Archive for જાન્યુઆરી, 2009

હું કોણ ?

 

 
 

 હું કોણ ?

 હું કોણ, એ હજુ જાણી શક્યો નથી !

 જન્મ એક માનવ સ્વરૂપે મળ્યો ,

માનવતા હૈયે ખીલી કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૧)

માત-પિતા સહીત પત્ની બાળકો જીવને મળ્યા,

કર્તવ્ય પાલન કર્યુ કે નહી, એની ખબર નથી !

                                    હું કોણ…. (૨)

 ડોક્ટર તરીકે જનસેવાની તક મળી,

ફરજ ખરેખર બજાવી કે નહી, એની ખબર નથી !

                                     હું કોણ… (૩)

“કાવ્ય જેવા” લખાણો પણ રચ્યા,

કવિ બન્યો કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૪)

બસ, હવે, ચંદ્ર પ્રભુભક્તિમાં રંગાય રહ્યો,

પ્રભુશરણું મળે કે નહી, એની ખબર નથી !

                                      હું કોણ… (૫)

 

કાવ્ય રચના

ઓક્ટોબર ૨૮, ૨૦૦૭               ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

આજે ગુરૂવાર, જાન્યુઆરી,૨૦૦૯ અને આજે પ્રજ્ઞાજુંબેનની ઈમેઈલ મળી …..” હું કોણ ? ” બારે ત્રણ પોસ્ટો એમની સાઈટ પર જઈ વાંચી…..પ્રથમ પોસ્ટ હતી પૂ. રમણ મહર્ષિના જવાબરૂપે, બીજી પોસ્ટ એક અંગ્રેજી લખાણરૂપે, અને ત્રીજી પોસ્ટ હતી અનિલભાઈની એક રચનારૂપે…..આટલું વાંચ્યા બાદ, મને મારી લખેલ એક રચના ” હું કોણ ? ” યાદ આવી, અને મેં આજે એને એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..આખરે તો, એ પ્રષ્નનો જવાબ તો એક જ છે……હું નથી, ફક્ત “એ જ ” છે..યાને ફક્ત પ્રભુ જ એક છે….અને, ” હું “ને એનામાં નિહાળતા “હું ” ભષ્મ થઈ જાય છે અને આપણને “તું ..પ્રભુ, તું ..” કહેવાની ટેવ પડે છે…આવી મારી સમજ છે..તમે શું કહો છો ?  સાઈટ પર પધારી, વાંચી, પ્રતિભાવરૂપે લખશોને ?….ચંદ્રવદન.

FEW WORDS

Today in USA it is still Thursday, Jan. 29th 2009 but this Post will show the date to be 30th Jan. 2009 as perGT…Please read the Post & your Comments appreciated !…..Chandravadan.

જાન્યુઆરી 30, 2009 at 12:17 એ એમ (am) 13 comments

શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન

 

 

 

 

 

 

 

ઉપરનું ડ્રોઈન્ગ આણંદમાં બંધાયેલ કન્યાછાત્રાલય મકાનનું છે…નવસારીમાં કન્યાછાત્રાલય ડીસેમ્બર,૨૦૦૮માં બંધાયા બાદ, આણંદે કન્યાછાત્રાલયનું ઉદઘાટન થયું તે સમયે પાડેલા ફોટાઓ નીચે પ્રગટ કર્યા છે. ભવિષ્યમાં નવસારી કન્યાછાત્રાલય મકાનના ફોટાઓ મળશે ત્યારે બીજી પોસ્ટમાં પ્રગટ કરાશે>>>>>

 

 

 

 

 

 

 

 

શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન

તારીખ, ડીસેમ્બર,૨૯, ૨૦૦૮ના શુભ દિવસે કન્યાછાત્રાલય મકાનનું ઉદઘાટન મુખ્ય દાતાર, શ્રી વિજયદેવ રતનજી મિસ્ત્રીના હ્સ્તે થયું. એ દિવસે પાડેલા અનેક ફોટોમાંથી થોડા ફોટા ઉપર પ્રગટ કર્યા છે. આ શુભ દિવસની ઘટનાનું કહેતા આજે હું નવસારીના આશ્રમના ઈતિહાસને ” એક ઝલકરૂપે “કહેવાની તક લેતા ગર્વ અનુભવું છું. ૧૯૦૦ની સદીમાં દક્ષિણ ગુજરાતમાં રહેતા પ્રજાપતી જ્ઞાતિજનો ઘણી જ ગરીબાયમાં હતા, અને શિક્ષણ ના મેળવી શકવાના કારણે અંધકારમાં હતા. એવા સમયગાળા દરમ્યાન કોઈક ગામે જ પ્રાથમીક-શિક્ષણ શાળાઓ હતી, અને વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનું રહેતું. જ્ઞાતિના વડલાઓને ખ્યાલ હતો કે જ્ઞાતિ અંધકાર કે ગરીબાય દૂર કરવી હોય તો શિક્ષણ-જ્ઞાનનો આસરો લેવો જરૂરીત કહેવાય. નવસારી જેવા શહેરમાં ” આશ્રમ કે હોસ્ટેલ ” જેવું  હોય તો કેવું ? કિન્તુ, એવા કાર્ય માટે પૈસા ક્યાંથી લાવવા ? સાઉથ આફ્રીકામાં સ્થાયી થયેલા જ્ઞાતિજનો સારી સ્થીતિમાં હતા…..વિચાર દર્શાવતા, સહકાર મળ્યો, અને ૧૯૩૪માં એક મકાનની ખરીદી થઈ અને ” શ્રી પ્રજાપતી વિધાર્થી આશ્રમ, નવસારી “ની સ્થાપના થઈ. અને, પ્રજપતી કુમારો (Boys ) આશ્રમનો લાભ લેવા લાગ્યા. દક્ષિણ ગુજરાતના પ્રજાપતીઓ માટે એક ગૌરવભરી કહાણી છે! અનેક વર્ષો બાદ, નાનું મકાન તોડી ત્યાં એક ભવ્ય મકાન બાંધવામાં આવ્યું. નવસારીમાં અનેક ઉચ્ચ ડીગ્રી અભ્યાસ અશક્ય હતો….અને, વલ્લભ વિદ્યાનગર્ આણંદમાં એક મકાન ખરીદી ત્યાં એક કુમાર-હોસ્ટેલ શરૂ કરી અને, વધુ બાળકોને લાભ મળે એવા હેતુંથી ત્યાં સુંદર મોટું મકાન થયું. પ્રજાપતી કુમારીકાઓના ભણતર માટે પણ ઉત્તેજન મળવું જોઈએ એ ધ્યાનમાં લઈ નવસારીના આશ્રમ મકાનના પાછળના ભાગે થોડી ક્ન્યાઓ માટે “આશ્રમ-રૂપી સગવડ ” શરૂં થઈ…..અને, ૨૦૦૬ના દીસેમ્બર માસે આણદમાં જમીન વેચાણમાં લઈ ત્યાં એક “ક્ન્યાછાત્રાલય ” બંધાઈ કે જેથી ક્ન્યાઓ પણ ઉચ્ચ શિક્ષણ મળવવા તક મળી….આ યાત્રા અહીં પુર્ણ થતી નથી. આ કાર્ય બાદ, આશ્રમ કાર્યકર્તાઓએ નવસારી આશ્રમ મકાનના પાછળના ભાગે જુનું બાંધકામ તોડી એક સુંદર મોટી હોસ્ટેલ બાંધવાનો નિર્ણય લીધો, અને સારો સહકાર પણ મળ્યો અને ડીસેમ્બર, ૨૯ ,૨૦૦૮ના શુભ દિવસે એનું ઉદઘાટન થયું….અને, ડીસેમ્બર, ૩૦. ૨૦૦૮ના દિવસે આશ્રમે ૭૫ વર્ષો પુરા કર્યાનો ” અમૃત મહોત્સવ ” ઉજવ્યો. આ એક ઈતિહાસીક ગૌરવભરી કહાણી છે !……..ચંદ્રવદન.
 
 

બે શબ્દો

શ્રી પ્રજાપતી આશ્રમની સ્થાપના નવસારી શહેરમાં થઈ એ એક ઐતિહાસીક ઘટના કહેવાય. આશ્રમનો લાભ લઈ અનેક બાળકો અંગ્રેજી અભ્યાસ કરી શક્યા, અનેકે મેટ્રીક પાસ કરી કે કોઈકે કોલેજ અભ્યાસ પણ કર્યો…..ભણતર સાથે અનેક પરદેશ (ખાસ કરી ઈસ્ટ આફ્રીકા, રોડેશીયા ) ગયા અને સફળતા મેળવી, અને એમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શક્યા હતા.આશ્રમ કાર્યકર્તાઓએ પણ “શિક્ષણ ઉત્તેજન “ના હેતુંને ધ્યાનમાં રાખી “હોસ્ટેલ સગવડો ” વધારી, અને કન્યા કેળવણીને મહત્વ આપ્યું. પરદેશ સ્થાયી થયેલા જ્ઞાતિજનોએ પણ સારો સહહાર આપ્યો એ કદી ભુલાશે નહી. આજના પ્રજાપતી યુવાનોને આ ઈતિહાસ જાણવો જોઈએ, અને એ કહેવાની ફરજ સૌ જ્ઞાતિજનોની છે ! પ્રગતિના પંથે, આશ્રમે ઘણું કર્યું છે, અને હવે પ્રાર્થના છે કે ભવિષ્યમાં વધુ અને વધુ શક્ય થાય !……….ચંદ્રવદન.

 
FEW WORDS
 
The Prajapati Vidyarthi Ashram of Navsari was started in 1934 as a Community need for enhancing the EDUCATION in the Prajapati Community of South Gujarat. Prior to that, a few villages has the Primary Education Schools & for higher education all had to go to a city like Surat or Navsari. With the support from the Prajapati settled in South Africa, a building was purchased in Navsari & thus the ASHRAM was born as a HOTEL for the Prajapati Boys, Thus, many boys took the advantage of this & managed to get High School & College Education, With higher education & the knowledge of ENGLISH, many were able to be successful & many settled in Africa, esp. East Africa. Those of that period, the elders of the Prajapati Community do understand the IMPORTANT ROLE that the Ashram played to UPLIFT the Community. It is the duty of everyone to INFORM & make the younger generation understand this.SO they can feel PROUD & continue their SUPPORT.
One must realise that the present Prajapati Community settled in U.K. was ORIGINALLY in Africa esp. East Africa. And, that many who had settled in CANADA & some in USA also have their roots in Africa.
The starting of the KANYACHHATRALAYA at Anand & Navasari & also prior to that the KUMAR -CHHATRALAYA at Anand are the right steps to encourage education in the Community…Therefor, let us all wish ASHRAM all the best for the future & let us all continue our support. >>>>>>CHANDRAVADAN.
 

જાન્યુઆરી 28, 2009 at 3:19 પી એમ(pm) 8 comments

રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

 

 https://i1.wp.com/www.desicomments.com/dc/13/30536/30536.jpg

રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

આજે, સોમવાર્,

જાન્યુઆરી, ૨૬, ૨૦૦૯નો શુભ દિવસ, ઘણી જ ખુશીનો દિવસ કારણ કે આજે ઈન્ડીઆ યાને ભારતનો ” રીપબલીક ડે ” છે. ભારતે ૧૯૪૭માં અંગ્રેજ સરકાર પાસેથી સ્વતંત્રા મેળવી, અને ત્યારબાદ, નવા દેશનું બંધારણ ( Constitution ) લખાયું, અને જાન્યુઆરી, ૨૬. ૧૯૫૦માં એક રીપબલીક દેશ તરીકે જગતમાં સ્થાન લીધું. એવા દેશ પરિવર્તનમાં દેશના પ્રથંમ પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ બન્યા. આજે ભારતે રીપબલીક તરીકે ૫૯ વર્ષ પૂરા કર્યા, અને એ માટે હું ગૌરવભરી ખુશી અનુભવી રહ્યો છું. સૌ ભારતવાસીઓ પણ એવી ખુશી અનુભવતા હશે ! સ્વતંત્રા મેળવ્યા બાદ, ભારતે ઘણી જ પ્રગતિ કરી છે, પણ, હજું, ઘણી કરવાની બાકી છે. આટલી પ્રગતિ થઈ હોવા છતાં, ઘણા ભારતવાસીઓ અસંતોષથી હૈયા ભરી,  ” ભારતમાં આ નથી સારૂં  તે નથી સારૂં  ” જેવા વિચારો રાખે છે તેથી હું દુઃખ અનુભવું છું. ભારત દેશ મહાન છે, અને ભવિષ્યમાં વધું પ્રગતિઓ સાથે જગતને દોરવણી આપશે, એવી મારી પુર્ણ શ્રધ્ધા છે ! ……..ચંદ્રવદન.

બે શબ્દો

આજની પોસ્ટ વાંચી, તમે જરૂર  તમારો પ્રતિભાવ આપશો…..ભારતને CONGRATULATIONS  પણ પાઠવશો, એવી નમ્ર વિનંતી ! …….ચંદ્રવદન.
FEW WORDS
Today it is the Republic Day of India…India celebrated the  1st Republic Day on Jan. 26th , 1950..& in the years that followed India had done a lot & is on the path of progress to achieve MORE ! >>>Chandravadan

જાન્યુઆરી 26, 2009 at 9:45 પી એમ(pm) 9 comments

ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ

 

 
 
 Image and video hosting by TinyPicImage and video hosting by TinyPicImage and video hosting by TinyPicImage and  video hosting by TinyPic
 
 

ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ

આ છે ૧૦૦મી પોસ્ટ ચંદ્રપૂકારની,
વાંચી, વંચાવશો અન્યને,બસ, વિનંતી એટલી છે મારી !……ટેક
“માનવ જીવન સફર “કાવ્યથી શરૂઆત કરી,
કાવ્યો, ટુંકી વાર્તા, અને સુવિચારોથી મેં તો શણગારી,
પોસ્ટો બધી નહી તો, મુલાકાત લ્યો ચંદ્રપૂકારની !…….આ છે…..૧
” ચંદ્રવિચારો શબ્દોમાં ” મુકતા,
બન્યું કાવ્ય કે નહી, ચિંતા એવી નથી મુજને,
મારા હ્રદયભાવોથી હ્રદય તમારૂં હલ્યું, તો ખુશી છે મુજને !…..આ છે….૨
ચંદ્રવિચારોથી જ ટુંકી વાર્તાઓ જે બની,
એમાં, પ્રથમ “પાણીનું ટીપું” “તળાવની માછલી”કે “શેઠનો કુતરો”નું કહી,
બોધકથારૂપે ભક્તિપંથે અન્યને લાવવા કોષીશો હતી મારી !….આ છે…..૩
ચંદ્રવિચારોથી “ચંદ્રસુવિચારો “રૂપી હતી પ્રસાદી મારી,
જેમાં, કંઈક હ્રદય ઉંડાણનું કહેવાની કોષીશ હતી મારી,
“મૌન” ને બદલે “મૌનતા”કહી લખ્યું એમાં ભુલ હતી મારી !……આ છે…..૪
ભલે, કાવ્ય-રચનાઓને તમે કાવ્યો ના ગણો,
ભલે,સુવિચારો કે ટુંકી વાર્તાઓને પણ તમે ના ગણો,
પોસ્ટો વાંચી, વંચાવશો અન્યને, તો ચંદ્રહૈયે હર્ષ હશે ઘણો !…આ છે…….૫
 
કાવ્ય રચના….નવેમ્બર, ૧૫, ૨૦૦૮                  ચંદ્રવદનં.
 
 

બે શબ્દો

આ કાવ્ય રચના નવેમ્બર, ૨૦૦૮માં થઈ હતી. ત્યારે “ચંદ્રપૂકાર ” સાઈટ પર ૧૦૦ પોસ્ટો પ્રગટ થઈ ન હતી. એ સમયગાળા દરમ્યાન, થોડા દિવસોમાં “ચંદપૂકાર ” સાઈટ એક વર્ષ પુર્ણ કરશે એવા વિચારોમાં હતો, અને ખુશ હતો……એ ખુશી સાથે, એક વિચાર આવ્યો..”એક દિવસ ચંદ્રપૂકાર સાઈટના “હોમ” પર ૧૦૦ હશે “બસ, આ વિચારમાં રહી, આ કાવ્ય રચના શક્ય થઈ હતી, જેને આજે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે…..આ પ્રમાણે શક્ય કરવામાં, તમો સૌનો ફાળો છે કે તમે સૌ ફરી ફરી સાઈટ પર પધારી પોસ્ટો વાંચી, અને કોઈક વાર તમે તમારા પ્રતિભાવો પણ આપ્યા અને મને ઉત્તેજન આપ્યું હતું…અને, આજે આ ૧૦૦મી પોસ્ટ છે !….સૌને જય શ્રી કૃષ્ણ !……ચંદ્રવદન.

 
FEW WORDS
I am SO HAPPY to post this as the 100th POST on the HOME of CHANDRAPUKAR. This is ONLY POSSIBLE because of your support. PLEASE continue your support with your VISITS & your COMMENTS.>>>>>CHANDRAVADAN.

જાન્યુઆરી 25, 2009 at 3:15 પી એમ(pm) 17 comments

સુવિચારો

 

  
 

સુવિચારો

મૃત્યુ અચાનક આવે છે, એ સંદેશા વગર આવે છે ! ડરશો નહી, જીવનમાં સતકર્મો કરતા રહો !…….ચંદ્રવદન્.

 

બે શબ્દો

માનવી જન્મ સાથે જ મૃત્યુને સંગાથે લાવે છે. આ જ્ઞાનથી ભયભીત ન થવું જોઈએ. કિન્તુ, માનવીએ એટલો ખ્યાલ રાખવો જોઈએ કે એ અચાનક અને જરૂર આવે છે. જો માનવીને આ વિષે “પુર્ણ જ્ઞાન ” થાય ત્યારે એને સતકર્મો કાલે નહી પણ  “આજે જ, હમણા જ” કરવા પ્રેરણા મળે છે.

 

. આ મારો મત છે. તમે શું કહો છો ?>>>>ચંદ્રવદન.

 
FEW WORDS
A Humanbeing born on this Earth must die one day….& the death comes suddenly. Therefore, he/she instead of living in fears, should perform GOOD ACT TODAY, NOW & must not postpone that to TOMORROW or the FUTURE ! >>>>>Chandravadan.

જાન્યુઆરી 23, 2009 at 10:42 પી એમ(pm) 8 comments

નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને,

 

 
 
 

નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને, (ટેક )

 

વનમાં ગાયો છોડી,

ગામે ગોપ-ગોપીઓને છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૧

 

માત જશોદા ને નંદબાબાને ગોકુળીયે છોડી,

રાધા પ્યારીને એકલી છોડી,

એ તો પાસ મારી દોડી દોડી આવે રે……નજર…..૨

 

હવે, ગોકળીયુ તો સુનું સુનું લાગે,

માટલીઓ તોડી માખણ કોણ ચોરે ?

કાનો તો છે મારી સંગે રે……નજર….૩

 

કૃષ્ણ-લીલા વગર જગ છે ઉદાસી,

નજરમાંથી કાનાને  મુક્ત કરી, હું તો હવે રાજી,

એ તો દોડી દોડી ભાગે ગોકુળીઆ ગામે……નજર…..૪

………………………………………………….

નવેમ્બર, ૨૬, ૨૦૦૮

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

 

 

બે શબ્દો

” નજર લગાડી, મોહન મોરલીવાલાને ” નામે મારી એક કાવ્ય-રચના “મનનો વિશ્વાસ “ની સાઈટ પર  નવેમ્બર,૨૭. ૨૦૦૮ના રોજ પ્રગટ થઈ ચુકી છે…તેમ છતાં, આજે એને “ચંદ્રપૂકાર” પર એક પોસ્ટરૂપે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે. આશા છે કે તમે સાઈટ પર પધારી એને વાંચશો. આ પોસ્ટને તમે “મનનો વિશ્વાસ ” સાઈટ પર નિહાળવી હોય તો એની લીન્ક છે>>>>>http://drmanwish.wordpress.com/page/4/  જરૂરથી એ સાઈટ પર જવા વિનંતી……..ચંદ્રવદન.

જાન્યુઆરી 22, 2009 at 3:02 એ એમ (am) 2 comments

જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

 

 Barack Obama takes the oath of office from Chief Justice John Roberts to become the 44th president of the United States 
  
 
 
 
 
 
 

SenatorBarackObama.jpg
 

Image and video hosting by TinyPic

Image and video hosting by TinyPic

 
 

જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

 

આજે, જાન્યુઆરી,૨૦,૨૦૦૯નો દિવસ. આજે, ઈનોગ્યુરશન ઓફ પ્રેસીડન્ટ ઓફ અમેરીકાનો દિવસ, આજે, બરાક ઓબામા (Barack Obama )ને સેરીમોની સાથે અમેરીકાના પ્રેસીડન્ટ તરીકે સત્તા મળશે, અને એઓ અમેરીકાના ૪૪માં પ્રેસીડન્ટ થશે.આથી, ઓબામા અમેરીકાના પ્રથમ કાળા (Black ) પ્રેસીડન્ટ થયા. આ ઘટના અમેરીકાના ઈતિહાસે એક યાદગાર ઘટના તરીકે અમર રહેશે. હવે, પ્રેસીડન્ટ બન્યા બાદ, ઓબામા શું કરે છે તે જોવાનું રહે છે. પ્રેસીડન્ટ તરીકે જે કાર્યો કરશે એના પર લોકો ઓબામાની તુલના કરશે. પ્રભુ એમને માર્ગદર્શન આપે કે એઓ વિશ્વમાં શાંતી વધારે, અમેરીકામાં અનેક ફેરફારો દ્વારા અમેરીકાને નવી દિશામાં લાવે કે ફક્ત અમેરીકામાં નહી પણ આખા વિશ્વમાં સૌ આનંદમય બને ! આ મારી આશા છે. તમે પણ મારી આ સાઈટ પર પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવરૂપે ” બે શબ્દો ” લખશો અને ઓબામાને શુભેચ્છા પાઠવશો એવી વિનંતી !………..ચંદ્રવદન.

FEW WORDS
 
Today, January, 20 2009 & it is the day of the INAUGURATION of PRESIDENT of USA. And. BARACK OBAMA will be the 44th PRESIDENT of America. Let us ALL CONGRATULATE him & convey our BEST WISHES to him…..You can express your feelings as your COMMENT on the Site>>>>CHANDRAVADAN.

જાન્યુઆરી 20, 2009 at 6:42 પી એમ(pm) 6 comments

હડસન નદીમાં એક ચમત્કાર

 

 
 
 
 pranama
 

હડસન નદીમાં એક ચમત્કાર

જાન્યુઆરી, ૧૫, ૨૦૦૯ના દિવસે યુએસ એરવેઈઝનું વિમાન, ફ્લાઈટ નંબર ૧૫૪૯ ન્યુયોર્કના લાગ્વાડીઆ એરપોર્ટથી ચારલોટ, નોર્થ કેરોલીના જવા ઉપડ્યું. એમાં ૧૫૦ પ્રવાસીઓ હતા, અને ૫ એરલાઈનના ક્રુ-સભ્યો હતા..કુલ્લે, ૧૫૫ વ્યક્તીઓ હતી. ઉપડતાની સાથે તરત જ એને અચાનક પાછુ વાળવા વણાંક લીધો, અને વિમાનનું ક્રેશ-લેન્ડીગ હડસન નદીમાં થયું. આવા અકસ્માતમાં કોઈ બચ્યું હશે ? કેટલા મૃત્યુ પામ્યા હશે ? સૌના મનમાં આવા જ વિચારો હતા. થોડા સમય બાદ, સમાચાર આવ્યા કે બધા જ, યાને ૧૫૫ વ્યક્તીઓ બચી ગયા હતા.સૌ હર્ષથી નાચી ઉઠ્યા……આ વિમાનના પાઈલોટ,ચેસલી સનનબરગર્ (Chesley Sunnenberger)એ જે પ્રમાણે વિમાનને નદીમાં ઉતાર્યું તેથી જ સૌની જાન બચી ગઈ. સૌ પ્રવાસીઓએ તેમજ અન્ય સૌએ એને આભાર દર્શાવ્યો, અને પ્રભુનો પાડ માન્યો. આ ઘટનાના પરિણામમાં પાઈલોટે એની જાણકારી પ્રમાણે જે કર્યું તેથી સૌ બચી ગયા….હા, એ સત્ય છે. પણ, આવા સમયે, કોણે એના મનને શાંત રાખ્યું, કોણે એને માર્ગદર્શન આપ્યું ? એનો જવાબ છે,”પ્રભુ ” ! શા કારણે આ ઘટના થઈ ? જાણ્યું કે કદાચ ઉડતું પક્ષી વિમાનના ઈંનજીનમાં આવવાથી આવું થયું…એ કારણ કે જે કોઈ કારણ હોય, પણ, આપણે તો પ્રભુનો જ પાડ માનવો રહ્યો. આ ઘટનામાં, સૌ બચી ગયા એ છે આનંદભર્યું પરિણામ. કિન્તુ, પરિણામ એવું પણ હોય શકે કે અનેકના કે સૌના મૃત્યુ હોય શકે ! જ્યારે કોઈ ઘટના માનવીની સમજ બહાર હોય ત્યારે, એ ઘટના/પરિણામને આપણે સૌ ” એક ચમત્કાર કે મીરેકલ (Miracle ) “કહીએ છે .. તો, ખરેખર, આ હડસન નદીમાં થયેલ એક ચમત્કાર છે ! અખબારો દ્વારા સૌએ આ ઘટના બારે જાણ્યું હોવા છતાં મેં આ પોસ્ટ પ્રગટ કરી છે એનો હેતુ એટલો જ કે આપણે આવા સમયે પ્રભુને ના ભુલીએ………ચંદ્રવદન.

 
A MIRACLE IN HUDSON RVER, NEW YORK
All of us already know of this incident & we are all HAPPY that ALL SURVIVED. We all THANKED the pilot of the plane for saving the lives of SO MANY. Let us not forget GOD ! It is because of His Mercy that ALL SURVIVED. It was my intention to bring this fact  & I did that with the publication of this post. I THANK you all,for reading this post.
CHANDRAVADAN.

જાન્યુઆરી 19, 2009 at 12:54 એ એમ (am) 9 comments

ભક્તિના ચંદ્રમારગડા

 

 
 
 
 

 

 ભક્તિના ચંદ્રમારગડા

એજ ચંદ્ર મારગડા ભક્તિના,

સંસારમાં રહી, ભજી લ્યો પ્રભુજીને તમો પ્રેમથી,

શાને થાવું રે સંન્યાસી ?          (ટેક)

“પ્રભુ તું છે તો હું છુ” એવો મંત્ર તું બોલ,

નિત્ય બોલી બોલી, “હું પદ” ને તું છોડ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૧)

“પ્રભુ તું જે કરે તે ખરૂ” એવો મંત્ર તું બોલ,

નિત્ય એમાં પ્રભુઈચ્છા સ્વીકારી, હૈયુ તારૂ તું ખોલ,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના… (૨)

બે મંત્રે કર્મ તું કરતો જા,

અને, કર્તવ્ય-પાલન તું કરતો જા,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૩)

સંસારે ચંદ્રમારગડા અપનાવતા,

મોહમાયાના બંધનો તારા છુટવાના,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના…. (૪)

સંસારે વેર ઝેર અભિમાન રે ભાગે,

તન-મન સેવા ભાવનાઓ રે જાગે,

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૫)

ચંદ્ર કહે બે મંત્રે પ્રભુશરણું રે લેતા,

હૈયે પ્રભુદર્શન રે કર લેના !

એ…જી સંસારે એ મારગડા તું લે,

એજ ચંદ્ર મારગડા ભક્તિના.. (૬)

 કાવ્ય રચના

મે ૨૯,૨૦૦૩              ડો. ચંદ્રવદન

 

 

બે શબ્દો

આ કાવ્ય રચના તો ૨૦૦૩માં થઈ હતી, અને આજે એક પોસ્ટરૂપે પ્રગટ કરી છે…..અહી, કાવ્યરૂપે એટલું જ કહેવાયું છે કે ભક્તિ તો સંસારમાં રહી પણ શક્ય છે, એના માટે સંન્યાસની જરૂર નથી. તમે સાઈટ પર પધારી પોસ્ટ વાંચશોને ?…..ચંદ્રવદન.

જાન્યુઆરી 17, 2009 at 4:25 પી એમ(pm) 2 comments

પોપટની પ્રભુભક્તિ

 
 
 
 

પોપટની પ્રભુભક્તિ

પિંજરામાં એક પોપટ હતો. એના માલિકે એને ઘણું જ બોલતા શીખવી દીધું હતું. જ્યારે પણ કોઈ માલિકને ત્યાં મહેમાન થઈ આવે, તો પોપટ એમનો આવકાર “પધારો મોંઘેરા મહેમાન ” એની મીઠી વાણીથી કહી કરતો. જે કોઈ પધારતું તેનું દીલ પોપટ હરી લેતો. આ પોપટ માલિકના મહેલમાં છેલ્લા દસ વર્ષથી હતો. છતાં,પિંજરા બહાર એનું જીવન કદી પણ ન ગયું. પોપટ આમ ભલે અન્યને ખુશી આપતો પણ એના હૈયાની ઉંડાણમાં એ ઘણો દુઃખી હતો. એ ઘણીવાર વિચારતો કે ક્યારે આ કેદરૂપી દુનિયાથી છુટકારો મળશે ? અને, ક્યારે આકાશે ઉડી એની મઝા માણું ?
પોપટ જ્યારે જ્યારે એકાંતમાં આવા વિચારોમાં પડતો ત્યારે ત્યારે એને જંગલમાં કેવી રીતે પારધીએ કેદ તેનું  યાદ કરતો. એ એની પત્ની સાથે આનંદભર્યું જીવન નિભાવતો હતો અને એને સંતાનરૂપે બે નાના પોપટબાળ હતા. એક વાર ખોરાકની શોધમાં એ એની હદ બહાર ઉડી ગયો અને જાળમાં પકડાઈ ગયો હતો. જ્યારે એ જાળમાં રૂદન કરી રહ્યો હતો ત્યારે પાધરીના ચહેરા પર ખુશીભર્યું હાસ્ય હતું…એ દ્રશ્ય એને ફરી ફરી યાદ આવતું હતું.
આવા વિચારો સાથે, એક દિવસ પોપટને બજારમાં ગાળેલા દિવસો યાદ આવ્યા હતા. એક દિવસ એક શેઠ બજારમાં આવ્યા હતા. એની સુંદર કાયા નિહાળી એ ઘણાં જ મોહીત થઈ એની ખરીદી કરી હતી. એ ખરીદી કર્યા બાદ, દસ વર્ષ પહેલા, શેઠ એને પ્રથમવાર મહેલમાં લાવેલા. મહેલમાં આવ્યા બાદ પિંજરામાં એનું જીવન વહેતું ગયું. સમયસર ખાવાનું મળતું હતું. માલિક એની સાથે પ્રેમથી વાતો પણ કરતો અને ઘણી જ સંભાળા લેતો. ધીરે ધીરે શેઠે એને માનવભાષા પણ શીખવી દીધી હતી. બધી જ રીતે પોપટને સુખ હતું. છતાં,પિંજરનું જીવન એટલે કેદખાનું ! આજ પોપટ હૈયે ઝંખના હતી !
માલિકની ઈચ્છા પ્રમાણે, પોપટે બોલવાનું શીખી મહેમાનોને આવકાર આપવાનું કાર્ય અનેક વર્ષોથી વફાદારી સાથે કરતો રહ્યો. મહેમાનોને ખુશ કરવા એ જાણે એનું ધર્મ-કર્તવ્ય થઈ ગયું. રોજના ક્રમ પ્રમાણે બધું જ સમયના વહેણમાં વહેતું હતું. કિન્તુ, આજે પ્રથમવાર વિચારોમાં પડતાં એ એના ભુતકાળને, એના પુર્વજન્મને નિહાળતો હતો. પુર્વજન્મે એ પણ એક માનવી હતો.ઘણી જ અમીરી હતી, તેમ છ્તાં અન્ય પાસે છીનવી વધું અને વધું મેળવવાની વ્રુતિ હતી. એણે અનેક માનવીઓને દુઃખ પહોંચાડ્યું હતું…….એ બધું જ યાદ આવ્યું. આવી યાદ સાથે પોપટને આ જીવનની પિંજરનૉ કેદ ગમવા લાગી. એને થયું કે માનવજીવને એણે અનેક અવગુણો કર્યા હતા છતાં પ્રભુએ આ જીવને કેટલું બધું સુખ આપ્યું છે. એના હૈયે હવે સંતોષ હતો. એ તો ” જય સીયારામ, જય સીયારામ ” બોલી પ્રભુસ્મરણ કરવા લાગ્યો.
માલિકના મહેલમાં પોપટ હવે ઘણો જ ખુશ હતો. એણે એના મનમાં પ્રભુનું સ્મરણ ચાલું રાખ્યું. એવા સ્મરણ સાથે એ એની મીઠી વાણીમાં માલિકને “જય સીયારામ, જય સીયારામ ” કહેતો ત્યારે માલિક પણ ઘણાં જ ખુશ થતા.માલિક પણ પ્રભુભક્તિ રંગે રંગાવા લાગ્યો. પોપટ તો મહેમાનોને પણ ” જય સીયારામ, જય સીયારામ ” શબ્દોથી આવકાર આપવા લાગ્યો. મહેમાનો પણ ખુશ થતા અને કોઈકે તો પ્રભુપંથ પણ અપનાવ્યો.
અનેક વર્ષો  રહ્યા બાદ, માલિકના મહેલમાં પોપટને ઘડપણ આવ્યું. એક દિવસ માલિકે એની વફાદારી અને આપેલ આનંદને ધ્યાનમાં લઈ, પ્રભુપ્રેરણાથી, પિંજરાના દ્વાર ખુલ્લા કર્યા , છતાં પોપટ તો પિંજરામાં બેસી રહ્યો. ઉડી ભાગી જવાની એની  જરા પણ ઈચ્છા ન હ્તી. તો, માલિકે એને પ્રેમથી કહ્યું ” મારા વ્હાલા, જ ઉડી જા…અને સૌને જય સીયારામ કહેજે,..અને આકાશે ઉડી  મળજે તારા ભાંડુઓને ” આવા શબ્દોમાં પોપટને એની પત્ની અને સંતાનો યાદ આવ્યાં. એ પિંજરની બહાર નિકળી બોલ્યોઃ “ખુબ ખુબ આભાર, જય સીયારામ ઓ માલિક મારા ” આટલા શબ્દો બોલી એ તો  દૂર ડૂર આકાશમાં ઊડી ગયો. એના હૈયે એક જ આશા હતી કે ફરી એ એના પરિવારને મળી જીવનના બાકી રહેલા દિવસો એક સાથે ગાળી શકે. પણ, એને ખબર ન હતી કે જે જંગલમાં એ રહેતો એ જંગલ પણ ઘણું જ બદલાય ગયું હતું. એને જ્યારે એવો ખ્યાલ થયો અને થયું કે કદાચ એ એના પરિવારને મળી આ શકે, તો પણ પોપટ એવા વિચારોમાં નારાજ ન હતો કારણ કે હવે એ પ્રભુભક્તિમાં આનંદમય હતો !
ચંદ્રવદન.
જુન, ૨૩, ૨૦૦૭ ( “વિશ્વનિર્માતા પ્રજપતિ ‘ના માર્ચ-એપ્રિલ ૨૦૦૮ના અંકમાં પ્રગટ )
 

બે શબ્દો

આજે આ વાર્તા એક પોસ્ટરૂપે પ્રગટ કરી. આવી ટુંકી બોધકથારૂપી બાળવાર્તા ત્રણ વાર્તા ( ૧ પાણીનું ટીપું ૨ તળાવની માછલી ૩ શેઠનો કુતરો ) આગળ પોસ્ટોરૂપે પ્રગટ થઈ હતી……અને, ફરી વાંચવી હોય તો ” ટુંકી વાર્તા ” વિભાગે તમે વાંચી શકો છો. આશા છે કે તમને આ વાર્તા ગમે. જરૂરથી તમારો પ્રતિભાવ આપશો.>>>>>ચંદ્રવદન.

જાન્યુઆરી 15, 2009 at 3:45 પી એમ(pm) 6 comments

Older Posts


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031