Archive for ઓક્ટોબર, 2012

આ હતો વિજય !

Photo: A doctor examines an AIDS patient

AIDS PATIENT in SOUTH AFRICA being EXAMINED

     PHOTO by GOOGLE SEARCH..NATIONAL GEOGRAPHIC

                      PHOTO GALLERY: AIDS

Family : child's drawing of the family on a bicycle, vector

 

આ હતો વિજય !

 

વિજય  એક હોસ્પીતાલમાં હાડપિંજર જેવી હાલતમાં દાખલ થયો.આ પહેલા, એણે આ હોસ્પીતાલમાં અનેક્વાર દાખલ થવું પડ્યું હતું. એના બેડની બાજુ એના માતા  પિતા બેઠા હતા.

વિજયની સારવાર માટે એમણે જે કરવાનું હતું એ બધુ જ કર્યું હતું. એમના હૈયે  એ માટે સંતોષ હતો. પણ, એમના હૈયાના ઉંડાણમાં જે દર્દ હતું તે કોણ જાણી શકે ? જે એમના સગાસ્નેહીઓ હતા એઓ સૌ એમનાથી દુર થઈ ગયા હતા.અને, એઓ સૌના આવા વર્તનનું કારણ વિજય હતો. વિજયને “એઈડ્સ”છે એવું જ્યારે જાહેર થયું ત્યારથી એઓ આવું વર્તન કરી રહ્યા હતા.અરે, જે કોઈ એમના પરિવારને જાણતા ન હતા તેઓ પણ આ પરિવારની ટીકાઓ કરતા હતા.

એક દિવસ વિજય હોસ્પીતાલના બેડ પર બેઠો હતો અને ત્યાં  વૃધ્ધ એની પાસે આવ્યો. વિજયની આંખોમાં આસુંઓ હતા.તેની ઉપર રૂમાલ ફેરવી,મુખડે ખુશી લાવી ઉભો રહ્યો. વિજયે પેલા માણસને હાથ જોડી, “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.

પેલા માણસે પણ “જય શ્રી કૃષ્ણ !” કહ્યા.અને, પુછ્યું “વિજય બેટા, આજે શા માટે તારી આંખોમાં આસુંઓ છે ?”

આ વૃધ્ધ દરરોજ કોઈ ના હોય ત્યારે વિજયની પાસે આવતો. એ એની સંભાળ લેવા માટે મદદરૂપ થતો. વિજયને બિમારી શું છે તે વિષે કદી ના પુછતો. આજે પહેલીવાર વિજયની આંખોમાં આંસુઓ નિહાળી, એના હૈયામાં હતું તે શબ્દોમાં કહ્યું ” બેટા, શું બિમારી છે ? “

ત્યારે, વિજય થોડો સમય શાંત રહ્યો. પછી, હિંમત કરી કહેવા લાગ્યોઃ

“બાબા, હું તમને નામથી જાણતો નથી. તમે દરરોજ મારી પાસે આવો છો, અને કાંઈ પણ પુછ્યા વગર મને તમે સેવા આપો છો. એ માટે મારો આનંદ અને આભાર દર્શાવવા શબ્દો નથી.જેની પાસે મેં મદદની આશાઓ રાખી હતી તેઓ મને એઈડ્સની બિમારી છે જાણી, મારાથી દુર ભાગવા માંડ્યા. એટલું જ નહી પણ એઓ બધા ચર્ચા કરવા લાગ્યા કે મને “દ્રગ્સ”લેવ્વની ટેવ છે એટલે જ “એઈડ્સ” થયો છે કોઈ તો વળી હું વેશ્યાને ત્યાં જતો હતો એથી આ બિમારી થઈ છે એવો આરોપ કરવા લાગ્યા. હું કોને સમજાવું કે મને આ એક “વાઈરલ ઈનફેક્શન” ની બિમારી છે? હું કહું કે આ બિમારી મને એક સમયે વાગેલું ત્યારે લોહી આપ્યું તેના કારણે બિમારી હતી તો કોણ મને માનશે ?આથી મે નિર્ણય લીધો કે કોઈને પણ મારે કહેવું નથી અને એ વિષે કોઈ પણ ચર્ચા કરવી નથી. દવાઓ ઉપચારરૂપે લીધી, અને થોડા વર્ષો વહી ગયા. પહેલા દવાઓના કારણે મારૂં વજન સારૂં રહ્યું,અને મારામાં શક્તિ પણ હતી….પણ છેલ્લા બે વર્ષથી મારૂં શરીર ગળાવા લાગ્યું. મારૂં વજન ઘટવા લાગ્યું, અને મારી શક્તિ પણ ધીરે ધીરે ઓછી થવા લાગી. હું આ છેલ્લા વર્ષથી અનેક વાર હોસ્પીતાલમાં દાખલ થયો.મારા માતા પિતાને પણ રોગ વિષે કહેવું આજે મારી સમજ બહાર છે. આ અંતિમ દિવસોમાં બસ માતા પિતાના પ્રેમ સાથે જીવી રહ્યો છું.આ જીંદગીમાં મેં એમની સેવા કરી ના શક્યો. અને, એમણે મારી સેવા કરી. હું તો જીવતા જીવતા, માતા પિતા માટે પ્રાર્થનાઓ કરતો રહ્યો છું અને માંગુ છું કે એમની તબિયત સારી રહે અને હાલતા ચાલતા રહે અને કોઈ પાસે એમને સેવા ના માંગવી પડે. મને મારા વિષે જરા ચિન્તા નથી. હું ફક્ત એક વિચારમાં છું….આ એઈડ્સના રોગ વિષે સર્વને વધુ માહિતી મળે અને નવી સમજ દ્વારા બીજા રોગીઓને દર્દને જાણી અપમાન ના કરે. રોગીઓને સહાય કરવા સૌને પ્રેરણા મળે. જો ભવિષ્યમાં આવી સમજણ હશે તો મને શાન્તી હશે. એનો સાક્ષી હું ના બની શકું તો પણ મને પ્રભુ પર પુર્ણ શ્રધ્ધા છે કે એક દિવસ એવી સમજ જરૂર હશે !”…આટલું કહી વિજય ફરી શાંત થઈ ગયો.

આ બધુ સાંભળી પેલા વૃધ્ધએ કહેવાનું શરૂ કર્યું.

“વિજય, હું એક સમયે ખુબ જ પૈસાદાર હતો. પૈસા હતા ત્યાં સુધી મારા અનેક મિત્રો હતા. જ્યારે મેં મારૂં બધું જ ગુમાવ્યું ત્યારે હું મિત્રોને શોધું તો મારી નજીક કોઈ નહી. કંઇક મદદની આશાઓ રાખી અને પુછ્યું તો “પૈસા નથી” કહી અનેક બહાનાઓ હતા. એટલું યાદ રાખજે કે જગતમાં જીવતા તારા માતા પિતા જ તારા મિત્રો. આજે એઓ તારા રોગ વિષે નથી જાણતા, પણ કદાચ જાણ્યું હોત તો પણ એ તારાથી દુર કદી ના હોઈ શકતે. એમનો પ્યાર એ જ ખરો પ્યાર છે !…પણ જગતમાં જ્યાં સુધી તું છે ત્યાં હું તારો એક મિત્ર છું એથી તું એવું ના સમજીશ કે આ જીવનમાં કોઈ મિત્ર નથી. તું મને ખુબ જ વ્હાલો છે. આ તારી બિમારી જાણી તું મારા હ્રદયમાં છે !”

વિજય આવા શબ્દો સાંભળી, ખુબ ખુશ થયો. એ તો બેડ પરથી ઉભો થઈને એના મિત્રને ભેટી પડ્યો. એની આંખોમાં આંસુઓ ના હતા. એના ચહેરા પર મીઠું હાસ્ય હતું..એ બેડ પર સુતો સુતો વૃધ્ધને દુર જતા નિહાળી રહ્યો.

બીજે દિવસે, માતા પિતા હોસ્પીતાલે આવ્યા ત્યારે વિજય ખુબ જ આનંદમાં હતો. માતા પિતાએ વિજયને આવી ખુશીમાં અનેક વર્ષો પહેલા જોયો હતો…આ પ્રમાણે વિજયને જોઈ માતા અને પિતાએ પણ ખુબ જ ખુશી અનુભવી. વિજય તો ફરી ફરી માતા અને પિતાને ભેટી કહેવા લાગ્યો.

“હવે, હું તો પ્રભુ પાસે જઈ રહ્યો છુ. પ્રભુ મને બોલાવે છે. પ્રભુજી મારી સંભાળ રાખશે, માટે તમે મારી ચિન્તા જરા પણ ના કરશો. મારા માટે જરા પણ રડશો નહી. મને વચન આપો !”

આવા શબ્દો પુરા કર્યા, અને માતા પિતાએ “હા” કહી, અને, કાંઈ વધુ બોલે તે પહેલા વિજયનો શ્વાસ બંધ થઈ ગયો, અને આંખો મિંચાઈ ગઈ. માતા પિતાએ વિજયને છાતીએ લગાડ્યો. પણ વચન પાળ્યું.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃતારીખ ઓકટોબર ૫,૨૦૧૦

બે શબ્દો…

આ વાર્તા છે પાંચમી (૫) વાર્તા.

આ વાર્તાનું લખાણ પણ ઓકટોબર,૫, ૨૦૧૦માં થયું હતું

આ પ્રમાણે આ પાંચ વાર્તાઓને એક દિવસે જ સ્વરૂપ મળ્યું હતું…અને, એ પણ સીડની ઓસ્ટ્રેલીઆમાં.

આ વાર્તામાં વિજયની કહાણી દ્વારા “એઈડ્સ”ના રોગ વિષે સમજણ આપવાનો મારો પ્રયાસ છે. આવી સમજ દ્વારા આ રોગ વિષેની “ખોટી માન્યતાઓ” નાબુદ કરવાનો પણ મારો પ્રયાસ છે.

એક સમય એવો હતો કે આ રોગ “ચેપી” છે એવું સૌ માનતા. ખરેખર, આ રોગ તો “વાઈરસ” યાને “બેકટેરીઆ”થી પણ સુક્ષ્મ જંતુઓના “ઈન્ફેક્શન”ના કારણે છે..આજે, આ વાઈરસને મારવા અનેક દવાઓની શોધ થઈ છે…અને, હું માનું છું કે એક દિવસ આ રોગને નાબુદ યાને “ક્યોર” કરી શકાશે જ !

જ્યારે અસલ “ટીબી”ના રોગથી સૌ ડરતા, અને રોગીથી દુર ભાગતા..ત્યારબાદ, સમજણ આપવાના કારણે આ રોગ “બેકટેરીઆ”ના ઈન્ફેક્શથી થાય અને એના માટે દવાથી “ક્યોર” છે એવું સૌ જાણે છે.એ જ પ્રમાણે, અત્યારના નવા રોગની નવી સમજ થકી ખોટી માન્યતાઓ દુર થશે.

મારી એટલી જ આશા છે કે….આપણા સમાજમાં આવી સમજભર્યું “પરિવર્તન” જલ્દી આવે !

તમે આ પોસ્ટ વાંચી, “બે શબ્દો” પ્રતિભાવરૂપે જરૂરથી લખશો એવી વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is the Short Story ( Tunki Varta) with the intention of educating the Public about AIDS or HIV DISEASE.

This is a Viral Infection. It can not be spread by touching a AIDS Patient. The infected “body fluids” like Blood can be the source of the infection to others. Now, we have the Medicines that can benefit and thus the infected patients are able to live a better & longer life than before.

The Story of Vijay illustatates the ignorance about this Disease.

My intent has been to bring the Awareness of AIDS or HIV DISEASE  by this Story.

I hope I had succeeded in doing that.

I can only know this if you give my your feedback.

Will you ?

 

Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 31, 2012 at 7:27 પી એમ(pm) 12 comments

રજનીકાન્તને સંગીતા મળી !

Family : child's drawing of the family on a bicycle, vector

Photo: Bride comforted by father, vidai ritual, India

WEDDING PHOTO..From Google Search Photo Gallery:Indian Wedding

રજનીકાન્તને સંગીતા મળી !

રજનીકાન્ત હવે મોટો થઈ ગયો. કોલેજમાં અભ્યાસ કરી ફારમસીની ડિગ્રી મેળવી. એણે એક દુકાનમાં નોકરી કરવાનું શરૂં કર્યું એ સારી રીતે દુકાન ચલાવતો. અનેક લોકો એની દુકાને આવતા કારણ કે એનો સ્વભાવ ઘણો જ સારો હતો.એ શહેરમાં એકલો રહી એ એની નોકરી કરતો હતો.

 

એક દિવસ એના માતપિતાએ એને ગામ બોલાવ્યો.

“દીકરા રાજુ, હવે તો તેં ભણી લીધું. તારે હવે લગ્ન કરી લેવા જોઈએ !” પિતાએ ઘરમાં આવ્યા બાદ વાત શરૂ કરી.

“પણ, પપ્પા, શું ઉતાવળ છે ? હજુ નોકરી શરૂ કર્યાને પહેલું જ વર્ષ છે.પછી વિચારીશું,” રજનીકાન્તે એના પપ્પાને શાંતીથી કહ્યું.

“રાજુ, હવે તારી બા અને હું તો ઘરડા થઈ ગયા. તું જો પરણી જાય તો અમો બન્નેને શાંતી થઈ જાય” કહી રનનીકાન્તના પપ્પા એને સમજાવવા લાગ્યા.

આ પ્રમાણે વાતો ચાલુ હતી અને રજનીકાન્તના મામા ધીરજલાલ ત્યાં આવ્યા.

“હા, બેટા, તારા પપ્પા તને બરાબર જ કહે છે ” ધીરજલાલે કહી ટેકો આપ્યો.

“મામા, હું ક્યાં ના પાડતો છું. આવતા વર્ષે એ વિચારીશું” રજનીકાન્તે વાત બંધ કરતા કહ્યું અને સાથે ઉમેર્યું “હા, પપ્પા અને મમ્મી, હવે તમારે ગામ છોડી નવસારી શહેરમાં જ મારી સાથે રહેવનું છે “

દીકરાના આગ્રહને માન્ય રાખી અને શિવરામભાઈ અને એમના પત્ની શાંતાબેન થોડા દિવસોમાં ગામનું ઘર બંધ કરી નવસારી રજનીકાન્તના ફ્લેટમાં હતા.દીકરા સાથે એઓ બંને આનંદમાં હતા.સાંજના પાંચ વાગે એટલે રજનીકાન્ત ઘરે આવે ત્યાં સુધી એની રાહ જોઈ રહેલા માતા પિતા ખુશ થઈ ગરમ ગરમ ભોજન આપવા માટે તૈયારી કરે.આનંદમાં સમય વહેતો ગયો..થોડા મહિના પુરા થઈ ગયા.એક દિવસ રજનીકાન્તની માતાએ ફરી લગ્નની વાત શરૂ કરી.પણ રજનીકાન્ત “અત્યારે નહી” કહી વાતને બાજુએ મુકી, અને એ જ પ્રમાણે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે એ વાતો બદલતો રહ્યો.

પણ, શિવરામભાઈ અને શાંતાબેન તો રજનીકાન્તના લગ્નના વિચારોમાં જ રહેતા. એઓએ તો સગા સ્નેહીઓને રજનીકાન્ત માટે યોગ્ય કન્યા બતાવવા ભલામણો કરવા લાગી. થોડા સમય બાદ, રનનીકાન્ત માટે દીકરીઓના માતપિતાઓ તરફથી માંગા આવવાના શરૂ થઈ ગયા. એવા સમયે પણ રજનીકાન્ત લગ્નની વાતોમા રસ ના લેતો.ત્યારે, શિવરામભાઈ અને શાંતાબેનને ચીન્તાઓ થવા લાગી, અને એમણે એમના દુઃખ અને ચીન્તાઓ વિષે રજનીકાન્તને જાણ કરી.

થોડા દિવસો બાદ, એક દિવસ રજનીકાન્ત ઘરે આવી એનાપપ્પા અને મમ્મીને કહેવા લાગ્યો.

“પપ્પા,મમ્મી, મને એક છોકરી ગમે છે.” આવા શબ્દો સાંભળી બંને ખુશ થઈ ગયા.

“કોણ છે એ ? રજનીકાન્તના પપ્પાએ પુછ્યું.

“એનું નામ સંગીતા છે. એ મારી સાથે કોલેજમાં ભણતી હતી.” રજનીકાન્તે હિમંત સાથે કહી દીધું.

“પણ કોણ છે એના માતા પિતા ?” શિવરામભાઈએ વધુ જાણવા સવાલ કર્યો.

” એ ખુબ જ ગરીબ ઘરની છે. એના પિતા સુથારી કામ કરે છે” રજનીકાન્તે ચોખવટ કરી.

“અરે, આપણે તો બ્રામણ જાતિના. આપણી જ્ઞાતિમાં તો ભણેલી છોકરીઓ બહું જ ” કહી શિવરામભાઈ દીકરાને એમની  નામંજુરી દર્શાવી.

“પેલા મણિભાઈની દીકરી કેટલી સુંદર હતી..અને એ તો ખુબ ભણેલી પણ છે” શાંતાબેને ઉમેર્યું

આ બધુ સાંભળી રજનીકાન્ત જરા પણ ના બોલ્યો. એ એના માતા પિતાને સાંભળતો ગયો. એ દિવસે એને ભોજનમાં સ્વાદ ના લાગ્યો. એ રાત્રીના વિચારોમાં રહ્યો.

ત્યારબાદ, એ નોકરી માટે ઘર બહાર, અને ઘરે આવી જમતો…કાંઈ વાતો ના કરતો અને હંમેશા નારાજ રહેતો.  શિવરામભાઈ અને શાંતાબેન પણ નારાજ હતા. એક દિવસ, બાજુમાં રહેતા રામુંભાઈ એમના ઘરે આવ્યા. વાતો વાતોમાં રજનીકાન્તની ચર્ચા થઈ.

“અરે, શિવરામ, આ તું શું કરી રહ્યો છે ? મારા ઘરની વાત જ તું ભુલી ગયો ?મારી દીકરી સંજનાએ બીજી નાતના છોકરા સાથે લગ્ન કર્યા હતા ..આજે એ એના પટેલ કુટુંબમાં એના પતિ સાથે ખુબ જ આનંદમાં છે. નાત ,જાત જેવું કાંઈ નથી. માનવીએ માનવી બનીને સૌમાં માનવતા નિહાળવાની જરૂરત છે.” રામુભાઈએ સલાહો આપતા કહ્યું.

શિવરામભાઈ અને શાંતાબેનને રામુભાઈના શબ્દો કાનોમાં ગુંજવા લાગ્યા….રામુભાઈ તો એમની નજરથી દુર ચાલી ગયો હતો, તેમ છતાં, એ શબ્દો ગુંજતા રહ્યા. એ જ દિવસે સાંજના રજનીકાન્ત જ્યારે ઘરે આવ્યો ત્યારે દરરોજના ક્રમ પ્રમાણે ત્રણે જણા ટેબલ પર સાંજનું ભોજન માટે બેઠા…થોડું જમ્યા હશે અને શાંત વાતાવરણનો ભંગ કરતા શિવરામભાઈ બોલ્યા “રાજુ, તું તારી સંગીતાને ક્યારે આપણા ઘરે લવવાનો ?”

રજનીકાન્ત તો એવા પિતાના શબ્દો સાંભળી ચોંકી ગયો. એ કાંઈ કહે તે પહેલા, એની મમ્મી બોલ્યા ” અરે, બેટા, અમારે તો અમારી વહુને જોવી છે”.

આટલા માત પિતાના શબ્દો માટે રજનીકાન્તે ખુબ જ વાટ જોઈ હતી..એ માટે એને જરા પણ અફસોસ ના રહ્યો..એ દિવસની સાંજનું ભોજન એને ખુબ જ સ્વાદભયું લાગ્યું…સંગીતા રજનીકાન્તના ઘરે આવી.રજનીકાન્તના માતા પિતાને પહેલીવાર મળી. એ સંસ્કારી છોકરી હતી. એ એમને પગે લાગી. શિવરામભાઈ અને શાંતાબેને એને આશિર્વાદો આપ્યા.અને, રજનીકાન્ત વ્યાસના લગ્ન સંગીતા સુથાર સાથે ખુબ ખુશી સાથે થયા. હવે, સંગીતા રજનીકાન્તના માત પિતાની વહુ હતી. પણ શિવરામભાઈ અને શાંતાબેનની વિચારધારા બદલાય ગઈ હતી. એઓ હવે ઉચ્ચ વિચારોમાં હતા. સંગીતા એમના હૈયે એમની વહુ નહી પણ દીકરી હતી.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

વાર્તા લેખન ઃ તારીખઃઓકટોબર,૫,૨૦૧૦

બે શબ્દો…

આજે “ચંદ્રપૂકાર”પર આ ચોથી (૪) વાર્તા છે.

આ પહેલા ત્રણ વાર્તાઓ તમે વાંચી.

આ વાર્તા દ્વારા હિન્દુ સમાજની વિચારધારના “પરિવર્તન” લાવના માટે મારો હેતું છે.

હિન્દુઓમાં નાતો જાતો રૂપી વિભાજન છે….કદાચ એવી જ રીતે અન્ય લોકોમાં “ઉચ્ચ”પદ કે “ક્લાસ”રૂપે વિભાજન છે,પણ  એનો અમલ ઓછો થાય છે. ત્યારે, ભારતમાં આ “જુનવાણી”નો અમલ ભારપુર્વક થતો રહ્યો છે. આજના નવયુવાનોમાં આવો “અંધકાર” ધીરે ધીરે દુર થતો જણાય છે. પણ વડીલો આજે પણ આવી ઘટનાઓને સ્વીકારવા તૈયાર નથી. આ જ દુઃખભરી કહાણી છે. મારી આ વાર્તા વાંચી એક વ્યક્તિમાં જો પરિવર્તન શક્ય થાય તો હું એવું સમજીશ કે મારો વાર્તા લખવાનો હેતુ પુર્ણ થયો.

આવા પરિવર્તનમાં હું તો માનવીઓમાં “માનવતા” ખીલી રહી છે, એવા ભાવે નિહાળીશ.

તમે જાતિ વિભાજન  જે છે તેનો ઈનકાર તો ના કરી શકો. અને હું એવું નથી કહેતો કે જ્ઞાતિમાં કોઈ  યોગ્ય પાત્ર હોય, અને લગ્ન થાય તે સ્વીકારવાનું, જો એ એકબીજા ( છોકરા અને છોકરી) ની ઈચ્છાથી થઈ રહ્યું હોય.

મારા વિચારો મારી “વાર્તા”દ્વારા મેં જાહેર કર્યા છે. તમે શું કહો છો ? પર્તિભાવરૂપે  જરૂરથી જણાવવા વિનંતી !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

 

Today’s Post is about the freedom to choose your Lifepartner you love, and that the Caste System must NOT prevent one from marrying the one you LOVE.

This is the New Era. The lifestyles of all the HUMANITY has changed from what it was in the Past. The Elders in the Society must abandon the OLD IDEAS and adopt the New ones, where there is NO more the barrier of the CASTE System.If such a change in the attitude is taken there will be more possibilities of “preserving the Family Love”.

I know it is difficult to give up the “old values” as these values were regarded as the “only Truths”. It needs a lot of COURAGE, and I only hope many will willingly accept the change. Those who can not do that, often will “suffer” & some may accept the event (eg Marriage) at a later date and get the happiness OR some will stick to the “old ideas” and die with it.

I hope you like this Post.

I hope you will give your opinions, even if you disagree, you must express your views.

 

Dr. Chandravadan Mistry.

ઓક્ટોબર 20, 2012 at 1:53 પી એમ(pm) 20 comments

નિલેશને છેલ્લું ચુંબન !

Family : child's drawing of the family on a bicycle, vector
House Illustration Stock Photo - 11094567
OLD PEOPLE HOME…LIVE with a NEW FAMILY
નિલેશને છેલ્લું ચુંબન !
રવજીભાઈ અને રેવાબેન એમના દીકરા નયનને ઘણા જ ધામધુમથી
પરણાવ્યો.વહુ મુંબઈ શહેરમાં રહેનારી હતી.હવે એને સુરત રહેવાનું
થયું. નયન તો સુરતમાં જ રહી મોટો થયો હતો. એણે સુરતમાં જ
મેડીકલ અભ્યાસ કરી ડોકટર થયો હતો. મુંબઈમાં ભણેલી નીતાએ
બીકોમ પાસ કરી, એક મોટી બેન્કમાં નોકરી કરતી હતી. નીતા લગ્ન
થયા બાદ, થોડો સમય સુરતમાં રહેતા જરા નારાજ હતી. પણ, ધીરે
ધીરે, એ મુંબઈ ભુલવા લાગી. એણે પણ સુરતની એક સારી બેન્કમાં
નોકરી સ્વીકારી કામ કરવા લાગી.
નયનની ડોકટરી પ્રેકટીશ સારી ચાલતી હતી.એણે જુનું ઘર વેચી, એક સુંદર મોટું મકાન લીધું. અને, માતપિતા રેવાબેન અને રવજીભાઈ સાથે નયન અને નીતા હવે આ મોટા મકાનમાં રહેવા લાગ્યા.
 
નયન અને નીતા તો આખો દિવસ બહાર એટલે ઘરકામમાં રેવાબેન ખુબ જ બીઝી રહેતા. રવજીભાઈ પણ ઘરમાં જોઈતી ચીજોની ખરીદી કરવા બઝાર હંમેશા તૈયાર રહેતા. એઓ બંને પોતાની ફરજ સમજી કામ કરતા. એઓ બંને આનંદમાં હતા. નયન અને નીતા પણ આનંદ અનુભવતા.
 
નયન અને નીતાએ લગ્ન કર્યાને બે વર્ષ પુરા થઈ ગયા. પણ, સંતાન સુખના સમાચાર ન જાણી, રવજીભાઈ અને રેવાબેન જરા નારાજ હતા. જ્યારે રવજીભાઈ અને રેવાબેન બન્ને એકલા હોય ત્યારે વાતો કરતા….
“રેવા, આપણે દાદા દાદી બનીશું કે નહી ? રવજીભાઈ પત્ની રેવાને પુંછતા.
ત્યારે રેવાબેન ખુશી સાથે કહેતી “હું તો પૌત્રની દાદી જરૂર બનીશ !”
ત્યારે રવજીભાઈ હસીને કહેતા “અરે, એટલે તો તું ડોશી થઈ ગઈ હશે, અને ત્યારે તું તારા લાડકા પૌત્રને કેવી રીતે રમાડીશ ?”
 
બસ, આવી ગમ્મતો કરતા, રવજીભાઈ અને રેવાબેનના જીવનના બીજા બે વર્ષ પુરા થઈ ગયા.પણ જેમ સમય વહેતો ગયો તેમ હવે તો, ઘડપણના વિચારોની ચિન્તાઓ રવજીભાઈ અને રેવાબેનના ચહેરા પર જણાતી હતી. જ્યારે નારાજ થઈ સંતાનની આશાઓ છોડી જીવન જીવવા સ્વીકાર કર્યો ત્યારે એક દિવસ નયને માત પિતાને કહ્યું ” પપ્પા, મમ્મી, નીતા પ્રેગન્ટ છે !”. આ શબ્દો સાંભળી રવજીભાઈ અને રેવાબેનમાં જાણે “નવા પ્રાણ” મળ્યાનો આનંદ છલકાય ગયો.એઓ બંને નવ મહિના કેમ પુરા થાય તેની ગણતરીમાં રહ્યા. અને, એ શુભ દિવસ આવી ગયો. નીતા હોસ્પીતાલમાં દાખલ થઈ..અને એક સુંદર બાળનો જન્મ થયો…જેને નામ આપ્યું “નિલેશ”. નવયુગનો જમાનો હતો. નયન અને નીતાએ રાશીની વાત ના ગણી અને “ન” નામે જ બાળ નામના નિર્ણય પ્રમાણે એનું નામ રાખ્યું.
 
ધીરે ધીરે, નિલેશ મોટો થવા લાગ્યો. એની જરૂરત વધતી ગઈ. અને, હવે નીતાના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું.
“પ્રાઈવેટ સ્કુલમાં મુકવા માટે નિલેશનો ખર્ચ તો ખુબ જ વધી ગયો છે !” એવા શબ્દો રવજીભાઈ અને રેવાબેનને સંભાળાવ્યા. આવા શબ્દો રવજીભાઈ તેમજ રેવાબેને સાંભળી ખુબ જ વિચારમાં પડી ગયા. પણ જાણે કાંઈ ના સાંભળ્યું હોય એવો ભાવ રાખી એમની નારાજી છુપાવી.પણ, થોડા દિવસો બાદ, નીતાએ રસોડામાં કામ કરતા રેવાબેનને કહેવા લાગી ” બા, નયનને હવે તો ઓફીસમાં ઓછા થઈ ગયા છે “. રેવાબેન નીતાના શબ્દોનો ભાવ તરત જ સમજી ગઈ. અને, ધીરેથી નીતાને કહ્યું”નીતા, હવે તો અમે પણ ખાવામાં કાપ મુક્યો છે !” અને, જાણે વાત બદલતી હોય તેમ નીતાએ ચાલાક થઈ કહ્યું ” બા, એવું કાંઈ નથી..આ તો નયન કહેતો હતો એટલે મારાથી કહેવાય ગયું “રેવાબેન નારીભાષાને સારી રીતે સમજતા હતા. એમણે તો જરા હસી લીધું , અને જાણે કાંઈ જ ના થયું એવો દેખાવ કર્યો.
 
બીજે દિવસે નીતા ઘર બહાર હતી ત્યારે રેવાબેન તો રવજીભાઈ પાસે આવ્યા અને ગંભીરતા સાથે કહેવા લાગ્યા “નાથ, હવે આ ઘર છોડવાનો સમય આવી ગયો છે !”રવજીભાઈ ત્યારે કહે “અરે, રેવા, એવું ના બોલ ! આપણે તો આપણા દીકરા વહુ સાથે જ સારા.” ત્યારે રેવાબેને બનેલા થોડા બનાવોનું વર્ણન કર્યું. રવજીભાઈને પોતે સાંભળેલા નીતાના શબ્દો ફરી યાદ આવ્યા.હવે, રવજીભાઈ જાગી ગયા.એમણે સેવિંગ બેન્કમાં જમા રાખેલી રકમની ફરી ગણતરી કરી. ત્યારબાદ, નજીકના”નારાયણ આશ્રમ”ને ફોન કર્યો. આ વૃધ્ધ આશ્રમમાં જગ્યા મળતી હતી જાણી રવજીભાઈએ “એડવાન્સ ડીપોક્ષીટ”ની રકમનો ચેક રવાના કરી દીધો, અને મનમાં શાંતી અનુભવી.
 
થોડા દિવસો બાદ રવિવારનો દિવસ હતો. સવારના નયન ઘરે જ હતો. નીતા પણ ઘરે જ હતી.નિલેશ રોજ દાદા-દાદી સાથે રમે તે પણ આનંદમાં હતો. સવારનો નાસ્તો સાથે બેસી, સૌએ રોજના ક્રમ પ્રમાણે કરતા હતા ત્યારે રવજીભાઈએ વાત શરૂ કરી.
“નયન, અને નીતા તારી બા સાથે અમો નજીક રહેવા જઈએ છીએ !”
“પપ્પા, આ શું કહો છો તમે ? શું તમોને અહી અમારી સાથે રહેવાનું ગમતું નથી ? ” નયને અચંબા સાથે પુછ્યું.
ત્યારે રવજીભાઈએ નયનને શાંત પાડી, ધીરેથી સમજાવ્યું..”અરે, નયન નિલેશમાં અમો તો તને જ નિહાળીએ છીએ. જ્યારે તું નાનો અમારી સાથે એકલો હતો ત્યારે અમે તમે પ્યાર આપી મોટો કર્યો. એ અમારી ફરજ હતી. અત્યારે નિલેશ નાનો છે. એને પ્યાર આપી હવે તમે બંનેએ એનો મોટો કરવાનો છે…હા, નિલેશ તો અમારો પ્યારો છે. અને અમે ક્યાં દુર જઈ રહ્યા છે..આશ્રમ તો નજીક છે. તમે નિલેશને લઈને આવશો ને ?..વળી, આશ્રમમાં અમારા જેવા અનેક હશે તો એમની કંપનીમાં અમોને પણ આનંદ મળશે !”
 
નીતા બધૂ જ શાંતીથી સાંભળી રહી હતી. એ તો એના દીલમાં ખુશી અનુભવતી હતી …પણ અંતે બોલી “પપ્પા મમ્મી, અહી જ રહો ને …નિલેશ તમોને ખુબ જ મીસ કરશે !” એની આંખોમાં આસું ના હતા…એના શબ્દોમાં ભાવ ન હતો. ત્યારે રવજીભાઈ કહ્યું ” અમે દુર નથી….તમે બીઝી રહો છો એ અમે જાણીએ છીએ..સમય મળે નિલેશને આશ્રમે લાવજો !”
રેવાબેન સાથે રવજીભાઈ એમના રૂમમાં ગયા. પેક કરેલી પેટીઓ
બહાર લાવી એક ટેક્ષી બોલાવી. નિલેશના ગાલ પર રેવાબેન અને
રવજીભાઈએ ચુંબન કરી. નાનો નિલેશ ઘટનાને પુરી રીતે જાણતો ન
હતો, છતાં એની આંખોમાં આંસુઓ હતા..”દાદા, દાદી મારી સાથે
રમવા આવશોને ?” “હા, હા ” રેવાબેન અને રવજીભાઈ એક સાથે
બોલ્યા….ફરી વ્હાલથી ઉભરાય, બંને એ નિલેશને ફરી ચુંબન કર્યું….આ
એમનું નિલેશને વ્હાલભર્યું છેલ્લું ચુંબન હતું…ટેક્ષી આવી…ઉભી
રહી…પેટીઓ ટેક્ષીમાં અને રવજીભાઈ અને રેવાબેન નયન-નીતાના
ઘરથી દુર જઈ રહ્યા ત્યારે જ ટેક્ષીમાં એમની આંખોમાંથી આંસુઓની
વહેતા હતા…પણ એમના હૈયામાં એક અનોખો આનંદ હતો…જે એમણે
નિર્ણય લીધો હતો તે જ યોગ્ય હતો…હવે પ્રભુ એમનો બેલી હતો !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
વાર્તા લેખન તારીખઃ ઓકટોબર ૫, ૨૦૧0
બે શબ્દો…
આ વાર્તા પહેલા પ્રગટ કરી હતી “ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર”…એ વાર્તા હતી એક
આદર્શ પરિવારની ! અને, ત્યારબાદ, બીજી વાર્તા  હતી “વિજય,પારૂલ અને આશા”. જે દ્વારા
બાળકને  “દત્તક”લઈ પોતાનું સંતાનનો સ્વીકાર કરવાની પ્રેરણા હતી..જે કોઈ આ પ્રમાણે કરી
શકે તે તો મહાન કહેવાય.આ તો એક પુન્યનું કામ કહેવાય. સમાજમાં આવી સમજ આવે તે
માટે આશા હતી !
આજની પોસ્ટ છે “નિલેશને છેલ્લું ચુંબન” !
આ વાર્તા દ્વારા નવયુગમાં સંજોગો બદલાતા કે પછી “વિચારધારા” બદલાતા, અનેક ઘટનાઓનો સામનો કરવો પડે છે. જુના વિચાર પ્રમાણે, સૌ “સયુંક્ત કુટુંબ”ની આશાઓ સેવતા હોય છે. પણ જ્યારે એવું અશક્ય હોય ત્યારે વડીલોએ એ તરત સમજી જવું જોઈએ. એવા સમયે વડીલોએ આગળ પડીને પગલાઓ ભરવા જોઈએ..એમાં જ શાણપણ છે !
અહી આ વાર્તામાં નીતા (વહુ)ને સસરા સાસુ સાથે ના રહેવાની ઈચ્છા “ચાલાકી” સાથે દર્શાવી (નારીભાષામાં)….અને ઘણીવાર, પુરૂષોને આવી બાબતે સમજણ ધીરેથી પડે છે. અને, એકવાર એવું જાણ્યું અને રવજીભાઈ/રેવાબેને જે નિર્ણય લીધો તે જ યોગ્ય હતો. જો, એઓ ત્યા જ સાથે રહેવું છે એવો આગ્રહ રાખતે તો ઘરમા “ઝગડાઓ”વધતે અને અંતે રવજીભાઈ અને રેવાબેન અપમાનો સહન કરી, દીકરા નયનનો પ્રેમ પણ ગુમાવતે.આવા સમયે, બીજી ઘટના એવી હોય શકે કે દીકરો વહુ જાતે બીજું ઘર વસાવવા વિચાર દર્શાવે ત્યારે માતપિતાએ સમજી જઈ, આશીર્વાદો આપવાના રહે છે. હું તો એવા મતનો છું કે સંસાર સારી રીતે ચાલતો હોય તો પણ માતાપિતાએ આગળ પડીને દીકરા/વહુને જુદા રહેવા સલાહો આપવાની રહે છે…આ પ્રમાણે ખુશી સાથે થાય ત્યારે થયેલા “બે પરિવારો”માં પ્રેમ જાગૃત રહેવાની સંભવતા વધે છે.
 
એથી,મારે અંતે એક જ સંદેશો આપવો છે …>>>
“સંતાન માતપિતાની સેવા કરે , એ એની ફરજ છે”, એવા ઉચ્ચ વિચારને છોડી, નવો વિચાર ” ઘડપણમાં દીકરા તરફથી સેવા મળશે એવી આશા જ ખોટી છે “ને અપનાવવી જે થાય તેનો સ્વીકાર કરવો જોઈએ….આ જ નવયુગમાં સફળતા અને આનંદ સાથે જીવન જીવવાની “ચાવી” છે ! એ જ માતપિતાની ફરજ બની જાય છે.
 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
 
Today’s Post is a short story (Tunki Varta ).
This Story is about a Family with a Son ( Nayan)
The Parents of Nayan ( Ravjibhai & Revaben) were happy to be blessed witha Son who was loved & given the Education ..& thus was Doctor.
He was married to Nita.
Intially the life in the Family was filled with all the Happiness. Then they had a Son ( Nilesh).
After the Birth of Nilesh, the attitude of Nita towards her in-laws changed..She did not desire to share their life with them. Nita expressed her “inner desire” to her Mother-in-law Revaben.
Then…the FINAL DECISION was to leave the Home of their Son Nayan & get admitted to a OLD People Home. Nayan felt bad but unable to stop his Parents..His wife was internally very happy to have “what she desired”.
The ADVICE here is>>>
In the Modern times, the younger Generation has “no love” for the JOINT FAMILY..all seems to have a the desire to live alone away from the Elders in the Family. The Elders must realise this a FACT…& be PRO-ACTIVE in the matter. They MUST accept this as a NEW WAY of LIVING in the MODERN TIMES & forget the PAST.This realisation is the KEY to the HAPPINESS in the OLD AGE.
 
 
 
 
DR. CHANDRAVADAN MISTRY

ઓક્ટોબર 13, 2012 at 1:25 એ એમ (am) 15 comments

વિનોદ પારૂલ અને આશા !

 
વિનોદ પારૂલ અને આશા !

વિનોદ અને પારૂલ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા હતા.
એ કોલેજજીવનમાં એમની એકબીજા પ્રતેય મિત્રતા થઈ ગઈ.
આ મિત્રતા ત્રણ વર્ષ બાદ, જગતમાં લગ્નરૂપે જાહેર થઈ.
વિનોદ અને પારૂલના લગ્ન થયાને ૧૫ વર્ષ પુરા થઈ ગયા. વિનોદ કોલેજ ડીગ્રી લઈ  ઈનજીનીયર બન્યો હતો, અને એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો.પારૂલ પણ  એમ,એ.પાસ કરી એક કોલેજ ટીચર તરીકે નોકરી કરતી હતી.પૈસે ટકે એઓ ઘણા જ સુખી  હતા.મુંબઈમાં એક સારા ફ્લેટમાં એમનું જીવન વહેતું હતું…પણ, આ વૈભવી સુખ  હોવા છતાં, વિનોદ અને પારૂલ હૈયામાં ઘણું જ દુઃખ અનુભવી રહ્યા હતા.લગ્ન  થયાને ૧૫ વર્ષ પુરા થયા છતાં, સંતાનસુખ ના હતું. લગ્નના બાદ, થોડા વર્ષો તો આનંદમાં ગાળ્યા હતા. અને પછી, પારૂલનો “મમતાભાવ” સંતાન વગર એના હૈયે “ડંખ” મારતો હતો. અને, એ અનેકવાર આંસુંઓ સાથે રડી લેતી. એ એની એવી હાલત વિનોદથી  છુપી રાખતી. પણ, વિનોદ એની નારાજ નિહાળી સમજી જતો કે જરૂર પારૂલ એના જુના  વિચારોમાં જ હશે.અને, બે વચ્ચે ચર્ચાઓ થતી.
“પારૂલ, તું કેમ  છે ?” કહી વિનોદ શાંત સ્વભાવે પારૂલને પૂછી શરૂઆત કરતો.વિનોદ જાણતો હતો કે  એના સવાલનો જવાબ એને તરત ના મળશે. એ થોડો સમય શાંત રહી, ફરી પારૂલને પૂછતો  ત્યારે પારૂલ આંખમાં આંસુઓ લાવી કહેતી, “વિનોદ, મેં તને કાંઈ જ સુખ ના  આપ્યું …આપણે ત્યાં એક પણ સંતાન નથી.”
ત્યારે, વિનોદ એને  એની બાહોમાં લઈ હસતા, હસતા કહેતો..” અરે, પગલી, ફરી તું નિરાશ ? તું છે તો  હું તારી સાથે છું…આપણે એકબીજાથી કેટલા નજીક છીએ. હવે, તું આવા ખોટા  વિચારો કરીશ નહી.”
ત્યારે, આંખના આંસુઓ લુછી, પારૂલ મુખે જરા  હાસ્ય લાવી, કહેતી “વિનોદ, તું કેટલો સારો છે. બીજા કોઈ હોય તો પત્નીનો  વાંક કાઢી, કઠોર શબ્દો સંભળાવે, આવું તેં કદી કર્યું જ નથી. હું કેટલી  ભાગ્યશાળી !”
આવા સંવાદ સાથે, વિનોદ અને પારૂલ ફરી આનંદમાં  આવી, જીવનમાં ગુંથાય જતા. પણ, જ્યારે પારૂલ શાંત વાતાવરણમાં એકલી હોય  ત્યારે એના મનમાં અનેક વિચારો વહી જાય.
લગ્ન કર્યાના થોડા  વર્ષો બાદ, જ્યારે સંતાન સુખ ના મળ્યું ત્યારે વિનોદ સાથે પારૂલ એક ડોકટરને મળી હતી. તપાસો કર્યા બાદ, એઓને જાણવા મળ્યું હતું કે અને કદી પણ સંતાન થઈ શકે નહી. એવું જાણી, વિનોદ જરા પણ નારાજ ન હતો એણે તો પારૂલને ત્યારે જ  કહ્યું હતૂ કે “ભગવાનની એવી જ મરજી હશે.” આ પ્રમાણે, એનો સ્વીકાર હતો. એ  ચીંતા મુક્ત હતો. પણ, પારૂલનું નારી હ્રદય એવો સ્વીકાર કરવા તૈયાર ના હતું. એણે ડોકટરની સલાહો સાથે એક બે વાર “આઈ વી. એફ” પણ કરાવ્યું. એમાં પણ એને  સફળતા મળી ના હતી. એથી, પારૂલ ખુબ જ રડી હતી, અને રડતી  ત્યારે વિનોદ  એને આશ્વાસન આપતો…ધીરે ધીરે પારૂલના જીવનમાં થોડી ખુશી આવી , અને જીવન  જીવવા માટે શક્તિ મળી હતી.
એક દિવસ પારૂલ ઘરે એકલી બેઠી હતી.  ….અને, એના એકલપણામાં, સંતાનના વિચારો કરી રહી હતી, અને “ટીવી’ પર બાળકને “દત્તક” કેવી રીતે લઈ શકાય એવી માહિતી સાંભળી એ ખુબ જ ખુશ થઈ ગઈ. એ  પ્રોગ્રામમાં એણે વધુ સાંભળ્યું ” બાળકને દત્તક લેવું એ તો એક મોટું પુન્ય  કહેવાય !”…આ શબ્દો પારૂલના મનમાં રમવા લાગ્યા. એ વિનોદ નોકરી પરથી ઘરે  આવે એની વાટ જોઈને બેસી રહી…વિનોદ જેવો ઘરમાં પ્રવેશ કરે એટલે એ તો  દોડીને એના ગળે લાગી ગઈ…વિનોદે આવી ખુશ હાલતમાં પારૂલને જોઈ ન હતી અને  એને અચંબો થયો. પારૂલ કહેવા લાગી ” વિનોદ, મારે તને એક વાત કરવી છે !”
ત્યારે વિનોદ એને કહે ” અરે, પગલી, કહેજે મને,” અને સાથે ઉમેર્યું ” આજે પહેલીવાર હું તને આટલી ખુશ નિહાળું છું “
“વિનોદ, આપણે એક બાળકને દત્તક લઈએ તો કેવું ?” પારૂલે કહ્યું.
વિનોદ ચુપ રહ્યો….એના મનમાં એક જ વિચાર આવ્યો..” મારી પારૂલના હૈયે કેટલી  શાંતી છે !” અને, એણે ખુશી સાથે કહ્યું ” પારૂલ, બાળક ક્યાંથી લાવીશું ?”
ત્યારે, પારૂલે ખુશી સાથે જવાબ આપ્યો ” આપણા જ શહેરમાં ” શ્રી રામ બાળવિકાશ  આશ્રમ”છે ત્યાં જઈ આપણે એક બાળકને “આપણું પોતાનું ” કરીશું .”
“જરૂર કાલે જ ત્યાં જઈશું !” વિનોદે કહ્યું…અને પારૂલ તો વિનોદને ભેટી ગાંડી જેવી થઈ ગઈ.
બીજે દિવસે વહેલી સવારે વિનોદ અને પારૂલ એપોઈન્ટમેટ પ્રમાણે આશ્રમે હતા….અનેક બાળકો આશ્રમમાં રમતા હતા. પારૂલની નજર એક નાની બાળકી પર પડી. એ એક જગ્યાએ  શાંત બેઠી હતી. એના ચેહરા પર હાસ્ય હતું. એ પણ પારૂલ તરફ જોઈ રહી હતી. એ  આશરે એક વર્ષની હશે. પારૂલે તો વિનોદને નજીક બોલાવી કહ્યું “વિનોદ, આ જ  આપણી દિકરી ” ..અને પારૂલ અને વિનોદ એ બાળકી નજીક પહોંચતા, એ બાળકીએ તો  પારૂલનો હાથ પકડી લીધો. વિનોદ તો એ નિહાળી, શબ્દો વગર ચુપ હતો,.એના મનમાં  એક જ વિચાર રમતો હતો” પ્રભુએ કૃપા કરી એક દીકરી આપી..અમારી આશા પુરી કરી !”અને આ વિચાર સાથે એ આનંદ સાથે ઉચા સાદે બોલ્યો” પારૂલ, આ તો અમારી આશા  બેટી છે”વિનોદે તો જાણે દીકરીને નામ પણ આપી દીધું….અને, પારૂલ તો બાળકીને ઉંચકી, છાતીએ રાખી કહેવા લાગી ” આશા બેટી, હવે તારે ઘરે આવવાનું છે !”આવા  શબ્દો બોલતા પારૂલનો માતૃપ્રેમ હૈયામાંથી છલકાતો હતો.
ત્યારબાદ, આશ્રમ સંભાળનાર નારાયણબાબુને એમણે એમની ઈચ્છા દર્શાવી. એમની ઈચ્છા પ્રમાણે કાયદા કાનુની કાર્ય શરૂ થયું ….એક મહીનામાં એ બાળકી ..એ આશા, વિનોદ  પારૂલના ફ્લેટમાં રમતી હતી.આશા તો વિનોદ પાછળ પાછળ દોડતી…..પારૂલ દીકરી  પિતાને રમતા નિહાળી, હયૈ આનંદ લાવી પ્રભુનો પાડ માનતી. અને પછી, આશાને  બોલાવી કહેતી કે “આશા બેટી, ચાલ આ દુધ પી જા….કે આશા, તારો સુવાનો ટાઈમ  થઈ ગયો છે…વિગેરે,,” વિનોદ પિતાને આશા ત્યારે કહેતી ” પપ્પા, કાલે મારી  સાથે રમશોને ?”એનું કાલુ કાલુ બોલવાનું સાંભળી વિનોદના હૈયે જે આનંદ થતો તે માટે વિનોદ પાસે કોઈ શબ્દો ના હતા.
આજે….વિનોદ, પારૂલ અને  આશા સાથે ત્રણનો પરિવાર…. એક આનંદીત પરિવાર સંસારમાં આગેકુચ કરી રહ્યો  હતો…મુંબઈના ફ્લેટમાં આજે વાતાવરણ બદલાય ગયું હતું !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
આ વાર્તા લેખન ..તારીખ નવેમ્બર ૫, ૨૦૧૦…દિવાળીનો શુભ દિવસ, અને સીડની ઓસ્ટ્રેલીયામાં થયેલ લખાણ.

બે શબ્દો…

આજની આ વાર્તામાં એક મુખ્ય સંદેશો છે.
ભારતમાં કોઈ બાળકને “દત્તક” લેવું એ ઘણી વાર કઠીન છે.
કોઈવાર, પતિ સહમત ના થાય.
કોઈવાર, દાદા/દાદી કે પરિવારના અન્ય સહમતી ના આપે…બાળક ના થઇ શકે એવો સ્વીકાર  કરવા તૈયાર ના થાય…અને ત્યાં અટકી ના જતા, એવી હાલત માટે નારી (પત્ની) નો જ વાંક કાઢતા રહે…બાળક ના થાય તેનું કારણ  નર ( પતિ) પણ હોય શકે તે  વિચારવા પણ ઈન્કાર કરે.
આ વાર્તામાં તો પતિ-પત્ની( વિનોદ અને  પારૂલ) બંને એકબીજાને સમજતા હતા ..પરિવાર્રના અન્યથી એઓ દુર હતા …કે માનો કે પરિવારના અન્ય “સમજુ” હતા.
સંતાનસુખની ઈચ્છા સૌને  હોય….સંતાન પ્રભુની એક ભેટ છે….જ્યારે સંતાન ના હોય  ત્યારે અસલના જમાનમાં  પતિ પત્ની  પ્રભુને પ્રાર્થના કરી, બાળકની આશા રાખી  જીવન જીવતા…તો કોઈ સમયે “અજ્ઞાનતા”ના કારણે વાત “છુટાછેડા” (Divorce) સુધી પહોંચતી કે પછી,  પત્ની અસહન થતા વર્તનના કારણે “સ્યુસાઈડ”(Suicide)ના પંથ અપનાવી છુટકારો મેળવતી.

આજે યુવામાં સમજણ વધી છે…વિજ્ઞાને પણ અનેક દરવાજા ખુલ્લા કરી દીધા છે, અને એથી, સંતાન પ્રાપ્ત કરવાની સંભવતા વધી ગઈ છે……પણ એ પંથ સિવાય, કૉઈ “અજાણ” બાળકને દત્તક લઈ “પોતાનો” કરી ઉછેરવાની ઈચ્છા અમલમાં મુકવા  માટે અનેક તૈયાર છે. આ જ એક “ખુબ આનંદ”ની વાત છે. અને એ કહેતા મને ખુબ ખુશી થાય છે.

મારી તો એક જ આશા અને પ્રાર્થના કે અનેક  “કપલો” પોતાના  જીવનમાં એક બાળકને અપનાવી, ભરણ પોષણ કરી, એક “પુન્ય”નું કામ કરે  તો સમાજ પ્રગતિના પંથે એક શિખરે હશે ! ઉપરથી પ્રભુ પણ રાજી હશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Varta ( Story) is of a young Couple who are UNABLE to have a Child.
They made the Decision to ADOPT a Child as their own.
The Adopted Child is given the name ASHA ( meaning HOPE).
There is HAPPINESS in this Couple after coming of Asha as their CHILD.
Dr. Chandravadan Mistry

ઓક્ટોબર 8, 2012 at 11:43 એ એમ (am) 8 comments

ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર !

Family : child's drawing of the family on a bicycle, vector
 
 
ધનજીભાઈ અને મંછાબેનનો પરિવાર !
 
ધનજીભાઈએ ગામડેથી મુંબઈ આવીને વસવાટ કર્યાને ૪૦ વર્ષ થઈ ગયા.ખીસામાં ૧૦ રૂપિયા, બે જોડી કપડા, અને એક લોટો અને એક થાળી લઈને મજગાંવ વિસ્તારે એક ફેકટરીમાં એમણે નોકરી લઈ શરૂઆત કરી હતી. થોડા વર્ષો એકલા ગાળી, થોડી કમાણી બચાવી એમણે ગામડામાં એકલી રહેતી પત્ની મંછાને મુંબઈ રહેવા બોલાવી.એક સાંકડી ખોલીને ઘર બનાવી આનંદમાં એઓ એમનું જીવન જીવવા લાગ્યા.થોડા સમય બાદ, એમના ઘરે એક દીકરાનો જન્મ થયો. એનું નામ “હર્ષદ” પાળ્યું.ખુબ જ વ્હાલ આપી એઓ દીકરાને મોટો કરવા લાગ્યા.
હર્ષદને શિક્ષણ આપી એ જીવનમાં સફળતા મેળવે એવી ઈચ્છાઓ ધનજીભાઈના હૈયે હંમેશા રહી. હર્ષદના જન્મ બાદ, એક દીકરીનો જન્મ થયો હતો. પણ પ્રભુએ બે વર્ષની વયે એને પ્રભુધામે બોલાવી લીધી, અને ત્યારે ધનજીભાઈ તેમજ મંછાબેને ખુબ જ દુઃખ અનુભવ્યું. પણ દીકરા હર્ષદને નિહાળી એઓ બન્ને એમનું દુઃખ ભુલી ગયા.આથી, એકના એક સંતાન હર્ષદ પર ખુબ જ પ્રેમ હતો.પગારમાંથી બચત કરી, ધનજીભાઈનો એક જ ધ્યેય હતો કે ” હર્ષદને ઉચ્ચ અભ્યાસ કરાવી એ જીવનમાં સફળતા મેળવે !”
હર્ષદ શાળાનો અભ્યાસ પુર્ણ કરી કોલેજમાં એડમીશન મેળવી, ખુબ મહેનત કરી એક ડિગ્રી મેળવી. અને, પ્રભુની કૃપા થઈ અને એને મુંબઈમાં જ એક સારી નોકરી મળી ગઈ. હર્ષદ એના માતપિતા સાથે જ રહેતો. હવે તો એની નોકરીના કારણે એઓ સૌ એક સારા મોટા ફ્લેટમાં રહેતા હતા.હર્ષદ એમના માતાપિતાને માન આપતો. ધનજીભાઈ તેમજ મંછાબેનને એમના દીકરાની સફળતા માટે ગર્વ હતું. એઓ એમ વિચારતા કે જ્યારે ઘડપણ આવશે ત્યારે હર્ષદ એમની સંભાળ રાખશે. એઓ ખુબ જ આનંદમાં જીવન ગાળતા હતા.
બે વર્ષની નોકરી બાદ, માતા અને પિતા હર્ષદને હવે ઉંમરે મોટો નિહાળી કહેતા “દીકરા હવે જલ્દી લગ્ન કરી દે”. હર્ષદ ત્યારે કહેતો ” ઉતાવળ ના કરો…લગ્ન કરીશ”પણ માતાપિતાના આગ્રહને માન આપી એક દિવસ કહી દીધું”લગ્ન માટે હવે હું તૈયાર છું”…માતા પિતાએ ખુશી સાથે યોગ્ય જીવનસાથી માટે શોધ શરૂ કરી, અને પ્રભુની કૃપાથી એક છોકરી સાથે લગ્ન થયું..એનુ નામ હતું “હીના”.હીનાના વિચારો હર્ષદને મળતા હતા. એણે પણ કોલેજ ડીગ્રી મેળવી હતી, અને એને બેન્કમાં સારી નોકરી પણ તરત મળી ગઈ. આ પ્રમાણે, ધનજીભાઈ અને મંછાબેન ખુબ જ આનંદમાં અને સુખી હતા.
આ સુખભર્યા દિવસો માણ્યા બાદ, ટુંક સમયમાં દુઃખના ડુંગરો ખડા થઈ ગયા.અચાનક ૬૦ વર્ષની વયે મંછાબેનનું અવસાન થયું. ત્યારબાદ, ધનજીભાઈ એકલા થઈ ગયા.પત્નીના વિયોગમાં એઓ હંમેશા નારાજી સાથે ચિન્તાઓમાં રહેતા. એઓ દીલમાં એમનું દુઃખ સહન કરી લેતા, અને દીકરા કે પુત્રવધુને જરા પણ જાણ ના કરતા.મુખે હાસ્ય રાખી ઘરમાં રહેતા.ચિન્તાઓમાં ઘનજીભાઈનું પ્રેસર વધી ગયું, અને એક દિવસ અચાનક લખવો થઈ ગયો. એમનો ડાબી બાજુનો અંગ જરા પણ ચાલતો ના હતો. હવે એઓ પથારીવસ હતા. હવે એમને પરિવાર તરફથી સેવાની જરૂરત હતી. આવી હાલતમાં એમની પત્ની મંછાને પાદ કરી મનમા કહેતા”મંછા, તું કેમ મને છોડીને એકલો મુકી ગઈ? તું હતી ત્યારે તું મારી કેટલી કાળજી રાખતી”…અને પછી, ધીરે રહીને કહેતા “અરે, તું ચિન્તા ના કરીશ. આપણો દીકરો અને વહું મારી સંભાળ રાખે છે “
સસરા જેવા પથારીવસ થયા એટલે હીનાએ એની બેન્કની નોકરીમાંથી રાજીનામું આપ્યું હર્ષદના પગારમાંથી સૌનું ગુજરાન થઈ રહેતું. એ એક નર્સની જેમ સસરાને પિતા માની સેવા કરવા લાગી.થોડી થોડી વારે નજીક આવી એ પુછતી” પપ્પા, કેમ છો ?કંઈ જોઈએ છે તમને ?” જે ભાવથી એ સેવા કરતી ત્યારે પણ માટે ધનજીભાઈના મનમાં વિચાર આવતો “હીના તો અમારી જ દીકરી છે !..અમે જે દીકરી ખોઈ હતી તે જ પ્રભુએ અમને પાછી આપી !”
ધનજીભાઈને લખવાની બિમારી થયાને ચાર વર્ષ પુરા થઈ ગયા એક દિવસ, હીનાએ ધનજીભાઈની નજીક આવી કહ્યું “પપ્પા, હવે આપણે ત્યાં  ટુંક સમયમાં એક મહેમાન આવશે “ધનજીભાઈ કાંઇ સમજ્યા નહી. અને, દીકરા હર્ષદે  પુરી માહિતી કહી. ધનજીભાઈના મુખે ખુબ આનંદ હતો, જેનું વર્ણન કરવું અશક્ય છે. એમણે થોડા સમય બાદ, હીનાને નજીક બોલાવી કહ્યું ” હીના બેટી, હવે તું એક કામવાળી ઘરમાં રાખ. તમે મદદ કરશે “ત્યારે હીનાએ ધનજીભાઈને અટકાવી કહ્યું ” પપ્પા,એવું ના કહેશો. ત્યારે ધનજીભાઈએ હીનાને વધુ નજીક બોલાવી કહ્યું ” બેટી, તારી તબિયત સારી રહે એ અગત્યનું છે. કામવાળી તારૂં કામ કરી મદદરૂપ થશે. અને મને પણ મદદરૂપ થશે. જો મારી નાની બચત સેવીંગ ખાતામાં છે તે તમારી જ છે. જરૂર પડે વાપરશો”…હીના ગદ ગદ થઈ ગઈ, અને માની ગઈ.
હવે, ઘરકામ માટે મદદ આપનાર એક બાઈ હતી. હીનાને આરામ કરવા માટે સમય મળતો હતો. જ્યારે જ્યારે એ જાગતી હોય ત્યારે એ ધનજીભાઈ નજીક આવી પ્રેમથી પૂછતી ” પપ્પા, કેમ છો ? કાંઈ લઈ આવું ?” ત્યારે ધનજીભાઈ હસીને કહેતા “પેલી કામવાળી બાઈને પણ મારી સેવા કરવાની તક આપશે ને ?”…આ પ્રમાણે, દિવસો , અઠવાડીયા, મહિનાઓ વહી ગયા. અને નવ માસ પુરા થતાએક દિવસ રાત્રીના હર્ષદે હીનાને હોસ્પીતાલમાં દાખલ કરી. છ કલાકોમાં હર્ષદે એક સુદર બાબો જન્મ્યો છે એવા સમાચાર એમના પિતાને આપ્યા, ધનજીભાઈ તો ખુશ થઈ બાબાને જોવા માટે આતુર બની ગયા
બીજે દિવસે, બાબાની તબિયત સારી હોવાથી હોસ્પીતાલ છોડવાની રજા મળી ગઈ, અને હીના, હર્ષદ બાબા સાથે ફ્લેટમાં પ્રવેશ કર્યો. ધનજીભાઈ તો બસ બાબાને જોઈ પોતાના પૌત્રને રમાડવાના વિચારોમાં રહ્યા. જ્યારે હીનાએ બાબાને ધનજીભાઈના હાથમાં મુક્યો ત્યારે  એ તો ઉંચા સાદે બોલી ઉઠ્યા ” મંછા, જો આપણા ઘરે આપણો પૌત્ર આવ્યો છે..તારા વતી હું એને ખુબ ખુબ વ્હાલ આપીશ !” પૌત્રનું નામ મંછાબેનની યાદમાં “મ” લઈ “મિલન” રાખ્યું . ઘરમાં ખુબ આનંદ હતો.
ધનજીભાઈ એવો આનંદ નિહાળી ખુબ જ સંતોષ હતા. એક દિવસ, એમણે હર્ષદ અને હીના સાથે ખુબ વાતો કરી. સૌ સુઈ ગયા. વ્હેલી સવારે, હીના પપ્પાને દરરોજ કરે તે પ્રમાણે “જય શ્રી કૃષ્ણ, અને હલો” કરવા ધનજીભાઈના બેડ પાસે આવી. એવા સમયે ધનજીભાઈ જાગતા જ બેડમાં હોય. આજે આંખો બંધ હતી. જવાબ નામળ્યો એટલે હીનાએ ફરી “હલો, પપ્પા !” કહ્યું. ધનજીભાઈનું શરીર જરા પણ ના હાલ્યું. ધનજીભાઈ તો પત્ની મંછાને મળવા પ્રભુધામે પહોંચી ગયા હતા. હીનાએ વેદના સાથે ચીસ પાડી….હર્ષદ દોડીને આવ્યો. હીનાના તેમજ હર્ષદના આંખોમાં આસુંઓ હતા. હીના જયારે પરણીને આવી હતી ત્યારબાદ, ટુંક સમયમાં જ એના પિતા ગુજરી ગયા હતા. હીનાએ ધનજીભાઈને સસરા સ્વરૂપે કદી ના નિહાળ્યા, પણ હંમેશા એક “પિતા” સ્વરૂપે જ નિહાળી પ્રેમ આપ્યો હતો. આજે એના દીલમાં ખુબ જ દર્દ હતું . હર્ષદના હૈયે તો પિતા એક ગુરૂ સમાન હતા. એમનો પ્રેમ ના મળશે એવા વિચારે હૈયે દર્દ અનુભવી રહ્યો હતો…આવા સમયે, હીના રૂમમાં જઈને મિલનને ધનજીભાઈ પાસે લાવી અને કહેવા લાગી”પપ્પા, જેમ તમે અમોને પ્રેમ આપ્યો, તેવી જ રીતે અમે મિલનને વ્હાલ આપીશું મમ્મીને પણ એવું કહેશો કે એઓ ચિન્તા ના કરે “અને ત્યારે હર્ષદે મિલનને હાથમાં લઈને કહ્યું “પપ્પા, તમે જે સંસ્કાર આપ્યા તેના અમે ઋણી છીએ , અને અમે મિલનને એવું જ માર્ગદર્શન આપી શકીએ એવી પ્રભુને પ્રાર્થના કરે છીએ !પ્રભુ તમારા આત્માને શાંતી આપે !
 
આ વાર્તા લેખન ..તારીખ નવેમ્બર ૫, ૨૦૧૦…દિવાળીનો શુભ દિવસ, અને સીડની ઓસ્ટ્રેલીયામાં થયેલ લખાણ.
 
 
બે શબ્દો…
 
 
આ વાર્તામાં એક આદર્શ કુટુંબની કહાણી છે.
 
કલ્પનામાંથી બની છે…પણ સંસારમાં “આવું જીવન” હોય શકે.
 
આ કહાણીમાં મહેનત કર્યાનું ફળ છે…બાળકને સારા સંસ્કાર આપવાની વાત છે. દીકરા માટે
 
માતપિતા નો પ્રેમ છે અને, ઘરમાં આવતી વહુને દીકરી ગણવામાં જ યોગ્યતા છે.તેમજ,
 
પતિની સેવા કરતા પત્નીએ નવા ઘરને “પોતાનું” બનાવવાની શીખ છે.
 
વાર્તામાં સુખો સાથે દુઃખોની ઘટનાઓ ઉમેરી એક ચેતવણી મુકી છે.સંજોગો બદલાય તેમ
 
માનવીએ પણ બદલાવવાની શીખ છે.
 
માતા પિતાના જીવનમાં ઘડપણ માં “સેવા”રૂપી આધાર જરૂરીત હોય ત્યારે જે પ્રમાણે વહુ
 
 
હીનાએ સેવા આપી તેના દર્શન કરાવી અત્યારના નવયુગલોને માટે એક “સમજ” આપી છે.
 
આ વાર્તા બાદ…..બીજી વાર્તાઓ પ્રગટ થશે તેમાં કંઈક “વળાંક” લઈ, નવયુગના ફેરફારોને
 
માન્ય રાખી શું કરવું એની “સમજ” આપવાનો પ્રયાસ છે. અહી “જુનવાણી” વિચારોને બદલી,
 
નવયુગમાં “નવું વર્તન” અપનાવવાનું રહે છે. અને, એની સાથે સામાજીક પરિવર્તનના દર્શન
 
આપવાનો મારો પ્રયાસ હશે !
 
આ વાર્તા તમો સૌને ગમી હશે એવી આશા !
 
 
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
 
 
FEW WORDS…
 
Today it is October,2,2012.
Today, I am publishing a SHORT STORY in GUJARATI.
It is Story of an IDEAL FAMILY.
It will be the FOUNDATION….and  the OTHER STORIES will be reflecting the CHANGES that are observed in this MODERN TIMES.
Each SHORT STORY has a SOCIAL MESSAGE.
This STORY is giving the description of a FAMILY which has the IDEALS of HINDU PHILOSOPHY.
Is it possible to have  such JOINT FAMILY in the Moderm times ?
It is possible !
But, is it REALISTIC for the ELDERS in the SOCIETY to insist on it ?
I say NO !
In the NEW TIMES….& in the NEW CIRCUMSTANCES, one must be PRACTICAL & ACCEPT the CHANGE discarding the OLD THINKING.
I hope you like the MESSAGE in this SHORT STORY.
 
DR. CHANDRAVADAN MISTRY
 

ઓક્ટોબર 2, 2012 at 2:22 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,435 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031