Archive for જૂન, 2009

અતુલભાઈની વાર્તાઓ

 
 
 
 
 
 
 
 
 

અતુલભાઈની વાર્તાઓ

પ્રેરણાદાઈ વાર્તાઓ, અતુલભાઈ જાની પ્રગટ કરે
વાંચવા એને, કોણ ના કહી શકે ?
જેટલું મેં વાંચ્યું, એ વિષે કહું છું આજે,
ધ્યાનથી સાંભળશો, તમારા જ ભલા કાજે !
“પરિક્ષમ એ જ પારસમણી “મા એક ખેડુત-પુત્રની વાર્તા હતી,
“છે ખજાનો ખેતરમાં “ખુલાસો એવો કર્યાની વાત હતી,
આખું ખેતર ખોદ્તા ના મળ્યો એ ખજાનો,
પણ, જે પાક થયો એમાં જ હતો એ ખજાનો,
” મહેનતના ફળ મીંઠા” છે અહી બોધ આવો !……પ્રેરણાદાઈ……(૧)
વળી, ડુંગરીના કોથરાની ચોરીની વાત હતી એમાં,
ચોરી કરતા પકડાતા, ન્યાયધીશ આપે ત્રણ વિકલ્પોરૂપી સજા,
” કોથરાની બધી ડુંગરી ખાવી “ના વિકલ્પે હાર સ્વીકારી,
” સો ફટકા મારો “ના વિકલ્પે સહનશક્તિ એની ખુટી,
તો, કહે, “દંડ ભરી દઈશ ” ‘ને ભરી છુટ્ટી લીધી,
અહી, “લોભ પાપનું મૂળ છે ” ના બોધની વાત રહી !……પ્રેરણાદાઈ……(૨)
અતુલભાઈ લખે છે આવી તો અનેક વાર્તાઓ,
કાવ્યરૂપે મેં તો જણાવી ફક્ત બે જ વાર્તાઓ,
એ બધી વાંચવી હોય તો, નિહાળો એમનો બ્લોગ “ભજનામૃતવાણી”,
વાંચી મઝા આવશે, આપું એવી ખાત્રી મારી !……..પ્રેરણાદાઈ…….(૩)
  
કાવ્ય રચના…..જુન,૧૨, ૨૦૦૯         ચંદ્રવદન.
 
 
 

બે શબ્દો

આજે તમે એક કાવ્યરૂપે એક વ્યકતિ શ્રી અતુલભાઈ જાનીના બ્લોગ “ભજનામૃતવાણી “બારે જાણ્યું….એક વાર અતુલભાઈએ મને એમના બ્લોગ વિષે ઈમેઈલથી જાણ કરી. હું એમના બ્લોગ પર ગયો અને એમણે પ્રગટ કરેલી પ્રેરણાદાયક વાર્તાઓ વાંચી..એ સિવાય્ બીજી વાર્તાઓ પણ વાંચી . હું ઘણો જ ખુશ હતો !બસ, બે વાર્તાઓને ચુંટી, પ્રભુપ્રેરણાથી આ કાવ્યરૂપે જે લખ્યું તે અહી પ્રગટ કર્યું છે. મને એમનો બ્લોગ ગમ્યો તે પ્રમાણે તમને ગમશે એવી આશા છે……અતુલભાઈનો જ્ન્મ ભાવનગર, ગુજરાતમાં થયો હતો, અને ઈંજીનીઅરીંગનું ભાણ્યા બાદ,એમના ગુજરાતી ભાષાના પ્રેમે એમને આ બ્લોગ શરૂ કરવાની પ્રેરણા આપી….વધુ માહિતીઓ માટે તમને એમના બ્લોગ પર જવા વિનંતી !એ માટે નીચેની “લિન્ક “પર ક્લીક કરો>>>>
 
અને, હા. ત્યાં જાઓ તે પહેલા, તમારા “બે શબ્દો ” લખતા જશો તો એ વાંચી મને આનંદ થશે !..>>>>>ચંદ્રવદન
  
FEW WORDS
 
Today’s Post is a Poem in Gujarati informing about a Blog of Atul Jani who publishes the Varta ( Stories ) in Gujarati …I had the pleasure of visiting  his Blog & after reading all the Posts etc. I was inspired to tell about his Blog by a Poem….& may you also visit that Blog. You can do so by the Link given above…..I hope you like it too.>>>>>Chandravadan.

જૂન 27, 2009 at 1:17 પી એમ(pm) 9 comments

લગ્નદિવસની ખુશી

 વસંત

લગ્નદિવસની ખુશી

૨૩મી જુનની તારીખ આવી,
લગ્ન થયાની યાદો ફરી લાવી,
થયા હતા લગ્ન અમારા ૧૯૭૦ની સાલે,
જેથી, ૩૯ વર્ષ પુરા થયા છે આજે,
આટલા વર્ષો પ્રભુએ અમોને રાખ્યા સાથે,
માની પ્રભુનો આભાર,અનુભવીએ આનંદ એનો આજે,
બસ, હવે, પ્રભુ-પ્રાર્થનાભરી અમારી એક જ આશા,
કે, તંદુરસ્તી સાથે ભક્તિભર્યા જીવનની પુર્ણ કરે અમ-આશા !
 
કાવ્ય રચના….જુન, ૨૧, ૨૦૦૯         ચંદ્રવદન
 
 
 

બે શબ્દો

આજે જે પોસ્ટ નિહાળો છો તેમાં મેં ફક્ત એક કાવ્યરૂપે મારા લગ્ન બારે કહી, પ્રભુનો પાડ માનવાની તક લીધી છે, અને પ્રભુને પ્રાર્થના કરી કે જીવનમાં ભક્તિ વધારી, આ સફર ચાલુ રહે….તમો સૌનું લગ્નજીવન પણ આનંદભર્યું, ભક્તિભર્યું હોય એવી આશા……બે જીવનસાથીઓ એક સાથે જીવન સફર કરતા રહે જ્યાં સુધી પ્રભુની કૃપા હોય….સૌ પર પ્રભુની કૃપા વહેતી રહે એવી પ્રાર્થના ! આ પોસ્ટ વાંચી, તમે ” બે શબ્દો ” પ્રતિભાવરૂપે લખશો એવી આશા>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem on our Wedding ….it was on June, 23, some 39years ago….Old memories…& praying God to keep our Health & may our journey be filled with the Devotion to God.>>>>>>CHANDRAVADAN.

જૂન 23, 2009 at 3:34 એ એમ (am) 26 comments

મારી પિતાજીની યાદ

Happy_Father's_Day!

 

મારી પિતાજીની યાદ

જગત કહે “ફાધર્સ ડે “છે આજે,
અને, યાદ કરે છે જગતના બાળકો પિતાજીને આજે,
પિતાજી, હું પણ તમારી યાદમાં છું આજે !………(ટેક)
જન્મ મારો થયો ‘ને ગયા હતા દુર તમે પરદેશમાં,
નથી યાદ કે રમાડ્યો કે હાથ પકડી ચલાવ્યો મુજને દેશમાં,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !…….પિતાજી…(૧)
યાદ છે આવ્યા હતા આફ્રિકાથી, ‘ને નિહાળ્યા તમોને પ્રથમ એક દસવર્ષના બાળરૂપે,
યાદ છે એ મુલાકાતમાં પ્રથમ અનુભવેલી તમ છત્રછાયા આ બાળને,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !…….પિતાજી….(૨)
તમ કડ્ક સ્વભાવમાં શોધ્યો હતો છુપાયેલો પ્રેમ તમારો,
ભણતર કરી, ડોકટર બની, ચાખ્યો હતો ખુશી ભર્યો ગૌરવ તમારો,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં યાદ તમોને !……..પિતાજી….(૩)
સંસારમાં,  પિતાજી સાથે શોભે છે માતાજી,
માતા વ્હાલનો ભંડાર, તો છત્રછાયારૂપી આધાર છે પિતાજી,
અને, આ જગના સૌ બાળકો સાથે કરૂં છું યાદ તમોને !……પિતાજી….(૪)
ચંદ્ર કહે, ભલે મીઠી કે કડવી યાદ હોય પિતાજીની,
એક સંતાનરૂપે યાદ કરી, કરજો તમે પુજા પિતાજીની,
અને, આ જગના સૌ બાળકો સાથે કરજો યાદ પિતાજીને !…….પિતાજી…..(૫)
 
કાવ્ય રચના……મે, ૨૨, ૨૦૦૯                ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે જુન, ૨૧, ૨૦૦૯ની તારીખ……અને, જુન માસનો ત્રીજો રવિવાર, જે થકી, આજે છે “ફાધર્સ ડે ” યાને “પિતાજીનો દિવસ “. આજે જે કાવ્ય પ્રગટ કર્યું છે તે મેં મારા જીવનને યાદ કરી, હકીકતોથી ભર્યું છે. મારો જન્મ ભારતમાં થયો અને હું જ્યારે બાળરૂપે હતો ત્યારે પિતાજીએ ભારત છોડી, આફ્રિકાની સફર કરી હતી. જન્મ બાદ, એમણે મને હાથમાં તો લીધો હશે કિન્તુ, એનો મને ખ્યાલ નથી.  મારૂં બચપણ મારી માતા સાથે ગયું, અને એવા દિવસે મેં મારા પિતાજીને ફક્ત ફોટામાં જોયા હતા. જ્યારે હું દસ વર્ષનો થયો ત્યારે પિતાજી આફ્રિકાથી ભારત આવ્યા. ત્યારે જ મેં પ્રથમ વાર પિતાજીને નિહાળ્યા, અને રૂબરૂ અનુભવ્યા. ગુસ્સામાં ના બોલ્યા છ્તા કોણ જાણે કેમ હું શાંત હતો. એઓ સિધ્ધાંતવાદી તેમજ કડક સ્વભાવના હતા, પણ એમના અંતરના ઉંડાણમાં પ્રેમ હતો, અને હું મારી જ બીક કે અન્ય કારણોસર એ પ્રેમથી દુર હતો. જ્યારે હું ભણીને એક ડોકટર બન્યો ત્યારે એમના ચહેરા પર જે આનદભર્યો ગૌરવ નિહાળેલો તેને હું શબ્દોમાં કેમ કહી શકું ? જ્યારે જ્યારે મારા વિષે ચર્ચા થતી, કે પછી હું કોઈને ત્યાં બોલાવે સહાય કરતો ત્યારે એઓ એમનો આનંદ શબ્દોમાં નહી કહેતા પણ એ આનંદને એમના હૈયામાં નિહાળી શકતો હતો. મારી માતાએ જે મને વ્હાલ આપ્યો તે મારા માટે પુજ્ય હતી…..અને, સંસારમાં માતા પતિદેવ વગર સુની/અધુરી કહેવાય……મારા હૈયામાં પિતાજીનું સ્થાન માતાની સાથે જ હતું….પિતાજી માટે જે પ્રેમ હતો તે હું કદી શબ્દોમાં દર્શાવી શક્યો નહી. આજે આ કાવ્યરૂપે મેં તો આ બધી હકીકતોનો ઉલ્લેખ જ કર્યો છે. જગતના સૌ બાળકો જેમ આ ” ફાધર્સ ડૅ ” ઉજવે તે પ્રમાણે હું પણ આજે એ આનંદ અનુભવી રહ્યો છું. આશા છે કે તમો સૌને મારી આ કાવ્યરચના ગમે. વધુ એટલી જ આશા કે તમે ” પ્રતિભાવ ” રૂપે ” બે શબ્દો ” જરૂરથી લખશો. ………….ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’ Post if on the FATHER’S DAY…..This Post is with a Poem in Gujarati & it narrates the actual events in my Life…..missing the Love of a Father in early Childhood…..yet having the deep Love & Respect for the Father….And, giving the message that the Father is the “protective/supportive figure in the Family Unit. As all the Children of the World celebrate this Father’s Day I,too,is filled with the happiness with the Momories of my Father. Last year, I had posted a Poem & one can view that Poem by clicking below>>>>
 

ક્દી ના ભુલશો એવા પિતાજીને

I hope you like that Poem and this Poem as a Post today……I will be happy to read your Comments>>>>>CHANDRAVADAN.

જૂન 21, 2009 at 3:49 એ એમ (am) 19 comments

ચંદ્રભજન મંજરી (૫)

 

 
                  તું છે એક જ મારો
એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,
તારા વિના આ જગ લાગે ખારો,
                આ જગ લાગે ખારો ! …(ટેક)
સંસારી માયા, બંધનો બાંધે,
સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,
ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,
એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…
                           કોઈ નથી સંગાથે,
                           એ…જી…વ્હાલા તું છે… (૧)
વિતી ગઈ છે યુવાની મારી,
સમજ વિનાની છે સાધના મારી,
પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)
એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,
                           કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,
                           એ….જી….વ્હાલા તું છે.. (૨)
મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,
આવો અવસર ન આવે ફરી રે ફરી,
લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)
એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,
હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,
                            એ….જી….વ્હાલા તું છે…. (૩)
કાવ્ય રચના
મે ૨૭, ૧૯૯૨
  

બે શબ્દો

આજે ઘણા સમય બાદ, આ ” ચંદ્રભજન મંજરી (૫) ની પોસ્ટ કરી રહ્યો છું……આ પોસ્ટમા જે રચનાને “સુર-સંગીત “નો શરગાણ મળ્યો છે તે તમો સૌને ગમે એવી આશા છે. આ રચના “તું છે એક જ  મારો”૧૯૯૨માં શક્ય થઈ હતી. અહી, પ્રભુ સાથે સંવાદમાં કબુલાત છે કે સંસારી જીવને મોહમાયા બધંનો બાંધે છે, તેમ છતાં, હું , એક માનવ તરીકે, તારી ભક્તિ કરતો રહું, અને, તું મને દયા કરી, તારૂં શરણું  આપજે….બસ, એટલી જ વિનંતી છે !
આ વિચારધારા તમોને ગમે…કે તમારા વિચારો જરા જુદા પણ હોય શકે, અને એ વિચારો હું જાણવા માટે હું આતુર છું.તમો મારી સાથે સહમત હોય કે નહી, કિન્તુ, તમે સૌ ભક્તિપંથે વળો એવી જ મારી અંતરની પ્રાર્થના છે>>>>>ચંદ્રવદન

FEW WORDS

Today I am publishing another Bhajan from the CHANDRABHAJAN MANJARI VCD….This Post as Chandrabhajan Manjari (5) has the Devotional Poem ” TU CHHE EK JA MARO ” meaning “You are the Onlyone Mine “. This Poem expresses the regets of the worldly attractions & asking God to shower His Mercy so that the mind is focussed in the BHAKTI ( DEVOTION ). I hope you like this Post as you listen to this song on the Video-clip>>>CHANDRAVADAN.

જૂન 16, 2009 at 7:36 પી એમ(pm) 30 comments

અરે !..આ જ હું !

 

અરે !..આ જ હું !

અરરર…આ શું કલાપીએ કહ્યું ?

જે કહ્યું તેતો એમણે દીલ ખોલીને જ કહ્યું !

“મારી કવિતાને હું કવિતા કહેતો નથી “કલાપી કહે,

 ” ના આવડે વિચારો ગોઠવતા, માત્ર લાગણીઓ છે “

મેં પણ એવી રીતે મારી રચનાઓ વિષે કહ્યું,

જે આજે ફરી કહી રહ્યો છું હું,

નથી કવિ કે નથી કાલિદાસ હું !

જે લખું તેમાં હ્રદયભાવો મારા ભરૂં હું !

નથી જ્ઞાન ગુજરાતી ભાષાનું મને,

અને, યોગ્ય શબ્દો પણ મળતા નથી મને,

છતાં, લખું છું કંઈક “કાવ્ય-જેવું “

ભુલો સુધારી, તમે એ જ વાંચી લેવું ! 

જો વાંચશો તમે, તો આનંદ થશે મને,

અને, જો આનંદ તમોને, તો કહેજો એનું અન્યને !

કાવ્ય રચના…..જુન, ૧૧, ૨૦૦૯         ચંદ્રવદન.

   

બે શબ્દો

આજે જે કાવ્યરૂપી પોસ્ટ પ્રગટ કરી તે વિષે વધુ લખવું છે.થોડા દિવસો પહેલા હું ” મનનો વિશ્વાસ ” નામના બ્લોગ પર ગયો હતો, એ સમયે એના પર પોસ્ટ હતી “કલાપીની પુણ્યતિથિ….વિશ્વાસઘાત..કલાપી “. અને, એના પર કલાપીની રચના જેની શરૂઆત થાય ” તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો…” આ કવિતા પહેલા  પોસ્ટ પર જ લખાણ હતું તેને જ મેં અહી કોપી/પેઈસ્ટ રરી મુક્યું છે>>>>

“કવિતા ! મારી કવિતાને હું કવિતા કહેતો નથી. હું કવિ છું એવું હું માની જ શક્યો નથી. મને વિચારો ગોઠવતાં આવડતું નથી. મારા જીવનમાં કલા નથી, માત્ર લાગણીઓ છે. અને મારી કવિતા પણ એવી જ છે. હું જે કંઇ લખું તે મને આનંદ જ આપી શકે તેવુંયે નથી. હું શેલી કે શેક્સપિયર વાંચતો હોઉં છું ત્યારે ઘણી વખત મન થઇ જાય છે જાણે મારી કવિતાને, એ કાગળોને બાળી નાખું.” 

( તા. 14-1-1898નો પત્ર : ‘કલાપીના 144 પત્રો’ પુસ્તકમાંથી સાભાર )

આ પોસ્ટ વાંચ્યા બાદ, મને મારૂં જ કાવ્ય યાદ આવ્યું……કોણ જાણે કેમ મારા હાથમાં પેન હતી, અને પ્રથમ બે લીટીઓ લખાય ગઈ….. ત્યારબાદ, જે કંઈ લખાયું તે જ પ્રગટ કર્યું છે. કોઈ ભૂલ હોય તો સુધારશો. “મનનો વિશ્વાસ ” ના હિતેશભાઈને પણ પોસ્ટ લખાણની જાણ કરી જ છે. .    હવે, તમે પધારી,  આ પોસ્ટ જરૂરથી વાંચશો એવી આશા છે………..અને, હા, હિતેશભાઈના બ્લોગ પર જવાનું ભુલતા નહી…..એ માટે નીચેની “લીન્ક ” પર ક્લીક કરવા મારી વિનંતી છે>>>>> http://drmanwish.wordpress.com/ સૌને નમસ્તે !>>>>>>ચંદ્રવદન.   FEW WORDS   Today’s Post is a Gujarati Poem which was born after my visit to HITESH’s Blog “MAN no VISHVAS ” on which I read I read the Poem of Kalapi…..Kalapi was on the greatest Poet of Gujarat & yet when I read the exract of one of his letters published in the Post, I realised how HUMBLE he was to say ” I cannot claim my Poem as a Poem…..& I can not think of myself as a Poet ” …….I salute Kalapi ! His words reminded me of my words in a previous Poem……I was so much touched that a pen was in my hand & I wrote the first 2 lines & then completed what is published today. I hope you like this Rachana. Please do visit the Blog ” Man no Vishvas ” by clicking on the LINK given above>>>Chandravadan.   

 

 

જૂન 13, 2009 at 12:49 પી એમ(pm) 18 comments

વૃધ્ધમાનવ પૂકાર

 ist2_8394552-old-man-with-walking-f.jpg old man image by jamaeh077

વૃધ્ધમાનવ પૂકાર

એક વૃધ્ધ માનવી પૂકારી રહ્યો…….
શાળામાં ભણતો હતો, ત્યારે કોલેજ જવાની ચીંતાઓ હતી,
કોલેજમાં ભણતો હતો, ત્યારે નોકરીની ચીંતાઓ હતી,
સારી નોકરી મળી, ત્યારે પરણવાની ચીંતાઓ હતી,
પરણી ગયો, ત્યારે સંતાનોની ચીંતાઓ હતી,
સંતાનો થયા, ત્યારે સંતાનો મોટા ક્યારે એની ચીંતાઓ હતી,
સંતાનો મોટા થયા, ત્યારે એમને પરણાવવાની ચીંતાઓ હતી,
સંતાનો પરણાવ્યા, ત્યારે પૌત્ર-પૌત્રીઓની ચીંતાઓ હતી,
પૌત્ર-પૌત્રીઓને રમાડતા, નોકરીમાંથી ક્યારે નિવૃત્તિ હશે એની ચીંતઓ હતી.
અને, ત્યાં અચાનક, માનવી જગ્યો, અને વિચારતો રહ્યો……
અરે, આવી ચીંતાઓમાં હું તો માનવી તરીકે જીવન જીવવાનું જ ભુલી ગયો,
અરે, પૈસા ભેગા કર્યા પણ અન્યને સહાય કરવાનો જરા વિચાર ના કર્યો,
અરે, જીવન એવું  જીવ્યો કે તંદુરસ્થી મારી જ ગુમાવી બેઠો,
અરે, ભક્તિપંથથી દુર રહી, પ્રભુ-સ્મરણ પણ ભુલી ગયો,
અરે, આ તે કેવી જીંદગી હું જીવ્યો ?
અરે, “મૃત્યુ કદી ના આવશે “એવા પાગલપણામાં જાણે જીવ્યો !
ત્યારે ચંદ્ર અંતે કહે એને…….
અરે, મુરખ માનવી, અમુલ્ય છે આ જીવનની એક એક ઘડી,
કર્તવ્ય-પાલન કરતા, શુભ કાર્યોમાં હોય તારી હર ઘડી,
જે સમયે જે મળ્યું તે માટે પ્રભુ-ઉપકાર માનવાની છે ઘડી,
સંતોષી જીવને, ભક્તિરસથી પ્યાસ તારી બુજાવી લેવી હર ઘડી,
બસ, આટલું ધ્યાનમાં લઈ, હવે, હંકાર આ જીવન-નૈયા તારી,
“કરશે ભવસાગર પાર તું ” એવી શ્રધ્ધાભરી છે આ ચંદ્રવાણી !
 
કાવ્ય રચના…..જુન, ૫. ૨૦૦૯              ચંદ્રવદન.
( આ રચના છે એક ઈમેઈલમાં મળેલી અંગ્રેજી લખાણ આધારીત છે…લખનાર “એક વૃધ્ધ” )
 

બે શબ્દો

તારીખ, જુન, ૫. ૨૦૦૯ અને મારા સ્નેહી તરફથી એક ઈમેઈલ આવ્યો. એમાં, અંગ્રેજીમાં એક લખાણ હતું, જેમાં શબ્દો હતા એક વૃધ્ધના. લેખક કોણ એની જાણ ન હતી. છ્તા, મારા સ્નેહીએ ભલામણ કરી કે આ વિચારો “ચંદ્રપૂકાર ” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરો…….જે વાંચ્યું તે મને પણ ગમ્યું, અને પ્રભુપ્રેરણાથી એક કાવ્યરચના શક્ય થઈ, આથી, આ રચના માટે એ ઈમેઈલના લેખકનો હું આભારીત છું.અને, આ કાવ્ય લખાણ બાદ, હું વિજયભાઈ શાહના બ્લોગ “વિજયનુંચિંતન જગત “પર ગયો તો એક ઈમેઈલરૂપી પોસ્ટ વાંચવા ક્લીક કર્યું તો અચંબો થયો……મારા સ્નેહીએ મોકલેલી માહિતી હતી, અને જાણ્યું કે ઈમેઈલ મોકલનાર હતા અક્બર અલી નરસી……વિજયભાઈને રચેલ કાવ્ય પોસ્ટરૂપે પ્રગટ કરવાની ઈચ્છાની જાણ કરી. તો, આજે તમે એ કાવ્ય વાંચી રહ્યા છો તેનો મને આનંદ છે…તમે જરૂરથી તમારો પ્રતિભાવ પણ આપશો.>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS
This Post with the Poem in Gujarati is because of an Email wih an attachment in English which coveyed the FEELING of AN OLD MAN…..It seems that the message originated from AKABAR ALI NARSIH…..I only wrote “those feelings ” in a Poem in Gujarati. The actual Email message is published here>>>>>
 
 
 

 

 

 
moise

 

 

જૂન 10, 2009 at 4:33 પી એમ(pm) 16 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૭)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
MangloreFriends 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૭)

ચંદ્રવિચારો શબ્દોમાં (૬) નામકરણે પોસ્ટ પ્રગટ કર્યાને ઘણો સમય થયો છે….આજે, “ચંદ્રવિચારો શબ્દોમાં(૭) પ્રગટ કરી રહ્યો છું. આવા નામકરણે પોસ્ટો દ્વારા પ્રગટ કરેલી પોસ્ટો બારે કે અન્ય વિષયે હું કંઈક મારા શબ્દોમાં લખવા પ્રયાસ કરૂં છું.એપ્રિલ,૧૯ના દિવસે મેં “૧૯મી એપ્રિલની માત-વિદાય “ની પોસ્ટ પ્રગટ કરી, અને ત્યારબાદ,એપ્રિલ.૨૨,૨૦૦૯ના દિવસે મેં “સંસાર અને સબંધો “નામે પોસ્ટ પ્રગટ કરી, અને સૌને જાણ કરી કે હવે પછી આ વિષયે અનેક પોસ્ટો હશે……અને, એ પ્રમાણે,તમે અપ્રિલ, ૨૭.૨૦૦૯ના રોજ “સંસારના સાત પગથિયા “નામની પોસ્ટથી કરેલી શરૂઆતથી “ગગન દ્વાર ” ની છેલ્લી પોસ્ટ વાંચી. આ બધી પોસ્ટો દ્વારા તમે માનવીએ બીજા માનવીઓ સાથે બાંધેલા સબંધો કે પછી સંસારની ચીજો સાથે બંધેલા સબંધો વિષે કાવ્યો દ્વારા જાણ્યું…….અને, અંતે “ગગન દ્વાર ” ના કાવ્ય દ્વારા પ્રભુજી ( પરમ તત્વ ) સાથેના સબંધ વિષે કહી, સૌને આ ભવસાગર પાર કરવા કંઈક સમજ આપવાનૉ મારો પ્રયાસ હતો. તમે જો, મારી પ્રગટ કરેલી બધી પોસ્ટો વાંચી ના હોય તો એ પોસ્ટો નીચે મુજબ છે>>>>
સંસાર અને સબંધો
સંસારના સાત પગથિયા
માતા-પિતાને વંદના
નારીજીવન અંજલી
દામ્પત્ય જીવન
દીકરીની પૂકાર
મિત્રતાના સ્નેહસબંધે
દોલતની આગ
આ દુનિયા
ગગન દ્વાર
 
તમે આ પ્રમાણે, આ વિષયે અનેક પોસ્ટો વાંચી. તમે આ બધી પોસ્ટો નિહાળશો તો તમે ” હ્રદય “ને પોસ્ટ સાથે નિહાળો છો……પ્રથમ થોડી પોસ્ટોમાં  ધબકારા મારતું એક હ્રદય છે….ત્યારબાદની બધી જ પોસ્ટો પર ” બે હ્રદયોના મિલનરૂપે ” સ્થીરતા છે. હ્રદય એટલે ” પ્રેમ/સ્નેહ ” નું પ્રતિક. સંસારી સબંધોમાં મેં ફક્ત પ્રેમ જ નિહાળ્યો છે, અને એ પ્રેમ દ્વારા “પ્રભુભક્તિ”ને નિહાળી છે. બસ, સૌનું જીવન ભક્તિમય બને એવી આશાઓ સાથે બધી જ પોસ્ટો પ્રગટ કરી હતી.
દરેક પોસ્ટ પ્રગટ થયા બાદ, અનેક વાંચકોએ એ વાંચી એ હું બ્લોગ પર પધારેલા મહેમાનોની સંખ્યા થકી કહી શકુ છુ……અને, બધી જ પોસ્ટો પર અનેકના “પ્રતિભાવો” પણ મળ્યા એ એક હકીકત છે. આ બન્ને ઘટનાઓ કારણે મને ખુબ જ આનંદ છે. હું સૌનો ખુબ જ આભારીત છું….આ પ્રમાણે, તમે મારા બ્લોગ પર પધારી મને આનંદ અને ઉત્સાહ આપતા રહેશો એવી આશા………..ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post ” Chadravicharo Shbdomaa (7)” is a Post giving the summary of the series of different Posts on the subject of ” Sansaar ane Sabandho ” meaning ” Loving Relationships of the World “. One can click on the different titles of the listed Posts & view those Posts again,……I hope you will post your Comment for this Post>>>>>Chandravadan.

જૂન 7, 2009 at 9:07 પી એમ(pm) 7 comments

ગગન દ્વાર

 
 
 
 
 
 
 
 
 
 
 
 
                    ગગન દ્વાર
 
ગગનનાં દ્વાર ખોલ, ઓ ગગનમાં રહને વાલા,
આ જગતના માનવી સંગે તું બોલ,
                            ઓ દયા કરનેવાલા….(ટેક)
માનવી મનડુ મારૂ, અતી ચંચલ રહ્યું,
નથી હાથમાં રહેતુ કે ન માને કહ્યું,
ઓ, પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર…. (૧)
સંસારની માયાનો કેદી બન્યો હું,
બધે અંધકાર દેખી રહ્યો હું,
ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                 ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર… (૨)
જગતમાં જીવન જીવવા પ્રયાસો કરૂ હું
એમાં પણ ભૂલો ઘણી  કરૂ હું,
ઓ પ્રભુજી, પુકાર મારી સાંભળી,
                 ગગન દ્વાર દેજો તમે ખોલી…
                                 ગગનનાં દ્વાર… (૩)
ચંદ્ર કહે, હવે ગગન દ્વારે આવી પડ્યો હું,
ઓ પ્રભુજી, શરણુ તારૂ  માંગી રહ્યો હું,
                                  ગગનનાં દ્વાર… (૪)
કાવ્ય રચનાઃ
એપ્રિલ ૧૮, ૧૯૯૧
 

 

બે શબ્દો

” સંસાર અને સબંધો “ના વિષયે આજે “ગગન દ્વાર ” નામે આ છેલ્લી પોસ્ટ છે. આ કાવ્યરૂપે પ્રભુ સાથે એક વાર્તાલાપ છે. એક માનવ તરીકે જન્મ લેતા, માનવી સંસારનો થાય છે, અને અન્ય સાથે “સબંધો ” બાંધવાનો હક્કદાર થય છે. આગળ પ્રગટ કરેલી પોસ્ટૉ દ્વારા તમે જાણ્યું કે એ સબંધો મનુષ્ય-મનુષ્ય વચ્ચે કે પછી સંસારી ચીજો સાથે…….પણ, એક અગત્યની વાત રહી ગઈ છે, અને એ તે ” પ્રભુ સાથેનો માનવ સબંધ “. અને, “ગગન દ્વાર “કાવ્ય દ્વારા માનવી એની અપુર્ણતાની કબુલાત કરી, પ્રભુને દયા કરવા વિનંતી કરે છે, અને, જાણે એની જીવન સફર પ્રભુ નજીક જવાના હેતું સાથે જ હોય તેવા ભાવે એ ગગન દ્વાર નજીક પહોંચી, ગગનના માલીક (પ્રભુજી )ને દ્વારો ખોલી શરણું આપવા અરજી કરે છે.
“સંસાર અને સબંધો “ના વિષયે આ કાવ્ય મને ખરેખર યોગ્ય લાગ્યું, અને આ કાવ્ય સાથે આ વિષય પુર્ણ થાય છે. તમે આ પોસ્ટરૂપે પ્રગટ કરેલા કાવ્યમાં પીરસેલા ભાવનૉ સ્વીકાર કરશો…….મારા આ લખાણથી કદાચ તમારો મત જુદો પણ હોય શકે……તો, આ પોસ્ટ વાંચી, તમે તમારા ” બે શબ્દો “પ્રતિભાવરૂપે મુકશો તો એ વાંચી, મને ઘણો જ આનંદ થશે….તો, લખશોને ?………ચંદ્રવદન
 
 
FEW WORDS
 
Today’s post is entitled ” Gagan Dwaar ” meaning ” Door to Univesse ( Heaven ) “
The Poem in Gujarati descibes a Human who is lost in this world & trying to reach the doorstep of the Heaven & be with God…..The Poet in the Poem brings the individual to the doorstep so that He can ask for the shelter from the Almighy. By this Poem, the subject of ” Sansaar ane Sabandho…..meaning Relationships of the World ” ends. Afterall, ALL HUMAN RELATIONS in this World can be “complete” with the presence of God ! I hope you like this message & may you try to lead a life in this World on this ideal !>>>>>>CHANDRAVADAN.

જૂન 4, 2009 at 5:02 પી એમ(pm) 12 comments

આ દુનિયા

 
 
             આ દુનિયા
આ દુનિયા, ઘણી અદભુત, ઘણી અદભુત,…. (ટેક)
કાગડો કાગડીને પુછે: “હું કેમ કાળો ?”
કાગડી કહે, “જુઓ નાથ ના કરો શોક ને મારૂ માનો,
દુનિયાના અંધકારમાં સર્વ માનવી કાળા,
કાળા હમો શરીરે પણ નથી દીલડે હમો કાળા,”
                                 આ દુનિયા…. (૧)
હંસલો હંસલી ને પુછે:”હું કેમ આટલો સફેદ ?”
હંસલી કહે: “જુઓ નાથ છે ગર્વ તમારો એમાં સહેજ,
નયને ધોળા શું કામના ? રાખવા હ્રદય ધોળા
હમો સફેદ કાયામાં રહી,રાખીશું દીલડાં અમારા ધોળા.”
                                  આ દુનિયા…. (૨)
અંતે કાચબો કાચબીને પુછે: “દુનિયામાં આ શું થઈ રહ્યું ?”
કાચબી કહે: “જુઓ નાથ તમો પુછો છો એથી મારે કહેવું રહ્યું
અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”
એથી ચંદ્ર કહે:
  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”
                                     આ દુનિયા…. (૩)
કાવ્ય રચના
જુન ૨૬, ૧૯૮૯
  
  

 

 

બે શબ્દો

” આ દુનિયા ” નામની આજની પોસ્ટ છે. “સંસાર અને સબંધો “નામની પોસ્ટથી તારીખ એપ્રિલ,૨૨,૨૦૦૯ના રોજ શરૂઆત થઈ, અને ત્યારબાદ, આ વિષયે તમોએ અનેક પોસ્ટો વાંચી. પ્રથમ ” સંસારના સાત પગથીઆ ” જેમાં માનવ જન્મે જુદા જુદા સબંધો…..અને ત્યારબાદ, જે પોસ્ટો પ્રગટ કરી તેમાં  મનુષ્ય-મનુષ્ય વચ્ચેના બંધાતા સબંધો બારે ઉલ્લેખ કરતી પોસ્ટો  તમે સૌએ વાંચી…..યાને કે “માત-પિતા વંદના “. ” નારી જીવન અંજલી ”  ” દામ્પત્ય જીવન ”  અને “દીકરીની પૂકાર “અને “મિત્રતાના સ્નેહસબંધે “………અને,  ” દોલતની આગ ” ની પોસ્ટ દ્વારા સંસારી ચીજોની જરૂરતનો ઉલ્લેખ કરી, સંસારી મોહમાયાના કેદી ના બનવા ચેતવણી આપી. હવે, આ પોસ્ટ ” આ દુનિયા “….દુનિયા એટલે જગત યાને સંસાર……જગત એક નાટક છે, અને એ નાટકના રમનારા છે જગતના માનવીઓ……જુદા જુદા ભાગો ભજવનારા…..દરેક પોતપોતાનો ભાગ ભજવીને ચાલી જવાના……કેટલો સારો ભાગ ભજવાય છે એની જવાબદારી જાતે જ સંભાળવાની છે…અને, અંતે કાવ્યમાં એક શીખ છે, કે ” આ જગતનો નાટક ભજવતા જે કંઈ ભુલો ( મેલ ) હોય તે આ જગતમાં જ સુધારી  આ માનવ જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ કરવાનો છે ” કે  આ જગત છોડ્યા બાદ  પાછળ રહેલા આ જગવાસીઓ હંમેશા યાદ કરતા રહે !
આશા છે કે તમોને આ પોસ્ટરૂપી કાવ્ય ગમ્યું હશે……તમે તમારી સમજ પ્રમાણે  આ વિષયે તમારો “પ્રતિભાવ ” જરૂરથી આપશો….એ વાંચવા હું આતુર  છું !……….ચંદ્રવદન.
 
FEW WORDS
Today’s Post is entitled “Aa Duniya ” meaning this world……The poem in Gujarati states that the World is a Stage & all Human Beings are only “players “…..all performing his/her parts & finally we all depart this World…..we all have to play our part well, so others always remember us for the parts we played ! I hope this message is understood well !>>>>>Chandravadan.

જૂન 1, 2009 at 3:46 પી એમ(pm) 14 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,540 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930