Archive for જાન્યુઆરી, 2010

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

 
 
 
 
                                                     Tuberculosis
 
##
 
 Diarrhoea
Mumps#
 
 

Roundworm


Pinworm


Hookworm


Dwarf Tape worm


Whipworm

 
 
 
 

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

માનવીનો દેહ, જે રીતે બન્યો છે, અને જે તત્વોથી બન્યો છે, એનું વર્ણન કરતા તો અનેક પુસ્તકોરૂપી લખાણ થાય…..અને, આટલું લખાણ લખ્યા બાદ પણ અનેક નવી શોધોરૂપી જાણકારી દ્વારા અનેક નવું લકાણ હોય શકે…….એથી જ હું કહું છું કે માનવી કદી પણ એવો દાવો ના કરી શકશે કે “એ બધુ જ જાણેછે “…આ એક સનાતન સત્ય છે !
માનવ દેહના જુદા જુદા ભાગો એક “યંત્ર” તરીકે કામ કરી શકે તે માટે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત પડે છે…….માનવ-પુરૂષનું વિર્ય-તત્વ અને માનવ-નારીનું ઈંડુ-તત્વનું મિલન એટલે “માનવ-ગર્ભ”…જેમાંથી “માનવ-દેહ”બને …..અને જ્યારે નારીના ગર્ભ-સ્થાનમાં માનવ-દેહ આકાર લેય ત્યારે સુક્ષ્મ ફેરફારો (Genetic Changes )કારણે માનવ-દેહમાં “રોગ કે બિમારી” કે પછી “દેહ-અપુર્ણતા” (Genetic Body Defects) હોય શકે છે……અને, માવવ-દેહરૂપી “જન્મ”બાદ માનવ દેહ જે વાતાવરણમાં હોય તેના લીધે પણ “અનેક રોગો” હોય શકે છે.
આ પ્રમાણે……..માનવ શરીરે થતા અનેક રોગોના કારણો નીચે મુજબ હોય છે>>>>>
(A) ગર્ભમાંથી માનવ દેહ બનતા સમયે “સુક્ષ્મ” ફેરફારોના કારણે>>>
 (૧) માનવ દેહના આકારમાં અપુર્ણતાઓ (Defects)
      હોઠનો આકાર બનતા સમયે “જેનેટિક ફેરફારો”ના કારણે ફાટેલો હોઠ (Cleft Lip ) કે ફાટેલો પેલેટ (Cleft Palate ) જન્મ સમયે હોય શકે……તો, હાથો બનતા હોય ત્યારે “એક વધારે આંગળી કે અંગુઠો” કે અન્ય “ડીફેક્ટો” ( Defects) હોય શકે …….અને, આ પ્રમાણે, એક વધારે “કીડની” (Kidney) કે હ્રદય કે ગર્ભસ્થાન કે અન્ય કોઈ ઓરગન (Organ of the Human Body ) હોય શકે.
(૨) વંશવેલા (Familial )થી ચાલી આવતા “જેનેટીક ફેરફારો” ના કારણે થતા રોગો/બિમારીઓ.
અહી તરત જ યાદ આવે “ડાયાબીટીસ”(Diabetes)…..જન્મ થાય ત્યારે ડાયાબીટીસ ના હોય પણ અનેક વર્ષો બાદ એ રોગના ચિન્હો માલમ પડે…..કોઈક “થાઈરોડ”ના રોગો  કે “લોહી”ના રોગો કે અન્ય રોગોનું કારણ “વંશવેલા”સાથે જોડાયેલું હોય છે.
 
(B)માનવ દેહ બની જગતમાં જન્મ લેતા, દેહ (શરીર)ને જગતના વાતાવરણમાં રહેવું પડે, અને ત્યારે બહારના વાતાવરણનો “સામનો કે બચાવ ” કરવા માટે પ્રભુએ “શક્તિ” આપેલી હોવા છ્તા જ્યારે માનવ-દેહ એ જરૂરત પ્રમાણે વાપરી શકતો નથી ત્યારે એ “રોગ/બિમારી”નો કેદી બને છે….અને એના કારણો અનેક હોય શકે>>>>>
(1) શરીરના રોગો
માનવ શરીરના રોગો થવાના કારણો અનેક હોય શકે……એ કારણોને આપણે રોગ કરનાર જંતુઓ કે હવામાનના વાયુઓ કે વાયુમાં વહેતા પદાર્થો ((ધુળ, ફળ/ફુલોના “પોલનો”(Pollens) કે પછી પ્રાણીઓના વાળ (Animal Fur) વિગેરે ….)) હોય શકે……તેમજ આપણા ખોરાક દ્વારા પણ રોગો થવાની શક્યતા હોય શાકે…
(a) ઈન્ફેકશનો (INFECTIONS )
જગતના વાતાવરણમાં અનેક સુક્ષ્મ જંતુઓ…યાને બેક્ટેરીઆ (Bacteria) વાઈરસો (Viruses)…..તેમજ નજરે દેખાય તેવા કે નજરે ના દેખાય તેવા પરાસાઈટો (Parasites)… માનવ શારીરમા પ્રવેશ કરી સંખ્યામાં વધી, શરીરને ઈજા કરે, અને એના પરિણામરૂપે હોય શરીરની બિમારીઓ……
દાખલારૂપે…….ફેફસાનો રોગ જેને ન્યુમોનીયા ( Pnuemonia) થાય ત્યારે જુદી જુદી જાતના બેક્ટેરીઆ પ્રવેશ કરી ફેફસામાં ફેરફારો કરતા પ્રાણવાયુ લોહી સુધી જઈ ના શકે, અને એથી શ્વાસ લેવામાં તકલીફ પડે…જેને આપણે “ન્યુમોનયા”નામ આપ્યું…..જો આવા જંતુઓ આંતરડામાં વધે તો ઉલતી/ઝાડા થઈ જાય…..પેશાબમાં સંખ્યા વધે તો “પેશાબનું ઈન્ફેકશન” થયું કહેવાય…..
આ પ્રમાણે, ચામડીના ઈન્ફેક્શનથી પરૂભરેલું ગુંમડું…..કે મગજમાં “મનિનજાઈટીસ” કે “બ્રેઈન એબસેસ” થાય.
બેક્ટેરીયા સિવાય બીજા જંતુઓ છે “ફંજાઈ“(Fungai) …દાખલારૂપે મસરૂમો (Mushrooms) પણ શરીરના રોગો કરી શકે છે, જેમાં અનેક ફેફસાના રોગોનો સમાવેશ થાય છે…કેટલાક ચામડીના રોગો પણ “ફન્ગસ”ના કારણે હોય છે .
ઉપર ઉલ્લેખ કર્યો તે સિવાય, “પેરેસાઈટો”(Parasites) પણ શરીરમાં પ્રવેશ કરી ઈનફેક્શન થઈ શકે છે…..ખોરાક સાથે વર્મ્સ (Worms..eg Roundworms…Hookworms etc) કે મચ્છરોના દંખ દ્વારા એના શરીરમાના “મેલેરીયા પેરેસાઈટો” માનવ શરીરમાં પ્રવેશ કરી “મેલેરીયાનો તાવ” કે “મગજ પર અસર” કરી શકે છે.
“બેક્ટેરીયા”થી પણ સુક્ષ્મ જંતુઓ છે “વાઈરસો”(Viruses) …..આ જંતુઓ દ્વારા અનેક ઈનફેક્શનો/રોગો થાય છે..દાખલારૂપે…કોમન કોલ્ડ (Common Cold) કે ફ્લુ (Flu )….”એઈડ્સ” (AIDS) પણ એક વાઈરસ ઈનફેક્શન જ છે
(b) શરીરના સોજારૂપી રોગો
જ્યારે જંતુઓ રોગોનું કારણ ના હોય ત્યારે જો શરીરના કોઈ પણ ભાગે દુઃખાવો/સોજો રહે અને ત્યારે એવી બિમારીઓને ઈનફ્લામેટોરી કંડીશન્સ (Infammatory Conditions) કહેવામાં આવે છે….સાંધાના રોગો (Arthritis) આ પ્રમાણે હોય શકે છે…..દાખલારૂપે “રુમાટોઈડ આરથ્રાઈટીસ” ( Rheumatoid Arthritis )….આવા રોગોમાં શરીરમાં થયેલું નુકશાનનું વર્ણન છે, અને સોજા માટે શરીર જ “એન્ટીબોડીસ“(Antibodies….meaning  AutoAntibodies) પેદા કરી શરીરને નુકશાન કરે છે…….આવી ઓટો એન્ટીબોડીસ શરીરના બીજા કોઈ પણ ભાગે નુકશાન કરી શકે છે….દાખલારૂપે “થાઈરોડ ગ્લાન્દ”(Thyroid Gland)
(c)શરીરના જુદા જુદા વિભાગે જે જે રોગો હોય તે પ્રમાણે  નીચે મુજબ રોગો હોય શકે>>>>
(૧) હોરમોનલ…યાને એન્ડોક્રીન ( Hormonal or Endocrine ) રોગો…..હોરમોન એ શરીરમાં એક જ્ગ્યાએ બને.. લોહીના માધ્યમે એ આખા શરીરમાં ફરી જ્યાં જ્યાં એની અસરની જરૂરત ત્યાં ત્યાં એ અસર કરે…દાખલારૂપે “ઈનસુલીન”(Insulin)…આ પદાર્થ “પેનક્રીયાસ” (Pancreas)માં બને, અને ત્યારબાદ, લોહી દ્વારા શરીરના ભાગોમાં જઈ શરીરમાં ખોરાકમાંથી બનેલી ખાંડ(Glucose)ને બારી એમાંથી શક્તિ યાને “એનરજી”(Energy) પેદા કરી, શરીરના બધા જ કાર્યો શક્ય બને છે….જ્યારે માનવ-શરીર પુરતા પ્રમાણમાં “ઈનસુલીન”ના બનાવી શકે ત્યારે “ડાયાબીટીસ”નો રોગ છે એવું કહેવામાં આવે છે ! બીજા હોરમોનો પણ પ્રમાણમાં ના હોય ( ઓછા કે વધારે) ત્યારે એ “હોરમોનરૂપી” રોગ છે એવું કહેવાય છે.
(૨)લોહી જોઈએ તેવું ના હોય તો લોહીની બિમારીઓ હોય શકે…..(Blood or Bleeding Disorders )
આપણા લોહીમાં ત્રણ જાતના “સેલ્સ” (Cells…namely Red Cells, White Cells & Platelets ) પ્રવાહી તત્વ, “સીરમ”(Serum)માં ફરે છે……રેડ સેલ્સ દ્વારા પ્રાણવાયુ (Oxygen), વાઈટ સેલ્સ દ્વારા શરીરનું રક્ષણ ( Body Defence/Protection), અને પ્લેટલેટ દ્વારા લોહીનું થીજી જઈ બહાર જતા અટકાવવું ( Activates Clotting & prevents Bleeding )……આથી, જ્યારે આ “સેલ્સો”માં ખામીઓ હોય ત્યારે એવા રોગોરૂપી દર્શન થાય છે.
જ્યારે હ્રદયમાં બિમારીઓ હોય ત્યારે “હ્રદયના રોગો” (Heart or Cardiac Illnesses)  “નરવસ સીસ્ટમના રોગો ” ( Nervous System Illnesses ) એટલે રોગો નર્વ(Nerves)માં ફેરફારોના કારણે નુકશાન જે થકી બિમારી…..આ પ્રમાણે “ચામડીના રોગો “….”આંતરડાના રોગો”…..”ફેફસાના રોગો” વિગેરે……
(૩) હવામાન/વાતાવરણ (Air/External Environment )માં “પોલન” કે જુદા જુદા પદાર્થો “એલરજી” (Allergy ) આપે…..માનવ શારીર, જેને પહેલા કાંઈ અસર ના થતી, એ શરીર હવે અલગ પ્રકારનું વર્તન કરે….જે થકી “અસ્થમા”(Asthma) કે પછી “હેય ફીવર” (Hey Fever ) વિગેરે…હોય શકે !
 
(૨) માનસીક રોગો ( MENTAL ILLNESSES )
શરીરના રોગો વિષે માહિતીઓ આધારીત જલ્દી “ડાયાગ્નોસીસ” ( Diagnosis ) કરવાની શક્યતા હોય છે, અને એથી એની સારવાર પણ જલ્દી હોય શકે છે…..કિન્તુ, ઘણીવાર, “માનસીક રોગો”નો “ડાયાગ્નોસિસ”કરવામાં અનેક વાર ઢીલ થાય છે, અને કોઈકવાર એનું પરિણામ બહું જ ખરાબ હોય શકે …..જેમકે  જો “ડીપ્રેશન”(Depression)ને જલ્દી પારખવામાં ના આવે તો એવો રોગી આત્મહત્યા ( Suicide) પણ કરી શકે છે.
જુદી જુદી પ્રકારના માનસીક રોગોની જાણ મેડીકલ સાયન્સ દ્વારા થઈ ચુકી છે…..સમયના વહેણમાં આ રોગો બારે વધુ ને વધુ જાણવામાં આવ્યું છે, અને આજે એના ઈલાજો પણ શોધાયા છે…નવી નવી દવાઓ મારકેટમાં આજે છે…….છતા આવા માનસીક રોગો શા કારણે  હોય તેનું જ્ઞાન હજુ પુર્ણ નથી. અત્યારની જાણકારીઓ આધારીત આ રોગો નીચે મુજબના વિભાગે હોય શકે>>>>
(a) એન્ગઝાયટી અને ડીપ્રેશન (Anxiety & Depression )
માનવીનું મન જુદા જુદા સંજોગોમાં સ્થીરતા જાળવી શકે છે…..જ્યારે એવું અશક્ય થાય ત્યારે એ માનવી એક રોગી છે એવું માન્ય થાય……જ્યારે વિચારો “દોડ” કરે અને માનવી એને અટકાવી ના શકે ત્યારે એ “એન્ગઝ્યાટી” (Anxiety State )માં કહેવાય….અને જ્યારે માનવીની વિચારધારા બહેર મારી જાય કે જ્યારે એ હાતાશ બની જાય ત્યારે એ માનવી “ડીપ્રેશન”માં છે અવું કહેવાય…….કોઈકવાર, આ પ્રમાણે બનવાનું કારણ “હોર્મોનલ ઈમ્બેલન્સ” (Hormonal Imbalance ) હોય છે ….દાખલારૂપે થાયરોડ હોર્મોન ( Thyroid Hormone ) જો વધી જાય તો “એનઝાયટી” અને જો ઘટે તો “ડીપ્રેશન”  હોય શકે…..આ પ્રમાણે કારણની જાણ હોય તો સારવાર સરળ છે….પણ આવા રોગો “શરીરના તત્વો”ની અસર વગર હોય છે….કોઈવાર એવા સંજોગોમાં ભુતકાળે બનેલ ઘટના રોગની શરૂઆતનું “ટ્રીગર”(Trigger) કારણ બની જાય છે, અને સારવાર સમયે જો આટલું જ્ઞાન થાય તો ઈલાજમાં સફળતા મેળવવાની શક્યતા વધે છે .
(b) સ્રિઝોફેનિયા (Schizoprenia)
આ નામે જે માનસીક રોગોનું વર્ણન થયું છે તેમાં માનવીનું મન પોતાનો “કન્ત્રોલ” (Control ) ગુમાવે છે….વિચારો સાથે મેળ ના હોય …કોઈવાર એક પ્રકારના વિચારો….તો કોઈકવાર જુદા જુદા જોડાણ વગરના વિચારો (Flights of thoughts )…..ઘણીવાર કોઈ વાતો ના કરતું હોય ત્યારે કોઈને સાંભળવાનો ભાસ થાય….આજે આ રોગનું કારણની શોધો બતાવે છે કે મગજના અંદરના ભાગે એક વિસ્તારે “બ્રેઈન સલ્સ”માં ફેરફારો નજરે પડે છે…..આ શા કારણે તેની અજાણતા છે…..પણ જુદી જુદી નવી દવાઓ દ્વારા સારવાર પહેલા કરતા સારી થઈ છે .
(c) મેનીઆ કે મેનીક ડીસઓડર્સ (Mania or Manic Disorders )
આવા રોગોમાં માનવીને ગાંડપણના ચિન્હો જોવા મળે છે……એકલા એકલા બેસી વાતો કરવી….લવારા કરવા…..બુમો પાડવી….અચાનક ખીજ/ગાળો વિગેરે…. દવાઓની સહાય ખાસ જરૂરીત જણાય….અને આજે અનેક નવી નવી દવાઓ આ રોગના ઈલાજરૂપે છે……પણ માનવી જ્યારે આવા રોગનો કેદી બનેલો હોય ત્યારે માનવ-હ્રદયમાંથી વેદનાઓ ઝરે છે !
 
ઉપર મુજબ વર્ણન દ્વારા માનવીને થતી બિમારીઓના કારણો સમજાવવા મારો એક પ્રયત્ન હતો……વિગતે બધુ જ કહેવું અશક્ય છે…..તેમ છતા જે જણાવ્યું તેથી જો  એક “સારરૂપી” જ્ઞાન જો તમોને થયું તો મને ખુબ જ આનંદ થશે.………..ડો, ચંદ્રવદન. 
 
 
FEW WORDS
 
Today it is Tuesday, January, 26, 2010…..and it is the REPUBLIC DAY of INDIA….I wish you a HAPPY REPUBLIC DAY…A day to be proud as an Indian ! May you all share this feeling of the NATIONAL PRIDE !
 
I had chosen this day to publish my 3RD POST on MANAV-TANDURASTI ( Human Health ). In my last Post, I had given you the informations on the HUMAN BODY…& even mentioned that this Post must be followed by MORE DETAILED informations of the Individual Body Systems OR Organs…..And, I had not forgotten this ! However, I felt strongly to publish this Post & inform you about the different CAUSES of HUMAN DISEASES.
 
It is NOT POSSIBLE to inform in DETAILS all the possible CAUSES…..so I attempted to give you all the FACTS in a BROAD GENERAL SENSE.For me to this in GUJARATI BHASHA was even tougher……but, I hope, you are able to benefit from the informations shared.
 
Now,that you have READ this Post, I wish to know your opinions as your COMMENTS……these comments are your “feed-backs”……& they mean a LOT to me,…… in fact, they give the ENCOURAGEMENTS to publish more…..My question to you all is this>>>>Do you like the Posts on HUMAN HEALTH ????
Dr. CHANDRAVADAN. 

જાન્યુઆરી 26, 2010 at 1:07 એ એમ (am) 26 comments

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

 
 
 
 
 

 

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

માનવ શરીર જે પ્રમાણે પ્રભુએ બનાવ્યું તે આધારીત માનવને બે સ્વરૂપે નિહાળી શકાય છે. (૧) નર (૨) નારી. નર કે નારી સ્વરૂપને એક તંત્રરૂપે નિહાળતા, એને આપણે નીચે મુજબ જુદા જુદા વિભાગે વર્ણન કરી શકીએ છીએ.
(૧ ) મસ્તક અને ગળૂ ( Head & Neck ) જેની સાથે મગજ (Brain )નું વર્ણન કરી શકીએ છે.
(૨ ) છાતીનો ભાગ (Thorax )……અહી આપણે હ્રદય અને ફેફસા (Heart & Lungs )નું વર્ણન કરી શકીએ છે.
(૩ ) પેટનો વિભાગ ( Abdomen )….આ વિભાગે આવેલા ઓરગનો ( Organs ) યાને કે જઠર, નાનુ અને મોટું આંતરડુ, પેન્ક્રીઆસ, લિવર, સ્પ્લીન, તેમજ બે કીડનીઓ ( Stomach, Small & Large Intestines, Pancreas, Liver, Spleen & 2 Kidneys ) વિગેરેનું વર્ણન હોય શકે. પેટના નીચેના ભાગને પેલવીસ (Pelvis ) કહેવામા આવે છે, અને એની અંદર ગર્ભસ્થાન તેમજ ઓવરીઓ નારીશરીરે (Uterus, Ovaries in a Female ) અને નર્-નારી સ્વરૂપે એક યુરિનરી બ્લેડર (Urinary Bladder )  હોય છે.
(૪ ) માનવ હાડકાઓથી બનેલુ હાડપિંજર ( Human Skeleton ) અને સાથે બે હાથો તેમજ બે પગોનું વર્ણન હોય શકે.
( ૫ ) ચામડી ( Skin )  જે શરીરનું બહારથી રક્ષણ કરે છે.(
આ પ્રમાણે, માનવ શરીરનું જે વર્ણન કર્યું તેને ” શરીર બંધારણ “ યાને એનાટોમી (Anatomy ) કહેવામાં આવે છે.
 
હવે, આપણે માનવ શરીરને માનવ જે પ્રમાણે કાર્યો શક્ય કરે છે તે પ્રમાણે નિહાળીએ તો  આપણે શરીર-કાર્યોને અનેક સિસ્ટમો ( Systems )માં જોઈ શકીએ છે…..આ માનવ-વિજ્ઞાનને ફીઝીઓલોજી ( Physiology ) કહેવાય છે. તો, જુદી જુદી સીસ્ટોમો નીચે મુજબ હોય શકે>>>>>
(૧ ) લોહીના ભ્રમણ સાથે લીમ્ફનું ભ્રમણ ( Circulatory System, & Lymphatic System )
( ૨ ) શ્વાસ- ભ્રમણ ( Respiratory System )
( ૩ ) ખોરાક પ્રાચનક્રીયા ( Digestive System )
( ૪ ) હોર્મોન તેમજ શરીર-રક્ષણ ( Endocrine & Immune Systems )
( ૫ ) નર્વસ સીસ્ટમ ( Nervous System )
( ૬ ) પેશાબ બની શરીર બહાર ( Urinary System )
( ૭ ) વંશ-વેલા શક્તિ ( Reproductive System )
( ૮ )  કાર્યો કરવાની શક્તિ ( Musculoskeletal System )
( ૯ ) ચામડી ( Skin or Dermal Protection System )
( ૧૦ ) હર્ષ- ભાવો ( Mental or Psychiatry )
 આ જુદી જુદી ક્રિયાઓનું જ્ઞાન એટલે આપણે માનવ- શરીરની ફીઝીઓલોજી ( Human Body Physiology ) બારે જાણ્યું કહેવાય. જે જાણ્યું તેથી તમે ખુશી અનુભવતા હશો. હજુ આને વિસ્તારે વર્ણન કરવાની જરૂર છે…આશા એટલી જ કે તમોને એ માટે રસ છે કે નહી ? પ્રતિભાવરૂપે જણાવવા વિનંતી !
………..ડો, ચંદ્રવદન. 
 
 
 
FEW WORDS…..
 
Today it is Wednesday, January,20TH 2010…& it is also VASANT PANCHAMI Day. And, I had decided to publish the 2ND Post on MANAV-TANDURATI ( Human Health ). By this Post I am making all my Readers aware of the HUMAN BODY, viewed as  different SECTIONS or SYSTEMS. This Post will make it easy to publish OTHER POSTS on the DISEASES by SYSTEMS.
I had attempted to inform all readers, the General Informations about the Human Body in GUJARATI BHASHA, to the best of my ability. Please pardon me for the mistakes or the lack of clarity.
I hope you have enjoyed reading this Post & are interested for the NEXT POST on the Topic of HEALTH.
Your comments for this Post very much appreciated>>>>>DR. CHANDRAVADAN

જાન્યુઆરી 20, 2010 at 11:33 પી એમ(pm) 24 comments

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

 
 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

માનવને જે શરીર મળ્યું,એને તંદુરસ્ત રાખવાની જવાબદારી માનવ પર જ રહે છે.માનવની તંદુરસ્તી યાને હુમન હેલ્થ (Human Health )ને એક મહત્વનો વિષય સમજીને મેં આ નામકરણે મારી ચંદ્રપૂકાર્ની સાઈટના “હોમ “પર થોડી પોસ્ટો પ્રગટ કરવા નિર્ણય લીધો હતો તેને આજે અમલમાં મુકતા હું ખુબ જ ખુશી અનુભવું છું.પ્રભુક્રુપાથી આ જન્મે હું એક ડોકટર બની શક્યો, અને અનેક વર્ષો માનવ-સેવા કરવાનો લ્હાવો પણ પ્રભુએ આપ્યો તેથી પ્રભુને કોટી કોટી વંદન ! એક ડોકટર તરીકે નોકરીમાંથી નિવૃત્તી ૨૦૦૬માં લીધા બાદ કોમ્પુટર જગતે “ચંદ્રપૂકાર “નામે એક સાઈટ શરૂ કરી, અને અનેકનો પરિચય થયો તે માટે મારા હૈયે ખુબ જ આનંદ છે. તેમ છતાં, ઘણી વાર મારા મનમાં વિચારો આવતા કે “હવે, એક ડોકટર તરીકે હું શું કરી શકું ? “ આ વિચાર સાથે એક દિવસ મને મારી વેબસાઈટની યાદ આવી. મારા હૈયે એવું થયું કે ” મારી જ સાઈટ પર માનવ તંદુરસ્તી બારે પોસ્ટો રૂપે લખાણ હોય તો તો કેવું ?…એવી પોસ્ટો દ્વારા હું ફરી એક ડોકટર તરીકે હું મારી ફરજ બજાવી શકું. ” આવા વિચારો સાથે થોડી મુજવણો ઉભી થઈ…..ચાલો, હું “હેલ્થ ” બારે લખું તો મારે ગુજરાતીમા લખવું જોઈએ. પણ, મારું ગુજરાતી-ભાષા જ્ઞાન ઉચ્ચ ના હતું. મેડીકલ ભણતરના અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં કેમ લખી શકીશ ? આવી મુજવણોમાં હતો ત્યારે જાણે પ્રભુ જ એનો જવાબ આપતા હોય તેમ મારા મનમાં થયું..”અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં લખી શકાય, અને સાથે અંગ્રેજી લીપીમાં ફરી લખીશ તો ચાલશે “. બસ, આટલા વિચાર સાથે, શું લખવું તે બારે મેં મારા મનને દોરવ્યું. ત્યારે થયું કે આ બધી જ વિગતો/માહિતીઓ તો પુસ્તકોમાં હોય છે, અને આજના કોમપ્યુટર/ ઈન્ટરનેટના યુગમાં આવી માહિતી તો સરળતાથી મળી શકે. તો, મારે શા માટે લખવું? ફરી મારૂં મન બીજી દિશામાં જવા લાગ્યું ત્યારે ફરી પ્રભુપ્રેરણાથી એક બીજો વિચાર જાગૃત થયો..” ભલે, કોઈક એંજીનનું ડાયાગ્રામ/ ફોટો હોય, ભલે,એ બારે બધું લખેલું હોય, તો પણ એની પૂરી જાણકારી એક ઈંજીનીઅર જ કહી શકે…..તે જ પ્રમાણે, ભલે, બધી જ માહિતી પુસ્તકો કે ઈન્ટરનેટ પર હોય, તો પણ, એક દર્દીને કે એક માનવીને સમજ આપવા એક ડોકટર જ અગત્યનો ફાળો ભજવી શકે છે “ બસ, અવા વિચારોથી મારૂં મન/હૈયું શાંત હતું. હવે, શું લખવું, કેવી રીતે પોસ્ટોરૂપે લખવું એ બારે મારી તૈયારી હતી….મારો નિર્ણય એ હતો કે…..માનવ, તંદુરસ્તી બારે લખવા પહેલા મારે ” માનવ શરીર “ બારે થોડી માહિતીઓ પહેલા આપવી, અને ત્યાર બાદ જ બિમારી/ રોગો બારે ચર્ચા કરવી યોગ્ય હશે. આથી, હવે, તમે “માનવ શરીર ” ટાઈટલે બીજી પોસ્ટ નિહાળશો. આશા છે તમોને આ પોસ્ટ અને બીજી પોસ્ટૉ ગમે ! ………..ડો, ચંદ્રવદન.
 
FEW WORDS……. 
 
Today,it is Monday January,18th 2010 & it is POS VAD TRIJ, 2066 as per Indian Calender….&  today it is also MARTIN LUTHER KING DAY Holiday in USA….. I feel proud & happy to publish this Post on HUMAN HEALTH ( Manav Tandurasti) for the 1st time on Chandrapukar……& I am SO HAPPY that henceforth there will be a series of Posts on HEALTH.
Today this is the FIRST MANAV TANDURATI Post officially, I feel that the Suvicharo Post of MANAV DEH ane ATMA of December,12th 2009 as my 1st Post on HEALTH…..So let that be Manav Tandurati (1A)  and this Post as Manav Tandurasti (1B).
As a Doctor , I feel nice to have started the Series of Posts on HEALTH, on Chandrapukar. I had always longed to do this .….I feel like doing my duty as ONE DOCTOR…..I must, however, cofess, that I am imperfect & that I may not be able to give ALL the MEDICAL FACTS……but I will try my BEST.
I hope that those who visit this Blog & read these Posts LIKE them & have the desire to read more of them. SO….I am requesting ALL my READERS to send me their FEELINGS as their COMMENTS for this Post..>>>>>DR. CHANDRAVADAN MISTRY.

જાન્યુઆરી 18, 2010 at 12:23 એ એમ (am) 20 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

નવેમ્બર,૨૦૦૯નો માસ તો પુરો થયો…અને ડીસેમ્બર માસ મંગળવારે શરૂ થયો.  તમે મારા બ્લોગ પર ” જનકલ્યાણના કાર્યો”ના વિષયે અનેક પોસ્ટો વાંચી હતી….જ્યારે એ વિષયે લખાણ પુર્ણ થયું ત્યારે મેં એક સવાલ કર્યો હતો…”હવે પછી શું વિષે હશે ?” ત્યારે મારી પાસે એનો જવાબ ના હતો પણ એક શ્રધ્ધા હતી કે “કંઈક પ્રભુપ્રેરણા” મળશે ! તમેતારીખ નવેમ્બર,૬૨૦૦૯ના રોજ  એક પોસ્ટ “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)” વાંચી, અને ત્યારબાદ. નવેમ્બર,૧૧ના દિવસે “ચંદ્રભજનમંજરી (૭)” પોસ્ટરૂપે સાંભળી….અને પછી, નવેમ્બર,૧૬,૨૦૦૯ના રોજ “સુવિચારો”ની પોસ્ટરૂપે “પ્રેમ-લાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા” બારે વાંચ્યું……..આટલું શક્ય થયા બાદ, નવેમ્બર,૨૨,૨૦૦૯ના શુભદિવસે, “આ તો બીજી અનીવરસરી ચંદ્રપૂકારની” નામે એક કાવ્ય રચના વાંચી આ પોસ્ટ સાથે મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને જ્યારે અનેકે પધારી ( કુલ્લે ૩૮) એમના “પ્રતિભાવો” આપ્યા તેનાથી ગદ ગદ થઈ ગયો…..હું સૌનો આભારીત છું !….આવો આનંદ જ્યારે અનુભવી રહ્યો હતો, ત્યારે “માનવ દેહ અને તંદુરસ્તિ/Health” બારે કંઈક લખવા પ્રભુપ્રેરણા મળી….અને, એ અમલમાં મુકાય તે પહેલા તો હતો શનિવાર, તારીખ, નવેમ્બર,૨૮,૨૦૦૯નો દિવસ….એથી રીવરસાઈડ જવાનું થયું….આ દિવસે રમેશભાઈ પટેલના આમંત્રણે હું ત્યાં હતો…આ દિવસે એમની પુસ્તિકા “ત્રિપથગા”નું “વિમોચન” હતું ..અને, ત્યાં હાજરી આપતા, હું પ્રથમવાર રમેશભાઈને મળ્યો…સાથે સુરેશભાઈ જાની અને ડો. દિલીપભાઈ પટેલ…તેમજ અન્યને મળવાનું થયું …મારા હૈયે ફરી ખુબ જ આનંદ હતો, અને એવા આનંદમાં મને બીજો વિચાર આવ્યો..”રમેશભાઈ વિષે પોસ્ટ મુકું …અને ત્યારબાદ, અનેક વિષે “મિત્રતાના તાંતણે” બીજી પોસ્ટો હોય તો કેવું ? “
બસ, આ બે વિચારો દ્વારા મને હવે પછીની પોસ્ટો માટે “વિષય/વિષયો” આનંદ હતો…મેં આગળ ઉલ્લેખ કર્યો જ હતો કે પ્રભુપ્રેરણાથી કંઈક થશે …તો, એ થયું !
તમે રમેશભાઈ વિષે પોસ્ટથકી પ્રથમ “વ્યક્તિ પરિચય”ની પોસ્ટ વાંચી…અને ત્યારબાદ, તમે “સુવિચારો” દ્વારા પ્રથમ “તંદુરસ્તિ/Health”ના વિષયે પોસ્ટ વાંચી…..અને, હવે તમે બીજી પોસ્ટો “તંદુરસ્તિ” બારે વાંચશો…..અને એ થોડી પોસ્ટો બાદ, અન્ય વિષયે પોસ્ટો વાંચશો….ફરી કોઈ બીજી “વ્યક્તિ પરિચય”ની પોસ્ટો વાંચશો…..આ પ્રમાણે, આ “બે વિષયો” ચાલુ જ રહેશે !
આશા છે કે તમોને મારા વિચારો ગમે !…..કંઈક “બે શબ્દો” લખશો તો જ મને ખબર પડે…તો, તમારા અભિપ્રાયોની આશા સાથે વિરમું છું !>>>>>>ચંદ્રવદન

FEW WORDS
Today it is Sunday & January,3rd 2010 ….I am publishing this Post from Navsari,Gujarat,India…..and my last Post was on December 2009. The New Year of 2010 has started & I take this opportunity to wish you all HAPPY NEW YEAR……
This post is ” CHANDRAVICHARO SHABDOMAA (12)”….It takes you all to my Old Posts….& intoduce you to the my INTENT to publish future posts on 2 Topics (Parichay of Individuals I had known….& Tandursti or Health)
A Post on Rameshbhai Patel (Aakashdeep) ….& Suvucharo on Body & Health (last post) will be my FIRST POSTS on  this topic. I hope you will enjoy the other Posts too..>>CHANDRAVADAN.

જાન્યુઆરી 3, 2010 at 4:39 એ એમ (am) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031