Archive for એપ્રિલ 11, 2014

પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !

પાણી પીવડાવા માટે ચંદ્રની લગની !

લગની લાગી છે મને આજ, તરસ્યાને પાણી પીવડાવવાની, અરે ! ભાઈ, આવજો તમે પાણી પીવાના કાજ !…..(ટેક)

જાણ્યો હતો એક તરસ્યો મેં તો રણમાં રે, જાણ્યો હતો એક તરસ્યો મેં તો વનમાં રે, જેને તરસ લાગી હોય તે જ ખરેખર જાણે રે …….લગની….(૧)

તરસ્યાને કાજે મારે તો એક પરબ જ બાંધવી રે, માટલા કે નળમાંથી પાણી પીવાની સગવડ કરવી રે, તરસ્યો થઈ જેણે પરબ પાણી પીધું તે જ ખરેખર જાણે રે….લગની….(૨)

રહું નાનેરા ગામમાં ‘ને પાણી પીવા અહીં મળતું નથી રે, પીવાના પાણી કાજે દુર ચાલીને લેવાનું એ તો રહ્યું રે, તરસ્યાને કુવાની યાદ ત્યારે લાગે છે વ્હાલી  રે …..લગની….(૩)

કુવાના પાણી જ્યારે થાય ગાયબ ‘ને કુવામાં પાણી નાહી રે, ત્યારે, પાતાળ કુવા બાંધવાની યાદ મુજને સતાવે રે, તરસ્યાને જાણી, બોરહોલ પાતાળ કુવા ખોદવાનું પ્યારૂં લાગે રે …..લગની….(૪)

ચંદ્ર કહે, ભુખ્યાને અન્ન તેમ તરસ્યાને પાણી લાગે છે વ્હાલું રે, આજે, જ્યાં જરૂરત એવી, ત્યાં પાણીની સગવડ કરતા હૈયું બને પ્રભુવ્હાલું રે, તરસ્યાની તરસ જો ભાંગી તો ચંદ્ર હૈયે હોય ખુબ જ ખુશી રે,…..લગની……..(૫)

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૯,૨૦૧૪                  ચંદ્રવદન

બે શબ્દો…

આજની પોસ્ટ છે “પાણી”વિષે. મેં જાણ્યું હતું કે “ભુખ્યાની ભુખ કે તરસ્યાની તરસ મીટાડવું” એ મહાન કાર્ય છે. અન્નદાન અને “પાણીની સગવડ કે સેવા” …આ બન્ને સેવા ઉત્તમ કહેવાય. “તરસ્યો હોય તે જ તરસને જાણે”…તરસનું દર્દ શબ્દોમાં કોઈ નહી તો તરસ્યો જ કહી શકે. સૌરષ્ટમાં ઉનાળા સમયે કુવામાં પાણી ના રહે….કોઈ નાના ગામોમાં પીવાના પાણી માટે દુર દુર ચાલીને જવું પડે.એઓ જ પાણીનું “મુલ્ય” જાણી શકે.

નાનો હતો ત્યારે રસ્તા પર “પાણીની પરબો” ના દર્શન થાતા. થાકેલા અને તરસ્યા યાત્રાળુઓ માટે પરબ એક ખુશી હતી. “પાણીની સેવા”નો યજ્ઞ કરવા માટે મારૂં મન વ્યાકુળ હતું. એક “આશ્રમ”માં પીવા માટે પાણી વેચાતું લેવાતું હતું. મનમાં દુઃખ થયું. અને…બોર્ હોલથી ઉંડો કુવો હોય તો આ આફત દુર હોય શકે એવું હતું. બસ..મને પ્રભુએ પ્રેરણા આપી. ઉંડો “પાતાળ કુવો” કરવા માટે દાન સહકાર આપ્યો..ખોદતા ઉંડાણે પાણી મળ્યું….હવે ફેબ્રુઆરી,૨૦૧૪માં એક “પંપ” મુકી કુવાનું પાણી આખા વર્ષ હશે. બસ…આ વિચાર સાથે મારા હૈયે ખુશી છે !

આ પોસ્ટ વાંચી અન્યને “માનવ સેવા” માટે પ્રભુ પ્રેરણા મળે એવી આશા !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

FEW WORDS…

This Post is a Poem in Gujarati about quenching of the THURST of the HUMANS.

WATER is the essential element for ALL LIVING BEINGS.

Humans reside in areas where the water can be scarce or one has to walk long distance to get it. These poeple know the value of the WATER.

Those who are really thirsty, suddenly finds a source of WATER…is always filled with joy.

Building WELLS….or the PARABS ( a place where one is provided the drinking water) or CREATING the PIPELINE so that village homes have the souce of water closeby is the GREAT SERVICE to the MANKIND.

May you LISTEN to BELOW>>>

Hope you like the Post.

Dr. Chandravadan Mistry

 

 

 

 

એપ્રિલ 11, 2014 at 12:48 પી એમ(pm) 8 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 391,415 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930