Archive for એપ્રિલ, 2008

પ્રભુ કેમ આવું થાય છે ?

પ્રભુ કેમ આવું થાય છે ?
વેબસાઈટ પર પધાર્યા અનેક
સ્વાગત કર્યું લાવી ભાવલાગણીઓ અનેક
કિન્તું હૈયે પ્રષ્ન રહે છેઃ વેબસાઈટ સૌને ગમી કે નહી ?
પ્રભુ કેમ આવું થાય છે હૈયે ?….૧
આપેલ અભિપ્રાયો બધા વાંચી ગયો
સાઈટ ગમી છે સૌને જાણી હૈયે આનંદ થયો
કિન્તુ પ્રષ્ન રહે છે; વેબસાઈટ પર ફરી સૌ આવશે કે નહી ?
પ્રભુ આવું થાય છે હૈયે ?…….૨
ધીરે ધીરે સમય વહેતો જાય છે
વેબસાઈટ પર સૌ અભિપ્રાયો મુકતા જાય છે
હવે હૈયે પ્રષ્નનો જવાબ છે; વેબસાઈટ તો સૌની પ્યારી છે
પ્રભુ મુજ હૈયામાંથી તુંજને આભાર છે….૩  
એપ્રિલ ૨૩ ૨૦૦૮              ચન્દ્રવદન્

એપ્રિલ 23, 2008 at 6:55 પી એમ(pm) 8 comments

જોયો નથી છતાં પ્રભુ જાણું છું હું તને

જોયો નથી છતાં પ્રભુ જાણું છું હું તને

નિહાળી ક્રુષણ છબી ક્રુષણ કહે તને કોઈ
નિહાળી રામ છબી રામ કહે તને કોઈ
છબી તારી છે મારા હ્રદયમાં એ જ છે હરિ તું…જોયો…૧

નિહાળી મુર્તી તારી ક્રિષણ કહે તને કોઈ
નિહાળી મુર્તી તારી રામ કહે તને કોઈ
મુર્તી તારી છે મારા હ્રદયમાં એ જ છે હરિ તું….જોયો…૨

છબીની શી જરુરત ? કહું હું
મુર્તીની શી જરુરત ? કહું હું
હવે ચન્દ્ર અંતરમાં રમે છે તું ઓ હરિ ઓ હરિ….જોયો…૩

એપ્રિલ ૭ ૨૦૦૮               ચન્દ્રવદન

એપ્રિલ 9, 2008 at 5:34 પી એમ(pm) 5 comments

ચન્દ્ર સુવિચાર

જે સાંભળ્યુંને શબ્દોમાં કહ્યું એ ખોટું હતું
જે જોયું અને શબ્દોમાંકહ્યું એ પણ સાચું ન હતું
જે મનમાં થયું અને શબ્દોમાં કહ્યું એ પણ ખરખર સત્ય ન હતું
જે હૈયામાંથયું અને શબ્દોમાં કહ્યું એમાં થોડું સત્ય લાગ્યું
જે પ્રભુસ્મરણમાં અંતરમાં થયું અને શબ્દોમાં કહ્યું એ જ પરમ સત્ય રહ્યું
                                                                ચન્દ્રવદન

એપ્રિલ 7, 2008 at 11:22 પી એમ(pm) 3 comments

હવે શું કરું ?

હવે શું કરું ?
હવે શું કરું ? એ સમજાતું નથી
વેબસાઈટ તો શરુ થઈ ગઈ
કાવ્યો સુવિચારો સાથે ટુંકી વાર્તાઓ પણ પ્રગટ થઈ ગઈ
હવે શું કરું? એ સમજાતું નથી  ..૧
વધુ પ્રગટ કરતા ડરું છું
કોઈ શું કહેશે એવા વિચારે ડરું છું
તો અંતરમાં પ્રભુપુકાર થઈ
હવે શું કરવું એની સમજ થઈ….૨
ચન્દ્ર  હ્રદય્ભાવ તારા પ્રગટાવતો જા
કોઈ શું કહેશે ચિંતા એવી કર ના
હવે ચન્દ્ર પ્રગટાવે હ્રદયભાવો વેબસાઈટ ચન્દ્રપુકારમાં
એપ્રીલ ૩ ૨૦૦૮             ચન્દ્રવદન

એપ્રિલ 3, 2008 at 7:12 પી એમ(pm) 4 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other subscribers

તાજેતરની પોસ્ટ્સ

ટોચના રેટેડ

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 437,630 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930