Archive for નવેમ્બર, 2012

“જનફરિયાદ” કહાણી !

 

“જનફરિયાદ” કહાણી !

“જનફરિયાદ” નામ છે એક પ્યારૂં,

ગુજરાતમાં એ તો થઈ ગયું છે અતી પ્યારૂં !…….(ટેક)

 

ન્યઝપેપરો સમાચારો આપે છે એક ફરજરૂપે,

રાજ્ય, દેશ કે વિશ્વમાં થતું જાણી, આનંદ સૌ હૈયે વહે,

સત્ય આવું, જાણવાની આશાઓ વિશ્વમાનવ માં રમે !…..જનફરિયાદ…(૧)

 

ન્યઝ્પેપરો વર્ષોથી ગુજરાતમાં પ્રગટ થાય છે અનેક,

૧૯૯૬માં “જનફરિયાદ” બાળરૂપે જન્મે છે એક,

ઘટના એવી,ગુજરાતમાં સૌ ગુજરાતીઓના મનમાં રમે !…..જનફરિયાદ…..(૨)

 

સમાચારોમાં જનતાની ફરિયાદ હોય તો કેવું ?

એવો જ પ્રદીપ-વિચાર તો જ રહે સારૂં !

મિલન એવામાં, જનફરિયાદ ગુજરાતમાં જન્મે !……જનફરિયાદ……(૩)

 

ગુજરાતમાં ગુજરાતીઓ વાંચી, સત્યને જાણશે,

પરદેશમાં, સૌ ગુજરાતીઓ પણ કેમ વાંચી શકે ?

વિચાર એવા સાથે, “ઈનટરનેશનલ ઈ ન્યઝપેપર બને !…..જનફરિયાદ…..(૪)

 

ચંદ્ર કહે ઃ ગુજરાતની ધરતી છે ખુબ જ પ્યારી,

જનફરિયાદમાં ગુજરાતી ભાષા પણ લાગે ન્યારી,

એ જ રહી જનફરિયાદની ગૌરવભારી કહાણી !……જનફરિયાદ….,(૫)

 

કાવ્ય રચનાઃ તારીખ,નવેમ્બર, ૧૧, ૨૦૧૨               ચંદ્વવદન

બે શબ્દો…

“જનફરિયાદ”નામના ન્યઝપેપર વિષે ચીકાગોના સપનાબેન તરફથી જાણ્યું.

એક કાવ્ય અને એક લેખ પ્રગટ કરવાનો લ્હાવો મળ્યો.

ત્યારબાદ, “જનફરિયાદ”ના તંત્રી શ્રી પ્રદીપભાઈ રાવળ મારા “ચંદ્રપૂકાર” બ્લોગ પર પધારી “પ્રતિભાવો” આપ્યા.

એ પછી, મારા મનમાં આનંદ વહેતો હતો….અને, પ્રભુ પ્રેરણા થઈ, અને આ કાવ્ય રચના શક્ય થઈ.

જે કોઈને આ ન્યઝપેપર વાંચવાનો લ્હાવો મળે તેઓ પોતે વાંચે તો આ ન્યુઝપેપર વિષે પુરો ખ્યાલ આવી શકે.

મારી તો એક જ પ્રાર્થના કે….”જનફરિયાદ” પ્રગટ થતું રહે, અને વાંચકોને સત્યના દર્શન કરાવતું રહે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem (Kavya)in Gujarati.

It is on a newspaper ( A weekly) by the name JAN FARIYAAD.

It was estalished in Gujarat in 1996  with its Editor PRADIP RAVAL.

The aim of this Newspaper is to bring out the TRUTH as the FARIYAAD (Complaints) from the Public & to educate ALL in Gujarat to know the TRUTH in the Political Environment of the Stete of GUJARAT of INDIA.

My goal of this KAVYA was to tell the STORY how & when this Newspaper came into the Existance in Gujarat.

My hope is that if the TRUTH is published, more & more will like to read it & eventually this Newspaper can be LOVED by AL.

Those interested to know about the Newpaper, can get more informations by the below LINK>>>>>

http://janfariyad.wordpress.com/2012/07/25/jan-fariyad-international-news-weekly-e-paper/comment-page-1/#comment-2

 

Dr. Chandravadan Mistry

નવેમ્બર 30, 2012 at 4:29 પી એમ(pm) 9 comments

ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !

Anniversary Celebration
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
ચંદ્રપૂકારની પાંચમી એનીવર્સરીનો આનંદ !
પાંચમી એનીવર્સરી ચંદ્રપુકારની,
અને, ચંદ્ર હૈયે તો આનંદ થાય  !…….(ટેક)
પહેલી, બીજી ,ત્રીજી અને ચોથી એનીવર્સરી ગઈ,
તો, એ પછી, ચંદ્રપૂકારે સંદેશારૂપે શું વાતો કરી ?
પ્રષ્ન એવાના જવાબમાં ચંદ્ર સૌને કહેઃ
જે કહું છું તે તમે સાંભળો જરા ધ્યાનથી !…….પાંચમી…..(૧)
ચાર વર્ષનો સરવાળો કર્યો હતો ચંદ્રએ,
જુદી જુદી પોસ્ટરૂપી વર્ણન કર્યું હતું ચંદ્રએ,
એવા વર્ણનમાં કાવ્યો, સુવિચારો અને ટુંકી વાર્તાઓની પ્રસાદી પીસરી,
શબ્દો એવા પ્રગટ કરી, ખુશી ચંદ્રે સૌના હૈયે ભરી !……પાંચમી……(૨)
ચોથા વર્ષમાં પ્રવેશ કરતા, “સુરેશ ચંદ્ર મિલન”કાવ્યરૂપે પ્રગટ કર્યું,
અનેક કાવ્ય-પોસ્ટ દ્વારા ચંદ્રે તો એનું હૈયું ખોલ્યું,
“ટુંકી વાર્તા”અને “સુવિચારો” પ્રગટ કરી,જીવન શીખ ધરી,
બસ, અનેક પોસ્ટોમાં ચંદ્રે તો એની પ્રાણધારા સૌના અંતરે ભરી !……પાંચમી……(૩)
“અનામી”કેટેગોરીમાં અનેક વિચારો ચંદ્ર બ્લોગ પર પ્રગટ કરે,
“તંદુરસ્તી”ની પોસ્ટો દ્વારા દેહની સંભાળ સમજ સૌને કહે,
“ચંદ્ર વિચારધારા” નામની નવી કેટેગોરી શરૂ કરી,
ચંદ્રે તો ચંદ્રપૂકારની મહેક અર્પી, જ્ઞાન ગંગામાં તરવા, સૌને તકો દીધી !…..પાંચમી……(૪)
“ટુંકી વાર્તાઓ” તો બોથકથારૂપે બાળ વાર્તાઓ હતી,
“સમાજ પરિવર્તન”ના વિચાર મનમાં લઈ, નવી વાર્તાઓ પ્રગટ કરી,
ચંદ્ર હૈયે આનંદ વહેતો રહ્યો અને ઓકટોબર ૨૦૧૨નો માસ પુરો થયો,
ત્યારે, પાંચ સમાજ સુધારાના સંદેશા વાંચવાનો લ્હાવો વાંચકોને દીધો !……પાંચમી……(૫)
હવે, ૨૨મી નવેમ્બર ૨૦૧૨નો શુભ દિવસ છે આજે,
અને, તમે વાંચો છો, ચંદ્રપુકારની એનીવર્સરીની પોસ્ટ આજે,
તમ કૃપાથી, ૬૦૦૦થી વધુ પ્રતિભાવો છે ચંદ્ર ભાગ્યમાં,
નમ્રભાવે સૌનો આભાર દર્શાવતા, ચંદ્ર હૈયું છે પ્રભુસ્મરણમાં !…….પાંચમી……(૬)
કાવ્ય રચનાઃ તારીખ, ઓકટોબર,૧૮, ૨૦૧૨                   ચંદ્રવદન
બે શબ્દો…
આજ પાંચ વર્ષ પુરા કરી, છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરતા ખુબ જ આનંદ થાય છે.
અત્યાર સુધીમાં કુલ્લે ૧૫૦૦૦ થી વધુ સંખ્યામાં વાંચકો “ચંદ્રપૂકાર” પર પધારી, ૬૦૦૦થી
વધુ પ્રતિભાવો આપ્યા.
વાંચકો અને એમના પ્રતિભાવો દ્વારા જ મને શક્તિ અને પ્રેરણાઓ મળે છે.
આજે, સૌને “આભાર” દર્શાવતા, હું વિનંતી કરૂં છું કે તમો સૌ ફરી ફરી મારા બ્લોગ પર
જરૂરથી પધારતા રહેશો.
હવે…..
આ છઠ્ઠા વર્ષમાં “સમાજ સુધારા”ની થોડી બીજી વાર્તાઓ અને “માનવ તંદુરસ્તી”ની બીજી
થોડી પોસ્ટો પ્રગટ કરીશ. સાથે “કાવ્ય પોસ્ટો” તેમજ “સુવિચારો” વિગેરે હશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today Chandrapukar completes 5years & is entering the 6th year in its journey as a Blog of the Gujarati Blog Jagat.
I feel so happy at this Event of the 5th ANNIVERSARY.
During the last 5 years, you had read more than 380 POSTS which the KAVYO (Poems), SUVICHARO (Words of Wisdom). TUNKI VARTAO ( Short Stories) and even the UNCATEGORISED Posts with my VICHARDHARA ( Thoughts).
I had introduced the Posts on MANAV TANDURASTI ( Human Health) and even had the VIDEO CLIPS from my BHAJANS (Devotional Songs).
After initial BALVARTAO (Childeren’s Stories) with the MESSAGE, recently I had published the SAMAJ PARIVARTAN ( Change in the Existing Society ) to bring the AWARENESS for the NEED for the CHANGE to accomodate the MODERN SOCIETY.
In the 6th year as I continue the MESSAGE of the CHANGE with more of the VARTAO, I inend to publish Poems & Suvicharo & even more Posts on HUMAN HEALTH.
I hope you will VISIT my Blog & encourage me with your COMMENTS.
Dr. Chandravadan Mistry

નવેમ્બર 22, 2012 at 1:18 એ એમ (am) 46 comments

રૂપા બાવરી !

Shreenathji Picture (Code - 65)
રૂપા બાવરી !
રૂપા નગમા તો શ્રી નાથજીની બની બાવરી,
જાણી એવું, ચંદ્ર હૈયે છે આનંદ હેલી !……………(ટેક)
એક પવિત્ર આત્મા, રૂપા દેહ સ્વરૂપે જન્મે,
મેહતા કુળે એ તો શ્રી નાથજી પ્રકાશ લાવે,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……રૂપા નગમા…(૧)
રૂપા વાણીમાં તો, મીરાભાવ વહી રહે,
એના સુર સંગીતમાં સૌ સ્નાન કરે,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……..રૂપા નગમા…(૨)
રહી સંસારમાં રૂપા તો છે વૈરાગી,
એ તો છે શ્રી નાથજીની રે દાસી,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે આનંદ હેલી આવે !……રૂપા નગમા….(૩)
જગમાં રહેતા, ના એ રૂપા, છે એ તો વૈરાગી,
શ્રી નાથજી શરણે એ તો છે એક બાવરી,
એવી રૂપાને જાણી, ચંદ્ર હૈયે શ્રી નાથજી બિરાજે !…..રૂપા નગમા….(૪)
કાવ્ય રચનાઃ તારીખ ઓકટોબર,૨૬,૨૦૧૨             ચંદ્રવદન
બે શબ્દો…
હું મારા પત્ની કમુ સાથે,સાઉથ કેરોલીના પ્રાન્તના કોલંબીઆ શહેરમાં ઓકટોબર,૨૩ થી ૩૦ ૨૦૧૨ના દિવસો હતા.
કમુના મોટાભાઈ બિહારી અને પત્ની ભાવનાબેનના ઘરે હતા.
એ સમયગાળા દરમાન્ય, હ્યુસ્ટન ટેક્ષસથી સિમા દેસાઈનું ત્યાં આવવું.
અનેક ચર્ચાઓ થતા, રૂપાબેને પ્રગટ કરેલી શ્રી નાથજીના ચિત્રો સાથે કાવ્યોની બુક વિષે જાણવા મળ્યું.
વાતો કરતા, રૂપાબેન મહેતા વિષે વધુ જાણ્યું….ભાવનાબેન સાથે કુટુંબીક સબંધો હતા.
બસ….જે જાણ્યું એ આધારીત આ રચના શક્ય થઈ છે.
જે કોઈને રૂપા”બાવરી”મહેતા વિષે વધુ માહિતી મેળવવી હોય તેઓ નીચેની “લીન્ક”પર ક્લીક કરી જાણી શકે છે>>>>
આશા છે કે..તમોને આ રચના ગમી હશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Kavya Post was created in October,2012.
It is about a lady in Mumbai by the name RUPA MEHTA. She paints the beautiful pictures of SHREE NATHJI.
She is also a Poetess and had created many Devotional Poems on Shree Nathji ( Lord Krushna) and even written Gazals.
There are several Albums & Books by Rupa Mehta.Those interested can go onthe Site & learn more about her.
I hope you like the Poem in Gujarati.
Dr. Chandravadan Mistry.

નવેમ્બર 16, 2012 at 2:38 પી એમ(pm) 15 comments

ચંદ્ર-મનના વિચારો !

ચંદ્ર-મનના વિચારો !

આજે શું લખું એ જ સમજાતું નથી,

છતાં, મનમાં થાય છે કે કંઈક લખું,

આ સંસાર વિષે કાંઈ લખું ?

ત્યારે વિચાર આવે કેમ ના પ્રભુ વિષે ?

પણ, ત્યારે બીજો વિચાર આવે શું લખું ?

પ્રભુ કોણ છે એ સૌને સમજાવું ?

કે, પ્રભુ છે જ એવું અજ્ઞાનીઓને કહું ?

એવી પ્રભુ સમજ સમજાવવામાં સમય કેમ હું બગાડું ?

આટલા વિચારો લખ્યા, પણ મન શાંત નથી,

તો વિચારૂં છું કે કેમ એ અશાંત છે આજે ?

હવે, યાદ આવ્યું કે આજે તો દિવાળી છે,

અને, હશે “નુતન વર્ષ” એ પછી,

તો, નવા વર્ષે મારે શું કરવું ?

ફરી મારું જ મન જરા શાંત થઈ ગયું

મને જરા પણ સમજાયું નહી કે આવું કેમ ?

ત્યારે યાદ આવ્યું કે સંસારમાં સતકર્મ કરવા સૌ કહે,

પણ જ્યારે અમલ કરવાનો સવાલ આવે ત્યારે મોહમાયામાં સૌ ભુલે,

અને જ્યારે મોહમાયામાં લીપટાઈ ગયા હોય ત્યારે  મોજશોખ સાથે પ્રભુને પણ ભુલે,

અને એવી હાલતે બુરા કાર્યોમાં પણ જાણે સતકર્મ જ દેખાય, અને સત્ય પંથ ભુલાય,

જેથી, એની સાથે પ્રભુને યાદ કરવાનું કાર્ય પણ હ્રદયભાવથી ના હોય, અને…એવા સમયે,

જો કોઈ અંતરની પૂકાર સાંભળે ત્યારે એ જાગી જાય….અને એ જાગૃતિ માટે કોઈ વાર

એ ઠોકર ખાઈ મેળવે કે પછી, કોઈ સંતપુરૂષના સંગમાં આવતા મેળવે અને આવી ઘટના જ

જીવન પરિવર્તનમાં ફાળો આપે છે.

હા….આવા વિચારો સાથે મારૂં મન સ્થીર બન્યું !

એથી જ અંતે કહેવું છે>>>

મન ચંચળ છે મેરે ભાઈ,

મોહમાયા ત્યાગી, મનને શીતલ કર મેરે ભાઈ,

પ્રભુ ગુણલા ગા કરે, જીવન સફર કર લે મેરે ભાઈ,

તો, આ સંસારના ફેરા ના હોય કદી, મેરે ભાઈ !

 

ચદ્રવદન

 

બે શબ્દો…

આજે દિવાળીના દિવસે, કોમ્પુટર પર હતો.

શું લખવું એવું વિચારતો હતો.

ના લેખ કે કાવ્ય માટે પ્રેરણા મળી.

પણ જ્યારે કોમ્પુટર દ્વારા ગુજરાતી ટાઈપ પેડ પર આંગળીઓ પડી ત્યારે મારા મનના દ્વારા ખુલ્લા થઈ ગયા, અને વિચારો વહેવા લાગ્યા.

આ વિચારોમાં “શું લખું ?” થી શરૂઆત થઈ.

સંસારના વિચારોમાં ભટકાઈ, અંતે પ્રભુના વિચારો હતા.

આવા વિચારો સાથે મન આનંદીત હતું.

અંતે એવા જ આનંદમાં રહી,જીવન સફરમાં આગેકુચ કરવાના વિચારો સાથે મનને શાંત કર્યું.

બસ….આ જ છે આજની “ચંદ્રપૂકાર”ની પોસ્ટ “ચંદ્રવિચારધારા”ની કેટેગોરી પર !

તમે સૌ નવા વર્ષના દિવસે વાંચશો કે નવા વર્ષ પછીના દિવસોમાં વાંચશો.

તમોને ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today on the New Year as per the Indian Calender, I publish this Post.

It reflects the THOUGHTS that were flowing from my MIND.

The initial thought of WHAT TO WRITE, leads to the CONFUSION & the WORLDLY DESIRES, but as the mind thinks of GOD, my MIND was CALM & at PEACE. I seem to see the PATH to move FORWARD in my life on this EARTH.

These are the thoughts conveyed in this Post.

I hope you like this Post.

Dr. Chandravadan Mistry

નવેમ્બર 14, 2012 at 2:10 પી એમ(pm) 8 comments

૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ !

תיאור: cid:image008.gif@01CD2633.26F8F590
Create Your Own Fireworks! A sparkling ecard to wish your friends/ family/ acquaintances/ dear ones on Diwali. Happy Diwali! An elegant ecard to wish wisdom, prosperity and happiness on Diwali.

૨૦૬૮ની દિવાળી, અને ૨૦૬૯નું નવું વર્ષ

૨૦૬૮ની સાલે દિવાળી આવી,

તો, ૨૦૬૯નું નવું વર્ષ પણ આવશે,

તો….શું કરશો તમે ?

મિઠાઈઓ આરોગશો અને ફટાકડાઓ ફોડશો,

કે, ફક્ત દિપકો જ પ્રગટાવશો ?

કોઈ કહેશો ખરેખર શું કરશો તમે ?

આટલું જ ફક્ત કરશો, તો મન આનંદીત જરૂર કરશો,

પણ, અંતર આત્માનું અજવાળુ ક્યારે નિહાળશો ?

હવે, શું કહેવું છે તમે ?

તમે મૌન, અને તમ શાંતી મને ગમતી નથી,

હ્રદય દ્વારો ખોલી, તમ અંતરપૂકારને સાંભળવા કોશીષ કરી ?

જે સાંભળ્યું તે ચંદ્રને કહેશો તમે ?

ચાલો, જાણી લીધું તમ હૈયા અને તમ અંતરનું,

સત્ય સાથે જનકલ્યાણ પંથે માર્ગદર્શન છે એમનું,

બસ, હવે ચંદ્રને કાંઈ જ ના પુછવું છે તમોને !

કાવ્ય રચનાઃ તારીખ, નવેમ્બર, ૧૧,૨૦૧૨              ચંદ્રવદન

બે શબ્દો…

“નુતન વર્ષ” ની આગળ પ્રગટ કરેલી પોસ્ટ અત્યારે ફરી વંચાય.

તે પહેલા, નવા વર્ષ માટે કાવ્ય કે લેખ પોસ્ટરૂપે પ્રગટ કરવા જરા પણ મનમાં ના હતું.

અને…નવેમ્બર ૧૧ના સાંજે ઘરે હતો.. થોડા દિવસોમાં “દિવાળી અને નવું વર્ષ”ની યાદ મનમાં રમતી હતી અને આ રચના શક્ય થઈ.

તમોને ગમી ?

આ રચનામાં હૈયા તેમજ આત્માને જાણી, સતકર્મ તરફ વળવાનો સંદેશ છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS..

This year the Diwali is on 14th November,2012.

The New Year is on 15th November,2012.

May God’s Blessings be on All.

May you be inspited to do “Good Deeds” in the New Year.

Dr. Chandravadan Mistry

નવેમ્બર 12, 2012 at 1:36 પી એમ(pm) 23 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૯)

તમે “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૮)” ની પોસ્ટ વાંચી હતી.

ત્યારબાદ, એક પછી એક “ટુંકી વાર્તા” પોસ્ટો વાંચી.

કુલ્લે, પાંચ વાર્તાઓ  દ્વારા સમાજના “સુધારા” કે “પરિવર્તન” માટેનો મારો સંદેશ જાણ્યો.

આ વાર્તાઓ વિષે વિગતો નીચે મુજબ છે>>>

(૧) “ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર”

     આ પહેલી વાર્તા હતી.અહી એક “આદર્શ”પરિવારના દર્શન આપ્યા હતા.

(૨) “વિનોદ, પારૂલ અને આશા”

     આ વાર્તા “એડોપ્શન”નો મહત્વ આપે છે. બાળકો શક્ય ના હોય તારે કોઈ બાળકને “દત્તક”લેવું એ તો ખરેખર “પુન્ય”છે !

(૩) “નિલેશને છેલ્લું ચુંબન”

     આ વાર્તા નવયુગને ધ્યાનમાં લઈ, વડીલોએ દીકરા પ્રત્યેનો “મોહ” છોડવાની સલાહ હતી.આવા ત્યાગમાં વડીલો અને સંતાન વચ્ચે પ્રેમ    

      જાળવી  રખાય એવું ઉદાહરણ છે !

(૪) “રજનીકાન્તને સંગીતા મળી”

     આ ચોથી વાર્તા છે.

     આ વાર્તા દ્વારા નાત બહાર થતા લગ્નો માટે વડીલો સ્વીકાર કરે એવી સલાહ છે.

(૫) “આ હતો વિજય!”

   આ વાર્તા દ્વારા “એઈડ્સ”જેવા રોગ માટે “પુરી સમજ” આપવાનો મારો પ્રયાસ છે. અને, આવી સમજ દ્વારા સમાજ આવા રોગીને પ્રેમથી

  સ્વીકારી, સમાજ એક મહાન કાર્ય કરી શકે એવી શીખ પણ છે.

આ પ્રમાણે, પાંચ વાર્તાઓ પુરી થઈ !

હવે વાર્તા લખાણ બંધ કરી, થોડો વિરામ લઈશું.

અને, હવે કાવ્યો…કે સુવિચારો  અને અન્ય પોસ્ટો પ્રગટ કરવા મેં નિર્ણય લીધો છે.

તો, વાંચવા આવશોને ?

તમારો સપોર્ટ મારી પ્રેરણા છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

નવેમ્બર 9, 2012 at 4:01 પી એમ(pm) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,628 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930