ઝરણા -2

ભક્તિભાવના ઝરણા -2
         જમના તીરે કાનો રમે !
જમના તીરે ગોપ સંગે કાનો રમે,
એ તો રમતો રમતો મારૂ હૈયું હરે,મારૂ હૈયુ હરે….(ટેક)
રમતાં રમતાં દડો જમનામાં રે જાય,
દડાને કોણ હવે લેવા રે જાય,
                                જમના તીરે…. (૧)
દડો લેવા નથી કોઈ રે તૈયાર,

મુંઝવણ અતી સૌ બાળ હૈયે રે થાય,

                                જમના તીરે…. (૨)

દડો ફેંકનાર ને સૌ રે ખીજવાય,

અને, કાનો છાનો છાનો હસતો રે જાય,

                                 જમના તીરે….(૩)

કાનાએ દડો લાવવા લીધી રે બાજી,

એ જાણી સૌ બાળ-ગોપો તો બની ગયા રે રાજી,

                                 જમના તીરે…. (૪)

કાનો ના દેખાય ફરી અને સમય તો વહી રે જાય,

જશોદા મૈયાને શું કહીશુ, એવી ચિંતા ઘણી રે થાય,

                                  જમના તીરે….(૫)

કાનો જમના મૈયાની ગોદમાં શું રે કરતો હશે ?

એવા વિચારો સિવાય સાથીદારો બીજું શું રે કરે ?

                                  જમના તીરે…. (૬)

જમનાની ગોદમાં દડો તો કાળીનાગ રે પાસે,

નાગણ પાસે કાનો દડો રે માગે,

                                   જમના તીરે…. (૭)

નાગણ કહે હમો સ્વામીને ના રે જગાડીએ,

જાગશે તને મારશે તો મબાળહત્યા હમોને રે લાગશે,

                                   જમના તીરે…. (૮)

કાનો તો નાગને જગાડવા હઠ રે પકડે,

નાગણ હઠ છોડાવવા કાનાને વિનંતીઓ રે કરે,

                                   જમના તીરે… (૯).

કાનો હઠ ના છોડે રે જ્યારે,

નાગણ નાગને જગાડે છે ત્યારે,

                                   જમના તીરે…. (૧૦)

કાનાએ કાળીનાગ સંગે યુધ્ધ રે કર્યું,

અંતે નાગની હાર,પરિણામ એવું રે આવ્યું,

                                   જમના તીરે…. (૧૧)

નાગણ અપરાધ કાજે ક્ષમા રે માંગે,

શેષનાગને કાનો તો આયુષ્ય રે આપે,

                                   જમના તીરે…. (૧૨)

દડો લઈ કાનો જમના બહાર રે આવે,

સૌના હૈયે એ તો અતી આનંદ રે લાવે,

                                    જમના તીરે… (૧૩).

ચંદ્ર કહે, જમના કિનારે રમવાનો કાનાએ વ્હાલા લીધો,

અને મારા વ્હાલાને “કાળીનાગ નાથીઓ” નો બીરદ લીધો,

                                     જમના તીરે…. (૧૪)

કાવ્ય રચના:

જુન ૨, ૧૯૯૧

                        રૂદન કરવા હવે ફૂરસદ નથી

જીંદગી તો જીવવી રહી,

            રૂદન કરવા હવે ફૂરસદ નથી…..(ટેક)

ગરીબી તો પ્રેમથી સ્વીકારી,

છતાં અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

           મારી હાલત પર એક હસી આવી,

           રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

                                 જીંદગી તો…. (૧)

ભુખે પેટે નોકરી સ્વીકારી,

છતાં, અમીરોએ ઠોકર મારી,

આવી જીંદગી જીવતા,

           મારી હાલત પર એક હસી આવી,

           રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

                                 જીંદગી તો…. (૨)

બે હાથ રહ્યા મારા ખાલી,

છતાં એમાં અમીરોએ ફકત નિરાશા ભરી,

આવી જીંદગી જીવતા,

           મારી હાલત પર એક હસી આવી,

           રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

                                 જીંદગી તો…. (૩)

નિરાશા-ભર્યું જીવન પણ સ્વીકારી લીધું,

છતાં, અમીરોએ અપમાન કરી દીલ ઘાયલ કર્યું,

 આવી જીંદગી જીવતા,

           મારી હાલત પર એક હસી આવી,

           રૂદન કરવાં હવે ફૂરસદ નથી,

                                 જીંદગી તો…. (૪)

હૈયું મારૂ ઘાયલ થયું ભલે,

જીવનની વેદનામાં ફક્ત ભક્તિ-નીર મુજને મળે,

જે નીરમાં ‘ચંદ્ર’ સ્નાન કરતો રહે,

અમીરોને વંદન કરી એ તો હરિને મળે,

                                   જીંદગી તો…. (૫)

કાવ્ય રચના:

જુન ૭,૧૯૯૧

                       સંસારનો ગીતા પાઠ

જરૂર નથી સંન્યાસની તને,

ગીતા પાઠ મળશે સંસારમાં તને……. (ટેક)

ગીતાપાઠમાં કર્તવ્ય-પાલન રહ્યું,

શ્રી ક્ર્ષ્ણે જેને પાને પાને કહ્યું,

કર્તવ્ય-પાલન આવું સંસારમાં તે જો કર્યું

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૧)

જન્મ લેતાં,માત-પિતા મળ્યા તને,

સેવા કરી, તેં રાજી કર્યા એમને,

જે થકી કર્તવ્ય-પાલન તેં કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૨)

પરણતા તને પત્નિ મળી,

પતિરૂપે ફરજો તે તો બજાવી,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૩)

સંતાનો પ્રભુક્રુપાથી મળ્યા તને,

પિતારૂપી પ્યાર આપી રહ્યો તું જેને

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૪)

જગમાં મનુષ્ય દેહ મળ્યો તને,

માનવી બની તેં સ્નેહબંધને બાંધી દીધા સૌને,

જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,

જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૫)

  

સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,

કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,

જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,

                      શીખી લીધો…જરૂર નથી….(૬)

કાવ્ય રચના:

જુન ૮,૧૯૯૧

                            

                                     નાનો એક બાળક

નાનો એક બાળક,

જોઈ છે મને શું રે થતુ હશે એને?…..(ટેક)

નાનો એક બાળક,

એના મુખડે હસી,

જરૂર, એના દિલડે દુનિયાની ખુશી,

                 નાનો એક બાળક…. (૧)

નાનો એક બાળક,

એ તો આનંદથી રમે,

એ દ્રશ્ય કોને ન ગમે ?

                  નાનો એક બાળક… (૨)

નાનો એક બાળક,

પ્રેમ છે એના હૈયે,

જે પ્રગટ સૌને કરતો રહે,

                 નાનો એક બાળક… (૩)

નાનો એક બાળક,

જે કંઈ એ કહે,

એમાં ફક્ત નિર્દોષતા વહે,

                 નાનો એક બાળક… (૪)

મારે તો થાવુ નાના એક બાળક જેવુ,

પ્રભુજી, ચંદ્રે તો તને એટલુંજ કહેવુ.

કાવ્ય રચના:

જુન ૯,૧૯૯૧

                           મારા હ્રદયના પ્રભુજી

પ્રભુજી, મારા હ્રદયના આંગણે ક્યારે આવશો તમે ?

પ્રભુજી, મારા હ્રદય આંગણે આવી,

              ક્યારે હ્રદયદ્વાર માંરા ખોલશો તમે ?

પ્રભુજી મારા હ્રદયદ્વાર ખોલી,

              ક્યારે હ્રદયમાં બિરાજશો તમે ?

પ્રભુજી મારા હ્રદયમાં બિરાજી,

              ક્યારે આપની ક્રુપા વરસાવશો તમે ?

ચંદ્ર કહે, પ્રભુજી તમે તો મારા હ્રદયમાં આવી ગયા,

              હવે હંમેશા હ્રદયમાં રહેશો તમે,

              બસ આટલી દયા કરજો તમે.

કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

                        બાળ હું તો તારો !

પ્રભુજી, બાળ હું તો તારો,

                         દે જે મુજને એક સહારો….(ટેક)

આ માનવ જન્મ છે મારો,

એનો ઉપકાર છે તારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

કરજે દયા ઓ રે પ્રભુજી…..

                           પ્રભુજી, બાળ…. (૧).

સંસારમાં ના દેખી શકુ કિનારો,

ભુલો પડ્યો છે આ બાળ તમારો,

દીનદયાળુ ઓ રે પ્રભુજી,

બતાવજે મારગડો, ઓ રે પ્રભુજી….

                            પ્રભુજી બાળ….. (૨)

આ જગમાં ના આવે કાંઈ આરો,

લાચાર છે આ બાળ રે તારો,

દીનદયાળુ, ઓ રે પ્રભુજી,

પકડજો હાથ જ મારો, ઓ રે પ્રભુજી…

                             પ્રભુજી બાળ….. (૩)

ચંદ્ર કહે, આટકી વિનંતી સાંભળજે, દીનદયાળુ ઓ રે પ્રભુજી,

શરણ તારૂ દેજે, આ બાળ છે દાસ તમારો, ઓ રે પ્રભુજી,

                             પ્રભુજી, બાળ…..(૪)

કાવ્ય રચના

જુલાઈ ૪,૧૯૯૧

                        પ્રભુ-કલ્પના

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ !

ચતુરભુજ વિષ્ણુ કહું,

હે જટાધારી શંકર કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૧)

મીરાના ગીરધારી કહું,

કે નરસૈયાના સ્વામી કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૨)

તુલસી-કબીરના રામ કહું,

કે સુરદાસના ક્રષ્ણ કહું ?

કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૩)

ધરતીના નદી-પર્વત કહું,

કે ઠંડી પવનની લહેરે કહુ ?

 કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૪)

ગગનનાં સુર્યદેવ કહુ,

કે ચંદ્ર-તારલા કહુ ?

 કલ્પના કેમ કરૂ ?

પ્રભુ,તું કોણ રે,એ તો બતાવ એ તો બતાવ… (૫)

ચંદ્ર જીવી રહ્યો છે આ કલ્પના સાથે,

આતુર છે મનડું એનું, પ્રભુ તારા દર્શન કાજે.

કાવ્ય રચના

                 જુલાઈ ૪,૧૯૯૧

                                             બાળ રામજી નાચે

ધૂમક ધૂમક બાણ રામજી નાચે,

એ જોઈને મારા હૈયે આનંદ આવે, આનંદ આવે….(ટેક)

રામજી નાચે અને પલમાં દૂરજ ભાગે,

દોડે રાજા દશરથ પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

                               ધૂમક ધૂમક…. (૧)

રામજી નાચે અને પલમાં એ તો માતાની નજીક આવે,

દોડે રાણી કૌશલ્યા પકડવા કાજે,

પણ…રામજી તો હાથ ના આવે…

                                ધૂમક ધૂમક….. (૨)

રામજી નાચી થાક્યા હોય એવો ભાસ કરે,

રાજા દશરથ દોડીને પકડી એને બાહોમાં મુકે,

પણ…ત્યારે ચાંદો લાવી દેવા રામજી હઠ કરે…

                                 ધૂમક ધૂમક…. (૩)

રામજી નાચી ફરી, અતિ રૂદન કરે,

કૌશલ્યાજી રામજીને લઈ છાતીએ ચાંપે,

એ…જી…થાળમાં પાણી મુકી રામજીને ચાંદોરે આપે,

                                  ધૂમક ધૂમક…. (૪)

અરે અતિ ખુશ છે બાળ રામજી મારો હવે,

દ્રશ્ય એવું નિહાળી, ચંદ્ર તો ધૂમક ધૂમક નાચે હવે.

                  કાવ્ય રચના: જુલાઈ ૪,૧૯૯૧

                                    મોહન મારા

મોહન મારા, મોહન મારા,

મોહન, હું તો તને નારે જાવા દઉ,

                        નારે જાવા દઉ…(ટેક)

મોહન, તુજ ને ઘરમાં હું તો રાખુ,

ઘરમાં તારી પ્રેમપુજા રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ,નારે જાવા દઉ

                            મોહન મારા… (૧)

મોહન, તુજ ચરણે પુષ્પો હું તો રાખુ,

ઘરમાં ભાત-ભાતની રસોઈઓ રે કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

                            મોહન મારા… (૨)

મોહન, તારે કાજે ગાદી તકીયા હું તો લાવુ,

ઘરમાં સુવા માટે પોચુ આસન કરૂ,

મોહન, હું તો તને નારે જાવા દઉ, નારે જાવા દઉ

                            મોહન મારા… (૩)

ચંદ્રના મનડે છે મોહનપ્યારો,

હવે લાગે છે, આ સંસાર ખારો,

                            મોહન મારા… (૪)

કાવ્ય રચના

                 જુલાઈ ૪,૧૯૯૧

             જય મોહન પ્યારાની આરતી

જય મોહન પ્યારા, જય મોહન પ્યારા,

આરતી કરૂ છું, ઓ નટવર લાલા(2)….(ટેક)

દેવકી કુળે મથુરામાં પ્રભુજી પધારે,

વાસુદેવજી તો ગોકુળીએ લાવે,

એ…જી ધન્ય છે ધરતી…

એ….જી ધન્ય છે ધરતી, જ્યાં પ્રભુજીએ જન્મ જ લીધો

                          જય મોહન…. (૧)

માત જશોદાજી કાનાને અતી વ્હાલ કરે,

નંદજીના હૈયેથી અતી આનંદ વહે,

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ…

એ…જી ધન્ય છે ગોકુળીયુ ગામ, જ્યાં બાળ-પ્રભુજી રે રમે

                           જય મોહન…. (૨)

જગમાં લીલા પ્રભુજી તારી,

દુ:ખીઓના છે તું બલીહારી,

એ…જી ધન્ય છે માનવ,

એ…જી ધન્ય છે માનવ, જેણે ભાવથી પ્રભુપુજન રે કીધું

                            જય મોહન…. (૩)

ચંદ્ર કહે, ભાવથી કરૂ હું આરતી તારી,

મોહન, સ્વીકારજે આ આરતી મારી,

                            જય મોહન…. (૪)

કાવ્ય રચના

                 જુલાઈ ૫,૧૯૯૧

                                  

   

                   ફૂલોની મહેફીલ

અરે, આ તો ફૂલોની મહેફીલ રહી,

જ્યાં વાતો અનેક થઈ રહી,…. (ટેક)

એક ગુલાબ ફૂલ ગર્વથી કહે,

“હું તો રાજ મહેલે ગયો હતો,

મુજ સુંદરતા નિહાળી, રાજા અતિ ખુસીશી હતો”

                             અરે આ તો…. (૧)

એવું સાંભળી, ચંપાનુ ફૂલ મલકાતું કહે,

“રાજ મહેલ મેં પણ જોયો હતો,

રાણીની વેણીમાં ભાગ મારો હતો,”

                              અરે આ તો…. (૨)

ચુપચાપ બધુ બાસમાસી ફૂલ સાંભળી રહે,

અભિમાનથી ગુલાબ ચંપા જે ને કહે,

“બાસમાસી, કેમ બોલતા નથી ?

કહેવાને કાઈ વાતો નથી ?”

                               અરે આ તો…. (૩)

ત્યારે નમ્રતાથી બાસમાસી કહે,

“મંદિરે જાઉં મારે, રાજમહેલો મને નહી કામના,

વંદન કરી પ્રભુચરણો પડુ, જપુ મંત્રો હરિનામના”

                                અરે આ તો…..(૪)

ચંદ્ર કહે, મહેફીલે અભિમાન ભ્ર્યું હોય જ્યાં,

નથી રૂપ કે મહેકની કિંમત રહી ત્યાં,

                                 અરે આ તો….(૫)

કાવ્ય રચના: જુલાઈ ૫,૧૯૯૧

                 પ્રભુજી પ્રાણલો મારો

પ્રભુજી, તું રે પ્રાણલો મારો,

તારા વિના આ દેહલો છે નકામો (2)……(ટેક)

માટીની આ કાયા મારી,

એમાં તું જો ના હોય…

તો, એ મારી નકામી,

                         પ્રભુજી તું રે…… (૧)

મારા મનડે તેજ છે તારૂ,

એમાં તું જો ના હોય…

તો, એ ચંચળ મનડુ નકામુ,

                          પ્રભુજી તું રે…… (૨).

મુજ હૈયામાં નામ એક જ તારૂ,

એમાં તું જો ના હોય….

તો, એ હૈયું નકામુ,

                           પ્રભુજી તું રે….. (૩)

મુજ શ્વાસો-શ્વાસો છે રામજી મારા,

એમાં તું જો ના હોય…

તો, એ શ્વાસો નકામા,

                           પ્રભુજી તું રે….(૪)

ચંદ્ર કહે, મારા કાને પ્રભુનામના સુર વહે,

પ્રભુ દર્શન કાજે, હવે નયના મારી તલસી રહે.

કાવ્ય રચના

                 જુલાઈ ૬,૧૯૯૧

                  સ્વરગમાં પણ આવું થાય ખરૂ ?

કહે સૌ અમેરીકામાં સ્વર્ગ રહ્યું,

અમેરીકામાં રહેતા, મનડું મારૂ પુછી રહ્યુ,

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)……(ટેક)

સુરજ પ્રકાશે દિવસ હસતો રહે,

ઠંડા પવનની લહેરે વહેતી રહે,

અ…ર…ર..આ શું રે થયું ?

અચાનક વંટોરીયાને કેમ દર્શન દેવું પડ્યું ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

                                    કહે સૌ,… (૧).

ચાંદલીયા પ્રકાશે રાતલડી હસતી રહે,

શાંત વાતાવરણમાં તારલીયા પ્રકાશી રહે,

અ…ર…ર… આ શું રે થયું ?

અચાનક ધરતીકંપને કેમ પધારવુ પડ્યુ ?

સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

                                    કહે સૌ,… (૨)

રાત-દિવસ ગગનમાંથી મેઘ વરસતો રહે,

ધરતી પર મીઠી ઠંડક કરતો રહે,

અ…ર…ર… આ શું રે થયુ ?

અચાનક નદીઓને કેમ રેલરૂપી સ્વરૂપ લેવું પડ્યુ ?

 સ્વર્ગમાં પણ આવું થાય ખરૂ ? (2)

                                    કહે સૌ,…. (૩)

ચંદ્ર કહે, ઓ માનવી, સ્વર્ગ સ્વર્ગ તું જે કહે,

એ સ્વર્ગ તો તારા દીલમાં રહે.

                  કાવ્ય રચના: જુલાઈ ૬,૧૯૯૧

                                પલભર પ્રભુ દર્શન

ઓ રે પ્રભુજી મારા, ઓ રે પ્રભુજી મારા,

કરવા છે દર્શન પ્રભુજી તારા (2)…..(ટેક)

અરે, દેખી આ દુનિયા રે તારી,

અહી તો હર ચીજ છે આની-જાની,

એ ચીજો મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

                              ઓ રે પ્રભુજી… (૧)

અરે, અહીં તો માયાજાળ છે તારી,

સ્નેહ-બંધનોમાં વહે આ જીંદગી મારી,

એ જીંદગી મારે શી કામની ? (2)

માટે, અરજ છે એક મારી,

પલભર દર્શન કાજ, હશે દયા એક તારી,

                              ઓ રે પ્રભુજી… (૨)

અરે, હવે તો થાશે મારી જીંદગી રે પુરી,

તુંજ દર્શન વીના એ જીંદગી રહેશે અધુરી,

આવી માનવ જીંદગી શી કામની ? (2)

માટે, ચંદ્ર-અરજ પ્રભુજી તમે સાંભળો,

દયા કરી દર્શન દેવા તમે વ્હેલા આવજો,

                              ઓ રે પ્રભુજી…. (૩)

કાવ્ય રચના

                 જુલાઈ ૨૭,,૧૯૯૧

                               પ્રભુજી ને વંદન

અરે, ઓ જગ સર્જનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧)

અરે, ઓ જગન્નનાથ, વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૨)

અરે, ઓ પરમાત્મા વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૩)

અરે, ઓ અંતરયામી, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૪)

અરે, ઓ સર્વશક્તિમાન, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૫)

અરે, ઓ પાલનહાર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૬)

અરે, ઓ દયાસાગર, વંદન સ્વીકારજો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૭)

અરે, ઓ દુ:ખભંજના, વંદન સ્વીકારજો મારા,

 બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૮)

અરે, ઓ સર્વવ્યાપી, વંદન સ્વીકારજો મારા,

 બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૯)

અરે,ઓ વ્હાલા,વિષ્ણુ-મહેશ તુંહી એક,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૦)

અરે,ઓ રામ ક્રષ કે ખુદા સહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૧).

અરે,ઓ દેવ દાનવ કે માનવ તુંહી,વંદન સ્વીકારો મારા,

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૨)

                                 અરે,ઓ પશુપક્ષી કે વ્રુક્ષમાં વસનાર તું,વંદન સ્વીકારો મારા, 

                                 બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

                                 જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૩)

                                 અરે,ઓ પાણી પથ્થર કે માટી એ બધું તું,વંદન સ્વીકારો મારા, 

                                 બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

                                 જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા…. (૧૪)

અરે,ઓ જગમાં જોયું નાજોયુ,સર્વમાં તું જ છે, વંદન સ્વીકારો મારા, 

બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૫)

                        અરે,ઓ સકળ બ્રહ્માંડમાં તુજ એક તુંજ એક,વંદન સ્વીકારો મારા, 

                        બસ, આટલું કરજો પ્રભુજી, વંદન સ્વીકારજો મારા,

                        જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા….. (૧૬)

                        ચંદ્ર કહે, ભલે તું તો કરતો રહ્યો,

                        ભક્તોને સહાય તું તો કરતો રહ્યો

 જય પ્રભુજી મારા, જય પ્રભુજી મારા,

 વંદન સ્વીકારજો મારા…. (૧૭)

                         કાવ્ય રચના

          જુલાઈ ૨૮,૧૯૯૧

         જલીયા, લાજ મારી તેંતો રાખી

મારા હૈયાની પુકાર સાંભળી,

         જલીયા, લાજ મારી તેં તો રાખી(2)….(ટેક)

ભણતા, ભણતા નાની ચીજો માટે,

બોલાવ્યો મેં તો તને સહાયતા કાજે,

એ…જી…આ બાણ સહારે આવી,

જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

                                   મારા હૈયાને…. (૧)

મોટો થયો છતાં, બાળ હું તો રહ્યો તારો,

ગોરૂજી કહી, હાથ મેં તો પકડી લીધો છે તારો,

એ…જી… આ શિષ્ય સહારે આવી,

 જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

                                   મારા હૈયાને…. (૨)

ગઈ કાલે લક્ષ્મી માટે જરૂરત હતી મારી,

દાસ બની, કરી પ્રાર્થના, નામ તારૂ હૈયે ધરી,

એ…જી… આ ભકતને સહારે આવી,

 જલીયા, લાજ મારી તેં તો રાખી (2)

                                   મારા હૈયાને…. (૩)

ચંદ્ર કહે, હું તો જલીયા નામે જીવી રહ્યો,

અને, જલીયા નો મહીમા સૌને કહે તો રહ્યો,

                                    મારા હૈયાને…. (૪)

 

કાવ્ય રચના

ઓગસ્ટ ૫, ૧૯૯૧

                   આજે જે થયું !

આજે જે થયું એની કોને ખબર હતી ?

એથી જે પ્રભુ કરે એમાં ખુશી હતી….(ટેક)

સવારે ઉઠતાં, કમુ બેડમાં નથી,

એ તો નીચે વાડામાં હતી,

બારીમાંથી નજર મેં કરી,

તો જોયું, સ્વીમીંગ પુલની સાફસુફી થઈ રહી,

હવે પછી શું થશે એની કોઈને ખબર ન હતી,

                          આજ જે થયું…. (૧)

સવારની ચાહની વાટ જોતાં,

ઘરમાં છાપું વાંચતા,

અચાનક કમુની બુમ સાંભળી,

રૂપા સાથે બહાર હું દોડી ગયો,

જે જોયું એની કોઈને ખબર ન હતી,

                          આજ જે થયું…. (૨)

પુલમાં ક્લોરીન નાંખતા,

ક્લોરીન ગયું કમુની આંખમાં,

રૂપા નારાજ બની,

મારા મોખડે શબ્દો નથી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

                            આજ જે થયું…. (૩).

કમુ ઘરમાં રે આવી,

પાણીથી આંખ ધોતી રહી,

વંદના બેટી ડોક્ટર પાસે જવા કહે,

મારૂ ડોક્ટર પણું છુપાયું રહે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

                            આજ જે થયું….. (૪)

પોઈજન સેંન્ટરે મેં ફોન કર્યા,

ઈલાજ જાણી કંઈક સંતોષ થયો,

છતાં ફારમસીમાં જઈ,

આંખની દવા લાવવી રહી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

                            આજ જે થયું….. (૫)

કમુ દુ:ખ સહન કરતી રહી,

દીલ દુભાય પણ મુખે શબ્દો નથી,

આંખે દવા મુકી જ્યારે,

કંઈક ઠંડક થઈ ત્યારે,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

                            આજ જે થયું….. (૬)

સમય વહેતો રહે,

આંખની દર્દ-પીડા ઓછી રહે,

કમુની દ્રષ્ટિને કંઈ ઈજા નથી

એવું જાણી, ખુશી સૌને હતી,

આ, જે કંઈ થયું અની કોઈને ખબર ન હતી,

                            આજ જે થયું….. (૭)

આ એક દુ:ખભરી ઘટના બની,

જે કુટુંબી-પ્રેમ સહીત સૌને નિકટ લાવી,

અરે, પ્રભુને યાદ કરવાની એક તક મળી,

એથી, ચંદ્ર કહે જે થયું એમાં પ્રભુ ઈચ્છા હતી,

                             અઅજ જે થયું… (૮)

કાવ્ય રચના

જુલાઈ ૨૮, ૧૯૯૧

               

                 જલીયા, નામની લગની

લગની લાગી રે, લગની લાગી,

જલીયા લગની લાગી છે તારા રે નામની (2)….(ટેક)

સવારે ઉઠતાં, મારા મનડે નામ જ તારૂ,

એ પછી, કર્યું કામજ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

                                લગની લાગી રે…. (૧)

ભોજન કરતાં પહેલા, મારા મુખે નામ જ તારૂ,

એ પછી ખાધુ અન્ન જ મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

                                લગની લાગી રે…. (૨)

સાંજે સુતા પહેલાં, મારા હૈયે નામ જ તારૂ,

એ પછી, પોઢે આ દેહ પીંજર મારૂ,

એ…જી…વ્હાલા, લગની લાગી છે તારા રે નામની

                                લગની લાગી રે…. (૩)

ચંદ્ર જાગતા જાગતા જલીયાનું નામ જપે,

વળી,નિંદર-સ્વપને જલીયાના દર્શન કરતો રહે,

                                 લગની લાગી રે… (૪)

કાવ્ય રચના

ઓગસ્ટ ૭ , ૧૯૯૧

                 

 

                    પ્રભુ પ્યારા

પ્રભુ પ્યારા પ્રભુ પ્યારા,

વંદન સ્વીકારજો મારા (2)….(ટેક)

સુંદર મુખડુ જોતા તારુ,

હરખાયું મનડું મારૂ….

                  પ્રભુ પ્યારા…. (૧)

શોભે પુષ્પો કંઠે તારા,

શોભે કુંડળ કાને તારા….

                  પ્રભુ પ્યારા…. (૨)

પ્રેમથી દર્શન તરતા તારા,

ગુણલા હું તો ગાવું તારા…

                   પ્રભુ પ્યારા… (૩)

માગ્યુ એવું તમે આપી,

કર્યા હમોને તમે રાજી…

                   પ્રભુ પ્યારા…(૪)

ચંદ્ર તો પ્રભુ ચરણે પડે,

સાથે એ તો વંદન કરતો રહે….

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

              દયા કરો મેરે સ્વામી

દયા કરો, દયા કરો,

દયા કરો મેરે સ્વામી….

આજ રોજ ફરી દયા કરી,

સુણજો પુકાર આ મારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી વિશ્વતણા,

ઉપકાર મેં તો જોયા ઘણાં,

આજ રોજ ફરી દયા કરી,

સંકટ લેજો હણી….

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, છે આ દુનિયા તારી,

હર જીવોના આપ જ રક્ષણકારી,

આજ રોજ ફરી દયા કરી,

લેજો એક જીવને ઉગારી,

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

અરે ઓ સ્વામી, જીવવાની આશાઓ એની,

ના તોડો એ જીવન દોરી એની,

આજ રોજ ફરી દયા કરી,

દેજો સૌને આનંદ, કુંજવિહારી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

દયા કરો, દયા કરો, મેરે સ્વામી,

દાસ ‘ચંદ્ર’ વિનવે તુજને અંન્તર્યામી…

દયા કરો, દયા કરો, દયા કરો, મેરે સ્વામી

કાવ્ય રચના

ઓગસ્ટ ૨૧, ૧૯૯૧

                 આ કાયા

આ કાયા દીધી તારી, એ નથી મારી,

કાયામાં મુક્યો તે આતમ જીવડો, એ ચાલ જરૂર તારી,

પ્રભુ, શા માટે આ બધું કર્યુ,

કારણ કંઈ નથી સમજાતું મને….(ટેક)

મુખડુ મારૂ હસતું રહે,

વળી, એ જ મુખડું ક્રોધીત બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

                          આ કાયા….. (૧)

હસતા હસતા, નયના આનંદ સહીત ચમકે,

ક્રોધથી એ જ નયના અંગારા જેમ બને,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

                          આ કાયા….. (૨)

કાનથી મીઠુ સાંભળી, હૈયુ નાચી ઉઠે,

ક્રોધમાં એ જ કાને કડવા શબ્દો સાંભળવા મળે,

 પ્રભુ, શા માટે એવું બને ? (2)

                          આ કાયા….. (૩)

સતકર્મના પંથે, હાથોથી કંઈક પુન્ય કાર્યો થયા ખરા,

ક્રોધમાં એ જ હાથે પાપો થયા ઘણા મારા,

પ્રભુ, શા માટે એવું બને ? (2)

                          આ કાયા….. (૪)

જગતમાં જે થઈ રહ્યુ, ચંદ્રને કાંઈ નથી સમજાતુ,

પ્રભુજી, હવે તો કારણ એનું કહેવું રહ્યુ.

કાવ્ય રચના

ડીસેમ્બર ૧, ૧૯૯૧

                   હું કોણ ?

હું કોણ ? હું કોણ ?

હું કોણ એની ખબર નથી,

હું તો જગતમાં કાંઈ નથી,

“તું” છે તો “હું” છુ અહીં,

“તું જ એક, તું જ એક” એવું કહીશ જગમાં અહી,

                          હું કોણ ? હું કોણ ?

                          હું કોણ એની ખબર નથી… (૧)

આ જગમાં નથી કાંઈ “મારૂ”

“જે છે” તે બધુંજ છે”તારૂ”

“મારૂ છે” કહેવા અધીકાર મુજને નથી,

તો, થયું બધુ “તારૂ” ન રહ્યુ કાંઈ “મારૂ”,

કહીશ હવે હું, “બધુ તારૂ બધુ તારૂ”

                          હું કોણ ? હું કોણ ?

                          હું કોણ એની ખબર નથી… (૨)

ચંદ્ર કહે, થયુ આત્મજ્ઞાન મુજને હવે,

પ્રભુના અંશરૂપે “હું” પણ “તું” જ છે,

આથી “તું” અને “હું” એક જ છે,

“હું” હવે નથી જ રહ્યો,

“હું પણ” નો ગર્વ મારો ભાગી ગયો,

જેમ,દુધમાં સાકર પીગળી દુધમાં મળે,

અને “હું કોણ” નો ભેદ અંતે મુજને જડે.

કાવ્ય રચના

ડીસેમ્બર 3૧, ૧૯૯૧

               મેઘ વરસે, મેઘ વરસે

મેઘ વરસે, મેઘ વરસે….(ટેક)

આપ આવો ક્યાંથી ? એવું ધરતી પુછે,

ત્યારે મેઘ કંઈ:

વાદળીઓ મને લાવે, મને લાવે,

પુછો વાદળીઓ કેમ મુજને લાવે?…મેઘ વરસે… (૧)

ધરતી વાદળીઓને પ્રશ્ન કરે,

આપ આવો ક્યાંથી? જરા કહોને મને,

સમુદ્રમાંથી હું તો બની

પુછો સમુદ્રને કેમ મુજને કરી ?… મેઘ વરસે…. (૨)

ધરતી સમુદ્રને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્ય તેજે એ તો બની,

સુર્યદેવને તમે પુછો જરી…..      મેઘ વરસે…. (૩)

ધરતી સુર્યદેવને પ્રશ્ન કરે,

વાદળીઓ કેમ તમે બનાવી ?

સુર્યદેવ ત્યારે હસીને કહે,

અરે, ધરતીમાતા, અરે ધરતીમાતા મારી,

બધુંજ થયુ છે તમારે કાજે, ઓ માત મારી,

તાપ આપી તને ઘણી તપાવી,

મેઘ લાવી તને જરા ઠંડક આપી,

જે થકી અન્ન-પાણી અને જીવીત જીવો બધા

તારા જ હર્ષ માટે જાણે સૌ હતા સદા,.. મેઘ વરસે… (૪)

સાંભળી બધુ, ધરતીમાતા જ્યારે શાંત હતા,

ત્યારે માતાને ચંદ્ર-શબ્દો આવા હતા,

મેઘને મેઘદેવ કે સુર્યને સુર્યદેવ કહો,

પ્રભુ:શક્તિ સ્વરૂપે પ્રભુજી જાણી એમને સ્વીકારો,

એવો સ્વીકાર કરતા, ઓ માત મારી,

સમાય જાઓ પ્રભુમાં તમો, ઓ માત મારી,

બસ, હવે ચંદ્ર ધરતી પર નાચે,

અને સૌને પ્રભુશક્તિના રંગ થી રંગે.

કાવ્ય રચના:

માર્ચ ૨૬,૧૯૯૨

               પ્રભુ હું બાળ તારો

પ્રભુ હું બાળ તારો,

                   પકડ જે તું હાથ મારો….(ટેક)

આવી ગયો છું હું પાસ તારી,

સંભાળ તું રાખજે મારી,

ક્રુપા કરી, સંભાળજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

                      પ્રભુ, હું બાળ તારો…. (૧)

જીવનમાં તઈ ભુલો ઘણી મારી,

છતાં ખીજ ના હતી તારી,

ક્ષમા કરી માર્ગ દેજે હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

                      પ્રભુ, હું બાળ તારો…. (૨)

સંસારની માયાજાળમાં હું તો ફસાયો,

છટકવા રસ્તો મુજને નથી મળતો,

દયા કરી, ઉગારી લે જે, હવે તું,

બસ, આટલું માંગી રહ્યો છુ ઓ રે પ્રભુજી…

                      પ્રભુ, હું બાળ તારો…. (૩)

પ્રભુએ પ્રેમથી ચંદ્રનો હાથ પકડી લીધો હવે,

ચંદ્ર-માંગ પુરી થઈ, નથી રહી મુંજવણ હવે.

કાવ્ય રચના:

માર્ચ ૨૮,૧૯૯૨

                   સમય

નથી મને કોઈ બંધન, સમય છુ હું,

વર્તમાન, ભુતકાળ અને ભવિષ્યનું પણ જાણુ હું,

હું તો સમય, હું તો સમય…(ટેક)

રામાયણ, મહાભારત અને અનેક યુધ્ધો સમાયા મુજમે,

રામ ઔર ભરી નદીનો વહી મુજમે,

કથા મારી સાંભળી, જગતને જાણીલે,

                                     બીજું શું કહુ તુજને ?

                                     નથી મને…. (૧)

હરીશચંદ્ર, દશરથ અને જનક જેવા રાજાઓ થઈ ચાલીગયા,

મહાન વ્યક્તિ સ્વરૂપે જીવી એ સૌ જગત છોડી ગયા,

એ સૌ આજે ના રહ્યા, છતાં, હું તો રહ્યો અને રહીશ બસ,

                                         એટલુ કહીશ તુજને,

                                              નથી મને ..(૨)

વ્યાસ-વાલમીકી કે વિશ્વમિત્ર રૂપે ઋષિમુનીઓ તું જાણ,

પ્રભુચિંતન કરી, ગયાન-ગંગામાં એ સૌએ કર્યુ સ્નાન,

મારી નજરમાં એમનુ જીવન વહી ગયુ,

માનવી, હવે તો પહેચાન મુજને,

                                       બીજુ કાંઈ કહેવુ નથી

                                             નથી મને .. (૩)

આજે સમય છે, જરૂર કાલે પણ સમય હશે,

છોડી ચિંતા સમયની, ચંદ્ર તો પ્રભુભજન કરતો રહે.

કાવ્ય રચના:

એપ્રિલ ૨૦, ૧૯૯૨

                 વ્હાલા આજની ઘડી તું રહીજા

વ્હાલા આજની ઘડી તું રહીજા,

અરે ઓ વ્હાલા, આજની ઘડીતું રહીજા,

                          મારી સંગે મારી સંગે…(ટેક)

આસોપાલવના પાન જ લાવી,

વ્હાલા, મેં તો બાંધ્યા તોરણલા તારા કાજે,

વળી, આંગણીએ પુર્યો સોહામણો સાથીઓ રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

                                અરે ઓ વ્હાલા… (૧)

લીલુડા વાંસ વઢાવી,

વ્હાલા, મેં તો આસન કીધું તારા કાજે,

વળી, નવા ગાદલીયા મુક્યા રે આજે,

વ્હાલા આજની ઘડી તું રહીજા,

                                અરે ઓ વ્હાલા… (૨)

જળ જમુનાના લાવી,

વ્હાલા મેં તો ભર્યા બેડુલા તારા કાજે,

વળી, રાંધ્યા ભાત-ભાતના ભોજન રે આજે,

 વ્હાલા આજની ઘડી તું રહીજા,

                                અરે ઓ વ્હાલા… (૩)

મારા ઘરમાં ભર નીંદરમા સુતા રહેજો તમે, ઓ મારા વ્હાલા,

સંગે બેસી, તમ સેવા કરતા ચંદ્રને અતી આનંદ મળશે,

વ્હાલા, આજની ઘડી તું રહીજા,

                                 અરે ઓ વ્હાલા… (૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

                  શ્વાસે શ્વાસે રામ વસે !

મારા શ્વાસે શ્વાસે રામ વસે,

મારે તિરથનું શું કામ રે, મારે તિરથનું શું કામ રે…(ટેક)

કાશી તિરથ, એવું કોઈ કહે,

દ્વારીકા તિરથ એવું કોઈ કહે,

એ..જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

તિરથ તો એના તનમાં રે…

                                મારા શ્વાસે…. (૧).

ગંગા મૈયા પવિત્ર, એવું અનેક કહે,

જમુના મૈયા પવિત્ર એવુ અનેક કહે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પવિત્રતા તો એના હૈયે રે…

                                 મારા શ્વાસે…. (૨)

કરી તિર્થયાત્રા, પ્રભુદર્શન સૌ કરે,

જઈ મંદિરે, પ્રભુદર્શન સૌ કરે,

એ…જી…જ્યારે શ્વાસે શ્વાસે રામ વસે,

પ્રભુજી તો છે એનાં ઘરમાં રે…

                                  મારા શ્વાસે…. (૩)

શ્વાસ શ્વાસ પ્રભુ સ્મરણ જે કોઈ કરે,

ચંદ્ર કહે, હરિક્રુપા એને જરૂર મળે,

                                  મારા શ્વાસે….(૪)

કાવ્ય રચના:

એપ્રિલ ૨૩, ૧૯૯૨

 

        


ઝરણા -3

       ભક્તિભાવના ઝરણા -3                

  ક્રુષ્ણ કનૈયા ચોર

ચોર, ચોર,આ ક્રુષ્ણ કનૈયો તો ચોર રે ચોર રે,

છુપાયો છે એ તો હૈયે તારા,

                      હૈયું તારુ ખોલ રે ખોલ રે,…(ટેક)

વિત્યું બચપન એનું માખણ ચોરી,

એણે રાખી પ્રેમજળમાં ગોપીયો સૌ ગોરી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૧)

મોરલીએ મીઠી મીઠા ગીત વગાડી,

કરી એણે હૈયા ની ચોરી, અતી હેત રે આણી,

હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૨)

એની આંખોમાં પ્રીત રહી અતી ન્યારી,

દીલડાં ચોરે, મનડા ચોરે, પણ એ તો લાગે બહુ પ્યારી,

 હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૩)

મુખડું એનું મનોહર, કે લોકો એના ગુણલા ગાવા રે લાગે,

ભક્તોના મનડા ચોરી, એ તો સૌને ગાંડા બનાવે,

 હવે, તો તું જાણજો એનું જોર રે, એનું જોર રે…

                          ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૪)

ચંદ્ર કહે, જે કાંઈ મારા કાનને ભાવે રે ભજશે,

પાયે લાગતા, મારો વ્હાલા, પાપો એના રે હરશે,

                           ચોર, ચોર, આ ક્રુષ્ણ કનૈયા… (૫)

કાવ્ય રચના

એપ્રિલ ૨૪, ૧૯૯૨

                         આવી હાલત મારી

“પ્રભુ પ્રાર્થના પ્રસાદી” ની પુસ્તિકા આજે આવી,

મારા હૈયામાં એ તો અતી આનંદ લાવી,

                                   અતી આનંદ લાવી !….(ટેક)

પુસ્તિકા ખોલતાં ‘આમુખ’ પ્રથમ મેં વાંચ્યુ,

જે માસીભાઈ ‘કેશવે’ એક કાવ્ય સહીત લખ્યુ,

વાંચી, મારૂ હૈયું ગળગળુ થયુ,

કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી… (૧).

પુસ્તિકા મળે એ પહેલાં વેસ્માથી આવ્યો એક પત્ર,

જેના શબ્દો જગદીશે લખ્યા હતા,

‘કેશવ મામાએ’ ‘આમુખ’ સરસ લખ્યુ એવા એ શબ્દો હતા,

                            કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૨)

‘આમુખ’ તો મેં વાંચી લીધુ આજે,

એક ભાઈની કલમે લખ્યુ ઘણુ, મારાજ માટે,

એક પલભર માટે હૈયુ મારૂ ગર્વ ચાખે,

 કિંન્તુ, આવી હાલત થાય મારી, એ કંઈ સારૂ થયું ?

એ વિષે હું ના જાણુ કે હું ના કહી શકુ,

                                     પ્રભુ પ્રાર્થના પ્રસાદી…. (૩)

પુસ્તિકા મેં તો પુર્ણ વાંચી ખરી,

મારાજ કાવ્યો મારી નજરે આવ્યા ફરી,

હવે, ‘પ્રભુભક્તિ’ મેં મારા હૈયે ભરી,

આવી ચંદ્રહાલત જે થઈ, એ જ કંઈ સારૂ થયુ,

એટલુ જરૂર હું તો સૌને કહુ, સૌને કહુ !

                                       પ્રભુ પ્રાર્થના પ્રસાદી…(૪)

કાવ્ય રચના

એપ્રિલ ૨૯, ૧૯૯૨

                                 એક દિપક

એક દિપક પ્રગટાવવો છે; એક દિપક પ્રગટાવવો છે !

પ્રભુનામનો એક દિપક પ્રગટાવવો છે મારે ! …(ટેક)

દિપક પ્રકાશ મળશે મને, દિપક પ્રકાશ મળશે મને,

એક પ્રભુભક્તિનો પ્રકાશ મળશે મને,

                             એક દિપક પ્રગટાવવો… (૧)

એવો પ્રકાશ, જ્યારે મળશે મને, એવો પ્રકાશ, જ્યારે મળશે મને,

અંધકાર દુનિયાનો રહેશે નહી,

                              એક દિપક પ્રગટાવવો… (૨)

રહુ સંસારમાં હું તો ભલે,રહુ સંસારમાં હું તો ભલે,

મોહમાયા આ સંસારની મુજને પકડે નહી,

                              એક દિપક પ્રગટાવવો… (૩)

મારા હ્રદયમાં પ્રેમગંગા વહે, મારા હ્રદયમાં પ્રેમગંગા વહે,

જીવનમાં કર્તવ્યપાલન કરવા મુજને શક્તિ મળે,

                              એક દિપક પ્રગટાવવો… (૪)

મ્રુત્યુ પછી મારૂ શું રે થશે, મ્રુત્યુ પછી મારૂ શું રે થશે

એવા વિચારનો ડર હવે નથી,

                              એક દિપક પ્રગટાવવો…. (૫)

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

આ છે બ્રહ્મજ્ઞાન એવું જ્ઞાનીઓએ કહ્યું,

જે થકી જીવન મારૂ પુર્ણ પ્રકાશીત થયું,

                                એક દિપક પ્રગટાવવો… (૬)

આ સંસારમાં ચંદ્રન્ઉં જીવન વહે,

ભક્તીરસથી ચંદ્ર જને પાવન કરે !

કાવ્ય રચના

મે ૨૬, ૧૯૯૨

                  તું છે એક મારો

એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,

તારા વિના આ જગ લાગે ખારો,

                આ જગ લાગે ખારો ! …(ટેક)

સંસારી માયા, બંધનો બાંધે,

સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,

ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,

એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…

                           કોઈ નથી સંગાથે,

                           એ…જી…વ્હાલા તું છે… (૧)

વિતી ગઈ છે યુવાની મારી,

સમજ વિનાની છે સાધના મારી,

પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)

એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,

                           કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,

                           એ….જી….વ્હાલા તું છે.. (૨)

મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,

આવો અવસર ન આવે ફરી રે ફરી,

લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)

એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,

હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,

                            એ….જી….વ્હાલા તું છે…. (૩)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                મારૂ કહ્યું માનો !

અરે, તમે શું રે કરો ? શું રે કરો ?

અભિમાનમાં કેમ તમે ફુલ્યા કરો ફુલ્યા કરો ? ….(ટેક)

ધન-દોલતને છોડો,

સગા-સંબધીઓ ને પણ છોડો,

અરે…ઓ, આ જગની માયામાંતમે ક્યારે પડો ?

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુથી તો ડરો !

                                   અરે તમે શું….. (૧)

મારૂ મારૂ છોડો,

મોહમાયા ને પણ છોડો,

અરે….ઓ, આ જગમાં તમે કંઈક પુન્ય તો કરી લો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

                                    અરે તમે શું… (૨).

ગુરૂ સેવા જરૂર કરજો,

સંત સેવા પણ કરજો,

અરે…ઓ, આ જગમાં રહી, તમે હરિને કંઈક ભજો,

મારૂ કહ્યું માની, તમે જરા પ્રભુજીને તો પકડો,

                                    અરે તમે શું…. (૩)

ચંદ્ર કહે, મારૂ કહ્યું માની, કંઈક જો કરશો તમે,

તો, અભિમાન તમારૂ ઓગળી જશે,

એટલું જાણી લેજો તમે.

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                 

                 હરિ નામનો વેપાર

કરૂ હું તો હરિનામનો વેપાર, હરિનામનો વેપાર…(ટેક)

હરિનામની દુકાન મારી, એમાં ભર્યા હરિનામનો રે માલ,

હું તો કરુ રાત-દિવસ હરિનામનો વેપાર,

હરિનામની ચીજ રે વેચું, છે નામો એના હજાર,

                                       કરુ હું તો… (૧)

કોઈ કહે રામ જ એને,

કોઈ કહે, ક્રુષ્ણ-કનૈયો જ એને,

ભલે નામો હોય હજાર, હરિ એકજ માર,

                              સૌ કોઈ જાણે એને,

                                       કરું હું તો… (૨)

નથી દુકાને હીરા માણેક કે મોતી,

નથી દુકાને ઝવેરાત કે સોના-રૂપા ચાંદી,

ભલે, ચીજો હોય હજાર,મેં તો હરિનામની ચીજ રે વેચી

                                        કરુ હું તો…. (૩)

ચંદ્ર કહે, તમે વેપાર કરતા કરતા, ભજી લ્યોને શ્રીહરિ,

જો જો આવો અવસર ચુકશો, એના આવે ફરી ફરી,

                                          કરું હું તો…. (૪)

કાવ્ય રચના

મે ૨૭, ૧૯૯૨

                  

                   ચેતીને ચાલો !

ચેતીને ચાલો સંસારમાં,

પલભરમાં તેડુ રે આવશે,

માનવી, પડ્યો તું શું વિચારમાં ?….(ટેક)

કાગળની નાવડી છે આ કાયા રે તારી,

પાપો થકી એ તો થઈ છે ભારી,

પલભરમાં ડુબશે આ કાયા તારી,

કેમ થાશે ભવપાર આ નૈયા તારી ?

                             ચેતીને ચાલો… (૧)

શીલ-સંતોષના તમે બખ્તર રે પહેરજો,

અને, કામ-ક્રોધ તમે છોડી રે દેજો,

પલભરમાં તરસે આ કાયા તારી,

ભવપાર કરવા માટે, આ રહી એક ચાવી,

                              ચેતીને ચાલો…. (૨)

ચંદ્ર કહે, હરિનામમના હલેસા મારી તું નૈયા હંકારજે,

પલભરમાં પ્રભુજી મારા, તને ભવપાર રે ઉતારશે

કાવ્ય રચના

મે ૨૮, ૧૯૯૨

                    જપો જલારામ

જપો જલારામ, જપો જલારામ,

અરે, તમે જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

તમો વહેલી સવારે જપજો એને,

તમો રાત્રીએ પણ ના ભુલશો એને,

અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ

એ નામ સિવાય મારે બીજું કાંઈ ના કામ,

      અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                    જપો જલારામ… (૧)

તમો મુખેથી ભજશો એને,

તમો હૈયે પણ રાખજો એને,

અરે, તન-મનથી જપો જલારામ, જપો જલારામ,

      અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                     જપો જલારામ… (૨)

તમો કહેજો બાપા એને,

તમે કહેજો જલીયો એને,

અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ

       અરે ભાઈ, મારે બીજું કાંઈ ના કામ….(ટેક)

                                     જપો જલારામ…  (૩)

ચંદ્ર કહે, જેના અંતરમા જલારામ વસે,

પરચો બતાવી, જલો મારો સંકટ એના દુર કરે !

                                      જપો જલારામ… (૪)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

             જય બજરંગબલીની આરતી

જય બજરંગબલી, જય બજરંગબલી,

ઓ ભક્તજનોના દેવા,

પ્રેમભરી આ આરતી હમારી-(2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી….. (૧)

પવનપુત્ર આપ કહેવાય,

રામના આપ રખવાયા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૨)

આપ જ સીતામૈયાના રૂદન હરનારા,

આપ જ યુધ્ધમેં લક્ષ્મણજી ને પ્રાણ દેનારા,

દયા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૩)

રામ વસે તુજ હૈયે મે,

તું તો રહે મુજ હૈયે મે,

ક્રુપા કરો, ઓ હનુમંત દેવા,

પ્રેમભરી આ આરતી હમારી- (2)

સ્વીકારજો ઓ હનુમંત દેવા !

                    જય બજરંગબલી…. (૪)

પ્રેમથી ચંદ્ર વિનવે તમોને, ઓ હનુમંત દેવા,

ક્રુપા કરી, સ્વીકારી લેજો આ આરતી હમારી,

ઓ હનુમંતદેવા.

                      જય બજરંગબલી…. (૫)

કાવ્ય રચના

જુન ૬, ૧૯૯૨

                 નસીબે લખ્યુ એવુ ?

નસીબે લખ્યુ એવું કે મારે રમા ઘરે રાત રહેવું…(ટેક)

નીતા ની પાર્ટી દિનેશબાઈને ઘરે મુજને લાવે,

પાર્ટી બાદ ઘરે પાછા જવા આશાઓ મુજ હૈયે આવે,

કિંન્તુ નથી જાણતો વિધાતાએ કાલ માટે શું રે લખ્યુ ?

                                      નસીબે લખ્યુ… (૧)

નિર્ણય કર્યો કે રમાઘરે રાત્રી ને જાઉં

                             મુજ ઘરે વહેલી સવારે,

ખબર ન હતી કે ધરતીકંપ જગાડશે,

                             મુજને વહેલી સવારે,

શું વિધાતાએ મારા જીવનમાં લખ્યુ હશે એવું ?

                                       નસીબે લખ્યુ… (૨)

કરતા સવારે નાસતો, મીઠી પ્રભુધૂન મે તો સાંભળી,

હૈયુ પાવન કરવા, જાણે તક મુજને મળી,

સમજાતું નથી, પ્રભુએ કે વિધાતાએ આવું લખ્યુ,

                                       નસીબે લખ્યુ…. (૩)

“નસીબમાં જે હશે તે થશે” એવા સુત્રે આશાઓ

                             મત બાંધ ઓ માનવી,

ચંદ્ર કહે, લઈ પ્રભુનામ, જીવન સફર કરીલે,

                                          ઓ માનવી,

                                          નસીબે લખ્યુ…. (૪)

કાવ્ય રચના

જુન ૨૮, ૧૯૯૨

                

                    કર હરિનામનો વેપાર

કર હરિનામનો વેપાર, ખોટો છે આ જગ વેપાર

કર હરિનામનો વેપાર, કર હરિનામનો વેપાર….(ટેક)

વસ્તુ ખરીદી માટે, પૈસા જગ તો માંગે,

પ્રભુનામ કાજે દામ કાંઈનના લાગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૧)

જગમાં ચીજો વેચી રહે ઓછુ તુજ સંગે,

પ્રભુનામ વેપારે, ના કંઈ ઓછુ ને રહે ઘણું તુજ સંગે,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૨)

જગમાં વેપાર કરતા, તું કરશે પાપો અનેક,

હરિનામના વેપાર, તું કરશે પુન્યો અનેક,

માટે, ઓ, રે મનવા, કર તું હરિનામનો વેપાર,

                        કર હરિનામનો વેપાર…. (૩)

ચંદ્ર કહે, કરી હરિનામ નો વેપાર,

તરી જાને ભવપાર તું મનવા !

                        કર હરિનામનો વેપાર…. (૪)

કાવ્ય રચના: જુલાઈ ૩, ૧૯૯૨

                   

               વ્રુંદાવનમા મોરલીઓ નાચે

વ્રુંદાવનમાં મોરલીઓ નાચે રે, નાચે રે….(ટેક)

બંસી મધુરી કાનો વગાડે,

બંસી સુરે એતો વનડું જગાડે,

અરે…બંસી સુરે ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

              મોરલીયા નાચે રે નાચે,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૧)

રાસ રમવા કાનો આવે,

ગોપીઓ સંગે એતો રાસ રમે,

અરે…રાસ દેખી ઢેલ ઘેલી બને, ઘેલી બને,

એ ઢેલ દેખી,

              મોરલીયા નાચે રે નાચે,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૨)

વ્રુંદાવનમાં કાનાને રાધા મળે,

વ્રુંદાવનમાં મોરલીને ઢેલ મળે,

એ દ્ર્શ્ય દેખી, ચંદ્ર ઘેલો બને, ઘેલો બને,

                         વ્રુંદાવનમાં મોરલીઓ…. (૩)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

                    ગોવિંદ ગુણલા ગાવુ

ગોવિંદ ગુણલા ગાવું, ગોવિંદ ગુણલા ગાવુ,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) ….(ટેક)

અરે, વ્હેલી સવારે,

સ્નાન કરીને ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૧)

અરે…દિવસે,

કામ જ કરતા, ગોવિંદ ગુણલા ગાવું,

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) … (૨)

અરે… સાંજે,

સુતા પહેલાં, ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૩)

અરે રાત્રીએ,

નિંદરમાં ગોવિંદ ગુણલા ગાવું

હું તો ગોવિંદ ગુણલા ગાવુ – (2) …. (૪)

રાત-દિવસ ચંદ્ર તો ગોવિંદ ગુણલા ગાસે,

ગોવિંદ ગુણલા ગાતા જીવન એનું પુરૂ થાશે,

ગોવિંદ ગુણલા ગાવું – (2)…. (૫)

કાવ્ય રચના

જુલાઈ ૫,૧૯૯૨

  

             

              આંબા ડાળે કોયલ

આબા ડાળે કોયલ બેસી,

રટે રામનું નામ રટે રામનું નામ…(ટેક)

વહેલી સવારે એ કોયલડીનું ‘કુહુકુહુ’ છે અતી મીઠુ,

એના હર શબ્દોમાં ચાખ્યુ રામનામ રે મીઠુ,

એ…જી ભલે, કોયલડીના દેખાણી,

મેં તો સુણી એક રામજપનની વાણી,

                    આબાં ડાળે…. (૧)

સુર્યપ્રકાશે કોયલડી તો કાળી કાળી લાગે,

જાણે પ્રભુભક્તિમાં, એતો પ્યારી પ્યારી લાગે,

એ…જી ભલે, કોયલડી છે કાળી રંગે,

મેં તો જોયા રામજી એની સંગે,

                    આંબા ડાળે…..(૨)

રાત્રીએ ના દેખી શકુ એ કોયલડી પ્યારી પ્યારી,

મીઠા સુરોમાં ફરી રામનામ સંભળાવે,

એ કોયલડી પ્યારી પ્યારી,

એ…જી કોયલડી ના દેખાણી,

મેં તો રામધૂન મુજ હૈયે રે આણી,

                     આંબા ડાલે…. (૩)

હવે કોયલ સુરો તો ચંદ્ર કાને ગુંજી રહે,

ઔર, રામનામધૂન મેં જીવન એનુ વહે !

કાવ્ય રચના

જુલાઈ ૧૩, ૧૯૯૨

              અપૂર્ણ આત્મા મારો

અપૂર્ણ આત્મા છે મારો કેવો,

સ્વીકારજે તું મુજને, જેવો હું છુ તેવો !

પ્રભુજી, આ છે પ્રાર્થના મારી, પ્રાર્થના મારી…(ટેક)

ગ્રહસ્થ જીવન જીવવુ છે મારે,

વળી, બ્રહ્મચારી પણ થાવુ છે મારે,

સાચો બ્રહ્મચારી તો દીલનો રહ્યો…

એવો બ્રહ્મચારી થાવું છે મારે,

                                અપૂર્ણ આત્મા… (૧)

સંસારમા રહેવુ છે મારે,

વળી, સંન્યાસી પણ થાવુ છે મારે,

સાચો સંન્યાસી તો દીલનો રહ્યો…

એવો સંન્યાસી થાવું છે મારે,

                                અપૂર્ણ  આત્મા… (૨)

કર્મ કંઈક કરવુ છે મારે,

વણી, યોગી પણ થાવુ છે મારે,

સાચો યોગી તો દીલનો રહ્યો…

એવો યોગી થાવું છે મારે,

                                અપૂર્ણ આત્મા…  (૩)

માનવસેવા કરવી છે મારે,

વણી, પ્રભુભક્ત પણ થાવુ છે મારે,

સાચો પ્રભુભક્ત તો દીલનો રહ્યો…

એવો પ્રભુભક્ત થાવુ છે મારે,

                                અપૂર્ણ આત્મા…  (૪)

બે કર જોડી, ચંદ્ર હવે વિનંતી કરે તમોને,

દીલડું ખોલી, સ્વીકારજે પ્રાર્થના પ્રભુજી,

બીજુ શું કહુ તમોને ?

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

               

                 

              પ્રભુ ભજન કર !

પ્રભુભજન કર, પ્રભુભજન કર,

મોહમાયા છોડી દઈને, તું ભજન કર,

   તું ભજન કર ઓ ઓ માનવી…(ટેક)

મોટા મોટા મહેલો દેખી,

નાનીસી  ઝુપડીને, તું ભુલીશ ના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર…. (૧)

હીરા માણેક મોતી છોડી,

ધરતી માતાને, તું ભુલીશ ના, તું ભુલીશ ના

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર….(૨)

સંસારી સગપણ નો પ્રેમજ આખી,

પ્રભુજી ને તું ભુલીશના, તું ભુલીશ ના,

અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર….(૩)

જલા ગુરૂ પ્રતાપે ચંદ્ર કહે, સાંભળજે તું મુજ વાણી,

પ્રભુ ભજન વગર આ જીવન છે ધૂરધાળી,

 અરે, તું ભજન કર ! તું ભજન કર !

                   પ્રભુજી ભજન કર…. (૪)

કાવ્ય રચના

જુલાઇ ૧૮,૧૯૯૨

       

            જપ, જપ, જપો રામનું નામ

જપ, જપ, જપો રામનુ નામ,

રામનામ લેકર, કર તું ભવસાગર રે પાર,

જપો રામનું નામ જપો રામનું નામ…(ટેક)

તેં કાશી દેખી, મથુરા દેખી,

જોયા તિરથો અનેક,

તિર્થયાત્રા કી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૧)

તું ઉંચે ઉંચે મંદિર દેખે,

દેખી મુર્તિયો અનેક,

પ્રભુભજનકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૨)

તું સાધુ દેખે, સંતો દેખે,

દેખે ભક્તજનો અનેક,

સબસે પ્રેમ સગાઈકી છે એક આશા તારી,

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૩)

સમજ ન પાયે તું પાપ કરે કે પુન્ય કરે,

તું કરે છે કર્મો અનેક,

કર્તવ્ય-પાલન કી છે એક આશા તારી

લેકીન, રામનામકી પ્યાસ હૈ મેરી,

                   જપ, જપ જપો… (૪)

ચંદ્ર તો રામજપ કર્મ મેં ખોયો ખોયો,

પ્રભુ, તેરે દર્શન કે લીએ અતી રોયો

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

                         પ્રભુજી મુજને ના સતાવો

પ્રભુજી મુજને ના સતાવો,

હવે, તો સહારે તમે આવો,

પ્રભુજી, નારે સતાવો, નારે સતાવો…(ટેક)

મારા અંગે વસ્ત્રો છે અતી મેલા,

ભરી સભામાં દ્રૌપદીને વસ્ત્રો આપી સહાય કરી તમે કેવી !

પ્રભુજી આજ આવીને વસ્ત્ર મુજને પહેરાવો !

               પ્રભુજી મુજને ના સતાવો…. (૧)

મેં તો મીઠાઈ મેવા રે ખાધા,

વિદુરજી ની ભાજી ખાઈ ક્રુપા કરી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને ભોજન કરાવો !

           પ્રભુજી મુજને ના સતાવો…. (૨)

મેં તો દવા પરેજી ઘણી કીધી,

ઝેર પીતી મીરાબાઈને ઉગારી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને અમ્રુત મુજને પીવડાવો !

             પ્રભુજી મુજને ના સતાવો… (૩)

મેં તો માનવ રૂપે ભોલો અનેક કીધી,

યુધ્ધમાં અર્જુનજીને જ્ઞાનભરી ગીતા દેધી તમે કેવી !

પ્રભુજી, આજ આવીને જ્ઞાન એવું મુજને આપો !

              પ્રભુજી મુજને ના સતાવો…. (૪)

ચંદ્ર તો નર રૂપે છે દાસ તમારો,

પ્રભુજી, નારાયણ રૂપે તમે એને ઉગારો.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

              રામમાં વિષ્ણુ દર્શન

પ્રભુજી એ દર્શન દીધા, પ્રભુજી એ દર્શન દીધા,

અરે ભાઈ, પ્રભુજી એ મુજને દર્શન દીધા…(ટેક)

મુજ હૈયામાં હતી એક છબી તમારી,

મેં તો એક મનોહર મુખડુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૧)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો માથે મુગટ સોહામણો રે જોયો,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૨)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો હાથમાં ધનુષ રૂપાળુ રે જોયુ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૩)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો કાને કુંડળ સોનેરી જોયા,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન…. (૪)

મુજ હૈયામાં હતી એક છબી તમારી

મેં તો ગળે પુષ્પમાળા રે જોઈ,

અરે એક આશા પુરી થઈ મારી,

                      પ્રભુજી એ દર્શન… (૫).

ચંદ્ર તો નિત્ય આવુ દર્શન કરતો રહે,

અને, વિષ્ણુસ્વરૂપે પ્રભુજી નિહાળી વંદન કરતો રહે.

કાવ્ય રચના

જુલાઇ ૧૯,૧૯૯૨

              

         ઓ રે, પ્રભુજી, તમને શું રે કહુ ?

ઓ રે, પ્રભુજી, ઓ રે પ્રભુજી, તમને શું રે કહુ ?

હું તો એક વિનંતી કરૂ, હું તો એક વિનંતી કરૂ (ટેક)

પ્રભુજી, ગર્વ અભિમાન હમારા હરો

દયા-પ્રેમ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૧)

પ્રભુજી, સ્વાર્થ-લાલચ હમારી હરો,

ભક્તિ ભાવ હમ હૈયે ભરો,

આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૨)

પ્રભુજી, આ સંસારમાં મોહ-માયા હરો,

એક છબી તમારી હમ હૈયે ભરો,

 આવી એક વિનંતી છે મારી,

ઓ દીન દયાળુ, માંગુ છુ એક ક્રુપા તમારી,

                                  ઓ રે પ્રભુજી… (૩)

                           પ્રભુજી, માંગ્યુ તેવુ તે હમ હૈયે ભર્યુ,

                           હવે ” હું પણ” હમારૂ નથી રહ્યુ,

                          આવા નવલા પ્રકાશે ચંદ્ર-જીવન વહે,

                          પ્રભુજી સંગે રહી એ બીજુ કોઈ ના કહે.

  કાવ્ય રચના

  જુલાઇ ૨૧ ,૧૯૯૨

                 

             ભુલો ઘણી છે મારી

ભુલો ઘણી છે મારી,

પ્રભુજી, આ જીવનમાં ભુલો ઘણી છે મારી…(ટેક)

કંઈક ખોટુ મેં જોયુ,

એ ખોટુ જોવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૧)

કંઈક ખોટુ મેં સાંભળ્યુ,

એ ખોટુ સાંભળવાની ભુલ છે મારી

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૨)

કંઈક ખોટુ મેં ખાધુ-પીધુ,

એ ખોટુ ખાવા-પીવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૩)

કંઈક ખોટુ મેં કામ કર્યુ,

એ ખોટુ કામ કર્યાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૪)

કંઈક ખોટુ મેં પક્ડ્યુ,

એ ખોટુ પકડવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                           ભુલો ઘણી છે… (૫)

કંઈક ખોટુ મેં સ્વપને લાવ્યુ,

એ ખોટુ સ્વપને લાવવાની ભુલ છે મારી,

ક્ષમા કરો, ક્ષમા કરો, ઓ પ્રભુજી મારા,

                             ભુલો ઘણી છે…  (૬)

ચંદ્ર કહે, જલાગુરૂ પ્રતાપે, સાંભળજો મેરે ભાઈ,

હરિ ગોદ અપનાવી મેં તો જીવન નૈયા ચલાવી !

કાવ્ય રચના

જુલાઇ ૨૩, ૧૯૯૨

            

             પ્રભુજી, એક જ તું છે સહારો

પ્રભુજી, એક જ તું છે સહારો,

કોઈ નથી રે સાથી જગમાં મારો…(ટેક)

પિતાજી મુજને છોડે,બધુ મુજ પર છોડે,

જ્યારે મમતાની છાયામાં હું છુપાયો,

તો, મમતા છોડે છે મુજને,

હવે, મમતા વિના હું ખોવાયો, પ્રભુજી એકજ… (૧)

સંસારી થાતા મુજને પત્ની મળી,

પ્રાણથી વ્હાલી એને મેં તો કરી,

જીવન મારૂ પુર્ણ મારી પત્ની કરે,

જ્યારે પત્નીની છાયામાં હું છુપાયો,

તો, સમજાયુ કે પત્ની પૂર્ણતાથી ના જાણે મુજને,

હવે, પત્ની સાથ વિના હું ખોવાયો,

                                 પ્રભુજી એકજ… (૨)

પુત્રીઓ ચાર છે મારી,

સૌ હૈયે છે ઘણી વ્હાલી,

જીવન મારૂ એ સૌમાં વહે,

જ્યારે સંતાનોની પૂંજીમાં હું છુપાયો…

તો, સંતાનોના અભિપ્રાય શુ રે હશે,

એ ના સમજાયો મુજને

હવે ફરી આ જીવનમાં હું ખોવાયો,

                                  પ્રભુજી એકજ… (૩)

ચંદ્ર તો એક માનવ સ્વરૂપે જગમાં રહે,

પ્રભુ ભક્તિમાં એનુ જીવન વહે,

જ્યારે પ્રભુછાયામાં એ છુપાયો…

તો મળ્યો સહારો એને મોહન ગીરધારીનો,

હવે જગમાં ચંદ્ર નથી ખોવાયો, નથી ખોવાયો

                                     પ્રભુજી એકજ… (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૪, ૧૯૯૨

                  

                 આ જીંદગી નથી તારી

આ જીંદગી નથી તારી, નથી તારી,

“મારૂ મારૂ” કહી જીદ કરે છે શાની, કરે છે શાની ?

ના આવે કોઈ સાથમાં…

જાણી આવુ, ના રહેજે તું ગુમાનમાં…(ટેક)

અરે, ઓ દેહ રૂપ કેરૂ અભિમાન શાને કરે ?

પલભરમાં પ્રાણ તારો રે જાશે,

કાયા તારી અહીં રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                        આ જીંદગી નથી….(૧)

અરે, ઓ…ધન દોલતનો લોભ શાને કરે ?

ઉંચા ઉંચા મહેલો તુટી રે જાશે,

પૈસો-ઝવેરાત તારૂ અહી રે રહી જાશે,

એ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                        આ જીંદગી નથી…. (૨)

અરે, ઓ… સંસારનો મોહ શાને કરે ?

સગા સ્નેહીઓ જેને તું રે કહે,

સૌ તો અહીં રે રહી જાશે,

એઓ ના આવે સાથમાં, ના રહેજે તું ગુમાનમાં…

                         આ જીંદગી નથી… (૩)

અરે, ઓ…ચંદ્ર કહે પ્રભુ ભક્તિ શાને ભુલે ?

ભક્તિ કરતાં કંઈક પુન્ય જો થાશે,

એજ આવશે સાથમાં,

બસ, એટલુ રાખજે તું ધ્યાનમાં

                          આ જીંદગી નથી…. (૪)

કાવ્ય રચના

સપ્ટેમ્બર ૭, ૧૯૯૨

                મારા હ્રદયની વાત

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?

મનડું ગુંચવાય છે,

હૈયુ મુંજાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૧)

કોઈને કહીશ તો કહેશે સ્વાર્થ છે મારો

મનડુ હવે મુજાય છે,

હૈયુ હવે ગભરાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૨)

વાત મારા હ્રદયમાં રાખી મુકીશ તો,

કાંઈ અર્થ નથી, કાંઈ અર્થ નથી,

મનડુ હવે ખીજાય છે,

હૈયુ હવે રીસાય છે,

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૩)

મારા હ્રદયની વાત પ્રભુને કહુ એવો વિચાર આવે,

મનડુ હવે મલકાય છે,

હૈયુ હવે હરખાય છે,

ચંદ્ર કહે, હ્રદયની વાત પ્રભુને કરતા,

જીવનનો ભાર દુર થાય છે,દુર થાય છે

મારા હ્રદયની વાત કોને કહુ ? કોને કહુ ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨,૧૯૯૨

            ક્યાં છે પ્રભુ તું ?

ક્યાં છે, ક્યાં છે ? ક્યાં છે, પ્રભુ તું ?

શોધી રહ્યો, શોધી રહ્યો પ્રભુજી તને હું…(ટેક)

કોઈ કહે સ્વર્ગમાં તું તો રહે,

કોઈ કહે ત્રિલોકમાં તું તો રહે,

સ્વર્ગ કે ત્રિલોકની ખબર નથી મુજને,

છતાં, તારી જ જરૂરત છે મુજને,

                      ક્યાં છે, ક્યાં છે ?… (૧)

કોઈ કહે આકાશમાં તું તો રહે,

કોઈ કહે પ્રુથ્વી પર તું તો રહે,

આકાશ ને પ્રુથ્વીનું ભલે હું જાણુ,

છતાં, શોધવુ તને એટલુ જ હું જાણુ,

                      ક્યાં છે, ક્યાં છે ?…. (૨)

કોઈ કહે તીર્થધામે તું તો રહે,

કોઈ કહે મંદિરે તું તો રહે,

તિર્થધામો અને મંદિરો મેં જોયા અનેક,

છતાં, હજુ પણ શોધી રહ્યો તને એક,

                      ક્યાં છે, ક્યાં છે ?… (૩)

કોઈ કહે સર્વ જીવોમાં તું તો રહે,

કોઈ કહે આત્મા રૂપે દેહમાં તું તો રહે,

આવી જ્ઞાન જ્યોત દ્વારા ચંદ્રની આંખો ખુલે,

હવે તો, મારા જ આત્મામાં તું તો મુજને મળે !

                       ક્યાં છે, ક્યાં છે ?… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૪, ૧૯૯૨

         

      આ છે જીવનનૈયા મારી

આ છે જીવનનૈયા મારી,

એતો રામનામ સહારે રે ચાલી….(ટેક)

મુજ જીવનમાં મુજવણો ઘણી આવે,

હૈયે દુ:ખ ઘણું એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૧)

મુજ જીવનમાં સુખ-સગવડો ઘણી આવે,

હૈયે આનંદ ઘણો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૨)

મુજ જીવનમાં સગા-સંબધીઓ આવે,

હૈયે કર્તવ્ય-પાલનની ફરજો એ તો લાવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૩)

                    મુજ જીવનમાં વર્તમાન કાળે કર્મ કરવાની તકો ઘણી આવે

હૈયે ભવિષ્યનો ડર એ તો લાવે,

એવા સમયે મારા મુખદે પ્રભુનામ રે આવે,

એવા સમયે મારા મુખડે પ્રભુનામ રે આવે,

પ્રભુનામ સહારે જીવન જીવવા,

મુજને એક ચાવી મળી, મુજને એક ચાવી મળી,

                  આ છે જીવન… (૪)

ચંદ્ર કહે, મોતનો ડર હવે નથી મુજને રહ્યો,

પ્રભુનામ થકી ભવસાગર મેં તો પાર કર્યો.

                   આ છે જીવન… (૫)

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

                એક કમળ

પ્રભાતિયું થયુ,

સુર્ય કિરણે એક કમળ ખીલ્યુ.

કમળ સરોવરમાં હતુ,

સુર્ય કિરણે એ હસતું હતુ.

લીલા બે પાન વચ્ચે કમળ હતુ,

સુર્ય કિરણે એ ગુલાબી હતુ.

સરોવરમાં કમળ મહેકી રહ્યું,

સુર્ય કિરણે કમળ શોભી રહ્યુ.

ઉડી ગુંજી, એક ભમરો કમળ પર બેઠો,

સુર્ય કિરણે એ વ્હાલથી ચુંબન કરતો રહ્યો,

ભમરો તો કમળ અમીરસ પીતો રહ્યો,

સુર્ય કિરણે કમળ પ્રેમથી ભમરો ખુશી હતો,

ધીરે ધીરે સમય તો વહી ગયો,

સુર્ય કિરણો, છતાં સાંજનો સમય થઈ ગયો.

હવે રાત્રી છતાં, કમળને નીંદ કેવી !

સુર્ય કિરણો ન હતા, છતાં હતી કમળ- જાગ્રુતી કેવી

    

બીજા માટે કમળે બધુ જ અર્પણ કરી દીધુ

કમળ જેવા થાજો, તમે મળશે હરિ,

એટલુ ચંદ્રે કહી દીધુ !

કાવ્ય રચના

નવેમ્બર ૧ ૪, ૧૯૯૨

          પ્રભુ, તારા અને મારામાં ફરક રહ્યો

પ્રભુ, તારા અને મારામાં ફરક છે,

ફરક છે છતાં, પ્રભુ,તારા જેવું થાવુ છે મારે,

આટલુજ સૌને કહેવુ છે મારે……. (ટેક)

પ્રભુ, તું છે હીરલો, અને હું પથ્થર રહ્યો,

એકજ તત્વનાં બન્યા, છતાં, તારા અને મારામાં

                                      ફરક રહ્યો,

હીરલો થાવુ છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

                         પ્રભુ તારા…. (૧)

પ્રભુ, તું છે પ્રકાશ, અને હું અંધકાર રહ્યો,

એકજ ઘટના, છતાં, તારા અને મારામાં ફરક રહ્યો,

પ્રકાશ થાવું છે મારે,

બસ, આટલુજ સૌને કહેવું છે મારે

                         પ્રભુ તારા…. (૨)

એક આત્મા રૂપે તું તો મુજમાં છુપાયો,

તારા અને મારામાં હવે ના કાંઈ ફરક રહ્યો,

પરમાત્મા સ્વરૂપે તું તો મુજને મળ્યો,

બસ, આટલુજ સૌને કહી, ચંદ્ર તો હરિ ચરણે પડ્યો,

                          પ્રભુ તારા…. (૩)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

             

          મારા દીલમાં શું છે ?

મારા દીલમાં શું છે, કોઈ જાણે ખરૂ ?

દીલડામાં રહી જશે, તો હું શું રે કરૂ ?….(ટેક)

કંઈક કહેવા પ્રયત્નો કર્યા,

તો, લોકોએ મુજને પાગલ કર્યો,

                         મારા દીલમાં… (૧)

મૌન જ્યારે હું રહ્યો,

તો, અભિમાની મુજને ગણ્યો,

                         મારા દીલમાં… (૨)

બુમો પાડી હઠીલો બન્યો,

તો, માર મુજને પડ્યો,

                         મારા દીલમાં…(૩)

દીલડું ગુંગળાય ગયુ,

તો, કાવ્ય લખી દીલડું હલકુ કર્યુ,

                         મારા દીલમાં.. (૪)

.

દીલડે હવે ના કંઈ રહ્યુ,

હવે તો, સૌએ ચંદ્રદીલડુ જાણી લીધુ,

                         મારા દીલમાં… (૫)

દીલનો ભાર હલકો થયો,

તો..જીવન અંધકાર પણ દુર થયો,

                         મારા દીલમાં… (૬)

દીલમાં જે રહ્યુ તે બધુ પ્રભુ જાણે,

હવે તો ચિંતા નથી, કોઈ જાણે કે ન જાણે,

                         મારા દીલમાં… (૭)

કાવ્ય રચના

નવેમ્બર  ૧૯,૧૯૯૨

            જીંદગીની સફર

શી ખબર છે, કાલે શું થાશે,

જીંદગીની સફર છે,

શી ખબર છે, ક્યારે એનો અંત આવશે?…(ટેક)

મંઝીલ ઘણી દુર છે,

હજી તો, સફરની શરૂઆત થઈ,

અને, ફક્ત થોડા દિવસોની જીંદગી વહી ગઈ,

                             શી ખબર છે… (૧)

ચિંતાઓ ઘણી મસ્તકે રહી,

જે થકી, સફરનો રસ્તો મળતો નથી,

અને, જીવનમાં સફળતા મળતી નથી,

                              શી ખબર છે…(૨)

હિંમતનો સહારો જો લઈ લીધો,

હવે, કિનારો જરૂર મળશે,

અને હૈયે વિજયનો આનંદ થશે,

                               શી ખબર છે…(૩)

જીંદગી જીવવાની આવી જો મળી ગઈ,

ચંદ્રે વિજય આનંદ પ્રભુને અર્પણ કરી દીધો,

કાલની ચિંતા એને નથી, ભાર જો પ્રભુએ લીધો,

                               શી ખબર છે… (૪)

કાવ્ય રચના

નવેમ્બર ૨૦,૧૯૯૨

                કમુ-શક્તિ

આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,

આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,

કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,

કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે

                             શક્તિ મળી મુજને,

એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,

એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની

                                      ડૉ. ચંદ્રવદન

કાવ્ય રચના

ઓક્ટોબર ૧૧, ૨૦૦૦

                    સંપુર્ણ

 
 
 
 
 
 
 

 

5 ટિપ્પણીઓ Add your own

 • 1. ઊર્મિસાગર  |  એપ્રિલ 3, 2008 પર 11:57 પી એમ(pm)

  એક સૂચન આપું?

  તમે આ બધા કાવ્યો ને અલગ પાનામાં નહીં પરંતુ એક એક દૈનિક પોસ્ટ તરીકે જ પોસ્ટ કરતાં રહેશો તો વાંચ્કો એને સારી રીતે વાંચી શકશે… (ખૂબ લાંબા લાંબા પાનાઓ વાંચવાનું વાંચકો મોટેભાગે ટાળતા હોય છે)… અલગ પાનામાં મૂકવાથી પાનું લાંબુ થઈ જતું હોય કોઈ વાંચતુ નથી… આ પાનાનાં શિર્ષકનાં નામનો વિભાગ બનાવી આ બધા કાવ્યોને એ વિભાગમાં મૂકી જુદી જુદી પોસ્ટ તરીકે ધીમે ધીમે પોસ્ટ કરતાં જશો તો વધુ સારુ પડશે… અને વધુ ઓર્ગેનાઇઝ દેખાશે.

  આશા છે કે તમને મારું સૂચન ગમે.

  બ્લોગ માટે હાર્દિક અભિનંદન.

  જવાબ આપો
 • 2. Shriyash  |  જૂન 18, 2008 પર 6:17 એ એમ (am)

  Very nice poem on fathers for the fathers day yes as our children grow up hope they can rememder the little things.
  Regards
  Shriyash

  જવાબ આપો
 • 3. daxa mistry  |  જૂન 18, 2008 પર 7:15 એ એમ (am)

  hello bhai i red your poem is very good it tuch to my hart. i wish my son can understand gujrati.

  જવાબ આપો
 • 4. Vinod K prajapati  |  સપ્ટેમ્બર 9, 2008 પર 7:07 એ એમ (am)

  Respected Dr. Saheb, bhasha Gujarati ane lipi English aapsho to Ghana vachko vadhi jashe evu sundar kavyo chhe. vinod K Prajapati.

  જવાબ આપો
 • 5. chandravadan  |  જાન્યુઆરી 4, 2009 પર 4:25 એ એમ (am)

  COMMENT of VINOD PRAJAPATI transfered from Zarana 3>>

  Vinod K prajapati | September 9, 2008 at 7:09 am
  Respected Dr.Saheb, ati sunder kavyo chhe. jo lipi english ane Bhasha gujarati rakhsho to Ghana bhaviko ne labh malse Vinod K Prajapati.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


%d bloggers like this: