Archive for જુલાઇ, 2010

મોહમાયાના સબંધો ના છુટે !

 
 
 
 

મોહમાયાના સબંધો ના છુટે !

મોહમાયાના સબંધો ના છુટે રે,
અરે, ભાઈ, મોહમાયાના સબંધો ના છુટે રે !…..(ટેક)
બચપણમાં, માત-પિતાને પૂજ્ય ગણી,
બાંધ્યા સ્નેહ-સબંધો એ સાચા,
એ તો ના રે છુટે !…….મોહમાયા..(૧)
 
થઈ મોટા, લાગે સ્નેહસબંધો ભાઈ બેનોમાં,
અને, કાકા-કાકી, મામા-મામી, માસા-માસીમાં,
એ તો ના રે છુટે !…….મોહમાયા…..(૨)
 
પરણતા, પત્ની-પ્રેમ સાથે, સંતાન-સ્નેહ રે આવે,
જે, પૌત્ર-પૌત્રીની મોહમાયા રે લાવે,
એ તો ના રે છુટે !……મોહમાયા….(૩)
 
સંસારમાં રેહેતા, મોહમાયા તો હૈયે લાગે,
સંસારમાં રેહેતા, કાંઈ સમજમાં ના આવે,
મોહમાયા ના છુટે રે !…..મોહમાયા…(૪)
 
“અરે, ઓ, બાળ મારા, ભલે રહે તું આ સંસારમાં,
જો, મોહમાયા સતાવે, તો રક્ષણ છે મારી યાદમાં “
 સાંભળી પ્રભુની એવી વાણી,મોહમાયા રે  છુટી મારી !
 
કાવ્ય રચના….તારીખ જુલાઈ ૨૨, ૨૦૧૦                 ચંદ્રવદન.
 

બે શબ્દો…

માનવ જીવન આ જગતમાં !
 
માનવીને સ્વતંત્ર વિચારધારા !
 
માનવીનું આ સંસારમાં રહેવું ….અને પ્રભુએ જ રચેલી મોહમાયાનો સામનો કરવાનો રહે !
 
એથી જ માનવ-જીવન એક સંગ્રામ છે !
 
જીવનમાં “ઘટનાઓ” તો બનતી જ રહે !….ગમતી કે અણગમતી !
 
સુખ કે દુઃખનો  અનુભવ  એ જ મોહમાયા !
 
એ અનુભવમાં જો માનવી “પ્રભુ-સ્મરણ” કરી શકે….તો મોહમાયા જરા દુર…અને એ જો “શ્રધ્ધા” સાથે યાદ કરતો રહે ત્યારે મોહમાયા માનવીની નજીક આવી શકતી નથી જ !
 
મારા કાવ્યમાં આ સંદેશો છે>>>>

માનવીને  સંસારમાં રહેવું એ એક હકિકતરૂપે સ્વીકારવું રહ્યું ….સંસારમાં “મોહમાયા” પણ છે એ જાણી, પ્રભુને યાદ કરી “છુટકારો” મેળવવા પ્રયાસ કરતા રેહવું ….એવી જ યાદમાં માનવી “પરમ તત્વ”ને ખરેખર સમજી શકે છે …આવી સમજ સાથે, માનવી મોહમાયાથી દુર રહી શકે છે !

આ કાવ્ય..આ સંદેશો તમોને ગમે એવી આશા !
ચંદ્રવદન.
 
FEW WORDS…
Today’s Post is a Poem in Gujarati….the meaning of it’s Title is “Unable to Detach from the Worldly Attractions”
In the Poem or the “Few Words” in Gujarati I did not mention how this Poem was inspired….it is the “hurt” that awakened me….it translated into “words” and this Poem….but my “healing” is in the last lines of the Poem with my “surrender” to God !
Hope you like this Post !
Chandravadan.

જુલાઇ 29, 2010 at 3:03 એ એમ (am) 15 comments

મેરે જીવનમેં આયી એક આશા-મિલી !

 
 
 Child Sleeping With His Thumb in His Mouth
 

મેરે જીવનમેં આયી એક આશા-મિલી !

મેરે જીવનમેં આયી એક આશા-મિલી !
દીલમેં ખુશીયા, ખુશીયા હી  લાયી!…….(ટેક)
 
એક નન્નીસી પરી, એ તો,
આભસે ઉતરકે વો આયી !…..મેરે….(૧)
 
એક નન્નીસી ગુડીયા એ તો,
સ્વર્ગસે બન કર વો આયી !……મેરે….(૨)
 
એક ફુલકી કલી એ તો,
 મહેક દેને કે લીયે આયી !…..મેરે…..(૩)
 
પ્રભુને ઉસકો બનાયા જે સે,
કે, દીલમેં પ્યાર દેને આયી !….મેરે….(૪)
 
અબ આશા-મિલી ઘરપે જો આયી,
નહી આરઝુઓ કોઈ  બાકી !….મેરે ….(૫)
 
કાવ્ય રચના…જુલાઈ, ૨૨, ૨૦૧૦                 ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ છે એક “આશા-મિલી” વિષે !
 
એક કાવ્યરૂપે મેં મારા હ્રદયભાવો દર્શાવ્યા છે !
 
ગુજરાતી ભાષા બરાબર ના આવડે ,,,,અને હિન્દી ભાષાનું જ્ઞાન તો અલ્પ….જરા બોલી શકું ….તેમ છતાં, કાવ્યરૂપે લખાવાનો મારો આ પ્રયાસ છે !
 
“આશા-મિલી” એટલે અમારી પૌત્રી ( Grand Daughter)..અને અમે એના આજાબાપા, આજીમા ( Maternal Grandparents) !
 
મોટી દીકરી નીનાની એ દીકરી !
દીકરી રૂપાના લગ્ન જુલાઈ ૪, ૨૦૧૦ના રોજ હતા …..અને આશા-મિલી અમારે ઘરે પહેલીવાર આવી…..જુન, ૨૧, ૨૦૧૦ના દિવસે આવી, અને જુલાઈ, ૨૩. ૨૦૧૦ના દિવસે ફરી ઈન્ગલેન્ડ ગઈ !
 
એક મહીનામાં એણે અમારા દીલ જીતી લીધા !…..જ્યારે એ કાલુ કાલુ બોલી “બા..પા” કે “મા” કહેતી ત્યારે અમારા હૈયા નાચી ઉઠતા ….એને રમતી નિહાળી હૈયે આનંદ આનંદ હતો !….જે ઘરમાં ખુશી હતી તે અચાનક એના ગયાથી દુર ચાલી ગઈ …હવે એની યાદ જ રહી ગઈ !
 
આ કાવ્યમાં ફક્ત ખુશીનું વર્ણન છે !
 
આ રચના ગમે કે નહી….પણ એમાં ભરેલો “ભાવ” સ્વીકારશો !…..અને જો યોગ્ય લાગે તો “પ્રતિભાવ” જરૂર આપશો …જે વાંચી મને આનંદ થશે !
 
તમે “બે શબ્દો” ના લખી શકો તો કાંઈ નહી …તમે આ પોસ્ટ વાંચી તેનો મને આનંદ છે !
 
ચંદ્રવદન.
 
FEW WORDS…
 
Today you are reading a Post of a Kavya ( Poem in Gujarati) & it is entitled ” Mere Jivame Aayi Ek Aasha-Mili”….Today it is GURU-PURNIMA Day too !
Aasha-Mili is the name of our GrandDaughter.
We are her Maternal GrandParents !
For a month she was at our Home & we were SO HAPPY !
In the Poem I had expressed that “Happiness”!
I hope you like this Post !
Chandravadan

જુલાઇ 25, 2010 at 12:57 પી એમ(pm) 22 comments

ચલોરંગુન ! ચલો રંગુન !……..”નટુભાઈને શ્રધ્ધાજંલી !”

 
 
http://truefood.files.wordpress.com/2007/04/local-april-flowers.jpg?w=500
 

ચલોરંગુન ! ચલો રંગુન !

ચલો રંગુન ! ચલો રંગુન !
સુનો કહાણી, આ સંસારની, સુનો કહાણી એક કુટુંબની !……ટેક
 
ભાવનગરના  ચોગઠ ગામે,
નારણદાસ અને રતનબેન પરિવારે,
સંસારી કળીઓ ખીલે છે અનેક !……ચલો….(૧)
 
મણીલાલ, રતિલાલ, હરિલાલ, વ્રજલાલ સંગે,
 પ્રાણકુંવર અને જયકુંવર, છે બે બેનડી રંગે.
કોઈકે લીધી વિદાય, છતા ફુલો બને અનેક !…..ચલો……(૨)
 
હરિલાલ તો મુંબઈ જવાનું સહાસ કરે,
મુસલમાન વેપારી સાથે દોસ્તી, ‘ને રંગુનની સફર કરે,
થાય કુદરતની આ લીલા અપાર !……ચલો…..(૩)
 
જાણકારી “મની-લેન્ડર”ની લઈ, વ્રજલાલ ખીલે !….ચલો….(૪)
 
સ્વતંત્ર પૈસા ધીરવાનો ધંધો વ્રજલાલ કરે,
સાથે, ઝવેરાતનું વેચાણ પણ એ તો કરે,
સફળતા ધંધામાં વ્રજલાલને ખુબ મળે !……ચલો…..(૫)
 
થાય રંગુનની “રાઈસ મીલ્સ”નું ઓકસન ૧૯૨૪ની સાલે,
અને, રાઈસ મીલ્સની ખરીદીમાં એક મિત્ર મદદ કરે,
જાણે વ્રજલાલ પર તો પ્રભુ-કૃપા વરસે !……ચલો…..(૬)
 
ખંત મહેનતથી વ્રજલાલ તો મીલો બારે વધુ જાણ્યું,
અને, એકની પાંચ મીલો કરી બધું જ સંભાળ્યું ,
મહેનતના ફળરૂપે વ્રજલાલને સફળતા મળે !……ચલો……(૭)
 
“ડાયમંડ રાઈસ” અને “ગોલ્ડ રાઈસ” ભારતે પ્રખ્યાત બને,
૧૯૩૪માં અમરેલીમાં રતનબા માટે એક બંગલો બને,
આશિર્વાદો એમના તો વ્રજલાલ શીરે !……ચલો……(૮)
 
રતનબાની ઈચ્છા કરવા માટે,
બંગલે મહાઋદ્ર યજ્ઞ અમરેલી ધામે,
કાર્ય આવું કરી, ખુશી છે વ્રજલાલ હૈયે !……(૯)
 
૧૯૪૦માં જાપાન યુધ્ધ કરી, બર્માનો કબજો કરે,
વ્રજલાલ પરિવાર તો મુંબઈ આવી ધંધો કરે,
સંતોષનો ખજાનો હતો વ્રજલાલ હૈયે !……ચલો….(૧૦)
 
ઘણું કહ્યું છતાં ના કહ્યું મેં વ્રજલાલ પરિવારનું,
તો, હવે સાંભળો એ પરિવારનું ,
કહાણી છે વ્રજલાલની !……ચલો……(૧૧)
 
છે ઈન્દુ, વિનું, નટુ, ઈશ્વર, મધુ, સુરેશ, મનુ એમ દિકરાઓ,
પત્ની કમલા, અને રામી, મંજુ નામે બે દીકરીઓ,
પાડ પ્રભુનો છે વ્રજલાલ હૈયે !……ચલો…..(૧૨)
 
વિશ્વયુધ્ધ બાદ, ૧૯૪૬માં બર્મા તો  અંગ્રેજ સત્તામાં ફરી,
અનેક ભારતીય વેપારીઓ સાથે વ્રજલાલને  બર્મા પધારવા વિનંતી કરી,
તો, ફરી રંગુન છે વ્રજલાલ ભાગ્યમાં !….ચલો……(૧૩)
 
જુનું ઘર તો ના મળે, ‘ને હતી રાઈસ મીલો ભંગાર હાલતે,
એક કે બે મીલો થઈ શરૂં, વ્રજલાલ હિમંતે,
રંગુનમાં છે વ્રજલાલ પરિવાર સંગે આનંદમાં !……ચલો….(૧૪)
 
મળે બર્માને સ્વતંત્રતા ૧૯૪૭ની સાલે,
૧૯૪૮માં બળવાખોરા કેદી વ્રજલાલને, રેનસમ પૈસે આવે ઘરે,
આ તે કેવી છે કુદરતની લીલા !……ચલો……(૧૫)
 
સ્વતંત્ર બર્મામાં કરે રાઈસ મીલો નેશનલાઈસ, અને બધું જ સરકાર માન્ય થવું રહ્યું ,
અને, ૧૯૬૦બાદ બળવો થતા, માલ-મીલ્કતો રંગુન છોડી ભાગવું પડ્યું,
આ તે કેવું પ્રભુએ વ્રજલાલ માટે કર્યું ?…….ચલો……(૧૬)
 
હવે, વ્રજલાલ પરિવાર મુંબઈમાં રહી ધંધો કરે,
એ પહેલા વ્રજલાલએ દીકરા મધુને અમેરીકા મોક્લ્યો ૧૯૫૫ની સાલે,
સ્વપના છે અમેરીકાના વ્રજલાલ હૈયે !……ચલો……(૧૭)
 
દીકરા સુરેશ મનુ સાથે ભત્રીજો અમરીશ પણ અમેરીકા આવે,
૧૯૬૨માં દીકરો નટુ અમેરીકા આવી નોકરી શોધે,
પરિસ્થીતી બદલાય છે વ્રજલાલ પરિવારની !…..ચલો……(૧૮)
 
મળી પત્ની સ્વરૂપે “તિલ્લોતમા”નટુભાઈ ભાગ્યમાં,
દીકરી ભાવના, અને દીકરા અતુલ, જનક ખીલે પરિવારમાં,
નિહાળી સંતાનો, નટુ ભુલે પત્ની વિયોગને !……ચલો…..(૧૯)
 
દીકરી ભાવનાને મળે સાથી બિહારી એના જીવન રંગે,
ભલે અતુલ એકલો, પણ છે સિમા જનક સંગે,
નિહાળી એ , નટુ  બીજું કાંઈ ના માંગે !…….ચલો…..(૨૦)
 
યુવાનીમાં પત્ની વિયોગે હિમંત રાખી, જવાબદારીઓ સંભાળી,
ભાઈ વિનું અને ભાભી સગે ગમ્મતોમાં જીવન-નૈયા હંકારી,
આજે નિવૄતી જીવને છે નટુને આશાઓ ઓછી !…..ચલો……(૨૧)
 
કાવ્ય રચના..સેપ્ટેમ્બર,૧૭,૨૦૦૯      ચંદ્વવદન.
 
 

બે શબ્દો…

આજની પોસ્ટ “ચલો, રંગુન ! ચલો,રંગુન !” એ ખરેખર મેં કાવ્યરૂપે થોડા સમય પહેલા રચી હતી…..ત્યારે એ “એક વ્યક્તિની કહાણી”રૂપે થઈ હતી….એ વ્યક્તિ તે …નટુભાઈ દેશાઈ !….નટુભાઈ જેને હું “નટુપપ્પા” કહી બોલાવતો…જેમને મેં આ કાવ્ય-લખાણ વંચાવ્યું હતું ….અને મારી ઈચ્છા હતી કે એક દિવસ આ ચંદ્રપૂકાર પર પોસ્ટરૂપે હશે……જે નટુભાઈ વાંચશે …..પણ….પ્રભુ ઈચ્છા બીજી રહી !
જુલાઈ ૧૯, ૨૦૧૦, અને સોમવારની સવાર, અને કોલંબીઆ, સાઉથ કેરોલીનામાં નટુભાઈએ પ્રાણ છોડ્યા….એઓ આ જગતને છોડી ગયા !…..આ પોસ્ટ દ્વારા હું એમને “શ્રધ્ધાંજલી”રૂપે પ્રગટ કરી રહ્યો છું !
નટુભાઈનો પરિચય થયાને અનેક વર્ષો થયા …..મારી પત્નીના મોટાભાઈ બિહારી સાથે એમની દીકરી ભાવનાના લગ્ન થયા ત્યારથી હું એમને જાણું …એકબીજાને મળ્યા..વાતો કરી, અને ખરી “ઓળખાણ” થઈ!……હું એમને “નટુપપ્પા”કહી માનથી બોલાવતો..એઓ મને “ડોકટર” કહી બોલાવતા ત્યારે જાણે “એક મિત્ર” સાથે વાતો કરતા હોય એવું હૈયે થતું !
જ્યારે મેં “ચંદ્રપૂકાર”નો બ્લોગ શરૂં કર્યો ત્યારે એ પાધારી મારી પ્રગટ કરેલી પોસ્ટો વાંચતા, અને “પ્રતિભાવો” પણ આપી ઉત્સાહ આપતા !….જ્યારે મેં “માનવ તંદુરસ્તિ”ની પોસ્ટ શરૂ કરી ત્યારે, મને સવાલ-જવાબ ફોરમાર્ટમાં “ડોકટર પૂકાર”નામકરણે પોસ્ટે પ્રગટ કરવા પ્રેરણાઓ આપી…અને એમના જ પ્રશ્ર્નથી એની શરૂઆત કરી ત્યારે એમને આનંદ હતો ,…અને મને પણ આનંદ હતો !
 
હું નટુભાઈને કોલંબીઆમાં થોડા મહીનાઓ પહેલા બિહારી-ભાવનાની દીકરી બંસીના લગ્ન સમયે મળ્યો હતો ….એ છેલ્લી મુલાકાત હશે એવી કલ્પના પણ કરી ના શકાય ….એઓ તંદુરસ્ત હતા ! ….પણ પ્રભુ ઈચ્છા ????
 
હું જ્યારે એમને કોલંબીઆમાં છેલ્લો મળ્યો ત્યારે જ અમે રંગુનના એમના જીવન વિષે અને અન્ય ચર્ચાઓ કરી….જે માહિતી મળી તેને જ મેં કાવ્યરૂપે એમને સંભળાવી……આજે એ જ “શ્રધ્ધાજંલી પોસ્ટ”રૂપે તમે વાંચો છો……બર્મામા રંગુનમાં એમના પરિવારનું સ્થાયી થવું ….ધંધામાં સફળતા મળવવી….રંગુન છોડવું પડ્યું …મુંબઈમા ધંધાની ફરી શરૂઆત…નટુભાઈનું અમેરીકા આવવું…..નાની વયે પત્નીના અવસાનનું દુઃખ ….ફરી ના પરણવું, અને ત્રણ સંતાનોની સંભાળ લેવી મોટા કરવા એ એક મોટી જવાબદારી હતી …..એ એક ફરજરૂપે અદા કરી….અને, નટુભાઈનું જીવન એક “સંગ્રામ” હતો !…..મોટી દીકરી ભાવના…નાનો દીકરો જનક પરણી ગયા બાદ…પોત્ર…પોત્રીઓ નિહાળી એઓ આનંદ અનુભવતા હતા….રીટાયર લાઈફમાં એક “અનોખો સંતોષ” અનુભતા હતા …એ જ મેં કાવ્યમાં અંતે આ પ્રમાણે કહ્યું …” આજે નિવ્રુતિ જીવનમાં નટુને આશાઓ ઓછી !”
 
સંસારમાં રહી …પોતાનું કર્તવ્ય પાલન કરી…..પરિવારની “ભરી વાડી” નિહાળી…..નટુભાઈ દેશાઈ આજે પ્રભુધામે છે !…પ્રભુ એમના આત્માને ચીર શાંતી આપે એવી પ્રાર્થના !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 

FEW WORDS

 
Today it is Friday 23rd July…The Post is a Kavya ( Poem) in Gujarati entitled “CHALO RANGON ! CHALO RANGOON “…..It means “LET’S GO to RANGOON ! LET’S GO to RANGOON !”…..It is a Life Story of an Individual, named NATUBHAI DESAI…..It is published as a “SRADHDHANJALI ” to him…..Natubhai passed away on July 19th 2010 . This Poem was read to him & was to be published as a Post in the Future…..but the God had different plans…..Let it be my SALUTATIONS to him !
 
Dr. Chandravadan Mistry

જુલાઇ 23, 2010 at 4:17 એ એમ (am) 15 comments

બે ચકલીની વાર્તા

 
 
 House Sparrow - House Sparrow House Sparrow - A female House Sparrow
 
 
 

  

 

બે ચકલીની વાર્તા

એક નાનું ગામ. ત્યાં અનેક ચકલી-પરિવારો પોત પોતાના ઘરો બાંધી આનંદમાં રહેતા હતા. ચકલીઓ ગામમાં “ચીં ચીં ” કરી ફરતા, અને સૌ ગામવાસીઓ  ચકલીઓને નિહાળી ખુશી અનુભતા, કંઈક ખાવા માટે આપતા.
અનેક વાર, ચકલીઓએ સભાઓ ભરી ચર્ચાઓ કરતા ત્યારે વડીલો, અને વ્રુધ્ધો નવજવાનોને એક સલાહ આપતા..” આ ગામની હદ બહાર ઉડીને કદી ના જવું !”
એક દિવસ, બે યુવાન ચકલીઓ આનંદમાં રમતા, રમતા ગામની હદ બહાર ગયા. અનેક ઝાડોનું વન નિહાળ્યું ….ફરતે ઉંચા ઉંચા પહાડો હતા. આનંદમા ઉડવા લાગ્યા, ઉડી ઉડી થાકી ગયા, અને ઝાડ પર વિસરામ કરવા બેઠા.
અચાનક, સુસવાટા સાથે પવન શરૂ થયો …ઝાડો હલવા લાગ્યા, પર્વતો પરથી પથ્થરો ગબડવા લાગ્યા…..પથ્થરો એક બીજા સાથે અથડાતા હતા. અને, અથડાતા પથ્થરોમાંથી એક ચમકારો થયો, અને જમીન પર પડૅલા ઘાસના તણખલા પર પડતા ઘાસ બરવા લાગ્યું …..એક ચકલી તો આ નિહાળી નીચે ઉતરી તણાખલાને ચાંચમાં લઈ મોટા ઘાસના ઢગલા પર નાખ્યું ……અને અગ્નિ આગરૂપે પ્રગટ્યો…..આ ચકલી તો ખુશ થઈ બીજા તણખલાઓ ચાંચમાં લઈ બીજે ફેંકવા લાગી.
આ દ્રશ્ય બીજી ચકલીથી સહન ના થયું …..એ તો ઉડી નજીકના તળાવે ગઈ. તળાવ પાણીમાં એનું આખું શરીર ભીંજવી, ચાંચમાં પાણી ભરી ઉડતી ઉડતી જંગલમાં આવી આગ પર શરીર હલાવી પાણી છાંટ્યું , અને ચાંચ ખોલી આગ પર પાણી રેડ્યું ….આ પ્રમાણે ફરી ફરી કર્યું ….એ નિહાળી, બીજી ચકલી  એને કહેવા લાગી…” અરે, ઓ. મુરખ, શા માટે તું આવું કરે છે ? …આટલા પાણીથી આગ બુજાશે નહી !”
  
પેલી ચકલીએ શાન્તીથી સાંભળી, આ પ્રમાણે જવાબ આપ્યો…..
  
“અરે, મારી બેન, હું જાણું છું કે આટલા પાણીથી આ મોટી આગ બુજાશે નહી જ….જો હું કાંઈ ના કરૂં તો મારું દીલ મને માફ કરશે નહી…..અહી આગ લાગી છે, અને નુકશાન થઈ રહ્યું છે …આવા સમયે મારી ફરજ કે હું આ આગને શાંત કરવા કંઈક કરૂં….એ જ શુભ કાર્ય કહેવાય ! જો આ કાર્ય કરતા, હું જો મારા પ્રાણ તજુ તો મને આ જીવન જીવવા માટેનો કૉઈ અફસોસ રહેશે નહી …મારે તો આ જીવન જીવતા શુભ કર્યો જ કરવા છે !”
 
પેલી ચકલી એકદમ શાંત થઈ ગઈ….એને એની ભુલ સમજાય…..એને એના દીલમાં દર્દ થયું !
અચાનક આકાશ વાદળોથી ભરાય ગયું ….વિજળીના ચમકારા થવા લાગ્યા…..અને ઘોઘમાર વરસાદ વરસવા લગ્યો…..આગ બુજાય ગઈ…..અચાનક વરસાદ આવવો એ પ્રભુ-ઈચ્છાથી હશે….પણ જ્યારે શુભ કાર્ય્ની શરૂઆત થાય ત્યારે પ્રભુ સહારે આવે જ !…કદાચ, એક ચકલીએ કરેલા “શુભ કાર્ય”ના પરિણામરૂપે હશે !
 
વરસાદ બંધ થતા, ગામમાંથી વડીલો ઉડતા ઉડતા જંગલમાં આવી ગયા…..ભુલી પડેલી બે “બાળ-ચકલી”ઓ ને વ્હાલ સાથે પંપાળી, ગામમાં લાવ્યા…..ત્યારે એ ચકલીઓના મનમાં શું વિચારો હશે ?….મારૂં માનવું છે કે જે કંઈ પરિવર્તન થયું હશે તે યોગ્ય જ હશે !
  
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
કાવ્યરૂપી લખાણમાંથી આ વાર્તા…..તારીખ જુલાઈ, ૧૪, ૨૦૧૦
 
 
 
 

બે શબ્દો …..

 
“બે ચકલીની વાત” નામે એક કાવ્યરૂપી પોસ્ટ મેં નવેમ્બર, ૨૨, ૨૦૦૯માં પ્રગટ કરી હતી.
એ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, મારા મનમાં ફરી ફરી વિચારો આવ્યા કે ” આ લખાણ એક ટુંકી વાર્તાની પોસ્ટરૂપે હોય તો કેવું ?”…..આવો વિચાર હું મારા મનમાંથી કાઢી નાંખતો !
 
હવે, ઘણા લાંબા સમય બાદ, એક ટુંકી વાર્તા “પરમેશ્વરની શોધ” પ્રગટ કર્યા બાદ, પેલો જુનો વિચાર તાજો થયો !
મારાથી રહેવાયું નહી…અને આજે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો !
 
પ્રગટ કરેલા “કાવ્ય” ..કે આજની આ વાર્તારૂપી પોસ્ટમાં એક જ બોધ છે ……આ માનવ દેહ મળ્યો છે “શુભ કાર્યો “કરવા માટે …..શુભ કાર્ય નાનું હોય કે મોટું , અને જો એનાથી કોઈને લાભ કે સહાય થતી હોય તો એક “ફરજ” સમજી દીલથી કરવું !….માનવી સ્વાર્થમાં કે અભિમાનમાં રહી આ ભુલી જાય છે અને “ખોટા કાર્યો” કરવા એની શક્તિનો ઉપયોગ કરે છે…..જેમકે એક ચકલી જંગલમાં આગ લગાડી થતા નુકશાનથી આનંદ અનુભવે છે. ……જ્યારે બીજી ચકલી આગથી થતા નુકશાન તેમજ એની બેનપણીના “ખોટા કાર્ય”ને ધ્યાનમાં લઈ તરત કંઈક “શુભ કાર્ય” કરવા લાગે છે. ……અને, ખોટું કામ કરનાર ચકલી એને મુરખ કહે છે ……માનવ જીવનમાં પણ આવા જ અનુભવો થાય છે ….કોઈ કંઈ સારૂં કરે ત્યારે અનેક ટીકાઓ કરે …”નેગેટીવ દ્રષિ”એ જોનારા કે કહેવાવાળા અનેક હોય !…..નાનું સહાયનું કાર્ય થતું હોય તો લોકો કહેશે ..” એક દુઃખી કે ગરીબને સહાય કરવાથી બધાને લાભ ના થાય …જગતમાં તો એવા બહુ જ છે !”……અને જો કોઈ વ્યક્તિ મોટા પાયે અનેકને સહાય કરે કે મોટું દાન કરે ત્યારે  કહેવાવાળા મળે ….” જો, આ એનું નામ કમાવવા આ બધું કરે છે !” …..માનવીને પ્રભુએ “હ્રદય અને અંતર આત્મા” આપ્યો છે …..એની જાણ એ પોતે જ જાણે , બીજા કોઈ એ ખરેખર જાણતા નથી એ જ પ્રભુની એક “મોટી ક્રુપા” છે ……તો. માનવી જો એના ખરા “હ્રદયભાવ” સાથે સહાય/શુભકાર્ય કરે ત્યારે “એ” અને “પ્રભુ” જ જાણે ! …..અરે, હું તો એ મતનો છું કે જો કોઈ એના “એના સ્વાર્થ ” સાથે પણ “શુભ કાર્ય” કરે તો એ દુર્લ્લભ છે કારણ કે એ બીજાને “દુઃખ કે હાની ” આપતો નથી !
 
અંતે એક જ બોધ છે …..આ માનવ અવતાર અણમોલ છે …..જીવન એવું જીવવું જોઈએ કે અન્યને કંઈક ભલું થાય…કોઈનું બુરૂ ના થાય ! આવા જીવનમાં  પ્રભુ-ભક્તિ આપોઆપ સમાય જાય છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
 
 
FEW WORDS….
 
Today I am publishing a Post “Be Chakalini Varta” . It is a “Tunki Varta” or a Short Story, and it’s Title means “A Story of Two Sparrows”.

 

 
The story  narrates that one day 2 young ones accidently are in a Jungle……suddenly, it is windy..rocks fall from the hillside & as the tumbling rocks strike with each other  a spark is generated  & the fire ignites the dry grass.
 
One of the young bird takes the ignited grass & places it on a heap of dry grass ,,…..& there is fire…& with joy this bird spreads this Fire !
 
Another sparrow saddened….fly to nearby pond submerges the entire body in the water…and also takes the water in the beak….& puts on the fire….makes such acts many times.
 
The bird who started the fire calls her a Fool ! And asks “This small amount of water will not put out this fire,….why you do this then ?”
 
The good one replied ” I know that !…While I am alive, I must do “good deeds”…I must do this..the right thing ! Even if I die doing this my Soul will be happy !”
The bird who erred realised the mistake !
 
 The story ends with the “sudden heavy rains…no more fire…& the Elders searching for the young birds find these 2 & take them home “
 
The Morale of this Story is>>>>>
 
DO GOOD..DO NOT DO BAD !
 
Dr. Chandravadan Mistry

જુલાઇ 19, 2010 at 1:29 પી એમ(pm) 29 comments

પરમેશ્વરની શોધ

 om-symbol---yoga-thumb935331.jpg Om image by Archimexis
 
 
 

પરમેશ્વરની શોધ

 
અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક નાનું રમકડુ છે. અને આ પ્રુથ્વી પર અનેક ચેતન જીવીત ચીજો સાથે જડ ચીજોથી બનેલ જગત છે. જીવીત ચીજોમાં માનવી એક ઉચ્ચપદે છે એ એક સત્ય છે. અને, માનવી ઉચ્ચ પદે રહી જગત સર્જનથી માંડી અત્યારે વર્તમાન સુધી સ્વતંત્ર વિચાર કરતો આવ્યો છે અને એ માનવ વિચારોમાં એક પરમેશ્વર
( GOD) નો વિચાર હંમેશ રહ્યો છે.
 જે જાણ્યું  તેનાથી સંતોષ ન રાખી, વધુ જાણવાની ઈચ્છા માનવ સ્વભાવે હંમેશા ગુંથાય છે. આવાસ્વભાવને કારણે વિજ્ઞાનનું પ્રોત્સાહન અને અનેક શોધો શક્ય થઈ તેનો વર્તમાન આજે પુરાવો આપે છે. આવી દશાને આપણે લાભદાયક પરિવર્તન તરીકે ગણીએ તો એ ખોટું નથી. કિન્તુ, આટલી સફળતા બાદ માનવ સ્વભાવ શાંત નથી. જે નવું જાણ્યું તેનાથી એને થોડો સંતોષ થશે કિન્તુ એનું મન વધુ જાણવા તલ્લીન રહે છે.
 હવે, આપણે જગત સર્જન માટે વિચારણા કરીએ. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે અખિલ બ્રહ્માંડમાં પ્રુથ્વી એક રેતીના કણ જેવી છે. માનવીએ પ્રથમ વિચાર્યું કે બ્રહ્માંડમાં ફક્ત પ્રુથ્વી જે એક વિશાળ ઉત્તમ જગ્યા છે. પહેલાં માનવીએ કહ્યું કે પ્રુથ્વી એક સપાટ જગ્યા છે. બ્રહ્માંડને નિહાળવા એણે ચંદ્ર, સૂર્ય ગ્રહો વિગેરે સૌને ગોળ આકારે અનુભવ્યા. ગોળ દડા જેવા નિહાળી, માનવીએ એની શક્તિથી શોધી કાઠ્યું કે પ્રુથ્વી પણ એક ગ્રહ અને દડા જેવી ગોળ છે, અને સુર્યની આજુબાજુ ફરતે કે બીજા ગ્રહોની જેમ ભ્રમણ કરે છે. આકાશમાં નિહાળવા પ્રથમ માનવીએ અનુમાન કર્યું કે રાત્રીના ચમકતાં તારલાઓ નાની નાની જગ્યાઓ હશે કિન્તુ વધુ અભ્યાસ કરતા જાણ્યું કે એક તારલો એક સુર્ય બરાબર છે. માનવીએ પ્રુથ્વી પરના વાતાવરણને સમજવા પ્રયત્નો કર્યા. હવા, પાણી વિગેરેના કારણે જીવીત ચીજોનું જીવન નીભે છે. આટલું બધુ જાણ્યા બાદ એ આકાશ તરક નિહાળતો રહ્યો અને બ્રહ્માંડમાં શું છે એ જાણવા ઈચ્છા કરી. જે થકી બ્રહ્માંડની શોધ ( SPACE -Exploration ) ની શરૂઆત થઈ અને આજે એ સફર ચાલુ છે.
 આ પ્રમાણે માનવ વિકાશ થયો. કહેવાય છે એક દિવસ એક મોટા ધડાકા
( BIG BANG ) સાથે અચાનક પ્રુથ્વીનો જન્મ થયો અને ત્યારે કોઈ જીવીત ચીજો ન હતી. ધીરે ધીરે પાણી, હવા અને અન્યના મિલન સાથે કંઈક નાની જીવીત ચીજની શરૂઆત થઈ…ત્યારબાદ, મોટી જીવીત ચીજો અને અનેક જીવોના જન્મમાં પ્રાણીઓનો જન્મ અને ઉત્તમ પ્રાણી સ્વરૂપે માનવનો જન્મ. આ છે વિજ્ઞાનની દ્રષ્ટીએ જગત જન્મ. ધર્મોના કહેવા પ્રમાણે એક દિવસ પ્રભુએ જગતનું સર્જન કરવાનું વિચાર્યું અને જગત થયું ત્યારે અનેક નું સર્જન કરતા માનવીઓ નર-નારી રૂપે થયા ( Theory of Creation) તો , વિજ્ઞાન ધર્મ પ્રમાણે એના કરેલાં વિચારને ખોટો ઠરાવે છે અને પુરાવા સહિત ભારપુર્વક કહેતું રહે છે કે માનવીઓ ધરતી ઉપર ધીરે ધીરે રહેતાં થયા ( Theory of Evolution ) અને એ દ્રષ્ટિએ નિહાળી,વિજ્ઞાન કહે કે પ્રથમ સુષ્મ જીવતી ચીજ….ત્યારબાદ નાની…મોટી જીવતી ચીજો….પ્રાણીઓ અને વાંદર જાતી અને ત્યારબાદ માનવીઓ. પ્રથમ માનવી જંગલી હાલતમાં હતો. છતાંએનામાં સમજણ શક્તિ હતી…સમજણ શક્તિને કારણે વિચારો અને વિચારોને કારણે અન્ય કાર્ય કરવાની ઈચ્છા અને મુખે અવાજોને એક ભાષા સ્વરૂપ પણ આપ્યું. ધીરે ધીરે આવી એક ઉચ્ચ કક્ષા પર પહોંચી ગયો. આ બધુ એની સ્વતંત્ર વિચારધારા અને સમજણ શક્તિ આધારીત છે એ એક સત્ય છે. ચાલો, આપણે વધુ ચર્ચા કરીએ.
 માનવીઓ એમના સ્વભાવ પ્રમાણે પ્રગતિના પંથે આગેકૂચ કરી રહ્યા અને આજે વર્તમાનમાં સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ પદ છે. સર્જન પછીની શરૂઆતમાં આટલી ઉંચી કક્ષામાં નહતો ત્યારે પણ માનવીએ એક સાથે સમુહમાં રહી જીવન જીવવાનું શીક્યો હતો અને આવા પરિવર્તનમાં એણે એક વ્યકતિને માર્ગદર્શન આપનાર ( Leader ) તરીકે સ્વીકાર કર્યો. અને, અખિલ બ્રહ્માંડને નિહાળી બધુ જે ક્રમસર થતું એનું અનુમાન કરી ધરતીથી બીજે કોઈક વધુ શક્તિમાન તંત્ર ચલાવી રહ્યો છે એવો બેકરાર હતો. આ સ્વીકારમાં પરમશક્તિ રૂપે પરમેશ્વરનો જન્મ માનવ હૈયામાં થયો. આવા સ્વીકાર બાદ, પરમેશ્વરને વધુ જાણવા, મળવા એની ઈચ્છા જાગ્રુત થઈ એ પ્રયાસમાં ધર્મનો જન્મ થયો. જેનો વિકાસ પણ માનવીઓ દ્વારા જ થયો.માનવીમાં છુપાયેલ અપાર શક્તિનો ઉપયોગ કરી કોઈક વ્યક્તિઓ ઉંચુ પદ મેળવી. ઋષી મુની સ્વરૂપે પરમાત્મા વિષે વધુ જ્ઞાન આપ્યું. અહીં અંગ્રેજી ભાષા રૂપે નિહાળતા ફીલોસોફર (Philosopher) ની ઓળખ થઈ. આવી જીવન ઘટના સાથે કોઈકે પ્રભુને મળવા એક રસ્તો પકડ્યો તો બીજાઓએ બીજો રસ્તો પકડ્યો. એ પ્રમાણે જુદા જુદા ધર્મો થયા. કિન્તુ, સર્વ માનવીઓનો હેતુ એકજ હતો. મહાશક્તિ જે સર્વ માં મહાસ્વામી છે જેને પરમેશ્વર કહો, એને મળવાનો કે એની સાથે એક થઈ જવાનો હેતુ હતો જાણેલ ઈતિહાસના પાને આ એક પરમ સત્ય છે.
 માનવ પાસે સ્વતંત્ર વિચારધારા છે અને અપાર શક્તિ છે એને એનો જેણે જે પ્રમાણે ઉપયોગ કર્યો તે પ્રમાણે અને વધું જાણવા મળ્યું. આવી ખોજમાં વિજ્ઞાન ( Science ) નો જન્મ થયો અને વિચાર કરનાર માનવી વૈજ્ઞાનિક ( Scientist ) કહેવાયો. જે આંખ આગળ દેખાતું હતું તેના પર વધુ વિચાર કરતાં એને એ બારે વધુ જાણ્યું-જેની પહેલાં એને ખબર ન હતી.જ્યારે નયનોથી દેખાતું ન હતું તો એને જોવા સાધન-તંત્ર ( Microscope ) વિગેરે શોધ્યુ. આવી શોધ દ્વારા માનવ સુક્ષ્મ દુનિયામાં પહોંચી જંતુઓ
(Bacteria virus) વિગેરે ને જાણી શક્યો. જીવીત સિવાય નજીવી ચીજો પર પણ માનવ વિચારણા કરતો રહ્યો, વધુ જ્ઞાન મેળવી એંતે અણુ (Atom) અને અણુ થી સુક્ષ્મ
( Proton/Electron) દુનિયા પર જાણી શક્યો. આવી દ્રષ્ટિમાં એને બ્રહ્માંડમાં ક્રમ પ્રમાણે ફરતા ગ્રહોની સરખામણી થઈ. માનવ વિચારધારા અહીં અટકી ના ગઈ….એણે અણુમાં છુપાયેલ અપાર શક્તિનું જ્ઞાન થયું અને એટોમ બોમ્બ, હાઈડ્રોજન બોમ્બ બનાવ્યો. માનવ જીવીત ચીજોને જોતો રહ્યો…અને શરીરેના જુદાજુદા ભાગોના નાની સુક્ષ્મકક્ષામાં અનેક સેલ યુનીટો( Cell Unit of  Body) નિહાળ્યા. માનવદેહ કે કોઈ બીજી જીવીત ચીજનું તંત્ર કેવી રીતે ચાલે છે, કેવી રીતે રોગો થાય એ બધું જાણ્યુ. આ જ્ઞાન સાથે એણે જીન ( Gene) ની ઓળખ કરી. માનવી એ સારૂ જીવન આપવાના વિચાર કરતાં કરતાં માનવી નવું જીવન કે જન્મના ક્રમનો અભ્યાસ કરી ગર્ભસ્તાન અને અન્ય ભાગોના સેલ યુનીટ (Cell units )          પર અખતરા કરવા લાગ્યો અને કંઈક સફળતા સાથે જાણે હું પરમેશ્વર છુ એવું અભિમાન કરવા લાગ્યો. વૈજ્ઞાનિક માનવીએ કદાચ પરમેશ્વર રૂપે દાવો ન કર્યો હોય તો પણ એ ચર્ચાના કહેતો રહ્યો “પરમેશ્વર છે તો ક્યાં છે ? મને બતાવ” જાણે એણે કોઈ સાયન્સ પ્રોજેક્ટ લીધો હોય, અને, પુરાવા વગર આવું એ અસ્ત્ય કહેવાય એવું અનુમાન કરવા લાગ્યો. શરીરના દેખાતા જાણેલા ભાગો પર વિજય મેળવી મગજ માટે વધુ જાણવા અનેક પ્રયોગો કર્યાં. મગજ કેવી રીતે ચાલે છે, યાદશક્તિનું શું છે વિગેરે માટે વિચારો હતા. મગજમાં વધતી ઘટતી ક્રિયા જાણવા સ્પેશીયલ સાધનો કર્યા-દાખલા રૂપે કલરમાં ક્રિયા
( Activity)ના પુરાવો આપતા સ્કેનો (Scans) દ્વારા વધુ જ્ઞાન મેળવ્યુ.
 વૈજ્ઞાનિકો બધા માટે પુરાવા માંગતો રહ્યો અને એ એનો સ્વભાવ થઈ ગયો. માનવતાના અસલ સ્વભાવને એ ધીરે ધીરે ભુલવા લાગ્યો. “પરમેશ્વર જેવી ચીજ નથી….હોય તો ક્યાં છે ? બતાવ મને ” આવા પ્રશ્નો સાથે વૈજ્ઞાનિકો પુરાવા વગર પરમેશ્વરને માનવા માંગતો ન હતો. એવું થયુ તેમ છતાં, એકવાર બે વૈજ્ઞાનિકો એકબીજા સાથે ચર્ચા કરતા હતા તે નીચે મુજબ છે.
 
 ”આ બધુ ધર્મ અને પરમેશ્વર બારે તારો શું અભિપ્રાય છે ?”   બીજાને પુછ્યુ.
 
 ”એ તો પરમ સત્ય છે અને ખરેખર સાક્ષાત અહી અને અખિલ બ્રહ્માંડે છે .” બીજાએ એના અનુભવો આધારિત દાવો કર્યો .
 
 ”અરે, તું પણ બીજા ધર્મપ્રેમી માનવીઓ જેમ ગાંડો થઈ ગયો કે શું ?” પ્રથમ પ્રશ્ન પુચનાર વૈજ્ઞાનિક આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો.
 
 “અરે, ભાઈ હું પણ તારા જેવી જ હાલતમાં હતો. મેં જ્યારે નવા તંત્રો દ્વારા મગજની ક્રિયાનું કલર સ્કેન ( Color Scan ) દ્વારા વધુ જાણ્યુ ત્યારે મને થયુ કે વિજ્ઞાનમાં પણ કંઈક પરમેશ્વરનો પુરાવો હશે જ કિન્તુ અત્યારે આપણે એ જાણી શકતા નથી.”
 એણે શાંત સ્વરે જવાબ આપ્યો.
 
 ”પણ ભાઈ, તેં પરમેશ્વરને જોયો છે ? ન જોયો હોય તો શા માટે આવી વાતો કરે છે ?” બીજા વૈજ્ઞાનિકે ખીજમાં કહ્યું.
 
 ”અરે મારા ભાઈ મારા મિત્ર અનેક વર્ષો પહેલાં આપણે બેકટેરીયા-વાઈરસ ( Bacteria-Virus) જેવાં જંતુઓ જાણતા ન હતા. શું ત્યારે એ નહતા ? જરૂર હતા કિન્તુ આપણી પાસે એને જોવાના સાધનો ન હતાં .
 વિજ્ઞાન સવાલોના જવાબ આપે પણ કોઈવાર એવું કંઈ થયું હોય તે માટે વિજ્ઞાન કે તારી પાસે જવાબ ન હતો, તો તેનું શું કારણ ? અરે, તેં પુસ્તકોમાં વાંચ્યુ હશે કે કોઈ ડોકટરે એના કેન્સર ના દર્દીને કહી દીધું કે રોગની જાણ પ્રમાણે આટલા સમય બાદ તારૂ મ્રુત્યુ થશે…એવા સમયે, દર્દીના મગજે કે દેહમાં જણાયેલ કેંસર ફરી તપાસ કરતાં નાબુદ થઈ ગયું હતુ. એવી ઘડી એ ડોકટરે કહ્યુ હતું: “આ તો મારી સમજણ બહાર છે.” અને એક સામન્ય માનવીએ આ ઘટનાને એક ચમત્કાર ( Miracle) માન્યો. આ પ્રમાણે એક ડોકતરના અચંબામા કે એક સામન્ય માનવીની માનતામાં ફરી એક “મહાશક્તિ” નું દર્શન થાય છે. એ શ્ક્ય કરનારને એઓએ જોયો નથી અને તું પણ જોઈ શકતો નથી છતાં તું જરૂર કબુલ કરે છે કે “કંઈક અદભુત” થયુ આ તારી કબુલાતમાં તારી પરમેશ્વર માટે કબુલાત છે અને, તને સાક્ષાત પરમેશ્વરનાં દર્શન થયાં એમ તું હૈયામાં માનીશ. જે આપણે જાણીએ છીયે તેને વિજ્ઞાન સત્ય કહે છે. જે અત્યારે સત્ય થયું તે સમયના વહેંણમાં ખરેખર સત્ય નથી પણ કંઈક જુદું જ છે એથી વિજ્ઞાનમાં પણ સત્ય બદલાય ગયું કહેવાય. અહીં આપણે પરમેશ્વરરૂપી દિવ્ય તત્વની સરખામણી કરીયે તો તે એકજ છે….પરમ સત્ય !”
 આટલું લાંબુ ભાષણરૂપે વિગતે કરી વૈજ્ઞાનિક ફરી શાંતિ સાથે આનંદ અનુભવવા લાગ્યો!
 
 આ બધુ સાંભળી બીજો વૈજ્ઞાનિક પણ શાંત હતો. વૈજ્ઞાનિક સ્વભાવ પ્રમાણે એ તો એની શોધ ચાલુ રાખશે કિન્તુ એના હૈયામાં કંઈક થયું એવું એને લાગ્યું હતું…કંઈક “નમ્રતાનો ગુણ” એના પર જાણે વિજય મેળવી રહ્યો હોય એવું થયું અને એ વૈજ્ઞાનિક હવે કંઈક ઉચ્ચપદે હતો. આવી હાલતમાં  જગતના મહાન વૈજ્ઞાનિક આલબર્ટ આઈંન્સ્ટાઈન
( Albert Einstein ) ના શબ્દો એના કાનમાં ગુંજતા હતા…………
 
 “આપણે સત્યનો અનુભવ કરીએ તે ઘણીવાર ચમત્કારરૂપે હોય છે. સત્યરૂપી વિજ્ઞાન નો પાયો ખરેખર આપણા માનવીય સ્વભાવના સ્પેશીયલ હ્રદય ઉંડાણના ભાવનાના ઝરણા પર આધારીત છે. જેને આ વિશે અજાણતા છે તે કંઈક કલ્પનાઓ કરી શકે નહી કે ન કહી એની મહત્વતાનો અનુભવ કરી શકે…અને એ તો મ્રુત્યુ પામેલ બરાબર છે.”
 
                                                                                               લેખક
                                                                                               ડો. ચંદ્રવદન માધવભાઈ મિસ્ત્રી
 
 

બે શબ્દો….

 “પરમેશ્વરની શોધ ” નામે આ ટુંકી વાર્તાનું લખાણ થોડા વર્ષો પહેલા કરી, આ વાર્તા “વિશ્વનિર્માતા પ્રજાપતિ” નામના માસીકમાં પ્રગટ કરી હતી….અને જ્યારે એ પ્રગટ થઈ ત્યારે મારા હૈયામાં ખુબ જ આનંદ થયો હતો !
આજે, “ચંદ્રપૂકાર”ના બ્લોગ પર એક ટુંકી વાર્તારૂપી પોસ્ટ તરીકે પ્રગટ કરતા, એક “અનોખો આનંદ ” થાય છે ……કારણ ????……..ઈન્ટરનેટના જગત દ્વારા જગતના દુર દુર માં વસતા અનેક વાંચકો વાંચશે…..કોઈને વાર્તા ગમશે….કોઈને વાર્તાના લખાણમાં ભુલો મળશે ….પણ…સૌને વાર્તામાં ભરેલો “ભાવ” જરૂર ગમશે, એવી મારી આશા છે !
 
હું કોઈ “લેખક” નથી …..હું કોઈ “સાહિત્યકાર કે જ્ઞાની ” નથી…….ફક્ત એક સાધારણ માનવી, જેનું ગુજરાતી ભાષા-જ્ઞાન થોડું છે ….પણ, જેના મન/હૈયામાં “વિચારો” છે જેને “શબ્દો”માં દર્શાવવા માટે હંમેશા તમન્ના રહે છે ……આ વાર્તા એના પરિણામરૂપે છે !
 
આ વાર્તામાં  “પ્રભુ કોણ? ….પ્રભુ ક્યાં છે ??” ના સવાલો જે માનવીને સતાવે છે તેના સમાધાન માટે આ વાર્તા છે…..જે “પ્રભુ-તત્વ”નો સ્વીકાર કરે છે તેઓ માટે પણ આ વાર્તા “શ્રધ્ધા” વધારે એવી આશા છે …..જેઓ પ્રભુને “માનવું કે ના માનવું “ની “ગુચવણ”માં અશાન્ત છે તેઓ માટે આ વાર્તા પ્રભુ-તત્વની ઓળખ સાથે “નવો પ્રકાશ ” રેડે છે …….અને, અંતે, વિજ્ઞાનીકોનો વાર્તા-સંવાદમાં “જ્ઞાન-પંથ”પર ચાલનારાઓનો “અહંહાર” દુર કરવાનો પ્રયાસ છે !
 
તમો સૌ આ વાર્તા વાંચે એ જ મારી પ્રથમ આશા !
 
જે કોઈ વાંચે, તેઓ સૌ પોતપોતાના અંતર આત્માને પુછે…..અને જે “સમજ ” મળે તેનો સ્વીકાર કરે એવી બીજી આશા !!
 
જે કોઈ આ વાર્તા વાંચે તેઓ “પ્રતિભાવ” આપે એવી “સ્વાર્થ-ભરી” આશા ભલે હોય…..પણ વાંચી તમે પ્રતિભાવ ના આપો તો હું નારાજ ના થઈશ……જો તમે તમારા વિચારો પ્રતિભાવરૂપે મુકશો તો હું જરૂર વાંચીશ, અને વાંચી મને આનંદ થશે !
 
ઘણા લાંબા સમય બાદ, આ “ટુંકી વાર્તા” રૂપી પોસ્ટ છે  !
 
ચંદ્રવદન
 
FEW WORDS
 
Today, after a long time you are reading “TUNKI VARTA”…..and the Title of thos Post is “PARMESHWARni SHODH” meaning ” A SEARCH for GOD “
In this Post I had introduced 2 Scientists discussing og the Existance of God…one not believing & the other believing.
At the end of the Varta ( story) are the words of World famous Scientist ALBERT EINSTEIN….
WHEN ONE EXPERIENCES THE TRUTH, IT IS OFTEN AS A MIRACLE. THE FOUNDATION Of THHE SCIENCE, BASED ON TRUTH , RESIDES INTO THE DEPTHS OF THE HUMAN HEART ! ONE WHO CAN NOT IMAGINE THIS …CAN NOT EXPERIENCE THIS….IS LIKE A DEAD PERSON !!
 
DR. CHANDRAVADAN MISTRY

જુલાઇ 14, 2010 at 1:06 પી એમ(pm) 21 comments

ચંદ્રભજન મંજરી (૮)….પ્રભુભરોસો ! …અને જુલાઈ ૪, ૨૦૧૦

 
 
 
 
 
 
 
 
 
 
 
 
Image and video hosting by TinyPic
 
 
 
 
 Image and video hosting by TinyPic
                      પ્રભુ ભરોસો
 
રાખો….
  
   હાં રે વ્હાલા, રાખો રે,
 
   પ્રભુજી પર ભરોસો રાખો રે….(ટેક)
 
ખાધી…..
 
   હાં રે વ્હાલા, ખાધી રે,
 
   પ્રભુજીએ વિદુરની ભાજી ખાધી રે,
 
                              રાખો… (૧)
પુર્યા….
 
   હાં રે વ્હાલા, પુર્યા રે,
 
   પ્રભુજીએ દ્રૌપદીના ચીર પુર્યા રે,
 
                                  રાખો… (૨)
પીધા….
 
   હાં રે વ્હાલા, પીધા રે,
 
   પ્રભુજીએ મીરાનાં ઝેર હળાહળ પીધા
 
                                    રાખો…(૩)
ચુકવી…
 
    હાં રે વ્હાલા, ચુકવી રે,
 
    પ્રભુએ મહેતા નરસૈયાની હુંડી ચુકવી રે,
 
                                     રાખો… (૪)
બુજાવી….
 
     હાં રે વ્હાલા, બુજાવી રે,
 
       પ્રભુજી એ ચંદ્રનાં દીલડાની આગ બુજાવી રે,
 
                                      રાખો… (૫)
કાવ્ય રચના
 
સપ્ટેઁમ્બર ૨૧,૧૯૮૮
 
 
 

બે શબ્દો…

આજનો દિવસ એટલે શુક્રવાર, જુલાઈ,૨,૨૦૧૦નો શુભ દિવસ !….આજે જેઠ વદ,છેઠ (૬)૨૦૬૬નો શુભ દિવસ !
 
શા કારણે ?
 
આજે મારી ચોથી અને નાની દીકરી રૂપાના લગ્નનો “ગ્રહશાંતેક”નો શુભ દિવસ !……અને આવે રવિવાર જુલાઈ,૪,૨૦૧૦…અને જેઠ વદ, સાતમ(૭) એટલે મારી દીકરી રૂપાના લગ્નનો શુભ દિવસ !
 
આજનો દિવસ, અને રવિવારનો દિવસ મારા તેમજ મારા પત્ની કમુ માટે ખુબ જ આનંદના દિવસો !
 
આવી શુભ ઘડી માટે પ્રથમ તો પ્રભુજીને પાડ !…..અને,  અમારા બન્નેના માતા-પિતાઓ અને પુર્વજોના યાદ કરી, એમના આશિર્વાદો લેવાની શુભ ઘડી !
 
પ્રભુની ક્રુપા વગર કંઈ જ શક્ય નથી ! એવી મારી શ્રધ્ધા છે !……એથી, આ શુભ દિવસોને “પ્રભુ-પ્રસાદી”રૂપે નિહાળી, અમે પ્રભુને અંતરની પ્રાર્થના કરીએ કે…..”હે, પ્રભુ ! દીકરીના લગ્નનું આ અમારૂં કર્તવ્ય-પાલનરૂપી કાર્ય તું સારી રીતે પાર પાડજે !”…અને, પ્રભુ પાર પાડશે જ !…અને, એ માટે, અમે અનેક જાણી, અજાણી વ્યક્તિઓની “શુભેચ્છાઓ”ના પણ આભારીત છીએ !…અમારી વ્હાલી દીકરી રૂપા હંમેશા આનંદમાં રહે એવી અમારી પ્રાર્થના !
 
આવા, આનંદભર્યા દિવસે, “ચંદ્રપૂકાર”પર ભજનરૂપી પોસ્ટ હોય તો કેવું  ?
 
બસ, આ વિચાર સાથે, મારી પ્રગટ કએલી વિડીઓ કેસેટ “ચંદ્ર ભજનમંજરી”માંથી  છેલ્લું ભજન આજે એક વિડીઓ-પોસ્ટરૂપે મુંકતા, મારા હૈયે ખુબ જ ખુશી છે !……આજની પોસ્ટે  “પ્રભુભરોસો”નામે રચના છે,.જે પ્રભુ-પ્રેરણાથી જ તારીખ સેપ્ટેમ્બર, ૨૧, ૧૯૮૮ના દિવસે શક્ય થઈ હતી..જેને મેં મારી પ્રગટ કરેલી પુસ્તિકા “ભક્તિભાવના ઝરણા”માં મુકી હતી……..આજે, આ રચનાને પ્રસાદીરૂપે પીરસતા, હું મારા જ શબ્દો ફરી નિહાળૂં છું …..વિદુરજી….દ્રૌપદી….મીરા….અને નરસીહ મહેતાની યાદ તાજી થાય છે, અને બધા જ શબ્દોમાં મને મારી જ “પ્રભુશ્રધ્ધા”ના દર્શન થાય છે….અને, આજે સૌ માટે મારો એક જ સંદેશો છે>>>

તમે રાખો રે ભરોસો પ્રભુજી પર !

આશા છે કે મારા મારા આ કાવ્યરૂપી શબ્દોને જે સુર/સંગીત મળ્યું તે સાંભળી તમો સૌના હૈયે આનંદ હશે !,,,,અને,  આશા એટલી કે તમો પણ “ભક્તિપંથે” વ્ળો, અને તમ-જીવનને સુગંધીત બનાવો !
 
>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS,….
 
Today it is JULY 7th 2010………This Post was prepared & was to be published on JULY, 4th 2010…..BUT, it is published today. I had been very busy with the preparation of  my youngest daughter RUPA to VIRAL. Thus, MISTRY & SHAH FAMILIES are united.
I was wondering how I can express my HAPINESS of this Event……then I remembered the last Bhajan of CHANDRABHAJANMANJARI…..PRABHU-BHAROSO……My heart danced with JOY ……And , you are now viewing this BHAJAN as a Post !
As this Post is published after the WEDDING of RUPA…..I express my JOY as with the GRACE of GOD the WEDDING EVENT was concluded WELL !!!
I hope you enjoy this Post !
 
CHANDRAVADAN

જુલાઇ 7, 2010 at 2:08 પી એમ(pm) 33 comments

૨૦૧૦ના વર્ષનો જુલાઈ મહિનો !

 
 
 Image and video hosting by TinyPic
 

૨૦૧૦ના વર્ષનો જુલાઈ મહિનો !

ગુરૂવાર, અને તીથી પ્રમાણે “જેઠ વદ પાંચમ (૫) ૨૦૬૬, એટલે જુલાઈની પહેલી (૧) તારીખ !
 
આ જુલાઈ મહિનો એટલે મારા તેમજ મારા પત્ની માટે ખુબ જ ખુશીનો દિવસ !
 
શા માટે ?
 
એ કહેવું નથી અત્યારે !
 
પણ….તમારે વધુ વાટ જોવી પડશે નહી.
 
કારણ કે……આવતી કાલે શુક્રવાર, જુલાઈની બીજી (૨) તારીખ, અને તીથી પ્રમાણે જેઠ
 
 વદ ૬ છે…અને ત્યારે “ચંદ્રપૂકાર” પ્રર  એક નવી પોસ્ટ હશે !
 
અને, તમે સૌ અમારી ખુશીનું “કારણ” જાણશો.
 
તો, પધારશોને ?
 
 
 
 
>>>ચંદ્રવદન.
 
 
JULY 2010
 
Today it is 1st of July !
And, you are viewing a Post with the Title of “YEAR 2010 & the MONTH of JULY”.
This is the Month of the GREATEST JOY for us (Me & My Wife).
Reason ?
Please read the next Post, to be published tomorrow.
Will you come & read it ?
 
CHandravadan.

જુલાઇ 1, 2010 at 1:52 એ એમ (am) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,714 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031