Archive for એપ્રિલ 30, 2014

હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

 

હું માનવ દેહરૂપે મન અને આત્માનો સંવાદ સાંભળનાર !

 

ઘણીવાર મનમાં વિચાર આવે, શું હતો હું કે માનવ દેહ આજે મુજને મળ્યો ?

 
આવા વિચાર સાથે બીજો વિચાર આવે કે કોઈક સારા કર્મો કર્યા હશે તેથી જ આ દેહ મળ્યો ?

 

ફરી બીજો વિચાર મુજવે મુજને કે શું જે કરવાનું હતું એ પુરૂં ના કર્યું એથી જ ફરી જન્મ મળ્યો ?

 

આવા વિચારોમાં હું હતો ત્યારે અંદરથી કોઈ જાણે મુજને કાંઈ કહી રહ્યો,

 

જાણે, અચાનક મન મારૂં વિચારો મુક્ત થઈ અને સાંભળવા હું અધીરો થયો,

 

હું છું તારો આત્મા, આજે તને જે કહી રહ્યો છું એજ આ જીવનનો સાર રહ્યો.

 

હું જે પ્રમાણે આજ આ દેહમાં છું તે પ્રમાણે આદીકાળથી અનેક દેહોમાંથી હું પસાર થયો હતો,

 

કોઈવાર પશુ કે પક્ષી, તો કોઈવાર નાનો સરખો જીવ, જેનો માનવી અજાણ હતો,

 

કોઈવાર, નાનું મોટું વૃક્ષ કે કોઈવાર પાળેલ કે જંગલી પ્રાણીસ્વરૂપે હું જ હતો,

 

અને, હા, માનવ સ્વરૂપ પણ મળ્યું હતું કેટલી વાર એ કદી ભુલ્યો નથી,

 

જો,આજે આ માનવ દેહમાં છું ત્યારે, તકો જે છોડી તે ફરી યાદ આવે, એ ભુલાતી નથી,

 

જે તકોની હું વાત કરૂં એ તો પ્રભુમાં જ સમાય જવાની એ તકો હતી,

 

આત્મારૂપે તો હું જ પ્રભુઅંશ છતાં માનવ દેહ દ્વારા જ મારા ઉધ્ધારની ઘડી એ હતી,

 

યાદ કર, ગીતામાં શ્રી કૃષ્ણજીએ જે કહ્યું કે આત્મારૂપે હું અમર છું,

 

આવી અમરતાની સમજનું જ્ઞાન માનવ દેહે જ મળે એ પણ હું જાણું છું,

 

તો, આજે તને એ યાદ કરાવી, એટલી જ શીખ આપું છું તને,

 

કર્મો કરી,અધુરા પુન્યો કમાવાની આ તક મળી છે જો તને,

 

તો,સારા કર્મો ના કરી, આ માનવ અવતારની ધુળધાણી કરે ?

 

જાગ, ઓ સાથી મનવા, આ અવતારે પ્રભુનો મેળાપ કદી દે !

 

આજ છે એક ઈચ્છા મારી,હર માનવ દેહે એવું જ કહેતો આવ્યો છે હું,

 

હવે તો, સાંભળજે મનવા, કાલાવાલા તને કરી રહ્યો છું હું !

 

મન તો શાંત રહ્યું અને આત્માને સાંભળતું જ રહ્યું,

 

અંતે, શાંતીનો ભંગ કરી મનડું મારૂં જ બોલ્યું ઃ

 

ઓ ! આત્માજી, તને સાંભળતા, મારી ચંચળતા દુર થઈ,

 

હવે મને ખ્યાલ આવ્યો કે જ્યારે હું તારી પૂકારને સાંભળી,

 

ત્યારે જ હું ચંચળતા છોડી અને સ્થીર થઈ શક્યો,

 

જ્ઞાન આવું જો મેં જાણ્યું તે માટે આભાર તને દર્શાવી રહ્યો,

 

આપણે સાથે મળીને આ માનવદેહ દ્વારા પ્રભુની પાસ જઈશું,

 

નજીક પ્રભુ પાસે જઈ, એની જ કૃપા માટે અરજ કરીશું,

 

જે કાંઈ પુન્ય કામો હશે તો પણ એની કૃપા વગર છે બધુ અશક્ય,

 

એથી, તું અને હું નયને આંસુઓ લાવી, પ્રભુને મનાવી કરીશું શક્ય,

 

પ્રભુ તો છે દયાનો સાગર, પીગળશે દીલ એનું જરૂર હું કહું,

 

આ માનવ દેહ છોડવાના સમય પહેલા, આપણી વિનંતીથી પ્રભુ ખુશ હશે,

 

તો, આત્મા જો તું પ્રભુના અંસરૂપે પ્રભુમાં સમાય જશે તો મારૂં ત્યારે શું થશે ?

 

આટલા મનના શબ્દો સાંભળી આત્મા ધીરેથી મનને કહે ઃ

 

અરે, મનવા, શાને કરે તું એવી ચિન્તાઓ આજે ?

 

માનવ દેહરૂપે સમજમાં મનરૂપે તારો ફાળો છે અગત્યનો,

 

જે કાંઈ માનવ દેહતંત્રરૂપે શક્ય થયું એમાં મારો અને તારો ફાળો છે અગત્યનો,

 

મારામાં તું છુપાયેલું છે, ક્યાં છીએ અલગ આપણે ?

 

મારી સાથે તું પણ પ્રભુમાં સમાયેલું અને એ જ એક આપણે !

 

હવે, હું શરીર, મન, અને આત્માનો બનેલો વિચારે ઃ

 

ઓ ! વ્હાલા શરીર મારા સાથ દેજે મને આ જીવનમાં,

 

જે મનમાં વિચારોરૂપે હોય ત્યારે આત્માની પૂકાર સંભળજે આ જીવનમાં,

 

મન અને આત્મા જો એક હશે ત્યારે જ અમલ કરવા શરીરને કહેજે,

 

જે થકી, જે કર્મો થશે તેમાં ફક્ત સત્ય અને પવિત્રતા જ હશે !

 

તો જ, આ માનવ જન્મનો ઉધ્ધાર જરૂર હશે,

 

એવા ઉધ્ધારમાં પ્રભુ સાથે મિલન હશે !

 

સમજી ગયો,આ જ આ માનવ અવતારનો હેતુ રહ્યો,

 

હવે પ્રયત્નો હશે બધા આવી અંતીમ ગતી મળે,

 

પણ કાર્ય અધરૂં રહ્યું તો પ્રભુને ફક્ત એક વિનંતી રહે,

 

ફરી મુજને દેજે માનવ જન્મ કે અધુરૂં કાર્ય પુર્ણ બને,

 

જે થકી, બીજા અવતારે પ્રભુ સાથે મિલન શક્ય બને,

 

જો કદી, અપુર્ણા રહે, તો જન્મો જન્મ માનવ દેહ મુજને મળે,

 

જેમ પ્રભુભક્ત નરસીંહ મેહેતા કહી ગયા હતા આ જગને !

 

આટલું કહી સૌને ચંદ્રે તો ભુતકાળ કે મૃત્યુના વિચારો છોડી દીધા,

 

અને વર્તમાનમાં રહી, જનકલ્યાણ પંથે કર્મોને એક ટેવરૂપે અપનાવી લીધા !

 

કાવ્ય રચના ઃ તારીખ, એપ્રિલ,૩૦, ૨૦૧૪ ચંદ્રવદન

 

 

 

બે શબ્દો…

૩૦મી એપ્રિલનો દિવસ.

આજે કોમ્યુટર પર બેઠો હતો….ગુજરાતી ટાઈપ પેડ પર જઈ “મારા જ વિચારો”ને શબ્દ-સ્વરૂપ આપતો ગયો.

અને અંતે જાણ “મન અને આત્મા”નો સંવાદ થયો.

એની સાથે શરીર ધારણ કરેલ આ મનુષ્યથી શાંત રહેવાયું નહી.

છેલ્લે, “ચંદ્ર વિચારો”રૂપે શબ્દો વહી ગયા.

અને, આ રચના થઈ !

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Todays Poem in Gujarati created today.

And Published Today as the DIALOGUE between MIND & SOUL…and the FINAL SAY by HUMAN with the BODY.

Hope you like this Post !

Dr. Chandravadan Mistry

 

 

એપ્રિલ 30, 2014 at 4:36 પી એમ(pm) 11 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930