Archive for ઓગસ્ટ, 2008

સંસારનો ગીતા પાઠ

 

 સંસારનો ગીતા પાઠ

જરૂર નથી સંન્યાસની તને,
ગીતા પાઠ મળશે સંસારમાં તને……. (ટેક)
ગીતાપાઠમાં કર્તવ્ય-પાલન રહ્યું,
શ્રી ક્ર્ષ્ણે જેને પાને પાને કહ્યું,
કર્તવ્ય-પાલન આવું સંસારમાં તે જો કર્યું
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૧)
જન્મ લેતાં,માત-પિતા મળ્યા તને,
સેવા કરી, તેં રાજી કર્યા એમને,
જે થકી કર્તવ્ય-પાલન તેં કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૨)
પરણતા તને પત્નિ મળી,
પતિરૂપે ફરજો તે તો બજાવી,
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૩)
સંતાનો પ્રભુક્રુપાથી મળ્યા તને,
પિતારૂપી પ્યાર આપી રહ્યો તું જેને
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૪)
જગમાં મનુષ્ય દેહ મળ્યો તને,
માનવી બની તેં સ્નેહબંધને બાંધી દીધા સૌને,
જે થકી કર્તવ્ય-પાલન તે કર્યું,
જરૂર એતો હરિને મળ્યુ…..જરૂર નથી…. (૫)
  
સંસારી થઈને સંસારમાં રહેવુ, એજ નિર્ણય તારો,
કિંતુ, કર્તવ્ય-પાલન કરતા, કર્મ પ્રભુને અર્પણ એજ ધર્મ તારો,
જો જીવન તારૂ આવું રહ્યુ, તો ચંદ્ર કહે ગીતાપાઠ તે તો,
                      શીખી લીધો…જરૂર નથી….(૬)
કાવ્ય રચના:
જુન ૮,૧૯૯૧
 
 

બે શબ્દો

આજે શનિવાર, ઓગસ્ટ ૩૦ ૨૦૦૮ યાને શ્રાવણની અમાસનો દિવસ.
આજે શ્રાવણ મહિનો પુરો થાય છે. શ્રાવણ માસે શ્રી કૃષ્ણના જન્મની
ખુશી સાથે ‘ગોકુલ અષ્ટમી ‘ નામે એક કાવ્ય પ્રગટ કર્યું હતુ, ત્યારબાદ
‘ બાળ કાનો ” નામે બીજી રચના પ્રગટ કરી હતી અને છેલ્લે
‘રાધા કૃષ્ણ ‘ નામકરણે એક રચના પ્રગટ થઈ હતી. આ પ્રમાણે આપણે સૌએ
શ્રી કૃષ્ણના વિષ્ણુરૂપી અવતારનો મહિમા અનુભવ્યો.
હવે, આજે ‘ સંસારનો ગીતાપાઠ ‘ નામે કાવ્યરચના પ્રગટ કરી છે
અને જે દ્વારા શ્રી કૃષ્ણ અવતારરૂપે માનવતાને હિન્દુ સંસ્કૃતીના
વેદો- પુરાણોના સારરૂપે ગીતા અર્પણ થઈ…..આ એક મહાન કાર્ય
હતું શ્રી કૃષ્ણના જીવન દરમ્યાન કંસ-વધ કે મહાભારતના યુધ્ધે કૌરવોનો
નાશ વિગેરે દ્વારા અધર્મ પર વિજયતાનો ઉપદેસ હતો…..એની લીલાઓમાં
પ્રેમ્ભાવનાઓની શીખ સાથે એની અપાર શક્તિનું દર્શન (ચમત્કારો ) હતું, અને
દ્વારકા નગરીના એક  રાજા સ્વરૂપે મળેલ સત્તા- હક્કનો કેવી રીતે પ્રજાના
યાને માનવતાના લાભ- ખુશી માટે હોવી જોઈએ તેવી શીખ હતી. કિન્તુ,
મહાભારતના યુધ્ધ સમયે જે શ્રી કૃશ્ણ- અર્જુન સંવાદ થયો અને એક
મહાજ્ઞાનરૂપી ગીતાનો ઉપદેસ મળ્યો તેજ એક અમુલ્ય ભેટ છે, કે જેના
વાંચન થકી જ્ઞાન અને એના અમલ દ્વારા જીવન જીવવાની ચાવી
મળે છે……એને, આજે પણ અનેકને સત્યના પંથે જવા પ્રેરણાઓ
આપે છે.
બસ, શ્રાવણના પવિત્ર માસે આ પ્રમાણે ચાર કાવ્યો દ્વારા શ્રી કૃષ્ણ
વિષે કંઈક કહેવાની મારી ઈચ્છા હતી તે પુર્ણ થાય છે. મારી આશા
એટલી જ કે મારી ચાર કાવ્યરચનાઓ અને ‘ બે શબ્દો ” રૂપી
લખાણો વાંચી સૌ શ્રી કૃષ્ણનું સ્મરણ કરી એમના જીવનોમાં
પ્રેરણાઓ મેળવે !………..ચંદ્રવદન
 
 
 

ઓગસ્ટ 30, 2008 at 1:40 પી એમ(pm) 6 comments

રાધા- કૃષ્ણ

 

 

રાધા- કૃષ્ણ

વૃદાવનમાં મોરલી કાનો વગાડે,
મોરલી સૂરે રાધા રે આવે,
રાધા તો ગાંડી ઘેલી બને….
એ….જી મારો કાનો આજે રાધા સંગે ! ……૧
વૃદાવનમાં રાસ કાનો રમે,
રાસમાં ગોપીઓ સંગે નાચે,
એક એક ગોપીમાં કાનો તો રાધા નિહાળે…
એ…જી મારો કાનો આજે રાધા સંગે !……૨
આજે વૃદાવનમાં ચંદ્ર એકલો બેસી……
સાંભળે છે, સૂરો મોહન મોરલીના,
નિહાળે છે, રાસ રમતા રાધા- ક્ર્ષ્ણ…
એ…જી મારો કાનો આજે રાધા સંગે !…….૩ 
કાવ્ય રચના; ઓગસ્ટ ૨૭, ૨૦૦૮
 
 

બે શબ્દો

આપણા પૂરાણો પ્રમાણે, આપણે શ્રી કૃષ્ણને વિષ્ણુ તત્વરૂપે એક પુર્ણ અવતાર માનીએ છે.
આ સંસારમાં આપણે સૌ નર-નારી સ્વરૂપે પુર્ણતા નિહાળીએ છીએ, અને એવી
વિચારધારાએ વિષ્ણુ- તત્વ કે પરમ તત્વ યાને બ્રહમને કૃષ્ણ સ્વરૂપે નિહાળતા રાધાને
નિહાળીએ છે. આજે રાધા- કૃષ્ણ નામે કાવ્ય પ્રગટ કરતા આનંદ અનુભવું છું.
આ શ્રાવણ માસે આગળ પ્રગટ કરેલા બે કાવ્યો દ્વારા આપણે શ્રી કૃષ્ણ જન્મ ખુશી
તેમજ  બાળ કાનાની લીલાની ખુશી અનુભવી હતી……અને, હવે એક પરમ
તત્વરૂપે શ્રી કૃષ્ણને નિહાળી આ અવતારનો મહિમા બારે વિચારો કરી કંઈક
સમજીએ ….બસ, આટલી જ આશા છે !……….ચંદ્રવદન.
 

ઓગસ્ટ 28, 2008 at 1:54 પી એમ(pm) 8 comments

બાળ કાનો

 

Krishna Sucks Toe
    બાળ કાનો

બહુ રે ગમે બહુ રે ગમે બાળ કાનો,
                   ભાઈ, મને બહુરે ગમે……(ટેક)
જન્મ ધર્યો એણે દેવકી માત કુખે,
જેલ છોડી કરી મૂર્છીત સૌને,
એ…જી ઓ, દેવકીનંદન કાના,
જોઈ જાદું તારૂ હરખાય હૈયુ મારૂ,
                                બહુ રે ગમે…. (૧)
મૈયા જશોદા ગોદે કાનો લાડ રે કરે,
ચોરી માખણ એતો મુખડું રે ભરે,
એ…..જી ઓ, નટખટ કાના
જોઈ બચપણ તારૂ હરખાય હૈયું મારૂ,
                                 બહુ રે ગમે…. (૨)
ગોપીઓ સંગે ગોકુળમાં કાનો રમે,
રાસ રમતાં રમતાં રાધા કેરૂ હૈયું હરે,
એ…જી ઓ, પ્રિતમ કાના
જોઈ જીવન તારૂ, હરખાય છે હૈયું મારૂ,
                                 બહુ રે ગમે….. (૩)
વ્રુંદા તે વનમાં ઘેનુ ચારે કનૈયો ગોપ સંગે,
નાચે સૌ એની મીઠી મોરલીના સુરે,
એ…જી ઓ, મુરલીધર કાના,
જોઈ મુખડું તારૂ હરખાય છે હૈયું મારૂ,
                                 બહુ રે ગમે… (૪)
કહે ચંદ્ર, બસ, હું તો બાળકાના ને જોતો રહું,
વળી, કહાની એની સહુને કહેતો રહું,
                                 બહુ રે ગમે… (૫)
કાવ્ય રચનાઃ
એપ્રિલ ૧૮, ૧૯૯૧
 
 

બે શબ્દો

શ્રી કૃષ્ણનો જન્મદિવસ તો વહી ગયો……..આપણે શ્રી કૃષ્ણ જન્મનો ઉત્સવ ખુબ જ આનંદ સહીત ઉજવ્યો…..હવે, હું તો શ્રી કૃષ્ણને બાળ કાના સ્વરૂપે નિહાળી રહ્યો છું અને તમે પણ એ પ્રમાણે નિહાળતા હશો. શ્રી કૃષ્ણએ જે બાળલીલા કરી હતી તે વિષે અનેક કવિઓએ સુંદર રચનાઓ કરી છે…..અને, લેખકો/જ્ઞાનીઓએ આ વિષયે ઘણું જ વર્ણન કરી એમની વિચારધારામાં સમજણ પણ આપી છે. તેમ છતા, જસોદામૈયા સાથે કરેલ મસ્તી, ગાગર ફોડવી કે માખણની ચોરી કરવી, કે પછી, ગોપ સંગ ગાયો ચરાવવી કે ગોપીઓને મોહીત કરવી….એ બધું કદી ભુલાય તેમ નથી !
આ બધી યાદસાથે, ૧૯૯૧માં એક રચના શક્ય થઈ હતી તે આજે પ્રગટ કરી છે……એ રચનામાંથી ફક્ત મારો હ્રદયભાવનો સ્વીકાર કરશો એવી આશા. તમે પણ, બાળકાનાને તમારી નજરે ભાવથી નિહાળી આનંદ અનુભવો એવી મારી પ્રાથના છે.>>>>>ચંદ્રવદન

ઓગસ્ટ 26, 2008 at 1:10 પી એમ(pm) 2 comments

ગોકુળ અષ્ઠમીનો દિવસ

 

        ગોકુળ અષ્ઠમીનો દિવસ           

Krishna Janmastami 2008
Temple after dark w crowd

ગોકુળ અષ્ઠમી રે આજે, ગોકુળ અષ્ઠમી રે આજે,

બન્યો હું તો ગાંડો ઘેલો કાના, તેરે કાજે (ટેક)

શ્રાવણ માસ ને અષ્ઠમીની રે રાત,

આજ કાનાના જન્મની બની ગઈ રે વાત,

                          ગોકુળ અષ્ઠમી રે… (૧)

કાનાના જન્મ સમયે ચમત્કાર રે હોય,

ઓઢી ચાદર નિંદરની જેલમાં સૌએ,

બાલરૂદન નું ન જાણે કોઈ,

                           ગોકુળ અષ્ઠમી રે… (૨)

મેઘ ઘમઘમ વરસે ને વાસુદેવ જમના

ઓળંગે રાખી ટોપલી માથે,

શેષ નાગની છત્રછાયા લઈ,

કાનો નીકળે નદીની બહારે,

                           ગોકુળ અષ્ઠમી રે… (૩)

મારો કાનો છે હવે ગોકુળીયા ગામે રે,

એતો હસી રહ્યો છે માત-જશોદાની સાથે રે,

                            ગોકુળ અષ્ઠમી રે… (૪)

ચંદ્ર કહે, કાનો આવ્યો છે જગમાં લીલા રે કરવા,

પ્રેમથી હાલરડું ગાજો તમે, આ ભવસાગર તરવા,

                             ગોકુળ અષ્ઠમી રે…(૫)

કાવ્ય રચના

સપ્ટેઁમ્બર ૩,૧૯૮૮

 

આજે શ્રાવણ વદ સાતમ અને શનિવાર અને ઓગસ્ટની ૨૩,૨૦૦૮…..અને મધ્યરાત્રી બાદ રવિવાર ઓગસ્ટ ૨૪ ૨૦૦૮ અને શ્રાવણ વદ આઠમ એટલે શ્રી કૃષ્ણનો જન્મદિવસ યાને જન્માષ્ઠમીનો શુભદિવસ. આ દિવસ માટે ગોકુળ અષ્ઠમી નામે મેં એક કાવ્ય રચના લખેલી તે પ્રગટ કરતા એક અનોખો આનંદ થાય છે.

જે કોઈ મારી વેબસાઈટ આવી આ રચના વાંચે તેઓ સૌ રચનામાં થયેલ ભુલો સુધારી મારા અંતરભાવોનો સ્વીકાર કરે એવી નમ્રવિનંતી.

સૌને જય શ્રી કૃષ્ણ !……..ચંદ્રવદન

ઓગસ્ટ 23, 2008 at 1:03 પી એમ(pm) 9 comments

ચંદ્ર સુવિચારો

 

                                                       ચંદ્ર સુવિચારો

 

                                   “મૌનતા”

   કડવા શબ્દો મત કહો, ધન્ય છે તમ મૌનતા !

      અસત્ય નિભાવ્યું જો તમે, ધિક્કાર છે તમ મૌનતા !

 

ઓગસ્ટ 21, 2008 at 4:17 પી એમ(pm) 11 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )

 

ચંદ્રવિચારો શબ્દોમાં (૩ )

……………………………..

તારીખ ઓગસ્ટ,૧૧, ૨૦૦૮એટલે થોડા દિવસો પહેલા જ ‘ ચંદ્રવિચારો શબ્દોમાં ‘ પ્રગટ કર્યા બાદ પથંમ ‘ ભારતની આઝાદી ‘ અને ત્યાર બાદ ‘ રક્ષાબંધન ” નું કાવ્ય પ્રગટ કર્યું……અને, વિચારતો હતો કે બીજૂં કાવ્ય સાઈટ પર મુકું કિન્તુ,રક્ષાબંધનના કાવ્ય માટે જે પ્રતિભાવો વાંચ્યા કે મારા કોઈક સ્નેહી દ્વારા જે કંઈ વાંચ્યું તેનો કેદી થઈને આજે મારા વિચારો શબ્દોમાં ફરી પ્રગટ કરી રહ્યો છું.

પ્રથંમ, રશાબંધનના કાવ્ય બાદ, નિતાબેનના પ્રતિભાવથી મારૂં મન વિચારોમાં ડુબી ગયું. એમણે લખ્યું હતું કે…”આવી રીતે ભાઈ બનવાથી ભાઈ નહી થવાય ‘……અને એક પ્રશ્રરૂપે લખ્યું…..’સમય સમય પર પૂછ્યા કરીને મારા જેવી બેનને સંભાળી શકશો ? ‘…આ શબ્દો મારા હ્રદયના ઊંડાણે પહોંચી ગયા.’પણ, હું કોનો ભાઈ ? ” એ પ્રથંમ સવાલ.મારા માતાપિતાને પ્રથંમ પુત્રરૂપે મારા મોટાભાઈ અને ત્યારબાદ બે બેનો અને એ ભાઈઓનું અકાળ બાળ-અવસ્થામાં અવસાન…અને ૧૭-૧૮ વર્ષો બાદ મારો જન્મ…..તો, હકિકતે મારા ભાગ્યમાં કોઈ સગી બેન નહી. આવા સત્યને યાદ કરતા હું નિરાશા તરફ ના હતો કારણ કે મારા જન્મ સમયે ફળિયાના એક કુટુંબે જાણે પ્રભુ પાસે લઈ ભિક્ષારૂપે મારી માતાને આપ્યો..જે થકી એ મારી દેવીમાતા બની અને એમની દિકરી એ મારી બેન થઈ…..હું નાનો હતો ત્યારથી એ બેન તરફથી રક્ષા આવતી ત્યારે એ બાંધી જે આનંદ અનુભવતો તેને શબ્દોમાં કેમ કહી શકું ? આથી, નિતાબેનના શબ્દો વાંચી હું ફરી ફરી પોતાને ફરી સમજવા માંગતો હતો….ત્યારે મારી જ કાવ્ય રચનાને યાદ કરી જે જે લખ્યું તેનું યાદ કરી એ નિર્ણય પર આવ્યો કે જે મેં લખ્યું હતું તે મારા હ્રદયના ઉંડાણમાંથી હતું ” જે કોઈ મને એક ભાઈરૂપે નિહાળે તેઓ સૌ માટે હું ખરેખર ભાઈ જ છું..એ જ પરમ સત્ય છે ! ”

હવે, વાત કરીએ એક સ્નેહીના ઈમેઈલ બારે,,…..એમને મારી રચના ગમી કિન્તુ, જે કોઈ ગુજરાતીમાં ના વાંચી શકે તેઓને રક્ષાબંધનનું મહત્વ કેમ સમજાવવું…એને એ ભાવે અંગ્રેજી ભાષાંતરની આશા દર્શાવી……બીજા સ્નેહીને લખ્યું. મને પણ ભાષાંતર કરવાનું મન થયું અને જે શક્ય થયું તે પણ પ્રગટ કર્યું છે.

લી. ચંદ્રવદન

 

              RAXAABANDHAN

Today, it’s Poonam or 15th day of the Month of Shravan,
And, it’s a day of the Celebration of sister-brother Love as Raxaabandhan,
To all sisters& Brothers of this world my Salutations !
In the Hindu Religion this is an auspicious day.
On this day the love between a Sister & a Brother is celebrated,
What a Great Culture !….. (1)
One sister with Best Wishes for a Brother in her Heart,
Making a Tilak(red spot ) on the forehead of a Brother a Sister ties a Rakhadi as a token of Love,
Feeding Sweet inBrother’s mouth her heart is filled with joy !…….(2 )
A Brother hugging his Sister& his heart filled with the Best Wishes,
And, holding her, epresses his prayers for the Divine Protecton along with His
Giving Something as a token of Love His heart filled with joy !…..(3 )
Let the Old inapproprate Customs of Hinduism be eradicated
Bit let this tradition of Raxaabanbhan go on as everto Eternity
This is the Only Wish & with it the Heart of Chandra (poet ) is filled with Joy ! ….(4)
 
CHANDRAVADAN

ઓગસ્ટ 18, 2008 at 6:26 પી એમ(pm) 11 comments

રક્ષા બંધન

 

રક્ષા બંધન

…………………

શ્રાવણ સુદ પુનમનો શુભ દિવસ છે આજે,

રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે આજે,

સંસારના સર્વે ભઈ-બેનોને વંદન છે મારા આજે !

હિન્દુ સંસ્ક્રુતિમાં તહેવાર આ રક્ષાબંધનનો છે,

જ્યારે બેન-ભાઈનો પ્રેમ ઉજવાય છે,

કેટલી મહાન સંસ્ક્રુતિ કહેવાય જો !……..(૧)

એક બેનડી શુભેચ્છાઓ ભૈયા માટે હૈયે ભરી,

પ્રેમપ્રતિકરૂપે ભૈયાહસ્તે બાંધે રાખડી, મસ્તકે તિલક કરી,

મિઠાઈ ભૈયાને ખવડાવતા બેનડી હૈયુ હરખાય જો !…….(૨)

ભેટી બેનડીને ભૈયા શુભ્છાઓ છે બેનડી માટે,

રાખી બેનડીને હાથમાં, ભૈયા-પ્રાથનાઓ છે બેનડીરક્ષા માટે,

પ્રેમપ્રતિકરૂપે કંઈક આપતા,ભૈયાનું હૈયુ હરખાય જો !……..(૩)

ભલે, હિન્દુ ધર્મના કુરિવાજો નાબુદ થતા રહે,

કિન્તુ, રક્ષાબંધનની સાંસ્ક્રુતિક પરંમપરા અમર રહે,

બસ, આટલી આશા હૈયે ભરતા ચંદ્રહૈયુ હરખાય જો !………(૪)

 

કાવ્ય રચના ઃ ઓગસ્ટ્૧૩ ,૨૦૦૮ ચંદ્રવદન

 

આજે  શનિવાર અને ઓગસ્ટ ૧૬ ૨૦૦૮ના દિવસે રક્ષાબંધન છે અને આ રચના વેબસાઈટ પર પ્રગટ કરતા આનંદ

થાય છે. વિશ્વના સૌ ભાઈ-બેનોને મારા વંદન !….જે કોઈ મને એક ભાઈ સ્વરૂપે નિહાળે તેઓ સૌને મારો ભાત્રુપ્રેમ !

ચંદ્રવદન

ઓગસ્ટ 16, 2008 at 2:49 એ એમ (am) 22 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 347,770 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031