Archive for ડિસેમ્બર, 2014

ચંદ્રવિચારધારા (૧૪)…. ૨૦૧૫નું નવું વર્ષ !

 

૨૦૧૫નું નવું વર્ષ !

૨૦૧૪ના ડીસેમ્બર મહિનાનો અંત એટલે ૨૦૧૫ના નવા વર્ષની શરૂઆત !

આ જ એક હકિકત છે.

ચાલુ વર્ષનો અંત આવે ત્યારે જ “નુતન વર્ષ”ની શરૂઆત હોય શકે…..આ જ માનવી માટે એના જીવનમાં એક હકિકતરૂપે છે.

આ પ્રમાણે ક્રમવાર થતી ઘટનામાં બે વિચારધારા સમાય છે…..અંત યાને “મૃત્યુ”, અને શુભ શરૂઆત યાને “જ્ન્મ”.

સમયનું વહેણ એટલે માનવ ઈતિહાસ.

સમયનું વહેણ એટલે એક માનવીની જીવન સફર.

પણ….માનવ ઈતિહાસને જો “અલ્પ”ઘડી ગણીયે, તો એક માનવ સફરની ગણતરી કરવી જ મુર્ખતા કહેવાય.

છતાં….માનવી જ સર્જનહારનું એક એવું પ્રાણી છે કે એ માયાની જાળમાં ફસાય, “બધુ જ મારૂં છે” કહેવાનો ભ્રમ રાખી શકે છે.

આવી ખોટી વિચારધારામાં રહ્યા હોવા છતાં સર્જનહારની કૃપાથી માનવી પોતાના “ભ્રમ”ને દુર કરી,”સાચી સમજ”મેળવી,સર્જનહારને ફરી યાદ કરી, એ એને મળવા કે એની નજીક આવવા પ્રયાસો કરે છે….આ જ સત્ય તરફની એની યાત્રા એજ એનો “ભક્તિપંથ”.

૨૦૧૫ના નવા વર્ષમાં શું સંક્લપો લઈશું ?

(૧) ગત વર્ષમાં “જે થયું”કે “જે ના થઈ શયું”તેનો પ્રથમ સ્વીકાર કરી પ્રભુનો પાડ માનીશું.

(૨) આવી પ્રભુકૃપાનો સ્વીકાર કર્યા બાદ, પ્રભુને પ્રાર્થના કરીશું કે નવા વર્ષની સફરમાં “બુરા કર્મો”થી દુર રાખી, હંમેશા સત્યના પંથે રાખી, “સતકર્મો” કરવા પ્રેરણા અને શક્તિ બક્ષે.

(૩)૨૦૧૫ના નવા વર્ષ માટે દરેક માનવીએ “જાતે જ” સંક્લપો લેવાના રહે છે….જાતે જ “અમલ” કરવાના રહે છે. આ પ્રમાણે કરતા, અન્યને “લાભ” થતો હોય ત્યારે એવા આનંદની અનુભુતી કરતા, ગર્વ લેતા “હુંપદ”નો ત્યાગ કરવાની સમજ-શક્તિ પ્રભુ પાસે મળે એવી અંતરમાં પ્રાર્થનાઓ રહે !

(૪) કર્મો કરતા, એ માટે “શક્તિ” મેળવવા, પ્રભુ તંદુરસ્તી બક્ષે એવી આશાઓ હૈયે વહેતી રહે.

(૫) આશાઓ એટલી જ કે ૧૦૦% સંક્લપો અમલ થાય….પણ, આવું શક્ય ના થાય તો પણ એવી જ “પ્રભુ ઈચ્છા હશે” એવા સ્વીકારમાં પ્રભુકૃપાના “દર્શન” કરતા “ફળત્યાગ”ભાવ જાગૃત કરવાથી પ્રભુ એવા કર્મને ૧૦૦% રૂપે જ ગણે છે….આ મારી પુર્ણ “શ્રધ્ધા” છે !

એથી જ અંતે ચંદ્ર સૌને કહે >>>>>

૨૦૧૫ના નુતન વર્ષે સતકર્મો કરવા માટે સંક્લપો આપણે કરીએ,

“હુંપદ” ત્યાગી, અભિમાનથી મુક્ત રહી, કર્મો આપણે સૌ કરતા રહીએ,

“મોહમાયા”માંથી છુટકારો મેળવતા, પ્રભુકૃપાની આશાઓ હૈયે ભરીએ,

અંતે, ૨૦૧૫ની સફળતા કે અસફળતાનો સ્વીકાર કરતા શીખીએ,

“ફળ”રૂપી પરિણામો ત્યાગવાનું પણ સાથે જ શીખી લઈએ,

બસ, આટલી જ “સમજ” ચંદ્રે સૌને શબ્દોમાં કહી તે જાણીએ,

કદી તમોને આવી સમજ યોગ્ય ગણી અમલ કરી,

તો, ચંદ્ર કહે કે પ્રભુકૃપા ખરેખર તમે જ આજે પામી !

ઉપરની વિચારધારા છે “ચંદ્રવિચારધારા”.

તમે એ સાથે “સહમત” હોય શકો કે પછી તમારી વિચારધારા કંઈક “જુદી” હોય શકે.

તો….જરૂરથી પ્રતિભાવરૂપે શબ્દોમાં કહેશો ?

તમારા સૌના પ્રતિભાવો માટે ચંદ્ર આતુર છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

The Year 2014 ends as the Month of December ends.

Then 2015 begins.

What are your RESOLUTIONS for the NEW YEAR ?

You must make the RESOLUTIONS for the New Year.

In doing so….KEEP GOD in your MIND…..think about the GOOD DEEDS & plan to ACT in that DIRECTION. Never thinking of BAD or EVIL for OTHERS.

If you sincerely try to do this you can have 100% your GOAL…may be NOT. BUT in your SINCERE EFFORTS the GOD regards your EFFORTS as your 100%

May you ALL have the GOD’S GRACE showered on YOU in the NEW YEAR of 2015.

 

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 31, 2014 at 3:59 એ એમ (am) 16 comments

માનવ દેહ અને જીવનના વિચારો !

 

 

 

 

    PICTURES via GOOGLE SEARCH

 HUMAN….YOUNG YOUTH OLD AGE & DEATH

માનવ દેહ અને જીવનના વિચારો !

માનવ દેહ તો માટીનો બનેલો,

એનો તો કેમ રાખીશું ભરોષો ?…………(૧)

છતાં, જીવતા રહેતા, કાળજી લેવી ફરજ બને છે સૌની,

તો, કાળજી લેશો તો જ  તંદુરસ્તી હશે સૌની !……..(૨)

જીવન સફરે માનવી અનુભવે ઘટનાઓ ઘણી,

ભલે, ઘટનાઓ થયા કરે, પણ લેજો એમાંથી કાંઈ શીખવાની ઘડી !……(૩)

સંસારમાં જરૂરતની અગત્ય ચીજો ચોક્કસાઈથી રાખવી,

તો, બનશે જીવનની હર ઘડી આનંદઘડી,ટેવ એવી જો રહી !………….(૪)

યુવાની એક દિવસ ચાલી જશે અને ઘડપણ  જરૂર આવશે,

લાચારીથી માનવ દેહ અંદરની વેદનાઓ માનવીને પુકારશે,…………(૫)

એવા સમયે,મન, મગજ સાથ ના આપે ખરા,

શાને થોભી રહ્યા છો ? નિર્ણય લ્યોને જરા !……………………..(૬)

પોતાના દેહનું શું કરવું તેની “વીલ” કરવાનું વિચારજો જરા,

ના વિચાર્યું તો પરિવારને મુશીબતો, એટલું જાણજો જરા !………(૭)

મૃત્યુ તો આવશે અને દેહ બળી માટીમાં જ હશે,

પણ,મૃત્યુ પહેલાની હાલતે શું કરવું અંતે તેનો હક્ક છે તમોને !……..(૮)

“હેલ્થ વીલ” માં રેસપીરેટર મશીન સાથે જીવવું કે નહી તે કહેવું,

જીંદગીમાં મળશે થોડા દિવસો, તો, સમજીને કાંઈ વિચારવું રહ્યું !……..(૯)

ભાગ્યમાં લખ્યું હોય તો “કેન્સર”જેવા રોગો પણ ભોગવવા પડે,

ડર શાને એનો ?થોડી અસફળ સારવાર બાદ,”હોસપીસ કેર”યોગ્ય રહે !…..(૧૦)

સંસારે જીવન એટલે જગની કમાણી તો સાથે જ હોય,

એનું વિચારતા, “વીલ” દ્વારા હ્રદયનું કહેવાની તક લેવાની હોય !…………(૧૧)

ના માનશો કે વીલ કર્યાથી કંઈક કર્યું તમે ખોટું,

ભલે, વીલ હોય હેલ્થની કે જીવનપુજીની , જે કર્યું એ જ ખરું !……………(૧૨)

જીવતા હોય ત્યારે રાખજો બધું જ તમ હક્કે અને તમારૂં,

સર્વ આપી દીધું તો, પસ્તાવવાનું પડશે, એટલું જ કહેવું મારું !…………….(૧૩)

સંસારે જીવતા રહ્યા તે સમયે સતકર્મો કરજો તમે,

બસ, એ જ સાથે આવશે, બીજા બધા માટે શાને કરો ચિંતા તમે ? ………..(૧૪)

અંતે, ચંદ્ર કહે, અરે ! માનવી પ્રભુએ જ આપી છે સમજશક્તિ તને,

રાખજે શ્રધ્ધા કે જીવન સફરમાં કરેલા તારા જ કર્મો મુક્તિ આપે તને !………(૧૫)

કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૯,૨૦૧૪                         ચંદ્રવદન

 

બે શબ્દો…

“૨૦૧૪ના નવેમ્બર માસની ઘટના” નામે પોસ્ટ પ્રગટ કર્યા બાદ, પ્રજ્ઞાજુબેને પધારી પ્રથમ પ્રતિભાવ આપ્યો, તે નીચે મુજબ >>>

1. pragnaju  |  December 29, 2014 at 3:23 pm

પણ કેટલીય ઘટનાઓ ફરી-ફરીને બન્યા કરે છે, જેમાં આપણે આગલા અનુભવે એકશન-રિએકશન બદલાવી શકીએ. આપનું ન ધારેલું કામ સરળતાથી થયું તે આનંદની વાત છે અને પ્રભુ પાડ માની શ્રધ્ધા પ્રમાણે કર્યું તે સારું થયું પણ આવી ઘટનાઓ થયા જ કરશે તેમ ન માનવું. ડ્રાઇવર્સ લાયસન્સ,પાસપોર્ટ જેવા ડોક્યુમેંટ અંગે ચોક્કસાઇ રાખવી જરુરી છે.
ખોટૂં ન લગાડશો હવે તો વીલની જેમ લાઇફ વીલ ( અંગે થોડા વખત પર જાણ્યું ) પણ કરાવવું જરુરી થયું કે પોતે શરીરની લાચાર થાય તો ક્યાં સુધી જીવતા રાખવા ? અમારા સ્નેહીઓમા થોડા ને તેમના કહેવાથી હોસપીસ મા દાખલ કર્યા!
આ અંગે ચોટદાર કાવ્ય કરશો

બસ….આટલા શબ્દોમાંથી પ્રભુપ્રેરણા મળી, અને એક કાવ્ય રચના થઈ તેને જ તમો આજે પોસ્ટરૂપે વાંચી રહ્યા છો.

સંદેશો એક છે>>>

માનવીએ પોતાના દેહની કાળજી રાખવી એ જ એની ફરજ છે….ભલે અંતે તો દેહ બળી માટીમાં જ ભળી જાય. પણ જીવન જીવતા, ઘટનાઓ બને તેમાંથી શીખતા રહેવું, અને સમજશક્તિ હોય તે દરમ્યાન “વીલ” દ્વારા પોતાના વિચારો/ઈચ્છાઓ પ્રમાણે શબ્દોમાં મુકવું એ જ “યોગ્યતા” કહેવાય. આ જીવનમાંથી સતકર્મો સિવાય બીજું કાંઈ જ સાથે લઈ જઈ શકતા નથી તો પણ જે છે તે ઈચ્છા મુજબ પરિવાર કે અન્યને કેમ મળે તેનો જવાબ પરિવારને મળે, તેમજ દેહને અંત સમયે શું કરવું એનો નિર્ણય લેવા માટે સરળતા રહે.આથી, જીવનપુંજીની તેમજ દેહની “વીલ” પેપર પર દર્શાવવી એ એક અગત્યની વાત છે.

આશા છે કે આવો સંદેશો સૌને ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

Yet another UNPLANNED POST.

It is a Poem in Gujarati with the MESSAGE of CARE for the BODY to maintain GOOD HEALTH….and to LEARN from DAY to DAY EVENTS in LIFE. And to be WISE to make the WILL on LIFE and also the WILL on HEALTHCARE as one DEPARTS this EARTH.

These 2 DOCUMENTS will give the RELIEF to the FAMILY as they will have the PROPER DIRECTIVES for the ACTIONS which will take place as you DEPART from this WORLD.

Hope you like the POEM & its MESSAGE.

Dr. Chandravadan Mistry

 

 

ડિસેમ્બર 30, 2014 at 12:32 એ એમ (am) 5 comments

૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !

7844e-floweranimation

 

 

૨૦૧૪ના નવેમ્બર માસની એક ઘટના !

ના ભુલીશ હું ૨૦૧૪નો નવેમ્બર માસ,

શા માટે એવું કહું, તે જ કહું છું હું આજ !

 

શુક્રવાર અને ઓકટોબરનો છેલ્લો દિવસ, અને નવેમ્બેરની શરૂઆત થનાર હતી,

પાસપોર્ટ ખોલતા, જાણ્યું ત્રીજી નવેમ્બરે આખરી તારીખ હતી,

 

હાથમાં ઈંગલેન્ડ અને ઈન્ડીયા જવાની એરટીકીટ હતી,

ચોથી નવેમ્બરે અમારી યાત્રાની શરૂઆત હતી,

 

હવે શું થશે ? સફર થશે કે નહી તેનો મનમાં સવાલ હતો,

પણ, કોણ જાણે કેમ અતિસય ગભરાટ નહી ‘ને હું શાંત હતો,

 

શું કરવું હવે ? તે માટે માહિતી માટે કર્યા ફોનો અનેકને,

લોસ એન્જીલીસ પારપોર્ટ ઓફીસે જવાની સલાહો મળી મુજને,

 

તરત ફોન કરી એપોઈન્ટમેન્ટ લીધી સોમવાર સવારની,

ત્રીજી નવેમ્બરે કારથી,ઘટના થઈ પાસપોર્ટ ઓફીસના દર્શનની,

 

ફોટો પેપરો સાથે જુનો પાસપોર્ટ આપી, ચેકથી ફી ભરી,

તો, સુચન મુજબ બપોરે નવો પાસપોર્ટ મળતા, ખુશી હૈયે ભરી,

 

પાસપોર્ટ મળતા, તરત જ પ્રભુનો પાડ માન્યો,

ઘરે આવી,સફળતાની વાતો પત્નીને કરી સંતોષ માણ્યો,

 

પત્નીએ તો દીવાઓ કરી, પ્રભુજીને પ્રાર્થના કરી,

ત્યારે પ્રભુશ્રધ્ધાના મહિમાની વાત અંતરે ધરી,

 

જીવન સફરે મુજવણો જ્યારે પણ કદી આવે,

ત્યારે, પ્રભુશ્રધ્ધા જ સ્થીર રાખી, ડરને છોડાવે,

 

બસ,આ ઘટના મુજ જીવનમાં ખુબ જ નાની રહી,

પણ, પ્રભુશ્રધ્ધાના આધારની વાત ચંદ્રે સૌને કહી !

 

કાવ્ય રચના ઃ તારીખ,નવેમ્બર,૪,૨૦૧૪               ચંદ્રવદન

 

 

બે શબ્દો…

આજે હું મારા પત્ની સાથે પ્લેનમાં બેસી ઈંગલેન્ડ/ઈન્ડીયાની સફરે હોઈશું.

થોડા દિવસો પહેલા મારા પાસપોર્ટ “એક્ષ્પાયર” હોવાના કારણે અશક્ય હતી.

પણ…પ્રભુકૃપાથી “નવો” પાસપોર્ટ અને સફર થઈ.

અહીં, એક “નાની ઘટના” સાથે મુજવણો અને એવા સમયે “પ્રભુશ્રધ્ધા”ના આધારે શક્તિ અને શાંતી.

બસ….આ જ એક સંદેશો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

As of 21st December 2014….Kamu & I are back Home @ Lancaster,California after a Trip to UK ( with myself alone in India for some time)…..This was the trip that began on 4th November 2014.

As of Friday 31st October2014 I just realised that my USA Passport had expired in October,2014.

It NOT possible to travel…..I was in panic briefly…..then as was calm, & after calling by phone, the DOORS were open with a plan to get the NEW PASSPORT by applying @ the FEDERAL BUILDING @ Los Angeles on Monday 3rd November2014

And…..that is what I did & got the NEW PASSPORT & was able to travel on 4th November,2014.

This INCIDENT (GHATANA) is told as a POEM.

Hope you like this Post published in December of 2014

Dr. Chandravadan Mistry

 

ડિસેમ્બર 29, 2014 at 2:42 પી એમ(pm) 13 comments

કરેલી ભુલોનો પસ્તાવો !

 

 

કરેલી ભુલોનો પસ્તાવો !
ભુલો ઘણી કરી હતી મેં જીવનભર,
પસ્તાવાના ઝરણે ધોઈ હતી એને જીવનભર,…….(૧)
ભુલો થાય, અને થયેલી ભુલો સમજાય,
ત્યારે,ભુલોની કબુલાત એ જ પ્રથમ પગલું કહેવાય……(૨)
એવી કબુલાત દ્વારા જ હ્રદય હલે,
જે થકી, પસ્તાવાનું ઝરણું ઝરે………….(૩)
જ્યારે જે કોઈ પસ્તાવાના ઝરણે સ્નાન કરે,
તે જ પ્રભુ પાસે ભુલોની માફી માંગી શકે,…….(૪)
જ્યારે પસ્તાવાભરી માફી પ્રભુ પાસે માંગે,
ત્યારે જ, અન્ય માનવી પાસે ક્ષમા માટે હાથ ફેલાવે…..(૫)
ભુલો માટે ક્ષમા માંગવી કઠીણ છે,
પણ, ખરો હ્રદય-પસ્તાવો હોતા,એ સરળ છે,……..(૬)
ભુલોની કબુલાત અને પસ્તાવામાં પ્રેમ,દયાના દર્શન થાય છે,
અભિમાન પીગળી, માનવી તો માનવતા ભરપુર બની જાય છે,……(૭)
માનવીના રોગો માટે ઔષદીઓ એક ઉપચાર છે,
તેમ, પસ્તાવાભર્યા દીલમાં પ્રેમ-ઝરણાઓ ઉપચાર છે………..(૮)
માનવી શાને તું ચીંતારૂપી ભાર શીરે ધરે ?
ચીંતાઓ ત્યાગી, ભુલોનો ભાર પસ્તાવાથી હલકો કરી શકે !……….(૯)
અંતે એથી, ચંદ્ર કહે માનવી છે તું અપુર્ણ, ભુલો તું કરી શકે,
એવી ભુલો ફરી ના કરવાની ટેક સાથે પસ્તાવાના ઝરણે જીવન ધન્ય કરી શકે !…..(૧૦)
કાવ્ય રચના ઃ તારીખ ડીસેમ્બર,૨૮, ૨૦૧૪                    ચંદ્રવદન
બે શબ્દો…
આજે ૨૮મી ડીસેમ્બર…..એ પહેલા, માનવી જીવનસફરે ભુલો કરે તેના વિષે કાવ્ય પોસ્ટ.
આ પોસ્ટ વાંચી, અનેકે પ્રતિભાવો આપ્યા.
તેમાં વિનોદભાઈ પટેલ તેમજ પ્રજ્ઞાજુબેન વ્યાસના પ્રતિભાવો વાંચી આ રચના કરવા પ્રેરણા મળી છે.
આજે રચના બની…અને, આજે જ પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
આશા છે કે તમોને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Last Post was on the MISTAKES Humans make while living on the Earth.
There were COMMENTS ( by Vinodbhai Patel & Pragnajuben Vyas) stressing the VALUE of the TRUE REGRETS for the mistakes.
Based on this THOUGHT…..I was inspired to create this NEW POEM.
Hope you like the MESSAGE.
Dr. Chandravadan Mistry

 

ડિસેમ્બર 28, 2014 at 3:15 પી એમ(pm) 9 comments

જીવન સફરમાં થતી ભુલો !

 

 

 

 

જીવન સફરમાં થતી ભુલો !

જીવન સફર કરતા, લ્યો તમે પેન્સીલ અને રબ્બર હાથમાં,

સફર કરતા, બધી જ ઘટનાઓને તમે લાખો શબ્દોમાં,………(૧)

ના માનજો કોઈપણ ઘટનાને નજીવી કે નાની,

સર્વ ઘટનાઓને માનજો તમે એક સરખી,……………..(૨)

ઘટનાઓ શબ્દોમાં લખતા, રબ્બર જો ઘસાય ગયું,

તો, જાણજો કે અનેક ભુલોભર્યું એ જીવન હતું,………….(૩)

જો કદી એવું થયું તો નિરાશ ના થાશો,

પણ, ભુલો સુધારતા જરા વિચારજો,………………(૪)

જો જીવનની ભુલો તમે સુધારી આગેકુચ કરી,

તો, માનજો કે સત્યપંથે તમ સફર એ રહી,………(૫)

પણ, ભુલો કરી ફક્ત એને ગણતા રહ્યા,

અને, સુધારી નહી તો, મુરખ તમે રહ્યા,…………(૬)

સફર કરતા, જે લખ્યું તેમાં જરા ના સુધાર્યું,

તો, પેન્સીલ ટુંકી અને રબ્બર જરા ના ઘસાયું,…….(૭)

જીવન સફરે જો એવી હાલત જો તમારી,

તો, માનજો ભુલોભરી એ જીવનસફર તમારી…….(૮)

માનવીઓને તો હર ઘડીએ કાંઈ શીખવું રહ્યું,

એવી સમજ જો રાખશો તો તમજીવન ધન્ય થઈ ગયું !….(૯)

ચંદ્ર તો છે ભુલોભર્યો એક માનવી આ જગનો,

પ્રભુ સ્મરણ કરી, ભુલો સુધારતો રહે આ જગમાં !…….(૧૦) 

કાવ્ય રચના ઃ તારીખ સેપ્ટેમ્બર, ૨૦,૨૦૧૪      ચંદ્રવદન

બે શબ્દો…

દાવડાજીનો ઈમેઈલ નીચે મુજબ>>>>

અને…પ્રભુપ્રેરણા થઈ.

અને….આ રચના શક્ય થઈ.

કાંઈ જ મારૂં નથી.

પ્રભુનું જ પ્રભુને અર્પણ કરી પ્રસાદીરૂપે તમોને !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

This Post is Poem in Gujarati about the MISTAKES we make as the HUMANS as we live on this EARTH.

To ERR is HUMAN….but  one must learn from these mistakes & NOT to repeat them.

If you sincerely think of GOD and make the RESOLUTION not to make the mistakes, you will be CORRECTING these mistakes & moving forward in LIFE.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 27, 2014 at 1:43 પી એમ(pm) 10 comments

વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !

 

 

 

 

વૃક્ષ, પક્ષી અને માછલીની વાણી !
પેલું વૃક્ષ આજે મને કહે ઃ
ભલે, એક જ જગાએ હું રહું,
સેવા અનેકની દીલથી હું કરૂં,
તાપ સહન કરી છાંયડો બનું,
પવને હલી, પંખો હું બનું,
ફુલોરૂપી મહેક છે મારી,
ફળો દ્વારા ભુખ ભાંગુ તમારી !

 

આટલા શબ્દો સાંભળ્યા અને…..

આકાશે ઉડતું પક્ષી મને કહે ઃ
ધરતી પર પગોથી હું ચાલું,
પ્રભુએ આપેલી પાંખે આકાશે ઉંડુ,
ધરતીનો પ્રભુશણગાર નિહાળી,
પ્રભુના ગુણગાન વાણીએ કરૂં,
પક્ષીવાણી માનવી તું ના સમજે,
પણ,પ્રેમભાવભરી છે એવું તું જાણજે,

 

વૃક્ષ અને પક્ષી શબ્દો ગુંજી રહ્યા અને……

તળાવમાંથી માછલી મને કહે ઃ
નથી રહી શકતી હું પાણી વગર,
છતાં, નથી અફસોસ આવી હાલત પર,
કદી કોઈનો ખોરાક બનું, ચિન્તા નથી એની,
પ્રભુએ નિમીત કર્યું, તે સ્વીકારવું એ જ ફરજ મારી,
જરા પાણી બહાર અને ધરતી ‘ને આકાશ નિહાળું,
નિહાળી, પ્રભુના ગુણગાન ખુશ થઈ ગાવું !
અંતે ચંદ્ર વિચારી સૌ માનવીઓને કહે ઃ

નથી કાંઈ સ્વાર્થ વૃક્ષ, પક્ષી કે માછલીમાં તલભાર,
જે પ્રભુએ આપ્યું તેમાં સૌ ખુશ રહી માને એને પ્રભુઆભાર,
માનવી ત્યારે  જે મળ્યું તેનો ગર્વ કરી સ્વાર્થમાં ફુલાય,
સ્વાર્થનો કદી ત્યાગ કરે તો જ એનું શીર નમ્રતાથી ઝુકાય,
એવા પરિવર્તનમાં જ પ્રભુગુણગાન માનવી મુખે હશે,
ત્યારે જ મોહમાયા બંધનો તુટશે અને માનવજીવન ધન્ય હશે !

 

કાવ્ય રચના ઃ તારીખ, સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪                ચંદ્રવદન
બે શબ્દો….
પ્રથમ મારા મનમાં ધરતી પર એક સ્થાને સ્થીર થઈ જીવન વિતાવતા વૃક્ષો નજરે આવ્યા.
એવી સ્થીરતામાં “સેવા”ના દર્શન થયા.
પછી, આકાશ તરફ નજર કરતા પક્ષીઓ નજરે આવ્યા.
એમની વાણી માનવી સમજી શકતો નથી.
પણ….એ વાણીમાં “પ્રભુના ગુણગાન”નો ભાસ થયો.
અંતે પાણીમાં જ જીવી શકે એવી માછલી નજરે આવી.
જાણે માછલીના મનનું હું જાણતો હોય એવા ભાવે મેં મારા વિચારો દર્શાવ્યા.
આ ત્રણ (વૃક્ષ, પક્ષી અને માછલી)માંથી માનવીને કાંઈ શીખવાનું હતું એવા ભાવ સાથે “ચંદ્ર વિચારો” શબ્દોમાં પ્રગટ કર્યા.
જે કાવ્ય બન્યું એ જ આજે પોસ્ટરૂપે છે.
ગમ્યું ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 FEW WORDS…

The Creation of this Poem in Gujarati is based on my observations on the TREES/BIRDS and FISH.

I saw in these 3 SELFLESS ACTS & the PRAISES for the GOD.

In contrast….

In the HUMANS only I saw the EGO & SELFISH ATTITUDE…..yet I was at the POSITIVE NOTE with the IDEA that the HUMANS can become SELFLESS & be LOVED by GOD.

These is the MESSAGE in my Poem.

Dr. Chandravadan Mistry

 

 

 

 

ડિસેમ્બર 25, 2014 at 5:37 પી એમ(pm) 12 comments

સુવિચારો…..ઈશ્વર

 

Colorful yoga man vector

 

pranama

 

સુવિચારો…..ઈશ્વર 

(૧)ઈશ્વર ખરેખર છે કે કલ્પના છે, એવા વિચારો ફક્ત માનવી જ કરી શકે !

(૨) “ઈશ્વર નથી જ” કે “ઈશ્વર છે જ !” કહેનાર પણ માનવી સિવાય બીજું કોઈ ના હોય શકે !

(૩) ભલે ઈશ્વરમાં ના માનનાર પોતાને “નાસ્તિક”રૂપે ઓળખ આપતા ગર્વ લેય છે…પણ, સત્યપંથે ચાલતા એ ખરેખર તો ઈશ્વર તરફ જ અજાણતામાં પગલા ભરે છે ….ઘણીવાર, નાસ્તિકરૂપે ઓળખ આપનારો સાચો પ્રભુનો ભક્ત હોય છે.

(૪) પ્રભુમાં હું માનું કહેતા કહેતા “આસ્તિક” અનેકવાર અસત્યનો પંથ લેય છે ત્યારે એ અજાણતામાં “નાસ્તિક” કરતા પણ બુરો બને છે !

(૫) વિજ્ઞાનમાં માનો તો ઈશ્વર એટલે “પરમ શક્તિ”…..ધર્મમાં માનો તો ઈશ્વર એટલે “પરમ સત્ય”.

     કોઈ પણ રીતે માનવી ઈશ્વરથી છુટો હોય જ ન શકે ….એ સ્વતંત્ર છે અને વાણીથી એને જે કહેવું હોય તે કહી શકે છે.

 

ચંદ્રવિચારો….તારીખ, સેપ્ટેમ્બર,૨૦,૨૦૧૪

 

FEW WORDS…

Suvichar (Words of Wisdom) on ISHVAR(GOD).

As a HUMAN….you CANNOT DISASSOCIATE from the CREATOR or GOD.

If you believe in the RELIGION….then ISHVAR or GOD is the ETERNAL TRUTH.

If you believe in the SCIENCE…then ISHVAR or GOD is the ABSOLUTE ENERGY.

A HUMAN is FREE to express even the DENIAL of GOD…but He CANNOT be SEPARATED from the CREATOR.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 24, 2014 at 12:04 એ એમ (am) 6 comments

સ્ત્રી તત્વ !

image001(24)

સ્ત્રી તત્વ !

સ્ત્રી કોણ એવું એક પુરૂષ વિચારે,

વિચારતા વિચારતા, સ્ત્રી-તત્વને એ જાણે !……(ટેક)

 

જગમાં જન્મ લીધો મેં જ્યારે,

એક સ્ત્રીએ વ્હાલ દઈ મોટો કર્યો,

તે જ મારી મા હતી !…………..(૧)

 

બાળપણે રમવું હતું મારે જ્યારે,

એક સ્ત્રીએ પ્રેમ સહીત રમાડ્યો,સંભાળ્યો,

તે જ મારી બહેન હતી !………..(૨)

 

જરા મોટો થઈ શાળાએ ગયો જ્યારે,

એક સ્ત્રીએ ધ્યાન દઈ ભણાવ્યો,

તે જ મારી શિક્ષીકા હતી !…….(૩)

 

યુવાનીમાં શોધું સથવારો જ્યારે,

એક સ્ત્રી જીવનસાથી બની પ્રેમ આપ્યો,

તે જ મારી પત્ની હતી !…….(૪)

 

જીવનમાં મુંજાયો ગુંચવાયો જ્યારે,

એક સ્ત્રીએ વ્હાલથી દુઃખનો ભાર હલકો કર્યો,

તે જ મારી પુત્રી હતી !…….(૫)

 

જીવનના અંતે મૃત્યુ નજીક હોઈશ જ્યારે,

એક સ્ત્રીસ્વરૂપે સમાવતા, મુક્તિ મુજને આપે,

તે જ મારી માતૃભુમી હશે !…..(૬)

 

એથી, ચંદ્ર કહે ઃ તમે જો જગમાં પુરૂષ હોય,

તો, દરેક સ્ત્રીની ઈજ્જ્ત કરવાનું શીખજો !

અને, કદી તમે જો જગમાં  સ્ત્રી હોય,

તો, સ્ત્રી હોવાનું ગૌરવ જરૂર અનુભવજો !….(૭)

 

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૨૧,૨૦૧૪            ચંદ્રવદન

 

બે શબ્દો…

એક ઈમેઈલ મળ્યો.

એમાં “સ્ત્રી” વિષે લખાણ ગુજરાતીમાં હતું.

જેમાં, એક પુરૂષ કાંઈ વિચારતો હોય એવો ભાવ હતો.

એ ગમ્યું.

અને….આ રચના બની.

ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

I am back to Lancaster, California on Dec.21st 2014.

Back to be Home after my visits to U.K. & INDIA.

Now at ease with the Computer, and able to publish LONG DELAYED Post.

Hope  you are  ready to read it.

Hope you enjoy the THOUGHTS expressed in this Poem.

It is the MESSAGE on the WOMANHOOD.

Dr. Chandravadan Mistry

 

ડિસેમ્બર 22, 2014 at 1:12 પી એમ(pm) 16 comments

વિધવા હિન્દુ નારી !

pushp

વિધવા હિન્દુ નારી !

હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન તો એક પવિત્ર બંધન કહેવાય, એવા બંધનમાં ફક્ત નારીને શાને સજા ભોગવવાની હોય ?………(ટેક)

 

મંત્રો ભણી, પ્રભુને સાક્ષી રાખી, નર અને નારીનું મિલન થાય, એવા સમયે, સુખદુઃખમાં એકસાથે રહેવાના વચનો રખાય,

એમાં સહનશીલતા પ્રેમ ભરી સમજ માર્ગદર્શન અપાશે,

એવી આશાઓ રખાય !……(૧)

 

 

પતિ કે પત્ની કેટલું એક સાથે જીવશે એની કોઈને ખબર નથી, પત્નીનું મરણ પહેલું તો સમાજ કહે કેવી એ “સૌભાગ્યવતી” હતી, પતિ પહેલા મરે તો સમાજ નારીને “વિધવા” કહી પદવી નીચી કરે !………………(૨)

 

 

પતિ તો ફરી પરણે તો સમાજ કહે યોગ્ય કર્યું ‘ને ખુશી અનુભવે, પત્ની જો ફરી લગ્ન કરવાની ઈચ્છા કરે તો સમાજ ક્રોધીત બને, તો શું આ ન્યાય કે અન્યાય કહેવાય ? ………………………………………….(૩)

 

 

જેવી છુટ છે પતિને તેવી જ છુટ પત્નીને હોવી જોઈએ એવું હું કહું, એવી છુટ આપતા,સંતાનો હોય કે નહી, પત્ની જરૂર ફરી પરણી શકે એવું હું કહું, અને, જો ના ફરી પરણવાનો નિર્ણય હોય તો તે ફક્ત પત્નીનો હક્ક કહેવાય !……….(૪)

 

 

વિધવા બની, સાસરામાં રહેવાનો હક્ક પણ પત્નીને જ મળવો રહ્યો, “ચાંલ્લો” કે “શણગાર” નારીનો હક્ક કાયમ રહે, એ કદી ના છીનવો,  જુનવાણીનો ત્યાગ અને નવવિચારોને અપનાવવાની આ તો વાત રહી !…………….(૫)

 

 

અંતે ચંદ્ર તો સૌને કહે ઃ માનવ સમાજમાં બનેલ “રીતરિવાજો” જ્યારે બને ત્યારે કાંઈ ભલા માટે હશે, પણ, “નવયુગ”માં સંજોગો પ્રમાણે ફેરફારો કરવા યોગ્ય પણ જરૂર લાગશે, એવા ફરફારોમાં “સમાજ પરિવર્તન”ની આશા ચંદ્ર એના હૈયે ભરે !…………………..(૬)

 

 

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૧૯,૨૦૧૪                           ચંદ્રવદન

 

બે શબ્દો…

આ કાવ્યમાં “વિધવા હિન્દુ નારી”વિષે લખાયું છે.

જ્યારે પતિ મૃત્યુ પામે એટલે પત્નીને “વિધવા”ની પદવી મળે.

ત્યારે સમાજ એને “અનેક નિયમો”નો કેદી બનાવી અન્યાય કરે છે.

પત્નીના મૃત્યુ પહેલા થાય ત્યારે આ જ સમાજ પતિને “એનેક છુટો” આપે છે.

આવી “જુનવાણી”નો ત્યાગ કરવાનો સમય આવી ગયો છે.

એનો અર્થ એવો નહી કે જે પત્ની અનેક વર્ષોના જીવન બાદ, સંતાનો સાથે અપનાવેલા “સાસરા ઘર”નો ત્યાગ કરવા ના વિચારે તો એને માન મળવું જોઈએ…પણ, જો યુવાન નારી “વિધવા” બને તો એને ફરી લગ્ન કરવા માટે છુટ હોવી જોઈએ !

આપણે સૌએ ઉંડો વિચાર કરવા જેવી વાત છે…સમાજમાં “પરિવર્તન” લાવવાની આ વાત છે !

 

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS….

A look at the HINDU SAMAJ…or HINDU SOCIETY with its OLD RULES to a WIDOW.

The SOCIETY has MANY STRICT RULES which often amounts to the PUNISHMENT to her & even bars her from REMARRYING.

These RULES must be RE-EXAMINED & CHANGED to give the FAIRNESS to the WOMEN of the Society.

This is the MESSAGE of the Poem in Gujarati.

Dr. Chandravadan Mistry.

ડિસેમ્બર 9, 2014 at 4:50 એ એમ (am) 2 comments

વાર્તા રે વાર્તા !

Bal_Varta1

 

વાર્તા રે વાર્તા !

વાર્તા રે વાર્તા, આવી, વાંચો મારી વાર્તા,

મારી તો છે ટુંકી વાર્તા, નથી એ તો લાંબી વાર્તા,

વાર્તાઓમાં છે બાળવાર્તા, બાળકો માટે છે એ બોધરૂપી વાર્તા,

વાર્તાઓ છે યુવાનો,વૃધ્ધ ગમતી વાર્તા, “સમાજ પરિવર્તન”ની સમજભરી એ વાર્તા,

વાંચો અને ગમે તો અન્યને વંચાવો એવી વાર્તા, જે કોઈ વાંચી સમજે તો જ એ ખરી વાર્તા,

નથી લેખક કે લખી શકું સુંદર શબ્દોભરી વાર્તા, પણ, હ્રદયના શબ્દોને પ્રગટ કરી લખું હું વાર્તા,

તમોને ગમે કે ના ગમે, વાંચશો મારી વાર્તા,  આજે ના ગમી તો કાલે કદાચ ગમશે કોઈક વાર્તા,

આશા રહે એવી સદા, અને ચંદ્ર હૈયે રમે વાર્તા, રમતા રમતા જરૂર હશે એક પોસ્ટરૂપી એ વાર્તા,

આજે તમે વાંચી ચંદ્રપૂકાર પર કાવ્યરૂપે વાર્તા, એ વાંચી, ક્લીક કરી, વાંચજો પ્રગટ કરેલી સૌ વાર્તા !

કાવ્ય રચના ઃ તારીખ,જાન્યુઆરી,૨૧,૨૦૧૪             ચંદ્રવદન

બે શબ્દો….

આ રચના શક્ય થઈ એમાં મારો એક જ વિચાર હતો ! એ વિચાધારામાં હું બ્લોગ વાંચકોને મારી પ્રગટ કરેલી”ટુંકી વાર્તા”ને વાંચવા ઈચ્છા રાખતો હતો. એથી જ આ “લીન્ક” મુકી છે>>>>

https://chandrapukar.wordpress.com/category/%e0%aa%9f%e0%ab%81%e0%aa%82%e0%aa%95%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%93/

આ લીન્ક પર “ક્લીક” કરતા તમે પ્રગટ કરેલી બધી જ વાર્તાઓ વાંચી શકો છો. કોઈએ એ વાર્તાઓમાંથી કોઈક વાંચી હશે. કોઈક આ વાર્તાઓ પ્રથમવાર વાંચતા હશે. આવા વાંચનમાં જે વાર્તા ગમે તેના માટે જરૂરથી પ્રતિભાવ આપશો. એવું શક્ય ના થાય તો….આ પોસ્ટ માટે પ્રતિભાવ આપશો..તો, એ વાંચી મને ખુશી થશે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

 

FEW WORDS…

As a POEM, I invite you to read my PUBLISHED TUNKI VARTA POSTS.

As you click on the LINK in the Post, you can VIEW & READ all SHORT STORIES in GUJARATI….some of which are the CHILDREN STORIES ( Balvartao) & some for the ADULT reading & often giving the MESSAGE of the SOCIAL CHANGE esp. in the INDIAN SOCIETY with its OLD CUSTOMS which need to be RE-EXAMINED & made at par with the MODERN SOCIETY giving the FAIRNESS to ALL in the Society. Often…the WOMEN in the Society are given the INJUSTICE.

When you have the TIME..please READ these VARTAO….and then THINK if you think the MESSAGE is CORRECT or NOT !

I just want everyone to think & make the INDEPENDENT DECISION.

If you AGREE….may be you can IMPLEMENT the Change for yourself or for the SOCIETY.

Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 1, 2014 at 9:34 એ એમ (am) 3 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,469 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2014
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031