Archive for ડિસેમ્બર, 2008

ચંદ્રવિચારો શબ્દોમાં (૪ )

 

 

 

            

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૪ )

ઉપરના નામકરણે, પ્રથમ પોસ્ટ જુલાઈ ૨૦૦૮માં પ્રગટ કરી, અને ત્યારબાદ, ઓગસ્ટમાં બીજી બે પોસ્ટો પ્રગટ કરી.
ઘણો જ લાંબો સમય વહી ગયો અને મનમાં વિચાર આવ્યો,….” ૨૦૦૮નું વર્ષ પૂરૂ થાય તે પહેલા કંઈક તો લખવું
રહ્યું ” તો, આજે આ પોસ્ટ્ પ્રગટ કરી રહ્યો છું,
નવેમ્બર, ૨૨. ૨૦૦૭માં ” ચંદ્રપૂકાર “ની સાઈટની શરૂઆત થઈ ત્યારે સવંત ૨૦૬૪નું વર્ષ હતુ અને પછી ૨૦૦૮ની
શરૂઆત અને આજે ૨૦૦૮ના ડીસેમ્બરની ૩૦મી તારીખનો દિવસ અને એથી આ ૨૦૦૮ની છેલ્લી પોસ્ટ છે. કિન્તુ,
શું લખું એ એક મોટો પ્રશ્ર રહે છે.
ચાલો…..તો ૨૦૦૮માં શું શું થયું હતું તેનુ વર્ણન કરીએ…યાને જેટલું યાદ આવે તે ! વિશ્વમાં તો અનેક ધટનાઓ
થઈ, જેમાં કોઈક ” કુદરતી ” તો કોઈક “માનવીઓ આધારીત”. પ્રથમ, કુદરતી કોપરૂપી ધટનાઓમાં ચાઈનામાં
થયેલ મોટા ધરતીકંપના કારણે અનેકના મ્રુત્યુ અને ભારી નુકસાન, કેલીફોર્નીઆ, અમેરીકામાં આગોના કારણે
અનેક ઘરો બરી ગયા અને ભયંકર નુકસાન થયું, અને અમેરીકામાં અન્ય જ્ગ્યાએ વરસાદ કે પવન ( ટોરનેડો ) થકી
નુકસાન અને કોઈકના મ્રુત્યુ. આવી ઘટનાઓથી માનવીઓના હૈયા હલી ગયા !
માનવીઓ- આધારીત અનેક ઘટનાઓ થઈ તેમાં કોઈક વાર આનંદ તો ઘણી વાર મહાન દુઃખનો અનુભવ થયો.
આતંકવાદીઓ વિશ્વમા અશાંતીભર્યું વાતાવરણ કરી રહ્યા છે એ એક દુઃખભરી કહાણી છે.એમ્ણે ભારતમાં ગુજરાતમાં
અને અન્ય શહેરોમાં બોબ્બો ફોડ્યા અને અંતે મુંબઈમાં  હોટેલો વિગેરે સ્થાને હુમલ કર્યો જે થકી અનેક નિર્દોષ
માનવીઓએ જાન ગુમાવી…આ દુઃખભારી કહાણી છે, પેલેસ્ટાઈન, ઈરાક તેમજ અફગાનીસ્થાનમાં જે યુધ્ધ
ચાલી રહ્યું છે અને અનેક માનવીઓ મ્રુત્યુ પામે છે એ દુઃખભરી કહાણી છે.
૨૦૦૭ની આખરીથી તે ૨૦૦૮માં  ટીવી કે ન્યુઝ્પેપરોમાં એક મુખ્ય વાત.. અમેરીકાના પ્રેસીડંટની ચુંટણીની વાત !
અંતે, બે ઉમેદવારો, મેકેઈન અને ઓબામા, અને નવેમ્બર ૨૦૦૮ના જનરલ ઈલેકશનમાં ઓબામા જીતી ગયા.
અમેરીકાના ઈતિહાસમાં પહેલી વાર એક કાળા માનવીને પ્રેસીડંટ બનવાની તક મળી…અને  જાન્યુઆરી ૨૦ ૨૦૦૯માં
જ્યારે ઓબામા અમેરીકાના પ્રેસીડંટ બનશે ત્યારે એક ઐતિહાસીક ઘટના હશે !
થાઈલેન્ડમાં જનતાએ વિરોધ કર્યો અને નવા પ્રધાનમંત્રી ગાદી પર આવ્યા…આ ખુશીની વાત અને જનતાબળનો દાખલો
છે..જ્યરે બર્મામાં જનતાના વિરોધને સરકારે તોડી નાખ્યો, કે પછી ટીબેટમાં ચાઈનાએ માંગેલ હક્ક ના આપ્યો એવી ઘટનાઓ
હૈયે દુઃખ આપે છે. અમેરીકામાં થયેલ ” ઈકનોમીક ક્રાઈસીસ ” કે જેની અસર વિશ્વભરમાં નજરે પડે છે એ પણ દુઃખ આપે
છે.ગોર્જીઆના દેશ પર રસીઆનો કરેલ હુમલો દુઃખ આપે ત્યારે ચાઈનામા થયેલ ઓલમ્પીક જે પ્રમાણે ઉજવાય તે હંમેશા
યાદ રહેશે. અને, ભારતનું સ્પેઈસ-ક્રાફ્ટ “ચંદ્રવાન ” ચંદ્ર પર પહોંચ્યું એ ઘટના ભારત માટે એક ગૌરવભરી કહાણી છે.
આ પમાણે, અનેક ગમતી/નાગમતી  ” કુદરતી ” કે માનવ- આધારીત  ઘટનાઓ ૨૦૦૮માં થઈ હતી તેમાંથી થોડી જ
ઘટનાઓનું વર્ણન કર્યું…અને હવે, પ્રભુને પ્રાથના કે ૨૦૦૯માં ગમતી અને સારી ઘટનાઓ બને !
 ” કુદરતી ” કે ” માનવાઅધારીત ” ઘટનાઓ બારે લખ્યું છતા આ પોસ્ટ અધુરી છે કારણ કે મેં મારી સાઈટ
“ચંદ્રપૂકાર ” બારે જરા ના કહ્યું……૨૦૦૭ના નવેમ્બર માસે શરૂઆત કર્યા બાદ ૨૦૦૮ના નવેમ્બરમા સાઈટની
પહેલી એનીવરસરી ઉજવાય, અને અનેકના પ્રેમ્ ઉત્તેજનથી ચંદ્રપૂકાર ખીલી રહી છે…..આ હોમ પર ૮૫મી પોસ્ટ છે
અને, કુલ્લે ૨૩,૦૦૦થી વધ મહેમાન બની અમીનજરે નિહાળી. આ ખુબ જ આનંદની વાત છે, અને સર્વને વિનંતી
કે ૨૦૦૯માં પધારી પ્રતિભાવો પણ આપતા રહેશો !

અંતે ચંદ્રવિચાર્……

કુદરતી ઘટનાઓ પ્રભુઈચ્છાઓ થકી.
કરૂણ હોય તો ભેદ એનો સમજાય નહી,
માનવીઓ આધારીત ઘટનાઓ જો થાય,
અને, જો કરૂણ હોય તો ફરીયાદ માનવીઓને જ થાય
અંતે તો,”હવે સારૂં થશે “એવી આશાઓ કરી,
માનવે જીવન જીવવા પ્રભુપ્રાર્થના કરી !
ચંદ્રવદન

ડિસેમ્બર 30, 2008 at 12:34 એ એમ (am) 4 comments

સુવિચાર

 

સુવિચાર

જનસેવા અને જ્ઞાન આ બંને પ્રભુ નજીક લાવે છે, અને એજ ખરી ભક્તિ !……ચંદ્રવદન.

 

બે શબ્દો

ક્રીસમસ પહેલા એક સુવિચાર પોસ્ટરૂપે મુક્યો અને એ હતો “જનકલ્યાણના કાર્યો કરવાનો વિચારકરો, અને

એવા વિચારમાં રહો તો એ તમારી સાધના બની જશે “…….અને ત્યારબાદ, બીજો સુવિચાર પ્રગટ કર્યો

” જ્ઞાનથી અંધકાર દૂર કર્યો, હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો “. આ બંને વિચારોને હવે આ પ્રમાણે

નિહાળીએ>>>>>>

જન્કલ્યાણ કાર્યો>>જનસેવા>>પ્રભુસેવા>>પ્રભુને ખુશી>>ભક્તિ

જ્ઞાન>>અંધકાર દૂર>>પ્રકાશ>>સત્ય>>પરમ સત્ય>>પ્રભુ>>ભક્તિ

આ પ્રમાણે, આજે બે વિચારોને એક સુવિચારરૂપે પ્રગટ કર્યો છે……તો, વાંચી, તમે જરૂરથી

તમારો પ્રતિભાવ આપશો એવી આશા…….ચંદ્રવદન

ડિસેમ્બર 28, 2008 at 12:29 એ એમ (am) 9 comments

સુવિચાર્

 

 
 
 

સુવિચાર્

જ્ઞાનથી અંધકાર દૂર કર્યો,….હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો ! ……ચંદ્રવદન

તારીખઃ ડીસેમ્બર, ૨૨, ૨૦૦૮

 

બે શબ્દો

માનવ જ્યારે જગતમાં જન્મે છે ત્યારે એ સંસારથી અજાણ છે.
જેમ એનું જીવન વહે તેમ એને સંસારની માયાજાળમાં સત્ય
અને અસત્યનો સામનો  કરવોપડે છે….ત્યારે જ્ઞાન એને અસત્યના
અંધકારમાં જતા અટકાવે છે,……કિન્તુ, પ્રભુભક્તિ દ્વારા જ આત્મા
બારે એ જાણી શકે છે અને શુધ્ધ કરી શકે છે……ચંદ્રવદન

ડિસેમ્બર 27, 2008 at 12:15 એ એમ (am) 4 comments

ક્રીસમસ ડે….Christmas Day

 

                               HAPPY HOLIDAYS
 
 
Merry Christmas 'N Happy New Year!
 
 
 
 
 
 
 

ક્રીસમસ ડે

ડીસેમ્બર ૨૫નો દિવસ તો ક્રીસમસ કહેવાય જો,
એ તો વિશ્વભરમાં ઉજવાય જો !
જીસસ ક્રાઈસ્ટના જન્મદિવસને ક્રીસમસ ડે કહેવાય જો,
વિશ્વભરના ક્રીસચનોના હૈયે ખુશીઓ સાથે એ તો ઉજવાય જો !……૧
જીસસ ક્રાઈસ્ટને ભારતમાં ઈસુ ખ્રિસ્તી કહેવાય જો,
ભારતમાં ખ્રિસ્તીઓ આનંદ હૈયે લાવી, ઉત્સવ કરતા હોય જો !……૨
ક્રીસચન હોય કે નહી, ક્રીસમસ ડે તો ખુશીનો દિવસ જો,
અમેરીકામાં અન્ય સાથે, ભારતજનો આ ઉત્સવ ઉજવે જો !…….૩
” સાન્તા ક્લોઝ ” કે “ફાધર ક્રીસમસ “ભેટો લાવ્યા કહેતા બાળકો ખુશી થાય જો,
ક્રીસમસ ટ્રી અને લાઈટોના ચમકારમાં, આનંદ આનંદ સૌ હૈયે દેખાય જો !……૪
શું આવો સ્નેહભાવ ફક્ત ડીસેમ્બરના એક દિવસનો જ હોય કે ?
જો, હૈયે હંમેશા એવી ભાવના, તો એ ખરેખર ઉત્સવ કહેવાય જો !…..૫
ચંદ્ર તો, ” મેરી ક્રીસમસ, મેરી ક્રીસમસ “કહે છે સૌને જો,
અને, મિત્રતાના શાંતી-પંથે દોરી રહ્યો છે સૌને જો !…….૬
કાવ્ય રચના……ડીસેમ્બર, ૨૦, ૨૦૦૮         ચંદ્રવદન
 
 
 

બે શબ્દો

૨૦૦૮ના વર્ષનો આજે ક્રીસમસનો દિવસ….ખુશીનો દિવસ. જીસસ ક્રાઈસ્ટના જન્મથી
અંગ્રેજી કેલેન્ડરની શરૂઆત યાને ૨૦૦૮નો આંકડો એટલે જીસસના જન્મ પછીના વર્ષો
યાને AFTER CHRIST (A.D. )
ભલે, જીસસના જન્મદિવસને માની ઉજવાય છે છતા ઈતિહાસ આ દિવસ તરીકે પુરાવો
આપતો નથી…..રોમન સત્તાના સમયગાળા દરમ્યાન એમના વિન્ટર ફેસટીવલ
( WINTER FESTIVAL ) સાથે પણ જોડવામાં આવે છે. સત્ય જે હોય તે પણ જો
 મહાન-આત્મા યાને જીસસના જન્મદિવસ તરીકે અનેકને ખુશી હોય તો એ રીતે
નિહાળતા અનેક હૈયે આનંદ હશે અને એ જ મહત્વની વાત છે.
એક બીજાને ભેટો આપવી, ઘરમાં કે બહાર ” ક્રીસમસ ટ્રી ” ને શણગારવું, જીસસના
જન્મસમયના દ્રશ્યો ( NATIVITY SCENES ) નું પ્રદર્શ કરવું, લાઈટોનો પ્રકાશ
કરવો…..આ બધું આ ઉત્સવમા સમાય જાય છે…અને એની સાથે સૌના હૈયે આનંદ
હોય છે…….મારા કાવ્યમાં બસ આજ ભાવ છે !
તમે સૌ સાઈટ પર પધારી, પોસ્ટ વાંચી, આનંદ માણો અવી આશા !
ચંદ્રવદન
CHRISTMAS DAY
Chistmas Day is celebrated on December, 25th honors the birth of Jesus Christ. It is believed that Dec 25th may not be the actual birthday of Jesus & may be it is chosen to correspond with the ROMAN WINTER FESTIVAL.
Modern customs of the Celebrations include the GIFTS GIVING, CHURCH CELERATIONS, & the display of the varieties of DECORATIONS including the Christmas Tree, Lights, mistletoe, Nativity Scenes & Santa Claus ( also refered as Father Christmas ). The origin of Santa is believed to be in 19th Century.
The Poem in Gujarati informs these FACTS but the most important is the message of LOVE & PRAYERS & it is hoped that SUCH A SPIRIT REMAINS ALWAYS with ALL HUMAN-BEINGS of the WORLD !
CHANDRAVADAN.

ડિસેમ્બર 25, 2008 at 12:08 એ એમ (am) 18 comments

સુવિચાર

 

 
 

સુવિચાર

જનકલ્યાણ કાર્યો કરવાનો વિચાર કરો, અને એવા વિચારમાં રહો, તો, એ તમારી સાધના બની જશે !……ચંદ્રવદન

 

બે શબ્દો

 

આ વિચારનું મનન કરો, તો, તમારી શંકાઓ દૂર થશે, અને તમે સેવાભાવના પંથે હશો ..આશા છે કે તમે સાઈટ પર પધારી, વાંચી, તમારો પ્રતિભાવ પણ આપશો…..ચંદ્રવદન

ડિસેમ્બર 22, 2008 at 5:04 પી એમ(pm) 7 comments

MADHAVJIBHAI DEVALIA, I SALUTE YOU

 

 

 

MADHAVJIBHAI DEVALIA, I SALUTE YOU

 

Madhavjibhai Devalia, I salute You !

Via Agnichakra & Vinodbhai, I came to know You,

Read your Poems & Gujarati articles,I came closer to You,

Met you not, but on the phone, it was a pleasure to talk to You,

You became my Friend !

Madhavjibhai Devalia, I salute You ! ….1

Read your handwritten pages of your Life you had sent,

Read your First Book on sacrificesof Bharatvasi, you had published,

And, under the banner of my Sahitya Trust,”Deshna Dushmano “filled me with Pride.

You are my hero !

Madhavjibhai Devalia, I salute You !…..2

Our friendship had blossomed to a Brotherly Love.

You reminded me of my Late Motabhai & his Love,

You had become a part of my Life,..my Spirit & Love,

Atma to Atma we were One !

Madhavjibhai Devalia, I salute You !…..3

Now, You are far awayin the God’s Land,

Your Family & I are left on this Land,

Yet,Your Light in your memories is shining bright on this Land,

And, Amar You are !

Madhavjibhai Devalia, I salute You !…..4

 

1st December, 2008         Dr, Chandravadan

 

બે શબ્દો

આ કાવ્ય-રચના અંગ્રેજીમાં છે….માધવજીભઈ દેવાળીઆ , મારા મિત્ર,જેઓ
ઈંગલેન્ડમાં રહેતા હતા,તેમને અચાનક  હાર્ટેએટેક થવાના કારણે, ડીસેમ્બર,૩,૨૦૦૭ના
દિવસે અવસાન થયું…….આ સમાચાર જાણી મેં ઘણું જ દુઃખ અનુભવ્યું અને ઈંગલેન્ડ
ફોન કરી એમના દિકરા અરવિંદ સાથે વાતો કરી, આશ્વાશન આપ્યું, અરવિંદે એક વેબસાઈટ
પર પિતાશ્રીની પ્રથમ ડેથ -એનીવરસરીએ જે કંઈ લખ્યું તે વાંચી,પ્રભુપ્રેરણાથી એક અંજલી
કાવ્ય અંગ્રેજીમાં લખી મોકલ્યું…….એના જવાબરૂપે  અરવિંદે ઈમેઈલથી આભાર દર્શાવ્યો
તે અહી મુક્યો છે>>>>> 
 

Dear Chandravada Kaka!

 

You have just brought tears to my eyes!

 

This is so beautiful and so nice. You ARE good at writing in English J

 

I will print this out and show everyone at the prayers evening tomorrow at my mothers home in Coventry .

 

Even though you never met my father, I am sure we will meet one day soon. Do you ever visit London ?

 

Regards to the family.

 

Love and gratitude.

 

 

 

Arvind

 

આ ઈમેઈલ વાંચી, મારી આંખોમાં પણ આંસુઓ હતા. આજે એ બધું યાદ કરતા
મારી સાઈટ ” ચંદ્રપુકાર ” પર એક પોસ્ટરૂપે  કરૂં છું.
માધવજીભઈને હું મળ્યો નથી…ફક્ત, પત્રો અને ફોન દ્વારા થયેલ પરિચય અને
મારા હૈયે એઓ મિત્ર નહી પણ એક મોટાભાઈ સમાન હતા.
તમારે જો અરવિંદે લખેલ અંગ્રેજી લેખ વાંચવો હોય તો નીચેની સાઈટ પર
ક્લીક કરો>>>>>
http://www.kavitachhibber.com/main/main.jsp?id=upclose-Nov2008
આશા છે કે તમે સાઈટ પર પધારી આ પોસ્ટ જરૂરથી વાંચશો અને બની શકે તો
તમારો પ્રતિભાવ પણ આપશો.
ચંદ્રવદન

A FEW WORDS

My posts are in GUJARATI but this post is a POEM IN ENGLISH, paying
my respects to a friend, MADHAVJIBHAI DEVALIA of UK. I hope you will
visit the Blog & read this Poem.
CHANDRAVADAN

ડિસેમ્બર 19, 2008 at 8:48 પી એમ(pm) 5 comments

શબ્દો કરતા ચિત્રો વધુ કહે !

https://i1.wp.com/www.quinn.echidna.id.au/Quinn/WWW/PhotoGallery/SnowDay/10Snowing.jpg

 

 

 
 
 

2400-4570lightning-striking-tree-posters.jpg

શબ્દો કરતા ચિત્રો વધુ કહે !

બહાર ધીરે ધીરે બરફ પડતો હતો,
ધરતી પર સફેદ ચાદર પાથરતો હતો,
વ્રુક્ષો પર પણ બરફનો પહેરવેશ હતો,
દૂર, પહાડો પર બરફનો સફેદ શણગાર હતો,
કેમેરો લઈ, તસ્વીર એક ખેંચી,
બરફની સુંદરતા એમાં મેં તો ભરી !
હા, શબ્દો કરતા ચિત્રો વધુ કહે !…….૧
બહાર ધીરે ધીરે મેઘ વરસતો રહે,
ધરતી પર મેઘનીર ઝરણારૂપે વહે,
વ્રુક્ષો ભીંજાઈને મેઘનીર ટીપે ટીપે પડે,
દૂર આકાશમાં મેઘધનુષ સંગે વિજળી-ચમકાર કરે,
કેમેરો લઈ,તસ્વીર એક ખેંચી,
મેઘરાજની સુંદરતા એમાં મેં તો ભરી !
હા, શબ્દો કરતા ચિત્રો વધુ કહે !……૨
વરસતા બરફના દ્રશ્યમાં ઠંડક ક્યાં છે ?
વરસતા મેઘના દ્રશ્યમાં ભીંજાવાનું ક્યાં છે ?
એ તો કવિ થોડા શબ્દોમાં જ કહી શકે,
એ તો લેખક અનેક શબ્દોમાં જ કહી શકે,
હા, હ્રદયભાવભર્યા શબ્દો ચિત્રો કરતા વધુ કહે !…..૩
કુદરત તો ઋતુ ઋતુએ તસ્વીરો બદલતો રહે,
શાંત વાતાવરણને પણ અચાનક ગંભીર કરે,
મધુર મહેક,અને આવાજ સહીત સુંદરતા ભરે,
માનવ-ઈંદ્રીઓને મોહીત કરી,હ્રદયભાવોભર્યા શબ્દો કરે,
હા, ભાવોભર્યા શબ્દો ચિત્રો કરતા વધુ કહે !….૪
કાવ્ય રચના….ડીસેમ્બર, ૧૬, ૨૦૦૮         ચંદ્રવદન
 

બે શબ્દો

ડીસેમ્બર ૧૬, ૨૦૦૮ ના દિવસે પ્રજ્ઞાબેનના બ્લોગ પર જતા એમની
પ્રગટ કરેલી પોસ્ટમાં વાંચ્યું ” શબ્દો કરતા ચિત્રો વધુ કહે ” અને
એ પોસ્ટ વાંચ્યા બાદ, મારા મનમાં આ વાક્ય પર ફરી ફરી વિચારો
આવ્યા અને અંતે જ્યારે આ રચના થઈ ત્યારે જ મારા મનને શાંતી
મળી. આજે આ પોસ્ટ સાઈટ પર મુંકતા પ્રજ્ઞાબેનો હું આભારીત છું કે
એમની પોસ્ટે મને પ્રેરણા આપી.
તમે હવે આ રચના વાંચી, ભુલો સુધારી, મારા હ્રદયભાવોનો સ્વીકાર કરી,
તમારો પ્રતિભાવ આપશો એવી આશા……..ચંદ્રવદન

ડિસેમ્બર 17, 2008 at 2:42 પી એમ(pm) 7 comments

પીળા પાંદડાની કહાણી

 l-leaves-and-log-6570.jpg 

પીળા પાંદડાની કહાણી

એક પીળુ પાંદડુ વૃક્ષડાળથી ખરી,
ધરતી તરફ જાતા, રડતા, રડતા પૂકાર કરી,
” અરે, વૃક્ષ બાપલા, શાને તું આજે મારો ત્યાગ કરે?”
ત્યારે,વૃક્ષ સમજ દેતા શાંતીથી કહેઃ
” અરે, પાન મારા, શને તું રૂદન કરે ?
તું તો છે વ્હાલુ મારૂં,શાને શંકા કરે ?
મુજ ડાળે આવ્યું હતું તું નાજુક ‘ને કોમળ,
જારા સોનેરી રંગે આવી,બન્યું લીલુ “ને મુલાયમ,
પાનાબેન્પણીઓ સંગે રહી,દીધી “થી શીતલ છાયા,
બંધાયો હતો હું સ્નેહસબંધે,કેવી હતી એ તારી માયા !
દીધો સહારો સુર્યકિરણો સહન કરી,
આવ્યા પુષ્પો અને સુંદરતા મારી વધારી,
પુષ્પોનું પોષણ કર્યુ તો બન્યા ફળો મીઠા,
પ્રાણી,જીવ્જંતુ “ને માનવી આરોગતા,મળ્યા ધન્યવાદ સારા,
બની તારી લીલી કાયા પીળી, સુર્યકિરણો થકી,
સુકાય જાતા, મુજ ડાળેથી કારી, વાંક મારો નથી,
ફરી, હશે તું ધરતીમાતામાં માટી બની,
ખાતરરૂપે મુળથી પ્રવેશી,બનીશ પાન મારી,
યાદ કર તુજ જીવને કરેલ શુભ કાર્યોને,
તો, આંસુઓ નહી “ને હશે ખુશીઓ તુજને,”
શબ્દો આવા વૃક્ષના સાંભાળી, પાદડૂં છે હર્ષમાં,
પડ્યું પાદડું પાન-ઢગલે, ધરતીમાત ગોદમાં,
“હું તો ફરી પાન બનીશ” કહેતા, કહેતા ગર્વ કરે,
ત્યારે,સ્નેહીપાનોમાંથી એક વૃધ્ધ કહેઃ
“અરે, ઓ, બાળક શાને તું ગર્વ કરે ?
અહી આપણે છીએ અનેક,હોય એવું ભલે,
કિન્તુ,ફરી પાન કોણ,એ તો ભાગ્ય જ કરે !
હવા આવતા ઉડી કોઈ દુર દુર જાશે,
તો, અગ્નદેવથી બળી,કોઈ ભષ્મ રે થાશે,
અરે, પ્રાણી ભોજન કરી,કોઈકનો અંત લાવશે,
એ તો,ભાગ્યશાળી જ ફરી વૃક્ષપાન રે બનશે “
આવી શાણી વાણી જ્યારે સાંભળી,
પીળા પાન ગર્વ ગયો રે પીગળી,
“ઓ, ઈશ્વર, તારી દુનીયા છે અતી ન્યારી,
જીવન જે મળ્યું, આભાર તારો,કરજે માફ ભુલો મારી, “
 
કાવ્ય રચના….ડીસેમ્બર, ૩, ૨૦૦૮         ચંદ્રવદન
 

બે શબ્દો

પાનખરની ઋતુ શરૂ થયાને પણ ઘણા દિવસો થઈ ગયા…અને એક દિવસ જ્યારે

ઘર બહાર વ્રુક્ષોને નિહાળતો હતો ત્યારે પીળા પાનો ખરીને ધરતી પર પડતા હતા.

એક પછી એક પાન ધીરે ધીરે હવામાં હલતું હલતું ધરતી પર પડતા એક પાનનો

ઢગલો થયો હતો…….આ દ્રશ્ય નિહાળી, આ કાવ્ય રચના થઈ તે મેં આજે એક

પોસ્ટરૂપે પ્રગટ કરી છે.

તમે ચંદ્રપુકારની સાઈટ પર પધારી, વાંચી, જરૂરથી તમારો પ્રતિભાવ આપશો

એવી આશા છે.

ચંદ્રવદન

ડિસેમ્બર 15, 2008 at 2:10 એ એમ (am) 12 comments

ચંદ્ર સુવિચારો…General Discussions on 4 SUVICHARO

 

 
 
 
 
 Temple after dark w crowd
 
 
 
                

 

(૧) ભક્તિ પંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુપ્રકાશનો લ્હાવો લ્યો.!

 

(૨) નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી.નાસ્તિક એની માન્યતામા રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે કિન્તુ એનો આત્મા પ્રભુતત્વનું કંઈક કહેતો જ રહે છે !

 

 

(૩) પ્રભુભક્ત એમ માને કે પ્રભુતત્વ જ સૌનો આધાર છે ! એ સંસારની માયા ધીરેધીરે છોડી પ્રભુતાને પામવા પ્રયાસ કરતો રહે છે !

 

(૪) સંસારી માનવી ‘હું પદ’માં રહી ‘હું કરૂ હું કરૂ’ એવા ભ્રમમાં રહી પ્રભુને ભુલે છે. જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ‘હું પદ’ આપોઆપ છુટે છે.

 

ફેબ્રુઆરી ૧૯,૨૦૦૮

 
 

     ચંદ્ર સુવિચારો

 

 

 

 

તારીખ ડીસેમ્બર, ૩, ૨૦૦૮ના રોજ ભક્તિમાર્ગ બારે પ્રથમ સુવિચાર પ્રગટ કર્યો અને એના માટે ૫ પ્રતિભાવો મળ્યા. સુરેશભાઈ જાનીએ કાવ્ય બદલે સુવિચારો પોસ્ટરૂપે પોસ્ટો મુકવા ભાર દર્શાવ્યો. પ્રજ્ઞાબેને પ્રતિભાવરૂપે લખ્યું કે “ખુબ સુંદર વિચાર” અને સાથે એક સુચન કર્યું ” ચંદ્ર સુવિચાર ને બદલે સંકલનકર્તા મુકો તો ? ” ત્યારબાદ, નિતાબેને ભક્તિને ભજન ગાવા/ સાંભળવામાં ભાર મુક્યો અને મુર્તિપુજામાં માનતા નથી એવું લખ્યું અમિતભાઈએ મુંબઈની પોસ્ટ બારે ઉલ્લેખ કર્યો અને અંતે, રમેશભાઈએ અંગ્રેજીમાં લખ્યું કે સારા વિચારો સૌને આનંદીત બનાવે છે………ત્યારબાદ, દીસેમ્બર ૪, ૨૦૦૮ના રોજ મુકેલા નાસ્તિક બારેના સુવિચાર માટે ૫ પ્રતિભાવો આવ્યા. પ્રથમ, પ્રજ્ઞાબેને વિગતે પ્રતિબાવમાં લખ્યું જેમાં અંતે વિવેકાનંદના શબ્દોમાં ” જુના ધર્મ પ્રમાણે, જે ઈશ્વરમાં માને નહી તે નાસ્તિક છે,,….અને, નવા ધર્મ પ્રમાણે, જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે ” નિતાબેને લખ્યું એનો સાર એ હતો કે” જે લોકોના હૈયા દુભાવે તે નાસ્તિક “અને, અમિતભઈના પ્રતિભાવમાં મુંબઈમાં બનેલી ઘટનાને ધ્યાનમા લઈ આંતકવાદીને નાસ્તિકનું સ્વરૂપ આપવામાં આવ્યું અને સાથે ” હનુમાન ચાલીસા “નો મહિમાનો ઉલ્લેખ કર્યો, અને અંતે, દક્ષાબેને વિચારને વધાવી જગતમાં ઘણા નાસ્તિક માનવીઓ છે એ માટે દુઃખ દર્શાવ્યું…………ત્રીજી પોસ્ટ દીસેમ્બર,૫. ૨૦૦૮ના દિવસે પ્રભુભક્ત બારે, અને પ્રથમ પ્રતિભાવ હતો પ્રજ્ઞાબેનનો જેમાં એમણે જીવન જીવવા / ભક્તિની ચાવી શ્રધ્ધા છે એવો અભિપ્રાય આપ્યો, અને સુરેશભાઈએ એમની સાથે સમ્મત થતા લખ્યું કેજીવનમાં કર્મ-ફળનૉ ત્યાગ કરી, કર્મો કરવા. અને, ત્યારબાદ, અતુલભાઈ જાનીએ અનેક શબ્દોમાં જે લખ્યું તેનો સાર હતો” પ્રભુને પામવા પહેલા, જીવન જીવતા, પોતાને (જીવને ) જગતને જાણવું અને પછી જગદીશને જાણવો”. ચીરાગભાઈએ ઉલ્લેખ કર્યો કે અસલ ઋષીઓ સંસારી જ હતા, અને અંતે,હેમાંગભાઈ નાણાવટીએ અંગ્રેજીમાં બે પ્રતિભાવોરૂપે જે લખ્યું તેનો સાર હતો ” ભક્તિપંથે જવા સંસાર છોડવાની જરૂર નથી “……….,ત્યારબાદ,ચોથો (૪ ) અને છેલ્લો સુવિચાર દીસેમ્બર, ૬, ૨૦૦૮ના રોજ પ્રગટ થયો જેના માટે બે પ્રતિભાવો–નટુભાઈએ પોસ્ટ વાંચવાને આનંદ દર્શાવ્યો અને રેખાબેને લખ્યું કે “બે શબ્દોજેમ સુર્યપ્રકાશ અંધકાર દૂર કરે તેમ “…હવે પછી બીજા પ્રતિભાવો હશે !

 

આ પ્રમાણે, ચાર સુવિચારો દ્વારા અનેક સાથે ચર્ચા થઈ……અને, અંતે તો, સંસારમાં રહેતા, રેહતા જ પ્રભુને કે પ્રભુતાને જાણવાનું કે સમજવાનું છે…..જ્ઞાન-માર્ગે જઈ, અંધકાર દૂર કરી અંતરની જાગ્રુતિ લાવી, કર્તવ્ય-પાલન કરતા જનકલ્યાણના કાર્યો કરી, કરેલા કાર્યો પ્રભુને અર્પણ કરતા, કાર્ય-ફળ ત્યાગ સાથે ધીરે ધીરે મોહ-માયામાંથી છુટકારો મળે છે અને અંતે, પ્રભુની કરી સમજ (GOD- REALIZATION ) પડે છે…એ જ ખરી પ્રભુભક્તિ !…….ચંદ્રવદન

  

 

 

ડિસેમ્બર 7, 2008 at 10:48 પી એમ(pm) 6 comments

ચંદ્ર સુવિચારો

 

  
  ચંદ્ર સુવિચારો
 
સંસારી માનવી ” હું પદ “માં રહી, “હુંકરૂં, હું કરૂં “એવા ભર્મમાં રહી, પ્રભુને ભુલે છે…..જ્યારે એને એની મુર્ખતાનું ભાન થાય છે ત્યારે એનું ” હું પદ ” આપોઆપ છુટે છે !
 

બે શબ્દો

તમે સૌએ આ પોસ્ટ તેમજ આગળની ત્રણ પોસ્ટો વાંચવા  તમારા સમયનો ભોગ આપ્યો
એ મારા માટે ઘણી જ ખુશીની વાત છે……તમે આ ચાર પોસ્ટો વાંચી એક પ્રતિભાવ તો
જરૂરથી આપશો…..આપશો ને ?
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !

ડિસેમ્બર 6, 2008 at 9:52 પી એમ(pm) 2 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031