Archive for એપ્રિલ, 2012

એક ડગ ધરા પર !

એક ડગ ધરા પર !

એક ઈબુકનું મારૂં વાંચન !

નવયુગની કોમ્પુટર અને ઈનટરનેટની દુનિયામાં, પુસ્તકને “ઈબુક”(EBook)નું સ્વરૂપ  મળ્યું એને આપણે સૌ પ્રગતિના પ્રતિકરૂપે નિહાળી શકીએ. અને, આજે પહેલીવાર  ઈબુક સ્વરૂપે, પ્રવિણા કડકિયા રચીત એક નવલકથા “એક ડગ ધરા પર” કોમ્પ્યુટર પર નિહાળી, વાંચવાનો લ્હાવો લઈ રહ્યો છું. શનિવાર તારીખ ૧૯મી  નવેમ્બર,૨૦૧૧ના શુભ દિવસે હ્યુસ્ટન શહેર, ટેક્ષાસ, અમેરીકાના રહીશ, પુસ્તક  લેખીકા પ્રવિણાબેનનો એક ઈમેઈલ આવ્યો. એઓ ઈબુક પ્રગટ કરે તે પહેલા આ બુકનું  વાંચન કરી, “બેશબ્દો” લખવા માટે વિનંતી મને કરી. હું ગુજરાતી સાહિત્યના  પલ્લે એક “સાધરણ” માનવી જ છું, તેમ છતાં. એમની વિનંતીને માન આપી કંઈક લખવા  પ્રયાસ કરી રહ્યો છું. એમની ઈબુકને તરત વાંચી ગયો….વાંચી ખુબ જ આનંદ થયો.
પ્રવિણાબેનની ઓળખાણ ગુજરાતી બ્લોગ જગત દ્વારા થઈ. હું એમને રૂબરૂ  મળ્યો નથી, પણ એઓ “મન,માનસ, અને માનવી”નામનો એક બ્લોગ ચલાવે છે. પ્રવિણાબેન કડકિયા એટલે એક આદર્શ ભારતીય નારી, જેના હ્રદયમાંથી માત સરસ્વતીની કૃપાથી  વહેલા શબ્દો પોસ્ટોરૂપે પ્રગટ થતા રહે છે. અને એમના બ્લોગ પર અનેક પોસ્ટો  વાંચવાનો લ્હાવો મળ્યો જ છે. અને, આવા જ વહેણમાં આ નવલકથા “એક ડગ ધરા પર”નો જન્મ થયો છે. આ જ એક સત્ય છે !
પ્રવિણાબેન, ભારતીય સંસ્કાર સહીત ઘડાયેલા સંસારી સમાજમાં  નારીઓના જીવનને નિહાળી, નારીમુલ્યને અપમાન તેમજ અન્યાયો દ્વારા હલકું કરતી  ઘટનાઓનું દુઃખ અનુભવી, સોનમ અને સાહિલ જેવા આદર્શ માતપિતા અને એમના પહેલા  સંતાનરૂપે “શાન”નામની દીકરીના અનુભવોના માધ્યમે એમના મન કે હૈયાનું એક  નવલકથારૂપે પ્રગટ કરે છે.આવા દુઃખોભર્યા વર્ણન સાથે એક માતા, દાદી કે નાની, એક પત્ની કે દીકરી કે અન્ય નારી પાત્રો દ્વારા નારી સ્વભાવમાં રહેલા  પ્રેમ/લાગણીઓ અને સહનશીલતાના પણ દર્શન આપવા પ્રયાસ કરે છે.
આ નવલકથાની શરૂઆત વિજ્ઞાન દ્વારા જાણેલ માનવબીજમાંથી બનતા માનવદેહનું વર્ણન દીકરી શાન દ્વારા કર્યા બાદ, શાન કેવી રીતે બચપણ બાદ મોટી થઈ એના  જીવનમાં સમાજ/સંસારમાં બનતી ઘટનાઓરૂપી “અનુભવો”નો સામનો કરતા, સમાજમાં થતું “ખોટું” નાબુદ” કરી  જે “પરિવર્તન” શક્ય કરે છે, તેના દર્શન આ વાર્તા  વાંચન દ્વારા થાય છે.આ જ એક કહાણી છે. આ જ એક નવલકથા છે. એક દ્રષ્ઠીએ, ખોટા રીવાજો કે માન્યતાઓ દુર કરી સમાજમાં થતા પરિવર્તનના કારણે એક પ્રકારે “જાગૃતી”ના બીજનું રોપણ કરવાનો લેખીકા પ્રવિણાબેનનો પ્રયાસ હશે એવું મારૂં  અનુમાન છે.
આ નવલકથામાં, શાળામાં શાનનું કિશન પ્રત્યેનો સ્નેહ,…. સહેલી સાલુ  ના નાની વયે થતા લગ્ન અટકાવી,એનું શિક્ષણ ચાલુ રહે એવું શક્ય કરી… કે  રેણુ કોઈના પ્રેમમાં હોવાના કારણે માતા ધિરજબેન, શિક્ષિકા હોવા છતાં, વેલણથી એને મારે ત્યારે કળાથી  બળજબરીથી અન્ય સાથે નક્કી કરેલા લગ્ન અટકાવી કરેલા એક શુભ કાર્ય…..તેમજ અન્ય ઘટનાઓમાં શાનનું માર્ગદર્શન અને  સહકારભયું કાર્ય અદભુત હતું ..આ જ રહ્યા સમાજ સુધારામા દાખલાઓ….અને, અંતે, શાનને એક વિવેક નામના છોકરાનો પરિચય થાય….એ એને વધુ જાણવાનો પ્રથમ  પ્રયાસ કરી જ એની સાથે લગ્ન કરવાનો નિર્ણય લેય છે. આ પ્રમાણે ઉતાવળું પગલું ના લીધું  એમાં એના આદર્શ માતાપિતાએ રેડેલા ગુણો અને સંસ્કારોનો ફાળો  નિહાળી શકાય.
આ પુસ્તકરૂપી નવલકથા વિષે સંપુર્ણ કહેવું અશક્ય છે. એકવાર કોઈ પણ  વાંચક આ નવલકથા વાંચવાની શરૂઆત કરે ત્યારે એને અંત સુધી વાંચવા માટે રસ રહે છે . આશા છે કે અનેક આ નવલકથા વાંચે, અને સમાજની નારીઓને સમજી, સમાજમાં  પરિવર્તનો લાવી, નારીઓનું માન વધે એવા પગલાઓ લેય, તો એ ખુબ જ આનંદની વાત  છે. મારૂં અનુમાન છે કે આ નવલકથા લખવાનો પ્રવિણાબેનનો હેતુ કંઈક એવો જ હશે !
એક બાળક સાથે એક માતાના ફોટા સાથે સુંદર કવર સાથે પ્રગટ થયેલી આ ઈબુક “એક ડગ ધરા પર”રૂપી નવલકથા લખી, પ્રગટ કરવા માટે પ્રવિણાબેનને મારા  અભિનંદન. ભવિષ્યમાં અનેક બીજી ઈબુકો પ્રગટ કરવા પ્રભુ શક્તિ બક્ષે એવી મારી આશાઓ.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા.

બે શબ્દો…

પ્રવિણાબેન કડાકીયા….એમના બ્લોગનું નામ છે….”મન,માનસ,માનવી”.
પ્રવિણાબેને નવલકથાઓ લખીમ એક “ઈબુક”કરી, અને એનું નામકરણ હતું “એક ડગ ધરા પર્”.
એમણે મને યોગ્ય ગણી, એ ઈબુકનું વાંચન કરવા તક આપી.અને, એ વાંચી, મે મારો અભિપ્રાય ઉપર મુજબ આપ્યો હતો…એ આ પોસ્ટ દ્વારા તમે જાણ્યો.
જે કોઈને આ વિષે વધુ માહિતીઓ મેળવવી હોય તેઓએ એમના બ્લોગ પર જઈ એમના મુખ્ય પાને “એક ડગ ધરા પર”પર ક્લીક કરી જાણ્વું રહ્યું…અને જો ડાઈરેક્ટલી ત્યાં જવું હોય તો,એની “લીન્ક” છે >>>>
આશા છે કે તમોને આ મારી પ્રગટ કરેલી પોસ્ટ ગમે, અને ટુંક સમયમાં જ્યારે એ એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય ત્યારે એ વાંચવા ઈચ્છાઓ હૈયે ભરે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

 

Today you are reading a Post on the REVIEW of a BOOK in the EBOOK Format & with the Name “EK DAG DHARAA PAR”.

 

The Writer of this Book is PRAVINABEN KADAKIYA of HOUSTON TEXAS.

 

There will an Actual Book published soon & will be available for those interested to read it.

 

Hope you like this Post !

 

 

Dr. Chandravadan Mistry.

 

એપ્રિલ 30, 2012 at 12:44 પી એમ(pm) 7 comments

જો મને ગાંધી મળે !

            MOHANDAS KARAMCHAND GANDHI
             AND A JOURNEY of a MAN  TO…..
Photo credit: http://www.gandhi-manibhavan.org/
MAHATMA or the GREAT SOUL or Simply BAPU ( Father of the Nation..BHARAT)
 જો મને ગાંધી મળે !
FROM:
Wednesday, April 25, 2012 9:26 AM
વારંવાર ઈ-મૅઇલથી આવતી આ વીડિયો ક્લીપ દરેક વખતે માણતા આનંદ આવે છે.નિષ્ણાતો અંગ્રેજીમા ભાષાંતર કરે
તો ઘણાને લાભ થાય!

— On Tue, 4/24/12, Dr. Rajendra Trivedi, M.D. <rmtrivedi@comcast.net>wrote:

Subject: Mane jo Gandhiji male to…. Must WatchDate: Tuesday, April 24, 2012, 7:42 PM

Must see to the  end.

This girl is a delight to watch with a great command on the Gujarati  language. Apologies to those that don’t understand Gujarati. Unfortunately, I  don’t have the translation.

જો મને ગાંધી મળે !

આજની પોસ્ટ  છે ફરી એક ઈમેઈલ આધારીત.
જેની સાથે એક “વીડીયો” ક્લીપ હતી તે તમે જરૂરથી નિહાળી હ્શે જ…અને ત્યારબાદ જ આ વાંચન કરતા હશો.
તો હવે છે મારી રચના.
એ છે વીડીયો દ્વારા જે જાણ્યું તે આધારીત.
 

જો મને ગાંધી મળે !

“જો મને ગાંધી મળે તો” જેવા શબ્દો નાની “રાધા” કહે,
 
જે રાધાને તમે સાંભળી, એવું આજ ચંદ્ર કહે,
 
“આજે ભારતવાસીઓ તમારા ઉપદેશનો ત્યાગરૂપી વર્તન કરે “
 
આવા શબ્દોમાં રાઘા જાણે બાપુને ફરીયાદ  કરે,
 
ત્યારે બાપુ એમના પ્રિય ત્રણ વાનરના રમકડાને નિહાળી હસે,
 
“હજુ પણ, તું આ રમકડા સાથે રમે ?” બાપુ પ્રેમથી એને કહે,
 
“તારી જીવન સફરમાં સ્ત્યનો દિપક પ્રગટાવજે તું !
 
પ્રકાશ સૌને મળે, કોઈ ના આવે તો એકલી ચાલજે તું !”
 
આવી વાણી સાંભળી, રાધા ક્રાન્તિકારી ભાષામાં કહે,
 
“બાપુના નૈતિક મુલ્યોની જરૂરત છે ભારતમાતાને હવે !”
 
 
કાવ્ય રચના, તારીખ એપ્રિલ,૨૫, ૨૦૧૨                      ચંદ્રવદન

The English Translation !

There was the Competition in the School of Gujarat State of India.
In that, RADHA RAJIV MEHTA of 7th Gujarati Standard won and was given the Award for the Best Essay.
All of you who had visited my Blog & read the Post with the VIDEO must  have felt that the AWARD was rightly given to this young girl.
I am NOT the right person to translate her SPEECH, but I will try to say  in ENGLISH based on my Poem in Gujarati & what I had learnt from the VIDEO.
The TITLE of the Poem or the Essay “JO MANE GANDH MALE TO” meaning ” IF I MEET GANDHI, THEN…”
So, my Poem states some of the words of that young girl Radha.
Radha’s imagination was “as if she was meeting GANDHI ( Bapu) in the Modern  times of the Independent INDIA ( Bharat) Af if that dream was realised,  Radha hears the VOICE of Bapu & to him she complains of “ALL  BHARAVASIO NOT
FOLLOWING HIS TEACHINGS “In this  conversation is the Toy of ” 3 MONKEYS” which was dear to Bapu & had become dear to Radha too.
On observing the SADNESS on the  face of Radha, Baju was saying””Be Positive….Follw the Path of the  TRUTH, all will LISTEN to you, but then even if NOBODY follows you  ..then walk ALONE”
After such words, Radha is filled with Joy  !
 

બે શબ્દો…

આજની પોસ્ટ માટે વધુ લખવાનું રહેતું નથી.
એક “વીડીયો” અને ત્યારબાદ, મારૂ “કાવ્ય” અને એની સાથે છે મારી સમજ અને શક્તિ પ્રમાણે “અંગ્રેજીમાં ટ્રાન્સલેશન”.
આશા છે કે સૌને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

This Post is mixed with the Messages in GUJARATI & ENGLISH.
So…I do not say anything but I hope I had been able to convey the MESSAGE to even those who DO NOT understand Gujarati.
Those of you who had forgotten to VIEW the VIDEO..then the LINK is>>>
Dr. Chandravadan Mistry

એપ્રિલ 26, 2012 at 12:05 પી એમ(pm) 7 comments

અમેરીકામાં નથી ફાવી ગયો હું !

 

અમેરીકામાં નથી ફાવી ગયો હું !

આવી ગયો અમેરીકામાં, પણ નથી ફાવી ગયો હું,
ભલે, બધા માને એવું, મારા હ્રદયનું જ કહી રહ્યો હું !
ડોલર ભેગા કરતા, ભુલી ગયો ભાઈબેન, માબાપને,
હવે તો, અમેરીકનો સાથે વાતો કરી, આનંદ મળે છે મને !
અરે, કામથી ઘરે, અને નથી સમય સંતાનો માટે,
અને, પત્ની પણ “બીઝી” કહી, ભુલી ગઈ છે મને !
પીઝા, બરીટો અને બરગરના આ દેશમાં,
હવે, ઘરની રસોઈનો આનંદ ક્યારે મળશે મને ?
જ્યારે ભારતમાતાનો ઉપકાર પણ ભુલી ગયો,
ત્યારે આજે અમેરીકામા, લાગે ભરત ગંદુ મને !
નથી ફાવી ગયો હું, કહું છું એક સત્ય એવું,
તમે માનો કે ના માનો, કહી, હલકું મુજ હૈયું લાગે મને !
કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૨૯,૨૦૧૨                      ચંદ્રવદન

બે શબ્દો…

એક દિવસ મેં ઈમેઈલથી  એક રચના વાંચી.
એ હતી…….

બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,
બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે,
ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ને એમ કે હું ફાવી ગયો છું,
અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને
ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું, આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ પેટ ભરીને ઠોકવું છે,
બાઈક પર ત્રણ સવારી રખડવું છે, ભગવાન, મારે ફરી PARENTS નો લાડલો બની જવું છે, પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,
બધાંને એમ છે કે હું ફાવી ગયો છુ…
આજ રચના મેં  પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર અપ્રિલ ૨૨,૨૦૧૨ના દિવસે ફરી વાંચી.
જુનું લખાણ શોધ્યું.
એ મળ્યું !
અને, એને ટાઈપ કરી પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું
તમારે કોઈએ પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર પ્રગટ થયેલી પોસ્ટ વાંચવી હોય તો એની “લીન્ક” છે>>>>
http://niravrave.wordpress.com/2012/04/22/%e0%aa%ac%e0%aa%a7%e0%aa%be%e0%aa%82%e0%aa%a8%e0%ab%87-%e0%aa%8f%e0%aa%ae-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%ab%e0%aa%be%e0%aa%b5%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%9b/
ચાલો, તો, હવે તમે આ પોસ્ટ વાંચો…જો કાંઇ ગમ્યું ( કે ના ગમ્યું) તે વિષે લખો તો વાંચી મને આનંદ થશે.

અંતે, કહેવું એટલું જ છે કે….આ પોસ્ટ રચનામાં ખરેખર તો “વિચારો” જેણે ઈમેઈલથી મોકલેલ રચના કરી તેના ફાળે જાય..મેં તો ફક્ત એવા વિચારોમાં “નવો શબ્દ-રંગ ભર્યો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Rachana after reading a Rachana on an Email.
The ORIGINAL one was recently as a Post on the Blog of PRAGNAJUBEN VYAS.
The Original Poen in Gujarati is published here & even the LINK to that Post on Pragnajuben’s Blog is given
Hope you enjoy !
Dr. Chandravadan Mistry

એપ્રિલ 25, 2012 at 1:19 પી એમ(pm) 15 comments

માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !

Illustration of breast cancer.BREAST CANCER

 

માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !

મેં જ્યારે પણ તંદુરસ્તીની પોસ્ટો પ્રગટ કરી ત્યારે એક સાથે થોડી પોસ્ટો પ્રગટ કરી હતી.

આજે પહેલીવાર, હું અન્ય વિષયે પોસ્ટો પ્રગટ કરતા, માનવ તંદુરસ્તીની પોસ્ટ “ડોકટરપૂકાર”રૂપે પ્રગટ કરી રહ્યો છું
એક સ્નેહીએ ઈમેઈલ કરી “જોન હોપકીન્સ”મા થયેલી “કેન્સર રીસર્ચ”ની અંગ્રેજીમાં પ્રગટ થયેલી મહિતી મોકલી ભલામણ કરી કે આવી માહિતી જો ગુજરાતીમાં હોય તો અનેક ગુજારાતી બંધુઓને લાભ થાય.
મેં માહિતી વાંચી…..અને મારા અલ્પ ગુજરાતી ભાષાજ્ઞાન આધારીત  અનુવાદ કરવા પ્રયાસ કર્યો છે !

દરેક માનવીના મનમાં જાણે અજાણે “કેન્સર”ના રોગ માટે ડર હોય છે એ સત્ય છે !

અંગ્રેજી લખાણમાં સમજતા અનેકને તકલીફો હોય શકે.

એથી, નિર્ણય લીધો કે ભલે માનવ દેહની “બધી” જ સીસ્ટમોનું વર્ણન કર્યું ના હોવા છતાં, આજે એક “માનવ તંદુરસ્તી”ની પોસ્ટ પ્રગટ કરૂં.

અનેક તરફથી સવાલો હોય એવા ભાવે આ પોસ્ટ છે !

સવાલો…

કેન્સર જેવો રોગ કેમ થાય ?

કેન્સરના રોગને ટકાવવા  માનવીના શું પ્રયાસો હોય શકે ?

જવાબ…

જોન હોપકીન્સના કરેલા “રીસર્ચ”અંગ્રેજી લખાણ આધારીત  જવાબરૂપે >>>>

“જોન હોપ્કીન”ની કેન્સર વિષે માહિતી

JOHN HOPKINS STUDY on CANCER


(1) દરેક માનવ શરીરમાં સુક્ષ્મ સ્વરૂપે “કેન્સર સેલ્સ” હોય છે, અને એના કારણે એ રુટીન ટેસ્ટોમાં જોવા ના મળે…પણ, જ્યારે એવા કેન્સર સેલ્સો અબજોની સંખ્યામાં હોય ત્યારે એ નિહાળી શકાત યાને આપણે એ જાણી શકીએ.
બીજુ જાણવા જેવું…..જ્યારે કેન્સરની સારવાર યાને કેમોથરાપી બાદ, કેન્સર સેલ્સ ના જોવા મળે કારણ કે અત્યારની બધી જ ટેસ્ટો એને જાણી ના શકે.

(૨) કેન્સર સેલ્સ માનવ જીંદગીમાં માનવ શરીરમાં ૬-૮ વાર બને છે.

(૩) પણ જ્યારે, માનવીની “ઈમ્યુઅન સીસ્ટમ” (Immune System) યાને રક્ષણ કરતી સીસ્ટમ સારી અને શક્તિમાન હોય ત્યારે શરીરમાં એવા બનતા સેલ્સનો નાશ તરત જ થાય છે, અને એના કારણે “કેન્સર ટ્યુમર” ના બની શકે.

(૪) જ્યારે પણ કેન્સર થાય ત્યારે માનવ દેહમાં “ન્યુટ્રીશનલ” તત્વો યાને પોસણકારક તત્વો ઓછા થયા હોય…જે “જેનટીક” કે “બહારના વાતાવરણ” (Genetic or Environmental )ની અસર હોવાના કારણે હોય શકે.

(૫) શરીરની આવી ન્યુટ્રીશન ખામીઓ દુર કરવા માટે “તંદુરસ્તી” જાળવતા પ્રદાર્થો દિવસના ૪-૫ વાર ખાવાની જરૂરત રહે…..જે થકી, માનવ દેહનું રક્ષણ કરતી “ઈમ્યુઅન સીસ્ટમ” શક્તિમાન બની રહે.

(૬) “કેમોથરાપી” ( Chemotharapy) યાને દેહના કેન્સર સેલ્સ મારવાની દવાઓરૂપી સારવારનો ફક્ત એક જ હેતુ કે ઝડપથી બનતા કેન્સર સેલ્સ પર અસર કરી એને બનતા અટકાવવું કે મારવું. પણ…..આવું કાર્ય કરતા એની અસર ( થોડી) નોરમલ યાને તંદુરસ્ત સેલ્સ પર પણ પડે…..આ કારણે શરીરને જરૂરત બોન યાને હડકાના મેરો (Bone Marrow)તેમજ અન્ય સીસ્ટમો પર ખરાબ અસર પડે.

(૭) “રેડીએશન” (Radiation )દ્વારા કેન્સર સારવાર થાય ત્યારે કેન્સર સેલ્સની સાથે નોરમલ યાને તંદુરસ્ત સેલ્સનું પણ મ્રુત્યુ થાય છે…આથી, જે જગ્યાએ એવી સારવાર આપવા આવે  ત્યાં એવી ખરાબ અસર હોય શકે.

(૮) પ્રથમ, જ્યારે કેન્સરની સારવાર કેમોથરાપી કે રેડીએશનથી કરવામાં આવે ત્યારે એનાથી કેન્સરનો ટ્યુમર નાનો થાય પણ લાંબા સમયે આવી સારવારથી વધારે લાભ ના થાય.

(૯) જ્યારે પણ કોમોથરાપી કે રેડીએશન સારવાર કેન્સર માટે આપવામાં આવે ત્યારે શરીર રક્ષણ કરનાર “ઈમ્યુઅન” સીસ્ટમ પર પણ ખરાબ અસર પડે, અને એના કારણે, માનવી દેહમાં અમેક “ઈનફેક્શનો” કે રોગો થવાની  સંભવતા વધે છે.

(૧૦) કેમોથરાપી અને રેડીએશન મ્યુટેશન (Mutation) યાને કેન્સર સેલ્સના બંધારણમાં ફેરફારો લાવી શકે, જેના કારણે દવા કે કોઈ પણ સારવારની અસર એવા સેલ્સ પર ના પડી શકે યાને રેસીસ્ટસ (Resistant) બની જાય છે…..અને, જ્યારે સર્જરી કરવાં આવે ત્યારે કોઈક કેન્સર સેલ્સ દુર જુદી જગ્યાએ જઈ ત્યા કેન્સર શરૂ કરી શકે છે .

(૧૧) ઉપર મુજબ, ખરેખર ફાપદાકારક ઉપચારો તો એ કહેવાય કે માનવીએ એના ખોરાકમાંથી “કેન્સર કરતા તત્વો”(Cancer Producing Elements) નાબુદ કરવાનો રહે જેથી કેન્સર સેલ્સની સંખ્યા વધી જ ના શકે !

કેન્સર સેલ્સને નાબુદ કરે કે સારી અસર કરે તેવા ખોરાકના તત્વોનું જ્ઞાન !


(૧) સુગર યાને ખાંડની જગ્યાએ વપરાતા “સ્વીટનરો” ( Equal, Splenda Etc) બધાજ શરીર પર ખરાબ અસર આપે છે, એથી, એ ના જ લેવા જોઈએ.
એબી જ્ગ્યાએ કુદરતી પદાર્થો જેવા કે મધ કે ગોળ ( Honey & Jiggery or Mollaseses ) ખોરકમાં લેવા સારા….અને જે ધોળુ મીઠું (Commercially available White Table Salt) જે કેમીકલવાપરી ધોળુ કર્યું હોય તેની જગાએ  “સી સોલ્ટ” (Sea Salt) વધારે સારૂં કહેવાય.

(૨) દુધ પીવાના કારણે “ડાયજેશન સીસ્ટમ” ( Digestion System)માં મ્યુકસ (Mucus) યાને ચીકણો પદાર્થ પેદા થાય છે ..અને, એના કારણે કેન્સર સેલ્સોને જીવનદાન મળે છે…અને આથી “સોયા બિન્સ” (Soy Beans )થી કરેલું દુધ વધારે સારૂં કહેવાય.

(૩) “એસીડ” (Acid)વાતાવરણ કેન્સર સેલ્સ માટે વધવાની શક્તિ આપે છે..એથી જ “માંસ”( Meats like Mutton Beef)ખોરાકો સારા ના ગણાય…કોઈકવાર માછલી યાને “ફીસ” ખાવી સારી. “ચીકન” આમ સારું પણ અત્યારે બઝારમાં વેચાતા ચીકન તો એન્ટીબાયોટીક્સ કે ગ્રોથ હોરમોન ચીકનને ખોરાકરૂપે આપવાના કારણે ખાર અસર કરી શકે છે.

(૪) એથી,…..ખોરાક જે લેવામાં આવે તેમાં ૮૦% જેટલા લીલા શાકભાજી અને  ફળો …તેમજ ૨૦% જેટલા ભાગે કઠોર અને નટ્સ (Whole Wheat, Rice Etc + Nuts like Almond Walnuts Etc) હોવા જરૂરીત કહેવાય
તાજા વેજીટેબલ્સમાં  જે તંદુરસ્તી જાળવતા પદાર્થો હોય છે ..એથી શરીરમાં “નોરમલ” સેલ્સ વધે અને કેન્સર સેલ્સનો વાધારો હોય ના શકે.

(૫)ચાહ , કોફી કે ચોકોલેટમાં વધારે પ્રમાણમાં “કેફીન” (Caffein) હોય એથી એની ખરાબ અસર થાય અને એ કારણે ના લેવી સારી…”ગ્રીન ટી” ( Green Tea ) કેન્સર સેલ્સ મારવા માટે સહાય કરે એથી એ પીવી સારી
બીજું ખાસ જાણાવવાનું કે ઘરે આવ્તું નળ પાણી ના પીવું કારણકે એમાં પણ અનેક “ટોક્ષીન”( Toxins) હોય છે. આ કારણે, “ફીલટર”(Filter ) કરી ચોખ્ખું કરેલું પાણી પીવું યોગ્ય કહેવાય.

(૬) માંસાહરી પદાર્થો શરીરમા પ્રાચન થવા માટે શરીરમા પેદા થતા રસો વધુ પ્રમાણમાં વાપરે, જે માંસ પર રસોની અસર સારા પ્રમાણમા થઈ ના હોય કે કાચું જેવું રહ્યું હોય તે માનવ દેહ પર  ખોટો અસર કરી કેન્સર સેલ્સને લાભદાયક બને છે,

(૭) એથી,….જેમ બને તેમ માંસ ના ખાવું …માંસરૂપી ખોરાક શરીરના પ્રાચન કરતા રસોને વધારે વાપરે એથી “કેન્સર સેલ્સ”ના “પ્રોટીન” ( Protein) ઉપર ઓચી અસર કરી શકે, એ ધ્યાનમાં લેવું.

(૮) વીટામીન તેમજ અન્ય મીનરલો ( Vitamins & Minerals) દ્વારા શરીરના સારા તંદુરસ્ત સેલ્સને પોષણ મળે અને માનવીને કેન્સર સેલ્સ મારવા શક્તિ મળે.

(૯) કેન્સર એટલે “મન, દેહ અને આત્મા” (Mind, Body & Spirit )માં કાઈક ખામીનું કારણ !
એટલે….મનન યાને મેડીટેશન, દેહની સંભાળ, અને આત્મા માટે શાન્તી વિગેરે  સારા ગુણો કેળવી કેન્સર શક્ય ના થાય તેવો “લાભ” આપે અને જો કેન્સર થયું હોય ત્યારે એની સારવારમાં સહાયરૂપે હોય શકે.

(૧૦) “ઓક્ષીજન” (Oxygen) યાને પ્રાણવાયુના વાતાવરણમાં કેન્સર સેલ્સ વધી ના શકે.
આથી દરરોજ કસરત પ્રાણાયમ વિગેરેથી શરીરના દરેક ભાગોમાં પ્રાણવાયું પ્રમાણમાં હોય શકે અને એથી કેન્સર થવાની સંભવતા ઓછી થાય

(૧૧) “પ્લાસ્ટીક” (Plastic)ચીજો ના  વાપરવી કારણ કે એવી ચીજ હાનીજનક છે…આ પ્રમાણે પ્લાસ્ટીક બોટલો, મીક્રોવેવ માટે વપરાતા પ્લાસ્ટીક વાસણો વિગેરે ના વાપરવા.

બે શબ્દો…

આજે તમે માનવ તંદુરસ્તીની પોસ્ટમાં “કેન્સર” વિષે જાણ્યું.
આ નામના રોગ વિષે આજે ઘણું જ સંભળાય છે, અને અનેકવાર રોગીને કહેવામાં આવે કે આ માટે કોઈ ઈલાજ નથી કે હવે તમારી જીદંગી ફક્ત ” થોડા સમયની છે “.
આવા સમયે રોગથી પીડાતો માનવી “લાચાર” બની જાણે રોગને નાબુદ કરવાની ચિન્તાઓમાં હોય કે પછી, રોગ નાબુદ ના થશે એવા વિચારોમાં મૃત્યુની વાટ જોવા લાગે.
ત્યારે માનવીએ ખરેખર તો “પોસીટીવ” વિચારો સાથે સામનો કરવો  એ જ અગત્યની વાત  છે…આવા વર્તન દ્રારા એનામાં “અપાર ” શક્તિ” મળે છે …અને એના જીવનમાં “આનંદ” મળે છે અને કદ્દચ એવા આનંદમાં  એના “કેન્સર સેલ્સ” ઓછા પણ હોય શકે છે.

બીજી  અગત્યની વાત એ રહી કે મેડીટેશન, યોગ કે એવી કસરતો, અને સારો ન્યુટ્રશનલ ખોરાક દ્વારા કેન્સર અટકાવી શકાય, કે પછી એને સારો કરવામાં મદદરૂપ હોય શકે.

અને સૌના વાંચન માટે અંગ્રેજીમાં ઈમેઈલથી મળેલો “જોન હોપકીન્સ”નો રીપોર્ટ નીચે મુજબ છે>>>>


Johns Hopkins Update –
This is an extremely good article. Everyone should read it.
AFTER YEARS OF TELLING PEOPLE CHEMOTHERAPY IS THE ONLY WAY TO TRY (‘TRY’,


BEING THE KEY WORD) TO ELIMINATE CANCER, *JOHNS HOPKINS IS FINALLY STARTING
TO TELL YOU* THERE IS AN ALTERNATIVE WAY .
*Cancer Update from Johns Hopkins :*

1. *Every person has **cancer cells** **in the body*. These cancer


 Cells do not show up in the standard tests until they have
Multiplied
To a few billion. When doctors tell cancer patients
That there are no more cancer cells in their bodies after
Treatment, it just means the tests are unable to detect the
Cancer cells because they have not reached the detectable
Size.
2. Cancer cells occur between 6 to more than 10 times in a


person’s lifetime.
 

3. *When the person’s immune system* is strong the cancer
 Cells will be destroyed and prevented from multiplying
And
Forming tumors.
4. When a person has cancer it indicates the person has

 * **Nutritional deficiencies*. These could be due to genetic,
But also to *environmental, food and lifestyle factors*.
5. To overcome the multiple nutritional deficiencies,* **changing*


 Diet to eat more adequately and healthy, 4-5 times/day
And by including supplements will strengthen the immune system.
 

6. Chemotherapy *involves poisoning* the rapidly-growing
 Cancer cells and also destroys rapidly-growing healthy cells
In the bone marrow, gastrointestinal tract etc, and can
Cause organ damage, like liver, kidneys, heart, lungs etc.
 

7.. Radiation while destroying cancer cells *also* burns, scars
 And damages healthy cells, tissues and organs..8. Initial treatment with chemotherapy and radiation will often


Reduce tumor size. However prolonged use of
Chemotherapy
And radiation do not result in more tumor
Destruction.
9. When the body has too much toxic burden from


Chemotherapy and radiation the immune system is either
Compromised or destroyed, hence the person can succumb
To various kinds of infections and complications.
10. Chemotherapy and radiation can cause cancer cells to


Mutate and become resistant and difficult to destroy.
Surgery can also cause cancer cells to spread to other
Sites.
11. An effective way to battle cancer is to starve the cancer


Cells by not feeding it with the foods it needs to multiply. *
 

***CANCER CELLS FEED ON:** *A. Sugar substitutes like *NutraSweet**, Equal, Spoonful, etc are made*


*With Aspartame and it is harmful*. A better natural substitute

  Would be Manuka honey or molasses, but only in very small
  Amounts. *Table salt* has a chemical added to make it white in
Color Better alternative is Bragg’s aminos or *sea salt*.
B. *Milk *causes the body to produce mucus, especially in the


Gastro-intestinal tract. *Cancer feeds on mucus*. By cutting

 Off milk and substituting with unsweetened soy milk cancer
Cells are being starved.
 

C. Cancer cells thrive in an acid environment. *A meat-based*
* *Diet is acidic and it is best to eat fish, and a little other meat,
  Like chicken. Meat also contains livestock
Antibiotics, growth hormones and parasites, which are all
Harmful, especially to people with cancer.
 

D. A diet made of *80%* fresh vegetables and juice, whole
 Grains, seeds, nuts and a little fruits help put the body into
 An *alkaline environment*. About 20% can be from cooked
 Food including beans. Fresh vegetable juices provide
Live
Enzymes that are easily absorbed and reach down to
Cellular levels within 15 minutes to nourish and enhance
Growth of healthy cells. To obtain live enzymes for building
Healthy cells try and drink fresh vegetable juice (most
Vegetables including be an sprouts) and eat some raw
 Vegetables 2 or 3 times a day. *Enzymes are destroyed* at
 Temperatures of 104 degrees F (40 degrees C).. 

E. Avoid *coffee, tea, and chocolate*, which have high
Caffeine *Green tea* is a better alternative and has cancer
 Fighting properties.
Water-best to drink purified water, or
Filtered, to avoid known toxins and heavy metals in tap
Water. Distilled water is acidic, avoid it.
 

12. *Meat protein* is difficult to digest and requires a lot of
   Digestive enzymes. Undigested meat remaining in the
Intestines becomes putrefied and leads to more toxic
Buildup.
13. Cancer cell walls have a tough protein covering. By


Refraining from or eating less
Meat it frees more enzymes
To attack the protein walls of cancer cells and allows the
body’s killer cells to destroy the cancer cells.
 

14. *Some supplements* build up the immune system
   (IP6, Flor-ssence, Essiac, anti-oxidants, vitamins, minerals,
EFAs etc.) to enable the bodies own killer cells to destroy
   Cancer cells.. *Other supplements* like vitamin E are known
   to cause apoptosis, or programmed cell death, the body’s
normal method of disposing of damaged, unwanted, or
unneeded cells.
 

15. Cancer is a disease of the *mind, body, and spirit*.
   A proactive and positive spirit will help the cancer warrior
  be a survivor. *Anger, un-forgiveness and bitterness* put
  the body into a stressful and acidic environment. Learn to
have a loving and forgiving spirit. Learn to relax and enjoy
life.
16. Cancer cells cannot thrive in an oxygenated

   environment. *Exercising daily*, and *deep breathing *help to
   get more oxygen down to the cellular level. Oxygen
therapy is another means
employed to destroy cancer
cells.
 

1. No plastic containers *in micro*.2. No water bottles *in freezer*.

3. No plastic wrap *in microwave*..Johns Hopkins has recently sent this out in its newsletters. This
information is being circulated at Walter Reed Army Medical Center as well.
Dioxin chemicals cause cancer, especially breast cancer.* **Dioxins** **are
highly poisonous *to the cells of our bodies. Don’t freeze your plastic
bottles with water in them as this releases dioxins from the plastic.
Recently, Dr Edward Fujimoto, Wellness Program Manager at Castle Hospital ,
was on a TV program to explain this health hazard. He talked about dioxins
and how bad they are for us. He said that we should not be heating our food
in the microwave using plastic containers. This especially applies to foods
that contain fat He said that the combination of fat, high heat, and
plastics releases dioxin into the food
and ultimately into the cells of the body. Instead, he recommends using
glass, such as Corning Ware, Pyrex or ceramic containers for heating food
You get the same results, only without the dioxin. So such things asTV
dinners, instant ramen and soups, etc., should be removed from the
container and heated in something else. Paper isn’t bad but you don’t know
what is in the paper. It’s just safer to use tempered glass, Corning Ware,
etc. He reminded us that a while ago some of the fast food restaurants
moved away from the foam containers to paper The dioxin problem is one of
the reasons.
Please share this with your whole email list…………………….
Also, he pointed out that *plastic wrap, such as Saran*, is just as
dangerous when placed over foods to be cooked in the microwave. As the food
is nuked, the high heat causes poisonous
toxins to actually melt out of the plastic wrap and drip into the food.
Cover food with a paper towel instead. *This is an article that should be sent to anyone important in your life.*

આશા છે કે અનેક આ પોસ્ટરૂપી લખાણ વાંચી, પોતાના દેહની “તંદુરસ્તી” માટે કંઈક અમલમાં મુકે.
જે કોઈ આ પોસ્ટ વાંચી કંઈક જાણ્યાનો “આનંદ” અનુભવે તો મારા “ડોકટર હૈયે” ખુબ જ ખુશી થશે !
જરૂરથી “પ્રતિભાવ”રૂપે તમે “બે શબ્દો” લખશો તો એ વાંચી મને ખુશી…અને આભાર.

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is on the HUMAN HEALTH.

This Post is about “some informations” on the Cancer Causation and inform the Public about the Prevention of the Cancer by the proper Nutricious DIET, EXERCISES, and the MEDITATION along with the POSITIVE THINKING in the Life.

Those who can read & understand GUJARATI can read this Post & get informed.

Those who can read ONLY in ENGLISH can read the EMAIL with John Hopkins Report.

I hope ALL like this Post.

Dr. Chandravadan Mistry.

એપ્રિલ 21, 2012 at 8:36 પી એમ(pm) 27 comments

કુસુમબેનને ચંદ્રની અંજલી !

કુસુમબેનને ચંદ્રની અંજલી !

જગતમાં હતા એક નારી, કુસુમબેન નામે,
અર્પણ કરૂં છું આ અંજલી એમને !……………..(ટેક)
જન્મ લેતા, આવે જગતમાં એક જીવ કુસુમબેન નામે,
મળે જેને પતિદેવ  વિનોદભાઈ નામે,
કોણે ઘડ્યું એ મિલન, વિધાતા કે પ્રભુએ ?….જ્ગતમાં ….(૧)
ગણ્યા સાસુ-સસરાને માતપિતા, અને પતિ વિનોદના નાનેરાભાઈઓને દીકરા સમાન,
ભરી સંસ્કારો, કર્યા ત્રણ પોત સંતાનોને પણ જગતમાં મહાન,
કોણે અર્પી  કર્તવ્ય-પાલનમાં કુસુમને શક્તિ કે ખુશી એવી ?……..જગતમાં…(૨)
જીવનસાથી વિનોદ દુર સાનડીયાગો,કેલીફોર્નીઆમાં જ્યારે,
જઈશ અમેરીકા, સ્વપના એવા હૈયે રાખી,જાય કુસુમ પ્રભુધામે ત્યારે,
કોણે ધાર્યુ કે ખુશીદાતાર પ્રભુ જ બોલાવે એને આવી ઘડીએ ?……..જગતમાં……(૩)
૧૪મી એપ્રિલનો દિવસ હતો એ ૧૯૯૨ની સાલે,
વિનોદ વ્હાલી કુસુમ પ્રભુધામે, અને વિનોદ દુર શાને ?
કોણે કરી કરૂણ અંતિમ વિદાય એવી ?….જગતમાં…….(૪)
“મરણ સ્મરણ “નું ચિંતન વિનોદ જગમાં રહી કરે,
લેણ દેણ ના કુસુમ સબંધો એની નજરે પડે,
અને, ચંદ્ર કહે, બધી જ ઘટનાઓ પ્રભુ-ઈચ્છારૂપે સ્વીકારવી પડે !…જગતમાં..(૫)
કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૧૫,૨૦૧૨                                    ચંદ્રવદન

બે શબ્દો…

તારીખ ૧૪મી એપ્રિલ ૨૦૧૨ એટલે વિનોદભાઈ પટેલના પત્ની કુસુમબેન  પ્રભુધામે ગયાને ૨૦ વર્ષ થયા…..કારણ કે ૧૪મી એપ્રિલ,૧૯૯૨માં અચાનક  કુસુમબેન ગુજરાતમાં સ્વર્ગવાસ થયા હતા.
એ દિવસે, વિનોદભાઈ એમના બ્લોગ “વિનોદ વિહાર”માં કુસુમબેનની યાદમાં એક પોસ્ટ પ્રગટ કરી, કુસુમબેનને “અંજલી” અર્પણ કરી હતી.
હું એમના બ્લોગ પર જઈ, એ પોસ્ટ વાંચી, દીલગીરી અનુભવી હતી.
એ પોસ્ટ નિહાળ્યા બાદ, મારા મનમાં જે વિચારો આવ્યા એ આધારીત મે એક રચના કરી.

કુસુમબેનને ચંદ્રની અંજલી !….એ જ મારી રચના !

આજે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એ પોસ્ટરૂપે પ્રગટ કરતા, મારા હૈયે એક “અનોખો” સંતોષ છે…..કુસુમબેન તો વિનોદભાઈના હ્રદયમાં છે…એમની યાદમાં કુસુમબેન આ જગતમાં અમર છે !
આ પોસ્ટરૂપી “ચંદ્ર-અંજલી” જે કોઈ વાંચે તે એમના આત્મા માટે પ્રાર્થનાઓ કરે…બસ એટલી જ આશા છે !
અહી પ્રગટ કરેલો કુસુમબેનનો ફોટો વિનોદભાઈના બ્લોગ પરથી જ લીધો છે.
વિનોદભાઈએ જે પોસ્ટ પ્રગટ કરેલી તે વાંચવી હોય તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>>
http://vinodvihar75.wordpress.com/2012/04/14/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%95%e0%ab%81%e0%aa%b8%e0%ab%81/
મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Many of you must have read about KUSUMBEN PATEL ( Wife of Vinodbhai Patel of “Vinod Vihar) as a Post published by Vinodbhai on his Blog.She met an untimely death in 1992 in Gujarat on 14th April 1992.
This Post is my personal “Anjali” to Kusumben.
Let her Soul rest in Peace.
Dr. Chandravadan Mistry

એપ્રિલ 18, 2012 at 12:32 એ એમ (am) 16 comments

સુવિચારો !…..માનવ સ્વભાવ !

 

સુવિચારો !…..માનવ સ્વભાવ !

            (ચંદ્રસુવિચારો )

કોઈ કહે માનવી જન્મે છે ત્યારથી જ એ એના “સ્વભાવ” સાથે આ ધરતી પર આવે છે !
કોઈ કહે માનવી એના માતાપિતાના લોહી સબંધે કઈક લાવે, અને સમયના વહેણમાં એનો સ્વભાવ બદલાય છે !
હું કહું કે…..

માનવ સ્વભાવ એક બાળક છે, કઈક લોહીમાંથી પ્રાપ્ત કરે છે, અને સંજોગો અને વાતાવરણના આધીન એમાં પરિવર્તન આવે છે, અને અંતે, જે સ્થીર ગતીમાં વહે તે જ એનો માનવ પહેચાનરૂપી સ્વભાવ !

….ચંદ્રવદન

તારીખ ઃ ડીસેમ્બર, ૧૦, ૨૦૧૧

બે શબ્દો…

આ “સુવિચારો”રૂપી પોસ્ટનું મનન કરો !
ગીતા વાંચન પ્રથમ થાય ત્યારે એક “સમજ”…ફરી વાંચન થાય ત્યારે, વળી “બીજી સમજ”.
એ પ્રમાણે…..મારો વિચાર મારી વિચારધારા છે.
તમારી આ “સ્વભાવ”ની સમજ કંઈક અલગ હોય શકે….તમે એ શબ્દોમાં પ્રગટ કરો, તો એ વાંચી મને આનંદ થશે.
જો આ પ્રમાણે કઈક શક્ય થાય તો…..અહી “જ્ઞાનગંગા”  વહેશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW  WORDS…
Today’s “Words of Wisdom” Post is about the “Diversified Human Feelings” for the Others.
The “goodness” OR ” badness” within have the “fight”….and eventully the “settled staus” is the RECOGNITION JEWEL or the “PERSONAL IDENTITY” of that Person.
The Birth trends in the Childhood may be playing a ROLE…the Environmental Circumstances also play a ROLE, I think !
You AGREE or DISAGREE ???
If you DISAGREE…I will love to read the different point of VIEW as your COMMENT.
SO….Will you post a Comment ?
Even is you AGREE, I welcome your COMMENTS.
Dr. Chandravadan Mistry.

એપ્રિલ 10, 2012 at 8:39 પી એમ(pm) 14 comments

નયના તમારી કે મારી !

Eye HDR by ridethespiral1

નયના તમારી કે મારી !

નિહાળો નયના તમારી કે મારી,

અર્શુઓનો ધોધ વહે, ત્યારે લાગે છે એ ન્યારી !

નિહાળો મધ્યમે,ગોળબારી તમારી કે મારી,

દ્ર્શ્ય છબીઓ વહે ત્યારે લાગે છે એ ન્યારી !

નિહાળો ઉપર નીચે પાપણો તમારા કે મારા,

જાણે ખોલતા લાગે આકાશે ઉડતા પંખીડા પ્યારા !

ના કદી જો નયના નિહાળી તમે તમારી કે મારી,

તો,ચંદ્ર કહે, સમજાશે આ પીકચર દ્વારા કુદરતની કારીગીરી !

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૬,૨૦૧૨                   ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે એપ્રિલ,૬,૨૦૧૨ અને “હનુમાન જયંતી” !

આજે જ પ્રજ્ઞાજુબેને એક ઈમેઈલ મોકલેલ તે વાંચ્યો.

એમાં ફક્ત એક “નયના”નું પીકચર હતું.

એ નિહાળતા,આંખોમાંથી આંસુઓ વહે….કેવી રીતે આપણે સૌ જગતના પ્રભુ-સર્જનને નોહાળી આનંદ માણીએ..એ બધુ યાદ આવ્યું.

અને…..આ રચના શક્ય થઈ !

એ જ પ્રસાદીરૂપે છે !

ચંદ્રવદન

FEW  WORDS…

Today’s Post is based on a PICTURE of the EYE seen on an Email.
Thinking of the EYE as one of the WONDER of GOD, a Poem is written in Gujarati.
Those who can read it in Gujarati can feel this…those unable to read in Gujarati, please ask someone to read & explain.
Dr. Chandravadan Mistry.

એપ્રિલ 6, 2012 at 2:00 પી એમ(pm) 13 comments

વજુ કોટકના ગજબ જવાબો !

Vaju Kotak

,

વજુ કોટકના ગજબ જવાબો !

વજુ કોટકનાગજબ જવાબો
■સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણોક્યાં? જ: માથાભારે બૈરી,વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.
■ સ: કોણ કોઈનું સાંભળતું નથી. જ: ભૂખ્યુંપેટ અને ગુસ્સે થયેલા શેઠ.
■ સ: લગ્નએટલેશું? જ: બેમાંથી એકઅને એકમાંથી અનેક!
■સ: મારો મિત્ર કહેછે ટાઢનું વજન સવામણ, દસ શેર અનેબે મુઠ્ઠી તો તેકેવી રીતે? જ: જ્યારેઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢેછે માટે ઠંડીનું વજનસવા મણ ગણાય. સાધારણ માણસ
દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસશેર થયું,અને ગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.
■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું? જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું? જ: શ્રધ્ધાઅને સંસ્કાર.
■ સ:પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું? જ:પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.
■ સ: બાળક એટલે? જ: લગ્નજીવનનું વ્યાજ.
■ સ: શું ખાવાથી માણસોસુધરે છે? જ: ઠોકર ખાવાથી.
■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે? જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છેતેમ.
■ સ: સુખનાશત્રુકોણ? જ: અસંતોષ, વહેમઅનેશંકા
■ સ: કોણ જીર્ણથતું નથી? જ: આશા,તૃષ્ણાઅને વાસના.
■ સ:કોણકોઈની પરવા કરતુંનથી? જ:બાળક
■ સ:અંધકારમાં આપણને કોણવધુ તેજસ્વી લાગે છે? જ: આવતીકાલ
■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું? જ: આશાના મલમપટ્ટા બાંધવા.
■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી? જ: માતાનોપ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું? જ: ક્ષમા
■ સ: આજગતમાં જાતજાતના વાદચાલે છે એમાં સૌથી સારો વાદ કયો? જ: આશિર્વાદ
■ સ: તાજમહાલ શું છે? જ: આંસુની ઈમારત.
■ સ:માણસ પર કયો ગ્રહવધારે ખરાબ અસરકરે છે? જ: પૂર્વગ્રહ
■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમનીપવિત્ર શાળા હોય તો પુરુષનુંહ્રદય? જ: ધર્મશાળા.
■સ: મોટામાં મોટીભૂલ કઈ? જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલીજવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
■સ: યૌવન શું છે? જ: યૌવન એએવું વન છે કેજ્યાંઅટવાઈ પડતાં વારનથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક. વજુ કોટક

બે શબ્દો…

વજુ કોટક

વજુ કોટકનું નામ જ્યારે કોઈ ગુજરાતી સાંભળે એટલે એને તરત “ચિત્રલેખા”મેગેઝીનની યાદ તરત જ આવે.
વજુ કોટક ગુજરાતના એક સાહિત્યકાર તેમજ લેખક હતા. એમણે અન્યને સાથમાં લઈને  ઉત્સાહ સહીત “ચિત્રલેખા”નામના મેગેઝીનનું તંત્રીપદની જવાબદારી લઈ એક  ગુજરાતના પ્રિય મેગેઝીનની સ્થાપના  ૧૯૫૦માઅં મુંબઈ શહેરમાં કરી.
વજુભાઈના “લખાણ”માં એમની ચબરાક બુધ્ધી (WITTYNESS)ના દર્શન સૌને જોવા મળતા. જે ભાવથી “લખાણ” કે “જવાબો” આપતા, તે દરેક પર એક અનોખી છાપ પાડતા. “ચિત્રલેખા”સૌનું “પ્રિય” મેગઝીન કરવામાં એમનો ફાળો ખુબ જ અગત્યનો હતો. વજુભાઈએ અનેક પુસ્તકો પ્રગટ કર્યા, પણ એમનો “પ્રાણ” તો હંમેશા ચિત્રલેખામાં હતો.
૧૯૫૦ના છેલ્લા ગાળામાં ( એમના અવસાનની તારીખ ખબર નથી ) અચાનક એક મોટા હાર્ટ  એટેકના કારણે થયું. જે દિવસે એમને છાતીએ દુઃખાવો થયો તે દિવસે શુક્રવારની  સાંજ હતી….એમને એમ્બ્યુલેન્સ દ્વારા મુંબઈની હરકીશનદાસ હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે એઓ શાંત હતા. અન્યને હસાવતા હતા. એક મિત્રએ  મજાકમાં કહ્યું “વજુભાઈ, તમે તો જ્યોતિશ જ્ઞાની છો તો હવે પછી તમારા વિષે  શું ?” ત્યારે એમણે જવાબમાં કહ્યું કે “થોડા દિવસોમાં કાઈક નવાજુની  થશે”…..અને એઓ જ્યારે હજુ હોસ્પીતાલમાં હતા…અને એક સમયે એમના પત્ની  માધુરીબેનને કહ્યું “મધુ, તારે સંતાનોની જવાબદારી સાથે બીજી જવાબદારીઓ પણ  સંભાળવાની છે.” અને આ ચર્ચા સાથે એમણે એમના પ્રાણ વ્હાલી  “ચિત્રલેખા” વિષે ઉલ્લેખ કર્યો હતો.
વજુભાઈના અવસાન બાદ, માધુરીબેને એ સોંપેલી “ચિત્રલેખા”ની જવાબદારી ખુબ જ સરસ રીતે અદા કરી છે કે  ૨૨મી એપ્રિલ, ૨૦૧૦માં જ્યારે આ મેગઝીને ૬૦ વર્ષ પુરા કર્યાનો ઉત્સવ કર્યો ત્યારે પણ  ચિત્રલેખા સૌની પ્યારી હતી, અને આજે પણ પ્યારી છે…આ બધુ જ ધ્યાનમાં લેતા ભારત સરકારે આ ઉત્સવને ધ્યાનમાં લઈ એક “કોમોરેટીવ” પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી…આ કંઈ નાની વાત ના કહેવાય…આજ વજુભાઈને  ખરેખર “અંજલી” આપી કહેવાય, અને આવૂં શક્ય કરવા માટે એમના પત્ની માધુરીબેનનો ફાળૉ  ખુબ જ છે !
વજુભાઈ જેવા ગુજરાતના લાડલાને વંદન કરતા, હું પ્રાર્થના કરૂં છું કે વજુભાઈની યાદ સૌને આનંદ આપે, અને એવી યાદ અમર રહે !

અંતે મારે એટલું જ કહેવું છે કે વજુભાઈ કોટક વિષે તો ઘણુ જ કહી  શકાય….મારૂં “માહિતી-જ્ઞાન” અલ્પ છે. એથી, સૌ વાંચકોને વિનંતી કે કે કોઈ  એમના વિષે વધુ જાણતા હોય એ એઓના “પ્રતિભાવ”રૂપે જાણ કરે ..આ પ્રમાણે, આપણે  સૌ વજુભાઈને વધુ જાણી/સમજી શકીએ. આ ઉપરનું લખાણ મને જેટલી ઈનટરનેટ પણ જાણવા મળ્યું એટલું જ છે !, અને આ ચર્ચા માટે એમના “સુંદર” જવાબોનો સહારો લીધો  છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS… 
 
I took the opportunity, of an Email Communication that I had received, to publish as a Post.
The SAMVAAD in Gujarati gives the Glimpse of the “wit” of Vaju Kotak in his “Quick Responses” to the Questions.
Taking this as the base for this Post, I had attempted to find out about this GREAT HUMAN of Gujarat who had made the Gujarati Magazine “CHITRALEKHA”one of the most POPULAR Magazine amongst the Gujarati Readers.
I had learnt that the LIFE of this Great Man was cut short by a sudden massive HEART ATTACK…but his Wife MADHUMATIBEN had worked hard to keep the promise she gave to Vajubhai to take care of his beloved “CHITRALEKHA”….In 2010 as Chitralekha celebrated its 60 Years, the Government of India issued the a POSTAGE STAMP to honor Vaju Kotak & Chitralekha in 2011.
Those who know MORE of Vajubhai OR Chitralekha Etc. are welcome to ADD to the INFO by their COMMENTS.
Dr. Chandravadan Mistry

એપ્રિલ 2, 2012 at 1:00 પી એમ(pm) 14 comments

પૂરાણો અને વિજ્ઞાનની મિત્રતા

File:Snakesacrifice.jpg

RISHI-MUNIO and the GYAN ( KNOWLEDGE) & the Formation
                                             OF
                                      PURANAS
+

File:Libr0310.jpg
      SCIENCE and the DISCOVERIES of the WORLD

પૂરાણો અને વિજ્ઞાનની મિત્રતા

મુનીઓ કે પૂરાણો કહે તેનો કાંઈ અર્થ જરૂર હશે, ફક્ત વિગ્યાનને જાણી, ઠોકર શાને મારો છો ગ્યાનને ?…..(ટેક)
હ્રદય વિષે જે જાણ્યું હતું વિગ્યાને,તે ચંદ્ર કહે એ તો અધુરૂં હતું, મહાભારતમાં અભિમાન્યુએ યુધ્ધ વિષે માતપેટમાં જાણ્યું હતું, તો, વિગ્યાને એને હસી કાઢી, જરા પણ માન્યું ના હતું, હવે તો, વૈગ્યાનિકોએ એવું કંઈ શક્ય હોય એવું માનવું રહ્યું !…..મુનીઓ..(૧)
ગર્ભમાં પહેલું હ્રદય, પછી મગજ અને એની નર્વજાળ દેહમાં બને, આવી જાણકારીમાં કંઈક હ્રદયને મહત્વતા વિગ્યાનમાં મળે, ત્યારે, આવી કબુલાતમાં નવા સ્વરૂપે “ઈમોશન્સ”ના દર્શન થાય છે, અને, ચંદ્ર કહે, પૂરાણોના ગ્યાનની કંઈક કદર થાય છે !…..મુનીઓ….(૨)
પૂરાણો કહે, માનવ દેહમાં મસ્તકથી પેટ શક્તિચક્રો વસે, ત્યારે, એવા વિચાર પર વૈગ્યાનિકો ખડખડ હસે, “ઈલેક્ટ્રોમેગનેટીક”આક્ર્ષણને માનતા, પૂરાણોમાં કાંઈ સત્ય હશે, અને, આવા નવવિચારે અનેક શોધો કરી, જગતને અર્પણ કરે !…..મુનીઓ…(૩)
ગણેશના મસ્તકે હાથી મસ્તક સૌએ હિન્દુસ્વરૂપે સ્વીકાર્યું , ત્યારે, વિગ્યાને એને હસી, મજાકરૂપે અસંભવ કહ્યું, આજે, વિગ્યાન દ્વારા હ્રદય, હાથો કે અન્ય અંગો દેહ સાથે જોડે, ત્યારે, ગણશ મસ્તક પણ ખરેખર “ટ્રાન્સપ્લાન્ટ” હતું ને ? ચંદ્ર પૂછે !…..મુનીઓ…(૪)
વિગ્યાન સાથે નથી ચંદ્રની આ લડાઈ, એટલું જાણજો તમે, પૂરાણો વાંચતા, ટિકાઓ કરતા પહેલા જરા વિચારજો તમે, જેમ નવી શોધો માટે વૈગ્યાનિકો બુધ્ધિ સાથે વિચારે, તેમ, વિચારી, અજાણેલું જાણવા તમે હંમેશા આતુર રહે !….મુનીઓ…(૫)
કાવ્ય રચના..તારીખ માર્ચ,૩૦,૨૦૧૨              ચંદ્રવદન

Mysteries of the Heart
FROM:
TO:
Friday, March 30, 2012 7:18 AM

Mysteries of the  Heart

Have a Fun filled week end and Start Sunday  with April 1st 2012…..

Mysteries of the Heart

By heartmathinstitute| 1 video

બે શબ્દો…

બે ત્રણ દિવસ પહેલા જ એક વીડીઓ નિહાળ્યો.
હ્રદય અને “ઈમોશન્સ” વિષે વાંચી, મુનીઓ/પૂરાણો દ્વારા જાણલું યાદ આવ્યું.
એ યાદ સાથે આ રચના થઈ.
પણ મારો મુખ્ય હેતુ તો આ “વીડીઓ” અનેક નિહાળે અને કંઈક સમજે !
આ પોસ્ટ વિષે “બે શબ્દો” લખશો તો એ વાંચી આનંદ થશે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
FEW WORDS…
Just a REQUEST to VIEW this VIDEO & increase your UNDERSTANDING of the HUMANS on this Earth.
New Discoveries are made because of the HUMAN NATURE to know MORE.
But as you march FORWARD, one must not LAUGH at the OLD KNOWLEDGE…..But take some time to PONDER & may be one is on the PATH of a NEW DISCOVERY.
The SCIENCE is what is NOW, because of such THINKERS.
I hope you like the VIDEO…and the DEEPER MESSAGE of my KAVYA.
Dr. Chandravadan Mistry

એપ્રિલ 1, 2012 at 1:11 એ એમ (am) 10 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30