Archive for ડિસેમ્બર, 2009

સુવિચારો !

 
 

સુવિચારો !

માનવ દેહ અને આત્મા

>>>>દેહની તંદુરસ્તી જાળવવી, એ માનવી માટે એક ફરજરૂપી જવાબદારી છે !
 
>>>>દેહ તો માનવ-આત્માનું ઘર છે, અને એની કાળજી રાખતા, માનવ-દેહ મંદિર બની જાય છે !
 
>>>>મંદિરરૂપી દેહ હોય તો, એ પવિત્ર વાતાવરણમાં આત્મામાં છુપાયેલું “પ્રભુ-તત્વ” ખીલી મહેકે છે !
 
>>>>દેહમાં પ્રભુતા ખીલતા, મનની શાંતી વધે છે, અને અંતે માનવીને “પરમ આનંદ”નો અનુભવ થાય છે !
 
 
>>>>>ચંદ્રવદન  
તારીખઃ નવેમ્બર,૭, ૨૦૦૯
 
 

બે શબ્દો…..માનવ દેહ અને આત્મા

આજના “ચંદ્રસુવિચારો”નો વિષય છે “માનવ દેહ અને આત્મા”…..પોતાના દેહની કાળજી રાખવી એ માનવ માટે એક “ફરજ” છે……આવી સમજણ જો માનવીમાં આવે તો એ “ઘણું શક્ય”થયું કહેવાય…અને એક વાર આ સુત્રે માનવીની જીવનસફર ચાલુ રહે તો એ એના દેહની “ચોખ્ખાઈ” જાળવવા કે “ખોરાક” લેવામાં ધ્યાન આપે…અને આટલું કરતા પણ જો બિમારીનો સામનો કરવાની ઘડી આવે ત્યારે એ “કુટેવો”થી દુર હોવાના કારણે એ દેહની સંભાળ લેવા દવા/પરેજી કરવા તૈયાર થઈ જાય છે !
જે માનવી આ પ્રમાણે કરે ત્યારે એ તંદુરસ્તીના જીવન તરફ વળે છે…..અને, જ્યારે માનવ દેહ તંદુરસ્ત હોય ત્યારે એ માનવીના મનના વિચારોને સ્થીરતા મળે…..અને, આવા વાતાવરણે માનવ-દેહમાં વસેલો “આત્મા” પણ “મોહરૂપી મેલ”ને દુર કરી, જાગ્રુત બને છે. જાગ્રુત આત્મા એટલે “પવિત્રતા ભરપૂર ચેતના “….જેમાં આપણે “પ્રભુતા”ના દર્શન કરી શકીએ છે. અને, માનવ-દેહ આત્માનું “ઘર”મટીને “એક મંદિર”બની જાય છે !
ઉપર જે કંઈ લખ્યું તેના “સાર”રૂપે જ પ્રગટ કરેલા મારા “ચાર સુવિચારો” છે !
મેં મારી વિચારધારા પ્રમાણે લખ્યું છે……પણ, બીજી વ્યક્તિ આ વિચારોને જુદી દ્રષ્ઠિએ નિહાળી શકે છે…તો, જરૂરથી આ પોસ્ટ વાંચી, તમો “પ્રતિભાવ”રૂપે લખશો તો મને ખુબ જ આનંદ થશે…વળી. અન્ય વાંચી આનંદ અનુભવશે…..જ્ઞાન વધે એ જ આશા !>>>>>ચંદ્રવદન.
 
 
FEW WORDS…..
Today it is Saturday,December,12th 2009…..It is a day of HAPPINESS for me, my Wife Kamu & my Family as today it is the ENGAGEMENT of my daughter RUPA.
It is going to be a MEMORABLE day as I publish this Post with the Topic of HUMAN HEALTH …it is a Post as a SUVICHARO..& I am, for the first time, intoducing the Topic of HEALTH…..& plan to publish more Posts on this Topic in the FUTURE, As a DOCTOR I feel joy of doing this on a ongoing basis !
As to this Post of Suvicharo on “MANAV DEH ane ATMA” meaning Human Body & Soul, I am expressing my thoughts & inviting ALL to share their thoughts as their COMMENTS…..Hoping that many of YOU will join & post the Comments on the Site !
You are viewing the picture of MALE-FEMALE with this Post…& hence forth ALL Posts on the Topic of HEALTH will show this Picture.
Happy Viewing !>>>>>CHANDRAVADAN.

ડિસેમ્બર 12, 2009 at 2:01 એ એમ (am) 25 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 270,804 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031