, અને એ થોડો વધારે ખાઈ ગયો. એંતે, એકદમ નાનો રોટલાનો ટુંકડો રહ્યો. એને હાથમાં લઈ એ બોલ્યો “આટલા નાના ટુંકડે તમારી ભુખ ના ભાંગે. તો એમ કરૂં કે હું જ એને ખાઈ જાઉં”..આટલા શબ્દો બાદ એણે રોટલો મોમાં મુક્યો અને કુદકો મારી ઘર પર ચડી એ દુર ચાલી ગયો.

બન્ને બિલાડીઓ એકબીજા સામે જોઈ રહ્યા. આંખોમાં આંસુઓ હતા. એવા સમયે,વાડ નજીક દુર ઉભેલું શિયાળ નજીક આવ્યું. શિયાળે બિલાડીઓને કહ્યું “અરે, બિલાડીબેનો મારી. તમે તે કેવા મુરખ છો. તમે એકબીજાને સમજવાની કોશીષ કરી હોત તો મળેલા એક રોટલાના બે સરખા ભાગો કરી તમે બન્ને રોટલાની મઝા માણી હોત. શત્રુ કરતા પ્રેમભાવ સાથે મિત્રતા રાખવી એ જ સાચો જીવન પંથ છે !”

આવા શબ્દો કહી, શિયાળ તો એના રસ્તે, અને દુર ચાલી ગયું.

જ્યારે શાંત વાતાવરણ હતું ત્યારે બન્ને બિલાડીઓના મનમાં એક જ વિચાર ગુંજી રહ્યો હતો ઃ “મિત્રતાનો પંથ જ જીવનમાં આનંદ લાવી શકે…શત્રુતા પંથે જે કોઈ જાય તેને ફક્ત નિરાશા જ મળે !”

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૫                                 ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ ટુંકી વાર્તામાં એક જ સંદેશ છે>>>”મિત્રતાના ભાવમાં હંમેશા આનંદ, અને શત્રુતાના ભાવમાં દુઃખ અને નિરાશાઓ જ હોય છે.”

આવા સંદેશને માનવતાને પહોંચાડવા માટે આ વાર્તામાં પશુઓનો આધાર લીધો છે…યાને બે બિલાડીઓ, એક વાંદરો અને એક શિયાળ.

આવી જ વાર્તા તમે વાંચી હશે….પણ મેં મારી વિચારધારાથી એમાં નવો રંગ મુક્યો છે.

આશા છે કે…તમોને આ ટુંકી વાર્તા અને એમાં સમાયેલો “સંદેશો” ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Short Story is about 2 Cats, 1 Monkey and 1 Fox.

It is about the fight for the bread between 2 Cats and the TRICK by the monkey and finally the ADVICE by the Fox.

The MESSAGE in the Story>>>>FRIENDSHIP brings JOY but if you choose to be the ENEMIES then it will surely bring HURT & SADNESS.

I hope you like this Post !

Dr. Chandravadan Mistry

માર્ચ 9, 2015 at 12:01 એ એમ (am) 7 comments

કસ્તુરી હરણ !

 

Male Himalayan musk deer

MALE MUSK DEER of KASMIR, INDIA ( KASTURI MRUG)

 

કસ્તુરી હરણ !

વનમાં એક અનોખી શાંતી છે.

એક બાળ હરણ સુર્યપ્રકાશમાં ધરતી પરનો લીલો ચારો આરોગી રહે છે. એ બાળ હરણનું નામ હતું “કસ્તુરી”.

પવનનું અચાનક આવવું, અને કસ્તુરી એક “મહેક”નો અનુભવ થાય. એ પહેલા હરણના ટોળામાં ફરતું. આ પહેલીવર જ એ એકલું હતું.

કસ્તુરી મનમાં વિચારે “આટલી સારી મહેક ક્યાંથી આવે છે ?”

એવા વિચાર સાથે ધરતીને એ સુંઘે….આજુબાજુની ઝાડીને સુંઘે, અને દુરના વૃક્ષો પાસે જઈ સૌને સુંઘે. મહેક ક્યાંથી આવે એ એને નથી સમજાતું. એ નારાજ થઈ બેસી જાય છે.

એ ફરી હરણ ટોળામાં આવે. નારાજ નિહાળી એક વૃધ્ધ પૂછે ઃ” બેટી, શા માટે નારાજ ?” કસ્તુરી મહેક વિષે કહે. કોઈને ટોળામાં એકસાથે રહેતા એવો અનુભવ ના હતો. એથી, “બેટા એવું કાંઈ નથી. આ તારો ભ્રમ છે !” એવો જવાબ મળ્યો.

કસ્તુરીને સંતોષ ના થયો.

એ તો ફરી બહાર એકલી એની ધુનમાં ચાલી રહી હતી. એ વનની બહાર માનવ વસ્તી નજીક આવી ગઈ. એ થાકી હતી અને એક બાગની વાડ નજીક બેસી ગઈ. બાગમાથી એણે અવાજ આવતો સાંભળ્યો ઃ “કેમ નારાજ છે ?” ઉંચે જોયું તો એક ગુલાબનું ફુલ હલી, હસતા હ્સતા એને કહી રહ્યું હતું ઃ”અરે, બેનડી, હું પણ એક સમયે તારા જેવી મુરખ હતી. મારી મહેકને હું જાણી શકી ના હતી. એકવાર, માળી મારી નજીક આવી બોલ્યો ‘ઓ ગુલાબ, તારી મહેક મને તો ખુબ જ ગમે !’. ત્યારે જ મને ભાન થયું કે જે મુલ્યવાન છે તે બધું જ મારી અંદર છે”

કસ્તુરીએ એના દેહને નિહાળ્યો. એનું નાક દેહ નજીક લઈ ગઈ. ફરી એને મનને ગમતી મહેકનો અનુભવ થયો. એ ખુશી સાથે બોલી ઉઠી ” મારો પ્રાણ મારી અંદર…મારી મકેક મારી અંદર. હું જે છું તે મારા અંદર જ છે. તો બીજે એની શોધ કરવાની જરૂર નથી”

હવે કસ્તુરી જ્ઞાન-પ્રકાશ સાથે આનંદમાં હતી !

વાર્તા લેખન ઃ તારીખ,જાન્યુઆરી,૩૧,૨૦૧૪                ચંદ્રવદન

 

બે શબ્દો…

કસ્તુરી હરણ પોતાના દેહની મહેકથી અજાણ રહી, એને શોધવા એની દોડ ચાલુ રાખે તેમ માનવી પણ સંસારી મોહમાયામાં પ્રભુની શોધમાં જગમાં દોડતો રહે…અંતે એ જાણે કે “આત્મા”રૂપે પ્રભુ તો એની અંદર જ છે.

આ વાર્તાનો “બોધ” બસ આટલો જ છે.

હેતું પુર્ણ થયો કે નહી એનો ખ્યાલ નથી.

પણ, મેં એક પ્રયાસ કર્યો છે.

આશા છે કે તમોને આ વાર્તા ગમે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a TUNKI VARTA ( SHORT STORY).

It is on the DEER….with the special KASTURI  SMELL.

The deer unaware of the source of that smell, tries to locate it. 

But …..not aware that the smell is from it’s OWN BODY. Finally there is the REALIZATION of this TRUTH.

The MESSAGE is to the MANKIND….”Do not wander searching for the GOD…He is WITHIN as the ATMA or the SOUL.

 

Dr. Chandravadan Mistry

માર્ચ 2, 2015 at 5:58 પી એમ(pm) 18 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2015
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031