Archive for એપ્રિલ, 2013

ચંદ્ર-આત્મારૂપી ચાલીસા

ચંદ્ર-આત્મારૂપી ચાલીસા

જગમાં પ્રભુઅંસરૂપી એક આત્મા જન્મે,

એ તો એક પ્રભુની બલીહારી રે જગમે,

બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !……..(૧)

જે જન્મે તે તો જન્મ મરણના બંધને,

તો, સંસારી જાળ ના છોડે કોઈને,

બોલો રામ, કૃષ્ણ શ્રી હરિ !…..(૨)

વેસ્મા ગામે પ્રજાપતિ કુળે જન્મ મળે,

ભાગ્યમાં માત-પિતા ભાણી માધવ મળે,

બોલો રામ,કૃષ્ણ શ્રી હરિ !…..(૩)

જન્મ સમય ‘ને રાશીના કારણે,

“ચંદ્રવદન”નામે સૌ એને ઓળખે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪)

કાનારૂપે વેસ્માને ગોકુળીયુ ગામ નિહાળે,

શાળામાં મિત્રતાભાવે સૌમાં “સુદામા”નિહાળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૫)

દશ વર્ષનું બચપણ છે ભારતમાં માતા સંગે,

યુવાની આફ્રીકામાં ભાઈ ‘ને પિતા સંગે,

બોલો રામ કૃષણ શ્રી હરિ !…(૬)

આફ્રીકા છોડી, ભારતમાં છે એ તો ફરી,

કોલેજ અભ્યાસે, ડોકટરી ડીગ્રી પ્રાપ્ત કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૭)

ડોકટર બનવું એને પ્રભુકૃપારૂપે સ્વીકારી,

માનવ સેવારૂપી યાત્રા જીવનમાં અપનાવી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૮)

હતી પ્રથમ માનવ સેવા એના ભાગ્યમાં,

જે અદા કરી ભાવથી, લુસાકાની હોસ્પીતાલમાં,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૯)

જીવનસાથીની શોધમાં દેસરા ગામે આવે,

ભાગ્ય બતાવે એને પત્ની કમુ નામે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૦)

સંતાન સુખની ઝંખના તો સૌને હોય,

રહસ્ય જેનું ફક્ત પ્રભુ પાસે જ હોય,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૧)

પિતા ચાર દીકરીઓના એ બને,

હરખ જેનો હૈયેથી જગમાં છલકાવે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૨)

સંસારી સંબંધના પિતા ગયા પ્રભુધામે,

તો, સ્વીકારી ઘટના એવી પ્રભુનામે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૩)

હોય પ્રથમ સફર ઈંગલેન્ડની ભણતર કાજે,

ત્યારે, અકાળ મોટાભાઈ મૃત્યુ આફ્રીકા ફરી લાવે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૪)

આફ્રીકા આવી, ડોકટરી છોડી દુકાન સંભાળી,

જવાબદારી ભત્રીજાઓને આપી, અમેરીકાની સફર કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૫)

પત્ની દુર જ્યારે ઈંગલેન્ડમાં રહે,

ત્યારે, ચંદ્રજીવન અમેરીકામાં વહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૬)

૧૯૮૦માં ચંદ્ર આત્મા પત્ની સંતાનોને મળે,

સહકુટુંબે હૈયે આનંદ ખુબ જ વહી રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !….(૧૭)

૧૯૮૧થી છે સૌ કેલીફોર્નીઆના લેન્કેસ્ટર ધામે,

ચંદ્ર જીવન સફર ત્યારે હોસ્પીતાલે માનવસેવામાં રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૧૮)

સેવા કરતા, ચંદ્ર આત્મા પ્રભુકૃપાઓ પામે,

કૃપાઓ પામી, સંસારી જીવને ભુલો કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૧૯)

૧૯૮૯માં હાર્ટ સર્જરી ચંદ્રભાગ્યે વિધાતા લખે,

અને, નવજીવન અર્પી, પ્રભુ કૃપા મોટી કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૦)

પ્રભુ પ્રેરણાથી ચંદ્ર શબ્દો કાવ્યો બને,

જેની નાની પુસ્તીકાઓરૂપે ચંદ્ર હૈયાનું કહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૧)

પ્રભુ ભક્તિ પંથે ચંદ્ર આત્મા સફર કરે,

જે થકી, “જનસેવા યજ્ઞ”માં ચંદ્રજીવન વહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૨)

જનકલ્યાણ પંથે ગરીબાય સૌની નિહાળતા,

ગરીબાય હટાવવા રહે હૈયે ચંદ્ર-અભિલાશા,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૩)

“શિક્ષણ જ્યોત” થકી ગરીબાય હટી શકે,

તો, ચંદ્રઆત્મા શિક્ષણ ઉત્તેજન પંથે વળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૪)

પ્રજાપતિ સંસ્થા સથવારે ચંદ્ર રહે,

જ્ઞાતિ પ્રેમ ઝરણે ચંદ્ર આત્મા તરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…(૨૫)

નવસારી આશ્રમે બાલુભાઈ લાડ મળે,

મુંબઈ વિનોદભાઈ’ને અમદાવાદે રમેશભાઈ મળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૨૬)

વિનોદના “અગ્નિચક્ર”દ્વારા ચંદ્ર પ્રચાર કરે,

“પ્રજાપતિ”માસીક દ્વારા સૌ ચંદ્રવાણી સાંભળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૭)

ગોદડભાઈ દ્વારા ચંદ્ર”અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ”મહી,

ચંદ્ર આત્મા છે સંતોષી જ્ઞાતિ સેવાના કાર્યો કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૨૮)

પ્રાર્થના, ભજનોનો સંગ્રહને પુસ્તક સ્વરૂપ મળે,

જે, માતૃશ્રીની યાદમાં “શ્રી કૃષ્ણ લીલામૃત” બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૨૯)

“ભક્તિભાવ”ના સ્વરચીત કાવ્યો ચંદ્ર ચુંટે,

જેનું “ભક્તિભાવના ઝરણા”નામે પુસ્તક બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૦)

પ્રજાપતિ જ્ઞાતિમાં સીવણ કાર્ય શીખવવા કાજે,

બીલીમોરા, બારડોલીમાં સીવણ ક્લાસો બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…….(૩૧)

પ્રભુ શક્તિનું સ્મરણમાં ચંદ્ર ભક્તિ પંથે,

અને, દિપલા ગામે અંબામાતા મંદિર શોભી રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૨)

“માનવ તંદુરસ્તી”નું મહત્વ ચંદ્રઆત્મા ગણે,

વેસ્મામાં “આર્યુવેદિક દવાખાનું” ‘ને પાલનપુરે “હેલ્થ સેન્ટર” બને,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૩)

અન્નદાનનો મહિમા, ‘ને જલાગુરૂને યાદ  કરી યજ્ઞ ચંદ્ર કરે,

અને, “જલારામ ભોજન પ્રસાદી”વેસ્મા હોસ્પીતાલે શરૂ કરે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૪)

પ્રજાપતિ જ્ઞાતિમાં સેવા ચંદ્ર હૈયે “માનવતા” ખીલી,

માનવીને સમભાવે નિહાળતા, ચંદ્રે સૌને સહાય કરી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૩૫)

મુંબઈ ‘ને પાલનપુરે “સાહિત્ય ટ્રસ્ટ”ની સ્થાપના કરી,

પુસ્તકો પ્રગટ કરવા જ્ઞાતિજનોમાં પ્રેરણા રેડી,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૬)

મુંબઈ અને ગુજરાતમાં જનકલ્યાણ કાર્યો કરતા,

હવે ચંદ્ર-શક્તિ છે અમેરીકામાં કાંઈક સેવા કરવા,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૭)

૨૦૧૩ની સાલે લેન્કેસ્ટરની શાળા ‘ને કોલેજમાં,

શિક્ષણ ઉત્તેજન ટ્રોફી યોજના કરી ચંદ્ર છે ખુશીમાં,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૮)

રેડ ક્રોસ ‘ને યુનીસેફ સહકાર ચંદ્ર મનડે વહે,

“શંકરા આઈ ફાઉન્ડેશન”સહાય વિચારો સાથે રહે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !……(૩૯)

બચપણ યુવાની ગઈ ‘ને ઘડપણ આવી ગયું,

જે થયું કે ના થયું  એ તો ઈચ્છાથી જ થયું,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !…..(૪૦)

ઈતિ,જે કોઈ ચંદ્ર આત્મા ચાલીસા વાંચી સમજે,

એ તો જીવન બદલી, જનસેવા યજ્ઞ અપનાવે,

વહી જન સનમુખે પ્રભુજી રે આવે,

પ્રભુકૃપા પામી, એ તો જન્મ મરણના ફેરા ટાળે,

બોલો રામ કૃષ્ણ શ્રી હરિ ! બોલો રામ કૃષ્ણ શ્રી હરિ !

કાવ્ય રચના ઃ તારીખ એપ્રિલ,૨, ૨૦૧૩                   ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે કાવ્ય પોસ્ટ.

“ચંદ્ર આત્મા ચાલીસા” નામે છે.

આ પહેલા તમે “ચંદ્ર ચાલીસા”નામે કાવ્ય પોસ્ટ વાંચી..અને એ હતી દાવડાજી રચીત કાવ્ય પોસ્ટ.

દાવડાજીએ મારા જીવન વિષેની કાવ્ય પોસ્ટ વાંચી “ચાલીસા” લખવાનું સુચન કરેલું, અને મેં ચાલીસા લખવા વિનંતી કરેલી એથી જ એમણે રચના કરી હતી.

એમને ભલામણ કરી તેની સાથે મેં પણ ચાલીસા રચવાનો પ્રયાસ કર્યો….અને, એ પ્રયાસના કારણે આજની આ કાવ્ય પોસ્ટ છે.

આશા છે કે તમોને ગમે.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Poem with 40 Verses & so it is a CHALISA.

It is a Poem in Gujarati with the title “CHANDRA ATMA CHALISA” meaning 40 Versed STORY of the  SOUL of CHANDRA.

It is a NARRATION of the JOURNEY of CHANDRAVADAN in this WORLD but told as the JOURNEY of the SOUL (as it reveals the INNER THOUGHTS of CHANDRAVADAN as a PERSON.

Within that Narration is the BIRTH…YOUTH & the OLD AGE of Chandravadan’s Journey with the BHAKTI ( Devotion to God) Path via the JAN SEVA ( Service to Humanity).

At the END of the Poem, the ADVICE to ALL is to REVIEW the Journey of the LIFE on this EARTH, and make the CHANGES that will  lead one towards the ALMIGHTY (God) or towards the SALVATION.

Hope you like the MESSAGE !

Dr. Chandravadan Mistry

એપ્રિલ 30, 2013 at 12:07 એ એમ (am) 16 comments

CHANDRA CHALISA…શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !

Pink Cymbidium Hybrid Orchid
શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા !
૨૬ પંક્તિઓની પ્રથમ કાવ્ય રચના દાવડાજીએ મોકલી,
ત્યારે, વધુ પંક્તિઓ લખવા ચંદ્રે એમને ભલામણ કરી,(1)
“દિવસો વધુ લાગશે” કહે દાવડાજી ચંદ્રને,
ત્યારે, “ઉતાવળ નથી જરા મારે” ચંદ્ર કહે દાવડાજીને,(2)
ઈમેઈલથી ૪૦ પંક્તિઓની “ચંદ્ર ચાલીસા”ના દર્શન થાય,
ત્યારે, ચંદ્ર ખુશીઓ ભરપૂર દાવડાજીનો આભારીત બની જાય,(3)
સુંદર ચાલીસા ચંદ્ર ચંદ્રપૂકારની શોભા વધારી રહે,
ત્યારે, સ્વરચીત કાવ્ય” ને બદલે દાવડા કૃત  ચાલીસા પ્રથમ રહે !(4)
કાવ્ય રચનાઃ તારીખઃએપ્રિલ,૫, ૨૦૧૩ ચંદ્રવદન
Mr.P.K.Davda
      P.K. Davda
ચંદ્ર ચાલીસા
ગુજરાત રાજ્યના વેસ્મા ગામે, એક બાળકનો જન્મ થયો,
પિતા માધવભાઈ મા ભાણીબેન, જાણી સૌને આનંદ થયો./૧/
પિતા તુલ્ય ભાઈ છગનભાઈ, મા સમ ભાભી શાંતાનો પ્રેમ,
બાળકને પુત્રસમ જાણી જતન કરવાની રાખી નેમ./૨/
પ્રજાપતિ કોમમા, મીસ્ત્રી કુળમાં આનંદ મંગળ છાઈ ગયું,
બાળકની કીકિયારીઓથી ઘર-આંગણ આખું ભરાઈ ગયું./૩/
સદી વીસમી સન તેતાલીસ, શરદપૂનમનો ચાંદ ભયો,
પૂર્ણ ચંદ્રને યાદ રાખીને, ચંદ્રવદન નામનો ઘોષ થયો./૪/
બચપણ વેસ્મા ગામે ગુજર્યું, પ્રાથમિક શિક્ષણ ત્યાં જ થયું,
માધ્યમિક અને ઉચ્ચ શાળાનું આફ્રીકા જઈ પુર્ણ થયું./૫/
કોલેજ શિક્ષણ મુંબઈ જઈને ભવન્સ કોલેજમાં પ્રાપ્ત કર્યું,
દાકતરી અભ્યાસ ઓરીસ્સામાં, ડોકટર બનીને સાર્થ કર્યું. /૬/
સદી વિસમી સન સીતેરમાં પ્રભુતામા પગરણ થયા
બીલીમોરાના ઈંટવાલાનીબેટી કમુ સાથે એના લગ્ન થયા./૭/
લગ્નજીવનની પહેલી પ્રસાદી નીના નામે દિકરી મળી,
માત-પિતા બનવાની આથી કમુ-ચંદ્રવદનની આશ ફળી./૮/
લુસાકાને કર્મભૂમી કરીને, કારકીર્દીની શરૂઆત કરી,
વ્યવસાય માટે વિલાયત જવાની એણે મનમા ઈચ્છા ધરી./૯/
તોંતેરમાં પિતા પરલોક ગયા, પછી ડોકટર વિલાયત ગયા,
તોંતેરમાં બે પુત્રી જન્મી, તોંતેરમા ઘણા વાના થયા./૧૦/
નીના, વર્ષા, વંદના સાથ, કમુબેન આફ્રિકામા કુટુંબ સંગાથ,
ડોકટર વિલાયતમાં નોકરી કરે, દોર મૂકી ઈશ્વરને હાથ./૧૧/
એક વર્ષના વિત્યા બાદ, પત્ની-પુત્રીઓનો મળ્યો સંગાથ,
“વોકીંગ સરે” સૌ સાથે રહ્યા, ડોકટર મનમા રાજી થયા./૧૨/
ત્યાં જ થયો કુઠારાધાત, વડિલબંધુને થયો અકસ્માત,
છગનભાઈ સ્વધામે ગયા, કુટુંબિયો જાણે નિરાધાર થયા./૧૩/
નોકરી મૂકી લુસાકા ગયા, ડોકટર ફરજમા હામી થયા;
ડોકટરી મૂકી કારોબારી થયા, તો પણ ન હિમ્મત હારી ગયા./૧૪/
સન સિતોતેરનું આવ્યું વર્ષ, ગ્રીન કાર્ડ મેળવી પામ્યા હર્ષ,
ડોકટર અમેરિકામા સ્થાયી થયા, પત્ની બાળકો ભારતમાં રહ્યા./૧૫/
સમયાંતરે સૌ ભેગા થયા, અંતે અમેરિકાના નાગરિક થયા,
સન બ્યાસી “રૂપા”નો જન્મ, ચારે પુત્રી મા-બાપને સંગ. /૧૬/
મા ભાણીબેનને વીસા મળ્યા, ત્રણ પેઢીના સૌ ભેગા થયા,
અઠ્યાસીમા માએ લીધી વિદાય, ડોકટરને અતિશય દુખ થાય./૧૭/
નેવાસીમા કારમો આઘાત, હ્ર્દય રોગ ની ડોકટરને ઘાત,
પ્રભુ કૃપાએ હેમખેમ રહ્યા, હુમલા છતાંયે સાબૂત રહ્યા./૧૮/
જીવનમાં આવ્યો એક મોડ, સમજાયું જીવનનો નિચોડ,
જીવન નથી માત્ર પંડને કાજ, કુટુંબમા સામિલ થયો સમાજ./૧૯/
ભણીગણી પુત્રિયો સ્થિર થઈ, લગ્ન કરીને સાસરે ગઈ,
પા સદી નોકરીમા ગયા, સ્વેચ્છાએ ડોકટર નિવૃત થયા./૨૦/
સ્વદેશ યાત્રા અને દાન-ધર્મ, જીવનનો સમજાયો મર્મ,
જરૂરતમંદોની વહારે ચડી, ડોકટરે જોડી જીવનની કડી./૨૧/
સંસ્થાઓને દીધા દાન, ઈચ્છા નથી કોઇ કરે ગુણગાન,
ઈશ્વરે આપ્યું છે ઘણું, સમાજ માટે ખરચું થોડું ગણુ./૨૨/
જ્ઞાતિ, શાળા નું રાખી ધ્યાન, ડોકટરે દીધું અનુદાન,
પારિતોષક અને ઈનામ, ગામમાં શરૂ કર્યું અભિયાન/૨૩/
પુસ્તકાલયો પર ડોકટરને પ્રેમ, શિવાલયોને વિસરે કેમ,
ગામમાં જે જે જરૂરી હતું, સૌ સંગાથે રહી પુરૂં કર્યુ./૨૪/
ધરમ કરમને રાખી સાથ, ઝાલ્યો જરૂરત મંદોનો હાથ,
પ્રભુ પ્રેરણાનો લઈ સંગાથ, ડોકટરે આદર્યો પુરૂષાર્થ. /૨૫/
સદવિચારથી પુસ્તક ભર્યા, વિના મુલ્યે વિતરણ કર્યા,
સમાજ, રીવાજને આવરી લીધા, ચંદ્રવદને વિચારો દીધા./૨૬/
ડોકટર આખું અમેરિકા ફર્યા, આફ્રીકા ઈંગ્લેંડ પણ જોઈ વળ્યા,
પણ ભારતનું એવું ખેંચાણ, ભારતિયતાનું કરતા અભિમાન/૨૭/
ભારત યાત્રાની ઈચ્છા કરી, ડોકટર ભારત આવ્યા ફરી,
દ્વારકાધીશના દર્શન કરી, ડોકટર પહોંચ્યા જગ્નાથપુરી /૨૮/
કોનારકનું મંદિર જોઈ, ડોકટર ભવ્યતાથી રહ્યા મોહી,
મથુરા ને વૃંદાવન ગયા, દિલના અરમાન પુરા થયા./૨૯/
આગ્રા થઈને દિલ્હી ગયા, હરદ્વાર-ૠષીકેશ રાજી થયા,
પાવની ગંગાના દર્શન કરી, ગુજરાતમાં આવી ગ્યા ફરી/૩૦/
આખરે થયા અંબાજી દર્શન, પ્રસન્ન થયું ડોકટરનું મન,
સાબરમતિ આશ્રમમા ગયા, ગાંધીજી યાદ આવી ગયા/૩૧/
સુરતમા સાંઈધામમાં ગયા, યોગદાન દઈને રાજી થયા,
વતનની સુખી યાત્રા કરી,અમેરિકામા આવી ગ્યા ફરી./૩૨/
માણસ માટે ડોકટરનો પ્રેમ, મિત્રો બનાવવા રાખી નેમ,
ચંદ્રવદન સૌને પત્રો લખે, અખબારોમા લેખ પણ લખે/૩૩/
ટેકનોલોજીનો લઈને સાથ, કોમપ્યુટરથી ભીડી બાથ,
બ્લોગ જગતમા કરી હૂંકાર, બ્લોગ બનાવ્યો ચંદ્ર પુકાર/૩૪/
વાર્તા, ભજનો, ગીતો લખ્યા, ચંદ્ર પુકારમા સામિલ કર્યા,
ભક્તિ, સદવિચાર ને સંસ્કાર, પ્રભુની સામે તામિલ કર્યા/૩૫/
બ્લોગે આપ્યા મિત્ર અનેક, નેક સાથીઓ એકથી એક,
ચંદ્રવદનને થયો આનંદ, મળ્યા જેમ ગોકુલ નંદન /૩૬/
ડોકટરી વિષય “આંતરીક દવા”, સાથે આપે સૌને દુઆ,
આવા ડોકટર જો પેદા થાય, રોગ બધાના નાસી જાય./૩૭/
પત્ની, પુત્રીઓના પરિવાર, મિત્ર-મંડળ પારાવાર,
જીવનથી પામી સંતોષ, ડોકટર પામે જીવનનું જોશ/૩૮/
ચાર ખંડે જીવનનું ઘડતર, સમાજનુ કરતા ચણતર,
ઉજાળી માત-પિતાનું નામ, સાર્થ કર્યું દાકતરી ભણતર./૩૯/
ઉજાડ્યું પ્રજાપતિ કોમનું નામ, ઉજાડ્યું વેસ્માગામનું નામ,
ચંદ્રવદનની જીવન કહાણી, અક્ષરમાં દાવડાએ આણી./૪૦/
-પી.કે.દાવડા
બે શબ્દો…
આજની પ્રગટ કરેલી કાવ્ય પોસ્ટ દ્રારા”ચંદ્ર ચાલીસા” નામે રચના.
એ ચાલીશા સાથે જોડાયેલ છે એક મિત્રનો સ્નેહ.
એ મિત્ર એટલે શ્રી પી.કે. દાવડા !
મેં મારા જીવનનું પુસ્તક “યાદોના ઉપવનમાં” વિષે પોસ્ટરૂપે કહેતા,મારા જીવનને એક કાવ્ય સ્વરૂપ આપ્યું હતું.
એ વાંચી, દાવડાજીએ “ચાલીસા”નો ઉલ્લેખ પ્રતિભાવરૂપે કર્યો.
એવી રચના માટે મારી એમને ભલામણ. એમની ઉદારતાના કારણે આજે તમો આ “ચંદ્ર ચાલીસા”વાંચી રહ્યા છો.
બસ…આ જ જાહેર કરવા, મેં “શ્રી દાવડા રચીત ચંદ્ર ચાલીસા”નું લખાણ કાવ્યરૂપે લખ્યું. એ પણ અહી પ્રગટ થયું છે.
એ વાંચી તમો જાણશો કે આ પહેલીવાર “સ્વરચીત” કાવ્ય પોસ્ટને બદલે “અન્ય”ની રચનાને “ચંદ્રપૂકાર” પર પ્રગટ કરવાની ઘટના બની છે.
એ માટે, મિત્ર “પીકે” યાને દાવડાજીને ખુશીભર્યો આભાર !
પોસ્ટ વાંચી, જરૂર પ્રતિભાવરૂપે “બે શબ્દો” લખશો તો વાંચી મને આનંદ થશે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is Poem in 40 Verses (called CHALISA) created by P.K. DAVDA.
It is called “CHANDRA CHALISA”.
It is very nicely written.
Hope all the readers will enjoy it !
Dr. Chandravadan Mistry

એપ્રિલ 23, 2013 at 2:04 એ એમ (am) 20 comments

માવડી મારી !

Mother and baby Stock Photo - 16312985
Mother and baby
Mother Love Baby Stock Photo - 14709627
માવડી મારી !
વર્ષો અનેક વહી ગયા, પણ યાદ તારી આવે ઘડી ઘડી !……(ટેક)
લાડ તારા ભુલ્યો નથી, કે ભુલીશ નહી,
મુજને યાદ આવે તારી ફરી ફરી,
રહેજે તું મુજ હૈયા મહી,
બસ, આટલી અરજ છે મારી !
ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !……વર્ષો….(૧)
ચાખ્યા હતા દયા વ્હાલ તારા,
અગણિત ઉપકાર છે તારા,
હવે, વંદન તું સ્વીકારજે મારા !
ઓ,માવડી મારી ! ઓ, માવડી મારી !….વર્ષો….(૨)
તું પરલોકમાં ‘ને હું આ લોકમાં અહી,
નથી હું એકલો, જો તું છે મુજ હૈયા મહી,
હવે, મુજ જીવનમાં ડર કાંઈ છે નહી !
ઓ, માવડી મારી ! ઓ, માવડી મારી !….વર્ષો…(૩)
કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ ૧૯,૨૦૦૦ ચંદ્રવદન
નોંધ…આ રચના ૧૯મી અપ્રિલ ૨૦૦૦ના મારી માતાની મૃત્યુની એનીવરસરીના દિવસે થઈ….એ એક પાન પર પડી રહી હતી, અને ભુલાઈ ગઈ હતી. એક દિવસ મારી જુની ફાઈલો નિહાળતા, એ ફરી વાંચવા મળી (૨૦૧૨)…..અને, મારા હૈયે માતાની યાદ તાજી થઈ. શબ્દો ફરી ફરી વાંચ્યા. અને જુલાઈ ૨૭, ૨૦૧૨ના દિવસે કાવ્ય લખાણના શબ્દોમાં થોડા ફેરફારો કર્યા. અને, જે આજે તમો વાંચી રહ્યા છે તે એ રચનાનું “ફાઈનલ” સ્વરૂપ છે !
બે શબ્દો…
આજની પોસ્ટ એક માતાની યાદનું કાવ્ય છે !
૨૦૦૦માં બનેલી રચનામાં “થોડા ફેરફારો” ૨૦૧૨માં કર્યા.
આ રચના હવે ૨૦૧૩માં પ્રગટ કરી રહ્યો છું ….એ પણ માતાની “ડેથ એવીવરસરી” ના દિવસે, યાને ૧૯મી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે.
અનેકના હ્રદયમાં પોતાની માતાની યાદ હંમેશા રહે છે….કોઈક સંજોગોમાં એવી યાદ તાજી થઈ હશે. આજે આ પોસ્ટ વાંચી, જો કોઈ વ્યક્તિના હૈયામાં એવી યાદ જો તાજી થઈ, તો હું એમ સમજીશ કે મારી રચનાનું “મુલ્ય” મને મળી ગયું !
આશા છે કે…તમો સૌને આ પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
My mother’s Death Anniversary is on 19th April.
She had died in 1988.
But…each year, 19th April reminds me of my dear mother & her love.
Reminded of that love in 2000, I wrote the Poem….then the Poem was lost & refound in 2012..and now published in 2013
Those of you who read this Poem may be reminded of the MOTHER’s LOVE too.
Hope you like this Poem
Dr. Chandravadan Mistry

એપ્રિલ 19, 2013 at 12:01 એ એમ (am) 11 comments

માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા !

 

 

માનવ દેહરૂપી મૃત્યુ અને રી-બર્થની ચંદ્ર વિચારધારા !

જગત એટલે આ સંસાર. એ સંસારમાં અનેક “જીવો”.

અનેક જીવોમાં  એક માનવ દેહ.

જન્મ એટલે માનવ દેહ + માનવ આત્મા.

સનાતન ધર્મ એટલે “હિંદુ ધર્મ”

હિંદુ ધર્મની વિચારધારામાં “રી-બર્થ” નો ઉલ્લેખ.

બીજા ધર્મોમાં મૃત્યુ સાથે આત્મારૂપીનો જગતમાં અંત અને અખિલ બ્રમાંડની કોઈ જગાએ “ફાઈનલ ડે ઓફ જર્જમેન્ટ” માટે રાહ જોવાની વાત.

કરેલા કર્મો આધારીત “સજા” કે અંતીમ “મુક્તિ”. અહી, “રીબર્થ” જેવા વિચારનો ઉલ્લેખ જરા પણ નથી.

અહી, સારા કર્મો માટે “સ્વર્ગ” સુખ કે પછી “નરક”રૂપી દુઃખ.

તો, ચાલો, ફરી હિંદુ ધર્મમાં ડોકીયું કરીએ.

તો, “રીબર્થ”ના વિચારની વધુ ચર્ચાઓ કરીએ.

પુરાણો કહે કે>>>>માનવી મૄત્યુ પામે એટલે દેહમાં રહેતો આત્મા છુટો, અને ફરી નવું દેહ ધારણ કરી ફરી જગતમાં જન્મ લેય…એવા સમયે પુરાણો વધુમાં કહે કે કરેલા કર્મો આધારીત ફરી માનવ કે અન્ય જીવરૂપે પશુ/પક્ષી/ જંતુ કે વૃક્ષ !

હું કહું કે>>>>માનવ જ્ન્મ એક વાર મળે ત્યારબાદ, એ હંમેશા જગતમાં એક માનવ તરીકે જ જન્મે.

                અને, એ આત્મા ફરી માનવ દેહમાં રહી, કર્મો કરે અને અંતે પ્રભુને પામે. અહી આ વિચાર સાથે છે અપુર્ણતામાંથી “પુર્ણતા”ના પદે પહોંચવાની તકો.

               આથી , એકવાર “માનવ” રૂપે જન્મ લીધા બાદ,  “જ્ન્મ મરણ”ના ચક્કરે રહી, કર્મો કરી પુણતા મેળવી,પ્રભુને પામે … અહી, હું એવું માનું છે કે માનવ પદવીની પ્રાપ્તિ બાદ,

             એ માનવ આત્મા  કદી નીચી પદના પશુ વિગેરે સ્વરૂપે જન્મે જ નહી. એથી,  માનવરૂપી આત્મા એટલે એક જન્મે કે અનેક જન્મો બાદ એ દેહરૂપી આત્મા “પુર્ણતા” પામી, પ્રભુમાં  

              સમાય જાય છે. અને, ત્યારે એ જન્મ-મરણના ફેરાઓમાંથી મુક્ત થાય છે.

ચાલો…તમે આ મારો વિચાર વાંચી, તમારા વિચારો જણાવો. મારી સાથે સહમત કે ના સહમત, પણ જરૂરથી પ્રતિભાવ આપશો.

 

બે શબ્દો…

આજની પોસ્ટ પ્રગટ થઈ છે “ચંદ્ર વિચારધારા”ની કેટેગોરીમાં.

હવે આપણે આ વિષયે ચર્ચાઓ કરીએ.

ચર્ચા દ્વારા જ “જ્ઞાન” વધે છે.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

FEW WORDS…

This Post is a THOUGHT on the REBIRTH.

The Hindu Philosophy or Religion STRESS this as the FACT, keeping SOUL (Atma) as ETERNAL.

The OTHER RELIGIONS of the WORLD talk of the HUMAN LIFE as the END of the JOURNEY.

What is the TRUTH ?

I have COMBINED these 2 THOUGHTS as ONE.

As I think>>>>

The ENERGY SOUL can be passed on from the LOWEST SPECIES..to the HIGHER ones….and FINALLY gets the HUMAN FORM.

This Human Form is to REDEEM & ATTAIN GOD….or become ONE with GOD.

I think that if you do the GOOD DEEDS you can reach that SALVATION.

If in one HUMAN LIFETIME, one can not reach that PERFECTION…you can be REBORN as a HUMAN with the HARD or EASY life as per your DEEDS of the PAST LIFE……it can be ONE or MANY HUMAN REBIRTHS to get out of the CYCLE of BIRTH & DEATH.

Thus….as my thinking the DAY of JUDGEMENT can not be in ONE HUMAN LIFE CYCLE…This is the DIFFERENCE from the OTHER Religions !

I invite OTHERS to COMMENT on this THOUGHT !

 

Dr. Chandravadan Mistry

એપ્રિલ 15, 2013 at 4:30 પી એમ(pm) 22 comments

અન્નદાનનું ચંદ્ર સ્વપનું !

Food theme: fresh vegetable salads. Stock Photo - 7632821

અન્નદાનનું ચંદ્ર સ્વપનું !

અન્નદાન કરવાનું એક સ્વપનું મારૂં,

આજ સાકાર થયું,જેનો આનંદ આજે હું માણું !……..(ટેક)

 

શિક્ષણ ઉત્તેજનના યજ્ઞથી થઈ મન શાંતી,

સહકાર ગરીબોને કરતા,હૈયું હતું ખુબ રાજી,

પણ…થાય જાણે આશા કેમ અધુરી ?…….અન્નદાન…(૧)

 

જલારામને ગુરૂજી મુજ હૈયું સ્વીકારે,

વીરપુર બાપા નામે ખીચડીની યાદ લાવે,

અને….થાય કે અન્નદાન શક્ય કેમ હોય ?……અન્નદાન….(૨)

 

૨૦૧૩માં ૧૧મી એપ્રીલે, વેસ્મા હોસ્પીતાલે “જલારામ ભોજન પ્રસાદી” શરૂ થાય,

ત્યારેમ ચંદ્ર સ્વપનરૂપી વિચાર જ સાકાર થાય ,

એથી….થાય કે એતો પ્રભુની જ  કૃપા કહેવાય !….અન્નદાન….(૩)

 

જે થયું તે તો પ્રભુ ઈચ્છાથી જ થયું,

“મેં કર્યું” ની માયા છોડી, જે ભોગવવું રહ્યું,

એથી….અંતે, ચંદ્રને સર્વ કર્મે પ્રભુ પ્રસાદી સમજાય !…..અન્નદાન…(૪)

 

કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૫,૨૦૧૩               ચંદ્રવદન

 

બે શબ્દો…

આજે ૫મી એપ્રિલ,૨૦૧૩ના દિવસે મારા મિત્ર જયંતિ ચાંપાનેરીઆનો ઈમેઈલ આવ્યો અને જાણ્યું કે “જલારામ ભોજન પ્રસાદી”શરૂ કરવા માટે દાનની રકમ વેસ્માની હોસઈતાલે પહોંચતી થઈ.

એ જાણી, મને આનંદ થયો.

હવે, ૧૧મી એપ્રિલના શુભ દિવસે, આ યોજના પ્રમાણે હોસ્પીતાલના દર્દીઓ માટે “ખીચડી/શાક” સહીત ભોજન પ્રસાદી ચાલુ થશે, અને દરમહિને પ્રથમ ગુરૂવારે એ પ્રમાણે થતું રહેશે.

બસ…આ વિચાર સાથે પ્રભુ પ્રેરણાથી આજની કાવ્ય રચના શક્ય થઈ.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is a Kavya (Poem) in Gujarati about the starting of a MEAL to the PATIENTS at the GENERAL HOSPITAL of VESAMA as of 11th April 2013.

It had been my DESIRE to do the FOOD DONATION to the NEEDY.

My childhood friend JAYANTI CHAMPANERIA guided and assisted me to fulfill my desire. and I appreciate that.

But, I feel that this ACT is only possible with the GRACE of GOD.

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 11, 2013 at 12:19 એ એમ (am) 10 comments

શ્રી પ્રજાપતિ આશ્રમ બીલીમોરા નવા મકાન ઉદઘાટન !

ImageImage
શ્રી પ્રજાપતિ આશ્રમ બીલીમોરા નવા મકાન ઉદઘાટન !
ડીસેમ્બર ની 25 તારીખનો દિવસ તો ક્રિસમસ  દિવસ કહેવાય,
પણ …2012નો શુભ દિવસ તો ખુબ જ યાદગાર કહેવાય ,….(ટેક )
ઓ, પ્રજાપતિ બંધુઓ, એ દિવસ તો મકાન ઉદધાટન દિવસ રહ્યો,
એક ભવ્ય મકાન ઉડઘાટન  દિવસ એ તો રહ્યો,
એ જાણી …..ચંદ્ર હૈયે    આનં દ વહે !………ડીસેમ્બર …(1)
ઓ, પ્રજાપતિ બંધુઓ, વિજયદેવ  રતનજી મિસ્ત્રી સંકુલ ઉપર શોભે,
નીચે લલ્લુભાઈ ડાહ્યાભાઈ ઈન્ટવાલા સાંસૃતીક ભવન નીચે બને ,
એ જાણી ….ચંદ્ર હૈયે આનં દ વહે ! ….ડીસેમ્બર ………(2)
ઓ, પ્રજાપતિ બંધુઓ , પરદેશથી  હરીશ સુમિત્રા મુખ્ય યજમાન રૂપે પધારે,
દેશથી સ્વ લલ્લુભાઈ ડાહ્યા  પરિવાર મુખ્ય યજમાન રૂપે પધારે,
એ જાણી ……ચંદ્ર હૈયે આનંદ  વહે …ડીસેમ્બર …….(3)
વાસ્તુપુજન નવચંડી યજ્ઞ ડીસેમ્બર 26નાં દિવસે હોય
જે થકી, નવા મકાનને પવિત્રતા પણ  હોય,
એ જાણી ……ચંદ્ર હૈયે આનંદ વહે   …..ડીસેમ્બર.(4)
દુર ભલે ચંદ્ર પરદેશમાં હોય,
એ માને કે એ તો સભામાં સૌ સંગે હોય ,
એ જાણી …….ચંદ્ર હૈયે આનંદ વહે ……ડીસેમ્બર …..(5)
ભવ્ય બાંધકામ  શક્ય કરનારા સૌને ચંદ્ર તો વંદન કરે,
અભિનંદન સહિત શૂભેચ્છાઓ માં એવા વંદન ભરે !
બસ ……..આટલું કહી, ચંદ્ર હૈયે આનંદ વહે …ડીસેમ્બર ….(6)
કાવ્ય રચના  તારીખ ડીસેમ્બર 12, 2012           ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય પોસ્ટ દ્વારા શ્રી પ્રજાપતિ વિધ્યાર્થી આશ્રમ, બીલીમોરાના નવા મકાન વિષે જાણ કરી છે.

જુનું મકાન તોડી, નવું મકાન બનાવ્યું એ મેં ૨૦૧૨માં નિહાળ્યું હતું..ત્યારબાદ, ૨૦૧૨ના ડીસેમ્બરમાં એનું ઉદઘાટન થયું ત્યારે આનંદ અનુભવ્યો.

અને, ૨૦૧૩ના જાન્યુઆરીમાં ફરી નિહાળી ખુબ જ ખુશી થઈ.

આ કાવ્ય પોસ્ટ સૌને ગમે એવી આશા.

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is a Poem in Gujarati about the New Building of Shree Prajapati Vidhyarthi Ashram of Bilimora, Gujarat.

I expressed my joy at the Opening of this New Building.

I expressed my Joy at seeing this Building at Bilimora.

Dr. Chandravadan Mistry

એપ્રિલ 7, 2013 at 1:49 પી એમ(pm) 7 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,629 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2013
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930